________________
કરે કે:-“જીર્ણ અને ધોળાં વસ્ત્રોનો ઉપભોગ કરવા છતાં, પહેલા અને છેલ્લા તીર્થકરના સાધુઓને વિષે
અલક ક૯૫ કઈ રીતે ઘટાવી શકાય ? તેના જવાબમાં કહેવું જોઈએ કે –“જે વસ્ત્ર જીર્ણ અને તુચ્છ હોય તે કશા પણ હિસાબમાં ગણાતું નથી. એટલે વસ્ત્ર હોવા છતાં પણ વસ્ત્ર રહિત જ ગણાય. જેમકે એક નાનું પિતયું પહેરીને નદી ઉતરી આવનારને આપણે પૂછીએ કે –“તમે નદીમાં થઈને શી રીતે આ પાર આવ્યા ?” તો તે જવાબમાં એટલું જ કહે કે:-“અમારે બધાં લુગડાં ઉતારીને નદી ઉતરવી પડી. આવી જ રીતે આપણે દરજીને અથવા બેબીને ત્યાં વસ્ત્રની ઉતાવળ કરવા જઈએ છીએ ત્યારે આપણે એમ જ કહીએ છીએ કે:-“ભાઈ! હવે પહેરવાને માટે મારી પાસે બીલકુલ વસ્ત્ર નથી, નહિતર હું વસ્ત્ર વગરનો થઈ જઈશ.” આ જ રીતે પહેલા અને છેલ્લા તીર્થકરના સાધુઓને વસ્ત્ર હોવા છતાં અચેલકીપણું જ છે. પ્રથમ કલ્પ સંપૂર્ણ
“દેશિક એટલે આધાર્મિક. જે કોઈએક સાધુને ઉદ્દેશીને અથવા તો સાધુના સમુદાયને ઉદ્દેશી, અશન, પાન, ખાદિમ, સ્વાદિમ, વસ્ત્ર, પાત્ર, ઉપાશ્રય વગેરે તૈયાર કરેલાં હોય તો, તે પહેલા અને છેલ્લા તીર્થંકરના સાધુ વગેરેને ઉદ્દેશીને કરેલું હોય તો તેને જ કામ ન આવે, પણ બીજાને તો તે કલ્પ. બીજે ક૫ સંપૂર્ણ.
“શય્યાતર' એટલે જે જગ્યાએ સાધુઓ ઉતર્યા હોય તે જગ્યાનો સ્વામી. તેના નીચે બતાવેલા બાર પ્રકારના પિંડ કોઈપણું તીર્થકરના સાધુને ધે નહિ. ૧ આહાર, ૨ પાણી, ૩ ખાદિમ, ૪ સ્વાદિમ,
Jain Education International
For Private & Personal Use Only
bravo