________________
ગાથા-૭૧
(
ગાથા - ૭૧
कदाऽस्याः कर्तृकर्मप्रवृत्तेर्निवृत्तिरिति चेत्
जइया इमेण जीवेण अप्पणो आसवाण य तहेव। णादं होदि विसेसंतरं तु तइया ण बंधो से।।७१।।
यदानेन जीवेनात्मन: आस्रवाणां च तथैव।
ज्ञातं भवति विशेषान्तरं तु तदा न बन्धस्तस्य।।७१।। इह किल स्वभावमात्रं वस्तु, स्वस्य भवनं तु स्वभावः। तेन ज्ञानस्य भवनं खल्वात्मा, क्रोधादर्भवनं क्रोधादिः। अथ ज्ञानस्य यद्भवनं तन्न क्रोधादेरपि भवनं, यतो यथा ज्ञानभवने ज्ञानं भवद्विभाव्यते न तथा क्रोधादिरपि; यत्तु क्रोधादेर्भवनं तन्न ज्ञानस्यापि भवनं, यतो यथा क्रोधादिभवने क्रोधादयो भवन्तो विभाव्यन्ते न तथा ज्ञानमपि। इत्यात्मनः क्रोधादीनां च न खल्वेकवस्तुत्वम्। इत्येवमात्मात्मास्रवयोर्विशेषदर्शनेन यदा भेदं जानाति तदास्यानादिरप्यज्ञानजा कर्तृकर्मप्रवृत्तिर्निवर्तते; तन्निवृत्तावज्ञाननिमित्तं पुद्गलद्रव्यकर्मबन्धोऽपि निवर्तते। तथा सति ज्ञानमात्रादेव बन्धनिरोधः सिध्येत्। હવે પૂછે છે કે આ કર્તાકર્મની પ્રવૃત્તિનો અભાવ ક્યારે થાય છે? તેનો ઉત્તર કહે છે -
આ જીવ જ્યારે આસવોનું તેમ નિજ આત્મા તણું,
જાણે વિશેષાંતર, તો બંધન નહીં તેને થતું. ૭૧. ગાથાર્થ-[યા] જ્યારે [ગનેન નીવેન] આ જીવાત્મન:] આત્માના [ તથા વ ૨] અને [કાવાળ] આસવોના [ વિશેષાન્તરં] તફાવત અને ભેદને [જ્ઞાત ભવતિ] જાણે [ તવા તુ] ત્યારે [ ]તેને [વશ્વ: ] બંધ થતો નથી.
ટીકા- આ જગતમાં વસ્તુ છે તે સ્વભાવમાત્ર જ છે, અને “સ્વ”નું ભવન તે સ્વભાવ છે(અર્થાત્ પોતાનું જે થવું-પરિણમવું તે સ્વભાવ છે); માટે નિશ્ચયથી જ્ઞાનનું થવુંપરિણમવું તે આત્મા છે અને ક્રોધાદિકનું થવું-પરિણમવું તે ક્રોધાદિ છે. વળી જ્ઞાનનું જે થવું-પરિણમવું છે તે ક્રોધાદિકનું પણ થવું-પરિણમવું નથી, કારણકે જ્ઞાનના થવામાં (-પરિણમવામાં) જેમ જ્ઞાન થતું માલૂમ પડે છે તેમ ક્રોધાદિક પણ થતાં માલૂમ પડતાં નથી; અને ક્રોધાદિકનું જે થવું-પરિણમવું તે જ્ઞાનનું પણ થવું-પરિણમવું નથી, કારણકે ક્રોધાદિકના થવામાં (-પરિણમવામાં) જેમ ક્રોધાદિક થતાં માલૂમ પડે છે તેમ જ્ઞાન પણ થતું માલૂમ પડતું નથી. આ રીતે આત્માને અને ક્રોધાદિકને નિશ્ચયથી એકવસ્તુપણું નથી. આ પ્રમાણે આત્મા અને આસવોનો વિશેષ (-તફાવત) દેખવાથી જ્યારે આ આત્મા તેમનો ભેદ (ભિન્નતા) જાણે છે ત્યારે આ આત્માને અનાદિ હોવા છતાં પણ અજ્ઞાનથી