________________
ગાથા-૮૫
૩૧૭ ઘણી વસ્તુ સરળ ને સીધી છે. પરને ને એને કાંઇ સંબંધ નથી એટલે સિદ્ધ કરવા એ પરિણતિની ક્રિયા પરિણામસ્વરૂપ હોવા છતાં, તે પરિણામ પરિણામીનું છે અભિન્નથી, એમ અહીંયા સિદ્ધ કર્યું છે. આહાહાહા ! છે?
એ ક્રિયા અને કર્તાનું અભિન્નપણું તપતું હોવાથી, જોયું. એ દ્રવ્યનાં જ પરિણામ છે” એ બીજા દ્રવ્યના એ પરિણામ નથી. થોડો ફેર ક્યાં છે એ જરી મુશ્કેલ પડે, થોડા ફેરમાં મોટો ફેર છે. આહાહા...
તપતું હોવાથી જીવ જેમ વ્યાપ્યવ્યાપકભાવથી પોતાના પરિણામને કરે છે”, જોયું? આમ સિદ્ધ કરવું છે, જીવ વ્યાપક છે, જીવ કર્તા છે (ને) પરિણામ વ્યાપ્ય છે, પરિણામ કાર્ય છે, જીવ જેમ વ્યાપ્ય એટલે કાર્ય, કર્મ, અવસ્થા, વ્યાપક એટલે કર્તા, દ્રવ્ય પરિણામી એવા ભાવથી પોતાના પરિણામને કરે છે, વ્યાપ્યવ્યાપક ભાવથી પોતાના પરિણામને જીવ કરે છે. આહાહાહા ! આંહી તો રાગને કરે છે એ અજ્ઞાની પણ પોતાના ભાવથી દ્રવ્યથી કરે છે, એ દ્રવ્ય એનો કર્તા, દ્રવ્ય તો શુદ્ધ છે. આહાહાહા! બહુ વાત આકરી ઘણી, ફેરફાર થોડો હોય, ત્યાં ફેરફાર ઘણો છે આખો, એવું જ અંદર છે. બીજાને સાધારણને એમ લાગે કે થોડોક પણ ઘણો ફેરફાર છે, એ પરિણામ પરનું પરિણામ કહેવું એ નહિ તેથી તે પરિણામ દ્રવ્ય દૃષ્ટિએ તેનું છે. વિકાર પરિણામ પણ જીવના છે, આ અભિન્નથી કહેવામાં આવે છે અજ્ઞાનીને.
જેમ જીવ વ્યાપ્ય એટલે કાર્ય, વ્યાપ્ય એટલે કર્મ, વ્યાપ્ય એટલે અવસ્થા, વ્યાપક એટલે કર્તા, વ્યાપક એટલે દ્રવ્ય, વ્યાપક એટલે અભિન્ન વસ્તુ. એ વ્યાપકભાવથી પોતાના પરિણામને કરે છે. અને ભાવ્યભાવકભાવથી, ભાવક દ્રવ્ય, વિકારી પરિણામ ભાવ્ય એવા ભાવથી તેને જ અનુભવે છે. આહાહા... અલિંગગ્રહણમાં એમ કહ્યું, કે આત્મા ઇન્દ્રિયોના વિષયનો ભોક્તા છે જ નહિ. ત્યાં નિર્મળ દ્રવ્યદૃષ્ટિની અપેક્ષાએ વાત છે. છે ને ભાઈ ? બારમો બોલ છે બારમો, ઈન્દ્રિયના વિષયનો ભોક્તા આત્મા નથી. આમાં છે ને આમાં? બપોરના પ્રવચનસાર ૧૭૨ ગાથા- આત્મા ઇન્દ્રિયના વિષયનો ભોક્તા નથી એટલે રાગનો અને વિકારનો એ ભોક્તા નથી, એ શુદ્ધ દ્રવ્યદૃષ્ટિની અપેક્ષાએ વાત કરી છે, આંહીં અશુદ્ધ દ્રવ્યદૃષ્ટિની અપેક્ષાએ છે. આહાહાહા ! સમજાય એટલું સમજવું બાપુ, આ તો પરમ સત્ય છે, પરમાત્માનો માર્ગ આવો છે. આહાહાહા !
ભાવ્યભાવકભાવથી તેને જ અનુભવે છે.” કોણ? અજ્ઞાની આત્મા પોતાના વિકારી પરિણામનું ભાવ્ય અને ભાવક પોતે, તેને તે ભોગવે છે. આંહીં કહેવું કે વિકારી પરિણામને જીવ ભોગવતો નથી અલિંગગ્રહણમાં એ તો દ્રવ્યદૃષ્ટિની વાત, શુદ્ધ દ્રવ્યદૃષ્ટિની અપેક્ષાએ વિકારી પરિણામનો ભોગ્ય આત્મા અને ભોક્તા આત્મા એમ છે નહિ. કેટલી અપેક્ષાના કથનો, અલૌક્કિ વાત છે. એ બધી અપેક્ષાઓ જ્ઞાનની બહોળતા બતાવે છે, અનેકાંતપણું સિદ્ધ કરે છે. આહા !
એમ જો વ્યાપ્યવ્યાપકભાવથી પુદ્ગલકર્મને પણ કરે” અહીં વાત આમ લેવી છે, એટલે એને એના પરિણામનો કર્તા તે દ્રવ્ય છે એમ સિદ્ધ કર્યું, નહીંતર તો પરિણામનો કર્તા પરિણામ છે. વિકારી પરિણામનો કર્તાય પરિણામ છે અને નિર્મળ પરિણામનો કર્તાય એ પરિણામ છે. આહાહાહા ! સમજાણું કાંઈ? જેમ જીવ પોતે કાર્યના કર્તાપણે થાય છે અને ભાવ્યના ભાવકપણે