________________
ગાથા-૮૯
૩૯૫ બલુભાઈ જેવાએ અપવાસ કર્યા–વરસીતપ! એટલે થઈ ગઈ નિર્જરા? ધૂળેય નિર્જરા નથી. કાળ ગયો મફતનો, એ... ઈ બલુભાઈ? આહાહાહા ! કેમ કે હું ત્યા કરું છું પર વસ્તુનો ત્યાગ, તો પરવસ્તુનો ત્યાગ તો આત્મામાં પર (વસ્તુ ) છે જ નહીં, એનો તો ત્યાગ જ છે ને મેં ત્યાગ કર્યો (એમ માન્યું) એ તો મિથ્યાશ્રદ્ધા છે. સમજાણું કાંઈ ? ધૂળેય નથી, એક પાઈએ નથી એની પાસે, એની પાસે રાગ જે છે એ રાગનો અંશ પણ એના સ્વરૂપમાં નથી. મોટરફોટર તો ક્યાંય રહી ગઈ એની. આહાહાહા ! રાતે દાખલો નહિ, બલુભાઈ કીધો'તો ઓલા ઇરાનના બાદશાહને (દેશમાંથી) હાંકી મૂકયો તો એની પાસે બે હજાર કરોડ ડોલર લઈને વયો ગયો, પણ એમાં ધૂળમાં શું? મરીને નરક જવાના. કારણકે એ તો આરબ-મુસલમાન માંસ ખાય-માછલાં ખાય, અરરર... જૂઠા બોલે, ચોરી કરે, વિષયસેવન મહાતીવ્ર વૃદ્ધિથી, પરમાં સુખ માનીને પરમાં સુખ છે નહીં ને પરમાં સુખ છે એમ માનીને વિષય વ્યે છે તો મિથ્યાષ્ટિ છે– અજ્ઞાની છે, જૈન નહીં. આહાહાહા ! સમજાણું?
પરમાં સુખ છે-પૈસામાં સુખ છે સ્ત્રીમાં સુખ છે-કુટુંબમાં સુખ છે-બહોળા કુટુંબ બારબાર દિકરા, બારભાયા છે ને આપણે વીંછીયામાં નહિ બારભાયા છે–વીંછીયા, બાર છોકરાઓ અને એ બાર-બાર છોકરાંઓને મોટું લશ્કર બારભાયા છે ને! આપણે વીંછીયામાં છે ને, વીંછીયામાં તો અમે ઘણી વાર ગયા છીએ ને! એ તો ઠીક પણ ચક્રવર્તીને જુઓ, ભરત ચક્રવર્તી (ને) બત્રીસ હજાર તો દિકરી, ચોસઠ હજાર તો દિકરા (અને) બત્રીસ હજાર દિકરી (ને) બત્રીસ હજાર જમાઈ, ચોસઠ હજાર દિકરા ને ચોસઠ હજાર, સ્ત્રી (પત્ની) અરે ! એને પોતાને છન્ન હજાર સ્ત્રી છતાં એ ભરત ચક્રવર્તી સમ્યગ્દષ્ટિ હતા એક પણ ચીજ મારી છે એમ એ માનતા નહીં, (આવી) માન્યતા કરવી એ કાંઈ સાધારણ વાત છે!!
એ આત્મસ્વભાવ ઉપર દૃષ્ટિ પડતાં હું જ્ઞાનસ્વરૂપ-આનંદસ્વરૂપ છું તો કોઈ રાગ આદિ મારી ચીજ નહીં, એવી માન્યતા અંદરથી થાય છે. (આહા!) એ માન્યતા ! છન્ને હજાર સ્ત્રી, એક મોટી (મુખ્ય) સ્ત્રી ચક્રવર્તીની (જેની) એક હજાર દેવ સેવા કરે, એ સ્ત્રીની છતાં અંદરમાં (સમ્યગ્દષ્ટિ ચક્રવર્તી માને કે) અરે, હું તો પ્રભુ આત્મા આનંદજ્ઞાન સ્વરૂપ હું તો (અને) રાગ જે થાય છે એ હું નહીં તો આ પરવસ્તુ મારી કયાંથી આવી? (મારે એની સાથે કંઈ સંબંધ જ નથી.) આહાહાહા !
જેમ વીસ વરસનો જુવાન દિકરો હોય અને ચાલીસ વરસની (તેની) માતા હોય, એને દેખીને જેમ ( દિકરાને ) વિષયની વાસના ( ઉત્પન્ન જ) ન થાય. થાય? મારી જણેતા છે, જેમ એને જોતાં તો એને માનો પ્રેમ આવે પણ વિષયની વાસના ન આવે, મારી જનેતા છે હું નવ મહિના એની કુંખે રહ્યો છું. મારી મા છે, ભલે જુવાન છે. એને દેખતાં પણ એને માનો પ્રેમ આવે પણ વિષયની વાસના ન આવે, એમ જ્ઞાનીને જગતના પદાર્થો દેખીને મારા છે એમ માન્યતા ન આવે. આહાહાહા ! (શ્રોતા- જ્ઞાનીને શિષ્ય ઘણાય હોય) શિષ્ય ઘણાંયે ઠીક, એને શિષ્ય એકેય હોય નહીં, કોણ ગુરુને કોણ શિષ્ય ! લોકો કહે આટલા શિષ્ય છે. આહા ! આકરી વાતું બાપા! ભગવાનને આટલા શિષ્ય હતા બોલાય-ભાષા, બોલાય, નિમિત્ત સમજાવે એ, કોના શિષ્ય ને કોના ગુરુ? આકરી વાત છે ભાઈ !