________________
૩૪૨
સમયસાર સિદ્ધિ ભાગ-૪
શ્લોક - ૫૨
T T T T T T' ( માર્યા)
एक: परिणमति सदा परिणामो जायते सदैकस्य ।
एकस्य परिणतिः स्यादनेकमप्येकमेव यतः ।। ५२ ।।
હવે, બાવનમો શ્લોકઃ-(ફરી પણ કહે છે કેઃ- )
શ્લોકાર્થ :- [ પ્: પરિણમતિ સવા] વસ્તુ એક જ સદા પરિણમે છે, [પુસ્ય સવા પરિણામ: નાયતે ] એકના જ સદા પરિણામ થાય છે[ અર્થાત્ એ અવસ્થાથી બન્ય અવસ્થા એની ન થાય છે ] અને [પુચ પરિગતિ: સ્વાત્ ] એકની જ પરિણતિ-ક્રિયા થાય છે;[ યત: ] કા૨ણ કે [ અનેક્ ગપિ પુમ વ ] અનેકરૂપ થવા છતાં એક જ વસ્તુ છે, ભેદ નથી.
ભાવાર્થ:- એક વસ્તુના અનેક પર્યાયો થાય છે; તેમને પરિણામ પણ કહેવાય છે અને અવસ્થા પણ કહેવાય છે. તેઓ સંજ્ઞા, સંખ્યા, લક્ષણ, પ્રયોજનાદિકથી જુદા જુદા પ્રતિભાસે છે તોપણ એક વસ્તુ જ છે, જાદા નથી; એવો જ ભેદાભેદસ્વરૂપ વસ્તુનો સ્વભાવ છે. ૫૨.
પ્રવચન નં. ૧૭૫ શ્લોક નં. ૫૨
તા.૨૨/૦૧/૭૯
एक: परिणमति सदा परिणामो जायते सदैकस्य । एकस्य परिणतिः स्यादनेकमप्येकमेव यत: ।।૧૨।।
(આહા !) “એકઃ પરિણતિ સદા”–વસ્તુ એક જ સદા પરિણમે છે–૫૨માણું, ૫૨માણું એક જ પોતાની અવસ્થા-પરિણામ થાય છે. આત્મા (આત્મા) એક જ પોતાના પરિણમનથી પરિણામ કરે છે, કોઈ બીજું એને સહાય આપે તો પરિણમન કરે છે એવું છે નહીં. સમજાણું કાંઈ... ? વસ્તુ એક જ સદા પરિણમે છે–વસ્તુ આત્મા અને ૫૨માણું, એક એક (દરેક ) ભિન્ન (ભિન્ન ) ચીજ સદા પરિણમે છે. એક વસ્તુ જ સદા અવસ્થારૂપથી પરિણમિત થાય છે–એ એક જ પરિણમે છે. એમાં બીજી વસ્તુની કોઈ સહાયતા ( મદદ ) છે એવું છે નહીં. આહાહા ! સમજાણું કાંઈ...? આવી વાત છે, અભ્યાસ નહીં ને અત્યારે તો એ સાંભળવામાંય આવતું નથી, (સાંભળવામાં આવે કે ) આ કરો, આ કરો, આ કરો, આ કરો !
(શ્રોતાઃ- એ વાત જલદી સમજાય!) આમાં તો સમજાય એવી વાત નથી ? સોનું છે સોનું–સુવર્ણ, એનાં જે દાગીના થાય છે–ઝવેરાત-દાગીના, એ સોનાનું કાર્ય છે એ સોનીનું નહીં. (શ્રોતાઃ- કયા દેશમાં આવું છે ?) ભગવાનના દેશમાં આ છે. અજ્ઞાનીના દેશમાં અજ્ઞાન છે. સોની જે સોના( ના દાગીના ) કરે છે ( –કરતો દેખાય છે) તો સોનું ઘડે છે એમ (લોકો ) કહે