________________
પૂર્વકાળે મુનિવરે નવકલ્પ વિહાર કરતા અને એ રીતે જે સ્થાનમાં ચાતુર્માસ રહેવાનું નિશ્ચિત થાય ત્યાં ભાદરવા સુદ પાંચમના દિવસે રાત્રિએ સંવત્સરી પ્રતિક્રમણ કર્યા પછી એક યોગ્ય સાધુ ઊભા ઊભા સૂત્રપાઠ કરતા અને બીજા સર્વ સાધુ કાઉસગ્ગ કરી સાંભળતા. વર્તમાનકાળે પરંપરાથી ગુરુની આજ્ઞા પ્રમાણે સાધુઓ ચાતુર્માસનું સ્થાન નકકી કરે છે અને સૌ પ્રથમ આનંદપુરમાં સભા સમક્ષ ક૯પસૂત્ર વંચાયા બાદ વર્તમાન કાળે મુનિવરો કલ્યાણ નિમિત્તે પાંચ દિવસના નવ વ્યાખ્યાનોમાં ક૯૫ત્ર વાંચી સંભળાવે છે.
“કલ્પ શબ્દનો અર્થ સાધુને આચાર એવો થાય છે. તે આચારના દશ ભેદ આ પ્રમાણે છે: ૧ આચેલક્ય, ૨ દેશિક, ૩ શય્યાતર, ૪ રાજપિંડ, ૫ કૃતિકર્મ. ૬ વ્રત ૭ જ્યેષ્ઠ, ૮ પ્રતિક્રમણ, ૯ માસક૫ અને ૧૦ પર્યુષણાકલ્પ.
‘આચેલક્ય ચેલ એટલે વસ્ત્ર, અને અચેલક એટલે વસ્ત્ર રહિત. અલકને ભાવ આચેલકય. અચેલપણું તીર્થકરોને આશ્રીને રહેલું છે. તેમાં પહેલા અને છેલ્લા તીર્થકરને શકેંદ્ર આપેલા દેવદૂષ્ય વસ્ત્રના અપગમથી હમેશાં સચેલકપણું–વસ્ત્રસહિતપણું છે. કિરણવલી ટીકાકારના મતે વીશે તીર્થકરોને શદ્ર અર્પેલા દેવદૂષ્ય વસ્ત્રના અપગમથી હમેશાં અલકપણું જ ઘટે છે. પરંતુ આ વિષય વિવાદાસ્પદ છે.
જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિમાં કહેવું છે કે ત્રષભદેવ પ્રભુ એક વરસથી કાંઈ અધિક વસ્ત્રધારી હતા.”
Jain Educ
For Private & Personal Use Only
www.ain etrary.