________________
૪૬૦
સમયસાર સિદ્ધિ ભાગ-૪ નિગોદ ને નર્ક છે બાપા ! આહાહા ! એ આ દેહ છૂટીને ભગવાન તો રહેવાનો છે આત્મા તો,
ક્યાં રહેશે? જેની એવી દૃષ્ટિ છે કે રાગદ્વેષ ને સુખદુઃખ મારા એ મિથ્યાત્વમાં ત્યાં રહેશે, દુઃખી થઈને રહેશે ચાર ગતિમાં. આહાહા..!
આંહી કહે છે, જેમ એ શીતઉષ્ણ, જ્ઞાનનો સ્વભાવ સ્વચ્છ છે તે જ્ઞાનમાં જણાય કે આ ઠંડુ-ઉનું છે, એમ જ્ઞાનની સ્વચ્છતામાં પ્રભુ ચૈતન્યના પ્રકાશની સ્વચ્છતામાં એ રાગદ્વેષ સુખદુઃખની ઝળક પ્રતિબિંબ જણાય, બિંબ એ ચીજ ને તેનું આંહીં પ્રતિબિંબ પડે એટલે જ્ઞાનમાં જણાય, ત્યાં આ અજ્ઞાની એમ માની લ્ય છે કે એ રાગદ્વેષ ને સુખ, દુઃખ મારા છે. આહાહા ! સમજાણું કાંઇ?
“એ શીત ઉષ્ણપણાની માફક જ્ઞાનમાં પ્રતિબિંબિત થતાં” પ્રતિબિંબિત સમજાય છે? અરીસો છે ને, સામે અગ્નિ ને બરફ હોય એ બિંબ કહેવાય અને આને પ્રતિબિંબ કહેવાય. એની છાંય પડે ઇ બિંબ-પ્રતિબિંબ આ ભગવાનની મૂર્તિ છે તે પ્રતિબિંબ છે. ભગવાન જે હતા વીતરાગ સર્વજ્ઞ ત્રિલોકનાથ એ બિંબ એનું આ પ્રતિબિંબ, રૂપ છે મૂર્તિ તો. સમજાણું કાંઇ? એમ અરીસામાં જે બહાર ચીજ હોય એને બિંબ કહેવાય અને એમાં છાયા દેખાય એને પ્રતિબિંબ કહેવાય. એમ આત્મા જ્ઞાન અરીસો એમાં હરખશોક ને રાગદ્વેષનાં પરિણામ બિંબ છે, તેનું અહીં પ્રતિબિંબ થાય એટલે જણાય જાણતાં એમ એ માની લ્ય છે કે આ મારા છે. આહાહાહા !
બહુ આકરું કામ બાપુ! જન્મમરણ રહિત થવાની ભગવાનની જે કળા સમ્યગ્દર્શન એ કોઈ અલૌકિક ચીજ છે, તેની તો અત્યારે કોઇ કિંમત નહિ. અત્યારે તો બસ સમ્યગ્દર્શન બર્શન કાંઈ નહિ. વ્રત કરો, ભક્તિપાળો, આ કરો, આ પાળો, બીજાને મદદ કરો અને સાંભળનારનેય સારું પડે ને ઠીક લાગે. આવું સમજાય તો ખરું. હવે આ શું સમજવું આમાં કયાંય. આહાહા ! આંહી તો પરમાત્મા ત્રિલોકનાથની વાણીમાં દિવ્ય ધ્વનિના અવાજમાં આવ્યું તેને પ્રવચનસારમાં ભગવાને કુંદકુંદાચાર્ય ગોઠવ્યું. એમાં અમૃતચંદ્રાચાર્યે તેની ટીકા કરી ને ખોલ્યું. આમ પરમાત્મા કહેવા માગે છે. સમજાણું કાંઇ? આહાહા !
શીતઉષ્ણપણાની માફક જ્ઞાનમાં પ્રતિબિંબિત થતાં જાણે કે જ્ઞાન જ રાગદ્વેષ થઈ ગયું” જોયું? ઓલું ટાઢું-ઉનું જણાય તે જાણે હું ટાઢો ઉનો થઈ ગયો એમ જ્ઞાનમાં રાગ ને સુખદુઃખ જણાય ત્યારે જાણે જ્ઞાન જ જાણે રાગદ્વેષ થઇ ગયું. આહાહા! અધિકાર તો ઘણો સારો છે, બહુ ઉંચો છે. એ પરમાં વાસ્તુ લ્ય છે કહે છે, પણ પ્રભુ આ આનંદનો નાથ અંદર છે, રાગ અને દ્વેષને સુખદુઃખની કલ્પનાથી ભિન્ન છે એમાંય દૃષ્ટિ કરીને વાસ નથી લેતો એ એનું નામ વાસ્તુ છે, બાકી આ તો બધી વાસ્તુ બધી ધૂળની બહારની વાતું છે. નિજ ઘર વસે તે વાસ્તુ કહીએ. આહાહા ! અહીંયા કહે છે કે એને ઘરની ખબર નથી ને? મારું ઘર અંદર આનંદ ને શાંતિના સ્વભાવથી ભરેલો પ્રભુ, મારી દશા તો શાંતિ ને આનંદની મારી દશા હોય, જે ગુણ છે એવી જ એની દશા હોય, એમ ન જાણતાં જ્ઞાનમાં એ હરખશોક ને સુખદુઃખ જણાય, જાણતાં અજ્ઞાનને લઈને જ્ઞાન જાણે હું સુખદુઃખરૂપે થઇ ગયો, એ રાગદ્વેષની ભક્તિ આદિનાં પરિણામરૂપે થઇ ગયો. છે? જાણે કે જ્ઞાન જ રાગદ્વેષ થઈ ગયું હોય એમ, રાગદ્વેષ સુખદુઃખ આદિ લેવું, એવું અજ્ઞાનીને ભાસે છે. છે? આહાહાહા!