________________
ગાથા-૯૧
૪૨૭
હિરા હાલતા હોય, બે-પાંચ લાખ પેદા થઈ જાય બાર મહિને ને ત્યાં તો... આહાહાહા ! કેવું ! અમે હુશિયારી કરીને કેવું આ કર્યું ! ( શ્રોતાઃ- રાગનો જથ્થાબંધ વેપાર !) થઈ જાય, શું કીધું ? ભાઈ, આ તો તમારો દાખલો તમારો બાકી બધા એમ છે–આખી દુનિયા ! આ તો તમે નવા આવ્યા, કેમ શાંતિભાઈ ? આહાહાહા !
આંહી તો કહે છે, ઘણો વખત થવા આવ્યો નહિ ! મંત્રના સાધકના પરિણામ મંત્રના સાધકે કર્યાં પણ સામે જે ક્રિયા થઈ એ એને કા૨ણે થઈ છે, આને ( મંત્રસાધકને ) કા૨ણે નહીં. એમ જીવે રાગ-દ્વેષ કર્યા અને સામે ( કર્મનું ) બંધન થયું, એ બંધનને કારણે થયું, રાગ-દ્વેષને કા૨ણે નહીં, એ વિશેષ કહેશે. (શ્રોતા:- પ્રમાણ વચન ગુરુદેવ )
પ્રવચન નં. ૧૮૨ ગાથા-૯૧-૯૨
તા. ૩૦/૦૧/૭૯ મંગળવાર મહા સુદ-૩
શ્રી સમયસાર, (ગાથા-૯૧ ચાલે છે, થોડું ચાલ્યું છે. )
જેમ, જેવી રીતે મંત્રસાધક પુરુષ છે એ મંત્રના પરિણામને સાધે છે, છે એમાં તો એ તો નિમિત્તમાત્ર છે એને કા૨ણે ૫૨માં સર્પનું ઝેર ઊતરી જાય, વીંછીના ડંખ ( નું ઝેર ) ઊતરી જાય, સ્ત્રીઓ સ્વયમેવ વિડંબના પામે, વગેરે એ એની પર્યાય એનાં કારણથી થાય છે. મંત્રના પરિણામથી થઇ એવું નથી. આહાહા ! કહો ! એ તો દૃષ્ટાંત થયું. છે ?
“તેવી રીતે આ આત્મા” (ગાથા ) એકાણુંમાં નીચે ત્રીજી ચોથી પંકિત છે— નીચેની ચોથી પંકિત, એકાણું ( ગાથાની ) તેવી રીતે ત્યાંથી છે ? ચોથી પંકિત નીચેથી એકાણું ( ગાથા ), ચોપડો જોતાં વાર લાગે ? ઓલો ઘરનો ચોપડો જોતા આવડે ! કહે છે કે જેમ મંત્રસાધક માણસ પોતાના પરિણામમાં મંત્રની સાધના કરે છે તો ૫૨માં પોત પોતાને કા૨ણે ત્યાં સ્ત્રીઓ વિડંબના ( પામે ), સર્પાદિકનું ઝેર ઊતરે એ આ માણસથી નહીં. આહાહાહા ! આવું નિમિત્ત, નિમિત્તનો સંબંધ આ પ્રકારે આ આત્મા અજ્ઞાનને કા૨ણ પોતાનું શુદ્ધસ્વરૂપ ચૈતન્ય હું (છું ) આનંદ હું છું, એની ખબર નથી, પોતાના શુદ્ધચૈતન્ય સ્વભાવના અજ્ઞાનને કા૨ણે મિથ્યાદર્શનજ્ઞાન આદિ ભાવ રૂપ મિથ્યાશ્રદ્ધારૂપ (રાગ-દ્વેષ ભાવોને પામે છે) આહાહા ! સમજાણું ?
હું ૫૨ના (કાર્યો ) કરી શકું છું, ૫૨થી મારામાં લાભ થાય છે, ૫૨ની હું દયા પાળી શકું છું, રાગને પુણ્ય આદિ ભાવ છે એ ધર્મ છે ( મારી ફરજ છે ) આવી મિથ્યાશ્રદ્ધારૂપી જે પ્રાણી પોતાનામાં એવું પરિણમન કરે છે અજ્ઞાનને કારણે, પોતાના ચૈતન્ય શુદ્ધ ચૈતન્યસ્વરૂપ એનું જેને ભાન નથી ( એ ) મિથ્યાર્દષ્ટિ, એ ૫૨માં હું કર્તા છું, ૫૨થી મારામાં ૫૨ મા૨ો કર્તા છે-૫૨થી મારામાં કંઇક થાય છે ને મા૨ાથી ૫૨માં કંઇક થાય છે, એવી મિથ્યાશ્રદ્ધા (મિથ્યા અભિપ્રાય ) છે એ તો અજ્ઞાની છે. મિથ્યાદર્શન, મિથ્યાજ્ઞાન મિથ્યા રાગ આદિભાવરૂપ સ્વયં જ પરિણમે છે. એ કર્મને કા૨ણે નથી, એમ કહે છે. મિથ્યાશ્રદ્ધા કરે છે ઇ પોતાના પરિણામ ક૨વામાં કર્તા પોતે જ છે, ૫૨ના કા૨ણે નથી.
કહે, કે ભાઈ ! કર્મનો ઉદય એવો આવ્યો (તેથી ) અમારે મિથ્યાદર્શન-મોહ, મિથ્યાશ્રદ્ધા કરવી પડી, એવું છે નહીં. સ્વયમેવ મિથ્યાશ્રદ્ધા ( કરે છે ) હું રાગનો કર્તા, હું દયા–દાનના રાગનો