________________
સમયસાર સિદ્ધિ ભાગ-૪ ભગવાન આત્મા રાગથી ભિન્ન પડી અને પર્યાયને દ્રવ્યમાં વાળી છે, જેની જ્ઞાનની પર્યાયમાં આખું પૂરણ શેયનું જ્ઞાન થયું છે તે જ્ઞાનીને જ્ઞાનનું લક્ષણ શું હોય ? એમ પૂછ્યું છે. આહાહાહા ! તો કહે છે કે સાંભળ પ્રભુ એ કર્મ જડ છે અને એના નિમિત્તથી થયેલા ઉપાદાન, અશુદ્ધ ઉપાદાનથી પર્યાયમાં આત્મામાં છે. પણ અહીં અશુદ્ધ ઉપાદાનનું કાર્ય, કર્મના નિમિત્તથી થતા કર્મમાં નાખી દેવું છે અને અહીં શુદ્ધ ઉપાદાન ભગવાન આત્મા, એના તો શુદ્ધ વીતરાગી પરિણામ હોય, એનોય કર્તા કહેશે એ ઉપચારથી છે. વિકા૨ના પરિણામનો કર્તા તો ઉપચારથી પણ નહીં. સમજાણું કાંઇ ? આહાહાહા ! આ તો ગંભીર વાણી છે પ્રભુ. એ કર્મ પરિણામ કીધું.
અને સ્પર્શ આ શ૨ી૨માં સ્પર્શ, રસ, ગંધ, રંગ અને શબ્દ–વાણી, બંધ અંદ૨ એ સંસ્થાન સ્થૂલતા સ્થળ અને સૂક્ષમ અંદ૨ ૫૨માણુંઓ આદિરૂપે બહાર ઉત્પન્ન થતું. કર્મરૂપે પર્યાય જે થાય, શરીરરૂપે જે પર્યાય થાય, મનના ૫૨માણુંરૂપે જે પર્યાય થાય. વાણીના ૫૨માણુરૂપે જે પર્યાય થાય, એ બધું બહાર ઉત્પન્ન થતું, ઓલું અંતરંગ પરિણામમાં આ બહા૨માં જે નોકર્મનું પરિણામ શરી૨ આદિ વાણી આદિના પર્યાય તે બધુંય પુદ્ગલ પરિણામ છે. બેય પહેલા કર્મના પરિણામ કીધાં અને આ નોકર્મના બેય પુદ્ગલના પરિણામ છે આત્માના નહીં, જ્ઞાનીની વ્યાખ્યા છે ને અહીં. આહા ! જ્ઞાનીએ તો શાન સ્વભાવને જાણ્યો છે તે રાગથી તો ભિન્ન જાણ્યું છે, ભિન્ન જાણ્યું છે એટલે રાગના પરિણામ છે તે જીવના પરિણામ છે એમ અહીં નથી. આહાહાહા ! એ બહાર થતું નોકર્મનું પરિણામ એ બધુંય એટલે કર્મ પરિણામ અને નોકર્મ પરિણામ, તે બધુંય પુદ્ગલ પરિણામ છે એ પુદ્ગલના પરિણામ છે. જડના પરિણામ છે. આહાહાહા !
૧૭૪
૫૨માર્ચે ખરેખર ઓલું નિશ્ચયથી લીધું'તું ને પહેલું, એના પરિણામ ૫૨ના છે એમ ૫૨માર્થે જેમ ઘડાને અને માટીને વ્યાપ્ય, વ્યાપક ભાવનો સદ્ભાવ હોવાથી, શું કહે છે ? માટી છે તે પોતે કર્તા છે એટલે વ્યાપક છે અને ઘડો છે તે વ્યાપ્ય છે તે તેનું કર્મ છે, તેનું કાર્ય છે. સમજાણું કાંઇ ? માટી છે એ વ્યાપક છે એટલે પ્રસરે છે એમ અત્યારે કહેવું છે ને પર્યાયને, બાકી તો પર્યાય પ્રસરે છે પણ માટી વ્યાપક છે એટલે કર્તા છે એટલે કે બદલના૨ છે, એવી એ માટી એ વ્યાપક છે અને ઘડો તેનું વ્યાપ્ય કાર્ય, કર્મ એની દશા છે. ઘડો એ માટીની દશા છે. એ કુંભારની દશા નહીં, કુંભારનું કાર્ય નહીં. આહાહાહા ! સમજાય છે ?
કાલે આવ્યું'તું એ જ આવે એવું કાંઇ છે ? જેમ ઘડાને અને માટીને વ્યાપ્ય, દેખો ઘડો છે તે વ્યાપ્ય છે, વ્યાપ્ય એટલે કાર્ય છે. વ્યાપ્ય પહેલું લીધું છે ઘડો તે વ્યાપ્ય છે, વ્યાપ્ય એટલે કાર્ય છે, કાર્ય એટલે કે પર્યાય છે. કોની ? તે વ્યાપક માટીની એ વ્યાપક એટલે માટી, માટી કર્તા અને માટી વ્યાપક એનો ઘડો વ્યાપ્ય, કર્મ અને કાર્ય એનું છે ઇ કર્મ કહો કે કાર્ય કહો, એ ઘડો એ માટીનું કાર્ય છે. ઘડો એ કુંભારનું કાર્ય નથી. આહાહાહાહા ! આવો માર્ગ છે.
(શ્રોતાઃ– ઘડો કુંભારનું કાર્ય નથી એમ માનવું ) કુંભારના પરિણામનો કર્તા કુંભા૨ ૫ોતે ઘડાના પરિણામનો કર્તા એ કયાંથી આવે ? પર્યાયને અડતોય નથી ત્યાં કુંભાર એ ઘડાની પર્યાયને છૂતો અડતોય નથી, એકબીજામાં તો અભાવ છે. આહાહાહા ! એ તો ખરેખર તો કર્મનો ઉદય છે એને રાગ અડતો નથી તેમ રાગ ઉદયને અડતો નથી પણ એને અહીં સ્વભાવમાં