________________
ગાથા-૮૬
૩૨૩ હસ્તાદિકની ક્રિયારૂપ) વ્યાપારપરિણામને (-વ્યાપારરૂપ પરિણામને) -કે જે પોતાથી અભિન્ન છે અને પોતાથી અભિન્ન પરિણતિમાત્ર ક્રિયાથી કરવામાં આવે છે તેને-કરતો પ્રતિભાસે છે, પરંતુ ઘડો કરવાના અહંકારથી ભરેલો હોવા છતાં પણ (તે કુંભાર) પોતાના વ્યાપારને અનુરૂપ એવા માટીના ઘટ-પરિણામને (ઘડારૂપ પરિણામને)-કે જે માટીથી અભિન્ન છે અને માટીથી અભિન્ન પરિણતિમાત્ર ક્રિયાથી કરવામાં આવે છે તેને-કરતો પ્રતિભાસતો નથી; તેવી રીતે આત્મા પણ અજ્ઞાનને લીધે પુદ્ગલકર્મરૂપ પરિણામને અનુકૂળ પોતાના પરિણામને-કે જે પોતાથી અભિન્ન છે અને પોતાથી અભિન્ન પરિણતિમાત્ર ક્રિયાથી કરવામાં આવે છે તેને-કરતો પ્રતિભાસો, પરંતુ પુગલના પરિણામને કરવાના અહંકારથી ભરેલો હોવા છતાં પણ (તે આત્મા) પોતાના પરિણામને અનુરૂપ એવા પુગલના પરિણામને-કે જે પુગલથી અભિન્ન છે અને પુદ્ગલથી અભિન્ન પરિણતિમાત્ર ક્રિયાથી કરવામાં આવે છે તેને-કરતો ન પ્રતિભાસો.
ભાવાર્થ-આત્મા પોતાના જ પરિણામને કરતો પ્રતિભાસો; પુદ્ગલના પરિણામને કરતો તો કદી ન પ્રતિભાસો. આત્માની અને પુદ્ગલની-બન્નેની ક્રિયા એક આત્મા જ કરે છે એમ માનનારા મિથ્યાદેષ્ટિ છે. જડ-ચેતનની એક ક્રિયા હોય તો સર્વ દ્રવ્યો પલટી જવાથી સર્વનો લોપ થઈ જાય-એ મોટો દોષ ઊપજે.
પ્રવચન નં. ૧૭૩ ગાથા-૮૬
તા. ૧૯/૦૧/૭૯ હવે ફરી પૂછે છે કે બે ક્રિયાનો અનુભવ કરનાર, બે ક્રિયા સમજાણી? જીવના વિકારી પરિણામને પણ અનુભવે અને પુગલના પરિણામને કરે અને અનુભવે. પોતાના પરિણામને કરે ને અનુભવે અને પરના પરિણામ કરે અને અનુભવે, બેય ક્રિયાનો અનુભવ કરનાર ક્રિયા શબ્દ પરિણતિ, પર્યાય, પુરુષ મિથ્યાદેષ્ટિ કઈ રીતે છે? એ મિથ્યાદેષ્ટિ છે, જૈન જ નથી એને તત્ત્વની ખબર જ નથી. શિષ્યનો પ્રશ્ન છે આ. માથે મિથ્યાષ્ટિ કહ્યો. તો એ મિથ્યાષ્ટિ કઈ રીતે છે, ક્યા પ્રકારે છે? એનો ઉત્તર આવો જેને પ્રશ્ન ઉઠયો હોય તેને આ સમાધાન કહીએ છીએકહે છે. આહાહા....!
જુઓ છે ને માથે “કુતો ક્રિક્રિયાનુભાવી મિથ્યાષ્ટિરિતિ ચેત્” અમૃતચંદ્રાચાર્યનો છે શબ્દ માથે. ૮૬ ઉપર“જમ્હાદુ અત્તભાવ” જોયું આત્માનો ભાવ કીધો એ અભેદથી અત્યારે વર્ણન છે ને, પરથી નથી એમ.
जम्हा दु अत्तभावं पोग्गलभावं च दो वि कुव्वंति। तेण दु मिच्छादिट्ठी दोकिरियावादिणो हुति।। ८६ ।।
જીવભાવ, પુદ્ગલભાવ-બને ભાવને જેથી કરે,
તેથી જ મિથ્યાષ્ટિ એવા પ્રિક્રિયાવાદી ઠરે. ૮૬. આહાહાહા ! જુઓ આ સમયસાર :