________________
ગાથા-૮૬
૩૩૩ કોણ જાણે, આનું આમ ને આનું આમ કરતા'તા, દુનિયાથી તદ્દન અજાણી વાત બાપા, બધી ખબર છે દુનિયાની હોં. આહાહા...!
પરમાત્મા ત્રણલોકનો નાથ જિનેશ્વરદેવનું આ ફરમાન, કે અજ્ઞાની પોતાના રાગદ્વેષ ને પુણ્ય-પાપના પરિણામને કરતો પ્રતિભાસો પણ તે પુણ્ય-પાપના પરિણામ કાળે જે કર્મબંધન થયું કર્મબંધનના પરિણામને કરતો પ્રતિભાસો નહિ. આહાહાહા!
કહો સમજાય છે કે નહિ. રસિકભાઈ ? અવલદોમની વાતું છે. દુનિયા પાગલ છે અને આ પાગલ જેવું લાગે. એવું છે, કે શું કહે છે આ તે પરમાત્મા પ્રકાશમાં કહ્યું તું દુનિયા પાગલ છે અને ધર્માત્મા જ્યારે તત્ત્વની વાત કરે ત્યારે એને પાગલ જેવી લાગે. પાગલને પાગલ જેવી લાગે. શું થાય બાપુ! તત્ત્વનું સ્વરૂપ જ આવું છે, એમાં કોઈનો અધિકાર નથી કે હું કોકનું કરી દઉં. હું બીજાને આહાર પાણી દઉં. ભૂખ્યાને આહાર પાણી દઉં. તરસ્યાને પાણી દઉં. રોગીને ઔષધ દઉં, જમીન રહેવાની નથી તો એને જમીન દઉં. બધીએ ક્રિયા આત્મા કરી શકતો નથી પ્રભુ.
(શ્રોતા:- શરીરનું તો કરી શકે ) બાકી તો શરીરનો દાખલો આપ્યો ને આનો હાથનો, આ હોઠ હુલે છે એ પરમાણું છે, માટી છે આ, એને આ હલવાની એ માટીની અવસ્થા છે, માટીના પરિણામ છે, અરેરે! એ માટીની દશા છે એને આત્મા અંદર રાગ કરે અજ્ઞાનભાવે, કે હું બોલું, એ રાગ કરે પણ રાગ કર્તા આ હોઠની પર્યાયને હલાવી શકે એ ત્રણ કાળમાં નહિં. (શ્રોતા- પક્ષઘાત થયો હોય ત્યારે) પક્ષઘાત થયો હોય ત્યારે ઓલાં પરમાણુની પર્યાય થવાની નહોતી માટે આમ-આમ નથી કરી શકતો. અત્યારે થાય છે એ પરમાણુની પર્યાયથી હાલે છે. ઈ ગજબ વાત છે બાપા, બધી ખબર છે દુનિયાની સાંભળો. આહાહાહા !
કીધું નહોતું પહેલું હમણાં, કે આ પગ જે છે પગ એ જમીનને અડીને હાલતો નથી. નહિ બેસે કઠણ પડશે પગ છે એ જમીનને અડતો નથી, પગને હાલવામાં જમીનનો આધાર નથી. કેમ કે એ પગના પરમાણુઓમાં એ બદ્ધારકના કારકો ભર્યા છે. કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન, અધિકરણ એ પર્યાયનો આધાર પર્યાય છે પર્યાયનો આધાર એ હેઠની જમીન નહિ, આરે આ તો ગાંડા કહે હોં. એય શશીભાઈ ! આહાહા.......!
આ ઘડિયાળ આ પેટીના આધારે રહી નથી, (શ્રોતાઃ- આપ તો પાટના આધારે બિરાજો છો) પાટને આધારે શરીર રહ્યું નથી. શરીરને આધારે આત્મા રહ્યો નથી. ભિન્ન ભિન્ન પદાર્થને આધારે કોઈ ભિન્ન પદાર્થ હોય? ત્રણ કાળમાં નથી. કઠણ પડે બાપુ વાતું, જગતની માન્યતાઓનો ખ્યાલ નથી ? આહાહા !
પરંતુ પુગલના પરિણામને કરવાના અહંકારથી કર્મબંધન મેં કર્યું. આ તો નજીકની વાત છે. દૂરની વાત તો શરીર, વાણી, મન, બહાર પૈસા ને એની વાતું તો ક્યાં કરવી? કહે છે એક પૈસો કે નોટ હું આમ દઈ શકું છું એ વાત હરામ છે કહે છે. એ નોટની પર્યાય ત્યાં આમ અંદર | ક્રિયાવતી થઈને આમ જવાની હતી એ નોટના પરિણામની નોટ કર્તા છે, એને ઠેકાણે બીજો કહે કે મેં આને નોટ આપી, એવા પરિણામનો તું કર્તા થા. તારા પણ એ નોટના પરિણામનો કર્તા તું થા એમ નથી, વિરચંદભાઈ ! શું છે આ તે આ. (શ્રોતા:- ઘણા રૂપીયા રોજ ફેરવે છે) છોકરા છે જૂનીના બે, હમણાં આવ્યો તો ઓલો નાનો કિશોર, વિરચંદભાઈ, તમારો ઓલો નાનો