________________
પંડિત પુરુષોના મનને આનંદ આપે એવી બીજી ઘણી ટીકાઓ હોવા છતાં થોડી બુદ્ધિવાળા મનુષ્યોને બાધ થાય એવા હેતુથી જ આ ટીકા હું રચું છું અને મને આશા છે કે મારો આ પ્રયત્ન સફલ થશે. - સૂર્યના ઝળહળતા તેજથી આખું જગત પ્રકાશમાન થાય છે જ, પરંતુ એ સૂર્યનો પ્રકાશ ભોંયરામાં કે ગુફામાં પહોંચી શકતો નથી. એવાં સ્થાનમાં તો દીવી જ આપણને ઉપયોગી થાય છે. આ ટીકામાં હું કાંઈ ખાસ અર્થ કરવા માગતો નથી, તેમ નવી યુક્તિઓ પણ બતાવવા ઇરછત નથી અને આવી ટીકાઓ રચવાથી મારી પંડિતાઈ બહાર
આવશે એવી આશા પણ રાખતો નથી માત્ર બાળચિત્ર નં. ૬ શ્રી અરિહંતપ્રભુ
બુદ્ધિવાળા જીવોને માટે સરલ વ્યાખ્યા રચવાને જ મારો આશય છે. મારું આ સાહસ નીરખી સતપુરુષો મને હસી કહાડશે નહિ; કારણ કે સતપુરુષોએ પોતે જ કહેવું છે કે “શુભ કાર્યોમાં યથાશક્તિ પ્રયત્ન કરવો જ જોઈએ.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org