________________
ગાથા-૯૨
૪૩૭
( શું કહે છે ? ) અજ્ઞાનથી આ આત્મા ૫૨નો અને પોતાનો ૫૨સ્પ૨ વિશેષ ( તફાવત ) ન જાણતો હોય ત્યારે ૫૨ને પોતારૂપ કરતો અને પોતાને ૫૨ કરતો, પોતે અજ્ઞાનમય થયો થકો—દયા, દાન આદિના જે પરિણામ થાય છે દયા-દાનનો રાગ એ વિકાર છે-૫૨ છે, એને અજ્ઞાની પોતાના માને છે કે મેં ( એ ભાવ ) કર્યાં. આહાહાહા ! સમજાણું કાંઇ... ? ૫૨ના અને પોતાનો ૫૨૫૨ દેખો ! ૫૨૫૨-પોતાથી ૫૨ ભિન્ન ને ૫૨થી પોતે ભિન્ન, એવો ૫૨થી ભેદ જાણતો નથી, ત્યારે અજ્ઞાનથી આત્મા પરસ્પર (નો ) ભેદ જાણતો ન હોય ત્યારે તે ૫૨ને પોતારૂપ (માને છે ) આહાહાહાહા ! ( કહે છે ) રાગદ્વેષના પરિણામ-દયા, દાન, વ્રત આદિના પરિણામ ( ભાવ ) થાય છે, એ ૫ણ ૫૨ છે, પોતાનું સ્વરૂપ નથી. પણ અજ્ઞાનભાવથી ( રાગદ્વેષરૂપ ) પરિણમન કરે છે એ ! સમજાણું કાંઈ..... ? આહાહા !
66
“૫૨ને પોતારૂપ કરતો અને પોતાને પરરૂપ કરતો” —પોતાને રાગરૂપ કરતો ૫૨રૂપ કરતો “સ્વયં-પોતે અજ્ઞાનમય થયો થકો, કર્મોનો કર્તા પ્રતિભાસે છે” એ દૃષ્ટાંત આપે છે તે સ્પષ્ટતાથી સમજાવવામાં આવે છેઃ- “જેમ શીત-ઉષ્ણનો અનુભવ કરાવવામાં સમર્થ એવી શીતઉષ્ણ પુદ્ગલપરિણામની અવસ્થા પુદ્ગલથી અભિન્નપણાને લીધે આત્માથી સદાય અત્યંત ભિન્ન છે” —શું કહે છે ? દેખો ? અગ્નિ અને બરફ—અગ્નિ ઉષ્ણ છે ને બ૨ફ ઠંડો છે, છે ? એ ઉષ્ણનો અનુભવ કરાવવામાં સમર્થ એવી શીત-ઉષ્ણ પુદ્ગલપરિણામ, અગ્નિની પર્યાય પુદ્ગલની પર્યાય (છે ) અને બરફની પર્યાય પુદ્ગલની પર્યાય છે—( એ પર્યાયો ) પુદ્ગલથી અભિન્નપણાને લીધે, એ પર્યાય ઉષ્ણ ને ઠંડી એ પુદ્ગલથી એકમેક છે. છે ? આત્માથી સદાય એ અત્યંત ભિન્ન છે. એ ઠંડી અને ગ૨મ અવસ્થા પુદ્ગલથી અભિન્ન ( એકમેક ) છે. આત્માથી અત્યંત ભિન્ન છે. અને તેના નિમિત્તે થતો તે પ્રકા૨નો અનુભવ આત્માથી અભિન્નપણાને લીધે–અહીંયા શું કહે છે ? ઠંડી અને ગરમીનું જે વેદન-રાગ થયો, એ રાગ આત્માથી અભિન્ન છે, અહીં અજ્ઞાનીની વાત છે ને ! સમજાણું કાંઇ... ? આહાહા !
શીત અને ઉષ્ણ અવસ્થા, એ પુદ્ગલની ( પરમાણુંની ) છે અને શીતને ઉષ્ણનું વેદન, અહીં વેદન થયું–રાગ થયો, એ રાગ આત્માથી અભિન્ન છે. એ ચીજ ઠંડી-ગરમની અવસ્થા એ પુદ્ગલથી અભિન્ન છે. આત્માથી એ ભિન્ન છે. આહાહા ! જેમ કે મોઢામાં મરચું આવ્યું, મરચું તીખું તો તીખી અવસ્થા જે છે મરચાંની એ (મરચાંના પુદ્ગલથી ) અભિન્ન છે, આત્માથી ભિન્ન છે પણ એ તીખાશ વખતે જે એમાં પર્યાયમાં રાગ આવ્યો કે, બહુ તીખું એ દ્વેષ આવ્યો એ આત્માથી અભિન્ન છે. અજ્ઞાનીની વાત કરે છે ને ! સમજાણું કાંઇ... ? તીખું મરચું હોય છે ને તીખું બહુ ! આમ ઢોકળું–ઢોકળા હોય છે ને આમ, (મરચાંના ) ભજીયા હોય તીખાતીખા બહુ, આ લીલા મરચાં ( લ્યોને ! લીલાં મરચાં બહુ તીખાં હોય, એ તીખાશની પર્યાય તો જડની સાથે અભિન્ન છે, પણ અહીં (જીવના ભાવમાં ) એનાથી જે ઠીક નથી એવો દ્વેષ (ભાવ) આવ્યો એ દ્વેષના પરિણામ આત્માથી અભિન્ન છે. આ અજ્ઞાનની વાત કરવી છે ને ? સમજાણું ? આહાહાહા !
એ શીત-ઉષ્ણ પુદ્ગલપરિણામની અવસ્થા, પુદ્ગલથી એક છે. કારણકે આત્માથી સદાય અત્યંત ભિન્ન છે. આહાહા ! આ ઠંડી-ગરમીની એ પર્યાય જડની સાથે અભિન્ન છે. આહા ! અને એ ઠંડી–ગ૨મીમાંય જે રાગ આદિ થાય છે કે આ ગ૨મ ચીજ ઠીક છે, એ ચીજ બહુ ઠીક