Book Title: Samaysara Siddhi 4
Author(s): Kanjiswami
Publisher: Simandhar Kundkund Kahan Adhyatmik Trust Rajkot
Catalog link: https://jainqq.org/explore/008308/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ િસમયસાર સિદ્ધિ ભાગ-૪ श्री महावीर कुंदकुद दिगंबर जैन परमागममंदिर www.AtmaDharma.com Page #2 -------------------------------------------------------------------------- ________________ श्री सीमंधरदेवाय नमः। श्री निज शुद्धात्मने नमः। સમયસાર સિદ્ધિ ભાગ-જ અધ્યાત્મયુગપુરુષ પ. પૂ. ગુરુદેવશ્રી કાનજી સ્વામીના સમયસારજી શાસ્ત્ર ઉપરના ૧૯ મી વખતના કર્તા-કર્મ અધિકારની ગાથા ૬૯ થી ૯૩ તથા તેના શ્લોકો ઉપર થયેલા ૪૪ મંગલમયી પ્રવચનો. (ઃ પ્રકાશક તથા પ્રાપ્તિ સ્થાન : શ્રી સીમંધર કુંદકુંદ કહાન આધ્યાત્મિક ટ્રસ્ટ યોગીનિકેતન પ્લોટ “સ્વરચિ” સવાણી હોલની શેરીમાં, નિર્મલા કોન્વેન્ટ રોડ રાજકોટ – ૩૬૦ ૦૦૫. ટેલી નં. ૦૯૩૭૪૧૦૦૫૦૮ (૦૨૮૧) ૨૪૭૭૭૨૮/૨૪૭૭૭૨૯ Page #3 -------------------------------------------------------------------------- ________________ કહાન સંવત ૨૬ વી૨સંવત ૨૫૩૨ પ્રકાશન ૫૨મ પૂજ્ય સદ્ગુરુદેવશ્રી કાનજીસ્વામીની ૨૫મી પુણ્યતિથિ તા. ૨૩–૧૧–૦૫ કારતક વદ–૭ નિમિત્તે પડતર કિંમત - રૂા.૧૫૦/ પ્રાપ્તિ સ્થાન વિક્રમ સંવત ૨૦૬૨ પ્રથમ આવૃત્તિ - ૧૦૦૦ રાજકોટઃ શ્રી દિગમ્બર જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ ૫, પંચનાથ પ્લોટ, શ્રી કાનજી સ્વામી માર્ગ, રાજકોટ-૩૬૦ ૦૦૧. ટેલી નં. ૨૨૩૧૦૭૩ શ્રી સીમંધ૨ કુંદકુંદ કહાન આધ્યાત્મિક ટ્રસ્ટ કલકતા : શ્રી પ્રકાશભાઈ શાહ યોગીનિકેતન પ્લોટ “સ્વરુચિ ” સવાણી હોલની શેરીમાં, નિર્મલા કોન્વેન્ટ રોડ, રાજકોટ – ૩૬૦ ૦૦૫. ટેલી નં. ૦૯૩૭૪૧૦૦૫૦૮ / (૦૨૮૧) ૨૪૭૭૭૨૮ મુંબઈ : શ્રી શાંતિભાઈ ઝવેરી ઈ. સ. ૨૦૦૫ ૮૧, નિલામ્બ૨, ૩૭, પેડર રોડ, મુંબઈ-૪૦૦૦૨૬. ટેલી નં. ૨૩૫૧૬૬૩૬/૨૩૫૨૪૨૮૨ શ્રી મહેન્દ્રભાઈ મહેતા મૂલ્ય – જ્ઞ. ૫૦/ “સાકેત” સાગર કોમ્પ્લેક્ષ, સાંઈબાબા નગ૨, જે.બી.ખોટ સ્કૂલ પાસે, બોરીવલી( વે ) મુંબઈ - ૪૦૦ ૦૯૨ ટેલી નં. ૨૮૦૫૪૦૬૬ - ૦૯૮૨૦૩૨૦૧૫૯ સુરેન્દ્રનગર : ડો. દેવેન્દ્રભાઈ એમ. દોશી અમદાવાદ : વિનોદભાઈ આર. દોશી ૨૩/૧, બી. જસ્ટીસ દ્વારકાનાથ રોડ, ખાલસા સ્કૂલ સામે, ભવાનીપુર, કલકતા –૨૦. ટેલી નં. ૨૪૮૫૩૭૨૩ જૂના ટ્રોલી સ્ટેશન સામે, દર્શન મેડીકલ સ્ટોર સામે, સુરેન્દ્રનગર. ટેલી નં. ૨૩૧૫૬૦ ૨૦૫, કહાન કુટી૨ ફ્લેટ, દિગંબર જૈન મંદિર સામે, નવરંગપુરા, અમદાવાદ. ટેલી નં. ૨૬૪૨૨૬૭૮ Page #4 -------------------------------------------------------------------------- ________________ Thanks & our Request Shree Samaysaar has been kindly donated by Shree Simandhar Kundkund Kahan Aadhyatmik Trust - Rajkot who have paid for it to be "electronised" and made available on the internet. Our request to you: 1) We have taken great care to ensure this electronic version of Samaysaar Siddhi Part - 4 is a faithful copy of the paper version. However if you find any errors please inform us on rajesh@AtmaDharma.com so that we can make this beautiful work even more accurate. 2) Keep checking the version number of the on-line shastra so that if corrections have been made you can replace your copy with the corrected one. Page #5 -------------------------------------------------------------------------- ________________ સમયસાર સિદ્ધિ ભાગ-૪ मंगलं भगवान् वीरो मंगलं गौतमो गणी। मंगलं कुन्दकुन्दा• जैनधर्मोऽस्तु मंगलम्।। મહાવિદેહક્ષેત્રમાં સદેહે વિહરમાન ત્રિલોકનાથ વીતરાગ સર્વજ્ઞ પરમદેવાધિદેવ શ્રી સીમંધર ભગવાનની દિવ્ય દેશનાનો અપૂર્વ સંચય કરી ભરતક્ષેત્રમાં લાવનાર સીમંધર લઘુનંદન, જ્ઞાન સામ્રાજ્યના સમ્રાટ, ભરતક્ષેત્રના કળિકાળ સર્વજ્ઞ એટલે કે શુદ્ધાત્મામાં નિરંતર કેલિ કરનાર હાલતાં ચાલતાં સિદ્ધ આચાર્ય શ્રી કુંદકુંદદેવ થયા. જેઓ સંવત ૪૯ માં સદેહે મહાવિદેહક્ષેત્રમાં ૮ દિવસ ગયા હતા. મહાવિદેહક્ષેત્રમાં ત્રિલોકનાથ સર્વશદેવના શ્રીમુખેથી વહેતી શ્રુતામૃતરૂપી જ્ઞાનસરિતાનો તથા શ્રુતકેવળીઓ સાથે થયેલી આધ્યાત્મિક સૂક્ષ્મ ચર્ચાનો અમૂલ્ય ભંડાર સંઘરીને ભરતક્ષેત્રમાં આવી પંચપરમાગમ આદિ આધ્યાત્મિક શાસ્ત્રોની રચના કરી. તેમાંનું એક શ્રી સમયસારજી દ્વિતીય શ્રુતસ્કંઘનું સર્વોત્કૃષ્ટ અધ્યાત્મ શાસ્ત્ર છે. જેમાં શ્રી કુંદકુંદાચાર્યે ૪૧૫ માર્મિક ગાથાઓની રચના કરી છે. આ શાસ્ત્ર સૂક્ષ્મ દૃષ્ટિપ્રધાન ગ્રંથાધિરાજ છે. શ્રી કુંદકુંદાચાર્ય બાદ એક હજાર વર્ષ પછી અધ્યાત્મના અનાહત પ્રવાહની પરિપાટીમાં આ અધ્યાત્મના અમૂલ્ય ખજાનાના ઊંડા હાર્દને સ્વાનુભવગત કરી શ્રી કુંદકુંદદેવના જ્ઞાનહૃદયને ખોલનાર સિદ્ધપદ સાધક મુનિવર સંપદાને આત્મસાત કરી નિજ સ્વરૂપ સાધનાના અલૌકિક અનુભવથી પંચપરમાગમાદિનું સિદ્ધાંત શિરોમણિ શાસ્ત્ર સમયસારજી છે તેની ૪૧૫ ગાથાની ટીકા કરવાનું સૌભાગ્ય તથા તેમાં રહેલા સૂક્ષ્મ ને ગૂઢ રહસ્ય ને તેનો મર્મ અપૂર્વ શૈલીથી આચાર્ય શ્રી અમૃતચંદ્રદેવે “આત્મખ્યાતિ” નામક ટીકા કરી ખોલ્યો ને તેના ઉપર ૨૭૮ માર્મિક મંગળ કળશો તથા પરિશિષ્ટની રચના કરી. આ શાસ્ત્રનો ભાવાર્થ જયપુર સ્થિત સૂક્ષ્મજ્ઞાન ઉપયોગી પંડિત શ્રી જયચંદજીએ કરેલો છે. વર્તમાન આ કાળમાં મોક્ષમાર્ગ પ્રાયે; લોપ થયો હતો. મિથ્યાત્વનો ઘોર અંધકાર છવાયેલો હતો. જૈન દર્શનના મૂળભૂત સિદ્ધાંતો મૃતપ્રાયઃ થયા હતા. પરમાગમો મોજૂદ હોવા છતાં તેના ગૂઢ રહસ્યોને સમજાવનાર કોઈ ન હતું. તેવામાં જૈનશાસનના નભોમંડળમાં એક મહાપ્રતાપી વીરપુરુષ અધ્યાત્મમૂર્તિ, અધ્યાત્મસુરા, આત્મજ્ઞસંત અધ્યાત્મ યુગપુરુષ, નિષ્કારણ કણાશીલ, ભવોદધિ તારણહાર, ભાવિ તીર્થાધિરાજ પરમ પૂજ્ય ગુરુદેવ શ્રી કાનજીસ્વામીનો ઉદય થયો. જેમણે આ આચાર્યોના જ્ઞાનહૃદયમાં સંચિત ગૂઢ રહસ્યોને પોતાના જ્ઞાનવૈભવ દ્વારા શ્રતામૃત રસપાન કરી આચાર્યોની મહામહિમ ગાથાઓમાં ભરેલા અર્થગાંભીર્યને સ્વયંની જ્ઞાનપ્રભા દ્વારા સરળ સુગમ ભાષામાં ચરમસીમાએ મૂર્તિમંત કર્યા. મિથ્યાદર્શન મિથ્યાજ્ઞાનના ઘોર તિમિરને નષ્ટ કરવા એક તેજોમય અધ્યાત્મ Page #6 -------------------------------------------------------------------------- ________________ સમયસાર સિદ્ધિ ભાગ-૪ II દીપકનો સુવર્ણમય ઉદય થયો. જેમણે પોતાની દિવ્યામૃત ચૈતન્યરસીલી વાણી દ્વારા શુદ્ધાત્મસિંધુના અસ્ખલિત સાતિશય શુદ્ધ પ્રવાહને વહેતો કર્યો. તેઓશ્રીએ જૈનધર્મના મૂળભૂત સિદ્ધાંતોને અતિ સ્પષ્ટપણે, અવિરુદ્ધતાપૂર્વક ભવ્યજીવોને ભવતાપવિનાશક પરમશાંતિ પ્રદાયક પ્રવચનગંગા દ્વારા તેઓશ્રી પોતાની સાતિશય વાણીથી રેલાવતા રહ્યા. વિરોધીઓના વિરોધનો પણ જંગલમાં ફરતા કેસરી સિંહની જેમ અધ્યાત્મના કેસરી સિંહ બની નિડરપણે છતાં નિષ્કારણ કરુણાવંત ભાવે સામનો કરી વિરોધીઓ પણ ‘ભગવાન આત્મા' છે તેવી દૃષ્ટિથી જગતના જીવો સમક્ષ અધ્યાત્મના સૂક્ષ્મ ન્યાયોને પ્રકાશિત કર્યા. શ્રી સમયસારજી શાસ્ત્ર પૂ. ગુરુદેવશ્રીના હાથમાં સંવત ૧૯૭૮ ના ફાગણ માસમાં આવ્યું. આ સમયસારજી હાથમાં આવતાં જ ઝવેરીની પારખુ નજર સમયસારના સૂક્ષ્મ ભાવો ઉ૫૨ ૫ડી અને તેમાં દૃષ્ટિ પડતાં, સહજ જ અંતરના ઊંડાણમાંથી કરુણાશીલ કોમળ હૃદય બોલી ઊઠયું. અરે! આ તો અશરીરી થવાનું શાસ્ત્ર છે. અનાદિનો અપ્રતિબુદ્ધ જીવ પ્રતિબુદ્ધ કેમ થાય તેનું સંપૂર્ણ રહસ્ય ને શુદ્ધાત્માનો સંપૂર્ણ ખજાનો આ શાસ્ત્રમાં ભરેલો છે. આ શાસ્ત્રનું ૨હસ્ય ખરેખર તો અધ્યાત્મ યુગપુરુષ પૂ. કાનજીસ્વામીના હાથમાં આ શાસ્ત્ર આવ્યા બાદ જ ચરમસીમાએ પ્રકાશિત ને પ્રદર્શિત થયું. ૪૫-૪૫ વર્ષ સુધી સુવર્ણપૂરીમાં “સોનગઢ” મુકામે અધ્યાત્મની હેલી નીતરતી ચાલી. પૂ. ગુરુદેવશ્રીએ ૧૯૭૮ થી ૧૯૯૧ ( ૧૩ ) વર્ષ સુધી ગુપ્તમંથન કરી જ્ઞાનવૈભવનો સંપૂર્ણ નિચોડ આ શાસ્ત્રમાંથી શોધી કાઢયો અને ફરમાવ્યું કેઃ– છ સમયસાર તો દ્વિતીય શ્રુતસ્કંધનું સર્વોત્કૃષ્ટ સર્વોચ્ચ આગમોનું પણ આગમ છે. Ð સમયસાર તો સિદ્ધાંત શિરોમણિ-અદ્વિતીય અજોડ ચક્ષુ ને આંધળાની આંખ છે. એ સમયસાર તો સંસાર વિષવૃક્ષને છેદવાનું અમોઘ શાસ્ત્ર છે. સમયસાર તો કુંદકુંદાચાર્યથી કોઈ એવું શાસ્ત્ર બની ગયું. જગતના ભાગ્ય કે આવી ચીજ ભરતક્ષેત્રમાં રહી ગઈ. ધન્યકાળ ! @ સમયસારની એક એક ગાથા ને આત્મખ્યાતિ ટીકાએ આત્માને અંદરથી ડોલાવી નાખ્યો છે. સમયસારની આત્મખ્યાતિ જેવી ટીકા દિગંબરમાં પણ બીજા કોઈ શાસ્ત્રોમાં નથી. એના એક એક પદમાં કેટલી ગંભીરતા, ખોલતાં ખોલતાં પાર ન આવે એવી વાત અંદર છે. સમયસાર તો સત્યનું ઉદ્ઘાટન છે. ભારતનું મહારત્ન છે. Ð સમયસાર જેના થોડા શબ્દોમાં ભાવોની અદ્ભુત ને અગાધ ગંભીરતા ભરેલી છે. Ø સમયસાર તો ભરતક્ષેત્રનો પ્રવચનનો સર્વોત્કૃષ્ટ બાદશાહ છે. આ સાર શાસ્ત્ર કહેવાય. Ð સમયસાર તો જગતના ભાગ્ય, સમયસારરૂપી ભેટલું જગતને આપ્યું. સ્વીકાર નાથ ! હવે સ્વીકાર ! ભેટ પણ દે, એ પણ સ્વીકારે નહીં ? સમયસાર તો વૈરાગ્યપ્રે૨ક ૫રમાર્થ સ્વરૂપને બનાવનાર વીતરાગી વીણા છે. સમયસારમાં તો અમૃતચંદ્રાચાર્યે એકલા અમૃત રેડયા છે અમૃત વહેવરાવ્યા છે. Page #7 -------------------------------------------------------------------------- ________________ III સમયસાર સિદ્ધિ ભાગ-૪ છે સમયસાર એકવાર સાંભળીને એમ ન માની લેવું કે આપણે સાંભળ્યું છે. એમ નથી બાપુ! આ તો પ્ર. વચનસાર છે એટલે આત્મસાર છે વારંવાર સાંભળવું. સમયસાર ભરતક્ષેત્રની છેલ્લામાં છેલ્લી અને ઊંચામાં ઊંચી સત્તને પ્રસિદ્ધ કરનારી ચીજ છે. ભરતક્ષેત્રમાં સાક્ષાત કેવળજ્ઞાનનો સૂર્ય છે. સમયસારે કેવળીના વિરહ ભૂલાવ્યા છે. છે સમયસારની મૂળભૂત એક એક ગાથામાં ગજબ ગંભીરતા પાર ન પડે એવી ચીજ છે. એક એક ગાથામાં હીરામોતી ટાંકેલા છે. છે સમયસારમાં તો સિદ્ધના ભણકારા સંભળાય છે. શાશ્વત અસ્તિત્વની દૃષ્ટિ કરાવનારું પરમહિતાર્થ શાસ્ત્ર છે. સમયસાર એ તો સાક્ષાત પરમાત્માની દિવ્યધ્વનિ, ત્રણ લોકના નાથની આ દિવ્યધ્વનિ છે. આવા અપૂર્વ સમયસારમાંથી પૂ. ગુરુદેવશ્રીએ પોતાનો નિજ સમયસારરૂપી શુદ્ધાત્માને અનુભવીને ફરમાવ્યું કે આત્મા આનંદનો પહાડ છે. જ્ઞાયક તો મીઠો મહેરામણ આનંદનો ગંજ ને સુખનો સમુદ્ર છે. ન્યાયોનો ન્યાયાધીશ છે. ધર્મનો ધોધ એવો ધર્મી છે. ધ્રુવ પ્રવાહ છે. જ્ઞાનની ધારા છે. ત્રણ લોકનો નાથ ચૈતન્યવૃક્ષ અમૃતફળ છે. વાસ્તવિક વસ્તુ છે. સદાય વિકલ્પથી વિરામ જ એવો નિર્વિકલ્પ જેનો મહિમા છે એવો ધ્રુવધામ ધ્રુવની ધખતી ધગશ છે. ભગવાન આત્મા ચિંતામણિ રત્ન, કલ્પવૃક્ષ ને કામધેનુ છે. ચૈતન્ય ચમત્કારી વસ્તુ છે. અનંત ગુણોનું ગોદામ-શક્તિઓનું સંગ્રહાલય ને સ્વભાવનો સાગર છે. સનાતન દિગંબર મુનિઓએ પરમાત્માની વાણીનો ધોધ ચલાવ્યો છે. જૈનધર્મ સંપ્રદાય વાડો ગચ્છ નથી વસ્તુના સ્વરૂપને જૈન કહે છે. પૂ. ગુરુદેવશ્રીએ શાસ્ત્રના અર્થ કરવાની જે પાંચ પ્રકારની પદ્ધતિ શબ્દાર્થ, મતાર્થ, આગમાર્થ, નયાર્થ ને ભાવાર્થ છે તે અપનાવીને કયાં કઈ અપેક્ષાએ કથન કરવામાં આવ્યું છે તેનું યથાર્થ જ્ઞાન આપણને મુમુક્ષુ સમુદાયને કરાવ્યું. આ પ્રવચનગંગામાં ઘણા આત્માર્થીઓ પોતાના નિજ સ્વરૂપને પામ્યા, ઘણા સ્વરૂપની નિકટ આવ્યા ને આ વાણીના ભાવો ગ્રહણ કરીને ઘણા આત્માર્થીઓ જરૂર આત્મદર્શન પામશે જ. તેની નિરંતર અમૃત ઝરતી વાણીમાં જ તેમની અસાધારણ પ્રતિભાનો ખ્યાલ આવે છે. પૂ. ગુરુદેવશ્રી સમયસારમાં ફરમાવે છે કે સમયસાર બે જગ્યાએ છે એક પોતાનો શુદ્ધાત્મા છે તે સમયસાર છે ને ઉત્કૃષ્ટ નિમિત્તપણે સમયસારજી શાસ્ત્ર છે. આ શાસ્ત્રમાં પોતાનો નિજ સમયસારરૂપી શુદ્ધાત્મા બતાવવામાં આવ્યો છે. એક એક ગાથાના અર્થ કરતાં પૂ. ગુરુદેવશ્રી એવા ભાવવિભોર થઈ જાય છે કે તેમાંથી તેને નીકળવું મુશ્કેલ પડે છે. પૂ. બહેનશ્રી ચંપાબહેન વચનામૃતમાં પૂ. ગુરુદેવશ્રી વિશે ફરમાવે છે કે પૂ. ગુરુદેવશ્રીનું દ્રવ્ય તો અલૌકિક ને મંગળ છે. તેમનું શ્રુતજ્ઞાન ને વાણી આશ્ચર્યકારી છે. તેઓશ્રી મંગળમૂર્તિ, ભવોદધિ તારણહાર ને મહિમાવંત ગુણોથી ભરેલા છે. તેમણે ચારે બાજુથી મુક્તિનો માર્ગ પ્રકાશ્યો, તેમનો અપાર ઉપકાર છે તે કેમ ભૂલાય? પૂ. ગુરુદેવશ્રીને તીર્થકર જેવો ઉદય વર્તે છે. પૂ. ગુરુદેવશ્રીએ અંતરથી માર્ગ પ્રાપ્ત કર્યો Page #8 -------------------------------------------------------------------------- ________________ સમયસાર સિદ્ધિ ભાગ-૪ બીજાને માર્ગ બતાવ્યો તેથી તેમનો મહિમા આજે તો ગવાય છે પરંતુ હજારો વર્ષો સુધી પણ ગવાશે. પૂ. બેન શાંતાબેન ફરમાવે છે કે જેમ મહાવિદેહક્ષેત્રમાં તીર્થંકર પરમાત્માનો સાક્ષાત્ ઉપકાર છે તેવી જ રીતે ભરતક્ષેત્રમાં પૂ. ગુરુદેવશ્રીનો એટલો જ ઉપકાર છે કારણ કે જે ભવનો અંત તીર્થંકરદેવની સમીપમાં ન આવ્યો તે ભવનો અંત જેમના પ્રતાપે થાય તે પરમકૃપાળુ સદ્ગુરુદેવને અત્યંત ભક્તિથી વારંવાર નમસ્કાર હો. નમસ્કાર હો. પૂ. નિહાલચંદ્રજી સોગાની કે જેઓને પૂ. ગુરુદેવશ્રીનું એક જ પ્રવચન સાંભળતા ભવના અભાવરૂપ સમ્યગ્દર્શનની પ્રાપ્તિ સોનગઢ સુવર્ણપૂરી મુકામે થઈ. તેઓ ફરમાવે છે કે પૂ. ગુરુદેવના એક કલાકના પ્રવચનમાં પૂરેપૂરી વાત આવી જાય છે. બધી વાતનો ખુલાસો પૂ. ગુરુદેવશ્રીએ તૈયાર કરી આપ્યો છે તેથી કોઈ વાત વિચારવી પડતી નથી. નહિં તો સાધક હોય તો પણ બધી તૈયારી કરવી પડે. શ્રી સીમંધર કુંદકુંદ કહાન આધ્યાત્મિક ટ્રસ્ટ” ની રચના સ્વ. ચંદુલાલ ખીમચંદ મહેતાના સ્મરણાર્થે બેન સરોજબેન ચંદુલાલ મહેતા પરિવાર રાજકોટ દ્વારા કરવામાં આવી છે. આ ટ્રસ્ટની પ્રવૃત્તિમાં પૂ. ગુરુદેવશ્રીના પ્રવચનો પ્રકાશિત કરવાનું કાર્ય કરવામાં આવશે. આ પરિવારને આદરણીય પૂ. શ્રી લાલચંદભાઈ મોદી-રાજકોટ દ્વારા જ આધ્યાત્મિક માર્ગમાં પ્રવેશની પ્રેરણા તથા આધ્યાત્મિક મહામંત્રોનું રસપાન થયું હોય આ પરિવાર તેમનો અત્યંત ઋણી છે. પૂ. લાલચંદભાઈ હંમેશા આ પરિવારને કહેતા કે તમો બધા પૂ. ગુરુદેવશ્રીના ભવભ્રમણનો થાક ઊતારનારા મૂળત્ત્વને સાંભળી ને સમજો. તેઓશ્રી ફરમાવતા કે તને “જાણનારો જણાય છે ખરેખર પર જણાતું નથી” તેમ અમે જાણીએ છીએ, હવે તો સ્વીકાર કરી લે. આવા આવા ઘણા મહામંત્રો જેમાં બાર અંગનો સાર ભરેલો છે તેવા મહામંત્રો તથા પૂ. ભાઈશ્રીની અધ્યાત્મની સૂક્ષ્મ સિદ્ધાંતિક સચોટ શૈલીથી જ આ પરિવાર અધ્યાત્મમાં ઓતપ્રોત થયો હોય તેઓશ્રીનો અત્યંત આભારી છે. આવા અપૂર્વ અનુપમ શ્રી સમયસારજી શાસ્ત્રની કર્તા-કર્મ અધિકારની ૬૯ થી ૯૩ ગાથા તથા તે ઉપરના શ્લોકો ઉપર પૂ. ગુરુદેવશ્રીના ૧૯ મી વખતના સળંગ પ્રવચનો નં. ૧૪૪ થી ૧૮૭ સમયસાર સિદ્ધિ ભાગ-૪માં અક્ષરશ: પ્રકાશિત કરવામાં આવ્યા છે. આ પ્રવચનોમાંના ૧૧ હિન્દી પ્રવચનોને ગુજરાતીમાં ભાષાંતર કરી પ્રકાશિત કરવામાં આવ્યા છે. ભાષાંતર શ્રી દેવશીભાઈ ચાવડા દ્વારા થયેલ છે. તથા પૂ. ગુરુદેવશ્રીના પ્રવચનોમાં જ્યાં જ્યાં આહાહા! શબ્દ છે તે પેરેગ્રાફ પૂરો થયે જ લેવામાં આવેલ છે. પૂ. ગુરુદેવશ્રીએ જાહેરસભામાં સમયસાર ૧૯ વખત વાંચ્યું અને ખાનગીમાં તો સેંકડો વખત વાંચ્યું છે. અને અંદરમાં તો તેમને આમાં કેટલો માલ દેખાણો હશે. કોઈવાર દોઢ વર્ષ કોઈવાર બે વર્ષ કોઈવાર અઢી વર્ષ તેમ ૧૯ વખત ૪૫ વર્ષમાં જાહેરમાં વાંચ્યું છે. આ પ્રવચનો પૂ. ગુરુદેવશ્રીની ૪૫ વર્ષની સોનગઢ સુવર્ણપૂરીમાં થયેલી સાધનાના નિચોડરૂપ માખણ છે. જેમ જેમ જ્ઞાનીની જ્ઞાન સ્થિરતા વૃદ્ધિગત્ત થતી જાય છે તેમ તેમ Page #9 -------------------------------------------------------------------------- ________________ સમયસાર સિદ્ધિ ભાગ-૪ એકને એક ગાથાના પ્રવચન પણ કરી લેવામાં આવે તો નવા નવા ભાવો આવે છે. તેથી જ ૧૮ મી વારના પ્રવચનો પ્રકાશિત થયા હોવા છતાં આ અંતિમ પ્રવચનો પ્રકાશિત કરવાનો ભાવ આવેલ છે. ટોટલ ૪૮૭ પ્રવચનો ૧ થી ૧૧ ભાગમાં ક્રમબદ્ધ શંખલારૂપે પ્રકાશિત થશે. પૂ. ગુરુદેવશ્રી ફરમાવે છે કે પાંચમાં આરાના છેડા સુધી જે કોઈ જીવ સમ્યગ્દર્શન પામશે તેને આ વીતરાગની વાણી નિમિત્ત થશે. આ વાણી સીધી સીમંધર ભગવાનની વાણી છે. આમાં એક અક્ષર ફરે તો બધું ફરી જાય. આ સમગ્ર પ્રવચનો પૂ. ગુરુદેવશ્રીની સી. ડી. ઉપરથી અક્ષરશ: ઊતારવામાં આવેલા છે. ત્યારબાદ જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં કૌંસ કરી વાક્યો પૂરા કરેલાં છે. ટેઈપ ઉપરથી ઊતરાવવાનું કાર્ય તથા તેને ચેક કરવાનું કાર્ય આત્માર્થી ભાઈશ્રી ડૉ. દેવેન્દ્રભાઈ એમ. દોશી–સુરેન્દ્રનગર દ્વારા થયેલ છે. ભાષા તથા વ્યાકરણ શુદ્ધિ શ્રી દેવશીભાઈ ચાવડા–રાજકોટ દ્વારા થયેલ છે ત્યારબાદ સમગ્ર પ્રવચનો ફરીથી સી. ડી. ઉપરથી સાંભળી ચેક કરી સંપૂર્ણ પ્રૂફરીડિંગનું કાર્ય શ્રી ચેતનભાઈ મહેતા-રાજકોટ દ્વારા પૂર્ણ થયેલ છે. તે બદલ સંસ્થા સર્વેનો આભાર માને છે. આ પ્રવચનોનાં પ્રકાશનમાં કાંઈ ક્ષતિ ન રહે તે માટે અમોએ વારંવાર પ્રવચનો સાંભળી લખાણ શુદ્ધિ કરી છે છતાં કોઈપણ ક્ષતિ રહી હોય તો તે અમારો દોષ છે તે બદલ અમો ક્ષમા ચાહીએ છીએ. સમયસાર સિદ્ધિ” ભાગ-૪ના પ્રવચનોનું સમગ્ર કોમ્યુટરાઈઝડ ટાઈપસેટિંગનું કાર્ય શ્રી નિલેશભાઈ તથા શ્રી દેવાંગભાઈ વારીયા-રાજકોટ દ્વારા તથા પુસ્તક પ્રિન્ટિંગ બાઈડિંગનું સંપૂર્ણ કાર્ય શાર્પ ઓફસેટવાળા શ્રી ધર્મેશભાઈ શાહ–રાજકોટ દ્વારા તથા કલર પેઈજનું કામ ડોટ એડવાળા શ્રી કમલેશભાઈ સોમપુરા-રાજકોટ દ્વારા થયું હોય સંસ્થા તેમનો આભાર માને છે. પૂ. ગુરુદેવશ્રીએ આ પંચમકાળમાં અમૃત વરસાવ્યા છે. અધ્યાત્મની હેલી વરસાવી મોક્ષના માંડવા રોપ્યા છે. આવા અતિ અપૂર્વ માર્મિક શાસ્ત્રની ગાથાઓના ખૂબ જ સરળ ભાષામાં આચાર્યોના ગૂઢભાવોને રજૂ કરી મુમુક્ષુ જગત ઉપર અપૂર્વ ઉપકાર કર્યો છે. “ભગવાન આત્મા” કહીને પ્રત્યેક જીવને વીતરાગી કરુણાથી સંબોધન કરનાર પૂ. ગુરુદેવશ્રી અમ બાળકોના અનંત અનંત ઉપકારી ધર્મપિતા છે. બસ તેમનો ઉપકાર તો આપણે સૌ તેમણે બતાવેલા શુદ્ધાત્માનું રસપાન કરીને જ વાળી શકીએ. સમયસાર સિદ્ધિ ભાગ-૪ માટે એક મુમુક્ષુ ભાઈ તરફથી સહ્યોગ પ્રાપ્ત થયેલ છે તે બદલ ટ્રસ્ટ તેમનો આભાર માને છે. આ પુસ્તક http://www.AtmaDharma.com પર મૂકેલ છે. ટ્રસ્ટી શ્રી સીમંધર કુંદકુંદ કહાન આધ્યાત્મિક ટ્રસ્ટ રાજકોટ ܀܀܀܀܀܀܀܀ Page #10 -------------------------------------------------------------------------- ________________ ગાથા/કલશ નં. શ્લોક-૪૬ ગાથા ગાથા - ગાથા – ૭૧ ગાથા - ૬૯/૭૦ શ્લોક - ૪૭ - ૭૨ ૭૩ ગાથા - ૭૪ પ્રવચન નં. ૧૪૪ ૧૪૪ ૧૪૫ ૧૪૬ ૧૪૭ ૧૪૭ ૧૪૮ ૧૪૯ ૧૪૯ ૧૫૦ ૧૫૧ ૧૫૨ ૧૫૩ ૧૫૪ ૧૫૫ ૧૫૫ ૧૫૬ અનુક્રમણિકા :) તારીખ ૧૫૭ ૧૫૮ ૧૫૯ (1) ૨૪/૧૧/૭૮ ૨૪/૧૧/૭૮ ૨૫/૧૧/૭૮ ૨૬/૧૧/૭૮ ૨૭/૧૧/૭૮ ૨૭/૧૧/૭૮ ૨૮/૧૧/૭૮ ૨૯/૧૧/૭૮ ૨૯/૧૧/૭૮ ૩૦/૧૧/૭૮ ૦૨/૧૨/૭૮ ૦૩/૧૨/૭૮ ૨૭/૧૨/૭૮ ૨૮/૧૨/૭૮ ૩૦/૧૨/૭૮ ૩૦/૧૨/૭૮ ૩૧/૧૨/૭૮ ૧૦/૦૧/૭૯ ૦૨/૦૧/૭૯ ૦૩/૦૧/૭૯ પેઈજ નં. ૧ ૨ ८ ૧૦ ૧૩ ૨૨ ૩૧ ૩૫ ૩૬ ૪૧ ૫૧ ૫૫ ૫૭ ૬૩ ૭૧ ૮૦ ૯૦ ૯૮ ૧૦૯ ૧૦૯ ૧૧૬ ૧૧૭ ૧૨૦ ૧૩૦ ૧૩૨ ૧૪૧ ૧૪૯ Page #11 -------------------------------------------------------------------------- ________________ ગાથા/કલશ નં. પ્રવચન નં. તારીખ પેઈજ નં. | શ્લોક - ૪૮ ૧૫૧ ૧૫૯ ૦૩/0૧/૦૯ ૧૫૧ ગાથા – ૭૫ | ૧૫૪ ૧૫૫ ૧૫૯ ૧૬) ૧૬૧ ૦૩/0૧/૭૯ ૦૪/૦૧/૭૯ ૦૫/૦૧/૭૯ ૦૭/૦૧/૭૯ ૦૮/૦૧/૭૯ ૧૬૦ ૧૭ ૧૮ ૧૬૨ ૧૬૩ ૧૯O શ્લોક – ૪૯ ૧૬૩. ૦૮/૦૧/૭૯ ૧૯૪ ૧૯૪ ૨૦૨ ૨૦૩ ગાથા - ૭૬ ૧૬૪ 0૯/0૧/૭૯ ૧૦/૦૧/૭૯ ૧૬૫ ૨૧૩ ગાથા – ૭૭ ૨૦૨૦ . ૨૨૧ ૧૬૫ ૧૦/૦૧/૭૯ ૧૧/૦૧/૭૯ ૧૬૬ ૨૨૫ ગાથા - ૭૮ ૨૨૯ ૧૬૬ | ૧૧/૦૧/૭૯ ૨૩). ગાથા - ૭૯ ૨૩૮ ૧૬૭ ૨૩૯ ૧૨/૦૧/૭૯ ૧૪/૦૧/૭૯ ૧૬૮ ૨૫૦ બ્લોક - ૫O ૨EO | ૨૬૧ ૧૬૯ ૧૭૦ ૧૫/૦૧/૭૯ ૧૬/૦૧/૭૯ ૨૭૧ ૨૭૩. ગાથા - ૮૦ થી ૮૨ ગાથા - ૮૩. ૧૭૦ ૧૬/૦૧/૭૯ ૨૭૪ ૨૮૫ ૧૭૧ | ૧૭/૦૧/૭૯ ૨૮૬ Page #12 -------------------------------------------------------------------------- ________________ ગાથા/કલશ નં. ગાથા - ગાથા - ૮૫ ૮૪ ગાથા - ૮૬ શ્લોક - ૫૧ શ્લોક - ૫૨ શ્લોક - ૫૩ શ્લોક - ૫૪ શ્લોક - ૫૫ શ્લોક - ૫૬ ગાથા ગાથા - ૮૭ - ८८ પ્રવચન નં. ૧૭૨ - ૧૭૨ ૧૭૩ ૧૭૩ ૧૭૩ ૧૭૪ ૧૭૫ ૧૭૫ ૧૭૫ - ૧૭૫ ૧૭૬ ૧૭૬ ૧૭૬ ૧૭૭ ૧૭૭ ૧૭૭ ૧૭૮ (3) તારીખ ૧૮/૦૧/૭૯ ૧૮/૦૧/૭૯ ૧૯/૦૧/૭૯ ૧૯/૦૧/૭૯ ૧૯/૦૧/૭૯ ૨૧/૦૧/૭૯ ૨૨/૦૧/૭૯ ૨૨/૦૧/૭૯ ૨૨/૦૧/૭૯ ૨૨/૦૧/૭૯ ૨૩/૦૧/૭૯ ૨૩/૦૧/૦૯ ૨૩/૦૧/૭૯ ૨૪/૦૧/૭૯ ૨૪/૦૧/૭૯ ૨૪/૦૧/૭૯ ૨૫/૦૧/૭૯ પેઈજ નં. ૨૯૭ ૨૯૯ ૩૦૦ ૩૧૦ ૩૧૨ ૩૧૩ ૩૨૨ ૩૨૩ ૩૨૪ ૩૩૫ ૩૩૭ ૩૩૭ ૩૪૨ ૩૪૨ ૩૪૮ ૩૪૯ ૩૪૯ ૩૫૮ ૩૫૮ ૩૫૯ ૩૬૦ ૩૬૨ ૩૬૭ ૩૬૭ ૩૬૯ ૩૦૦ ૩૭૪ ૩૭૪ Page #13 -------------------------------------------------------------------------- ________________ ગાથા/કલશ નં. ગાથા ગાથા ગાથા - - - ૮૯ ૯૦ - ૯૧ ગાથા - ૯૨ ગાથા ૯૩ પ્રવચન નં. ૧૭૮ ૧૭૯ ૧૮૦ ૧૮૧ ૧૮૨ - ૧૮૨ ૧૮૩ ૧૮૪ ૧૮૫ ૧૮૬ ૧૮૭ (4) તારીખ ૨૫/૦૧/૭૯ ૨૬/૦૧/૭૯ ૨૮/૦૧/૭૯ ૨૯/૦૧/૭૯ ૩૦/૦૧/૭૯ ૩૦/૦૧/૭૯ ૩૧/૦૧/૭૯ ૦૧/૦૨/૭૯ ૦૨/૦૨/૭૯ ૦૪/૦૨/૭૯ ૦૫/૦૨/૭૯ પેઈજ નં. ૩૮૪ ૩૮૫ ३८८ ૪૦૧ ૪૦૨ ૪૧૩ ૪૧૪ ૪૨૭ ૪૩૫ ૪૩૬ ૪૪૦ ૪૫૧ ૪૬૩ ૪૬૪ ૪૭૫ ૪૮૪ Page #14 -------------------------------------------------------------------------- ________________ ( શ્રી સમયસારજી સ્તુતિ (હરિગીત) સંસારી જીવનાં ભાવમરણો ટાળવા કરુણા કરી, સરિતા વહાવી સુધા તણી પ્રભુ વીર! તે સંજીવની; શોષાતી દેખી સરિતને કરુણાભીના હૃદયે કરી, મુનિકુંદ સંજીવની સમયપ્રાભૂત તણે ભાજન ભરી. (અનુપ) કુંદકુંદ રચ્યું શાસ્ત્ર, સાથિયા અમૃતે પૂર્યા, ગ્રંથાધિરાજ!તારામાં ભાવો બ્રહ્માંડના ભર્યા. (શિખરિણી) અહો ! વાણી તારી પ્રશમરસ-ભાવે નીતરતી, મુમુક્ષુને પાતી અમૃતરસ અંજલિ ભરી ભરી; અનાદિની મૂછ વિષ તણી ત્વરાથી ઊતરતી, વિભાવેથી થંભી સ્વરૂપ ભણી દોડે પરિણતિ. (શાર્દૂલવિક્રિડિત) તું છે નિશ્ચયગ્રંથ ભંગ સઘળા વ્યવહારના ભેદવા, તું પ્રજ્ઞાછીણી જ્ઞાન ને ઉદયની સંધિ સહુ છેદવા; સાથી સાધકનો, તું ભાન જગનો, સંદેશ મહાવીરનો, વિસામો ભવકલાંતના હૃદયનો, તું પંથ મુક્તિ તણો. (વસંતતિલકા). સુષ્ય તને રસનિબંધ શિથિલ થાય, જાયે તને હૃદય જ્ઞાની તણાં જણાય; તું રુચતાં જગતની રુચિ આળસે સૌ, તું રીઝતાં સકલજ્ઞાયકદેવ રીઝે. (અનુષ્ટ્રપ) બનાવું ૫ત્ર કુંદનનાં, રત્નોના અક્ષરો લખી; તથાપિ કુંદસૂત્રોનાં અંકાયે મૂલ્ય ના કદી. Page #15 -------------------------------------------------------------------------- ________________ શ્રી સદ્ગુરુદેવ-સ્તુતિ | (હરિગીત) સંસારસાગર તારવા જિનવાણી છે નૌકા ભલી, જ્ઞાની સુકાની મળ્યા વિના એ નાવ પણ તારે નહીં; આ કાળમાં શુદ્ધાત્મજ્ઞાની સુકાની બહુ બહુ દોહ્યલો, મુજ પુણ્યરાશિ ફળ્યો અહો! ગુરુકહાન તું નાવિક મળ્યો. (અનુષ્ટ્રપ) અહો ! ભક્ત ચિદાત્માના, સીમંધર-વીર-કુંદના ! બાહ્યાંતર વિભવો તારા, તારે નાવ મુમુક્ષુના. (શિખરિણી) સદા દ્રષ્ટિ તારી વિમળ નિજ ચૈતન્ય નીરખે, અને જ્ઞાતિમાંહી દરવ-ગુણ-પર્યાય વિલાસે; નિજાલંબીભાવે પરિણતિ સ્વરૂપે જઈ ભળે, નિમિત્તો વહેવારો ચિઠ્ઠન વિષે કાંઈ ન મળે. (શાર્દૂલવિક્રીડિત) હૈયું “સત્ સત્ જ્ઞાન જ્ઞાન” ધબકે ને વજવાણી છૂટે, જે વજે સુમુમુક્ષુ સત્ત્વ ઝળકે; પરદ્રવ્ય નાતો તૂટે; - રાગદ્વેષ રુચે ન, જંપ ન વળે ભાવેંદ્રિમાં-અંશમાં, ટંકોત્કીર્ણ અકંપ જ્ઞાન મહિમા હૃદયે રહે સર્વદા. (વસંત તિલકા) નિત્યે સુધાઝરણ ચંદ્ર! તને નમું હું, કરુણા અકારણ સમુદ્ર ! તને નમું હું; હે જ્ઞાનપોષક સુમેઘ ! તને નમું હું, આ દાસના જીવનશિલ્પી! તને નમું હું. (સ્ત્રગ્ધરા). ઊંડી ઊંડી, ઊંડેથી સુખનિધિ સતના વાયુ નિત્યે વહેતી, વાણી ચિન્યૂર્તિ! તારી ઉર-અનુભવના સૂક્ષ્મ ભાવે ભરેલી; ભાવો ઊંડા વિચારી, અભિનવ મહિમા ચિત્તમાં લાવી લાવી, ખોયેલું રત્ન પામું-મનોરથ મનનો; પૂરજો શક્તિશાળી ! Page #16 -------------------------------------------------------------------------- ________________ परमात्मने नमः। શ્રીમદ્ભાગવકુંદકુંદાચાર્યદેવપ્રણીત શ્રી સમયસાર - ૨ - કિર્તા-કર્મ અધિકારી ( શ્લોક – ૪૬ अथ जीवाजीवावेव कर्तृकर्मवेषेण प्रविशतः। (મન્વીન્તા) एक: कर्ता चिदहमिह मे कर्म कोपादयोऽमी इत्याज्ञानां शमयदभितः कर्तृकर्मप्रवृत्तिम्। ज्ञानज्योतिः स्फुरति परमोदात्तमत्यन्तधीरं साक्षात्कुर्वनिरुपधिपृथग्द्रव्यनिर्भासि विश्वम्।।६।। કર્તાકર્મવિભાવને, મેટી જ્ઞાનમય હોય, કર્મ નાશી શિવમાં વસે, નમું તેહ, મદ ખોય. પ્રથમ ટીકાકાર કહે છે કે “હવે જીવ-અજીવ જ એક કર્તાકર્મના વેશે પ્રવેશ કરે છે. જેમ બે પુરુષો માંહોમાંહે કોઈ એક સ્વાંગ કરી નૃત્યના અખાડામાં પ્રવેશ કરે તેમ જીવ-અજીવ બને એક કર્તાકર્મનો સ્વાંગ કરી પ્રવેશ કરે છે એમ અહીં ટીકાકારે અલંકાર કર્યો છે. હવે પ્રથમ, તે સ્વાંગને જ્ઞાન યથાર્થ જાણી લે છે તે જ્ઞાનના મહિમાનું કાવ્ય કહે છે - શ્લોકાર્ધઃ- [૩૬] આ લોકમાં [ગદરિદ્]હું ચૈતન્યસ્વરૂપ આત્મા તો[ઇવ: ર્તા ] એક કર્તા છું અને [ ન હોપવિય:] આ ક્રોધાદિ ભાવો [ મે વર્ષ ] મારાં કર્મ છે” [તિ જ્ઞાનાં વર્તુર્મપ્રવૃત્તિમ]એવી અજ્ઞાનીઓને જે કર્તાકર્મની પ્રવૃત્તિ છે તેને [ મિત: સમય] બધી તરફથી શમાવતી (મટાડતી) [ જ્ઞાનજ્યોતિ:] જ્ઞાનજ્યોતિ[પુરતિ] Page #17 -------------------------------------------------------------------------- ________________ ૨ સમયસાર સિદ્ધિ ભાગ-૪ સ્કુરાયમાન થાય છે. કેવી છે તે જ્ઞાનજ્યોતિ ?[ પરમ-૩વાત્તમ્ ] જે ૫૨મ ઉદાત્ત છે અર્થાત્ કોઈને આધીન નથી,[ અત્યન્તધીર ] જે અત્યંત ધીર છે અર્થાત્ કોઈ પ્રકારે આકુળતારૂપ નથી અને [નિરુપધિ-પૃથ દ્રવ્ય-નિર્માસિ] ૫૨ની સહાય વિના જુદાં જુદાં દ્રવ્યોને પ્રકાશવાનો જેનો સ્વભાવ હોવાથી [વિશ્વમ્ સાક્ષાત્ ર્વલ્] જે સમસ્ત લોકાલોકને સાક્ષાત્ કરે છે-પ્રત્યક્ષ જાણે છે. ભાવાર્થ:- આવો જ્ઞાનસ્વરૂપ આત્મા છે તે, ૫૨દ્રવ્ય તથા ૫૨ભાવોના કર્તાપણારૂપ અજ્ઞાનને દૂર કરીને, પોતે પ્રગટ પ્રકાશમાન થાય છે. ૪૬. પ્રવચન નં. ૧૪૪ શ્લોક-૪૬ તા.૨૪/૧૧/૭૮ શુક્રવા૨ કારતક વદ-૯ શ્રી સમયસાર, છેલ્લા બોલ છે. હિન્દી થોડુંક ચાલશે. જીવ–અજીવ અનાદિ સંયોગ મિલૈ લખિ મૂંઢ ન આતમ પાવૈં, સમ્યક્ ભેદ-વિજ્ઞાન ભયે બુધ ભિન્ન ગઠે નિજભાવ સુદાČ, શ્રી ગુરુકે ઉપદેશ સૂનૈરુ ભલે દિન પાય અજ્ઞાન ગમાવૈં, તે જગમાંહિ મહંત કહાય વષઁ શિવ જાય સુખી નિત થાયેં, જીવ–અજીવ અધિકાર પૂરો કર્યો છે. જીવ-અજીવ અનાદિ સંયોગ. ભગવાન ૫૨મ જ્ઞાયકભાવ, એવો જે પારિણામિક સ્વભાવભાવ–એની સાથે અજીવનો નિમિત્તનો સંયોગ છે. અનાદિ સંયોગ મિલે, એને લખી જાણીને, રાગ-દ્વેષ ભેદ આદિનો સંયોગ લખીને ‘મૂંઢ ન આતમ પાવૈ' બે સંયોગને દેખે પણ જુદું દેખતો (નથી ), મૂંઢ ન આતમ, આતમ ૫૨મસ્વભાવભાવ પારિણામિકભાવ, દ્રવ્યભાવ, સ્વભાવભાવ એને એ ન જાણી શકે, કર્મ ને રાગ ને ભેદ ને એ સંયોગી ચીજ છે. આહાહા ! એ અજીવનો સંયોગ છે એ, એને જોતાં ભિન્ન આત્મા ભગવાન શુદ્ધ ચૈતન્ય એને એ જોતો નથી. સમ્યક્ ભેદ વિજ્ઞાન ભયે, સમ્યક્ ભેદવિજ્ઞાન રાગ, દયા, દાનના રાગ, કર્મ, અને ભેદ એનાથી સમ્યક્ ભેદવિજ્ઞાન-ભયે, સમ્યક્ એટલે સત્ય ભેદવિજ્ઞાન, ખ્યાલમાં આવે કે આ રાગ છે એમ નહીં. આહાહા....! અંતરના શાયકભાવને પકડી અને ૫૨થી ભેદજ્ઞાન કરે તો બુધ ભિન્ન ગઢે. તો જ્ઞાની આત્માને જુદો ગઢે, આહાહા ! સમ્યક્ ભેદવિજ્ઞાન ભયે બુધ, ધર્મી જ્ઞાની ભિન્ન ગàનિજભાવનિજભાવ, ૫૨મ સ્વભાવભાવ તેને પોતાના સુદાદ્વૈ–દાવ પેચથી નિજને પકડે. ‘શ્રી ગુરુ ઉપદેશ સૂનૈ’ શ્રી ગુરુનો આ ઉપદેશ છે એમ કહેવું છે, એને ભેદ પાડીને સ્વભાવને પકડવો એ ઉપદેશ છે. સૌ ભલે દિન પાય એવો સ્વકાળને પ્રાપ્ત કરતાં સૌ ભલે દિન પાય. અહો ! અજ્ઞાન ગમાવૈ, તે જગમાહિં મહંત કહાય. તે જગતમાં મહાત્મા અથવા મહંત કહેવામાં આવે છે. વર્સે શિવ જાય શિવમાં જાય મોક્ષમાર્ગમાં ‘સુખી નિત થાયૈ’ મોક્ષ થઈને સુખી નિત થાય. આ જીવ અધિકાર પૂરો થયો. આ સમયસારની શ્રીમદ્ ભગવકુંદકુંદાચાર્યદેવ પ્રણીત શ્રી સમયસા૨ ૫૨માગમની શ્રીમદ્ અમૃતચંદ્રાચાર્યદેવ વિરચિત આત્મખ્યાતિ નામની ટીકા જીવ અજીવનો પ્રરૂપક પહેલો અંક Page #18 -------------------------------------------------------------------------- ________________ શ્લોક-૪૬ સમાપ્ત થયો. પહેલો ભાગ થયો જીવ અજીવ અધિકારનો. એકમાં જીવ છે ને એકમાં અજીવ છે બેને ભેગો કરીને (હવે બીજો કર્તા-કર્મ) કર્તા-કર્મ વિભાવને, મેટી જ્ઞાનમય હોય, કર્મ નાશી શિવમાં વસે, નમું તેહ, મદ ખોય. આત્મા કર્તા અને વિકારી પરિણામ અથવા દ્રવ્યકર્મ, ભાવકર્મ ને દ્રવ્યકર્મ એ એનું કાર્ય એ મેટી, ભાવકર્મ ને દ્રવ્યકર્મ મારું કાર્ય ને હું કર્તા એ મિથ્યાત્વભાવ છે. આહાહા!મેટી જ્ઞાનમય હોય, જ્ઞાનસ્વરૂપમય તરૂપે અભેદ જ્ઞાનને જ અનુભવે, કર્મ નાશી શિવમાં વસે, એ કર્મનો નાશ કરી મોક્ષ નામ નિરુપદ્રવ કલ્યાણ પરિણતિ પુરી તેમાં વસે, “નમું તેહુ મદ ખોય” –એવા પરમાત્માને અભિમાન છોડીને, મદ ખોય-નિર્માનપણે એમ કહે છે. પરમાત્માને છોડીને, હું એવા ભગવંતને જેણે આત્મા જ્ઞાનમય પ્રાપ્ત કર્યો, કર્મનો નાશ કર્યો એવા ભગવાનને નમન કરું છું નિર્માનપણે, ગર્વ છોડીને, એટલે માન છોડીને, એ ટીકા (ગુજરાતી) આ હિન્દી કરનાર એમની આ ટીકા માંગલિક છે. પ્રથમ ટીકાકાર કહે છે જીવ-અજીવ એક કર્તા કર્મના વેશે. જીવ ને અજીવ જાણે કર્તા આત્મા અને કર્મ રાગાદિ કર્મઆદિ એનો એક ભેખ લઈને રંગભૂમિમાં આવે છે, પ્રવેશ કરે છે, જેમ બે પુરુષો માંહો માંહે કોઈ એક જ સ્વાંગ કરી નૃત્યના અખાડામાં પ્રવેશ કરે, તેમ જીવ-અજીવ બન્ને એક કર્તાકર્મનો સ્વાંગ કરી, આત્મા કર્તા અને રાગ આદિ અજીવ કે કર્મજડ એનો સ્વાંગ કરી પ્રવેશ કરે છે. કર્તાકર્મનો સ્વાંગ કરી પ્રવેશ કરે છે એમ અહીં ટીકાકારે અલંકાર કર્યો છે. હવે એ સ્વાંગને જ્ઞાન યથાર્થ જાણી લે છે. જ્ઞાનના મહિમાનું વર્ણન કાવ્ય કહે છે - एकः कर्ता चिदहमिह मे कर्म कोपादयोऽमी इत्यज्ञानां शमयदभित: कर्तृकर्मप्रवृत्तिम्। ज्ञानज्योति स्फुरति परमोदात्तमत्यन्तधीरं साक्षात्कुर्वन्निरुपधिपृथग्द्रव्यनिर्भासि विश्वम्।।४६।। આ લોકમાં હું ચૈતન્ય સ્વરૂપ આત્મા તો એક કર્તા છું અને આ ક્રોધાદિ ભાવો મારું કામ છે એમ અજ્ઞાની અનાદિથી માને છે. આહાહા! ભગવાન આત્મા આનંદ ને જ્ઞાન-સ્વરૂપ એનું કર્મ તો જ્ઞાન ને આનંદ એ કર્મ છે. જ્ઞાન-આનંદ એનું કર્મ એને છોડીને હું કર્તા અને એ રાગાદિ પુણ્ય-પાપના ભાવ ને જડ કર્મ એ મારું કાર્ય એ અજ્ઞાન છે. ક્રોધાદિ ભાવો તે મારાં કર્મ છે, “ઈતિ અજ્ઞાનાં કર્તકર્મપ્રવૃત્તિમ્ કરોતિ” એમ અજ્ઞાનીની કર્તાકર્મની પ્રવૃત્તિ. હું એક આત્મા એક એમ લીધું છે ને? આત્મા તો એક કર્તા, હું એકલો કર્તા. રાગનો, કર્મનો હું એકલો કર્તા, એકલો બીજો એનો કર્તા ને હું કર્તા નહીં એમ નહીં, હું એક જ કર્તા. આહાહા ! શું કહ્યું છે? હું આત્મા, ક્રોધ શબ્દ વિકાર, વિકારી ભાવનો હું એકલો કર્તા છું. વિકારી ભાવ વિકારથી થયો છે ને હું કર્તા નથી એમ નહીં, એમ અજ્ઞાની માને છે. આહાહાહા ! આમાં એકલો વિકાર લીધો છે, અર્થમાં દ્રવ્યકર્મ બેય લીધા છે. ઓલાએ તો એકલું જડ લીધું છે, કળશ ટીકાકારે કર્મ જડ લીધું છે. અહીં Page #19 -------------------------------------------------------------------------- ________________ સમયસાર સિદ્ધિ ભાગ-૪ વિકાર લીધો છે, પરમ અધ્યાત્મ તરંગિણીમાં દ્રવ્યકર્મ, ભાવકર્મ બેય લીધાં છે પણ એ તો એક છે ત્યાં બીજાં હોય છે. એટલે એ શું કહે છે? કે હું એક આત્મા, એક રાગાદિનો હું એક કર્તા છું. રાગાદિનો કર્તા પર ને હું કર્તા નહીં એમ નહીં. આહાહા! રાગ, દયા, દાન, પુણ્ય-પાપના ભાવ એનો હું એક કર્તા, હું મારાં જ્ઞાનનો કર્તા ને એનો કર્તા પર એમ નહીં, એમ અજ્ઞાની માને છે. આવી વાત છે બહુ ઝીણી ! શબ્દ આમ છે ને? “એક કર્તા” એ શબ્દ પડ્યો છે ને? એનો અર્થ ? કે રાગ, પુણ્ય-પાપ એ બીજી ચીજ છે અને હું આત્મા બીજી ચીજ છું એમ ન માનતાં, હું એક આત્મા જ વિકારનો કર્તા છું. વિકારનો કર્તા પર ને હું અકર્તા એમ નહીં. હું એકલો વિકારનો કર્તા છું. વિકારનો કર્તા પર ને હું એનો જાણનાર-દેખનાર એમ ન માનતાં, આવી વાત છે, હું એક ચૈતન્યમૂર્તિ ભગવાન ! એને ઈ ખબર નથી પણ હું એક આ વિકારનો, હું એક આનો કર્તા, હું એક જડ કર્મનો કર્તા, જડ કર્મનો કર્તા કર્મ અને હું કર્તા નહીં એમ નહીં. સમજાણું કાંઈ? આવી વાતું ઝીણી છે. આહાહાહા! આમ સંયોગે છે ભેદ રાગાદિ સંયોગે તો છે તેથી સંયોગનો હું એકલો કર્તા છું, સંયોગી ચીજોનો સંયોગ કર્તા ને હું કર્તા નહિ એમ નહીં, એમ અજ્ઞાની માને છે. આહાહા! આ લોકમાં હું ચૈતન્ય સ્વરૂપ આત્મા,“અહમ્ ચિ’ છે ને? “અહમ્ ચિ’ તો એક કર્તા હું, કોનો? પુણ્ય ને પાપ ક્રોધાદિ, આંહી ક્રોધ કેમ લીધો? કે સ્વભાવની રુચિ નહીં અને વિકારની રુચિ છે એને સ્વભાવ પ્રત્યે ક્રોધ થયો છે, આવું છે. અને ઉત્તમ ક્ષમાઆદિથી વિરુદ્ધ એ ક્રોધ છે ને? એવા ક્રોધ આદિ માન, માયા, લોભ, એનો હું એકલો કર્તા છું. એમ અજ્ઞાની માને છે. હું એનો જાણનારો-જાણવાનું મારું કર્મ, કાર્ય અને એ રાગનું કાર્ય પરનું એમ એ માનતો નથી. આવી વાત છે. હું ચૈતન્યસ્વરૂપ આત્મા ચિત્ છે ને ચિદ, હું ચિત્ સ્વરૂપ આત્મા એક જ કર્તા છું, વિકારનો, જડનો, કર્મનો હું એક કર્તા છું અને આ ક્રોધાદિભાવો મારાં કાર્ય છે. એ ક્રોધાદિભાવ એ જડ કર્તા ને તેનું કાર્ય એમ ન માનતાં, હું એક જ એનો કર્તા છું બે નહીં વચ્ચે. આવું જે અજ્ઞાન એ પરનો કર્તા માને છે. આહા ! “અમી” અમી એટલે આ. ‘આ’ વિધમાન છે ક્રોધાદિ એમ કહે છે, ને ? ઓલો “અહમ” આ “અમી' આ. હું ચૈતન્ય આત્મા અમીઆ. વિકારીભાવ ક્રોધ, માન આદિ મારાં કાર્ય છે. “ઈતિ અજ્ઞાનાં કર્તકર્મપ્રવૃત્તિમ્” એવી અજ્ઞાનીઓને કર્તાકર્મની પ્રવૃત્તિ છે. એ વિકાર ભાવ સંયોગી છે, એ સ્વભાવભાવ નથી, છતાં એ સ્વભાવ મારો આત્મા એ વિકારીભાવનો હું એકલો કર્તા છું. વિકારીભાવ એ મારું કાર્ય છે, એમ અજ્ઞાની માને છે. ખરેખર તો વિકારીભાવ તેનું જાણવું એ મારું કાર્ય છે. આવી વાત છે. ભગવાન આત્માનું કાર્ય તો જાણવું દેખવું એ એનું કાર્ય છે અને રાગાદિ કાર્ય તો એ કર્મનું કાર્ય છે પરનું અજીવનું, એમ ન માનતાં હું એક જ એનો કર્તા છું, બે નહિં. (એમ અજ્ઞાની માને છે) આહાહા! આવું ઝીણું છે. એવી કર્તાકર્મની પ્રવૃત્તિ પરિણામમાં તેને હવે બસ ત્યાં રહી ગયું. “અભિતઃ શમય” બધી તરફથી શમાવતી (મટાડતી) જ્ઞાનજ્યોતિ. હું તો જ્ઞાનજ્યોતિ સ્વરૂપ છું. મારું કાર્ય વિકાર એ મારું કાર્ય જ નહિ. મારું કાર્ય તો વિકારને અડયા વિના જાણવું દેખવું મારું એવું એ કાર્ય મારું Page #20 -------------------------------------------------------------------------- ________________ શ્લોક-૪૬ છે. વિકારના પરિણામને અડ્યા વિના, સ્પર્ધ્યા વિના અને એની હૈયાતી છે માટે જાણવાના પરિણામ અહીંયા થયા એમેય નહિ, મારાં જાણવાના પરિણામ એ મારાથી, સ્વ અને પરને જાણવાના પરિણામ એ મારું કાર્ય છે અને હું એનો કર્તા છું. આવી વાતું છે. આહાહા! સમયસાર ! તેને “અભિતઃ” ચારે બાજુથી શમાવતી, કોઈ પડખે પણ જ્ઞાતા રાગનો કર્તા એમ વ્યવહારથી નહીં અને નિશ્ચયથી નહીં એમ. નિશ્ચયથી નહિ પણ વ્યવહારથી તો ખરો કે નહીં કહે? કહે ના, બધી રીતે પરથી છૂટો પડી ગયો છે. બધી તરફથી શમાવતી જ્ઞાનજ્યોતિ, ચૈતન્યજ્યોતિ ઝળહળ પ્રભુ. એવા ચૈતન્યજ્યોતિના અસ્તિત્વને દૃષ્ટિમાં લેતાં, એ દૃષ્ટિ રાગના કર્તાકર્મપણે હતી, એ દૃષ્ટિને ત્રિકાળી જ્ઞાયક ઉપર સ્થાપતાં, એ જ્ઞાનજ્યોતિ સ્કુરાયમાન થાય છે. કર્તા કર્મમાં વિકાર સ્કુરાયમાન હતો. અજ્ઞાનીને કર્તાકર્મમાં વિકાર પ્રગટ સ્કુરાયમાન એ છે મારું કાર્ય. એ જ્ઞાનજ્યોતિ થતાં, ચૈતન્યજ્યોતિની અંતરદૃષ્ટિ થતાં એ જ્ઞાનજ્યોતિ સ્કુરાયમાન થાય છે, તે તેનું કાર્ય છે, એમ કહે છે. સમજાણું? આહાહા! આવું ઝીણું છે. આહાહા ! પ્રભુનો મારગ છે શૂરાનો એ કાયરના ત્યાં કામ નથી. આહા! શું કહ્યું એ ? એમ કહેતો કે હું એક વિકારનો એકલો કર્તા છું, એ અજ્ઞાન હતું. એ અજ્ઞાનને ચારેકોરથી શમાવતાં એ નિશ્ચયથીયે નહીં ને વ્યવહારથીયે નહીં. હું તો જ્ઞાનજ્યોતિ સ્કુરાયમાન તે રાગને જાણતું જ્ઞાન, પોતાને જાણતું ને રાગને જાણતું એ વ્યવહારથી, એવું જ્ઞાન સ્કુરાયમાન થાય છે. એ જ્ઞાનના પરિણામ તે મારું કાર્ય અને હું કર્તા, આવી વાત છે. અરેરે! એણે સંસારના ઉદ્ધારનો મારગ આ છે. આહા ! સ્કુરાયમાન થાય છે. એટલે શું કહે છે? શક્તિરૂપે તો હતું, ઓલાયે એમ લખ્યું છે કે પારિણામિક શક્તિ તો હતી, કેવળજ્ઞાન થાય ત્યારે એ વ્યક્તરૂપે થાય છે એમ લખ્યું છે ઓલા સાગરે, જ્ઞાનસાગરે અરે ભાઈ ! અહીંયા તો જ્ઞાન સ્વભાવ, સ્વભાવ એનું સત્ત્વ ત્રિકાળી શું હતું એને એના ઉપર ભેદજ્ઞાનથી દૃષ્ટિ પડતાં એ જ્ઞાનના પારિણામિક ભાવ છે એની પર્યાયમાં વ્યક્તતા પ્રગટ થાય છે. એ પારિણામિક ભાવ જે શક્તિરૂપ હતો જ્ઞાનરૂપ, વસ્તુરૂપ એને રાગથી ભિન્ન પાડતાં એ જ્ઞાનજ્યોતિ શક્તિમાંથી વ્યક્તતાની સ્કૂરાયમાન થઈ, આંહીં સ્કુરાયમાન કહ્યું ને? આહાહાહા ! ઓહોહો! સંતો તારી વાત ક્યાંય મળે એવી નથી પ્રભુ અને મીઠી મધુરી સીધી વાત. આહાહા ! એમ કે વ્યવહાર રત્નત્રયનો વ્યવહારે તો કર્તા છું ને? નિશ્ચયથી નહિ, એમ નહિં, બધી રીતે કહે છે. આમ જ્ઞાનજ્યોતિ ચૈતન્યસ્વરૂપ વસ્તુ જે ત્રિકાળ તેને રાગથી ભિન્ન પાડતાં જ્યાં ભાન થયું ત્યાં જ્ઞાન શક્તિરૂપે જે સ્વભાવ હતો તેની વ્યક્તિરૂપે પર્યાય પ્રગટ થઈ, એ મારું કાર્ય ને હું એનો કર્તા એ તો એક ભેદથી એ સમજાવવું છે. આહાહાહા ! સમજાણું કાંઈ ? આહાહાહા ! આવી ચીજ અમૃત ભર્યા છે, અમૃતચંદ્રાચાર્યે પંચમઆરામાં, પંચમઆરાના સાધુ છે. આહાહા ! આત્માને ક્યાં આરો છે? આહાહા ! એનો ક્યાં છેડો છે આરો છે એટલે? આહાહાહા ! પરમસ્વભાવભાવ ભગવાન આત્મા, રાગાદિને શમાવતી એ મારું કાર્ય નહીં. અને મારું કાર્ય તો સ્કુરાયમાન ચૈતન્યની શક્તિમાંથી પ્રગટ અવસ્થા, જે રાગને જાણનારી ને પોતાને જાણે Page #21 -------------------------------------------------------------------------- ________________ સમયસાર સિદ્ધિ ભાગ-૪ એ મારું કાર્ય છે. આહાહાહા ! ઓહોહો ! કેવી છે જ્ઞાનજ્યોતિ? પરમ ઉદાત્ત. પરમ આ તો ઉદાત્ત, કોઈને આધીન નથી. આહાહા ! ઓહોહો ! એ રાગને આધીન નથી, એ રાગને આધીન હતી તે છુટયું એમેય નથી કહે છે. એ તો જ્ઞાનસ્વરૂપ ભગવાન, છે એવી પર્યાયમાં પરમ ઉદાત્ત પ્રગટ થઈ છે, કોઈને આધીન નથી. અત્યંત ધીર છે. કોઈ પ્રકારે આકુળતારૂપ નથી. ઓલામાં અર્થ એ કર્યો છે ધીર, ધીર છે, શાશ્વત છે ત્રિકાળી. ભાન આવ્યું ત્રિકાળીનું એમ એ ત્રિકાળી જ્યોતિ, શાશ્વત છે, શાશ્વત છે. ધીર, ધીર, ધીર અત્યંત ધીર છે અને “નિરૂપધિ-પૃથદ્રવ્ય- નિર્માસિ” પરની સહાય વિના, રાગાદિ મંદતાની સહાય વિના, દેવગુરુની શાસ્ત્રની સહાય વિના, આવી વાતું છે! અમૃતના ખજાના ખોલી મુકયા છે. આહાહા ! ભગવાન આત્મા અમૃતના સ્વભાવથી ભરેલો પ્રભુ! એ અત્યંત ઉદાર છે, ઉદાત્ત આધીન નથી-આકુળતા નથી. આહાહાહા ! “નિરૂપધિ-પૃથદ્રવ્ય-નિર્માસિ” પરની સહાય વિના, નિરૂપધિનો અર્થ કર્યો, ઉપધિ નથી એટલે પરની સહાય નથી, પૃથ્થક જુદા જુદા દ્રવ્ય નિર્માસિ, જાદાં જુદાં દ્રવ્યોને પ્રકાશવાનો જેનો સ્વભાવ. આત્મદ્રવ્ય અને રાગાદિ પરદ્રવ્ય, એને જુદાં જુદાં પ્રકાશવાનો જેનો સ્વભાવ. આહાહાહા! વાહ ! પ્રભુ તું કેમ છો કે, તારો સ્વભાવ, તારું સ્વદ્રવ્ય અને આ રાગાદિ પરદ્રવ્ય એને ભિન્ન ભિન્ન પ્રકાશવાનો પ્રભુ તારો સ્વભાવ છે. આહાહા ! પરની સહાય વિના જુદા જુદા દ્રવ્યોને પ્રકાશવાનો, કર્મ દ્રવ્ય પર છે, રાગ પર છે, ભગવાન શાયકસ્વરૂપ સ્વ છે, એમ જુદાં જુદાં દ્રવ્યોને અહીંયા તો બે દ્રવ્ય લીધા. રાગ, પુણ્યપાપના ભાવકર્મ એ બધું પરદ્રવ્ય છે, પરદ્રવ્ય. જુદાં જુદાં દ્રવ્યોને પરની સહાય વિના પ્રકાશવાનો જેનો સ્વભાવ હોવાથી. આહાહાહા! “વિશ્વમ્ સાક્ષાત્ કુર્વત” જે સમસ્ત લોકાલોકને સાક્ષાત્ કરે છે. શ્રુતજ્ઞાનની પર્યાયમાં પણ સાક્ષાત્ કરે છે અને પૂર્ણ જ્ઞાનમાં એ થાય છે ત્યારે પ્રત્યક્ષ સાક્ષાત્ થાય છે. આહાહા ! શ્રુતજ્ઞાનમાં પર્યાયમાં રાગને પરદ્રવ્ય તરીકે જુદાં રાખતાં, સ્વદ્રવ્યને પોતાના સ્વભાવમાં સ્થાપતાં, આહાહાહા! અરેરે! વિશ્વને સાક્ષાત્ કુર્વ બધા પદાર્થને તે પર્યાય જાણવામાં તાકાતવાળી છે, નીચે પરોક્ષ છે કેવળજ્ઞાન થતાં પ્રત્યક્ષ છે. આહાહા ! આવો ઉપદેશ, માણસને પકડવો કઠણ લોકો(ને)બાપુ પણ સત્ય જ આ છે ભાઈ. સત્યને કોઈ કાળ નડતો નથી. એ સત્ય તો સત્ય ત્રિકાળ જેને કાળ નડતો નથી જેને સંયોગ નડતા નથી, જેને સંયોગભાવ અડતા નથી. નડતા નથી ને અડતા નથી. આહાહા ! એવો ચૈતન્ય સ્વભાવી ભગવાન સ્કુરાયમાન વિશ્વને જાણતા વિશ્વ સ્કુરાયમાન થાય છે, સ્વ ને પરને જાણતો સ્કુરાયમાન થાય છે. પરનો કર્તા હતો એ સ્વપરને જાણતા સ્કુરાયમાન થાય છે. આહાહા ! અજ્ઞાનમાં જે રાગ આદિનો કર્તા હતો - દયા, દાન, વ્રત, ભક્તિ જાત્રાનો ભાવ એ શુભ એ મારું કર્તવ્ય છે એમ માનતો એ તો અજ્ઞાન છે ભાઈ ! તને ખબર નથી એ બે દ્રવ્યનો કર્તા થયો. તારો અને એનો બે થઈને તું કર્તા થયો. આહાહાહા! આવી વાત છે. આમાં તો ધીરાનું કામ છે ભાઈ, એક શ્લોક તો જુઓ આ દિગંબર સંતો! આહાહાહા ! Page #22 -------------------------------------------------------------------------- ________________ શ્લોક–૪૬ તે હજાર વર્ષ પહેલાં થયાં છે, ભગવાન પછી તો પંદરસો વર્ષ, હૈં? છતાં, અમૃત રેડયા છે, દિગંબર સંત ! આહાહા! એક એક અક્ષરમાં એક-એક શબ્દમાં એનું વાચ્ય અલૌકિક છે. આહાહા ! આ માંગલિક કર્યું, કર્તાકર્મ અધિકાર શરૂ કરતાં, જે અજ્ઞાનપણે રાગ ને જડ કર્મનો કર્તા માનતો હતો, માનતો હતો, એથી માને એ રીતે કાંઈ સ્વભાવમાં નહોતું, શું કીધું ઈ ? સ્વભાવમાં એ માન્યતા નહોતી, માનતો તો એ અજ્ઞાની. રાગ મારું કાર્ય છે, વ્યવહા૨૨ત્નત્રય દયા, દાન, દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધા, પંચમહાવ્રતના પરિણામ એ બધો રાગ છે, એ રાગ મારું કાર્ય છે, એમ એ ( અજ્ઞાની ) માનતો હતો, માન્યતા એ કાંઈ સ્વભાવમાં નહોતી. સ્વભાવ તો એ માન્યતાથી ૫૨ ભિન્ન છે. આહાહાહા ! સમજાણું કાંઈ ? આહાહાહા ! એ એક સ્વભાવનો કર્તા હતો, બે નહીં એક માનતો હતો અજ્ઞાની, એ એક મારા સ્વભાવનો કર્તા એ ૫૨નો નહીં, એમ જ્ઞાન સ્ફુરાયમાન થયું અને સ્ફુરાયમાન થતાં વિશ્વને સાક્ષાત્ કર્યું. વિશ્વ નામ સમસ્ત પદાર્થ. પોતાને જાણ્યો, વિશ્વને પણ જાણ્યું એમ કીધું, જે વિશ્વ નામ ૫૨ કાર્ય તરીકે માનતો હતો. એ વિશ્વને જાણવા તરીકે પ્રત્યક્ષ કર્યું. આહાહા ! કહો રાજમલ્લજી ! આવી વાતું છે. આહાહા ! ઓહોહો ! આવી વાત તો અબજો રૂપિયા આપે તોય મળે એવું નથી. આ એવી ચીજ છે. આહાહા ! અત્યારે તો બહુ ગ૨બડી થઈ ગઈ છે બહુ ગરબડી થઈ છે પ્રભુ. આહાહા ! કુંદકુંદાચાર્યની ગાથા એનો અર્થ કરવા પહેલાં અમૃતચંદ્રાચાર્યે આ માંગલિક કર્યું. ઘણું ભર્યું એક કળશમાં ઘણું ભર્યું. એક ગાથામાં ને એક પદમાં ઘણું ભરે છે. શ્રીમમાં આવે છે ને ? જ્ઞાનીના એક વાક્યમાં અનંત આગમ રહ્યાં છે. શ્રીમમાં આવે છે, જ્ઞાનીના એક વાક્યમાં અનંત અનંત આગમ રહ્યા છે. સાચી વાત છે, એની ખીલવટ કરતાં કરતાં કર્તા તો પાર ન આવે એવા ભાવ ભર્યા છે અંદર, એક એક શ્લોકમાં ને એક એક પદમાં. આહાહા ! ભાવાર્થ:- આવો જ્ઞાનસ્વરૂપ આત્મા છે, એવું જ્ઞાનસ્વરૂપ આત્મા છે. રાગનો કર્તા છે નહિ, જ્ઞાનસ્વરૂપ આત્મા છે. તે ૫૨દ્રવ્ય તથા ૫રભાવોના બેય લીધું એમાં, ઓલામાં કોપાદય નાખ્યું છે ને પાછું ૫૨દ્રવ્ય કર્મ આદિ પરભાવ-પુણ્ય-પાપના ભાવ, એ કર્તાપણાના અજ્ઞાનને દૂર કરી, કેમ કે એ તો જ્ઞાન સ્વરૂપ પ્રભુ છે, એ ૫૨દ્રવ્ય અને રાગાદિના કર્તાપણાને દૂર કરી, પોતે પ્રગટ પ્રકાશમાન થાય છે, પર્યાયમાં પ્રકાશમાન થાય છે. શક્તિરૂપે તો હતો પણ પર્યાયમાં પ્રગટ પ્રકાશમાન થાય છે. સમ્યગ્દર્શનજ્ઞાનમાં પ્રકાશમાન થાય છે અને પૂર્ણ કેવળજ્ઞાનમાં પ્રકાશમાન થાય છે. આહાહા ! આકરું કામ બહુ બાપુ. : હૃ (5) Page #23 -------------------------------------------------------------------------- ________________ સમયસાર સિદ્ધિ ભાગ-૪ ( २॥ - 5८-७० HTTPTYPTrrrrrry जाव ण वेदि विसेसंतरं तु आदासवाण दोण्हं पि। अण्णाणी ताव दु सो कोहादिसु वट्टदे जीवो।।६९।। कोहादिसु वटुंतस्स तस्स कम्मस्स संचओ होदि। जीवस्सेवं बंधो भणिदो खलु सव्वदरिसीहिं।।७०।। यावन्न वेत्ति विशेषान्तरं त्वात्मास्रवयोर्द्वयोरपि। अज्ञानी तावत्स क्रोधादिषु वर्तते जीवः ।।६९।। क्रोधादिषु वर्तमानस्य तस्य कर्मणः सञ्चयो भवति। जीवस्यैवं बन्धो भणित: खलु सर्वदर्शिभिः।।७०।। यथायमात्मा तादात्म्यसिद्धसम्बन्धयोरात्मज्ञानयोरविशेषाद्रेदम पश्यन्नविशङ्कमात्मतया ज्ञाने वर्तते,तत्र वर्तमानश्च ज्ञानक्रियायाः स्वभावभूतत्वेना-प्रतिषिद्धत्वाज्जानाति, तथा संयोगसिद्धसम्बन्धयोरप्यात्मक्रोधाद्यासवयोः स्वयमज्ञानेन विशेषमजानन् यावद्भेदं न पश्यति तावदशङ्कमात्मतया क्रोधादौ वर्तते, तत्र वर्तमानश्च क्रोधादिक्रियाणां परभावभूतत्वात्प्रतिषिद्धत्वेऽपि स्वभावभूतत्वाध्यासात्क्रुध्यति रज्यते मुह्यति चेति। तदत्र योऽयमात्मा स्वयमज्ञानभवने ज्ञानभवनमात्रसहजोदासीनावस्थात्यागेन व्याप्रियमाण: प्रतिभाति स कर्ता; यत्तु ज्ञानभवनव्याप्रियमाणत्वेभ्यो भिन्नं क्रियमाणत्वेनान्तरुत्प्लवमानं प्रतिभाति क्रोधादि तत्कर्म। एवमियमनादिरज्ञानजा कर्तृकर्मप्रवृत्तिः। एवमस्यात्मन: स्वयमज्ञानात्कर्तृकर्मभावेन क्रोधादिषु वर्तमानस्य तमेव क्रोधादिवृत्तिरूपं परिणाम निमित्तमात्रीकृत्य स्वयमेव परिणममानं पौद्गलिकं कर्म सञ्चयमुपयाति। एवं जीवपुद्गलयो: परस्परावगाहलक्षणसम्बन्धात्मा बन्धः सिध्येत्। स चानेकात्मकैकसन्तानत्वेन निरस्तेतरेतराश्रयदोष: कर्तृकर्मप्रवृत्तिनिमित्तस्याज्ञानस्य निमित्तम्। હવે, જ્યાં સુધી આ જીવ આસવના અને આત્માના વિશેષને (તફાવતને) જાણે નહિ ત્યાં સુધી તે અજ્ઞાની રહ્યો થકો, આસવોમાં પોતે લીન થતો, કર્મોનો બંધ કરે છે એમ ગાથામાં કહે છે - આત્મા અને આસ્રવ તણો જ્યાં ભેદ જીવ જાણે નહીં, ક્રોધાદિમાં સ્થિતિ ત્યાં લગી અજ્ઞાની એવા જીવની. ૬૯. જીવ વર્તતાં ક્રોધાદિમાં સંચય કરમનો થાય છે, સહુ સર્વદર્શી એ રીતે બંધન કહે છે જીવને. ૭૦. Puथार्थ:- [ जीव: ] 04 [ यावत् ] भ्यां सुधा [ आत्मास्रवयोः द्वयोः अपि तु] Page #24 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૬૯-૭૦. આત્મા અને આસવ-એ બન્નેના [ વિશેષાન્તરં]તફાવત અને ભેદને [ન વેરિ] જાણતો નથી [તાવત્]ત્યાં સુધી[સ:]n[ અજ્ઞાન] અજ્ઞાની રહ્યો થકો [ોઘાવિષ] ક્રોધાદિક આસવોમાં [વર્તત] પ્રવર્તે છે; [ ક્રોધાવિષ] ક્રોધાદિકમાં [વર્તમાન ત] વર્તતા તેને [ વર્મા:] કર્મનો [ સર્ચય:] સંચય [ મવતિ] થાય છે. [ રવ7] ખરેખર [ā] આ રીતે [નીવરા] જીવને [વશ્વ:] કર્મોનો બંધ [સર્શિfમ:] સર્વશદેવોએ [ મળત:] કહ્યો છે. ટીકા - જેમ આ આત્મા, જેમને તાદાભ્યસિદ્ધ સંબંધ છે એવાં આત્મા અને જ્ઞાનમાં વિશેષ (તફાવત, જુદાં લક્ષણો) નહિ હોવાથી તેમનો ભેદ (જુદાપણું) નહિ દેખતો થકો, નિઃશંક રીતે જ્ઞાનમાં પોતાપણે વર્તે છે, અને ત્યાં ( જ્ઞાનમાં પોતાપણે) વર્તતો તે, જ્ઞાનક્રિયા સ્વભાવભૂત હોવાને લીધે નિષેધવામાં આવી નથી માટે, જાણે છે-જાણવારૂપ પરિણમે છે, તેવી રીતે જ્યાં સુધી આ આત્મા, જેમને સંયોગસિદ્ધ સંબંધ છે એવા આત્મા અને ક્રોધાદિ આસવોમાં પણ, પોતાના અજ્ઞાનભાવને લીધે, વિશેષ નહિ જાણતો થકો તેમનો ભેદ દેખતો નથી ત્યાં સુધી નિઃશંક રીતે ક્રોધાદિમાં પોતાપણે વર્તે છે, અને ત્યાં (ક્રોધાદિમાં પોતાપણે) વર્તતો તે, જોકે ક્રોધાદિ ક્રિયા પરભાવભૂત હોવાથી નિષેધવામાં આવી છે તોપણ તે સ્વભાવભૂત હોવાનો તેને અધ્યાસ હોવાથી, ક્રોધરૂપ પરિણમે છે, રાગરૂપ પરિણમે છે, મોહરૂપ પરિણમે છે. હવે અહીં, જે આ આત્મા પોતાના અજ્ઞાનભાવને લીધે, “જ્ઞાનભવનમાત્ર જે સહજ ઉદાસીન (જ્ઞાતાદેષ્ટામાત્ર) અવસ્થા તેનો ત્યાગ કરીને અજ્ઞાનભવનવ્યાપારરૂપ અર્થાત્ ક્રોધાદિવ્યાપારરૂપ પ્રવર્તતી પ્રતિભાસે છે તે કર્તા છે; અને જ્ઞાનભવનવ્યાપારરૂપ પ્રવર્તનથી જુદાં, જે ક્રિયમાણપણે અંતરંગમાં ઉત્પન્ન થતાં પ્રતિભાસે છે, એવાં ક્રોધાદિક તે, (તે કર્તાનાં) કર્મ છે. આ પ્રમાણે અનાદિ કાળની અજ્ઞાનથી થયેલી આ (આત્માની) કર્તાકર્મની પ્રવૃત્તિ છે. એ રીતે પોતાના અજ્ઞાનને લીધે કર્તાકર્મભાવ વડે ક્રોધાદિમાં વર્તતા આ આત્માને, તે જ ક્રોધાદિની પ્રવૃત્તિરૂપ પરિણામને નિમિત્ત માત્ર કરીને પોતે પોતાના ભાવથી જ પરિણમતું પૌલિક કર્મ એકઠું થાય છે. આ રીતે જીવ અને પુદ્ગલનો, પરસ્પર અવગાહ જેનું લક્ષણ છે એવા સંબંધરૂપ બંધ સિદ્ધ થાય છે. અનેકાત્મક હોવા છતાં (અનાદિ) એક પ્રવાહ૫ણે હોવાથી જેમાંથી ઇતરેતરાશ્રય દોષ દૂર થયો છે એવો તે બંધ, કર્તાકર્મની પ્રવૃત્તિનું નિમિત્ત જે અજ્ઞાન તેનું નિમિત્ત છે. ભાવાર્થ- આ આત્મા, જેમ પોતાના જ્ઞાનસ્વભાવરૂપ પરિણમે છે તેમ જ્યાં સુધી ક્રોધાદિરૂપ પણ પરિણમે છે, જ્ઞાનમાં અને ક્રોધાદિમાં ભેદ જાણતો નથી, ત્યાં સુધી તેને કર્તાકર્મની પ્રવૃત્તિ છે; ક્રોધાદિરૂપ પરિણમતો તે પોતે કર્તા છે અને ક્રોધાદિ તેનું કર્મ છે. વળી અનાદિ અજ્ઞાનથી તો કર્તાકર્મની પ્રવૃત્તિ છે, કર્તાકર્મની પ્રવૃત્તિથી બંધ છે અને તે ૧. ભવન = થવું તે; પરિણમવું તે; પરિણમન. ૨. ક્રિયમાણ = કરાતું હોય તે. Page #25 -------------------------------------------------------------------------- ________________ ૧૦ સમયસાર સિદ્ધિ ભાગ-૪ બંધના નિમિત્તથી અજ્ઞાન છે; એ પ્રમાણે અનાદિ સંતાન (પ્રવાહ) છે, માટે તેમાં ઇતરેતરઆશ્રય દોષ પણ આવતો નથી. આ રીતે જ્યાં સુધી આત્મા ક્રોધાદિ કર્મનો કર્તા થઈ પરિણમે છે ત્યાં સુધી કર્તાકર્મની પ્રવૃત્તિ છે અને ત્યાં સુધી કર્મનો બંધ થાય છે. પ્રવચન નં. ૧૪૪ ગાથા ૬૯-૭૦ તા. ૨૪/૧૧/૭૮ હવે જ્યાં સુધી આ જીવ આમ્રવના અને આત્માના વિશેષને જાણે નહીં, શું કહે છે ? ભગવાન આત્મા આનંદ ને જ્ઞાનસ્વરૂપ અને પુણ્ય-પાપ દયા, દાન, વ્રત, ભક્તિના પરિણામ એ આસ્રવ છે. આહાહાહા ! એ પરદ્રવ્ય છે, એ પરભાવ છે, એવા જીવ અને આસવના ને આત્માના વિશેષને આ જીવ, આસવના ને આત્માના તફાવતને ન જાણે, એ પુણ્ય ને પાપનો ભાવ તે આસ્રવ છે અને ભગવાન આત્મા જ્ઞાનાનંદ સ્વરૂપ છે, એ બેના તફાવતને ન જાણે, બેની જાતની જુદી જાતને ન જાણે, ત્યાં સુધી એ અજ્ઞાની રહ્યો થકો, આસ્રવમાં પોતે લીન થતો, કેમ કે બેની જુદાઈને જાણી નહીં, એટલે એને એક માન્યા એટલે આસ્રવમાં લીન થઈ આ રાગાદિમાં લીન થયો થકો અજ્ઞાની કર્મોનો બંધ કરે છે. આહાહા ! એમ ગાથામાં કહે છે. जाव ण वेदि विसेसंतरं तु आदासवाण दोण्हं पि। अण्णाणी ताव दु सो कोहादिसु वट्टदे जीवो।।६९।। कोहादिसु वटुंतस्स तस्स कम्मस्स संचओ होदि। जीवस्सेवं बंधो भणिदो खलु सव्वदरिसीहिं।।७०।। બે કીધાં, જોયું? આસ્રવ ને આત્મા બેય એક થઈ ગયા. “કમ્મસ્સ સંચઓ હોદિ ત્રિલોકનાથ સર્વજ્ઞ પરમાત્મા, જિનેશ્વરદેવે એ અજ્ઞાનીને બંધનું કારણ છે એમ કહ્યું. આહાહા ! એની ટીકા. જેમ આ જ આત્મા, જેમ આ આત્મા, જેમને તાદામ્યસિદ્ધ સંબંધ છે, જેને તરૂપ સ્વભાવ સાથે આત્માને સંબંધ છે, એવા આત્મામાં અને જ્ઞાનમાં, આત્મા અને જ્ઞાન બે(યને ) તાદાભ્ય સંબંધ છે. અગ્નિ ને ઉષ્ણતાનો તાદાભ્ય સંબંધ છે, એમ ભગવાન આત્માને અને જાણક ગુણ સ્વભાવને તાદામ્ય સંબંધ છે, તરૂપ સંબંધ છે. એ આત્મા ને જ્ઞાન બેય એક જ ચીજ છે. રાગ, દયા, દાન, વ્રત, ભક્તિના પરિણામ એ પરદ્રવ્ય છે. આહાહા ! ' અરે આવી વાતું છે, આકરું કામ બાપુ ભાઈ ! પછી લોકો આમ બહાર આવે ને વાત, (એટલે કહે) એય એકાંત છે એકાંત છે. કરો પ્રભુ! મારગ તો આ છે બાપુ. શું થાય? શરૂઆતનો મારગ આ છે, શરૂઆતનો હોં? આહાહા ! ઓલા કહે કે વ્યવહાર કરી પહેલાં પછી નિશ્ચય થશે, રાગ કરો પછી અરાગપણું પ્રગટશે એમ કહે છે. એમ વસ્તુ સ્વરૂપ ભગવાનના સ્વભાવમાં નથી. છે? એ આત્મા જ્યાં સુધી આ આત્મા, જેમને તરૂપે તે રૂપે સ્વભાવરૂપે સંબંધ છે એવા આત્મા ને જ્ઞાનમાં તફાવત જુદાં લક્ષણો નહિ હોવાથી તેમનો ભેદ નહિ દેખતો, જ્ઞાન અને આત્મા બે તરૂપે છે, તેથી તેનો ભેદ Page #26 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૬૯-૭૦. ૧૧ નહિ દેખતો, એમ કેમ કહ્યું કે આમ જ્ઞાન અને આત્મા એટલે જાણે બે થઈ ગયા? એમ નથી. જ્ઞાન અને આત્મા તરૂપે એક સંબંધ છે. એમ જેણે, તેમનો ભેદ નહિ દેખતો સમ્યગ્દષ્ટિ જીવ, ધર્મની પહેલી સીઢીવાળો જીવ, એમ કે આમ આત્મા ને આ જ્ઞાન છે એમ જણાય ને? જ્ઞાન તે આત્મા, પણ તેથી તે જ્ઞાન અને આત્મા બેય જુદા નથી, તદરૂપ છે. આવું છે, તાદામ્યસિદ્ધ સંબંધ છે. તાદામ્ય સંબંધ છે એમ ન લીધું. તાદામ્યસિદ્ધ સંબંધ છે, ચોક્કસ તે સંબંધ છે. ભગવાન (આત્મા) અને જ્ઞાન, આત્મા ને જ્ઞાન તરૂપસિદ્ધ સંબંધ છે. ચોક્કસ થયેલો તરૂપ સંબંધ છે. “એવો આત્મા ને જ્ઞાનમાં તફાવત, જાદા નહિ જાણતો જ્ઞાની” “તેમનો ભેદ નહિ દેખતો નિઃશંક રીતે જ્ઞાનમાં પોતાપણે વર્તે છે” એ કેમ કહ્યું? કે જ્ઞાન આ જાણવું જ્ઞાન અને આત્મા, જ્ઞાન આ શાસ્ત્રનું જ્ઞાન એ નહિ, અંદર જે જ્ઞાન અને આત્મા બે તદરૂપ છે. એથી જ્ઞાની એને જ્ઞાનમાં નિઃશંક રહે છે, એ આત્મામાં નિઃશંક રહ્યો છે. આત્મા નિઃશંક રીતે જ્ઞાનમાં પોતાપણે વર્તે છે. આહાહા! ધર્મી જીવ, સમ્યગ્દષ્ટિ જીવ, જ્ઞાન ને આત્મા તાદાભ્ય માનતો, જ્ઞાનમાં નિ:શંકપણે વર્તે છે, એ આત્મા જ વર્તે છે. નિઃશંક રીતે જ્ઞાનમાં, એમ કે વળી આ જ્ઞાન ને આમ આત્મા બે થઈ ગયા ને? માટે જુદાં છે ઈ? ના-ના, જ્ઞાન ને આત્મા બેય એક જ વસ્તુ છે. તાદામ્ય સ્વરૂપ છે, તેથી તે જ્ઞાનમાં નિઃશંકપણે વર્તતો, કેમ કે જ્ઞાન ને આત્મા તાદામ્ય છે. નિઃશંક રીતે જ્ઞાનમાં પોતાપણે વર્તતો ભાષા છે. જ્ઞાન એ હું છું, જાણક જાણક પ્રકાશનું પૂર-નૂર, જાણકસ્વભાવ તે હું છું એમ નિઃશંક રીતે પોતાપણે વર્તે છે. જ્ઞાનમાં પોતાપણે વર્તે છે, જ્ઞાન તે આત્મા એમ નિઃશંક છે, માટે તે જ્ઞાનમાં નિઃશંકપણે પોતાપણે વર્તે છે. અરે, આવો મારગ હવે, અને ત્યાં જ્ઞાનમાં પોતાપણે વર્તતો, તે જ્ઞાનક્રિયા દેખો હવે પોતાપણે વર્તતો કીધું ને? આ જ્ઞાન, જ્ઞાન ને આત્મા તદરૂપ છે તેથી જ્ઞાનમાં નિઃશંકપણે પોતાપણે વર્તતો, વર્તતો ત્યાં પર્યાય થઈ ગઈ, એ જ્ઞાન ક્રિયા થઈ એ જ્ઞાનની ક્રિયા. “તે જ્ઞાનક્રિયા સ્વભાવભૂત હોવાને લીધે” જ્ઞાન ને આત્મા એ તદરૂપ હોવાથી નિઃશંકપણે જ્ઞાનમાં વર્તતા પોતાપણે વર્તે છે, તેથી તે જ્ઞાનક્રિયા સ્વભાવભૂત હોવાને લીધે, એ જ્ઞાનમાં એકાગ્રતા, એવી જે જ્ઞાનક્રિયા, એ સ્વભાવભૂત હોવાને લીધે નિષેધવામાં આવી નથી. એ જ્ઞાનક્રિયા નિષેધવામાં આવી નથી. આહાહાહા! (શ્રોતા- વિકારી ક્રિયા નિષેધવામાં આવી છે.) એ પછી કહેશે. રાગ જે ક્રિયા રાગ, દયા, દાન, વ્રત, ભક્તિ આદિના પરિણામ એ રાગની ક્રિયા છે, તેને નિષેધવામાં આવી છે. કહ્યું” તું ને તે દિ' ઘણાં વર્ષ પહેલા ચોટીલા ગુલાબચંદજી હતા. ઘણાં વર્ષની દીક્ષા તે દિ' હતી, રતનચંદજીના ગુરુ, ભેગા થઈ ગયા તો બહુ ખુશી થયા ને પછી ખાનગી વાત હાલી. મેં કીધું જો ભાઈ જ્ઞાનક્રિયાભ્યામ મોક્ષ શું છે? એ જ્ઞાન એટલે શાસ્ત્રનું જ્ઞાન ને ક્રિયા એટલે આ રાગની એમ નહિ. તે દિ' તો હજી આમાં (સ્થાનકવાસીમાં) હતા ને ભેગાં ઉતર્યા'તા ચોટીલા. ત્યારે ? જ્ઞાન એટલે આત્માનું જ્ઞાન અને તેમાં એકાગ્રતા એ જ્ઞાનની ક્રિયા, એ ક્રિયા ધર્મનું કારણ, મોક્ષનું કારણ છે. સાચી વાત છે કહે કબુલ્યું. પણ હવે જાવું ક્યાં વાડા મુકાય નહીં મારી નાખ્યાં. “મૂર્તિ શાસ્ત્રમાં છે એમ કબુલ્યું, સ્થાનકવાસી, બત્રીસ સૂત્રમાં મૂર્તિની પૂજા ને મૂર્તિ છે. છે એ સાચી વાત છે કહે, શું કરવું? અમને તો નિઃશંક, શંકા શંકા શંકા શિષ્ય જોશે તો આમાં મૂર્તિ Page #27 -------------------------------------------------------------------------- ________________ ૧૨ સમયસાર સિદ્ધિ ભાગ-૪ છે તો અમને નહિ માને એમ બોલ્યાં બિચારા ૫૫ વર્ષની દીક્ષા હતી, તે દિ' પછી વધી હશે. આકરું કામ બાપુ બહુ. માન મૂકવું! મારી ભૂલ છે આ, આ મારગ નથી એય. અહીંયા એ કહે છે જુઓ. એ જ્ઞાનક્રિયા, જ્ઞાનક્રિયા એટલે શું? કે આત્મા ને જ્ઞાન, જેમ સાકર અને ગળપણ તકરૂપે છે મીઠાશ, એમ ભગવાન ને જ્ઞાન તરૂપે છે, માટે આત્મામાં એકાગ્ર ન કહેતાં જ્ઞાનમાં એકાગ્ર થઈ એ જ્ઞાનક્રિયા એ ધર્મનું કારણ એ મોક્ષનું કારણ છે. અહીંયા અત્યારે તો બસ આ આત્માનું મૂકીને વાત, સમ્યગ્દર્શન ને જ્ઞાન નહિં ફક્ત વ્રત કરો ને તપ કરો ને અપવાસ કરો, ભક્તિ કરો, પૂજા કરો, અરે પ્રભુ! એ તો રાગને આસવની ક્રિયા છે, એ કાંઈ આત્માની ધાર્મિક ક્રિયા નથી. આકરું કામ બહુ બાપુ. ભાષા કેવી વાપરી છે જુઓ ને? જ્ઞાનક્રિયા એટલે જ્ઞાયકસ્વરૂપ જે ભગવાન એમાં નિ:શંકપણે વર્તતા જે પરિણતિ થઈ એ જ્ઞાન ક્રિયા છે. આહાહા! એ ૮૨ માં આ વાત થઈ હતી તમારે લોકાશાનો ઉપાશ્રય છે ને ત્યાં ઉતર્યા'તા અમે પહેલાં ૮૨-૮૨ તમે તે દિ’ નહિ, ૮૨ ની સાલ કેટલા થયા? ૪૨ વરસ થયા? હૈં? ત્રેપન-ત્રેપન વરસ થયા. બીયાસીની સાલ. એ તારાચંદભાઈ હતા ને વારિયા, એ કહે કે મહારાજ આમાં આ બધું તમે તો કહો છો કે રાગ છે એ આત્માનો નહિ. રાગ દયા, દાન, વ્રતનો રાગ એ તો પુણ્યબંધનું કારણ, આ તો લોકોને આકરું પડશે ધર્મ, લોકાશાના અપાસરે વાત થઈ'તી પહેલાં ૮૨ની સાલમાં આવેલા. ૧૮ ને ૩પ (ત્રેપન ) પ૩ થયા નહિ? (ત્રેપન) પ૩ કીધું તમે જુઓ, એ પુનાતર? તમારા પુનાતર તરફથી નથી, જ્ઞાનસાગર તમારા પુનાતર તરફથી છપાયેલું છે. જુઓ એમાં કીધું. મનની સરળતા, કાયાની સરળતા, વચનની સરળતા, અવિસંવાદ એ ભાવ શુદ્ધ એ નામકર્મ બંધનું કારણ છે. નથી? તમારા પુનાતર તરફથી જુઓ આમાં ! આ તો ૮૨ ની સાલની વાત છે કારણ એ બધા ક્રિયા કિયા ક્રિયા કર્યા જ કરે આ પોષાઓ કરે ને ચૌદસ પૂનમ આવે ત્યારે આવે વહેલા ચૌદસની સાંજથી આવે વહેલા અને પોષા કરે. વીરજીભાઈ ને એ બેય હાં આ તે દિ' આ એક આવ્યા'તા ભાઈ એ ક્રિયા નહિં બાપુ. આહાહા ! આહાહા ! ભગવાન આત્મા વસ્તુ છે, તેનો કોઈ સ્વભાવ ત્રિકાળ રહેનારો હોય કે નહિ? જેમ પોતે ત્રિકાળ છે પ્રભુ તો એનો જ્ઞાનસ્વભાવ ગુણ ત્રિકાળ છે. તરૂપે એ જ્ઞાનની ક્રિયા સ્વભાવભૂત પ્રગટ થાય, રાગથી ભિન્ન પડી અને જ્ઞાનમાં નિઃશંકપણે વર્તે ત્યારે આત્મા ને જ્ઞાન બે થયા, ગુણ ને ગુણી અભેદ એમાં નિઃશંકપણે વર્તે તે પર્યાય થઈ. દ્રવ્ય, ગુણ ને પર્યાય ત્રણેય આવી ગયા. આત્મા વસ્તુ તેનો જ્ઞાન તાદાભ્ય ગુણ ત્રિકાળ એ જ્ઞાનમાં નિઃશંકપણે વર્તતા તે આત્મા જ વર્તે છે. કારણકે આત્મા ને શાન એક છે, જ્ઞાનમાં નિઃશંકપણે વર્તતા જે જ્ઞાનક્રિયા થઈ, એ સ્વભાવભૂત હોવાથી એ તો સ્વભાવભૂત છે ક્રિયા. જે સ્વભાવમાં હતી શક્તિ તે પર્યાયમાં જ્ઞાનરૂપે પરિણમી શ્રદ્ધારૂપે, શાંતિરૂપે એ જ્ઞાનક્રિયા સ્વભાવભૂત હોવાને લીધે નિષેધવામાં, એ ક્રિયા નિષેધવામાં આવી નથી, એ ક્રિયા તો હોય છે. માટે જાણે છે, જાણવારૂપે પરિણમે છે. એ જાણ નક્રિયા એ જ્ઞાનમાં નિઃશંકપણે વર્તતા જે ક્રિયા થઈ એ જાણ નક્રિયા નિષેધવામાં આવી નથી. પણ તે જાણવારૂપે પરિણમે છે માટે જાણવારૂપે પરિણમે છે તે સ્વભાવભૂત ક્રિયા છેરાગરૂપે પરિણમતો નથી, પણ જાણવારૂપે પરિણમે એ જ્ઞાનક્રિયારૂપ સ્વભાવ છે. આહાહાહા ! Page #28 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૬૯-૭૦. ૧૩ આટલો બધો આંતરો ફેર ક્યાં પાડવો? બહુ ગરબડ અત્યારે, અત્યારે તો આ દેશ સેવા કરો ને ભગવાનની સેવા કરો ને આ કરો ને આ કરો. અરરર! (શ્રોતાઃ- આ જ્ઞાન ક્રિયાભ્યામ મોક્ષ) આ જ્ઞાનક્રિયાભ્યામ્ મોક્ષ, એ નિષેધવામાં આવી નથી. માટે તે, છે? જાણે છે, જાણવારૂપે પરિણમે છે, એમ જાણે છે એટલે, જાણવાની ક્રિયા, જાણવાની ક્રિયા, જાણે છે, એટલે કે જાણવાપણે પરિણમે છે. આહાહાહા ! દ્રવ્ય જે આત્મા એનો જ્ઞાનગુણ ને ત્રિકાળ તાદાભ્યરૂપ તેથી જ્ઞાનમાં નિઃશંક વર્તતા તે આત્મામાં જ વર્તે છે. અને નિ:શંકપણે વર્તતા જે ક્રિયા જાણવાપણે થઈ તે પણે ઈ પરિણમ્યો છે. એ દ્રવ્ય, ગુણ તે પર્યાયપણે પરિણમ્યો છે, એ પરિણમન છે તે ધર્મક્રિયા છે. આહાહાહા! સમજાણું કાંઈ? આહા! માટે જાણવારૂપે પરિણમે છે, લ્યો! “તત્ર વર્તમાનશ્ચ જ્ઞાનક્રિયાયા:સ્વભાવમૂતત્ત્વનાપ્રતિષિદ્ધત્વીજ્ઞાનાતિ” જોયું? અપ્રતિષિદ્ધત્વાજાનાતિ બસ લ્યો! જાણે છે એટલો જ શબ્દ છે ને? શું કહ્યું? કે આત્મા ને જ્ઞાન બે તદરૂપે છે, તેથી જ્ઞાનમાં નિ:શંકપણે વર્તતા તે આત્મામાં જ વર્તે છે. કારણ બેય એક છે, એ નિઃશંકપણે વર્તતા જાણપણારૂપે જે પરિણમન થયું એ સ્વભાવિકક્રિયા ધાર્મિક છે, શુદ્ધ પરિણમન છે તે ધાર્મિક | ક્રિયા છે તેને નિષેધવામાં આવી નથી, તેને તે આ ક્રિયા ને પરિણતિ છે માટે નિષેધ પર્યાય એમ નથી, પર્યાય થઈને ? એમ કે પર્યાય થઈ ને? માટે નિષેધ, એમ નથી. પર્યાય એ શુદ્ધ પરિણમના છે માટે નિષેધવામાં આવી નથી. એમ કે ક્રિયા તો થઈ, પર્યાય તો થઈ, તો નિષેધ તો, પર્યાયનો નિષેધ છે કે નહિ? એ દ્રવ્યદૃષ્ટિમાં પર્યાય આવતી નથી, દ્રવ્ય દૃષ્ટિ એને ઘરે પણ એની પરિણતિ જે છે એ તો સ્વભાવભૂત ક્રિયા છે. આહાહા ! માટે તેને નિષેધવામાં આવી નથી. વિશેષ કહેશે(શ્રોતા:- પ્રમાણ વચન ગુરુદેવ.) પ્રવચન ન. ૧૪૫ ગાથા-૬૯-૭૦ તા. ૨૫/૧૧/૭૮ શનિવાર કારતક વદ-૧૦ શ્રી સમયસાર - ૬૯૭૦ ગાથા : કર્તાકર્મ અધિકાર. અહીં સુધી આવ્યું છે. જાણવારૂપે પરિણમે છે. શું કહ્યું? કે જે આ આત્મા છે અને તેનો સ્વભાવ જે જ્ઞાન છે તે જ્ઞાન અને આત્માને તાદાભ્યસંબંધ છે, અભેદ સંબંધ છે, તદરૂપ સંબંધ છે. એથી જે કોઈ પ્રાણી અંતરમાં જ્ઞાનમાં એકાગ્ર થઈ નિઃશંકપણે “જ્ઞાન તે હું” એમ અંતરમાં વર્તે એને જાણનક્રિયા શુદ્ધ સ્વાભાવિક ક્રિયા પ્રગટ થાય તે ક્રિયા ધાર્મિક ક્રિયા છે. આવી વાત છે. આ આત્મા અને જ્ઞાન, જાણવું એ જ્ઞાન એટલે આ શાસ્ત્રનું જ્ઞાન એ નહીં. અંદર જ્ઞાન સ્વભાવ, સ્વભાવવાન આત્મા અને એનો જ્ઞાન સ્વભાવ તે તરૂપ સંબંધ છે માટે જ્ઞાનમાં પોતાપણે વર્તતો નિઃશંકપણે જ્ઞાનમાં વર્તતો, જે જ્ઞાનની ક્રિયા નિર્મળ થાય એ સ્વભાવભૂત છે તે ક્રિયા નિષેધવામાં આવી નથી. આહાહાહા ! આવી વાતું ઝીણી. વીતરાગ મારગ...... કેમકે એ આત્મા જ્ઞાન સાથે તાદામ્ય સ્વરૂપ એ વીતરાગી જ્ઞાન છે ત્રિકાળ. વીતરાગી દ્રવ્ય સ્વભાવ છે. એવા જ્ઞાનમાં એટલે સ્વભાવમાં નિઃશંકપણે પોતાપણે જ્ઞાનમાં વર્તતો જે જ્ઞાનની ક્રિયા સ્વભાવભૂત પ્રગટ થાય તે ક્રિયાનો નિષેધ નથી, એ તો એની ક્રિયા છે, સ્વ Page #29 -------------------------------------------------------------------------- ________________ ૧૪ સમયસાર સિદ્ધિ ભાગ-૪ સ્વભાવની, એને અહીંયા ધાર્મિક ક્રિયા કહેવામાં આવે છે. આમાં ક્યાં પકડવું શું? અનંત કાળથી ખબર વિના એ રખડે છે. આમ બે વાત કરી'તી હમણાં પૂછયું'તું, પાછું વિશેષ અંતર છે ને? શબ્દમાં વિશેષ અંતર જાણતો એટલે વિશેષ એટલે તફાવત લક્ષણ અને અંતર એટલે તેમનો ભેદ એમ, બે. આત્મા અને જ્ઞાન એની વિશેષ નામ તફાવત જુદાં લક્ષણો અને તેનો ભેદ નહિ જાણતો આહાહા ! આવી વાતું હવે ! એ જ્ઞાન સ્વભાવ ભગવાન આત્મા અને જ્ઞાનમાં ને આત્મામાં તફાવત ને જુદાં લક્ષણ ન જાણતો, તેથી તેને ભેદ નહિ દેખતો, આહાહાહા ! એ જ્ઞાનસ્વભાવ જે ભગવાન આત્મા એમાં પોતાપણે એટલે આત્મા જેમ પોતે છે પોતાપણે એમ જ્ઞાન પણ પોતાપણે છે કેમકે જ્ઞાન અને આત્મા બેય તન્મય છે. એ જ્ઞાન સ્વભાવ જે છે, તેમાં પોતાપણે નિ:શંકપણે આત્મા ને જ્ઞાનમાં જુદાપણું નથી, તેથી ભેદ નથી. એમ આત્માના જ્ઞાનસ્વભાવમાં નિઃશંકપણે પોતાપણે “આ હું છું' એમ વર્તતો, તે ક્રિયા જ્ઞાન સ્વભાવિક નિર્મળ ક્રિયા, રાગ વિનાની વીતરાગી ક્રિયા થઈ, એ ક્રિયા એ ધાર્મિક ક્રિયા છે. જ્ઞાનમાં પોતાપણે વર્તતો એમ છેને? જ્ઞાનમાં પોતાપણે વર્તે છે સ્વભાવ. આત્મા ને જ્ઞાન એક છે માટે જ્ઞાનમાં પોતાપણે વર્તે છે એમ. તે ક્રિયા નિષેધવામાં આવી નથી, કેમ કે એ ક્રિયા તો આત્માની છે, આત્મા ધર્મી અને જ્ઞાન એનો ધર્મ સ્વભાવ, એ જ્ઞાનમાં પોતાપણે વર્તીને જે એકાગ્ર થાય તેને જ્ઞાનની ક્રિયા નિર્મળ થાય, વીતરાગી પર્યાય થાય એને નિષેધવામાં આવી નથી, એ ક્રિયા પોતાની છે. આહાહાહા! આવું હવે ક્યાં! નવરાશ ન મળે એક તો ધંધાના સંસારના પાપ આડે આખો દિવસ હવે એમાં આવી વાતું સાંભળવા મળે નહિ, અરે શું થાય અનંત અનંત કાળથી વીતરાગ સર્વજ્ઞ પરમેશ્વર, જે ધાર્મિક ક્રિયા કહે છે એને સાંભળવાય મળે નહિ, એ શું કરે? આહાહા ! અહીંયા એ વાત તો આવી ગઈ આપણે, તેથી તે જાણવાપણે એટલે જાણવારૂપે પરિણમે છે, રાગરૂપે નહિ. કેમકે જ્ઞાન ને આત્મા એક અભેદ છે, બેના લક્ષણો જ એક છે, તેમ બે નો ભેદ નથી, તેથી જ્ઞાનમાં પોતાપણે વર્તતો તે સ્વભાવિક ક્રિયા જે છે, તે જાણે છે જાણવારૂપે પરિણમે છે એ ક્રિયા જાણવાની છે. આટલા બધા શબ્દો ને હવે આમાં ક્યાં? એ ત્યાં સુધી આપણે આવી ગયું છે. તેવી રીતે” હવે અહીંથી નવું છે, આ તો કાલ આવ્યું'તું ભાઈ ! એ વીતરાગ મારગ બાપુ ઝીણો છે ભાઈ, પ્રભુ! તું સૂક્ષ્મ ચીજ છો અંદર. એટલે એને સમજવા માટે તો ઘણી ધીરજ જોઈએ. આહા! જેવી રીતે આત્મા જ્ઞાનના સ્વભાવથી અભેદ છે તેથી એમાં વર્તતો થકો, જે ક્રિયા નિર્મળ વીતરાગી પર્યાય થાય તે તો આત્માની ક્રિયા છે, ધાર્મિક ક્રિયા છે એ ક્રિયા નિષેધવામાં આવી નથી. આહાહા ! તેવી રીતે જ્યાં સુધી આ આત્મા, છે ને? પાંચમી લીટી છે, તેવી રીતે જ્યાં સુધી આ આત્મા જેમને સંયોગસિદ્ધ સંબંધ છે એવો આત્મા ને ક્રોધ. આહાહા ! ભગવાન આત્મા, જ્ઞાન અને આત્માનો સ્વભાવ સંબંધ તાદાત્મય સંબંધ છે અને આત્માને અને પુણ્ય-પાપના ભાવને દયા, દાન, વ્રત, ભક્તિ આદિ ભાવ, એ રાગ છે એને Page #30 -------------------------------------------------------------------------- ________________ ૧૫ ગાથા-૬૯-૭૦ અહીંયા ક્રોધ કીધો છે, કેમ કે આત્માના સ્વભાવનો, પ્રેમ જેને સ્વભાવનો નથી અને જેને રાગનો પ્રેમ છે, તેને આત્મા પ્રત્યે ક્રોધ છે. આહાહા ! ભગવાન આત્મા! આનંદ ને જ્ઞાન સ્વભાવમાં તન્મય છે, એને છોડીને જે રાગ થાય ચાહે તો દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજા આદિનો અશુભ રાગની તો વાત શું કરવી, પણ શુભરાગ જે છે. એમાં જેમને સંયોગસિદ્ધ સંબંધ છે, એ રાગને અને આત્માને સંયોગસિદ્ધ સંબંધ છે, સ્વભાવસિદ્ધ સંબંધ નથી. જેમ જ્ઞાનને ને આત્માને સ્વભાવસિદ્ધ સંબંધ છે તેમ રાગને ને આત્માને સંયોગસિદ્ધ સંબંધ છે-સંયોગી ભાવ છે એનો સ્વભાવભાવ નથી. આહાહા! આવું ઝીણું હોય માણસો શું કરે. કહો પુનાતરજી! આવી વાત બાપા! પ્રભુ શું થાય? વીતરાગ સર્વજ્ઞ પરમેશ્વર, જિનેશ્વરદેવનો આ હુકમ છે, પ્રભુ તું આત્મા છો ને? આત્માનો સ્વભાવ તો જ્ઞાન અને આનંદ છે ને? જ્ઞાન મુખ્ય કેમ કહ્યું છે કે જ્ઞાનનો પર્યાય પ્રગટ છે તેથી તેને સમજવો ઠીક પડે. જ્ઞાન જાણવું જાણવું જાણવું જાણવું-એવું સ્વરૂપ એને અને આત્માને તરૂપ સંબંધ છે, તાદાત્મસિદ્ધ સંબંધ છે, તરૂપે નક્કી સ્વભાવ છે, એમ આત્માને અને પુણ્યપાપના ભાવને તાદાભ્ય સંબંધ નથી પણ સંયોગ સંબંધ છે. સંયોગી ભાવ છે એ તો, એ આત્માનો ભાવ નથી. આહાહાહા! જ્યાં સુધી આ આત્મા, જેમને સંયોગસિદ્ધ સંબંધ છે એવા આત્માને ક્રોધાદિક્રોધ, માન, માયા, લોભ એ એને અહીંયા રાગદ્વેષના ભાવમાં ખતવ્યા, રાગના બે ભાગમાયા અને લોભ, દ્વષના બે ભાગ–ક્રોધ અને માન. એ રાગ અને દ્વેષના ભાગ ચાર આમ કષાય, કષાય એના બે ભાગ રાગ અને દ્વેષ, રાગદ્વેષના બે ભાગ, રાગ-માયા અને લોભ, દ્રષ-ક્રોધ ને માન એવો જે કષાયભાવ, છે? એને અને આત્માને સંયોગસિદ્ધ સંબંધ છે, સંયોગ-સંયોગ સંબંધ છે એમ નથી આંહીં કીધું ઓલામાં એમ તાદામ્યસિદ્ધ સંબંધ છે, એમ આને સંયોગસિદ્ધ સંબંધ છે, એની ચીજ નથી એ સંયોગી ચીજ છે. આહાહા ! જેમને સંયોગસિદ્ધ સંબંધ છે એવા આત્માને પુષ્ય-પાપના ભાવને આસ્રવો, એ આગ્નવ છે, શુભ કે અશુભ ભાવ એ આસવ છે, એ ક્રોધ, માન, માયા, લોભનો ભાગ છે. આસવોમાં પણ, પણ કેમ કીધું? કે આત્મા ને જ્ઞાનસ્વભાવમાં વર્તે છે એ તો યથાર્થપણું છે, પણ પુણ્ય ને પાપના આસવભાવમાં જે વર્તે છે એ મિથ્યાષ્ટિ અજ્ઞાની છે. અરે આવું ક્યાં સમજવું કઠણ પડે! એ ક્રોધાદિ આસ્રવોમાં એટલે કે પુણ્ય ને પાપ દયા, દાન, વ્રત, ભક્તિ, કામ, ક્રોધના ભાવ એ બધા આસ્રવ છે. આસ્રવ એટલે? કે જેનાથી નવાં કર્મ આવે, એ ધર્મ છે એમ નહિ, ધર્મમાં તો સ્વભાવિક ધાર્મિક ક્રિયા જે વીતરાગી થાય તે ધર્મ અને આ રાગની ક્રિયાઆદિ જે છે એ ધાર્મિક ક્રિયા નથી-આસ્રવ છે, એનાથી તો નવા બંધ પડે છે. ભાષા સાદી પણ ભાવ પ્રભુ, બહુ ઝીણો બાપુ. એમાં અત્યારે તો ગરબડ બહુ થઈ ગઈ. આહાહા ! જેમ એક લોઢામાં કે લાકડામાં લાખ ચોડે છે લાખ, એ તો સંયોગી ચીજ થઈ, એનો સ્વભાવ નહિ, એમ ભગવાન આત્મા જ્ઞાનાનંદ સ્વભાવી વસ્તુ પ્રભુ આત્મા, એને આ પુણ્યપાપના ભાવ એ સંયોગસિદ્ધ સંબંધ-આસ્રવ છે. સંયોગસિદ્ધ સંબંધ એવા આત્માને, ક્રોધાદિ આસ્રવોમાં પણ પોતાપણે, પોતાના અજ્ઞાનભાવને લીધે, કોઈ કર્મને લઈને એમ નહિ. આહાહા ! Page #31 -------------------------------------------------------------------------- ________________ ૧૬ સમયસાર સિદ્ધિ ભાગ-૪ ભગવાન આત્મા જ્ઞાન આનંદ સ્વભાવી ચીજના અજ્ઞાનને લીધે, પોતાનો જે જ્ઞાન અને અતીન્દ્રિય આનંદ જે સ્વભાવ ભગવાન આત્માનો, તેના અજ્ઞાનને લીધે, એનું જ્ઞાન ન મળે. છે? બાપુ, આ તો ધાર્મિક વાત, અધ્યાત્મની ઝીણી છે ભાઈ ! વીતરાગ પરમેશ્વર જિનેશ્વરદેવનું કથન બહુ સૂક્ષ્મ છે. કહે છે કે એ આસવમાં પણ પોતાના અજ્ઞાનભાવને લીધે, વિશેષ નહિ જાણતો થકો, વિશેષ અંતર બે શબ્દ પડ્યા છે ને? એ રાગની ક્રિયા અને આત્મા, બેને જુદા ન જાણતો, વિશેષ ન જાણતો, બેના લક્ષણ જુદા છે એમ ન જાણતો, તેમનો ભેદ દેખતો નથી. અંતર તેમનો ભેદ જુદાઈ તે અજ્ઞાની દેખતો નથી. આહાહાહા ! (શ્રોતા - લક્ષણ દેખે તો ભેદ દેખે) લક્ષણનો વિશેષ ભેદ, લક્ષણ એ તો વિશેષમાં ગયું પણ હવે આ ભેદ દેખતો નથી, એમ કે બેના અલગ અર્થ કર્યા. આહાહા ! સમજાણું કાંઈ? આવી ઝીણી વાતું કહેવી ને વળી સમજાણું કાંઈ કહેવું પાછું. મારગ પ્રભુ શું થાય ! એ તો વાતું અનંતકાળથી સાંભળી છે ભાઈ સંપ્રદાયમાં તો એ જ ચાલે છે અત્યારે, આ કરો ને આ કરો ને આ કરો, વ્રત કરો ને અપવાસ કરો. અરે ભગવાન બાપુ! મારગડા જુદા ભાઈ ! વીતરાગ સર્વજ્ઞ પરમેશ્વર એ કહે છે તે સંતો જગતને જાહેર કરે છે, દિગંબર સંતો ! આહાહા! એ ભગવાન આત્મા, જ્ઞાન ને આનંદ સ્વભાવી પ્રભુ, એને આ રાગનો ભાવ, એ તે સંયોગસિદ્ધ સંબંધ, આસ્રવરૂપ છે એ તો. પુણ્ય ને પાપના ભાવ–ચાહે તો દયાનો હોય, દાનનો હોય, વતનો હોય, અપવાસનો હોય એ બધો વિકલ્પ રાગ છે. એ રાગભાવ આત્માની સાથે સંયોગે સંબંધ છે, સંયોગસિદ્ધ સંબંધ છે, સ્વભાવસિદ્ધ સંબંધ નથી. એ આસવમાં પણ પોતાના અજ્ઞાનભાવને લીધે, વિશેષ નહિ જાણતો થકો, જુદા લક્ષણ અને તફાવતને ન જાણતો થકો તેમનો ભેદ દેખતો નથી. ભારે ઝીણી વાતું બાપુ, આવી વાતું. જેનાથી જનમ મરણ મટી જાય એ પ્રભુ, એ ક્રિયા કોઈ અલૌકિક છે. બાકી આ ક્રિયા તો જનમ મરણના કારણની છે. આહાહા ! એ તેમનો ભેદ દેખતો નથી, કોનો? આત્માનો અને પુણ્ય-પાપના ભાવનો, વિશેષતાના લક્ષણનો નથી ભેદ જાણતો, તેમ ભેદ છે એમ નથી જાણતો, બેના લક્ષણો જુદા છે તેમ ભેદ જુદા છે, બેય એક નથી અને ભેદ દેખતો નથી ત્યાં સુધી નિઃશંક રીતે એ પુણ્ય-પાપનો ભાવ, જે ક્રોધઆદિ, ભગવાન આત્મા જ્ઞાન ને આનંદસ્વરૂપ પ્રભુ એનાથી પુણ્યના પરિણામનો પ્રેમ એ ક્રોધ છે. એ સ્વભાવ પ્રત્યે વિરોધ ક્રોધ છે. પરની દયાનો ભાવ એ રાગ છે અને રાગ છે તેનો જેને પ્રેમ છે એને સ્વભાવ પ્રત્યે ક્રોધ છે. અરરર! આવી વાતું, એને સ્વભાવ પ્રત્યેનું માન નથી એને વિકારનું માન છે કે એ હું છું. એવા ક્રોધાદિભાવનો ભેદ દેખતો નથી ત્યાં સુધી નિઃશંક રીતે, જેમ ઓલામાં આમ આવ્યું'તું, જ્ઞાન અને આત્મા એકરૂપ તરૂપ છે માટે જ્ઞાનમાં નિઃશંકપણે વર્તતા પોતાપણે વર્તે છે, ત્યાં સુધી નિઃશંક રીતે પુણ્ય-પાપના ભાવમાં પ્રેમમાં પોતાપણે વર્તે છે. ત્યાં ક્રોધઆદિ(માં) પોતાપણે વર્તતો, એટલે કે પુણ્ય-પાપના ભાવને અહીંયા ક્રોધ કીધો, સ્વભાવ પ્રત્યે તે વિરોધ છે માટે તેને ક્રોધ કીધો. આંહીં તો કહે કે પરની દયા પાળવી એ ધર્મ એમ જગત કહે છે. ત્યારે આંહીં તો કહે છે કે પરની દયા પાળી શકતો'તો નથી, પણ પરની દયાનો ભાવ તને આવે એ રાગ છે, એ રાગ ને આત્માને સંયોગસિદ્ધ સંબંધ છે. આહાહાહા ! આવી વાતું. Page #32 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૬૯-૭૦ ૧૭ અમારે તો એ હાલતું સંપ્રદાયમાં, હીરાજી મહારાજ હતા બિચારા એ વાત કરે, ખબર ન મળે કાંઈ તત્ત્વની, હીરાજી મહારાજ કહેતા પરની દયા અહિંસા, એ ૫૨મ ધર્મ બસ એ વાત કરે. કાંઈ, એ તત્ત્વ હતું જ નહિ. ૭૦, ૭૧, ૭૨, ૭૩ ચાર વરસ. ગુજરી ગયા બિચારા. ‘અહિંસા ૫૨મોધર્મ' ૫૨જીવની દયા પાળવી એ જ સિદ્ધાંતનો સાર છે. એ અહિંસા ધ૨મ છે એવું જેણે જાણ્યું એણે બધું જાણ્યું એમ કહેતાં. આંહીં કહે છે કે બાપુ એ તારી વાત જુઠ્ઠી તદ્ન છે. અહિંસા તો એને કહીએ, કે જે જ્ઞાનસ્વભાવી આત્મા, એવો જેવડો છે તેટલો પ્રતીતમાં લઈને એમાં એકાગ્ર થાય તેને દયા અને અહિંસા કહીએ. આવી વ્યાખ્યા. ઊગમણો આથમણો ફે૨! આહાહા! અહીંયા તો કહે છે પ્રભુ તારો જ્ઞાન ને આનંદ જેમ સ્વભાવ છે, એમ આ રાગ એ તારો સ્વભાવ નથી. એ તો સંયોગી–સંબંધે ઉપાધિભાવ આવ્યો છે. હીરાજી મહારાજને જોયા છે કે નહિ તમે હિંમતભાઈ ? હૈં ! જોયા'તા ? ( શ્રોતાઃ–ના નથી જોયા ) આ હિંમતભાઈને, નાની ઉંમ૨માં જોયા હશે, આ હિંમતભાઈએ નો જોયા હોય, ૭૩ માં ગુજરી ગયા. તોંતેરના ચૈત્ર વદ આઠમ રસ્તામાં ગુજરી ગયા. ખેરાળી અને (વઢવાણ ) કાંપ વચ્ચે, ખેરાળી ને કાંપની વચ્ચે ૭૩ ના ચૈત્ર વદ આઠમ, આટલા વરસ થયા, હૈં ? ૬૨ વરસ થયા. આહાહા ! અરેરે ! પોતાના અજ્ઞાનભાવને લીધે, કર્મને લઈને એ એમ નહિ. પોતાનો જ્ઞાન ને આનંદ સ્વભાવ પ્રભુ, એને જાણ્યા વિના અજ્ઞાનને લીધે, શું છે ટીકા તે અમૃત છે ને ! વિશેષ નહિ જાણતો થકો, બે ના લક્ષણો ને તફાવતને ન જાણતો થકો એ ક્રોધાદિપણે વર્તતો, ક્રોધપણે વર્તતો, પુણ્ય ને પાપના ભાવ એમાં પોતાપણે વર્તતો, પોતાના સુધી નિઃશંક રીતે ક્રોધાદિમાં વર્તે છે, અને એ ક્રોધાદિમાં વર્તતો જો કે ક્રોધાદિ ક્રિયા ૫૨ભાવભૂત હોવાથી નિષેધવામાં આવી છે. આહાહાહા! ભગવાન આત્મા આનંદ ને જ્ઞાન સ્વભાવી પ્રભુ ! એમાં જે આ રાગ થાય છે, એ ક્રિયાને ક્રોધ ગણી અને ભગવાને નિષેધી છે. એ ક્રિયા કાંઈ તારું સ્વરૂપ નથી. નિઃશંક રીતે પુણ્ય-પાપના ભાવમાં પોતાપણે વર્તે, જોયું? એ રાગ છે એ મારો છે. છે સંયોગી ચીજ, છતાં અજ્ઞાની સ્વભાવના અજ્ઞાનને લઈને, એ રાગને પોતાપણે માનતો વર્તે છે, અને એ ક્રોધાદિમાં વર્તતો થકો, જો કે ક્રોધાદિ ક્રિયા ૫૨ભાવભૂત છે, એ વિભાવિક ક્રિયા છે, વિકારી ક્રિયા છે એ આત્માના સ્વભાવથી વિરુદ્ધ ક્રિયા છે, નિષેધવામાં આવી છે, ભગવાને એનો નિષેધ કર્યો છે. આહા ! ભાઈ ! દયા દાનના પરિણામ એ રાગ એ ક્રોધ છે ખરેખર તો, સ્વભાવ પ્રત્યેનો વિરોધ છે એમાં, એ ક્રિયાને ભગવાને નિષેધી છે, એટલે એ ક્રિયા તારી નહિ. એ ક્રિયા તો બંધનું કારણ– આસવનું કારણ, નવા આવરણો આવે એનું કારણ, એ ક્રિયા તારી નહિ. આહાહા ! તો પણ, નિષેધવામાં આવી છે તો પણ, ભગવાન સર્વજ્ઞ જિનેશ્વરનાથ, પરમેશ્વર ત્રિલોકનાથ એણે એ રાગની ક્રિયા ૫૨ભાવભૂત હોવાથી નિષેધી છે કે એ તારું સ્વરૂપ નહિ. એનાથી તને ધર્મ નહિ, અધર્મ છે એ તો. આહા ! આકરું ભારે પડે જગતને! આહાહા ! સ્વભાવભૂત હોવાનો, તેને સ્વભાવભૂત હોવાથી તેનો અધ્યાસ હોવાથી, અજ્ઞાનીને એ શુભઅશુભ ભાવ એ મારો સ્વભાવ છે તેનો એને અધ્યાસ થઈ ગયો છે, મારો સ્વભાવ અંદર જ્ઞાન Page #33 -------------------------------------------------------------------------- ________________ ૧૮ સમયસાર સિદ્ધિ ભાગ-૪ ને આનંદ છે તેને ભૂલી અને એ પુણ્ય ને પાપના ભાવ તેનો તેને અધ્યાસ ટેવાઈ ગયો છે, સ્વભાવભૂત હોવાનો તેને અધ્યાસ છે, એ મારી ક્રિયા છે, મારા આત્માની ક્રિયા છે, એમ સ્વભાવભૂત માનીને, ગજબ ટીકા છે ને !ઠું? મળવું મુશ્કેલ પડે એવું છે બાપા! (શ્રોતા- છતાં દૂહ કહે છે.) દૂહ એ તો વળી બીજું-આ તો સ્પષ્ટ કર્યું પછી ભાઈ કહે છે એમ ઓલા લોકો કહે છે સમયસારની ભાષા સીધી હતી. બેને જુદા કર્યા, હવે એમ કે ટીકાકારે દૂઠું કરી નાખી છે. અરે બાપુ સ્પષ્ટીકરણ કર્યું પ્રભુ! તને ટૂંકી ભાષામાં ન સમજાય તેનું સ્પષ્ટીકરણ કરીને વિશેષ કર્યું છે ભાઈ ! અરરર! સાચી વાત છે ભાઈએ કીધું એમ (એ લોકો ) કહે છે. આહાહાહા ! આંહી તો એમ કહે કે “નાવ ન વેરિ વિસેસંતરં તુ સારાસવાનું રોથું પિ” આટલું હતું એમાંથી બસ, પણ એ સ્પષ્ટીકરણ છે. એટલી ભાષામાં ન સમજે એની ટીકા, એટલે સ્પષ્ટીકરણ કરીને સમજાવ્યું છે. આવો મારગ છે પ્રભુ!(શ્રોતા- મહિમા આવવો જોઈએ એને બદલે આવા શબ્દો) એ એમાં શું થાય? વિદ્વાનોએ એનો દૂર કરી નાખ્યો. અરરર! એવું કરી નાખ્યું, આચાર્યોએ આ કર્યું છે ને, આચાર્ય છે આ. કુંદકુંદાચાર્યના શબ્દો એ આચાર્ય છે અને આ ટીકા છે અમૃતચંદ્રાચાર્ય મહા સંત ! હજાર વર્ષ પહેલાં ભરતક્ષેત્રમાં ચાલતા સિદ્ધ જેવા હતા. એ કહે છે પ્રભુ તું ક્યાં ભૂલ્યો છો ભાઈ ! માણસ નથી કહેતા કે ભીંત ભૂલ્યો, નીકળવું જોઈએ બારણે, એને ઠેકાણે ભીંતમાં નીકળવા માગે આમ માથું ભેરવીને, હૈં? એમ નીકળવું જોઈએ સ્વભાવથી અંદર એને ઠેકાણે વિભાવથી જાણે હું ધર્મ કરીને નીકળી જઈશ, મરી જઈશ બાપા ! ભાઈ તારા હિતની વાત છે કે પ્રભુ! આહાહા ! એ ભગવાન આત્મા, એ ત્રિકાળ જેમ વસ્તુ છે તેમ તેનો જ્ઞાન ને આનંદ આદિ ત્રિકાળ સ્વભાવ છે તો એ સ્વભાવમાં નિઃશંકપણે પોતાપણે વર્તે ઈ તો આત્મામાં વર્તે છે. અને તે તો સ્વાભાવિક ક્રિયા નિર્મળ વીતરાગી છે. એ નિષેધવામાં આવી નથી. એ તો ક્રિયા યથાર્થ છે. એ કાલ કહ્યું નહોતું ઈ ચોટીલામાં રતનચંદજી હતા ને? લીંબડી સંવાડાના શતાવધાની એના ગુરુ હતા ગુલાબચંદજી તે ભેગાં ઉતર્યા હતા તેમાં આ વાત નીકળી હતી. ત્યારે તો આમાં (સ્થાનકવાસીમાં) હતા, નેવાસી કે નેવુંની સાલ હશે લગભગ. અમે બેઉ ભેગા ઉતર્યા એમની ઉંમર મોટી ૫૫ વર્ષની તો દીક્ષા પછી તો ઘણાં વર્ષ જીવ્યા. પછી આ વાત નીકળી કે જ્ઞાનક્રિયાભ્યામમોક્ષ એટલે શું? કીધું ઈ તો (કહે) આ શાસ્ત્રનું જાણવું ને આ રાગની ક્રિયા એ જ્ઞાનક્રિયાભ્યામમોક્ષ, એમ નથી કીધું ભાઈ ! આત્મા આનંદમૂર્તિ પ્રભુ એનું જ્ઞાન અને એ જ્ઞાનમાં એકાગ્રતા થવાની ક્રિયા-એ ક્રિયા, એ જ્ઞાનક્રિયાભ્યામમોક્ષ. માણસ નરમ જરી, કહે કે વાત સાચી લાગે છે. બાપુ! મારગ આ છે કીધું, નેવુંની સાલની વાત લગભગ નેવુંની હશે. કારણ સદરમાં આવવુ'તું ને રાજકોટ તે દિ' હશે એમ લાગે છે. કેટલા વર્ષ થયા? ૪૫ વર્ષ પહેલાંની વાત છે. વાત સાચી છે કહે, પણ આ તો બહાર આવી વાત નથી ને? ન હોય તો શું કરવું કીધું. આહા! અને મૂર્તિની વાત નીકળી હતી. સ્થાનકવાસી ખરાને કે મૂર્તિ શાસ્ત્રમાં છે કીધું, છે, કબૂલ્યું એણે ગુલાબચંદજી, રતનચંદજીના ગુરુ હતા. છે, મૂર્તિ પૂજા છે, શાસ્ત્રમાં છે. પણ સ્થાનકવાસી માને નહીં એટલે કોઈ શિષ્ય ડાહ્યો હશે ને આ વાંચશે તો મૂર્તિ આમાં છે તો Page #34 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૬૯-૭) ૧૯ ગુરુની અમારી શ્રદ્ધા ઉઠાડી દેશે. બિચારાએ કબૂલ કર્યું, શું થાય બાપા મારગ તો આ છે ભાઈ ! આહાહાહા ! એ શુભભાવ આવે ત્યારે મૂર્તિની પૂજા અને તેનું નિમિત્તપણું હોય, ધરમ નહીં. પણ અશુભથી બચવા જ્ઞાનીને પણ શુભનો ભાવ આવે. છતાં આંહી તો કહે છે કે એ શુભભાવને પોતાનો માનીને વર્તે, જ્ઞાનીને એ આવે પણ પર તરીકે જાણવા માટે આવે. અજ્ઞાનીને એ શુભભાવમાં પોતાપણે વર્તતો, આહાહાહા! અરે આવું આકરું પડે માણસને આમાં. જો કે ક્રોધ, માન, માયા, રાગદ્વેષની લોભની ક્રિયા નિષેધવામાં આવી છે. તો એ પરભાવભૂત હોવાથી, ઓલામાં એમ હતું ને સ્વભાવભૂત હોવાને લીધે, નિષેધવામાં આવી તો પણ તે સ્વભાવભૂત હોવાનો તેને અધ્યાસ, અજ્ઞાનમાં અનાદિથી રાગની ક્રિયાનો અધ્યાસ હોવાથી, સ્વભાવભૂત હોવાનો અધ્યાસ હોવાથી એ જાણે કે મારી, મારી સ્વાભાવિક ક્રિયા છે એ, કારણકે સ્વભાવ છે એ તો જોયો નથી, જાણ્યો નથી. તેથી રાગની ક્રિયા તેને સ્વભાવભૂત હોવાનો અધ્યાસથી તેને ક્રોધરૂપે પરિણમે છે એટલે કે સ્વભાવથી વિરુદ્ધ એવા રાગરૂપે થાય છે, એ રાગરૂપે થયો એ ક્રોધરૂપે થયો. આહાહા ! ' અરેરે ! આવી વાતું સાંભળવી પણ મળે નહિ, એ બિચારાની જિંદગી ક્યાં જાય બાપા ! ભવિષ્યનો અનંતકાળ રખડવામાં એને જાય ! આવું અંતરતત્ત્વસ્વરૂપ એને સાંભળવા મળે નહિ તો એ વિચારે ક્યારે ને અંદરમાં જાય ક્યારે ? ક્રોધરૂપે પરિણમે છે, એટલે દ્વેષ થયો, રાગરૂપે પરિણમે છે એ માયા ને લોભ થયો, મોહરૂપે એટલે પરમાં સાવધાનરૂપ મિથ્યાત્વપણે પરિણમે છે. આહાહાહા ! ભગવાન આત્મા તો જ્ઞાનાનંદ સ્વભાવી પ્રભુ એ રાગની ક્રિયાથી તદ્દન ભિન્ન છે, એવા ભગવાનના જ્ઞાન સ્વરૂપને ન જાણતો, ભગવાન બીજો નહિ હોં, આ (નિજ)ભગવાન ! એના સ્વરૂપને ન જાણતો રાગની ક્રિયા મારી છે એમ સ્વભાવભૂતે વર્તતો, એ મિથ્યાત્વપણે પરિણમે છે. એ રાગપણે, દ્વેષપણે, મિથ્યાત્વરૂપે, ત્યારે આત્મા ને જ્ઞાન બે એકમેક તદરૂપ છે, એમ જ્ઞાનમાં વર્તતો એ વીતરાગી પર્યાયપણે વર્તતો ને સમ્યગ્દર્શનપણે વર્તતો એ સ્વભાવભૂત ક્રિયા છે. આહાહાહા ! આમ દસ-વીસ હજાર માણસ હોય આવી વાતું કરે, ત્યાં પાગલ જેવી વાતું લાગે એમ આ, (ઓલું તો કહે ) ઓલી તો વાતું આમ ઝપાટા મારતા એ તો આમ કરવું, આમ કરવું ને આમ કરવું. હૈં? દયા પાળવી, ભક્તિ કરવી, મંદિરો બનાવવા આમ કરવું, તેમ કરવું. હવે સાંભળને પરને તો કોણ કરે? અરરર! આહાહાહા ! રાત્રે તો કહ્યું'તું જરી ઝીણું. આ પગ છે ને પગ, એ પરમાણું છે આ જડ, આમ જે ગતિ થાય છે ને શરીરની પર્યાય, એ પર્યાયનો કર્તા આત્મા નથી, તેમ એ પર્યાયનો કર્તા એ પરમાણુંય નથી. ઝીણી વાત છે પ્રભુ! આહાહા! એ પર્યાય જે આમ થાય છે આમ, આ લ્યો જુઓ ને આ લ્યો આમ થાય છે ને આમ, આ પર્યાય છે આમ, પરમાણું તો કાયમ રહીને આ અવસ્થા થાય છે, એનો આત્મા કર્તા નથી. આત્મા કર્તા તો નથી પણ તે પર્યાયનો એના પરમાણુંય કર્તા નથી. પર્યાય પોતે કર્તા થઈને હાથ ચાલે છે ગતિ કરે છે. આહાહા ! હવે આવી વાતું રાતે જરી ઝીણું નીકળ્યું'તું થોડું. આહાહાહા ! હવે આંહીં તો કહે કે આ બધું શરીરની ક્રિયા, વાણીની ને આ ને આ પૈસા લેવા ને દેવા Page #35 -------------------------------------------------------------------------- ________________ ૨) સમયસાર સિદ્ધિ ભાગ-૪ ને મકાન માલ લેવા દેવા ને વેચવા ને દેવા એ બધી ક્રિયા મારી છે, મૂઢ છે. એ પૈસો જે છે આ નોટ. આમ આમ જાય છે એ એની પર્યાય છે એ પર્યાયને હું કરું છું એમ માન્યતા તદ્ન મૂંઢ ને જડને આત્મા માનનારો છે. પણ એ નોટની પર્યાય જે છે આમ આમ જાય એ પર્યાયનો કર્તા એના રજકણોય નથી, પર્યાયનો કર્તા પર્યાય છે. આવી વાતું. આહાહા ! અરે ભગવાન ત્રણલોકનો નાથ જિનેશ્વરદેવનો આ હુકમ છે. અને આ જૈનના નામ ધરાવનારને ભગવાન શું કહે છે એની ખબરું ન મળે ! અરે! જેમ કીધુંને (પંચાસ્તિકાયની) ૬૨ મી ગાથામાં ભાઈ ! કે આત્મામાં જે રાગ અને દ્વેષ થાય છે, એ રાગદ્વેષની ક્રિયાનું પરિણમન ષકારકથી, એ રાગનો કર્તા રાગ, કર્મ રાગ, સાધન રાગમાં બધુંયે છે, આત્મા કર્તા-બર્તા નહિ. હવે અહીંયા જે રાગાદિની ક્રિયા ષકારક કર્તા કર્મ કરણ સંપ્રદાન થાય છે, તેમ કર્મની પર્યાય જે થાય છે જ્ઞાનાવરણી ને દર્શનાવરણી આદિ પર્યાય, એનો કર્તા આત્મા તો નહિ, પણ એનો પર્યાય એનો જ્ઞાનાવરણી આદિ કર્મરૂપ પર્યાય થઈ, એનો કર્તા એ પરમાણું નહિ. આહાહા! આવી વાત પરમાત્મા સિવાય, વીતરાગ સર્વજ્ઞદેવ સિવાય ક્યાંય નથી. આહા ! કાંતિભાઈ ! સાંભળ્યું નહોતું કોઈ દિ' ત્યાં. (શ્રોતા:- હતું જ ક્યાં) હેં? આહાહા! ભગવાન પરમાત્મા સીમંધર ભગવાન બિરાજે છે ત્યાં એ આ વાત કરે છે પ્રભુ, એ આ અહીંયા આવી છે આ. ભગવાન એમ કહે, કે દરેક છ દ્રવ્ય છે શેય, એની જે સમયે જે પર્યાય ઉત્પન્ન થવાની તે ષકારકના કારણે પરિણમે છે, દ્રવ્યથી નહિ, પરથી તો નહિ. પણ એ પર્યાય જે રાગાદિની થાય એ આત્મદ્રવ્ય ને ગુણથી તો નહિ, પરકર્મને કારણથી નહિ, કારણકે કર્મ તો જડ પરદ્રવ્ય છે, એમાં રાગાદિ થાય તે કર્મને લઈને નહિ, તેમ દ્રવ્યગુણને લઈને નહિ. એની પર્યાયના કર્તા કર્મ કરણ સંપ્રદાન એ પર્યાય રાગનો કર્તા પર્યાય રાગ કર્મ રાગ સાધન રાગ અપાદાન રાગમાંથી રાગ થયો છે. આહાહાહા ! આ પાનું ઊંચું થાય છે ને આમ જુઓ! એ એની પર્યાય છે. પરમાણું છે માટી, આ તો માટી છે પુદ્ગલ, એ આ આંગળીએ ઊંચુ કર્યું એ તો નથી, આત્માએ એને ઊંચું કર્યું એ તો નથી, પણ એ પર્યાય આમ થઈ એના પરમાણુંએ આમ કરી એમેય નથી, દેવીલાલજી! રાતે નહોતા? હું! હુતા ! બહુ ઝીણું આવ્યું'તું. જિંદગીમાં ન સાંભળ્યું હોય એવું હતું કાલે, એટલું બધું સ્પષ્ટીકરણ અત્યારે ન આવે, રાતે બહુ આવ્યું'તું પોણો કલાક. આહાહા ! વીતરાગ ! વીતરાગ ! વીતરાગ ! સર્વજ્ઞ પરમાત્મા એનું જે તત્ત્વજ્ઞાન, અલૌકિક છે! વીતરાગ સિવાય ક્યાંય એ વાત (નથી.) અરે એના સંપ્રદાયમાંય નામ ધરાવે છે જૈન એમાંય નથી. અરરરર! આહાહા! આંહી કહે છે, એ અજ્ઞાની પોતાના દ્રવ્ય ગુણને જાણતો નથી અને તે પરને લઈને રાગ થયો છે એમેય નથી, પોતાના અજ્ઞાનને લઈને રાગની પર્યાયને મારી છે એમ પોતે ક્રોધપણે સ્વભાવના વિરોધપણે પરિણમે છે, જો કે એ ક્રિયા નિષેધવામાં આવી છે, એ કાંઈ તારી ક્રિયા સ્વાભાવિક નથી પણ એને, છે? આહાહા...... હવે એ આત્મા પોતાના અજ્ઞાનભાવને લીધે, જ્ઞાનભવનમાત્ર જે સહજ ઉદાસીન ક્રિયા અવસ્થા, આ આત્મા, ભાઈ ! આ તો શબ્દો છે અધ્યાત્મના. આ કાંઈ વાર્તા નથી ભાઈ ! આ તો ત્રણલોકનો નાથ ભગવાન, વિશ્વદર્શી પ્રભુ એની પર્યાયની વિકારીની ને અધિકારીની Page #36 -------------------------------------------------------------------------- ________________ ૨૧ ગાથા-૬૯-૭૦. ક્રિયાની વાત છે આ. આહાહા ! એ પોતાના અજ્ઞાનભાવને લીધે, જ્ઞાનભવનમાત્ર જે સહજ (ઉદાસીન અવસ્થા) છે? જ્ઞાનનું થયું એટલે જ્ઞાનસ્વરૂપ પ્રભુ એ જ્ઞાનનું થવું એમાં જ્ઞાનનું થવું જ હોવું જોઈએ જ્ઞાનરૂપે પરિણમન જ થવું જોઈએ. જ્ઞાનનું થવું પર્યાય હોં, જ્ઞાન-જ્ઞાન તો ત્રિકાળ છે પણ જ્ઞાનનું થવું જે વર્તમાન પર્યાય થવી જોઈએ તેની. “જ્ઞાનભવનમાત્ર”નીચે અર્થ છે. ભવન–થવું, થવું તે; પરિણમવું તે; “પરિણમન જે સહજ ઉદાસીન આહાહાહા ! જ્ઞાતાદા માત્ર અવસ્થા, થવું તો આ જોઈએ કહે છે. ભગવાન આત્મા અને એનો જ્ઞાનસ્વભાવ તે જ્ઞાનની જે અવસ્થા, ઉદાસીન–રાગથી ને પરથી ભિન્ન એવી જ્ઞાતાદેખાની પર્યાય તે જ્ઞાનદર્શનના સ્વભાવવાળી થવી જોઈએ. આહાહાહા! જ્ઞાન ને દર્શન ને આનંદનો સ્વભાવ તમય એવો પ્રભુ એની પર્યાયમાં તેના જ્ઞાતાદેષ્ટાની પર્યાય થવી જોઈએ. છે? તેનો ત્યાગ કરીને, જોયું? એ અવસ્થા તેની, ભગવાન આત્મા જ્ઞાતાદેષ્ટાનો કંદ પ્રભુ પૂર્ણ, તેની તો રાગથી ઉદાસીન ભિન્ન અને જ્ઞાતાદેષ્ટાની અવસ્થા થવી જોઈએ, એને ઠેકાણે તે અવસ્થાનો ત્યાગ કરીને, અવસ્થા થઈ'તી ને ત્યાગ કરીને એમ નહિ. શું કીધું ઈ? એ ભગવાન આત્મા દ્રવ્ય ને ગુણ જે જ્ઞાનાનંદથી તાદાભ્ય છે અને તેની જે પર્યાય થવી જોઈએ, તેની પર્યાય તો જ્ઞાતાદેષ્ટા થવી જોઈએ, એ એની અવસ્થા છે, દ્રવ્ય અને ગુણો તેનું તાદાભ્ય છે એમ સમજે ત્યારે તેની પર્યાયમાં તો રાગથી ને પરથી ભિન્ન ઉદાસીન, જ્ઞાતાદેખાની પર્યાય થવી જોઈએ, એ થવી જોઈએ એનો ત્યાગ કરીને, અજ્ઞાની તેનો ત્યાગ કરીને, એટલે કરી જ નહિ એણે, હવે આવી વાત હવે. આહાહા ! સામયિક કરો, પોષા કરો, પડિકમણા કરો, ચોવિહાર કરો થઈ ગયો ધર્મ, ધૂળમાંય નથી એ સાંભળીને હવે? હજી તો રાગ શું, દેહશું, પર શું, સ્વ શું, એ તો ભાન ન મળે ! આહા! આંહીં કહે છે. એ અવસ્થા થતી'તી ને છોડી છે એમ નહિ, પણ ખરેખર તો દ્રવ્ય જે વસ્તુ છે, અને એનો જ્ઞાન ને આનંદ જે સ્વભાવ છે, તેની પર્યાય જ્ઞાતાદૃષ્ટાપણે પર્યાયમાં થવી જોઈએ, એને ઠેકાણે તે અવસ્થા ન કરતાં, એ અવસ્થા ન કરતાં, એ અવસ્થાનો ત્યાગ કરીને, છે ને? અવસ્થા થઈ છે ને ત્યાગ કરીને એમ નહિ. પણ જે એનું જ્ઞાતાદેષ્ટા સ્વરૂપ છે, તેની પર્યાય તો જ્ઞાતાદેષ્ટપણે થવી જોઈએ, એમ ન થતાં, “તેનો ત્યાગ કરીને અજ્ઞાનભવનવ્યાપારરૂપ, (અર્થાત્ ) ક્રોધાદિવ્યાપારરૂપ પ્રવર્તતો પ્રતિભાસે છે.” આહાહાહા ! એટલે? કે ભગવાન આત્મા ત્રિકાળી એમ એનો જ્ઞાન–આનંદ ત્રિકાળી સ્વભાવ, તો એની પર્યાય તો જ્ઞાતાદેષ્ટાપણાની થવી જોઈએ. એનો ત્યાગ કરીને અજ્ઞાની, એ અજ્ઞાનભવન માત્ર એટલે રાગપણું મારું છે એવો અજ્ઞાનભાવ એ રાગ એ અજ્ઞાનભાવ છે એ આત્મભાવ નહિ, છે ને? અજ્ઞાનભાવને લીધે, જ્ઞાનભવનમાત્ર જે સહજ ઉદાસીન જ્ઞાતાદેરા અવસ્થા, તેનો ત્યાગ કરીને, અજ્ઞાનભવનમાત્રરૂપ ક્રોધાદિ વ્યાપારરૂપ પ્રવર્તતો પ્રતિભાસે છે. અજ્ઞાનીને રાગમાં પ્રવર્તે છું એમ ભાસે છે, હોવું જોઈએ તો જ્ઞાતાદેખાની પર્યાય જ્ઞાતા-દેખાપણે નિર્મળ હોવી જોઈએ, એને છોડીને એનો ત્યાગ કરીને એટલે નહિ કરીને, રાગની ક્રિયામાં પ્રવર્તતો અજ્ઞાનીને ભાસે છે. આહાહા.... અજ્ઞાનભવન વ્યાપાર વિકારરૂપ પ્રવર્તતો પ્રતિભાસે છે તે Page #37 -------------------------------------------------------------------------- ________________ સમયસાર સિદ્ધિ ભાગ-૪ કર્તા છે, આહાહાહા ! એ વિકારી રાગાદિની ક્રિયા કરતો પ્રતિભાસે છે એ અજ્ઞાનભવનમાત્ર, તેનો તે કર્તા પર્યાય છે, દ્રવ્ય કર્તા કહો એ ઉપચારથી છે. પણ એ પર્યાય તેનો એ કર્તા છે. આહાહાહા ! અમૃતચંદ્રાચાર્ય! કે તેની અવસ્થા તો જ્ઞાતાદૃષ્ટાપણે થવી જોઈએ, વસ્તુ છે જ્ઞાન ને આનંદનો કંદ પ્રભુ તો તેની અવસ્થા તો તેના પ્રકારની જ્ઞાતા-દેષ્ટા ને આનંદની થવી જોઈએ. તેનો ત્યાગ કરીને એટલે ન કરીને રાગની ક્રિયાના પરિણમનમાં પ્રવર્તતો, હું રાગમાં પ્રવર્તે છું એમ ભાસતો એ રાગનો કર્તા થાય છે. સમજાય છે કાંઈ ? આહાહા! 1 ઝીણું ઝીણું કહેવું ને સમજાય છે? બાપુ મારગ એવો ભાઈ, અનંતકાળથી એણે જોયો કે એક સમય જાણ્યો નથી એને. મુનિ થયો'તો અનંતવાર, પંચમહાવ્રત પાળ્યા, શાસ્ત્રના અગિયાર અંગના જ્ઞાન કર્યા. ભાઈ, પણ તે વસ્તુ પર છે. એ આત્માની અવસ્થા નહિ. આહાહા.... આત્માની અવસ્થા પર્યાય તો દ્રવ્યગુણ પર્યાય-પર્યાય શુદ્ધપણે પરિણમે તે એની પર્યાય છે, પણ એનું તો એને લક્ષ નથી, દ્રવ્યગુણનો જે સ્વભાવ છે તેનું તો તેને લક્ષ નથી, તેથી તેની જે પર્યાય શુદ્ધ હોવી જોઈએ એનાં સ્થાનમાં એને છોડીને રાગની ક્રિયામાં પ્રવર્તતો, રાગ તે મારું કાર્ય છે. એમ કર્તા થઈને માને છે. આહાહાહાહા ! હવે આમાં યાદ રાખવું કેટલું? છે? પ્રવર્તતો પ્રતિભાસે છે તે કર્તા છે. રાગમાં હું પ્રવર્તી છું ને રાગ મારી ક્રિયા છે તેનો તે પોતે કર્તા છે. ખરેખર તો એ પર્યાય જ કર્તા છે. સમજાણું કાંઈ ? આહાહાહા ! વિશેષ કહેશે (શ્રોતા- પ્રમાણ વચન ગુરુદેવ !) પ્રવચન નં. ૧૪૬ ગાથા-૬૯-૭૦ તા. ર૬/૧૧/૭૮ રવિવાર કારતક વદ-૧૧ (આ પ્રવચનમાં એક પેરેગ્રાફ C.D. કેસેટમાં નથી જે મૂળ ઓડીયો કેસેટમાં છે.) શ્રી સમયસાર, કર્તા કર્મ અધિકાર ૬૯ ને ૭૦ પહેલી ગાથા લીધી છે અહીંથી લેવું. “હવે અહીં” ત્યાંથી ફરીને, છે વચમાં? આ આત્મા, કર્તાકર્મનો અધિકાર છે ને ! અજ્ઞાની કર્તા થઈને રાગને કેમ કરે છે. ભગવાન આત્મા તો આનંદ ને જ્ઞાનસ્વરૂપ, એની દશા તો વીતરાગી ઉદાસ દશા પ્રગટ હોય, આત્મા અતીન્દ્રિય આનંદ ને અતીન્દ્રિય જ્ઞાન, અતીન્દ્રિય અનંતગુણનો પિંડ એ તો દ્રવ્યગુણ, એની અવસ્થા વીતરાગી થવી જોઈએ. કેમ કે વીતરાગી દ્રવ્ય છે, વીતરાગી ગુણ છે, તો એની દશા અવસ્થા જ્ઞાતાદેખાની અવસ્થા, વીતરાગી પર્યાય પ્રગટ થવી જોઈએ, વસ્તુ આ છે. આહાહા ! છતાં અહીં આ આત્મા પોતાના અજ્ઞાનભાવને લીધે, પોતે અનંત અનંત જ્ઞાન ને અનંત આનંદનો નાથ પ્રભુ શુદ્ધ ચૈતન્ય, એવા સ્વભાવના અજ્ઞાનને લઈને, છે? અજ્ઞાનભાવને લીધે “આત્મા પોતાના અજ્ઞાનભાવને લીધે કર્મને લીધે નહિ, ભગવાન આત્મા આનંદ ને શાંતસ્વરૂપ અકષાય વીતરાગ મૂર્તિ પ્રભુ તેના અજ્ઞાનને લીધે પોતાના સ્વભાવના ભાનનો અભાવ એવા અજ્ઞાનને લીધ, જ્ઞાનભવનમાત્ર જે સહજ ઉદાસીન અવસ્થા, ખરેખર તો જ્ઞાતાદષ્ટા એવો એનો સ્વભાવ, તેથી એની જ્ઞાતાદેખાની દશા થવી જોઈએ. આહાહાહા ! Page #38 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૬૯-૭૦ ૨૩ છે? જ્ઞાનભવનમાત્ર જે સહજ, જ્ઞાનભવન એટલે આત્માનો સહજ સ્વભાવ એ-રૂપ થવું. જ્ઞાનભવનનો અર્થ એ. આત્માનો જે ત્રિકાળી વીતરાગી સ્વભાવ, તેની દશા તેની પર્યાય થવી જોઈએ. આરે ! આવી વાતું, જ્ઞાનભવનમાત્ર એટલે આત્માના સ્વભાવ ભવન થવા માત્ર, જે સહજ ઉદાસ, રાગ અને નિમિત્તથી તો પ્રભુ ઉદાસ છે ( એવો ) એનો સ્વભાવ છે. એવો સહજ જ્ઞાતાદેષ્ટા ! છે? અવસ્થા તેનો ત્યાગ કરીને, એટલે ? કે ભગવાન આનંદ ને જ્ઞાન, આનંદસ્વરૂપ પ્રભુ એ જ્ઞાન ને દર્શનનો પિંડ પ્રભુ ! એની અવસ્થા જ્ઞાતાદેષ્ટાની થવી જોઈએ. એવી અવસ્થાનો પોતાના સ્વભાવના અજ્ઞાનને લીધે, એ અવસ્થાનો ત્યાગ કરી, શું કહ્યું એ ? ઝીણી વાત છે પ્રભુ આમાં. આહા ! એ ચૈતન્ય વસ્તુ ભગવાન ૫૨માનંદ વીતરાગ ૫૨મેશ્વર સર્વશે જે જોયો–કહ્યો, એવો એ અનંતગુણનો સાગર પ્રભુ ! એની દશા તો જાણવા દેખવાની એટલે કે જ્ઞાતાદેષ્ટાની એટલે કે વીતરાગ અવસ્થા ત્યાં થવી જોઈએ. કેમ કે વીતરાગ સ્વરૂપ દ્રવ્ય, વીતરાગસ્વરૂપ ગુણ, તેની અવસ્થા વીતરાગ, રાગરહિત જ્ઞાતાદેષ્ટાની અવસ્થા થવી જોઈએ. પણ અજ્ઞાની, એ પોતાના વીતરાગી આનંદના સ્વભાવના અજ્ઞાનને લઈને, તે અવસ્થા ન થાય અને અવસ્થાનો ત્યાગ એટલે થતી નથી, એનો ત્યાગ કરીને એમ અર્થ. આહાહાહા ! શું શૈલી ! આહાહાહા ! અમૃત રેડયા છે અમૃતચંદ્રાચાર્યે. આહાહા ! ભગવાન ! તું તો પરમાત્મ સ્વરૂપ છો ને પ્રભુ ! તો પરમાત્મસ્વરૂપ, વીતરાગસ્વરૂપ, આનંદસ્વરૂપ, જિનસ્વરૂપ, એની દશા તો જિનપર્યાયપણે, વીતરાગીપણે થવી જોઈએ, એ એનું કાર્ય છે અને એ આત્મા એનો કર્તા છે, એમ થવું જોઈએ. એને એ જ્ઞાતાદેષ્ટાની અવસ્થા સ્વભાવના અજ્ઞાનને કારણે, તે અવસ્થાનો ત્યાગ કરીને, છે? સહજ ઉદાસીન અવસ્થા ઉદાસીન અવસ્થા, કેમ કે ઉદાસ વસ્તુ જ ૫૨થી ભિન્ન તદ્ન ઉદાસ છે. રાગ અને પુણ્યમાં પણ આવે નહિ એવી એ ચીજ છે. એવી સહજ જ્ઞાતા-દેષ્ટાની અવસ્થાનો સ્વભાવના અજ્ઞાનને લઈને, તે અવસ્થાને ઉત્પન્ન કરતો નથી. તે અવસ્થાનો ત્યાગ કરીને, અરે આવી વાતું વે, હવે આમાં નવા ધંધા આડે થાય નહિ એને આ સમજવું, એ ચીમનભાઈ ! આહાહા ! કહે છે કે ભગવાન આત્મા તો જ્ઞાન દર્શન ને આનંદનો કંદ પ્રભુ છે. તે તો જ્ઞાન ને દર્શનને ધરનારો ભગવાન છે એવા આત્માની દશા તો સહજ, ઉદાસીન, જ્ઞાતાદેષ્ટાની અવસ્થા થવી જોઈએ. પણ, તે આત્માના વીતરાગી સ્વભાવને ન જાણતા, અજ્ઞાનભવનમાત્રથી, છે ? અવસ્થા તેનો ત્યાગ કરીને, અવસ્થા છે એનો ત્યાગ કરીને એમ નહિ, પણ અવસ્થા થવી જોઈએ, એનો ત્યાગ કરીને, ઝીણી વાત છે ભાઈ ! આહાહાહા ! ભગવાન આત્મા અનંતગુણ સંપન્ન દ્રવ્ય પદાર્થ, તો એની અવસ્થા તો સહજ .... જ્ઞાતાદેષ્ટા, જાણવા દેખવાના પરિણામરૂપ વીતરાગ અવસ્થારૂપ હોવી જોઈએ, એને ઠેકાણે પોતાના એવા સ્વભાવના અજ્ઞાનને કા૨ણે તે જ્ઞાતાદેષ્ટાની અવસ્થાને ઉત્પન્ન નહિ કરતો, તે જ્ઞાતાદેષ્ટાની અવસ્થાનો ત્યાગ કરીને, રમણીકભાઈ ? આ બધું ઝીણું છે ત્યાં તમારા પૈસામાં કાંઈ સમજાય એવું નથી ન્યાં ધૂળમાં. શું અમૃતચંદ્રાચાર્ય ! આત્માને કઈ રીતે પ્રસિદ્ધ કરે છે, અને એ પ્રસિદ્ધ કેમ એને થતો નથી ? આત્મખ્યાતિ ટીકા છે ને ? આહા ! ભગવાન ! તું પૂર્ણ આનંદ Page #39 -------------------------------------------------------------------------- ________________ ૨૪ સમયસાર સિદ્ધિ ભાગ-૪ ને જ્ઞાન, દર્શનથી ભરેલો પ્રભુ છો ને ! તો પ્રભુ તારી અવસ્થા, ૫૨ને ક૨વાપણાની તો ન હોય, રાગને કરવાપણાની પણ ન હોય, તારી અવસ્થા, જાણવા-દેખવાના વીતરાગ પરિણામરૂપે અવસ્થા તારી હોય. આહાહા ! તેને પોતાનો આનંદસ્વરૂપ ભગવાન ! એના અજ્ઞાનને કારણે, એ જ્ઞાતાદેષ્ટાની અવસ્થા થવી જોઈએ, તેનો ત્યાગ કરીને અજ્ઞાનભવનવ્યાપારરૂપ એટલે રાગનો પુણ્ય-પાપનો ભાવ એ અજ્ઞાન છે, એમાં જ્ઞાન નથી. સમજાય છે કાંઈ ? જ્ઞાનભવનમાત્ર સહજ અવસ્થાનો, ઉત્પત્તિનો ત્યાગ કરીને, અજ્ઞાની અજ્ઞાનભવનમાત્ર. એ પુણ્ય ને પાપ રાગાદિભાવ તે અજ્ઞાન છે એ આત્માનું એમાં જ્ઞાન નથી. “અજ્ઞાનભવન-વ્યાપારરૂપ ક્રોધાદિવ્યાપારરૂપે પ્રવર્તતો” એને અંદરમાં સ્વભાવનો અનાદર અને રાગનો પ્રેમ તેને અહીંયા ક્રોધ કહે છે. આહાહા! “ક્રોધાદિવ્યાપારરૂપ પ્રવર્તતો પ્રતિભાસે છે” એને તો આ રાગમાં પ્રવર્તુ છું એમ એને ભાસે છે. અજ્ઞાનીને આત્મા પૂર્ણાનંદનો નાથ તેની અવસ્થા જ્ઞાતાદેષ્ટાની આનંદની, શાંતિની, વીતરાગ દશા થવી જોઈએ, પણ તેનો ત્યાગ કરીને એટલે તેના સ્વભાવના અજ્ઞાનને લઈને, અજ્ઞાનપણાનો વ્યાપાર એટલે રાગ ને પુણ્યઆદિના પરિણામમાં પ્રવર્તતો પ્રતિભાસે છે અજ્ઞાનીને, તે રાગમાં પ્રવર્તતો પ્રતિભાસે છે તે, “તે આત્મા તે રાગનો કર્તા છે” આહાહા ! આવી વાતું છે. સમજાય છે કાંઈ ? แ જે જ્ઞાતાદેષ્ટા વીતરાગી સ્વરૂપ પ્રભુ! તેના જ્ઞાનના અભાવને લઈને, એને જ્ઞાન ને આનંદની દશા થવી જોઈએ, તેના અભાવમાં એટલે કે તેનો ત્યાગ કરીને, જાણે કે એની દશા તો વીતરાગી હોય એમ કહે છે. એનો ત્યાગ કરીને, રાગાદિ ભાવ જે અજ્ઞાનભાવ જેમાં જ્ઞાન નથી. આહાહા ! જેના ચૈતન્યના નૂરના-પૂરના પ્રકાશનો જેમાં અંશ નથી. એવો જે પુણ્યપાપનો રાગાદિ ભાવ એમાં પ્રવર્તતો હું જાણે એમાં પ્રવર્તી છું એમ અજ્ઞાનીને પ્રતિભાસે છે, તે અજ્ઞાની તે રાગનો કર્તા છે. આવી ગાથા છે! આહાહાહા ! સમજાણું કાંઈ ? અનાદિથી આમ કરી રહ્યો છે એમ કહે છે. ૫૨ના કામ કરે છે એ પ્રશ્ન અહીં છે જ નહિ. ૨મણીકભાઈ ? આ તમારે કા૨ખાના ને ચીમનભાઈના કારખાના, કાંતિભાઈનું ઓલું શું મોટું છે એને પાવડર, એની ક્રિયા કરતો પ્રતિભાસે છે એ તો અહીં છે જ નહિ. કા૨ણકે એ ક્રિયા એ કરતો જ નથી. પણ અહીંયા તો ભગવાન સર્વજ્ઞ પરમેશ્વર એમ ફરમાવે છે તે સંતો જગતને જાહે૨ ક૨ે છે. ભાઈ ! તું તો વીતરાગ મૂર્તિ જિન સ્વરૂપ છો ને ! આહાહા ! ‘ઘટ ઘટ અંત૨ જિન વસે ને ઘટ ઘટ અંતર જૈન” તું જિન સ્વરૂપ છો તો એની દશા જૈનની વીતરાગી દશા થાય તે જૈન છે. આવી વાતું હવે. આ ક્રિયાકાંડીઓને કાંઈ સૂઝે નહિ આમાં. આ સામાયિક કરી ને પોષા કર્યા ને પડિકમણા કર્યા એ ધૂળેય નથી સાંભળને ! બધી અજ્ઞાનભાવની ક્રિયા છે. આહાહા ! આંહીં કહે છે પ્રભુ ! ઇન્દ્રો ને ગણધરોની સમક્ષમાં ત્રણ લોકના નાથ, તીર્થંકરની આવી દિવ્યધ્વનિ હતી, એને ગણધરે ઝીલી અને શાસ્ત્ર રચ્યા, એ માહ્યલું આ શાસ્ત્ર છે. કુંદકુંદાચાર્યે રચ્યા એ તો, પ્રભુ તું કોણ છો ? તું શરીર નહિ, વાણી નહિ, મન નહિ, દયા દાનના રાગાદિના ભાવ નહિ, અરે ! એક સમયની અવસ્થા પણ તું નહિ. આહાહા ! તું તો અનંત અનંત અનંત Page #40 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૬૯-૭૦. ૨૫ અનંતગુણનો ગોદામ છો. એવા અનંતગુણના ગોદામ નામ સ્વભાવને ન જાણતાં, એ ભગવાન પૂર્ણાનંદને આમ ધ્યેયમાં લેવો જોઈએ અંદર, એને ન લેતાં રાગની ક્રિયા ચાહે તો દયા, દાન, વ્રત આદિની હોય, એ પોતાના ત્રિકાળી સ્વભાવના અજ્ઞાનને લીધે તે અવસ્થા નિર્મળ થવી જોઈએ, તેનો ત્યાગ કરી અને રાગમાં પ્રવર્તતી પ્રતિભાસે છે, તે આત્મા રાગનો કર્તા છે. સુમનભાઈ ! એ તમારે કાયદા ફાયદામાં આવું ક્યાંય આવતું ન હોય એમાં એ, તમારે તો કાયદાનું ક્યાં હતું એ તો રામજીભાઈને. આહાહા ! આહાહા ! ગજબ વાત કરે છે ને! ટૂંકી ભાષામાં કેટલું સમાડી દીધું છે! હું? એનું દ્રવ્ય, એનો ગુણ, એની પર્યાય વીતરાગી થવી જોઈએ, એને ઠેકાણે તે વસ્તુના સ્વભાવનો અજાણ–અજ્ઞાની અનાદિથી જે દશા આનંદ ને શાંતિની થવી જોઈએ તેને ઉત્પન્ન નહિ કરતો એટલે કે તેનો ત્યાગ કરતો, આહાહા ! આવી વાત ક્યાં હવે, વાણિયાને નવરાશ ન મળે! એ વાત આવી છે સાંભળી છે તમે રમણીકભાઈ ? જાપાનમાં એક ઐતિહાસિક મોટો છે ઐતિહાસિક મોટો જૂનો ૬૭-૬૮ વર્ષની ઉંમરનો છે. ઘણાં લાખો પુસ્તકોનો ઐતિહાસિક ઈતિહાસનો અને એનો છોકરો છે એ બેયને આ રસ છે. એને છાપામાં આપ્યું છે બહુ જૂનો ઐતિહાસિક કે અરે જૈન ધર્મ તો અનુભૂતિરૂપ ધર્મ છે, આંહીં એ કીધું ને, કીધું ને જે આનંદ ને જ્ઞાનસ્વરૂપ છે એટલી બધી તો એને ખબર ન હોય પણ એની અનુભવ દશા થવી જોઈએ, “એ અનુભૂતિ તે જૈન ધર્મ છે” એમ કહ્યું છે. અહીં કીધું ને જ્ઞાતાદેખાની અવસ્થાનો ત્યાગ કરીને, એટલે એની અનુભૂતિની દશાનો ત્યાગ કરીને. એણે તો એમ કહ્યું છે કે આવો જૈન ધર્મ, પણ વાણિયાને હાથ મળ્યો. વાણિયા વેપારમાં ગૂંચાઈને પડયા છે અને આ સૂઝે ક્યાંથી એમ લખ્યું છે. એય ! રમણીકભાઈ ? ઓલો ઐતિહાસિક ઠપકો આપે છે, જાપાનનો! આહાહા... સાંભળે છે ને લોકો બધાય. આહા! હીરાભાઈ? ઓલો જાપાની એમ કહે છે કે વાણિયાને આ મળ્યો ને વાણિયા વેપાર આડે નવરાશ નથી કે આમાં શું ચીજ છે. આહાહાહા! આંહીં આવ્યું ને? આંહીં શું આવ્યું જુઓ ! ક્રોધાદિવ્યાપારરૂપ પ્રવર્તતો, છે ને? એટલે? કે ભગવાન આત્મા વીતરાગી જિનરૂપી બિંબ આત્મા છે. તેની જિન અવસ્થા એટલે વીતરાગી અવસ્થા, ઉદાસ અવસ્થા થવી જોઈએ, તેનો ત્યાગ કરીને, સ્વભાવનો અભાવરૂપ, પુણ્ય-પાપના પ્રેમરૂપ, સ્વભાવ પ્રત્યેના ક્રોધરૂપ, સ્વભાવ પ્રત્યેના ક્રોધરૂપ અવસ્થાના વેપારમાં પ્રવર્તતો, રમણીકભાઈ ? એ તમારા ચોપડામાંય ન મળે એ બેન એ ન્યાં બધું ધ્યાન રાખે પણ આ ન મળે ક્યાંય, બેન ધ્યાન રાખે છે ને, એમ સાંભળ્યું છે ને. આહા! આહા! પ્રભુ, પ્રભુ વીતરાગ માર્ગ તો જુઓ. આહાહા! આંહી તો એમ સિદ્ધ કરે છે કે ભગવાન આત્મા વીતરાગ મૂર્તિ છે-જિન સ્વરૂપી એનો ગુણ પણ વીતરાગ સ્વભાવસ્વરૂપ છે અને તેની પર્યાય વીતરાગભાવની રાગથી ઉદાસ ને પરથી ઉદાસ ભિન્ન એની વીતરાગદશા ઉત્પન્ન થવી જોઈએ. દ્રવ્યગુણ વીતરાગ તો અવસ્થા વીતરાગ થવી જોઈએ. એનો તે અજ્ઞાની, પોતાના ત્રિકાળી સ્વભાવના જ્ઞાનનો અભાવ, અરે લાલભાઈ ન આવ્યા એને જરી પગનું છે ને ? આહાહા ! પોતાનો જે વ્યાપાર જ્ઞાતાદેખાનો જોઈએ અને તેના પરિણામ જે વીતરાગી પરિણામ તે Page #41 -------------------------------------------------------------------------- ________________ ૨૬ સમયસાર સિદ્ધિ ભાગ-૪ તેનો વ્યાપાર જોઈએ, એને ઠેકાણે, વેપાર શબ્દ પડયો છે ? આ તમારો વેપાર આવ્યો આ બધો, છતાંય એ વ્યાપાર આ, એ કારખાનામાં કામ કરે એ વ્યાપાર ઈ એનો નહિ. કા૨ખાનાની જે અવસ્થા થાય છે, એનો વ્યાપાર આત્મા કરે એ તો અજ્ઞાનમાંય નહીં. એની જે અવસ્થા કારખાનાની થાય છે તે અવસ્થાના કર્તા એ ૫૨માણું પુદ્ગલ પણ નહિ, એ પર્યાય તેની કર્તા, પર્યાય પર્યાયની કર્તા. આહાહાહા ! ત્યાં ગયા ’તા ને એક ફેરી ઉજ્જૈન-ઉજ્જૈન, લાલચંદભાઈનું છે ને ઓલું મીલ મીલ, ત્રણ કરોડનું, ત્યાં ગુજરી ગયા, પણ ભ્રમણામાં બધા એવું બધું હાલતું હોય ને બ્રાહ્મણ પાસે જપાવે એમ કાંઈક એમ લાભ થાય. ન્યાં લઈ ગયા’ તા એક ફેરી પગલાં કરવા. તે આખો સંચો એકલો માણસ એક જ ઊભો હોય બસ !( ઓટોમેટિક ) એ એની મેળાયે હાલે. રૂ નાખે ત્યાં આમ કપડું થઈને બહાર નીકળે એવો સંચો ત્રણ કરોડનો, પણ એ પર્યાય જે થાય છે એ જોડે માણસ ઊભો હોય એણે કરી તો નથી પણ એ પર્યાય જે આમ-આમ થાય છે, એનો કર્તા એ ૫૨માણું જે પુદ્ગલ છે ઈ એનો એ કર્તા નહિ, એનો આત્મા તો એનો કર્તા નહિ, એને રાગ થાય એ પણ એનો કર્તા નહિ, રાગ એનો કર્તા નહિ, અને એ પર્યાય થાય એનો એનાં ૫૨માણું છે એય કર્તા નહિ, અરેરે ! આંહીં સુધી જાવું, વીતરાગ માર્ગની ઊંડપ ઘણી બાપા. આહાહા ! એની પર્યાયનો કર્તા એ પર્યાય છે. આંહી કહે છે કે આ પર્યાયનો કર્તા કોણ ? આ રાગની અજ્ઞાની સ્વભાવના અજ્ઞાનને લઈને જે રાગાદિમાં પ્રવર્તે છે એ પર્યાયનું કાર્ય કોનું ? એ અજ્ઞાનીનું, ખરેખર તો એ પર્યાયનું કાર્ય છે અજ્ઞાન પર્યાય. આહાહા ! દ્રવ્યગુણ નહીં. આહાહા ! એ સહજ ઉદાસીન, જ્ઞાતાદેષ્ટા માત્ર, જ્ઞાતાદેષ્ટા માત્ર! રાગેય નહિ એમાં જોઈએ, વ્યવહા૨૨ત્નત્રયનો જે વિકલ્પ રાગ એ પણ એની અવસ્થા નહિ. એ તો જ્ઞાતાદેષ્ટાની વીતરાગ અવસ્થામાત્ર. તેનો ત્યાગ કરીને, એટલે કે તેને ઉત્પન્ન નહિ કરતો. આવો સહજ માર્ગ ઊંડો, વાણિયાને હાથ આવ્યો પણ વાણિયા-નવરાશ ન મળે, એય ચીમનભાઈ ? ( શ્રોતાઃ- એ વાત સાચી પણ કરી શકે તો એ વાણિયા જ ક૨શે ) એ વાત સાચી છતાંય ક૨શે તો એ જ ક૨શે. હૈં ? આહાહા ! આવો મારગ ! તીર્થંકર સર્વ અનંત તીર્થંકરો, અનંત કેવળીઓએ આ કહ્યું, ભગવાન (તીર્થંકરદેવ ) બિરાજે છે મહાવિદેહક્ષેત્રમાં, એ ( સીમંધર ) ભગવાને કહ્યું એ પોતે ઝીલ્યું, જાણ્યું અને આંહી આવીને રચના થઈ આ શાસ્ત્રની. અરેરે ! એ શાસ્ત્રની ટીકાની રચના થઈ એનો કર્તા કહે છે કે એ આત્મા નહિ. અરેરે ! એ પર્યાયોનો કર્તા એના ૫૨માણું નહિ. અ૨૨૨ ! આવી વાતું. પર્યાય જે ૫૨માણુંની જે આ ટીકા થઈ એ પર્યાય પર્યાયનો કર્તા. અહીંયા આત્મામાં પર્યાય તો વીતરાગી થવી જોઈએ કારણકે પોતે વીતરાગમૂર્તિ પ્રભુ છે. પણ તેના સ્વભાવના જ્ઞાનના અભાવને લઈને, હું આવો આત્મા પૂર્ણાનંદ ને અનંતગુણનો પિંડ છું, તેના સ્વભાવના ભાનના અભાવને લીધે, તેની દશાનો ત્યાગ કરી અને રાગના વ્યાપારમાં પ્રવર્તતો એને સ્વભાવથી વિરુદ્ધ જે ક્રોધ, એ ક્રોધમાં પ્રવર્તે છે. ક્રોધ કેમ કહ્યો ? કે રાગનો જેને પ્રેમ છે એને સ્વભાવ પ્રત્યે ક્રોધ છે. અરેરે ! આવી વાતું હવે. કહો કાંતિભાઈ ? આવું સ્વરૂપ છે. આહાહા ! Page #42 -------------------------------------------------------------------------- ________________ ૨ ૭. ગાથા-૬૯-૭૦. જેને એ શુભરાગ હોય એનો પણ જેને પ્રેમ છે, રુચિ છે, એને ભગવાન અનંત આનંદનો કંદ વીતરાગમૂર્તિ પ્રભુ તેના પ્રત્યે તેને દ્વેષ છે, વૈષનો ભાગ ક્રોધ અને માન છે. આહાહાહા! એવા વ્યાપારરૂપ પ્રવર્તતો થકો પ્રતિભાસે છે. એમ શું કીધું ઈ ? અજ્ઞાની સ્વભાવના અજ્ઞાનને લઈને રાગના અજ્ઞાનરૂપ વેપારમાં પ્રવર્તતો, એનો કર્તા હું છું એમ પ્રતિભાસે છે. આ રાગનો કર્તા હું છું એમ અજ્ઞાનપણે તેને પ્રતિભાસે છે. તે કર્તા છે, એટલું તો કાલ આવી ગયું'તું. આ તો ફરીને આ બધા નવા આવ્યા છે ને? અહીં સુધી તો કાલે આવ્યું'તું. અને હવે કર્મ, એ કર્તા પ્રતિભાસે છે એમ લીધું, હવે એનું કર્મ શું? કર્તાનું કાર્ય શું? અને જ્ઞાનભવનવ્યાપારરૂપ પ્રવર્તનથી જુદાં, ત્યાં એ નાખ્યું છે (કહ્યું છે) જોયું? ને પાછું ઓલું જ્ઞાનભવનમાત્રસહજ ઉદાસીન અવસ્થા તેનો ત્યાગ કરીને કીધું, કર્તા સિદ્ધ કરવો છે. હવે અહીંયા જ્ઞાનભવનવ્યાપારરૂપ, આત્માના સ્વભાવનો વ્યાપાર થવો જોઈએ. ભગવાન આત્મા અનંત અનંત ગુણનો સ્વભાવિક વસ્તુ, એ સ્વભાવની અવસ્થા થવી જોઈએ. એ જ્ઞાનભવનવ્યાપાર એટલે એ, આત્માના સ્વભાવનું થવું પર્યાયમાં, એના વ્યાપારરૂપ પ્રવર્તનથી જુદા, જ્ઞાતાદેષ્ટાના વીતરાગી પરિણામનું જ્ઞાન ભવન એટલે આત્માનું થવું એવો જે આત્માનો વ્યાપાર, તેનાથી પ્રવર્તનથી જુદાં. આહાહાહા ! ઓલામાં એમ કહ્યું'તું કે જ્ઞાતાદેખાની સહજ દશાનો ત્યાગ કરીને, કર્તા ભાસે છે. હવે અહીં કર્મ ભાસે છે, એમ કહ્યું છે. આહાહા... ગજબ વાત ટીકા તે કંઈ. આહાહા ! જ્ઞાન એટલે આત્માનું થયું એટલે કે વીતરાગી પર્યાયરૂપી વ્યાપાર થવો, એના પ્રવર્તનથી જુદા, વીતરાગી કાર્ય થવું જોઈએ, વીતરાગી દ્રવ્યગુણ છે માટે વીતરાગી પર્યાય થવી જોઈએ, પણ એ પ્રવર્તનથી જુદું એની મેળાએ આ બધું બેસે એવું નથી ત્યાં! આ બેનનું પુસ્તકનું પૂછયું છે એ બેનના પુસ્તકના તો મોટા અમલદાર અધિકારીઓ અત્યારે વાંચે છે કેટલી વાર બબ્બે, ચચ્ચારવાર વંચાઈ ગયા ને તમને પૂછયું કે વાંચ્યું નથી હજી કહો. આહા! વાંચ્યું છે તમે? કેટલી વાર એક? (શ્રોતા - બે વાર.) આહાહા! ટીકા છે આ જુઓને કહે છે. દ્રવ્યગુણ ને પર્યાય આમ નિર્મળદ્રવ્ય, નિર્મળગુણ તો એની નિર્મળ અવસ્થા થવી જોઈએ, તેનો તેને ખ્યાલ નથી, એથી અજ્ઞાનભાવે રાગમાં પ્રવર્તતો પ્રતિભાસે છે. તે પર્યાય તેની કર્તા, દ્રવ્ય કર્તા કહેવું એ ઉપચારથી. આહાહાહા! આંહીં હવે કર્મ, જ્ઞાનનું ભવન થવું આત્માના સ્વભાવનું વીતરાગભાવરૂપે થવું, એવો જે વ્યાપાર તેના પ્રવર્તનથી જુદા, ક્રિયમાણપણે કરાતું હોય એમ અંતરંગમાં ઉત્પન્ન થતાં કરાતું હોય એમ અંતરંગમાં ઉત્પન્ન થતાં પ્રતિભાસે છે, આ મારાથી થયું છે એમ એને પ્રતિભાસે છે. મેં કર્યું એ કર્તા પહેલું પાછું થયું, હવે આ રાગ છે એ મારાથી થયો એમ એને પ્રતિભાસે છે, એ રાગ એનું કાર્ય છે. આ કારખાનાના કામ ને વેપારધંધાના ને એ નહિ. (શ્રોતા – મુંબઈમાં તો ખરું ને!) એ ધૂળમાંય નહિ, મુંબઈમાં ક્યાં હતો. ભાષા સાદી છે ભાવ ભરેલા છે ગંભીર (શ્રોતા- એટલે તો આપ ખોલીને બતાવો છો ) આહાહાહા ! બહું ઝીણું એટલે. આહાહા! ક્રિયમાણપણે અંતરંગમાં ઉત્પન્ન થતાં પ્રતિભાસે છે.” પર્યાયમાં રાગ ઉત્પન્ન થાય છે એમ અજ્ઞાનીને કાર્ય ભાસે છે. અંતરંગમાં લીધું ને બહારનું કોઈ કાર્ય છે નહિ અંદર, એ હાથ હલાવી શકે નહિ ને ભાષા બોલી શકે નહિ, પાંપણ ફેરવી શકે નહિ, દાળ-ભાત ખાઈ Page #43 -------------------------------------------------------------------------- ________________ ૨૮ સમયસાર સિદ્ધિ ભાગ-૪ શકે નહિ, દાઢ દાંતને ( ખોતરી ) આમ કરી શકે નહિ. કહો છોટાભાઈ ? આવું ઝીણું છે બાપા. આહાહા ! આ જૈનદર્શન ! આ દિગમ્બરદર્શન. આહાહાહા ! અરેરે ! સાંભળવા મળે નહીં, સાંભળવાનો વખત લ્યે નહિ એને કેદિ' સમજાય ભાઈ !જિંદગી ચાલી જાય છે. આહાહા ! જુઓને ચંદુભાઈ ચાલ્યા ગયા ને બિચારા, આંહીં બેસતા આંહીં લાવોને આંહીં આવો ને એમ કહેતા ત્યારે ત્યાં પેશાબ ( સાટુ દૂર બેસતા ) દેહની સ્થિતિ પૂરી થાય ત્યાં શું થાય ? અમદાવાદમાં વાંચનારો બહુ મુખ્ય માણસ જબ્બર માણસ, એ હાલ્યા ગયા. ( શ્રોતાઃ- સંસ્કાર લઈને ગયા છે) સંસ્કાર લઈને ગયા–સંસ્કાર લઈને ગયા છે, અને મારા હિસાબમાં તો એ સ્વર્ગ સિવાય બીજે જાય નહિ, એવો એ માણસ હતો. શ૨ી૨ની નબળાઈ થઈ ગયેલી પણ ..... આહાહા! શું કીધું ? કર્તા ને કર્મ સિદ્ધ કરવું છે, કર્તા સિદ્ધ કર્યું કે અજ્ઞાની જ્ઞાનભવનમાત્રના પરિણામને નહિ ઉત્પન્ન કરતો, તેને છોડી અને રાગનો કર્તા છું, રાગમાં હું કરું છું એવો અજ્ઞાનીને કર્તા પ્રતિભાસે છે. ત્યારે કર્મ ? જ્ઞાનભવનવ્યાપારરૂપ પ્રવર્તનથી જુદાં એટલે એ પ્રવર્તન છે નહિ ત્યાં. આત્મભવનવ્યાપારરૂપ, જ્ઞાન શબ્દે આત્મા, આત્માના થવારૂપ વ્યાપારરૂપ પ્રવર્તનથી જુદાં, કેમ કે આત્માના ભવનરૂપ વ્યાપાર તો વીતરાગ ભાવ છે, એ વીતરાગી ભાવ તેનું કર્મ છે. આહાહાહા ! આત્મભવન વ્યાપારરૂપ પ્રવર્તનથી જુદાં ક્રિયમાણપણે અંતરંગમાં ઉત્પન્ન થતાં, કરાતું હોય જાણે મારાથી એમ અંતરંગમાં ઉત્પન્ન થતાં રાગને પોતે કર્મ તરીકે ભાસે છે. રાગ મારું કાર્ય છે તેમ અજ્ઞાનીને ભાસે છે. પણ આ રાગ એનું કાર્ય એમ પ્રતિભાસે છે, આ ૫૨ના મેં કામ કર્યા એ તો વાત જ જુદી છે. સુમનભાઈ ! આહાહાહા..... આ સિદ્ધાંત ! કરાતું હોય જાણે મારાથી એમ ક્રિયમાણ એટલે, એ રાગ કરાતું હોય મારાથી એમ એને કર્મ ભાસે છે. આહાહા ! ( શ્રોતાઃ- એ મારું કર્તવ્ય છે એમ ભાસે છે. ) એવી વાત છે. કેટલું સમાડી દીધું કર્તાકર્મ બેમાં. આહાહા ! એવા ક્રોધાદિ તે કર્તાના કાર્ય છે. અજ્ઞાનીનું કર્તા અજ્ઞાની, અને તેના પુણ્ય-પાપના ભાવ સ્વભાવથી વિરુદ્ધભાવ, એવા ક્રોધાદિનું કાર્ય તેને થાય છે એમ ભાસે છે. હું તો ક્રોધ કરું છું. આ કરું છું એ નહિ, હું તો ક્રોધ કરું છું, માન કરું છું, રાગ કરું છું એમ ભાસે છે. આવી વાત છે ક્યાં ? દિગંબર સંતો સિવાય, માળે ગજબ કામ કર્યું છે. હૈં ! ( શ્રોતાઃ- અહીં તો અમે આપની પાસેથી સાંભળીએ છીએ, ) આ ત્રણ ચાર લીટીમાં કેટલું ભર્યું છે ! આહાહા ! આહાહા ! તારી ગંભીરતાનો પાર નથી પ્રભુ ! તું તને ભુલ્યો એની ગંભીરતાનો પાર નથી, ઓલામાં આવ્યું છે અનુભવપ્રકાશમાં તારી શુદ્ધતા તો બડી, પણ તારી અશુદ્ધતાય બડી છે. કે તીર્થંકર જેવાના સમવસરણમાં ગયો પણ તેં અશુદ્ધતા છોડી નહિ. અનુભવ પ્રકાશમાં આવે છે, દિપચંદજી. આહાહા ! પર્યાયમાં દ્રવ્યને ધ્યેય તરીકે લઈને જ્ઞાતાદેષ્ટાની અવસ્થા થવી જોઈએ તે તેનું કર્મ ને કાર્ય છે, એને છોડી દઈને, જ્ઞાનભવનમાત્રવેપારના પ્રવર્તનથી જુદાં, એટલે ? કે વસ્તુ અને વસ્તુનો સ્વભાવ, અવિકારી વીતરાગમૂર્તિ તેનું કાર્ય તો વીતરાગ-પ્રવર્તન જોઈએ. એ વીતરાગ પ્રવર્તનના કાર્યથી દાં, આવી વાતું છે. અરે ત્યાં શું ? ફાડ પાડી નાખે અંદરથી આર-પાર !ભગવાન અંદર ભિન્ન ત્રિલોકનાથ છે ને આ શું તને થયું છે ? આહાહા ! Page #44 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૬૯-૭૦. ૨૯ એવા ક્રોધાદિક, ક્રોધ–કેમ કીધું, કહ્યું? સમજાણું ને? કે એ રાગ ને દયા દાન વ્રત કે કામ ક્રોધના પરિણામ થયા એની રૂચિ છે, ને એને એની દૃષ્ટિ છે અને એ એને પોષાય છે. ભગવાન એને પોષાતો નથી. જે કંઈ વિકલ્પ થયો, શુભ-અશુભ ભાવનો એનું એને પોષાણ છે, પોષે છેપોષે છે, રુચિ છે તેથી ભગવાનનો એને અનાદર છે. પરમાત્મા પ્રકાશમાં કહ્યું છે કે રાગના ભાવને જેણે ઉપાદેય તરીકે સ્વીકાર્યો એણે ભગવાન ત્રણલોકનો નાથ પરમાત્મા પોતે તેને હેય છે. આહાહા ! આત્મા હેય છે. શશીભાઈ ! અનાદિથી હેય કર્યો તેં પ્રભુ! આહાહાહા ! ભગવાન સ્વરૂપ પરમાત્મા એનો આદર નહીં કરતાં અજ્ઞાનભાવે એટલે કે તે સ્વરૂપના મહાભ્યના અભાવે, રાગના મહા તને આવ્યા, એ વિકારી પર્યાયના પ્રભુ તને મહાભ્ય આવ્યા. તેથી વીતરાગી પ્રવર્તનથી તે રાગ પ્રવર્તન જુદી જાત છે. આહાહા ! હીરાભાઈ ? આવું છે ! આહાહા ! શું ટીકા, શું એની ગંભીરતા! શું એના ભાવ. અમૃતચંદ્રાચાર્ય એક હજાર વર્ષ પહેલા દિગંબર સંત, જિન નહિ પણ જિન સરીખા, એની આ ટીકા બાપુ, જિન છે ને? મોક્ષ તત્વ કહ્યું છે ને? એને તો મોક્ષ કહ્યું છે, મોક્ષમાર્ગમાં પરિણમેલા મુનીઓને મોક્ષ તત્વ છે એમ કહ્યું છે. આહા! અહીંયા એ સંતો વિકલ્પ આવ્યો છે તેના એ કર્તા તો નથી, અને આ ટીકા થાય તો એના કર્તા તો ત્રણ કાળમાંય નથી, પણ એમાં પાણી આવી રચાઈ ગઈ. આહાહા! પ્રભુ! તું કર્તા તો વીતરાગી પર્યાયનો હોવો જોઈએ એને ઠેકાણે રાગ પર્યાયનો કર્તા તને પ્રતિભાસે છે, એ અજ્ઞાન છે, અને વીતરાગી પરિણામ તે તારું કાર્ય છે એમ ભાસવું જોઈએ. તેને છોડીને, રાગમાં પ્રવર્તનરૂપ, વીતરાગ પ્રવર્તનથી જુદી જાત જે રાગ તેમાં પ્રવર્તતો તને ભાસે છે, કહે છે એ તારું કાર્ય છે અજ્ઞાનીનું. આહાહાહા ! એ હાથ હલાવી શકે છે, એ તો નહિ. ગજબ વાત છે. હેં? કહ્યું'તું ને અહીંયા. પગ-પગ જે હાલે છે આ જમીનને અડતો નથી પગ, હવે આ કોને બેસે? અડતો નથી, અડે તો બેય એક થઈ જાય. અને તે પગ હાલે છે એ આત્માથી નહિ, આત્માને વિકલ્પ આવ્યો કે આમ થાય એનાથી નહિ, તેમ જે પગ આમ હાલે છે એ પરને અડયા વિના, એ હાલવાની ક્રિયા એના પરમાણુંથી નહિ. એની પર્યાય(નો) પર્યાય કર્યા છે એની. ભાષા જાઓ ને જ્ઞાનભવન વ્યાપારરૂપ આત્માના સ્વભાવના વ્યાપારરૂપ વીતરાગ પરિણામ તેના પ્રવર્તનથી જુદાં ક્રિયમાણપણે જાણે કે કરતું હોય, હું કરું છું એમ અંતરંગમાં ઉત્પન્ન થતાં પ્રતિભાસે છે એવા એ વિકારીભાવ એનું કાર્ય છે કર્મ એટલે કાર્ય છે. આહાહા ! શ્લોક બહુ સારો આવી ગયો છે, અત્યારે તમારે દાક્તર આવ્યા છે ને. આંહીં કહો જાંઝરી, જાંઝરી અત્યારે આવ્યા છે આજ. આહાહાહા ! શું એની શૈલી, શું એની ધારા-આહાહા ! પ્રભુ તું તને ભૂલીને રાગનો કર્તા તું થાશ ભાઈ ! વીતરાગી પ્રવર્તનના કાર્યને છોડી દઈને, પ્રભુ તેં રાગના કાર્ય મારાં માન્યા છે એમ કહેવું છે. આ કર્તા કર્મની સિદ્ધિ કરી. અરે! આ ક્યાં પકડે સાધારણ માણસ. આહાહા! આ પ્રમાણે અનાદિ કાળથી” અનાદિ કાળના અજ્ઞાનથી. નિગોદથી માંડીને નવમી રૈવેયક ગયો અનંતવાર, જૈન દિગંબર સાધુ થયો, પંચમહાવ્રત પણ એ બધા રાગ છે એ મારું કાર્ય છે તેમ એને ભાસ્યું છે. આહાહા! “આ પ્રમાણે અનાદિ કાળની, અજ્ઞાનથી થયેલી આત્માની કર્તા કર્મની પ્રવૃત્તિ છે.” લ્યો. આ રીતે અજ્ઞાનથી કર્તાકર્મની પ્રવૃત્તિ છે. આહાહાહા ! Page #45 -------------------------------------------------------------------------- ________________ ૩૦ સમયસાર સિદ્ધિ ભાગ-૪ હવે આ બધા ગૃહસ્થો મોટા મરી જાયને કરોડપતિને પચાસ લાખ ને ધૂળ લાખવાળા, એ ઉદ્યોગપતિ હતા એણે ઉદ્યોગ બહુ કર્યો, છાપામાં એમ આવે, ઉદ્યોગપતિ હતા, ઉદ્યોગપતિ આ ધૂળના? (શ્રોતા:- માનવા તો પડે ને) માને છે એ તો અજ્ઞાન થયું. આહા! એમ કે જમ્યા ત્યારે મા-બાપ પાસે કાંઈ નહોતું પછી પોતે યુવાન અવસ્થા થઈ પોતાના ડહાપણે ઉદ્યોગ વધાર્યો અને ઉદ્યોગપતિ થયા અને ચાલીસ-ચાલીસ કરોડ ભેગાં કર્યા. આહાહા ! આંહીં તો કહે છે કે રાગનો ઉદ્યોગપતિ થાય એ પણ મિથ્યાદેષ્ટિ છે. એય ! વીતરાગ પર્યાયનો ઉદ્યોગપતિ થાય એ ધર્મી છે. આહાહા! એ રીતે પોતાના અજ્ઞાનને લીધે” પાછું આ એવું આ કેમ થયું છે કે કર્મનું જોર છે માટે થયું છે એમ નહિ, એના સ્વરૂપનું એને ભાન નથી માટે થયું છે. “પોતાના અજ્ઞાનને લીધે કર્તાકર્મભાવ વડે ક્રોધાદિમાં વર્તતા” એટલે પુણ્ય-પાપના ભાવ જે આત્માના સ્વભાવથી વિરુદ્ધ તેમાં વર્તતા, આ આત્માને તે ક્રોધાદિની પ્રવૃત્તિરૂપ પરિણામને નિમિત્ત માત્ર કરી, અજ્ઞાનીના તે ક્રોધ, માન, માયાના અથવા રાગના પ્રેમરૂપી જે ક્રોધ, સ્વભાવ પ્રત્યેનો અનાદર તેની પરિણતિનું નિમિત્તમાત્ર કરીને પોતે પોતાના ભાવથી પરિણમતું કર્મ, આ તો ફક્ત નિમિત્ત છે, તે સમયે પરમાણુંઓ કર્મ થવાને લાયક એ પોતાના ભાવથી પરિણમતું આ તો નિમિત્તમાત્ર છે, નિમિત્તનિમિત્ત કેમ કહ્યું કે એ કાંઈ એના કર્મના પુદ્ગલને પરિણમાવતું નથી. કર્મની પર્યાયને તે પરિણમાવતું નથી. નિમિત્તાત્રે એમ, નિમિત્તમાત્ર અજ્ઞાનીના રાગના કર્તાપણાના નિમિત્તમાત્રને પામી પરમાણુંઓ કર્મની અવસ્થાને ધારણ કરે છે. આહાહાહા ! પોતે પોતાના ભાવથી, પર્યાયથી, પરિણમતું પૌદ્ગલિક કર્મ એકઠું થાય છે. ત્યાં પરમાણુંઓ કર્મના એકઠા થાય છે, આ તો પરિણામ આમાં તો નિમિત્ત માત્ર છે, તે સમયે તે પરમાણુંઓમાં કર્મની અવસ્થા થવાને લાયકવાળા પરિણમે છે, એ પોતાના ભાવથી પરિણમે છે, આ આત્માના રાગના ભાવને લઈને નહિ. આહાહાહા ! સમજાણું કાંઈ ? બીજી રીતે કહીએ તો ભગવાન આત્મા એમાં વિકાર થવાનો કોઈ ગુણ નથી. આત્મામાં અનંતગુણો છે, અનંતા અનંત ગુણો અનંતા અનંત ગુણો, એમાં કોઈ એક ગુણ વિકાર કરે એવો કોઈ ગુણ નથી, પણ પર્યાયની બુદ્ધિવાળા અજ્ઞાનીઓ કર્મ-વિકારને પર્યાયમાં કરે છે. સમજાય છે કાંઈ? એમ કર્મની અવસ્થા પુગલમાં થવાની અવસ્થા પુદગલમાં એવો કોઈ ગુણ નથી કે કર્મરૂપી અવસ્થા થાય. સમજાય છે કાંઈ? પુગલમાં એવો કોઈ ગુણ નથી કે કર્મની અવસ્થા થાય, પણ તેની પર્યાયમાં અધ્ધરથી કર્મની અવસ્થા પરમાણુમાં થાય છે. આહાહાહા ! પ્રવૃત્તિરૂપ પરિણામને નિમિત્તમાત્ર કરીને, પોતે પોતાના ભાવથી પર્યાયથી પરિણમતુંપર્યાયથી પરિણમતું ભાવથી પરિણમતું એમ, પરમાણુંઓ કર્મ થવાને લાયક છે પર્યાયમાં, તે પોતાના ભાવથી, પર્યાયથી પરિણમતું એના દ્રવ્યગુણના ભાવથી પરિણમતું એ નહિ, આહાહાહા! ગજબ ટીકા કરે છે ને? આહાહા ! પોતે પોતામાં પર્યાયથી જ પરિણમતું, હું! પોતે પોતાની પર્યાયથી જ પરિણમતું, પૌદ્ગલિક કર્મ એકઠું થાય છે તેને પરમાણુંઓ ત્યાં બંધાય છે, એની પોતાની પર્યાયની લાયકાતથી. આ તો નિમિત્તમાત્ર છે. આ રીતે જીવ ને પુગલનો પરસ્પર અવગાહ, બસ! એક ક્ષેત્રમાં રહેવું એટલો અવગાહ Page #46 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૬૯-૭૦ ૩૧ સંબંધ. આહાહાહા ! ભગવાન આત્મા પોતાના સ્વભાવને ભૂલી, અજ્ઞાનભાવે રાગનો કર્તા ભાસે અને રાગ તેનું કાર્ય ભાસે તેટલું રાગનું નિમિત્તમાત્ર કરી તે વખતના ૫૨માણુંની પર્યાય પોતાપણે પરિણમે અને એના એકક્ષેત્રાવગાહે રહે, જ્યાં આત્મા છે ત્યાં કર્મ રહે. આહાહા ! પરસ્પર અવગાહ જેનું, ૫૨સ્પ૨ અવગાહ જેનું લક્ષણ જોયું ! ૫૨૫૨, આત્મા પોતાના રાગદ્વેષથી પડયો છે, કર્મ એની અવસ્થાથી ૫૨સ્પ૨ એકબીજાના અવગાહ એક ક્ષેત્રમાં રહેલાં છે. આહા ! સમજાણું કાંઈ ? હવે આ એક જણો કહે કે હું પંદર દિ'માં સમયસાર વાંચી ગયો, બાપુ હૈં! ગંભીરતાનો પાર નથી... બાપુ આ તો ત્રણ લોકના નાથ સંતોની વાણી છે આ, સંત, સંત છે એ વીતરાગ મૂર્તિ છે. દિગંબર સંત, એવા સંબંધરૂપ બંધ સિદ્ધ થાય છે. આવા સંબંધરૂપ બંધ એક ક્ષેત્રાવગાહે રહેવું, જોયું ? સંબંધરૂપ બંધ, ત્રણ વાત થઈ, વખત થઈ ગયો છે. ત્યાં એમ કીધું’તું કે પુણ્ય ને પાપ સંયોગસિદ્ધ સંબંધ છે. સમજાણું ? અને આ એક અવગાહરૂપી સંબંધરૂપ બંધ સિદ્ધ છે, બાકી કાંઈ સંબંધ એને છે નહીં, સૌ સૌ પોતપોતાથી રહ્યાં છે, “અનેકાત્મક હોવા છતાં ” એટલે કે અનેકપણાની ભિન્નતા હોવા છતાં “એક પ્રવાહપણે હોવાથી જેમાંથી ઇતરેતરાશ્રય દોષ દૂર થયો છે આનું વ્યાખ્યાન થોડું બાકી છે થોડું કાલે કહેવાશે. (શ્રોતા :– પ્રમાણ વચન ગુરુદેવ ) પ્રવચન નં. ૧૪૭ ગાથા-૬૯-૭૦-૭૧ તા.૨૭/૧૧/૭૮ સોમવાર કારતક વદ-૧૨ શ્રી સમયસાર ૬૯ ને ૭૦ છેલ્લી વાત છે. આ રીતે જીવ અને પુદ્ગલનો, છે ને છેલ્લું. ૫૨સ્પ૨ અવગાહ જેનું લક્ષણ છે એવા સંબંધરૂપ બંધ સિદ્ધ થાય છે. શું કહ્યું ? કે જેમ આત્માને અને જ્ઞાનને તાદાત્મ્ય સંબંધ સિદ્ધ છે તેમ આત્માને ને રાગને સંયોગસિદ્ધ સંબંધ છે. આહાહા ! આત્મા ને શાન એ તપ, અગ્નિ ને ઉષ્ણતા જેમ તરૂપ સંબંધ છે, તે રૂપ સંબંધ છે, એમ ભગવાન આત્માને ને જ્ઞાનને, તે રૂપ તરૂપ સંબંધ છે. તેને તાદાત્મ્યસિદ્ધ સંબંધ કહ્યો. અને પુણ્ય ને પાપના ભાવને આત્માની સાથે સંયોગસિદ્ધ સંબંધ છે. ઓલો સ્વભાવસિદ્ધ સંબંધ છે, આ સંયોગસિદ્ધ સંબંધ છે. આત્મા આનંદ ને જ્ઞાનસ્વરૂપ એને પુણ્ય ને પાપના ભાવ સંયોગે– સિદ્ધ સંબંધ છે સ્વભાવ નહિ. આવું ઝીણું છે, તાદાત્મ્યસિદ્ધ સંબંધ ને સંયોગસિદ્ધ સંબંધ ને આંહીં અવગાહ આંહીં તો અવગાહ ઉપર લેવું છે ને છેલ્લું. આહાહા ! ત્રણ સંબંધ છે. એ બે થયા. ત્રીજો, આત્મા જ્યારે રાગદ્વેષરૂપે પરિણમે છે ત્યારે કર્મના ૫૨માણુંઓ તે પોતાને કા૨ણે તે રીતે પરિણમવાની લાયકાતવાળા પરિણમે છે. ૫૨માણુંઓ તો અનંત છે, પણ તે કાળે ત્યાં રાગદ્વેષ જેટલા થયા, તેના પ્રમાણમાં એની અપેક્ષા વિના, નિમિત્ત છે ને એ તો ? કર્મના ૫૨માણુંઓ પોતાની લાયકાતથી કર્મરૂપે થવાને યોગ્ય હતા તે કર્મરૂપે થાય છે અને જ્યારે રાગદ્વેષરૂપે થાય છે ત્યારે નવા કર્મો સંયોગ સંબંધે જે આવે છે, ભાવસંયોગ, તો આયે સંયોગ છે પણ એક ક્ષેત્રાવગાહ સંબંધ બસ. આત્માને અને કર્મના ૫૨માણુંઓને એકક્ષેત્રે રહેવું એટલો સંબંધ છે. આહાહાહા ! આવું બધું ઝીણું લ્યો. હવે વાણીયા નવરા ક્યારે થાય આ બધુંનિર્ણય કરવા ? ચીમનભાઈ ! Page #47 -------------------------------------------------------------------------- ________________ ૩૨ સમયસાર સિદ્ધિ ભાગ-૪ (શ્રોતા:- સમજવું પડશે) સમજવું પડશે લ્યો ભાઈ કહે છે. હેં? પોતા માટે (શ્રોતા- સમજવાનું પોતાના માટેજ છે ને?) પોતા માટે જ છે ને? વાત સાચી. આ કર્તાકર્મની પ્રવૃત્તિ આની અનાદિથી આમ છે. એ કહેશે કે એ જીવ જ્યારે પોતાના સ્વભાવને ભૂલી અજ્ઞાનભાવરૂપ રાગદ્વેષરૂપે થાય છે તે કાળે કર્મના પરમાણુંઓ કર્મ રૂપે થવાને લાયક હતા તે કર્મરૂપે થાય છે, એમ બેને એકક્ષેત્રે રહેવાનો સંબંધ છે. એકક્ષેત્રે એકબીજાનો સ્વભાવ સંબંધ છે એમ નહિ. આહાહા ! આ રીતે જીવ અને પુદ્ગલનો પરસ્પર અવગાહુપરસ્પર અવગાહ, જ્યાં કર્મના પરમાણુંઓ છે, ત્યાં આત્માના રાગદ્વેષના પરિણામવાળો જીવ છે. એમ પરસ્પર અવગાહ સંબંધ છે. જ્યાં આત્મા છે, રાગદ્વેષના પરિણામ, તે જ કાળે કર્મના પરમાણુંનો તે જ ક્ષેત્રે અવગાહ રહેલા છે. એવો સંબંધરૂપ બંધ સિદ્ધ થાય છે. સમજાય છે કાંઈ ? આહાહા! અનેકાત્મક હોવા છતાં, હવે શું કહે છે?કે આત્મા ને પરમાણુંઓ કર્મ અનેક છે, એક નથી ભિન્નભિન્ન છે બેય, આત્મા ભિન્ન દ્રવ્ય છે, કર્મના પરમાણુંઓ ભિન્ન દ્રવ્ય છે એ અનેકાત્મક અનેક સ્વરૂપે હોવા છતાં, અનાદિ એક પ્રવાહપણે હોવાથી, એટલે? કે આત્મા પણ પોતાને ભૂલીને રાગદ્વેષરૂપે પરિણમે છે, એ પણ અનાદિ પ્રવાહ છે, અને કર્મ પણ કર્મરૂપે પ્રવાહ છે એ પણ અનાદિ પ્રવાહ છે. આને લઈને આ ને આને લઈને આ, એમ નથી. આહાહાહા! ઝીણી વાત છે એકદમ. એવા અનેક નામ બેપણું ભિન્ન ભિન્ન હોવા છતાં એકપ્રવાહપણે હોવાથી પ્રવાહ એક જ છે. વિકારપણે આત્મા પોતે સ્વતઃ અનાદિ પરિણમે છે અને કર્મના પરમાણુંઓ કર્મરૂપે પણ અનાદિ પોતાથી પરિણમે છે. આ હોય તો આ પરિણમે, આ હોય તો આ પરિણમે, એમ ઇતર ઇતર દોષ એમાં આવતો નથી. આહાહાહા ! આવી વાતું ન્યાયના ગ્રંથની વાતું છે આ તો. જેમાંથી ઇતરેતરાશ્રય દોષ દૂર થયો. એટલે? કે જીવ રાગદ્વેષરૂપે પરિણમ્યો ત્યારે કર્મના પરમાણુંઓ પરિણમ્યા એના આશ્રયે એમ નથી, એ ત્યાં પરિણમવાને લાયકવાળા પરમાણુંઓ અનાદિથી એમ પરિણમે છે, અહીં રાગદ્વેષને લાયકવાળા જીવ રાગદ્વેષરૂપે અનાદિથી પરિણમે છે, એમ બે ભિન્ન હોવા છતાં, એકબીજાને આશ્રયે થાય છે, એવું નથી, બેય સ્વતંત્ર છે. આહાહાહા ! આવું બધું. એમ કહીને કર્તાકર્મની પ્રવૃત્તિ સિદ્ધ કરી. પોતે આત્મા વિકારી પર્યાય કર્તા, વિકારી પર્યાય, કર્મ પરની સાથેનો સંબંધ નહિ અજ્ઞાનભાવે. એમ જેમાંથી ઇતર ઇતર એટલે એકબીજાને આશ્રયે છે એવો પ્રવાહ નથી. સ્વતંત્ર પ્રવાહ છે. આહાહાહા ! નહીંતર તો એમ થાય કે રાગદ્વેષ થાય ત્યારે કર્મ કર્મરૂપે પરિણમે એટલો સંબંધ રહે છે આશ્રય? કે “ના” એ તો એ કર્મરૂપે થવું પ્રવાહમાં એ એને કારણે. રાગદ્વેષરૂપે થવું જીવન જીવને કારણે, એવો તે બંધ કર્તાકર્મની પ્રવૃત્તિનું નિમિત્ત જે અજ્ઞાન, તેનું નિમિત્ત છે. આહાહાહા ! જ્યાં જીવે રાગદ્વેષ કર્યો અજ્ઞાનભાવે તે કાળે જ ત્યાં કર્મના પરમાણુંપણે પરિણમનારા પરિણમ્યા એવો બંધ સિદ્ધ થાય છે. અને તે બંધ, કર્તાકર્મ પ્રવૃત્તિનું નિમિત્ત અજ્ઞાન. આત્મામાં જે કર્તાકર્મ રાગાદિનો કર્તાને એનું કર્મ એવું જે અજ્ઞાન તેનું નિમિત્ત છે, કોણ? બંધ પૂર્વનો જે બંધ છે એ આંહીં કર્તાકર્મનું જે અજ્ઞાન તેમાં એ નિમિત્ત છે. અને એ બંધમાં પણ એ રાગદ્વેષના Page #48 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૬૯-૭૦. ૩૩ પરિણામ નિમિત્ત છે, બસ એટલું છે. ન્યાયના માર્ગ છે આ તો ભાઈ વાણીયાને ન્યાયમાં ક્યાં હવે આવું, સમજવું પડે બાપુ. પાછું જે બંધ થયો એ વળી આ બાજુ અજ્ઞાનનું નિમિત્ત, એ બંધ થયો છે એ અજ્ઞાની જે અજ્ઞાન છે કરશે તેમાં એ નિમિત્ત છે અને બંધ થયો એમાં અજ્ઞાનભાવ જે થયો તે એને નિમિત્ત છે. આહાહા ! આવું છે. ભાવાર્થ – આ આત્મા, જેમ પોતાના જ્ઞાનસ્વભાવરૂપ પરિણમે છે, પોતાના આનંદ ને જ્ઞાનરૂપે પરિણમે છે, થાય છે, તેમ જ્યાં સુધી વિકારરૂપપણે પરિણમે છે, ક્રોધ એટલે જ્ઞાનમાં અને ક્રોધાદિમાં ભેદ જાણતો નથી. જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્માનું થવું, અને રાગરૂપે થવું એ બે નો ભેદ અજ્ઞાની જાણતો નથી. બેનું અંતર જાણતો નથી. તેમ બેની ભિન્નતા જાણતો નથી. વિશેષ અંતર છે ને બે શબ્દ વિશેષ અંતર, બે માં વિશેષપણું અને અંતર નામ ભેદપણું સમજાય છે કે નહિ? ભેદ જાણતો નથી, ત્યાં સુધી તેને કર્તાકર્મની પ્રવૃત્તિ છે. આત્માની પર્યાય કર્તા ને રાગ તેનું કર્મ પણ આત્મા કર્તા ને વિકારપણું કર્મ એમ અહીંયા કહેવાય છે, ખરેખર તો અજ્ઞાનભાવ એવો જે પર્યાય એ કર્તા અને રાગાદિ ભાવ તેનું કર્મ, પણ અજ્ઞાન આત્માએ કર્યું એમ કહીને અજ્ઞાનભાવનો કર્તા આત્મા અને અજ્ઞાનભાવ તેનું કાર્ય, રાગાદિનું. જોયું, ત્યાં સુધી તેને ક્રોધાદિરૂપ પરિણમતો તે પોતે કર્તા જોયું અને ક્રોધાદિ તેનું કર્મ. ખરેખર તો એ વિકારી પરિણામ પોતે જ કર્તા અને વિકારી પરિણામ પોતે જ કર્મ છે. તેમ ભગવાન આત્મામાં દ્રવ્યગુણ કોઈ એવો નથી કે વિકારનો કર્તા થાય, શું કીધું છે? ભગવાન આત્મામાં એટલા ગુણો છે અમાપ પણ એવો કોઈ ગુણ નથી કે જે રાગનો કર્તા થઈને પરિણમે, એવો કોઈ ગુણ નથી. પણ એવું સ્વરૂપ જે છે જ્ઞાતાદેષ્ટા, તેના અજ્ઞાનને લઈને જે પર્યાય થઈ તે અજ્ઞાનની પર્યાય કર્તા ને એ અજ્ઞાન પર્યાય રાગ તેનું કાર્ય. આહાહા! આવો મારગ હવે. “અનાદિ અજ્ઞાનથી તો કર્તાકર્મની પ્રવૃત્તિ છે, અજ્ઞાનથી કર્તાકર્મની પ્રવૃત્તિથી બંધ છે, એ તો અનાદિથી છે”. એમાં કાંઈ પહેલાં આણે આ થયું ને પછી આ થયું એમ કાંઈ છે નહિ. એમ કે જીવે અજ્ઞાન કર્યું અને પછી બંધન થયું તે જ કાળે એમ કંઈ નથી એ તો આંહીં બંધનો પ્રવાહ છે ને આંહીં અજ્ઞાનનો પ્રવાહ એમ અનાદિથી ચાલે છે. હવે આમાં ધંધા મુંબઈના ધંધા આડે એમા આ વાત. (શ્રોતા- આ વાત વિચારવી પડશે) વિચારવી. આહાહા! આહીં તો એ સિદ્ધ કરવું છે, કે ભગવાન આત્મા પોતાના સ્વભાવરૂપે પરિણમે એ તો એનું સ્વરૂપ છે. સમજાણું? પણ એ પોતાના સ્વભાવને પર્યાયમાં ન જાણતા અજ્ઞાનભાવરૂપી ભાવકર્મનો કર્તા થાય એ રાગ તે એનું કાર્ય ને અજ્ઞાનભાવ તે તેનું કર્તા. દ્રવ્ય તો દ્રવ્ય ને ગુણ તો છે એ છે. આહાહાહા ! આવો મારગ, વીતરાગ સિવાય ક્યાંય ન મળે, ગપ્પા માર્યા છે બધાએ આ તો ત્રણલોકના નાથ જિનેશ્વરદેવ પરમેશ્વરે સર્વજ્ઞપણામાં બધું જાણું, ઇચ્છા વિના વાણી નીકળી, એ વાણીમાં સ્વપર કહેવાની તાકાત છે આત્મામાં સ્વપરને જાણવાની તાકાત છે. વાણીમાં સ્વપરને જાણવાની તાકાત નથી. આહાહા ! આત્મામાં સ્વપરને કહેવાની તાકાત નથી. કીધું? ભગવાન આત્મા સ્વપરને કહે એવી એનામાં તાકાત નથી, સ્વપરને જાણે એવી એની તાકાત છે. વાણીમાં સ્વપરને કહેવું એવી તાકાત છે પણ વાણીમાં સ્વપરને જાણવું એવી તાકાત નથી. આહાહાહા! અનાદિ અજ્ઞાનથી તો કર્તાકર્મની પ્રવૃત્તિ(છે) એ કર્તાકર્મની પ્રવૃત્તિથી Page #49 -------------------------------------------------------------------------- ________________ ૩૪ સમયસાર સિદ્ધિ ભાગ-૪ બંધ છે અને તે બંધના નિમિત્તથી પાછું તે બંધ થયો ને ? એના નિમિત્તથી અજ્ઞાન છે. એ પ્રમાણે અનાદિ પ્રવાહ સંતાન છે. માટે તેમાં એકબીજાનો આશ્રય-દોષ પણ આવતો નથી. એમ કે આણે રાગ કર્યો ને ત્યારે બંધન થયુ, ને બંધનનું નિમિત્ત થયું તેથી આંહી અજ્ઞાન થયું એવો એકબીજાના આશ્રયે ( નથી ) સ્વતંત્ર છે. પ્રવાહરૂપે અનાદિ એ રીતે સ્વતંત્ર છે એકબીજાને આશ્રયે થાય એવું અનાદિ પ્રવાહમાં ઇતર–ઇતર દોષ આવતો નથી. આહાહાહાહા ! એ ગાથાઓ ઝીણી. પહેલી ગાથા કર્તાકર્મની ઝીણી ભાઈ. આહા ! “આ રીતે જ્યાં સુધી આત્મા ક્રોધાદિ કર્મનો કર્તા થઈ ” વિકારી પરિણામનો કર્તા થઈ, કે જે વિકારી પરિણામ જીવને સંયોગસંબંધે છે, સ્વભાવસંબંધે નથી. એવા સંયોગી સંબંધના પુણ્યપાપના ભાવ એનો કર્તા થઈ પરિણમે છે, ત્યાં સુધી કર્તાકર્મની પ્રવૃત્તિ છે અને ત્યાં સુધી કર્મનો બંધ થાય છે. આ તમારી મેળાએ વાંચ્યું છે કે નહિ કોઈ દિ’આ. ચીમનભાઈ ? હૈં ? નવરાશ નથી ભાઈ. મોટાભાઈ કહે છે, આ ભાઈને કાલ પૂછ્યું નહિ ? ઓલા રમણીકભાઈને કીધું આ બેનનું પુસ્તક વાંચ્યું ? તો કહે વાંચ્યું જ નથી, કહો હવે. આરે ! આરે ! હવે મારી નાખે જગતને. આવું બહાર નીકળ્યું પુસ્તક તે ભેટ તો આપ્યું છે ને ? આત્મધર્મ જે મંગાવે છે એને ભેટ આપ્યું છે. ઘણાં વખતથી આવી ગયું છે તોય વાંચ્યું નથી કહે. ચોપડા વાંચ્યા છે મુંબઈમાં, મોહનગરી કીધીને ? અરે રે ! ચાલ્યો વખત ચાલ્યો જાય છે, પોતાનું જે કર્તવ્ય છે એ સમજે નહિ આ જીવ, અવતાર ચાલ્યા જાય છે બાપુ. આહાહા ! ઘડી ઘડી જાય તે મૃત્યુને સમીપે જાય છે. આહાહા ! બે ઘડી, ચાર ચાર ઘડી ચાલ્યો જાય છે, તેમ તેમ દેહને છૂટવાના સમીપમાં જાય છે. છૂટવાનો તો છે જ, છૂટો તો છે જ, પણ બાહ્ય ક્ષેત્રાંત૨ આઘો જવાનો કાળ, એને સમીપ આવે છે. આહાહા ! દ્રવ્ય તેની પોતાની પર્યાયને કે જે તેના જન્મક્ષણે-સ્વકાળે ક્રમબદ્ધ થવાની છે તેને આડી-અવળી કે આઘી-પાછી કરી શકે એમ પણ નથી દરેક પદાર્થની પર્યાય ક્રમબદ્ધ થાય છે. દરેક જીવ કે જડની પર્યાયનો જે જન્મક્ષણ છે તે જ સમયે તે પર્યાય ક્રમબદ્ધ થાય છે, તેને ઇન્દ્ર, નરેન્દ્ર, કે જિનેન્દ્ર પણ ફેરવવા સમર્થ નથી. આહાહા ! જીવ એકલો જ્ઞાતા છે. અહીં અકર્તાપણાની ઉત્કૃષ્ટતા બતાવે છે કે ઇશ્વ૨ જગતનો કર્તા છે એ વાત તો જૂઠી છે જ અને એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કરી શકે એ પણ જૂઠું છે અને તે તે દ્રવ્ય તેની પોતાની પર્યાયને કે જે તેના જન્મક્ષણે-સ્વકાળે ક્રમબદ્ધ થવાની છે તેને આડી-અવળી કે આઘીપાછી કરી શકે એમ પણ નથી. જે સમયે જે પર્યાય ક્રમબદ્ધ થવાની છે તેને અન્ય નિમિત્તની અપેક્ષા તો નથી જ પણ એના દ્રવ્યની પણ અપેક્ષા નથી. આવી વસ્તુની સ્થિતિ છે. (આત્મધર્મ, અંક ૭૨૬, વર્ષ-૬૦, પાના નં. ૭) Page #50 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૭૧ ( ગાથા - ૭૧ कदाऽस्याः कर्तृकर्मप्रवृत्तेर्निवृत्तिरिति चेत् जइया इमेण जीवेण अप्पणो आसवाण य तहेव। णादं होदि विसेसंतरं तु तइया ण बंधो से।।७१।। यदानेन जीवेनात्मन: आस्रवाणां च तथैव। ज्ञातं भवति विशेषान्तरं तु तदा न बन्धस्तस्य।।७१।। इह किल स्वभावमात्रं वस्तु, स्वस्य भवनं तु स्वभावः। तेन ज्ञानस्य भवनं खल्वात्मा, क्रोधादर्भवनं क्रोधादिः। अथ ज्ञानस्य यद्भवनं तन्न क्रोधादेरपि भवनं, यतो यथा ज्ञानभवने ज्ञानं भवद्विभाव्यते न तथा क्रोधादिरपि; यत्तु क्रोधादेर्भवनं तन्न ज्ञानस्यापि भवनं, यतो यथा क्रोधादिभवने क्रोधादयो भवन्तो विभाव्यन्ते न तथा ज्ञानमपि। इत्यात्मनः क्रोधादीनां च न खल्वेकवस्तुत्वम्। इत्येवमात्मात्मास्रवयोर्विशेषदर्शनेन यदा भेदं जानाति तदास्यानादिरप्यज्ञानजा कर्तृकर्मप्रवृत्तिर्निवर्तते; तन्निवृत्तावज्ञाननिमित्तं पुद्गलद्रव्यकर्मबन्धोऽपि निवर्तते। तथा सति ज्ञानमात्रादेव बन्धनिरोधः सिध्येत्। હવે પૂછે છે કે આ કર્તાકર્મની પ્રવૃત્તિનો અભાવ ક્યારે થાય છે? તેનો ઉત્તર કહે છે - આ જીવ જ્યારે આસવોનું તેમ નિજ આત્મા તણું, જાણે વિશેષાંતર, તો બંધન નહીં તેને થતું. ૭૧. ગાથાર્થ-[યા] જ્યારે [ગનેન નીવેન] આ જીવાત્મન:] આત્માના [ તથા વ ૨] અને [કાવાળ] આસવોના [ વિશેષાન્તરં] તફાવત અને ભેદને [જ્ઞાત ભવતિ] જાણે [ તવા તુ] ત્યારે [ ]તેને [વશ્વ: ] બંધ થતો નથી. ટીકા- આ જગતમાં વસ્તુ છે તે સ્વભાવમાત્ર જ છે, અને “સ્વ”નું ભવન તે સ્વભાવ છે(અર્થાત્ પોતાનું જે થવું-પરિણમવું તે સ્વભાવ છે); માટે નિશ્ચયથી જ્ઞાનનું થવુંપરિણમવું તે આત્મા છે અને ક્રોધાદિકનું થવું-પરિણમવું તે ક્રોધાદિ છે. વળી જ્ઞાનનું જે થવું-પરિણમવું છે તે ક્રોધાદિકનું પણ થવું-પરિણમવું નથી, કારણકે જ્ઞાનના થવામાં (-પરિણમવામાં) જેમ જ્ઞાન થતું માલૂમ પડે છે તેમ ક્રોધાદિક પણ થતાં માલૂમ પડતાં નથી; અને ક્રોધાદિકનું જે થવું-પરિણમવું તે જ્ઞાનનું પણ થવું-પરિણમવું નથી, કારણકે ક્રોધાદિકના થવામાં (-પરિણમવામાં) જેમ ક્રોધાદિક થતાં માલૂમ પડે છે તેમ જ્ઞાન પણ થતું માલૂમ પડતું નથી. આ રીતે આત્માને અને ક્રોધાદિકને નિશ્ચયથી એકવસ્તુપણું નથી. આ પ્રમાણે આત્મા અને આસવોનો વિશેષ (-તફાવત) દેખવાથી જ્યારે આ આત્મા તેમનો ભેદ (ભિન્નતા) જાણે છે ત્યારે આ આત્માને અનાદિ હોવા છતાં પણ અજ્ઞાનથી Page #51 -------------------------------------------------------------------------- ________________ ૩૬ સમયસાર સિદ્ધિ ભાગ-૪ ઉત્પન્ન થયેલી એવી (પરમાં) કર્તાકર્મની પ્રવૃત્તિ નિવૃત્ત થાય છે; તેની નિવૃત્તિ થતાં અજ્ઞાનના નિમિત્તે થતો પૌગલિક દ્રવ્યકર્મનો બંધ પણ નિવૃત્ત થાય છે. એમ થતાં, જ્ઞાનમાત્રથી જ બંધનો નિરોધ સિદ્ધ થાય છે. ભાવાર્થ- ક્રોધાદિક અને જ્ઞાન જુદી જુદી વસ્તુઓ છે; જ્ઞાનમાં ક્રોધાદિક નથી, ક્રોધાદિકમાં જ્ઞાન નથી. આવું તેમનું ભેદજ્ઞાન થાય ત્યારે તેમના એકપણારૂપ અજ્ઞાન માટે અને અજ્ઞાન મટવાથી કર્મનો બંધ પણ ન થાય. આ રીતે જ્ઞાનથી જ બંધનો નિરોધ થાય છે. પ્રવચન નં. ૧૪૭ ગાથા-૭૧ તા. ૨૭/૧૧/૭૮ હવે પૂછે છે શિષ્ય આવું જ્યારે સાંભળ્યું ત્યારે, હવે એને જિજ્ઞાસા ઉત્પન્ન થઈ એમ લીધું છે ને? આ રીતે જ્યારે સાંભળ્યું કે આત્મા અજ્ઞાનભાવે વિકારનો કર્તા થાય અને વિકાર તેનું કાર્ય થાય, તે કાળે કર્મના પરમાણું થવાને લાયક પોતાની પર્યાયપણે પરિણમે તે બંધ કહેવાય, એ બંધનું નિમિત્ત આ પરિણામ, અને એ બંધનું નિમિત્ત ભવિષ્યના અજ્ઞાનનું નિમિત્ત. સમજાણું કાંઈ? આહાહા ! હવે પૂછે છે કે પ્રભુ આ કર્તાકર્મની પ્રવૃત્તિનો અભાવ ક્યારે થાય? અરેરે!આ તો અજ્ઞાનભાવે આ કરે છે અને બંધન થાય છે એ દુઃખી છે. એ દુઃખમાં ઘેરાઈ ગયો છે. આહાહા ! અજ્ઞાનભાવે વિકારનો કર્તા થાય છે એ દુઃખના ભાવમાં પ્રભુ, એ ઘેરાઈ ગયો છે. એ એનો અભાવ ક્યારે થાય? એવી જેને અંતરમાંથી સમજવાની જિજ્ઞાસા થઈ છે અને આ કહેવામાં આવે છે. સમજાણું કાંઈ? આહાહાહા ! એને ખ્યાલમાં આવ્યું કે આત્મા પોતાના સ્વભાવનો અજાણ અજ્ઞાનભાવે એના સ્વભાવમાં નથી એવા સંયોગસિદ્ધ સંબંધવાળા રાગાદિ એ કર્તા થાય અને રાગાદિ એનું કાર્ય થાય, એ તો દુઃખની દશા થઈ. તો એવી કર્તાકર્મની પ્રવૃત્તિ અજ્ઞાનભાવ કર્તા ને રાગ તેનું કાર્ય, એવી કર્તાકર્મની પ્રવૃત્તિનો અભાવ પ્રભુ ક્યારે થાય ? કર્તાકર્મની પ્રવૃત્તિનો સિદ્ધ અંત તો અમે જાણ્યો. હૈ? પણ એ અજ્ઞાનભાવ કર્તા ને રાગદ્વેષ કાર્ય, એનો અભાવ શી રીતે થાય પ્રભુ? કેમ કે ભગવંત અને ગુરુ જે કહે છે ભલે આ વાત આમ, પણ એ કહે છે વીતરાગભાવ પ્રગટ કરવા માટે આ કહે છે, આમાં રોકાવા કહે છે, એમ નહિ. સમજાણું કાંઈ ? એથી શિષ્યનો પ્રશ્ન ઉઠયો, પ્રભુ ત્યારે અમને આ કહોને તમારે જે કહેવાનો આશય તો આચાર્યને પાછો વીતરાગ ભાવ આમ થાય, એમ તમારે તો સરવાળો લાવવો છે. સમજાણું કાંઈ ? તો એ શી રીતે થાય? આહાહા! આવી વાતું. ઉપદેશ લોકો હવે મોટા ધંધા ને એમાં ગુંચાઈ ગયા. જે સંપ્રદાયમાં જગ્યા જે કુળમાં જન્મ્યા, જેનો સંગ રહ્યો એ વાત એને બેસી ગયેલી. હું? જેશી કુળે સમુપન્ને-જે કુળમાં ઉપજ્યો, અને તે કુળમાં જે એની જાત ધર્મ હોય એનો એને એવા ધર્મી એનો સંગ થયો એની વાત એને બેઠેલી. હેં ! નવું શું છે સત્ય, વિચાર કરવાનો અવસર ન મળે. શિષ્યને તો આ પ્રશ્ન ઉઠયો છે. પ્રભુ જ્યારે આત્માના અજાણ સ્વભાવમાં અજ્ઞાનભાવમાં કર્તા અજ્ઞાન થઈને દુઃખના Page #52 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૭૧ ૩૭ ભાવ જે રાગાદિ તેનું કાર્ય કરે અને તે રીતે અનાદિથી પરિભ્રમણ કરી રહ્યો છે તેને લઈને નિમિત્તથી સામે બંધ થાય છે એ બંધનો પાછો ઉદય થાય ત્યારે એ અહીંયા અજ્ઞાન કરે એને નિમિત્ત થાય, કરે એને નિમિત્ત થાય. સમજાણું કાંઈ ? તો હવે ન કરે એ શી રીતે છે ? હૈં ? ૭૧ ગાથા. આ જીવ જ્યારે આસ્રવોનું તેમ નિજ આત્મા તણું, જાણે વિશેષાંતર, તદા બંધન નહીં તેને થતું. ૭૧. આહાહાહા ! કુંદકુંદાચાર્યની વાણી ભગવાનની દિવ્યધ્વનિનો સાર છે. આહાહા ! ટીકાઃ-‘આ જગતમાં' એક તો આ જગત છે એમ સિદ્ધ કર્યું. વસ્તુ છે જગત, જ–ગ–ત ત્રણ અક્ષર છે, એકાક્ષરી. કાનો, માત્ર, મીંડુ કાંઈ ન મળે. ભગવાનની વાણી જેમ નિ૨ક્ષી છે. એમ આ “જગત” ત્રણ અક્ષર નિરક્ષરી છે એટલે એને કાનો માત્ર નહિ. જગ-ત જે આખું જગત જે પોતે પોતાની સ્થિતિમાં રહીને પરિણમે છે એને જગત કહે છે. આ જગત, એની અસ્તિ સિદ્ધ કરી. વસ્તુ છે એ જગતમાં જે વસ્તુ છે, આ જગત છે અને “એમાં જે વસ્તુ છે, તે સ્વભાવમાત્ર જ છે” આહાહાહા! વસ્તુ છે એ તો સ્વભાવમાત્ર જ છે. જીવનો સ્વભાવ જ્ઞાનાનંદ તે સ્વભાવમાત્ર જ વસ્તુ છે, એમ કહે છે. આ જગતમાં, વસ્તુ છે, શબ્દ જ ‘વસ્તુ’ શબ્દ વાપર્યો, કેમ કે જેમાં અનંતા ગુણ વસેલા છે. જગત છે તેમાં અનંતા દ્રવ્યો રહેલાં છે. એમ આ વસ્તુ ભગવાન છે તેમાં અનંતા ગુણો વસેલા છે. એ પણ ગુણનો એક મહાજગત છે. આહાહા ! આંહીં કહે છે કે એ સ્વભાવમાત્ર જ છે, વસ્તુ છે એ તો જે સિદ્ધાંત પહેલો, પછી આત્મામાં ઉતા૨શે. વસ્તુ છે તે સ્વભાવમાત્ર જ હોય તે વસ્તુ અને ‘સ્વ’નું ભવન તે સ્વ-ભાવ છે. વસ્તુ સિદ્ધ કરી, પછી એ વસ્તુ સ્વભાવમાત્ર જ છે એમ સિદ્ધ કર્યું. હવે એનો ‘સ્વ’નું ભવન તે સ્વભાવ છે. એની જે પર્યાય પરિણમે છે એનું નામ સ્વભાવ છે. આહાહા ! આ તો સમયસાર છે, ભગવાનની વાણી છે, કુંદકુંદાચાર્યની વાણી બાપુ, ‘સ્વભાવમાત્ર જ’ પાછું છે એમ, જોયું ? અને સ્વનું ભવન તે સ્વભાવ છે, તે સ્વભાવ જ છે, વસ્તુ છે એ સ્વભાવમાત્ર જ છે, અને એ સ્વભાવનું ભવન થવું. ભવન થવું તે સ્વભાવ છે. “પોતાનું જે થવું પરિણમવું તે સ્વભાવ છે” એટલું સિદ્ધ સાધારણ કર્યું. માટે નિશ્ચયથી જ્ઞાનનું થવું કેમ કે આત્મા જ્ઞાન સ્વભાવ વસ્તુ છે, હવે એ જ્ઞાન સ્વભાવ છે તેનું થવું, શું કહ્યું ? પહેલો તો સિદ્ધાંત સિદ્ધ કર્યો, કે આ જગતમાં વસ્તુ છે એ સ્વભાવમાત્ર છે, બસ સામાન્ય બસ, અને તે સ્વભાવનું પરિણમવું તે સ્વભાવ છે. આહાહા! તેમ આ ભગવાન આત્મા વસ્તુ છે તેનો શાન સ્વભાવ ત્રિકાળ છે. અને તે વસ્તુ છે તે જ્ઞાનસ્વભાવ છે અને તે જ્ઞાનસ્વભાવનું જ્ઞાનરૂપે પરિણમવું તે એનો સ્વભાવ છે. શું વાત, શું વાત ? ગજબ વાત છે. લોજીક-ન્યાયથી, વસ્તુ છે એમ સિદ્ધ કર્યું, અને એ વસ્તુ સ્વભાવમાત્ર જ છે, તેમ આત્મા આત્માપણે જ છે તે આત્મા જ્ઞાનસ્વભાવમાત્ર જ છે. આહાહા ! જ્ઞાનની હારે અનંતગુણો ભલે રહ્યા અને તે જ્ઞાનનું પર્યાયમાં જ્ઞાનરૂપે પરિણમવું આત્માના સ્વભાવનું સ્વભાવરૂપે પરિણમવું, છે? થવું, સ્વનું થવું, સ્વ...ભાવ કીધો ને તો સ્વ જે જ્ઞાનસ્વરૂપ ભગવાન એનું ભવન, સ્વભાવનું સ્વનું ભવન, તે સ્વભાવ છે. અર્થાત્ પોતાનું જે થવું એટલે કે જે સ્વભાવ પોતાનો છે તે રૂપે પરિણમવું, તે સ્વભાવ છે. માટે નિશ્ચયથી જ્ઞાનનું પરિણમવું Page #53 -------------------------------------------------------------------------- ________________ ૩૮ સમયસાર સિદ્ધિ ભાગ-૪ તે આત્મા છે. જોયું? કેમ કે ભગવાન આત્મા તે જ્ઞાનસ્વભાવ વસ્તુ છે અને તે જ્ઞાનસ્વભાવનું પર્યાયમાં જ્ઞાનરૂપે, આનંદરૂપે, શાંતિરૂપે પરિણમવું તે તેનો સ્વભાવ છે. આહાહાહા ! ખરેખર ભગવાન જ્ઞાનનું થવું કેમ કે આત્મા જ્ઞાનસ્વભાવ છે. આત્મા વસ્તુ છે એનો જ્ઞાન સ્વભાવ છે અને તેથી જ્ઞાનનું પરિણમવું થવું તે આત્મા છે, ક્રોધાદિનું થવું પરિણમવું તે ક્રોધાદિ છે. વિકારરૂપે થવું તે વિકાર છે, એ આત્મા નથી. પુષ્ય ને પાપના ભાવરૂપે થવું તે વિકારરૂપ થવું, તે વિકાર છે તે આત્મા નથી. આહાહા !વળી જ્ઞાનનું જે થવું પરિણમવું છે, એટલે કે ભગવાન આત્મા જ્ઞાન સ્વરૂપી, જ્ઞાન સ્વભાવી મુખ્ય લેવું છે ને? બાકી તો અનંત સ્વભાવ પણ-જ્ઞાન તે મુખ્ય વસ્તુ છે. “માટે જ્ઞાનનું જે થવું પરિણમવું છે તે ક્રોધાદિનું પરિણમવું નથી.” આહાહાહા ! ભગવાન આત્મા જ્ઞાન સ્વભાવી છે, તેનું જ્ઞાન ને આનંદ ને શાંતિનું થવું તે આત્મા. પણ તેનું રાગરૂપે થવું એ નહિ, એ આત્મા નહિ. શું વાત? સમયસાર તો આ ભરતક્ષેત્રમાં અલૌકિક વાત છે. એની એક એક ગાથા એક એક પદ! કહે છે કે વસ્તુ જગતમાં છે, અને તે વસ્તુ સ્વભાવમાત્ર જ છે, અને તે સ્વભાવનું પરિણમવું માત્ર તે આ વસ્તુ છે, એમ ભગવાન આત્મા છે અને તેનો જ્ઞાન, આનંદ આદિ સ્વભાવમાત્ર છે, અને તે જ્ઞાન ને આનંદ સ્વભાવમાત્રનું જ્ઞાન ને આનંદરૂપે થવું તે આત્મા છે. પણ તેનું વિકારરૂપે પણ થવું એ નહિ. એ વસ્તુ નહિ, એમ કહે છે. એનો અર્થ એમ છે કે જેણે આત્મા છે, એવું જેણે દૃષ્ટિમાં લીધું તો તો એ આત્માનો જ્ઞાન ને આનંદ સ્વભાવ છે, અને જ્યાં એ લીધું દૃષ્ટિમાં એટલે જ્ઞાન ને આનંદરૂપે થવું એ આત્મા છે. પણ તેના આનંદ ને જ્ઞાનરૂપે થવું એની સાથે રાગરૂપે થવું એ આત્મા નહિ. આહાહાહાહા ! પરનું કરવાપણાની તો વાત અહીં છે જ નહિ. અહીંયા તો એનો સ્વભાવ જે છે ભગવાન આત્મા ! જ્ઞાન, આનંદ, શાંતિ, સ્વચ્છતા, પ્રભુતા એવો જે વસ્તુનો સ્વભાવ છે, તે વસ્તુનો સ્વભાવ ત્રિકાળ છે, એ દ્રવ્ય ત્રિકાળ છે, પણ વર્તમાનમાં એ સ્વભાવનું થવું, જ્ઞાનરૂપે, આનંદરૂપે, શાંતિરૂપે, સ્વચ્છતારૂપે, પ્રભુતારૂપે એ સ્વભાવનું થવું તે આત્મા છે, તે દ્રવ્ય ગુણ ને પર્યાય ત્રણ થઈને આત્મા કીધો. સમજાણું કાંઈ ? અને તે વખતે રાગના પ્રેમપણે પરિણમવું તે આત્મા નહિ, એ આત્માનો સ્વભાવ નહિ અને સ્વભાવરૂપે પરિણમ્યા સિવાય આ પરિણમવું એ આત્મા નહિ. આહાહાહા! જ્ઞાનનું પરિણમવું તે ક્રોધાદિકનું પણ પરિણમવું નથી કારણ કે જ્ઞાનના થવામાં જેમ જ્ઞાન થતું માલૂમ પડે છે” શું કહે છે કે ભગવાન આત્મા જ્ઞાન ને આનંદસ્વભાવ વસ્તુ છે અને જ્યારે જ્ઞાન ને આનંદરૂપે પરિણમે છે ત્યારે તેને આનંદ ને જ્ઞાનરૂપે થવું તે ભાસે છે. છે? જ્ઞાનનું પરિણમવું માલૂમ પડે છે, એટલે ? આત્મા આનંદ ને જ્ઞાનપણે પરિણમે છે તેવું પર્યાયમાં માલુમ પડે છે. ભગવાન આત્મા શુદ્ધ સ્વરૂપ છે સ્વભાવ અને તે શુદ્ધરૂપે પરિણમે છે એમ માલૂમ પડે છે, તે વખતે ક્રોધરૂપે પણ પરિણમું છું એમ માલૂમ પડતું નથી. શું શૈલી ! શું ટીકા ! ગજબ વાત છે ભાઈ, ભગવાન-ભગવાનની સાક્ષાત્ વાણીમાં આવી હોય એ સંતોએ એવી વાતું કરી છે ભાઈ પણ એને સાંભળવાને માટે પાત્રતા જોઈએ. આહાહાહાહા ! આત્માના સ્વભાવપણે પરિણમવામાં જેમ સ્વભાવ થતું માલૂમ પડે છે. શાંતિ થઈ, Page #54 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૭૧ આનંદ થયો એમ માલૂમ પડે છે, તે વખતે ક્રોધાદિક પણ માલૂમ પડતાં નથી, તે વખતે રાગરૂપે થઉં છું તે તેને દેખવામાં આવતું થતું નથી, કારણ કે એ છે નહિ. જેમ સ્વભાવનું થવું વસ્તુની દ્રષ્ટિ કરતાં વસ્તુનો જે સ્વભાવ છે, તે સ્વભાવરૂપે થવું જેમ ભાસે છે. છે? તેમ વિકારરૂપે થવું ત્યાં ભાસતું નથી એટલે વિકારરૂપે થવું છે જ નહિ. આહાહાહા ! સુજાનમલજી! આવી વાતું છે આ, આવી વાતું છે. આહા! કર્તાકર્મની વ્યાખ્યા છે ને? ભગવાન આત્મા વસ્તુ જ્ઞાન આનંદ આદિ સ્વભાવની ચીજ, તે પોતે પોતાની દ્રષ્ટિમાં લઈ, અને જ્ઞાનરૂપે સ્વભાવરૂપે થવું એમ અંદર માલૂમ પડે છે. આત્મા આનંદરૂપે પરિણમે છે, જ્ઞાનરૂપે પરિણમે છે, એમ દ્રષ્ટિ-દ્રવ્ય ઉપર થઈ છે, એનો સ્વભાવ આમ પરિણમે છે તેમ માલૂમ પડે છે, તેમ એને ખ્યાલમાં આવે છે એમ કહે છે. કેટલાંક કહે છે ને કે ભાઈ આત્માને સમ્યગ્દર્શન થાય તે ખબર કેમ પડે? અરે પ્રભુ શું તું કહે છે આ? આહા ! એ આંહી કહે છે. સમજાણું કાંઈ ? વસ્તુ છે તે સ્વભાવમાત્ર છે એમ પહેલી ઠરાવી, પછી સ્વભાવ સ્વ-ભાવ છે તે સ્વનું થવું પરિણમનમાં એ એની ચીજ છે. એમ ભગવાન આત્મા જ્ઞાન ને આનંદ આદિ સ્વભાવમાત્ર એ વસ્તુ છે, અને તેથી સ્વભાવમાત્ર વસ્તુ છે તો તે સ્વનું થવું તે આત્મા છે. એટલે? કે તે સમયે જ્ઞાન ને આનંદરૂપે થવું તે આત્મા છે. અને તે સમયે જ્ઞાન ને આનંદ થવું માલુમ પડે છે, ખ્યાલમાં આવે છે, એમ રાગરૂપે થવું એ એમાં હોતું નથી એટલે માલૂમ પડતું નથી. આહાહાહા ! એકલા ન્યાય ભર્યા છે. આહા! આંહી તો એમ કહે છે, જ્યારે ભગવાન આત્મા વસ્તુ છે, અને એ સ્વભાવમાત્ર વસ્તુ છે, એવી દ્રષ્ટિ થઈ ત્યારે તેનું સ્વનું ભવન થયું, એ જે વસ્તુસ્વભાવ છે તેનું સ્વ, સ્વભવન તે સ્વભાવ એના પરિણમનમાં સ્વનું શાંતિનું, જ્ઞાનનું આનંદનું થવું, તે સ્વનું ભવન છે, અને તેથી તે સ્વનું ભવન માલૂમ પડતાં, ખ્યાલમાં આવતાં વેદનમાં જણાતાં, એ વખતે રાગ પણ થયો છે એમ માલૂમ પડતું નથી. કેમ કે રાગરૂપે થયો નથી. આહાહાહા ! ગજબ કામ કર્યું છે. પંચમ આરાના મુનિઓ, થોડા શબ્દોમાં કેટલું ભર્યું છે. શિષ્યનો એમ પ્રશ્ન હતો કે પ્રભુ રાગ કાર્ય ને કર્તા અજ્ઞાની, એવી પ્રવૃત્તિ ક્યારે બંધ પડે? એ પ્રવૃત્તિ ક્યારે ન થાય? ત્યારે એનો ઉત્તર આપ્યો કે, પ્રભુ તું એક વસ્તુ છો કે નહિ? અને વસ્તુ છે તેમાં વસેલા જ્ઞાન, આનંદ આદિ સ્વભાવ છે કે નહિ? અને સ્વભાવ છે તો તેનું પરિણમન સ્વભાવરૂપે થાય કે વિભાવરૂપે થાય? આહાહાહાહા ! માંધાતા એકવાર હોય તો ગર્વ ઉતરી જાય એવું છે એને. હું? આહાહા! એવી વાત છે બાપુ? કહે છે કે વસ્તુ છે તો એમાં અનંતા સ્વભાવો વસેલા છે, તો એ વસ્તુ સ્વભાવમાત્ર જ છે, અને સ્વભાવ એને કહીએ, કે એ સ્વભાવ છે, પણ એ જાણ્યું શેમાં? કે સ્વનું ભવન થાય તેમાં તે સ્વભાવમાત્ર વસ્તુ છે તેમ જણાય. આહાહાહાહાહા ! કહો શુકનલાલજી ! આ શુકનના કાયદા. આહાહા! આવી વાત. એ પ્રભુ પોતે આત્મા છે, વસ્તુ છે, તો તેનો સ્વભાવમાત્ર છે એટલે કે તેમાં વસેલા ગુણો છે તે માત્ર છે એમ વસ્તુ છે એ સ્વભાવમાત્ર છે. એમાં જે ત્રિકાળી વસેલા ગુણો તે સ્વભાવમાત્ર તે વસ્તુ છે અને તે સ્વભાવમાત્ર વસ્તુ છે એવું ખ્યાલ ક્યારે આવે? કે એ સ્વભાવમાત્ર વસ્તુ Page #55 -------------------------------------------------------------------------- ________________ ૪૦ સમયસાર સિદ્ધિ ભાગ-૪ સ્વભવનપણે પરિણમે ત્યારે ખ્યાલમાં આવે, ત્યારે આત્મા શુદ્ધપણે પરિણમે છે એ મારું કાર્ય છે એમ ખ્યાલમાં આવતાં વસ્તુમાં અનંત સ્વભાવ હતો એનો ખ્યાલ આવ્યો, એનું પરિણમન થતાં એનો ખ્યાલ આવ્યો, અને પરિણમનમાં સ્વભાવનું પરિણમન ખ્યાલમાં આવે છે. આહાહા ! આહાહાહા ! જેમ સ્વભાવનું થવું, પર્યાયમાં સ્વભાવનું થવું જેમ માલૂમ પડે છે, એ જ્ઞાનમાં જણાય છે, કે આ સ્વભાવ શુદ્ધપણે પરિણમ્યો, એમ જ્ઞાન જાણે છે, તેમ તે રાગપણે પરિણમવું એ છે નહિ, માટે તેને રાગપણે થવું માલૂમ પડતું નથી. એ વખતે જરી રાગાદિ હો, પણ છતાં સ્વાભાવિક વસ્તુ જે અનંત ગુણનો પિંડ પ્રભુ એનો જ્યાં સ્વીકાર થયો એટલે પરિણમનમાં સ્વનું ભવન થાય, સ્વના ભવનમાં જ્ઞાન ને આનંદનું થવું માલૂમ પડે, એ વખતે રાગ હો, છતાં રાગનું જ્ઞાન થાય તે માલૂમ પડે છે. હેં ? ( શ્રોતાઃ- રાગ માલૂમ પડતો નથી ) આહાહાહા ! આવી વાતું છે. કહો કાંતિભાઈ ! આ કાંતિની વ્યાખ્યા હાલે છે આત્માની કાંતિ અંદરખાને, આત્માની કાંતિ માલૂમ પડે ત્યારે રાગની અકાંતિ માલૂમ પડતી નથી, કહે છે. એ વખતે રાગ હો, છતાં સ્વનું પરિણમન થતાં પોતે પોતાને જાણવારૂપે પરિણમે છે તેમ તે વખતે રાગને રાગપણે છે ભલે, પણ તેના જાણવાપણે એ પરિણમે એ તો પોતાનો સ્વભાવ જ એવો છે સ્વપરપ્રકાશક સ્વભાવપણે થવું તે તેનો સ્વભાવ છે. આહા ! સમજાણું કાંઈ ? આહાહાહા ! અમૃત રેડયા છે, દિગંબર સંતોએ જગતનો ઉદ્ધાર, દોષ કેમ નીકળી જાય, એની વાતું કરી છે. આહાહા ! કર્તા કર્મની પ્રવૃત્તિ કેમ અટકી જાય, હેં ? અજ્ઞાનપણે કર્તા કર્મ છે એમ કહીને પણ તાત્પર્ય તો પાછું એને વીતરાગતા બતાવવી છે ને ? ન્યાં રોકવો છે એમ નથી. સમજાણું કાંઈ ? આહાહાહા ! આહાહા! જેમ આત્માનો સ્વભાવ માલૂમ પડે છે તેમ વિકારી પણ થતાં માલૂમ પડતા નથી એક વાત. અને ક્રોધાદિનું જે થવું પરિણમવું જ્ઞાનનું પણ થવું પરિણમવું નથી.” એટલે ? સ્વભાવથી વિરુદ્ધ વિભાવ એનું પરિણમવું, જે પરિણમવું તે જ્ઞાનનું પણ પરિણમવું એમ નથી. વિકા૨નું પરિણમનું એ જાદી ચીજ છે ને જ્ઞાનનું પરિણમવું એ જુદી ચીજ છે. આહાહાહા ! ભારે વાતું ભાઈ, કહો રસિકભાઈ આ થોડે ઘણે સાંભળીને નથી બેસે એવું આ, મોટો અભ્યાસ કરવો પડશે. આહાહા ! ક્રોધાદિકનું જે થવું તે શાનનું પણ થવું, એટલે ?વિકા૨૫ણે થવું એમ ભાસે, ત્યાં જ્ઞાન પણ થવું ભાસે એમ નથી. સમજાણું કાંઈ ? ક્રોધાદિકનું જે થવું એ આત્માનું પણ સ્વભાવનું પણ થવું નથી, કારણ ક્રોધાદિના થવામાં ક્રોધાદિ થતાં માલૂમ પડે છે, એ માલૂમ પડે છે જોયું. અજ્ઞાનીના અજ્ઞાનમાં વિકા૨૫ણે થવું માલૂમ પડે છે કે આ વિકાર થાય છે, આનંદ નથી ત્યાં. વિકા૨૫ણે એટલે દુઃખપણે પરિણમવું જેમ માલૂમ પડે છે તેમ આત્માના સુખપણે પણ પરિણમવું માલૂમ પડે છે એમ નથી એને. જેને રાગના દુઃખના ભાવનું પરિણમવું માલૂમ પડે છે એને આત્માનું થવું એને છે જ નહિ, માટે માલૂમ પડતું નથી. સમજાણું કાંઈ ? આહાહાહાહા! જેમ ભગવાન આત્મા ! આમાં પુનર્યુક્તિ લાગે એવું નથી. આત્મપ્રભુ વસ્તુ છે, તેથી વસ્તુ શબ્દ વાપર્યો, કેમ કે તેમાં અનંતા સ્વભાવો વસેલા છે અને તે સ્વભાવમાત્ર તે વસ્તુ છે. Page #56 -------------------------------------------------------------------------- ________________ ૪૧ ગાથા-૭૧ બે, હવે સ્વભાવમાત્રમાં સ્વનું હવે પર્યાયમાં સ્વનું થવું, જેવો એનો સ્વભાવ છે. જ્ઞાન, આનંદ, શાંત, વીતરાગ આદિ, તેવું જ સ્વનું પર્યાયમાં થવું, એ એનું આત્માનું થવું, અને જે આનંદ ને જ્ઞાનનું થવું વેદનમાં અનુભવમાં આવે એને રાગનું થવું પણ છે નહિ, માટે રાગનું, માલૂમ રાગ પડતો નથી. રાગ હોવા છતાં જ્યારે જ્ઞાનનું પરિણમન સ્વપરપ્રકાશકપણે પરિણમે છે, ત્યારે પરિણમનમાં સુખ છે જ્ઞાન છે એમ માલૂમ પડે છે, ભેગો રાગ છે એમ માલૂમ પડતું નથી. આહાહાહા ! આ સમયસાર! આહાહાહા ! શું કહ્યું છે? કે ભગવાન આત્મા જ્ઞાન ને (આનંદ) આદિ અનંત (ગુણો) જ્ઞાનની મુખ્યતા લીધી છે, પણ એ બધા સ્વભાવનું જે થવું, સ્વભાવનું રહેવું તે આત્મા. હવે એ સ્વભાવનું સ્વનું ભવનમ્ સ્વ વસ્તુ જે સ્વભાવ છે, તેનું થવું પર્યાયમાં એ જે માલૂમ પડે ને ખ્યાલમાં આવે, એ વખતે ક્રોધ પણ પરિણમે છે, એમ ખ્યાલમાં આવે એમ હોતું નથી. આ તો હુજી યાદ રાખવું કઠણ. ચીમનભાઈ ! ઓલા લોઢાના બધાં ધમ ધમાધમ બધું યાદ રહે માળું. આહાહાહા! “ક્રોધાદિપણે થવું પરિણમવું નથી, કેમ? કે ક્રોધાદિના થવામાં જેમ ક્રોધાદિ થતાં માલૂમ પડે છે” એટલે કે વિકારની પર્યાયબુદ્ધિમાં વિકાર જેમ ખ્યાલમાં આવે છે, તેમ જ્ઞાન પણ થતું માલૂમ, તે વખતે તે આત્મા સ્વભાવરૂપે પરિણમ્યો એવું એને છે જ નહિ. આહાહાહા! રાગના, પુણ્ય-પાપના પરિણામપણે પરિણમતું જ્યાં ભાસે છે ત્યારે તેનો આત્મા આનંદરૂપે પરિણમતો નથી માટે તે આનંદરૂપે ભાસતો નથી. આહાહા ! આવી વાતું. એક શ્લોકમાં પણ ગજબ કર્યું છે ને? ક્રોધાદિ થતાં માલૂમ પડે. વિકાર થાય છે, દુઃખ થાય છે, દુઃખનું વેદનના ખ્યાલમાં, ભગવાનનો આત્મા પણ પોતે આત્માને આનંદરૂપે પરિણમે છે એવું ત્યાં છે જ નહિ, છે જ નહિ એટલે માલુમ પડતું નથી. એમ કહે છે સમજાણું કાંઈ વિશેષ કહેશે. (શ્રોતા – પ્રમાણ વચન ગુરુદેવ) પ્રવચન નં. ૧૪૮ ગાથા-૭૧ તા. ૨૮/૧૧/૭૮ રવિવાર કારતક વદ-૧૩ સમયસાર, ગાથા-૭૧ છે. ટીકાઃ- “આ જગતમાં વસ્તુ છે તે સ્વભાવમાત્ર જ છે”...જે કોઈ વસ્તુ છે એ પોતાના સ્વભાવમાત્ર જ છે. “અને “સ્વનું ભવન તે સ્વભાવ છે” વસ્તુ છે એ આત્મા પર ઉતારશે, વસ્તુ જે પદાર્થ છે એ દરેક પદાર્થ પોતાના સ્વભાવમાત્ર સ્વરૂપ છે. અને તે સ્વનું ભવન, સ્વ સ્વભાવ જે છે એનું પરિણમન થવું સ્વનું ભવન, સ્વભાવનું ભવન(એટલે) સ્વભાવનું પરિણમન થવું એ એની પર્યાય છે, એ ધર્મ છે અહીં આત્મામાં! વિશેષ કહેશે. માટે નિશ્ચયથી જ્ઞાનનું થવું-પરિણમવું તે આત્મા છે. શું કહે છે? કે આત્મા જે છે તે જ્ઞાનસ્વરૂપ છે-આનંદ સ્વરૂપ-શુદ્ધસ્વરૂપ છે, એ આનંદસ્વરૂપ, જ્ઞાનસ્વરૂપ પર્યાયમાં થવું - પરિણમવું) જ્ઞાનનું થવું-શુદ્ધસ્વરૂપનું પરિણમન થવું તે આત્મા ! આવી વાતું છે. નિશ્ચયથી જ્ઞાનનું થવું એ આત્મા છે. શું કીધું એ? કે આત્મા તો જ્ઞાન-પ્રજ્ઞા, જ્ઞાનસ્વરૂપ છે, એ આત્મા Page #57 -------------------------------------------------------------------------- ________________ ૪ ૨ સમયસાર સિદ્ધિ ભાગ-૪ છે–વસ્તુ એનો જ્ઞાનસ્વભાવ છે, વસ્તુ છે આત્મા એનો જ્ઞાનસ્વભાવ છે-જ્ઞાન જ સ્વભાવ છે. એ જ્ઞાનનું ભવન-પરિણમન થવું એ સ્વભાવનું પરિણમન છે, એ આત્મા છે. આરે! આમ છે! ધર્મીને ધર્મ શી રીતે થાય છે? કે ધર્મી એવો જે આત્મા, એનું જે જ્ઞાન-આનંદ આદિ જે સ્વભાવ, એ જ્ઞાન-આનંદ આદિ સ્વભાવનો ધરવાવાળો આત્મા, એ આત્મા ઉપર દૃષ્ટિ થવાથી, એનું જ્ઞાન ને આનંદપણે થવું એ એનો ધર્મ ને પર્યાય છે. આવી વાત છે, ઝીણી વાત છે ભાઈ ! આહાહા ! ત્રણ વાત કરીને ! કે જે વસ્તુ છે–જેમ વસ્તુ આત્મા તો એ સ્વભાવમાત્ર વસ્તુ છે. એ વિકાર-ફિકાર એમાં છે નહીં. એમાં પોતાનું જ્ઞાન, આનંદ, શાંતિ, સ્વચ્છતા, પ્રભુતા(આદિ) જે સ્વભાવ છે, એ સ્વભાવમાત્ર વસ્તુ છે, અને એ સ્વ-ભાવનું સ્વ-ભવન-પોતાની પર્યાયમાંઅવસ્થામાં સ્વ-ભાવનું પરિણમન-દશાનું થવું એ આત્મા છે. આવું છે, કર્તાકર્મ અધિકાર છે ને! (કહે છે) આત્મા જ્ઞાન-પ્રજ્ઞાબ્રહ્મસ્વરૂપ પ્રભુ એ સ્વભાવમાત્ર જ એ આત્મા અને સ્વનું ભવનમ (એટલે કે) એ જ્ઞાનને પકડીને, વસ્તુ જ્ઞાનસ્વરૂપ છે એવી પર્યાયમાં પકડ કરીને, પર્યાયમાં જે જ્ઞાનનું શ્રદ્ધાનું શાંતિનું આનંદનું પરિણમન થવું એ એનું કાર્ય છે. સમજાણું કાંઈ....? “અને ક્રોધાદિકનું થવું-પરિણમવું તે ક્રોધાદિ છે.” શું કહે છે? આહાહા ! એ સ્વભાવ જે ભગવાન આત્માનો, સર્વજ્ઞ પરમેશ્વરે જોયો તો આત્મા જ્ઞાન-આનંદસ્વરૂપ છે, (હવે ) જેની આવી દષ્ટિ નથી અને જે પુણ્ય-પાપના ભાવ (જે) સ્વભાવથી વિરુદ્ધ ભાવ એની રુચિથી જે પરિણમન કરે છે ત્યાં વિકાર દેખાય છે ત્યાં આત્મા (દેખાતો) નથી. આહાહાહા ! વીતરાગ મારગ બહુ અલૌકિક ! આહાહાહા ! પર્યાયમાં સ્વ-ભાવનું ભવન-(પરિણમન) ન થવું અને પર્યાયમાં પુણ્ય-પાપના-વિકારના ભાવ થવા (તો એને ) એ જ ભાસે છે, તે આત્મા નથી. આહાહા ! વાત સૂક્ષ્મ છે ભાઈ....! આહાહા! ક્રોધ-ક્રોધ એટલે (આત્મ) સ્વભાવ જે ચૈતન્ય જ્ઞાન ને આનંદ આદિ સ્વભાવ, એની રુચિ ન થઈને, પુણ્ય-પાપના ભાવમાં રુચિ થવી, એનું નામ ક્રોધ છે. એનું નામ સ્વભાવ પ્રત્યે અનાદર છે. આહાહા ! આવી વાત ! ભગવાન આત્મા આનંદમૂર્તિ, સચ્ચિદાનંદ પ્રભુ એ પોતાનો સ્વભાવ, એ સ્વભાવથી વિરુદ્ધ વિકારની રુચિ થવી-ચાહે તો દયા-દાન-વ્રત-ભક્તિના પરિણામ હો એ રાગ છે અને રાગની રુચિ થવી એ ક્રોધ છે. સ્વભાવ જ્ઞાયક ચૈતન્ય પ્રભુ, એનાથી વિરુદ્ધ વિકારની રુચિ થવી એ સ્વભાવથી વિરુદ્ધ ક્રોધભાવ છે. આવી વાતું છે! ક્રોધાદિકનું થવું-પરિણમવું તે ક્રોધાદિ છે.” જ્ઞાનનું થવું-પરિણમવું તે ક્રોધાદિકનું થવું એવું છે નહીં. શું કહે છે? બહુ સૂક્ષ્મ વાત છે ભાઈ ! ભગવાન આત્મા જ્ઞાનસ્વરૂપી -આનંદસ્વરૂપી પ્રભુ છે તો એ જ્ઞાનની પક્કડ કરીને જ્ઞાનનું થવું શુદ્ધ સ્વભાવનું થવું, અને વિકારનું પણ થવું એવું છે નહીં. આહાહા ! જ્ઞાનનું થવું પરિણમવું તે ક્રોધાદિનું પણ થવું (એમ નથી.) એટલે શું કહે છે? કે આત્મસ્વભાવ જે શુદ્ધ ચૈતન્યઘન પ્રભુ, એની દૃષ્ટિથી જે પરિણમનજે શુદ્ધનું થયું. અને એ જ (પરિણમન ) શુદ્ધન્ય થવું ને વિકારનુંય થવું, એવું થતું નથી. આહાહા ! આવો મારગ છે! દુનિયાને બહારથી ધર્મ માનવો, ધર્મ કોઈ અલૌકિક ચીજ છે ભાઈ ! Page #58 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૭૧ ૪૩ (કહે છે) ધર્મી એવો ભગવાન આત્મા એનું જ્ઞાન-આનંદ આદિ ધર્મ-સ્વભાવ, એની પર્યાયમાં સ્વભાવનું પરિણમન થવું એ તો આત્મા અને એ સ્વભાવનું પરિણમન થવું અને તે જ વખતે ( એક જ સમયે) સ્વભાવથી વિરુદ્ધ વિકારનું પણ પરિણમન થવું, એવું થતું નથી. આવી વાત છે. આહાહા ! છે? - જ્ઞાનના પરિણમન સમયે ક્રોધાદિકનું પણ થવું નથી, આહાહા! ગહન વાત ! જેમ જ્ઞાન થતું માલુમ પડે છે. (શું કહે છે?) કે ભગવાન આત્મા જ્ઞાન ને આનંદ-અતીન્દ્રિયસ્વરૂપ છે તો જ્યારે જ્ઞાન ને આનંદનું પરિણમન થતું માલૂમ પડે છે તે જ સમયે રાગનું-વિકારનું થવું માલૂમ પડતું નથી. એટલે (આત્મા-જ્ઞાન) વિકારરૂપ થતું નથી તો વિકારરૂપ થતું માલુમ પડતું નથી. ભારે ન્યાય ! વાત સમજાય છે? આ તો એકોતેર ગાથા (સમયસાર-કર્તાકર્મ અધિકાર) કુંદકુંદાચાર્ય! (તેઓ) ભગવાન (સીમંધરનાથ) પાસે ગયા, આઠ દિવસ રહ્યા, ત્યાંથી આવીને (આ શાસ્ત્ર ) બનાવ્યું ને એની ટીકા અમૃતચંદ્રાચાર્ય દિગંબર સંત છે, એની આ ટીકા છે. આહાહા ! કહે છે કે જેમને આત્મા જ્ઞાન ને આનંદ સ્વરૂપ છે, એનું પરિણમન સ્વભાવરૂપ થતું એ માલૂમ પડે છે તેવી રીતે રાગનું પણ થવું માલૂમ પડે એવું છે નહીં. “એક મ્યાનમાં બે તલવાર રહી શકતી નથી” આહાહા ! એમ જ્યારે ભગવાન આત્મા શુદ્ધ પવિત્ર આનંદકંદ પ્રભુ! પોતાના શુદ્ધ આનંદપણે જ્યારે પરિણમે છે ત્યારે વિકારપણે પણ પરિણમે છે એવું હોતું નથી. સમજાણું કાંઈ? આવો મારગ બાપુ બહુ (આહા!) શુદ્ધ ચૈતન્યઘન આત્મા, એ શુદ્ધ ચૈતન્યઘનનું પરિણમન પર્યાયમાં શુદ્ધ વીતરાગી પર્યાય-આનંદની પર્યાય-જ્ઞાનની પર્યાયપણે થવું તો એ તો આત્મા છે, પણ તે જ સમયે રાગનું પણ પરિણમન થવું, એવું થતું નથી. સમજાણું કાંઈ? આહાહા ! આવી વાતું છે. તેમ ક્રોધાદિક પણ થતાં માલૂમ પડતાં નથી” જેમ સ્વભાવ શુદ્ધ ચૈતન્ય પ્રભુ, એનું પરિણમન શાંતિનું થવું માલૂમ પડે છે) નામ જ્ઞાનમાં જાણવામાં આવે છે. તેથી એનાથી વિરુદ્ધ વિકારના ભાવ માલૂમ પડતા નથી. કેમ કે વિકાર થતો જ નથી. આહાહાહા ! છે? ઝીણી વાત છે ભાઈ, આ તો અધ્યાત્મ ગ્રંથ-શાસ્ત્ર! એમાં દિગમ્બર સંતો, કેવળીના કેડાયતો, કેવળી પરમાત્માએ કહ્યું એ વાત જગત પાસે જાહેર કરે છે. જગતને બેસે ન બેસે, સ્વતંત્ર છે. વસ્તુ આ છે. આહા! અને ક્રોધાદિકનું થવું-પરિણમવું જ્ઞાનનું પણ થયું નથી. શું કહે છે? સ્વભાવ જે શુદ્ધ ચૈતન્ય ભગવાન (આત્મા), એની રુચિ છોડીને, પુણ્યપાપની રુચિમાં આવ્યો, ત્યારે આત્મા પ્રત્યે (સ્વભાવથી) વિરુદ્ધ ક્રોધ થયો, તો ક્રોધમાં ક્રોધ માલૂમ પડે એ સમયે આત્માનું જ્ઞાનનું પરિણમન છે એવું છે નહીં. આવી વાતું છે બાપા ! ભગવાન તીર્થંકરદેવ જિનેશ્વરદેવે જે કહ્યું તે સંતો જગત પાસે જાહેર કરે છે. આહાહા! દિગમ્બર મુનિઓ આત્મજ્ઞાની–ધ્યાની આનંદમાં રહેવાવાળા, એ કહે છે કે જ્યારે આત્માના સ્વભાવથી વિરુદ્ધના ભાવ પુણ્ય ને પાપના (ભાવ) એનો પ્રેમ છે (એની રુચિ છે) તો એને સ્વભાવ પ્રત્યે ક્રોધ થયો, તો ક્રોધનું થવું માલૂમ પડે, (પરંતુ ) ત્યારે આત્માના અનુભવનો આનંદ થતો દેખાય એવું છે નહીં. જેને વિકારની રુચિ છે તો વિકારની રુચિવાળાને વિકાર (જ) ભાસે છે એને Page #59 -------------------------------------------------------------------------- ________________ ४४ સમયસાર સિદ્ધિ ભાગ-૪ આનંદની તો રુચિ નથી તો આનંદ ભાસે એવું છે નહીં. આવો મારગ કેવી જાતનો! કર્તાકર્મ અધિકાર સિદ્ધ કરવો છે ને! જ્યારે આત્મા! અરે રે એનું જ્ઞાને ય ન મળે ! ઓળખાણેય ન મળે કયાં જશે? આંહી (કહે છે) ભગવાન આત્મા, અતીન્દ્રિય આનંદનો સ્વભાવ જેનો છે-એ વસ્તુ અતીન્દ્રિય આનંદસ્વભાવમાત્ર છે. જ્ઞાનમાત્રની મુખ્યતા લીધી છે પણ એ (આત્મદ્રવ્ય) બધા ગુણના સ્વભાવમાત્ર છે. તો અતીન્દ્રિયઆનંદના સ્વભાવમાત્ર એ વસ્તુ! એ અતીન્દ્રિય આનંદસ્વભાવનું ભવન (પરિણમન ), અતીન્દ્રિય આનંદસ્વભાવ આત્મા ! એ અતીન્દ્રિય આનંદસ્વભાવ, એ સ્વભાવનું-સ્વનું ભવનમ્ (એટલે કે ) પર્યાયમાં (-પરિણમનમાં) આનંદ થવો એ આત્મા છે. અને એ સમયે રાગની-પુણ્યઆદિના ભાવની રુચિ (હોતી) નથી, સચિ નથી તો એની સચિવાળાના ભાવ ( પુણ્ય-પાપના) તો સ્વભાવ પ્રત્યે ક્રોધ, એ છે નહીં. આહાહાહા ! સમજાય એટલું સમજવું બાપુ! આ તો વીતરાગ જિનેશ્વરનો મારગ કોઈ અલૌકિક છે! આહા! આંહી તો લોજિક ન્યાયથી પણ સિદ્ધ કરે છે. આહાહા ! (કહે છે) ક્રોધ નામ સ્વભાવની રુચિ છોડીને, પુણ્ય અને પાપના વિકારી-ભાવની રુચિ થઈ એ ક્રોધ છે સ્વભાવનો અનાદર છે, ભગવાન ત્રિકાળી આનંદસ્વરૂપ પ્રભુ (નિજાત્મા) એની રુચિનો અભાવ એટલે કે અનાદર છે અને રાગની રુચિના ભાવનો આદર છે. ત્યારે રાગની રુચિનો ભાવ ક્રોધ, (તો) જ્યારે ક્રોધ માલૂમ પડે છે એ વખતે આત્મસ્વભાવનું પરિણમન છે એવું માલુમ પડે એવું છે નહીં. શાંતિભાઈ? આહાહા ! આવું છે. ગમે તેટલી ભાષા સાદી કરે પણ વસ્તુ તો (જે) હોય એ હોય ને! બીજું કયાંથી આવે? આહાહા ! અને કેમ કે ક્રોધાદિક થવાના સમયે..... શું કહે છે? ભગવાન આત્મા શુદ્ધ ચૈતન્યસ્વભાવમય-આનંદસ્વભાવમય, એનાથી વિરુદ્ધ (ભાવ) જે પુણ્ય-પાપના ભાવ એની સચિથી “જ્યારે ક્રોધાદિક થવાના સમયે” એ વિકારની રુચિના સમયે જેમ ક્રોધાદિક થતાં માલૂમ પડે છે ત્યાં તો સ્વભાવ પ્રત્યે વિરુદ્ધભાવનો પ્રેમ માલૂમ પડે છે. સમજાણું કાંઈ ? ભગવાન આત્મા ! આહાહા ! સર્વજ્ઞ જિનેશ્વર ત્રિલોકનાથે જે આત્મા કહ્યો, એ આત્મા, પોતાનું જ્ઞાન-આનંદ આદિ સ્વભાવમાત્ર એ આત્મા! અને એ સ્વભાવમાત્રમાં એ આનંદ ને જ્ઞાન, સ્વભાવ એનાં, એનું ભવન-પરિણમન થવું એ આત્મા છે પણ એની રુચિ છોડી દઈને, પુણ્ય-પાપના ભાવની રુચિ હોવી, એ ક્રોધાદિક કહેવામાં આવે છે. (શ્રોતા વિષે) એ અસ્થિરતા બહુ છે એમની બહાર જોયા જોય કરે છે. ઘણીવાર મેં એને કહ્યું પહેલેથી, કેટલાંકને એમ કે આપણને આવડે છે ને ! અને એ જાતનું આવડે છે બીજે ભલે રખડયા કરે મગજ, નથી એને નથી આવડ્યું કાંઈ ! આહાહા ! બાપુ, મારગડા જુદા ભાઈ ! આહાહાહા ! ઓહોહો ! શું કહે છે? ભગવાન પ્રભુ આ આત્મા! ભગવાન તરીકે (તો) બોલાવે છે આચાર્ય! આ આત્માને બોંતેર ગાથામાં આવશે હમણાં, ભગવાન આત્મા ! ભગ(નામ) જ્ઞાન-આનંદ આદિ લક્ષ્મી ભરી છે જેમાં, આ તમારી ધૂળની નહીં, એ લક્ષ્મી (તો) પથ્થરા છે. આ તો આત્મામાં જ્ઞાન-આનંદ-શાંતિ, ભગ એટલે સ્વ નામ લક્ષ્મી, વાન એ સ્વ-લક્ષ્મીવાન અંદર ભગવાન આત્મા છે. આહાહાહા ! Page #60 -------------------------------------------------------------------------- ________________ ૪૫ ગાથા-૭૧ એવો જે ભગવાન પોતાનો સ્વભાવ સંપન્ન છે એ સ્વભાવનું ભવન-(સ્વ-ભાવ) એ તો દ્રવ્ય ને ગુણ કહ્યા, પહેલી વસ્તુ કીધી, શું? એને સ્વભાવ કહ્યો, એ ગુણ કહ્યા, હવે એ સ્વભાવનું પરિણમન થવું એ પર્યાય, એને આત્મા કહે છે. અને ક્રોધાદિકના થવા સમયે આત્માનો જે સ્વભાવ ચૈતન્યમૂર્તિ, એની રુચિ છોડીને જેણે દયા–દાન-વ્રત-ભક્તિ આદિના ભાવ કર્યા (-ભાવ આવ્યા), એ પુણ્ય (ભાવ) રાગ છે, એની જેને રુચિ છે– (પુણ્યભાવની) જેમને રુચિ છે, એ ક્રોધાદિક થવા સમયે એની રુચિના સમયે ક્રોધ થયો તો એ (ભાવ) તો સ્વભાવ પ્રત્યે વિરુદ્ધભાવ થયો! વાત પકડવી કઠણ પડે! એ વીતરાગ જિનેશ્વરનો પંથ કોઈ અલૌકિક છે! આહાહાહા ! જેમ કે સ્વભાવ જે ત્રિકાળી ભગવાન આત્માનો, એની રુચિ નહીં ને એનાથી વિરુદ્ધ (ભાવ જે) પુણ્ય-પાપના ( પરિણામ) એની રુચિ તો એને અહીંયા ક્રોધ કહેવામાં આવ્યો છે. (આત્માનો) સ્વભાવ ક્ષમાનો દરિયો ભગવાન-ઉત્તમક્ષમા આદિનો દરિયો એ ક્ષમાપણે પરિણમે તો એ આત્મા, પણ એનાથી વિરુદ્ધના રાગની રુચિમાં પરિણમે એ અનાત્મા-ક્રોધ ! આહાહાહા ! “એ ક્રોધાદિ માલુમ પડે છે એ સમયે ક્રોધાદિ થતાં માલુમ પડે છે તેવી રીતે જ્ઞાન પણ થતું માલુમ પડતું નથી”—એ સમયે આત્મા(ની) આનંદરૂપ દશા છે નહીં. રાગની રુચિનું પરિણમન (છે તે) કાળમાં આનંદની રુચિનું પરિણમન છે નહીં. ઝીણી વાત છે પ્રભુ ! આ તો.. વીતરાગ સર્વજ્ઞ પરમેશ્વર, એ ફરમાવે છે એ સંતો-દિગમ્બર મુનિઓ, આડતિયા થઈને, વીતરાગનો મારગ દુનિયાને પ્રસિદ્ધ કરે છે. આહાહા ! જેમ કે સ્વભાવ જે જ્ઞાતા-દેખા-આનંદ આદિ એની રૂચિ જેમને નથી ને જેને પુણ્યપાપના ભાવની રુચિના ભાવ છે, તો એને ક્રોધ માલૂમ પડે છે સ્વભાવથી વિરુદ્ધભાવ માલૂમ પડે છે, એ વિરુદ્ધભાવ માલૂમ પડે છે એ સમયે પણ જ્ઞાનસ્વભાવનું માલૂમ પડવું છે જ નહીં. (જો છે જ નહીં) તો માલુમ પડે કયાંથી? (એ કયાંથી આવ્યું?) પંડિતજી? આવી વાતું છે. શું કરે? દુનિયા કયાં પડી છે ને કયાં રહી ગયો મારગ ! શું ગાથા !! (શ્રોતા:- અમૃતના સાગર ભર્યા છે) સાગર ભર્યા બાપા! ભગવાન! તું તો અતીન્દ્રિયઆનંદનો સાગર છે ને પ્રભુ! તારામાં તો અતીન્દ્રિયઆનંદ સ્વભાવ (પૂર્ણ ભર્યો) છે ને! ભગવાનના (અરિહંત ભગવાનના) દર્શન છે એ તો શુભભાવ છે અને શુભભાવની જેને રુચિ છે એને (નિજ) સ્વભાવ પ્રત્યે ક્રોધ છે. જગત! વાત આકરી બાપા! વીતરાગ મારગ કોઈ અલૌકિક છે. દુનિયાએ સાંભળ્યોય નથી. આંહી તો કહે છે અમૃતચંદ્રાચાર્ય, હજાર વર્ષ પહેલાં થયા, દિગંબર સંત ! બે હજાર વર્ષ પહેલાં થયા કુંદકુંદાચાર્ય, એમના (શાસ્ત્રની) ટીકા કરે છે. કુંદકુંદાચાર્ય, એમ કહે છે કે જેમને ભગવાન આત્મા-અતીન્દ્રિય(આનંદ) સ્વભાવનો પિંડપ્રભુ, એની જેને રુચિ નથી એનું અવલંબન નથી-એનો આશ્રય નથી અને એ પુણ્ય-પાપના પરિણમનનું અવલંબન કરે છે પુણ્ય પરિણામની રુચિ છે એ વખતે (એને) આત્મા પ્રત્યે ક્રોધ છે. એ આત્માનો અનાદર કરે છે. આહાહા ! ગજબ વાત છે ભાઈ ! (કહે છે કે, શુભભાવ જે એની જેને રુચિ છે, એને સ્વભાવ પ્રત્યે અનાદર છે એટલે (આત્મા) સ્વભાવ પ્રત્યે એને ક્રોધ છે અને જેને પુણ્ય પરિણામની રુચિ છે એને ક્રોધ છે તો Page #61 -------------------------------------------------------------------------- ________________ ૪૬ સમયસાર સિદ્ધિ ભાગ-૪ એ રુચિમાં ક્રોધ માલૂમ પડે છે, સ્વભાવથી વિરુદ્ધ ભાવ માલૂમ પડે છે એ સમયે સ્વભાવથી અવિરુદ્ધ પરિણમન છે નહીં, તો ( તે ) માલૂમ કયાંથી પડે ? ચંદુભાઈ ? આવો મારગ છે પ્રભુ શું થાય ? દુનિયાથી નિરાળો છે. આહા ! દુનિયાને અંતર આત્મધર્મ શું ચીજ છે એની ખબર નથી. આહા ! આંહી કહે છે કે જેને ક્રોધાદિ માલૂમ પડે જે સમયે એ સમયે જ્ઞાન પણ થતું માલૂમ નથી પડતું કેમ કે એ શુભભાવની રુચિના પ્રેમ, સ્વભાવ પ્રત્યેનો અનાદર-ક્રોધ, એ ક્રોધ પરિણમન ભાસે છે. એને જ્ઞાનનું પરિણમન ધર્મનું પરિણમન છે નહીં, નથી તો કયાંથી ભાસે ? આહાહાહા! અને જેને આત્મા આનંદસ્વરૂપ! શું થાય ? “અનંત કાળથી આથડયો વિના ભાન ભગવાન.” વસ્તુ શું છે એની ખબર નથી. તો એ કહે છે કે જેને શુભભાવ જે છે દયા-દાન-વ્રતભક્તિ-પૂજાના ભાવ એ શુભ છે. એ શુભની જેને રુચિ છે એને (નિજ ) સ્વભાવ પ્રત્યેનો અનાદર એવો ક્રોધ માલૂમ પડે છે. ગજબ વાત છે! અને જેને ક્રોધ માલૂમ પડે છે એને એ સમયે સ્વભાવની રુચિનું પરિણમન છે નહીં, (છે નહીં) તો એ માલૂમ પડતું નથી. આહાહાહા ! સમજાણું કાંઈ ? (શ્રોતાને ) ત્યાં બેઠા સામા પાછા કો'ક બેસવા દો, અજાણ્યા બાપુ કો'ક દિ' આવે. સમજાણું ? ઝીણી વાત બાપુ ! એ ધર્મ કોઈ અલૌકિક ચીજ છે, એક સેકન્ડ પણ ધર્મ કર્યો નથી, અનંતકાળમાં. આહા ! “મુનિવ્રત ધાર અનંત બૈર ગ્રેવૈયક ઉપજાયો” મુનિ થયો દિગંબર મુનિ ! અઠ્ઠાવીસ મૂળગુણ, પંચ મહાવ્રત (પાળ્યા ) પણ એ તો આસ્રવ ને રાગ ( અને ) એની રુચિ છે. એને સ્વભાવ પ્રત્યે ક્રોધ છે. આહાહા !ઝાંઝરી ? જેને સ્વભાવ ચૈતન્ય પ્રભુ વસ્તુ જે આત્મા છે એ સ્વભાવમાત્ર વસ્તુ છે વિભાવ-બભાવ એમાં છે નહીં-ગુણમાં નથી, ગુણ તો એકલો સ્વભાવ આનંદ-જ્ઞાન-શાંતિના સ્વભાવની મૂર્તિ પ્રભુ ! એ સ્વભાવનું ભવનમ્–એ સ્વભાવનું પર્યાયમાં ભવનમ્ (−પરિણમન ) તો સ્વભાવ શુદ્ધ છે–પવિત્ર છે. ‘છે’ તો ભવનમ્ પવિત્ર થાય છે વીતરાગી પર્યાય થાય છે. તો એ વીતરાગી પર્યાય હો એ આત્મા ! પણ એ સમયે સ્વભાવની રુચિથી વિરોધ-વિભાવની રુચિ ક્રોધ માલૂમ પડતો નથી. એમાં છે નહીં. આહાહાહા ! આવો માર્ગ છે. જેમ જ્ઞાન થતું માલૂમ નથી પડતું આ પ્રકારે ક્રોધાદિક ને આત્માને નિશ્ચયથી એકત્વએકવસ્તુપણું નથી. આહાહા ! ભગવાન ! સંતો આમ કહે છે. આહા ! ગજબ વાત કરી છે ને ! કર્તા-કર્મ (અધિકાર છે ને!), જેને એ શુભભાવ જે દયા-દાન-વ્રત-ભક્તિના ભાવ (જે) શુભ છે, એની જેને રુચિ છે એને (નિજ) સ્વભાવ પ્રત્યે ક્રોધ છે. એને ભગવાન ( આત્મા ) અનંતગુણનો પિંડ રુચતો નથી. એ સમયે શુભભાવની રુચિમાં, સ્વભાવનો અનાદર એવો ક્રોધ માલૂમ પડે છે વિકાર માલૂમ પડે છે. વિકા૨ રહિત ત્રિકાળી આનંદનો નાથ પ્રભુ (નિજાત્મા ) એની રુચિનો અભાવ છે. આહાહા ! સમજાણું કાંઈ ? શુભભાવ છે–શુભ દયા-દાન-વ્રત-ભક્તિ-પૂજા આદિના ભાવ, નામ સ્મરણ, જાત્રાના ભાવ એ બધા શુભ (ભાવ ) છે. આંઠી ૫રમાત્મા ( સંતો ) એમ કહે છે કે એ શુભભાવની જેને રુચિ છે એને આત્મા પ્રત્યે ક્રોધ છે. આહાહા ! એને ભગવાન નિર્મળાનંદ પ્રભુ રુચતો નથી. શુદ્ધ Page #62 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૭૧ ૪૭ ચૈતન્યઘન એની રુચિમાં-પોષાણમાં આવ્યો નહીં. આહાહા ! આવી વાત દિગંબર સંતો સિવાય કયાંય છે નહીં! એનાં સંપ્રદાયવાળાનેય ખબર ન મળે, ત્યાં બીજે તો કયાં હતી? કહો, સુરેન્દ્રજી ? ( કહે છે ) ક્રોધ એટલે કે વિકાર ભાવની રુચિ એ ક્રોધ-વિકારભાવની રુચિ તે ક્રોધતે માન-તે માયા ને તે લોભ ! આહા ! શું ટીકા ! “આ રીતે આત્માને અને ક્રોધાદિકને નિશ્ચયથી એકવસ્તુપણું નથી.”–બે એક વસ્તુ નથી. શુભ-અશુભ રાગની રુચિ એ ક્રોધ એ બીજી ચીજ છે અને ભગવાન આત્મા આનંદને જ્ઞાનસ્વરૂપનું પરિણમન એ બીજી ચીજ છે. ચીજ બેય ભિન્ન છે. નિશ્ચયથી આત્મા( નો ભાવ ) અને ક્રોધાદિક( ના ભાવ ) એક વસ્તુ નથી. જેમ ઝેર અને સાકર એક વસ્તુ નથી એમ પુણ્ય-પાપના પરિણામની રુચિનો ભાવ, એ અન્ય વસ્તુ છે, અને ભગવાનની (નિજાત્માની ) રુચિનું પરિણમન અન્ય ચીજ છે. આવી વાતું છે. જિંગિયું જગતની ચાલી જાય છે આમ બફમમાં ને બમમાં ! કાંઈ તત્ત્વની વસ્તુની ખબર વિના, આવી ચીજ ભગવાનની-૫૨મેશ્વ૨ની વાણીમાં આવી છે. ' “આ પ્રમાણે આત્મા અને આસ્રવોનો વિશેષ (તફાવત ) દેખવાથી” દેખો ! શું કીધું ? આત્મા એ તો આનંદ ને જ્ઞાનસ્વરૂપી પ્રભુ ! અને એનાથી વિરુદ્ધ પુણ્ય-પાપના પરિણામભાવ આસ્રવ, પુણ્ય પરિણામના ભાવ (પણ ) એ આસ્રવ (છે) એ ધર્મ નથી, એ તો નવા કર્મ આવવાનું કારણ એવો આસ્રવ અને આત્મા ! છે ? આહાહા ! આત્મા અને આસ્રવોનો અંતર (–તફાવત ) દેખવાથી, વિશેષની વ્યાખ્યા કરી હવે અંતરની ( તફાવત ) ની પછી ક૨શે. આમ ભગવાન આત્મા જ્ઞાન ને આનંદસ્વરૂપ વસ્તુ અને રાગની રુચિનો ભાવ (એ) ક્રોધ, એ અન્યવસ્તુ એ આસ્રવ અન્યવસ્તુ ! જ્યારે આત્મા એનો ભેદ દેખે છે. એ અંત૨ થયું. વિશેષ ને અંતર ( બે ) શબ્દ પડયા છે ને ! મૂળ શબ્દમાં વિશેષ, અંતર બેની વિશેષ નામ જુદાઈને અને એનો ભેદ. આહાહાહા ! આત્મા અને આસ્રવોના-આસ્રવ શબ્દ જે ઓલા સ્વભાવની રુચિ છોડીને, પુણ્ય-પાપની રુચિનો ભાવ એ મિથ્યાત્વ ને રાગદ્વેષ એ આસ્રવ, સમજાણું કાંઈ...? અને આંહી ભગવાન આત્મા એનાથી ભિન્ન, એ બેયને ભિન્ન(ભિન્ન ) ન દેખવાથી, ને જ્યારે આ આત્મા ને એની ભિન્નતા જાણે છે વિશેષ અંતર દેખે છે. આહા ! જોયું ? ઓલા અંતર નહીં દેખવાથી એ અજ્ઞાન, બેયનું અંત૨ દેખવાથી ( એ જ્ઞાન ) આઠા ! આ આત્મા જ્યારે એ ભેદ જાણે છે કે પુણ્ય-પાપના ભાવ એ આસ્રવ છે વિકાર છે-રુચિ ૫૨ છે અને ભગવાન આત્મા આનંદસ્વરૂપ એનું પરિણમન ભિન્ન છે. (' “ત્યારે આ આત્માને અનાદિ હોવા છતાં પણ અજ્ઞાનથી ઉત્પન્ન થયેલી એવી (૫૨માં ) કર્તાકર્મની પ્રવૃત્તિ નિવૃત્ત થાય છે.”–શું કીધું એ ? એ પુણ્ય-પાપના જે ભાવ એ આસ્રવ છે, એ ધર્મનથી–સંવ૨ નથી–આત્મા નથી. આઠાઠા ! એ પુણ્ય ને પાપના ભાવ આસ્રવ છે, અને મારી ચીજ( આત્મા ) ભિન્ન છે, એમ અંતર-ભેદ કરીને, પોતાના સ્વરૂપનું જ્ઞાન કરે છે. “ત્યારે અજ્ઞાનથી ઉત્પન્ન થયેલી એવી ૫૨માં”–અનાદિથી રાગ મારું કાર્ય ને હું તેનો કર્તા, એવી જે અજ્ઞાનની પ્રવૃત્તિ અનાદિની હતી, આહાહા ! સમજાણું કાંઈ... ? એ શુભભાવ છે રાગ, એ મારું Page #63 -------------------------------------------------------------------------- ________________ ४८ સમયસાર સિદ્ધિ ભાગ-૪ કાર્ય ને હું એનો કર્તા, એ અનાદિ અજ્ઞાન છે. કર્તાકર્મ અધિકાર છે ને! આહાહાહા ! કરે કરમ સોહી કરતારા, જો જાને સો જાનહારા, જાને સો કર્તા નહિ હોઈ કર્તા સો જાને નહિ કોઈ” અનાદિથી ભગવાન આત્મા શુદ્ધ ચૈતન્યધનને ભૂલીને જે રાગ જે દયા, દાન, વ્રત, ભક્તિના પરિણામ એ રાગ છે, એની રૂચિ છે એ આસવની રુચિ છે, એ અનાદિનો કર્તા(ભાવ) અજ્ઞાન અને એ આસવની રુચિ એ એનું કાર્ય, અનાદિનું છે. વાત સાંભળવી કઠણ પડે! શું કહે છે! અરે, પ્રભુ એ કયારેય સાંભળ્યું જ નથી. વીતરાગ સર્વજ્ઞ ત્રિલોકનાથ કોને ધર્મ કહે છે ને કોને આસ્રવ કહે છે ખબર નહીં. આહાહાહા ! અહીંયા કહે છે, અનાદિની અજ્ઞાનથી ઉત્પન્ન થયેલી, પોતાના આનંદ ને જ્ઞાન સ્વરૂપનું જેને અજ્ઞાન છે અને રાગ જે પુણ્ય-પાપના પરિણામ એ આસ્રવ છે. એ મારું કાર્ય છે-એવી અનાદિની કર્તાકર્મની પ્રવૃત્તિ મિથ્યાત્વમાં હતી. છે? એ (પ્રવૃત્તિ) નિવૃત્ત થાય છે-એ નિવૃત્ત થાય છે (શી રીતે?) હું તો આનંદ ને જ્ઞાન સ્વરૂપી શુદ્ધ એ શુદ્ધ પરિણમન મારું, વીતરાગી પરિણમન એ હું, એવી જ્યારે દૃષ્ટિ (થઈ ) અને ભાન થયું, તો રાગનું મારું કર્તવ્ય ને રાગ મારું કાર્ય એ દૃષ્ટિ અજ્ઞાનની છૂટી જાય છે. છે કે નહીં અંદર? છે એનો અર્થ કરીએ છીએ. આ ટીકા તો હજાર વરસ પહેલાંની છે. શ્લોક (મૂળગાથાઓ) બે હજાર વરસ પહેલાનાં છે. ભગવાન કુંદકુંદાચાર્ય દિગમ્બર સંત, એમના શ્લોક (મૂળગાથાઓ) છે. આ ટીકા અમૃતચંદ્રાચાર્ય, ( દિગંબર સંત !) એમની ટીકા છે. સમજાણું? આરે ! આહાહાહા ! છે? શું કીધું? કે આત્મા જે પરમાત્મસ્વરૂપ જ બિરાજે છે “જિન સો હી આત્મા, અન્ય સો હી કર્મ” એહી વચનસે સમજ લે, જિનપ્રવચનકા મર્મ” કેમ બેસે? પણ અત્યારે પ્રવૃત્તિની આડે નવરાશ ન મળે ! નિર્ણય કરવાનાય ટાણાં વખત ન મળે! જિન સો હી આત્માવીતરાગી સ્વભાવથી ભર્યો ભર્યો (પરિપૂર્ણ) તે આત્મા, એનું જેને ભાન થયું-હું તો આનંદ ને જ્ઞાનસ્વરૂપી પરિણમન કરવાવાળો હું અને રાગની રુચિ છૂટીને રાગનું પરિણમન મારું નહીં એ કાર્ય મારું નહીં. અજ્ઞાનથી અનાદિથી કર્તા (થતો હતો), અજ્ઞાન ને રાગ મારું કાર્ય એવી જે બુદ્ધિ મિથ્યાત્વમાં હતી (અને) એ આનંદકંદ હું પ્રભુ હું હું તો શુદ્ધ પરિણમન કરવાવાળો શુદ્ધ પરિણમન એ મારું કાર્ય છે, એની(આસવોની) રાગની એકતાબુદ્ધિ, કરવાના ભાવની બુદ્ધિ હતી એ છૂટી ગઈ. આહાહા! ભાઈ, ધર્મ કોઈ અલૌકિક ચીજ છે !! અનંતાનંત વાર મુનિ(પણું ) લીધું, દિગમ્બર મુનિ અનંત વાર થયો છે મિથ્યાષ્ટિ! અઠાવીસ મૂળગુણ (શું) નથી પાડયા? “મુનિવ્રત ધાર અનંત ઐર ગ્રેવૈયક ઉપજાયો”, છઢાળામાં આવે છે પણ “આતમજ્ઞાન બિન લેશ સુખ ન પાયો”—આત્મજ્ઞાન, રાગથી ભિન્ન મારી ચીજ ! અને મારી ચીજ તો શુદ્ધ-પૂર્ણ સ્વભાવથી ભરેલ છે એવા જ્ઞાન વિના લેશ (જરીએ) સુખ ન મળ્યું. પંચમહાવ્રતના પરિણામ એ દુઃખ છે-આસ્રવ છે. આહાહાહા ! અરે રે! ખબર ન મળે ! આહા ! ખબર ન મળે ! અનાદિથી અજ્ઞાનમાં રાગ મારું કાર્ય છે ને હું એનો કર્તા છું, એ અજ્ઞાનબુદ્ધિ, (પરંતુ) જ્યારે આત્મા જ્ઞાનસ્વભાવી-શુદ્ધસ્વભાવી, એ શુદ્ધનું પરિણામનું કાર્ય એનું, એવું ભાન થયું Page #64 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૭૧ ૪૯ ત્યારે રાગનું કાર્ય મારું છે એવી અનાદિની અજ્ઞાનબુદ્ધિનો નાશ થઈ ગયો. અને (આત્મ) જ્ઞાનના પરિણમનની ઉત્પતિ થઈ, આત્માના શુદ્ધ પરિણમનની ઉત્પત્તિ અને રાગ મારું કાર્ય છે ને હું તેનો કર્તા છું એવી અજ્ઞાનબુદ્ધિનો નાશ. ધ્રુવ (આત્મદ્રવ્ય) તો છે જ. સમજાણું કાંઈ....? આહાહા! આવું ઝીણું છે. બાપુ! બહુ, અજાણ્યા માણસને તો એવું લાગે કે આ શું કહે છે? શું હવે આવું તો કાંઈ આ કરવું આ કરવું (એવું) તો કહેતા નથી. વ્રત કરવા ને અપવાસ કરવા ને તપસ્યામ્ કરવી ને, એ અરે ! સાંભળને ભાઈ ! એ મંદિર બનાવવા ને એ તો બધી ક્રિયા પરની, થવાવાળી એ તો થાય છે, તારો ભાવ ત્યાં હોય તો કહે છે શુભભાવ છે, શુભભાવ એ રાગ છે-આસ્રવ છે. આહાહાહા! ભગવાન કુંદકુંદાચાર્ય (કહે છે મૂળ ગાથામાં) “જઈયા ઈમેણ જીવેણ” એ શબ્દો પડયા છે ને!(ગાથા) એકોતેર “જઈયા ઈમેણ જીવેણ” એનો અર્થ ચાલે છે. આ જયસેન આચાર્યની ટીકામાં ભાઈએ એમ લીધું છે “જઈઆ... એનો અર્થ “જઈ” “આ” નો અર્થ ધર્મ લબ્ધિકાળકાળલબ્ધિ નહીં. છે? ૭૧ છે ને! છે ને એ તો પહેલાં વાત થઈ ગઈ છે ઘણી, જયા-જયા જ્યારે શ્રી ધર્મ લબ્ધિકાળે આમ (પણ) કાળલબ્ધિ એમ નહીં. શ્રી ધર્મ લબ્ધિકાળે. આહાહાહા! “જઈયા'નો અર્થ કર્યો એટલો “જ્યારે જેને ધર્મલબ્ધિકાળ” એટલે ભગવાન પૂર્ણાનંદ પ્રભુ શુદ્ધચૈતન્યઘન (નિજાત્મા) જ્યારે દૃષ્ટિમાં આવ્યો અને ત્યારે એને “ધર્મલબ્ધિકાળ' શાંતિ ને વીતરાગપર્યાય થઈ એ ધર્મલબ્ધિકાળ છે. ટીકા છે સંસ્કૃત, જયસેન આચાર્યની, આ અમૃચચંદ્રાચાર્યની ટીકા ચાલે છે. સમજાણું કાંઈ...? આહા ! “જઈયા ઇમેણ જીવેણ” એટલે? શું કહે છે? કહેવાનું અર્થાત્ આત્મામાં જ્યારે ધર્મલબ્ધિકાળ હોય છે. અર્થાત્ પૂર્ણ સ્વભાવભરપૂર ભગવાન આત્મા, એવી દૃષ્ટિ થાય છે ત્યારે ધર્મલબ્ધિકાળ કહેવામાં આવે છે. ત્યારે એને રાગનો કર્તા હું ને રાગ મારું કાર્ય એવી અજ્ઞાનબુદ્ધિ છૂટી જાય છે. આહાહાહા ! છે ને? “અપ્પણો આસવાણ ય તહેવ” બે ભેદ પડયા ત્યારે ધર્મલબ્ધિકાળમાં! આહાહા ! આવું ઝીણું હવે કયાં માણસને નવરાશ ન મળે, આખો દિ' પાપમાં પડયા, પાપ-ધંધા એને એમાં વળી આવી પુણ્યની વાતું ય સાંભળવા મળે નહીં, ધર્મ તો કયાંય રહી ગયો! એકકોર. આહાહા ! આંહી તો પ્રભુ એમ કહે છે સાંભળતો ખરો એકવાર! એ જ્યારે આત્મા અને આગ્નવોનું અંતર (ભેદ) દેખવાથી (એટલે કે) એ પુણ્ય-પાપના ભાવ આસ્રવ છેમલિન છે- દુઃખ છેઅચેતન છે અને ભગવાન આત્મા આનંદ છે-ચેતન છે-શુદ્ધ છે પવિત્રતાનો પિંડ છે, એ બન્ને ભિન્ન-ભિન્ન માલૂમ પડે છે. છે? એનો ભેદ જાણે છે ત્યારે એ આત્માને અનાદિ હોવા છતાં પણ અજ્ઞાનથી ઉત્પન્ન થયેલી એવી કર્તાકર્મની પ્રવૃત્તિ નિવૃત્ત થાય છે. ત્યારે રાગ મારું કર્તવ્ય ને હું (રાગનો) કરવાવાળો એવી અજ્ઞાનબુદ્ધિનો સર્વનાશ થાય છે. જ્યારે આત્મા આનંદસ્વરૂપની પ્રતીતિ કરે છે, અનુભવ કરે છે હું તો આનંદ ને શુદ્ધ ચૈતન્યઘન છું. આહાહાહા!એવા સમ્યગ્દર્શનના કાળમાં ધર્મલબ્ધિકાળમાં, ત્યારે અજ્ઞાનથી ઉત્પન્ન થયેલી રાગની કર્તાકર્મની બુદ્ધિનો ત્યારે નાશ થાય છે. સમજાણું કાંઈ? બાકી કોઈ વાત કરવાથી, વ્રત કરવાથી, ટીકા કરવાથી (કર્તા બુદ્ધિનો નાશ) થતો નથી, એ તો રાગ છે. સમજાણું કાંઈ.... Page #65 -------------------------------------------------------------------------- ________________ ૫૦ સમયસાર સિદ્ધિ ભાગ-૪ ત્યારે આ આત્માને અનાદિ હોવા છતાં, શું કહે છે એ? જેમ ભગવાન આત્મા અનાદિનો એનો શુદ્ધસ્વભાવ પિંડ પ્રભુ અનાદિ હોવા છતાં આ રાગ મારું કાર્ય(-કર્તવ્ય ) ને રાગનું અમારું કાર્ય છે એવી અજ્ઞાનબુદ્ધિ પણ અનાદિની છે પર્યાયમાં સમજાણું કાંઈ ? રાગ ચાહે તો શુભ હો કે અશુભ પણ એ રાગ મારું કર્તવ્ય છે ને હું એનો કર્તા છું એ અજ્ઞાનબુદ્ધિ અનાદિની ચાલી આવે છે, આ કર્તા-કર્મ અધિકાર છે-એકોતેર ગાથા છે. આહાહા! સમજાણું કાંઈ....? અજ્ઞાનથી ઉત્પન્ન થયેલ, કર્મથી ઉત્પન્ન થયેલ એવું નહીં “કર્મ બિચારે કૌન ભૂલ મેરી અધિકાઈ, (અગ્નિ સહે ઘનઘાત લોહકી સંગતિ પાઈ”) કર્મ તો જડ છે-માટી ધૂળ છે. પોતાનો સ્વભાવ ચૈતન્ય, પૂર્ણાનંદ પ્રભુ! એનાં અજ્ઞાનથી, એનું જ્ઞાન નહીં હોવાથી. રાગનું કાર્ય મારું ને હું એનો કરવાવાળો, એવી અજ્ઞાનબુદ્ધિ ઉત્પન્ન (અનાદિની) થઈ છે. એવું અજ્ઞાન પરિણમન કર્તાકર્મની પ્રવૃત્તિ, સમ્યગ્દર્શન થયું-શુદ્ધચૈતન્ય વસ્તુ હું છું, હું તો પુર્ણાનંદ સ્વરૂપ છું એવી પરિણતિ શ્રદ્ધા-જ્ઞાનમાં થઈ ત્યારે અનાદિની જે કર્તાકર્મની પ્રવૃત્તિ હતી તેનાથી નિવૃત્ત થાય છે-અનાદિની કર્તાકર્મની બુદ્ધિનો નાશ થયો. એની નિવૃત્તિ થવાથી, અજ્ઞાનના નિમિત્તથી થતો એ અજ્ઞાનના નિમિત્તથી પુદ્ગલ(નો સંબંધ) બનતો હતો, એ રોકાઈ ગયો. આહાહા! શું કીધું એ? કે જ્યારે આત્મા આનંદ ને અતીન્દ્રિયજ્ઞાનસ્વરૂપ એનો સ્વભાવ, એ સ્વભાવની દૃષ્ટિ માલૂમ પડી, તો પરિણમનમાં-પર્યાયમાં પણ અતીન્દ્રિય આનંદ ને જ્ઞાનની પર્યાય સ્વરૂપમાં થઈ સમ્યકની તો તે જ સમયે અનાદિની (માન્યતા હતી કે) રાગનું કર્તવ્ય મારું અને રાગનો કરવાવાળો હું એ (અભિપ્રાય) અજ્ઞાનબુદ્ધિનો નાશ થાય છે. અજ્ઞાનના નિમિત્તથી જે પુગલ કર્મનો બંધ અનાદિથી થતો હતો, એ અનાદિનો કર્મનો બંધ પણ નિવૃત થયો-એને (હવે ) બંધ થતો નથી. આહાહાહા ! અજ્ઞાનની નિવૃત્તિ થઈ તો અજ્ઞાનથી બંધાવાવાળા કર્મ પણ બંધાતા નથી. શું થાય? એમ થવાથી જ્ઞાનમાત્રથી જ બંધનો નિરોધ સિદ્ધ થાય છે. છે? સંસ્કૃત છે એમ થતાં, જ્ઞાનમાત્રથી બંધનો નિરોધ થઈ જાય છે. જ્ઞાન શબ્દ, એ આત્મા! શુદ્ધ ચૈતન્યસ્વરૂપ છે એવું પરિણમન થયું જ્ઞાનનું એ જ્ઞાનના પરિણમન માત્રથી બંધ રોકાઈ જાય છે, જ્ઞાન એટલે આ શાસ્ત્રના જાણપણા એ જ્ઞાન નહીં (પરંતુ ) જ્ઞાનસ્વરૂપ ચિધન જ્ઞાતાદેષ્ટા ભગવાન આત્મા ! એની પર્યાયમાં આત્માનું પરિણમન એટલે જ્ઞાનનું પરિણમન કે સ્વભાવનું પરિણમન, આવા જ્ઞાનમાત્રથી અજ્ઞાનની નિવૃત્તિ થઈ, અને અજ્ઞાનથી બંધ હતો એ બંધ રોકાઈ ગયો, સમજાણું કાંઈ? આહાહા! આવી ઝીણી વાતું હવે, કેટલી યાદ રાખવી એક કલાકમાં! ભાઈ, ઓલું તો કંઈક કહે (કરવાનું કે) આ વ્રત કરો, જાત્રા કરો, અપવાસ કરો, ભક્તિ કરો, મંદિર બનાવો તો સમજાય તો ખરું-અનાદિથી અજ્ઞાન છે એમાં શું સમજવું'તું! આ વાત નિરાળી પ્રભુ વીતરાગમાર્ગની! આહા! એ કારણે જ્ઞાનમાત્રથી જ-એ સ્વરૂપનું જ્ઞાન થયું, રાગની રુચિ છૂટી ગઈ, ત્રિકાળ જ્ઞાયક-ભાવનું પોષાણ-ચિ થઈ તો સમ્યજ્ઞાન થયું તો સમ્યક જ્ઞાનમાત્રથી બંધનો નિરોધ થઈ Page #66 -------------------------------------------------------------------------- ________________ ૫૧ ગાથા-૭૧ แ જાય છે. છે છેલ્લે ? “જ્ઞાનમાત્રથી જ બંધનો નિરોધ સિદ્ધ થાય છે.” આહાહા ! આ આત્માનો અનુભવ-જ્ઞાન થયું એ જ્ઞાન હોં, આ શાસ્ત્રનું જ્ઞાન ( એ જ્ઞાન ) નહીં, ચૈતન્ય ભગવાન આત્માજ્ઞાનનું સરોવ૨–સાગર પ્રભુ ! એ પોતાના જ્ઞાનગુણનાં બંધનો નિરોધ થઈ ગયો ! એ સંબંધી ( નો ). સમજાણું કાંઈ... ? એ વિશેષ કહેશે. ( શ્રોતાઃ- પ્રમાણ વચન ગુરુદેવ !) પ્રવચન નં. ૧૪૯ ગાથા-૭૧-૭૨ તા. ૨૯/૧૧/૭૮ બુધવાર કારતક વદ-૧૪ શ્રી સમયસારઃ- ગાથા ૭૧ એનો ભાવાર્થ છે. ગાથા થઈ ગઈ. ર ક્રોધાદિક અને જ્ઞાન જુદી જુદી વસ્તુઓ છે;” શું કહે છે. એ જે કંઈ પુણ્ય ને પાપના ભાવ થાય દયા, દાન, પૂજા, ભક્તિ, વ્રત, તપ એનો જે ભાવ થાય એ શુભરાગ છે. અને એ શુભરાગ છે, એની જેને રુચી છે એને ક્રોધી કહેવામાં આવે છે. આત્મા પૂર્ણ-સ્વરૂપ, અતીન્દ્રિય આનંદ સ્વરૂપ વીતરાગમૂર્તિ આત્મા એની રુચી છોડી અને એ શુભ-અશુભ ભાવ દયા, દાન, વ્રત, ભક્તિ આદિના ભાવ, એમાં જેની રુચી છે એને આત્મા પ્રત્યે અનાદર ક્રોધ છે. આરે ! આવી વાત છે. એને આત્મા પૂર્ણાનંદ પ્રભુ શુદ્ધ અનંત અનંત ગુણનો પિંડ એ મહાપ્રભુ મહાત્મા, મહસ આત્મા એની જેને રુચી નથી, એને આ પુણ્યના પરિણામની રુચી છે, એને અહીંયા આત્મા પ્રત્યે અરુચી છે, એટલે ક્રોધ છે એમ કહેવામાં આવે છે. આહાહા ! આકરી વાત. ( શ્રોતા:- ૫૨મ સત્ય પ્રભુ ) જે શુભ ને અશુભ ભાવ એ તો ગાથામાં આવ્યું ને ભાવ પાહુડમાં પૂજા, વ્રત, તપ, ભક્તિ, વંદન, સ્તુતિ એ બધો ભાવ રાગ છે. કે એ કોઈ જૈન ધર્મ નથી. એ રાગ છે એને જે ધર્મ માને છે એથી એને રાગ પ્રત્યે પ્રેમ છે અને તેથી તેને નિર્વિકારી, અરાગી સ્વભાવ ભગવાન આત્મા એના પ્રત્યે એને અણગમો છે. આહાહાહા ! આવી વાત. એ ક્રોધાદિ એટલે ? શુભ-ભાવ જે દયા, દાન, વ્રત, ભક્તિના ભાવમાં પ્રેમ છે તેને ક્રોધ કહે છે, એ ક્રોધ એ બીજી ચીજ છે અને જ્ઞાન એટલે આત્મા આનંદસ્વરૂપ, જ્ઞાનસ્વરૂપ એ જુદી ચીજ છે, એ બે ચીજ એક નથી. છે ? ક્રોધ, માન, માયા, લોભ એટલે, સ્વભાવથી વિરુદ્ધભાવ, એવો ભાવ અને જ્ઞાન એટલે આત્મા શુદ્ધ ચૈતન્ય વીતરાગ મૂર્તિ પ્રભુ એ બે જાદી જુદી વસ્તુઓ છે, કહો. આહાહાહા ! શ૨ી૨, વાણી, મન આ તો જુદી છે, જડ છે, એ તો એની નથી, એનામાં નથી. પણ પુણ્ય ને પાપના ભાવ એ સ્વરૂપમાં નથી. એ આત્મા એમાં નથી છતાં તેનો જેને પ્રેમ છે એને જડનો પ્રેમ છે. એને ભગવાન આત્મા જ્ઞાનાનંદ સ્વભાવ શુદ્ધ ચૈતન્યસ્વરૂપ, ભગવાને જેને આત્મા કહ્યો એ પૂર્ણાનંદ સ્વરૂપ છે એની પ્રત્યે તેને દ્વેષ છે એટલે દ્વેષ અને આત્મા બે જુદી ચીજ છે. જ્ઞાનમાં ક્રોધાદિ નથી એટલે જ્ઞાનસ્વરૂપ જે ભગવાન આત્મા, જ્ઞાન એટલે આ શાસ્ત્રનું જ્ઞાન એ જ્ઞાન નહિ, જેમ સાકરમાં ગળપણ છે એમ આત્મા જ્ઞાનસ્વરૂપ છે. સાકર જેમ ગળપણ સ્વરૂપ છે, એમ ભગવાન આત્મા જ્ઞાનસ્વરૂપ છે. એ જ્ઞાનસ્વરૂપ આત્મા અને એનાથી વિરૂદ્ધ વિકાર એ બે એક નથી. જ્ઞાનમાં ક્રોધાદિ નથી. આહાહાહાહા ! ચૈતન્ય તત્ત્વ જેને ભગવાન સર્વજ્ઞ ૫૨મેશ્વર જિનેશ્વરે શુદ્ધ આત્મા, નવતત્ત્વ છે ને ? Page #67 -------------------------------------------------------------------------- ________________ ૫૨ સમયસાર સિદ્ધિ ભાગ-૪ નવતત્ત્વમાં જે પુણ્ય ને પાપનું તત્ત્વ એ તો વિકારી તત્ત્વ છે, અને નવતત્ત્વમાં આત્મા એ તો શાયકતત્ત્વ ભિન્ન છે. નહિંતર નવ થાય નહિ. એ જ્ઞાનસ્વરૂપી ભગવાન આત્મા ત્રિકાળી જ્ઞાતાદ્રષ્ટા સ્વભાવ એમાં વિકારનો ભાવ છે નહીં. જે વિકારનો પ્રેમ છે તે ભાવ જ્ઞાન સ્વરૂપમાં નથી. આહાહા ! આવો ઉપદેશ હવે. છે ? જ્ઞાન એટલે આત્મા જ્ઞાનસ્વરૂપ પ્રજ્ઞા-બ્રહ્મસ્વરૂપ પ્રભુ, એમાં રાગનો પ્રેમ એવો જે ક્રોધ, એ સ્વરૂપમાં નથી અને ક્રોધાદિમાં જ્ઞાન નથી, અને આત્મા જે જ્ઞાનસ્વરૂપ પ્રભુ, એ આત્મા છે એ ચૈતન્યવસ્તુ એમાં એ ક્રોધ નથી. સમજાણું ? અને ક્રોધાદિમાં જ્ઞાન નથી. એને એ પુણ્ય ને પાપના ભાવનો પ્રેમ છે, એમાં આત્મા નથી. આવું છે. ( શ્રોતાઃ- આવું જ શોધવા જેવું છે ) હૈં ! આવું જ સ્વરૂપ છે બાપુ શું થાય ? આહાહા! અનંત કાળથી રખડી મર્યો ચોરાસીના અવતાર કરી કરીને, કાગડાના કૂતરાના ન૨૬માં, એ એની વ્યાખ્યા ભગવાન કરે, ત્યારે સાંભળી ન જાય, એવા એણે દુઃખ સહન કર્યા છે, એ પોતાના સ્વરૂપને રાગથી ભિન્ન જાણ્યા વિના. એ રાગ સ્વરૂપ છે તે જ મારું છે, અને રાગ છે તે મારું કર્તવ્ય છે, એ મિથ્યાદ્રષ્ટિ ત્યાં રોકાઈ ગયો એને જૈન ધર્મની ખબર નથી. જૈન ધર્મ એને કહીએ કે જે રાગ, દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજા આદિનો ભાવ એ રાગ છે એનાથી ભિન્ન આત્મા આનંદકંદ જ્ઞાનસ્વરૂપ છે એનો અનુભવ થાય, વીતરાગી પર્યાયમાં એનો અનુભવ થાય, એને ધર્મ જૈન ધર્મ કહે છે. અરે આવી વ્યાખ્યા. ઓલા તો કહે કે અહિંસા ૫૨મો ધર્મ. ૫૨ની દયા પાળવી, એ અહિંસા જ નથી. એ તો હિંસા છે. ૫૨ની દયાનો ભાવ એ રાગ છે ને એ હિંસા છે. આકરી વાત બાપુ. વીતરાગ પરમેશ્વર જે આત્મા કહે છે, જેને ભગવાન પુણ્ય તત્ત્વ કહે છે નવ તત્ત્વમાં, એ પુણ્ય તત્ત્વના પ્રેમમાં આત્મા નથી અને આત્મા જ્ઞાન શુદ્ધ ચૈતન્યસ્વરૂપમાં એ રાગ ને રાગનો પ્રેમ એમાં નથી. આહાહા ! આવી વાત છે. ‘આવું તેમનું ભેદજ્ઞાન થાય' છે? આવું તેમનું ભેદશાન થાય, એટલે ? જેટલો પૂજા, ભક્તિ, દાન, દયા, વ્રત, તપ એનો ભાવ છે એ બધો રાગ છે અને તેનો પ્રેમ છે તે મિથ્યાત્વ છે. કેમ કે એ આસ્રવ છે, એ આસ્રવનો જેને પ્રેમ છે તે મિથ્યાદૃષ્ટિ છે, અને જેને આસ્રવથી રહિત ભગવાન ચૈતન્ય વીતરાગસ્વરૂપ છે આત્મા, એનો જેને પ્રેમ છે, એકાગ્રતા છે, તેને ધર્મ છે. કહો દેવીલાલજી ! આવી વાત છે બાપુ. દુનિયાથી તો ફે૨ફા૨. แ આવું તેમને ભેદજ્ઞાન થાય એટલે કે એ રાગની ક્રિયાના પરિણામ છે તે આસ્રવ છે તે હું નહીં. હું એમાં નહીં એ મારામાં નહીં. મારામાં તો જ્ઞાન ને આનંદસ્વરૂપ તે હું એવું એ રાગના ભાવથી ભિન્ન જે ભેદજ્ઞાન થાય, “ત્યારે તેમના એકપણારૂપ અજ્ઞાન મટે” આહાહાહા ! એ રાગ અને ભગવાન આત્મા બે ભિન્ન છે, એવું અંદર ભેદજ્ઞાન થાય, ભેદજ્ઞાન ભિન્ન, ત્યારે તેને રાગની એકતા તૂટી જાય છે. રાગ તે હું છું ને રાગ તે મારું કર્તવ્ય તે છૂટી જાય ( છે ). આહાહા ! ભાષા તો સાદી છે, ભાવ તો બાપુ ઊંડા છે. અત્યારે વીતરાગ માર્ગને વીંખી નાખ્યો છે, રાગ ને ક્રિયાકાંડમાં આ વ્રત કરો ને અપવાસ કરો ને દાન, દયા, કરો ને એમાં ધર્મ માન્યો એ રાગમાં ધર્મ માન્યો. મિથ્યાત્વને લઈને રખડી મ૨શે એ, ૮૪ ના અવતારમાં ક્યાંય પત્તો નહિ ખાય. આહાહાહા! Page #68 -------------------------------------------------------------------------- ________________ ૫૩ ગાથા-૭૧ જેને આવો અંત૨માં, શ૨ી૨થી તો જાદો પ્રભુ આત્મા અંદર, પણ આવી ક્રિયાઓ જે દયા, દાન, વ્રત, પૂજાની જે રાગ છે એનાથી પ્રભુ ાદો છે, તેમ શ૨ી૨, કર્મ, પૈસા એ તો અજીવ તત્ત્વમાં જાય અને આ પુણ્ય-પાપના ભાવ એ આસ્રવ તત્ત્વમાં જાય, ભગવાન આસ્રવ તત્ત્વ અને અજીવ તત્ત્વથી જુદી ચીજ છે અંદર. આહાહાહા ! આવું ક્યારે નવરો પડે માણસ આખો દિ’ પાપમાં પ્રપંચમાં પડયા વેપા૨, વેપાર, વેપાર એકલું પાપ ધર્મ તો કાંઈ નથી પુણ્યેય નથી. આહાહા! આંહીં કહે છે કે એકવાર એ રાગની ક્રિયા જે અંદર થાય પુણ્યની અને ભગવાન આત્મા આનંદ ને જ્ઞાન સ્વરૂપ છે એવી બે વચ્ચેની જુદાઈનું જ્ઞાન થાય, બેની એકતાનું જ્ઞાન તૂટી અને જુદાઈનું જ્ઞાન થાય, ત્યારે રાગની એકતાનું જે અજ્ઞાન હતું એ નાશ થયું. આહાહા ! મારગ આવો પ્રભુ. છે ભાઈ ! અનંત કાળમાં એણે મુનિવ્રત લીધા, પાંચ મહાવ્રત પાળ્યા, ૨૮ મુળગુણ, નગ્નમુનિ હોં, આ વસ્ત્ર સહિત છે એ તો કુલિંગી છે, એ તો લિંગેય નથી ભગવાનનું, આ તો નગ્નમુનિ દિગંબર થયો. પંચમહાવ્રત પાળ્યા, હજારો રાણીનો ત્યાગ કર્યો, પણ એ રાગની ક્રિયા છે એ ધર્મ છે એમ માન્યું એણે. એ રાગથી ભગવાન અંદ૨ નિત્ય નિરાવરણ, નિરાવ૨ણ નિર્લેપ ચીજ અંદર પડી છે, એને એણે જાણી નહીં, એણે એનો આશ્રય લીધો નહીં. તેથી એકત્વબુદ્ધિથી ૨ખડી મર્યો છે ચા૨ ગતિમાં, જેને આવું ભેદજ્ઞાન થાય, ‘તેને એકપણારૂપ અજ્ઞાન મટે' અને અજ્ઞાન મટવાથી કર્મનો બંધ પણ ન થાય, એ સંબંધી જે મિથ્યાત્વ ને અનંતાનુબંધીથી બંધ થાય એ ન થાય. સમજાણું કાંઈ ? આહાહા ! પા કલાક હાલ્યું ગયું કેટલું સ૨સ હતું. હાલ્યું, ગયું માંડ કોક દિ' હોય એને પા કલાક મળે નહીં. આહાહાહા ! ઘણી વાત સરસ ચાલી ગઈ. “આ રીતે જ્ઞાનથી જ બંધનો નિરોધ થાય છે,” છેલ્લો શબ્દ. આહાહા ! એટલે ? કે આત્મા અંદર જ્ઞાન ને આનંદસ્વરૂપ પ્રભુ એ જે દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજા આદિનો ભાવ એ રાગ, એ રાગથી ભિન્ન આત્માનું જ્ઞાન થાય, ત્યારે તેને રાગની એકતાનું અજ્ઞાન ટળે અને એકતાનું અજ્ઞાન ટળતા તેને બંધન થાય નહિ. આહાહાહા ! આવી વાત છે. શું થાય ? અનંત કાળથી ૨ખડે છે, ૮૪ના અવતાર, નરક ને નિગોદ કાગડા ને કૂતરા ને કંથવાના ભવો કરી કરીને સોથા નીકળી ગયા છે. આહાહા !( શ્રોતાઃ- અનાદિનું દુઃખ જ ભોગવતો આવ્યો છે ) દુઃખ જ, એકલો દુઃખી છે. આ બધા કરોડોપતિ ને અબજોપતિ બચારા ભિખારા દુઃખી છે. ભિખારી છે, પૈસો મને આપો, આબરૂ મને દો, દિકરા થાવ, માગણ મોટા ભિખારા છે. આહાહા ! અહીં ૫૨માત્મા કહે છે કે એ તો વરાકા, રાંકા, ભિખારી છે. આહાહા ! જેને આ આત્મા અંદર ‘સિદ્ધ સમાન સદા પદ મેરો' એવું જે સ્વરૂપ અંદર છે એમાં અનંતી આનંદ ને જ્ઞાનની લક્ષ્મી પડી છે, એની તો જેને પિપાસા નથી, અને આ ધૂળની બહા૨ની બાયડી છોકરા પૈસા, જે એનામાં નથી, જેમાં એ નથી. હૈં ! ધૂળેય નથી સગપણ માને તો એ અજ્ઞાન છે, કોની હારે સગપણ કર્યું છે? આંહી તો સમકિત સાથે સગપણ કર્યુ, નિજ પરિવાર થયું ગાઢું. આહાહા ! Page #69 -------------------------------------------------------------------------- ________________ ૫૪ સમયસાર સિદ્ધિ ભાગ-૪ ભગવાન આત્મા સર્વજ્ઞ કેવળી જિનેશ્વરદેવ કહે એ હોં, બીજા આત્મા આત્મા કરે વીતરાગ સિવાય એ બધા આત્મા જાણતા નથી. સર્વજ્ઞ જિનેશ્વરદેવ પરમેશ્વરે જે અંદર આત્મા અનંત-અનંત ગુણનો પિંડ પ્રભુ, અંતરની સ્વલક્ષ્મીનો સાગર છે એ. આનંદ, જ્ઞાન, શાંતિ આદિ લક્ષ્મીનો સાગર છે, એને ન માનતા, એને ન સ્વીકારતા રાગની ક્રિયા ને રાગના ફળ તરીકે સંયોગને સ્વીકારે છે એ મૂંઢ મિથ્યાદેષ્ટિ ચાર ગતિમાં રઝળવાનો અભિલાષી છે. આહાહાહા ! આવી વાત છે ભાઈ ! ભાવાર્થમાં ઘણું ગયું. આહાહા ! 9 ક્રમબદ્ધની વાત વિચારે તો બધાં ઝગડા મટી જાય છે અરે ભાઈ ! તું વિચાર તો કર કે તું કોણ છો? તું જ્ઞાનસ્વરૂપ છો. જે થાય તેને જાણ ! તું કરનાર નહિ, જાણનાર છો. ક્રમબદ્ધની વાત વિચારે તો બધાં ઝગડા મટી જાય. પોતે પરદ્રવ્યનો કર્તા તો નથી, રાગનો કર્તા તો નથી, નિર્મળ પર્યાયનો પણ કર્તા નથી, અકર્તા સ્વરૂપ છે. જ્ઞાતાસ્વભાવ તરફ ઢળી જવું તેમાં જ અકર્તાપણાનો મહાન પુરુષાર્થ છે. ખરેખર તો પર્યાયને દ્રવ્ય તરફ વાળવી આ એક જ વસ્તુ છે, એ ખરેખર જૈન દર્શન છે. આહાહા! જૈનદર્શન આકરું બહુ! પણ અપૂર્વ છે અને તેનું ફળ મહાન છે. સિદ્ધ ગતિ એનું ફળ છે. પરનો કર્તા તો નથી, રાગનો કર્તા તો નથી પણ નિર્મળ પર્યાયનો કર્તા નથી. કેમ કે પર્યાય ષકારકથી સ્વતંત્ર પરિણમે છે. એનામાં ભાવ નામની એક શક્તિ છે તેના કારણે પર્યાય થાય જ છે, કરું તો થાય એમ નથી. આહાહા! ભાઈ ! માર્ગ આકરો છે, અચિંત્ય છે, અગમ્ય છે, અગમ્યને ગમ્ય કરાવે એવો અપૂર્વ માર્ગ છે. પર્યાય ક્રમસર થાય છે, દ્રવ્યગુણ પણ એનો કર્તા નહિ –એમ કહીને એકલી સર્વજ્ઞતા સિદ્ધ કરી છે. અકર્તાપણું એટલે કે જ્ઞાતાપણું સિદ્ધ કર્યું છે. (આત્મધર્મ, અંક ૭૨૬, વર્ષ-૬૦, પાના નં. ૬) Page #70 -------------------------------------------------------------------------- ________________ गाथा-७२ गाथा - ७२ 7 7 7 7 f *** कथं ज्ञानमात्रादेव बन्धनिरोध इति चेत् णादूण आसवाणं असुचित्तं च विवरीयभावं च । दुक्खस्स कारणं ति य तदो णियत्तिं कुणदि जीवो । ७२ ।। ज्ञात्वा आस्रवाणामशुचित्वं च विपरीतभावं च । दुःखस्य कारणानीति च ततो निवृतिं करोति जीवः ।।७२।। ૫૫ जले जम्बालवत्कलुषत्वेनोपलभ्यमानत्वादशुचयः खल्वास्रवाः, भगवानात्मा तु नित्यमेवातिनिर्मलचिन्मात्रत्वेनोपलम्भकत्वादत्यन्तं शुचिरेव। जडस्वभावत्वे सति परचेत्यत्वादन्यस्वभावाः खल्वास्रवाः, भगवानात्मा तु नित्यमेव विज्ञानघनस्वभावत्वे सति स्वयं चेतकत्वादनन्यस्वभाव एव । आकुलत्वोत्पादकत्वाद्दुःखस्य कारणानि खल्वास्रवाः, भगवानात्मा तु नित्यमेवानाकुलत्वस्वभावेनाकार्य-कारणत्वाद्दुःखस्याकारणमेव। इत्येवं विशेषदर्शनेन यदैवायमात्मात्मास्रवयोर्भेदं जानाति तदैव क्रोधादिभ्य आस्रवेभ्यो निवर्तते, तेभ्योऽनिवर्तमानस्य पारमार्थिकतद्भेदज्ञानासिद्धेः। ततः क्रोधाद्यास्रवनिवृत्त्यविनाभाविनो ज्ञानमात्रादेवाज्ञानजस्य पौद्गलिकस्य कर्मणो बन्धनिरोधः सिध्येत्। किञ्च यदिदमात्मास्रवयोर्भेदज्ञानं तत्किमज्ञानं किं वा ज्ञानम्? यद्यज्ञानं तदा तदभेदज्ञानान्न तस्य विशेषः। ज्ञानं चेत् किमास्रवेषु प्रवृत्तं किं वास्रवेभ्यो निवृत्तम् ? आस्रवेषु प्रवृत्तं चेत्तदापि तदभेदज्ञानान्न तस्य विशेषः। आस्रवेभ्यो निवृत्तं चेत्तर्हि कथं न ज्ञानादेव बन्धनिरोधः। इति निरस्तोऽज्ञानांशः क्रियानयः। यत्त्वात्मास्रवयोर्भेदज्ञानमपि नास्रवेभ्यो निवृत्तं भवति तज्ज्ञानमेव न भवतीति ज्ञानांशो ज्ञाननयोऽपि निरस्तः। હવે પૂછે છે કે જ્ઞાનમાત્રથી જ બંધનો નિરોધ કઈ રીતે છે ? તેનો ઉત્તર કહે છેઃ અશુચિપણું, વિપરીતતા એ આસવોનાં જાણીને, વળી જાણીને દુઃખકા૨ણો, એથી નિવર્તન જીવ કરે. ૭૨. गाथार्थः- [ आस्रवाणाम् ] खासवोनुं [ अशुचित्वं च ] अशुभिपशुं अने [ विपरीतभावं च ] विपरीतपणुं [ च ] तथा [ दुःखस्य कारणानि इति ] तेस्रो हुःषना २ए छे खेभ [ ज्ञात्वा ] भगीने [ जीव: ] a [ तत: निवृत्ति ] तेमनाथी निवृत्ति [ करोति ] ऽरे छे. ટીકા:- જળમાં શેવાળ છે તે મળ છે-મેલ છે; તે શેવાળની માફક આસ્રવો મળપણેમેલપણે અનુભવાતા હોવાથી અશુચિ છે (-અપવિત્ર છે) અને ભગવાન આત્મા તો સદાય અતિનિર્મળ ચૈતન્યમાત્રસ્વભાવપણે જ્ઞાયક હોવાથી અત્યંત શુચિ જ છે (-પવિત્ર Page #71 -------------------------------------------------------------------------- ________________ ૫૬ સમયસાર સિદ્ધિ ભાગ-૪ જ છે; ઉજ્વળ જ છે). આસવોને જડસ્વભાવપણું હોવાથી તેઓ બીજા વડે જણાવાયોગ્ય છે (-કારણકે જે જડ હોય તે પોતાને તથા પરને જાણતું નથી, તેને બીજો જ જાણે છે) માટે તેઓ ચૈતન્યથી અન્ય સ્વભાવવાળા છે; અને ભગવાન આત્મા તો, પોતાને સદાય વિજ્ઞાનઘનસ્વભાવપણું હોવાથી, પોતે જ ચેતક (-જ્ઞાતા) છે (-પોતાને અને પરને જાણે છે.) માટે ચૈતન્યથી અનન્ય સ્વભાવવાળો જ છે (અર્થાત્ ચૈતન્યથી અન્ય સ્વભાવવાળો નથી). આસવો આકુળતાના ઉપજાવનારા હોવાથી દુઃખનાં કારણો છે; અને ભગવાન આત્મા તો, સદાય નિરાકુળતા-સ્વભાવને લીધે કોઈનું કાર્ય તેમ જ કોઈનું કારણ નહિ હોવાથી, દુઃખનું અકારણ જ છે (અર્થાત્ દુઃખનું કારણ નથી). આ પ્રમાણે વિશેષ (તફાવત) દેખીને જ્યારે આ આત્મા, આત્મા અને આસવોનો ભેદ જાણે છે તે જ વખતે ક્રોધાદિ આસવોથી નિવૃત્ત થાય છે, કારણકે તેમનાથી જે નિવર્તિતો ન હોય તેને આત્મા અને આસવોના પારમાર્થિક (સાચા) ભેદજ્ઞાનની સિદ્ધિ જ થઈ નથી. માટે ક્રોધાદિક આસવોથી નિવૃત્તિ સાથે જે અવિનાભાવી છે એવા જ્ઞાનમાત્રથી જ, અજ્ઞાનથી થતો જે પૌગલિક કર્મનો બંધ તેનો નિરોધ થાય છે. વળી, જે આ આત્મા અને આસવોનું ભેદજ્ઞાન છે તે અજ્ઞાન છે કે જ્ઞાન છે? જો અજ્ઞાન છે તો આત્મા અને આસવોના અભેદજ્ઞાનથી તેની કોઈ વિશેષતા ન થઈ. અને જો જ્ઞાન છે તો (તે જ્ઞાન) આસવોમાં પ્રવર્તે છે કે તેમનાથી નિવત્યું છે? જો આસવોમાં પ્રવર્તે છે તોપણ આત્મા અને આસવોના અભેદજ્ઞાનથી તેની કાંઈ વિશેષતા ન થઈ. અને જો આસવોથી નિવર્યું છે તો જ્ઞાનથી જ બંધનો નિરોધ સિદ્ધ થયો કેમ ન કહેવાય? (સિદ્ધ થયો જ કહેવાય.) આમ સિદ્ધ થવાથી અજ્ઞાનનો અંશ એવા ક્રિયાનયનું ખંડન થયું. વળી જે આત્મા અને આસવોનું ભેદજ્ઞાન છે તે પણ જો આસવોથી નિવૃત્ત ન હોય તો તે જ્ઞાન જ નથી એમ સિદ્ધ થવાથી જ્ઞાનનો અંશ એવા (એકાંત) જ્ઞાનનયનું પણ ખંડન થયું. - ભાવાર્થ- આસવો અશુચિ છે, જડ છે, દુઃખનાં કારણ છે અને આત્મા પવિત્ર છે, જ્ઞાતા છે, સુખસ્વરૂપ છે. એ રીતે લક્ષણભેદથી બન્નેને ભિન્ન જાણીને આસવોથી આત્મા નિવૃત્ત થાય છે અને તેને કર્મનો બંધ થતો નથી. આત્મા અને આસવોનો ભેદ જાણ્યા છતાં જો આત્મા આસવોથી નિવૃત્ત ન થાય તો તે જ્ઞાન જ નથી, અજ્ઞાન જ છે. અહીં કોઈ પ્રશ્ન કરે કે અવિરત સમ્યગ્દષ્ટિને મિથ્યાત્વ અને અનંતાનુબંધી પ્રકૃતિઓનો તો આસવ નથી થતો પણ અન્ય પ્રકૃતિઓનો તો આસવ થઈને બંધ થાય છે, તેને જ્ઞાની કહેવો કે અજ્ઞાની? તેનું સમાધાન - સમ્યગ્દષ્ટિ જીવ જ્ઞાની જ છે કારણકે તે અભિપ્રાયપૂર્વકના આસવોથી નિવર્યો છે. તેને પ્રકૃતિઓનો જે આસવ તથા બંધ થાય છે તે અભિપ્રાયપૂર્વક નથી. સમ્યગ્દષ્ટિ થયા પછી પરદ્રવ્યના સ્વામિત્વનો અભાવ છે; માટે, જ્યાં સુધી તેને ચારિત્રમોહનો ઉદય છે ત્યાં સુધી તેના ઉદય અનુસાર જે આસવ-બંધ થાય છે તેનું સ્વામીપણું તેને નથી. અભિપ્રાયમાં તો તે આસવ-બંધથી સર્વથા નિવૃત્ત થવા જ ઇચ્છે છે. તેથી તે જ્ઞાની જ છે. જ્ઞાનીને બંધ થતો નથી તેમ કહ્યું છે તેનું કારણ આ પ્રમાણે છે:- મિથ્યાત્વસંબંધી Page #72 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૦૨ ૫૭ બંધ કે જે અનંત સંસા૨નું કા૨ણ છે તે જ અહીં પ્રધાનપણે વિવક્ષિત (-કહેવા ધારેલો ) છે. અવિરતિ આદિથી બંધ થાય છે તે અલ્પ સ્થિતિ-અનુભાગવાળો છે, દીર્ઘ સંસા૨નું કારણ નથી; તેથી તે પ્રધાન ગણવામાં આવ્યો નથી. અથવા તો આ પ્રમાણે કા૨ણ છેઃજ્ઞાન બંધનું કા૨ણ નથી. જ્યાં સુધી જ્ઞાનમાં મિથ્યાત્વનો ઉદય હતો ત્યાં સુધી તે અજ્ઞાન કહેવાતું હતું અને મિથ્યાત્વ ગયા પછી અજ્ઞાન નથી, જ્ઞાન જ છે. તેમાં જે કાંઈ ચારિત્રમોહ સંબંધી વિકાર છે તેનો સ્વામી જ્ઞાની નથી તેથી જ્ઞાનીને બંધ નથી; કારણકે વિકાર કે જે બંધરૂપ છે અને બંધનું કા૨ણ છે, તે તો બંધની પંક્તિમાં છે, જ્ઞાનની પંક્તિમાં નથી. આ અર્થના સમર્થનરૂપ કથન આગળ જતાં ગાથાઓમાં આવશે. પ્રવચન નં. ૧૪૯ ગાથા-૭૨ તા. ૨૯/૧૧/૭૮ હવે પૂછે છે કે–“જ્ઞાનમાત્રથી જ બંધનો નિરોધ કઈ રીતે છે ?” શું કીધું ઈ ? આ આત્મા જ્ઞાન ને આનંદસ્વરૂપ છે, જ્ઞાન–એટલે આ શાસ્ત્રનું જાણવું એ, એ જ્ઞાન નહિ, અંતર પોતે સાકર જેમ ગળપણનો પિંડ છે, એમ આ ભગવાન જ્ઞાન સ્વભાવનો પિંડ છે. એ સર્વજ્ઞ સ્વભાવી આત્મા છે. એવા સ્વરૂપનું રાગથી ભિન્ન પડીને, સ્વરૂપનું જ્ઞાનનું જ્ઞાન થયું, જ્ઞાન સ્વરૂપ એવો આત્મા તેનું જ્ઞાન થયું, રાગથી ભિન્ન કરીને, અને તે જ્ઞાનમાત્રથી અજ્ઞાન ટળીને કર્મનો બંધ તૂટી જાય છે. ત્યારે શિષ્ય પૂછે છે, એ જ્ઞાન માત્રથી જ, બસ ? જયાં જ્ઞાન થયું એનાથી જ બંધ અટકી ગયો. જ્ઞાનમાત્રથી જ, રાગના વિકલ્પથી ભિન્ન પડ તું પ્રભુ, એને જ્ઞાન કહેવામાં આવે છે. સંસારના ડહાપણ ને વકીલાતના ને દાક્તરના ને એ જ્ઞાન નથી. એ તો બધું કુશાન છે. જ્ઞાન તો એને પ્રભુ કહે કે, જે જ્ઞાનસ્વરૂપી પ્રભુ ચૈતન્યઘન એને રાગના વિકલ્પથી ભિન્ન પાડી અને જ્ઞાનમાં એકાગ્ર થઈને શક્તિમાંથી વ્યક્તતા જ્ઞાનની પ્રગટ થઈ તેને અહીંયા જ્ઞાન કહેવામાં આવે છે. આહાહાહા! ભાષા તો સાદી પણ ભાવ તો છે એ છે બાપા. અરેરે ! શિષ્યનો આ પ્રશ્ન છે, કે તમે તો ફક્ત આત્મા છે, રાગથી ભિન્ન, એ વિકલ્પ જે છે શુભ-અશુભ દયા, દાન, વ્રત, પૂજાના, એ ભાવ રાગ છે ને એનાથી પ્રભુ ભિન્ન છે, એવું ભેદજ્ઞાન થયું, અને એ ભેદજ્ઞાન માત્રથી એને કર્મબંધન અટકી ગયું ? તો જ્ઞાન માત્રથી કર્મ અટકી ગયું ? એમ પ્રશ્ન છે. આહાહા ! અરેરે સાંભળવા મળે નહિ એવી વાત છે બિચારા જિંદગીમાં, હૈં? ૫રમાત્માની સત્ય વાત સાંભળવા જ મળે નહીં, એ જિંદગી શું કહેવાય ? ઢોર જેવી જિંદગી છે એ તો. આહાહા! આવી વાત, શિષ્યને જ્યારે એમ કહેવામાં આવ્યું, કહેવામાં એમ આવ્યું ને ત્યારે પ્રશ્ન ઉઠયો ને ? કે જ્યારે આ ભગવાન અંદર સચ્ચિદાનંદ સ્વરૂપ, સત્ય, શાશ્વત જ્ઞાન ને આનંદનો સાગર ભગવાન, જેમાં અતીન્દ્રિય આનંદ જ છલોછલ ભર્યો છે, જેમાં અતીન્દ્રિય જ્ઞાન ભ૨પુ૨ ભર્યું છે, જેમાં શાંતિનો એ સાગર છે. એવા ભગવાન આત્માનું જેને રાગના પરિણામથી ભિન્ન જ્ઞાન થયું, તો એ વસ્તુનું જ્ઞાન થયું, વાસ્તવિક છે એનું જ્ઞાન થયું અને એના જ્ઞાનથી કર્મબંધન અટકી Page #73 -------------------------------------------------------------------------- ________________ સમયસાર સિદ્ધિ ભાગ-૪ ૫૮ ગયું, એ શી રીતે ? એમ પૂછે છે. સમજાણું કાંઈ ? બંધનો નિરોધ કઈ રીતે છે? આ શું કહે છે? જેને અંદ૨માં જિજ્ઞાસા એવી થઈ આ સાંભળ્યા પછી, એને એમ જિજ્ઞાસા થઈ કે પ્રભુ આત્મા સચ્ચિદાનંદ સિદ્ધ સ્વરૂપી પ્રભુ, સચ્ચિદાનંદ એટલે અન્યમતિ સચ્ચિદાનંદ કહે એ નહિ હોં, આ તો સત્ શાશ્વત, જ્ઞાન અને આનંદનો સાગર પ્રભુ અંદર છે ભાઈ. આહાહા ! એવો જે ભગવાન ૫૨મેશ્વ૨ જિનેશ્વરે કહ્યો, એવો જે ભગવાન આત્મા, એનું જેને રાગથી ભિન્ન પડીને જ્ઞાન થયું, અને તેને કર્મબંધન અટકી ગયું એવું શિષ્યે સાંભળ્યું, ત્યારે એને પ્રશ્ન ઉઠયો આવા જીવને, આમ સાધારણ સાંભળવા આવે છે ને એના માટે આ નથી. આહાહાહા ! જેને અંત૨થી એમ પ્રશ્ન ઉઠયો, કે પ્રભુ આપે તો રાગની ક્રિયા જે છે બંધની, આસ્રવની એનાથી ભિન્ન આત્માનું જ્ઞાન ભેદજ્ઞાન થયું, તેટલા જ્ઞાનમાત્રથી તે અજ્ઞાન ટળીને કર્મબંધન અટકી ગયું, એ શી રીતે પ્રભુ ? એમ એને અંતરમાંથી જિજ્ઞાસા આવી છે. છે? પૂછે છે કે જ્ઞાનમાત્રથી જ બંધનો, જોયું માત્રથી જ, આહાહા..... બંધનું અટકી જવું નિરોધ કઈ રીતે છે ? તેનો ઉત્તર કહે છે, આવી જેને જિજ્ઞાસા પ્રશ્નમાં ઉઠી છે એને આ ઉત્ત૨ દેવામાં આવે છે. આહાહાહા..... णादूण आसवाणं असुचित्तं च विवरीयभावं च । दुक्खस्स कारणं ति य तदो णियत्तिं कुणदि जीवो ।। ७२ ।। અશુચિપણું, વિપરીતતા એ આસ્રવોનાં જાણીને, વળી જાણીને દુઃખકા૨ણો, એથી નિવર્તન જીવ કરે. ૭૨. ટીકાઃ- જળમાં શેવાળ છે આ પાણી પાણી શેવાળ, લીલ, ફૂગ, જળમાં જેમ શેવાળ છે, મેલ-મળ છે, એ મેલ છે, જળમાં જે શેવાળ છે એ મળ છે, એ મેલ છે, તે શેવાળની માફક આસવો, આહાહાહાહા... એ દયા, દાન, વ્રત, ભક્તિના ભાવ, અને અશુભભાવ, એ બેયને આસ્રવ અહીં કીધા. આસ્રવ, જેનાથી નવા આવ૨ણો આવે, વહાણમાં છિદ્ર હોય ને જેમ પાણી ગરે, એમ જેના પરિણામમાં આવા પુણ્ય ને પાપના ભાવરૂપી છિદ્ર છે, તેને નવા આવ૨ણ આવે છે. માટે તે પરિણામને આસ્રવ કહેવામાં આવે છે. આહાહાહા ! આવી વાતું વે. શુભ ને અશુભભાવ એ શેવાળની માફક મેલ છે આત્મામાં. આહાહાહા ! કહે છે કે અંદરમાં દયાનો, દાનનો, વ્રતનો, તપનો, અપવાસનો જે ભાવ ઊઠે છે એ રાગ છે. અ૨૨૨! એને ધર્મ માનનારાને એમ કહેવું, અને એ રાગ એ આસ્રવ છે, અને એ આસ્રવ છે એ મેલ છે એ આસ્રવ છે, એ મળ છે, મેલ છે. ભાષા તો સાદી છે પ્રભુ, મારગડા કોઈ જાદા છે. આહાહાહા ! શિષ્યને પ્રશ્ન ઉઠયો એનો આ ઉત્તર છે, અને તે ઉત્તર બરાબર સાંભળે છે, ભગવાન ! આત્માને ભગવાન તરીકે બોલાવશે હમણાં. જળમાં જેમ શેવાળ છે એ મળ છે, મેલ છે. શેવાળની માફક પુણ્ય ને પાપના ભાવ એ શેવાળની માફક મળ છે, જેમ જળમાં શેવાળ, મળ ને મેલ છે, એમ ભગવાન આત્મામાં એ શુભ-અશુભભાવ એ મળ છે, મેલ છે અને મેલપણે અનુભવાતા હોવાથી, ભાષા તો જુઓ. ઓહોહોહો..... જેમ પાણીમાં શેવાળ મળ છે ને મેલ છે એમ આ ભગવાન આત્મા આનંદનો નાથ પ્રભુ, જ્ઞાનનો સાગર આત્મા, એમાં એ પુણ્ય ને Page #74 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૦૨ ૫૯ પાપના ભાવ મળ છે, મેલપણે અનુભવાય છે, એમ કહે છે. ભારે વાતું. પંચમહાવ્રતના પરિણામ ને બારવ્રતના ભાવ એ બધો વિકલ્પ છે, રાગ છે, મળ છે, મેલ છે, મેલપણે અનુભવાય છે કહે છે. આહાહાહા ! ક્યાં માણસને રખડતા બિચારા ચાર ગતિમાં પ્રાણી. અરેરે ! માણસપણું થયું ને મરીને જશે ઢો૨માં કેટલાંક તો, કા૨ણકે ધર્મ શું છે એ હજી સાંભળવા મળ્યો નથી. આહાહા ! આંહી કહે છે પ્રભુ એક વાર સાંભળ, તારો નાથ આત્મા જે છે એમાં જે આ પુણ્યના પરિણામ ઊઠે છે, દેખાય છે, તે મેલ છે હોં. આહાહાહા ! હવે અહીંયા એ એને ધર્મ માને, હૈં ? આવી દ્રષ્ટિની ઊંધાઈને વિપરીતતા, જેના ફળ નિગોદ છે, એક શ૨ી૨માં અનંતા જીવ, એમાં એ નિગોદમાં વાસ કરે છે અનાદિથી. એ મેલપણે અનુભવાતા હોવાથી અશુચિ છે, કોણ ? એ શુભઅશુભભાવ અને અશુભ તો ઠીક પણ આપણે આંહી વધારે વજન શુભમાં છે, હજી તો શુભના ઠેકાણાં નથી એકલા અશુભના પાપમાં પડયા એની તો વાત શું કરવી ? પણ આંહી તો શુભમાં આવ્યો એ પણ અશુચિ ને મેલ છે. આહાહા ! જળમાં જેમ શેવાળ મેલ છે એમ ત્રિલોકનાથ જિનેશ્વરદેવ ઇન્દ્રો અને ગણધરોની સમક્ષમાં ૫૨માત્મા આમ ફરમાવતા હતા. એ આ ભાષા છે. આહાહા ! સીમંધર ભગવાન મહાવિદેહમાં બિરાજે છે એ, એ ત્યાંથી આ વાણી આવી છે. આહાહાહા ! ભગવાન એમ કહે છે. આ આજ્ઞા નથી માગતા સામાયિક ને ઉપવાસ ને આમ સીમંધર સ્વામી પાસે હતી કે દિ' સામાયિક, મિથ્યા છે. તેં ! ( શ્રોતાઃ- આજ્ઞા માગવી એ કાંઈ મિથ્યાત્વ છે?) આજ્ઞા માગવી એ શુભ છે ને શુભમાં ધર્મ માને એ મિથ્યાત્વ છે. આહાહા ! કહો દેવીલાલજી ! બાપુ મારગડા નાથ બહુ જુદા છે ભાઈ. અરેરે ! અત્યારે તો સાંભળવા મળવા મુશ્કેલ પડી ગયા. ભગવાન ત્રણલોકના નાથ સીમંધર પ્રભુ ત્યાં મુનિરાજ આઠ દિ' ગયા હતા. આ કુંદકુંદાચાર્ય, ત્યાંથી લાવીને આ શાસ્ત્ર બનાવ્યા. ભગવાન આમ કહેતા હતા, શ્રોતાને જિજ્ઞાસા, જેને રાગથી ભિન્ન થતાં જ્ઞાનમાત્રથી કર્મ કેમ અટકી જાય, એવી જેને જિજ્ઞાસા છે, એને આ ઉત્ત૨ દેવામાં આવ્યો છે. કેમ એ અટકી જાય છે કર્મ ? કે જળમાં જેમ શેવાળ છે, એમ ભગવાન આત્મા પવિત્રનો પિંડ છે, એમાં એ પુણ્યના પરિણામ મળ અને મેલપણે અનુભવાય છે. મેલપણે છે તેટલી વાત ન લીધી, એ મેલપણે અનુભવાય છે. આહાહાહા ! છે ? મેલપણે અનુભવાતા હોવાથી, કેમ એને અશુચિ કીધા ? આહાહાહાહા ! શું સંતોની દિગંબર મુનિઓની વાણી છે એ કેવળીના કેડાયતો એ કેવળી થવા માટે આ પોકાર છે. આહા..... પ્રભુ એક વાર સાંભળ. આહાહા ! કે જેમ જળમાં શેવાળ મેલ અને મળ છે, મળ અને મેલ છે એમ કહ્યું, એમ ભગવાન આત્મા આનંદનો નાથ સચ્ચિદાનંદ પ્રભુ સિદ્ધ સ્વરૂપી આત્મા પ્રભાવ છે સ્વભાવ છે આત્માનો, કેમ બેસે ? આહાહા ! એ પૈસા પાંચ પચીસ હજાર પેદા થાય, ત્યાં માંડો લાપસી આજ. અરે આવા ગાંડા પાગલ બધાં છે. ( શ્રોતાઃ- પાગલ ને ડાહ્યા બનાવવાના છે ને આપે ) આહાહા ! ડાહ્યા તો આ કરે ત્યારે ડાહ્યા થાય. આત્મામાં રાગનો ભાવ જે દેખાય છે, પૂજાનો, ભક્તિનો, દયાનો, દાનનો, વ્રતનો, તપનો, વૈયાવચ્ચનો, ભક્તિનો, ભગવાનની સ્તુતિનો એ બધો રાગ છે, ને એ રાગ મળ છે, Page #75 -------------------------------------------------------------------------- ________________ ૬૦ સમયસાર સિદ્ધિ ભાગ-૪ ભગવાન નિર્મળાનંદમાં એ રાગ મળ છે, એ મેલપણે અનુભવાય છે. બહુ સારી ગાથા છે. તેથી તે અશુચિ છે. એ પુણ્ય ને પાપના ભાવ અશુચિ છે, અપવિત્ર છે. પંચમહાવ્રતના પરિણામ એ રાગ છે એ અશુચિ છે, એ અપવિત્ર છે, મેલપણે અનુભવાય છે તે. આહાહાહા ! (શ્રોતાઃ- આપ ચોખ્ખું કરો છો ને એટલે જરી રાડ પડે છે) એ વિના પકડાય નહિ ને. અરેરે ! આ બધું સાંભળી સાંભળીને કાન ફૂટી ગયા'તા એક તો દુકાનના ધંધા ને બાઈડી છોકરાના પાપ એમાં સાંભળવા જાય તો ઓલો હવે સંભળાવે કુગુરુ, શ્રીમદ્ કહે છે કલાક મળે સાંભળવા જાય ત્યાં કુગુરુ લુંટી ત્યે વ્રત કરો ને અપવાસ કરો કે તમારે કલ્યાણ થશે, લુંટી નાખે લૂંટારા. આહાહાહા ! સમજાણું કાંઈ? શ્રીમદ્દ એમ કહે છે. આહાહા ! શ્રીમદ્ એક ફેરી શ્રીમન્ને કોઈ બોલતું'તું અવગુણ એનો અમુક શ્રીમદ્દો એ ચુડામાં હતા રાયચંદ દોશી, રાયચંદ દોશી હતા, ઘણાં વૃદ્ધ (શ્રોતા- આપે જોયેલા) રાયચંદ દોશીને જોયેલા અમે તો આંહી અમે ૭૧ માં ચુડા આવ્યા'તા પહેલાં, એ પહેલાં તો હું ૬૯ માં ચુડા ગયેલો, ગુલાબચંદજી ત્યાં હતા ૬૯ની સાલ, ગુલાબચંદજી હતા એ ઓલી છે ને માર્કેટ બજારમાં નહિ! મકાનમાં? હેઠે શાકભાજી ને ઉપર ત્યાં ઉતર્યા'તા, ૬૯ ની સાલ ચુડા ગયેલો પહેલાં વહેલા તેદિ' સૌભાગ્યચંદડાકટર હતા. આ તો ઘણાં વરસની વાતું છે. ૬૯ હેં? ૬૬ વર્ષ પહેલાં, પછી ફરીવાર ગયેલા ૭૧માં દીક્ષા લઈને ગયેલા તે પછી ત્યાં ગુલાબચંદભાઈ વોરા હતા, તેણે બાધા લીધી'તી બ્રહ્મચર્યની-જાવજીવની અને એનો બાપ હતા, ૭૧ની વાત છે દીક્ષા લઈને ગયેલા. આંહી તો કહેવું છે કે એ રાગ છે એ મેલ છે અશુચિ છે, ઓલા સૌભાગ્યભાઈ હતો તે આમ હુતો ઓલો, એનો એક દિકરો મરી ગયેલો, પણ છતાં કોઈને રોવા ન દે, ભગવાન ભગવાન કરો છતાંય એ તો બધો શુભભાવ છે. આહાહા ! સમજાણું કાંઈ ? પણ તેદિ' એને ધર્મ માનતા. સૌભાગ્યભાઈ હતા બહાર દવાખાને, ઘણાં વર્ષો થઈ ગયા ૬૬ વર્ષ. આહાહા! અરે ભગવાન શું કરે પ્રભુ પરમાત્મા જિનેશ્વરદેવનો આ પોકાર છે પ્રભુ તને પુષ્ય ને પાપના ભાવ જે થાય છે, એ મેલપણે અનુભવાય છે અને આત્માના કહેવા એ કેમ કહેવાય બાપુ? એ કહે છે જુઓ, એ અશુચિ છે ને અપવિત્ર છે. આહાહાહા! હવે આવ્યું. ભગવાન આત્મા ! આમ જુઓ ભાષા તો જુઓ આત્મા અંદર જે છે તેને અહીં ભગવાન તરીકે બોલાવ્યો છે. એ પુણ્યના પરિણામને અશુચિ ને મેલ બતાવીને, ભગવાન અંદર જે આત્મા એનાથી ભિન્ન છે. અરે! ભગવાન આત્મા તો, આચાર્ય મહારાજ સંત દિગંબર આત્મધ્યાની જ્ઞાની, અનુભવી જંગલમાં વસનારા સંત છે આ, એ એમ કહે છે કે ભગવાન આત્મા તો, ભાઈ તને જે પુણ્યના પરિણામ થયા દયા, વ્રત, ભક્તિ આદિ એ તો મેલ છે અને આ ભગવાન આત્મા તો, એનાથી ભિન્ન છે એ આસ્રવથી ભિન્ન છે નવતત્ત્વ છે ને? એમાં આ પુણ્ય-પાપનો ભાવ એ આસ્રવ છે ને આત્મા, આત્મા જીવ જ્ઞાયક તેથી ભિન્ન છે. આહાહાહા! “આત્મા” ભગવાન આત્મા તો સદાય અતિ નિર્મળ, એમ કેમ ભાષા વાપરી? કે પુણ્યપાપનો ભાવ તો ક્ષણિક છે, મેલ છે, મેલપણે અનુભવાય છે, ત્યારે આ તો ભગવાન સદા અતિ નિર્મળ, ત્રિકાળ નિર્મળ છે. આહાહા ! સમજાણું કાંઈ ? ભગવાન આત્મા તો, સદાય, ઓલું પુણ્ય ને પાપના ભાવ ક્ષણિક છે, અશુચિ છે, વર્તમાન પુરતા છે મેલ. અને ભગવાન આત્મા તો સદા Page #76 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૭૨ ૬૧ અતિ નિર્મળાનંદ છે. અરેરેરે ! કેમ બેસે? આહાહા ! (શ્રોતા- વિચાર કરે તો બેસે) ઓહોહોહો ! આ તો બેસે શું? બેસારીને વયા ગયા અનંતા મોક્ષે ગયા. આહાહાહા ! ભગવાન આત્મા તો સદાય અતિ નિર્મળ, ત્રિકાળ નિર્મળાનંદ પ્રભુ અંદર બિરાજે છે, જેમ સ્ફટિક નિર્મળ હોય. જેમ નિર્મળતા રે સ્ફટિક તણી, તેમ જ જીવ સ્વભાવ રે તે જિનવરે રે ધર્મ પ્રકાશ્યો, પ્રબળ કષાય અભાવ રે” કેમ કે ભગવાન અતિ નિર્મળાનંદ પ્રભુ છે, એની જેને શ્રદ્ધા, જ્ઞાન ને રમણતા થઈ એને ધર્મ ભગવાને કીધો. બાકી દયા દાન વ્રત આદિના પરિણામ છે, એ અધર્મ છે. અરરર! આ સાંભળ્યા જાય નહિ, શું કરે? અનંતકાળથી રખડે છે. એ ૮૪ના અવતાર કરી કરીને, આહાહા.... આ ભગવાન આત્મા તો સદાય અતિ નિર્મળ, ચૈતન્યમાત્ર સ્વભાવપણે, એ તો ચૈતન્યમાત્ર, જાણવું દેખવું સ્વભાવ, જાણવું જાણવું જ્ઞાતાદા સ્વભાવ એવા માત્ર, માત્ર નામ જ્ઞાતાદ્રષ્ટાપણું જ એનું સ્વરૂપ છે બધું. જેમ સ્ફટિક નિર્મળ છે એમ આ ભગવાન આત્મા સદા અતિ નિર્મળાનંદ ચૈતન્યમાત્ર વસ્તુ છે. આહાહા ! પોતે પોતાને જાણે નહિ અને પરને જાણવાની ડહાપણની વાતું કરીને મરી ગયો, ભગવાન આત્મા તો, ભાષા જોયું? આચાર્ય તો “ભગવાન આત્મા” એમ બોલાવે છે, તારો આત્મા એ ભગવાન આત્મા છે. આહાહા...... ભાઈ, સદાય તું નિર્મળ, અતિ નિર્મળ એકલો નિર્મળ નહિ, અતિ નિર્મળાનંદ પ્રભુ, શુદ્ધ ચૈતન્યઘન આનંદકંદ પ્રભુ આત્મા, અત્યારે હોં, ત્રણેય કાળે. અતિ નિર્મળ ચૈતન્યમાત્રસ્વભાવપણે જ્ઞાયક હોવાથી, એ તો જાણનાર દેખનાર છે પ્રભુ તો. એમાં રાગ ને પુષ્ય ને પાપ એ વસ્તુમાં છે જ નહિ. એ તો મલિનપણે દશામાં આવ્યા એને તું પોતાના માન, મરી જઈશ ૮૪ ના અવતારમાં રખડી મરીશ. આહાહા ! જ્ઞાયક હોવાથી અત્યંત શુચિ છે, અત્યંત શુચિ જ છે,” ઓલા પુણ્ય ને પાપના ભાવ અત્યંત અશુચિ, આવ્યું છે ને? આ અત્યંત શુચિ છે એમ લેવું. સમજાણું કાંઈ? “નિર્મળ છે' ભગવાન તો અંદર નિર્મળ છે” પવિત્ર જ છે' ઉજ્જવળ જ છે' એને અંદરમાં રાગથી ભિન્ન પાડીને આનો અનુભવ કરવો, એનું નામ સમ્યગ્દર્શન, જ્ઞાન ને ધર્મ છે બાકી બધા થોથાં છે. આહાહા ! એ રાગના પરિણામ જે છે એ અશુચિ, આસવ, મેલ એનાથી અતિ નિર્મળાનંદ પ્રભુ આમ એનો અંદર આશ્રય લઈને નિર્મળનો અનુભવ કરવો એને અહીંયા જૈન ધર્મ ને મોક્ષનો માર્ગ કહે છે. એને સમ્યગ્દર્શન, જ્ઞાન ને ચારિત્ર એને કહે છે. આહાહાહા ! આ બહુ ફેર પણ, વાતે વાતે ફેર, ઓલા માણસ કહે છે ને? “આણંદા કહે પરમાનંદા, માણસે માણસે ફેર, એક લાખે તો ન મળે ને એક ત્રાંબિયાના તેર” એમ ભગવાન ને જગતની વાણીને વાતે વાતે ફેર છે. અરેરે ! આ તો અતિ નિર્મળ, અત્યંત શુચિ છે, આ બે બોલ લીધા. એટલે શું? કે રાગ છે એ દુઃખ છે મેલ છે અશુચિ, આ પ્રભુ અંદર શુચિ છે એમ જેણે ભેદજ્ઞાન કર્યું એને સમ્યજ્ઞાન થયું એ સમ્યજ્ઞાનથી એને બંધ કર્મનું બંધન અટકી જાય એમ એક બોલ કહ્યો. બીજો:- આગ્નવોને, એ પુણ્ય ને પાપના ભાવ જે દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજા, વૈયાવચ્ચ. ભગવાન સ્મરણ સ્તુતિ એ ભાવ આસ્રવ છે, “એ આગ્નવોને જડસ્વભાવપણું હોવાથી, શાંતિથી Page #77 -------------------------------------------------------------------------- ________________ ૬૨ સમયસાર સિદ્ધિ ભાગ-૪ (સમજવું) એ રાગ છે એ આસ્રવ છે, એ જડ છે. કેમ કે જુઓ કેમ કે જડ સ્વભાવપણે હોવાથી તેઓ બીજા વડે જણાવા યોગ્ય છે. રાગ પોતે શું છે એ રાગ જાણતો નથી, રાગ તો અજીવ છે અચેત એમાં ચૈતન્ય પ્રભુ એનો અંશ એમાં નથી. જે ભાવે પુણ્ય બંધાય એવો ભાવ તે જડ છે કહે છે. કેમ કે એ પોતે બીજા દ્વારા જણાય છે, પોતા દ્વારા પોતે જાણી શકતો નથી રાગ. આસવોને જડ સ્વભાવપણું હોવાથી તેઓ બીજા વડે જણાવા યોગ્ય છે, એ ચૈતન્યસ્વભાવ વડે જણાવા યોગ્ય છે, એ પોતે પોતાને જાણતા નથી કે હું આ રાગ છું. આહાહાહા ! સમજાણું કાંઈ ? કારણકે જે જડ હોય તે પોતાને ને પરને જાણતું નથી. રાગ પોતાને જાણતો નથી તેમ રાગ જોડે ચૈતન્ય ભગવાન છે એને એ રાગ જાણતો નથી, તેમ રાગ વડે જણાય એવો નથી. આહાહા! આવી વાતું છે. ઘણો ફેરફાર, ઘણો ફેરફાર. અહીં દયા, દાન, વ્રત, પૂજાના ભાવ એને અહીં ભગવાન કહે છે કે એ રાગ છે, ને રાગ છે તે જડ છે, એ ચૈતન્યનું નૂરનું પૂર જે ભગવાન આત્મા એનો એક અંશ એમાં નથી. એ તો અચેતન અંશ છે. બીજાઓ દ્વારા જણાવાયોગ્ય છે, કારણકે જે જડ હોય તે પોતાને ને પરને જાણતું નથી, તેને બીજો જ જાણે છે. આહાહા ! “માટે તેઓ ચૈતન્યથી અન્ય સ્વભાવવાળા છે” શું કીધું ઈ? વિકલ્પ જે ઉઠયો છે દયા, દાન, વ્રત, રાગ એ ચૈતન્ય સ્વભાવથી જણાય એવો છે, છે? તેઓ ચૈતન્યથી અન્ય સ્વભાવવાળા છે, માટે ચૈતન્ય એ નથી. આ ટીકા, એ પોતાને ને પરને રાગ જાણતું નથી, તેથી તેઓ રાગ જે ક્રિયા દયા, દાન, વ્રતના પરિણામ તે ચૈતન્યથી અન્ય સ્વભાવવાળા છે. ચૈતન્યનો સ્વભાવ જાણવું દેખવું એનાથી અન્ય સ્વભાવવાળા અજાણ ને અદેખું, જડ છે, એ તો. સાંભળ્યા જાય નહિ, એમાં સંપ્રદાયના આગ્રહમાં પડયા હોય એને તો, વસ્તુ કોઈ નિરાળી છે. ભગવાન સર્વજ્ઞ કહે છે કે, એને તો રુચિથી એણે સાંભળી નથી. આહાહા ! માટે તે પર છે. આહાહા ! “ભગવાન આત્મા તો” હવે એની સામે લે છે. જોયું પાછું ભગવાન આત્મા તો જયારે પુણ્ય ને પાપ ભાવ જડ છે ચૈતન્ય સ્વભાવથી અન્ય સ્વભાવવાળા છે, ત્યારે ભગવાન આત્મા કેવો છે? પોતાને સદાય વિજ્ઞાનઘન સ્વભાવપણું હોવાથી, પ્રભુ આત્મા તો સદાય પોતાને સદાય વિજ્ઞાનઘન સ્વભાવ, એ તો વિજ્ઞાનઘન સ્વભાવ, એ તો ઘન સ્વભાવ, એમાં વિકલ્પનો પ્રવેશ નથી. આસવનો જે રાગાદિ છે, એ વસ્તુમાં પ્રવેશ નથી. વિજ્ઞાનઘન સ્વભાવ ભગવાન આત્મા અંદર બિરાજે છે. અરેરે ! આહાહા ! એ તો સદાય અને પોતાને સદાય વિજ્ઞાનઘન, ઘન, પહેલાંના ઘી એવા થતાં ઘી, હવે તો બધું ગરબડ થઈ ગયું છે, પણ પહેલાંના પચાસ-સાઈઠ વરસ પહેલાંના ભેંસના ધી એવા થતાં કે તાવેથો પેસવો મુશ્કેલ પડે, આંગળી તો શેની પેસે? અરે નીકળે ઓલી ફાંસ વાગે, એવા ઘી હતા, સાંઈઠ વરસ પહેલાં, ફાંસ વાગે પછી છ મહીને એનું દુઃખે, એમાં આંગળી પેસે નહિ, એમ આ ભગવાન વિજ્ઞાનઘન પ્રભુ એમાં એ દયા, દાનનો વિકલ્પ પ્રવેશ ન કરી શકે ઘનમાં. આહાહાહા ! આવી વાતું હવે, આ તો શું જૈન વીતરાગની આવી વાતું હશે? ભાઈ અમે તો જૈન માર્ગમાં તો દયા પાળો ને વ્રત કરો ને અપવાસ કરો ને ચોવીહાર કરો ને એવું સાંભળીએ છ પરબી દયા પાળો બ્રહ્મચર્ય પાળો, આવું તો સાંભળ્યું, અરે પ્રભુ સાંભળને હવે, સાંભળ્યું છે ને ખબર નથી અમને? ઓલા દેરાવાસીમાં તો ભક્તિ કરો ને પૂજા Page #78 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૦૨ ૬૩ કરો. જાત્રા કરો ને અરે ભાઈ બાપુ એ તો બધી રાગની ક્રિયા. એને આત્મજ્ઞાન થાય ને આત્મજ્ઞાન થતાં તેને સમ્યગ્દર્શન થાય સમ્યગ્દર્શન થતાં તેને મિથ્યાત્વ ને અનંતાનુબંધીનો જે બંધ છે એ બંધ અટકી જાય એટલો બંધ એને થાય નહીં, એટલે નિરાળો એકલો થઈ જાય. વિશેષ કહેશે. ( શ્રોતાઃ– પ્રમાણ વચન ગુરુદેવ ) પ્રવચન નં. ૧૫૦ ગાથા-૭૨ તા. ૩૦/૧૧/૭૮ ગુરુવાર કારતક વદ-ગા સમયસાર ગાથા ૭૨. બે બોલ ચાલ્યા છે. શું બે ચાલ્યા ? કે જેમ આત્મામાં (પાણીમાં ) શેવાળ છે, એ મળ છે, એ મેલ છે, એમ પુણ્ય-પાપના ભાવ જે આસ્રવ છે, એ મળ છે મેલપણે અનુભવાય છે. આ ભગવાન આત્મા નિર્મળાનંદ પ્રભુ, શુદ્ધ આનંદઘન છે, એ આસ્રવથી ભિન્ન છે. ચાહે તો દયા, દાન, વ્રત, ભક્તિના ભાવ હો, એ ભાવ આસ્રવ છે, એ અશુચિ છે, એ અપવિત્ર છે, મળ અને મેલપણે અનુભવાય છે. ભગવાન આત્મા, સદા અતિ નિર્મળ છે. એ આસ્રવ તત્ત્વથી ભિન્ન, સદાય અતિ નિર્મળાનંદ પ્રભુ, ચૈતન્યમાત્ર સ્વભાવથી જ્ઞાયક છે. એમાં આસ્રવ છે નહિ એ આસ્રવથી ભિન્ન છે, એક બોલ થયો. બીજો બોલ : એ આસ્રવ જે છે શુભ-અશુભ ભાવ એ જડ છે, કેમ કે એ પોતે પોતાને જાણતાં નથી, અને બીજા દ્વારા જણાય છે માટે તે દયા, દાન, વ્રત, ભક્તિ આદિના પરિણામ એને અહીંયા જડ કહ્યાં છે. ભગવાન આત્મા વિજ્ઞાનઘન છે. વિજ્ઞાનઘન સ્વભાવ હોવાથી પોતે ચેતક છે, પોતાને જાણે અને રાગને પણ એ જાણે, આસ્રવનો જે રાગ છે એ ન જાણે પોતાને ન જાણે ૫૨ને, ૫૨વડે જણાય માટે જડ છે. આહાહાહા ! બે બોલ તો થઈ ગયા છે કાલ. હવે ત્રીજો બોલ : “ આસ્રવો” ભગવાન આત્મા તો આનંદ સ્વરૂપ છે એમાં જે આ પુણ્યપાપનાં ભાવ એ આકુળતાના ઉપજાવનારા છે. એ શુભ ને અશુભ ભાવ આકુળતાના ઉપજાવનારા હોવાથી દુઃખનાં કા૨ણ છે. એ શુભ-અશુભ ભાવ હિંસા, જૂઠું, ચોરી, વિષય, ભોગ, વાસનાનો ભાવ કે દયા, દાન, પૂજા, ભક્તિનો ભાવ, એ આકુળતાના ઉપજાવનાર છે, તેથી એ દુઃખના કા૨ણ છે, એ દુઃખના કારણો છે. આહાહા ! અને ભગવાન આત્મા, ત્રીજો બોલ છે. ભગવાન આત્મા એમ કરીને બોલાવ્યો છે પ્રભુને. ભગ નામ આનંદ ને જ્ઞાન આદિ લક્ષ્મીનો વાન એનું રૂપ છે. એવો જે આ ભગવાન આત્મા, દ્રવ્યસ્વરૂપ છે. આહાહા ! ભગવાન આત્મા તો “સદાય નિરાકુળતા સ્વભાવને લીધે” એનો સ્વભાવ તો સદાય નિરાકુળ સ્વભાવ, અતીન્દ્રિય આનંદ સ્વભાવ, આવા કા૨ણે એને લીધે એમ છે ને ? સ્વભાવને લીધે કોઈનું કાર્ય તેમ કોઈનું કા૨ણ નહિ હોવાથી દુઃખનું અકા૨ણ છે. એ શુભ ને અશુભ ભાવ, જે ભાવે તીર્થંકર ગોત્ર બંધાય તે ભાવ પણ દુઃખરૂપ છે કહે છે, આકુળતાનું ઉપજાવનાર છે. ત્યારે ભગવાન આત્મા નિરાકુળતા સ્વભાવને લીધે, આનંદના સ્વભાવને લીધે, કોઈનું કાર્ય નથી. એટલે ? કે એના દ્રવ્યગુણ ને પર્યાય, દ્રવ્ય આનંદ, ગુણ આનંદ ને પર્યાય આનંદ, એના આનંદની પર્યાય કોઈનું કાર્ય નથી, એટલે કે વ્યવહા૨ રત્નત્રયનો રાગ એ કા૨ણ અને આત્માની Page #79 -------------------------------------------------------------------------- ________________ ૬૪ સમયસાર સિદ્ધિ ભાગ-૪ આનંદ પર્યાય કાર્ય એમ નથી. આવી વાતું છે. સમજાણું કાંઈ ? આવું એને ભેદજ્ઞાન કરવું પડશે. આહાહા! એ ભગવાન આત્મા અણાકુળ આનંદ સ્વભાવને લીધે તે કોઈનું કાર્ય નથી. એ દ્રવ્યગુણ કાર્ય નથી, પણ તેની પર્યાય પણ કોઈનું કાર્ય નથી. કેમ કે એ ભગવાન આત્મા આનંદ સ્વરૂપ એનો જ્યાં દૃષ્ટિમાં સ્વીકાર થતાં આનંદની પર્યાયરૂપે થાય એ કાર્ય, આનંદરૂપી આત્મા એનું એ કાર્ય છે. એ આનંદની ધર્મની સમ્યગ્દર્શન જ્ઞાનની પર્યાય, એ રાગનું કાર્ય નથી. રાગ છે એ આકુળતા છે, ત્યારે પ્રભુ આત્મા છે એ અનાકુળતા છે એના લક્ષણો જ તદ્દન જુદા છે. તેથી જે કાંઈ દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજા, નામ સ્મરણ, પંચ પરમેષ્ઠીનું સ્મરણ આદિ જે ભાવ એ બધો રાગ ને આકુળતાનું કારણ છે. આહાહા! ત્યારે ભગવાન આત્મા અણાકુળ આનંદ સ્વરૂપ હોવાને લીધે, એ રાગની મંદતાનું એ કાર્ય નથી, એની ધર્મ પર્યાય, દ્રવ્યગુણ તો નથી પણ એની ધર્મ પર્યાય આનંદની એ રાગનો વ્યવહાર રાગ કષાય મંદ એ કા૨ણ અને આનંદની પર્યાય કાર્ય એમ નથી. આહા ! આવી વાતું. તેમ કોઈનું કારણ નહિ. ભગવાન આત્મા અણાકુળ આનંદ સ્વરૂપ એની દ્રષ્ટિ કરવાથી એ આનંદની પર્યાયનું કા૨ણ છે, પણ એ રાગનું કા૨ણ નથી. આનંદની પર્યાયના કાર્યનું દ્રવ્ય કા૨ણ છે. એટલે ? સમ્યગ્દર્શન જ્ઞાન ચારિત્ર જે નિશ્ચય મોક્ષમાર્ગની પર્યાય, એનું કા૨ણ દ્રવ્ય વસ્તુ, કા૨ણપ૨માત્મા પોતે કા૨ણ છે, પણ એનું કા૨ણ રાગ ને પર્યાયની મંદતા એ એનું કારણ નથી. તેમ એ આનંદનો પર્યાય આત્મા અણાકુળ આનંદ સ્વરૂપ એવું જ્યાં ભાન થયું તો એની પર્યાય આનંદની, એ રાગનું કારણ નથી. જેમ એ રાગ આકુળતા એ આનંદની પર્યાયનું કારણ નથી, તેમ આનંદની પર્યાય રાગનું કારણ નથી. આહાહાહાહા ! આવી વાત છે. અનંત અનંત ગુણો છે પ્રભુમાં એ અનંત ગુણમાં એક એક ગુણનું અનંતનું રૂપ છે. એમાં રાગનું રૂપ નથી. ભગવાન આત્મા અનંત ગુણ સ્વરૂપ પ્રભુ, એ પોતે પોતાના એક–એક ગુણમાં, અનંત અનંત ગુણ એમાં એનું રૂપ છે, પણ એમાં રાગનું રૂપ નથી. આહાહા ! હૈં ? ભગવાન આત્મા એક સમયમાં અનંત અનંત ગુણનો સાગર પ્રભુ, એ અનંતા ગુણ છે, એટલી સંખ્યાએ અનંતા અનંતા અનંતા અનંતા અનંતા અનંતા અનંતાનો પાર નહિ એ બધા ગુણો, એના એક એક ગુણમાં એનું રૂપ છે, જેમકે આત્મામાં જ્ઞાનગુણ છે અને એક અસ્તિત્વ ગુણ છે તો અસ્તિત્વગુણ જ્ઞાનગુણમાં નથી. એક ગુણ બીજા ગુણમાં નથી, પણ એક ગુણનું રૂપ એમાં છે એટલે જ્ઞાનગુણ અસ્તિત્વપણે છે, એ અસ્તિત્વનું રૂપ છે. આહાહા ! આવી વાતું છે. પણ એમાં કોઈ રાગ, વ્યવહા૨, દયા, દાન, વ્રત, આદિ એનો રાગ એ એનો ગુણ નથી. તેથી એનું રૂપ એના કોઈ ગુણમાં નથી, તેથી તે રાગનું કારણ નથી, તેમ રાગનું એ કાર્ય નથી. અરે આવો ભગવાન આત્મા અંદર બિરાજે છે. પહેલું કહ્યું હતું, બહુ વિચાર કર્યા ઘણાં પણ સર્વદર્શી ને સર્વજ્ઞશક્તિ એનું અનંતા ગુણમાં રૂપ છે. કઈ રીતે ? અગમ્ય વાત થઈ પડે છે. આહાહાહા ! સમજાણું કાંઈ ? અનંત ભગવાનના અનંતા ગુણો સ્વભાવ, ધર્મ એ એક એક ગુણમાં અનંતા ગુણનું રૂપ છે, હવે એમાં અસ્તિત્વ ગુણમાં સર્વદર્શી ને સર્વજ્ઞનું રૂપ, કોઈ અજબ પ્યાલા છે. આહાહા ! ભગવાન આત્મા એનામાં જ્ઞાન ગુણ છે, પણ એમાં અસ્તિત્વ ગુણ જે છે એ એમાં નથી, છતાં Page #80 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૭૨ ૬૫ અસ્તિત્વનું રૂપ છે એટલે કે જ્ઞાન પોતે છે અસ્તિત્વપણે એ પોતાને લઈને અસ્તિત્વ છે, એ અસ્તિત્વ ગુણને લઈને અસ્તિત્વ નથી. આહાહાહા ! સમજાણું કાંઈ ? અજર પ્યાલા છે બાપા આ તો, વીતરાગનો મારગ આત્મા, એટલે ? કે ગમે તેટલી રાગની મંદતાનો ભાવ હોય પણ છતાં એનું એ કા૨ણ આત્માના દ્રવ્ય, ગુણ ને પર્યાય એનું કા૨ણ નથી. ત્રણેય હોં એક દ્રવ્ય ગુણ નહિ હોં. સમજાણું કાંઈ ? તેમ તે રાગનું કાર્ય નથી દ્રવ્ય ગુણ પર્યાય. દ્રવ્ય-ગુણ તો ન હોય રાગનું કાર્ય ભલે, એ તો કાયમી ચીજ છે. પણ એની જે પરિણતિ થઈ ધર્મની, સમ્યગ્દર્શનજ્ઞાન ચારિત્રની પર્યાય થઈ, તેનું એ રાગ કા૨ણ નથી. હવે આ મોટા વાંધા છે અત્યારે. પંડિતજી ! આહાહા ! વ્યવહા૨૨ત્નત્રય કારણ સાધક, નિશ્ચય સાધ્ય છે એમ કહે છે. અરે ભાઈ ! એ તો નિમિત્તનું જ્ઞાન કરાવ્યું છે. આંહી તો ચોખ્ખી વાત છે આ. પ્રભુ અનંતગુણની પ્રભુતાથી ભરેલો પ્રભુ એનામાં એક પ્રભુત્વ નામનો ગુણ છે પ્રભુમાં, તો એના અનંત ગુણમાં એની પ્રભુતાનું રૂપ છે, એનો જ્ઞાન ગુણ પ્રભુ, દર્શન ગુણ પ્રભુ, ચારિત્ર ગુણ પ્રભુ, અસ્તિત્વગુણ પ્રભુ, પ્રમેયત્વ ગુણ પ્રભુ, એવા અનંતા ગુણોમાં પ્રભુત્વનું રૂપ શક્તિ છે, પણ એનામાં એવી શક્તિ નથી કોઈ કે રાગનું કારણ થાય.. ભારે આકરું. એનામાં કોઈ એવો ગુણ નથી કે રાગનું કારણ થાય, તેમ તે રાગનું કાર્ય થાય એવી એનામાં શક્તિ નથી. રાગ કા૨ણ ને ધર્મની પર્યાય કાર્ય એવું છે નહિ. આહાહાહા ! હવે આવો એને નિર્ણય ક૨વો પડશે પ્રભુ ! આહા ! આખો દિ’ વ્યવસાય વ્યવસાય ધંધા પાપના એમાં ખુંચીને ગરી ગયો છે. એમાં પુણ્યના શુભ ભાવનો અવસર પણ થોડોક સાંભળવું કે,( શ્રોતાઃ- એમાં સમજાણું નહી આપ શું કહેવા માગો છો. ) હૈ ? એમ કહ્યું કે વાણીયાને વેપારના ધંધા આડે પુણ્યનીય નવરાશ ન મળે, આખો દિ’ આ કર્યું ને આ કર્યું આ બાઈડી છોકરાં સાચવ્યા, ધંધો અને ઘરાકને સાચવ્યા ને આ દીધું ને આમ દીધું ને આ એક દિવસમાં બે હજારની પેદાશ થઈ ને, આવું આખો દિ' પાપ બાવીસ કલાક, મૈં ? ( શ્રોતાઃ- પાપની પેદાશ થઈ ) ભાઈ ! પણ એ પાપના ભાવ કોઈ આત્મામાં ગુણ છે ને એને લઈ થયા છે એમ નથી. એ પર્યાયમાં ઉભા કર્યા એણે અને નવરો થાતો નથી પાછો એનાથી, નવ૨ો થાય તો એકાદ કલાક સાંભળવા કે દર્શન દેવ દર્શન એકાદ કલાક એ શુભ ભાવ. એરણની ચોરી ને સોયના દાન. આહાહા ! ભગવાન તારું સ્વરૂપ એવું છે ત્રિકાળી એની દ્રષ્ટિ થયા વિના એને ધર્મની પર્યાય નહિ પ્રગટે, એ શુભ-અશુભ ભાવ તો દુઃખરૂપ છે, એ તો ખૂબ કષાયની મંદતાના શુભ ભાવ કર્યા એથી એને સમ્યગ્દર્શનજ્ઞાનચારિત્ર થાય એમ નથી. આહાહાહા ! જુઓ આ વીતરાગ મારગ જિનેશ્વર ત્રિલોકનાથ, રાત્રે તો કહ્યું'તું ને એ વીતરાગ ઉ૫૨થી કહ્યું'તું, આત્મામાં અનંતા ગુણો છે એ બધા વીતરાગ ભાવે છે બધા, જીવતર શક્તિ ચિતિ, દશિ, જ્ઞાન, વીર્ય, પ્રભુત્વ, વિભુત્વ એમાં બધામાં વીતરાગતા ભરી છે એમાં રાગ નથી ભર્યો એમ ( કહે ) સિદ્ધ કરવું છે. સમજાણું કાંઈ ? આહાહા ! એ રાગનું કાર્ય નથી, તેમ રાગનું એ કારણ નથી. કેમ કે એ વસ્તુ ભગવાન આત્મા જેટલા અનંત અમાપ અમાપ અમાપ ગુણોની સંખ્યા વિનાનું અનંત અનંત અનંત અનંતને અનંતગુણા કરી નાખો તોય પણ પાર નહિ એટલા ગુણો એનામાં છે, તે બધા ગુણો Page #81 -------------------------------------------------------------------------- ________________ સમયસાર સિદ્ધિ ભાગ-૪ વીતરાગ સ્વભાવે છે. એ વીતરાગ સ્વભાવી ગુણ, એનો ધરનાર ભગવાન વીતરાગી આત્મા, એ વીતરાગી પર્યાયનું કારણ દ્રવ્ય છે, પણ એ રાગનું કારણ નથી, તેમ રાગનું, એ વીતરાગી ધર્મની પર્યાય રાગનું કાર્ય નથી. આહાહાહા ! નવરાશ ન મળે દુનિયામાં ખેંચી ગયા. અરેરે ! એને જનમ મરણના અંતના આરા આ સ્થિતિ વિના આવે એવું નથી પ્રભુ. આહા! અનંત અનંત સંખ્યાનો પાર નથી એટલા એટલા ગુણો આત્મામાં, આંહી તો વિચાર એ આવ્યો'તો વીતરાગ થયા એ વીતરાગી સ્વભાવ બધા થયા એમાંથી થયા છે. એ બધા અનંત અનંત ગુણો વીતરાગ સ્વભાવે છે. એવો જે વીતરાગ સ્વભાવ અણાકુળ આનંદ સ્વભાવ એવો જે ભગવાન આત્મા, એ રાગ જે આકુળતા છે તેનું એ કારણ નથી. (રાગ) અધ્ધરથી ઉત્પન્ન થાય છે, પર્યાયબુદ્ધિથી. એ તો કહ્યું'તું ને એકવાર, કે જે વિકાર થાય છે, એવો અનંતા અનંતા ગુણમાંયલો કોઈ એવો ગુણ નથી કે જે વિકારનું કારણ થાય. એમ પુદ્ગલમાં પણ અનંતા પરમાણુંઓમાં એવો કોઈ ગુણ નથી કે કર્મની વિકારી અવસ્થાપણે થાય. કર્મની અવસ્થાપણે થાય એવો કોઈ પરમાણુંમાં ગુણ નથી. પણ એ પર્યાયમાં જ વિકૃત અવસ્થા થાય એવો એનો ભાવ છે. આહાહા! એમ ભગવાન આત્મા અનંતા અનંતા ગુણનો પ્રભુ, એવો કોઈ ગુણ નથી કે વ્રતના પરિણામનું કારણ થાય. વ્રત એટલે આસવ. એનો કોઈ અનંતા અનંતાનું માપ નથી, જેમ અલોકનો અંત નથી, કે ક્યાં અલોક પુરો થયો? ચારે બાજુ અલોક, લોક તો પુરો થયો અસંખ્ય જોજનમાં પછી અલોક ક્યાં પુરો થયો? એનો જ્યાં અંત નથી, એમ ભગવાનના અનંત ગુણોમાં છેલ્લો અનંત આ અનંતા અનંતમાંથી છેલ્લો અનંત આ, અંત નથી. એવા અનંત ગુણો માંયલો, એક કોઈ પણ ગુણ એવો નથી કે રાગને કરે. અજ્ઞાની નિમિત્તને વશ થઈને પર્યાયમાં વિકારને કરે છે. એ વિકારની દશાનું કારણ આત્મદ્રવ્ય નહિ એમ કહે છે. આવો વીતરાગ માર્ગ છે. આહાહા ! લોકો ક્યાંક ને ક્યાંક ભરાઈ પડે છે. એ રાગનું કારણ તો નથી, પણ એના અનંતા ગુણો જે નિર્મળ છે એનું કાર્ય તો નિર્મળ છે, એ રાગનું કાર્ય નથી. સમજાણું કાંઈ ? જેમ એ રાગનું કારણ નથી, તેમ રાગનું એ કાર્ય નથી. આહાહાહા ! શું વાત કરે છે. પર્યાયબુદ્ધિમાં નિમિત્ત આધીન થઈને, અધ્ધરથી વિકૃત અવસ્થા ઊભી કરે છે એ. એ અવસ્થાનું કારણ એ દ્રવ્ય સ્વભાવ નથી. છે? ભગવાન આત્મા ભગવાન તરીકે તો બોલાવ્યો છે. પામરને પ્રભુ તરીકે પોકાર્યો છે. પર્યાયમાં પામર પણ વસ્તુમાં પ્રભુ છે પ્રભુ. આહાહા! એવો જે ભગવાન આત્મા, ત્રણ ઠેકાણે આવ્યું, ભગવાન, ભગવાન, ભગવાન, સદાય નિરાકુળ, ત્રણેય કાળ, જેમ આદિ ને અંત વિનાનું તત્ત્વ છે, એમ આદિ ને અંત વિનાનો એનો નિરાકુળ સ્વભાવ છે. અને વસ્તુ પોતે અનાદિ અનંત છે એમ એનો અનાકુળ ગુણ પણ અનાદિ અનંત છે. એવા સદાય, સદાય છે ને? નિરાકુળતા સ્વભાવને લીધે, આહાહાહા ! શું આચાર્યોએ દિગંબર સંતોએ કામ કર્યા જગતના. કેવળજ્ઞાનના કેડાય તો કેવળીની વાત આમ મુકી દીધી સાદા શબ્દોમાં મુકી છે. એ વખતની એની દશા આનંદમાં રમતા, આ વિકલ્પ આવ્યો તો કહે છે કે એ વિકલ્પનું કારણ અમે નથી, તેમ વિકલ્પના કારણે અમારું આ Page #82 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૦૨ ૬૭ કાર્ય જ્ઞાન આનંદનું છે એમ નથી. એ કોઈનું કાર્ય નથી એટલે કે કોઈ દેવ, ગુરુ ને શાસ્ત્રની કૃપાથી તે કાર્ય થાય આત્માનું એમ નથી, એના કારણે અહીં કાર્ય થાય એમ નથી, તેમ કોઈના કાર્યનું પોતે કા૨ણ છે એમ નથી. કોઈનું કાર્ય નથી–કોઈનું કાર્ય નથી, તેમજ કોઈનું કા૨ણ નથી. કેટલું સમાડયું છે? અકાર્યકા૨ણ નામનો ગુણ ૪૭ ( શક્તિ ) માં આવે છે ને ? અકાર્યકા૨ણ એમાં અકાર્યકા૨ણ નામનો ગુણ છે પ્રભુમાં તો એના જ્ઞાનગુણમાં પણ અકાર્યકા૨ણનું રૂપ છે, કે જેથી એ રાગનું કાર્ય નહીં, અને રાગનું જ્ઞાન પર્યાય કાર્ય નહીં, રાગનું કા૨ણ કાર્ય નહીં ને રાગનું કાર્ય પોતે રાગનું કારણ નહિ. આહાહાહા ! ઝીણી વાત છે ભાઈ વીતરાગ છે આ તો મારગ. આહાહાહા! જેના ઇન્દ્રો એકાવતારી, દેવો જેની પાસે, ગલુંડિયાની જેમ સાંભળવા બેસે એ ચીજ કેવી હોય બાપુ. બત્રીસ લાખ વૈમાનનો લાડો ઇન્દ્ર શકેન્દ્ર, એકાવતારી એકભવે મોક્ષ જનાર છે, ત્યાંથી નીકળી મનુષ્ય થઈને મોક્ષ જના૨ છે. ભગવાનની વાણી સાંભળે જ્યારે સમોશરણમાં, એ વાણી કેવી હોય ? આ વાણી એ છે. આહાહા ! ભગવાનના શ્રીમુખે નીકળેલી છે વાણી, એ સંતો જગતને જાહેર કરે છે. પ્રભુ તું કોણ છો ? તું અનંતા અનંતા પવિત્ર ગુણનો પિંડ છો, તારો કોઈ ગુણ રાગને કરે એવો તારો કોઈ ગુણ, નથી તેમ કોઈ ગુણ, રાગનું કા૨ણ થાય એમ નથી. રાગનું કાર્ય થાય એ તો નહિ પણ રાગનું કા૨ણ થાય એવો ગુણ જ નથી. દુઃખનું અકા૨ણ જ છે. પ્રભુ તો આસ્રવના દુઃખનું અકારણ છે. આહાહાહાહા ! આવું છે. શુભ-અશુભ ભાવ થાય જીવની પર્યાયમાં કંઈ જડમાં થતો નથી, છતાં એ વસ્તુ ભગવાન આત્મા એ પુણ્ય-પાપના આસ્રવનું કારણ નથી. છે ? દુઃખનું અકા૨ણ જ છે, દુઃખ એટલે આસ્રવ. અરેરે ! મારગ વીતરાગનો કંઈક કંઈક કરી નાખ્યો લોકોએ, મારગ શું છે એને સાંભળવા મળે નહિ, એ કે દિ' સમજે ને કે દિ' જાય. આહાહા! આંહી કહે છે, એ શુભ ને અશુભ ભાવ એનું ભગવાન કા૨ણ નથી, અકા૨ણ છે. સમજાય છે ? એ આત્માની પર્યાયમાં થતાં દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજાનો ભાવ એ દુઃખ છે, એ દુઃખનું ભગવાન અકા૨ણ છે આત્મા. અરેરે ! આવી વાતું, અરેરેરે ! છે ? આહાહા ! પર્યાયમાં જે કાંઈ શુભ-અશુભ ભાવ થાય એ દુઃખરૂપ છે, ચાહે તો તીર્થંકગોત્ર બંધાય જે ભાવે એ ભાવ દુઃખરૂપ છે, રાગ છે, આકુળતા છે. પ્રભુ તો એમ કહે છે એનું પણ કા૨ણ આત્મા નથી કહે છે. જે ભાવે તીર્થંકગોત્ર બંધાય એ ભાવનું કારણ આત્મા નથી. અરેરેરે! આહાહા.....! સમજાય છે કાંઈ ? આવો મારગ છે. સર્વજ્ઞ વીતરાગ જિનેશ્વ૨ એમ ફરમાવે છે, તે સંતો દિગંબર સંતો જગતને જાહેર કરે છે. આહાહાહા ! કે જે ભાવે વ્રત થાય વ્રત, અહિંસા, સત્ય, દત્ત, બ્રહ્મચર્ય એવા પાંચ મહાવ્રત એ વિકલ્પ છે, એ રાગ છે, એ આસ્રવ છે, એ દુઃખ છે અ૨૨૨ ! આ વાત. એ આ વ્રતના પરિણામ એ આસ્રવ દુઃખ છે, તેનું આત્મા કા૨ણ નથી. છે કે નહિ અંદર ? વસ્તુ ક્યાં બિચારા લોકોને બિચારાને કાંઈ ખબર ન મળે, શું ચીજ છે? સાંભળવામાં મળે નહિ. આહાહા ! આંઠી પ૨માત્મા, કુંદકુંદાચાર્ય ભગવાન પાસે ગયા હતા, આઠ દિવસ રહ્યા હતા, ત્યાંથી આવીને આ શાસ્ત્ર બનાવ્યા. શાસ્ત્ર બનાવ્યું એમાં આ વાત આવી છે, કે અહીંયા જે વ્રતનો Page #83 -------------------------------------------------------------------------- ________________ ૬૮ સમયસાર સિદ્ધિ ભાગ-૪ વિકલ્પ ઊઠે, પંચમહાવ્રતનો વિકલ્પ એટલે રાગ ઊઠે એ દુઃખ છે આસ્રવ છે એનું આત્મા કા૨ણ નથી. શું કહે છે ? સાંખ્યું જાય એવું નથી સાધારણ માણસને બિચારાને જૈન ધર્મ શું છે એ સાંભળ્યો નથી. અજૈનને જૈનપણું માનીને જીંદગી ગાળે છે બધા. આહાહા! આંહી ૫રમાત્મા જિનેશ્વરદેવે કહેલું એ કુંદકુંદાચાર્યના હજાર વર્ષ પહેલાંના અમૃતચંદ્રાચાર્ય દિગંબર સંત એની આ ટીકા છે. ગજબ છે શું કહ્યું આંહી ? દુઃખનું અકારણ જ છે. એટલે ? એ વ્રતના પરિણામ તીર્થંકર ગોત્ર બાંધવાના પરિણામ એ બધા આસ્રવ છે. અને તે દુઃખરૂપ છે તેનું અકા૨ણ, ભગવાન કારણ નથી આત્મા. આહાહાહા ! સમજાણું કાંઈ ? છે કે નહિ અંદર ? એની શું વાત પ્રભુ ક૨વી. જેની ગંભીરતાનો પાર નથી, એની એક એક કડી એક એક ગાથા. ગજબ વાત છે પ્રભુ ! આ શું કહે છે જુઓને, અમૃતચંદ્રાચાર્ય મહારાજ દિગંબર સંત એ કુંદકુંદાચાર્યની ગાથાની ટીકા કરે છે, કે આ ગાથામાં આમ ભર્યું છે. આહાહાહા ! એક ફેરી સમેતિશખરમાં આ બોલ ચાલ્યો'તો એક કલાક, સમેતશિખર ગયા'તા ને જાત્રા. આ બોલ એક કલાક ચાલ્યો'તો. અજાણ્યા માણસ બચારા સાંભળેલું ન હોય બસ આ જાત્રા કરવી ને ભક્તિ કરવી ને પૂજા કરવી એ ધર્મ, એમ માનીને પડયા હોય બિચારા, એમાં આંહી કહે કે એ પૂજા ને ભક્તિ ને મહાવ્રતનો ભાવ એ આસ્રવ છે, એ દુઃખ છે, એ દુઃખનું કા૨ણ આત્મા નથી, આત્મા તો અનાકુળ આનંદસ્વરૂપ છે, આનંદસ્વરૂપ એ દુઃખનું કા૨ણ કેમ થાય ? આહાહાહા ! ( શ્રોતાઃ- જ્ઞાનીને દુઃખ લાગે છે ) હૈં ? દુઃખની ખબર નથી એને દુઃખ શું ? આ તો એનું સ્વરૂપ જ આવું છે, જ્ઞાની જાણે ત્યારે એને એમ લાગે, ધર્મી જ્યારે જાણે છે ત્યારે રાગ તે આસ્રવ છે ને દુઃખ છે. એનું કારણ મારો પ્રભુ આત્મા એનું કારણ નથી. અધ્ધરની દશા વિકૃત ઉત્પન્ન થઈ છે. આ આમાં તો ઘણું સમાડી દીધું છે, અત્યારે આ કા૨ણ કાર્યના ઝઘડા હાલે છે ને ? વ્યવહા૨ કા૨ણ ને નિશ્ચય કાર્ય ને, વ્યવહાર સાધન ને નિશ્ચય સાધ્ય ને, એ બધાના ખુલાસા આમાં આવી જાય છે. આહાહા ! એક બોલમાં તો આખો ખુલાસો બધો છે. આહાહા ! આંહી કહે છે કે તું વ્યવહાર સાધન જેને કહે છે, એ તો રાગ ને આકુળતા ને દુઃખ છે. અ૨૨૨ ! એ દુઃખ કા૨ણ ને આત્માની નિર્મળ દશા કાર્ય. મોટા ઝઘડા ઊઠે છે. સોનગઢનું એકાંત છે એમ કહે છે. કહો પ્રભુ કહો ! અહીંયા તો આ એક જ લીટીમાં, તું અનંત ગુણનો પિંડ પ્રભુ સર્વજ્ઞ વીતરાગે જોયો, કેવળી જિનેશ્વર વીતરાગ, એ અનંતા ગુણો અનાકુળ સ્વરૂપ છે બધા ગુણો, જ્યારે એમ લઈએ કે સુખ છે આ, સુખ-સુખ તો દરેક ગુણમાં સુખનું રૂપ છે. એવો જે અનાકુળ સુખનો સાગર ભગવાન આત્મા એ રાગ જે દયા, દાન, વ્રત, ભક્તિનો રાગ, એનું એ ભગવાન કા૨ણ નથી. આહાહાહા ! સાંભળવું કઠણ પડે છે. સાંભળ્યું ન હોય જૈનના ધર્મમાં આવીને, અમે સ્થાનકવાસી છીએ, અમે દેરાવાસી છીએ અમે જૈન છીએ, બાપુ એ જૈનપણું અલૌકિક વાત છે. જૈન કોઈ સંપ્રદાય નથી, જૈન તો વસ્તુનું સ્વરૂપ છે એ કહ્યું'ને અણાકુળ સ્વરૂપ એ જિન સ્વરૂપ છે. આહાહા.....! ભગવાન આત્મા અનંતા અનંતા ગુણો એ બધા વીતરાગ સ્વરૂપે ગુણો છે, તેથી ભગવાન આત્મા જિન સ્વરૂપે છે. એનો એક અસ્તિત્વ ગુણ, જીવતર ગુણ, ચિતિ, દેશિ, જ્ઞાન, સુખ, વીર્ય ગુણ દરેક ગુણ વીતરાગ સ્વભાવથી ભરેલો છે, અને તેથી તેને ‘જિન સો હિ આત્મા’ Page #84 -------------------------------------------------------------------------- ________________ ૬૯ ગાથા-૭૨ ઘટ ઘટ અંતર જિન વસે', ઘટ ઘટ અંતરમાં જિન અનાકુળ આનંદ અને અણાકુળ સ્વભાવ વીતરાગ સ્વભાવનો પિંડ આત્મા ઘટ ઘટમાં વસે છે પ્રભુ. એવો જે અણાકુળ વીતરાગી સ્વભાવ આત્મા, તે રાગનું કાર્ય નથી, વીતરાગ દશા એ રાગનું કાર્ય કેમ હોય? વીતરાગી ગુણ, વીતરાગી દ્રવ્ય ને વીતરાગી પર્યાય, આહાહા.... કે વીતરાગી ગુણ છે એ ત્રણેમાં વ્યાપે છે. એવી જે વીતરાગી શક્તિનો સાગર ભગવાન, એની જે વીતરાગી નિર્દોષ ધર્મ પર્યાય, તે રાગનું કારણ નથી, તેમ તે રાગનું કાર્ય નથી. એમ એવા અણાકુળ અનંત વીતરાગી ગુણ એનાથી રાગ ઉત્પન્ન થયો નથી, તેમ તે ગુણની પર્યાય રાગથી ઉત્પન્ન થતી નથી. આહાહાહા ! “અર્થાત્ દુઃખનું કારણ નથી.” આ એક બોલ આમાં પોણો કલાક ગયો આવો લ્યો. આહાહાહા ! આવી વાત છે. આ તો ભગવાન જિનેશ્વરદેવની વાણી છે ભાઈ પરમાત્મા ત્રિલોકનાથ, તારે જો ધર્મ કરવો હોય તો, અણાકુળ ગુણથી ભરેલું દ્રવ્ય છે એની દ્રષ્ટિ કર એમ કહે છે. અને એ દ્રષ્ટિનું કારણ તો અણાકુળ દ્રવ્ય છે, એ દ્રષ્ટિનું કારણ રાગ કારણ ને દ્રષ્ટિ કાર્ય સમ્યગ્દર્શન કાર્ય એમ છે નહિ. એમ સમ્યજ્ઞાન એનું કારણ દ્રવ્ય સ્વભાવ જે અણાકુળ વીતરાગી સ્વભાવ, તે સમ્યજ્ઞાનની પર્યાયનું તે કારણ છે. તે સમ્યજ્ઞાનની પર્યાયનું કારણ, જ્ઞાન કરવું શાસ્ત્રનું એ કારણ તેનું સમ્યજ્ઞાન કાર્ય છે એમ નથી. અરે ! આરે ! ઓહોહો ! (શ્રોતા- અલૌકિક વાતું છે) હૈ! અલૌકિક વાતું છે, બાપુ. એમ આત્માના અણાકુળ વીતરાગી ગુણો છે તેનું કારણ થઈને ચારિત્ર પર્યાય વીતરાગી પર્યાય થાય, એ વીતરાગી પર્યાય રાગનું કારણ નથી, તેમ એ વીતરાગી ચારિત્ર રાગનું કાર્ય નથી. આવી વાતું શું હશે આ તે? જૈન ધર્મ તો આ દયા પાળવી, વ્રત કરવા ભક્તિ ને જાત્રા ને દોડાદોડ કરે છે ને? આ થઈ ગયો ધર્મ, ધૂળેય નથી સાંભળને. જ્યાં ધર્મનો સ્વભાવથી ભરેલો ભગવાન આત્મા, તેનું કારણ બનાવ તો તેને ધર્મની પર્યાયનું કાર્ય થાય, પણ રાગને કારણે બનાવીને ધર્મની પર્યાયનું કાર્ય થાય એમ નથી. આહાહા ! આ ત્રણ બોલ થયા. આજ એક બોલ થયો, કાલ બે બોલ થયા'તાને. “આ પ્રમાણે વિશેષ દેખીને” એટલે? કે રાગના ભાવ ને સ્વભાવ ભાવ બે ભિન્ન છે, એ રાગ ચાહે તો મહાવ્રતનો હો કે ભક્તિ, પૂજા, દાનનો હો, એ રાગ અને આત્મ સ્વભાવ “બે” ને “બે' ના વિશેષ જાણીને “બ” ની જુદાઈ જાણીને, બે તદ્દન જુદી જાતના છે. આહાહાહા ! હવે આમાં બાઈડીયું ને નવરાશ ન મળે બિચારાને આખો દિ' રાંધવું ને આ છોકરા, ને હવે આવી વાતું કાને, ઓલું સહેલું સટ હતું કે સામાયિક કરો ને પોહા કરો ને પડિકમ્મા કરો. અરેરે !જિંદગીયું ચાલી જાય છે. આવી ચીજ અંદરમાં જાણ્યા ને ઓળખ્યા વિના એનું પરિભ્રમણ મટતું નથી ભાઈ. ૮૪ના અવતારમાં ઘાણીમાં પિલાય છે એ. આહાહા ! જ્યાં અહીંયા રાગને દુઃખ કીધું, તો વળી સંયોગો છે એ તો નિમિત્ત છે દુઃખના. સમજાણું કાંઈ? અંદરમાં જે પુણ્ય ને પાપનો ભાવ થાય એ દુઃખ છે, બહારની લક્ષ્મી ને પ્રતિકૂળતા એ દુ:ખ નથી, એ તો દુઃખનું નિમિત્ત છે. અંદર ઘા વાગે છરાનો શરીરમાં એ દુઃખ નથી, એમાં જે દ્વેષ થાય એ દુઃખ છે ને એમાં એ તો નિમિત્ત છે એ ચીજ તો, હૈ? ઓહોહોહો ! કેટલું સમાડયું છે. હું Page #85 -------------------------------------------------------------------------- ________________ સમયસાર સિદ્ધિ ભાગ-૪ અલૌકિક વાત છે બાપુ જિનેશ્વર મારગ તીર્થકર દેવોનો, વાડામાં તો સાંભળવા મળે એવું નથી બાપુ. વાડા બાંધી બેઠા રે પોતાનો પંથ કરવાને. આ તો વીતરાગ સર્વજ્ઞ પરમેશ્વર એનો આ પંથ છે, એ તો અંદર વીતરાગી ધર્મ દશા, વીતરાગી ધર્મ દશા જેને ધર્મ કહીએ વીતરાગ ભાવને, એ દશાનું કારણ તો વીતરાગી ગુણથી ભરેલું દ્રવ્ય તે કારણ છે. એ કારણપરમાત્મા તે કાર્યનું કારણ છે. એ રાગની ક્રિયા લાખ, કરોડ, અબજ કરે તો એ કારણ છે અને અંદર ધર્મની પર્યાય કાર્ય છે, એવું વસ્તુના સ્વરૂપમાં નથી. કહો અજીતભાઈ !ન્યાં નૈરોબીમાં કાંઈ મળે એવું નથી ત્યાં તો ધૂળેય નથી, પૈસા છે ત્યાં. એ ભારમલભાઈ ! મીણો ચડી જાય એવું છે. આહાહા ! સ્વભાવ અણાકુળ આનંદ ને અણાકુળ વીતરાગ સ્વભાવથી ભરેલા અનંતા ગુણો એના તરફનો ઝુકાવ થઈ જાય, એ આ વસ્તુ છે. આહાહા...... સમજાય છે કાંઈ ? એને બહારના કોઈ કારણોની અપેક્ષા ગોતવી પડે, એ તો આવે છે ને? સોળમી ગાથામાં પ્રવચનસાર! એ તો એક જ ચારે કોરની શૈલી, દિગંબર સંતો ને આચાર્યોની કથનની શૈલી, ગમે ત્યાંથી મેળવવા જાય તો અવિરોધી ભાવ ઉભા થાય છે. આહાહાહા ! તો આ રીતે “આ પ્રમાણે વિશેષ દેખીને વિશેષ દેખીને, રાગાદિ દુઃખરૂપ છે, એનું કારણ આત્મા નથી. અને દુઃખનું એ કાર્ય નથી આત્મા. એમ બે'ની જુદાઈ દેખીને, અરેરે ! “બે'ની વિશેષતા દેખી તફાવત દેખીને, જ્યારે આ આત્મા, આત્મા અને આસ્રવોનો ભેદ જાણે છે, આ રીતે દેખીને આંતરો બેના સ્વભાવનો દેખીને, જ્યારે આ આત્મા, આત્મા ને આસવોનો ભેદ જાણે છે, અણાકુળ અણાસ્રવી પ્રભુ પરમાત્મ વીતરાગી મુર્તિ અને રાગ, રાગ ને આસ્રવ દુઃખ બે” નો ભેદ જાણે છે, “બે' ના ભાવ ને ભેદ જુદાં જાણે છે, ત્યારે તે આત્મા આસ્રવોથી, આસવોનો ભેદ જાણે તે જ વખતે ક્રોધ આદિ આસ્રવોથી નિવૃત્ત થાય છે. આહાહા ! જ્યારે એ આત્મા આવા આસવના ભાવને ને સ્વભાવભાવને, “બે'ને જુદા જાણે છે, તફાવત જાણે છે તે વખતે આત્મા અને આસ્રવોનો ભેદ જાણે છે, તે જ વખતે ક્રોધાદિ આસવોથી નિવૃત્ત થાય છે. એટલે? ભગવાન આત્મા આનંદસ્વરૂપ એનાથી વિરુદ્ધ જે આસ્રવ તેનો જે પ્રેમ તેનું નામ ક્રોધ કહે છે. આહાહાહા ! મહાપ્રભુ બિરાજે છે, એનો અનાદર કરી અને રાગના પ્રેમમાં જાય છે, એને આત્મા પ્રત્યે ક્રોધ છે, તે વખતે ક્રોધાદિ આસવોથી નિવૃત્ત થાય છે. (શ્રોતા- એટલે?) એ શુભભાવની રુચિનો ભાવ એ ક્રોધ છે, એ જ્યારે બે નો તફાવત જાણે છે, ત્યારે તે ભાવથી નિવૃત્ત થાય છે. અને સ્વભાવ સન્મુખ જાય છે. આહાહા ! આવું છે. બેનો તફાવત દેખીને, જ્યારે આ આત્મા ને આગ્નવોનો ભેદ, જુદાઈ તફાવત દેખીને પછી બે'ને વિશેષ અંતર હતું ને? ભાઈ, વિશેષ અંતર એટલે વિશેષ ને અંતરના બે ભાગ પાડ્યા, એટલે વિશેષમાં એમ કીધું કે જ્યારે આ પ્રમાણે વિશેષ દેખીને એ “વિશેષ' જ્યારે આ આત્મા ને આત્માનો ભેદ જાણે છે, એ “અંતર” વિશેષ અંતર આહાહાહા ! શું વાણી? મંત્રો છે એકલા. આહાહા!તે જ વખતે સ્વભાવથી વિરુદ્ધ એવા આસ્રવો એનો જે પ્રેમ હતો એ ક્રોધ હતો તેનાથી તે નિવૃત્ત થાય છે. આહાહા! હવે એની વિશેષ વાત કહેશે. (શ્રોતા – પ્રમાણ વચન ગુરુદેવ) Page #86 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૭૨ ૭૧ પ્રવચન નં. ૧૫૧ ગાથા-૭૨ તા.૦૨/૧૨/૭૮ શનિવાર માગશર સુદ ૨ સમયસાર ગાથા-૭૨. આંહી સુધી આવ્યું છે, પાછળ “આ પ્રમાણે વિશેષ દેખીને” સરદારજીને બતાવો, બતાવ્યું? શું કહે છે? આ પ્રમાણે તફાવત દેખીને એટલે? પહેલું આવી ગયું છે. કે આ આત્મા જે છે એ જ્ઞાન અને આનંદસ્વરૂપ છે અને એમાં જે આ શુભ-અશુભ ભાવ થાય છે, આ શરીર તો માટી જડ છે, પણ અંદરમાં જે કંઈ હિંસા જૂઠું, ચોરી, વિષય, ભોગ, વાસનાના ભાવ થાય તે પાપ વાસના છે અને દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજા આદિનો ભાવ થાય એ પુણ્ય વાસના છે, બેય વિકાર છે. બેય નવા કર્મના આવવાનું કારણ આસ્રવ છે, વહાણમાં જેમ છિદ્ર પડે, એમ ભગવાન આત્મા શુદ્ધ ચૈતન્યઘન હોવા છતાં, જેની દશામાં પુણ્ય ને પાપ શુભ ને અશુભ ભાવ થાય તે છિદ્ર છે, એનાથી નવા આવરણ આવે છે. એથી એ આત્મા જ્ઞાનસ્વરૂપી પ્રજ્ઞાબ્રહ્મ અને એ પુણ્ય ને પાપના ભાવ મેલ અશુચિ, પ્રભુ આત્મા પૂર્ણાનંદનો શુચિ પવિત્ર, પુણ્ય ને પાપના ભાવ જડ કેમ કે એ શુભ-અશુભ ભાવ પોતાને જાણતા નથી, ચૈતન્યસ્વભાવ વડે જણાય છે, માટે તે શુભ-અશુભ દયા, દાન, વ્રત, ભક્તિ આદિના ભાવ એને અહીંયા જડ કહેવામાં આવ્યા છે. બહુ આકરી વાત છે બાપા. આહાહા ! અને બે બોલ થયા. એ શુભ-અશુભ ભાવ અશુચિ મેલ, ભગવાન પૂર્ણાનંદ નિર્મળાનંદ અતિ નિર્મળ સ્વરૂપ ભગવાન છે આત્મા. પુણ્ય-પાપ ભાવ જડ અચેતન સ્વભાવમાં ચૈતન્યનો સ્વભાવ એમાં અભાવ ત્યારે એનાથી ભિન્ન ભગવાન વિજ્ઞાનઘન છે આત્મા, જ્ઞાનનો ઘન છે, ચૈતન્યનો પિંડ છે. બે. ત્રીજી વાત પુણ્ય ને પાપના ભાવ, શુભ-અશુભની વૃત્તિઓ જે આસ્રવ છે એ દુઃખરૂપ છે. શરીર, વાણી, મન આ તો પર છે, જડ છે અજીવ છે એ તો કાંઈ આત્મામાં છે નહિ, પણ એમાં જે આ પુણ્ય ને પાપના શુભ-અશુભ ભાવ થાય એ આકુળતા છે, દુઃખ છે, આત્મા અતીન્દ્રિય આનંદસ્વરૂપ છે. એ અતીન્દ્રિય આનંદનો પિંડ પ્રભુ છે. એમ બેની વચ્ચેનો તફાવત જાણીને, ઝીણી વાત છે ભાઈ જગતથી જુદી છે. આહાહા ! એ પુણ્ય ને પાપના ભાવ, ચાહે તો દયાના, દાનનો, વ્રત, ભક્તિ, તપનો પરમાત્માના સ્મરણનો ભાવ પણ એ રાગ છે. એ વૃત્તિનું ઉત્થાન છે એ આસ્રવ છે, મલિન છે, જડ છે, દુઃખ છે. આહાહાહા ! ભગવાન આત્મા અંદર શુચિ નામ પવિત્ર છે ચૈતન્ય વિજ્ઞાનઘન છે અને અતીન્દ્રિય આનંદ સ્વરૂપ છે. આહાહા ! આમ બેની વચ્ચેનો તફાવત ભેદ જાણીને ઝીણી વાત છે ભાઈ. આહાહા ! છે? આ પ્રમાણે તફાવત દેખીને એ એનો અર્થ થયો, આ ત્રણ બોલ કહ્યા ને? એ પ્રમાણે બેનો તફાવત દેખીને “જ્યારે આ આત્મા, આત્મા ને આગ્નવોનો ભેદ જાણે છે,” એ અંતર થયું, ઓલું વિશેષ હતું, આત્મા જ્ઞાયક ચૈતન્યમૂર્તિ પ્રભુ અને પુણ્ય-પાપના ભાવ અશુચિ, દુઃખ ને જડ, એ બે વચ્ચેનો અંતરમાં અંતર તફાવત જાણે છે ત્યારે બે માંથી ભેદ પાડી, આત્મા ને આસવોનો ભેદ જાણે, ભાઈ વાતું ઝીણી બહુ બાપુ. અનંતકાળમાં એણે આતમજ્ઞાન શું ચીજ છે, એનું એને જ્ઞાન કર્યું જ નથી. અનાદિથી, અનાદિનો ભગવાન આત્મા તો છે, એ કાંઈ નવો Page #87 -------------------------------------------------------------------------- ________________ ૭૨ સમયસાર સિદ્ધિ ભાગ-૪ નથી, છે છે ને છે એ રખડે છે ૮૪ની યોનિમાં અવતારમાં એ પુણ્ય ને પાપના ભાવ આસ્રવ છે, મલિન છે, તેને મારા માને છે તેથી તે રખડી મરે છે. અરરર! આવી વાતું છે. એવો જ્યારે ભેદ જાણે છે, કે હું તો જ્ઞાનસ્વરૂપ ચૈતન્યમૂર્તિ અતીન્દ્રિય આનંદ એ આસ્રવ જે રાગ ભાવ પુણ્ય-પાપના ભાવ તેનું હું કારણ નહિ, તેમ તે પુણ્યના દયા, દાન, વ્રતના પરિણામનું હું કાર્ય નહીં. હું તો શુદ્ધ ચૈતન્યઘન છું. આહાહાહા ! જેમ ધઉંમાં કાંકરા જુદાં છે, બોલે ત્યારે એમ કહે કે, શું વીણો છો? ઘઉં વણીએ છીએ એમ કહે. ઘઉં વણતા નથી, કાંકરા વિશે છે. ઘઉં તો ઘણાં એ ક્યાં વીણે? પણ ભાષા એવી છે કે ઘઉં વીણું છું, આ તો કાંકરા વીણે છે, એમ આત્મામાં શુભ અને અશુભભાવ એ કાંકરા જેવા મેલ છે. ભગવાન આત્મા આનંદનું, વસ્તુ છે ને? તત્ત્વ છે ને? તત્ત્વ આત્મા, તત્ત્વ છે તો એ વસ્તુ છે તો એમાં સ્વભાવ છે એનો અતીન્દ્રિય આનંદ, અતીન્દ્રિય જ્ઞાન એનો સ્વભાવ છે, એવા સ્વભાવને અને આ પુણ્ય-પાપના વિભાવ આસ્રવને બેને અંદરમાં ભિન્ન પાડે કાંકરા ને ઘઉં જેમ જુદા પાડે, આવી વાતું હવે. નવરાશ ન મળે જગતને ને આવી વાતું. બાપુ મારગ તો આ છે. અંદર ભગવાન આત્મા સચ્ચિદાનંદ પ્રભુ સત્ત નામ શાશ્વત, ચિદ્ર નામ જ્ઞાન ને આનંદનો સાગર એ છે, એને આ પુણ્ય-પાપના ભાવથી ભિન્ન જાણે “ત્યારે તે તેનાથી નિવૃત્ત થાય છે” એવી વાતું છે બાપુ, જગતને કઠણ પડે સમજવી, કરી નથી કોઈ દિ' એમ, એ જ્યારે આ આત્મા, આત્મા અને આગ્નવોનો ભેદ જાણે છે. એ શુભને અશુભ જે ભાવ છે તે મલિનભાવ છે ને હું નિર્મળ છું એમ બે વચ્ચેનો તફાવત ને ભેદ અંતર જાણે છે જ્યારે “તે જ વખતે ક્રોધાદિ આસ્રવોથી નિવૃત્ત થાય છે.” એટલે? જે વસ્તુ આત્મા છે તે સચ્ચિદાનંદ પ્રભુ આનંદકંદ જ્ઞાનઘન છે, એમાં પુણ્ય ને પાપના ભાવ એનો જેને પ્રેમ છે એને આત્માના સ્વભાવ પ્રત્યે, અણગમો ક્રોધ છે. ફરીને, ભગવાન આત્મા વસ્તુ છે તત્ત્વ છે-અસ્તિ-મોજૂદગી ચીજ આત્મા એ તો અતીન્દ્રિય જ્ઞાન ને અતીન્દ્રિય આનંદનો કંદ છે, એમાં જે આ પુણ્ય ને પાપના ભાવ થાય છે, એ મલિન છે, દુઃખરૂપ છે, આસ્રવ છે, નવા આવરણનું કારણ છે, એ બેની વચ્ચેનો અંતરમાં તફાવત જાણે, ભેદ જાણે બે જુદા છે તેમ જાણે. આહાહા..... હવે આ આવો મારગ છે દુનિયાને... ત્યારે તે જ વખતે ક્રોધ એટલે સ્વભાવનું ચૈતન્યસ્વરૂપ જે આનંદકંદ પ્રભુ એનાથી વિરુદ્ધ જે પુણ્યના ભાવ, તેનો તેને પ્રેમ છે, એને આત્મા પ્રત્યે ક્રોધ છે. આહાહાહાહા ! ઝીણી વાત છે ભગવાન, આત્મા અતીન્દ્રિય આનંદનો કંદ પ્રભુ સચ્ચિદાનંદ સ્વરૂપ શુદ્ધ જ્ઞાનઘન એનો જેને પ્રેમ નથી અને એ દયા, દાન, વ્રત, ભક્તિ આદિના ભાવ થાય પુણ્ય એનો જેને પ્રેમ છે, એને આત્મા પ્રત્યે દ્વેષ છે, ક્રોધ છે. અરેરે! અને જેને રાગના પરિણામથી એ શુભ-અશુભ ભાવથી ભિન્ન છું એમ જ્યાં ભાન થયું, ત્યારે તેના પ્રત્યે જે પ્રેમ હતો અને સ્વભાવ પ્રત્યેનો અણગમો ને અનાદર હતો એ ભાવથી નિવૃત્ત થાય છે, આવી કઈ વાત આવી. હવે કોઈ દયા પાળવાનું કહે વ્રત પાળવાનું કહે ભક્તિ કરવાનું કહે તો સમજાય તો ખરું. હવે એ તો અનંતકાળથી સમજે, શું છે એમાં કાંઈ ? અનંતકાળથી કરી રહ્યો છે અજ્ઞાન. આહાહાહા ! પ્રજ્ઞા બ્રહ્મ પ્રભુ, જ્ઞાનનો સાગર અતીન્દ્રિય આનંદનો પૂર્ણ બ્રહ્મ પ્રભુ. એવું એ મારું Page #88 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૦૨ ૭૩ સ્વરૂપ છે અને એનાથી આ પુણ્ય ને પાપના શુભ-અશુભ ભાવ, ચાહે તો એ દયા, દાન, વ્રત, ભક્તિ, ભગવાનની ભક્તિનો ભાવ પણ રાગ ને આસવ છે. એવી વાત છે બાપા. આહાહા ! એ વિકારી ભાવ અને અવિકારી ચૈતન્યમૂર્તિ પ્રભુ બે વચ્ચેનો જ્યારે ભેદ જાણેને ભેદ કરે છે, ત્યારે તે શુભ-અશુભ ભાવ મારાં છે એમ જે માન્યતા હતી, તેનાથી નિવૃત્ત થાય છે. આહાહા ! આવી વાતું છે. ફરીને, આ આત્મ જે વસ્તુ છે પદાર્થ તત્ત્વ એ અસ્તિપણે મોજીદગી ચીજ છે, એ જ્ઞાન ને આનંદનો કંદ છે, પિંડ છે અને એમાં જે આ હિંસા, જૂઠું, ચોરી, વિષય, ભોગ, વાસના, કામ, ક્રોધના ભાવ અને દયા, દાન, વ્રત, ભક્તિ, તપનો ભાવ, એ બેય આસ્રવ છે, મલિનભાવ છે, એવા મલિનભાવના લક્ષણને જાણી અને ભગવાન આત્મા નિર્મળાનંદ ત્રિકાળ શુદ્ધ ચૈતન્ય છે એમ જાણી અને બે ને ભેદ જાણી અને રાગના પ્રેમમાં જે હતો, તે રાગના પ્રેમથી નિવૃત્ત છે. આવું છે. દુનિયામાં શું ચાલે છે બધી ખબર છે. આ મારગ કોઈ જુદી જાત છે. આહાહા ! સમજાણું કાંઈ ? આહાહા! ત્યારે એ સ્વભાવ પ્રત્યે જે વિરુદ્ધભાવ હતો એ વિરુદ્ધભાવ ને સ્વભાવભાવ બેની જ્યાં અંદર વહેંચણી ને જુદાઈ જાણી ત્યારે તે આત્માથી વિરુદ્ધ જે પુણ્ય-પાપના ભાવ હતા તેનાથી અભિપ્રાયમાં નિવૃત્ત થાય છે, શ્રદ્ધામાં એ નિવૃત્ત થાય છે, એ મારાં હતા એમ જે માનતો હતો, એનાથી નિવૃત્ત થાય છે. આહા ! સમજાય છે કાંઈ ? તે ક્રોધાદિ આસ્રવોથી નિવૃત્ત થાય છે એટલે ? જ્યાં આત્મા આનંદ ને જ્ઞાનસ્વરૂપ છે, ચૈતન્ય બ્રહ્મ, ચૈતન્ય આનંદ, અને એ પુણ્યપાપના ભાવ દુઃખરૂપ ને મલિન. શ૨ી૨, વાણી આ તો જડ છે માટી ધૂળ છે આ તો એને કાંઈ સંબંધ છે નહીં. એમાં થતાં દયા, દાન, વ્રત, ભક્તિ, કામ, ક્રોધના ભાવ, એ મલિન અને દુઃખરૂપ છે, હું એક અણાકુળ નિર્મળાનંદ શુદ્ધ ચૈતન્ય છું, એવું બે વચ્ચે ભેદજ્ઞાન થયું, જુદાપણાનું ભાન થયું, તે વખતે તે આત્મા પુણ્ય-પાપના ભાવ મારાં છે એમ જે માનતો હતો તે તેનાથી નિવૃત્ત થાય છે. આવી વાત છે. આહાહા ! સમજાણું કાંઈ ? આહાહાહા ! તે જ વખતે ભાષા છે, જોઈ ? આ તો મંત્રો છે, આ કાંઈ કથા નથી. આત્મા આમ જ્ઞાન જ્ઞાન જ્ઞાન જાણનાર જાણનાર જાણનાર જાણનાર જાણનાર, જાણનાર સ્વભાવ આત્મા અને પુણ્ય-પાપના ભાવ અજાણ ભાવ વિકાર બે ને અંત૨માં જ્યાં જુદાઈપણે જાણે છે, તે જ વખતે તે પુણ્ય-પાપના ભાવથી, મારાં છે તેવા અભિપ્રાયથી નિવૃત્ત થાય છે. આવી વાતું છે. દુનિયાથી તો ગાંડા જેવી લાગે એવી છે. છે ને, ખબર છે ને, દુનિયાને જાણીએ છીએ ને. આહાહા ! સમજાણું કાંઈ ? સમજાણુ કાંઈ એટલે ? સમજાય તો તો ઠીક પણ કાંઈ કઈ પદ્ધતિથી કહેવાય છે તે ગંધ આવે છે ? આહાહાહા ! ઝાંઝરીજી ! આવી વાતું છે બાપુ. આહા...... ફોતરા અને દાણો બે જ્યાં જુદા જાણે તો ફોતરાંને કાઢી નાખે. એમ આ ભગવાન આત્મા સચ્ચિદાનંદ પ્રભુ એ દાણો કસ છે અને એ પુણ્ય ને પાપના ભાવ જે ઉત્પન્ન થાય, એ ફોતરાં છે. એ બે ને અંદરમાં જ્યાં ભેદ જણાય, ત્યારે એ ફોતરાંથી નિવૃત્ત થાય છે. એ પુણ્ય ને પાપના ભાવ એ મારાં નહિ, હું તો એક જ્ઞાનસ્વરૂપી સચ્ચિદાનંદ પ્રભુ અતીન્દ્રિય આનંદનો કંદ છું એમ અંતર્દષ્ટ થતાં એ પુણ્ય ને પાપના ભાવથી પાછો વળી તેનાથી નિવૃત્ત થાય છે, આરે આરે Page #89 -------------------------------------------------------------------------- ________________ ७४ સમયસાર સિદ્ધિ ભાગ-૪ આવી વાતું છે, કહો પંડિતજી! અત્યારે તો આ ધમાલ હાલે છે જગતમાં. આહાહાહા ! હું ? (શ્રોતા – અનાદિથી હાલે છે) અનાદિથી છે, અનાદિથી. ભગવાન આત્મા તો અનાદિ છે. છે એની ઉત્પત્તિ હોય? છે એની આદિ હોય? છે અંદર આત્મા, એ તો છે એ અનાદિથી છે. છે તે વર્તમાનમાં છે, અને છે તે ભવિષ્યમાં પણ રહેવાનો છે, એ અનાદિ અનંત પ્રભુ આત્મા છે, પણ તેના ભાન વિના, જે એની ચીજમાં નથી, જે એના સ્વભાવમાં નથી, એવા પુણ્ય ને પાપના ભાવ એને પોતાના માની તેમાં મીઠાશ વેદી તેના દુઃખના દાડા કાઢે છે એ. એ ચાર ગતિમાં આ રીતે રખડે છે. આહાહાહા ! જ્યારે એને બે વચ્ચેનો આંતરો જણાય, બદામનું ફોતરું ઉપરનું જુદું અને બદામ જુદી એમ ભગવાન આત્મા બદામની જેમ આનંદ ને જ્ઞાનનો ગાંગડો મીઠાશનો પિંડ છે એ, એ સુખનો સાગર છે, કેમ બેસે? એ સુખના સાગરની મીઠાશનો પિંડ પ્રભુ, એ પુણ્ય-પાપના ભાવ શુભ-અશુભ એ ફોતરાં ઉપરની છાલ છે. એ છાલ છે ને મારી ચીજ ભિન્ન છે, એમ જ્યાં અંદર જ્ઞાન યથાર્થ ભેદજ્ઞાન એ પુણ્ય-પાપના ભાવથી મારી ચીજ જુદી એવું ભેદજ્ઞાન થતાં, તે પુણ્યપાપના ભાવ અભિપ્રાયથી મારા હતા એમ માન્યું હતું એ અભિપ્રાયથી એ મારાં છૂટી જાય છે, શ્રદ્ધામાં એ મારાં છે એ છૂટી જાય છે. આહાહા ! આવી વાતું હવે, આ તે જાણે શું હશે, આવો ક્યો ધર્મ? બાપુ! હેં! વીતરાગી સર્વજ્ઞ પરમાત્મા ત્રિલોકનાથ સર્વજ્ઞદેવ એનો આ હુકમ છે, જેને આત્મા સર્વજ્ઞ સ્વરૂપી પ્રભુ છે. જેમાં જ્ઞાન સ્વભાવ પૂર્ણ ભર્યો છે, એવું જેને ભાન થઈને દશામાં સર્વજ્ઞ દશા થઈ, “શ” સ્વભાવ, સર્વજ્ઞ સ્વભાવ સ્વરૂપ છે, પ્રભુનો-આત્માનો, એને અંતરમાં એકાગ્ર થઈને જે દશામાં સર્વજ્ઞ થયા, ત્રણ કાળ ત્રણલોક જેણે જાણ્યાં, એવા સર્વજ્ઞ ભગવાનની વાણીમાં આ આવ્યું. ઇચ્છા વિના વાણીનો ધ્વનિ ઓમ્ નીકળ્યો. એમાં આ આવ્યું કે પ્રભુ તું કોણ છો? અને તારામાં આ ઉપાધિના ભાવ શું છે આ? શરીર, વાણી ને મન એ તો જડ છે ભિન્ન છે, પણ અંદર જે હિંસા, જૂઠું, ચોરી, વિષય, ભોગ, વાસના, કામ ક્રોધ, માન, માયા, મોહ, લોભ એ વાસનાનો ભાવ અને દયા, દાન, વ્રત, ભક્તિ, તપ, ભગવાનનું સ્મરણ આદિનો ભાવ એ બધો રાગ છે, વિકાર છે. અરેરે ! એ વિકાર ભાવથી તારી જાત, તારી નાત, તારું સ્વરૂપ ભિન્ન છે. આહાહાહા... એમ જેને અંદરમાં... આહાહા! ઓલો કપડાનો દાખલો આવે છે ને? કે પોતાનું કપડું હતું, એ ધોબીને આપેલું પણ એ લેવા ગયો ત્યાં એ કપડું ન આવ્યું ને બીજાનું કપડું આવી ગયું. આ કોટ, બોટ આપે છે ને? પછી અંદરમાં નામ લખે છે પાછળમાં મુકે છે ને “એમ” કે એનું કે કંઈ નામ લખે છે, પોતાનું નામ એમ” કે જે જે નામ હોય એ આંહી પાછળ એમાં જ્યાં બીજાં આવી ગયું કપડું એમાં ઓઢીને સુતો એમાં ઓલો મૂળ કપડાવાળો આવ્યો કે એલા ભાઈ આ કપડું તો મારું છે તારું નથી જો. તારા કોટમાં તો ફલાણું નામ હશે. આ મારું નામ છે આમાં. આમ જોતાં હા આ કપડું મારું નહિ; એ કપડું મારું નહિ એમ જ્યાં નિર્ણય થયો ત્યાં કપડાનો ત્યાગ થઈ ગયો દ્રષ્ટિમાંથી. ભલે હજી ઓઢયું પડ્યું હોય. સમજાણું કાંઈ? પણ અભિપ્રાયમાંથી આ મારું નહિ, એમ છૂટી ગયું, ત્યાગ થઈ ગયો, પછી છોડીને પછી ભલે આપી દે. એમ ભગવાન આત્મા સચ્ચિદાનંદ, જ્ઞાનાનંદ, Page #90 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૭૨ સહજાનંદ પ્રભુ આત્મા, એ પુણ્ય ને પાપના ભાવ કપડાં જેવા બીજાના ઓઢીને બેઠો, એને ધર્માત્માએ જણાવ્યું, ભાઈ એ શુભ કે અશુભભાવ કપડું એ તારું નહિ, એ તારી ચીજ નહિ. તારી ચીજ તો અંદર આનંદકંદ પ્રભુ જ્ઞાતાદ્રષ્ટા જાણક સ્વભાવનો સાગર પ્રભુ, એ તું છો, આ તો કપડું ભિન્ન ચીજ છે, છોડી દે. આહાહા ! આવી વાતું છે. હજુ ઓલી તો દુનિયામાં હાલે કે આમ કરો, ભક્તિ કરો, આ કરો, વ્રત પાળો, અપવાસ કરો અને પ્રભુ સાંભળને, એ બધી વાતું છે એ બધી રાગની ક્રિયાની વાતું છે. અંદર સચ્ચિદાનંદ પ્રભુ જ્ઞાનનો ચંદ્ર શીતળ છાયા, શીતળ સ્વરૂપ પ્રભુનો એમાં આ પુણ્ય ને પાપના ભાવ વિકારી અશીતળ, દુઃખ ને ઝેર જેવા છે. આહાહાહા ! એમ બે વચ્ચે અંતરમાં બેના લક્ષણોને જુદા જાણી, બેના ભાવના સ્વભાવને ભિન્ન જાણી, એ પુણ્ય ને પાપના ભાવથી પાછો ફરે છે, એ અભિપ્રાયમાં એ મારાં નહિ એમ નિવૃત્ત થાય છે, ત્યારે તેને સમ્યગ્દર્શન ને જ્ઞાન થાય છે. આહાહાહાહા ! આ ક્યાં? કહો અજીતભાઈ આમ ઓલા રૂપિયા બુપીયામાં કાંઈ સૂઝે પડે એવું નથી આમાં કાંઈ. અરે આ કઈ જાતની વાત ! બાપુ એ અંતરની વાતું છે. ભગવાન એ તારા ઘરની વાતું છે, પણ તેં કોઇ દિ' સાંભળી નથી, માથાકૂટ કરીને મરી ગયો અનાદિથી. વસ્તુ છે ને અંદર? આત્મા વસ્તુ છે ને? તો વસ્તુ છે તો એમાં કોઈ અંદર અંદર અંદર શક્તિઓ, ગુણો વસેલા છે ને? જેમ સાકર છે એ વસ્તુ છે ને? તો સાકરમાં મીઠાશ ને સફેદાઈ આદિ ગુણો વસેલા છે ને? એમ ભગવાન આત્મા વસ્તુ છે ને? વસ્તુ છે તો વસેલા અનંત જ્ઞાન, દર્શન આદિ ગુણો વસેલા છે અંદર. એ પુણ્ય ને પાપના ભાવ એમાં વસેલા નથી. એ અધ્ધરથી કૃત્રિમ નવા વિકાર થાય છે. આહાહાહા ! (કહે છે) એને જ્યારે નિવૃત્ત થાય છે “કારણ કે તેમનાથી જે નિવૃત્ત ન હોય,” હવે આમાં જરી તકરાર છે બે માં, શું કહે છે કે જ્યાં અંદર એ શુભ-અશુભ ભાવને મેલ તરીકે જાણ્યા ને નિર્મળાનંદ પ્રભુને જાણ્યો ત્યારે અભિપ્રાય શ્રદ્ધામાંથી એ મારાં છે એ શ્રદ્ધામાંથી નિવૃત્તિ ગયો. મારાં નહિ અને શ્રદ્ધામાંથી જો ન નિવૃત્તે, તો તેણે આસ્રવને જાણ્યા જ નથી. આસવને જુદાં બે જાણ્યા જ નથી. આહાહાહાહા! તે જ વખતે ક્રોધાદિથી નિવૃત્ત થાય છે કેમ કે તેમનાથી જે નિવૃત્ત ન હોય તેને આત્મા ને આસવોના પરમાર્થિક ભેદજ્ઞાનની સિદ્ધિ જ થઈ નથી. આહાહા ! શું મંત્રો છે એકલા. આહાહા ! શું કીધું? આહાહા! નાકનો મેલ છે ને ગુંગો, એ ગંગો જુદી ચીજ છે ને આત્મા જુદી ચીજ છે અંદર. એમ આત્મામાં શુભ ને અશુભ ભાવ, પુણ્ય-પાપ દયા, દાન, વ્રત, ભક્તિ, કામ, ક્રોધના ભાવ એ નાકના મેલ એવા ગુંગા છે. આહાહાહા ! એ એકવાર આ વાત થઈ 'તી, આ તો પોણોસો વર્ષ પહેલાંની વાત છે, અત્યારે તો નેવ્યાસી વર્ષ થયા શરીરને, શરીરને નેવ્યાસી વર્ષ થયા છે, નેવુંનેવું આ વૈશાખ સુદ બીજે નેવું બેસસે જનમના, ગર્ભના તો નેવું હાલે છે, કારણ માતાના પેટમાં આવ્યો ત્યારથી આંહીનું આયુષ્ય છે ને? આહાહા ! પણ આ તો પોણોસો વર્ષ પહેલાં જ્યારે ભણતા નિશાળમાં ત્યારે એક ભાવસાર હતો. સુંદરજી રૂપા નામનો ભાવસાર હતો. મિત્રો ભણતાં હારે, એ એવો હતો કે નાકમાંથી ગંગો કાઢી દાંત હેઠે દાબે એટલેથી સંતોષ ન થાય એને, (તો) જીભનું ટેરવું અડાડે અને સ્વાદ ત્યે ગંગાનો! અરે પણ શું તું કરેશ સુંદરજી? એનું નામ Page #91 -------------------------------------------------------------------------- ________________ સમયસાર સિદ્ધિ ભાગ-૪ સુંદરજી હતું, એના બાપનું નામ રૂપા, ભાવસાર હતા, આ ઉમરાળા, આ દેહનો જનમ છે ને ઉમરાળા અહીંથી અગિયાર માઈલ, દેહ ત્યાંનો મેં એને કીધું એલા સુંદરજી આ શું કરે? તું આ? વળી કાઢી નાખે, વળી આડી અવળી નજર થાય ત્યાં બીજો કાઢે, દાબે ને અરે ભાઈ આ શું કરે છે તું? ભાઈ મને ટેવ પડી ગઈ છે, એમ બિચારો કહેતો. મને આ ટેવ પડી ગઈ છે, અરે પણ અમે અહીં બેઠા છીએ આ વાણીયાના દીકરા ચોખ્ખા શરીર એમાં તું આ ગંગા સ્વાદ લે છો, એમ આ આત્મા સુંદર રૂપા છે, આ તો બનેલું છે હોં, સુંદરજી રૂપા એના બાપનું નામ રૂપો ઉમરાળા જન્મ સ્થળ અગિયાર માઈલ છે ને અહીંથી તેર વર્ષ અહીં રહેલાને જનમ સ્થાનમાં, નવ વર્ષ દુકાન પાલેજ, ભરૂચ ને વડોદરા વચ્ચે પાલેજ છે ત્યાં નવ વર્ષ દુકાન ઘરની હતી પિતાજીની નવ વર્ષ ત્યાં, પણ આ એંસી વર્ષની અઠયોતેર વર્ષ પહેલાંની વાત છે, અગિયાર વર્ષની ઉંમર તે દિ' હતી. આહાહાહા! આંહી પ્રભુ કહે છે કે તું સુંદર રૂપા તારું આનંદરૂપ ને જ્ઞાનરૂપ પ્રભુ છો. એમાં પુણ્ય ને પાપના ગંગાના કાઢીને સ્વાદ લ્ય છો, પ્રભુ તને શોભતું નથી. અંદર પ્રભુ તું સચ્ચિદાનંદ પ્રભુ છો ને ભાઈ વસ્તુ હોય, જે વસ્તુ હોય, તે દુઃખરૂપ ન હોઈ શકે, પહેલું ન્યાય સમજો લોજીક. જે વસ્તુ હોય, આત્મા છે એ વસ્તુ છે, તો એ પોતે દુઃખરૂપ ન હોઈ શકે, વસ્તુ હોય તે તો આનંદરૂપ ને જ્ઞાનરૂપ હોઈ શકે. એવી ચીજ જે અંદર આત્મા જ્ઞાન ને અતીન્દ્રિય આનંદનો સાગર પ્રભુ એને ભૂલી જઈ અને આ પુણ્ય-પાપના ભાવના ગંગાના સ્વાદ લ્ય છે, એ રખડવાના લખણ છે બધા, ૮૪ યોનીમાં અવતારના કારણ છે. આહાહાહા! એકવાર તો છોડ. આરે પ્રભુ તને ટાણાં આવ્યા મનુષ્યપણું મળ્યું, સાચો ઉપદેશ તને કાને પડે. એ જ્ઞાનાનંદ સહજાન્મસ્વરૂપ પ્રભુ, વસ્તુ છે–વસ્તુ છે, તત્ત્વ છે એમાં જે આ પુણ્ય-પાપની વિકૃત દશાઓ ભાવ થાય છે, એ દુઃખરૂપ છે, અભિપ્રાયમાં એને જુદાં જાણી અને અભિપ્રાયથી ત્યાંથી પાછો ફર, શ્રદ્ધાથી પાછો ફર, અભિપ્રાયથી પાછો ફર એ પુણ્ય ને પાપના ભાવ દુઃખરૂપ છે મારું સ્વરૂપ અંદર આનંદ છે. એવું છે, એવું જ્યાં જાણે છે, ત્યારે તે પુણ્ય-પાપના ભાવને અહીં ક્રોધ કીધા છે એને, એનાથી નિવૃત્ત થાય છે. આહાહાહા! હાથમાં દોરડુ પકડયું છે એમ જાણ્યું હોય, અને આવી ગયો હોય સર્પ, દોરડું દોરી રાતે જાણે દોરી પડી છે એમ લીધી આમ પછી જાણે આ તો સર્ષ પછી છોડી દે છે. એમ ભગવાન આનંદનો નાથ પ્રભુ, જ્ઞાનપ્રજ્ઞાનો સાગર આત્મા, એ પુણ્ય-પાપના ઝેરના પ્યાલા હાથમાં લીધા એણે અંદર પણ જાણ્યું છે કે આ તો દુઃખ ને વિકાર છે, છોડી દે છે. ભાઈ આવી વાતો થાય. આ સાદામાં સાદી ભાષા છે આમાં કોઈ સંસ્કૃત ને વ્યાકરણને એવું કોઈ નથી. સરદારજી! ભગવાન બહુ સાદી ભાષા પ્રભુ તારી છે. આહાહાહા ! આહાહા ! “એ આત્મા આસ્રવોથી પારમાર્થિક નિવૃત્ત ન થાય તો આત્મા ને આગ્નવોના પારમાર્થિક ભેદજ્ઞાનની સિદ્ધિ જ થઈ નથી.” શું કહ્યું? કે શુભ-અશુભ ભાવ એ મેલ છે ને પ્રભુ છે નિર્મળાનંદ અંદર એ બે ની ભેદજ્ઞાન સિદ્ધિ થાય તો તો એનાથી નિવૃત્ત થાય જ છે, પણ જો નિવૃત્ત ન થાય તો એને ભેદજ્ઞાનની સિદ્ધિ જ નથી. આ તો મંત્રો છે આ કાંઈ કથા નથી બાપા. આ તો સર્પના ઝેર ચડયા હોય એને મંત્રથી ઉતારે છે ને? વીંછીના ઝેર વીંછી, મંત્ર એમ આ Page #92 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૭૨ ઝેર ચડેલા છે અનાદિના. આહાહાહાહા ! એ શુભ કે અશુભ ભાવ એ અશુભભાવ તો ઠીક પણ શુભ આકરો લાગે છે એને, પરની દયા પાળવાનો ભાવ એ શુભ છે, રાગ છે, આહાહા! ગાંધી વ્યાખ્યાનમાં આવ્યા'તા ને રાજકોટ મોહનલાલ ગાંધી ૯૫ માં વ્યાખ્યાનમાં આવ્યા'તા ત્યારે આ કહ્યું'તું, કે પરની દયાનો વિકલ્પ ઊઠે છે એ રાગ છે અને પરની દયા પાળી શકું છું એ ક્રિયાનું અભિમાન મિથ્યાત્વ છે, આકરી વાત છે પ્રભુ. આહાહા ! હું બીજાને જીવાડી શકું છું, બીજાને સુખની સામગ્રી દઈ શકું છું, એ મિથ્યા અભિપ્રાય છે. એ આંહીથી તો છૂટયો, પરની ક્રિયા તો મારી નહિ શરીરની કે આ લેવા દેવાની, પણ અંદરમાં ભાવ થાય છે શુભ ને અશુભ, એને જો સુખી થવું હોય, એ પુણ્ય ને પાપના ભાવ મારાં છે એ દુઃખને પંથે પડ્યો છે, દુઃખને રસ્તે છે. જેને એ દુઃખના પંથ છોડવા હોય ને સુખને પંથે આવવું હોય, તો એ શુભ-અશુભ ભાવ મારું સ્વરૂપ નહીં, એ તો કૃત્રિમ વિકૃત ઊભો થયો છે ભાવ, અકૃત્રિમ મારો ત્રિકાળી આનંદકંદ સ્વરૂપ પ્રભુ, એ એનાથી ભિન્ન છે, એમ એનાથી પાછો વળી અને ભેદજ્ઞાન કરે, અને પાછો ન વળે તો એને ભેદજ્ઞાનની સિદ્ધિ થઈ જ નથી. એને દુઃખરૂપ જાણી અને પાછો ન વળે, તો એને પાછા વળવાનું ભેદજ્ઞાન થયું જ નથી. આહાહાહાહા ! આવું છે. આ દુનિયાથી જુદી જાત લાગે આખી, ધર્મના નામે જ્યાં વાતું હાલતી હોય એથી જુદી, સંસારને નામે તો એકલું પાપ બાઈડી, છોકરાં ને ધંધા ને, ધર્મના નામે દયા ને દાનને વ્રત ને ભક્તિ ને પૂજા ને ધમાલ હાલે છે. એ પણ વૃત્તિ છે, એક રાગ છે. આહાહા ! એ અને મારી ચીજ અંદર કાયમી અનાદિ અનંત નિત્યાનંદ સહજાન્મસ્વરૂપ પ્રભુ ભિન્ન છે, એમ જેને ભાન થાય એ પુણ્ય ને પાપના ભાવથી નિવૃત્ત થાય, અભિપ્રાયમાંથી છૂટી જાય, એ મારાં છે એ અભિપ્રાય છૂટી જાય છે. ભલે અસ્થિરતા રહે, પણ અભિપ્રાયમાં એ મારાં હતા એ અભિપ્રાય છૂટી જાય, અને જો એનાથી અભિપ્રાય ન છૂટે તો એને ભેદજ્ઞાન નથી થયું. આરે ! અરે ! આવી વાતું છે. પોણો કલાકમાં તો આવી વાતું એમાં આ બધી હાલે છે વાતું સંપ્રદાયમાં એ માયલી તો કંઈ વાત આવી જ નહિ બધી ખબર છે બાપા, બધી તમારી આખા સંપ્રદાયની આખા હિન્દુસ્તાનને જોયો છે દસ દસ હજાર માઈલ તો આ ત્રણ વાર ફર્યા છીએ આખા હિન્દુસ્તાનમાં, આ વાત જુદી છે બાપુ. આહાહા ! (શ્રોતાઃ- પરમાત્મા થવાનો મારગ તો જુદી જાતનો જ હોયને?) જુદી જાત છે ભાઈ અનંત અનંત કાળ વીત્યો. આ ૮૪ના અવતારમાં આ આત્મા તો અનાદિનો છે, એને આ ૮૪ લાખ યોનીમાં અવતાર કરી કરીને અનંતો કાળ ગયો છે ભાઈ. પણ ક્યાંય એ આત્મા રાગથી ભિન્ન છે એવું એણે જ્ઞાન ન કર્યું, ત્યાં રોકાઈ ગયો, કાં દયા પાળીને વ્રત કર્યા ને અપવાસ કર્યા ને તપસ્યા કરી ને ભગવાનનું ભજન કર્યું, હવે એ બધો રાગ છે, ત્યાં રોકાઈ ગયો પણ અંદર ભગવાન ભિન્ન છે, આત્મા એટલે ભગવાન હોં આંહી. આહાહા ! એ આવી ગયું. આમાં આપણે, ત્રણ વાર ભગવાન ભગવાન કીધું. ભગ નામ લક્ષ્મી અનંત જ્ઞાન ને અનંત આનંદ ને અનંત શાંતિ એ જેમાં લક્ષ્મી ‘ભગ’ પડી છે, “ભગ” એટલે લક્ષ્મી એનો વાન એ લક્ષ્મીવાન છે પ્રભુ. આ ધૂળની નહિ હોં, ધૂળની લક્ષ્મીના ધણી તો જડ છે. લક્ષ્મીપતિ એમ કહે છે ને? Page #93 -------------------------------------------------------------------------- ________________ ७८ સમયસાર સિદ્ધિ ભાગ-૪ ઉધોગપતિ ને નરપતિ ને એ તો બધા જડ મૂંઢ છે. આહાહાહા ! અંદર લક્ષ્મી અંદર અનંત જ્ઞાન, અનંત આનંદ જેનો સ્વભાવ છે તેને હુદ શી? જેનું સ્વરૂપ છે કાયમી તેને મર્યાદા શી ? એવી અપરિમિત, અમર્યાદિત જ્ઞાન ને આનંદ ને શાંતિનો સાગર ભગવાન, એનાથી જ્યાં વિરુદ્ધ ભાવને જ્યાં ઓળખ્યા, એ અભિપ્રાયથી પાછો ન ફરે તો એણે ઓળખ્યા જ નથી. સમજાણું કાંઈ? સમજાણું કાંઈ એટલે વિસામાનું વાક્ય છે. વિસામાનું વાક્ય છે ને? કોઈને એમ કહે છે, એમ કહે છે વાત કરતાં કરતાં કાંઈક વચ્ચે આવે એમ કે ત્યાં એને સમજાય છે? એવું આમ વિસામાનું વાક્ય છે. અને એ વિસામો ત્યારે મળે એને કે પુણ્ય ને પાપના ભાવથી પાછો ફરીને નિત્યાનંદ પ્રભુમાં આવે તો વિસામો મળે, બાકી વિસામો મળે એવું નથી. આહાહાહાહા ! સમજાય છે? ભગવાન આત્મા અંદર છે ને બાપુ, આહાહા ! આહાહા! આત્મા અને આસ્રવોના પારમાર્થિક ભેદજ્ઞાનની સિદ્ધિ જ થઈ નથી “માટે ક્રોધાદિક આસવોથી નિવૃત્તિની સાથે અવિનાભાવી” એટલે ? એ શુભ-અશુભના ભાવથી નિવર્યો અને આત્માના સ્વભાવમાં આવ્યો એની સાથે એવા જ્ઞાનમાત્રથી, એ જ્ઞાન થયું જ્યાં હું આત્મા શુદ્ધ ચૈતન્ય છું ને રાગાદિ વિકાર છે, એ અંદર જ્ઞાન ભાન થયું, એ જ્ઞાનમાત્રથી જ અજ્ઞાનથી થતો પૌગલિક કર્મનો બંધ નિરોધ થઈ જાય છે અને નવા આવરણ આવતા નથી. આહાહાહાહા.. ફરીને, જ્યારે પુષ્ય ને પાપ, ક્રોધ એટલે પુણ્ય-પાપ ભાવ એના આગ્નવોથી એટલે બંધનના કારણો એનાથી નિવૃત્તિની સાથે અભિપ્રાયથી જ્યાં નિવર્યો તો એની સાથે અવિનાભાવી જે જ્ઞાન, આહાહાહા.રાગથી નિવર્યો ત્યારે અવિનાભાવી જે જ્ઞાન એ જ્ઞાનમાત્રથી અંદર બંધ રોકાઈ ગયો. જાણ; જ્ઞાન થયું જ્યાં આત્માનું ને રાગનું ભિન્ન ત્યાં બંધન અટકી ગયું અજ્ઞાનથી બંધન થતું તે બંધન થતું નથી. આહાહાહા! ભાન થયું ને ભાન! એક મા-દીકરો હતા, મા નવી હતા, નવી મા અને પોતે જાનીનો, એ નવી મા જુવાન અવસ્થામાં જરી એમાં એની વહુ છે એ નહાવા ગયેલા અને વહુના કપડા એની બાએ પહેરેલા નવી મા, કપડા. આ બનેલું છે. ઓલી એની વહુ છે તે લંગડા ને કપડા ધોવા ગયેલી, અને એના કપડા વહુના છે એ એની નવી મા ઓઢીને સુતેલી, એમાં ઓલા છોકરાને વિષયની વાસના આવી, થઈ, એટલે આમ ઠેબ્રુ માર્યું એ જાણે કે વહુ છે, ત્યાં ઓલી જાગી, કેમ ભાઈ? વહુ નહાવા ગયા છે, આમ જ્યાં કીધું ત્યાં દષ્ટિ ફરી ગઈ, ફડાક દઈને, આ ભાન થયું ત્યાં આ તો કહે મારી નવી મા, આ કપડાને લઈને હું મુંઝાઈ ગયો'તો. ઓલી સમજી ગઈ, કેમ ભાઈ ! બા, વહુ નહાવા ગયા છે. આમ જયાં કીધું ત્યાં, અરે ! આ તો મા. દૃષ્ટિ ફરી ગઈ. એમ પુણ્ય ને પાપના ભાવ મારાં છે એમ માનીને સુતો છે, એને ભગવાન ને જ્ઞાનીએ એને જણાવ્યું બાપા એ ભાવ તારા નહિ. જાગ રે જાગ તારા નહિ. ત્યાં અભિપ્રાયમાંથી છૂટી ગયો, મારાં જે માન્યા'તા એ અભિપ્રાય છૂટી ગયો, મારી વહુ છે એમ જે અભિપ્રાય હતો ત્યાં મારી મા છે એમ થઈ ગયું. આ બોટાદમાં બન્યું છે. આંહી તો ઘણાં વરસ થઈ ગયા ને ૬૬ વરસ તો દીક્ષા લીધે થયા છે દુકાન છોડયા ૬૬ વર્ષ ૬૭ વર્ષે બધું ઘણું જોયું જગતને. આહાહા! અરેરે ! પ્રભુ તું કોણ છો? તારી કાયમની ચીજ અસલી શું છે? તું તારી કાયમની અસલી ચીજ શું છે? કે કાયમની અસલી Page #94 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૭૨. ચીજ તો જ્ઞાન ને આનંદ તારામાં છે. આ તો વિયોગ થઈ જાય છે શરીર છૂટી જાય છે હાલ્યો જાય ને બીજે જાય છે, પણ અંદરમાં જે શુભ કે અશુભ ભાવ એ એની ચીજ નહિ એ અસલી ચીજ નહિ એ નકલી ચીજ નવી ઉત્પન્ન થઈ. સમજાણું કાંઈ? આહાહાહા ! એમ જ્યાં બે ના વચ્ચેના લક્ષણ ને સ્વભાવના ભેદ જાણ્યા એથી એ અભિપ્રાયમાંથી શ્રદ્ધામાંથી મારા માન્યા'તા એ છૂટી જાય છે એને, અને જો છૂટે નહિ, છોડે નહિ તો તેને ભેદજ્ઞાન થયું નથી. “બ” ને જુદાં જાણ્યા નથી. આંહી ભાઈ બીજા એમ કહે છે કે પૂર્ણ આસ્રવથી છૂટી જાય તો એને, એ આંહી વાત નથી. આંહી એની વાત નથી અહીંયા, એમ કે આસ્રવથી નિવૃત્તિ ન હોય, પણ એ અભિપ્રાયથી નિવત્યું ન હોય, અભિપ્રાય જે મારાં હતા એમાંથી છૂટી જાય અને છૂટે નહિ તો ભેદજ્ઞાન નથી. (શ્રોતા- ભાવાર્થમાં તો ચોખ્ખું લખ્યું છે ) કર્યું છે પણ એ માનતા નથી એ લોકો એ પંડિતો છે ને ઓલા રતનચંદજી ને આ બધે આ ગાથાના અર્થ પણ કરનારા ક્યાં? આંહીં તો ઓગણીસમી વાર હાલે છે આ સભામાં આખું સમયસાર અઢાર વાર તો પુરું થઈ ગયું છે એક એક શબ્દનો એક એક અક્ષરનો અર્થ પણ એ લોકો ઊંધા અર્થ કરે છે કેટલાંક, પૂર્ણ પૂર્ણ પુણ્ય-પાપના ભાવથી છૂટી જાય ત તો તેને ભેદજ્ઞાન કહેવાય. (શ્રોતા:- પણ ભેદજ્ઞાનથી સંવર થયો સંવર, ચોથે ગુણસ્થાને તો થાય છે ) છે એ, પણ એ ન માને ઈ, એ તો કહે પૂર્ણ જોઈએ ત્યાગ. આંહી તો એ વાત છે અર્થમાં એમ લ્ય છે પોતે. મારા તરીકે માનતો તે અભિપ્રાય છૂટી ગયો, પણ હજી પુણ્ય-પાપના ભાવ રહ્યા ખરા, અસ્થિરતાના જ્યાં સુધી અંતરસ્વરૂપમાં રમણતા ન થાય ત્યાં સુધી એ ભાવ હોય, પણ મારાં તરીકે હતા એ વાત છૂટી ગઈ. આહાહાહા ! બળખો આવ્યો એ કાઢતા વાર લાગે જરીક મોટો હોય તો, પણ અભિપ્રાયમાંથી થઈ ગયો કે આ છોડવો, આ છોડવા જેવો છે પછી છૂટતા જરીક વાર લાગે એને આમ લાંબો હોય, તો પણ અભિપ્રાયમાં એ મારો છે એમ નહિ. આહાહાહા ! આવી વાતું છે. એમ અંદર શ્રદ્ધામાં શુભ-અશુભ ભાવ મારાં છે એ ભાવ છૂટી ગયો, છતાં હજી શુભભાવ હોય ખરો. પૂર્ણ વીતરાગ પૂર્ણ પરમાત્મ દશા ન થાય ત્યાં સુધી હોય, પણ અભિપ્રાયમાંથી મારાં હતા એ અભિપ્રાય છૂટી ગયો. આહાહાહાહાહા ! સરદારજી! ભાષા તો સાદી છે હોં છે તો ઊંચી વસ્તુ બાપા. આ દુનિયા. આહાહા ! આસ્રવોથી નિવૃત્તિ સાથે જે અવિનાભાવી છે” એટલે જ્ઞાનમાત્ર, એમ આસ્રવોથી નિવૃત્ત થયો ત્યાં જ્ઞાનમાત્ર થયું જ છે અંદર. આહાહાહા! ભગવાન આત્મા જ્ઞાનનો પિંડ પ્રભુ, જ્ઞાન જ્ઞાન એટલે જાણવું હોં જ્ઞાન એટલે આ શાસ્ત્રના પાના એ નહિ, અંદર જાણક સ્વભાવ જેમ સાકરનો મીઠો સ્વભાવ, એમ ભગવાન આત્માનો જ્ઞાન સ્વભાવ કાયમી ત્રિકાળી સ્વભાવ, એ જ્ઞાનસ્વભાવનું જ્યાં રાગથી ભિન્ન થયું, ત્યાં જ્ઞાનસ્વભાવથી જ બંધ અટકી ગયો. એનું જ્ઞાન થયું તેમાં બંધ અટકી ગયો, અસ્થિરતાની વાત થોડી રહી એ વાત જુદી છે. હુજી એટલો બંધ થોડો હોય, પણ એ મારાં છે એવા અભિપ્રાયમાં જે મિથ્યાત્વ ને અનંતાનુબંધીનો બંધ હતો તે બંધ ત્યાં અટકી જાય છે. આ ભાષા જરી શાસ્ત્રની છે. આહાહા! Page #95 -------------------------------------------------------------------------- ________________ ૮૦ સમયસાર સિદ્ધિ ભાગ-૪ એવા જ્ઞાનમાત્રથી જ, આ સર્પ છે એમ જ્યાં પકડાઈ ગયો છે ઈ મારા હાથમાં દોરડી, ને સર્પ છે એમ જ્ઞાન થયું ત્યાં છુટી ગયો છે. ભલે આમ છોડતા હજી વાર લાગે આમ, પણ અભિપ્રાયમાંથી તો છૂટી ગયો. “અને અભિપ્રાયમાંથી ન છૂટે તો તેને રાગ અને સ્વભાવ વચ્ચેનું ભેદજ્ઞાન થયું નથી.” આ વાત સમજાય એવી છે પ્રભુ. તારા ઘરની સાદી ભાષા પ્રભુ છે, એ સાદો છે આત્મા ને સાદી ભાષા છે. આમાં કોઈ સંસ્કૃત ને મોટી વ્યાકરણની વાત નથી). આહાહાહા! એવું સ્વરૂપ છે. વિશેષ કહેવાશે. (શ્રોતા પ્રમાણ વચન ગુરુદેવ) પ્રવચન નં. ૧૫૨ ગાથા૭૨ તા.૦૩/૧૨/૭૮ રવિવાર માગશર સુદ-૩ ગાથા-૭ર સમયસાર. છેલ્લો પેરેગ્રાફ છે ને ટીકાનો, સૂક્ષ્મ અધિકાર છે જરી. આંહીંયા એમ કહે છે કે આ દેહમાં, જે દેહ છે એ તો જડ છે માટી પણ અંદરમાં આત્મા જે ચીજ છે, એ જાણક સ્વભાવથી ભરેલો જ્ઞાનસ્વરૂપી જેનો જ્ઞાન સ્વભાવ જેમાં કર્મેય નથી, શરીરેય નથી અને જેમાં પુણ્ય ને પાપના ભાવ, શુભ-અશુભ ભાવ થાય છે એ બંધના કારણો વિકાર છે, એ ભગવાન સ્વરૂપમાં એ નથી. ચૈતન્યબિંબ પ્રભુ જ્ઞાયકસ્વભાવ જેના સ્વભાવમાં જ્ઞાન ને આનંદ આદિ પરિપૂર્ણ ભર્યા છે. આકરી વાત છે ભાઈ, એવો આત્મા અને એની દશામાં વર્તમાનમાં હિંસા, જૂઠું, ચોરી, વિષય, ભોગ, વાસના એ પાપ બંધનના કારણ છે. અને દયા, દાન, વ્રત, તપ, ભક્તિ એ ભાવ પુણ્ય બંધનનું કારણ છે એ ધર્મ નથી. એ મેલ છે કાલે આવ્યું” તું ને? શુભ કે અશુભ ભાવ અશુચિ છે, મેલ છે. ભગવાન શાયકસ્વરૂપ તત્ત્વ ચૈતન્ય એ નિર્મળાનંદ પ્રભુ છે. એ બેનું જેને ભેદજ્ઞાન થાય છે, ઝીણી વાત છે ભાઈ. એ મલિન ભાવ, જડ ભાવ એ દુઃખ ભાવ એનાથી આત્મા જ્ઞાનભાવ, ચૈતન્યભાવ, સુખભાવ બે વચ્ચેનું જેને અંતરમાં જુદાઈનું જ્ઞાન થાય છે. બીજી દ્રષ્ટિએ કહીએ તો વર્તમાન દશામાં જે થતા પુણ્ય-પાપના ભાવ એની ઉપર જે દૃષ્ટિ છે પર્યાય દ્રષ્ટિ, અવસ્થા, વિકાર દ્રષ્ટિ એ દ્રષ્ટિ છૂટી ને ત્રિકાળી આનંદ પ્રભુ સચ્ચિદાનંદ સ્વરૂપ આત્મા તત્ત્વ એના ઉપર જેની દૃષ્ટિ જાય છે, એ પુણ્ય-પાપના ભાવથી નિવૃત્ત થાય છે, આવી વાતું છે ભગવાન. આહા ! જેને પોતાના જ્ઞાનસ્વરૂપ (એવો ) પ્રભુ આત્મા પ્રજ્ઞા-પ્રજ્ઞાબ્રહ્મ, જ્ઞાન અને આનંદસ્વરૂપ પ્રભુ આત્મા છે, એની દશામાં વર્તમાન હાલતમાં અનાદિથી શુભ કે અશુભ ભાવ થયા કરે છે, એ દુઃખરૂપ છે એનાથી (જુદો ) આત્મા આનંદસ્વરૂપ છે. આહાહા ! વસ્તુ છે એ કોઈ દુઃખરૂપ ન હોય, દુઃખ એ વિકૃત છે અને ભગવાન અંતઃસ્વરૂપ છે. અવિકૃત આનંદ સ્વરૂપ છે. એ બેનું જેને અંતરમાં જુદાઈનું ભાન થાય છે, કે આત્માના સ્વભાવથી જુદા જે પુણ્ય-પાપના ભાવ તેનાથી અભિપ્રાયથી તે નિવૃત્તિ જાય છે, એ મારાં છે એમ જે માન્યું છે એવી જે શ્રદ્ધા ને અભિપ્રાય એનાથી છૂટી જાય છે અને પોતાનો જ્ઞાનસ્વભાવ ચૈતન્ય શાશ્વત આત્મા શાશ્વત વસ્તુ છે, નવો થયો નથી. અનાદિનું તત્ત્વ છે એ, સત્ત છે-સત્ત છે, છે એની આદિ શું? છે તેનો નાશ શું? છે તેના સ્વભાવથી ખાલી શું એ? એવો જે આત્મા એને જેણે પુષ્ય ને પાપના ભાવથી વર્તમાન બુદ્ધિની વિકૃત બુદ્ધિથી છૂટી અને નિર્વિકારી ભગવાન આત્મા એવી જેને દૃષ્ટિ થઈ, તે Page #96 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૭૨ ૮૧ શ્રદ્ધામાંથી પુણ્ય-પાપના ભાવ(થી) નિવર્યો એ મારા નહિ આવી વાત છે બાપુ, જગતથી જુદી જાત છે. આહાહા! કહો પંડિતજી! મોટો પ્રોફેસર છે, પંડિત છે સંસ્કૃત (ના) આ સંસ્કૃતનું આંહી કામ નથી. આંહી તો ભગવાન ચૈતન્યસ્વરૂપ અંદર ઝળહળ જ્યોતિ શાશ્વત વસ્તુ છે એને જેણે અશાશ્વત નામ કૃત્રિમ જે પુષ્ય ને પાપના ભાવ એનાથી શાશ્વત ચીજને જેણે જુદી જાણી એ અભિપ્રાયથી, આશયથી, શ્રદ્ધાથી એ પુણ્ય-પાપના ભાવથી નિવૃત્તિ જાય છે, એ મારાં નહિ. ત્યારે તેને આત્માનું જ્ઞાન થાય છે અને એ જ્ઞાન થતાં આત્મામાં જે અતીન્દ્રિય આનંદ છે, તે અતીન્દ્રિય આનંદનો એને ત્યાં સ્વાદ આવે છે. આહાહા! જે અનાદિ કાળથી, પુણ્ય ને પાપના શુભ-અશુભ ભાવ જે રાગ છે એનો એને અનાદિથી સ્વાદ છે, અનુભવ છે, એ વિકારનો સ્વાદ અને અનુભવ છે, એ દુઃખનો અનુભવ છે. એનાથી પાછો વળે છે અંદરમાં, ત્યારે તેને આત્મજ્ઞાન થાય છે કે આ આત્મા તો પરિપૂર્ણ વસ્તુ છે ત્યારે તેને આત્મામાં જ્ઞાન થતાં, આસ્રવોથી નિવૃત્ત થતાં, અંતરમાં અતીન્દ્રિય આનંદનો જે સચ્ચિદાનંદ પ્રભુ આત્મા આનંદસ્વરૂપ છે, એનો એને અંશે સ્વાદ આવે છે. અરે! અરે ! આ શું હશે? આ બહારના જે મેસુબ ને એ ખાય છે એનો સ્વાદ નથી જીવને, કેમ કે એ તો જડ છે, અને આત્મા તો અરૂપી વર્ણ, ગંધ, રસ, સ્પર્શ વિનાની ચીજ છે એ મેસુબ, પેંડા, લાડવા એને એ ખાતો નથી, ફક્ત એનું લક્ષ ત્યાં જાય છે અને આ ઠીક છે એવો રાગ ઉત્પન્ન કરે છે, એ રાગનો સ્વાદ અને રાગને અનુભવે છે. અરે ! આરે! એમ સ્ત્રીનું શરીર, આ માંસ ને હાડકાં, ચામડા એને જીવ ભોગવતો નથી, કેમ કે એ તો જડ ધૂળ છે ને આ પ્રભુ તો અરૂપી છે, આત્મા તો રંગ, ગંધ, રસ, સ્પર્શ વિનાની ચીજ છે પણ અનાદિથી એ ચીજ ઉપર લક્ષ જઈ અને આ મને ઠીક પડે છે, એવો જે રાગભાવ ઉત્પન્ન કરે છે, એ રાગને અનુભવે છે, શરીરને નહીં. આહાહા! સમજાય છે કાંઈ? આહાહાહા ! સરદારજી, સમજાય એવું છે. ભાષા સાદી છે ભગવાન ! આ તો અલૌકિક પરમ સત્ય છે પ્રભુ, શું કહીએ? સર્વજ્ઞ પરમેશ્વર એનાથી સિદ્ધ થયેલી વાત છે આ, પણ જગતને સાંભળવા મળવી મુશ્કેલ પડે એવું છે. આહાહા ! કહે છે એ આવ્યું ને? છેલ્લો પેરેગ્રાફ “વળી, જે આ આત્મા અને આસ્રવોનું ભેદજ્ઞાન છે” છે લીટી? બીજો પેરેગ્રાફ, શું કીધું ઈ? કે આ આત્મા જ્ઞાન ને આનંદસ્વરૂપ છે, અને પુણ્ય ને શુભ-અશુભ ભાવ એ આસવના દુઃખના કારણ છે એ બેનું જેને ભેદજ્ઞાન થાય છે, “બેનું જેને જુદાપણાનું જ્ઞાન થાય છે, તે અજ્ઞાન છે કે જ્ઞાન છે?” હવે વાતને સિદ્ધ કરે છે, શું સિદ્ધ કરે છે? કે જે આત્મા છે જ્ઞાન ને આનંદસ્વરૂપ અને પુણ્ય-પાપના મલિનભાવ દુઃખરૂપ એનાથી ભિન્ન થઈને જે આત્માનું જ્ઞાન થયું એ જ્ઞાનમાત્રથી જ તેને કર્મ બંધન અટકી જાય છે. હું તો ચૈતન્ય સ્વરૂપ છું. આનંદ ને જ્ઞાન અને આ રાગાદિ દુઃખરૂપની દશા વિકૃત છે એવું બે વચ્ચેનું ભેદજ્ઞાન થતાં તેને આનંદનો અનુભવ થાય છે, અને આસવથી નિવર્તે છે, અભિપ્રાયમાંથી. હવે આંહીં એ સિદ્ધ કરે છે કે એ તો જ્ઞાન જ્યાં થયું જ્ઞાનભાવ કાલ દાખલો નહોતો આપ્યો સ્ત્રીનો નવી માનો સ્ત્રી છે એમ જાણું'તું જ્યાં અરે આ તો માતા ભલે નવી મા પણ Page #97 -------------------------------------------------------------------------- ________________ ૮૨ સમયસાર સિદ્ધિ ભાગ-૪ માતા જનેતા એમ જ્યાં જ્ઞાન ખ્યાલમાં આવી ગયું, ત્યાં જે વિકારબુદ્ધિ હતી એ ટળી ગઈ ફડાક દઈને, જ્ઞાન થયું જ્યાં આ તો માતા, એ મારી જનેતા છે આ શરીરની જનેતા હોં આત્માની જનેતા નહીં હો, આત્મા તો અનાદિ છે. આ ધૂળ, એમ જ્યાં ખ્યાલ આવ્યો સ્ત્રી છે એમ ધાર્યું'તું ત્યારે એને વિકારની બુદ્ધિ ઉત્પન્ન થઈ'તી, આ તો માતા, વિકારબુદ્ધિ ગઈ. આહાહા ! એમ પુણ્ય ને પાપના ભાવ એ મારાં છે એમ માન્યું'તું ત્યાં સુધી તો તેનું અજ્ઞાન હતું, ને તેને દુઃખનું વદન હતું. મારાં હોય એ જુદા પડે નહિ જુદાં પડે એ મારાં નહિ, એ શુભ કે અશુભ ભાવ વિકાર છે એ જુદા પડી જાય છે, જુદા પડે એ મારી ચીજ નહિ. આહાહાહા! અરે આવી વાતું. મારો ભગવાન તો આત્મા જાણક ને આનંદ એ સ્વભાવથી કોઈ દિ' જુદો ન પડે, જેનો ભાવ સ્વભાવ છે જેનો, તેનાથી તે જુદો ન પડે ને પુણ્ય-પાપના ભાવથી તો જુદો પડી જાય છે. આહાહા ! પાપના ભાવ વખતે પુણ્ય નથી. દયા, દાન, વ્રત એ વખતે નથી. હિંસા, જૂઠું, ભોગ, વિષય, વાસનાના ભાવ વખતે, ત્યારે પછી જ્યારે દયા, દાન આવે ત્યારે ઓલા ભાવ નથી ત્યારે છૂટી જાય છે, એ નથી એટલે અને દયા, દાનનો ભાવ આવે ત્યારે પાપભાવ છૂટી જાય છે પાપ ભાવ છૂટી જાય છે ત્યારે દયા, દાન પુણ્યભાવ આવે, બેય છૂટવા લાયક ચીજ છે. બેય પોતાની જો હોય તો છૂટી શકે નહિ, માટે પોતાની નથી માટે છૂટી જાય છે. આહાહા! આવી વાતું ભાઈ. એમ જેણે અંદરમાં આત્મા અને આગ્નવોનું ભેદજ્ઞાન થતાં કર્મબંધન અટકી જાય છે અને એ પ્રકારનું અનંત સંસારનું બંધન થાય એટલું અટકી જાય છે, અસ્થિરતાનું છે અને અહીં ગયું નથી, અનંત સંસારમાં રખડવાનું જે બંધન છે, એ વિકાર અને નિર્વિકારી ચીજ બે વચ્ચેના ભેદજ્ઞાન, જ્ઞાનમાત્ર થતાં એ વિકારનું બંધન અટકી જાય છે, જો એ જ્ઞાનમાત્રથી વિકારનું બંધન ન અટકે તો અમે તને પૂછીએ છીએ, લોજીકથી કે એ આત્મા ને આસવોનું ભેદજ્ઞાન છે તે અજ્ઞાન છે કે જ્ઞાન? આ વકીલાત જેમ વકીલ કરે ને પ્રશ્ન એમ કર્યો છે અત્યારે, શું કીધું ? કે આ આમા અંદર શાશ્વત વસ્તુ છે. છે છે છે છે છે છે અનાદિની છે, અત્યારે છે, ભવિષ્યમાં રહેશે, છે. એવો જે આત્મા અને પુણ્ય-પાપ જે કૃત્રિમ જે પર્યાયમાં અવસ્થામાં થતાં વિકાર એનું ભેદજ્ઞાન થતાં માત્ર જ્ઞાનમાત્રથી બંધન અટકી જાય છે. અને જો જ્ઞાનમાત્રથી બંધન ન અટકે તો અમે તને પ્રશ્ન કરીએ છીએ કહે છે. આહાહા ! આવી વાત છે. કે એ ભેદજ્ઞાન છે તે અજ્ઞાન છે કે જ્ઞાન? એ શુભ-અશુભ ભાવથી જ્ઞાનાનંદ સ્વરૂપ પ્રભુ જુદો પડ્યો એવું જે જ્ઞાન, તે જ્ઞાન, અજ્ઞાન છે કે જ્ઞાન? આંહી જ્ઞાનમાત્રથી બંધન અટકે છે તે વાત સિદ્ધ કરવી છે. જ્યાં ભાન થઈ ગયું જ્યાં કે અરે હું તો ચૈતન્યમૂર્તિ અને આ વિકાર છે એ તો મલિન અને દુઃખરૂપ, એવું જ્યાં અંદર ભેદજ્ઞાન નામ ભિન્ન પડી ગયું જ્ઞાન, તે એ જ્ઞાનમાત્રથી જ એને સંસારનું અનંત સંસારનું બંધન અટકી જાય છે. એને રખડવું અનંત સંસાર તૂટી જાય છે. જો ન તૂટતો હોય તો અમે પ્રશ્ન કરીએ છીએ કહે છે સાંભળ કે જે આત્મા અંદર વસ્તુ છે શાશ્વત, અને પુણ્ય-પાપ જે કૃત્રિમ ક્ષણિક છે એનાથી ભેદ પડ્યો એ જ્ઞાન છે કે અજ્ઞાન? આ વકીલને પૂછે ને ઓલા મોટા હોય, હું! પૂછે કોર્ટમાં અમનેય પુછતા'તા. Page #98 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૭૨ ૮૩ કીધું'તું ને હમણાં અમારા ઉપર તો બહુ વીતી ગઈ છે, બહુ બધુ વીતી ઘણી વીતી ગઈ છે ૬૩ની સાલમાં મોટો કેસ ચાલતો અમારા ઉપર અફીણનો ૬૩ ની સાલ, કેટલા વર્ષ થયાં? ૭૨ વરસ. દુકાન ઉપર હતા દુકાન છે ને અમારી તો પાલેજમાં, ભરૂચ ને વડોદરા વચ્ચે મોટી દુકાન છે ને ત્યાં અત્યારેય ચાલીસ લાખ રૂપિયા છે, ત્રણ ચાર લાખની પેદાશ છે, ત્યાં હવે જવાના છીએ હમણાં. છોકરાઓએ માગણી કરી છે ને, કાલે સોમવાર અમદાવાદ છે, પરમ દિ' વડોદરા છે પાંચ દિ' વડોદરા ને પછી આઠ દિ' ત્યાં પાલેજમાં છોકરાંઓ છે માગણી છે. આહાહાહા ! આંહી શું કહેવું'તું, (શ્રોતા- વડોદરાનો કેસ) વડોદરાનો કેસ હતો, અફીણનો એટલે દુકાનમાં ઓપીયમ નહિ ઓલા પોલીસ અફિણ રાખે. બક્ષિસ લેવા આવ્યા બક્ષિસ તે અમારા પિતાજી કહે ભાઈ તમારી હારે અમારે શું સંબંધ છે અમારે તો વેપાર એટલે વેપારી હારે સંબંધ હોય અથવા માસ્તરો જે છે રેલના એની અને પોર્ટર હોય એની હારે સંબંધ હોય માલ આવે જાય એટલે તમારી હારે સંબંધ ન હોય એટલે આઠ આના લ્યો. ઓલો કે રૂપિયો લઉં આ ૬૩ની વાત છે, સંવત ૧૯૬૩. એ થઈ તકરાર. એમાં મોટા વાંધા આવ્યા. એ કોર્ટમાં ગયા તે કોર્ટમાં એણે ફરિયાદ કરી ત્યાં વડોદરા અમે ફરિયાદ કરી'તી ભરૂચ અમે વકીલ રાખ્યો'તો તે દિ' ૧૭ વર્ષની ઉંમર શરીરની ૧૭, ૧૦ ને ૭, આ તો ૭૨ વર્ષ પહેલાંની વાત છે ૮૯ અત્યારે છે, ત્યારે એ માળો પ્રેસીડેન્ટ હતો વડોદરામાં આમ ગામ બહાર છે મોટો પ્રેસીડેન્ટ, તે ત્રણ હજારનો પગાર તે દિ' ૬૩ ની સાલમાં ત્રણ હજારનો પગાર પ્રેસીડેન્ટ જજ એ જજ ભાઈ કહે છે પ્રેસીડેન્ટ, મેં તો ત્યાં જોયેલોને સવા મહિનો અમારે કેસ ચાલ્યો તો. અમને આમ જોયા, માળો હોંશિયાર માણસ ને ત્રણ હજારનો પગાર તે દિ' હોં, ૬૩ ની સાલ, આમ જોયા, કહે આ અફીણના ગુનેગાર, વાણીયાના મોઢા તો જુઓ, કહે છે. (શ્રોતા- થરથરતા તા, કાપતા હતા તમે ત્યાં?) કોણ, કોણ કાંપે ક્યાં, એ જ કહું છું એ ત્રણ કલાક આમ મારી સાક્ષી લીધી મોટી કોર્ટ ત્રણ હજારનો પગાર, તે દિ' ત્રણ હજારનો એટલે પચીસ-ત્રીસ ગણો થઈ ગયો અત્યારે તો, હેં! આહા! પોણો લાખ, લાખ નહિ હોં, એ કોર્ટમાં એ અને એનો શિરસ્તેદાર હતો મુખ્ય, લાકડાનું ઓલું અંદર રહેતા હોય ઓલું બેઠક અને પછી અમને ગુનેગાર તરીકે પાંજરામાં બેસાડે, તો નહિ અંદર પ્રેસીડન્ટે કહ્યું ઉભા રાખો બહાર, બિલકુલ આ લોકો તો વાણીયા એના મોઢા સામું જોવો તો અફીણ(ના ગુનેગાર નથી લાગતા) ભાઈ ત્રણ કલાક સુધી લીધું મારું કોર્ટમાં એ પ્રેસીડેન્ટ અંગ્રેજી બોલતા હોય પણ એનો શિરસ્તેદાર હતો તે હિન્દીમાં હું ગુજરાતી બોલતો. ત્રણ કલાક ૧૭ વર્ષની ઉંમરની વાત છે ૭૨ વર્ષ પહેલાં પણ સત્ય હતું તે ત્રણ કલાક એવું કહ્યું લોકોને એમ થઈ ગયું મારાં સગાવહાલા હારે હતા એમને કાનજી કેમ થયું, કંઈ ધ્રુજ-ને કાંઈ નહિ ધ્રુજ, સત્ત છે એ કહી દીધું આપણે તો કોર્ટનો ત્રણ હજારનો પગાર હોય કે ધૂળ હોય અમારે શું છે? આંહી અમારે ગાંડાભાઈ હતા ફાવાભાઈના બાપા છે ને અત્યારે છોકરો ત્યાં સુરત એંસી લાખ રૂપિયા છે એની પાસે અત્યારે એંસી લાખ સુરતમાં છે એના બાપને ગુન્હેગારમાં ભેગા ગણ્યા'તા ત્રણ કલાક આમ સાક્ષી આપી. મારી ઉંમર ૧૭ વર્ષની ને રૂપાળું શરીર અત્યારે તો Page #99 -------------------------------------------------------------------------- ________________ ८४ સમયસાર સિદ્ધિ ભાગ-૪ ૮૯ વર્ષ, બહાર નીકળ્યા ને પૂછયું ભાઈ કેમ થયું તને? આવી કોર્ટમાં ત્રણ કલાક, કાંઈ થયું નથી કીધું, સત્ય હતું તે મેં તો મુક્યું છે, સત્યને આંચ શી છે, સત્ય મેં તો કીધું છે કે બિલકુલ વાત જુઠી છે. અફીણ–બફીણ અમે વેપારી લાવ્યા નથી ને કાંઈ છે નહિ, બધું આ ગુનો ખોટો કર્યો છે. ઓલાને હા પાડી ગયો, પ્રેસીડેન્ટને કરવું શું? છેવટે એ કોર્ટ લાવ્યા, વડોદરાની કોર્ટ પાલેજમાં લાવ્યા. જ્યાં કેસ થયો તો ને પાલેજ? આ ભરૂચની પાસે પાલેજ છે ને? ભરૂચ અને વડોદરા વચ્ચે ત્યાં એ કેસ કોર્ટ લાવ્યા. ચુકાદો આપી દીધો. પ્રેસીડેન્ટે ચુકાદો આપ્યો, મારી ત્રણ કલાકની સાક્ષી, બિલકુલ ગુનેગાર નથી આ, કેસ ખોટો ઊભો કર્યો છે. અને ત્યાં સુધી કીધું એણે કે જે પોલીસે આ કેસ કર્યો છે તમારા ઉપર, અમને સાતમેંનો ખર્ચ થયો તો, સાતમેં રૂપીયાનો ખર્ચ તે દિ' ની વાત છે હોં, આ ૬૩ની સાતસેનો ખર્ચ થયો તો સવા મહિનો જાવું આવવું ને, તમે એ પોલીસ પાસેથી સાતમેં રૂપિયા લઈ શકો છો કારણકે કેસ તમારો ખોટો છે. હવે કીધું બિચારાને જવા દે ને ગરીબ માણસ, આંહીં તો કુદરતે એવું બની ગયું કોઈ એવો માણસ નીકળ્યો કે એ પોલીસને મારી નાખ્યો, કોઈ એનો દુશ્મન હશે કોઈ, મારી નાખ્યો અમે તો કીધું નહિ ગરીબ માણસ બિચારા આ એમ કે મારા સાતમેં ગયા તો, આંહી તે મારે ક્યાં તુટો પડવાનો છે આંહી શું કહેવું છે, કે ત્રણ કલાક સાચી વાત હતી તે જોવામાં ધ્રુજ નહોતી કાંઈ, મોટી કોર્ટ છે વડોદરાની બહાર છે મોટા ઝાડ ને મોટી પ્રેસીડેન્ટની ઓલી એનો ઓલો પંખો હોય છે ને મોટો આવો આ પંખો નહિ, પણ લુગડાનો મોટો જબ્બર બહારથી દોરી ખેંચે ને ત્યાં ત્રણ કલાક સુધી ઉભું રહેવું પડયું, પણ સત્ય હતું. એમ આ સત્ય વાત છે. એમ આ ભગવાન પરમાત્મા સંતો જગતને સની જાહેરાત કરે છે માર્ગ આ છે બીજો નથી. આહાહા! સમજાણું કાંઈ? આહાહાહા ! કહે છે પ્રભુ એક વાર સાંભળ, ભગવાન તું આત્મા છો ને આનંદ ને જ્ઞાનસ્વરૂપ, એવું જેને પુણ્ય ને પાપના ભાવથી જુદાઈનું ભાન થયું, તો એ જ્ઞાનમાત્રથી જ બંધન અટકી ગયું એને, ન અટકે તો હું પ્રશ્ન તને કરું છું કહે છે, એમ કહે છે, કોર્ટ ચલાવી છે આ. ઓલી કોર્ટ તો મોટી કોર્ટ હતી, આ આત્મા ને આસવોનું ભેદજ્ઞાન છે એ અજ્ઞાન છે કે જ્ઞાન? આ પ્રશ્ન પડ્યો, પૂછયો, ત્યારે કહે છે કે જો અજ્ઞાન છે એમ તું કહે, તો તો એ પુણ્ય ને પાપના ભાવથી જુદો પડ્યો નથી માટે તે અજ્ઞાન પ્રવર્તે છે એમાં, જુઓ આ કોર્ટના ન્યાય આ વીતરાગ સર્વજ્ઞની કોર્ટ છે કોલેજ છે, આ કોલેજ છે સર્વજ્ઞની. અમે પૂછીએ છીએ, ભગવાન ચૈતન્ય જ્યોત પ્રભુ આત્મા જ્ઞાન સાગર, શાશ્વત વસ્તુ એવું જેને પુણ્ય ને પાપના વિકલ્પની લાગણીથી ભિન્ન ભાન થયું, એ ભાનવાળાને બંધન અટકી ગયું, એ જ્ઞાનમાત્રથી બંધન અટકી ગયું. જ્યાં ભાન થયું કે અરે, હું તો ચૈતન્ય શુદ્ધ ને આ તો અશુદ્ધતા ભિન્ન એવા ભાન માત્રથી એને સંસારનું રખડવું અટકી ગયું અને જો રખડવું અટકે નહીં તો અમે તને પૂછીએ છીએ કે જે પુણ્ય ને પાપના ભાવથી ભિન્ન જ્ઞાન થયું આત્માનું, એ જ્ઞાન છે કે અજ્ઞાન? ઓલો કહે કે અજ્ઞાન છે, તો આત્મા અને આગ્નવોના અભેદ જ્ઞાનથી તેની કાંઈ વિશેષતા ન થઈ. જો અજ્ઞાન છે તો પુણ્ય ને પાપના ભાવને આત્માની જુદાઈ તો કાંઈ ન થઈ, એ ભેદજ્ઞાન જ થયું નથી, ન્યાય સમજાય છે? ન્યાયમાં નિ' ધાતુ છે, ન્યાય કોર્ટ Page #100 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૭૨ ૮૫ આ ન્યાય સર્વશના ઘરનો ન્યાય છે, ન્યાય એટલે “નિર્ધાતું છે. વસ્તુનું જેવું સ્વરૂપ છે તેમાં તેને લઈ જવું દોરી જવું. એનું નામ ન્યાય, આ સરકારના ન્યાય એ તો જગતના ઘડેલા એના સરકારે. આ તો વસ્તુનો ન્યાય નિ' ધાતુ ન્યાયમાં લઈ જવું, જેવું સ્વરૂપ છે તેમાં જ્ઞાનને દોરી જવું અને વિકારથી ખસી જવું. આહાહાહાહા ! આંહી પૂછે છે કે, ભેદજ્ઞાન થતાં કર્મનું બંધન અટકી જાય, જ્ઞાનમાત્ર થતાં, ઓળખાણ જ્યાં થઈ કે આ તે મારી મા, ત્યાં વિકારની લાગણીથી આવ્યો તો એકદમ બંધ એમ જે પુણ્ય ને પાપના વિકૃત ભાવ એનાથી ભગવાન ચૈતન્ય શાશ્વત ભિન્ન છે એમ ભાનમાત્ર જ્ઞાન થતાં જ એને સંસારનું રખડવું અટકી જાય છે, જો અટકતું ન હોય તો હું પ્રશ્ન કરું છું. સંત કહે છે, આચાર્ય કહે છે, કે એ ભેદજ્ઞાન અજ્ઞાન છે કે જ્ઞાન? જો તું અજ્ઞાન કહે તો તું પુણ્ય-પાપમાં પ્રવર્તે છે એ ભેદજ્ઞાન તો થયું નહિ. એ શુભ-અશુભ ભાવમાં પ્રવર્તે છે એને ભેદજ્ઞાન તો થયું નહિ માટે આ જ્ઞાન છે એ ખોટું છે, અભેદજ્ઞાનથી તેની કાંઈ વિશેષતા નથી. પુણ્ય ને પાપના ભાવ વિકારી અને નિર્વિકારી પ્રભુ બેની એકતા જે છે એમાં જુદાઈ તો પડી નહિ અભેદજ્ઞાન બેનું અભેદ થઈ ગયું. પુણ્ય-પાપ ને આત્મા બે ય એક થયા અજ્ઞાનમાં તો એને જુદાઈ થઈ નહીં બીજો પ્રશ્ન “જો એ જ્ઞાન છે શુભ-અશુભ ભાવ જે છે વિકૃત અવસ્થા એનાથી જ્ઞાનાનંદ નિત્ય શાશ્વત પ્રભુ ભિન્ન છે એવું જો જ્ઞાન છે” તો એ જ્ઞાન છે એ આસવમાં પ્રવર્તે છે કે તેમનાથી નિવત્યું છે? આ તો કોર્ટના કાયદા છે મોટા, જો એ જ્ઞાન છે, તો એ પુણ્ય-પાપના ભાવમાં પ્રવર્તે છે કે નિવર્યું છે? જો પ્રવર્તતું હોય તો તે જ્ઞાન નથી. એને જ્ઞાન થયું જ નથી. આહાહાહા ! આવી વાતું છે બાપા! અરેરે! હિન્દુસ્તાનની આત્મવિધા લોપ કરી નાખ્યો લોકોએ, આ વસ્તુ સ્થિતિ છે. વિધમાન વસ્તુ ભગવાન એની વિધા નામ આત્મવિધા ત્રિકાળી ભગવાન આત્મા વિધમાન એક નિત્ય વસ્તુ શાશ્વત છે, અણ કરેલી, અવિનાશી એવી એ ચીજ આત્મા શાશ્વત છે, એનું જે જ્ઞાન તે આત્મવિધા, એ હિન્દુસ્તાનની મૂળ એ ચીજ હતી એ ચીજ અત્યારે ગોટે ઉઠી ગઈ છે. અન્યમાં તો છે જ નહિ વિલાયત ને લંડન ને બધે આફ્રિકા ને, એય! આ અમારે આફ્રિકામાં રહ્યા. આંહીનું આફ્રિકામાં મંદિર થયું છે ને હમણાં જેઠ સુદ અગિયારસે પંદર લાખનું મંદિર કરાવ્યું છે આ લોકોએ આ બધા ગૃહસ્થ છે સાંઈઠ સીત્તેર લાખ રૂપિયા છે એની પાસે એવા એવા ત્યાં સાંઈઠ ઘર છે, નૈરોબી આફ્રિકા, આ ખ્યાંથી આવ્યા છે ભાઈ પંદર લાખના મંદિરનું જેઠ સુદ અગિયારસે મુરત કર્યું છે પંદર લાખનું મંદિર કરવાના છે, વિનંતી કરવા આવવાના છે હવે થાય, (તે ખરું) શરીર તો હવે મોળું પડી ગયું છે પ્લેનમાં જાવું પાછું પાંચ કલાક. આંહી તો શું કહેવું છે ? એ વિકારભાવ ને આત્મસ્વભાવ સ્વદેશ, આહાહા.... ઝીણી વાત છે પ્રભુ, એ આપણે આવી ગયું છે, બેનમાં કે ચૈતન્ય બપોરે પછી વાંચતો'તો ને આ આત્મા આનંદ ને જ્ઞાનસ્વરૂપ આનંદ, શ્રદ્ધા, શાંતિ આદિનો સ્વભાવ એ એનો સ્વદેશ છે, એ એનો સ્વદેશ છે અને પુણ્ય ને પાપના વિકલ્પો આવે એ પરદેશ છે. આહાહાહા ! અરે ભગવાન આનંદનો નાથ પ્રભુ સત્ શાશ્વત ચિ જ્ઞાન ને આનંદ, એ અમારો દેશ છે, એ અમારું સ્થાન છે, એ અમારી જમીન છે, એ અમારી ભૂમિ છે. એ અમારો ત્યાં પરિવાર વસે છે. આ જ્ઞાન Page #101 -------------------------------------------------------------------------- ________________ ८६ સમયસાર સિદ્ધિ ભાગ-૪ આનંદ શાતિ આદિ પરિવાર વસે છે અંદરમાં. અરરર! એમાંથી જ્યાં પુણ્યનો ભાવ આવે દયા દાનનો એ પણ વિકાર છે ત્યાં એમ થાય છે, અરેરે! અમે અમારા સ્વદેશમાંથી નિકળીને પરદેશમાં ક્યાં આવ્યા? આકરું કામ છે. એ આપણે વાત આવી ગઈ છે. ૪૦૧ (બોલ) બેનના વચન છે ને? ૪૦૧ હોં, લ્યો ૪૦૧ છે. “આ વિભાવભાવ અમારો દેશ નથી.” કોણ? પુણ્ય ને પાપ દયા, દાન, વ્રત, ભક્તિનો ભાવ અને હિંસા, જૂઠું, ચોરી, વિષયભોગનો ભાવ એ આત્માનો સ્વભાવ નથી આ અમારો, બેન છે એક અહીંયા, સરદારજી, બેન છે, એમના વચનો છે આ બધા હમણાં પુસ્તક થઈ ગયા છે. છે ને ઉપર? આ વિભાવ અમારો દેશ નથી, છે? આ પરદેશમાં અમે ક્યાં આવી ચડયા. અંદરમાં શુભભાવ આવે એ પરદેશ છે વિભાવ છે, સ્વદેશ નહિ. છે? અમને અહીં ગોઠતું નથી. શુભ ને અશુભ ભાવ પણ અમને ગોઠતો નથી, એ તો વિકાર છે. અમારો દેશ તો આનંદસ્વરૂપ જ્ઞાન શ્રદ્ધા આનંદ પડયો છે અંદર, અરેરે ! આ વિકલ્પમાં ક્યાં આવી પડ્યા? છે? અહીં અમારું કોઈ નથી જ્યાં જ્ઞાન, આત્મામાં જ્ઞાન, શ્રદ્ધા, આનંદ ચારિત્ર, સ્થિરતા ને આનંદ, વીર્ય, પુરુષાર્થ અનંતગુણરૂપ અમારો પરિવાર વસે છે અંદર. આત્મામાં અનંત શક્તિ ને ગુણરૂપ પરિવાર વસે છે તે અમારો સ્વદેશ છે. અમે હવે સ્વરૂપ સ્વદેશ તરફ જઈ રહ્યા છીએ. આહાહા! એક પુસ્તક આપજો એમને હવે આવ્યા તો આપો તો ખરા એક વાંચશે સરદારજીને. અમારે ત્વરાથી અમારા મૂળ વતનમાં જઈને, મૂળ વતન અંદર જ્ઞાન, દર્શન ને આનંદ એ અમારું મૂળ વતન છે. એ અંદરમાં દયા, દાન, વ્રત, ભક્તિના પરિણામ આવે એ અમારું વતન નહીં. અમારા વતનમાં જઈ નિરાંતે વસવું છે જ્યાં અમારા બધા છે. ઝીણી વાત છે બાપા. મારગ કોઈ, અત્યારે તો બહુ વીંખાઈ ગયો છે બહુ, બધું જોયું છે ને? અમે તો બધા મોટા મોટા મહાત્માને મળ્યા છીએ ને બધાયને. આહાહા ! આંહી કહે છે પ્રભુ એકવાર સાંભળ, વસ્તુ જે વસ્તુ જે આત્મા વસ્તુ છે શાશ્વત જેમાં જ્ઞાન, આનંદ ને શાંતિ ભર્યા છે, એ ચીજ એ સ્વદેશ છે અને એમાંથી પુણ્ય ને પાપના વિકલ્પો ઊઠે છે વૃત્તિઓ ઊઠે છે, એ પરદેશ વિભાવ છે. એ વિભાવનું ને સ્વભાવનું જ્યાં ભેદજ્ઞાન થયું, જુદું ભાન થયું એ જ્ઞાન છે કે અજ્ઞાન? કે જુઓ એને અજ્ઞાન કહે તો તો એ પુણ્ય-પાપમાં વર્તે છે, એમાં કાંઈ ભેદ પડ્યો નથી. જો તેને જ્ઞાન કહે તો એ જ્ઞાન પુણ્ય-પાપમાં વર્તે છે કે ભિન્ન પડીને વર્તે છે? કે પુણ્ય ને પાપમાં વર્તે છે તો એ જ્ઞાનેય નહિ. આહાહાહાહા ! છે? આસવોમાં પ્રવર્તે છે કે તેમનાથી નિવ છે? આસવમાં પ્રવર્તે છે તોપણ તે આત્મા અને આસવોના અભેદત્વથી અભેદ થઈ ગયું, ભેદ તો રહ્યું નહિ. તું એને જ્ઞાન કહે અને વળી પુણ્યપાપના બંધમાં ને આસ્રવમાં વિકારમાં વર્તે તો એ જ્ઞાન ન રહ્યું, એ જ્ઞાન ન થયું, ન્યાય સમજાય છે? આ તો લોજીકથી વાત છે બાપુ આ તો. અરેરે ! એ વાતો ક્યાં છે ભાઈ. જો તું એને જ્ઞાન કહે, અને છતાંય એ જ્ઞાન પુણ્ય-પાપમાં વર્તે, તો એ જ્ઞાન જ નથી. જો અજ્ઞાન કહે તો તો પુણ્યપાપમાં વર્તે છે તો ભેદજ્ઞાન તો છે જ નહિ ત્યાં, જ્ઞાન કહે અને પુણ્ય-પાપમાં વર્તે તોય એ જ્ઞાન નથી. અને જો આસ્રવોથી નિવર્યું છે, જો એ જ્ઞાનસ્વરૂપ ભગવાન આત્મા ચૈતન્ય છું, જ્ઞાનસ્વભાવી વસ્તુ મારો સ્વભાવ જાણક પ્રજ્ઞાસ્વરૂપ એવું જે જ્ઞાન થયું એ જો આસ્રવમાં પ્રવર્તે Page #102 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૭૨ તો એ જ્ઞાન નહિ, અને નિવર્યું છે. આહાહાહા..... આસવથી નિવર્યું છે આ તો જ્ઞાનથી જ બંધનો નિરોધ સિદ્ધ થઈ ગયો. જ્ઞાનસ્વભાવી ભગવાન આમ જ્યાં રાગથી ભિન્ન પડયું જ્ઞાન એ જ્ઞાન આસવમાં પ્રવર્તતું નથી તે તો જ્ઞાન-જ્ઞાનમાં પ્રવર્તે છે, તેથી તે જ્ઞાનમાત્રથી કર્મબંધન અટકી જાય છે. આવી વાતું. દુનિયાની જાતમાં હવે એને એ વાતું કરે કોક આમ કરે ને કોઈ આમ બાકી મારગડા જુદા ભાઈ. પરમ સત્ય એના ભણકારા જુદી જાતના છે ભાઈ. આહાહાહા ! આમ સિદ્ધ થવાથી અજ્ઞાનનો અંશ એવા ક્રિયાયનું ખંડન થયું. શું કીધું ? કે અંદર દયા, દાન ને વ્રત ભક્તિના પરિણામ કરતાં કરતાં કલ્યાણ થશે, એનો નિષેધ કર્યો. કારણ કે એ અજ્ઞાનનો અંશ છે એ રાગ છે એમાં જ્ઞાન નથી, એ ક્રિયા રાગની છે. શું લોજીક ને ન્યાયથી સિદ્ધ કરી છે વાત. જો એ જ્ઞાનમાત્ર થયું, એમાં રાગ ને પુણ્ય પાપના પરિણામ જે છે એ ક્રિયા છે રાગની અને એનાથી ભિન્ન પડેલું જ્ઞાન એમાં પ્રવર્તે નહિ, પ્રવર્તે આ પોતામાં એથી જે કોઈ રાગની ક્રિયા દયા, દાન, વ્રત, ભક્તિના પરિણામથી કલ્યાણ થાય એમ માને તો એ અજ્ઞાનનો અંશ ક્રિયાનનું ખંડન કર્યું. એ ચીજ ખોટી છે, એનાથી કલ્યાણ છે નહિ. આરે! આહાહાહા ! અજ્ઞાન ને ક્રિયાયનું ખંડન, ક્રિયા એટલે રાગ એ રાગ છે ને દયા ને વ્રત ને ભક્તિ ને પૂજા ને ભગવાનનું સ્મરણ એ બધી વિકલ્પની વૃત્તિનું ઉત્થાન છે-ઉત્થાન છે એ રાગ છે. એ રાગની ક્રિયાનું ખંડન કર્યું એ કાંઈ ધર્મ નથી. એક વાત. વળી જે આત્મા ને આસવોનું ભેદજ્ઞાન છે તે પણ જો આસવથી નિવત્યું ન હોય તો તે જ્ઞાન જ નથી, શું કહ્યું એ ? કાંકરા ને ઘઉં બે જુદા પાડયા, એ ઘઉં ઘઉંમાં રહ્યા કાંકરા ભિન્ન, એમ પુણ્ય-પાપના વિકલ્પોની વૃત્તિઓ રહી એ કાંકરામાં પાડ (રાખ) અને ભગવાન જ્ઞાનસ્વરૂપ પોતે ચૈતન્ય છે તેમાં ઠર્યો. એવા જ્ઞાનથી જ આસ્રવોથી નિવૃત્તિ થઈ ગઈ. “અને જો આસવથી નિવૃત્ત ન હોય તો તે જ્ઞાન જ નથી.” એ શું કહ્યું? ઘારણામાં આવ્યું કે આ પુણ્ય-પાપના ભાવ જુદા છે અને આત્મા જુદો છે એવી ધારણા થઈ પણ એ ધારણા થઈ પણ એ જ્ઞાન પાછું પ્રવર્તે છે પુણ્ય-પાપમાં. આહાહાહા ! ઝીણી વાત છે પ્રભુ. આહાહા ! કહે છે કે એ શુભ-અશુભની લાગણીઓની વૃત્તિઓ ઊઠે એમાં જો જ્ઞાન પ્રવર્તતું હોય તો તો અજ્ઞાન છે એ તો, ભલે જાણપણું થયું એના ખ્યાલમાં આવ્યું પણ ખ્યાલમાં આવ્યા છતાં પ્રવર્તે છે તો રાગમાં, પુણ્ય-પાપમાં તો એ જ્ઞાન જ નહિ. આહાહાહા ! શું કહે છે? ફરીને બે ત્રણ વાર ચાર વાર કહીએ ત્યારે માંડ (પકડાય). ચૈતન્યસ્વરૂપ વસ્તુ ભગવાન જ્ઞાનમૂર્તિ આત્મા શાશ્વત અને પુણ્ય-પાપના કૃત્રિમ વિકલ્પ ભાવ, એણે જાણ્યા ખ્યાલમાં આવ્યો, પણ ખ્યાલમાં આવ્યા છતાં એ જ્ઞાન, ન્યાં ને ત્યાં વર્તે છે તો એ જ્ઞાન જ નથી, એટલે જાણપણું થયું એટલે કે મને હવે જ્ઞાન સમ્યક્ થયું એવા એકાંત જ્ઞાનનયનું ખંડન કર્યું. શું કહ્યું? પહેલું એમ કહ્યું કે શુદ્ધ ચૈતન્યમૂર્તિ ધ્રુવ વસ્તુ અને પુણ્ય-પાપના કૃત્રિમ વિકારી ભાવ એનો એનાથી ધર્મ માને કોઈ તો એનો આંહી નિષેધ કર્યો પણ દયા, દાન, વ્રત આદિના વિકલ્પો છે એ તો રાગ છે અને રાગથી પ્રભુ ભિન્ન છે તો ભિન્નનું ભાન નથી ને રાગમાં પ્રવર્તે છે, એ તો ધર્મ નથી. એક વાત. Page #103 -------------------------------------------------------------------------- ________________ સમયસાર સિદ્ધિ ભાગ-૪ હવે કોઈ કહે કે ક્રિયાનયનું ખંડન કર્યું, હવે જ્ઞાનનયનું ખંડન એટલે ? કે એ જે શુભઅશુભ ભાવ છે અને આ હું જુદો છું એવો એક જાણપણામાં, ખ્યાલમાં આવી વાત પણ ખ્યાલ રાખી વર્તે છે પાછો તેમાં ને તેમાં, તો એ જ્ઞાન નથી. ન્યાય સમજાય છે ? આ તો કોર્ટ મુકી છે કોલેજની. કેટલુંક ભણેલો હોય પછી કોલેજમાં જાય ને ? કેટલુંક–કેટલુંક જાણપણું હોવું જોઈએ તો આ પકડાય એવી વાત છે. શું કહ્યું ઈ ? કે આત્મા જે શુદ્ધ ચૈતન્યઘન પ્રભુ અને પુણ્ય-પાપના વિકલ્પો વિકાર, એ વિકા૨થી કોઈ ધર્મ માનતા હોય તો ત્યાંથી નિવર્તે તો ધર્મ થાય એમ કહી ને એનું ખંડન કર્યુ. ८८ બીજી વાત. એ કોઈ જાણપણાનું નામ ધરાવી અને અમને જ્ઞાન છે પણ અમે શુભ-અશુભ ભાવમાં પ્રવર્તીએ છીએ તો એ જ્ઞાન એકાંત જ્ઞાન ખોટું છે, તો એ જ્ઞાનનયનું ખંડન કરી નાખ્યું. આહાહા ! ( શ્રોતાઃ– જ્ઞાનનય અને નિશ્ચયાભાસ એમાં કાંઈ ફેર ખરો ) એ એક જ થયું. એક જ. “કોઈ ક્રિયા જડ થઈ રહ્યા અને શુષ્ક જ્ઞાનમાં કોઈ, '' માને મારગ મોક્ષનો ને કરૂણા ઉપજે જોઈ,” આ શ્રીમનું વાક્ય છે, શ્રીમદ્ રાજચંદ્ર, કોઈ ક્રિયા જડ થઈ રહ્યાં, કોઈ દયા, દાન, વ્રત, તપ ને ભક્તિભાવથી ધર્મ માનનારા એ ક્રિયા જડ છે અને શુષ્ક જ્ઞાનમાં કોઈ, અને જ્ઞાનની વાતો કરે પણ પુણ્ય ને પાપથી ભિન્ન પાડતો નથી ને સ્વભાવમાં આવતો નથી, તે શુષ્ક જ્ઞાની, લુખો જ્ઞાની, ખોટો છે. આહાહાહા ! (શ્રોતાઃ– ધા૨ણા જ્ઞાનની આવી કિંમત ?) હા, એવું તો અગિયાર અંગનું જાણપણું અનંતવાર થયું છે, એમાં આવ્યું નહોતું એને ખ્યાલમાં અનંતવાર–અનંતવા૨ ભણ્યો છે. ખ્યાલમાં તો આવ્યું'તું ને કે રાગ ને આ બે જુદા કહે છે. એટલું જ્ઞાનની ઘારણામાં આવ્યું'તું, પણ જ્ઞાન રાગથી નિવત્તિને અંદરમાં પ્રવર્તે છે એ પ્રગટયું નહોતું, ભેદ કરીને એ જ્ઞાનનયનું ખંડન કર્યું એકલો જાણપણું નામ ધરાવે અને અંદર જ્ઞાનમાં ન જાય અને પુણ્ય-પાપમાં પ્રવર્તે તો એ જ્ઞાન નથી. એય ! આ તો ( શ્રોતાઃ- વારંવાર નક્કી કરવા જેવું છે ) બાપા કરવા જેવું એ છે ભાઈ. આવો મનુષ્ય દેહ મળ્યો અરે આ નહિ કરે તો ક્યાં જઈશ તું ? તું તો આત્મા અનાદિ રહેવાનો છું, દેહ છુટીને પણ કયાંક તો જાશે ભાન નથી તો ક્યાંક જાશે રખડવા, માટે આ તો એને શબ્દનું ભાન કરવું પડશે. ક૨વું પડશે નહિ ? વસ્તુનું સ્વરૂપ જ છે એ રીતે જાણવું પડશે. આહાહા ! એ કલ્યાણ છે ભાઈ, દુનિયા તો અનેક પ્રકારે આમ લોકની સેવા કરવી લોકનું આ કરવું, બધાને કરૂણા ક૨વી બીજાને આહા૨પાણી દેવા, ભૂખ્યાને આહા૨પાણી દેવા, તરસ્યાને પાણી દેવું, મકાન ન હોય એને મકાન દેવા, એ બધી ક્રિયામાં ધર્મ નથી. એ રાગની ક્રિયા પુણ્યની છે. આકરી વાત છે ભાઈ. હોં માર્ગ તો ૫૨મ સત્ય જ આ છે. “એક હોય ત્રણ કાળમાં ૫૨માર્થનો પંથ ” મારગ દુનિયાને કાને ન પડે ને સાંભળવામાં મળ્યો નથી માટે કાંઈ સત્ત થોડું પલટી જાય એવું છે ? આહા ! આંહી એ કહે છે જો તેને તું જ્ઞાન કહે અને એ જ્ઞાન આસવમાં પુણ્ય-પાપમાં પ્રવર્તે, તો એ જ્ઞાન જ નથી. આહાહાહા ! આવું સ્વરૂપ છે, સાંભળવામાં મુશ્કેલ પડે, ઓલો ઉપદેશ એવો હોય કે આમ કરો, આમ કરો, દેશ સેવા કરો, દેશ માટે શહિદ થઈ જાવ, મરે છે ને ? આ દેશ Page #104 -------------------------------------------------------------------------- ________________ ૮૯ ગાથા-૭૨ માટે નહિં મરે ને? બધું ઘણું જોયું છે. આહાહા ! (શ્રોતા:- આપ પુણ્યને ઉડાવો છો કેમ, પુણ્યથી આગળ વધવાનું કહો.) એ પુણ્ય છે એ રાગ છે માટે ભિન્ન પાડ તો આગળ વધ્યો કહેવાય. આવી વાત બાપુ. આહાહાહા ! આખી દુનિયા સલવાઈ ગઈ છે ક્યાંક-ક્યાંક-ક્યાંક-ક્યાંક સાંગો ફાગો કહે સલવાણા, ક્યાંક કોઈ પુણ્યમાં સલવાણા ને કોઈ દેશસેવામાં ને આમાં ને તેમાં અમે દુનિયાની સંભાળ રાખીએ છીએ ને દેશને સુખી કરવાના પંથે છીએ ને બધી ભ્રમણા છે અજ્ઞાનીની. આહાહા! સુખી થવાનો પંથ તો પ્રભુ તારામાં છે. આહા ! એ પુણ્ય-પાપના ભાવથી રહિત પ્રભુ આત્મા આનંદસ્વરૂપ છે. વસ્તુ છે એ અતીન્દ્રિય આનંદસ્વરૂપ છે, એ આનંદ સ્વરૂપમાં રાગથી ભિન્ન પડીને અંદરમાં આનંદમાં આવવું આ એનું નામ ધર્મ છે, બાકી બધી વાતું થોથા છે, પછી કરોડો રૂપિયા ખર્ચે ને કરોડોના મંદિર બનાવે ને પ્રતિમાઓ બનાવે ને મોટા વીર રથયાત્રા ને ગજરથ કરે છે ને ? ગજરથ કરે છે, દિગંબરમાં પાંચ પાંચ લાખ ખર્ચાને, કરોડ ખરચે ને ધૂળમાં ન્યાં ક્યાં ધર્મ હતો? આહાહાહા ! ભાવ શુભ હોય ત્યાં, પુણ્ય થાય, પુણ્ય એ બંધનનું કારણ છે. કહો દેવીલાલજી! બેય વાત આવી, રાગથી ધર્મ માનનારાઓ એ ક્રિયાનયવાળાનું ખંડન કર્યું, અને જ્ઞાન ને જાણપણું કરે અને રાગમાં પ્રવર્તે, તો એ જ્ઞાન એકાંત જ્ઞાનનું ખંડન કર્યું, એ જ્ઞાન એને કહીએ કે જે રાગથી નિવર્તિ અને પ્રવૃત્તિ છોડીને અંદરમાં જાય તેને જ્ઞાન કહીએ. નહીંતર તો જ્ઞાન લુખા-શુષ્ક જ્ઞાની છે. આહાહાહા ! કહો શાંતિભાઈ ! આવું છે. આટલી લીટીમાં કેટલું ભર્યું છે આ તો. આ તો સિદ્ધાંતો છે ને મંત્રો છે પ્રભુ. જાગતે જાગતી જ્યોતિ પ્રભુને જગાડવાના મંત્રો છે આ તો. પણ આકરા પડે બહુ પ્રવૃત્તિ અત્યારે એટલી વધી ગઈ. ઓહોહોહો... જાણે કોઈ ને વસ્ત્ર ન હોય તેને વસ્ત્રના ઢગલા આપીએ, ગાડાના ગાડા ભરીને વસ્ત્ર આપે છે ને અહીંયા પાલીતાણામાં એવું બહુ કે સાધુઓ માટે ગાડાના ગાડા ભરીને લઈને આપે છે. હા છે ને આંહી છે બધું જોયું છે એ શુભભાવની ક્રિયા જે છે એને ધર્મ માને છે તે તો મિથ્યાષ્ટિ, જૂઠી દૃષ્ટિવાળો છે. આહાહાહા! એ રાગની ક્રિયાથી દેહની ક્રિયા તો જડ છે આ તો માટી છે. આમ હાલે ચાલે એ તો જડની એને કારણે ચાલે છે, આત્માથી આમ આમ થાતું નથી કાંઈ, એની પર્યાય છે. ઝીણી વાત છે જરી. પરમાણું છે અસ્તિ જગતનું તત્ત્વ છે પરમાણું અજીવ એની અવસ્થા આમ આમ થાય એ એની પર્યાય છે અહીં. આત્મા એની પર્યાય કરી શકતો નથી. એની વાત તો એકકોર રાખો, પણ અંદરમાં જે કાંઈ શુભ કે અશુભ ભાવ થાય, એ મારું કર્તવ્ય છે ને હું એનો કર્તા છું ત્યાં સુધી તે મિથ્યાર્દષ્ટિ અજ્ઞાની મૂંઢ છે. સમજાણું કાંઈ ? આહાહા ! એ પ્રભુ અંદર શાશ્વત ચૈતન્યમૂર્તિ જ્ઞાનનો પુંજ છે, આનંદનો સાગર છે સ્વભાવનો, અનંત અનંત શક્તિનો સંગ્રહાલય, મકાનનું સ્થાન છે, અનંત, અનંત શાંતિ આદિનો એ ગોદામ આત્મા છે. અરેરે ! એ કેમ બેસે રે. એક બીડી બે સરખી પીવે જ્યારે સીગારેટ આમ ત્યારે ભાઈ સાહેબને દસ્ત ઉતરે પાયખાને, આટલા તો અપલખણ છે. હવે આપણે તો જીંદગીમાં બીડી પીધી નથી પણ બધા પાયખાને જાય બે પીવે ત્યારે દસ્ત ઉતરે આવા તો અપલખણ હવે એને એમ કહેવું ભગવાન તારું સ્વરૂપ અંદર આનંદ Page #105 -------------------------------------------------------------------------- ________________ ૯૦ સમયસાર સિદ્ધિ ભાગ-૪ ને જ્ઞાનનો સાગર છે હોં. આહાહા ! એ પુણ્ય-પાપના પરિણામ પ્રભુ તારા નહિ, તારી ચીજ નહિ, તો વળી આ ચીજ બહારની બાઈડી, છોકરા ને કુટુંબ ધૂળ ધમાહ, પૈસા કરોડપતિ ને અબજપતિ ને એ તો બધા જડપતિ છે. આહાહાહા. આ તો આનંદનો સાગર ભગવાન પુણ્ય ને પાપથી ભિન્ન એનો જે સ્વામી થાય તે આત્મસ્વામી છે. સ્વાસ્વામી સંબંધ, ભાઈ આવે છે ને? આત્મામાં એક ગુણ છે, સ્વઆત્મા શુદ્ધ ચૈતન્યમૂર્તિ અનંતજ્ઞાન આદિ સ્વ એનો સ્વામી એનો આત્મા સ્વામી છે, પરનો નહિ, આહાહા.... પત્નિ પતિને પતિદેવ કરીને બોલાવે ત્યાં ઓલો રાજી રાજી થઈ જાય. પતિદેવ, પતિ એને ધર્મપત્ની કરીને બોલાવે ધર્મ ક્યાં હતો ધૂળમાં પણ ધર્મપત્ની તરીકે બોલાવે. આ બધા પાગલના લખણ છે, એય કદી પત્નિ હતી કે દિ’ તારી, એ તો પરઆત્મા છે, પરવસ્તુ છે. અને પતિ તારો ક્યાં હતો એ તો પર આત્મા પર છે એની તો કાઢી નાખી વાત પણ અંદરમાં એની ભૂલથી જે પુણ્ય ને પાપના ભાવ થાય, એનો સ્વામી થાય એ પણ મિથ્યાબુદ્ધિ અજ્ઞાન છે. આહાહાહા ! આરે આવી વાતું હવે, શું થાય? વસ્તુ તો સત્ય તો આ રીતે છે ભાઈ, એ સત્યને બીજી રીતે કોઈ રીતે ખેંચીને ઉંધુ કરે તે થાય એવું નથી. આહાહાહા ! એ આંહી કહ્યું. ક્રિયાનયનું ખંડન કર્યું એ રાગની ક્રિયા દયા, દાન, વ્રત, ભક્તિ સેવા કરવાથી આપણું કલ્યાણ થશે, એ અજ્ઞાનીઓનો નિષેધ કર્યો કે એ તારી વાત ખોટી હતી. એમ જાણપણાનું નામ ધરાવી અને વળી પુણ્ય ને પાપમાં પ્રવર્તે એ નિવ નહિ, તો એ જ્ઞાનનયનું ખંડન કર્યું કે એ તારું જાણપણું જૂઠું પડયું. આહાહાહા ! “કોઈ ક્રિયા જડ થઈ રહ્યા” એ રાગની ક્રિયા કરીને ધર્મ થઈ ગયો, ધર્મ થઈ ગયો, ભગવાનની પૂજા કરીને ભગવાનની સેવા કરી ને આરતી ઉતારી આરતી જય નારાયણ. એમાં શું થયું દાળીયા ? એ તો રાગ છે, વૃત્તિનું ઉત્થાન છે. એમાં ધર્મ માનવો એ તો મહા અજ્ઞાન છે. આકરી વાત પ્રભુ! સમજવા માટે વખત જોઈશે પ્રભુ. એને આવી ચીજ તો અપૂર્વ અપૂર્વ વાત છે, પૂર્વે કદી કર્યું નથી, સાંભળ્યું નથી. આહાહાહા! એ ક્રિયાનય ને બેયનું ખંડન કર્યું વિશેષ કહેશે. (શ્રોતા- પ્રમાણ વચન ગુરુદેવ) પ્રવચન નં. ૧પ૩ ગાથા-૭૨ તા. ૨૭/૧૨/૭૮ બુધવાર માગશર વદ ૧૩ સમયસાર કર્તા કર્મ અધિકાર ગાથા ૭૨. હવે પૂછે છે કે જ્ઞાનમાત્રથી જ બંધનો નિરોધ કઈ રીતે છે, પહેલું એ આવી ગયું છે, કે આત્મા અનાદિથી રાગદ્વેષના જે પરિણામ છે તેનો કર્તા થઈ અને તેનું તે કર્મ છે એમ માને છે. અને જ્ઞાતાદેખાની જે અવસ્થા છે, તેનો ત્યાગ કરીને, એટલે કે અવસ્થા હતી થઈ છે ને એનો ત્યાગ કરીને એમ નહિ પણ આત્મા તો જ્ઞાન, દર્શન ને આનંદનો કંદ છે, તો એની અવસ્થા તો ખરેખર તો જાણવું દેખવું એ અવસ્થા થવી જોઈએ, પણ એ અવસ્થાનો ત્યાગ કરી એટલે કે એ અવસ્થાને ઉત્પન્ન ન કરતાં પુણ્યના પરિણામ આદિના ભાવ તેનો કર્તા પ્રતિભાસે છે અને એ રાગ મારું કર્મ છે તેમ તેને ભાસે છે અજ્ઞાનપણામાં, બેની જુદાઈને ન જાણતાં રાગનો ભાવ ને સ્વભાવભાવ બેનો વિશેષ અંતર ભિન્ન ન જાણતાં બેમાં એકપણે જે પ્રવર્તે છે, એ અજ્ઞાની Page #106 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૭૨ વિકા૨ના કર્તાપણે ભાસે છે ને વિકાર તેનું કાર્ય છે. પછી ૭૧માં એમ કહ્યું કે જ્યારે આત્મા સ્વભાવની સન્મુખ થઈને વિભાવથી વિમુખ થઈને જ્ઞાતાદૃષ્ટાપણે ભાસે છે, ત્યારે તેને ક્રોધરૂપે ભાસતો નથી. શું કહ્યું ઈ ? જ્યારે આત્મા રાગથી ભિન્ન પડી અને આત્માના જ્ઞાન, દર્શન ને આનંદના પરિણામને કરે છે ત્યારે તેને જ્ઞાતાદેષ્ટાના પરિણામ માલૂમ અનુભવમાં માલૂમમાં આવે છે, ત્યારે તેને સ્વભાવથી વિરુદ્ધ એવો જે વિભાવ તેનું કર્તાપણું ત્યાં ભાસતું નથી એટલે હોતું નથી, ભાસતું નથી પાઠ એવો શબ્દ છે અંદર, એનો અર્થ કે હોતું નથી. આહાહા ! ૯૧ રાગનો વિકલ્પ જે પર્યાયબુદ્ધિમાં છે તેનાથી ભિન્ન પડીને ચૈતન્યસ્વભાવનું જ્યાં પરિણમન થાય છે ત્યારે તેને જ્ઞાતાદ્રષ્ટાના અનુભવનાં પરિણામનું વેદન, ભાસ કર્તા કર્મ તે તેને ભાસે છે, તે કાળે રાગનું કર્તાપણું સ્વભાવથી વિરુદ્ધ એવો રાગ, રાગનો પ્રેમ એવો જે સ્વભાવ પ્રત્યે ક્રોધ, એ ક્રોધ પ્રત્યેનું મારાપણું ત્યાં હોતું નથી. સ્વભાવના ભાનના કાળમાં સ્વભાવથી વિરુદ્ધ જે રાગનો પ્રેમ અને ક્રોધ તેનું પરિણમન તે વખતે હોતું નથી માટે તે ભાસતું નથી. આહાહાહા ! આવી વાત છે. તેથી તેને રાગથી ભિન્ન એવા જ્ઞાતાદ્રષ્ટાના પરિણામ માત્રથી બંધનો નિરોધ થાય છે, એને બંધન અટકી જાય છે. ત્યારે શિષ્યનો પ્રશ્ન થયો આ હવે પૂછે છે કે આ પ્રશ્ન કેમ ઉઠયો ? કે જ્યારે એ રાગથી ભિન્ન પડી અને સ્વભાવની દ્રષ્ટિ ને અનુભવ કરે છે એટલે કે જ્ઞાતાદેષ્ટાનો અનુભવ કરે છે તે જ્ઞાનમાત્રથી જ તેને બંધન અટકી જાય છે. એ જ્ઞાન એટલે રાગથી ભિન્ન પડીને આનંદ, જ્ઞાન સ્વરૂપમાં એકાગ્રતા તે જ્ઞાન. આહાહાહા ! એ જ્ઞાનસ્વરૂપ આત્મા તેમાં એકાગ્ર થતાં એ જ્ઞાન થયું આત્માનું ને રાગથી ભિન્ન પડયું એવા જ્ઞાનમાત્રથી એટલે સ્વભાવની એકાગ્રતારૂપી જ્ઞાનની ક્રિયામાત્રથી તેને બંધન અટકી જાય છે. આહાહાહા ! સમજાય છે કાંઈ ? એથી શિષ્યનો પ્રશ્ન ઉઠયો છે. હવે શિષ્ય પૂછે છે જ્ઞાનમાત્રથી જ, જ્ઞાનમાત્રથી જ બંધનો નિરોધ કઈ રીતે છે ? બસ તમે તો એ જ્ઞાનમાત્ર થયું ત્યાંથી એને બંધ અટકી ગયું, કઈ રીતે કહો છો, શું કહો છો. ( શ્રોતા:- ક્રિયા ક્યાં ગઈ ? ) હૈં ! એ જ્ઞાનમાત્રથી એટલે રાગની જે પરિણતિની ક્રિયા છે તેનાથી તો બુદ્ધિ ઉઠાવી લીધી છે. ધર્મી જીવે ત્યાંથી બુદ્ધિ ઉઠાવીને આત્મા આનંદસ્વરૂપ છે, આ જ્ઞાનસ્વરૂપ છે ત્યાં બુદ્ધિને સ્થાપી છે, એથી ત્યાં બુદ્ધિનું જ્ઞાનમાં એકાગ્રપણું છે એકલું જાણપણું ધારણા છે એમ નહિ એમ કહે છે. આહાહાહા ! દેવીલાલજી ! આવી ઝીણી વાત છે. આહાહા ! અરે જગતને ક્યાં, સત્ય શું છે ? જે સ્વરૂપ જ્ઞાતાદેષ્ટા નામ અનંતગુણનો સાગર પ્રભુ એને રાગનો ચાહે તો શુભ વિકલ્પ હો એનાથી પણ રુચી ફેરવીને એટલે કે પર્યાયબુદ્ધિને છોડીને વર્તમાન રાગના અંશ ઉ૫૨ જે રુચી હતી, તેને છોડીને જેને ત્રિકાળી જ્ઞાતાદેષ્ટા પ્રત્યેની રુચી ને પરિણમન થયું એને એ જ્ઞાનમાત્રથી જ બંધનું અટકી જવું થાય છે એથી એનો પ્રશ્ન છે. એમાં જ્ઞાનમાત્રથી જ બંધનો નિરોધ કઈ રીતે છે ? સ્વરૂપ ભગવાન આત્મા એનું જ્ઞાન થયું, રાગથી ભિન્ન પડીને, એવા જ્ઞાનમાત્રથી તેને તે પ્રકા૨નો બંધ અટકી જાય છે, બધો બંધ અટકી જાય છે એમ નહિ, એમાંય તકરાર છે આગળ આવશે ૭૨ ગાથા, Page #107 -------------------------------------------------------------------------- ________________ ૯૨ સમયસાર સિદ્ધિ ભાગ-૪ આ તો એનું મથાળું કર્યું. આહાહાહા! અરે મારગ તે મારગ છે. णादूण आसवाणं असुचित्तं च विवरीयभावं च। दुक्खस्स कारणं ति य तदो णियत्तिं कुणदि जीवो।।७२।। અશુચિપણું, વિપરીતતા એ આસવોનાં જાણીને, વળી જાણીને દુઃખકારણો, એથી નિવર્તન જીવ કરે. ૭૨. ટીકા - જળમાં શેવાળ છે એ મળ છે, જળમાં શેવાળ છે એ મળ છે, મેલ છે, મળ છે એ અહીં કૌંસ કર્યું એટલે કે મળ છે એટલે શું કે મેલ છે એમ તે શેવાળની માફક પાણીમાં જેમ શેવાળ, મળ અને મેલ છે, એમ શેવાળની માફક આસવો શુભ-અશુભ ભાવો, દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજા આદિનો ભાવ હિંસા, જૂઠું, ચોરી, એ તો ઠીક અશુભ, આવો જે શુભભાવ એ આસવો છે તે મળપણ એટલે? મેલપણે અનુભવવામાં આવતું હોવાથી, અનુભવાતા હોવાથી, અનાદિના એ પુષ્ય ને પાપના ભાવ મેલપણે અનુભવાય છે, મેલ છે એ. ચાહે તો એ વ્રત ને તપ ને ભક્તિ આદિનો ભાવ હો પણ એ આસ્રવ છે, એટલે નવા આવરણનું કારણ છે તે, એ મળપણે એટલે પુણ્યના ભાવ મેલપણે વેદાય છે, મેલપણે અનુભવમાં આવે છે, તેથી તે અશુચિ છે. શું કીધું? જળમાં જેમ શેવાળ મળ અને મેલ છે, એમ ભગવાન આત્મામાં શુભ અને અશુભભાવ શેવાળની માફક મેલપણે અથવા મળ૫ણે અનુભવાતા હોવાથી, એ મેલપણે વેદાતા હોવાથી એ આત્મા નહિ, તે અશુચિ છે. આહાહાહા ! ચાહે તો એ ગુણ ગુણીનો ભેદનો જે વિકલ્પ ઊઠે, એ પણ મળે છે અને તે મેલપણે મળપણે અનુભવાતા હોવાથી તે શુભરાગ એ અશુચિ છે. આહાહાહા! હવે આમાં તો બધું અત્યારે કમઠાણ માંડયું છે, એ ક્રિયા તે ધર્મ છે એ શુભભાવ. (શ્રોતાઃ- આ કાળે તો શુભભાવ જ હોય) હેં! એમ કહે છે. આરે પ્રભુ શું કરે છે ભાઈ તું. આ શ્રુતસાગર એક સાધુ છે, શાંતિસાગરની પેઢીએ આવનારા પરંપરામાં આવેલા છે એ કહે છે કે પંચમકાળમાં તો શુભજોગ જ હોય. અરરર! પ્રભુ! પ્રભુ ! પ્રભુ! શુભજોગ તો આસ્રવ છે, મળ છે, મેલ જ છે, અત્યારે ધર્મ સમ્યગ્દર્શન જ્ઞાન છે જ નહીં? આહાહા! થાય? એ મેલપણે અનુભવાતા હોવાથી અશુચિ છે, એનું કૌંસમાં લખ્યું અશુચિ એટલે અપવિત્ર છે એ શુભભાવ પર્યાયમાં થાય છે, દ્રવ્યગુણમાં તો નથી, પર્યાયમાં અવસ્થામાં થાય છે, તે અશુચિ છે, અપવિત્ર છે. અને ભગવાન આત્મા, જુઓ આચાર્યોએ ભગવાન તરીકે સંબોધ્યો છે. એ આસ્રવના ભાવથી ભિન્ન, ત્યારે આસ્રવ છે એ પુણ્ય તત્ત્વ છે ને પાપ તત્ત્વ છે, ત્યારે તેનાથી ભિન્ન જ્ઞાયક ભગવાન આત્મા એમ, નવતત્ત્વમાં આવે છે ને એટલે પુણ્ય-પાપ તત્ત્વ એમાં ગયા, ત્યારે એક તત્ત્વ જ્ઞાયક રહી ગયું. એ ભગવાન આત્મા તો સદાય અતિનિર્મળ, એકલું નિર્મળ નથી લીધું, અતિ નિર્મળ, ચૈતન્યમાત્ર સ્વભાવ એનો તો ચૈતન્ય જાણવું, દેખવું માત્ર, રાગાદિ માત્ર તેમાં નથી. માત્ર શબ્દ વાપર્યો છે ને? ચૈતન્ય અતિ નિર્મળ ચૈતન્ય માત્ર સ્વભાવ જાણક દેખન માત્ર સ્વભાવ, માત્ર સિવાય એટલે કે એમાં કાંઈ રાગનો રજકણ કે અંશ નથી. કેમ કે રાગ તો અચેતન છે, ભગવાન તો ચૈતન્યમાત્ર સ્વભાવ છે. આહાહાહાહા! ભગવાન આત્મા તો, સદાય અતિનિર્મળ, ત્રિકાળ, અતિ નિર્મળ એકલો નિર્મળ નથી Page #108 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૭૨ ૯૩ લીધો પર્યાયની નિર્મળતા છે, તો આંહી તો ત્રિકાળીની અતિનિર્મળતા. સમજાણું? પર્યાયમાં નિર્મળતા આવે ધર્મની એ નિર્મળ છે પ્રભુ તો અતિ નિર્મળ છે. આહાહાહા! (શ્રોતાઅતિનિર્મળતાનો પિંડ લખ્યું છે.) અતિ નિર્મળ વસ્તુ જ અતિ પવિત્રનો પિંડ છે. એમ પૂછયું અતિનિર્મળ કેમ કહ્યું? એમ કહ્યું કે પરિણતિમાં નિર્મળતા થાય પણ આ પ્રભુ તો ત્રિકાળી અતિનિર્મળસ્વરૂપ છે. સદાય અતિનિર્મળ ચૈતન્યમાત્ર સ્વભાવ સ્વભાવ એનો તો ચૈતન્ય જાણવું દેખવું સ્વ પોતાના ભાવપણે અતિનિર્મળ ભગવાન સદાય ચૈતન્યમાત્ર સ્વ...ભાવપણે જ્ઞાયક હોવાથી, ચૈતન્યમાત્ર સ્વભાવપણે જ્ઞાયક હોવાથી, દ્રવ્ય લીધું, સ્વભાવ આવો છે માટે તે જ્ઞાયક છે. ૭૨મી (ગાથા) ફરીને લીધું છે એમ કીધું'તું ને રામજીભાઈએ રાત્રે નહીંતર વંચાઈ ગયું છે. આહાહા ! આહાહાહા! ભગવાન આત્મા એકકોર પુણ્ય ને પાપના ભાવની અશુચિતા બતાવી ને અપવિત્રતા બતાવી અને આ બાજુ ભગવાન આત્મા સદાય અતિનિર્મળ ચૈતન્યમાત્ર સ્વભાવપણે જાણવા દેખવાના સ્વભાવપણે જ્ઞાયક હોવાથી, આવી રીતે જ્ઞાયક હોવાથી, અત્યંત શુચિ અતિનિર્મળ લીધું'તું ને પહેલું, તેથી અતિશુચિ છે, એકલી શુચિ એમ નહિ, અતિ શુચિ છે. શું ટીકા? આહાહાહા ! અમૃતચંદ્રાચાર્યની ટીકા એક એક શબ્દ. (શ્રોતા:- શું ટીકાની ટીકા !) આવી વાત છે એણે સમજવા માટે બાપુ બહુ એકાગ્રતા જોઈએ પહેલાં. અતિ, આ અત્યંત શુચિ છે, એ એટલો શબ્દ નથી, અત્યંત શુચિ જ છે. એકાંત કરી નાખ્યું. ભગવાન આત્મા, ચૈતન્યમાત્ર સ્વભાવપણે સદાય અતિ નિર્મળ હોવાથી નિર્મળ જ્ઞાયક હોવાથી, અતિ શુચિ જ છે. અતિ નિર્મળ પવિત્રતાનો પિંડ પ્રભુ છે. પવિત્ર જ છે, એનો ખુલાસો કર્યો છે શુચિનો, શુચિ જ છે એટલે પવિત્ર જ છે, પણ ન્યાંય જ છે, અને ઉજ્જવળ છે, આહાહાહા! એક બોલ લીધો, અશુચિનો એક લીધો. હાદુર્ણ” એને જાણીને એમ છે ને શબ્દ પહેલો? “ણાદુર્ણ” જાણીને આ રીતે આગ્નવોને જાણીને એમ, ભિન્ન જાણીને, ધીરાના કામ છે ભાઈ આ તો. આહાહા! બીજો બોલ. આગ્નવો ચાહે તો ભગવાનની ભક્તિ આદિનો સમવસરણના દર્શન આદિનો આ વાણી સાંભળવાનો ભાવ આદિ જે છે, એ શુભભાવ “આસવોને જડ સ્વભાવપણું હોવાથી” એ રાગમાં જડપણું છે. કેમ ? રાગ પોતે જાણવાના સ્વભાવના અભાવસ્વરૂપ છે. આગ્નવોને જડસ્વભાવ, જડભાવપણું એમ ન લીધું જડ સ્વભાવપણું, જડભાવ એમેય ન લીધું. એનો એક રાગ જે છે શુભરાગ એનો જડ સ્વભાવ એનો સ્વભાવ જ જડ છે. હવે અહીંયા એને ધર્મનું કારણ માનવું છે જગતને. નહિંતર એકાંત થાય છે એમ કહે છે, પ્રભુ! પ્રભુ! તું શું કહે છે ભાઈ ! તારા ઘરના હિતની વાત છે એને તું અનાદર કરશ ભાઈ ! આહાહા! ભગવાન અતિ શુચિ જ છે અતિ પવિત્ર જ છે અતિ ઉજ્જવળ જ છે એની સામે હવે કહે છે કે આસ્રવ તે જડ છે બીજો બોલ આ. એ શુભ કે અશુભ ભાવ શરીર અશુચિ, મેલ મળ છે એની વાત અહીં નથી. આ જે જડ છે માંસ, હાડકાં, ચામડા, અશુચિ એતો જડના છે, એની આંહી વાત નથી. પુદ્ગલના એની અહીં વાત નથી, એમાં થતાં પુણ્ય ને પાપના શુભ ને અશુભ ભાવ એને જડ સ્વભાવપણું, જડ સ્વભાવપણું, એનું સત્ત્વપણું જડસ્વભાવપણું સત્ત્વ છે, એમ કિધું. એનું પણું જડ સ્વભાવપણું Page #109 -------------------------------------------------------------------------- ________________ ८४ સમયસાર સિદ્ધિ ભાગ-૪ છે. જડ સ્વભાવપણે એમ નથી લીધું પાછું, જડ સ્વભાવપણું એનું હોવાથી તેઓ બીજાવડે જણાવા યોગ્ય છે. આહાહા ! આકરું લાગે જગતને ભાઈ પણ મારગ તો આ છે. ચાહે તો ભગવાનની ભક્તિ ને વ્રત ને તપનો ભાવ આવે, એ બધો જડ સ્વભાવ છે કેમકે એ વિકલ્પ છે એ અચેતન સ્વભાવી છે, એ પોતે જાણવાના સ્વભાવનો અભાવ સ્વભાવ છે. આહાહા ! તેઓ બીજાઓ વડે જણાવા યોગ્ય છે, એટલે? રાગ જે દયા, દાન, વ્રત આદિ છે એનું જડ સ્વભાવપણું હોવાથી તે તેને જાણતા નથી પણ તે બીજા વડે જણાવા યોગ્ય છે. તેઓ બીજાઓ વડે એટલે કે જાણનાર સ્વભાવ વડે તે જણાવા યોગ્ય છે. આહાહાહા.... જાણનાર સ્વભાવ એવો ભગવાન આત્મા એ વડે તે જાણવા યોગ્ય છે. રાગ વડે, રાગ જણાવા યોગ્ય છે નહિ, કેમ કે તે જડ ને અચેતન સ્વભાવપણે હોવાથી, આ અમૃત રેડ્યા છે એકલાં. ટીકા તે ટીકા છે ને? ગમે તેટલી વાર વાંચો તો તેમાં ભાવ-ભાવ ભરેલા અનંત છે. આહાહાહા ! તેઓ બીજાઓ વડે જણાય એટલે? કારણ કે જે જડ હોય તે પોતાને ને પરને જાણતું નથી એ, રાગ-રાગ છે દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજાનો તે રાગ પોતે રાગ છે તેમ જાણતું નથી તેમ તે રાગ ચૈતન્યસ્વરૂપને જાણતું તો નથી તે રાગ બીજાઓ વડે જણાવા યોગ્ય પદાર્થથી જણાવા યોગ્ય છે. જણાવા યોગ્ય પદાર્થથી જણાવા લાયક છે. આહાહા ! આવો ઉપદેશ હવે. ઓલું તો દયા પાળો, વ્રત કરો, ભક્તિ કરો, પૂજા કરો કેટલું સહેલું સટ. એવું તો અનંત વાર કર્યું છે બાપુ! એ તો સંસાર છે. અહીં તો સંસારના પરિણામથી ભિન્ન ભગવાન છે તેને બતાવવો છે. જેમાં સંસારના પરિણામ ઉદય જ નથી, જનમ મરણ તો નથી પણ જનમ મરણના કારણના ભાવરૂપભાવ તેનામાં નથી. કારણકે જડ હોય તે પોતાને એટલે રાગને રાગ જાણે, તે રાગ પરને જાણતું નથી, રાગ રાગને જાણતું નથી. રાગ આત્માને જોડે છે ચૈતન્ય પ્રભુ. રાગ છે દયા, દાન, વ્રતનો એ રાગ રાગને જાણતો નથી, રાગ જોડે ચૈતન્ય છે તેને જાણતો નથી. અપર પ્રકાશક અહીં છે ને એટલે અહીં સ્વપર અપ્રકાશક થયું કહે છે. આહાહાહા! કારણકે જે જડ હોય તે પોતાને ને પરને જાણતું નથી. તેને બીજો જ જાણે છે. એ રાગ જડ છે, એ પોતાને જાણતું નથી, પરને જાણતું નથી. અહીં સ્વપરપ્રકાશક છે પણ સ્વપર અપ્રકાશક છે. છે ને? ગજબ વાત છે. તે રાગ જાણતું નથી એટલેથી ન લીધું પણ રાગ પોતાને જાણતો નથી ને રાગ પરને જાણતો નથી. પંડિતજીએ આટલો ખુલાસો કર્યો. અરેરે! એમાં બધું મનાઈ ગયું છે અત્યારે તો. જાત્રા ને ભક્તિ ને, અરેરે! પ્રભુ! શું છે ભાઈ ! એના સરવાળા બાપા વર્તમાનમાં નહિ દેખાય, સરવાળા આવશે આકરા પડશે પ્રભુ, એમાં ધર્મ માનીને રોકાઈ ગયો છો, એના ફળ રાગની એકતાબુદ્ધિમાં દબાઈ જઈશ ભાઈ. અને એ રાગની એકતામાં એનાથી લાભ થાય છે એમ માન્યું છે તેથી તેની એકતામાં દબાઈ જઈશ પ્રભુ. તારી જુદી ચીજને તું નહિ રાખી શકે. આહા ! આહાહા! દેહના છૂટવાના કાળે તો પ્રભુ રાગથી એકત્વ જેણે તોળ્યું છે તેને રાગથી ભિન્નપણે દેહ છૂટશે. જેને રાગની એકત્વબુદ્ધિથી, નહિ જાણનારને જાણનારની સાથે એકત્વ કરતાં, રાગનો ભાવ જે શુભ છે તે નહિ જાણનારો હોવાથી, એને નહિ જાણનારો હોવાથી તે પરને નહિ જાણનારો હોવાથી, બે વાત અને પરવડે જણાવા યોગ્ય હોવાથી ત્રણ વાત. ભાઈ તેથી તેને પ્રભુ Page #110 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૭૨ ૯૫ એમ કહે છે કે તેને જડપણું છે પ્રભુ, એ આંધળા છે. રાગનો ભાવ એ આંધળો છે. અંધ નથી પોતાને દેખતો, અંધ નથી પરને દેખતો, અંધ છે તે ચૈતન્યથી સ્વભાવવાળા છે. આહાહા! આટલું સિદ્ધ કરીને ભગવાન ચૈતન્યસ્વભાવ જે છે, જાણક દેખન ચૈતન્ય સ્વભાવ છે, એવો જે ભગવાન ચૈતન્યસ્વભાવ છે. તેઓ (પુણ્ય-પાપ) ચૈતન્યથી અન્ય સ્વભાવવાળા છે. તેઓ ચૈતન્યથી જાણક દેખન સ્વભાવ એવો ચૈતન્ય ચૈતન્ય સ્વભાવ ચેતનનો ચૈતન્ય સ્વભાવ, ચેતનનો ચૈતન્યસ્વભાવ એ રાગ પુણ્ય-પાપના ભાવ એનાથી અન્ય સ્વભાવવાળા છે. આહાહા! - હવે આવ્યું ભગવાન આત્મા! ભગવાન આત્મા તો, તો આવો કીધો ત્યારે ભગવાન આત્મા તો એમ, જ્યારે આને જડ સ્વભાવપણું હોવાથી સ્વપરને જાણતું નથી, તેથી આત્મા તો એનાથી જુદી જાત છે કહે છે. આહાહાહા ! પોતાને સદાય વિજ્ઞાનઘનસ્વભાવપણું હોવાથી, ભગવાન આત્મા પોતાને સ્વયં, સદાય, સ્વયં સદાય વિજ્ઞાનઘનસ્વભાવ, જેમાં વિકલ્પનો પ્રવેશ થઈ શકે નહિ, એવો એનો સ્વભાવ છે. વિજ્ઞાનઘનસ્વભાવપણું હોવાથી, જેમ શિયાળાના ઘી, પાકા ઘી થતાં પહેલાં, અંગુળી પેસે નહિ અંગુળી, ફાંસ વાગે, એમ પ્રભુ પોતે સ્વયં, પોતાથી એમ કહે છે. સદાય વિજ્ઞાનઘન-વિજ્ઞાનઘનસ્વભાવપણું હોવાથી, આત્માને હોં, એ આત્માને વિજ્ઞાનઘનસ્વભાવપણું હોવાથી એમ. છે ને? ભગવાન આત્મા તો એમ. વસ્તુ લીધી, સ્વયં, સદાય વિજ્ઞાનસ્વભાવપણું હોવાથી. સ્વયં સદાય વિજ્ઞાનઘનસ્વભાવપણું સ્વ-પોતાનું ભાવપણું એ છે, વિજ્ઞાનઘનસ્વભાવપણું હોવાથી પોતે જ ચેતક છે, પોતે જ જ્ઞાતા છે ભગવાન આત્મા! સ્વયં સદાય વિજ્ઞાનઘન-સ્વભાવપણું હોવાને લીધે, આત્મા તો સ્વયં પોતે વિજ્ઞાનઘનસ્વભાવપણું હોવાથી, ચેતક છે. એ તો જાણનાર દેખનાર છે. ચેતક જ જ્ઞાતા જ છે, એ તો જ્ઞાતા જ છે પ્રભુ. પોતાને ને પરને જાણે છે. ઓલામાં નાખ્યું'તું ને પોતાને ને પર જાણતું નથી, એમ નાખ્યું તું. પોતાને ને પરને જાણે છે. પોતે આનંદઘન વિજ્ઞાનઘન છે તેને જાણે છે અને રાગાદિને પણ પોતામાં રહીને અડયા વિના પણ જાણે છે. પોતાને ને પરને જાણે છે, માટે આત્મા, આત્મા છે ને લીધું છે ને અહીં, ચૈતન્યથી અનન્ય સ્વભાવવાળો જ છે. માટે આત્મા, ચૈતન્યથી જાણક દેખન સ્વભાવથી અનન્ય નામ અનેરા અનેરાપણે નથી પણ અનન્ય સ્વભાવવાળો છે. અભેદસ્વભાવ છે એમ કહે છે, છે ને, અનન્ય છે ને? માટે આત્મા સદાય વિજ્ઞાનઘનસ્વભાવ પોતે હોવાથી ચેતક છે. માટે ચૈતન્યથી અનન્ય સ્વભાવવાળો જ છે એ, અભેદ સ્વભાવ છે. આત્મા ચૈતન્ય સ્વભાવ અભેદ છે, અનન્ય છે, અનેરા અનેરા નથી, અનન્ય છે આત્મા વિજ્ઞાનઘનસ્વભાવ અનન્ય છે. અનેરા અનેરાપણે નહિ પણ એકપણે છે. એમ કહે છે. આહાહા!આવી વાત છે. લ્યો આ બીજી વાર ભાઈએ લેવરાવ્યું. આહાહા ! (શ્રોતાઃ- કાલ હતું એથી વધારે આવ્યું) એ તો ભાઈ એનું એ જ કંઈ આવે એવું છે? આહાહા ! ચૈતન્યથી આત્મા, અનન્ય સ્વભાવવાળો “જ” છે. કૌંસમાં કહ્યું છે કે ચૈતન્યથી અન્ય સ્વભાવવાળો નથી એમ, અનેરા ભાવપણું નથી પણ અનન્ય ભાવપણે આત્મા છે. આહાહા! આ તો બહુ ભાઈ આ તો આત્માની વાત છે ભગવાન, એને તો બહુ ધ્યાન રાખે તો પકડાય એવું છે. આહાહા ! એમાં એક એક અક્ષરના શબ્દોમાં મોટો ફેર છે. બે બોલ થયા. Page #111 -------------------------------------------------------------------------- ________________ ૯૬ સમયસાર સિદ્ધિ ભાગ-૪ (શ્રોતા – જાણે છે કે જાણવાની શક્તિરૂપે સ્વભાવવાળો છે) સ્વભાવ? પણ સ્વભાવ કહો કે શક્તિ કહો એ તો એકનું એક થયું, શું અર્થ? એ કીધું છે એનો અર્થ શું થયો શક્તિ કહો, ગુણ કહો કે સ્વભાવ કહો બધું એકનું એક છે. જાણવાની પર્યાય કરે છે એમ અહીંયા પ્રશ્ન નથી. અહીંયા તો જાણવાના સ્વભાવવાળો જાણક સ્વભાવ ચૈતન્ય સ્વભાવ, શક્તિ સ્વભાવ, ગુણ સ્વભાવ, ચૈતન્ય સ્વભાવ બધું એક જ (સ્વરૂપ) છે. ચૈતન્ય સ્વભાવપણું હોવાથી તે જે આત્માને અનન્યપણું છે, અનેરાપણું નથી પણ અભેદ છે એમ. શક્તિ કહો કે સ્વભાવ કહો કે ગુણ કહો બધું તો એકનો એક અર્થ થાય છે. આંહીં તો વધારે તો સ્વભાવસિદ્ધ કરવો છે ને. પુણ્ય-પાપનો ભાવ એનો સ્વભાવ નથી. એ તો વિભાવરૂપી જડ સ્વભાવ છે, એમ સિદ્ધ કરવા, તેને અહીં ચૈતન્ય સ્વભાવવાળો હોવાથી ચેતક છે, જ્ઞાતા છે. આહાહાહા ! આગ્નવો.” ત્રીજો બોલ શુભ કે અશુભ ભાવ, જેને દુનિયા અત્યારે વ્રત ને તપ ને ભક્તિ ને ધર્મ માને, જેને ધર્મનું કારણ માને, “એ આગ્નવો, આકુળતાના ઉપજાવનારા છે.” એ શુભભાવ આકુળતાનો ઉપજાવનાર છે, પ્રભુ નિરાકુળ છે, એનાથી વિરુદ્ધ ભાવ, સ્વભાવવાળો હોવાથી, આકુળતાના સ્વભાવવાળો છે. આસ્રવો પુણ્ય ને પાપના શુભ-અશુભ ભાવો આકુળતાના ઉપજાવનારા હોવાથી, એ આત્માની શાંતિને ઉપજાવનારા હોવાથી, વ્યવહારથી નિશ્ચય થાય, (એમ નથી) આહાહાહા! આમ કેમ શબ્દ આવ્યો છે? એ આસવો આકુળતાના ઉપજાવનારા છે. એ આસવો પુણ્ય શુભભાવો આત્માની શાંતિના ઉપજાવનારા, ધર્મને ઉપજાવનારા નથી. આહાહાહાહા ! સમજાણું કાંઈ? એ છે ને મોટો મૂળ વાંધો ઈ છે ને? એટલે. આકુળતાના ઉપજાવનારા છે. ભાઈ ! એ શુભભાવ હો ચાહે તો દયા, દાન, વ્રત, આદિનો વિકલ્પ હો, એ આકુળતાના ઉપજાવનારા છે. એ ભગવાનની શાંતિ અનાકુળતાની પર્યાયને ઉત્પન્ન કરનારા નથી. એટલે વ્યવહારનો ભાવ, રાગનો ભાવ, એ આકુળતાના ઉપજાવનારા છે, એ વ્યવહારનો રાગનો ભાવ અનાકુળ એવો ભગવાન આત્માના સુખને ઉપજાવનારો નથી, એ સુખને ઉપજાવનારા નથી. આહાહાહા ! (શ્રોતા:- ભક્તિમાં તો શાંતિ લાગે છે) શાંતી દેખાય અજ્ઞાનીને, રાગની મંદતા દેખાય ને. એ રાગ અણાકુળ એવો જે ભગવાન આત્મા સુખસ્વરૂપ લેશે, એને ઉપજાવનારો નથી. એ શુભભાવ આકુળતાના ઉપજાવનારા હોવાથી, કારણ આપ્યું દુઃખના કારણો છે. બે ભાષા લીધી છે. એક શુભભાવ શુદ્ધતાના કારણ છે, એમ નિષેધ કરાવવામાં, એમ કે શુદ્ધની ઉત્પત્તિ શુભથી થાય છે, એમ નથી. આહાહા ! શુભભાવ, જે ભાવે તીર્થકરગોત્ર બંધાય એ ભાવ આકુળતાના ઉપજાવનારા છે. (શ્રોતાઅપરાધ છે ) અપરાધ છે, દોષ છે. એક પણ વાત એને સત્ય હોવી જોઈએ ને? એમનેમ મોટી લાંબી વાતું કરે ને એના મૂળ તો હાથ આવે નહિ. આહાહા ! આહાહા! ભગવાન આત્મા કોણ છે એ પછી કહેશે. આંહીં તો પુણ્ય ને પાપના ભાવ, શુભ-અશુભ ભાવ આકુળતાના ઉપજાવનારા એમ સિદ્ધ કરીને આત્માની શાંતિ જે સુખ છે તેના ઉપજાવનારા નથી. શુભ છે તે શુદ્ધને ઉપજાવનારા નથી. આહાહાહા! શું થાય? લોકો તકરાર કરે, વાંધા ઉઠાવે, એકાંત છે બાપુ, બહુ પ્રભુના Page #112 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૭૨ પ્રભુના વિરહ પડયા નાથ એમાં આવો મારગ આવ્યો છે, એમાં આ વખતે ન બેસે એથી તેને વિરોધ કરવો એ કાંઈ. આહાહાહા......દુઃખના કારણ છે, કારણ મુક્યું આંહીં તો, એ શુભભાવ જે દયા, દાન, વ્રત ભક્તિના પરિણામ એ દુઃખનું કારણ છે, એટલે કે એ આત્માના શાંતિ ને સુખનું કારણ નથી. આહાહા! અરેરે ક્યાં મળે એને, અનંતકાળથી રખડતો, દુઃખી-દુઃખી-દુઃખી-દુઃખી પ્રાણી, જે દુઃખ તેનો સ્વભાવ નથી અને એ દુઃખ તે તેના સ્વભાવની શુદ્ધિનું કારણ નથી, એ દુઃખના કારણ છે. આમ ભાષા આમ કરી, દુઃખરૂપ છે એટલું ન મૂકતા આકુળતાના ઉપજાવનારા દુઃખરૂપ છે એમ ન કહેતા, દુઃખના કારણો છે એમ સિદ્ધ કર્યું છે. સમજાણું કાંઈ? આહાહા ! એટલે કે એ આત્માની શાંતિ ને ધરમના કારણ એ નથી. સમ્યગ્દર્શનશાન ચારિત્રના પરિણામના કારણ એ શુભભાવ નથી. એ દુઃખરૂપ છે એમ ન કહેતા દુઃખના કારણ છે એમ કહ્યું. આહાહાહા ! આસવો આકુળતાના ઉપજાવનારા હોવાથી દુઃખના કારણ છે” આહાહાહા ! જે દુઃખના કારણ છે એ સમકિતના કારણ કેમ થાય? જે દુઃખના કારણ છે એ ધર્મની જે મોક્ષમાર્ગની પર્યાય તેના એ કારણ કેમ થાય? કહો, દેવીલાલજી! આ ભાઈએ ફરીને કીધું 'તું ને લેવાનું જ્યારે લેવાય ત્યારે એ વાત. આ તો એક એક શબ્દો આ તો ટીકા સંતોની ટીકા છે. આચાર્યની ટીકા છે, એ કોઈ વાર્તા નથી. એને પણ સાંભળનારના ભાગ્ય જોઈએ છે. ભાઈ ! બાકી દુનિયાના પૈસાના ભાગ્ય હોય ના હોય એની હારે કાંઈ સંબંધ નથી. આ ભાગ્યવાન તો આ છે ભવિ ભાગન જોગ. “કોઈનું કાર્ય તેમ જ કોઈનું કારણ નથી,” એ શુભભાવનું એ આત્મા કારણેય નથી. ગજબ વાત છે. એ શુભભાવ તો નિમિત્ત આધીન પર્યાયમાં અંશમાં બહારથી થાય છે. આહાહાહા ! સમજાણું કાંઈ ? ભગવાન આત્મા તો આમ ભગવાન તરીકે તો બોલાવ્યો છે ને. આત્મ તત્ત્વ ને જ ભગવાન તરીકે બોલાવ્યો છે, બોલાવ્યો છે એટલે કહ્યો છે, કહ્યો છે એટલે કે છે. આહાહા! સદાય નિરાકુળ સ્વભાવને લીધે કોઈનું કાર્ય અકારણ કાર્યશક્તિ છે ને? અકાર્ય કારણ શક્તિ અહીંથી કાઢી છે. ૪૭, જીવતર શક્તિ, “જીવોચરિત દંસણનાણે ઠિદો” ન્યાંથી કાઢી પહેલી. ભગવાન આત્મા એમાં અકાર્યકારણ નામનો એક ગુણ છે, તેથી તે શુભનું કારણેય નથી અને શુભનું તે કાર્ય નથી. આહાહાહા ! સમેતશિખરમાં એક વાર પહેલાં વહેલા ગયા'તા ને કલાક એક કલાક ચાલ્યો હતો (તમે હતા?) આ બોલ ઉપર એક કલાક ચાલ્યું'તું, તેરમી નહિ પણ પંદરમાં, તેરમાં તો સમેતશિખર ભાઈ હતા ને વરણીજી હતા પંદરમાં નહોતા ત્યારે હાલી 'તી એક કલાક, પંદર, પંદર (પાંત્રીસ, ચાલે છે ) વીસ વર્ષ થયા. આહાહા ! કોઈનું કાર્ય, શુભભાવ તીર્થકર ગોત્રનો પણ આત્મા કાર્ય નહિ, એનું કાર્ય નહિ ને કારણેય નહિ. એ શુભભાવ જે તીર્થંકર ગોત્ર બંધાણું તેનું આત્મા કાર્ય નહિ તેમ શુભભાવનું આત્મા કારણ નહિ. આહાહાહા ! પાંચ મહાવ્રતના પરિણામ જે છે તેનું આત્મા કારણ નહિ અને તે મહાવ્રતના પરિણામનું આ આત્મા કાર્ય નહિ. “કોઈનું કાર્ય તેમ જ કોઈનું કારણ નહિ હોવાથી દુઃખનું અકારણ જ છે” પ્રભુ તો દુઃખનું અકારણ છે. એ પુણ્ય ને પાપના ભાવ તે દુઃખના કારણ ને આકુળતાને Page #113 -------------------------------------------------------------------------- ________________ ८८ સમયસાર સિદ્ધિ ભાગ-૪ ઉપજાવનારા છે, જેમાં દુનિયા આ ઠીક છે ને સુખી છે એમ માને છે. અશુભ ભાવમાં પણ સુખ ઠીક છે, ને મજા માને છે. આહાહા ! પૈસા, આબરૂ, કીર્તિ આંહીં તો એથી આગળ જઈને વાત માને છે શુભભાવમાં પણ અમે સુખી છીએ, એ માનનારા મિથ્યાષ્ટિ છે, એને વસ્તુ સ્વરૂપ જે દુઃખનું કારણ નથી ને દુઃખનું કાર્ય નથી તેની ખબર નથી, તેના પરિણામમાં શુભભાવમાં સુખ માને છે તે આકુળતાના કારણને સુખ માને છે, અને સુખનું કારણ માને છે. એ મિથ્યાદૃષ્ટિ છે અર્થાત્ દુઃખનું કારણ નથી. વિશેષ કહેશે. (શ્રોતા:- પ્રમાણ વચન ગુરુદેવ) પ્રવચન નં. ૧૫૪ ગાથા-૭૨ તા. ૨૮/૧૨/૭૮ ગુરુવાર માગશર વદ-૧૪ (જુઓ!) પહેલા પેરેગ્રાફની ચોથી લીટી છે, પહેલો પેરેગ્રાફ છે ને! આ પ્રમાણે ત્યાંથી શરૂ થાય છે. આ પ્રમાણે વિશેષ ( તફાવત) દેખીને, શું કહે છે? કે આ આત્મામાં શુભ-અશુભ ભાવ જે ઉત્પન્ન થાય છે એ અશુચિ છે, (અને ) ભગવાન આત્મા શુચિ-પવિત્ર છે. (એ) બેય વચ્ચેનો તફાવત જાણીને અને શુભાશુભ ભાવ છે એ જડ છે, કેમ કે શુભ (અશુભ) રાગ આદિ પોતાને જાણતા નથી, પરને જાણતા નથી પરંતુ) પર દ્વારા જાણવામાં આવે છે, એ કારણે શુભ-અશુભ (ભાવો) –દયા, દાન, વ્રત, ભક્તિ આદિના ભાવ (છે જે) શુભ-અશુભ ભાવને અહીં જડ કહ્યા છે, અને ચૈતન્ય ભગવાન (આત્મા) વિજ્ઞાનઘન છે-ચૈતન્યન (છે.) (આહાહા!) શુભ-અશુભ ભાવ છે એ આકુળતાને ઉપજાવનારા છે, આત્મા અનાકુળ આનંદસ્વરૂપ છે એવો બે વચ્ચે વિશેષ નામ અંતર-તફાવતને જોઈને, બેય વચ્ચે તફાવત-અંતર જોઈને આહાહા! શુભ-અશુભ ભાવ ચાહે તો દયા, દાન, વ્રત, ભક્તિ આદિના હો એ શુભ છે. (અને ) હિંસા, જૂઠું, ચોરી આદિ(ના ભાવ) અશુભ છે-બેય અશુચિ છે, જડ છે, આકુળતા ઉત્પન્ન કરવાવાળા (ભાવો) છે. ભગવાન આત્મા ચેતન પવિત્ર છે, વિજ્ઞાનઘન છે આનંદસ્વરૂપ છે. આહા! એ પ્રકારે વિશેષ-અંતરને (તફાવતને) જોઈને-અંતરમાં બેયનો ભેદ-અંતર નામ ભિન્નતા જાણીને, આહાહા ! ઝીણી વાત છે ભાઈ ! જ્યારે આ આત્મા, આત્મા અને આસવોનો ભેદ જાણે છે-જ્યારે આ આત્મા બન્નેને ભિન્ન (ભિન્ન ) જાણીને અર્થાત્ પર્યાય ઉપર દૃષ્ટિ છે ત્યાં તો શુભ-અશુભ ભાવ અશુચિ છે, દુઃખ છે ને જડ છે અને દ્રવ્યદૃષ્ટિ કરવાથી આત્મા પવિત્ર છે-વિજ્ઞાનઘન છે અને સુખનો પિંડ છેઆનંદનું કારણ છે. આહાહાહા! આવો બન્નેની વચ્ચે અંતર(તફાવત) જોઈને –બેય ભાવમાં ભિન્નતા જોઈને બન્નેના ભાવમાં અન્યત્વ (જુદાઈ ) જોઈને, જ્યારે આ આત્મા, આત્મા અને આસવોનો ભેદ જાણે છે જ્યારે આ આત્મા એટલે કે આ આત્મા–આત્મા અને આસ્રવો (એટલે કે ) આત્મા અને પુણ્યપાપના ભાવ જે અશુચિ, જડ ને દુઃખ છે અને આત્માને (આસવોથી) ભિન્ન ચીજ જાણે છે અંદરમાં, એ જ વખતે પુણ્ય-પાપના ભાવ બંનેય દુઃખરૂપ છે, ભગવાન (આત્મા) આનંદસ્વરૂપ છે. આવો બન્નેની વચ્ચે અંતર-તફાવત-ભિન્નતા-અન્યતા જોઈને (જાણીને) આહા! તે જ Page #114 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૦૨ સમયે ક્રોધાદિ આસ્રવોથી નિવૃત્ત થાય છે. શું કહે છે ? ( કે ) જે રાગ છે– શુભ રાગાદિ છે એના પ્રત્યે પ્રેમ છે, એને આત્મા પ્રત્યે ક્રોધ છે દ્વેષ છે. જેમને રાગ-શુભરાગ (પ્રત્યે ) રુચિ છે એને આત્મા પ્રત્યે અરુચિ છે અરુચિ કહો ( કે ક્રોધ કહો. આહાહા ! આવી વાત ઝીણી છે બહુ ભાઈ ! ૯૯ ‘તે જ વખતે’ જ્યારે જાણે છે ‘તે જ વખતે’ ( આસ્રવોથી નિવૃત્ત થાય છે. ) આહાહા ! આત્મા વિજ્ઞાનઘનસ્વરૂપ-આનંદસ્વરૂપ, પવિત્ર અને આ પુણ્ય-પાપના ભાવ મેલ, જડ ને દુઃખ-આકુળતાને ઉત્પન્ન કરવાવાળા (એમ ) બન્નેની વચ્ચે અંતર, અંતર નામ ભેદ ( જુદાઈ ) જાણે છે ત્યારે-જ્યારે જાણે છે તે જ વખતે, છે ? એ પુણ્ય-પાપના ભાવ ( આસ્રવો ) પોતાના સ્વભાવથી વિરુદ્ધભાવ છે એ સ્વભાવથી વિરુદ્ધને ક્રોધ કહ્યો ! તો જ્યારે ક્રોધ અને સ્વભાવને ભિન્ન જાણે છે (ભિન્નતાનું ) ભાન (થયું ) ત્યારે ક્રોધથી નિવૃત્ત થાય છે. આહાહા ! મલિન પરિણામથી પોતાનો આત્મા ભિન્ન ચીજ છે, એવું જ્યારે જાણવામાં આવે છે એ જ સમયે વિકા૨ની રુચિથી હઠી જાય છે. આહાહા ! સમજાણું કાંઈ ? ( કહે છે ) જે સમયે વિજ્ઞાનઘન ભગવાન આત્મા અને પુણ્ય-પાપના ભાવ ( આસ્રવો ) મલિન અને અશુચિને જડ–એવો બન્ને વચ્ચે અંતર–ભેદ, વિશેષ તફાવત જોતા વેંત, તફાવત જોતાંવેંત ધર્મીનો આત્મા, આત્માના સ્વભાવથી વિરુદ્ધભાવ જે પુણ્ય-પાપ(ના ભાવો ) છે એની રુચિથી ( પાછો ) હઠી જાય છે–અભિપ્રાયમાં ( એ ભાવો ) મારાં છે એનાથી હટી જાય છે. આહાહા ! આવી વાત છે. તે જ સમયે વિકાર-ક્રોધાદિક એટલે પુણ્ય-પાપના ભાવ, ક્રોધ ( કહ્યા ) સ્વભાવથી વિરુદ્ધ ( ભાવ ) છે માટે, એ આસ્રવોથી નિવૃત્ત થાય છે. (આહા !) અંતરમાં વિકા૨ીભાવ-શુભાશુભ બધાય અને અવિકારી સ્વભાવ ભગવાન ( આત્મા ), બેયની વચ્ચે અંતર (જુદાઈ ) જોઈને, ૫૨થી જ્યારે નિવૃત થાય છે. છે? એનાથી નિવૃત્ત નામ (એટલે કે) પોતાનો અભિપ્રાય ત્યાંથી હટાવી લે છે. પુણ્ય ને પાપના ભાવ અશુચિ, મેલ, જડ ને દુઃખરૂપ છે આકુળતાને ઉત્પન્ન કરનારાં છે. ભગવાન ( આત્મા ) અનાકુળ આનંદનો કંદ છે આવું બન્ને વચ્ચેનું અંતર જોઈને વિકારી પરિણામથી, અભિપ્રાયથી નિવૃત્ત થાય છે. (પહેલાં ) અભિપ્રાયમાં વિકારી પરિણામ મારા હતા એવી જે માન્યતા હતી, એ અભિપ્રાયમાં વિકારી પરિણામથી નિવૃત્ત થાય છે. આહાહાહા ! છે ? ( શું કહે છે ?) કેમ કે એનાથી જે નિવૃત્ત નથી-અંદરમાં એ વિકારી પુણ્ય-પાપ, શુભાશુભભાવ બેય, એનાથી જો નિવૃત્ત ન હોય, નિવૃત્ત નથી તો એને આત્માના (અને ) આસવના પારમાર્થિક ભેદજ્ઞાનની સિદ્ધિ થઈ નથી. આહાહાહા ! જેમ ઘઉંથી કાંકરા જુદા છે કાંકરાથી ઘઉં જુદા છે (ઘઉં વીણે છે તેમાં) કાંકરા ઉઠાવે છે (વીણે છે) એમ અહીંયા ભગવાન આત્મા ૫૨ તરફના લક્ષવાળા પુણ્ય-પાપના ભાવ (કાંકરા સમાન ) અને મા૨ી ચીજ (નિજાત્મા ) અંદર એનાથી જુદી છે, એવું ભેદજ્ઞાન થાય છે ત્યારે ૫૨થી નિવૃત્ત થાય છે. આહાહા ! આવી વાત છે. ૫૨થી નિવૃત્ત થાય છે એનો અર્થ ? અભિપ્રાયમાં જે વિકા૨ મારો એવી બુદ્ધિ હતી, એ વિકા૨પરિણામોથી (મારાપણાનો ) અભિપ્રાય દૂર થઈ જાય છે, અને પોતાનો શુદ્ધ ચૈતન્યસ્વભાવ Page #115 -------------------------------------------------------------------------- ________________ : - 9 ૧૦૦ સમયસાર સિદ્ધિ ભાગ-૪ ત્યાં અભિપ્રાય જામી જાય છે, ત્યાં અહંપણું સ્થાપી ધે છેપૂર્ણાનંદના નાથ ઉપર, એ હું એવું સ્થાપી દે છે. અને પુણ્ય-પાપના ભાવથી હઠી જાય છે. આવી વાત છે ભાઈ ! કહો, દેવીલાલજી! આહા ! (આસ્રવોથી) નિવૃત્ત ન થવાથી, આત્મા અને આસ્રવોના પારમાર્થિક ભેદજ્ઞાનની સિદ્ધિ થઈ નથી. શું કહે છે? જો એ શુભ-અશુભ ભાવથી નિવૃત્તિ ન હોય અને એનાથી હુઠીને સ્વભાવમાં ન આવ્યો હોય તો પુણ્ય-પાપના ભાવથી નિવૃત્તિ નથી થઈ તો ભેદજ્ઞાન જ નથી. એ પુણ્ય-પાપના ભાવ અને આત્માનું ભેદજ્ઞાન છે જ નહીં એને. આહાહા! સૂક્ષ્મ વાત છે ભાઈ ! આહાહા ! આત્મા અંતર અનાકુળ આનંદસ્વરૂપ પ્રભુ અને શુભ-અશુભ ભાવ આકુળતાદુઃખ છે.–આવું બન્નેનું (અંદર) અંતર (ભેદ) જોઈને પરથી (આસવોથી ) નિવૃત્ત જો ન હોય, તો પરથી ભિન્ન ભેદજ્ઞાન થયું જ નથી. આહાહા ! સમજાણું કાંઈ..? આહાહા ! નિવૃત નથી થયો તો એ આત્માને આસવોથી યથાર્થ ભેદજ્ઞાનની સિદ્ધિ જ નથી થઈ. એ શુભ-અશુભ ભાવથી આત્મા ભિન્ન છે, એવું જો ભેદજ્ઞાન હોય તો, પુણ્ય-પાપના ભાવથી, અભિપ્રાયથી હટી જાય છે અને અભિપ્રાયથી જો ન હટે તો પુણ્ય-પાપના ભાવ અને આત્માનું ભેદજ્ઞાન થયું જ નથી. આહાહા ! સમજાણું કાંઈ...? અનેક છે એવા અનેકપણાનું ભેદજ્ઞાન થયું નહીં. બેનો એકપણાનો રાગ છે અજ્ઞાનીને રાગ, દયા, દાન, વ્રત, ભક્તિ આદિના વિકલ્પ (જે છે) રાગ, એ પણ શુભરાગ છે, એ દુઃખરૂપ છે. આહાહાહા ! ભગવાન (આત્મા). આનંદ ને જ્ઞાનઘન છે. એવો બન્નેની વચ્ચે તફાવત જોઈને, અભિપ્રાયમાં વિકારથી હટી જાય છે અને સ્વભાવમાં જામી જાય છે. જે આવા વિકારથી હટે નહીં, તો વિકાર ને સ્વભાવનું ભેદજ્ઞાન થયું નથી. આહાહાહા ! આવું છે સ્વરૂપ! (શું કહે છે?) “(સાચા) ભેદજ્ઞાનની સિદ્ધિ જ થઈ નથી,” આગ્નવોની પારમાર્થિકયથાર્થ ભેદજ્ઞાનની સિદ્ધિ થઈ નથી. ભલે એનાં ખ્યાલમાં લઈ લીધું હોય (ધારણામાં હોય વાત) કે રાગભાવ છે એ દુઃખરૂપ છે ને આત્મા છે એ આનંદરૂપ છે, એવું ખ્યાલમાં જાણપણામાં લઈ લીધું હોય) પણ, અંદરથી નિવૃત્ત ન થયો યથાર્થપણે એનાથી (આસ્રવોથી) નિવૃત્ત ન થયો, (તો) એ ખ્યાલ-ખ્યાલનું ભેદજ્ઞાનેય યથાર્થ નથી. આહાહાહા ! સમજાણું કાંઈ....? ઝીણી વાત છે ભાઈ ! પ્રથમ સમ્યગ્દર્શનમાં ભેદજ્ઞાનમાં, રાગથી ભિન્ન થઈને પોતાની (નિજાત્માની) પ્રતીતિ કરે છે તો એ સમ્યગ્દર્શન થાય છે. તો સમ્યગ્દર્શનની પર્યાય ભેદજ્ઞાન, અહીંયા જ્ઞાનપ્રધાન કથન છે. (તેથી) તો ભેદજ્ઞાનમાં પરથી ભિન્ન છુટીને (થઈને) સ્વભાવની તરફ એની દૃષ્ટિ થઈ તો પરથી એની રુચિ હુઠી ગઈ, અને પરથી હુઠે નહીં તો વિકાર અને સ્વભાવની વચ્ચે તો અનેકતા છે-ભિન્નતા છે તો ભેદજ્ઞાન એને થયું જ નથી. આહાહા! સમજાણું કાંઈ....? (અહો !) આ ચોથા ગુણસ્થાનની વાત છે. સમ્યગ્દષ્ટિ જીવ, શુભાશુભ ભાવને-મલિનભાવને જોઈને એનાથી છુટીને (નિજ) સ્વભાવમાં દૃષ્ટિ સ્થાપે છે એવું જો ન હોય તો (બે) વચ્ચેનું અંતર ભેદજ્ઞાન થયું જ નહીં. Page #116 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૭૨ ૧૦૧ આહાહાહા ! સમજાણું કાંઈ...? એટલા માટે ક્રોધાદિક આસ્રવોથી –એ શુભ-અશુભ ભાવરૂપી આસ્રવ છે એ બંધના કારણ છે, દુઃખ છે. આહાહાહા ! એ ક્રોધાદિક આસ્રવોથી નિવૃત્તિની સાથે (જ) આ શુભ-અશુભ ભાવથી હઠીને સ્વભાવમાં દષ્ટિ આવી તો એ વિકારથી હુઠી ગયો, એની સાથે અવિનાભાવી છે એવા જ્ઞાનમાત્રથી જ એની સાથે જ્ઞાન અવિનાભાવી છે. પુણ્ય-પાપના ભાવથી હઠયો તો સ્વભાવનું જ્ઞાન થયું એ એની સાથે (જ્ઞાન-સાથે ) અવિનાભાવ છે. આહાહા ! અવિનાભાવ એટલે? શુભ-અશુભ ભાવ એનાથી હઠીને પોતાનામાં આવ્યો તો સાથે ભેદજ્ઞાન થયું જ જ્ઞાનમાત્ર થઈ ગયો ત્યાં એ પરથી હઠયો અને પોતાનામાં આવ્યો, તો એની સાથે અવિનાભાવી જ્ઞાનમાત્ર સિદ્ધ થઈ ગયું, એ જ્ઞાનમાત્રથી બંધનો નિરોધ થઈ ગયો. આહાહા ! સૂક્ષ્મ વાત છે ભાઈ ! મૂળ વાત છે પ્રભુ ! અત્યારે તો આખી પ્રવૃત્તિમાં એ ધર્મ! વ્રત ને ભક્તિ ને પૂજામાં ધર્મ માને છે. તો અહીં તો કહે છે એમાં જ્યાં સુધી ધર્મ માને છે ત્યાં સુધી અજ્ઞાની છે. અવિરુદ્ધ જ્ઞાની છે. અભેદ એટલે રાગ અને આત્માને એક માને છે. પણ રાગ અને આત્માને અંદરમાં (બન્નેના) લક્ષણભેદથી વિકારીભાવ શુભ હો કે અશુભ હો, એનું લક્ષણ આકુળતા છે, ભગવાનનું (આત્માનું) લક્ષણ અણાકુળ-આનંદ છે. બેયની વચ્ચે અંતર (તફાવત) જોઈને, જે પ્રાણી અભિપ્રાયમાં વિકારથી નિવૃત્ત ન હોય તો એને વિકાર અને ( આત્મ) સ્વભાવના ભેદજ્ઞાનનો અભાવ છે, અને જ્યારે વિકારથી નિવૃત્ત થયો તો એની સાથે (આત્મ)જ્ઞાન થયું, વિકારથી નિવૃત્ત થયો તો એની સાથે આત્માનું જ્ઞાન થયું. તો જ્ઞાનમાત્રથી બંધ રોકાઈ ગયો. મિથ્યાત્વથી જે બંધ હતો તે જ્ઞાનમાત્રથી મિથ્યાત્વનો બંધ રોકાઈ ગયો. આહાહા ! બહુ ઝીણું ભાઈ ! છે? “અવિનાભાવી એવા જ્ઞાનમાત્રથી (જ),” એટલે? શુદ્ધચૈતન્ય-જ્ઞાયકભાવના જ્ઞાનમાત્રથી જ-એનું જે જ્ઞાન થયું રાગથી ભિન્ન ચૈતન્યસ્વભાવ-આનંદસ્વરૂપ ભગવાન (આત્મા), એનું જ્ઞાન થયું, તો જ્ઞાનમાત્રથી જ, આહાહા! અજ્ઞાનજન્ય-અજ્ઞાનજન્ય-અજ્ઞાનથી જે બંધ હતો-મિથ્યાત્વથી જે બંધ હતો. “અજ્ઞાનજન્ય એવો જે પૌદગલિક કર્મનો બંધ તેનો નિરોધ થાય છે.” મિથ્યાત્વથી જે બંધન થતું હતું એ ભેદજ્ઞાનીઓ-સમ્યગ્દષ્ટિઓને, મિથ્યાત્વથી જે બંધ થતો હતો, એ બંધ છે નહીં. આહાહા ! સમજાણું કાંઈ...? એ ત્રણ લીટીમાં આટલું છે! બીજો પેરેગ્રાફ, “વળી, જે આ આત્મા અને આસવોનું ભેદજ્ઞાન છે તે અજ્ઞાન છે કે જ્ઞાન છે?-હવે સિદ્ધ કરે છે કે જ્ઞાનમાત્ર-જ્ઞાનમાત્રથી જ બંધનો શા માટે નિરોધ હોય છે એ પ્રશ્ન હતો, હતોને માથે? “જ્ઞાનમાત્રથી બંધનો નિરોધ કેવી રીતે હોય છે”—ગાથા ઉપર (છે). તો જ્ઞાનમાત્ર થયો-ચૈતન્ય સ્વરૂપ, આનંદસ્વરૂપનું (નિજાત્માનું) જ્ઞાન થયું અને રાગના જ્ઞાનથી હઠી ગયો.રાગની રુચિથી ઉઠી ગયો અને સ્વભાવની રુચિમાં આત્માનું જ્ઞાન થયું. આહાહા ! એ જ્ઞાનમાત્રથી મિથ્યાત્વ ને અનંતાનુબંધીનો જે બંધ હતો એ ભેદજ્ઞાનીને રોકાઈ ગયો! અને જો (બંધ) ન રોકાય તો અમે પ્રશ્ન કરીએ છીએ- કહે છે (કે) જ્ઞાનમાત્રથી જ્યાં (આત્મજ્ઞાન થયું. અને “એ આત્મા અને આસવોનું ભેદજ્ઞાન છે તેથી (એ) અજ્ઞાન છે કે જ્ઞાન?” ભગવાન આત્મા, આનંદકંદ પ્રભુ! અને પુણ્ય-પાપના ભાવ દુઃખરૂપ, બન્નેનું ભેદજ્ઞાન Page #117 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ સમયસાર સિદ્ધિ ભાગ-૪ છે-બેયની ભિન્નતાનું ભાન છે-જ્ઞાન છે, એ અજ્ઞાન છે કે જ્ઞાન છે? આવો પ્રશ્ન કરે છે. “જો અજ્ઞાન છે તો આત્મા અને આસવોના ભેદજ્ઞાનથી તેની કાંઈ વિશેષતા ન થઈ.” અજ્ઞાન છે તો રાગ અને આત્માની એકતા છે ત્યાં તો કોઈ ભેદજ્ઞાન તો છે નહીં. રાગ-પુણ્યપાપના ભાવ અને સ્વભાવની જે એકતા છે ત્યારે ભેદજ્ઞાન થયું જ નથી. અજ્ઞાન છે એ તો! (આત્મા)સ્વરૂપનું જ્ઞાન નહીં ને રાગનું જ્ઞાન નહીં, તો તો રાગને પોતાનો માનવો (તે તો) સ્વભાવનું અજ્ઞાન છે. આહાહા ! આવું ઝીણું પડે અને (આત્મા) ઝીણો અરૂપી વસ્તુ! અરૂપીમાં પણ શુભ વિકલ્પ છે એ સ્થળ છેદયા, દાન, વ્રત, ભક્તિના પરિણામ છે એ પણ ધૂળ-અત્યંત સ્થૂળ !! ભગવાન (નિજાત્મા) તો એનાથી તદ્દન ભિન્ન છે. –આવા ભેદજ્ઞાન માત્રથી-જ્ઞાનમાત્રથી એ બંધ રોકાઈ જાય છે. મિથ્યાત્વ ને અજ્ઞાનનો અનંતાનુબંધી (કષાય) રોકાઈ જાય છે. અને જો ન રોકાય તો અમે પૂછીએ છીએ, પ્રશ્ન તો આ હતો ને જ્ઞાનમાત્રથી જ બંધનો નિરોધ થાય છે? કે આ આત્મા અને આસ્રવોનું ભેદજ્ઞાન છે–પુણ્યપાપના ભાવ અને ભગવાન આત્મા એનું જે ભેદજ્ઞાન છે, બન્ને ભિન્ન પડયા એ જ્ઞાન છે. (શું કહે છે?) એ અજ્ઞાન છે કે જ્ઞાન છે? જો અજ્ઞાન છે તો આત્મા અને આગ્નવોનું અભેદજ્ઞાન (રહ્યું) એ તો અભેદ રહ્યા, તો પુણ્ય-પાપના ભાવ ને આત્માને એક માન્યા ત્યાં ભેદજ્ઞાન તો છે નહીં. અજ્ઞાનમાં ભેદજ્ઞાન કયાંથી આવ્યું? આહાહા ! આગ્નવોને (આત્માના) અભેદ જ્ઞાનથી એની કોઈ વિશેષ -જુદાઈ તો ન થઈ, પુણ્ય-પાપના ભાવ ને આત્મા બેય (એક માનવાથી) તમારામાં અજ્ઞાન છે તો પુણ્ય-પાપના ભાવથી હઠયો નહીં–વિશેષતા તો થઈ નહીંઅંતર પડયું નહીં. આહાહાહા ! “અને જો જ્ઞાન છે તો (તે જ્ઞાન) આવોમાં પ્રવર્તે છે કે તેમનાથી નિવત્ છે? જો એ પુણ્ય-પાપના ભાવ અને આત્માનું ભેદજ્ઞાન થયું છે તે જ્ઞાન છે તો તે જ્ઞાન પુણ્ય-પાપમાં પ્રવર્તે છે કે પુણ્ય-પાપના (ભાવોથી) નિવૃત્ત છે? જો એ જ્ઞાન છે તો તે આસવોમાં પ્રવૃત્ત છે કે એનાથી નિવૃત્ત છે? - એ શુભ-અશુભ ભાવને જો તમે જ્ઞાન કહો છો તો એ જ્ઞાન એમાં પ્રવર્તે છે મારા તરીકે માનીને કે એનાથી નિવર્તે છે? જો આસ્રવોમાં પ્રવર્તે છે તો પણ આત્મા ને આગ્નવોના અભેદજ્ઞાનમાં, એનાથી કોઈ અંતર (તફાવત) ન થયો. જ્ઞાન પણ જો પુણ્ય-પાપમાં પ્રવર્તે છે તો ભેદજ્ઞાન નથી, તો એ જ્ઞાનેય નથી. આહાહા ! ઝીણી વાત છે ભાઈ ! આ બોતેર ગાથા બહુ. આહા ! (આત્મા) આસ્રવોથી નિવૃત્ત નથી થતો તો તો આત્મા અને આસવોનું ભેદજ્ઞાન નથી તો (બને) અભેદ થયા-પુણ્ય ને પાપમાં જ્ઞાનસ્વરૂપ ભગવાન (આત્મા) પ્રવર્તે એમાં (તો) અભિપ્રાયમાં (એ ભાવો ) મારા છે એમ રોકાઈ જાય તો તો ભેદજ્ઞાન છે જ નહીં. તો એ જ્ઞાનેય છે નહીં. સમજાણું કાંઈ ? અને જો તે આસ્રવોથી નિવૃત્ત છે, જ્ઞાનનો પ્રશ્ન હતો ને? ( શું ) કે શુભ-અશુભ ભાવ અને ભગવાન આત્મા, એનું ભેદજ્ઞાન છે એ જો જ્ઞાન છે, તો એ જ્ઞાન એમાં (આસવોમાં) પ્રવૃત્ત જો છે તો પણ જ્ઞાન નથી અને જો એ જ્ઞાન એમાં પ્રવૃત્ત નથી, નિવૃત્ત છે, તો (એ જ્ઞાન) આસ્રવોથી Page #118 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૦૨ ૧૦૩ રોકાઈ ગયું છે. જ્ઞાન ( આસ્રવોથી )ભિન્ન થઈ ગયું ! “અને જો આસ્રવોથી નિવર્યું છે તો જ્ઞાનથી જ બંધનો નિરોધ સિદ્ધ થયો.” પુણ્ય-પાપના ભાવોથી ઠીને ( આત્મ ) સ્વભાવનું જ્ઞાન થયું, તો જ્ઞાનમાત્રથી –જ્ઞાન, પુણ્ય-પાપમાં પ્રવર્ત્યે નહીં પોતાના માનીને એમાં ( આસ્રવોમાં ) જતું નથી, તો તો ભેદજ્ઞાન થયું–તો યથાર્થ જ્ઞાન થયું ( તેથી ) જ્ઞાનમાત્રથી બંધનો નિરોધ (સિદ્ધ ) થઈ ગયો. આહાહા ! આ તો વકીલાતની પેઠે કોર્ટ મૂકી છે. ( શ્રોતાઃ- જ્ઞાનની સાથે સ્વરૂપ આચરણ ચારિત્ર પણ સાથે છે ? ) એ, એ જ્ઞાનમાત્ર એને જ કહ્યું. આહા ! આંહી તો રાગ-પુણ્ય-પાપના ભાવથી હઠીને ભેદશાન થયું તો શાન-દર્શનઆચરણ-સ્વરૂપઆચરણ, એ ત્રણેય એક જ છે. એ જ્ઞાનમાત્ર કહેવામાં એ ( ત્રણે ) આવ્યા. એ જ્ઞાનમાત્ર છે ને ! એમાં રાગ ન આવ્યો. આહાહા ! કહો પંડિતજી ? આવી વાત ! અહીંયા તો કહે છે ચાહે તો જાત્રાના ભાવ હો, ભક્તિના ભાવ હો, વ્રતના ભાવ હો, અપવાસના ભાવ હો, ભગવાનના ( નામ ) સ્મરણના ભાવ હો, એ શુભ છે અને શુભ છે એ આસ્રવ છે અને આસ્રવ છે તે દુઃખરૂપ છે અને ભગવાન આત્મા, એનાથી ભિન્ન આનંદરૂપ છે આવું બન્ને વચ્ચે જો ભેદજ્ઞાન થયું, તો એ જ્ઞાન છે કે અજ્ઞાન છે ? જો અજ્ઞાન કહો તો તો પ્રવૃત્તિ-૫૨માં પ્રવર્તે છે તો પણ ભેદજ્ઞાન છે નહીં અને જો એને જ્ઞાન કહો ને શાન એમાં ( આસ્રવોમાં ) પ્રવર્તે છે તો પણ ભેદજ્ઞાન છે નહીં. આહાહા ! સમજાણું કાંઈ ? અભેદજ્ઞાનથી એની કોઈ વિશેષતા ન થઈ. જો આસ્રવોથી નિવૃત્ત છે તો જ્ઞાનથી જ –ભગવાન આત્મા ને શુભ અશુભ ભાવ, મલિનતા અને નિર્મળતા બન્નેનું ભેદજ્ઞાન થયું, એ જ્ઞાન, આસ્રવોથી નિવૃત્ત થયું તો જ્ઞાનમાત્રથી બંધ રોકાઈ ગયો-જ્ઞાનમાત્રથી જ બંધ અને અનંતાનુબંધીનો ભાવ સંસાર તો એ રોકાઈ ગયો, હજુ પ્રમાદનો થોડો બંધ છે એની અહીંયા ગણતરી ગણી નથી. જ્ઞાનથી જ –(માત્ર ) જ્ઞાનથી જ (બંધનો નિરોધ સિદ્ધ થયો. ) આહાહા ! એ શુભાગની રુચિથી હઠીને, ( આત્મ ) સ્વભાવની રુચિ-દૃષ્ટિ અભિપ્રાય થયો તેનાથી એમાં જ્ઞાન થયું આત્માનું-રાગથી ભિન્ન પોતાનું જ્ઞાન થયું ને જ્ઞાનમાત્રથી ( આસ્રવોથી ) નિવૃત્ત થઈ ગયો- પુણ્ય-પાપના પરિણામ (મારાં ) એવા અભિપ્રાયથી નિવૃત્ત થઈ ગયો, જો આસ્રવોથી નિવૃત્ત છે તો જ્ઞાનથી (જ) બંધનો નિરોધ સિદ્ધ થયો. “અને જો આસ્રવોથી નિવર્યું છે તો જ્ઞાનથી જ બંધનો નિરોધ સિદ્ધ થયો કેમ ન કહેવાય ? સિદ્ધ થયો જ કહેવાય. આમ સિદ્ધ થવાથી અજ્ઞાનનો અંશ એવા ક્રિયાનયનું ખંડન થયું”–શું કહે છે? કોઈ એમ માને કે આપણે દયા-દાન-વ્રત-ભક્તિ કરતાં કરતાં (આપણું ) કલ્યાણ થઈ જશે તો એ ક્રિયાનય–અજ્ઞાનનું ખંડન કરી દીધું, કે એનાથી આત્માનું કલ્યાણ થઈ જશે એવી ક્રિયાને માનવાવાળા ક્રિયાનયનું ખંડન થયું, કે તારી (આ ) વાત સાચી નથી. આહાહાહા ! અજ્ઞાનનો અંશ હશે એવી માન્યતાવાળા ક્રિયાનયનું ખંડન કરી દીધું, એનાથી તો ભિન્ન થઈને ( ભેદજ્ઞાન થઈને ) કલ્યાણ હોય છે, એમાં રહીને કલ્યાણ થતું નથી. “વળી જે આત્મા અને આસ્રવોનું ભેદજ્ઞાન છે તે પણ જો આસ્રવોથી નિવૃત્ત ન હોય તો તે જ્ઞાન જ નથી.”—શું કહે છે ? પુણ્ય ને પાપના ભાવ અને ભગવાન આત્મા, બન્નેનું જો ભેદજ્ઞાન થયું ને એ જ્ઞાન, પુણ્ય-પાપથી જો નિવૃત્ત ન હોય તો એ જ્ઞાન જ નથી. એ તો જ્ઞાનમાં ધા૨ણા Page #119 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ સમયસાર સિદ્ધિ ભાગ-૪ કરી લીધી-જ્ઞાનમાં ધારણ કરી લીધી કે પુણ્ય-પાપ પર છે, સ્વભાવ પર છે-ભિન્ન છે, એવી ધારણા કરી, પણ જ્ઞાન પુણ્ય-પાપમાં પ્રવર્તે છે, તો એ જ્ઞાન જ નથી. આહાહાહા ! એ જ્ઞાનનયનું ખંડન થયું-એકાંત જ્ઞાનનયનું ખંડન કરી દીધું. સમજાણું કાંઈ....? (શ્રોતા- ધારણા જ્ઞાનથી અધું કામ તો થઈ ગયું !) ધારણા જ્ઞાનથી કાંઈ કામ થતું નથી એ તો કહે છે એ પ્રવર્તમાન તો હજુ અંદર થયો નથી. ( શ્રોતા - અધું કામ થયું પૂરું નહીં !) ધારણામાં તો અનંત વાર અગિયાર અંગ ભણ્યો એમાં શું? અહીં એ જ કહ્યું કે જો પરિણામમાં પુણ્ય-પાપથી હઠયો નહીં, જ્ઞાન હઠીને આત્મામાં આવ્યું નહીં, તો એ ધારણાનું જ્ઞાનમાત્ર (હોવાથી) એ ક્રિયાનયનું ખંડન કર્યું એ તો શુષ્કજ્ઞાન છે. આવે છે ને ! કોઈ ક્રિયાજડ થઈ રહ્યા, શુષ્કજ્ઞાનમાં કોઈ, માને મારગ મોક્ષનો, કરુણા ઊપજે જોઈ. રાગથી ધર્મ માનવાવાળાને, રાગથી ભિન્ન થઈ (ભેદજ્ઞાનથી) આત્માને લાભ થશે, એમ કહેવાથી, ક્રિયાનયનું ખંડન કર્યું અને જ્ઞાનના એકાંત જાણપણા જાણપણામાત્રથી રાગથી હઠયા વિના, જ્ઞાનમાત્રથી બંધ રોકાઈ જશે, એમ માને તો એ પણ જ્ઞાન જ નથી એ તો અજ્ઞાન છે-શુષ્કજ્ઞાન છે. આહાહા ! જે જ્ઞાન, શુભ-અશુભ ભાવથી હઠીને (આત્મ)સ્વભાવમાં આવ્યું નહીં, તો એ જ્ઞાન જ નથી. તો આવું ધારણાનું જ્ઞાન કરવાવાળાનું અહીં ખંડન કરી દીધું. સમજાણું કાંઈ..? ઝીણી વાત છે ભાઈ ! અત્યારે તો મળવી મુશ્કેલ પડે એવી છે ને ! આહાહા ! (જો આસ્રવોથી નિવૃત ન હોય તો તે ) જ્ઞાન જ નથી એમ સિદ્ધ થવાથી જ્ઞાનનો અંશ એવા-એટલે જાણપણાનું નામ ધરાવ્યું પણ જ્ઞાન, રાગથી હઠયું નહીં-પુણ્ય-પાપના પરિણામથી જ્ઞાન હઠીને (નિજ) સ્વભાવમાં આવ્યું નહીં, તો એ એકલા ધારણાના જ્ઞાનનો અંશ (તેનો) નિષેધ કરી દીધો, એ તારું જ્ઞાનેય સાચું નથી. આહાહા ! ભાષા તો સાદી છે પણ હવે ભાવ તો જે હોય એ હોયને! શું થાય? એ બીજો પેરેગ્રાફ થયો. હવે એનો ભાવાર્થ ભાવાર્થ છે ને! ચાલતી સાદી ભાષામાં, ટીકા ને સંસ્કૃત છે એનો ખુલાસો (ટકામાં) થઈ ગયો, હવે ચાલતી ભાષામાં ખુલાસો (કરે છે) “આસવો અશુચિ છે”આસ્રવ જે પુષ્ય ને પાપના ભાવ, દયા–દાન-વ્રત-ભક્તિ-પૂજા-કામ-ક્રોધ-માન-માયાલોભ આદિ (ભાવ) એ આસ્રવ છે (એ) અશુચિ છે-એ મેલ છે–એ જડ છે (કેમ કે) એ પોતાને જાણતા નથી, બીજા દ્વારા જાણવામાં આવે છે માટે જડ છે. દુઃખના કારણ છે એ આકુળતાને ઉત્પન્ન કરવાવાળા છે-એ પુણ્ય ને પાપના ભાવ (આકુળતાને ઉત્પન્ન કરે છે.) અને આત્મા શુચિ છે અશુચિની સામે પવિત્ર છે-જડની સામે જ્ઞાતા છે-દુ:ખની સામે સુખસ્વરૂપ છે. આ પ્રકારે લક્ષણભેદથી જુઓ તો બેયના લક્ષણો જુદા છે-બેયના ચિન્હ જુદા (જુદા) છે. આહાહાહા ! પુણ્યને પાપના ભાવનું લક્ષણ દુઃખરૂપ છે, ભગવાન (આત્માનું) લક્ષણ આનંદરૂપ છે. આહાહા ! પુણ્ય-પાપનું લક્ષણ અશુચિ ને મેલ છે, ભગવાનનું લક્ષણ શુચિ-પવિત્ર ને નિર્મળાનંદ છે, પુણ્ય-પાપના ભાવ જડ છે કેમ કે એમાં ચૈતન્ય સ્વભાવના અંશનો અભાવ છે અને ભગવાન આત્મા જ્ઞાનસ્વરૂપ વિજ્ઞાનઘન છે. એવા બન્નેના લક્ષણભેદથી આત્મા અને આસ્રવના Page #120 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૭૨ ૧૦૫ લક્ષણભેદથી ( એટલે કે ) લક્ષણની જુદાઈથી–બન્નેના લક્ષણની જુદાઈથી, બન્નેને ભિન્ન (ભિન્ન ) જાણીને– બન્ને પ્રકા૨ના લક્ષણભેદથી બન્નેને જુદા જાણીને, આસ્રવોથી આત્મા નિવૃત થાય છે. એ પુણ્ય ને પાપના પરિણામ મારા હતા અને મને લાભદાયક, એવો જે મિથ્યાત્વભાવ ( હતો ) એનાથી હઠી ગયો નિવૃત્ત થયો, એ પરિણામ મારા નહીં- મારી જાતના નહીં ( એ તો ) કજાત છે. આહાહા ! આવી વાત છે. “એ રીતે લક્ષણભેદથી બન્નેને ભિન્ન જાણીને આસ્રવોથી આત્મા નિવૃત્ત થાય છે અને તેને કર્મનો બંધ થતો નથી.” મિથ્યાત્વ અને અનંતાનુબંધીથી જે બંધ હતો એ બંધ એને થતો નથી– સર્વથા બંધ થતો નથી એવું અહીંયા નહીં, આત્મા અને આસ્રવોનો ભેદ જાણ્યા છતાં જો આત્મા આસ્રવોથી નિવૃત્ત ન થાય તો તે જ્ઞાન જ નથી, ( અજ્ઞાન જ છે )–શુભભાવમાં જ્ઞાન પ્રવર્તે અને માને કે આસ્રવ હું છું તો એ જ્ઞાન જ નથી. આહાહાહા ! જ્ઞાન તો પુણ્ય-પાપના ભાવથી ઠીને, લક્ષણભેદથી જાણીને એનાથી હઠી જાય છે અને ( એ ભાવો ) મારા છે એવું માનતા નથી. ઓહોહો ! તેને કર્મનો બંધ થતો નથી. શુભ-અશુભ ભાવમાં જે પ્રવર્તી રહ્યા છે, તો એ ભેદજ્ઞાન જ નથી, એ તો અજ્ઞાન છે, એને જ્ઞાનેય નથી પરંતુ અજ્ઞાન જ છે. આહાહાહા ! અહીં કોઈ પ્રશ્ન કરે કે અવિરત સમ્યગ્દષ્ટિને ચોથે ગુણસ્થાને જે છે અવિરત સમ્યગ્દષ્ટિ ચોથે ગુણસ્થાને છે એ અવિરત સમ્યગ્દષ્ટિને મિથ્યાત્વ અને અનંતાનુબંધી પ્રકૃતિઓનો તો આસ્રવ થતો નથી, એમને તો મિથ્યાત્વ અને અનંતાનુબંધીનો આસ્રવ નથી–બંધ નથી, પરિણામ નથી તો તેને (તે પ્રકારનું ) બંધન છે નહીં. “પરંતુ અન્ય પ્રકૃત્તિઓનો આસ્રવ થઈને બંધ થાય છે”-સમ્યગ્દષ્ટિને રાગથી હઠીને આત્માનું સમ્યગ્દર્શન થયું તો એને મિથ્યાત્વ અને અનંતાનુબંધીનો તો બંધ થતો ન હોવા છતાં પણ અન્ય પ્રકૃત્તિઓનો તો બંધ છે ( થાય છે ); અભિપ્રાયપૂર્વક(અભિપ્રાયમાં ) આસ્રવોથી નિવૃત્ત થયેલ છે ( છતાં ) બંધ થાય છે જેથી એને જ્ઞાની કહેવો કે અજ્ઞાની ? એમ કહે છે. શું કહ્યું ? કે અવિરતિ સમ્યગ્દષ્ટિ, પુણ્ય-પાપના પરિણામથી ઠુઠીને ભેદજ્ઞાન થયું-આત્માનો અનુભવ થયો તો (તેથી ) એને મિથ્યાત્વ અને અનંતાનુબંધીનો બંધ નથી, પણ બીજો બંધ છે– બીજા (પ્રકા૨ે ) બંધ છે તો એને જ્ઞાની કહેવો કે અજ્ઞાની ? આહાહા ! છે ? તમે કહો છો કે જ્ઞાનમાત્રથી બંધ રોકાઈ જાય છે તેથી એમાં હજી બધો બંધ રોકાઈ ગયો નથી, બંધ છે અવ્રતનો, પ્રમાદનો, કષાયનો બંધ તો છે અને તમે તો કહો છો કે જ્ઞાનીને તો બંધ છે જ નહીં, તો આ અવિરત સમ્યગ્દષ્ટિને જ્ઞાની કહેવા કે અજ્ઞાની કહેવા ? આહાહા ! તેનું સમાધાનઃ- સમ્યગ્દષ્ટિ જીવ શાની જ છે, ચાહે તો અવિરત ચોથે ગુણસ્થાને હો ! આહાહા ! “જ્ઞાની જ છે કા૨ણ કે તે અભિપ્રાયપૂર્વકનાં આસ્રવોથી નિવર્યો છે.” આંહી જુઓ આ, અભિપ્રાયમાં પુણ્ય-પાપ(ના ભાવો) મારા છે(એવી માન્યતાથી ) હઠી ગયો છે, અસ્થિરતાના ભાવ છે-સમ્યગ્દષ્ટિને અસ્થિરતાના પુણ્ય-પાપ ભાવ છે પણ અભિપ્રાયથી હઠી ગયો છે, એ પુણ્ય-પાપ મારા છે એવા (અભિપ્રાયથી ) ઠુઠી ગયો છે. આહાહા ! સમજાણું કાંઈ... ? આવી વાતું ઝીણી છે. (સમ્યગ્દષ્ટિ) અભિપ્રાયપૂર્વકના આસ્રવોથી નિવૃત્ત થયા છે, એને પ્રકૃત્તિઓનો જે Page #121 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ સમયસાર સિદ્ધિ ભાગ-૪ આસવ-બંધ થાય છે તે અભિપ્રાયપૂર્વક નહીં અભિપ્રાયથી નહીં. સમ્યગ્દષ્ટિ થયા પછી ૫૨દ્રવ્યના સ્વામીપણાનો અભાવ છે. પુણ્ય-પાપના ભાવથી હઠીને સ્વભાવનું ભાન સમ્યગ્દર્શન થયું તો એ ૫૨દ્રવ્યના સ્વામીપણાનો તો ( એને ) અભાવ છે. રાગ આવે છે એનું સ્વામીપણું નથી. આહાહા ! સમજાણું કાંઈ... ? સમ્યગ્દષ્ટિને રાગ તો થાય છે, અશુભ પણ થાય છે, શુભ પણ થાય છે. પણ સ્વામી( પણું ) નથી, ( તે ) ૫૨ છે હું એનો સ્વામી નથી. એવા અભિપ્રાયમાં સમ્યગ્દષ્ટિને ૫૨નું સ્વામીપણું હોતું નથી. એટલે જ્યાં સુધી એને ચારિત્ર મોહનો ઉદય છે, સમ્યગ્દષ્ટિ થયો, પુણ્ય-પાપના પરિણામથી અભિપ્રાયમાં ( તેનાથી ) હઠીને સ્વભાવનો અનુભવ-આનંદનો થયો તો અભિપ્રાયથી તો હઠી ગયો પણ અસ્થિરતાના પરિણામ રહ્યા ( છતાં પણ ) તે એનો સ્વામી નથી, એક વાત. અને એ ચારિત્રમોહનો જે ઉદય છે ત્યાં સુધી એના ઉદયાનુસાર આસ્રવ-બંધ હોય છે. એટલે તો આસવ, બંધ થાય છે જ્ઞાનીને પણ, દશમા ગુણસ્થાન સુધી લોભનો ઉદય છે ને ! તો બંધ છ કર્મનો બંધ છે, એનું સ્વામીત્વ એને નથી. ચારિત્રમોહના ઉદયનો જે ભાવ છે એનો એને આસવ, બંધ હોય છે પણ એનો એ (સમ્યગ્દષ્ટિ ) સ્વામી નથી ઘણી નથી. સ્વામી તો શુદ્ધ ચૈતન્યમૂર્તિ ભગવાન (નિજાત્મા )નો સ્વામી છે. આહાહા ! જ્ઞાની(સમ્યગ્દષ્ટિ ) અભિપ્રાયમાં તો આસ્રવ-બંધથી સર્વથા નિવૃત જ થવા ઇચ્છે છે. શું કહે છે ? કે ધર્મી જીવ, પુણ્ય-પાપથી ઠીને પૂર્ણ સ્થિર થવાની ભાવના છે, અભિપ્રાયથી તો નિવૃત્ત થયો પણ પછી પુણ્ય-પાપથી પૂર્ણપણે ઠુઠી ( પોતાનામાં પૂર્ણ )સ્થિર એવી ભાવના છે. પુણ્ય-પાપમાં પ્રવર્તવું એ ઠીક છે, એવું છે નહીં. આહાહા ! અભિપ્રાયમાં તો આસવ-બંધથી સર્વથા નિવૃત્ત જ થવાનું ચાઢે છે. એ શુભ-અશુભભાવથી નિવૃત્ત તો થયા દૃષ્ટિથી, પણ એનાથી પણ હવે તદ્ન અસ્થિરતાથી પણ નિવૃત્ત થવાની ભાવના છે, એ (ભાવો ) રાખવા ઇચ્છતા નથી. આહાહાહા ! આવી વાત છે! (શાની-ધર્મી-ધર્માત્મા )અભિપ્રાયમાં તો તેઓ આસ્રવ-બંધથી સર્વથા નિવૃત્ત જ થવા માગે છે–અભિપ્રાયમાં તો ચારિત્રમોહનો જે ઉદય છે એનાથી પણ સર્વથા નિવૃત્ત થવા ચાહે છે. આહાહા ! ભારે અધિકાર ! આહાહા ! એટલા માટે જ્ઞાની છે. એ ઓલામાં આવે છે જ્ઞાનસાગરમાં, એ જ્ઞાન-શાન, શું આ નહીં, વિધાસાગરના ગુરુ જ્ઞાનસાગર, એમાં ( એના લખાણમાં ) આવે છે કે પૂર્ણ આસ્રવો અને બંધથી નિવૃત્ત હોય તો જ જ્ઞાની કહેવા, એમાં એ આવે છે (તેમણે ) સમયસાર અલગ છપાવ્યું છે ને! જયસેન આચાર્યની ટીકા. ( તે લખે છે )એમ કે ત્યાં સુધી, નહિતર અજ્ઞાની કહેવાય એમ, એમ લખ્યું છે એમાં ત્યાં ! આહા ! આંહી તો જયચંદ્ર પંડિત કહે છે કે જ્યારે પુણ્ય-પાપના ભાવ અસ્થિરતાથી હોવા છતાં પણ અભિપ્રાયમાં સ્વામીપણું છૂટી ગયું છે અને અભિપ્રાયમાં મારા( પણું ) એવું છૂટી ગયું તો એટલા પ્રકારે મિથ્યાત્વ ને અનંતાનુબંધીનો બંધ છે નહીં, તો એમને જ્ઞાની કહે છે, બીજું ચારિત્રમોહના ઉદયથી ( જે ) આસ્રવ, બંધ છે છતાં એમના અભિપ્રાયમાં તો સર્વથા ભિન્ન થવા ચાહે છે તેથી ( તે ભાવ ) ભલે હો, તો પણ જ્ઞાની છે. આહાહા ! આંહી તો ચોથે ગુણસ્થાને જ્ઞાની કહ્યા છે. Page #122 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૦૨ ૧૦૭ એ ત્યાં જ્ઞાનસાગરે એવો અર્થ લીધો (કે) સર્વથા વીતરાગી ભાવ હોય તે જ બંધથી રહિત છે ( અને ) તેને જ જ્ઞાની કહેવાય, એમ લખ્યું છે. આહાહા ! અરેરે ! ભાઈ શું થાય ! છે ? ( શ્રોતાઃ– નીચેવાળા અલ્પજ્ઞાની ને કેવળજ્ઞાની પૂર્ણજ્ઞાની ! ) બેય જ્ઞાની છે. અલ્પજ્ઞાની પણ એ જ્ઞાની જ છે, એ અજ્ઞાની નથી. આહાહા ! અસ્થિરતાના રાગ-દ્વેષ છે માટે તે અજ્ઞાની છે, એમ નથી. ત્યારે એણે એમ કહ્યું છે કે અસ્થિરતાના પણ બધા રાગાદિ છૂટી જાય તો જ તેને જ્ઞાની કહેવાય, એમ કહ્યું છે. અરે ! શું થાય ? આંહી તો ચોથા ગુણસ્થાનમાં, અપ્રત્યાખ્યાની, પ્રત્યાખ્યાની ને સંજવલનનો કષાય હોય છે-ઉદયમાં હોય છે, સત્તામાં તો હો પણ ઉદયમાં પ્રવૃત્તિમાં હોય છે, છતાં એનું (એને ) સ્વામીપણું નથી ને ! એનાથી અભિપ્રાયમાં તો એ નિવૃત્ત થવા જ માગે છે, રાખવા ઇચ્છતા નથી. આહાહા ! એથી ચોથે ગુણસ્થાને આવા અપ્રત્યાખ્યાની, પ્રત્યાખ્યાની, (સંજવલન )ના કષાય થવા છતાં પણ, એને જ્ઞાની કહેવામાં આવે છે. એ (આ વાત ) જયસેન આચાર્યની ટીકામાં આવે છે ને ભાઈ ! પંચમગુણસ્થાન ઉ૫૨થી વાત ત્યાં, એ તો ચારિત્રની અપેક્ષાએ વાત ને લીધી છે મુનિની અપેક્ષાએ વાત લીધી છે ત્યાં. આવે છે ને એમ કે પંચમગુણસ્થાન ઉપ૨ની આમાં વાત લેવી એમ, એ તો ચારિત્રની પ્રધાનતાથી કથન વિશેષ છે એમાં, પણ આ ચોથેગુણસ્થાને શુભ-અશુભભાવ હજી ચારિત્રમોહના ઉદયથી થાય છે માટે તે અજ્ઞાની છે એમ નહીં. આહાહાહા ! “અભિપ્રાયમાં તો તે આસ્રવ-બંધથી નિવૃત્ત થવા જ ઇચ્છે છે તેથી તે જ્ઞાની જ છે.”ભાવના તો આ છે, અસ્થિરતાનો રાગ છે એનાથી પણ વર્તમાનમાં અભિપ્રાયથી નિવૃત્ત છે પણ અસ્થિરતામાંથી પણ સ્થિરતા કરવાનો અભિપ્રાયમાં ભાવ છે–એને છોડીને સ્થિરતા કરવાનો ભાવ છે, એને રાખવાનો ભાવ નથી. આહાહા ! આવું છે. જે આ કહ્યું કે જ્ઞાનીને બંધ થતો નથી એમ કહ્યું છે તેનું કા૨ણ આ પ્રમાણે છે મિથ્યાત્વ સંબંધી બંધ કે જે મિથ્યા અભિપ્રાયથી જે બંધ હતો તે અનંત સંસા૨નું કારણ છે, એ બંધ-રાગની રુચિ છે એ મિથ્યાત્વભાવ છે અને એ મિથ્યાત્વભાવ અનંત સંસા૨નું કારણ છે. તે જ અહીં પ્રધાનપણે વિવક્ષિત (–કહેવા ધારેલો ) છે. તે જ અહીં આ ઠેકાણે, બીજે ઠેકાણે ભલે બીજી અપેક્ષા લીધી હોય (પરંતુ ) અહીં પ્રધાનતા એટલે મુખ્યપણે કથન કરવામાં આવ્યું છે. શું કીધું ? કે સમ્યગ્દષ્ટિને મિથ્યાત્વ સંબંધી બંધ નથી, એ અપેક્ષાએ એને જ્ઞાની જ કહ્યા, ભલે એને રાગાદિ છે ચારિત્રમોહનો ઉદય છે (છતાં ) એના સ્વામી નથી, અભિપ્રાયમાં તો સર્વથા એનાથી છૂટવા ચાહે છે એ કા૨ણે એને જ્ઞાની કહેવામાં આવે છે. એ અહીં મુખ્યપણે કથન છે જ્ઞાની ( કહેવાનું ) આ અપેક્ષાએ મુખ્યપણે કથન છે. પાંચમાં ગુણસ્થાન ( વર્તી ) ઉ૫૨ના જે જ્ઞાનીની વાત છે એ વળી વિશેષ ચારિત્રની અપેક્ષાએ (વાત છે) પણ અહીં મુખ્યતઃ આ વાત છે. แ “અવિરતિ આદિથી જે બંધ થાય છે તે અલ્પ સ્થિતિ-અનુભાગવાળો છે.” સમ્યગ્દષ્ટિને મિથ્યાત્વ અને અનંતાનુબંધીનો અભાવ હોવાથી, એને જ્ઞાની કહ્યા અને એને આ પ્રકા૨નો– મિથ્યાત્વ, અનંતાનુબંધીનો બંધ નથી, હા, એને અવિરતિ સંબંધી બંધ છે. આહાહા ! અવિરતિ આદિ કહ્યું ને ! અવિરતિ ભાવ છે અવ્રત–પ્રમાદભાવ છે, કષાયભાવ છે, જોગ છે. આહાહા ! Page #123 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ સમયસાર સિદ્ધિ ભાગ-૪ (અવિરતિ ) આદિથી જે બંધ થાય છે તે અલ્પ સ્થિતિ ને અનુભાગવાળો છે-અલ્પસ્થિતિ ને અનુભાગ અલ્પ પડે છે. આહાહા ! જ્યાં મિથ્યાત્વ અને અનંતાનુબંધીનો અભાવ થઈને, ભેદજ્ઞાન થયું છે ત્યાં આગળ અનંતાનુબંધી અને અપ્રત્યાખ્યાન (સંબંધી) મિથ્યાત્વ નથી, અવિરતિના પરિણામ છે તો એનાથી અલ્પસ્થિતિ અને અલ્પ અનુભાગનો બંધ થાય છે. “દીર્ધ સંસારનું કારણ નથી” અનંત સંસાર (દીર્ધ સંસાર) શબ્દ પડ્યો છે, કાલે આવ્યું હતું ને અનંત સંસારનું કારણ છે, તો એની સામે અલ્પ સ્થિતિ ને અલ્પ અનુભાગનો બંધ છે. આહાહાહા ! આવું હવે કયાં? દીર્ધ સંસારનું કારણ નથી” દેખો! સમ્યગ્દષ્ટિને પુણ્ય-પાપનું સ્વામીપણું છૂટી ગયું છે અને સ્વભાવનું સ્વામીપણું થયું છે છતાં એ (અસ્થિરતાના ભાવ) છે એનાથી અલ્પસ્થિતિનો બંધ પડે છે પણ એ દીર્ધ સંસારનું કારણ નથી અનંતસંસારનું કારણ નથી. સમજાણું કાંઈ..? આહાહા ! મિથ્યાત્વ છે એ અનંતસંસારનું કારણ છે એને અનંત સંસારનું કારણ કહ્યું કે પહેલાં, એ અનંત સંસારનું કારણ, સમ્યગ્દષ્ટિને (નથી, ભલે) અવિરતિ આદિ હો-પ્રમાદ-કષાયભાવ છે એનાથી અલ્પસ્થિતિ, અલ્પબંધ પડે છે અને દીર્ધ સંસાર નથી. દીર્ધ સંસારનું કારણ નથી, એટલા માટે એ (ભાવો ) પ્રધાન નથી–એ માટે એને મુખ્યપણે ગણવામાં આવ્યા નથી. આહાહા ! પ્રધાન નહીં નામ મુખ્યપણે ગણવામાં આવ્યા નથી. આહા ! “અથવા તો આ પ્રમાણે કારણ છે – જ્ઞાન બંધનું કારણ નથી”આ રાગથી ભિન્ન થયા, આત્મજ્ઞાન છે એ બંધનું કારણ નથી. દેખો! એક વાત આ છે, જ્યાં સુધી જ્ઞાનમાં મિથ્યાત્વનો ઉદય હતો ત્યાં સુધી અજ્ઞાન કહેવાતું હતું. છે ને? (આત્મા) જ્ઞાનસ્વરૂપ જે રાગથી ભિન્ન થઈને પોતાનું જ્ઞાન થયું, એ (આત્મ) જ્ઞાન બંધનું કારણ નથી. જ્યાં સુધી જ્ઞાનમાં મિથ્યાત્વનો ઉદય હતો ત્યાં સુધી એ અજ્ઞાન કહેવાતું હતું અને મિથ્યાત્વના જવાથી, (મિથ્યાત્વ) ગયા પછી અજ્ઞાન નથી પરંતુ જ્ઞાન જ છે. આહાહા ! “તેમાં જે કાંઈ ચારિત્રમોહ સંબંધી વિકાર છે તેનો સ્વામી જ્ઞાની નથી ઘણી નથી તેથી જ્ઞાનીને બંધ નથી”- કેમ કે વિકાર જે બંધરૂપ છે અને બંધનું કારણ છે તે તો બંધની પંક્તિમાં ગયા, આ બે વાત છે. જ્ઞાનની પંક્તિમાં ન આવ્યા, આહાહાહા ! રાગથી ભિન્ન ભેદજ્ઞાન થયું એ પંક્તિમાં બંધ ન આવ્યો, રાગનો બંધ એ બંધ પંક્તિમાં ગયો. આ બે ભાગ પાડી નાખ્યા ! આહાહા ! તર્કથી બંધનું કારણ છે આ બંધ તો બંધ પંક્તિમાં છે-જ્ઞાનની પંક્તિમાં નહીં. આ અર્થના સમર્થનરૂપ કથન આગળ જતાં ગાથાઓમાં કહેશે. પછી વિશેષ આવશે. (શ્રોતા:- પ્રમાણ વચન ગુરુદેવ!) Page #124 -------------------------------------------------------------------------- ________________ શ્લોક–૪૭ શ્લોક – ૪૭ - T T T T T T T (માલિની) परपरिणतिमुज्झत् खण्डयद्भेदवादानिदमुदितमखण्डं ज्ञानमुच्चण्डमुचैः। ननु कथमवकाशः कर्तृकर्मप्रवृत्तैरिह भवति कथं वा पौद्गलः कर्मबन्धः ।।४७।। અહીં કળશરૂપ કાવ્ય કહે છેઃ ૧૦૯ શ્લોકાર્થ:- [ પરપરિગતિમ્ રાત્] ૫૨૫રિણતિને છોડતું, [મેલવાવાન્ વન્દ્વયત્] ભેદનાં કથનોને તોડી પાડતું, [ વમ્ અવ′મ્ પૃથ્વšમ્ જ્ઞાનમ્ ]આ અખંડ અને અત્યંત પ્રચંડ જ્ઞાન[ ઉર્ધ્વ: પવિતમ્ ]પ્રત્યક્ષ ઉદય પામ્યું છે, [ નનુ ] અહો ![ ફ્૪ ] આવા જ્ઞાનમાં[ ′ર્મપ્રવૃત્ત: ] ( ૫૨દ્રવ્યનાં ) કર્તાકર્મની પ્રવૃત્તિનો[ થક્વાશ: ] અવકાશ કેમ હોઈ શકે ?[ વા ] તથા[ પૌન્નત: ર્મવન્ધ: ] પૌદ્ગલિક કર્મબંધ પણ[ Ä ભવતિ ] કેમ હોઈ શકે ? ( ન જ હોઈ શકે. ) (જ્ઞેયોના નિમિત્તથી તથા ક્ષયોપશમના વિશેષથી જ્ઞાનમાં જે અનેક ખંડરૂપ આકા૨ો પ્રતિભાસમાં આવતા હતા તેમનાથી રહિત જ્ઞાનમાત્ર આકાર હવે અનુભવમાં આવ્યો તેથી ‘અખંડ’ એવું વિશેષણ જ્ઞાનને આપ્યું છે. મતિજ્ઞાન આદિ જે અનેક ભેદો કહેવાતા હતા તેમને દૂર કરતું ઉદય પામ્યું છે તેથી ‘ભેદનાં કથનોને તોડી પાડતું’ એમ કહ્યું છે. ૫૨ના નિમિત્તે રાગાદિરૂપ પરિણમતું હતું તે પરિણિતને છોડતું ઉદય પામ્યું છે તેથી ‘૫૨૫રિણતિને છોડતું' એમ કહ્યું છે. ૫૨ના નિમિત્તથી રાગાદિરૂપ પરિણમતું નથી, બળવાન છે તેથી ‘અત્યંત પ્રચંડ’ કહ્યું છે. ) ભાવાર્થ:- કર્મબંધ તો અજ્ઞાનથી થયેલી કર્તાકર્મની પ્રવૃત્તિથી હતો. હવે જ્યારે ભેદભાવને અને ૫૨૫રિણતિને દૂર કરી એકાકાર જ્ઞાન પ્રગટ થયું ત્યારે ભેદરૂપ કા૨કની પ્રવૃત્તિ મટી; તો પછી હવે બંધ શા માટે હોય ? અર્થાત્ ન હોય. ૪૭. પ્રવચન નં. ૧૫૫ શ્ર્લોક-૪૭ તથા ગાથા-૭૩ તા. ૩૦/૧૨/૭૮ શનિવા૨ પોષ સુદ-૧ બોંતેર ગાથાનો કળશ છે. परपरिणतिमुज्झत् खण्डयद्भेदवादा - निदमुदितमखण्डं ज्ञानमुच्चण्डमुचैः । ननु कथमवकाशः कर्तृकर्मप्रवृत्तै - रिह भवति कथं वा पौद्गलः कर्मबन्धः।।४७।। શું કહે છે? કે આ આત્મા જે છે એ પુણ્ય-પાપના ભાવ જે અશુચિ છે. ( આત્મા ) અશુચિથી ભિન્ન છે-પવિત્ર છે, ચૈતન્યઘન છે. પુણ્ય-પાપના ભાવ અશુચિ છે, જડ છે, દુઃખરૂપ Page #125 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ સમયસાર સિદ્ધિ ભાગ-૪ છે. આત્મા પવિત્ર છે, ચૈતન્ય છે ને આનંદરૂપ છે– આવું જેમને બેય વચ્ચેનું ભેદજ્ઞાન થયું એને જ્ઞાની અને ધર્મી કહેવામાં આવે છે. આહાહા ! ધર્મી એટલે કે આત્મા આનંદસ્વરૂપ (છે ) એનો અંત૨માં રાગથી ભિન્ન થઇને અનુભવ થવો આનંદનું વેદન થવું–અખંડજ્ઞાનનું ભાન થયું, એનું નામ ભેદજ્ઞાન-સમ્યજ્ઞાન કહેવામાં આવે છે. આ એનો શ્લોક જરી છે. (કહે છે) કે જેમને અંત૨માં શુભ-અશુભ ભાવથી ભિન્ન, આત્માનું ભાન થયું, એ સમ્યગ્દષ્ટિ છે–સમ્યજ્ઞાની છે અને જેમને એ પુણ્ય-પાપના ભાવ મારા છે મારું કાર્ય છે એવું માનવાવાળાને મિથ્યાર્દષ્ટિ કહે છે. તો ( કળશમાં ) કહે છે કે “પ૨ પરિણતિ ઉજઝત ”–૫૨ પરિણતિને છોડતો થકો. શું કહે છે ? આત્મા આનંદસ્વરૂપનું જેમને અંત૨માં, રાગના વિકલ્પથી ભિન્ન (પણે ) ભાન થયું, એ રાગને છોડતો થકો, ૫૨૫રિણતિ નામ રાગ, ચાહે તો શુભ ( રાગ ) હો, અશુભ હો– એ છોડતો થકો ! આહાહા ! ઝીણી વાત છે ભાઈ ! “ભેદનાં કથનોને તોડી પાડતું”–ભેદને તોડતો થકો– અંદ૨માં જે મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન આદિ જે ભેદ છે (એ ) ભેદનું લક્ષ પણ છોડતો થકો, અભેદજ્ઞાયકસ્વભાવ-ચૈતન્યમૂર્તિની અભેદની દૃષ્ટિથી, ભેદને છોડતો થકો-અંદ૨માં જે મતિજ્ઞાન ને શ્રુતજ્ઞાન આદિ જે ભેદ છે એ ભેદનું લક્ષ છોડતો થકો, ઝીણી વાત છે ભાઈ ! આહાહા ! (નિજ ) સ્વભાવ શુદ્ધ ચૈતન્ય એનો આશ્રય લઇને, જે પરિણતિ શુદ્ધ નિર્મળ થઇ, એ ૫૨૫રિણતિને છોડે છે. આહાહા ! આવો ધર્મ ! એ ભેદવાદથી પણ છૂટે છે. અભેદ ચૈતન્ય-અખંડ છે એની દૃષ્ટિ ત્યાં છે. આહાહા ! “ભેદનાં કથનોને તોડતો”—તોડતાનો અર્થ- કથનોનો અર્થ, ભેદનાં ભાવને તોડતો થકો, ચૈતન્યસ્વરૂપ ભગવાન આત્મા જ્ઞાયક જે અભેદ છે, એવી દૃષ્ટિ જ્યારે થઈ ત્યારે ભેદનું લક્ષ એમાં ( એને ) રહેતું નથી. ભેદને તોડતો થકો ! આહાહા ! આવી વાત છે. “ઈદમ્ અખંડમ્ ઉચ્ચડમ્ જ્ઞાનમ્” આ ભગવાન આત્મા જ્ઞાયકભાવરૂપી જે અખંડજ્ઞાન છે– જ્ઞાયકભાવ છે- અખંડ જ્ઞાયક ભાવ ! આ અખંડ અને અત્યંત પ્રચંડ–ઉગ્ર જ્ઞાનની દશા પ્રગટ થઈ, ધર્મ ત્યારે થાય છે કે રાગથી ભિન્ન થઇને સ્વભાવ અભેદને અખંડજ્ઞાનની પ્રતીત-અનુભવ થયો, તો ( ત્યા૨ે ) એ અખંડજ્ઞાનમાં પ્રચંડજ્ઞાનમાં પ્રતીતિ થાય છે. આહાહા ! આવ્યો છે આજ ( અલૌકિક ) એ બોંતેર ગાથાનો કળશ છે ને ! જેમને અંદ૨માં શુભ-અશુભ ભાવ મેલ તરીકે અનુભવમાં આવ્યા, તો તેમને ભગવાન આત્મા નિર્મળાનંદ તરીકે અનુભવમાં આવે છે, ત્યારે તે એ મેલને છોડે છે અને જ્યારે અખંડ જ્ઞાયકભાવ દૃષ્ટિમાં આવ્યો તો પર્યાયના ભેદનું લક્ષ (પણ ) છૂટી જાય છે. આહાહા ! આવી વાત છે. અને અખંડ પ્રચંડ જ્ઞાન ધ્યાનમાં આવે છે– અખંડ જ્ઞાયકભાવ, પરિપૂર્ણસ્વરૂપ એવું અખંડ જ્ઞાન પ્રચંડ–મહા ઉગ્રસ્વભાવ, જેવો વિશેષ-અતિશય છે એવું જ્ઞાન અનુભવમાં આવે છે. આહાહાહા ! આવી વાત છે. આવા જ્ઞાનમાં પ્રત્યક્ષ ઉદયને પ્રાસ પામ્યું છે. જ્ઞાનસ્વરૂપ જ્ઞાયકભાવ જ્યારે એની દૃષ્ટિમાં આવ્યો અને પર્યાયબુદ્ધિ, ભેદબુદ્ધિ અને રાગબુદ્ધિ છૂટી ગઈ, તો પ્રત્યક્ષજ્ઞાન-અખંડ એ પ્રત્યક્ષ ઉદયમાં આવ્યો ! આહાહા ! એ જ્ઞાયકભાવ જે અખંડ-અભેદ છે એ પ્રત્યક્ષ-પ્રગટમાં Page #126 -------------------------------------------------------------------------- ________________ શ્લોક-૪૭ ૧૧૧ આવ્યો ! ભાષા...અને અહો ! આવા જ્ઞાનમાં, જ્યાં ભગવાન આત્મા જ્ઞાયકસ્વરૂપમાં આવ્યો, પોતાની પ્રતીતિમાં અખંડજ્ઞાનની પ્રતીતિ થઈ– અખંડજ્ઞાન દ્રવ્યસ્વભાવ એ જ્ઞાનમાં શ્રદ્ધામાં આવ્યો, (એટલે કે, પોતાની પ્રતીતિમાં અખંડજ્ઞાનની પ્રતીતિ થઈ– અખંડજ્ઞાનદ્રવ્યસ્વભાવ (પોતાના) જ્ઞાનમાં શ્રદ્ધામાં આવ્યો, તો એને કર્મબંધન કેમ હોઈ શકે ? ( ન જ હોઈ શકે ) ભેદ હોય નહીં, પરંપરિણતિ છૂટી જાય છે એને કર્મબંધન કયાંથી હોય? (ન હોય) એમ કહે છે. આહાહા ! સમજાણું કાંઇ? આવી વાત છે. આ જ્ઞાનમાં પરદ્રવ્યના કર્તાકર્મની પ્રવૃત્તિ”—રાગ મારું કાર્ય છે ને હું તેનો કર્તા છું એવું કયાં આવ્યું ત્યાં? જ્ઞાનસ્વરૂપનું-અખંડજ્ઞાયકનું ભાન થયું ત્યાં રાગનું કાર્ય મારું ને હું તેનો કર્તા છું એવું કયાં આવ્યું? એવું હોતું નથી. ઝીણી વાત છે ભાઈ ! શ્લોક જ ઝીણો છે ને ! સમ્યજ્ઞાન થયું તો શી રીતે થયું અને થયું તો કેવી એની દશા હોય છે, એ વાત કહે છે. આહાહા! જ્યાં જ્ઞાયકભાવ, વર્તમાન પર્યાય જે છે તેને (આત્મ) દ્રવ્ય તરફ ઝૂકાવવાથી જે વર્તમાન પર્યાય છે તેને ત્રિકાળ ભગવાન પૂર્ણ દ્રવ્ય-તત્ત્વ જે છે ત્યાં પર્યાયને મગ્ન કરવાથીજોડવાથી, પરપરિણતિ છૂટી જાય છે. આહાહા! ભેદ ઉપરનું લક્ષ પણ છૂટી જાય છે અને અખંડ, પ્રચંડજ્ઞાન પ્રગટ પ્રત્યક્ષ અનુભવમાં આવે છે. ચીમનભાઈ ? આવી વાત છે, બાપુ ! અરે રે ! અનાદિથી એની વર્તમાન પર્યાય છે ને પ્રગટ (છે) એ પર્યાય ઉપર એની રુચિ ને રમતું છે અનાદિથી પણ એ પર્યાયની સમીપમાં અંતરમાં આત્મતત્ત્વ આખું પૂર્ણ આનંદકંદ જ્ઞાયક છે, એ ઉપર તો દૃષ્ટિ કદી કરી નહીં. આહાહા ! વર્તમાન પ્રગટ જે પર્યાય છે જ્ઞાનનો વિકાસ અને રાગ, એ ઉપર અનાદિની રમતું-રુચિ છે, તો એ રુચિ છોડીને, જ્ઞાયક જે પર્યાયની સમીપમાં પૂર્ણાનંદ પ્રભુ (નિજાત્મા) એ બાજુ પર્યાય ઝૂકવાથી, અખંડજ્ઞાન પ્રત્યક્ષ પ્રતીતમાં અનુભવમાં આવે છે. એમાં કર્તાકર્મની પ્રવૃત્તિનો કયાં અવકાશ રહ્યો? એમ કહે છે. રાગ મારું કાર્ય છે ને હું તેનો કર્તા છું-જ્ઞાયક તેનો કર્તા એ શી રીતે કહેવાય? આહાહા... ઝીણી વાત છે ભાઈ ! (“આવા જ્ઞાનમાં (પરદ્રવ્યનાં) કર્તાકર્મની પ્રવૃત્તિનો અવકાશ કેમ હોઈ શકે?) કર્તાકર્મની પ્રવૃત્તિનો અવકાશ કેમ હોઈ શકે? અખંડ જ્ઞાયકભાવ, પૂર્ણ આનંદસ્વરૂપ પ્રભુ! રાગથી ભિન્ન થઇને, પ્રતીતમાં-અનુભવમાં-જ્ઞાનમાં શેય તરીકે આવ્યો, હવે એને રાગ કાર્ય ને રાગનો કર્તા હું એવું એમાં અવકાશ (જ) છે નહીં, આવી વાત છે. તથા પૌદ્ગલિક કર્મબંધ પણ કેમ હોઈ શકે? (ન જ હોઈ શકે.) આહાહા ! ભગવાન આત્મામાં જ્યાં દૃષ્ટિ લગાવીજ્ઞાયકસ્વરૂપમાં જ્યાં પર્યાયે દૃષ્ટિ લગાવી, (આત્મ) દ્રવ્ય ઉપર પર્યાયે (દષ્ટિ લગાવી) તો આવું દ્રવ્ય જ્યાં પ્રતીતમાં અનુભવમાં આવ્યું, એને (હવે) કર્તાકર્મ કયાંથી હોય? રાગ કર્તા ને રાગનું કાર્ય અને પુદ્ગલનો બંધ કેમ થાય? આહાહા ! સમજાણું કાંઈ? ઝીણી વાત છે ભાઈ ! વીતરાગ મારગ ! આહાહાહા ! આખો દ્રવ્યસ્વભાવ પૂર્ણસ્વભાવ, અખંડ-અભેદ સ્વભાવ, એ પર્યાયદેષ્ટિમાં ખ્યાલમાં નથી આવતો એને, એવી પર્યાયષ્ટિ છોડીને, પૂર્ણ અખંડ જ્ઞાયકભાવ ઉપર દૃષ્ટિ લગાવવાથી જ્ઞાયકભાવ પ્રતીતમાં અનુભવમાં આવે છે એનું નામ સમ્યજ્ઞાન ને સમ્યગ્દર્શન છે. આહાહા! એમાં Page #127 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ સમયસાર સિદ્ધિ ભાગ-૪ (પદ્રવ્યની) કર્તાકર્મની પ્રવૃત્તિ કેમ હોય? જ્ઞાયકભાવ જ્યાં પ્રતીતમાં અનુભવમાં આવ્યો એ જ્ઞાયકભાવ કર્તા ને રાગ કર્મ, એમ શી રીતે હોઈ શકે? અને આવો શાકભાવ દૃષ્ટિમાં આવ્યો, એને કર્મબંધન શી રીતે હોઈ શકે? કર્મબંધન થતું નથી. સમજાણું કાંઇ...? કયારેય થઈ શકતું નથી. કળશ સૂક્ષ્મ છે. સમ્યજ્ઞાન થયા પછી શું હોય છે તેની વાત છે. કેમકે પાઠમાં આમ આવ્યું ને કે આત્મા છે એ તો જ્ઞાયકસ્વરૂપ છે, અને પુણ્ય-પાપના ભાવ મલિન, અશુચિ, અપવિત્ર છે. તો ભગવાન આત્મા, સમીપમાં પડ્યો છે એ મહાપ્રભુ પવિત્ર છે (અને) એ પુણ્ય-પાપના ભાવ અચેતન, જ્ઞાયકભાવનો એમાં અંશ નથી (તેથી) તે શુભ-અશુભ ભાવ અચેતન જડ છે. તો ભગવાન જ્ઞાયક સ્વરૂપ ચૈતન્ય વિજ્ઞાનઘન છે. (વળી) પુણ્ય ને પાપના ભાવ આકુળતાને ઉત્પન્ન કરવાવાળા છે તો ભગવાન આત્મા તો અનાકુળ-આનંદકંદ છે. આહાહા! આવું બેયની વચ્ચેનું ભેદજ્ઞાન થવાથી, એમાં કર્તાકર્મની પ્રવૃત્તિ કેમ હોઈ શકે? અને પુદ્ગલનો બંધ કેમ હોય? (કદી ન હોય.) એ તો અખંડ જ્ઞાયકભાવ જ્યાં અનુભવમાં આવ્યો ત્યાં બંધેય નહીં ને ભેદેય નહીં ને કર્તાકર્મની પ્રવૃત્તિય નહીં. સમજાણું કાંઈ? શ્લોક ઝીણા છે, ભાઈ ! આહાહાહા ! વીતરાગસ્વરૂપ પ્રભુ ! આ વીતરાગસ્વરૂપ પ્રભુ આત્મા ! એ વીતરાગ બિમ્બ ! પ્રભુ જિનબિમ્બ ! “ઘટ ઘટ અંતર જિન વસે, ઘટ ઘટ અંતર જૈન, મત મદિરાકે પાનસોં, મતવાલા સમજે ન.” (શું કહે છે?) ઘટ ઘટ અંતર વીતરાગસ્વરૂપી ભગવાન (આત્મા) બિરાજમાન છે એવો રાગથી ભિન્ન થઈને, વીતરાગસ્વભાવી, આત્માનું જ્ઞાન થયું, એ અખંડજ્ઞાનની પ્રતીત-ભાનમાં આવ્યો, એને કર્તાકર્મની પ્રવૃત્તિ કેમ હોય? રાગ કાર્ય ને રાગનો કર્તા આત્મા, (એવું) જ્ઞાયકસ્વભાવમાં શી રીતે હોય? અને આવો જ્ઞાયકભાવ, અબંધસ્વરૂપ-મુક્તસ્વરૂપવીતરાગસ્વરૂપ દેષ્ટિમાં આવ્યો એને બંધ કેમ હોય? કેમ કે એ તો અબંધસ્વરૂપ છે, એને બંધ શી રીતે નવો હોય ? આહાહા ! સમજાય છે ? આહાહા! આવી વાત છે કળશમાં ! વર્તમાન પર્યાય જે પ્રગટ છે એ તો અંશ છે અને એ આઘે જાય છે–દૂર તો રાગ આવે છે, તો એ રાગ ને અંશ બુદ્ધિને છોડીને, નિરંશ જે ભગવાન (આત્મા) પૂરણ અખંડ આનંદ પ્રભુ! એના ઉપર પોતાનું અહંપણું (સ્થાપી) શ્રદ્ધાનું ભાન થયું, ત્યાં કર્તાકર્મની પ્રવૃત્તિ કેમ હોય? અને પુગલ કર્મનો બંધ કેમ હોય? આહા! આવી વાત છે. જ્યાં સુધી રાગ મારું કાર્ય છે અને રાગનો હું કર્તા છું (એવી માન્યતા) એ તો અજ્ઞાન છે, જ્ઞાનસ્વરૂપી ભગવાન (જ્ઞાયકભાવ) રાગનો કર્તા કેમ હોય ? એવો જ્ઞાયકભાવ જ્યારે દૃષ્ટિમાં આવે છે ત્યારે રાગનું કર્તુત્વ છૂટી જાય છે, પુદ્ગલ કર્મનો બંધ થતો નથી, ઝીણી વાત છે- મુદ્દાની વાત છે ભાઈ ! આહાહાહા! વર્તમાનમાં તો બધી રમતું માંડી છે બધી આત્મદ્રવ્ય છોડીને, ભગવાન આખો દ્રવ્ય (આત્મા) ભગવાન પરિપૂર્ણ પરમાત્મા છે, હેં? (શ્રોતા:- મુદ્દાની વાત છે) એ ઉપર તો દૃષ્ટિ નહીં ને એક સમયની પર્યાય ઉપર દૃષ્ટિ ને રાગ ઉપર દૃષ્ટિ હોવાથી મિથ્યાત્વથી પરિભ્રમણ કરે છે એ (અજ્ઞાની). આહાહાહા ! એ એક સમયની પર્યાય-રાગ ચાહે તો શુભ હો, એ તરફની રુચિ અને દૃષ્ટિ છે તેને Page #128 -------------------------------------------------------------------------- ________________ શ્લોક-૪૭ ૧૧૩ છોડીને, ત્રિકાળી જ્ઞાયકભાવ ઉ૫૨ દૃષ્ટિ કરવાથી અખંડ જ્ઞાયકભાવ પ્રતીતમાં ( અનુભવમાં ) આવે છે, એને કર્મબંધન છૂટી જાય છે ને કર્તાકર્મની પ્રવૃત્તિ હોતી નથી, કહો સમજાણું આમાં ? આહાહા ! આવી વાત પહેલી સાંભળવી કઠણ પડે ! પરિચય કરે, સમજે તો સમજાય એવી ચીજ છે. પોતે જ્ઞાનપિંડ છે ને ! એ તો સમજણનો પિંડ છે એ શાયકભાવ એકલો જ્ઞાન૨સથી ભરેલોપરિપૂર્ણ જ્ઞાન૨સથી ભરેલો ભગવાન (આત્મા), એની અંતરના સત્ત્વની, સત્ એવો જે આત્મા તેનું સત્ત્વ એકલું શાયકભાવ૨સ તેના ઉપર દૃષ્ટિ પડતાં તેની પર્યાય બુદ્ધિ-રાગબુદ્ધિ છૂટી જાય છે. સમજાણું કાંઇ... ? કહો, પુનાતર ? આવી વાતું છે. આહાહાહા ! એનો કૌંસ હવે, એ શબ્દાર્થ કર્યો ને ! કૌંસમાં નીચે (જુઓ !) શેયોના નિમિત્તથી જાણવાના નિમિત્તથી, જે આત્મામાં ખંડ ખંડ થાય તથા ક્ષયોપશમના વિશેષથી જ્ઞાનમાં જે અનેક ખંડરૂપ આકારો-પર્યાયમાં ક્ષયોપશમરૂપ અવસ્થાથી ખંડ ખંડ જ્ઞાન એ આકા૨ો પ્રતિભાસમાં આવતા હતા, શું કહે છે? શેયના નિમિત્તથી ખંડખંડ ભેદ અને ક્ષયોપશમની જ્ઞાનની પર્યાયમાં (જે ) ખંડખંડ પોતાને કા૨ણે થતા હતા, એ ખંડખંડ જ્ઞાન, લક્ષમાં અનાદિથી હતું અર્થાત્ એ પર્યાય જે છે ખંડવાળી, એનાં ઉ૫૨ દૃષ્ટિ અનાદિની છે. આહાહાહા! એનાથી રહિત જ્ઞાનમાત્રનો એકલો જ્ઞાનસ્વભાવ, ખંડજ્ઞાન નહીં, પર્યાયમાં ભેદજ્ઞાન એય નહીં, એકલો જ્ઞાનઆકાર સ્વરૂપ ભગવાન ચૈતન્ય, પૂર્ણ જ્ઞાયકભાવ !! એવો આકાર હવે અનુભવમાં આવ્યો ! ભાવ તો જરી ઝીંણાં છે, પણ હવે ભાષા તો સાદી છે. પર્યાયમાં ખંડખંડ જ્ઞાન, અનાદિથી ખ્યાલમાં આવતું હતું એને છોડીને અખંડ જ્ઞાયકભાવ-આકાર જ્યાં આકાર એકરૂપ ખ્યાલમાં આવ્યો! એકરૂપ જ્ઞાયકભાવ ખ્યાલમાં (જ્ઞાનમાં) આવ્યો અનુભવમાં આવ્યો. આહાહાહા ! એટલા માટે જ્ઞાનને અખંડ વિશેષણ આપ્યું, જ્ઞાનને અખંડ વિશેષણ કેમ દીધું ? કે જ્ઞાનની પર્યાયમાં ખંડખંડ જ્ઞાન જ્યાં હતું, એની દૃષ્ટિ છોડીને, અખંડ જ્ઞાયકમાં દૃષ્ટિ થઈ તો એને અખંડજ્ઞાન ખ્યાલમાં આવ્યું, માટે અખંડ વિશેષણ આપ્યું, જે પર્યાયમાં ખંડખંડ ( જ્ઞાન હતું ) એ દૃષ્ટિ છૂટીને અખંડજ્ઞાયક ઉ૫૨ દૃષ્ટિ થઈ તો અખંડ વિશેષણ કહેવામાં આવ્યું. આહા ! મારગ આવો છે ભાઈ ! આહાહાહા! -મતિજ્ઞાન આદિ અનેક ભેદ કહેવામાં આવતા હતા, ‘ભેદને તોડતું’ એમ આવ્યું ને ? કળશમાં એમ લીધું છે. કર્તાકર્મ ક૨ણ ( આદિ ) ભેદને તોડતું રાગ કર્તા ને રાગ મારું કાર્ય ને રાગ સાધન, એવા કર્તાકર્મના રાગના ભેદને છોડતું. અહીં કહે છે મતિજ્ઞાન આદિના (જે ) અનેક ભેદ કહેવામાં આવતા હતા- પર્યાયમાં ભિન્ન-ભિન્ન જ્ઞાનની પર્યાય જે કહેવામાં આવતી હતી, એને ( ભેદને ) દૂર કરતો થકો, ખંડ–ખંડ જ્ઞાનને દૂર કરતો થકો, અખંડજ્ઞાનમાં દૃષ્ટિ દેતો થકો, આહાહાહા ! આવી વાત આવો ધર્મ હવે! માણસને પછી બહારની પ્રવૃત્તિઓને (ધર્મ ) માનનારાઓને તો એકાંત લાગે આ ! ધમાલ, ધમાલ આ બહારથી...આમ જાત્રાને માણસોને પ્રવૃત્તિ વ્રતની ને નિયમની ને તપની પ્રભુ ! એ તો પરલક્ષી વાતું છે બાપુ ! આહાહાહા ! ભગવાન આત્મા અખંડ આનંદ પ્રભુ ! એ લક્ષમાં આવ્યા વિના, એને ભેદજ્ઞાન સાચું થતું નથી. અખંડજ્ઞાન-પૂર્ણજ્ઞાન-જ્ઞાયકભાવ દૃષ્ટિમાં આવ્યા વિના, ખંડજ્ઞાન અને રાગથી ભિન્ન Page #129 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ સમયસાર સિદ્ધિ ભાગ-૪ થતો નથી. આહાહા ! આવી વાતું! ઓલા તો કહે, વ્રત કરો, તપસ્યા કરો, અપવાસ કરો, જાત્રા કરો, કરવું ત્યાં તો રાગનું કરવું થાય છે. ભગવાન (આત્મા) તો અબંધસ્વરૂપ રાગરહિત છે, એવા અબંધસ્વરૂપ (મુક્તસ્વરૂપ)ની દૃષ્ટિમાં રાગનું કર્તુત્વ પણ છે નહીં, તો એને બંધન પણ છે નહીં. આહા ! સમ્યગ્દર્શનમાંથી લીધું એ તો આ જોર! મતિજ્ઞાન આદિ અનેક ભેદો કહેવાતા હતા, એને દૂર કરતો થકો એટલે કે એકરૂપ જ્ઞાયકભાવ દૃષ્ટિમાં લેતો થકો, ખંડ-ખંડ જ્ઞાનને દૂર કરતો-કરતો, ઉદયને પ્રાપ્ત-ઉદય પામ્યું છે તેથી ભેદનાં કથનોને તોડી પાડતું' એમ કહ્યું છે.-અભેદ જ્ઞાયકભાવ પ્રગટ થયો, ઉદય નામ પ્રગટ થયો, જે ખંડજ્ઞાન પ્રગટ હતું એ હવે અખંડજ્ઞાન પ્રગટ થયું પર્યાયમાં ! આહાહાહા ! “તેથી ભેદનાં કથનોને તોડી પાડતું” એમ કહ્યું છે. પરના નિમિત્તથી રાગાદિરૂપ, પહેલો શબ્દ છે-પરપરિણતિ-પરના નિમિત્તથી રાગ-દ્વેષ આદિ (રૂપે) પરિમિત થતો હતો, એ પરિણતિને છોડતો થકો, પહેલો શબ્દ છે ને ! “પપરિણતિ ઉજઝ” એનો અર્થ પછી લીધો. આહાહા! બહુ કામ ઊંડા! બાપા! પર પરિણતિને છોડતો થકો, ઉદયને પામ્યું છે તેથી “પર પરિણતિને છોડતું” એમ કહ્યું છે. ઉદયને પામ્યું છે (એટલે કે ) જ્ઞાયકભાવ પ્રગટ થયો છે. જે ખંડ-ખંડ જ્ઞાન પ્રગટ હતું, હવે (અખંડ) જ્ઞાયકભાવ પ્રગટ થયો! આહાહા! ચૈતન્યજ્યોત અભેદ-અખંડ જ્ઞાયક પ્રગટ થયો, એનું નામ સમ્યગ્દર્શન ને સમ્યજ્ઞાન છે, એટલા માટે પર પરિણતિને છોડતો થકો, એમ કહ્યું છે. પરના નિમિત્તથી રાગાદિરૂપ પરિણમિત થતો નથી–હવે રાગરૂપે પરિણમિત નહીં. અખંડ જ્ઞાયકભાવની દૃષ્ટિ થઈ તો નિર્મળ પરિણતિપણે પરિણમન થાય છે, અખંડ જ્ઞાયકભાવની દૃષ્ટિ થઈ, પર્યાય ને ભેદબુદ્ધિ છૂટી ગઈ ત્યારે અખંડ નિર્મળ પરિણતિપણે પરિણમિત ( પરિણામ) કરે છે, રાગનું પરિણમન કરતો નથી. આહા ! આવો શ્લોક આવ્યો છે આ લ્યો ! પરના નિમિત્તથી રાગાદિરૂપ પરિણમતું નથી, બળવાન છે.” એટલે જ્ઞાયકસ્વભાવની જ્યાં દૃષ્ટિ થઈ, જોરદાર જ્ઞાયકભાવ છે, કે (તેથી) જ્ઞાયકભાવમાં રાગની પરિણતિ થતી નથી, એવો બળવાન જ્ઞાયકભાવ છે! આહાહા ! આવી છે વસ્તુ તો! આ બહારની પ્રવૃત્તિમાં (ધર્મ) માનનારાને આ તો એવું લાગે કે... બળવાન છે, શું કહે છે એ? રાગના (ભાવોને ) છોડવાથી અને ભેદ ઉપરથી લક્ષ છોડવાથી બળવાનનો અર્થ એ થાય છે. રાગના વિકારની રુચિ છોડવાથી અને અબદ્ધસ્વભાવની દૃષ્ટિ થવાથી, ભેદની દૃષ્ટિ (પણ) છોડવાથી અભેદની દૃષ્ટિ કરવાથી આત્મા બળવાન થયો, (તેથી) રાગરૂપે પરિણમતો નથી. આહાહા ! હજી તો વાત પકડવી કઠણ પડે! આહાહા ! પર્યાયબુદ્ધિની આડમાં ભગવાન ( નિજાત્મા) અંદર પડ્યો છે, સંતાઈને પડયો છે. એની વાત કરે છે અહીંયા (કે) રાગબુદ્ધિ અને પર્યાયબુદ્ધિ વર્તમાન રાગબુદ્ધિ અને કાં પર્યાયબુદ્ધિ એ બુદ્ધિમાં ભગવાન અખંડ આનંદ-અરાગી અને વીતરાગી અખંડ, એથી સ્વભાવ ઢંકાઈ ગયો છે. રાગબુદ્ધિ અને પર્યાય-અંશ બુદ્ધિમાં, અરાગી-વીતરાગને અખંડજ્ઞાન એ ઢંકાઈ ગયા છે. કહો, પંડિતજી? આહાહા ! (ઓહોહો !) અને અખંડ દ્રવ્યબુદ્ધિ અને પૂર્ણજ્ઞાયક બુદ્ધિમાં, ખંડબુદ્ધિને ભેદબુદ્ધિ છૂટી Page #130 -------------------------------------------------------------------------- ________________ શ્લોક-૪૭ ૧૧૫ ગઈ છે. આહાહા ! આવું છે. જેથી અખંડ-અબંધ સ્વભાવની બુદ્ધિ થઈ–ભેદજ્ઞાન અંતરમાં થયું, તો તેથી રાગના કર્તાકર્મની પ્રવૃત્તિ અથવા મતિજ્ઞાન, (શ્રુતજ્ઞાન) આદિ ભેદની પ્રવૃત્તિ છૂટી ગઈ, અને કર્મબંધન પણ છૂટી ગયું! કહો, સમજાણું આમાં? આવું છે આ! ભાવાર્થ :- “કર્મબંધ તો અજ્ઞાનથી થયેલી કર્તાકર્મની પ્રવૃત્તિથી હતો.” શું કહે છે? જે નવું બંધન થતું હતું એ તો અજ્ઞાનથી (થતું હતું) અજ્ઞાનથીનો અર્થ? કે જે વસ્તુ અખંડજ્ઞાયક સ્વરૂપ, ચૈતન્ય બ્રહ્મ, જિનસ્વરૂપ, એનું અજ્ઞાન–એનું જ્ઞાન ન હતું. આહાહાહા ! જિનરૂપી અબંધ સ્વભાવી-મુક્તસ્વરૂપ ભગવાન (આત્મા) એનું જ્ઞાન નહોતું- અજ્ઞાનના કારણે કર્મબંધન હતું ને કર્તાકર્મની પ્રવૃત્તિ હતી -રાગનો કર્તા ને રાગનું કર્મ, એ પ્રવૃત્તિ ત્યાં રહી, (પણ) એ વસ્તુ (આત્મા) છે નહીં. આહાહા ! બહુ ઝીણું! હવે જ્યારે ભેદભાવને, હવે જ્યારે ભેદભાવને પર્યાયથી ભિન્ન થઈને, અભેદભાવને પ્રાપ્ત કર્યો અને પરપરિણતિને દૂર કરીને રાગને દૂર કરીને, અરાગી સ્વભાવનો અનુભવ-દષ્ટિ થઈ, એકાકાર જ્ઞાન પ્રગટ થયું, ભેદ પણ છૂટી ગયા ને રાગ પણ છૂટી ગયો. આહાહા ! એકાકાર શાકભાવ એક સ્વરૂપી પ્રભુ દેષ્ટિમાં આવ્યો! ઝીણી વાતો છે. ગમે તેટલી હળવી ભાષા કરે તો પણ એનાં ભાવ રહીને એમ થાય ને! એ ભાવ સચવાઈને ભાષા હળવી થાયને ! ભાવને કાંઈ મોળા પાડીને ભાષા થાય છે? આહાહા ! “ત્યારે પછી હવે બંધ શા માટે હોય?” અર્થાત્ ન હોય. અહીં સમ્યગ્દષ્ટિને (નિજાત્માનું) ભાન થયું એ અપેક્ષાએ વાત છે, અસ્થિરતાનો બંધ છે એને અહીંયા ગણવામાં આવ્યો નથી. આહાહાહા ! અહીં તો અખંડ જ્ઞાયક-અબંધસ્વરૂપી પ્રભુ વીતરાગ સ્વરૂપ અરૂપી-અબંધ મુક્તસ્વરૂપીજ્ઞાયકસ્વરૂપી, એવો જે ભેદ અને રાગની પ્રવૃત્તિથી ભિન્ન થઈને અનુભવ થયો, ત્યાં રાગની પ્રવૃત્તિ ને બંધ કેમ હોય ? આહાહા! આવો મારગ છે. આમાં ધંધા આડે એક તો નવરાશ ન મળે અને સાંભળવા મળે તો પછી બહારની બધી પ્રવૃત્તિ આ કરોને આ કરો-આ કરો અને જે એની દૃષ્ટિમાં (અભિપ્રાયમાં) છે એની વાતું કરે, દૃષ્ટિમાં તો પર્યાય ને રાગ છે અનાદિથી, આહાહા ! ( એમાં) એને સૂઝ પડે! ત્યાં પર્યાય ને રાગ સૂઝે છે. ત્યાં રાગ કરવો (ઇચ્છા કરવી) ને આ કરો ને આ કરો ને આ કરો ! એમાં રોકાઈ ગયો, અને પર્યાય ને રાગથી ભિન્ન, (આત્મ) દ્રવ્ય ને વીતરાગી સ્વભાવ, એ તો દેષ્ટિમાં ઓઝલ થઈ ગયો! આહાહાહા ! આવી વાત છે બાપુ, શું થાય! આહાહા! એ શ્લોકનો અર્થ થયો. Page #131 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ *** गाथा - 93 સમયસાર સિદ્ધિ ભાગ-૪ केन विधिनायमास्रवेभ्यो निवर्तत इति चेत् अहमेक्को खलु सुद्धो णिम्ममओ णाणदंसणसमग्गो । तम्हि ठिदो तचितो सव्वे एदे खयं णेमि ।। ७३ ।। अहमेकः खलु शुद्धः निर्ममतः ज्ञानदर्शनसमग्रः। तस्मिन् स्थितस्तच्चित्तः सर्वानेतान् क्षयं नयामि ।। ७३ ।। अहमयमात्मा प्रत्यक्षमक्षुण्णमनन्तं चिन्मात्रं ज्योतिरनाद्यनन्तनित्यो दितविज्ञानघनस्वभावभावत्वादेकः, सकलकारकचक्रप्रक्रियोत्तीर्णनिर्मलानु-भूतिमात्रत्वाच्छुद्धः, पुद्गलस्वामिकस्य क्रोधादिभाववैश्वरूपस्य स्वस्य स्वामित्वेन नित्यमेवापरिणमनान्निर्ममतः, चिन्मात्रस्य महसो वस्तुस्वभावत एव सामान्यविशेषाभ्यां सकलत्वात् ज्ञानदर्शनसमग्रः, गगनादिवत्पारमार्थिको वस्तुविशेषोऽस्मि । तदहमधुनास्मिन्नेवात्मनि निखिलपरद्रव्य प्रवृत्तिनिवृत्त्या निश्चलमवतिष्ठमानः सकलपरद्रव्यनिमित्तकविशेषचेतनचञ्चल कल्लोलनिरोधेनेममेव चेतयमानः स्वाज्ञानेनात्मन्युत्प्लवमानानेतान् भावानखिलानेव क्षपयामीत्यात्मनि निश्चित्य चिरसंगृहीतमुक्तपोतपात्रः समुद्रावर्त इव झगित्येवोद्वान्तसमस्तविकल्पोऽकल्पितमचलितममलमात्मानमालम्बमानो विज्ञानघनभूतः खल्वयमात्मास्रवेभ्यो निवर्तते। હવે પૂછે છે કે કઈ વિધિથી (-રીતથી ) આ આત્મા આસ્રવોથી નિવર્તે છે ? તેના ઉત્તરરૂપ ગાથા કહે છે: छं खेऽ, शुद्ध, भभत्वहीन हुं, ज्ञानदर्शनपूर्ण छं; खेमां रही स्थित, लीन खेमां, शीघ्र खा सौ क्षय 5. 93. गाथार्थ:- ज्ञानी वियारे छे ङे: [ खलु ] निश्चयथी [ अहम् ] डुं [ एकः ] श्रेऽ धुं, [ शुद्धः ] शुद्ध छं, [ निर्ममतः ] भमतारहित छं, [ ज्ञानदर्शनसमग्रः ] ज्ञानदर्शनथी पूर्ण छं;[ तस्मिन् स्थितः ] ते स्वभावमां रडेतो, [ तच्चित्तः ] तेभां (-ते येतन्य-अनुभवमां ) लीन थतो (§)[ एतान् ][ सर्वान् ] श्रेधाहि सर्व खासवोने [ क्षयं ] क्षय [ नयामि ] पभाडुं छं. ટીકા:-હું આ આત્મા-પ્રત્યક્ષ અખંડ અનંત ચિન્માત્ર જ્યોતિ-અનાદિ-અનંત નિત્યअध्य३५ विज्ञानघनस्वभावभावपणाने सीधे खेड छं; (र्ता, दुर्भ, दुरा, संप्रधान, અપાદાન અને અધિક૨ણસ્વરૂપ ) સર્વ કારકોના સમૂહની પ્રક્રિયાથી પાર ઊતરેલી જે નિર્મળ અનુભૂતિ, તે અનુભૂતિમાત્રપણાને લીધે શુદ્ધ છું; પુદ્ગલદ્રવ્ય જેનું સ્વામી છે એવું જે ક્રોધાદિભાવોનું વિશ્વરૂપપણું (અનેકરૂપપણું) તેના સ્વામીપણે પોતે સદાય નહિ પરિણમતો હોવાથી મમતારહિત છું; ચિન્માત્ર જ્યોતિનું ( આત્માનું), વસ્તુસ્વભાવથી Page #132 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૭૩ ૧૧૭. જ, સામાન્ય અને વિશેષ વડે પરિપૂર્ણપણું (આખાપણું) હોવાથી, હું જ્ઞાનદર્શન વડે પરિપૂર્ણ છું. આવો હું આકાશાદિ દ્રવ્યની જેમ પારમાર્થિક વસ્તુ વિશેષ છું. તેથી હવે હું સમસ્ત પરદ્રવ્યપ્રવૃત્તિથી નિવૃત્તિ વડે આ જ આત્મસ્વભાવમાં નિશ્ચળ રહેતો થકો, સમસ્ત પરદ્રવ્યના નિમિત્તથી વિશેષરૂપ ચેતનમાં થતા જે ચંચળ કલ્લોલો તેમના નિરોધ વડે આને જ (આ ચૈતન્યસ્વરૂપને જ) અનુભવતો થકો, પોતાના અજ્ઞાન વડે આત્મામાં ઉત્પન્ન થતા જે આ ક્રોધાદિક ભાવો તે સર્વને ક્ષય કરું છું એમ આત્મામાં નિશ્ચય કરીને, ઘણાં વખતથી પકડેલું જે વહાણ તેને જેણે છોડી દીધું છે એવા સમુદ્રના વમળની જેમ જેણે સર્વ વિકલ્પોને જલદી વમી નાખ્યા છે એવો, નિર્વિકલ્પ, અચલિત નિર્મળ આત્માને અવલંબતો, વિજ્ઞાનઘન થયો થકો, આ આત્મા આસવોથી નિવર્તે છે. ભાવાર્થ:- શુદ્ધનયથી જ્ઞાનીએ આત્માનો એવો નિશ્ચય કર્યો કે હું એક છું, શુદ્ધ છું, પરદ્રવ્ય પ્રત્યે મમતારહિત છું, જ્ઞાનદર્શનથી પૂર્ણ વસ્તુ છું”. જ્યારે તે જ્ઞાની આત્મા આવા પોતાના સ્વરૂપમાં રહેતો થકો તેના જ અનુભવરૂપ થાય ત્યારે ક્રોધાદિક આસનો ક્ષય પામે છે. જેમ સમુદ્રના વમળે ઘણાં કાળથી વહાણને પકડી રાખ્યું હોય પણ પછી જ્યારે વમળ શમે ત્યારે તે વહાણને છોડી દે છે, તેમ આત્મા વિકલ્પોના વમળને શમાવતો થકો આસવોને છોડી દે છે. પ્રવચન નં. ૧૫૫ ગાથા-૭૩ તા. ૩૦/૧૨/૭૮ હવે પ્રશ્ન કરે છે કે આ આત્મા કઈ વિધિથી આગ્નવથી નિવૃત્ત થાય છે. ભગવાન આત્મા! એ પુણ્ય-પાપના અશુચિભાવ-મળભાવ જડભાવ-દુઃખભાવ એનાથી નિવૃત્તિની રીત શું છે? એનાથી હઠવાની વિધિ શું છે? સમજાણું કાંઇ? આહાહાહા ! પ્રશ્નકારને આટલે સુધી આવ્યો પ્રશ્ન!કે એ પુણ્ય-પાપના ભાવ મલિન ને દુઃખરૂપ ને જડ છે અને ભગવાન નિર્મળ ચૈતન્ય ને આનંદ( સ્વરૂપ) છે, તો એ આસ્રવોથી નિવૃત્તિની રીત-વિધિ-મારગ શું છે?આમ શિષ્યનો પ્રશ્ન છે. શિષ્યને એટલું તો મગજમાં આવ્યું કે આસવથી નિવૃત્તિ તે લાભ છે. આહાહા ! સમજાણું કાંઈ..? હવે પ્રશ્ન કરે છે આ-આ આત્મા, ‘આ’ આત્મા કઈ વિધિથી, કઈ રીતથી, કઈ પદ્ધત્તિથી, આસ્રવોથી નિવૃત્ત થાય છે? એ બંધના કારણે દુઃખરૂપ ભાવથી શી રીતે નિવૃત્ત થાય છે? એની વિધિ શી છે? આ પૂછે છે. આસ્રવો કેમ થાય એવું ( શિષ્ય ) પૂછતો નથી. આહાહાહા ! દયાદાન-વ્રત-પૂજા-ભક્તિ (ના ભાવ) કેમ કરવા એમ પૂછતો નથી. શિષ્ય એટલી તો તૈયારીમાં આવ્યો કે એ પુણ્ય-પાપના આસવોથી નિવૃત્તિની રીત શું છે? એ તો પ્રવૃત્તિ (છે) એ દુઃખરૂપ છે, તો એનાથી નિવૃત્તિની વિધિ શી છે? અહી સુધી તો પ્રશ્નકાર આવ્યો છે. સમજાણું કાંઈ...? શું કીધું? કે જેના હૃદયમાં જ્ઞાનમાં એમ આવ્યું કે આ પુણ્ય-પાપના ભાવ આસ્રવ છેદુઃખરૂપ છે, તો એનાથી હઠવાની નિવૃત્તિની વિધિ શું છે? એ (ભાવો) કરવાની વિધિ તો અનાદિથી છે હવે, પણ એનાથી નિવૃત્તિની વિધિ શું છે? આટલો તો પ્રશ્ન શિષ્યનો અંતરથી Page #133 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ સમયસાર સિદ્ધિ ભાગ-૪ આવ્યો છે. જેને આસવથી નિવર્તવું છે. આસવમાં પ્રવર્તવું છે એ વાત છૂટી ગઈ, આમ વ્રત પાળવા ને એનાં અતિચાર આમ ટાળવાને આમાં આમ ભક્તિ કરવીને આમાં આમ કરવું, એ આંહીં તો કહે છે કે એ આસવોથી નિવૃત્તિની હવે કઈ વિધિ એ કહો- પ્રવૃત્તિની વિધિ તો અમે અનાદિથી જાણીએ છીએ. છે? આહાહાહા ! ભગવાન આત્મા! આહાહા! આ આત્મા કહ્યું ને! આ આત્મા, એ પુણ્ય-પાપના ભાવ, જે આસવો છે ને દુઃખ છે, એનાથી નિવૃત્તિની રીત શું છે? વિધિ શું છે? એવો પ્રશ્નકારનો પ્રશ્ન છે, એને ઉત્તર આપે છે. સાધારણ પ્રાણી સાંભળવા આવ્યા ને એમ (ને એમ) સાંભળે એમ નહીં, એમ કહે છે. આહાહા ! (આ તો) જેને અંતરમાં શુભ-અશુભ ભાવ દુઃખરૂપ આસવ મલિન છે એ તો ખ્યાલમાં આવ્યું (છે.) પણ એનાથી નિવૃત્તિની વિધિ શું? હવે અમારે તો આ કામ છે. આવો જે પ્રશ્નકાર છે (એના પ્રશ્નનો) એને ઉત્તર દેવામાં આવે છે. આહાહાહા ! अहमेक्को खलु सुद्धो णिम्ममओ णाणदंसणसमग्गो। तम्हि ठिदो तचितो सव्वे एदे खयं णेमि।।७३।। છું એક, શુદ્ધ, મમત્વહીન હું, જ્ઞાનદર્શનપૂર્ણ છું; એમાં રહી સ્થિત, લીન એમાં, શીધ્ર આ સૌ ક્ષય કરું. ૭૩. આહાહા ! પાછા આમ તું ક્ષય કરે એમ નહીં આમ ક્ષય કરું એમ લીધું છે. એમ કે આ રીતે ક્ષય કરવું એમ નહિ, આ તો આ રીતે ક્ષય કરું. એટલે કે ક્ષય કરવાને યોગ્ય જીવ જ લીધો છે આંહીં તો. આહાહા ! સમજાય છે કાંઈ? આમ ક્ષય કરું એમ એણે ન કહ્યું અહીં તો કહે છે કે આમ ક્ષય કરું છું. આહાહાહા ! ટીકાઃ- “હું” તું આમ વિચાર કર એમ નહીં આંહીં તો કીધું, “હું આ,આ, હું, આ, પ્રત્યક્ષ આ હું આત્મા પ્રત્યક્ષ છું. જ્ઞાનમાં પ્રત્યક્ષ છું, એ પરોક્ષ રહે નહિ. “હું” આ પ્રત્યક્ષ અખંડ, હું અખંડ છું. એમ નિર્ણય કરજે. એમ પહેલું, પછી કહેશે કે આમ નિર્ણય કરવો, વિકલ્પથી પણ કરવો પછી કહેશે, પછી વિકલ્પ છોડી દેવાનું કહેશે, પણ તું પહેલેથી આવો છો. આહાહા ! હું આ” હું પ્રત્યક્ષ અખંડ જેમાં ખંડ નથી, ભેદ નથી તે વસ્તુ હું છું. આહાહા ! ચિન્માત્ર જ્યોતિ આ અનંત ભાવની વ્યાખ્યા છે આ. અનંત કાળ રહેશે એ પછી લેશે, પણ અહીંયા તો પહેલો અનંત” શબ્દ ભાવવાચક છે. અનંત ભાવ મારો અનંત છે. અખંડ, અનંત ચિન્માત્ર જ્યોતિ આ અનંત જ્ઞાનમાત્ર જ્યોતિ પ્રત્યક્ષ અખંડ, જ્ઞાનમાત્ર જ્યોતિ અનંત. આહાહા! અનંત અહીં કાળ અનંત રહેવાની આ વાત નથી, એનો મારો ભાવ અનંત છે. સમજાણું કાંઈ ? બે અનંત આવશે. અનંત ચિન્માત્ર જ્યોતિ. જ્ઞાનમાત્ર અનંત, અનંત, અનંત, અમાપ એવું જે જ્ઞાનમાત્ર જ્યોતિ, જેનું માપ નહીં અનંત છે. આહાહા ! માપ કરી શકાય છે એ જુદું પણ એ વસ્તુ એવી છે, અનંત છે. અનંત જ્ઞાનમાત્ર જ્યોતિ, એવો આત્મા અનાદિ અનંત, હવે કાળ લીધો. આવો આત્મા હું અનાદિ છું, મારી શરૂઆત નથી, છે અને છે અનાદિ છે, અનંત છે, ભવિષ્ય પણ અનંત રહેશે. આહાહાહા ! અનાદિ અનંત” આ કાળની અપેક્ષાએ વાત છે. પહેલો અનંત હતો એ ભાવની અપેક્ષાએ વાત હતી. અનંત જ્ઞાનમાત્ર વસ્તુ આત્મા, ચિન્માત્ર એ ભાવ હતો, આ કાળ છે. હું Page #134 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૦૩ ૧૧૯ અનાદિ, આદિ નથી મારી, છે છે એને આદિ શી ? અને અનંત, ભવિષ્યમાં પણ મારો અંત નથી. એમ નેમ અનંત છે. આમ પહેલો નિર્ણય ક૨ વિકલ્પથી એમ કહે છે. છે વિકલ્પ પણ રાગ મિશ્રિત વિચાર, આંગણે ઊભો આમ વિચાર કર, અંદ૨માં પ્રવેશ કરવાનું પછી, આહાહાહા..... અનાદિ અનંત ભૂત અને ભવિષ્ય બેય લીધા, હવે વર્તમાન લ્યે છે નિત્ય ઉદયરૂપ છું, હું તો કાયમ પ્રગટરૂપ-પ્રગટરૂપ નિત્ય ઉદયરૂપ વર્તમાન. આહાહાહા ! આ તો અધ્યાત્મના શબ્દો છે, એક એક શબ્દમાં ઘણી ગંભીરતા એમાં અમૃતચંદ્રાચાર્યની ટીકા એટલે, નિત્ય પ્રગટરૂપ છું. કાયમ પ્રગટરૂપ જ છું વસ્તુ. આહાહાહાહા ! જ્ઞાયક જ્યોત ચૈતન્યબિંબ પ્રભુ આદિ નહિ, અંત નહિ ને વર્તમાન નિત્ય પ્રગટરૂપ છું. વિજ્ઞાનઘન-સ્વભાવભાવના કા૨ણે ભાવત્વને કારણે ‘પણું' લેવું છે ને? વિજ્ઞાનઘન સ્વભાવભાવત્વને કા૨ણે આ ‘આત્મા’ એમ છે ને ? આત્મા અનાદિ અનંત નિત્ય ઉદયરૂપ ને આત્મા વિજ્ઞાનઘનસ્વભાવભાવત્વને કારણે, વિજ્ઞાનઘનસ્વભાવભાવત્વ સ્વભાવભાવપણું વિજ્ઞાનઘનસ્વભાવભાવપણા, એનું સત્ત્વ લીધું. સત્ત એવો આત્મા એનું વિજ્ઞાનઘન સ્વભાવપણું એવું એનું સત્ત્વ છે. આહાહાહાહા ! વિજ્ઞાનઘનસ્વભાવભાવત્વને કારણે સ્વભાવભાવપણાને કારણે “એક હું” વિજ્ઞાનઘન છું ને માટે “એક હું” એમ. ભેદ ને એમાં કંઈ છે નહીં. આહાહાહા ! વિજ્ઞાનઘન આત્મા, વિજ્ઞાનન આત્મા અનાદિ અનંત નિત્ય ઉદયરૂપ વર્તમાન વિજ્ઞાનસ્વભાવભાવત્વને કા૨ણે સ્વભાવભાવપણાને કા૨ણે, એક હું. પર્યાય ભેદે ય નહીં આંહીં તો. આહાહાહા ! વિજ્ઞાનઘનસ્વભાવભાવપણાને લીધે, એક છું, એક છું. કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન અને અધિક૨ણ સર્વ કારકોના સમૂહની પ્રક્રિયાથી પાર પ્રાસ, અહીંયા તો અંતરની વાત લેવી છે, પણ પહેલી એમ લઈએ કે આત્મા જે છે આ વિજ્ઞાનન સ્વભાવ એ ૫૨નો કર્તા કે ૫૨નું કાર્ય એ ષટ્કા૨ક એનામાં નથી, શરી૨ ને વાણી મનની ક્રિયાના કર્તા-કર્મ-ક૨ણ-સંપ્રદાન છ કા૨કો એનામાં એ ૫૨ના નથી, તેમ રાગનો કર્તા-કર્મ ષટ્કા૨ક એ પણ એનામાં નથી. હવે ત્રીજા, હવે જે એની જે એક સમયની જે પર્યાય છે, એનું જે પર્યાયમાં કર્તાપણું પર્યાય કર્તા, પર્યાય કાર્ય, પર્યાય સાધન-કરણ, પર્યાય સંપ્રદાન રાખી, અપાદાન પર્યાયથી પર્યાય થઈ, પર્યાયના આધારે પર્યાય થઈ, એવા પર્યાયના ષટ્કા૨કથી પણ પા૨ મારી ચીજ છે. આહાહાહા ! દ્રવ્યસ્વરૂપ લેવું છે ને ? એટલે ૫૨ના કા૨કોની તો વાત છે જ નહિ, રાગના કા૨કોની વાત છે જ નહિ, પણ એની એક સમયની જે પર્યાય છેનિર્મળ પર્યાય છે, જ્ઞાનની પર્યાય છે, એ પર્યાયમાં ષટ્કા૨ક જે છે-પર્યાય કર્તા, પર્યાય કાર્ય, પર્યાય કરણ–સાધન, પર્યાય સંપ્રદાન પર્યાય કરીને રાખી, પર્યાયથી પર્યાય થઈ એ અપાદાન, પર્યાયના આધારે પર્યાય, એવી એક સમયની પર્યાયના ષટ્કા૨કથી પાર મારી ચીજ એનાથી ભિન્ન છે. આહાહાહા ! હજી તો બહારના કર્તાકર્મ ન માને તો જૈન નથી એમ ઓલા માળા કહે છે, અરે ભગવાન ! બાપુ ! શું કરે છે ? પ્રભુ ! એમકે ૫૨દ્રવ્યનો કર્તા કર્મ ના માને તો દિગંબર જૈન નથી એમ કહેવામાં આવે છે લ્યો. અ૨૨૨! આંહીં તો એક સમયના પર્યાયનું કર્તાકર્મપણું જે છે સ્વતંત્ર એક પર્યાય ( જે ) ષટ્કા૨કે પરિણમે છે તેનાથી ભિન્ન મારી ચીજ છે. આહાહાહા ! Page #135 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ સમયસાર સિદ્ધિ ભાગ-૪ પરના કર્તાકર્મની તો વાત ગંધય નથી, રાગના કર્તાકર્મની વાત તો અહીંયા કરીયે નથી, કેમકે એ છે જ નહીં, પણ પર્યાયમાં શર્કરાનું પરિણમન થાય, આહાહાહા.... છે? | સર્વ કારકો એટલે છે, એવી જે ક્રિયાના કારકોની સમૂહની પ્રક્રિયા જોયું પરિણતિ એટલે પર્યાય એનાથી “પારથી પ્રાપ્ત' એ ષકારકની પર્યાયની પરિણતિથી ભિન્ન મારી ચીજ છે. આવું છે. જ્ઞાયક સ્વરૂપ જે ધ્રુવ નિત્યાનંદ પ્રભુ અબદ્ધ સ્વરૂપ, મુક્ત સ્વરૂપ, જ્ઞાયક સ્વરૂપ એ પર્યાયના ષકારકની પરિણતિથી ભિન્ન છે, એમાં એ છે નહીં. પર્યાયના ષકારકો એમાં છે નહીં કહે છે. આહાહાહાહા ! મોક્ષમાર્ગની પર્યાયના ષકારક છે, એ એમાં નથી કહે છે. આવું સાંભળવું કઠણ પડે. આ પ્રભુ તારો માર્ગ કોઈ જુદો અલૌકિક છે. આહાહાહા !મોક્ષમાર્ગની પર્યાયમાં કર્તા કર્મ આદિ એક સમયની પર્યાય છે, એથી પ્રક્રિયાથી પાર, ભિન્ન, પ્રાસ, પર્યાયથી ભિન્ન પ્રાપ્ત વસ્તુ છે. નિર્મળ અનુભૂતિ, નિર્મળ અનુભૂતિ એ ત્રિકાળની વાત છે. નિર્મળ અનુભૂતિ એટલે પર્યાય નહીં, પર્યાયના ષકારકની પ્રક્રિયાથી પાર અનુભૂતિ, અનુભૂતિ એટલે વસ્તુ ત્રિકાળ. કેમ કે જે અનુભૂતિ થાય છે એ તો એક પર્યાયમાં, પણ આ તો ત્રિકાળ અનુભૂતિસ્વરૂપ છે. આહાહાહાહા ! સમજાણું કાંઈ ? આહાહાહા ! “સર્વકારકોના સમૂહુની પ્રક્રિયાથી પાર ઉતરેલી જે નિર્મળ અનુભૂતિ, તે અનુભૂતિમાત્રપણાને લીધે શુદ્ધ છું” ષકારકની પર્યાયની પરિણતિથી ભિન્ન એ શુદ્ધ હું એને આંહીં શુદ્ધ કહ્યો છે. આહાહાહા! ત્રિકાળી વસ્તુ જે જ્ઞાયકસ્વરૂપ ધ્રુવ જે નિત્યાનંદ પ્રભુ એ પર્યાયના ષટ્કરકથી ભિન્ન તેને આંહીં શુદ્ધ કહેવામાં આવે છે. ત્રિકાળી ચીજને પ્રક્રિયા પર્યાયની પારથી એને શુદ્ધ કહેવામાં આવે છે. આહાહા! અહમ, એકો, શુદ્ધો, એટલો અર્થ થયો અહમ્, એકો, શુદ્ધો, વિશેષ આવશે. (શ્રોતા:- પ્રમાણ વચન ગુરુદેવ. ) પ્રવચન નં. ૧૫૬ ગાથા-૭૩. તા. ૩૧/૧૨/૭૮ રવિવાર પોષ સુદ-૨ શિષ્યનો પ્રશ્ન છે એનો આ ઉત્તર છે. શિષ્યનો એ પ્રશ્ન છે કે આ જે પુણ્ય ને પાપના ભાવ છે, એ આસ્રવ છે, દુઃખરૂપ છે, મેલ છે, તો એનાથી કઈ વિધિએ નિવર્તાય? પુણ્ય-પાપના ભાવથી કઈ રીતે નિવૃત્ત થાય? એનો ઉત્તર માગે છે. પણ જેને આ ધખશ અંદર થઈ છે એને. શુભ ને અશુભ બેય ભાવ ચાહે તો દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજાનો ભાવ હો, ચાહે તો હિંસા, જૂઠું, ચોરી, વિષય આદિનો ભાવ હો, બેય ભાવથી નિવૃત્તની રીત શું છે? એની વિધિ શું છે? એમ શિષ્ય પૂછે છે, એનો ઉત્તર છે. પહેલાં તો એ કહ્યું કે તું એમ વિચાર કર કે હું તો અનાદિ અનંત નિત્ય-દ્રવ્યસ્વભાવ છું, શુદ્ધ ચૈતન્ય વિજ્ઞાનઘન છું, એક છું, હું એક છું, અહીંયા આ કર્તા કર્મનો અધિકાર છે ને? એટલે એ રીતે લીધું છે, ૩૮ ગાથામાં ‘એક’ આવે છે ને ભાઈ, ત્યાં એ આવે છે, ત્યાં તો જીવની પરિપૂર્ણતાની વ્યાખ્યા પૂરી થાય છે, તેથી ત્યાં જીવને ક્રમ ને અક્રમ પડતા જે ભાવો એનાથી ભિન્ન એવા ભાવથી ભેદભાવ થતો નથી. એવો હું એક છું, ત્યાં એ લીધું છે. આડત્રીસ. કારણ ત્યાં જીવની છેલ્લી ગાથા આડત્રીસમી છે, એટલે ત્યાં એમ લીધું કે હું ક્રમે ક્રમે થતાં ગતિ આદિ Page #136 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૭૩ ૧૨૧ અને અક્રમે થતાં જોગ, વેશ્યા આદિ એનાથી હું ભેદરૂપ થતો નથી, એવો હું એક છું. અહીં કર્તા કર્મમાં એમ લીધું, કે હું અખંડ જ્ઞાન ચિન્માત્ર જ્યોતિ છું, માટે હું એક છું. સમજાણું કાંઈ ? એણે ત્યાં જીવની પૂર્ણતાનું વર્ણન કર્યું, આંહીં કર્તાકર્મમાં અભાવનું વર્ણન છે. ત્યાં શુદ્ધ લીધું છે આડત્રીસમાં, ત્યાં નવતત્વના ભેદથી જ્ઞાયકભાવપણે હું તદ્દન જુદો છું, એમ લીધું છે, શુદ્ધ, આડત્રીસ. જીવના વિશેષો, મનુષ્ય, નર્ક, દેવ, આદિ, અજીવ, પુણ્ય-પાપ, આસવ, સંવર, નિર્જરા, બંધ અને મોક્ષ, એવા જે ભેદ નવના ભેદભાવ વ્યાવહારિકભાવ, એનાથી હું જ્ઞાયકભાવે જુદો છું એમ ત્યાં બતાવ્યું છે, અહીંયા કર્તાકર્મઆદિ પર્યાયમાં ષકારક જે થાય છે, એનાથી હું જુદો છું. આહાહા ! ઝીણી વાત છે, ભાઈ ! પરના કર્તાકર્મની વાત તો છે જ નહિ, પણ તારી પર્યાયમાં એક સમયની પર્યાયમાં કર્તા, કાર્ય, કરણ-સાધન, રાખવું, થકીથવું, આધારથી એવી છ પર્યાયનો એક ષકારક એ પર્યાયના ષકારકથી પણ અનુભૂતિ એટલે મારી ચીજ ભિન્ન છે. આહાહા ! આહાહાહા! આમ છે. જેને આસવથી નિવર્તવું હોય એટલે કે દુઃખના ભાવથી નિવર્તવું હોય એણે આ પ્રકારે આત્માનો નિર્ણય કરવો. આહાહાહા! હું શુદ્ધ છું, મારી પર્યાયમાં બદ્ધારકનું પરિણમન છે, એ પર્યાયમાં છે, એનાથી પાર ઉતરેલી મારી ચીજ અનુભૂતિ ત્રિકાળ તે તદ્ન ભિન્ન છે. આહાહાહા ! કર્તાકર્મ છે ખરુંને એટલે ષકારકના પરિણમનથી ભિન્ન લીધું, અને ત્યાં લીધું નવતત્ત્વના ભેદભાવ વ્યવહારભાવોથી મારો જ્ઞાયકભાવ જુદો છે. ૩૮માં એમ લીધું. શુદ્ધમાં શુદ્ધ. આહાહાહા ! આ તત્ત્વદેષ્ટિ ઝીણી બહુ ભાઈ ! એ બે બોલ તો થયા. હવે આ ત્રીજો બોલ “મમતા રહિત છું” કેમ કે એ પુણ્ય-પાપના ભાવ એ મારાં નથીએથી મમતા રહિત છું. એટલે કે એવો નિર્ણય કર, ભલે વિકલ્પ સહિત પેલો નિર્ણય છે, કે પુદ્ગલ દ્રવ્ય જેનું સ્વામી છે, શું કહે છે? એ પુણ્ય ને પાપના ભાવ શુભ-અશુભ ભાવ જે તેં પૂછ્યું કે એનાથી કેમ નિવર્તાય? તો પહેલો એ નિર્ણય કર કે પુણ્ય-પાપના ભાવનો ઘણી સ્વામી પુદ્ગલ છે. આહાહાહા ! સમજાય છે કાંઈ ? પુદ્ગલ તે હજી સ્વામી છે એ પાછું વિશેષ કહે છે પુદ્ગલ દ્રવ્ય જેનું સ્વામી છે, એટલે એવો જે ક્રોધાદિ ભાવ એટલે ? સ્વભાવથી વિરુદ્ધભાવ ચાહે તો દયા, દાન, વ્રતનો ભાવ હો, પણ એ સ્વભાવથી વિરુદ્ધ છે, તેથી તેને ક્રોધમાં નાખ્યું છે. એ ક્રોધાદિભાવનું વિશ્વરૂપપણું જેનું સ્વામીપણું પુદ્ગલ છે, મારું સ્વામીપણું નહિ, સ્વામીપણું હોય તો છૂટે નહિ, એ પુણ્યપાપથી નિવર્તવું છે, તેથી તે પુણ્ય-પાપના શુભાશુભ ભાવ એનો સ્વામી જડ પુલ છે. આહાહાહા ! કેમ? એવું જે ક્રોધાદિભાવો જેનું પુદ્ગલદ્રવ્ય સ્વામી છે, એવા જે ક્રોધ, માન, માયા, લોભ ને પુણ્ય-પાપના ભાવ અનેકરૂપ છે, અનેકરૂપ છે શુભ ને અશુભભાવ અનેકરૂપ છે એકરૂપ નથી. તેના સ્વામીપણે, પુગલદ્રવ્ય જેનો સ્વામી છે એમ પેલું લીધું. તેથી હવે પછી પણ એ પુદ્ગલદ્રવ્યના સ્વામીપણે, એટલે વિકારના સ્વામીપણે પોતે સદાય નહિ પરિણમતો હોવાથી, હું એવો છું કે પુણ્ય-પાપના સ્વામી પુગલ છે અને હવે પછી પણ તેના સ્વામીપણે નહિ થનારો હું, પુણ્ય-પાપ થશે ખરા, પણ સ્વામીપણે સદાય નહિ થનારો હું, આહાહાહાહા.... સમજાય છે કાંઈ? ભાષા આ તો અધ્યાત્મની વાતું છે બાપા. આહાહા ! એ અનેકરૂપ Page #137 -------------------------------------------------------------------------- ________________ ૧ ૨૨ સમયસાર સિદ્ધિ ભાગ-૪ વિકારભાવ તેના ઘણીપણે પોતે સદાય નહિ પરિણમતો, ભવિષ્યમાં રાગાદિ થશે પણ સ્વામીપણે નહિ થાય. આહાહા ! એવો હું છું. પહેલું તો એમ કહ્યું કે શુભ-અશુભ ભાવનું સ્વામીપણું પુદ્ગલનું છે. હવે હું ભવિષ્યમાં પણ તે પુણ્ય-પાપના સ્વામીપણે નહિ થનારો, તે હું છું. આહાહાહાહા ! ઝીણી વાત છે ભાઈ ! આ તો અંતરની વાતું છે. આહા ! તેના સ્વામીપણે પોતે સ્વયં સદાય નહિ પરિણમતો હોવાથી, એ પુણ્ય-પાપના ભાવ થશે છતાં સ્વામીપણે નહિ પરિણમતો હું તેનાથી મમતા રહિત છું. એટલે? એ પુણ્ય-પાપ મારાં છે એવું મને નહિ રહે હવે. એનાથી હું મમત્વ-રહિત છું. આહાહા ! ભાષા ટૂંકી પણ ભાવ જરી ગંભીર છે બાપુ. આ તો સમયસાર એટલે, જેને કળશમાં તો ત્યાં સુધી કીધું છે ને? અજોડ છે. આ ચીજ જ કોઈ અલૌકિક છે. લોકોત્તર ચીજ છે. આહાહા ! શિષ્યના પ્રશ્નને ખ્યાલમાં રાખીને એને ઉત્તર, એને આપે છે કે ભાઈ, તારે જો પુણ્યપાપના ભાવ એટલે દુઃખ, દુઃખથી નિવર્તવું હોય તો, એ પુણ્ય-પાપના ભાવ દુઃખનો સ્વામી પુદ્ગલ છે, એમ સદાય સ્વામીપણે હું નહિ થનારો તે દુઃખના પરિણામ મારાં છે એમ નહિ થનારો, આહાહા ! સમજાય છે કાંઈ? આહાહા ! સદાય નહિ પરિણમતો હોવાથી, સ્વામીપણે સદાય નહીં પરિણમતો હોવાથી, પરિણમન થશે, વીતરાગપણું જ્યાં સુધી નહિ આવે ત્યાં સુધી શુભ-અશુભ ભાવ પરિણમન થશે, પણ તેના સ્વામીપણે સદાય નહીં પરિણમતો હોવાથી, એ મારાં છે તેમ નહીં પરિણમતો હોવાથી, હું, વર્તમાનમાં તો સ્વામી પુદ્ગલ છે, પણ ભવિષ્યમાં પણ તે સ્વામીપણે નહીં થનારો તે હું છું. આહાહા! સમજાય છે કાંઈ ? આહાહા ! આવી વાત છે. હવે આવી વાત સાધારણ માણસને અભ્યાસ નહિ કાંઈક અભ્યાસ કહેતા'તા ને કાલ કહેતા'તા ને ભાઈ ! પુનાતર ! થોડોક અભ્યાસ હોય તો આ સમજાય એવું છે આ, કાલ બપોરે એવો શ્લોક હતો ને પરપરિણતિ ઉજઝત ભેદભાવ. આહાહા!આંહીં કહે છે પ્રભુ તું એવો નિર્ણય વિકલ્પ દ્વારા પણ કર કે પુષ્ય ને પાપના ભાવ તેનો સ્વામી પુદ્ગલ છે અને મારું ભવિષ્યમાં પરિણમન થશે, પણ તેના સ્વામીપણે પરિણમન નહિ થાય, એના ઘણીપણે હું પરિણમન નહિ પરિણમું માટે હું મમતારહિત છું. સમજાય છે કાંઈ? ભાષા ટૂંકી બાપા પણ ભાવ બાપા બહુ ઊંચા છે ભાઈ. આહાહા ! તારી પ્રભુતા, એ પ્રભુતાના દર્શન કરાવવા આસવથી નિવર્તવાની આ રીત છે. સમજાય છે કાંઈ? હું” આત્મા તે પુણ્ય-પાપના ભાવનું ઘણીપતુ પુગલનું છે ત્યારે કોઈ એમ કહે કે પુદ્ગલથી થાય છે માટે પુદ્ગલ છે માટે, તમે એમ કહો છો કે પર્યાયમાં ઉપાદાન પોતાથી થાય છે, એય ! અહીંયા તો સ્વભાવ એનો નથી, તેથી નિમિત્તને આધીન થાય છે, માટે તેનાં છે એમ કહ્યાં છે, સ્વભાવને ભિન્ન બતાવવો છે ને? થાય છે તો તેની પોતાની ઉપાદાનની પર્યાયમાં, આંહીં જ્યાં કરે ત્યાં પાછું ઉપાદાનની પર્યાયમાં જુઓ તમે કહેતા'તા ને કે વિકાર તો પોતાથી થાય છે, કર્મથી ન થાય, એય! કર્મથી ન થાય, પણ અહીંયા પુણ્ય-પાપના ભાવ એની ઉત્પત્તિનો કોઈ સ્વભાવ નથી જીવનો, કોઈ ગુણ નથી. એથી તે ગુણનો સ્વભાવ નથી માટે, અનંત ગુણ છે પ્રભુમાં, આત્મામાં અનંત અનંત અનંત અનંત અપારગુણ છે, પણ કોઈ ગુણ વિકાર કરે Page #138 -------------------------------------------------------------------------- ________________ ૧૨૩ ગાથા-૭૩ એવો કોઈ ગુણ નથી, એ અપેક્ષાએ લઈને તે પુણ્ય ને પાપના ભાવ, તેનો સ્વામી પુદ્ગલ અને હું સદાય સ્વામીપણે, ઘણીપતે નહિ પરિણમનાર તે હું છું. આહાહા ! પુણ્ય-પાપ થશે પણ એ મારાં છે તેમ હું નહીં પરિણમું. આહાહા! હું એનો જાણનાર તરીકે રહીશ. સમજાણું કાંઈ? આહાહાહા ! (શ્રોતા – આ વાત તો અહીં જ ચાલે) હૈં? મારગ તો આ બાપા મારગ તો આ છે, પ્રભુ શું થાય? તારી મહત્તાની વાત શું થાય? એ એની મહત્તા બતાવવા કહે છે, પ્રભુ તારી મહત્તા એટલી છે, કે જેમાં વિકાર થવાનો કોઈ ગુણ જ નથી, નિર્વિકાર થવાના ગુણો છે. એથી તું એમ નિર્ણય કર વિકલ્પ દ્વારા પણ પછી વિકલ્પ છોડાવશે પણ પહેલી ભૂમિકામાં શરૂઆતમાં એકદમ નિર્વિકલ્પ થઈ શકે નહિ, એથી પહેલે આંગણે ઊભો, રાગ મિશ્રિત વિચારમાં આવો તો નિર્ણય કર. કે હું એક જ્ઞાયકભાવ સ્વરૂપ પ્રભુ એ પુણ્ય-પાપના સ્વામીપણે ધણીપત્તે મારાં છે તે રીતે હું નહીં પરિણમનારો છું. આહાહાહા ! સમજાય છે કાંઈ ? આ તો અધ્યાત્મ ભાષા છે, બાપુ ! આહાહાહા ! તેના સદાય, તેના સ્વામીપણે પોતે, હું એનો સ્વામી થઈને પરિણમું એ હું નહીં, માટે તે મમતા રહિત છું. વર્તમાનમાં તો પુદ્ગલ સ્વામી છે, પણ ભવિષ્યમાં જે પુણ્ય-પાપના ભાવ થશે, તેના સ્વામીપણે, ધણીપણે, મારાંપણે નહિ પરિણમનારો માટે તેનાથી તો હું મમતા રહિત છું. આહાહા ! કહો સમજાય છે કાંઈ? આ તો સાદી ભાષા છે પણ હવે ભાઈ વસ્તુ તો ભાઈ જે હોય એની ગમે તેટલી ભાષા કરે હળવી, પણ એની ચીજ હોય એટલી રાખીને થાય ને. હેં? આહાહા! એ વસ્તુની મર્યાદા રાખીને ભાષા થાય ને? ભાષા હળવી કરે તો કાંઈ એનાથી વિપરીત થાય? આહાહાહા ! એ ત્રીજા બોલની વાત કરી. પહેલી અહમ્ એકો, પછી શુદ્ધો, પછી મમતા રહિત, ત્રીજા બોલની વ્યાખ્યા થઈ. આહાહા ! હવે ચોથો “નાણ દંસણ સમગ્ગો” એની વ્યાખ્યા હવે. હવે હું છું કેવો ? ઓલા તો એની નાસ્તિથી વાત કરી, આ નહિ આ સ્વામીપણે નહિ, ધણીપણે નહિ, છું કેવો? ચિન્માત્ર જ્યોતિ ચેતન ચેતન ચેતનમાત્ર જ્યોતિ, ચિન્માત્ર જ્યોતિ એમાં બેય આવ્યું. જ્ઞાન, દર્શન ભેગું હીં, ચેતનમાત્ર જ્યોતિચેતનમાત્ર જ્યોતિ, એવું આત્માનું જ્યોતિનું એટલે આત્માનું, જ્ઞાનમાત્ર જ્યોતિનું એટલે જ્ઞાનમાત્ર ચેતનમાત્ર આત્માનું, વસ્તુ સ્વભાવથી જ, વસ્તુના સ્વભાવથી, વસ્તુનો સ્વભાવ જ એવો છે કે સામાન્ય અને વિશેષવડે પરિપૂર્ણપણું, દર્શન અને જ્ઞાનવડે પરિપૂર્ણપણું, વસ્તુના સ્વભાવથી દર્શન અને જ્ઞાનપણું, પહેલું ચિત્માત્ર લીધું” તું. એ ચિના બે ભાગ પાડયા, ચેતના હતી ને તેના બે ભાગ પાડયા, દર્શન ને જ્ઞાન. આહાહા ! ચિન્માત્ર જ્યોતિનું એટલે જ્ઞાનમાત્ર આત્માનું, એટલે ચેતનામાત્ર આત્માનું. વસ્તુ સ્વભાવથી જ, મારો સ્વભાવ જ એવો છે કે, સામાન્ય ને વિશેષવડે, દર્શન અને જ્ઞાનવડે અહીં સામાન્ય એટલે કે દ્રવ્ય ને વિશેષ એટલે કે પર્યાય એમ નહિ આંહીં. સમજાણું કાંઈ? સામાન્ય એ દ્રવ્ય ને પર્યાય વિશેષ એ આંહીં નહિ. આંહીં તો ચૈતન્ય, ચેતન ચેતન માત્ર જે વસ્તુ, એમાં જે દર્શન ને જ્ઞાન, સામાન્ય તે દર્શન ને વિશેષ તે જ્ઞાન, છે તો બેય ત્રિકાળ, વિશેષ માટે પર્યાય છે એમ નહીં. આહાહાહા ! સમજાણું કાંઈ ? Page #139 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ સમયસાર સિદ્ધિ ભાગ-૪ - સામાન્ય અને વિશેષવડે, વિશેષવડે પરિપૂર્ણપણું, આખાપણું હોવાથી, હું તો પરિપૂર્ણ, ચેતનમાત્ર જ્યોતિ આત્માની, તેના વડે કરીને વસ્તુના સ્વભાવથી જ, ભગવાન આત્માના સ્વભાવથી દર્શન સામાન્ય ને જ્ઞાન વિશેષ એવા સ્વભાવથી હું પરિપૂર્ણ છું. એ વડે હું પરિપૂર્ણ છું. પર્યાય એય નહીં. આહાહા ! વસ્તુ બતાવવી છે ને? વસ્તુ એનો સ્વભાવ ચૈતન્ય જ્યોતિ, આત્મજ્યોતિ, એ ચેતન એનો વસુસ્વભાવથી જ સામાન્ય ને વિશેષપણે, દર્શન ને જ્ઞાનપણે પરિપૂર્ણ હું છું. આહાહા ! છે ને? હું જ્ઞાન દર્શન વડે પરિપૂર્ણ છું આવો હોવાથી એમ, દર્શન ને જ્ઞાનનું પરિપૂર્ણપણે હોવાથી, આ કારણ આપ્યું, “હું જ્ઞાન દર્શન વડે પરિપૂર્ણ છું,” આહાહા ! શું કહ્યું સમજાણું? વસ્તુ સ્વભાવથી જ સામાન્ય ને વિશેષવડે પરિપૂર્ણપણું હોવાથી પરિપૂર્ણપણું હોવાને કારણે, હું જ્ઞાન, દર્શન વડે પરિપૂર્ણ છું. પહેલાંમાં સામાન્ય ને વિશેષ મુક્યા'તા શબ્દો, દર્શન ને જ્ઞાન અહીં પહેલું જ્ઞાન ને દર્શન મુક્યું. સમજાણું કાંઈ? હું સામાન્ય ને વિશેષ વસ્તુના સ્વભાવથી સામાન્ય ને વિશેષવડે પરિપૂર્ણ છું તેથી હું જ્ઞાન દર્શનથી પરિપૂર્ણ છું. પર્યાય પણ નહીં. આહાહાહા ! સમજાણું કાંઈ? છે ને સામે પુસ્તક છે ને? આ તો ભગવત્ કથા, ભાગવત કથા ભગવાન આત્માની કથા ભાઈ, આ કાંઈ વાર્તા નથી. આહાહા ! આહા! ભગવસ્વરૂપ પ્રભુ, વસ્તુના સ્વભાવથી જ વસ્તુના સ્વભાવથી જ સામાન્ય ને વિશેષપણે પરિપૂર્ણ હોવાથી, હું જ્ઞાન દર્શને પરિપૂર્ણ છું. એ, ચીમનભાઈ ! આમ છે બાપુ બહુ શાંતિથી વાત છે આ તો. વિરલના કામ છે આ તો. આહાહા ! કોને કહે છે આ? જે દુઃખથી નિવર્તવા માગે છે તેને, નિવર્તવું હોય તો આ રીતે અંદર નિર્ણય કર. આહાહાહા ! આવો હું, “આવો હું આકાશ આદિ દ્રવ્યની જેમ” જેમ આકાશ પદાર્થ છે, પરમાણું પદાર્થ છે, ધર્માસ્તિ, અધર્માસ્તિ, કાળ પદાર્થ છે, એમ હું પણ આકાશાદિ દ્રવ્યની જેમ એટલે બીજા પણ પાંચ દ્રવ્ય સ્થાપ્યા. આહાહા! જેમ એ વસ્તુ સ્વતંત્ર છે, આકાશાદિ તેમ, જેમ “આકાશાદિ દ્રવ્યની જેમ પારમાર્થિક વસ્તુવિશેષ છું.” ખરેખર વસ્તુ ખાસ મારી બીજાથી જુદી વિશેષ છે, વિશેષનો અર્થ સમજાણો. બીજાથી વસ્તુ વિશેષ ખાસ વસ્તુ મારી જુદી છે. વિશેષ એટલે આંહીં પર્યાય ને સામાન્ય એમ અત્યારે નહિ. આહાહાહા ! સમજાણું કાંઈ? ધીમેથી કહેવાય છે બાપુ આ તો ધર્મકથા ચૈતન્યની છે પ્રભુ. આહાહા ! આહાહા! ચિન્માત્ર જ્યોતિનું વસ્તુ સ્વભાવથી જેમ સામાન્ય વિશેષવડે પરિપૂર્ણ હોવાથી હું જ્ઞાન દર્શન વડે પરિપૂર્ણ છું. આવો હું, દ્રવ્ય લેવું છે. આહાહા ! આકાશ આદિ દ્રવ્યની જેમ પારમાર્થિક વસ્તુ વિશેષ છું. ખરેખર આત્મા ખાસ બીજા દ્રવ્યની જેમ ખાસ વસ્તુ વિશેષ છું. સમજાણું કાંઈ? આહાહા! આવી વાતું છે. આહાહા! હેં ? ( શ્રોતા - એવી નથી વાતું બીજે ક્યાંય) એવી નથી બાપુ ભાઈ શું થાય એણે રુચીથી સાંભળ્યું નથી. સાંભળી છે પણ અંદર રુચીથી સાંભળી નથી. આહાહાહા ! ( શ્રોતા:- જડ પદાર્થ સાથે સરખામણી કેમ કરી ) હું? દ્રવ્ય છે, દ્રવ્યની અપેક્ષાએ કહે છે, જેમ એ દ્રવ્ય છે એમ, હું એક ખાસ વિશેષ દ્રવ્ય છું એમ, જેમ એ આકાશ આદિ પદાર્થ છે, વસ્તુ છે, દ્રવ્ય છે, સ્વતંત્ર છે, સ્વયં સિદ્ધ છે, એમ હું પણ એક આકાશાદિ દ્રવ્યની જેમ વસ્તુ Page #140 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૭૩ ૧૨૫ વિશેષ ખાસ જુદી છું. આહાહા ! સમજાણું કાંઈ? આહાહા ! આવો હું આકાશાદિ દ્રવ્યની જેમ ખરેખર એટલે પારમાર્થિક, પારમાર્થિક, પારમાર્થિક વિશેષ કાલ્પનિક નહિ, આ તો પારમાર્થિક વિશેષ. વસ્તુ વિશેષ છું. તેથી, હવે હું આવો હોવાથી. “હવે હું સમસ્ત પરદ્રવ્યની પ્રવૃત્તિથી નિવૃત્તિ વડે,” એ પુણ્ય-પાપને પરદ્રવ્ય કીધાં, જેણે પુદ્ગલદ્રવ્ય સ્વામી કીધું 'તું, એને આંહીં કહે છે પરદ્રવ્ય પ્રવૃત્તિથી નિવૃત્તિ વડે એ શુભ-અશુભ ભાવ પરદ્રવ્યની પ્રવૃત્તિ છે. મારાં સ્વદ્રવ્યની પ્રવૃત્તિ નહિ. આહાહાહા ! હું સમસ્ત પરદ્રવ્યની પ્રવૃત્તિથી નિવૃત્તિ વડે, આ જ આત્મ સ્વભાવમાં આ જ આત્મ સ્વભાવમાં” નિશ્ચળ રહેતો થકો હજી તો નિર્ણય કરે છે હોં, આત્મસ્વભાવમાં નિશ્ચળ પણ પદ્રવ્યની પ્રવૃત્તિથી નિવૃત્તિ વડે, પ્રવૃત્તિથી નિવૃત્તિ વડે, આ જ આત્મસ્વભાવમાં નિશ્ચળ રહેતો થકો ખરેખર આત્મ સ્વભાવમાં રહેતો થકો, આ નિશ્ચળ નિશ્ચળ એટલે ચળ્યા વિના. હું આત્મસ્વભાવમાં નિશ્ચળ, ચળ્યા વિના, આ નિશ્ચળ રહેતો થકો, “સમસ્ત પરદ્રવ્યના નિમિત્તથી વિશેષરૂપ ચેતનમાં થતાં”, જુઓ હવે ખુલાસો પાછો, ઓલો પહેલાંમાં એમ કહ્યું'તું શુભાશુભભાવનું પુદ્ગલ સ્વામી, પછી કહ્યું કે હું તેના સ્વામીપણે નહિ પરિણમનારો, પછી કહ્યું કે પરદ્રવ્યના નિમિત્તથી, પરદ્રવ્યની પ્રવૃત્તિથી નિવૃત્તિ વડે શુભાશુભથી, હવે કહ્યું કે શું પરદ્રવ્ય એ? કે સમસ્ત પરદ્રવ્યના નિમિત્તથી વિશેષરૂપ ચેતનમાં થતાં, આહાહા.... પાછું પુદ્ગલદ્રવ્ય જેનું સ્વામી છે એમ કીધું, વળી પારદ્રવ્યની પ્રવૃત્તિ એને કીધી, હવે કહે છે કે, એ સમસ્ત પરદ્રવ્યના નિમિત્તથી વિશેષરૂપ ચેતનમાં થતાં એ પરદ્રવ્યના નિમિત્તથી મારી પર્યાયમાં વિશેષરૂપ ચેતનમાં થતાં જે ચંચળ કલ્લોલો પુણ્ય-પાપભાવ, ચંચળ કલ્લોલ, પણ ભાષા જોઈ? સમસ્ત પરદ્રવ્યના નિમિત્તથી વિશેષરૂપ ચેતનમાં થતાં, પહેલા એમ કહ્યું'તું કે પુદ્ગલદ્રવ્યનો સ્વામી છે અને તેના સ્વામીપણે હું નહિ થનારો, તે મમતા રહિત છું, હવે એ ચીજ શું છે? કે પદ્રવ્યના નિમિત્તથી થતાં વિશેષરૂપ ચેતનમાં થતાં, જોયું? વિશેષરૂપ ચેતનમાં થતાં, સામાન્ય જે જ્ઞાયકભાવ દ્રવ્યસ્વભાવ છે, એમાં નહિ, પણ પર્યાયમાં વિશેષરૂપ થતાં, પાછું સિદ્ધ એ કર્યું કે ઓલા એનાથી થાય છે. આહાહા! સમસ્ત પરિદ્રવ્યના નિમિત્તથી વિશેષરૂપ, વિશેષરૂપ એટલે? પર્યાયમાં જે મારા સ્વભાવમાં, સામાન્યમાં ત્રિકાળમાં નથી. તે રીતે વિશેષરૂપ ચેતનમાં થતાં, મારાં ચેતનમાં જ, પર્યાયમાં વિશેષરૂપ થતાં, “જે ચંચળ કલ્લોલો તેમનો આ નિરોધ વડે” તેને રોકીને, તેને... અટકાવીને, સંવર લેવો છે ને? આસ્રવ વિરુદ્ધ સંવર છે ને? આહા ! એટલે નિરોધ શબ્દ વાપર્યો છે, તેમના નિરોધ વડે આને જ, એટલે આ ચૈતન્યસ્વરૂપને જ અનુભવતો થકો લ્યો, “તડુિ ઠિદો તચ્ચિતો સળે,”તેમના નિરોધ વડે, આસવના રોકાવા વડે, મારાં આત્મ સ્વભાવમાં આત્માને અનુભવતો થકો, ચૈતન્યસ્વરૂપને અનુભવતો થકો, આહાહાહાહા... ભાષા વિશેષ લીધી. ચારપટી વાત લીધી. પોતાના અજ્ઞાનવડે આત્મામાં ઉત્પન્ન થતાં, આ જોયું, પાછું ઓલું પુદ્ગલદ્રવ્ય સ્વામી કીધું'તું એટલે પુદ્ગલને લઈને થાય છે, આહાહા ! પહેલું પુદ્ગલદ્રવ્ય સ્વામીપણે કીધું 'તું, પછી પરદ્રવ્યની પ્રવૃત્તિ કીધી'તી એના નિવૃત્તિ વડે, પછી પરદ્રવ્યના નિમિત્તથી ચેતનમાં થતાં કલ્લોલ કહ્યાં'તાં, વળી પાછો ચોથે પોતાના અજ્ઞાનવડે આત્મામાં, આહાહા.... Page #141 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ સમયસાર સિદ્ધિ ભાગ-૪ વસ્તુ ભગવાન આત્મા ચૈતન્ય દર્શન, જ્ઞાનસ્વરૂપ એના અજ્ઞાનવડે, એના અજ્ઞાન ભાનવિના એટલે અજ્ઞાન. પોતાના અજ્ઞાન વડે આત્મામાં ઉત્પન્ન થતાં પાછા કોઈ એમ લઈ લ્ય કે પુગલને લઈને થતા'તા, કેટલો ખુલાસો કરે છે, અમૃતચંદ્રાચાર્યની ટીકા, આહાહાહા.... એ પોતાના અજ્ઞાનવડે, આત્મામાં ઉત્પન્ન થતાં આ જે ક્રોધાદિ ભાવો એટલે પુણ્ય-પાપના ભાવો સ્વભાવથી વિરુદ્ધ છે માટે ક્રોધાદિ કહ્યા, એ ક્રોધાદિભાવો તે સર્વને ક્ષય કરું છું, ઉપશમાવું છું. એમ નહિ, ક્ષય કરું છું, છે ને પાઠ એ? “સવ્વ એદે ખયણેમિ” મૂળમાંથી કાઢી નાખ્યા. આહાહા! (શ્રોતા – ક્ષય તો બારમે થાય છે) હૈં? એ ક્ષય થઈ જાય છે ચોથે, એ ક્ષય જ થઈ ગયો છે, એ રહ્યો છે અસ્થિરતાએ પછી ચારિત્રદોષ છે, એ વસ્તુ તો પોતાના દ્રવ્યથી તો ભિન્ન કરી નાખ્યો છે. સમજાણું કાંઈ ? આહાહાહાહા ! મારા સ્વભાવમાં અનુભવતો, ચૈતન્યને અનુભવતો થકો એ એમ છે ને? પોતાના અજ્ઞાનવડે આત્મામાં ઉત્પન્ન થતાં, આહાહા! ટીકા? જે વિકારી ભાવો તે સર્વેને, તે સર્વને ક્ષય કરું છું આવું તો હજી નિર્ણય કર એમ કહે છે. સમજાણું કાંઈ? આહાહા ! વિકલ્પ સહિત એકદમ અંતર જઈ શક નહિ માટે પહેલી ચીજ સર્વજ્ઞ પરમાત્માએ આત્મા કહ્યો અને એણે જે આસ્રવ કહ્યા, એવી વાત બીજામાં નથી, તેથી બીજાથી જુદું પાડવા, આ રીતે ભગવાને કહેલો આત્મા અને આસ્રવ એને આ રીતે સમજીને વિકલ્પથી. સમજાણું કાંઈ? આહા ! એવી વાત સર્વજ્ઞ સિવાય, પરમાત્મા સિવાય, બીજે ક્યાંય નથી, એથી સર્વશે કહેલો આત્મા ને સર્વશે કહેલા અજ્ઞાનથી ઉત્પન્ન થયેલા આસવો એનાથી નિવર્તવા માટે પહેલું બીજાઓ કરતાં સર્વશે કહેલો આત્મા ને આસવનો આ રીતે નિર્ણય કરવો. આહાહાહા ! આકરું લાગે તેવું છે, કાલ પરપરિણતિનું આકરું લાગ્યું'તું પુનાતર ! ભાઈ ! ગાથા એવી આવે છે તે શું થાય? જે વસ્તુ આવે એનો અર્થ થાય ને? આહાહા! ભેદજ્ઞાનની વ્યાખ્યા હતી બપોરે. ભેદજ્ઞાન થાય ત્યારે શું થાય છે એમ હતું. અહીં હવે આસ્રવોથી નિવર્તવું છે તો કઈ રીતે નિવર્તાય? એનો ભગવાને કહેલો આત્મા, ભગવાને કહેલા આસવો, એનું સ્વરૂપ જે વીતરાગે કહ્યું છે, તે રીતે બીજા કરતાં જુદું પાડવા વિકલ્પથી આવો નિર્ણય કરવો. આહાહા ! સમજાણું કાંઈ? આહાહા ! એમ આત્મામાં નિશ્ચય કરીને જોયું? એ ક્ષય કરું છું, પણ એવો નિશ્ચય કરીને, “એમ આત્મામાં નિશ્ચય કરીને, આત્મામાં નિશ્ચય કરીને” આહાહા! ઘણાં વખતથી પકડેલું જે વહાણ, સમુદ્રના ભ્રમરમાં ભમરીમાં આવેલું વહાણ ત્યાં ને ત્યાં રહ્યા કરે. સમુદ્રમાં ભ્રમર થાય ને ચક્કર વમળ, ત્યાં વહાણ રહે, ન્યાં ને ત્યાં રહ્યા કરે. “ઘણાં વખતથી પકડેલું વહાણ, તેને જેણે છોડી દીધું છે, કોણ? વમળ ઘણાં વખતથી પકડેલું જે વહાણ વમળ, તેને જેણે છોડી દીધું છે, એવા સમુદ્રના વમળ, વમળ છૂટી ગયા એમ કહે છે. “એવા સમુદ્રના વમળની જેમ, જેણે સર્વ વિકલ્પોને જલ્દી વમી નાખ્યા છે.” આહાહાહાહા ! પહેલાં વિકલ્પથી નિર્ણય કર્યો તો, હવે વિકલ્પમાં જે વમળમાં જે વહાણ પકડાઈ ગયું'તું, એમ આ વિકલ્પમાં જે આત્મા રોકાઈ ગયો'તો એણે સર્વ વિકલ્પોને જલ્દી વમી નાખ્યા. જલ્દી અને વમી નાખ્યા, બે શબ્દ છે. ભગવાન આત્માના આનંદના સ્વભાવમાં આશ્રય લેતાં, એ આસવની ઉત્પત્તિ ન થાય Page #142 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૭૩ ૧૨૭ તેને જલ્દી વમી નાખ્યા એમ કહેવામાં આવ્યું છે, અને એ વમી નાખ્યા એટલે ? જેમ ઓકે છે ને? શું કહેવાય વમન? ( શ્રોતા - વોમિટ) વોમિટ એ ફરી ન લે, એ વમનને ફરી ન લ્ય, કૂતરા લ્ય, માણસ તો વમનને ફરી ન લ્ય. એમ જેણે સર્વ વિકલ્પોને જલ્દી વમી નાખ્યા, આહાહાહાહા... અપ્રતિહત ભાવ બતાવ્યો છે. આહા ! જેણે વિકલ્પોને છોડી દીધા છે, ઓલું વમળ છૂટે ત્યારે વહાણ છૂટે, આ વિકલ્પ પોતે છોડે ત્યારે છૂટે, એટલો ફેર. વિકલ્પ વમી નાખ્યા છે પોતે. વમી નાખ્યા છે એમ કીધું” ને? ઓલું તો વમળ છૂટયું ત્યારે વહાણ છૂટયું, અહીં તો વિકલ્પો પોતે છોડયા ત્યારે છુટયું. આહાહાહા ! સમજાણું કાંઈ ? હવે આ એક ગાથાનો અર્થ સમજવામાં પણ કેટલી, આહાહાહા... જેણે સર્વ વિકલ્પોને, સર્વ વિકલ્પ એક અંશ પણ વિકલ્પનો નહિ જેમાં, નિર્વિકલ્પ દૃષ્ટિ થતાં, સર્વ વિકલ્પો જલ્દી એકદમ ઉગ્ર પુરુષાર્થે છોડી દીધા છે, વમી દીધા છે, એ વસ્યા એ વખ્યા બસ. હવે ફરીને એ થવાના નહીં, આહા! આંહીં સુધી લીધી છે વાત. જેમ ૩૮ (સમયસાર) માં લીધી'તી ફરીને અંકુર ન થાય, ૯૨ ( પ્રવચનસાર)માં લીધું તું એમ અહીં નાખ્યું છે. એટલે? ચૈતન્ય સ્વભાવમાં અનુભવતો વિકલ્પને જલદી નામ એકદમ પુરુષાર્થથી, સ્વભાવમાં રમતા જેણે વિકલ્પને છોડી દીધા નામ વિકલ્પ ઉત્પન્ન થતાં નથી એણે વિકલ્પને વમી નાખ્યા છે. વમી નાખ્યા એ વમન ફરીને ન લ્ય. એમ ધર્મી જીવ, એવા જીવને આંહીં લીધો છે. એવી વાત જ આંહીં કરી છે આચાર્યો. આહા ! જેણે વિકલ્પને વમી નાખ્યા છે તે ફરીને વિકલ્પમાં આવતો નથી. એ રીતે એણે વમી નાખ્યા છે. આહાહા ! (ઢોર) ઓકેલું ખાય, માણસ ન ખાય, એમ રાગને ઓકી નાખ્યો છે. આહાહા ! આહાહાહા... વીતરાગ સ્વભાવમાં લીન થતાં એ વિકલ્પને જલદી નામ ઉત્પન્ન થયા ને એણે જલદી વમી નાખ્યા એમ કીધું. હવે ઉત્પન્ન થતાં નથી ને એ ઉત્પન્ન થવાનાં જ નથી. આહાહા! આહાહા..... એવો જીવ જ લીધો છે. અહીં એવી જીવની ધારા જ લીધી છે આંહીં તો. અને ક્ષય કર્યો એમ કીધું છે ને? નાશ કરી નાખ્યો છે, સ્વભાવમાંથી ભિન્ન કરી નાખ્યા છે તદ્ન ભિન્ન કરી નાખ્યા છે, એ નાશ કરી નાખ્યા છે. આહાહા! આ રીતે આસ્રવોથી નિવર્તવાની વિધિ છે, કરતાં કરતાં એમ કે આપણે દયા, દાન, વ્રત, ભક્તિ કરીએ કરતાં કરતાં અશુભ ટળશે ને પછી શુભ ટળશે, એમ કહે છે ને લોકો તો, એમ નથી બાપુ. તને ખબર નથી ભાઈ. આહાહા ! એ કૃત્રિમ ઉત્પન્ન થતા વિકારો અકૃત્રિમ સ્વભાવ વસ્તુ ભગવાન એનો જેણે આશ્રય લીધો. જેમ દ્રવ્ય પાછું ન પડે એમ એને પર્યાયમાં પાછો વિકલ્પ ન થાય એને. એકત્વબુદ્ધિથી ન થાય, થાય ખરો પણ સદાય સ્વામીપણે નહિ પરિણમતો થાય. આહાહાહા ! સમજાણું કાંઈ? આહાહા! જેમ જેણે, જેણે એટલે વમળે, વિકલ્પોને જલદી, ઓલા કીધું કે, ઘણાં વખતથી પકડેલું વહાણ તેને જેણે એટલે વમળે છોડી દીધું છે, તેમ જેણે સર્વ વિકલ્પોને જલદી વમી નાખ્યા છે પોતે, ઓલું વમળ છૂટયું ત્યારે (સમુદ્રમાં) વહાણ છૂટયું, આંહીં પોતે વિકલ્પને છોડયા છે એ નાસ્તિથી વાત કરી છે, આંહીં પણ પહેલે કીધું'તું ને અનુભવતો થકો, ચૈતન્યસ્વરૂપને અનુભવતો થકો અસ્તિથી ત્યાં લીધું છે, આમ થતાં એને આમ થાય છે એમ. ચૈતન્યસ્વરૂપને અનુભવતો Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ સમયસાર સિદ્ધિ ભાગ-૪ થકો, સર્વ વિકલ્પોને જલ્દી વમી નાખ્યા એવો, નિર્વિકલ્પ અભેદ, વિકલ્પ વિનાનો ભગવાન, નિર્વિકલ્પ અચલિત, લ્યો ન્યાંય આવ્યું અચલિત, ઓલામાં નિશ્ચલ હતું ને? ચળે નહિ એવું. આહાહા ! નિર્મળ આત્માને અવલંબતો, નિર્મળ પૂર્ણાનંદનો નાથ પ્રભુ તેને અવલંબતો, એનો આશ્રય કરતો, તેના સન્મુખ થતો, તેને અવલંબતો, વિજ્ઞાનઘન થયો થકો-વિજ્ઞાનઘન થયો થકો, ભલે વિશેષજ્ઞાન ન હો, પણ જે આસવથી નિવૃત્તિને અનુભવમાં આવ્યો એ વિજ્ઞાનઘન થયો છે હવે. આહાહા ! સમજાણું કાંઈ? - વિજ્ઞાનઘન થયો થકો, આ આત્મા આસ્રવોથી નિવર્તે છે, આ વિધિ. શેરો કેમ કરવો? કે પહેલું ઘી માં લોટ શેકવો, પછી ગોળ ને સાકર નાખવું. એમ પહેલો આત્માનો આવો નિર્ણય કરવો, નિર્ણય કરતાં અનુભવ થતાં વિકલ્પ છૂટી જશે. અને વિકલ્પ છૂટતાં વિજ્ઞાનઘન થયો થકો, જ્ઞાનમાં-સ્વરૂપમાં એકાગ્ર થતાં ઘન થયો, પિંડ થયો, જે આમ અસ્થિર થતો તો જે રાગને લઈને, એ અસ્થિરતા છૂટીને વિજ્ઞાનઘન થયો થકો, “આ” આત્મા, આ’ આત્મા એમ પાછો, બીજો આત્મા નહિ, આસ્રવોથી નિવર્તે છે. લ્યો આ આસવને નિવર્તવાની આ વિધિ. અરે ! અરે ! પહેલી તો સાંભળવી કઠણ પડે, બાપુ મારગ તો આ છે ભાઈ “એક હોય ત્રણ કાળમાં પરમાર્થનો પંથ.” આહાહા ! આસવ એટલે દુઃખ ને આસ્રવ એટલે મેલ, એનાથી નિવર્તવાની આ વિધિ ને આ રીત છે. આહાહા ! (શ્રોતા:- પાત્ર શુદ્ધિની વાત તો આવી નહીં) એ થઈ ગઈ, પાત્ર શુદ્ધિ. એટલે આ પહેલો આવો વિકલ્પથી નિર્ણય કરે છે એ પાત્ર થઈ ગયો, હવે છોડે છે એટલે સ્થિર થઈ ગયો. એટલે? આવો જે નિર્ણય કરે છે એને પાંચ ઇન્દ્રિયમાંથી નિરોધ થઈ ગયો છે અંદર, પાંચ ઇન્દ્રિય તરફથી તો અટકી ગયો છે, હવે અંદર નિર્ણય કરે છે ને મન સાથે, સમજાણું કાંઈ? પાંચ ઇન્દ્રિય તરફના વલણવાળું તો અટકી ગયું છે ત્યાં, કારણકે આમ નિર્ણય કરે છે જ્યારે, મનનો વિકલ્પ હજી છે પણ પાંચ ઇન્દ્રિય તરફનું વલણ તો અટકી ગયું છે ત્યારે અંદરથી આવો નિર્ણય કરે છે. આહાહાહા! સમજાણું કાંઈ? આહાહા! પાંચ ઇન્દ્રિય તરફના વલણનો ભાવ તો છૂટી ગયો છે, એક મનના વિકલ્પનો ભાવ રહી ગયો છે, એમાં આ નિર્ણય કર્યો છે, એ વિકલ્પ. બહુ વાત અસલ અસલી ચીજ છે આ. આહાહા! ‘આ’ આત્મા એમ પાછો બીજો આત્મા એમ નહિ એ. “આ” “આ આત્મા, આસ્રવોથી નિવૃત છે. આ વિધિએ દુઃખથી નિવડે છે આસ્રવોથી કહો, દુઃખથી કહો, મેલથી કહો, મળથી કહો, નિવર્તે છે, આ વિધિ છે. (શ્રોતા – આ નિર્ણય સવિકલ્પ નિશ્ચય ખરો) હા, સવિકલ્પ છે એ પણ એ સવિકલ્પ એવો છે કે એને છોડવું જ છે હવે એ, ત્યાં રહેવું છે એમ નહિ. ફક્ત પાંચ ઇન્દ્રિય તરફનું વલણ ઘટાડી અને મનના વિકલ્પમાં આવ્યો છે, પહેલો ત્યાં સુધી એકદમ ખસી શક્યો નથી માટે પણ એ ખસવા માટે એ વિકલ્પમાં આવ્યો છે, છોડવા માટે, આવ્યો છે એ. આહાહાહા ! કહો, પંડિતજી! આવું છે. (શ્રોતાઃ- એ જીવ અંતર્મુહૂતમાં પામી જાય?) અંતર્મુહૂતમાં, એક સમયમાં વિકલ્પમાં અંતર્મુહૂત લાગે, નિર્ણય કરતાં, છૂટવામાં એક સમય. આહાહા ! આવી વાતું છે બાપુ. આહા! વીતરાગ સર્વજ્ઞ પરમાત્માનો આ હુકમ છે આથી બીજી રીતે કરવા જાય તો નહિ છૂટે. આહા ! Page #144 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૭૩ ૧૨૯ આંહીં તો કહે કે આવું કરો, ભક્તિ કરો, વ્રત કરો, જાત્રા કરો, વ્રત પાળો, અપવાસ કરો, આમ કરતાં કરતાં આગળ જવાશે. કાલે એમ કહેતા'તા આવ્યા તે-બધા લોકો, આ મંદિરો ને એ બધા તરવાના ઉપાય છે એમ કહેતા'તા કાલ ઓલા આવ્યા'તા ને બધા, શું કહેવું એને બાપુ ? એ બધા મંદિરોને આદિ તો શુભભાવના નિમિત્ત છે, મૈં ? ત૨વાના એ ઉપાય નથી એમ કહે આવા મોટા મકાન માટે આ તરવાના ઉપાય છે. આહાહાહા ! તરવાનો ઉપાય તો આ છે. ભાવાર્થ:– “શુદ્ઘનયથી જ્ઞાનીએ આત્માનો આવો નિશ્ચય કર્યો, કે હું એક છું આવ્યું ને હું એક છું. શુદ્ઘનયથી એવો નિર્ણય કર્યો, કે હું એક છું, શુદ્ધ છું, આવ્યું ’તું ને એકનું, શુદ્ધનું ષટ્કા૨ક પરિણતિ રહિત છું, ૫૨દ્રવ્ય પ્રત્યે મમતા રહિત છું, એ પુણ્ય-પાપના પરિણામ મારાં છે એનાથી રહિત છું, પુણ્ય-પાપના ભાવ એ મારાં નથી. આહાહા ! એ પદ્રવ્યની પ્રવૃત્તિ ચૈતન્યના અજ્ઞાનભાવથી ભલે ઉત્પન્ન થતાં, આહાહા..... જ્ઞાન દર્શનથી પૂર્ણ વસ્તુ છું. હું તો જ્ઞાન ને દર્શનથી પરિપુર્ણ આત્મદ્રવ્ય વસ્તુ છું. “જ્યારે તે જ્ઞાની આત્મા આવા પોતાના સ્વરૂપમાં રહેતો થકો,” જ્યારે તે ધર્મી જીવઆત્મા આવા પોતાના સ્વરૂપમાં ૨હેતો થકો “તેના જ અનુભવરૂપ થાય, ભગવાન આત્માના અનુભવરૂપ થાય, શુદ્ધ ચૈતન્ય છે તેને અનુસરીને અનુભવ થાય,” ત્યારે ક્રોધાદિ આસ્રવો ક્ષય પામે છે”, ત્યારે તેને પુણ્ય-પાપના ભાવો નાશ પામે છે. આહાહાહા ! આંહીં તો ક્ષયની જ વાત લીધી છે. જેમ સમુદ્રના વમળે ઘણાં કાળથી વહાણને પકડી રાખ્યું હોય, પણ પછી જ્યારે વમળ વમે, વમળ વમે ત્યારે તે વહાણને છોડી દે છે, તેમ આત્મા વિકલ્પોના વમળને શમાવતો થકો પોતે, વિકલ્પને છોડતો થકો, શમાવતો થકો, આસવોને છોડી દે છે. આહાહા ! આ વિધિ પુણ્ય-પાપના આસ્રવથી,દુઃખથી, મેલથી નિવર્તવાની આ રીત છે બાપુ. બાકી બીજી વિધિ કહે કે આમ કરો, કરતાં કરતાં થશે, જાત્રા કરો ને ભક્તિ કરો ને પૂજા કરો ને મંદિરમાં ભગવાનના દર્શન કરો ને કરતાં કરતાં થશે આસ્રવોની નિવૃત્તિ એ વાત તદ્ન જૂઠી છે. આહાહા ! આ વિધિ છે. નરોતમભાઈ આવી વાત છે. આહાહા! હવે પૂછે છે લ્યોકે શાન થવાનો આત્માનુભવ થવાનો જ્ઞાનનો અને આસ્રવોની નિવૃત્તિનો, અને એ શુભ-અશુભ ભાવનો છૂટવાનો સમકાળ, એક કાળ કઈ રીતે છે? એક કાળ કઈ રીતે છે ? અહીં આસ્રવથી નિવર્તે અને આત્માના આનંદના, જ્ઞાનનો અનુભવ થાય એનો સમકાળ કેવી રીતે છે? એવો શિષ્યનો પ્રશ્ન છે. જે કાળે આત્મા આનંદનો અનુભવ કરે, તે જ કાળે આસ્રવથી નિવર્તે છે, કાળ ભિન્ન નથી કોઈ, એવો શિષ્યનો પ્રશ્ન છે. તેનો આ ઉત્તર છે. વિશેષ કહેવાશે. ( શ્રોતાઃ– પ્રમાણ વચન ગુરુદેવ.) 圖 Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧૩) સમયસાર સિદ્ધિ ભાગ-૪ कथं ज्ञानास्रवनिवृत्त्योः समकालत्वमिति चेत् जीवणिबद्धा एदे अधुव अणिचा तहा असरणा य। दुक्खा दुक्खफल त्ति य णादूण णिवत्तदे तेहिं।।७४।। जीवनिबद्धा एते अध्रुवा अनित्यास्तथा अशरणाश्च। दुःखानि दुःखफला इति च ज्ञात्वा निवर्तते तेभ्यः ।।७४।। जतुपादपवद्वध्यघातकस्वभावत्वाज्जीवनिबद्धाः,खल्वास्रवाः,न पुनरविरुद्धस्वभावत्वाभावाज्जीव एव। अपस्माररयवद्वर्धमानहीयमानत्वादध्रुवा: खल्वास्रवाः, ध्रुवश्चिन्मात्रो जीव एव। शीतदाहज्वरावेशवत् क्रमेणोज्जृम्भमाणत्वादनित्याः खल्वास्रवाः, नित्यो विज्ञानघनस्वभावो जीव एव। बीजनिर्मोक्षक्षणक्षीयमाणदारुणस्मरसंस्कारवत्त्रातुमशक्यत्वादशरणाः खल्वास्रवाः, सशरणः स्वयं गुप्तः सहजचिच्छक्तिर्जीव एव। नित्यमेवाकुलस्वभावत्वाद्दुःखानि खल्वास्रवाः, अदु:खं नित्यमेवानाकुलस्वभावो जीव एव। आयत्यामाकुलत्वोत्पादकस्य पुद्गलपरिणामस्य हेतुत्वाहुःखफला:खल्वास्रवाः, अदु:खफलः सकलस्यापि पुद्गलपरिणामस्याहेतुत्वाज्जीव एव। इति विकल्पानन्तरमेव शिथिलित-कर्मविपाको विघटितघनौघघटनो दिगाभोग इव निरर्गलप्रसरः सहजविजृम्भमाण-चिच्छक्तितया यथा यथा विज्ञानघनस्वभावो भवति तथा तथास्रवेभ्यो निवर्तते, यथा यथास्रवेभ्यश्च निवर्तते तथा तथा विज्ञानघनस्वभावो भवतीति। तावद्विज्ञानघनस्वभावो भवति यावत्सम्यगास्रवेभ्यो निवर्तते, तावदास्रवेभ्यश्च निवर्तते यावत्सम्यग्विज्ञानघनस्वभावो भवतीति ज्ञानासवनिवृत्त्योः समकालत्वम्। હવે પૂછે છે કે જ્ઞાન થવાનો અને આસવોની નિવૃત્તિનો સમકાળ (એક કાળ ) કઈ રીતે છે? તેના ઉત્તરરૂપ ગાથા કહે છે આ સર્વ જીવનિબદ્ધ, અધુવ, શરણહીન, અનિત્ય છે, એ દુઃખ, દુખફળ જાણીને એનાથી જીવ પાછો વળે. ૭૪. Puथार्थ:-[ एते] पासपो [जीवनिबद्धाः ] ®पनी साथे निबद्ध छ,[ अध्रुवा:] सध्रुव छ, [ अनित्या: ] मनित्य छ [ तथा च] तेम ४ [ अशरणाः ] अश२४॥ छ, [च] वजी तेसो [ दुःखानि]:५३५ छे, [ दुःखफला:]:५४ भर्नु ण छ मेवा छे, - [इति ज्ञात्वा ] मे Meीने url [ तेभ्यः ] तेमनाथी [ निवर्तते] निवृत्ति ऽरे छे. ટીકા- વૃક્ષ અને લાખની જેમ વધ્ય-ઘાતકસ્વભાવપણું હોવાથી આસવો જીવ સાથે બંધાયેલા છે; પરંતુ અવિરુદ્ધસ્વભાવપણાનો અભાવ હોવાથી તેઓ જીવ જ નથી. Page #146 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૭૪ ૧૩૧ (લાખના નિમિત્તથી પીપળ આદિ વૃક્ષનો નાશ થાય છે. લાખ ઘાતક અર્થાત્ હણનાર છે અને વૃક્ષ વધ્ય અર્થાત્ હણાવાયોગ્ય છે. આ રીતે લાખ અને વૃક્ષનો સ્વભાવ એકબીજાથી વિરુદ્ધ છે માટે લાખ વૃક્ષ સાથે માત્ર બંધાયેલી જ છે; લાખ પોતે વૃક્ષ નથી. તેવી રીતે આસવો ઘાતક છે અને આત્મા વધ્યા છે. આમ વિરુદ્ધ સ્વભાવો હોવાથી આસવો પોતે જીવ નથી.) આસો વાઈના વેગની જેમ વધતા-ઘટતા હોવાથી અધ્રુવ છે; ચૈતન્યમાત્ર જીવ જ ધુવ છે. આસવો શીતદાહજ્વરના આવેશની જેમ અનુક્રમે ઉત્પન્ન થતા હોવાથી અનિત્ય છે; વિજ્ઞાનઘન જેનો સ્વભાવ છે એવો જીવ જ નિત્ય છે. જેમ કામસેવનમાં વીર્ય છૂટી જાય તે ક્ષણે જ દારુણ કામનો સંસ્કાર નાશ પામી જાય છે, કોઈથી રોકી રાખી શકાતો નથી, તેમ કર્મોદય છૂટી જાય તે ક્ષણે જ આસવો નાશ પામી જાય છે, રોકી રાખી શકાતા નથી, માટે તેઓ અશરણ છે; આપોઆપ (પોતાથી જ) રક્ષિત એવો સહજ ચિન્શક્તિરૂપ જીવ જ શરણસહિત છે. આસવો સદાય આકુળ સ્વભાવવાળા હોવાથી દુ:ખરૂપ છે; સદાય નિરાકુળ સ્વભાવવાળો જીવ જ અદુઃખરૂપ અર્થાત્ સુખરૂપ છે. આસવો આગામી કાળમાં આકુળતાને ઉત્પન્ન કરનારા એવા પુદ્ગલપરિણામના હેતુ હોવાથી દુ:ખફળરૂપ છે ( અર્થાત્ દુઃખ જેમનું ફળ છે એવા છે); જીવ જ સમસ્ત પુદ્ગલપરિણામનો અહેતુ હોવાથી અદુઃખફળ છે (અર્થાત્ દુઃખફળરૂપ નથી).-આમ આસવોનું અને જીવનું ભેદજ્ઞાન થતાં વેંત જ જેનામાં કર્મવિપાક શિથિલ થઈ ગયો છે એવો તે આત્મા, જથ્થાબંધ વાદળાંની રચના જેમાં ખંડિત થઈ ગઈ છે એવા દિશાના વિસ્તારની જેમ અમર્યાદ જેનો વિસ્તાર(ફેલાવ) છે એવો, સહજપણે વિકાસ પામતી ચિલ્શક્તિ વડે જેમ જેમ વિજ્ઞાનઘન સ્વભાવ થતો જાય છે તેમ તેમ આસવોથી નિવૃત્ત થતો જાય છે, અને જેમ જેમ આસવોથી નિવૃત્ત થતો જાય છે તેમ તેમ વિજ્ઞાનઘનસ્વભાવ થતો જાય છે; તેટલો વિજ્ઞાનઘનસ્વભાવ થાય છે જેટલો સમ્યક પ્રકારે આસવોથી નિવર્તે છે. અને તેટલો આસવોથી નિવર્તે છે જેટલો સમ્યક પ્રકારે વિજ્ઞાનઘનસ્વભાવ થાય છે. આ રીતે જ્ઞાનને અને આસવોની નિવૃત્તિને સમકાળપણું છે. ભાવાર્થ:- આસનોનો અને આત્માનો ઉપર કહ્યો તે રીતે ભેદ જાણતાં જ, જે જે પ્રકારે જેટલા જેટલા અંશે આત્મા વિજ્ઞાનઘનસ્વભાવ થાય છે તે તે પ્રકારે તેટલા તેટલા અંશે તે આસવોથી નિવર્તે છે. જ્યારે સંપૂર્ણ વિજ્ઞાનઘન સ્વભાવ થાય છે ત્યારે સમસ્ત આસવોથી નિવર્તે છે. આમ જ્ઞાનનો અને આસવનિવૃત્તિનો એક કાળ છે. આ આસવો ટળવાનું અને સંવર થવાનું વર્ણન ગુણસ્થાનોની પરિપાટીરૂપે તત્વાર્થસૂત્રની ટીકા આદિ સિદ્ધાંતશાસ્ત્રોમાં છે ત્યાંથી જાણવું. અહીં તો સામાન્ય પ્રકરણ છે તેથી સામાન્યપણે કહ્યું છે. “આત્મા વિજ્ઞાનઘનસ્વભાવ થતો જાય છે” એટલે શું? તેનો ઉત્તર- “આત્મા વિજ્ઞાનઘનસ્વભાવ થતો જાય છે એટલે આત્મા જ્ઞાનમાં સ્થિર થતો જાય છે. જ્યાં સુધી મિથ્યાત્વ હોય ત્યાં સુધી જ્ઞાનનેભલે જ્ઞાનનો ઉઘાડ ઘણો હોય તોપણ-અજ્ઞાન કહેવામાં આવે છે અને મિથ્યાત્વ ગયા પછી તેને-ભલે જ્ઞાનનો ઉઘાડ થોડો હોય તોપણ-વિજ્ઞાન Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ સમયસાર સિદ્ધિ ભાગ-૪ કહેવામાં આવે છે. જેમ જેમ તે જ્ઞાન અર્થાત્ વિજ્ઞાન જામતું-ઘટ થતું-સ્થિર થતું જાય છે તેમ તેમ આસવોની નિવૃત્તિ થતી જાય છે અને જેમ જેમ આસવોની નિવૃત્તિ થતી જાય છે તેમ તેમ જ્ઞાન (વિજ્ઞાન) જામતું-ઘટ થતું-સ્થિર થતું જાય છે, અર્થાત્ આત્મા વિજ્ઞાનઘનસ્વભાવ થતો જાય છે. પ્રવચન નં. ૧૫૭ ગાથા-૭૪ તા. ૦૧-૦૧-૭૯ સોમવાર પોષ સુદ-૩ સમયસાર ૭૪ ગાથા. હવે પૂછે છે કે, ઝીણી વાત છે. આત્માનું જ્ઞાન થાય એટલે કે આત્મા આનંદ અને જ્ઞાનસ્વરૂપ છે એ જ્ઞાનાનંદ સ્વભાવમાં એકાગ્ર થાય અને આસ્રવોથી નિવર્તે. આસવ એટલે પુણ્ય ને પાપના ભાવ, શુભ-અશુભ ભાવ જે દુઃખરૂપ છે, મલિન છે, ચૈતન્યના સ્વભાવથી વિરુદ્ધ ભાવ પુણ્ય-પાપના ભાવ છે, તો એનાથી નિવૃત્તિ અને આત્મામાં જ્ઞાનની એકાગ્રતા એનો સમકાળ છે? કઈ રીતે; એમ કહે છે. ઝીણી વાત છે ભાઈ ! સોમવાર છે આજ રજા હશે છોકરાઓને. શેની. હૈં? (શ્રોતા- ૧ લી જાન્યુઆરી) ૧ લી તારીખ ઠીક હા, છોકરા આવ્યા છે. હૈ? આ પહેલી તારીખ થઈ છોકરા આવ્યા છે. શું કહ્યું? આ આત્મા જે આનંદ ને જ્ઞાનસ્વરૂપ છે એનાથી પુણ્ય ને પાપના ભાવ તે વિરુદ્ધ ભાવ દુઃખરૂપ છે. તો જ્યારે એ આત્મા પોતાના જ્ઞાનસ્વરૂપ, આનંદસ્વરૂપમાં આવે અને તે જ કાળે તેને આસવની નિવૃત્તિ થાય અને આસવની નિવૃત્તિ એટલે છુટવું અને આત્મામાં એકાગ્ર થવું એ બધું એક જ કાળ છે? કેમ? એમ પૂછયું છે. સમજાણું કાંઈ? આહાહા! શિષ્યના પ્રશ્નમાં જ આ છે, કે જે પુણ્ય ને પાપ. શરીર, વાણી, મન તો જડ છે, પર છે, એનો કાંઈ ત્યાગ ગ્રહણ આત્મામાં છે જ નહિ. અંદરમાં જે કાંઈ દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજા ભાવ કે હિંસા, જૂઠું, ચોરી વિષયઆદિના ભાવ એ બેય ભાવ આસ્રવ છે, મેલ છે અને દુઃખ છે, એ દુઃખથી નિવર્તવું અને આત્માના આનંદમાં એકાગ્ર થવું એનો સમકાળ છે કઈ રીતે? એમ પૂછે છે. આહાહા ! ઝીણી વાત છે. અનંતકાળમાં એણે આત્મા શું ચીજ છે અને વિકાર શું છે એનું એણે ભેદજ્ઞાન કર્યું નથી. અનાદિથી ચારગતિમાં દુઃખની દશામાં રખડે છે, દુઃખી છે એ. (શ્રોતા – પૈસાવાળા તો સુખી છે.) પૈસાવાળા એ મોટા દુઃખી છે. રાજા અને શેઠિયાઓ અને દેવ, મોટા દુઃખી છે. કેમ કે આત્માના સ્વભાવથી વિરુદ્ધ ભાવ એવા ભાવના કરનારા છે, તે દુઃખી છે. આવી વાત છે (શ્રોતા - લોકોનો મત ને ભગવાનનો મત જુદો પડયો.) ભગવાનનો સત્યનો મારગ જ અસત્યથી તદ્ન જુદો છે. આહાહા ! આંહીં તો શિષ્યનો પ્રશ્ન આ છે. નિવૃર્તવા જેવું છે. પુણ્યના પાપના ભાવ શુભ-અશુભ છે એ દુઃખરૂપ છે, પરિભ્રમણનું કારણ છે, આકુળતા છે, એનાથી નિવૃર્તવા જેવું તો છે પણ તેનાથી નિવૃર્તિવું અને સ્વભાવમાં પ્રવર્તવું એનો એક કાળ છે કઈ રીતે એમ પૂછે છે. આહાહા ! સમજાણું કાંઈ ? એનો ઉત્તર-આવું જેને પ્રશ્નની જિજ્ઞાસા છે એને આ ઉત્તર દેવામાં આવે છે. સાધારણ Page #148 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૭૪ ૧૩૩ જેને કંઈ ખબર જ નથી, ગરજ જ નથી કાંઈ, એ શુભ-અશુભભાવ જે દુઃખરૂપ છે તેનાથી નિવૃત્તિની જેને હજી ગરજ જ નથી અને આત્મા આનંદસ્વરૂપ છે તેમાં રહેવાની જેને દરકાર જ નથી એને ઉત્તર દેવામાં આવતો નથી. આહાહાહા ! જેને આ ભગવાન આત્મા અણાકુળ આનંદકંદ પ્રભુ અને પુણ્ય-પાપના ભાવ એ હિંસા, જૂઠું, ચોરી, વિષય, ભોગ, વાસના, કમાવું, ધંધાના ભાવ એ તો પાપ છે તન, તીવ્ર દુઃખ છે. પણ દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજા આદિના ભાવ પણ દુઃખરૂપ છે કેમ કે એ રાગ છે એ આસ્રવ છે. આહાહાહા.... એ આસ્રવથી નિવૃર્તવું અને સ્વભાવમાં પ્રવૃર્તવું એનો સમકાળ કઈ રીતે છે એવો એનો પ્રશ્ન છે. એનો ઉત્તર કહેવામાં આવે છે. जीवणिबद्धा एदे अधुव अणिच्चा तहा असरणा य। दुक्खा दुक्खफल त्ति य णादूण णिवत्तदे तेहिं ।।७४।। આ સર્વ જીવનિબદ્ધ, અધુવ, શરણહીન, અનિત્ય છે, એ દુઃખ, દુખફળ જાણીને એનાથી જીવ પાછો વળે. ૭૪. ટીકા- આ તો અંતરની વાત છે કે પ્રભુ. અનંત કાળમાં એણે ચાર ગતિના ભવો અનંતા કર્યા, નરકના અનંતભવ કર્યા, તિર્યંચના અનંત કર્યા, મનુષ્યનાય અનંત કર્યા અને સ્વર્ગનાય અનંત કર્યા, એ ચાર ગતિમાં દુઃખી થઈને પરિભ્રમણ કરે છે. એ એને અહીંયા પ્રશ્ન ઉઠયો એનો જવાબ છે કે દુઃખથી નિવૃર્તવું અને આનંદમાં પ્રવૃર્તવું એ એક સમકાળ સાથે એક સમય સાથે કેમ છે? એનો ઉત્તર છે. આહા! ટીકાઃ- વૃક્ષ અને લાખની જેમ,” જેમ પીપરઆદિ વૃક્ષ છે, એમાં લાખ થાય છે ઝાડમાં, એ વૃક્ષ અને લાખની જેમ “વધ્યઘાતકસ્વભાવપણું હોવાથી,” લાખ છે તે ઘાતક છે અને વૃક્ષ છે તે ઘાત થવાને લાયક છે. પર્યાયમાં. ઝીણી વાત છે ભાઈ ! એણે અનંતકાળમાં કદી સત્ય વાત સાંભળીયે નથી. ચીથી એણે સાંભળી નથી. આહાહા ! આંહીંયા કહે છે કે જેમ પીપળનું ઝાડ હોય જો કે લાખ તો બાવળમાં જ થાય છે પણ મુખ્યપણે પીપરનું જેમ ઝાડ અને એમાં લાખ થાય એ લાખ છે તે ઝાડની ઘાતક છે અને ઝાડ વધ્ય નામ ઘાતક થવાને લાયક છે. સમજાણું કાંઈ? એવું હોવાથી વધ્ય ઘાતકસ્વભાવપણું હોવાથી, લાખ ઘાતક સ્વભાવવાળું છે, અને વૃક્ષ તેનાથી ધાત્ય થવાને લાયક સ્વભાવવાળું છે. આહાહા! આ તો હજી દષ્ટાંત છે. તેમ આસવો લાખ ને વૃક્ષની જેમ શુભ કે અશુભ, પુણ્ય ને પાપના ભાવો એ આસ્રવો જીવ સાથે બંધાયેલા છે, જેમ વૃક્ષની સાથે લાખ બંધાયેલ છે, વૃક્ષનું સ્વરૂપ નથી. આહાહા ! એમ ભગવાન આત્મા એની સાથે પુષ્ય ને પાપના ભાવ “નિબદ્ધા” શબ્દ છે ને? બંધાયેલા છે, સ્વભાવ નથી એનો એ. ભગવાન આત્મા અણાકુળ આનંદ સ્વભાવની સાથે પુણ્ય ને પાપના ભાવ બંધાયેલા નિબદ્ધ સંબંધવાળા છે, સ્વભાવવાળા નથી. એ પુણ્ય ને પાપના ભાવ ભગવાન આત્માની સાથે વૃક્ષ અને લાખની જેમ નિબદ્ધ નામ સંબંધમાં સંયોગે આવેલી ચીજ છે, એ એનો સ્વભાવ નથી. આહાહા! બહારની વાત તો અહીંયા છે જ નહિં લક્ષ્મી, શરીર, વાણી, કુટુંબ, કબીલા એ તો પર Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ સમયસાર સિદ્ધિ ભાગ-૪ ક્યાંય રહી ગયા. એની સાથે કાંઈ સંબંધ છે નહીં. ફક્ત અહીંયા આત્માને લાખ ને વૃક્ષની જેમ સંબંધ છે, એ લાખ એ વૃક્ષનું સ્વરૂપ નથી. ફક્ત એને ઘાતક સ્વભાવવાળો સંબંધ છે. એમ ભગવાન આત્મા આનંદ ને અણાકુળ શાંત રસનો કંદ પ્રભુ એને આ પુણ્ય-પાપના ભાવ, નિબદ્ધ નામ સંબંધથી બંધાયેલા છે, એનો સ્વભાવ નથી, એનું એ સ્વરૂપ નથી. શ૨ી૨, વાણી, મન, જડ ને એ તો ક્યાંય રહી ગયા. એ તો એના ઘરે ક્યાંય રહી ગયા. એમાં ક્યાં એની પર્યાયમાંય નથી એમ કહે છે. આહાહાહા ! આ તો એની વર્તમાન પર્યાયમાં ત્રિકાળી ભગવાન આનંદનો નાથ પ્રભુ, સચ્ચિદાનંદ સ્વરૂપ એવો જે આત્મા એની સાથે એ પુણ્ય ને પાપ, શુભ ને અશુભ હિંસા, જૂઠું, ચોરી, વિષય, ભોગ, વાસના, ધંધો કમાવું વ્યાજ ઉપજાવવું એવા જે ભાવ એકલું પાપ અને દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજા એ પુણ્ય બેય આસ્રવ છે, એ સ્વભાવની સાથે સ્વભાવરૂપ નથી. સ્વભાવમાં નિબદ્ધા નામ બંધરૂપ છે. સંયોગરૂપ છે. એકલા બદ્ધા નથી કહ્યા, નિબદ્ધા. આહાહા ! એ પુણ્ય ને પાપના ભાવ ભગવાન આત્મા દ્રવ્ય વસ્તુ છે આનંદનો નાથ પ્રભુ ! એ તો શુદ્ધ આનંદકંદઘન છે. એની વર્તમાન પર્યાયમાં જે શુભ ને અશુભ ભાવ એ વસ્તુને નિબદ્ધ છે, સંબંધવાળા છે, બંધવાળા છે, એનો સ્વભાવ નથી. આહાહાહા ! છે ? જીવ સાથે બંધાયેલા છે. આહાહાહા ! શ૨ી૨, વાણી, કર્મ ને ૫૨વસ્તુ તો ક્યાંય જુદી રહી ગઈ. એમાં તો એની પર્યાયમાંય એ નથી. પણ આની પર્યાયમાં, અવસ્થામાં ત્રિકાળી ભગવાન આત્માના પર્યાયમાં વર્તમાન એ શુભ ને અશુભ ભાવ દુઃખરૂપ છે, મલિન છે, જડ છે ચૈતન્યના સ્વભાવથી વિરુદ્ધ ભાવવાળા છે, એ જીવ સાથે બંધાયેલા છે. આવું સ્વરૂપ છે પ્રભુ ! આહાહા ! પરંતુ ભગવાનની સાથે, આ આત્મા ભગવાન છે અનંત અનંત ભગ નામ જ્ઞાન ને આનંદની લક્ષ્મી એવી અનંત જ્ઞાન ને આનંદની લક્ષ્મીવાળો વાન એટલે એનું રૂપ એ છે એવા ભગવાનની સાથે એ શુભ-અશુભ ભાવ, એ નિબદ્ધ નામ બંધાયેલા છે, સંયોગે બંધાયેલા છે, પરંતુ અવિરુદ્વસ્વભાવપણાનો અભાવ હોવાથી, એ પુણ્ય ને પાપના ભાવ એ ભગવાન આત્માનો જે અવિરુદ્ધ સ્વભાવ છે. જ્ઞાન, દર્શન, આનંદ, એ અવિરુદ્ધ સ્વભાવ છે પ્રભુનો આત્માનો સ્વભાવ, સ્વ.... ભાવ, સ્વ... ભાવ, પોતાનો ભાવ આત્માનો એ જ્ઞાન, દર્શન, આનંદ એ અવિરુદ્ધ સ્વભાવ છે. એ પુણ્ય-પાપના ભાવમાં અવિરુદ્ધ સ્વભાવનો અભાવ છે. આહાહાહાહા ! સમજાણું છે કાંઈ ? નિબદ્ધાયેલા છે. આહાહાહા ! જેમ લાખ ઝાડને બંધાયેલી છે, ઘણાં વર્ષની વાત છે એકવાર દેશમાં આવેલ ને ભાવનગ૨માં છે ને પી૫૨ના ઝાડ બહુ હતા, શું કહેવાય એ તળાવને જોયેલું નામ ભૂલી જઈએ છીએ એ પી૫૨ની આખી લાઈન હતી એ બીજી વાર આવ્યો ત્યારે કાંઈ ન મળે પી૫૨, એકેય પી૫૨ ન મળે. પૂછયું કે આ પી૫૨ ક્યાં ગઈ ? એટલી બધી મોઢા આગળ છે ને શું કહેવાય એ ? ઘોઘાના દરવાજે, ઓલા તળાવ છે એની આ બાજુ. કીધું આ બધી પીપરો ગઈ ક્યાં ? પેલા એકવાર દેશમાં આવ્યો પાલેજથી ત્યારે બહુ જોયું'તું, આમ લાઈન બંધ હતી બીજે વખતે જોયું તો એકેય નહિ, કે લાખ થઈ ’તી. આ તો પાંસઠ–છાસઠ, સડસઠ ની વાત છે લાખ થઈ'તી તે પીપર બધી ખલાસ થઈ ગઈ, પી૫૨ સમજે છે પી૫૨ ? આ લીંડી પીપર નહિં હોં, પીપરનું ઝાડ. આહાહા ! Page #150 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૭૪ ૧૩૫ એમ આ ભગવાન આત્મા ચૈતન્ય ઝાડ આનંદનો નાથ પ્રભુ પૂર્ણ આનંદને પૂર્ણ શાંતિથી ભરેલો ભગવાન છે. એમાં પુણ્ય ને પાપના ભાવ તે ઘાતક છે અને આત્માની વર્તમાન પર્યાય તે ઘાત થવાને લાયક છે, પર્યાય હોં, વસ્તુ તો વસ્તુ છે. આહાહાહા! શુભ કે અશુભ ભાવ લાખ જેમ ઘાતક છે ઝાડની અને ઝાડ તેની પર્યાયમાં વધ્ય નામ હણાવાને લાયક છે, એમ પુણ્ય ને પાપના ભાવ ઘાતક છે, અને ભગવાનની પર્યાય આત્માની પર્યાય ત્યાં ઘાત થવાને લાયક છે. આવું છે. અરેરે ! કરે શું કરે? એણે અનંત કાળમાં કદી સત્ય વાતને સાંભળી નથી રુચિથી. એ રખડતો રખડતો, નરક ને નિગોદ અનંતા અનંતા ભવ કર્યા પ્રભુ. એ કેમ? આહાહાહા ! કે જે શુભ કે અશુભ ભાવ જે સંબંધમાં બંધમાં આવેલા છે, એને પોતાના માન્યા હતા, અને પોતાનું સ્વરૂપ જે શુદ્ધ ચૈતન્ય છે, તેને માન્યું ન હતું અનાદર કર્યો હતો. આહાહાહા ! જે વિકારભાવ પુણ્ય ને પાપ સંયોગી બંધરૂપ તેનો આદર કર્યો તો ત્યારે ભગવાન આત્મા આનંદનો નાથ પ્રભુ અનંત ગુણનો પિંડ એનો એણે અનાદર કર્યો'તો છે. એથી તેની પર્યાયમાં ઘાત થવાને લાયક એની પર્યાય અને પુણ્ય-પાપના ભાવ તેને ઘાત કરનાર છે. આ પુણ્યનો ભાવ ઘાત કરનારો છે. દયા, દાન, વ્રત, તપ, અપવાસ, ભક્તિ, પૂજા, એ રાગ છે ભાઈ ! તને ખબર નથી. એ વૃત્તિનું ઉત્થાન છે, એ ઘાત કરનારા છે. આહાહાહાહા ! જીવની વર્તમાન નિર્મળ પર્યાયનો જે પુણ્ય ને પાપનો ભાવ ઘાત કરનાર છે, ભાષા તો સાદી છે પ્રભુ!ભાવ તો જે છે ઈ છે. ભાષા કોઈ એવી વ્યાકરણ ને સંસ્કૃત ને એવી નથી. સહેલી ભાષા છે, પ્રભુ તું કોણ છો? કહે એ તો આનંદ ને શાંતિનો સાગર પ્રભુ છે. એમાં પુણ્ય-પાપ શું છે? કે એ એને દુઃખરૂપ, એને ઘાતક છે, એને લાભદાયક માને તો તે મિથ્યાત્વભાવ, મહા અજ્ઞાન પાપ છે આવું છે. એ લાખની જેમ ભગવાન આત્માની સાથે વૃક્ષને જેમ લાખનો સંબંધ છે એ લાખ ઘાતક છે ને ઝાડ ઘાતક થવાને પર્યાયમાં લાયક છે, એમ આત્મા અને પુણ્ય-પાપનો ભાવ એના સ્વભાવથી વિરુદ્ધ ભાવવાળા છે, એનો સ્વભાવ છે એ જ્ઞાન આનંદ શાંતિ એ અવિરુદ્ધ સ્વભાવ ભગવાન આત્માનો છે એવા અવિરુદ્ધ સ્વભાવનો શુભ-અશુભ ભાવમાં અભાવ છે. આહાહા ! સમજાણું કાંઈ ? “એ અભાવ હોવાથી તેઓ જીવ જ નથી.” જેમ લાખ તે પીપર ઝાડ જ નથી, એમ પુણ્ય ને પાપનો ભાવ, શુભ-અશુભ ભાવ, વ્રત ને ઉપવાસ ને ભક્તિ ને પૂજા આદિનો ભાવ, હિંસા, જૂઠું, ચોરી એ તો પાપ ભાવો છે જ તીવ્ર પણ આ પુણ્ય ભાવનો પણ આત્માના અવિરુદ્ધ સ્વભાવથી એમાં અભાવ છે, માટે તે વિરુદ્ધ છે. તેથી તે જીવ નથી. આહાહા ! ભગવાન આત્માનો જ્ઞાન, આનંદ, શાંતિ સ્વભાવ એવો જે અવિરુદ્ધ સ્વભાવ તેનો પુણ્ય-પાપના પરિણામમાં અભાવ હોવાથી તે જીવ નથી. આહાહાહા ! સમજાણું કાંઈ? ભાષા તો સાદી છે પણ હવે ભાવ તો જે હોય એ હોય બીજું શું થાય? આહાહા! અરેરે! એણે આત્માની દયા કરી નથી અનંતકાળમાં. દયા એટલે? પુણ્ય ને પાપના ભાવથી રહિત અનંતગુણનો | પિંડ છું એવું જીવતરનું જીવન એણે માન્યું નથી. હૈં! આહાહાહા ! એણે તો આ પુણ્ય ને પાપવાળો છું એમ માનીને આત્માનું એણે મરણ કર્યું છે આત્માની એણે હિંસા કરી છે. આહાહા! પરની હિંસા ને દયા તો પાળી શકતો નથી, પણ પોતાની, એ પુણ્ય ને પાપના ભાવ નિબદ્ધ નામ Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ સમયસાર સિદ્ધિ ભાગ-૪ સંબંધવાળા, સ્વભાવથી વિરુદ્ધ છે, એને પોતાના માની અને પોતાના આનંદ જ્ઞાનસ્વભાવનો એણે અનાદર કર્યો છે. આહાહા! આવી વાત છે પ્રભુ, મારગ આવો છે. આહા! અરેરે ! એને સાંભળવા મળે નહિ, એ કે દિ' સમજે અને કે દિ’ અંદર દૃષ્ટિમાં જાય અંદર. આહાહા ! એ આંહીં કહે છે. એ પુણ્ય ને પાપના ભાવ જીવ સાથે, વૃક્ષ અને લાખની જેમ બંધાયેલા છે. પરંતુ અવિરુદ્ધ સ્વભાવપણાનો-અવિરુદ્ધ સ્વભાવપણાનો, ભગવાન આત્મા જે છે સ્વભાવવાન એમાં અવિરુદ્ધ સ્વભાવ જે છે જ્ઞાન ને આનંદ ને શાંતિ અવિરુદ્ધ સ્વભાવપણું છે તેમાં એ પુણ્યપાપમાં તે અવિરુદ્ધ સ્વભાવનો અભાવ છે. તેથી તેઓ જીવ જ નથી. એ શુભ કે અશુભ ભાવ એ આત્મા નથી, લાખ જેમ ઝાડ નથી એમ પુણ્ય ને પાપના ભાવ એ આત્મા નથી, જીવ નથી. શરીર, વાણી, મન તો અજીવ જડ છે આ તો માટી છે જગતની ચીજ, પણ પુણ્ય ને પાપના ભાવ જીવ નથી એટલે એ અજીવ છે. આહાહાહાહા ! ભગવાન આત્મા જ્ઞાન ને આનંદ, શાંતિનો સાગર પ્રભુ તેના સ્વભાવથી પુણ્ય ને પાપનો ભાવ એ અવિરુદ્ધ સ્વભાવનો, તે પુણ્ય-પાપના ભાવમાં અભાવ હોવાથી, એ જીવ નથી. ગજબ વાત છે. ભગવાનની સ્તુતિ કરવી એ ભાવ પણ કહે છે કે આસ્રવ ને જીવ નથી. અરરર! હેં? ( શ્રોતા:- પરલક્ષી ભાવ છે ને) પરલક્ષી છે ને પ્રભુ! એ પુણ્ય શુભભાવ છે શુભભાવ તે જીવ નથી. બેસવું કઠણ પડે. શું થાય? ભાઈ ! અનંત કાળનો દુઃખિયારો ચાર ગતિમાં રખડે છે, ભિખારી થઈને ભિખ માગે છે, ભગવાન થઈને ભિખ માગે છે, મને કોઈ પુણ્ય આપો, પાપ આપો, મને કોઈ મોટો કરો, મને કોઈ મોટો માનો, હું કાંઈ બીજામાં અગ્રેસર થાઉં, ભિક્ષા માગે છે માળો, ભિખારી. આહાહાહા ! એ આંહીં કહે છે પ્રભુ એ ભિક્ષા માગનારો ભાવ જે પુણ્યપાપ છે એ ઝેર છે, અજીવ છે. એ જીવના સ્વરૂપમાં નથી પ્રભુ! આહાહા! ભાષા તો સાદી છે પ્રભુ! આહાહા! લાખના નિમિત્તથી પીપળ આદિ વૃક્ષનો પીપળ આદિ એટલે બાવળમાં પણ લાખ થાય છે બાવળ છે ને એમાંય લાખ થાય છે. પીપળ આદિ વૃક્ષનો નાશ થાય છે. લાખના નિમિતથી પીપળ આદિ વૃક્ષનો નાશ થાય છે. લાખ ઘાતક હણનાર છે અને વૃક્ષ વધ્ય હણાવવા યોગ્ય છે, પર્યાય હોં. આ રીતે લાખ અને વૃક્ષનો સ્વભાવ એકબીજાથી વિરુદ્ધ છે, માટે લાખ વૃક્ષ સાથે માત્ર માત્ર બંધાયેલી જ છે, એ વૃક્ષનું સ્વરૂપ નથી. આહાહાહા ! લાખ પોતે વૃક્ષ નથી. આહાહા ! તેવી રીતે એ તો દષ્ટાંત થયો, આસ્રવ પુષ્ય ને પાપના ભાવ, ગજબ વાત છે, આ દયાનો, દાનનો, વ્રતનો, અપવાસનો એ વિકલ્પ બધો છે કહે છે કે, એ આગ્નવો ઘાતક છે, લાખ જેમ ઘાતક છે એમ આસ્રવો ઘાતક છે અને આત્મા વધ્ય છે, આત્મા એટલે એની પર્યાય હોં, દ્રવ્ય નહિ. દ્રવ્ય કોઈ દી' વધ્ય થાતું નથી. વધ્ય દ્રવ્ય તો ત્રિકાળી શુદ્ધ અખંડાનંદ પ્રભુ છે. આહાહા ! આત્મા વધ્યા છે એટલે કે એની પર્યાય વધ્ય થવાને લાયક છે અને વિકારભાવ તે ઘાતક છે. આહાહાહા ! આવું સ્વરૂપ છે. (શ્રોતાઃ- છે એને ઘાત કરે છે કે ઉત્પન્ન થવા નથી દેતું) એ પર્યાય ઘાતક જ છે એટલે થતી જ નથી. એ પર્યાય શાંતિની થતી જ નથી, એ ઘાતક છે, ઘાત Page #152 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૭૪ ૧૩૭ કરે છે. એ તો ૬૯-૭૦ માં ન આવ્યું? ઉદાસીન અવસ્થાનો ત્યાગ કરીને ૬૯-૭૦માં ભાઈ આવ્યું તું. તે હતી ને ત્યાગ કરીને એમ નહિ, થવા જ દીધી નહિં. પુષ્ય ને પાપનો ભાવ થતાં એની શાંતિની પર્યાય થવા ન દીધી એનો ત્યાગ કરીને એમ કીધું છે. પહેલી જ વાત છે ૬૯૭૦. આહાહાહા ! આમ વિરુદ્ધ સ્વભાવો હોવાથી આમ વિરુદ્ધ સ્વભાવ પુણ્ય ને પાપના ભાવ આત્માના અવિરુદ્ધ સ્વભાવથી વિરુદ્ધ સ્વભાવવાળા હોવાથી આગ્નવો પોતે જીવ નથી. એ જીવ નથી, એ અજીવ છે અને એ અજીવને મારાં માનવા, એ જીવને અજીવ માનવો, અજીવને જીવ માનવો મિથ્યાત્વ છે. આહાહા ! એક વાત થઈ. જીવનિબદ્ધાની વ્યાખ્યા કરી, જીવનિબદ્ધા એ એનો એટલો અર્થ થયો. હવે અધુવા. એ શુભ કે અશુભ ભાવ તે અધુવ છે ક્ષણે થાય ને નાશ થાય છે. આહાહા... “આગ્નવો વાઈના વેગની જેમ” વાઈ આવે છે ને માણસને એકદમ વાઈ આવે વળી બેસી જાય. એમ પુણ્ય-પાપના ભાવ “વાઈના વેગની જેમ વધતા ઘટતા હોવાથી,” એ પુણ્યનો ભાવ વધે, વળી ઘટે, પાપનો ભાવ વધે અને ઘટે. આહાહાહા ! આસવો એટલે પુણ્ય-પાપના ભાવ શુભઅશુભ ભાવ વાઈના વેગની જેમ વેગ, વધતા ઘટતા એકદમ વેગ આવે વાઈનો વળી બેસી જાય, એમ એકદમ પુણ્યભાવ વળી વધે, વળી ઘટી જાય. પાપ ભાવ વધે વળી ઘટી જાય, પણ બધા વધતા ઘટતા વાઈની જેમ પર છે. વધતા ઘટતા હોવાથી અધ્રુવ છે, એ ધ્રુવ નથી કાયમ રહેવાવાળી ચીજ નથી, વધે ઘટે, વધે ઘટે, વધે ઘટે. આહાહા ! એકદમ શુભભાવ થઈ જાય, ભાઈ બે પાંચ કરોડ રૂપિયા ભેગા કર્યા પાપ કરીને, મરતાં એને એમ થાય કંઈક લાવ ને આ બે પાંચ દસ લાખ આપું, એવો ભાવ થાય. છોકરાંને કહે કે પણ આ પાંચ લાખ આપો પણ જીભ હજી અટકી જાતી હોય, છોકરા, છોકરા, છોકરા દસ લાખ દસ લાખ ત્યાં ઓલો છોકરો સમજે, કાંઈક કહેશે આ બધા બેઠા છે ને કહેશે, બાપુ અત્યારે પૈસા ના સંભારીએ, ઓલાને વાત, વેગ આવ્યો'તો દસ લાખ દેવાનો એમ કે કાંઈક શુભ તો થાય પુણ્ય, ને ત્યાં ઓલો છોકરો હવે સામે પડે, જોવા આવ્યા હોય ને બીજા એમાં બોલે આ દસદસ-દસ-દસ-દસ-લાખ બાપુ અત્યારે યાદ ન કરીએ, ભગવાન-ભગવાન કરો. (શ્રોતાછોકરા એમ કરે) છોકરાવ ઈ કરશે બધા એમ કરે છે એ. એય ! આંહીં તો બીજું કહેવું છે. શુભભાવ આવ્યો વળી પાછો બેસી જાય જ્યારે ઓલો માને નહિ, એમ પાપનો ભાવ એકદમ આવે હિંસા, જૂઠું, ચોરી, વિષય, ભોગ, વાસના, ક્રોધ, મોહ, ભોગ, માયા, વળી કાંઈક ઘટે પણ એમાં ને એમાં રહે એ વધતા ઘટતા પુણ્ય-પાપના ભાવ હોવાથી વાઈની જેમ તે અધ્રુવ છે, કાયમ રહેનારા એકરૂપે છે નહિ. આહાહાહા ! સમજાય છે કાંઈ? આહાહાહાહા ! આ શરીર વાણી મનની તો વાતું ક્યાં એ તો પર છે ને પર પણ રહે છે ને પરથી નાશ થાય છે એ તો એના કારણે એમાં કાંઈ છે નહીં. પણ અહીંયા તારી પર્યાયમાં અધ્રુવ અને અનિત્યને બેય જુદા પાડશે, અધુવમાં વધતા ઘટતા કરીને, અધ્રુવ બતાવે છે. આહાહા ! એ પુણ્ય-પાપના ભાવ વેગે ચડે, વળી આવે. આહાહા ! આમ ખરડો થાતો હોય અને બધા પાંચ પચીસ ગૃહસ્થો ભેગાં થયા હોય અને ખરડામાં લખાવતા હોય, એમાં વળી વેગ આવી જાય Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ સમયસાર સિદ્ધિ ભાગ-૪ વધારે તો હા કરો બાબુભાઈએ બે લાખ આપ્યા તો એમના પાંચ લાખ એમ દેવાના ભાવ વેગે આવે, વળી ઘરે આવે ને કીધું કે મેં તો ત્યાં લખાવ્યા પણ તમે પાંચ લાખ લખાવ્યા એટલું બધું ? એ ભાવ મોળો થઈ જાય. ઢીલો પડી જાયને, પાછો વધે ને પાછો ઢીલો પડી જાય. હમણાં પાંચ લાખ આપ્યા છે ને એ ઓલો મિસરીલાલ ગંગવાલ નહિ કલકતા મિસરીલાલ ગંગવાલ છે ને પચીસ કરોડ રૂપિયા હશે, પચીસ ત્રીસ હમણાં પાંચ લાખ આપ્યા છે ક્યાંક. આપે પણ એ શું છે ? એ રાગની કોઈ મંદતા કે ભાવ થયો હોય વળી પાછો તીવ્ર થઈ જાય. આહાહા ! એ કાંઈ કાયમની ચીજ નથી. આહાહાહાહા ! પુણ્ય ને પાપના ભાવ આસ્રવો વાઈના વેગની જેમ, વેગ છે એ તો, હા. વધે ને ઘટે, વેગ કીધો ને ? વધતા ઘટતા હોવાથી અધ્રુવ છે, ચૈતન્યમાત્ર જીવ જ ધ્રુવ છે. એ જાણનારો-દેખનારો ચૈતન્યપ્રભુ એ ધ્રુવ છે, ત્યારે આ પુણ્ય ને પાપ બેય અધ્રુવ છે. આહાહા ! આમ જાણીને નિવૃર્તે છે એમ કહેવું છે. સમજાણું કાંઈ ? આહાહા ! પહેલાં એમ કીધું કે અવિરુદ્ધ સ્વભાવનો અભાવ હોવાથી, એનાથી નિવૃર્તે છે, ત્યારે સ્વભાવમાં પ્રવર્તે છે. આહાહા ! ભગવાન આત્મા આનંદ પ્રભુ એમાં આનંદમાં ૨મે છે એટલો આસ્રવથી નિવર્તે છે, અને જેટલો આસ્રવથી નિવર્તે છે તેટલો અહીંયા આનંદમાં ૨મે છે. આહાહાહાહા ! આવી વાતું છે આ તો. અ૨૨૨ ! અરેરે ! આવા માણસપણાં મળ્યાં, પણ તત્ત્વની વાત એને કાને ન પડે સમજે નહિ, અરે, પશુ જેવા અવતા૨ છે એ. આહાહા ! એ આસ્રવો અધ્રુવ છે, ત્યારે ચૈતન્યમાત્ર પ્રભુ કાયમની ચીજ છે તે ધ્રુવ છે. જ્ઞાયકભાવથી ભરેલો અનંત આનંદથી ભરેલો પ્રભુ, એ ચૈતન્યમાત્ર પોતે વસ્તુ, ચૈતન્ય માત્ર કેમ કહ્યું કે એમાં આસ્રવ છે જ નહિ, એકલો ચૈતન્યમાત્ર જીવ જ ધ્રુવ છે, એમ અધ્રુવ અને ધ્રુવનું ભેદશાન કરી અને જેટલો અધ્રુવથી નિવર્તે છે તેટલો ધ્રુવમાં એકાગ્ર થાય છે. જેટલો ધ્રુવમાં એકાગ્ર થાય છે તેટલો અવમાંથી નિવૃર્તે છે. આહાહાહા ! આવી વાતું છે. પહેલાં અવિરુદ્ધ સ્વભાવમાં જેટલો પ્રવૃર્તે છે તેટલો વિરુદ્ધ સ્વભાવથી નિવૃર્તે છે પહેલાં બોલમાં, અહીંયા જેટલો અધ્રુવ સ્વભાવથી નિવર્તે છે તેટલો ધ્રુવ સ્વભાવમાં એકાગ્રતાથી પ્રવર્તે છે. આહાહાહા ! સમજાણું કાંઈ ? આવી વાત છે ધર્મની બાપુ ધર્મ કોઈ ( અલૌકિક ચીજ છે ). ત્રીજો બોલ. અધ્રુવ કીધું ને ? હવે “અનિત્ય” કહે છે. અધ્રુવ અને અનિત્યમાં ફેર છે. આસ્રવો શીતદાહજ્વરના આવેશની જેમ, એટલે ? ઓલામાં વધઘટ હતી અને આમાં એક પછી એક છે. ટાઢીયો તાવ હોય ત્યારે ઉનો ન હોય, ઉનો તાવ હોય ત્યારે ટાઢીયો તાવ ન હોય એકદમ ઉનો તાવ આવે પહેલો એકદમ લંગડા કાઢી નાખે. કાઢો કાઢી નાખો, વળી બેસી જાય ટાઢીયો થઈ જાય તો વળી પાછા ઓઢાડો, એ ટાઢો તાવ ને ઉનો તાવ એક પછી એક હોય છે, એને અહીં અનિત્ય કીધું છે. ઓલાને અધ્રુવ કીધું' તું વધઘટને અને આને એક પછી એક હોય એને અનિત્ય કીધું છે. આહા ! આસ્રવો શીત નામ ઠંડો તાવ, ટાઢીયો તાવ, દાહ નામ ઉનો તાવ, શીતદાહજ્વ૨ના આવેશની જેમ એ પણ આવેશ છે એક. અનુક્રમે ઉત્પન્ન થતાં હોવાથી, આટલો ફેર છે. ટાઢીયો Page #154 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૭૪ ૧૩૯ હોય ત્યારે ઉનો ન હોય, ને ઉનો હોય ત્યારે ટાઢીયો ન હોય, એમ પાપના પરિણામ હોય ત્યારે પુણ્યના ન હોય ને પુણ્યના હોય ત્યારે પાપના ન હોય, આમ બતાવે છે. છે તો બેય અનિત્ય, પણ પાપના પરિણામ વખતે પુષ્ય નો હોય ને પુણ્યના વખતે પાપ ન હોય તેથી તે અનુક્રમે ઉત્પન્ન થતાં હોવાથી અનિત્ય છે. આહાહા! (શ્રોતા- એમ રાગ વખતે દ્વેષ નહીં ને દ્વેષ વખતે રાગ નહીં) એમ નહિ, અહીં એ કામ નથી. અહીં તો પુણ્ય વખતે પાપ નહિ ને પાપ વખતે પુણ્ય નહિ, અહીં તો આસવમાં અનિત્યપણું સિદ્ધ કરવું છે ને? તો પુણ્ય ને પાપ બેય દુઃખરૂપ ને આસ્રવ છે બંધના કારણ છે તે પાપ વખતે પુણ્ય નહિ ને પુણ્ય વખતે પાપ નહિ અનિત્ય સિદ્ધ કરવું છે ને? અધ્રુવ સિદ્ધ કરવામાં વધ ઘટમાં વધતું'તું ને ઘટતું'તું, આમ વધે ને ઘટે એમ કીધું. ને આ તો એક પછી એક થાય એને અનિત્ય કિધું છે. હવે આ તો સિદ્ધાંત છે. આ કાંઈ વાર્તા નથી. એના એક એક શબ્દમાં ભગવાનની ત્રિલોકનાથ પરમાત્માની વાણી છે, સંતોની વાણી એ છે. આહાહાહા ! એ આસ્રવ નામ પુણ્ય-પાપના ભાવ શીતદાહજ્વરના આવેશની જેમ, આવેશ છે એ. પુણ્યનો આવેશ આવ્યો ત્યારે પાપ નથી ને પાપનો આવેશ આવ્યો ત્યારે પુષ્ય નથી. (આમ ) હોવાથી અનુક્રમે ઉત્પન્ન થતાં ઓલામાં અનુક્રમ નહોતો, એમાં વધઘટ હતી. અધ્રુવ અને અનિત્યમાં “બે માં ફેર પાડ્યો. અનુક્રમે ટાઢીયા તાવ વખતે ઉનો નહિ ને ઉના વખતે ટાઢિયો નહિ, એમ પુણ્યભાવ વખતે પાપભાવ નહિ ને પાપભાવ વખતે પુષ્ય નહિ, બેય આસવો અનુક્રમે ઉત્પન્ન થાય છે, એમ કહે છે. એથી તે અનિત્ય છે, કોણ? એ શુભ કે અશુભ ભાવ બેય એક પછી એક ઉત્પન્ન થતાં હોવાથી, તે અનુક્રમે ઉત્પન્ન થતાં હોવાથી, તે અનિત્ય છે. ઓલી તો વાર્તા કથા માંડી હોય ને એક રાજા ને રાણી ને આને રાજી રાજી થઈ જાય કથા સાંભળીને હાલી જાય, અરે ભાઈ, આ તો ધર્મ કથા છે પ્રભુ. આહાહા! - ભગવાન આત્માના પરિણામ જે પુણ્ય-પાપના છે, તે અનુક્રમે ઉત્પન્ન થતા હોવાથી તેને અનિત્ય કહેવામાં આવે છે. “ત્યારે ભગવાન આમા વિજ્ઞાનઘન જેનો સ્વભાવ છે” જોયું? ઓલામાં ચૈતન્યમાત્ર જીવ ધ્રુવ છે એમ હતું. વિજ્ઞાનઘન જેનો સ્વભાવ છે. જેમ શિયાળાના જૂના ઘી હતા ને? એવા ઘન ઘી હતાં આંગળી પેસે તો ફાંસ વાગતી, અત્યારે તો બધું સમજવા જેવું બધું ગરબડ થઈ ગઈ બધી. પહેલાંના ઘી જે હતા પચાસ સાંઈઠ વરસ પહેલાંના, એ એવા હતા કે આંગળી પેસે તો ફાંસ વાગે, તાવેથો તો માંડ માંડ પેસે, એમ આ આત્મા પુણ્ય ને પાપના ભાવ અનુક્રમે ઉત્પન્ન થતા હોવાથી તે અનિત્ય છે. ભગવાન આત્મા વિજ્ઞાનઘન હોવાથી નિત્ય છે. તેમાં પુણ્ય ને પાપના વિકલ્પનો પ્રવેશ નથી. આહાહાહા ! સમજાણું કાંઈ? આ તો બાપુ ધર્મની વાત છે, વીતરાગ, પરમેશ્વર ત્રિલોકનાથ જિનવરદેવની વાણી ને માર્ગ છે આ તો. આ કોઈ હાલી દુવાલીની વાત નથી. જેને ઇન્દ્રો તળીયા ચાટે જે ઇન્દ્રો જેની સભામાં ગલુડીયાની જેમ બેસે આમ, એ વાણી કેવી હોય ભાઈ, એ વાણી સંતો પોતે આડતિયા થઈને વાત કરે છે. આહાહાહા ! વિજ્ઞાનઘન જેનો સ્વભાવ છે. ભગવાન આત્માનો વિજ્ઞાનઘન સ્વભાવ છે એવો જીવ જ નિત્ય છે, નિત્ય ત્રિકાળ અનિત્યની સામે નિત્ય. અનિત્યને જાણીને નિત્યમાં જ્યાં આવે છે, Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૪) સમયસાર સિદ્ધિ ભાગ-૪ જેટલો વિજ્ઞાનઘન સ્વભાવમાં એકાગ્ર થાય છે એટલો અનિત્ય પુણ્ય-પાપથી નિવૃર્તે છે, જેટલો પુણ્ય-પાપથી નિવૃર્તે છે એટલો વિજ્ઞાનઘન સ્વભાવમાં પ્રવૃર્તે છે, એકાગ્ર થાય છે. એનો એક કાળ છે એમ સિદ્ધ કરવું છે. એમ કે આસવથી નિવૃર્તે ને આત્મામાં પ્રવૃર્તે એનો કાળ ભિન્ન છે એમ નથી. શુભ-અશુભ ભાવ એનાથી નિવૃર્તે, એટલો ભગવાન વિજ્ઞાનઘન સ્વભાવમાં પ્રવૃર્તે, એમાં એકાગ્ર થાય જ્ઞાનમાં, જ્ઞાન જામતું જાય, આનંદ ને જ્ઞાન સ્થિર, સ્થિર જામતું જાય એ શબ્દ છે. પાછળ જામતું ઘટ થતું સ્થિર થતું જાય પાછળ છે છેલ્લા અર્થમાં, ભાવાર્થના પછીના છેલ્લા શબ્દમાં છે, જ્ઞાન જામતું ઘટ થતું, સ્થિર થતું જાય છે. છે? આહાહાહા! ભગવાન આત્મા આનંદ ને જ્ઞાનસ્વરૂપ જે છે તેમાં ઘટ્ટ ને સ્થિર ને જામતો જાય છે તેટલો આસ્રવોથી નિવૃર્ત છે અને જેટલો આસવથી નિવૃર્ત છે એટલો જ્ઞાનઘન આત્મામાં સ્થિર જામતો જાય છે સ્થિર. આહાહા ! જેમ દૂધનું દહીં થાય છે ને ? એમ ભગવાન આત્મા ધર્મની દૃષ્ટિવંતની વાત, ભેદજ્ઞાનની વાત છે. જેણે પુષ્ય ને પાપના ભાવને અનિત્ય જાણ્યા અને આત્મા વિજ્ઞાનઘનને નિત્ય જાણ્યો એ એનાથી નિવૃર્તે છે, જેટલો નિવૃર્તે તેટલો સ્વભાવમાં પ્રવૃર્તે છે. આહાહાહાહા ! એ અનિત્યની સામે વાત કરી. વિજ્ઞાનઘન જેનો સ્વભાવ છે એવો જીવ જ નિત્ય છે” જીવ જ નિત્ય છે. એ વિજ્ઞાનઘન અહીંયા અત્યારે કહેવો છે. ત્રિકાળ વિજ્ઞાનઘન પ્રભુ, જ્ઞાન ને આનંદનો ઘન પ્રભુ છે, પિંડ છે તે જીવ છે. એ જીવ છે. પુષ્ય ને પાપના ભાવ એ જીવ નહિ, એ અનિત્ય છે માટે એ જીવ નહિ, નિત્ય છે તે જીવ છે. આહાહા! અનિત્ય (થયું.) અશરણાઃ” હવે ચોથો બોલ છે “અશરણાઃ” જેમ કામ સેવનમાં વિર્ય છૂટી જાય, વિષય લેતાં જેમ કામસેવનમાં વીર્ય છૂટી જાય, એ રાખ્યું ન રહે. દૃષ્ટાંત આપ્યો છે, સંતો તો વીતરાગી છે એને તો દષ્ટાંત દઈને જગતને સત્ય સમજાવવું છે. કામસેવનમાં જેમ વીર્ય છૂટી જાય છે એ રાખ્યું ન રહે, તે ક્ષણે જ દારુણ કામનો સંસ્કાર નાશ પામે છે. તે કામનો સંસ્કાર ત્યાં નાશ પામે છે, કોઈથી રોકી રાખી શકાતો નથી. તેમ કર્મોદય છૂટી જાય, પુણ્ય ને પાપના ભાવ જે ઉદય છે, એ ઉદય છૂટી જાય તે જ ક્ષણે આગ્નવો નાશ પામી જાય છે. કર્મનો ઉદય છે એ નાશ પામે છે, છૂટી જાય છે, ત્યારે તેના નિમિત્તથી થયેલા, આસવો એ નાશ પામી જાય છે, રાખી–૨ખાતા શરણ નથી કે પુણ્ય ભાવ રાખો ઘણો, કે રાખો રાખો. શું રાખે? એ કર્મનો ઉદય જેમ નાશ થાય તેમ પુણ્ય-પાપ ભાવ પણ સાથે નાશ થઈ જાય છે, એ શરણ નથી. આહાહા! એમ કે પુણ્ય કરો ખૂબ કરો પુણ્ય એથી આત્માને શરણ મળશે, કહે છે કે એ પુણ્ય તો નાશવાન છે ને ? આહાહા ! કર્મનો ઉદય છૂટતાં પુણ્યના શુભભાવ પણ નાશ પામી જાય છે ને? એ રાખ્યા રખાતા નથી, જેમ વીર્ય છૂટતાં વીર્યને રાખી શકાતું નથી. એમ કર્મોદય છૂટતાં આસવને રાખી શકાતા નથી, માટે તેઓ અશરણ છે. શુભ ને અશુભ ભાવ બેય અશરણ છે. આહાહા! અરિહંતા શરણે, સિદ્ધા શરણે એ પણ હજી તો બાહ્ય વિકલ્પથી વાત છે. અહીં તો નિર્વિકલ્પ શરણની વાત છે. આહાહાહા ! માટે તેઓ અશરણ પુણ્ય ને પાપ, કર્મનું નિમિત્તપણું છે તેથી ત્યાં થયા છે, એ નિમિત્ત છૂટી જાય છે, તો એ પણ છૂટી જાય છે, માટે તે પુણ્ય-પાપ રાખી શકાતા નથી, શરણ નથી. આહાહાહા! Page #156 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૭૪ ૧૪૧ આપોઆપ રક્ષિત એવો સહજ ચિતશક્તિ જીવ જ છે” આહાહાહા ! ભગવાન તો પોતે રક્ષિત જ છે, એને રાખવો પડે એવો નથી એ તો રક્ષિત જ છે. આપોઆપ રક્ષિત એવો સહજ સ્વભાવે આનંદઘન આત્મા એવો સહજ સ્વભાવ જ ચિન્શક્તિરૂપ, એ તો જ્ઞાન શક્તિરૂપ જીવ જ શરણ સહિત છે. કાયમ ટકતું છે તો ત્યાં શરણ મળશે, ટકતું નથી ત્યાં શરણ છે નહિ. આહાહા ! આંહીં તો આત્મા શરણ લેવો છે, હોં? અરિહંત શરણ એ નહીં. ચિન્શક્તિરૂપ જીવ શરણસહિત છે, ઓલામાં તો કેવળપણતો ધમ્મો શરણ, પર્યાય શરણ એમ હતું. આંહીં તો જીવ પોતે ત્રિકાળ કાયમ ટકનારો ભગવાન ચિલ્શક્તિ જ્ઞાનમાત્ર એવો સ્વભાવ પિંડ એ શરણ છે. આવું છે લ્યો. એ શરણની વ્યાખ્યા કરી, “અશરણાઃ” વિશેષ કરશે દુઃખપણાની વ્યાખ્યા. (શ્રોતા- પ્રમાણ વચન ગુરુદેવ) પ્રવચન નં. ૧૫૮ ગાથા-૭૪ તા. ૦૨-૦૧-૭૮ મંગળવાર પોષ સુદ-૪ શ્રી સમયસાર ૭૪ ગાથા છ બોલ છે, એમાં ચાર બોલ ચાલ્યા છે. શુભ-અશુભ ભાવ એ જીવની સાથે બંધાયેલા છે, એનો સ્વભાવ નથી. તેથી તે શુભ-અશુભ ભાવ અવિરુધ્ધ જે ચૈતન્યસ્વભાવ તેનો એમાં અભાવ છે, માટે તે જીવ નથી, એમ આવ્યું પહેલું. બીજું “અધ્રુવ પુણ્ય ને પાપના ભાવ વધઘટ થાય છે, વેગે-વેગે આવે ને વળી ઘટે, માટે તે અધ્રુવ છે, ચૈતન્યસ્વભાવ ભગવાન આત્મા તે ધ્રુવ છે. “અનિત્ય' ટાઢીયો અને ઉનો તાવ અનુક્રમે આવે તેથી તેને અનિત્ય કહેવામાં આવે છે, એમ આત્મામાં પુણ્ય પરિણામ વખતે પાપ ન હોય અને પાપ પરિણામ વખતે પુષ્ય ન હોય, એ અનુક્રમે ઉત્પન્ન હોવાથી પુણ્ય-પાપ તે અનિત્ય છે, ભગવાન ચૈતન્ય તે કાયમ નિત્ય છે. પુણ્ય ને પાપના ભાવ, કર્મનો ઉદય હોય તેથી થાય. ઉદય ટળે એટલે નાશ થઈ જાય, એથી પુણ્ય-પાપના ભાવ શરણ રહિત છે, શરણ નથી. છે ને? આહા ! ભગવાન આત્મા આપોઆપ રક્ષિત છે, પોતે પોતાથી રક્ષાયેલો જ છે, એવો જે આત્મા પોતે શુદ્ધ શરણ છે. પંચપરમેષ્ટિનું શરણેય નહિ, એમનો કહેલો ધર્મ જે છે પર્યાય એનુંય શરણ નહિ, (એમ) આંહીં તો કહે છે. આહાહા ! આંહીં તો આત્મા જે નિત્ય કાયમવસ્તુ ચિન્શક્તિરૂપ, છે ને? જીવ જ શરણ, એ જીવ ત્રિકાળી જ્ઞાયકભાવ એ શરણ છે. આહાહાહાહા.... આવી વાત છે. ચાર બોલ તો આવી ગયા. પાંચમો. આસવો એટલે કે શુભ-અશુભ ભાવ સદાય “આકુળસ્વભાવવાળા” હોવાથી, ભગવાનની સ્તુતિનો ભાવ શુભ એ પણ આકુળ સ્વભાવ છે, કહે છે. આસવો સદાય આકુળ સ્વભાવવાળા હોવાથી દુઃખરૂપ છે. વસ્તુ દુઃખરૂપ છે પ્રતિકૂળ અનુકૂળ એ આંહીં વાત નથી, એ પુષ્ય ને પાપના ભાવ એ પોતે દુઃખરૂપ છે, કેમકે ભગવાન આનંદસ્વરૂપ છે એનાથી વિરુદ્ધ છે. આહાહા ! દુઃખ” સદાય નિરાકુળ સ્વભાવવાળો જીવ જ એની સામે લીધું, શુભભાવ કે અશુભ ભાવ, આહાહાહા... આંહીં લોકો એમ કહે છે કે શુભભાવ એ શુદ્ધતાનું કારણ છે. આંહીં કહે છે Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ કે સમયસાર સિદ્ધિ ભાગ-૪ શુભ ભાવ એ આકુળતાના ઉપજાવનારા છે, દુઃખરૂપ છે. ત્યારે અત્યારે તો એ કહે છે ચાલે છે એ શુભભાવથી શુદ્ધતા થાય, આવો મોટો ફેર છે, અંત૨ દૃષ્ટિનો મોટો ફેર છે. સદાય નિરાકુળ સ્વભાવવાળો જીવ જ સુખરૂપ છે, અદુઃખરૂપ એટલે સુખરૂપ છે. આહાહા ! સદાય નિરાકુળ સ્વભાવવાળો આનંદ સ્વભાવવાળો એમ, જીવ જ સુખરૂપ છે. એની સામે ચાઢે તો તીર્થંકગોત્રનો ભાવ હોય એ દુઃખરૂપ છે. આહાહા ! આ વાત. પાંચમો બોલ કહ્યો. હવે છઠ્ઠો “ આસ્રવો શુભ ને અશુભ ભાવ, આહાહાહા... આગામી કાળમાં, ભવિષ્યકાળમાં “આકુળતાને ઉત્પન્ન કરનારા એવા પુદ્ગલ પરિણામનો હેતુ” કર્મ છે એ પુદ્ગલપરિણામ છે એનો હેતુ, એ પુદ્ગલપરિણામ જે છે એ ભવિષ્યમાં આકુળતાના ઉત્પન્ન ક૨ના૨ છે. આહાહાહા ! ઝીણી વાત છે. આસ્રવો પુણ્ય ને પાપના ભાવો આગામી કાળમાં, ભવિષ્યના કાળમાં આકુળતાને ઉત્પન્ન કરનારા, એવા પુદ્ગલ પરિણામ વર્તમાન બંધન એનો એ હેતુ છે. એ પુદ્ગલ પરિણામ એ ભવિષ્યમાં આકુળતાના ઉત્પન્ન કરનારા છે. આહાહાહા ! પુદ્ગલ પરિણામથી સંયોગ મળશે એમ કહે છે, અને સંયોગ ઉ૫૨ લક્ષ જશે તો એને રાગ અને આકુળતા થશે. આહાહા! અશુભ આસ્રવથી પુદ્ગલ પરિણામ જે પાપના એમાં એ નિમિત્ત છે હેતુ અને એ પાપના પુદ્ગલ પરિણામ ભવિષ્યમાં પ્રતિકૂળતાનું નિમિત્ત થશે. અને પ્રતિકૂળતાના નિમિત્ત ઉપર લક્ષ જશે તો દ્વેષ થશે. અને શુભભાવ વર્તમાન પુદ્ગલપરિણામના હેતુ, પણ એ પુદ્ગલપરિણામ છે કેવા બંધાય એ ? ભવિષ્યમાં સંયોગ આપશે. સંયોગ ઉપ૨ લક્ષ જશે એટલે એને રાગ થશે. આહાહા ! આવી વાત છે. તો શુભભાવથી પુદ્ગલપરિણામનો એ હેતુ ને પુદ્ગલ પરિણામ ભવિષ્યમાં સંયોગ આપનારા ભલે ને વીતરાગ મળે ને વીતરાગની વાણી મળે પણ એ ૫૨દ્રવ્ય છે તેના ઉપર લક્ષ જશે એટલે રાગ જ થશે, દુઃખ થશે. આહાહાહા ! આવી વાત છે. જગતને સહન થવી. આહાહા ! ( શ્રોતાઃ- વીતરાગની વાણી કહી છે ને ) વીતરાગની વાણી પણ ૫૨દ્રવ્ય છે ને ? ૫૨દ્રવ્ય ઉપર લક્ષ જશે એટલે એને રાગ જ થશે એને સ્વદ્રવ્યનો આશ્રય છૂટીને જેટલો પ૨દ્રવ્યનો આશ્રય થશે, સ્વઆશ્રય નિશ્ચય પરાશ્રય તે વ્યવહાર. આહાહાહા..... આકરી વાત છે ભાઈ ! દુનિયાને વાત બેસવી અંદરથી શુભભાવ વર્તમાન પુદ્ગલ પરિણામના હેતુ, એ પુદ્ગલપરિણામ કેવા છે ? કે ભવિષ્યમાં આકુળતાનું કા૨ણ થશે, એટલે કે પુદ્ગલ પરિણામ બંધન છે તે સંયોગ આપશે, પાપના બંધન એ પ્રતિકૂળ સંયોગ આપશે, પુણ્યનું બંધન એ અનુકૂળ સંયોગ આપશે, પણ સંયોગ આપશે. અને સંયોગનો આશ્રય લક્ષ જશે તો એને રાગ ને દુઃખ આકુળતા થશે. આહાહા ! આકરી વાત છે. બહુ સહન કરવું કઠણ બાપા. આહાહા.... શુભભાવ વર્તમાન દુઃખરૂપ છે એ તો પાંચમામાં ગયું, પણ અશુભભાવ ભવિષ્યમાં દુઃખના ઉત્પન્ન કરનારા એવા પુદ્ગલના પરિણામ વર્તમાન એનું એ નિમિત્ત છે બંધનમાં, અને એ પુદ્ગલના પરિણામ બંધ છે એ ઉદય આવશે જ્યારે ત્યારે એને સંયોગ મળશે, કેમ પુદ્ગલપરિણામથી સ્વભાવ મળે એ તો છે નહિ. આહાહાહા ! આવી વાત છે. કેમકે જે સંયોગ મળશે ને પરાશ્રિત લક્ષ જશે એથી એને રાગ જ આકુળતા થશે, પ્રતિકૂળતાના સંયોગમાં લક્ષ જશે તો દ્વેષ થશે, અનુકૂળતાના સંયોગમાં લક્ષ જશે તો રાગ થશે, પણ બેય Page #158 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૭૪ ૧૪૩ દુઃખ છે. આહાહાહા ! (શ્રોતા- અનુકૂળતા તો લાભ છે) અનુકૂળ એટલે કે વાણી અને ભગવાન સાક્ષાત્ મળે અને બાહ્યમાં લક્ષ્મી આદિ મળે, અનુકૂળ સામગ્રી મળે, એ બેય પર સંયોગી ચીજ છે. આહાહાહાહા ! આકરું કામ છે ભાઈ, મૂળ ચીજને સમજવી એ બહુ અલૌકિક વાતું છે. કલ્પનાથી માની લેવું એ જુદી વાત છે. આહાહાહા! કહો, પંડિતજી! શું કીધું પણ આ? શુભભાવ વર્તમાન પુદ્ગલ પરિણામનો હેતુ એ પુદ્ગલપરિણામ આગામી આકુળતાના ઉત્પન્ન કરનારા છે. કહો એ બોલ તો પહેલાં આવી ગયો છે ઘણી વાર. આ તો ઓગણીસમી વાર વંચાય છે. પહેલાં આ કહેવાઈ ગયું છે બધું. ચાહે તો સંયોગમાત્ર ચીજ પર છે અને પરનો આશ્રય કરશે તો એને રાગ જ થશે, પ્રતિકૂળ સંયોગ હોય તો ષ થશે. આહાહા ! હૈં? (શ્રોતા – દુઃખી થાય કે સુખી થાય) દુઃખી થશે. આહાહા ! પુણ્યના પરિણામથી પુણ્ય બંધન થાય અને એના ફળ તરીકે લક્ષ્મી આદિ મળે તો એના ઉપર એનું લક્ષ જશે તો દુઃખી જ થશે એ. હેં ! (શ્રોતા - લક્ષ્મીવાળા દુઃખી એ તો જરા કઠણ પડે) લક્ષ્મીવાળા દુઃખી એ કઠણ પડે, લક્ષ્મીવાળા. આહાહા! આંહીં તો ત્રણલોકનો નાથ ને વાણી મળે આંહીં તો, વાતું બાપુ. એ પરદ્રવ્ય છે ને પરદ્રવ્યનો આશ્રય લક્ષ કરશે તો એને પરદ્રવ્ય આશ્રિત વ્યવહાર રાગ થશે. આહાહાહા ! (શ્રોતા:- રાગથી દુઃખી શું થાય?) રાગ છે તે દુઃખ છે. શુભરાગ વર્તમાન દુઃખ છે અને શુભરાગ ભવિષ્યમાં દુઃખના ફળનું કારણ છે, એમ કહે છે. સમજાય છે? આહાહા! ( શ્રોતા:- દેવ શાસ્ત્ર ગુરુની પ્રાપ્તિથી પણ રાગ થશે?) એ દેવગુરુશાસ્ત્રની પ્રાપ્તિ પણ પરદ્રવ્ય છે ને (શ્રોતા:- તો સૂછ્યા વગર નિર્ણય કેવી રીતે કરવો) નિર્ણય સ્વદ્રવ્યથી થાય છે, પરથી નહિ. સ્વઆશ્રયથી જ નિર્ણય સમ્યક થાય છે પરાશ્રયથી નહિ. આહાહા ! આવી વાતું છે. સમયસાર કોઈ અલૌકિક ચીજ છે. એની હારે કોઈ મેળ ખાય એવું નથી બીજા કોઈ હારે. આહાહા ! (શ્રોતાઃ- દેશના લબ્ધિ મફત જાશે.) મફત જ જાય તે દેશનાલબ્ધિ મળે એથી શું છે? દેશના લબ્ધિ મળે એ તો રાગ છે. હો ભલે પણ એ તો રાગ છે. એ દેશનાલબ્ધિ તો અનંતવાર મળી છે, પણ અંતરદ્રવ્યનો આશ્રય કરે નહિ ત્યાં સુધી એને ધર્મ ન થાય. આહાહાહા ! સ્વઆશ્રય એ નિશ્ચય ને પર આશ્રય એ વ્યવહાર, આ સિદ્ધાંત મોટો આ. ચાહે તો ત્રણલોકના નાથ એ તો પોતે કહ્યું કે પ્રભુજીએ કુંદકુંદાચાર્યે મોક્ષ-પાહુડમાં, સોળમી ગાથા, તેરમી ગાથાથી લીધું છે પરદ્રવ્યમાં રક્ત તે રાગ છે, પર દ્રવ્ય તરફનું લક્ષ છે ત્યાં રાગમાં, રક્ત છે સોળમાં ત્યાંથી તેરથી ઉપાડ્યું છે, સોળમાં તો એમ કહ્યું કે પરદબ્બાઓ દુગઈ. આહાહાહા ! શું ચાહે તો પરદ્રવ્ય ભગવાન હોય અને એની વાણી હોય એના તરફના લક્ષથી તો રાગ જ ચૈતન્યની દુર્ગતિ છે, એટલે ચૈતન્યની ગતિના પરિણામ નથી. આહાહા ! આવો માર્ગ. આંહીં તો ભગવાન પૂર્ણાનંદનો નાથ ! એમેય કહ્યું ને? કે પરને જાણવું એમ કહેવું એ વ્યવહાર છે. આત્મા જ્ઞાતા ને પરશેય એ પણ વ્યવહાર છે, એ નહિ. પોતે જ્ઞાતા, પોતે જોય ને પોતે જ્ઞાન, પરશેય એ (નહીં), એવી વાત છે. વર્તમાન જ્ઞાનની પર્યાય, જાણનારને જાણે, તે Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ સમયસાર સિદ્ધિ ભાગ-૪ જાણના૨ને જાણતાં પર્યાયમાં ૫૨નું પણ જ્ઞાન થાય પણ તે પોતે શેય, પર્યાય શેય છે તેને એ જાણે છે. જી૨વવું કઠણ સાધારણ પ્રાણી બિચારાને વ્યવહાર, જેને વ્યવહાર ઉ૫૨ લક્ષ છે ને ? એને આ વાત બેસવી કઠણ બહુ. આંહીં તો કહે છે, આસ્રવો એટલે પુણ્ય ને પાપ બેય, આગામી કાળમાં આકુળતાને ઉત્પન્ન કરનારા એવા, કોણ ? પુદ્ગલ પરિણામ એટલે બંધન એનું એ નિમિત્ત છે પરિણામ. બંધનનું એ નિમિત્ત છે, પુણ્ય બંધનમાં શુભભાવ નિમિત્ત છે, પાપ બંધનમાં અશુભભાવ નિમિત્ત છે અને એ પુદ્ગલના પરિણામ જે છે, એ ઉદય આવશે ત્યારે સંયોગ આપશે. સંયોગીભાવથી બંધાયેલું કર્મ તે સંયોગને આપશે અને સંયોગ ઉ૫૨ લક્ષ જશે એટલે એને પછી દ્વેષ પ્રતિકૂળ હોય તો દ્વેષ ને અનુકૂળ હોય તો રાગ, બાકી રાગ જ દુ:ખ જ થશે. આહાહાહા ! વીતરાગ માર્ગ સિવાય આ વાત, સાંખ્યી જાય એવી નથી જગતને. અત્યારે તો એ કહે શુભથી આમ થાય, ‘સર્વ તત્વાર’ ઓલામાં આવે છે ને ‘જ્ઞાતાર સર્વ તત્વા૨ે તદ્ગુણ લબ્ધએ’ ભગવાનની સ્તુતિ કરતાં કહે છે કે અમને તો ગુણની પ્રાપ્તિ થાય, એ અર્થ કરે છે ને એ ? છે ને ખબર છે ને ? એ અર્થ આવ્યો'તો એ બાજુથી એ તો વ્યવહારની વાતું છે બાપા. પોતાના ગુણની પ્રાપ્તિ તો સ્વદ્રવ્યના આશ્રયે થાય છે. ૫૨ના ગુણોની વિચારણા કે ૫૨ ગુણનું લક્ષ એ બધો રાગ છે. આહાહાહા ! અહીંયા કહે છે કે, આસવો એટલે શુભભાવ મુખ્ય વધારે ત્યાં નડતર આ વાંધો જગતને ત્યાં છે, એ આગામી કાળમાં આકુળતાને ઉત્પન્ન કરનારા એવા પુદ્ગલ પરિણામનો હેતુ છે. વર્તમાન પુણ્યબંધન જે પુદ્ગલ પરિણામ થાય તેનો શુભભાવ હેતુ છે અને તે પુદ્ગલપરિણામ જે બંધાય એ ભવિષ્યમાં આકુળતાના ઉત્પન્ન કરનારા છે. સ્વઆશ્રય કરનારા નથી. આહાહા ! આવી વાતું છે, જીરવવી અંત૨ને એ વાતું, ને દૃષ્ટિમાં ફેર છે ને, એને કયાંક કયાંક વ્યવહા૨ના આશ્રયથી લાભ થાય એવું મનાઈ જાય એને. આહાહા ! સમજાણું કાંઈ ? આહાહાહા ! આંહીં કહે છે કે એ વ્યવહા૨થી ૫૨થી, અરે પર્યાયને આશ્રયે લાભ ન થાય. ૫૨દ્રવ્યના કા૨ણે લાભ થાય એમ નહિ. શાસ્ત્રનો અભ્યાસ કરવો હોય તો શાસ્ત્ર ૫૨ છે પણ સ્વલક્ષે કરે એ. સ્વલક્ષે કરે એટલે સ્વનો આશ્રય છે ત્યાં. આહા... આકરી વાતું બહુ ભાઈ ! એક ન્યાય ફરતા આખો મોટો ફરી જાય, આખી લાઈન ફરી જાય દૃષ્ટિ. આહાહા ! ભગવાનની સ્તુતિ કરવી છે એ પણ રાગ છે. ( શ્રોતાઃ- આપ તો દુઃખ છે એમ ફરમાવો છો ) એ રાગ છે તે દુઃખ છે. ૫૨દ્રવ્યની સ્તુતિ છે ને ? પરાશ્રિત વ્યવહાર છે ને રાગ છે એ તો. ચીમનભાઈ ! આવી વાતું ઝીણી છે. આહાહા ! થોડું પણ સત્ય હોવું જોઈએ બાપા. દૃષ્ટિમાં ફેર હોય એને આખો ૫૨ ઉ૫૨ વજન ગયા વિના રહે નહીં એને. આહાહા ! દુઃખફળરૂપ છે, છે ને ? પુદ્ગલપરિણામના હેતુ હોવાથી એ શુભભાવ દુઃખફળરૂપ છે. વર્તમાન દુઃખ તો છે, પણ ભવિષ્યમાં દુઃખનું ફળ આવશે, એય છે. આહાહાહા ! દુઃખ છે તો ભવિષ્યમાં પણ દુઃખનું ફળ આવશે, એમાં આત્માનો આનંદ આવશે નહિ. આહાહાહા! સમજાણું કાંઈ ? આ વાત તો ઘણી વાર થઈ ગઈ છે. ગાથા વંચાણી છે ને. આ તો ઓગણીસમી વાર વંચાય છે. પહેલી વાર વંચાણું ત્યા૨થી તો કહેલું ( શ્રોતાઃ- અમને તો પહેલીવાર લાગે છે) Page #160 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૭૪ ૧૪૫ વધારે સ્પષ્ટ થાય એટલે બાકી તો પહેલેથી એ વાત કીધી છે. આહાહા ! હવે જીવ જ જીવ “જ' સમસ્ત પુદ્ગલ પરિણામનો અહેતુ, જીવ એવો છે કે કોઈપણ બંધનમાં હેતુ થાય એ જીવ નહિ, તીર્થકરગોત્ર બંધાય એમાં જીવ હેતુ, જીવ નહિ. જીવ જ સમસ્ત પુદ્ગલપરિણામનો અહેતુ એટલે તીર્થંકર બંધન થાય એમાં જીવ હેતુ નથી. જીવના એ શુભ પરિણામ હેતુ એ શુભ પરિણામ, જીવ નથી. આહાહાહા ! જે ભાવે તીર્થકરગોત્ર બંધાય એ ભાવ આસ્રવ છે એટલે જીવ નથી. એનાથી તીર્થકર પ્રકૃતિ બંધાય છે, જીવ નથી એના ભાવથી. આહાહાહા ! આવી વાત છે. કર્તાકર્મની વ્યાખ્યા છે ને? રાગ છે એ મારું કાર્ય છે, એ તો મિથ્યાષ્ટિ છે. પણ રાગ કાર્ય ન માને અને રાગ થાય તો પણ દુઃખરૂપ છે. આહાહાહા ! શું કહ્યું એ? રાગનો વિકલ્પ છે, એ આત્માનું કાર્ય છે એ તો મિથ્યાત્વ છે, કારણકે આ જ્ઞાયકસ્વરૂપ ભગવાન એમાં રાગનું કરવું, એ કયો ગુણ ને કઈ દશા છે? એ વિકૃત દશાનું કાર્ય મારું એ તો મિથ્યાત્વભાવ છે. આહાહા! એ તીર્થંકર ગોત્ર જે બંધાય તે ભાવ પણ વિકૃત ને રાગ એ જીવ નહીં. જીવ જ સમસ્ત પુગલ પરિણામનો અહેતુ, સમસ્ત પુદગલપરિણામ કીધું ને? તીર્થકર પ્રકૃત્તિ શું કહેવાય? આહારક શરીરની પ્રકૃત્તિ બંધાય આદિ, આહારક તો મુનિને જ હોય છે ને ? આહારક શરીર, તીર્થંકર પ્રકૃત્તિ આદિ પુદ્ગલ પરિણામનો જીવ અહેતુ છે. જીવ જ સમસ્ત પુગલપરિણામ, સમસ્ત એકસો ને અડતાલીસ પ્રકૃત્તિ જે કર્મની એ પુદ્ગલ પરિણામનો જીવ હેતુ નથી. આહાહા ! સમજાણું કાંઈ? ચીમનભાઈ ! આવું ઝીણું એટલે લોકોને બિચારાને એવું લાગે. આહાહા ! (શ્રોતા:- તીર્થંકર ગોત્રનો બંધ સમ્યગ્દષ્ટિને જ હોય) સમ્યગ્દષ્ટિને હોય પણ છતાંય એ જીવપણું નથી. એ તો કીધું ને પહેલું એ જીવ નથી. જીવનો અવિરુદ્ધ સ્વભાવ તેમાં અભાવ છે, માટે તે જીવ નથી. બંધનનો હેતુ તે અજીવ છે. જીવ ભગવાન આત્મા જે પર્યાયથી જાણનારને જાણે છે, શાસ્ત્રથી નહિ. પર્યાય વર્તમાન જ છે, એ દ્રવ્યને શેય બનાવીને જાણે છે. તે જ્ઞાન, તે જ્ઞાન તે તેનું શેય, તે જ્ઞાન તેનું જ્ઞાન ને તે તે જ્ઞાતા. આહાહાહા! બંધન તે પરશેય છે અને રાગ છે એ પણ પરશેય છે. અરે શાસ્ત્રનું જ્ઞાન છે, એ પણ પરશેય છે. એ આવી ગયું છે ને આપણે વચનામૃતમાં “શેય નિમગ્ન” શાસ્ત્રજ્ઞાન છે એ પરશેય છે, એ પરણેયમાં નિમગ્ન છે, એ પરસત્તાવલંબી જ્ઞાન બંધનું કારણ છે. એ પરમાર્થ વચનિકામાં એ આવ્યું છે ભાઈ ! પરમાર્થ વચનિકામાં. આહાહાહા ! દિગંબર ગૃહસ્થ સમકિતી હો કે મુનિ હો વસ્તુની સ્થિતિ તો બધાને એક જ પ્રકારની સ્થિરતા-અસ્થિરતામાં ફેર હોય એ જુદી વસ્તુ છે. એ મૂળ અભિપ્રાયમાં ફેર નથી. આહાહા ! સમ્યગ્દષ્ટિ હોય, તેને બધાને ઉદય એક સરખો જ હોય એવું કાંઈ નથી, દૃષ્ટિ અભિપ્રાય છે એ તો નિર્મળ જ છે, પણ ઉદયનો પ્રકાર એક સરખો જ બધાને હોય એવું નથી. એ “પરમાર્થ વચનિકા” માં આવ્યું છે. એમ છઠ્ઠ ગુણસ્થાન છે તેને ઉદય એક જ પ્રકારનો હોય, ઉદય છે ભલે પર, પણ એક જ પ્રકારનો જીવ ભિન્ન છે તેને હોય એમ નથી એમ જેણે જાણ્યું એણે જીવદ્રવ્ય જાયું નથી એમ આવ્યું છે ને એમાં. આહાહા ! દૃષ્ટિ અને અભિપ્રાય એકસરખો છે પણ ઉદયના Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ સમયસાર સિદ્ધિ ભાગ-૪ ભાવમાં ફેર પડે છે. કેવળીને પણ કોઈને સમુદ્ધાતનો ઉદય હોયને કોઈને બીજો. પરિણામમાં કેવળજ્ઞાન છે. એમ સમકિતીના પરિણામમાં નિર્મળ સમ્યગ્દર્શન છે પણ પરિણામ જે છે ઉદયના એક પ્રકારના ન હોય. અભિપ્રાયમાં જરીયે ફેર નથી. પણ અસ્થિરતામાં ઘણો ફેર હોય છે. આહાહાહા ! એમ અહીંયા શુભ પરિણામની અસ્થિરતા, સમ્યગ્દષ્ટિને હોય છે, પણ તેનું કર્તવ્ય છે એમ માનતો નથી, છતાં તે શુભભાવ આવે એ પુદ્ગલપરિણામનો હેતુ છે. આત્માના નિર્મળ પરિણામ થવાનો હેતુ એ નથી. આહાહાહાહા ! સમજાણું કાંઈ ? જીવ જ! એ ઓલામાં આવે છે ને ૧૦૫ ગાથામાં સમયસારમાં આવે છે ને ૧૦૫ ગાથામાં, એકસો પાંચ, “લોકમાં આત્મા સ્વભાવથી પૌદ્ગલિક કર્મને નિમિત્તભૂત નહિ હોવા છતાં છે? ૧૦૫, આ લોકમાં ખરેખર આત્મા સ્વભાવથી પૌદ્ગલિક કર્મને નિમિત્તભૂત નહિ હોવા છતાં, અજ્ઞાનને લીધે છે એ જીવ પોતે જીવનો સ્વભાવ નથી. કોઈપણ પુગલ બંધન થાય એનું નિમિત્ત થાય એ જીવ નહીં. આહાહા ! સમજાણું કાંઈ? એ એકસો પાંચમાં છે. આહા! અજ્ઞાનભાવે પરિણમતો હોવાથી નિમિત્તભૂત થતાં જોયું? પૌગલિક કર્મ ઉત્પન્ન થાય છે, અને એ પૌગલિક કર્મ આત્માએ કર્યું એવું નિર્વિકલ્પ વિજ્ઞાનઘન સ્વભાવથી ભ્રષ્ટ વિકલ્પ પરાયણ અજ્ઞાનીઓનો વિકલ્પ છે, તે વિકલ્પ ઉપચાર છે. આહાહાહા ! સમયસારની આખી વાત જ જુદી છે, એ જ આંહીં કહ્યું. જીવ જ સમસ્ત શુભજોગ પરિણામનો હેતુ જોયું? ન્યાંય કીધું ને એ જ આંહીં કહ્યું એ ન્યાં કીધું'તું એકસો પાંચમાં એમ કીધું તું ને જીવ કોઈપણ પુદ્ગલપરિણામ બંધાય તેનો જીવ હેતુ છે જ નહિ એને જીવ કહીએ. આહાહાહા ! સમજાણું કાંઈ ? જેનો સ્વભાવ જ્ઞાતાદેષ્ટા છે એ જીવ ગુગલપરિણામનું નિમિત્ત થાય જ નહીં. પણ તે જ્ઞાતાદેખાના સ્વભાવને ભૂલી અજ્ઞાનપણે રાગનો કર્તા થાય તેને પુદ્ગલકર્મનું નિમિત્ત થાય, બંધનને નિમિત્ત થાય, જીવ નહિ. આહાહાહા ! સમજાણું કાંઈ ? આ તો ધીમેથી ઓગાળવા જેવું છે. આ કાંઈ એકદમ દયા પાળી ને વ્રત પાળ્યા ને અપવાસ કર્યા ને શાસ્ત્ર ભણ્યા ને એ આ વાત નથી આંહીં. આહાહા! જીવ ભગવાન આત્મા જ! આહાહા ! એને જીવ કહીએ, કે જે સમસ્ત પુદ્ગલ પરિણામનો અહેતું. એકસો ને અડતાલીસ કર્મની પ્રકૃત્તિ છે એનો જીવ અહેતુ છે. આહાહા ! સમજાણુ કાંઈ? આહારક શરીર બંધાય, તીર્થંકરપ્રકૃત્તિ બંધાય એ પોતે જીવ એનો હેતુ નથી, એના પરિણામ જે એ તો અજીવ થયા. આહાહાહા! સમ્યગ્દષ્ટિને પણ જે પરિણામ થયા તીર્થકર ગોત્રના એ જીવ નથી એ તો અજીવ છે, એ બંધનમાં નિમિત્ત થયા. આહાહા! જીવ જ “જ” હોં પાછો જીવ જ અનેકાંત નહિ, જીવ બંધનનો હેતુ પણ હોય અને જીવ બંધનનો હેતુ ન હોય. એ બંધનનો હેતુ જ જીવ નથી, બસ એક જ, એકાંત છે. છે? જીવ જ, એકાંત જીવ જ, સમસ્ત પુદ્ગલ પરિણામનો અહેતુ હોવાથી એ અદુઃખફળ છે. એ જીવનો સ્વભાવ સુખરૂપ છે અને ભવિષ્યમાં પણ જેના પરિણામ થાય તે સુખનું કારણ છે. મોક્ષનું કારણ થાય છે ને? મોક્ષ અનંત આનંદનું કારણ સુખરૂપ પરિણામ જે આનંદના છે. આહાહા! એ સુખફળ છે. સમજાણું કાંઈ? (શ્રોતા – બંધનો હેતુ નથી તો સંવર નિર્જરાનો હેતુ છે ને?) એ અત્યારે આંહીં કામ નથી, એ પર્યાય છે એ પાછી, એ પર્યાય પણ દ્રવ્યને આશ્રયે થાય છે, પર્યાય પર્યાયને આશ્રયે Page #162 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૭૪ ૧૪૭ નહિ એમ કહેવું છે. પર્યાય શુભથી તો નહિ પણ પર્યાયને આશ્રયે પર્યાય નહિ. ત્રિકાળી દ્રવ્યને આશ્રયે પર્યાય, કીધું ને મોક્ષમાર્ગથી મોક્ષ થાય છે એમ કહેવું એ વ્યવહાર છે. દ્રવ્યના સ્વભાવથી મોક્ષ થાય છે એમ કહેવું એ પણ એક અપેક્ષિત વ્યવહાર છે. બાકી તો મોક્ષના પરિણામ જે છે કેવળના એ સ્વતંત્ર ષટ્કા૨કે પરિણમતા થાય છે. આવી વાતું છે બાપુ ! આકરી વાતું બહુ દુનિયાથી. આહાહા ! દુનિયા હારે મેળ ખાવો. “જીવ જ” શબ્દ છે ને ? “અદુઃખફળઃસકળ સ્યાપિ પુદ્ગલ-પરિણામસ્યાહેતુત્વાજજીવ એવ” છે ને ? જીવ એવ છે ને શબ્દ અંદર છેલ્લો સંસ્કૃતમાં ‘જીવ એવ’ એમ સંસ્કૃત છે, એથી જીવ જ એમ કાઢયું એમાંથી ‘એવમાંથી’ સંસ્કૃત છે. છે ? ચોથી લીટી છે આમાં “જીવ એવ” જીવ જ જીવ ભગવાન જ્ઞાતાદેષ્ટા સ્વભાવ વીતરાગી સ્વભાવ જીવ એ અદુઃખફળ છે, એનું ફળ દુઃખ નથી એનું ફળ આનંદફળ છે. શુભભાવનું ફળ દુઃખફળ છે, જીવના સ્વભાવનું ફળ વર્તમાન આનંદ અને ભવિષ્યમાં પણ એ આનંદના ફળને ઉત્પન્ન કરનારું છે. આહાહાહાહા ! સમજાણું કાંઈ ? 66 ‘જીવ જ” એટલે જીવનો જે જ્ઞાતાદ્રષ્ટા સ્વભાવ, વીતરાગી સ્વભાવ એ વર્તમાન છે, આ સુખરૂપ એ પાંચમામાં આવ્યું, પાંચમામાં આવ્યું, અને આ ભવિષ્યમાં સુખરૂપ છે એ છઠ્ઠામાં. શું કહ્યું સમજાણું ? પાંચમામાં એમ કહ્યું કે આસ્રવો દુઃખરૂપ છે, ત્યારે ભગવાન પોતે સુખરૂપ છે. એટલું બસ, પાંચમામાં. છઠ્ઠામાં શુભાશુભ ભાવ ભવિષ્યમાં આકુળતાના ઉત્પન્ન કરનારા એવા જે વર્તમાન પુદ્ગલપરિણામ બંધન એનો એ હેતુ છે અને એ બંધન છે એ ભવિષ્યમાં આકુળતાના ઉત્પન્ન કરનારા છે. આહાહાહા ! અહીંયા કહે છે કે, જીવ જ વર્તમાન સુખરૂપ છે અને ભવિષ્યમાં પણ અદુઃખફળ છે, એ દુઃખફળ નથી એનું સુખફળ છે. આહાહાહા ! જીવ જે જ્ઞાતાદ્રષ્ટા છે, એવો જે વર્તમાન ભાવ તે આનંદરૂપ છે, અને તે આનંદરૂપનું પરિણમન ભવિષ્યમાં પણ આનંદના ફળનું કારણ છે. આહાહાહા ! આવી વાત છે. ભગવાનની હાટડી બીજી જાતની છે. આહાહાહા ! ‘જીવ’ એટલે આત્મા, એ વર્તમાન આનંદરૂપ છે, છે ને ? અને પુદ્ગલ પરિણામનો હેતુ નથી. કોઈપણ પુદ્ગલ પરિણામ પ્રકૃત્તિ છે, એનો “જીવ જ” વસ્તુ સ્વભાવ, વસ્તુ જીવ છે, એ હેતુ નથી. ત્યારે ? કે આસ્રવો છે દુઃખફળરૂપ છે, ત્યારે આ અદુઃખફળ અથવા દુઃખફળ નહિ. ભગવાન આત્મા ! જ્ઞાતા, દ્રષ્ટા ને આનંદ સ્વરૂપ, વર્તમાન પણ આનંદરૂપ અને ભવિષ્યમાં પણ અદુઃખફળ, દુ:ખફળ નહિ આવે એને સુખફળ આવશે. આહાહા ! સમજાણું કાંઈ ? એ આનંદના ભાવથી આનંદ આવશે અને આસ્રવના ભાવથી સંયોગો મળશે, તેમાં દુઃખ થશે તેને લક્ષમાં. આ તો ભગવાનની કથા આત્મકથા છે ભાઈ, આ કાંઈ.... અલૌકિક વાતું છે. આહાહા ! આમ આસ્રવોનું હવે છ યે નું કહી દીધું. છ બોલ થઈ ગયા ને ? “આમ આસ્રવોનું અને જીવનું ” છ યે બોલનું કીધું ને ? “ભેદજ્ઞાન થતાંવેંત ” પુણ્ય–પાપના ભાવ અને ભગવાન આત્મા બેનું ભિન્નપણું ભાન, ભેદજ્ઞાન થતાં, એનાથી જુદું ભેદજ્ઞાન થતાં તો પછી એમ નહિ કે ત્યારે શુભભાવનો સાથ લઈને ત્યાં ભેદશાન થાય છે એનાથી તો જુદું પડવું છે. આહા.... કે શુભભાવ જરી સહાયક છે. હૈં ? જેનાથી તો જુદું પડવું છે એ સહાયક કેમ હોય ? આહાહા ! સમજાણું કાંઈ ? આરે ! આવો ઉપદેશ હવે. સાધારણ પણ આંહીં તો વળી માણસ સાંભળનારા ઘણાં કાળથી Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ સમયસાર સિદ્ધિ ભાગ-૪ અજાણ્યામાં જાય તો શું વાત માંડી છે, આ કહે છે, ભાઈ તારા ઘરની વાત છે. બાપુ, તારું ઘર કોઈ જુદી જાતનું છે. એ જીવ જ કીધો ને? આહાહા! આહાહા! “આમ આસવોનું અને જીવનું” એટલે કે પહેલું આસવો નિબદ્ધ છે, એ જીવ નથી. આસવો “અધ્રુવ છે, ધ્રુવથી ભિન્ન છે, આસવો “અનિત્ય” છે, નિત્યથી ભિન્ન છે. આસ્રવો “અશરણ” છે, જીવસ્વરૂપ શરણ છે. આસ્રવો “દુઃખરૂપ” છે જીવ સુખરૂપ છે. આસવો “દુઃખફળરૂપ” છે, આ આત્મા દુઃખફળરૂપ નથી, એટલે આનંદ ફળરૂપ છે. આહાહાહાહા ! આમ આગ્નવોનું આ રીતે અને જીવનું ભેદજ્ઞાન થતાંવેંત, થતાંવેંત જ સમકાળ બતાવવો છે ને? પૂછયું છે ઈ ને એણે? સમકાળ શી રીતે છે એ પૂછયું છે એણે એનો ઉત્તર છે આ. આહા! આમ આસવોનું એટલે શુભભાવઆદિનું અને જીવનું ભેદજ્ઞાન થતાંવેંત જ “જેનામાં કર્મવિપાક શિથિલ થઈ ગયો છે... કર્મનો પાક ફળ ઢીલો પડી ગયો છે. મોળો પડી ગયો છે, અભાવ થઈ ગયો છે. શિથિલ થતાં અભાવ થઈ ગયો છે. આહાહા ! આહાહા ! જેનામાં કર્મવિપાક શિથિલ થઈ ગયો છે. એવો તે આત્મા, જેના કર્મના ફળ અભાવરૂપ થઈ ગયા છે, એમ કહે છે. છેલ્લે આવે છે ને નીચે છેલ્લી ગાથામાં શિથિલ આ પ્રવચનસારમાં આવે છે ને? અભાવ થઈ ગયો છે. ખરી રીતે તો એમ કહે છે, ભગવાન આત્મા અને આસ્રવોનું ભેદજ્ઞાન થતાંવેંત કર્મનો પાક ત્યાં છે જ નહીં. ભગવાન પાકયો અંદર, એનો પાક આવ્યો ત્યાં અહીં કર્મનો પાક ત્યાં છે જ નહીં હવે. એવો તે આત્મા જથ્થાબંધ વાદળાંની રચના જેમાં ખંડિત થઈ ગઈ છે” દૃષ્ટાંત છે જથ્થાબંધ વાદળાની રચના જેમાં ખંડિત થઈ ગઈ એવા દિશાના વિસ્તારની જેમ દિશા ખુલતી જાય છે ને? જથ્થાબંધ વાદળાંની રચના ખંડિત થતાં દિશાના વિસ્તારની જેમ અમર્યાદ જેનો વિસ્તાર, એવો જેનો અમર્યાદ વિસ્તાર એવો ફેલાવે છે ભગવાન આત્માનો, સહજપણે વિકાસ પામતી ચિક્તિ વડે, સ્વાભાવિકપણે વિકાસ પામતી, શક્તિઓમાંથી પ્રગટ વિકાસ પામતી, ચિન્શક્તિ વડે જેમ જેમ વિજ્ઞાનઘન સ્વભાવ થતો જાય છે, જેમ જેમ વિજ્ઞાનઘન જામી જાય છે જ્ઞાન-જ્ઞાનમાં પરથી ભિન્ન પડીને જ્ઞાન આત્મા-આત્મામાં જામી જાય છે, ઘટ થાય છે સ્થિર થાય છે. “તેમ તેમ આસ્રવોથી નિવૃત્ત થતો જાય છે.” જેટલો અહીં એકાગ્ર થાય છે તેટલો આસ્રવોથી નિવૃત્ત છે અને જેટલો આસ્રવોથી નિવૃત્યો છે એટલો આંહીં વિજ્ઞાનઘન થાય છે. આહાહાહા ! આ એનો સમકાળ છે, અહીં સમકાળ સિદ્ધ કરવો છે ને? આહાહાહાહા! સ્વાભાવિકપણે વિકાસ પામતી ચિન્શક્તિ વડ” ચિન્શક્તિ વિકાસ પામે છે કહે છે. જ્ઞાનાનંદ સ્વભાવ વિકાસ પામે છે, ખિલતો જાય છે. જેમ જેમ વિજ્ઞાનઘન સ્વભાવ થતો જાય છે, ભલે જ્ઞાનની પર્યાયમાં વિશેષજ્ઞાન ન હો, પણ જ્ઞાન જ્ઞાનમાં ઠરે છે તેને જ અહીં વિજ્ઞાનઘન કીધો છે. આહાહાહા ! સમજાણું કાંઈ? જ્ઞાન સ્વરૂપી ભગવાન ચિન્શક્તિ એ પોતાના વિકાસને પામતી ઘન થતી જાય છે, જે તરળ હતું, અસ્થિર હતું, જે આસ્રવને લઈને, એનાથી જે ભિન્ન થયું, તેથી જ્ઞાનઘન સ્થિર થતું જાય છે, ઘન થતું જાય છે, જામતું જાય છે, સ્વભાવ થતો જાય છે, “તેમ તેમ આસવોથી નિવૃત્ત થતો જાય છે” ત્યાંથી પહેલું આમથી લીધું જોયું, આંહીંથી લીધું આસવોથી નિવર્તે છે એનું Page #164 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૭૪ ૧૪૯ ભેદજ્ઞાન બતાવ્યું પહેલું. આહા..... પણ સહજપણે વિકાસ પામતી જ્ઞાનશક્તિ વડે આત્મસ્વભાવ શક્તિ વડે, જેમ જેમ વિજ્ઞાનયન સ્વભાવ થતો જાય છે તેમ તેમ આસ્રવોથી નિવૃત્ત થતો જાય છે, એ નાસ્તિથી વાત કરી છે. આહાહા ! જ્ઞાનસ્વભાવ આસ્રવોથી ભેદ થઈને જ્યાં આસ્રવોમાં રહિત થયું એ જ્ઞાનશક્તિનો વિકાસ થતાં જ્ઞાન જામે છે અંદર, સ્થિર થાય છે, આનંદ જામે છે. તેટલા પ્રમાણમાં આસ્રવોથી નિવૃર્તે છે અને જેમ જેમ આસ્રવોથી નિવૃત્ત થતો જાય છે પાછું આમથી લીધું પાછું પહેલું આંહીંથી લીધું' તું, અને જેમ જેમ સમકાળ પૂછયો'તો ને એણે પૂછ્યું'તું ને સમકાળ. આહાહા ! “જેમ જેમ આસ્રવોથી નિવૃત્ત થતો જાય છે તેમ તેમ વિજ્ઞાન સ્વભાવ થતો જાય છે” સમકાળ છે. “તેટલો વિજ્ઞાનથન સ્વભાવ થાય છે” તેટલો વિજ્ઞાનઘન “જેટલો સભ્યપ્રકા૨ે આસ્રવથી નિવૃર્તે છે” જોયું ? સભ્યપ્રકા૨ે યથાર્થપણે આસ્રવોથી નિર્વર્તે છે એમ ભાષામાં ધારી રાખ્યું 'તું કે આસવો આમ છે, એમ નહીં. વિજ્ઞાનઘન સ્વભાવ થતો જાય છે તેટલો વિજ્ઞાનયન સ્વભાવ થાય એટલો સભ્યપ્રકારે આસ્રવોથી નિવર્તે છે, અને તેટલો આસ્રવોથી નિવર્તે છે જેટલો સમ્યપ્રકારે વિજ્ઞાનઘન સ્વભાવ થાય છે.” આ રીતે જ્ઞાનને અને આસ્રવોની નિવૃત્તિને સમકાળપણું છે. કાળ બતાવવો છે. આહાહા ! સમજાણું કાંઈ ? એનો ઉત્તર આવ્યો. વિશેષ ભાવાર્થ આવશે. ( શ્રોતા:- પ્રમાણ વચન ગુરુદેવ ) પ્રવચન નં. ૧૫૯ ગાથા ૭૪-૭૫ શ્લોકનં.૪૮ તા. ૩/૦૧/૭૯ બુધવાર પોષ સુદ-૫ સમયસાર ૭૪ ગાથા. પ્રશ્ન હતો ને કે આસ્રવોથી નિવૃત્તિ અને આત્માના સ્વભાવમાં એકાગ્રતા એનો સમકાળ છે ? એ કઈ રીતે. એ પ્રશ્ન હતો. આસ્રવોનો અને આત્માનો ઉપર કહ્યો તે રીતે ભેદ જાણતા એ નિબદ્ધ છે, ઉપાધિ છે, અધ્રુવ છે, અનિત્ય છે, અશરણ છે, દુઃખ છે, દુઃખરૂપ છે. અને આત્મા એનાથી ભિન્ન જ્ઞાનસ્વરૂપ છે શુદ્ધ ચૈતન્યઘન છે સુખ સ્વરૂપ છે. એમ બેના ભેદ જાણીને જાણતાં જ, ભેદ જાણતાં જ જે જે પ્રકારે-જેટલા જેટલા અંશે જે જે પ્રકારે ને જેટલા જેટલા અંશે આત્મા વિજ્ઞાનઘન સ્વભાવ થાય છે, એટલે કે આત્મા જ્ઞાનઘન તો છે જ વસ્તુ તરીકે પણ પર્યાયમાં એ ઘન નામ નિરંતર એકાગ્ર થાય છે. વિજ્ઞાનઘન સ્વભાવ થાય છે પર્યાયમાં. રાગથી, આસ્રવથી ભિન્ન જાણતા જ વિજ્ઞાનઘન સ્વભાવ વસ્તુ તેમાં એકાગ્ર થતાં જ એ વિજ્ઞાનન પર્યાયમાં થાય છે, તે તે પ્રકારે, તે તે પ્રકારે તેટલા તેટલા અંશે તે આસ્રવથી નિવર્તે છે. આમાં અસ્તિથી લીધું પહેલું. વિજ્ઞાનથન સ્વભાવ, શાયક સ્વભાવ કહો, વિજ્ઞાનઘન કહો, સર્વજ્ઞ સ્વભાવ, વસ્તુ સર્વજ્ઞ સ્વભાવ એમાં એકાગ્ર થતાં, વિજ્ઞાનનમાં એકાગ્ર થતાં જે વિજ્ઞાનથનપણું પર્યાયમાં પ્રગટ થાય છે. તે તે પ્રકારે આસ્રવોથી નિવર્તે છે. આહાહા ! જ્યારે સંપૂર્ણ વિજ્ઞાનઘન સ્વભાવ થાય, પર્યાયમાં હોં, ત્યારે સમસ્ત આસ્રવોથી નિવર્તે છે. આમ જ્ઞાનનો ને આસ્રવ નિવૃત્તિનો એક કાળ છે. સમકાળ છે. આહા !( શ્રોતાઃ– તે તે પ્રકારે ને તે તે કાળે એટલે ) તે તે પ્રકારે, જે જે પ્રકારે એકાગ્ર થાય તે તે પ્રકારે એમ, તેટલા અંશે એમ. Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૫O સમયસાર સિદ્ધિ ભાગ-૪ જે જે પ્રકારે એટલે જ્ઞાનમાં જેટલા પ્રકારે એકાગ્ર થાય તેટલા અંશે એમ. વિજ્ઞાનઘન સ્વભાવ ચૈતન્ય, એમાં પર્યાયમાં કેટલા પ્રકારે એકાગ્ર એમ. પૂરણ પ્રકાર જેટલા જેટલા પ્રકારે તેટલા તેટલા પ્રકારે આસવોની નિવૃત્તિ થાય છે એમ. આહાહા! આગ્નવોને ટળવાનું અને સંવર થવાનું વર્ણન ગુણસ્થાનોની પરિપાટીરૂપે તત્ત્વાર્થ સૂત્રની ટીકા આદિ સિદ્ધાંત શાસ્ત્રોમાં છે ત્યાંથી જાણવું વિશેષ. અહીં તો સામાન્ય પ્રકરણ છે તેથી સામાન્યપણે કહ્યું. આત્મા વિજ્ઞાનઘન સ્વભાવ થતો જાય છે એટલે શું? તેનો ઉત્તર- આત્મા વિજ્ઞાનઘન સ્વભાવ થતો જાય છે એટલે આત્મા જ્ઞાનમાં સ્થિર થતો જાય છે. જ્ઞાનસ્વરૂપ એવો જે ભગવાન જ્ઞાનસ્વરૂપ, જ્ઞાનસ્વરૂપ, જ્ઞાનસ્વભાવ એમાં સ્થિર થતો જાય છે. આહાહા ! જ્યાં સુધી મિથ્યાત્વ હોય ત્યાં સુધી જ્ઞાનનો ઉઘાડ ભલે ઘણો હોય નવપૂર્વ ને અગીયાર અંગ ભણ્યો હોય, પણ જ્યાં જ્ઞાન સ્વભાવમાં એકાગ્રતા નથી અને એ જ્ઞાનનો ઉઘાડ એટલો હોય તોપણ એ વિજ્ઞાનઘન કહેવાતો નથી. અજ્ઞાન કહેવામાં આવે છે. આહા...જ્યાં સુધી મિથ્યાત્વ એટલે જ્ઞાનની પર્યાય પરલક્ષી અને રાગ એમાં એકત્વબુદ્ધિ જ્યાં સુધી છે, ત્યાં સુધી તેને જ્ઞાનનો ઉઘાડ ભલે ગમે તેટલો હો, પણ અજ્ઞાન કહેવામાં આવે છે. સમજાણું કાંઈ ? - વિજ્ઞાનઘન સ્વભાવ ત્રિકાળી એનું જ્યાં સુધી અજ્ઞાન ને મિથ્યાત્વ છે એટલે કે પરસંબંધી જ્ઞાન ને રાગમાં એકત્વ છે ત્યાં સુધી ભલે તે જ્ઞાનનો ક્ષયોપશમ ઘણો થઈ ગયો હોય છતાં તે અજ્ઞાન છે. અને મિથ્યાત્વ ગયા પછી તેને ભલે જ્ઞાનનો ઉઘાડ થોડો હોય. જોયું? વિકાસ સ્વતરફનો ક્ષયોપશમ થોડો હોય છતાં વિજ્ઞાન કહેવામાં આવે છે. આત્મા જ્ઞાન-જ્ઞાનસ્વભાવ તેમાં એકાગ્ર થાય છે, મિથ્યાત્વ ગયા પછી, તેથી તે એકાગ્રતાને જ વિજ્ઞાન કહેવામાં આવે છે. જાઓ આ વિજ્ઞાન છે ને અત્યારે આ, એ વિજ્ઞાન નહીં એમ કહે છે. વિજ્ઞાન કહેવામાં આવે છે. આહા ! જેમ જેમ તે જ્ઞાન વિજ્ઞાન જામતું ઘટ્ટ, જ્ઞાન સ્વભાવ શાયક સર્વજ્ઞ સ્વભાવ એવો આત્મા એ સર્વજ્ઞ સ્વભાવ નામ જેટલો ઘટ્ટ ને સ્થિર ને જામતો જાય છે, તેમ તેમ આસ્રવોથી નિવૃત્ત, છુટી જાય છે. અને જેમ જેમ આગ્નવોની નિવૃત્તિ થતી જાય છે તેમ તેમ વિજ્ઞાન જ્ઞાન એકાગ્રતા, સ્વરૂપમાં એકાગ્રતા જામતું જાય છે, ઘટ્ટ થતું જાય છે, સ્થિર થતું જાય છે. આહાહા ! આત્મા વિજ્ઞાનઘન સ્વભાવ થતો જાય છે. આવી વાત છે. જે વસ્તુ છે ભગવાન આત્મા તે તો વિજ્ઞાનઘન એટલે પિંડ નિરંતર વિજ્ઞાન સ્વરૂપ જ છે. એમાં એનું જેને જ્ઞાન નથી ને મિથ્યાત્વ છે, તે મિથ્યાત્વના પ્રસંગમાં ગમે તેટલો ઉઘાડ જ્ઞાનનો હોય તો પણ તેને અજ્ઞાન કહેવામાં આવે છે. અને ભગવાન વિજ્ઞાનઘન સ્વરૂપ છે તેમાં એકાગ્ર થતો જાય છે ભલે તેને જ્ઞાનનો ઉઘાડ થોડો હોય તો પણ તેને વિજ્ઞાનઘન કહેવામાં આવે છે. કહો, સમજાય છે કાંઈ ? આહાહા ! હવે આ જ અર્થના કળશરૂપ અને આગળના કથનની સૂચનિકારૂપ કાવ્ય કહે છે. Page #166 -------------------------------------------------------------------------- ________________ શ્લોક–૪૮ શ્લોક - ૪૮ T T T T T T T T T (શાર્દૂલવિઋીડિત ) ૧૫૧ इत्येवं विरचय्य सम्प्रति परद्रव्यान्निवृत्तिं परां स्वं विज्ञानघनस्वभावमभयादास्तिध्नुवानः પરન્ अज्ञानोत्थितकर्तृकर्मकलनात् क्लेशान्निवृत्तः स्वयं ज्ञानीभूत इतश्चकास्ति जगतः साक्षी पुराणः पुमान् ।। ४८ ।। શ્લોકાર્થ:- [કૃતિ વં] એ રીતે પૂર્વકથિત વિધાનથી, [ સમ્પ્રતિ] હમણાં જ (તુરત જ ) [ પરદ્રવ્યાન્ ] ૫દ્રવ્યથી [ પમાં નિવૃત્તિ વિષય્ય ] ઉત્કૃષ્ટ (સર્વ પ્રકારે ) નિવૃત્તિ કરીને [વિજ્ઞાનધનસ્વભાવમ્ પરમ્ સ્વ અમયાત્ આસ્તિક્ઝુવાન: ] વિજ્ઞાનથનસ્વભાવરૂપ એવા કેવળ પોતાના ૫૨ નિર્ભયપણે આરૂઢ થતો અર્થાત્ પોતાનો આશ્રય કરતો (અથવા પોતાને નિઃશંકપણે આસ્તિકયભાવથી સ્થિર કરતો), [અજ્ઞાનોસ્થિત [ર્મતનાત્ શાત્]અજ્ઞાનથી ઉત્પન્ન થયેલી કર્તાકર્મની પ્રવૃત્તિના અભ્યાસથી થયેલા કલેશથી [નિવૃત્ત: ] નિવૃત્ત થયેલો, [સ્વયં જ્ઞાનીભૂત: ] પોતે જ્ઞાનસ્વરૂપ થયો થકો,[ નાત: સાક્ષી ] જગતનો સાક્ષી (જ્ઞાતાદ્રષ્ટા ), [ પુરાળ: પુમાન્] પુરાણ પુરુષ ( આત્મા ) [ કૃત: વાસ્તિ ] અહીંથી હવે પ્રકાશમાન થાય છે. ૪૮. પ્રવચન નં. ૧૫૯ શ્લોક-૪૮ તા. ૩/૦૧/૭૯ આહાહાહા ! એકેક પદ અને એકેક ગાથા અલૌકિક છે. એ રીતે પૂર્વકથિત વિધાનથી હમણાં જ, તુરત જ ૫૨દ્રવ્યથી ઉત્કૃષ્ટ સર્વ પ્રકારે નિવૃત્તિ કરીને, પદ્રવ્ય એટલે રાગાદિ. સ્વદ્રવ્યરૂપ ભગવાન વિજ્ઞાનન, એ ૫૨દ્રવ્ય સ્વરૂપ જે આસ્રવ વિકલ્પાદિ પુણ્ય-પાપના એનાથી ઉત્કૃષ્ટ સર્વ પ્રકારે નિવૃત્તિ કરીને “વિજ્ઞાનયન સ્વભાવમ૫૨મ મભયાદાસ્તિદનુવાન ” વિજ્ઞાનઘન સ્વભાવરૂપ એવા કેવળ પોતાના ૫૨ નિર્ભયપણે વિજ્ઞાનઘનમાં પર્યાયને વાળીને ત્યાં સ્થિર થયો છે કહે છે. એ નિર્ભયપણે આરૂઢ થતો, પોતાનો આશ્રય કરતો, શાયક સર્વજ્ઞ સ્વભાવી ભગવાન તેનો આશ્રય કરતો પોતાને નિઃશંકપણે આસ્તિકયભાવથી સ્થિર કરતો પૂરણ સત્તાનું અસ્તિત્વ જે પૂરણ છે, તેટલું આસ્તિકત્વમાં આરૂઢ થતો, એવા આસ્તિકયમાં સ્થિર થતો, પૂરું જે અસ્તિત્વ છે, પૂરું જે અસ્તિત્વ જ્ઞાનથન પૂરણ છે. તેમાં આસ્તિકયભાવથી સ્થિ૨ ક૨તો એટલે નિઃશંકપણે પોતાનું અસ્તિત્વ એટલું છે તેમ માનીને અંદર સ્થિર થાય છે. આવી વાત છે. “અજ્ઞાનોસ્થિત્ કર્તૃ કર્મકલનાત્ કલેશાત્” અજ્ઞાનથી ઉત્પન્ન થએલી કર્તાકર્મની પ્રવૃત્તિના અભ્યાસથી થયેલો કલેશ, એનાથી નિવૃત્ત થયેલો. જયચંદ પંડિતે જરીક ભેદથી કથન કર્યું છે. શું ભેદ ? અજ્ઞાનથી ઉત્પન્ન થયેલી કર્તાકર્મની પ્રવૃત્તિ એમ અજ્ઞાનથી ઉત્પન્ન થયેલી કર્તાકર્મની Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૫૨ સમયસાર સિદ્ધિ ભાગ-૪ પ્રવૃત્તિ, અને ટીકાકારે અજ્ઞાન સ્વરૂપ કર્તાકર્મની પ્રવૃત્તિ. સમજાણું કાંઈ? અજ્ઞાન સ્વરૂપ જ કર્તાકર્મની પ્રવૃત્તિ. અજ્ઞાનથી ઉત્પન્ન થઈ એવો ભેદ વ્યવહાર છે અજ્ઞાનથી. અજ્ઞાન સ્વરૂપ જ કર્તાકર્મની પ્રવૃત્તિ છે. આહાહા ! એ રાગનો કણ શુભઆદિ હો, એનું કર્તાકર્મપણું અજ્ઞાનથી છે. અજ્ઞાનથી ઉત્પન્ન થયું છે. અજ્ઞાન સ્વરૂપ જ છે એ. અજ્ઞાનથી ઉત્પન્ન થયું છે એ કરતા અજ્ઞાન સ્વરૂપ એ છે. શું કીધું ઈ? રાગનો કર્તા અને રાગ એનું કાર્ય એવો ભેદેય નહીં, એ અજ્ઞાનસ્વરૂપ જ કર્તાકર્મની પ્રવૃત્તિ છે. જ્ઞાનસ્વરૂપ જ અકર્તાકર્મની પ્રવૃત્તિ છે. આહાહાહા ! શું કહ્યું? “અજ્ઞાનથી ઉત્થિત” એ ભેદ પાડ્યો જરી. બાકી “અજ્ઞાનસ્વરૂપ કર્તકર્મકલનાત કલેશાત્” અજ્ઞાન સ્વરૂપ રાગનું કરવું એ અજ્ઞાન સ્વરૂપ એવો જે કલેશ તેનાથી નિવૃત્ત થયેલો પોતાનો વિજ્ઞાનઘન સ્વભાવ છે તેનો અભાવ અજ્ઞાન સ્વરૂપ થયેલું, એ કર્તાકર્મની પ્રવૃત્તિ રાગ, કર્તા ને કર્મ એ અજ્ઞાન સ્વરૂપ જ છે. અને જ્ઞાન સ્વરૂપ, એનાથી નિવર્તિને કરે છે એ જ્ઞાન સ્વરૂપ છે. સમજાય છે કાંઈ ? આહાહા ! ભગવાન આત્મા! જ્ઞાયક સ્વભાવ કહો, વિજ્ઞાનઘન કહો, સર્વજ્ઞ સ્વભાવી કહો, તેના અજ્ઞાનથી એટલે મિથ્યાત્વથી અજ્ઞાન સ્વરૂપ ઉત્પન્ન થયેલી કર્તાકર્મની પ્રવૃત્તિ, એથી અજ્ઞાન સ્વરૂપ જ કર્તાકર્મની પ્રવૃત્તિ છે. રાગનું કાર્ય મારું શુભ હો દયા દાન દ્રતાદિનો, એનો કર્તા અને એ કાર્ય અજ્ઞાન સ્વરૂપ જ છે અને ભગવાન આત્મા જ્ઞાન સ્વરૂપ થયો થકો તે અજ્ઞાન સ્વરૂપ કર્તાકર્મથી નિવૃર્તે છે. સમજાણું કાંઈ? આહાહા! વિજ્ઞાનઘન સ્વભાવ એ વિજ્ઞાનઘનમાં જ્ઞાન સ્વરૂપ થયો થકો કર્તાકર્મના કલેશથી નિવૃર્તે છે અને અજ્ઞાનસ્વરૂપ કર્તાકર્મના કલેશમાં, એમાં પ્રવૃર્તે છે. સમજાણું કાંઈ? નિવૃત્ત થયેલો સ્વયં જ્ઞાનીભૂત, પોતે જ્ઞાનસ્વરૂપ થયો થકો એમ. આહાહાહા ! નિવૃત્ત થયો છે પણ પોતે સ્વયં જ્ઞાનસ્વરૂપ થયો થકો, રાગાદિભાવથી અજ્ઞાનસ્વરૂપ કર્તાકર્મની પ્રવૃત્તિથી નિવૃત્ત થયો છે. નિવૃત્ત થયો છે એટલે પોતે જ્ઞાનસ્વરૂપ થયો થકો એમ. આહાહા ! નિવૃત્ત થયો એ અપેક્ષાથી કથન કર્યું, પણ પોતે જ સ્વયં જ્ઞાનસ્વરૂપ થયો થકો, નિવૃત્ત થયો છે માટે થયો ને (એમ નહીં) પણ પોતે સ્વયં જ્ઞાનસ્વરૂપ થયો થકો. સમજાણું કાંઈ ? આહા....આવું સ્વરૂપ છે. આહાહા ! જે અજ્ઞાન સ્વરૂપ કર્તાકર્મની પ્રવૃત્તિ હતી તેનાથી નિવૃત્ત થયેલો સ્વયં જ્ઞાનસ્વરૂપની પ્રવૃત્તિ થાય છે. સ્વયં જ્ઞાનસ્વરૂપ થયો થકો, સ્વયં જ્ઞાનસ્વરૂપ થયો થકો, પોતાથી કર્તાકર્મપણું જ્ઞાનનું ઉત્પન્ન થયું. આહાહા ! સ્વયં જ્ઞાનીભૂત, પોતે જ જ્ઞાનસ્વરૂપ પર્યાયમાં હોં, આહાહા! આવું છે. ભાષા તો સાદી પણ વસ્તુ તો એનું વાચ્ય જે છે, જગતનો સાક્ષી થાય છે. અહીંથી હવે જગતનો સાક્ષીથી વાત લેશે પંચોતેરથી. જ્ઞાનીભૂત જ્ઞાનસ્વરૂપ એમ, થયો થકો અહીંયાથી હવે જગતનો એટલે રાગાદિ ભાવનો સાક્ષી થાય છે. ધર્મી થયો, સમ્યગ્દષ્ટિ થયો, અજ્ઞાન સ્વરૂપ કર્તાકર્મની પ્રવૃત્તિથી નિવૃત્ત થયો. જ્ઞાન સ્વરૂપ જ્ઞાનીભૂત કીધું છે ને? જ્ઞાનીભૂતઃ વિજ્ઞાનસ્વરૂપ થયો થકો પર્યાયમાં આનંદ ને જ્ઞાનસ્વરૂપ થયો થકો. અહીંયાથી રાગાદિ ભાવનો સાક્ષી થાય છે. આહાહાહા ! આવી વાત છે. સાક્ષી જ્ઞાતાદેષ્ટા છે. જ્ઞાતાદેષ્ટા થાય છે. રાગ છે, હો પણ જ્ઞાનસ્વરૂપ થયો થકો જ્ઞાતાદેષ્ટા Page #168 -------------------------------------------------------------------------- ________________ શ્લોક-૪૮ ૧૫૩ થાય છે, સાક્ષી થાય છે. એ રાગ મારાપણે અજ્ઞાનથી માન્યું'તું તે છૂટતાં પ્રભુ જ્ઞાનસ્વરૂપ થયો થકો સારા-જગતનો રાગથી માંડીને સારી ચીજનો, અરે દેવ-ગુરૂશાસ્ત્રનો પણ એ સાક્ષી થાય છે. આહાહા ! સમજાય છે કાંઈ? ઝીણી વાત પડે ભાઈ પણ મારગ બીજો છે નહીં. વસ્તુની સ્થિતિ જ મર્યાદા જ આવી છે. ત્યાં બીજી રીતે કઈ રીતે એને હળવું કરવું. પુરાણ પુમાન અનાદિનો ભગવાન. અનાદિનો વિજ્ઞાનઘન પ્રભુ. જુનો છે એ તો કહે છે. વસ્તુ જાની છે. અનાદિની છે એ તો, પુરાણ પુરુષ આત્મા, અહીંથી હવે પ્રકાશમાન થાય છે. જાણવા દેખવામાં હવે આવે છે. ચક્રવર્તીનું રાજ્ય હોય સમકિતીને, આહાહા ! છતાં ત્યાં કયાંયથી સાક્ષી થતો નથી. જ્ઞાનીભૂત થયો થકો એટલે જ્ઞાનસ્વરૂપ પર્યાયમાં થયો થકો, ત્યાંથી હવે સાક્ષી રહે છે, ગમે તેટલા ભાવ હોય ને ગમે તેટલો સંયોગ હો પણ તેનો તે ધર્મી જ્ઞાની સાક્ષી રહે છે. કહો, ચીમનભાઈ ! આવું છે બાપા. આહા! અહીંથી હવે પ્રકાશમાન થાય છે. ઇતઃ ચકાસ્તિ ઇતઃઅહીંથી એટલે અજ્ઞાનસ્વરૂપ કર્તાકર્મની પ્રવૃત્તિથી નિવૃત્ત થઈ અને જ્ઞાનસ્વરૂપ ભગવાનમાં એકાગ્ર થઈ અને જ્ઞાની થયો, જ્ઞાતાદેખાના પરિણામ પ્રગટ કર્યા, ત્યાંથી તે જગતનો સાક્ષી થાય છે. આહાહાહા! કોઈપણ રાગાદિ કે પરનો એ કર્તા થતો નથી. તારી જે સમયે જે પર્યાય થાય તેનો તું કર્તા કેમ થાય છે? 9 જીવને જે સમયે જે પર્યાય થવાની હોય તે જ થાય અને જે પર્યાય થાય તેનો તે ઉત્પત્તિનો કાળ છે, તે જન્મક્ષણ છે, તે કાળલબ્ધિ છે. જે પર્યાય થાય તેને વ્યયની અપેક્ષા નથી, નિમિત્તની અપેક્ષા નથી ને દ્રવ્ય-ગુણની પણ અપેક્ષા નથી, પર્યાયના ષકારકો વડે તે પર્યાય સ્વતંત્ર ઉત્પન્ન થાય છે. તેથી તારી જે સમયે જે પર્યાય થાય, બાપુ ! તેનો તું કર્તા કેમ થાય છે? એક પછી એક કમે અને નિશ્ચયથી જે પર્યાય થવાની હોય તે જ થાય, બીજે સમયે જે પર્યાય થવાની હોય તે થાય, એમ અનાદિ અનંત ક્રમસર નિશ્ચિતપણે પર્યાયો થાય છે. (આત્મધર્મ, અંક ૭૨૬, વર્ષ-૬૦, પાના નં. ૧૪) Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ સમયસાર સિદ્ધિ ભાગ-૪ ॥॥ - ७५ ) कथमात्मा ज्ञानीभूतो लक्ष्यत इति चेत् कम्मस्स य परिणामं णोकम्मस्स य तहेव परिणाम। ण करेइ एयमादा जो जाणदि सो हवदि णाणी।।७५।। कर्मणश्च परिणामं नोकर्मणश्च तथैव परिणामम्। न करोत्येनमात्मा यो जानाति स भवति ज्ञानी।।७५।। यः खलु मोहरागद्वेषसुखदुःखादिरूपेणान्तरुत्प्लवमानं कर्मणः परिणामं स्पर्शरसगन्धवर्णशब्दबन्धसंस्थानस्थौल्यसौक्ष्म्यादिरूपेण बहिरुत्प्लवमानं नोकर्मणः परिणामंच समस्तमपि परमार्थतः पुद्गलपरिणामपुद्गलयोरेव घटमृत्तिकयोरिव व्याप्यव्यापकभाव सद्भावात्पुद्गलद्रव्येण का स्वतन्त्रव्यापकेन स्वयं व्याप्यमान-त्वात्कर्मत्वेन क्रियमाणं पुद्गलपरिणामात्मनोर्घटकुम्भकारयोरिव व्याप्यव्यापकभावाभावात् कर्तृकर्मत्वासिद्धौ न नाम करोत्यात्मा, किन्तु परमार्थतः पुद्गलपरिणामज्ञान पुद्गलयोर्घटकुम्भकारवव्याप्य व्यापकभावाभावात् कर्तृकर्मत्वासिद्धावात्मपरिणामात्मनो-र्घटमृत्तिकयोरिव व्याप्यव्यापकभावसद्भावादात्मद्रव्येण का स्वतन्त्रव्यापकेन स्वयं व्याप्यमानत्वात्पुद्गलपरिणामज्ञानं कर्मत्वेन कुर्वन्तमात्मानं जानाति सोऽत्यन्त-विविक्तज्ञानीभूतो ज्ञानी स्यात्। न चैवं ज्ञातु: पुद्गलपरिणामो व्याप्यः पुद्गलात्मनो यज्ञायकसम्बन्धव्यवहारमात्रे सत्यपि पुद्गलपरिणामनिमित्तकस्य ज्ञानस्यैव ज्ञातुर्व्याप्यत्वात्। હવે પૂછે છે કે આત્મા જ્ઞાનસ્વરૂપ અર્થાત્ જ્ઞાની થયો એમ કઈ રીતે ઓળખાય? તેનું ચિહ્ન (લક્ષણ) કહો. તેના ઉત્તરરૂપ ગાથા કહે છે - પરિણામ કર્મ તણું અને નોકર્મનું પરિણામ જે, તે નવ કરે છે, માત્ર જાણે, તે જ આત્મા જ્ઞાની છે. ૭૫. थार्थ:- [ यः] [आत्मा ] [ एनम् ] [कर्मणः परिणामं च] भन॥ ५२४॥मने [ तथा एव च] तेम ४ [नोकर्मण: परिणामं] नोभन ५२९॥मने [न करोति] ३२तो नथी परंतु [जानाति ] छ [ सः] [ ज्ञानी ] aurl [ भवति] छे. ટીકા:- નિશ્ચયથી મોહ, રાગદ્વેષ, સુખ, દુઃખ આદિરૂપે અંતરંગમાં ઉત્પન્ન થતું જે भर्नु परि॥म, मने स्पर्श, २स, गंध, 4, श६, बंध, संस्थान, स्थूल, सूक्ष्मत। આદિરૂપે બહાર ઉત્પન્ન થતું જે નોકર્મનું પરિણામ, તે બધુંય પુલપરિણામ છે. પરમાર્થે, જેમ ઘડાને અને માટીને જ વ્યાપ્યવ્યાપકભાવનો (વ્યાપ્યવ્યાપકપણાનો) સદ્ભાવ હોવાથી કર્તાકર્મપણું છે તેમ પુદ્ગલપરિણામને અને પુદ્ગલને જ વ્યાપ્યવ્યાપકભાવનો સદ્ભાવ Page #170 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૭૫ ૧૫૫ હોવાથી કર્તાકર્મપણું છે. પુદ્ગલદ્રવ્ય સ્વતંત્ર વ્યાપક હોવાથી પુદ્ગલપરિણામનો કર્તા છે અને પુદ્ગલપરિણામ તે વ્યાપક વડે સ્વયં વ્યપાતું હોવાથી (વ્યાયરૂપ થતું હોવાથી) કર્મ છે. તેથી પુદ્ગલદ્રવ્ય વડે કર્તા થઈને કર્મપણે કરવામાં આવતું જે સમસ્ત કર્મનો કર્મરૂપ પુલપરિણામ તેને જે આત્મા, પુદ્ગલપરિણામને અને આત્માને ઘટ અને કુંભારની જેમ વ્યાપ્યવ્યાપકભાવના અભાવને લીધે કર્તાકર્મપણાની અસિદ્ધિ હોવાથી, પરમાર્થે કરતો નથી, પરંતુ (માત્ર) પુદ્ગલપરિણામના જ્ઞાનને (આત્માના) કર્મપણે કરતા એવા પોતાના આત્માને જાણે છે, તે આત્મા (કર્મનોકર્મથી) અત્યંત ભિન્ન જ્ઞાનસ્વરૂપ થયો થકો જ્ઞાની છે. (પુદ્ગલપરિણામનું જ્ઞાન આત્માનું કર્મ કઈ રીતે છે તે સમજાવે છે:-) પરમાર્થે પુદ્ગલપરિણામના જ્ઞાનને અને પુદ્ગલને ઘટ અને કુંભારની જેમ વ્યાપ્યવ્યાપકભાવનો અભાવ હોવાથી કર્તાકર્મપણાની અસિદ્ધિ છે અને જેમ ઘડાને અને માટીને વ્યાપ્યવ્યાપકભાવનો સદ્ભાવ હોવાથી કર્તાકર્મપણું છે તેમ આત્મપરિણામને અને આત્માને વ્યાપ્યવ્યાપકભાવનો સદ્ભાવ હોવાથી કર્તાકર્મપણું છે. આત્મદ્રવ્ય સ્વતંત્ર વ્યાપક હોવાથી આત્મપરિણામનો એટલે કે પુદ્ગલપરિણામના જ્ઞાનનો કર્તા છે અને પુદ્ગલપરિણામનું જ્ઞાન તે વ્યાપક વડે સ્વયં વ્યપાતું હોવાથી (વ્યાપ્યરૂપ થતું હોવાથી) કર્મ છે. વળી આ રીતે (જ્ઞાતા પુદ્ગલપરિણામનું જ્ઞાન કરે છે તેથી) એમ પણ નથી કે પુદ્ગલપરિણામ જ્ઞાતાનું વ્યાપ્ય છે; કારણ કે પુગલને અને આત્માને શેયજ્ઞાયકસંબંધનો વ્યવહારમાત્ર હોવા છતાં પણ પુગલપરિણામ જેનું નિમિત્ત છે એવું જે જ્ઞાન તે જ જ્ઞાતાનું વ્યાપ્ય છે. (માટે તે જ્ઞાન જ જ્ઞાતાનું કર્મ છે.) પ્રવચન નં. ૧૫૯ ગાથા-૭૫ તા. ૦૩/૦૧/૭૯ હવે પૂછે છે જોયું. શિષ્યની એવી શૈલી લીધી. શિષ્ય એવું સાંભળ્યું કે આત્મા જ્ઞાનસ્વરૂપ થયો થકો એમ કઈ રીતે ઓળખાય! જણાય શી રીતે એના લખણ શું! એના ચિન્હ શું! એના એંધાણ શું? એના લક્ષણ, એંધાણ, ચિન્હ શું! એમ શિષ્યનો પ્રશ્ન છે. એને ઉત્તર દેવામાં આવે છે. कम्मस्स य परिणामं णोकम्मस्स य तहेव परिणाम। ण करेइ एयमादा जो जाणदि सो हवदि णाणी।। ७५।। પરિણામ કર્મ તણું અને નોકર્મનું પરિણામ જે, તે નવ કરે છે, માત્ર જાણે, તે જ આત્મા જ્ઞાની છે. ૭૫. આહાહાહા ! આ ઓલા જ્ઞાનસાગરે ભાઇ એમ લીધું છે એમ કે નિર્વિકલ્પ વીતરાગ સમાધિ હોય ત્યારે જ્ઞાની એનાથી ખસે તો અજ્ઞાની એવું લખ્યું છે એણે. અહીં તો આંહીંથી છે, પાઠ શું છે! આંહીંથી બોલે છે ભલે જયચંદ પંડિતે બીજો અર્થ કર્યો છે કે સમકિત દ્રષ્ટિ તે જ્ઞાની પણ આ પાઠ શું કહે છે? એ એવું કહે છે કે નિર્વિકલ્પ વિતરાગ સમાધિમાં હોય ત્યારે જ્ઞાની એનાથી ખસી ગયો તો પછી એને અજ્ઞાની કહેવાય. પેલું બારમા ગુણસ્થાને અજ્ઞાન લીધું છે Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ સમયસાર સિદ્ધિ ભાગ-૪ ને પણ એ બીજાં છે. અજ્ઞાન એટલે ઓછું જ્ઞાન છે અને આંહીં અજ્ઞાન તે વિપરીત જ્ઞાન, વિપરીતથી નિવર્યો છે. ચોથે ગુણસ્થાનેથી જગતનો સાક્ષી થાય છે. આહાહાહા! ટીકા- નિશ્ચયથી મોહ, આઠે કર્મ જડ છે એમ લેવું, સનાવાદવાળા કહે છે પ્રેમચંદ છે ને એક અહીંયા તો નિશ્ચયથી અંદર જે મોહના પરિણામ થાય (શ્રોતા – આત્માના પરિણામ) હા, ઈ ઓલો કહે છે કર્મ લેવા જડ, જડના લેવા. અરે બાપુ કીધું ભાઈ ! (શ્રોતા- ભાવકર્મ લેવા) અંદરમાં થતો જે મોહ મિથ્યાત્વ ન લેવું, અહીંયા પર તરફ થતો જે સાવધાનીનો ભાવ લેવો. રાગદ્વેષ, સુખ, દુઃખ આદિ રૂપે અંતરંગમાં ઉત્પન્ન થતું અહીં મોહ એટલે મિથ્યાત્વ ન લેવું. પરતરફની જરી સાવધાની થાય છે અસ્થિરતા એનો જ્ઞાની સાક્ષી છે. આહાહાહા ! નિશ્ચયથી મોહ એટલે રાગ, પર તરફના પરિણામ એનો વિસ્તાર કે રાગદ્વેષ, સુખ, દુઃખ આદિ અંતરંગમાં ઉત્પન્ન થતું જે કર્મનું પરિણામ. ઇ કહે છે કે કર્મ એટલે જડના પરિણામ અહીં લેવા, એમ નથી. કર્મનું પરિણામ છે એ પોતે જડ છે ઇ, આહાહાહા ! લોકો કંઇક-કંઇક પોતાની કલ્પનાથી અર્થ કરે ત્યાં વસ્તુસ્થિતિ કાંઇક રહી જાય છે. આહા. (શ્રોતા- અહીંયા ભાવકર્મ ને નોકર્મની વાત છે) ભાવકર્મ પણ એ જડ-જડ લેવો. અહીં અંતરંગ છે ને આવું કર્મનું પરિણામ છે ને અને નોકર્મમાં શરીર આદિ એમ. આહાહાહા ! (શ્રોતા:- મારું તો એમ કહેવું છે કે ભાવકર્મ દ્રવ્યકર્મ ને નોકર્મ તો ત્રણમાંથી બેજ કેમ આવ્યા ભાવકર્મ ને નોકર્મ) એ નોકર્મ પછી આવે છે પણ આવી ગયું બધું આવી ગયું એમાં આવી ગયુ. દ્રવ્યકર્મ, નો કર્મ અને તેનું પરિણામ બધું કર્મમાં જાય છે. એ કર્મનું પરિણામ છે એ જડનું પરિણામ છે એ જડમાં જાય છે. એટલે કર્મય આવી ગયું ને આયે આવી ગયું. આહાહા ! આહાહાહા ! ભગવાન આત્મા! એ અહીંયાથી જગતનો સાક્ષી થાય છે, એમ કહેવું છે ને? તો હવે કર્મ નોકર્મ ને ભાવકર્મ ત્રણેય આવી ગયા એમાં. કર્મ છે અને કર્મના નિમિત્તથી થતા મોહ આદિના પરિણામ છે એ બેયનો એ સાક્ષી છે. આહાહાહા ! ઝીણું છે ભાઈ ! આહાહા! અંતરંગ મારગ અલૌકિક છે. આહાહા ! એમાં આ સમયસાર! આહાહા ! આ વાત થઈ'તી ત્યાં સનાવદમાં આવ્યો'તો ત્યાં અને કર્મ લેવું, જડ લેવું એમ કે અજીવ લેવા એકલા પરિણામ જીવના ન લેવા. અહીંયા તો એ જીવના પરિણામ છે એ પણ કર્મના જ પરિણામ છે. જીવના નહીં આત્માના. આત્મા તો જ્ઞાયક સ્વરૂપ છે. એના પરિણામ આ નથી. આહાહાહા ! ૭૫ ગાથા લીધી'તી એને અર્થ કર્યો તો ત્યાં એ ન્યાં થઈતી સનાવદમાં વાત થઇ'તી વાત ! અરે કંઇક, કંઇક લોકો પોતાની કલ્પનાથી સમયસારને પણ ફેરવી નાખે છે કહે છે. આહાહા!હૈં, આહાહા ! સમયસાર એટલે તો બાપુ શું ચીજ છે. આહાહા ! અહીંયા તો ભગવાન આત્મા અજ્ઞાનથી ઉત્પન્ન થયેલો અને અજ્ઞાન સ્વરૂપ જે રાગ આદિ છે તેનાથી જ્ઞાનસ્વરૂપ થયો થકો, વસ્તુ તો વસ્તુ જ્ઞાનસ્વરૂપ છે. પણ જ્ઞાનસ્વરૂપ પર્યાયમાં થયો થકો, એનાથી નિવર્તે છે. અને પોતે સ્વયં જ્ઞાનભૂત જ્ઞાનસ્વરૂપ પર્યાયમાં થાય છે, એમ કહેવું છે. સમજાણું કાંઇ? આવી વાત છે. આહાહા ! લ્યો વીરચંદભાઈ આવું આફ્રિકામાં મળે એવું નથી ત્યાં કયાંય કાલ કહેતા'તા. (શ્રોતા – Page #172 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૭૫ ૧૫૭ ભાગ્યશાળીને મળે ) ભાગ્યશાળીને મળે વાત સાચી છે. આહાહા ! ઓલો બારોટ છે ને એ માણસ લઇને આવે ને એ બધાને ભાગ્યશાળી કહે એ. હા એ. વ્યાખ્યાનમાં આજે આવ્યા ત્યારે એ આજેય કંઇક કહે પહેલા આવ્યા ત્યારે કહે ભાગ્યશાળી છે. આ ભાગ્યશાળીએ સંઘ કાઢયો તો ને એમ કહે, એ તો ઠીક કીધું પણ આ વાત આવી ચીજ સાંભળે એ ભાગ્યશાળી છે. ઓલો સંઘ કાઢે ને પાંચ પચાસ હજાર લાખ બે લાખ ખર્ચે ને અને બારોટને કંઇક આપે એ લોકો ( તો ) કહે છે ભાગ્યશાળી છે. આહાહા ! ભગવાનની ધારા સર્વજ્ઞ ૫૨માત્માએ કહેલું તત્વ છે આ ભાઈ. એ કર્મનું પરિણામ છે. એ ભાવકર્મ અને દ્રવ્યકર્મ બેય આવી ગયા એમાં અને સ્પર્શ, રસ, ગંધ, રંગ, શબ્દ, બંધ શબ્દ જોયું શબ્દ આવ્યો. બંધ જડ, સંસ્થાન, સ્થૂળતા ને સૂક્ષમતા આદિ રૂપે બહાર ઉત્પન્ન થતું જે નોકર્મનું પરિણામ તે બધુંય પુદ્ગલપરિણામ છે. આંહીં વાંધો, વિકાર છે એ બધાય પુદ્ગલપરિણામ છે એમ કહેવું છે. આહાહા ! ભગવાન વિજ્ઞાનઘનના આ પરિણામ કયાં છે? એ અજ્ઞાનપણે માન્યુ હતું ત્યાં સુધી એના હતા. માન્યા'તા એ છતાં એ માન્યતા એ પણ કાંઇ સ્વરૂપમાં નથી. એ તો માન્યતા ઉભી કરી'તી. આહાહાહા ! એ અજ્ઞાનપણાનું સ્વરૂપ વિજ્ઞાનઘન ભગવાનમાં જ્ઞાન સ્વભાવને પકડયો અનાદિથી રાગને પકડયો'તો. તેથી ભગવાન જ્ઞાનસ્વભાવ રહી ગયો'તો એ જ્ઞાનસ્વભાવને પકડયો અને રાગ સ્વભાવને છોડી દીધો. આહાહાહા ! આવો મારગ છે બાપા. આ વાદવિવાદે કાંઇ પાર આવે એવું નથી. અગિયારમી ગાથામાં કહ્યું છે ને પેલું. જિનવાણીમાં પણ નિમિત્તને આ હસ્તાવલંબ જાણીને ઘણું કહ્યું છે બધું, પણ એનું ફળ સંસાર છે. આ વાત છે ને જિનવાણીમાં હસ્તાવલંબ જાણીને, ૫૨દ્રવ્ય જાણી કરવા ને વ્રત પાળવા ને અતિચાર પાળવા ને એવી વાતો આવે ને બધી, આમ હાલવું ને, જોઇને હાલવું ને વિચારીને બોલવું એવા કથનો જિનવાણીમાં આવે, પણ એનું ફળ સંસાર છે. આહાહાહા ! તે બધુંય પુદ્ગલ પરિણામ છે. એ દયા, દાન, વ્રત પરિણામ આદિ આવે પણ એ બધા પુદ્ગલ પરિણામ છે. આહાહાહા ! આંહીં તો કર્તા-કર્મની પ્રવૃત્તિનો નિષેધ કરવો છે ને અજ્ઞાનપણાનો કે એ રાગ મારું કાર્ય છે અને હું એનો કર્તા છું એ તો અજ્ઞાનભાવ છે. સ્વરૂપ છે જ્ઞાનસ્વરૂપ ભગવાન શાન એ શું કરે ? એ તો જાણવા દેખવાનું કરે એ અભેદથી કથન છે. રાગને કરે એ આત્મા નહીં, કર્મને કરે એ ચૈતન્ય કયાં રહ્યો રાગ તો અજીવ છે જીવ નથી. આહાહા ! પણ માણસને આકરું પડે ને ? ૫૨માર્ચે, જેમ ઘડાને અને માટીને, જોયું ? ઘડાને અને માટીને જ, વ્યાપ્યવ્યાપક ભાવનો સદ્ભાવ હોવાથી, માટી વ્યાપક છે અને ઘડો તેનું વ્યાપ્ય છે. માટી કર્તા છે, ઘડો તેનું કાર્ય છે. આવું રે ! આહાહાહા ! કુંભારનું કાર્ય નથી ઘડાને અને માટીને વ્યાપ્ય ઘડો છે ને એ વ્યાપ્ય છે માટી તે વ્યાપક છે. વ્યાપ્ય-વ્યાપક ભાવનો, વ્યાપ્ય-વ્યાપકપણાનો સદ્ભાવ હોવાથી માટી તે કર્તા છે. ઘડો તે તેનું કાર્ય છે. વ્યાપક માટી તે કર્તા છે અને ઘડો તેનું કાર્ય છે. અત્યારે એટલું સિદ્ધ કરવું છે ને ? નહીંતર તો ઘડાની પર્યાય ષટકારકરૂપે પરિણમે છે. આકરી વાત બાપા. પણ અહીં સમજાવવું છે એને તો ૫૨થી ભિન્ન પાડીને એટલે આ રીતે કહ્યું છે બાકી માટી Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ સમયસાર સિદ્ધિ ભાગ-૪ છે એ ઘડાની પર્યાયને કરે, એ પર્યાયને પ્રવચનસારનું ભાઈ લીધું છે ને અશુદ્ધનય માટીનુંમાટીને શુદ્ધનય માટીને જેટલી પર્યાયો થાય તે અશુદ્ધ કહેવામાં આવે, વ્યવહારનય થયો ને એ તો. આહાહાહાહા ! એમ દ્રવ્ય છે એ આટલી વસ્તુ તે શુદ્ધ તેના પર્યાયના ભેદો પાડવા તે અશુદ્ધ છે. હવે નિર્મળ પર્યાયના ભેદ પાડો વ્યવહાર છે ને, એ વ્યવહાર છે ને મેચક, મેચક કહ્યું છે ને સોળમી ગાથા, મેચક મેલ એટલે કંઇ રાગ છે એને એમ, એમ કહ્યું'તું પણ એ ભેદ છે એ જ મેચક મેલ છે ભેદ કહે છે એમ કથન કરવાનો વ્યવહાર છે, આવે છે ને અર્થમાં કળશ ટીકામાં આવે છે. પરમાર્થે વ્યવહારે ભલે ઘડો કહે. કર્તા કુંભાર ને ઘડો કાર્ય કહેવામાં આવે પણ એ કાંઇ વસ્તુ નથી. આહાહા! પરમાર્થે જેમ ઘડા ને માટીને જ, ઘડાને માટીને જ, એ માટી વ્યાપક છે ઘડો તેનું વ્યાપ્ય, કાર્ય છે. માટી કર્તા છે અને ઘડો તેનું કાર્ય છે. આંહીં એટલું પરથી ભિન્ન પાડવું છે ને એટલું? આહા ! ઓહોહોહો ! ગંભીરતા સમયસારના એક-એક શ્લોક એક-એક ટીકા એય આ બાપુ કંઇક. આહાહા! (શ્રોતા પરમાર્થે એમ કેમ કહ્યું) હૈ. કીધું ને ઓલો વ્યવહારે કહેવાય છે. એ માટી એ ખોટું એમ કીધું ને કહી દીધું વાત આવી ગઈને વ્યવહારે કહેવાય. જ્યાં ઘડો કાર્ય ને કુંભાર કર્તા એ નહીં એ તો કથનમાત્ર છે આ તો પરમાર્થ છે, (શ્રોતા:- માટીએ કર્યો) હા. એ સાચી વાત કે માટીએ ઘડો કર્યો એ સત્ય છે. ઘડો કુંભારે કર્યો એ વાત અસત્ય છે. આહાહાહા ! આ રોટલી લોટે કરી એ બરાબર છે પણ રોટલી સ્ત્રીએ કરી, તાવડીએ કરી અગ્નિએ કરી એ અસત્ય છે. આ શરીરના પરિણામ જે આમ થાય છે એ શરીર એ પરમાણુંએ કર્યા, એ કર્તાકર્મ ખરું પણ એ પરિણામ જીવે કર્યા એવું વ્યવહારે કહેવામાં આવે એ કથન જૂઠું છે. આહાહાહાહા! ભાષાની પર્યાય જીવ બોલે છે એમ કહેવું એ તો કથનમાત્ર છે, પણ ભાષાની પર્યાય એનું કાર્ય તે ભાષાની વર્ગણા તે એનો કર્તા છે એ ભાષાની પર્યાય તેનું કાર્ય એ પરમાર્થ છે. આહાહા.....ટીકા કરી નથી હોં અમૃતચંદ્રાચાર્ય ! મેં ટીકા કરી નથી હો. હું તો સાક્ષી છું. હું તો જ્ઞાનસ્વરૂપમાં ગુમ છું, આવે છે ને ત્યાં. પ્રભુ ગુણ છે તે ટીકા કરવામાં કયાં જાય. આહાહાહા ! (શ્રોતા - જીવ એમાં વ્યાપે તો કરી શકે ) હૈં? વ્યાપે પણ, વ્યાપે જ નહીં ને પછી કરે શી રીતે? વ્યાપક તો દ્રવ્ય છે ને વ્યાપ્ય તો એની પર્યાય કાર્ય છે. એનાં વ્યાપકમાં બીજો વ્યાપક આવે કયાંથી ન્યાં. આહાહાહા ! પરમાર્થે જેમ ઘડાને અને માટીને, દ્રષ્ટાંતેય કેવું આપ્યું છે. હૈ? એ અમૃતચંદ્રાચાર્યે આપ્યું છે, આમ તો “મૂલ્સ , પરિણામે બોમ્યુમ્સ ય તહેવું પરિણામ [ રે મ નો નાદ્રિ સો વઢેિ નાની” પણ એ ન કરે એ એમાં દષ્ટાંત કહીને સિદ્ધ કર્યું. તેમ ઘડાને અને માટીને જ, માટીને જ, ઘટમૃતિકા યો ઇવ છે ને? ઘટમૃત્તિયોરિવા વ્યાયવ્યાપમાંવ સીવાયુતદ્રવ્યન સ્ત્ર સ્વતન્ત્રવ્યાપન સ્વયં હવે, એ કહે છે. તેમ પુલ પરિણામને, ઓલું કર્મનું પરિણામ આદિ બધું કહ્યું તું ને પુદ્ગલ પરિણામ રાગ આદિને પુદ્ગલના પરિણામ, શરીરને પુદ્ગલના પરિણામ તેમ પુદ્ગલપરિણામને અને પુદ્ગલને વ્યાપ્ય વ્યાપકભાવનો સદ્ભાવ હોવાથી કર્તાકર્મપણું છે. આહાહાહા! એ રાગ પુદ્ગલપરિણામ અને એનો પુદ્ગલકર્તા છે. ત્યારે એ નાખે કે-જાઓ ઉપાદાન Page #174 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૭૫ ૧૫૯ આત્માથી થાય છે નિમિત્તથી થતું નથી એ તમારું ખોટું પડે છે કહે છે, એ બીજી વાત છે બાપુ. એ વાત તો એવી છે એ વાત તો સિદ્ધ રાખીને છે. જે સમયે જે પરિણામ જે દ્રવ્યના થાય તે સમયે તે ષટકા૨કરૂપે પરિણમીને થાય. એ વાત સિદ્ધ રાખીને હવે ભિન્ન પાડવાની વાત છે. કે સ્વભાવની દૃષ્ટિ બતાવવી છે ને અહીંયા તો. ઓલી વાત તો કહી કે છ એ દ્રવ્યનો શેય છે તે દર્શનનો અધિકાર છે પ્રવચનસાર. છતાં તે તે શેયના તે સમયના તે સમયના તે જ પરિણામ ક્રમબદ્ધમાં થવાના તે થાય. ભલે નિમિત્ત હો પણ તે તે સમયના તે પરિણામ થાય તે વાતને રાખીને હવે અહીંયા એને પુદ્ગલ કર્તા ને રાગ આદિ પરિણામ તેનું કાર્ય બતાવવું છે. આંહીં સ્વભાવની દૃષ્ટિ સિદ્ધ કરવી છે. આહાહાહા ! ત્યાં તો શેયપણું જગતના પદાર્થો આવા છે એમ સિદ્ધ કર્યા છે. હૈં ! આહાહા ! હવે એ પદાર્થમાં પણ વાસ્તવિક સ્વરૂપ એનું જે છે ચૈતન્યનું એ વિજ્ઞાનધન છે. એ વિજ્ઞાનધન વ્યાપક ને વિજ્ઞાનધનની પર્યાય તેનું વ્યાપ્ય કાર્ય ખરું પણ રાગદ્વેષના પરિણામ, દયા-દાનના પરિણામ, અરે ભગવાનની ભક્તિના, સ્તુતિના પરિણામ તે પુદ્ગલ પરિણામને અને પુદ્ગલને જ વ્યાપ્ય-વ્યાપકનો સદ્ભાવ હોવાથી કર્તાકર્મપણું છે. એ પુદ્ગલપરિણામ જે રાગ ભક્તિ ભગવાનની સ્તુતિનો રાગ એ પુદ્ગલ પરિણામનો પુદ્ગલ કર્તા છે. પુદ્ગલ વ્યાપક થઇને એ વ્યાપ્ય થયું છે. આહાહાહાહા ! હૈં ! ( પુદ્ગલ યાને દ્રવ્યકર્મ ) દ્રવ્ય કર્મ જડ. આહાહા ! આ શ૨ી૨નું નોકર્મ એ બેય, બેય છે ને આંહીં તો બેયને પુદ્ગલ પરિણામ કીધાં છે ને ? આહાહા ! (શ્રોતાઃ- એ વિકાર બધાંય પુદ્ગલ પરિણામ જ છે) એ વિકા૨ પુદ્ગલ જ છે. અજીવ પુદ્ગલના પરિણામ અહીંયા તો ગણ્યા પણ આગળ પુદ્ગલ કહેશે. આમાં ને આમાં કહેશે આગળ. આહા ! સમજાણું ? આ કહેશે જીઓ જ્ઞાન ને પુદ્ગલને ઘટ–કુંભારની જેમ એને પુદ્ગલ કહી દીધા. આંહીં પરિણામ લીધા છે ત્યાં પછી એને પુદ્ગલ કહેશે. આહાહાહા ! પુદ્ગલદ્રવ્ય સ્વતંત્ર વ્યાપક હોવાથી ત્યાં રાગનો કર્તા જ્યાં કીધો ૬૨ ગાથા, પંચાસ્તિકાય. ત્યાં તો અસ્તિકાય સિદ્ધ કરવું છે ને ? તો કહે છે કે રાગના પરિણામ ને દ્વેષના પરિણામ વિકારી પરિણામ એ સ્વતંત્ર ષટ્કા૨કથી જીવની પર્યાયમાં થાય છે. કર્મય કર્તા નહીં ને એનો દ્રવ્યગુણેય કર્તા નહીં. આહાહાહા ! એ ચર્ચા થઇ'તી ને તે દિ' વ૨ણીજી હારે તે૨ની સાલ, બાવીસ વર્ષ થયા. આહાહા ! આકરું કામ એ વિકારી પરિણામ તેનો કર્તા કર્મેય નહીં ને તેનો કર્તા દ્રવ્ય-ગુણેય નહીં. આંહીં કહે છે કે વિકારી પરિણામનો કર્તા પુદ્ગલ. એ સ્વભાવની દૃષ્ટિ અહીંયા બતાવવી છે. ૫૨નું કર્તાકર્મપણું વિકા૨નું છૂટીને જ્ઞાન થયું એ સ્વરૂપ જે છે તે વિજ્ઞાનધન છે. એનું જ્ઞાન થયું ત્યાં એના પરિણામ વિકા૨ી એનું કાર્ય એ છે નહીં, એથી વિકારી પરિણામનું કર્તાપણું પુદ્ગલનું નાખી અને એ પુદ્ગલનું કાર્ય છે સ્વતંત્રપણે પુદ્ગલ કરે છે એમ કહે છે. આહાહા ! કર્તા એને કહીએ કે સ્વતંત્રપણે કરે, ત્યારે રાગ જે દયા દાનનો થાય વ્રતનો ભક્તિ ભગવાનની સ્તુતિનો, એય! એ રાગ પુદ્ગલ સ્વતંત્ર થઇને રાગના પરિણામને કરે છે. આહાહાહા !( શ્રોતાઃ- જીવ નથી કરતો એમ બતાવવું છે ) જીવ, કાંઇ જીવ સ્વભાવ નથી. એમ બતાવવું છે. આહાહા ! આવી વાત આકરી પડે માણસને, લોકોએ એય પછી વાદ વિવાદ, ઝઘડા ઉભા કરે. બાપુ જેમ છે એમ છે ભાઈ, આહાહાહા ! Page #175 -------------------------------------------------------------------------- ________________ સમયસાર સિદ્ધિ ભાગ-૪ આંહીં તો ભગવાનની સ્તુતિ છે તે રાગ છે અને રાગ તે પુદ્ગલ વ્યાપક થઇને, સ્વતંત્રપણે થઇને રાગને કરે છે. રાગ કરે છે. આહા ! કહો ચેતનજી આવું છે. ન્યાલ કરી નાખે એવું છે. શું કીધું ? પુદ્ગલદ્રવ્ય સ્વતંત્ર વ્યાપક હોવાથી શ૨ી૨ના પુદ્ગલોને કર્મના કર્મ બેય પુદ્ગલ સ્વતંત્ર વ્યાપક હોવાથી પુદ્ગલ પરિણામનો કર્તા છે. એટલે કે કર્મ સ્વતંત્ર પોતે રાગનો કર્તા છે. શ૨ી૨ની પર્યાયનો ૫૨માણું સ્વતંત્ર પર્યાયનો કર્તા છે. આ તો ધીરા થઇને વિચારે બેસે તો બેસે એવું છે. બાપા આ કોઇ વિદ્વતાની ચીજ નથી આ. આહાહા ! એ પુદ્ગલપરિણામ સ્વતંત્ર વ્યાપક હોવાથી પુદ્ગલ, પુદ્ગલ પરિણામનો કર્તા છે, એટલે કે દયા, દાન, વ્રતના પરિણામનો પુદ્ગલ સ્વતંત્ર થઇને તે પરિણામને કરે છે. ૫૨માર્ચે અસ્તિનું તત્ત્વ છે ને એ, આહાહાહાહા ! ( શ્રોતા:- અશુદ્ધ નિશ્ચયનય ) અશુદ્ધ નિશ્ચયનય છે પણ એ એનો વ્યવહા૨ છે. તેથી વ્યવહા૨નો કર્તા કર્મ છે, ૫૨માર્થે આત્મા નહીં. આહાહા ! આંહીં તો જગતનો સાક્ષી સિદ્ધ કરવો છે ને હવે તો, હૈં ! જ્ઞાતાદ્રષ્ટા છે એ એના રાગના પરિણામનો એ કર્તા નથી ત્યારે એ પુદ્ગલ સ્વતંત્ર થઇને દ્રવ્ય પોતે સ્વતંત્ર થઇને રાગને કરે એવું નથી. દ્રવ્ય સ્વતંત્ર થઇને તો નિર્મળ પરિણામને કરે એટલો ભેદ કહેવાય, એ વ્યવહાર. બાકી દ્રવ્ય પરિણામને નિર્મળને કરે એય કયાં છે? પર્યાય પર્યાયને કરે. ગજબ વાતું છે બાપા. આહાહા ! સ્વતંત્ર વ્યાપક હોવાથી કર્તા અને પુદ્ગલ-પરિણામ તે વ્યાપક વડે, એ પુદ્ગલકર્મ નામ વ્યાપક વડે રાગ ને દયા, દાનના ભક્તિના સ્તુતિના પ્રભુના પરિણામ, એ પરિણામ તે વ્યાપક વડે સ્વયં વ્યપાતું હોવાથી એ કર્મનું વ્યાપક વડે સ્વયં વ્યપાતું હોવાથી વ્યાપ્યરૂપ થતું હોવાથી કર્મ છે. આહાહા.....! વિશેષ કહેશે. ( શ્રોતા:- પ્રમાણ વચન ગુરુદેવ.) ૧૬૦ પ્રવચન નં. ૧૬૦ ગાથા-૭૫ તા. ૦૪/૦૧/૭૯ ગુરુવાર પોષ સુદ-૬ અહીંથી પુદ્ગલ દ્રવ્ય સ્વતંત્ર વ્યાપક હોવાથી, છે ને શું કહે છે, કર્મ અને નોકર્મ જે પુદ્ગલ છે એ સ્વતંત્રપણે વ્યાપક કર્તા હોવાથી, સ્વતંત્રપણે વ્યાપક એટલે કર્તા હોવાથી પુદ્ગલ પરિણામનો કર્તા છે. એ રાગઆદિનો કર્તા પુદ્ગલ છે. આહાહા ! અહીંયા તો એ સિદ્ધ કરવું છે કે નહીંતર તો રાગાદિ છે એ આત્માની પર્યાયમાં આત્માની પર્યાયથી ષટ્કા૨કના પરિણમનથી થાય છે. એ તો એની પર્યાયનું સિદ્ધ કરવું હોય ત્યારે અને એના ક્ષણે એ થવાનું છે એમ જ્યારે સિદ્ધ કરવું છે ત્યારે, પણ તે વિકાર એના ક્ષણે આત્માની પર્યાયમાં આત્મામાં થાય છે એટલું સિદ્ધ કરીને હવે, આત્મા જ્ઞાતાદ્રષ્ટા સ્વભાવ છે એ વિતરાગ સ્વરૂપ છે, એ વિતરાગસ્વરૂપનું વ્યાપકપણું થઇને વ્યાપ્ય એ રાગ એ એનું કાર્ય ન હોય, સમજાણું કાંઇ ! એ બે વાત કીધી એ રાખીને વાત છે. પણ અહીંયા હવે આત્મા વીતરાગ સ્વરૂપ છે જિન સ્વરૂપ છે એટલે જ્ઞાતાદ્રષ્ટા સ્વભાવ સ્વરૂપ છે તેનું વ્યાપક એટલે પ્રસરીને વ્યાપ્ય જે થાય એ વિકાર ન થાય. એ જ્ઞાતાદ્રષ્ટા સ્વભાવ એ કર્તા થઇને અથવા વ્યાપક થઇને કાર્ય થાય એ જાણવા દેખવાના અને આનંદના પરિણામ એના કાર્ય થાય. સમજાણું કાંઇ! આહાહા ! આવી વાત છે. એથી અહીંયા કહે છે કે વિકા૨ી Page #176 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૭૫ ૧૬૧ પરિણામ જે થાય અને શરીરની આ પર્યાય થાય એ પુદ્ગલ પરિણામને પુગલદ્રવ્ય સ્વતંત્ર વ્યાપક હોવાથી પુલ પરિણામનો કર્તા છે. કર્તા સ્વતંત્રપણે કરે છે એમ કહે છે. કર્મ પોતે સ્વતંત્ર થઇને વિકારના પરિણામનો કર્તા થાય છે. આહાહા! અહીંયા સ્વભાવ એનો જે આત્માનો એ તો જિનસ્વરૂપી વીતરાગ સ્વરૂપી પ્રભુ છે. વિતરાગ-સ્વરૂપી પ્રભુના તો પરિણામ વીતરાગી થાય. આહાહા ! એમ સ્વભાવની દ્રષ્ટિ રાખીને જે સ્વભાવ વીતરાગપણે પરિણમે એ સ્વભાવ રાગપણે ન પરિણમે એમ સિદ્ધ કરવું છે. આહાહા ! તેથી તે પર્યાયદ્રષ્ટિમાં જે રાગાદિ થાય છે, એ સ્વતંત્રપણે પુગલના નિમિત્તના સંબંધે થાય છે માટે તે પુદ્ગલકર્મ તે કર્તા વ્યાપક અને વિકારી પરિણામ તેનું કાર્ય એટલે વ્યાપ્ય. આવું છે. કેટલા પ્રકાર! અપેક્ષા ન સમજાય અને ઉપાદાનની જ્યાં વાત આવે તો આત્મા અશુદ્ધ ઉપાદાનપણે એટલે વ્યવહારપણે પર્યાયપણે વિકારપણે પરિણમે છે. પોતે, કર્મ તો નિમિત્ત માત્ર છે, કર્મને તો એ વિકાર થતાં કર્મને તો એ વિકાર અડતોય નથી તેમ કર્મનો ઉદય જે છે એ રાગને અડતોય નથી. આહાહા ! ત્યારે તે રાગના પરિણામ એની પર્યાયમાં સ્વતંત્ર ષકારકના પરિણમનથી થાય એમ એની પર્યાય એનાથી છે એમ સિદ્ધ કરવું છે. પણ અહીંયા તો સ્વભાવ એનો એ નથી. આહાહા ! સ્વભાવ જે આત્મા છે એ તો જિનસ્વરૂપી વીતરાગસ્વરૂપી. જિનસ્વરૂપી પ્રભુ તેના પરિણામ સમ્યગ્દર્શનના પણ વીતરાગી પર્યાય થાય કોઈ કહે છે ને કે સમ્યગ્દર્શન સરાગી હોય એ વસ્તુ બીજી અપેક્ષાએ. વીતરાગ જિનસ્વરૂપી પ્રભુ વીતરાગ સ્વરૂપીની પર્યાય વીતરાગ થાય તો સમ્યગ્દર્શન પણ વીતરાગી પર્યાય છે અને આગળ જતાં ચારિત્ર થાય એ પણ વીતરાગી પર્યાય છે. આહાહા ! એ વીતરાગ સ્વભાવનું કાર્ય વીતરાગસ્વભાવ વ્યાપક અને વ્યાપ્ય અવિકારી પર્યાય એટલો ભેદ પાડીને કથન કરવું એ પણ ઉપચારથી છે. આહાહાહા એ અવિકારી પરિણામ તેનો કર્તા ને કર્મ પરિણામમાં છે પણ આત્મા એનો વ્યાપક એટલે એ પ્રસરીને થાય છે એ પણ એક ભેદનયનું કથન છે. વિકારી પરિણામનો કર્તા આત્મા ને વિકારી પરિણામ કાર્ય એ પણ ઉપચારથી કથન છે. આહાહાહા ! એમ દ્રવ્યકર્મનો પરનો કર્તા તો ઉપચારથી પણ નથી. તેમ કર્મ અને શરીર કે આત્માના વિકારી પરિણામનો ઉપચારથી પણ કર્તા નથી. આહાહા ! પણ અહીંયા સ્વભાવની દ્રષ્ટિથી કથન કરવું છે, તો ભગવાન આત્માના અનંત ગુણો છે, એમાં કોઈ ગુણ વિકારપણે પરિણમે એવો કોઇ ગુણ નથી. તેથી એ સ્વભાવી વસ્તુ સ્વભાવના પરિણામપણે પરિણમે અને એનું એ કાર્ય વ્યાપ્ય છે એમ કહેવાય. પણ વિકારી પરિણામનું કાર્ય આત્માનું છે સ્વભાવ દ્રષ્ટિએ એમ નહીં. આહાહાહા ! હવે આટલી બધી અપેક્ષાઓ રાખીને સમજવું.. અહીં પુદ્ગલદ્રવ્ય સ્વતંત્રપણે વ્યાપક એટલે કર્તા થઇને સ્વતંત્ર એ કર્તા છે કર્મ સ્વતંત્રપણે કર્તા થઇને પુદ્ગલ પરિણામનો એટલે કે રાગદ્વેષ, પુણ્ય-પાપના ભાવનો કર્તા છે આ દ્રષ્ટિએ. આહાહા! સમજાણું કાંઇ ! અને પુદ્ગલપરિણામ તે વ્યાપક વડે તે રાગ ને દ્વેષ ને પુણ્ય-પાપના ભાવ એ પુદ્ગલ પરિણામને તે વ્યાપક વડે એટલે કર્મના વ્યાપક વડે સ્વયં વ્યપાતું સ્વયં થતું સ્વયં કાર્ય થતું હોવાથી તે-તે પુદ્ગલ પરિણામનું પુદ્ગલ પરિણામ તે પુદ્ગલનું કાર્ય છે. Page #177 -------------------------------------------------------------------------- ________________ ૧૬૨ સમયસાર સિદ્ધિ ભાગ-૪ આહાહા ! (શ્રોતા:- વિકાર તે પુદ્ગલનું કાર્ય) આવી વાત છે. કઈ અપેક્ષાએ કથન છે, એ જાણે નહીં એક જ પકડે કે બસ કર્મથી વિકાર થાય કર્મથી વિકાર થાય ભાઇ પરદ્રવ્યથી થાય એ ત્રણ કાળમાં ન હોય, પર્યાય તો સ્વતંત્ર તે સમયની પોતાથી થાય છે પણ તે ગુણ ને સ્વભાવ નથી તેથી ગુણ અને સ્વભાવની જ્યાં દ્રષ્ટિ થઈ ત્યારે તે વિકારના પરિણામનું કાર્ય તે સ્વભાવ નથી. ત્યારે તેનું કાર્ય પણ કર્તાકર્મ છે એમ કહીને ભિન્ન જુદુ પાડી દીધું પરથી એને જુદો પાડી દીધો. જ્ઞાતા છે ને પરિણમન તરીકે ભલે કર્તા કહો પણ કર્તાપણે કરવા લાયક છે એવી બુદ્ધિપણે કર્તા નથી. આહાહા ! કેટલી અપેક્ષા. ૪૭ નયમાં એમ કહ્યું કે પરિણમનની અપેક્ષાએ તો જ્ઞાની કર્તા છે એનો અધિષ્ઠાતા છે. કઈ અપેક્ષાએ ? આ પ્રવચનસાર નય અધિકાર, એ જ્ઞાન-પરિણમન એનું છે એટલું બતાવવા કર્તા તે પરિણમે તે કર્તા છે એમ કહ્યું પણ અહીંયા તો સ્વભાવની દ્રષ્ટિમાં પરિણમન એ સ્વભાવનું હોય છે એનું પરિણમન વિકૃત છે એ કર્મનું કાર્ય છે એમ કહીને એને સ્વભાવના પરિણમનથી જુદું પાડી દીધું. કહો દેવીલાલજી! આવું હવે આટલું બધું યાદ રાખવું. ઓલી વાત ભાઇએ કીધી ઓલા છોકરાઓની વાત છે ને, એ કહે ધામણવાળાને એને ખબર છે બધાને અને માનતા નથી કહે છે, એવું લાગે છે એ લોકો કહે છે પણ એ લોકો માનતા નથી. ભાઈ કહેતા'તા હિંમતભાઈ કહે છે ધામણવાળા તે નહીં, આ વસ્તુને કાંઈ મેળ ખાવો જોઇએ ને એમનેમ કહે કથન પદ્ધતિનો અર્થ શું? અહીંયા તો ભગવાન એમ કહે શુદ્ધ નિશ્ચયસ્વભાવની દ્રષ્ટિએ કે જે ભગવાન આત્માનો સ્વભાવ તો વીતરાગ છે ને, અકષાય સ્વભાવ છે ને, શુદ્ધસ્વભાવ દરેક ગુણ શુદ્ધ છે ને, એ શુદ્ધ વ્યાપક થઇને વિકારી પર્યાય વ્યાપ્ય થાય એ છે નહીં. એટલું સિદ્ધ કરવા એ વિકારી પરિણામનું વ્યાપક કર્મ છે અને વિકારી પરિણામ તેનું વ્યાપ્ય નામ કાર્ય છે. આવું છે હવે કયાં હજી તો એને પુદ્ગલ કહી દેશે મુગલપરિણામને પુદ્ગલ કહેશે ચૈતન્યના નહીં. પુદ્ગલને અને આત્માને શેયજ્ઞાયક છેલ્લું છે એ પુદ્ગલ જ છે કહે છે, જીવ દ્રવ્ય નહીં. આહાહાહા ! ભગવાનની ભક્તિ અને સ્તુતિનો રાગ છે એનો કર્તા કહે છે કે કર્મ છે એમ અહીંયા કહે છે. આહાહા!હૈં!( શ્રોતા- એનો કર્તા જ્ઞાની કેમ હોઇ શકે ?) જ્ઞાનસ્વરૂપમાં કયાં પણ વિકારનું પરિણમવું થાતું હશે. એના અનંતાઅનંતા ગુણો છે કોઈ ગુણ વિકારપણે પરિણમે એવો કોઈ ગુણ નથી એટલે પર્યાયમાં થાય છે માટે પરના લક્ષે થયેલું તેથી તે વ્યાપક અને તે તેનું વ્યાપ્ય. આહાહાહા! ભગવાન આત્મા નિર્મળ અનંતગુણ વ્યાપક એટલે કર્તા અને વિકારી પર્યાય વ્યાપ્ય એટલે કાર્ય એ બંધ બેસતું નથી. કહો ચેતનજી! આવી બધી અપેક્ષાઓ અને આ બધું (શ્રોતા:- ગુગમથી જણાયું એવું છે ) ગંભીર વસ્તુ વાત સાચી છે. આહાહા ! સ્વયં વ્યપાતું એટલે સ્વયં થતું સ્વયં કાર્ય થતું કર્મને લઇને પુણ્ય-પાપના ભાવ ભક્તિઆદિના ભાવ, ભગવાનની સ્તુતિ આદિના ભાવ એ કર્મ વ્યાપક થઇને વ્યપાતું એટલે થતું કાર્ય હોવાથી તે પુદ્ગલનું કાર્ય છે. કહો ચીમનભાઈ ! આવી ગંભીર વસ્તુ છે બાપુ. આહાહાહા ! તેથી પુદ્ગલદ્રવ્ય વડે કર્તા થઇને જોયું? પુદ્ગલકર્મ વડે કર્તા થઇને એ કર્મપણે કરવામાં Page #178 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૭૫ ૧૬૩ આવતું જે સમસ્ત કર્મ અને નોકર્મરૂપ પુદ્ગલ પરિણામ જોયું એ કર્મના પરિણામ અને નોકર્મના પરિણામ શરીરાદિના ભાષા આદિના પુદ્ગલ પરિણામ તેને જે આત્મા પુદ્ગલ પરિણામને અને આત્માને ઘટ-કુંભારની જેમ. આહાહાહા ! દાખલો જીઓ પુદ્ગલ પરિણામને અને આત્માને તે રાગના અને દ્વેષના પરિણામને અને આત્માને ઘટ અને કુંભા૨ની જેમ કુંભા૨ વ્યાપક અને ઘટ એનું વ્યાપ્ય નથી. આહાહાહાહા ! હવે આ ઘડો નથી કરાતો કહે છે કુંભા૨થી નથી થતો માટીથી થાય છે બાપુ. ૫૨દ્રવ્યને શું સંબંધ છે. ૫દ્રવ્ય નિમિત્તમાત્ર હો પણ એથી કરીને કાર્ય એનું એ કેમ કરે ! ઘટ અને કુંભા૨ની જેમ એટલે રાગ-દ્વેષના પરિણામ અને આત્માને ઘટ અને કુંભા૨ની જેમ વ્યાપ્ય-વ્યાપકભાવના અભાવને લીધે, કેટલી ટીકા ઓહોહોહો....... ગંભીર શું કહ્યું કે દયા, દાન, વ્રત આદિના કે ભગવાનની સ્તુતિના જે પરિણામ છે તે પરિણામને અને આત્માને તે પરિણામને અને આત્માને ઘટ અને કુંભારની જેમ ઘટ વ્યાપ્ય અને કુંભાર વ્યાપક એમ નથી. તેથી તે પરિણામ વ્યાપ્ય ને આત્મા વ્યાપક તેમ નથી. ઘટ કુંભારની જેમ વ્યાપ્યવ્યાપકભાવના અભાવને લીધે. કુંભાર વ્યાપક થઇને પ્રસરીને ઘટનું કાર્ય કરે એવો અભાવ છે એમ આત્મા વ્યાપક થઇને પ્રસરીને વિકા૨ના પરિણામ કરે એમ એનો અભાવ છે. બહુ આવી વાતું છે. ( શ્રોતાઃ– જ્ઞાનીની વાત છે) સ્વભાવની વાત કીધી છે. વસ્તુ-સ્વભાવ છે ને તેની દ્રષ્ટિ થઇ છે સ્વભાવ છે એની દ્રષ્ટિ થઇ એ સ્વભાવનું પરિણમન તો વિકારી પરિણમન ન હોય એ અહીંયા વાત લેવી છે. આગળ તો લેશે હજુ મિથ્યાત્વ અને અવ્રત ને પ્રમાદ પરિણામ જીવના છે અને એક જડના છે બેય જુદા છે એમ આવશે ૮૭ ગાથા. પણ અહીંયા તો વસ્તુનો સ્વભાવ ચૈતન્યમૂર્તિ ભગવાન રાગના પરિણામથી ભિન્ન પ્રભુનો સ્વભાવ એવું જ્યાં અંતરજ્ઞાન થયું તે જ્ઞાનીને રાગ તેનું વ્યાપ્ય અને આત્મા તેનો વ્યાપક નથી. કોની પેઠે ઘટ અને કુંભારની પેઠે. કુંભાર વ્યાપક અને ઘટ એનું વ્યાપ્ય કાર્ય નથી, તેમ આત્મા વ્યાપક સ્વભાવ અને વિકારી પરિણામ વ્યાપ્ય ઘટ કુંભારની જેમ નથી. આહાહાહા ! કેટલું યાદ રાખવું. એ મહાપ્રભુ છે ચૈતન્યસ્વભાવ જેનો છે. પર્યાયનો અંશ છે વિકૃત એ વસ્તુ જાદી ભિન્ન કરી નાખી. ભગવાન આત્મા ઘટ અને કુંભા૨ની જેમ એટલે કુંભાર કર્તા અને ઘટ કર્મ, કુંભાર વ્યાપક અને ઘટ વ્યાપ્ય નથી તેમ આત્મા વ્યાપક અને વિકારી પરિણામ વ્યાપ્ય એમ નથી. આહાહાહા ! આવો મારગ વસ્તુનું સ્વરૂપ આવું છે. ઘટ કુંભારની જેમ વ્યાપ્યવ્યાપક ભાવના અભાવને લીધે કર્તાકર્મપણાની અસિદ્ધિ હોવાથી, ઘટનો કર્તા કુંભાર એની અસિદ્ધિ હોવાથી એમ વિકારી પરિણામનો કર્તા આત્મા એ અસિદ્ધિ હોવાથી ૫૨માર્થે ક૨તો નથી. ઘટને જેમ કુંભાર ૫રમાર્થે કરતો નથી એમ વિકારી પરિણામને આત્મા સ્વભાવથી ૫૨માર્થે કરતો નથી. ભાષા તો સાદી પણ બાપુ ભાવ તો જે છે એ છે. ભાવ શું થાય. આહાહાહા ! પરંતુ માત્ર પુદ્ગલ પરિણામના જ્ઞાનને એટલે કે રાગાદિ, ભક્તિ આદિ સ્તુતિઆદિનો વિકલ્પ થાય પણ તેના જ્ઞાનને, પુદ્ગલ પરિણામના જ્ઞાનને એ પણ નિમિત્તથી કથન છે. જે પરિણામ થયા તેના જ્ઞાનને તેનું જાણવું તેના તે સમયે જ્ઞાનની પર્યાય ષટ્કારકરૂપે પરિણમતી Page #179 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪ સમયસાર સિદ્ધિ ભાગ-૪ જ્ઞાનની પર્યાય ઉભી થાય છે. આહાહાહા ! તે પરિણામના જ્ઞાનને આમાં પરિણામના જ્ઞાનને ભાષા આમ છે પણ ખરેખર તો તે જ્ઞાનની પર્યાય પોતાથી ષટ્કા૨કરૂપે પરિણમે છે જેને રાગના પરિણામનું જ્ઞાન એવી પણ એને અપેક્ષા નથી ભાઇ. પણ અહીંયા એને સમજાવવું છે જરી એટલે કે પુદ્ગલ પરિણામના જ્ઞાનને એટલે કે જે કંઇ દયા, દાન, ભક્તિ, સ્તુતિનો વિકલ્પ થયો તે કાળે અહીંયા જ્ઞાન પોતે સ્વપ૨પ્રકાશકમાં પોતાપણે પોતાથી પરિણમે છે તેને અહીંયા રાગના પરિણામના જ્ઞાનને, રાગના ભાવના જ્ઞાનને, જ્ઞાનના પરિણામને કરતો આત્મા. આહાહાહા ! છે ? રાગના પરિણામના જ્ઞાનને કર્મપણે ક૨તો એ પણ ઉપચારથી છે ભાઈ એમાં આ કળશ છે ને કળશ ઓગણપચાસમાં ભાઈએ નાખ્યું છે કળશ ટીકામાં. જ્ઞાનની પર્યાયનો કર્તા આત્મા, કર્મ એ પણ ઉપચારથી ભેદ છે ને, એમાં છે ભાઈ કળશ ટીકામાં છે. ૫૨નો તો ઉપચારથીય કર્તા નથી, રાગનો આત્મા ઉપચારથી પણ કર્તા નથી સ્વભાવ દ્રષ્ટિએ, પણ રાગનું જે જ્ઞાન કહેવામાં આવે છે એ પણ અપેક્ષિત સમજાવવા માટે એ વખતે જ્ઞાનની પર્યાય સ્વપ૨પ્રકાશકપણે સ્વતઃ પરિણમનનો સ્વભાવ છે તેથી ષટ્કા૨કપણે તે જ્ઞાન પરિણામ પરિણમે છે. તે જ્ઞાન પરિણામને પુદ્ગલના પરિણામના જ્ઞાનને એમ કીધું. સમજાણું કાંઇ ! બહુ ગંભીર વસ્તુ છે બાપુ. આહાહા ! એ પુદ્ગલ પરિણામના જ્ઞાનને આત્માના કર્મપણે, એ આત્મા તે જ્ઞાનના કાર્યપણે પરિણમે છે એ જ્ઞાનનું કાર્ય તે પણે પરિણમે છે રાગનું કાર્ય તે પણે પરિણમતું નથી. આહાહાહા ! સમજાય છે. ભાષા તો બહુ સાદી પણ ભાવ તો જે છે તે છે ભાઈ. આહાહા ! અહીંયા તો પ્રભુની પ્રભુતાનું વર્ણન છે. પામરતા જે દેખાય છે એ પ્રભુતાનું કાર્ય નહીં એમ બતાવવું છે. આહાહાહા ! પ્રભુ પ્રભુત્વગુણે ભરેલો ભગવાન અનંતાગુણના પ્રભુત્વથી ભરેલો પ્રભુ એ પોતે રાગના પરિણામને વ્યાપકપણે કર્તા થઇને કરે એ કેમ બને ! કેમકે ( રાગ ) એના કોઇ દ્રવ્યમાં નથી એના ગુણમાં નથી. આહાહાહા ! સમજાણું કાંઇ ? આહાહા ! એ પુદ્ગલ પરિણામના જ્ઞાનને, ભાષા ખરેખર તો એ જ્ઞાન જે છે એ પુદ્ગલ પરિણામનું જ્ઞાન છે એ કહેવું એ વ્યવહાર છે. એ જ્ઞાનનો પર્યાય તે કાળે ષટ્કા૨કપણે સ્વતંત્ર સમયનો પરિણમે છે જેને ૫૨ની અપેક્ષા તો નથી પણ દ્રવ્યગુણની અપેક્ષા નથી. એય ! આહાહાહા ! અરે આવું તત્ત્વ અને લોકો કંઇક કંઇક દ્રષ્ટિએ વીંખી–પીખીં નાખે છે પોતાની દ્રષ્ટિએ એને. આહાહાહા ! એ કળશમાં લીધુ છે હોં આમાં પછીનો કળશ આવશેને ઓગણપચાસ એમ કે પોતાના જ્ઞાનના પરિણામને કરે એ પણ ઉપચારથી છે ભેદ થયો ને એટલો, પરિણામ પરિણામને ક૨ે તે યથાર્થ છે શું કીધું એ ! રાગનું જ્ઞાન એ તો નિમિત્તથી કથન છે એ શાનના પરિણામને આત્મા કરે એ પણ ઉપચાર ભેદથી, બાકી જ્ઞાનના પરિણામને પરિણામ ષટ્કારરૂપે પોતે પર્યાય કરે છે એ નિશ્ચય છે. આહાહાહા ! કહો પંડિતજી સમજાય છે ? વાત આવી ભાષા તો સાદી છે ભગવાન તારી મહત્તાની વાતું છે. આહાહા ! એ તો પ્રભુત્વગુણથી ભરેલો ભગવાન એ પામર રાગના પરિણામમાં કેમ વ્યાપે. એ રાગના પરિણામનું જ્ઞાન તે આત્માનું કાર્ય એ પણ ભેદથી કથન છે, પરિણામ પરિણામનું કર્તા. તે કાર્ય પરિણામ કારણ અને પરિણામ કાર્ય એના એ પરિણામ કર્તા કહો, કા૨ણ કહો, કાર્ય કહો, Page #180 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૭૫ ૧૬૫ કર્મ કહો. આહાહાહા ! ( શ્રોતાઃ- તો જ સ્વતંત્રતા રહેને ) સ્વતંત્ર જ છે એક સમયનો પર્યાય સત છે તેને હેતુ ન હોય. છે એને હેતુ શો છે. એ પોતાથી જ છે અને ૫૨થી છે એમ કહેવું ? એ રાગ થયો એનું જે જ્ઞાન થયું એમ કહેવું એ વ્યવહા૨ છે અને એ જ્ઞાનના પરિણામને આત્મા કરે છે એમ કહેવું એ વ્યવહાર છે. આહાહાહા !( શ્રોતાઃ- રાગનું જ્ઞાન કહેવું એ વ્યવહા૨ છે ) અને આ જ્ઞાનના પરિણામને આત્મા કરે છે એ પણ વ્યવહાર છે. પરિણામ પરિણામને કરે છે રાગની અપેક્ષા વિના દ્રવ્ય ગુણની અપેક્ષા વિના. આહાહાહા ! તેથી કળશકારે લીધું છે એનો કળશ છે ને ૪૯ વ્યાપ્યવ્યાપક છે ને દ્રવ્યપરિણામી પોતાના પરિણામનો કર્તા હોય છે. વ્યાપ્ય અર્થાત્ તે પરિણામ દ્રવ્યે કર્તા એમાં એક સત્વમાં આવો ભેદ કરવામાં આવે તો થાય છે ન કરવામાં આવે તો નથી થતો. જીવ સત્વથી પુદ્ગલદ્રવ્યનું સત્વ ભિન્ન છે તેથી વ્યાપ્ય-વ્યાપકતા નથી. ભાવાર્થ આમ છે કે જેમ ઉપચારમાત્રથી દ્રવ્ય પોતાના પરિણામનો કર્તા છે. રાગનો કર્તા તો નહીં પણ રાગ સંબંધીનું જ્ઞાન કહેવું એ નિમિત્તથી છે અને એ જ્ઞાનના પરિણામનો આત્મા કર્તા કહેવો એ પણ ઉપચારથી છે. કારણકે પરિણમન પર્યાય ષટ્કા૨કથી સ્વતંત્ર પરિણમે છે. સ્વતંત્રપણે પરિણમે કર્તા થઇને એને બીજો કોઇ કારણ હોઇ શકે નહીં. આહાહાહાહા ! સમજાય છે કાંઇ ? ઝીણું છે બહુ. (શ્રોતા:- દ્રવ્ય ને ગુણ હેતુ નહીં ) નહીં. એ કીધું ને કીધું ને ઉપચારમાત્રથી જીવ પોતાના પરિણામનો જ્ઞાનના પરિણામનો માત્ર ઉપચારથી છે. તે જ પરિણામનો જ્ઞાનના પરિણામનો માત્ર ઉપચારથી છે તે જ પરિણામ દ્રવ્યથી કરાયેલું છે, એમ અન્ય દ્રવ્યનો કર્તા અન્ય દ્રવ્ય ઉપચારમાત્રથી પણ નથી. એમ રાગના પરિણામનું અહીં જ્ઞાન થયું એ તો જ્ઞાનનું જ્ઞાન છે રાગના પરિણામનું નથી. છતાં એને સમજાવવું છે એટલે કે રાગ થયો ભગવાનની સ્તુતિઆદિનો, તે રાગનું અહીં જ્ઞાન થયું એ નિમિત્તથી કથન છે. બાકી જ્ઞાન-જ્ઞાનથી થયું છે એ રાગથી નથી, દ્રવ્યગુણથી નથી. આહાહાહા ! એવા જ્ઞાનપરિણામનો સ્વતંત્રપણે ષટકારકરૂપે પર્યાય પરિણમે છે એને દ્રવ્ય એનો કર્તા કહેવો. દ્રવ્ય સ્વભાવ કર્તા કહેવો એ પણ ઉપચાર અને વ્યવહાર છે. સમજાય એવું છે હોં ઝીણું છે એટલે ન સમજાય એવું નથી. જુદુ પાડીને લખે છે ને, પરંતુ પુદ્ગલ પરિણામના જ્ઞાનને ભાષા છે! ખરેખર તો એ પરિણામ જ્ઞાન-આત્માનાય નથી. પરિણામ પરિણામના છે. પણ આંહીં સમજાવવું છે એટલે શી રીતે સમજાવવું એને રાગનો કર્તા નથી એમ સમજાવવું છે ત્યારે શું શેનો કર્તા છે? રાગ સંબંધીનું જે જ્ઞાન પોતાથી પોતામાં થયું તેનો તે કર્તા કહેવામાં આવે છે તે પણ ભેદથી. ગજબ વાત છે. આવી વાત સર્વજ્ઞ સિવાય અને વીતરાગી સંતો સિવાય કયાંય હોઇ શકે નહીં. આહા ! પુદ્ગલ પરિણામના જ્ઞાનને આત્માના કર્મપણે કર્તા એવા પોતાના આત્માને જાણે છે. જોયું, પછી ઓલા રાગને જાણે છે એમય નહીં. રાગના પરિણામને આત્મા કરતો પરિણામને જાણે છે રાગને જાણે છે એમ નહીં. વ્યવહા૨ જાણેલો પ્રયોજનવાન આવે છે ને એ આંહીં ઉડાડી દીધું છે. આ તો બાપા એક એક અક્ષ૨ સર્વજ્ઞની વાતો છે. સર્વજ્ઞના કેડાયતો સંતોની વાતું છે બાપા આ કંઇ કથા નથી, વાર્તા નથી. એવા પોતાના આત્માને જાણે છે જોયું! એ ઓલા પરિણામને જાણે છે એમ કહ્યું રાગને જાણે છે એમ નહીં. વ્યવહા૨ત્નત્રયનો વિકલ્પ ઉઠયો તેનું Page #181 -------------------------------------------------------------------------- ________________ ૧૬૬ સમયસાર સિદ્ધિ ભાગ-૪ અહીંયા જ્ઞાતાપણે જ્ઞાન કરે છે પર્યાયમાં તે પણ વ્યવહાર છે અને તે પરિણામ પોતાના આત્માને જાણે છે એ પરિણામ પોતાના છે રાગના નહીં. રાગથી થયા નથી એ રાગને જાણતો નથી. એ પરિણામને જાણે છે. આહાહાહા ! સમજાણું કાંઇ! એવા પોતાના આત્માને જાણે છે ઇ પર્યાયને જાણે છે, એમ આત્માને જાણે છે એમ નહીં કે રાગને જાણે છે એ આત્મા કર્મનો કર્મથી અત્યંત ભિન્ન રાગ અને શરીરના પરિણામથી અત્યંત ભિન્ન જ્ઞાનસ્વરૂપ થયો થકો-જ્ઞાન સ્વરૂપ થયો થકો, જાણવાના સ્વભાવપણે થયો થકો જ્ઞાની છે. આહાહાહા ! આ એની મેળે વાંચે તો કાંઈ બરાબર બેસે એવું નથી. કયાંયનું કયાંય ખતવી નાખે એવી વાત છે. (શ્રોતા:- જ્ઞાન પરિણામને જાણે છે જ્ઞાની ?) એ ! ઈ જ્ઞાન-પરિણામને જાણે આત્માને જાણે છે એ આત્માના પરિણામ છે માટે આત્માને જાણે છે એમ. અહીં તો રાગને જાણતો નથી એમ બતાવવા આત્મા પોતાના પરિણામને આત્મા જાણે છે તે આત્મા આત્માને જાણે છે એમ કીધું-પરિણામ થયા ને એના પોતાના આત્માને જાણે છે. કેમકે તે જ્ઞાનના પરિણામ સ્વજોયને જાણે છે અને પર શેયનેય જાણે છે એમ ન કહેતા એ પરિણામ સ્વઘેયને જાણે છે અને પરિણામ પરિણામને જાણે છે તેથી આત્માને જાણે છે એમ કીધું. શું કહ્યું છે! તે પરિણામ સ્વર્શયને જાણે છે અને તે પરિણામ પરિણામને જાણે છે તેથી આત્માને જાણે છે એમ કહેવામાં આવ્યું છે. આહાહાહા ! આકરું છે. ગાથા જ અલૌકિક છે. આહા ! હિંદીમાં સમજમાં આવે છે કે નહીં. હિન્દી ભાઇને આપો જરી (પુસ્તક).અત્યંત ભિન્ન જ્ઞાનસ્વરૂપ થયો થકો જ્ઞાની છે. આહાહાહા ! રાગથી ભિન્ન પણ રાગનું જે જ્ઞાન પરિણામ થયું એ પોતાથી થયું છે. એવો જ્ઞાની થયો થકો આત્મા તે જ્ઞાની છે. આહાહાહા ! સમજાણું કાંઇ? ટીકા ઘણી ગંભીર છે. ઘણી ગંભીર છે બહુ ઉંડુ. ઓહોહોહો ! પુલ પરિણામનું જ્ઞાન, ભાષા આવે છે આત્માનું કર્મ કઇ રીતે છે એ રાગનું થયું એ જ્ઞાન, છે તો જ્ઞાનનું જ્ઞાન પણ અહીંયા નિમિત્તે સમજાવવું છે ને. પુદગલ પરિણામનું જ્ઞાન એટલે કે દયા, દાન, વ્રત, ભક્તિ, સ્તુતિનો જે વિકલ્પ ઉઠયો એનું જ્ઞાન, એનું જ્ઞાન એને અહીં થાય છે ને એટલે છે તો પોતાથી સ્વપરપ્રકાશક આ છે એમ થયું. લોકાલોકનું જ્ઞાન એમ કીધુંને એ લોકાલોકનું જ્ઞાન નથી ખરેખર તો જ્ઞાન-જ્ઞાનનું છે. સમજાણું કાંઇ? આહાહાહા! (શ્રોતાઃ- પરપ્રકાશક કહેવામાં વાંધો નહીં ને) પરપ્રકાશક પણ પોતાનો સ્વભાવ છે ઇ પરને લઇને પ્રકાશક સ્વભાવ એમ નથી. (શ્રોતા - પર સંબંધીનું જ્ઞાન) એ પરસંબંધીનું પોતાનું પોતાનું પસંબંધીનું જ્ઞાન છે. સર્વજ્ઞ સ્વરૂપમાં આત્મજ્ઞ કીધું છે ત્યાં શક્તિમાં ભાઇએ લીધું ને સર્વજ્ઞ એ આત્મજ્ઞ છે એ પરજ્ઞ નહીં. આહાહાહા ! સર્વજ્ઞ સ્વભાવ જ સ્વનો સ્વતઃ છે એ પર્યાયમાં સર્વશપણું આવ્યું. સર્વ એટલે કે પર છે એમ નહીં એ આત્મજ્ઞ છે એ આત્મજ્ઞ સર્વજ્ઞને આ આત્મજ્ઞ કહેવામાં આવે છે. આહાહાહા! હવે આવી વાતુ કયાં. આહાહા! પુગલ પરિણામનું જ્ઞાન એટલે કે દયા, દાન, વ્રત, ભક્તિ આદિના પરિણામ એનું અહીં જ્ઞાન કારણ કે જ્ઞાન જ્ઞાનનું છે ને જ્ઞાન રાગનું કે પરનું નથી છતાં પરનું જ્ઞાન કહ્યું એટલે એને સમજાવે છે પરિણામનું જ્ઞાન એટલે જ્ઞાન પરિણામનું નથી જ્ઞાન તો જ્ઞાનનું છે. એ સંબંધીને ત્યાં Page #182 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૭૫ ૧૬૭ લોકાલોક જાણવામાં આવ્યું એટલે લોકાલોકનું જ્ઞાન કહ્યું પણ લોકાલોકનું નથી જ્ઞાન જ્ઞાનનું છે. આહાહા પુલ પરિણામનું જ્ઞાન આત્માનું કાર્ય કઇ રીતે છે તે સમજાવે છે. પરમાર્થે પુગલ પરિણામના જ્ઞાનને અને પુદ્ગલને ઘટ અને કુંભારની જેમ વ્યાપ્ય-વ્યાપક ભાવનો અભાવ હોવાથી, પુદ્ગલપરિણામના જ્ઞાનને એટલે રાગનું જે જ્ઞાન અહીં થયું તેને અને પુદ્ગલને એટલે રાગને ઘટ અને કુંભારની જેમ વ્યાપ્ય-વ્યાપક ભાવનો અભાવ છે. આહાહાહા ! કુંભાર વ્યાપક અને ઘટ વ્યાપ્ય નથી એમ રાગનું જ્ઞાન એ આત્માનું વ્યાપક છે પણ રાગનું જ્ઞાન છે માટે રાગ વ્યાપક છે અને જ્ઞાન પરિણામ તેનું વ્યાપ્ય એમ નથી, એ રાગ કહો કે કર્મ કહો. કર્મ વ્યાપક છે માટે અહીં જ્ઞાન થયું વ્યાપ્ય એમ નથી. આહાહા! પરમાર્થે પુગલ પરિણામના જ્ઞાનને અને પુગલને ઘટ-કુંભારની જેમ વ્યાપ્યવ્યાપકભાવનો અભાવ હોવાથી કર્તાકર્મપણાની અસિદ્ધિ છે. જેમ કુંભાર ઘટનો કર્તા નથી એમ રાગના પરિણામનો આત્મા કર્તા નથી. વ્યવહારરત્નત્રયના રાગનો આત્મા કર્તા નથી. એમ કહે છે કથંચિત તે વ્યવહાર. નિયમસારમાં કહ્યું છે ને કે આત્મા સ્વને જાણે છે ને લોકાલોકને જાણતો નથી એમ કહે તો એમાં શો દોષ આવે છે ને વ્યવહારથી વ્યવહારથી પરને જાણે છે વ્યવહારથી સ્વને ન જાણે પણ વ્યવહારથી સ્વને ન જાણે તન્મય થઇને, આવી વસ્તુ છે બાપુ. સમયસાર તો સમયસાર છે, કયાંય એવી વાત બીજે નથી. આહાહાહા ! પરમાર્થે પુગલપરિણામના જ્ઞાનને અને પુગલને જોયું! રાગને, જ્ઞાનને અને રાગને ઘટ-કુંભારની જેમ વ્યાપ્ય-વ્યાપક ભાવનો અભાવ હોવાથી કર્તાકર્મપણાની અસિદ્ધિ છે. કર્મ કર્તા અને જ્ઞાનના પરિણામ તેનું કાર્ય એનો અભાવ છે. પુદ્ગલકર્મ કર્તા, રાગ કર્તા અને રાગનું પરિણામ તેનું કાર્ય તેનો અભાવ છે. આહાહાહાહા ! ઝીણો વિષય છે આજનો ઘણો. આહાહા ! આવું છે, શાંતિથી આ તો પકડાય એવી વાત છે. (કહે છે) તેમ આત્મ પરિણામને અને આત્માને વ્યાપ્ય-વ્યાપક ભાવનો સભાવ હોવાથી, જોયું! આત્માના પરિણામને એટલે જે જ્ઞાનના પરિણામ થયા તેને અને આત્માને વ્યાપ્ય-વ્યાપકભાવનો સદ્ભાવ હોવાથી, આત્મા વ્યાપક છે અને જ્ઞાનના દર્શનના આનંદના પરિણામ છે તે એનું વ્યાપ્ય છે એનો સદ્ભાવ છે. કર્તાકર્મપણું છે એટલું સિદ્ધ કર્યું. આત્મા કર્તા અને જ્ઞાનના પરિણામનું કાર્ય એનું વ્યાપ્ય એટલું છે ભેદથી. આહાહાહા ! આત્મદ્રવ્ય સ્વતંત્ર વ્યાપક હોવાથી, ભગવાન આત્મા કર્તા એટલે સ્વતંત્રપણે કર્તા હોવાથી સ્વતંત્રપણે વ્યાપક એટલે પ્રસરતો હોવાથી, કર્તા હોવાથી વ્યાપક એટલે કર્તા આત્મ પરિણામનો એટલે કે આત્મ પરિણામનો એટલે કે પુદ્ગલપરિણામના જ્ઞાનનો કર્તા છે, આહાહાહા ! એમ સમજાવવામાં શું આવે. આહાહા ! આત્મદ્રવ્ય સ્વતંત્ર વ્યાપક હોવાથી આત્મપરિણામ એટલે વીતરાગી પરિણામ જ્ઞાનના પરિણામ, શ્રદ્ધાના પરિણામ, શાંતિના પરિણામ, આનંદના પરિણામ, જ્ઞાનના પરિણામ એટલે આ પરિણામ બધા એટલે પુદ્ગલ પરિણામના જ્ઞાનનો કર્તા છે. એ રાગના જ્ઞાનનો આત્મા કર્તા છે. રાગના જ્ઞાનનો આત્મા કર્તા છે. રાગનો નહીં. આહાહા! અને પુદ્ગલ પરિણામનું જ્ઞાન એટલે રાગનું જે અહીં જ્ઞાન સમજાવવું છે ને, તે Page #183 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ સમયસાર સિદ્ધિ ભાગ-૪ વ્યાપક વડે સ્વયં વ્યપાતું હોવાથી કર્મ છે, એ આત્માનું કાર્ય છે. પુદ્ગલપરિણામનું જ્ઞાન એટલે ભગવાનની સ્તુતિ આદિના રાગનું જ્ઞાન તે વ્યાપકવડે સ્વયં વ્યપાતું હોવાથી આત્મા વડે સ્વયં કરાતું હોવાથી વ્યાયરૂપ થતું હોવાથી એટલે કે કાર્યરૂપ થતું હોવાથી કાર્ય છે. કાર્યરૂપ થતું હોવાથી કાર્ય છે એટલે કર્મ છે. આહાહા ! ઝીણું ભારે આવ્યું ભાઇ આજ તો. આવે છે તો શબ્દ-શબ્દનો અર્થ. આહાહા! આવું છે. વળી આ રીતે જ્ઞાતા પુદ્ગલપરિણામનું જ્ઞાન કરે છે. ભગવાન આત્મા રાગનું જ્ઞાન કરે છે, તેથી એમ પણ નથી કે પુગલ પરિણામ જ્ઞાતાનું વ્યાપ્ય છે. એ રાગનું જ્ઞાન કરે છે માટે રાગ, એ પુદ્ગલપરિણામ જે રાગ એ જ્ઞાતાનું વ્યાપ્ય એમ નથી. આહા ! ફરીને, આ રીતે જ્ઞાતા પુદ્ગલપરિણામનું જ્ઞાન કરે છે તેથી એમ પણ નથી કે પુદ્ગલ પરિણામ જ્ઞાતાનું વ્યાપ્ય છે. રાગનું જ્ઞાન કરે છે માટે રાગ વ્યાપ્ય છે આત્માનું એમ નથી. રાગનું આંહીં જ્ઞાન કરે છે માટે આત્માનું રાગ વ્યાપ્ય છે કે વ્યાપક છે અને આ જ્ઞાન છે તે એનું વ્યાપ્ય છે એમ નથી, રાગ વ્યાપક છે. કર્મ વ્યાપક છે ને જ્ઞાનના પરિણામ વ્યાપ્ય છે, એમ નથી. આહાહાહા ! આ સમયસાર........ વ્યાપ્યરૂપ થતું હોવાથી આ રીતે જ્ઞાતા-આત્મા પુદ્ગલ પરિણામનું એટલે કે રાગનું જ્ઞાન કરે છે, તેથી એમ પણ નથી, રાગનું જ્ઞાન કરે છે માટે પુદ્ગલપરિણામ આત્માનું વ્યાપ્ય છે રાગનું જ્ઞાન કરે છે માટે રાગ આત્માનું પરિણામ વ્યાપ્ય છે એમ નથી. રાગનું જ્ઞાન કરે છે માટે રાગ આત્માનું કાર્ય છે વ્યાપ્ય છે એમ નથી. કહો ચીમનભાઈ આવું ઝીણું છે. આહાહા ! સમયસાર-સમયસાર! આ રીતે આત્મા રાગનું જ્ઞાન કરે છે તેથી એમ પણ નથી કે રાગ જે પુગલપરિણામ જ્ઞાતાનું વ્યાપ્ય છે એમ નથી. જ્ઞાતાનું વ્યાપ્ય તો જ્ઞાનના પરિણામ છે, રાગનું જ્ઞાન માટે જ્ઞાતાનું એ વ્યાપ્ય એમ નથી. આહાહા ! (શ્રોતા:- રાગ તો પુગલના પરિણામ છે એ કેમ હોઇ શકે) હવે પુગલ કહેશે અત્યાર સુધી પરિણામ-પરિણામ કીધું અત્યાર સુધી, હવે ટૂકું કરી નાખીને પુગલદ્રવ્ય કહી દેશે એને. આહાહાહા !(શ્રોતા:- રાગ કર્મ થતું નથી તો વ્યાપ્ય કેવી રીતે થઈ શકે ?) છે જ નહીં ને કાર્ય એનું. અહીંયા રાગનું જ્ઞાન કરે છે એમ કીધું ને, રાગનું જ્ઞાન છે ને? રાગનું જ્ઞાન છે ને? તો રાગ એનું વ્યાપ્ય થયું કે નહીં? ના. (શ્રોતાઃલોકાલોકનું જ્ઞાન થયું હોય તો લોકાલોક વ્યાપ્ય છે ) કહો આમાં નૈરોબીમાં કયાં સંભળાય એવું છે આવું. (શ્રોતા – નૈરોબી નહી ભારતમાં કયાં સંભળાય એવું છે) આહાહા! મને તો ઓલા છોકરાને કીધું છોકરાને કે તું મહાવિદેહમાં ગયો હોય તો મહાવિદેહમાં મુનિને કેવળીને, એય લંગોટી છે કે નહીં? તેં લંગોટી જો ભાળી હોય તો તું મહાવિદેહમાં ગયો જ નથી. એય ! આહાહાહા ! લંગોટી કહે છે ને ભાઇ એ લોકો તીર્થકરને લંગોટી કહે છે. પ્રતિમા પર તો લંગોટી નાખે છે પણ (શ્રોતા:- કંદોરો અને લંગોટી બેય) હૈં કંદોરો અને લંગોટી ભગવાનને લંગોટી કહે છે છદ્મસ્થ છે ને એમ કહે. આહા ! જો ભગવાનને લંગોટી ભાળી હોય ને સાધુને વસ્ત્ર ભાળ્યા હોય તો તે મહાવિદેહ જોયું જ નથી. એ વાત બધી બનાવટી મારા હિસાબે તો કોક માણસોએ ગમે તે રીતે એને તૈયાર કર્યો લાગે છે. આ તો બધું તરકટ છે એના માણસોએ જ ના પાડી એના માણસો ધામણવાળાને એ કહે છે પણ અમે માનતા નથી એને Page #184 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૭૫ માનતા નથી. એય ! કેટલાકને તો એ વાત હોય બરાબર બરાબર. આહાહાહા ! ( શ્રોતાઃ- અતિશયથી કપડું દેખાય એમ કહે છે ) એ વાત ખોટે અતિશયથી. આહા ! તો પછી અહીંયાથી બરાબર જોયું હોય તો ન્યાં અગાસને બધાને કહી દેવું જોઇએ કે આ કાઢી નાખો બે ભાગ છે ઈ. ભગવાન દિગંબર ઉપર અને નીચે શ્વેતાંબર થઇ રહ્યું તો પછી તે જોયું જ નથી અને જોયું હોય તો કહે એ ને મારગ આ છે બીજો મારગ નથી. આવી વાતું છે બાપુ. આ તો મારગમાં ન્યાયમાં જરી પણ ફેર પડે તો આખું તત્ત્વ ફરી જાય એવું છે. આહા ! જીઓ હવે ખૂબી. પુદ્ગલ પરિણામ જ્ઞાતાનું વ્યાપ્ય છે (એમ નથી ). કા૨ણ, એમ પણ નથી કે પુદ્ગલ પરિણામ જ્ઞાતાનું વ્યાપ્ય છે. સમજાણું ? એ હવે પરિણામ-પરિણામ કહેતા હતા અત્યાર સુધી હવે પુદ્ગલ કહી દીધા એને. ભગવાનની ભક્તિનો ને સ્તુતિનો ભાવ પુદ્ગલ છે. પુદ્ગલના પરિણામ કીધા પુદ્ગલ છે એમ અભેદ કરીને અભેદથી ( શ્રોતાઃ– પરિણામમાં દ્રવ્ય બતાવવું જોઇએ ) કા૨ણ કે પુદ્ગલને અને આત્માને એટલે કે પુદ્ગલના પરિણામને એટલે પુદ્ગલને એમ એને પુદ્ગલ કીધા અને આત્માને શેય–શાયક સંબંધનો વ્યવહારમાત્ર હોવા છતાં, રાગને એટલે કે પુદ્ગલને અને આત્માને શેય, શેય છે રાગ અને આત્મા જ્ઞાયક છે એવો સંબંધનો વ્યવહારમાત્ર હોવા છતાં પણ પુદ્ગલપરિણામ જેનું નિમિત્ત છે. કોનું ? જ્ઞાનનું. જ્ઞાન થાય છે એમાં નિમિત્ત છે. એવું જે જ્ઞાન પુદ્ગલ પરિણામ જેનું નિમિત્ત છે એવું જે જ્ઞાન, રાગ એ પુદ્ગલ એ જ્ઞાનના પરિણામને નિમિત્ત છે, એવું જે જ્ઞાન, તે જ જ્ઞાતાનું વ્યાપ્ય તેજ જ્ઞાતાનું કાર્ય અને વ્યાપ્ય છે. આહાહા... તે તેની પર્યાય છે, તે તેનું કાર્ય છે, તે તેનું વ્યાપ્ય છે. આહાહા... માટે તે જ્ઞાન જ જ્ઞાતાનું કર્મ છે લ્યો. આહા ! ઘણું ઝીણું આવ્યું હોં આહાહા..... શું કીધું સમજાણું ? કે આત્મા જ્ઞાતા છે અને રાગનું જ્ઞાન છે માટે તે રાગનું વ્યાપકપણું ને જ્ઞાનપર્યાય-વ્યાપ્ય એમ નથી. રાગને જાણે છે એમ કહેવું ને, માટે તે રાગ વ્યાપક છે અને અહીંયા જાણવાનું કાર્ય વ્યાપ્ય છે એમ નથી. આત્માનું વ્યાપ્ય તો શાતાના પરિણામ છે તે આત્માનું વ્યાપ્ય છે એનું વ્યાપ્ય એ છે, એ પણ ભેદથી... એ પણ ભેદથી બાકી તો પરિણામ જે જ્ઞાતાના છે એ રાગના નથી તેમ દ્રવ્યગુણના નથી. તે પરિણામ પરિણામના છે છતાં જ્ઞાતાનું એ વ્યાપ્ય છે એમ કહેવું એ વ્યવહા૨થી છે. આહાહાહા ! ૧૬૯ રાગ એનું વ્યાપ્ય છે એ તો છે જ નહીં. કહો બહુ સરસ. ઓહો ! આહાહા ! ટીકા તે ટીકા છે ને અમૃતચંદ્રાચાર્ય! વસ્તુની સ્થિતિ, વસ્તુની મર્યાદા, મર્યાદા પુરુષોત્તમ પુરુષ આત્મા. જ્ઞાનપરિણામનો કર્તા રાગનું જ્ઞાન માટે રાગનું વ્યાપ્ય જ્ઞાન એમ નહીં. એ પોતાના રાગનું જ્ઞાન એમ કીધું ને ! વ્યવહા૨૨ત્નત્રય છે તેનું જ્ઞાન કીધું ને એટલે કે રાગ તે વ્યાપક અને જ્ઞાનપરિણામ વ્યાપ્ય એમ નથી. આહાહા ! એ તો જ્ઞાનપરિણામ વ્યાપ્ય અને આત્મા વ્યાપક એ રીતે સિદ્ધ કર્યું છે પાછું વ્યવહા૨થી, ઓલું તો વ્યવહા૨થી ય નહીં.. લ્યો વિશેષ કહેવાશે. ( શ્રોતાઃ– પ્રમાણ વચન ગુરુદેવ ) QQ Page #185 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦ પ્રવચન નં. ૧૬૧ ગાથા-૭૫ સમયસાર સિદ્ધિ ભાગ-૪ તા.૦૫/૦૧/૭૯ શુક્રવા૨ પોષ સુદ-૭ સમયસાર–૭૫ ગાથા. હવે પૂછે છે કે, ત્યાંથી કે આત્મા જ્ઞાનસ્વરૂપ જ્ઞાની થયો એમ કઇ રીતે ઓળખાય, અહીં તો જ્ઞાની થયો એ કઇ રીતે ઓળખાય એમ કહ્યું, અને તે જ્ઞાનીને પણ પુદ્ગલ કર્મના નિમિત્તના ભાવથી રાગાદિ થાય છે તેનો પણ જાણનાર છે એવો લીધો છે ને ? એટલે ઓલા કહે છે ને જ્ઞાનસાગર કે નિર્વિકલ્પ સમાધિ હોય ત્યારે જ એને જ્ઞાની કહેવાય. અહીં તો જ્ઞાની ચોથે ગુણસ્થાનથી ઉપાડયું છે સમ્યગ્નાન થયું છે, આત્મા રાગથી ભિન્ન છે અને વર્તમાન પર્યાય જ્ઞાનની એને રાગથી ભિન્ન કરીને એ પર્યાયને દ્રવ્યમાં વાળી છે અને જેને અંત૨ સમ્યજ્ઞાન થયું છે. જ્ઞાનની પર્યાયમાં પૂરણ શેય જ્ઞાનમાં જણાણું છે એને અહીંયા જ્ઞાની કહેવામાં આવે છે. સમજાણું ? ( કહે છે ) એટલે અહીં નિર્વિકલ્પ સમાધિમાં હોય ત્યારે જ જ્ઞાની કહેવાય અને વિકલ્પ ઉઠે, ( શ્રોતાઃ- જેટલો વિકલ્પ ઊઠે તેટલો રાગ હોય ) છતાંય એ તો રાગ એને હોય જ નહીં એમ કહે છે અબુદ્ધિપૂર્વક હોય રાગ બુદ્ધિપૂર્વક હોય જ નહીં એને જ્ઞાની કહેવો એમ કહે છે એમ નથી. અહીં તેથી પહેલો પ્રશ્ન આ છે કે આત્મા જ્ઞાનસ્વરૂપ જ્ઞાની થયો, ધર્મી થયો, એમ કેમ ઓળખાય ? એના ચિન્હ શું ? એના એંધાણ શું ? એનું લક્ષણ શું ? તેનું ચિન્હ કહો. તેના લક્ષણ કહો એમ પૂછ્યું છે, અમૃતચંદ્રાચાર્ય છે જુઓ, થમાત્મા જ્ઞાનીમૂતો નક્ષત તિ શ્વેત સંસ્કૃત છે જાઓ, જયચંદપંડિતનું નથી કાંઇ ઝીણી વાત છે. જ્ઞાની થયો થકો કેમ ઓળખાય એનું લક્ષણ શું ? એટલે ચોથાગુણસ્થાનથી જ્ઞાનીને ગણવામાં આવ્યો છે. આહાહાહા ! એ વાત પાઠ સિદ્ધ કરે છે. कम्मस्स य परिणामं णोकम्मस्स य तहेव परिणामं । ण करेइ एयमादा जो जाणदि सो हवदि णाणी ।। ७५ ।। શું કીધું ? સમજાણું ? રાગાદિ થાય છે નિર્વિકલ્પમાં જ પડયો છે તો એને જ્ઞાની કહેવો એમ નહીં. રાગાદિ થાય છે પણ તે રાગનો જાણનાર ૨હે છે. રાગ મારો સ્વભાવ નથી હું એનાથી ભિન્ન છું એવો જાણના૨ ૨હે છે એને રાગ હોય છે, તેથી રાગનો જાણના૨ ને રાગનું જ્ઞાન તે આત્માનું જ્ઞાન એમ આવ્યું ને ? તો આંહીં તો રાગ છે બુદ્ધિપૂર્વક રુચિપૂર્વક નહીં. આહાહા ! ધર્મી, સમ્યગ્દષ્ટિ એટલે કે જ્ઞાની થાય એને કેમ ઓળખાય એનું શું લક્ષણ છે એમ પૂછયું છે. સમજાણું કાંઇ ? આ તો રામજીભાઇએ કીધું 'તું ને ફરી વાર લેવું. (શ્રોતાઃ- એ તો જ્ઞાનીને ઓળખવા છે ને આમાં ) આ બધા નવા પ્રેમચંદભાઈને એ બધા આવ્યા છે ને તે સાંભળે તો ખરા કાંઇક, લંડનથી આવ્યા છે. માત્ર જાણે કે આ વિકલ્પ છે એમ નહીં. છે ખરું જાણે. પરિણામ કર્મ તણું અને નોકર્મનું પરિણામ જે, તે નવ કરે જે, માત્ર જાણે, તે જ આત્મા જ્ઞાની છે. ૭૫. Page #186 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૭૫ ૧૭૧ વાત સમજાણી ? હવે ટીકા એની ટીકા. નિશ્ચયથી ખરેખર મોહ એટલે કે ૫૨ત૨ફની જરી રાગની દશા મોહ હોય. પહેલો સમુચ્ચય મોહ લીધો છે. મોહ મિથ્યાત્વ આ ન લેવું પરતરફનો જરી હજી ભાવ હોય છે એ મોહ સમુચ્ચય કહી, એ ચારિત્રમોહની વાત છે, દર્શન–મોહની વાત નથી આ. એ અંદર પરિણામમાં ૫૨તરફના વલણવાળો રાગ હોય છે, એ મોહ એના પેટા ભેદ રાગ અને દ્વેષ અને સુખદુઃખ કલ્પના થાય સુખદુઃખની એ આદિરૂપે અંતરંગમાં ઉત્પન્ન થતું જે કર્મનું પરિણામ દ્રવ્યકર્મ ને ભાવકર્મ બેય ભેગા લીધા. જડ કર્મ જે છે એ દ્રવ્યકર્મ છે અને એના નિમિત્તથી થતા પર્યાયમાં મોહ, રાગદ્વેષ, સુખ, દુઃખ છે એ અંતરંગ પરિણામ એ કર્મના પરિણામ છે. એ પુદ્ગલના પરિણામ છે. આહાહા ! આવી વાતું. અને તમારો પ્રશ્ન હતો ને દ્રવ્યકર્મ આમાં કયાં આવ્યું ? દ્રવ્યકર્મ-ભાવકર્મ બેય આવી ગયું આમાં. ભગવાન આત્મા જ્યાં પોતે રાગથી તો ભિન્ન પડી ને પર્યાયની જ્ઞાન પર્યાયને અંતરમાં સામાન્યમાં પર્યાયને વાળી છે એટલે વિશેષ પણ આવી ગયું ને સામાન્ય (પણ ) આવી ગયું. શું કીધું ? રાગ ના આવ્યો. રાગથી ભિન્ન પડી અને જ્ઞાનની પર્યાય વિશેષ છે, ગુણની વિશેષ એ પર્યાયને આમ વાળી સામાન્યમાં એટલે વિશેષને સામાન્ય બેય આવી ગયું. રાગ ભિન્ન રહી ગયો. આહાહાહા ! સમજાય છે ? ઝીણી વાત છે ભાઈ. વિશેષ જે જ્ઞાન પર્યાય છે, એને રાગથી તો ભિન્ન છે એ પર્યાય એટલે રાગથી તો ભિન્ન કરીને જ્ઞાન પર્યાય ઉપર લક્ષ કરી અને તે પર્યાયને વાળી ધ્રુવમાં ઉત્પાદ્યયની જે પર્યાય જ્ઞાનની છે એને ધ્રુવમાં વાળી એટલે કે ધ્રુવ સામાન્ય છે અને પર્યાયને વિશેષને એમાં વાળી એટલે વિશેષ ને સામાન્ય બેય થઇ ગયું. એટલે ઓલા વેદાંતી એમ કહે કે વિશેષ છે જ નહીં એકલો કુટસ્થ છે, તો કુટસ્થનો નિર્ણય ક૨ના૨ કોણ ? સમજાણું કાંઇ? વેદાંત સર્વવ્યાપકનો મોટો ભાગ અત્યારે છે ને પણ એ નિશ્ચયાભાસ છે. કેમકે જે વસ્તુ છે એક સમયમાં ત્રિકાળ એનો નિર્ણય ક૨ના૨ ધ્રુવ કયાં છે ? એનો નિર્ણય કરનાર વિશેષ પર્યાય છે. આહાહાહા ! એ અનિત્ય છે, પર્યાય છે એ અનિત્ય છે એ અનિત્ય છે તે નિત્યને જાણે છે. અનિત્ય છે તે નિત્યનો નિર્ણય કરે છે. આહાહાહા ! ( શ્રોતાઃ- ન્યાય સભર છે ) એટલે કહે છે કે જે ખરેખર આમ આગળ ૮૭ ગાથામાં કહેશે કેમિથ્યાત્વના બે ભેદ છે અહીં પરિણામ મિથ્યાત્વના અને દર્શનમોહના રજકણ એમ મિથ્યાત્વના બે ભેદ અવ્રતના બે ભેદ, અજ્ઞાનના બે ભેદ, ક્રોધાદિના બબ્બે ભેદ એમ જીવ ને અજીવ લેશે. અહીં છે ત્યાં તો ફક્ત બેની ભિન્નતા સિદ્ધ ક૨વી છે. અહીં તો હવે રાગની ભિન્નતા કરીને જ્ઞાન થયું છે તે જ્ઞાન કેવું હોય એને અહીં સિદ્ધ કરવું છે. સમજાણું કાંઇ ? ૮૭ ગાથા છે ને કાલ ૮૫ કીધી'તી ૮૭, ૮૮ બેય છે, ૮૭ માં કહે છે બે. સમજાણું કાંઇ ? કમ્મ દુવિયં છે ને પ્રશ્ન, મિથ્યાત્વ બે પ્રકા૨ના એક આત્માના પરિણામ મિથ્યાત્વ અને એક દર્શનમોહ જડના પરિણામ મિથ્યાત્વ જડના અજીવ ને આ જીવ એમ બે ભિન્ન પાડીને ત્યાં ભિન્ન સિદ્ધ કરવું છે. અહીંયા તો ભિન્ન પડેલું જેને જ્ઞાન થયું છે. રાગથી ભિન્ન પડેલી જ્ઞાન પર્યાય અને એ પર્યાયને જેણે આમ સામાન્યમાં વાળી છે તેને જ્ઞાન થયું છે એ જ્ઞાનનું લક્ષણ એંધાણ શું ? સમજાણું કાંઇ.. ? આહાહાહા ! ગાથા બહુ ઊંચી છે. ભાઇએ ફરીવાર કહ્યું એટલે ફરીને, પછી Page #187 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ સમયસાર સિદ્ધિ ભાગ-૪ એનું એ જ આવે એવું કાંઇ છે ? આહા ! ( શ્રોતાઃ-નિર્વિકલ્પમાં હોય તો જ જ્ઞાની એ બરોબર નહીં, તો તો પછી છઠ્ઠ ગુણસ્થાન, ચોથુ, પાંચમું, છઠ્ઠું એ કેવી રીતે સિદ્ધ થાય અને તે પ્રત્યક્ષ અહીં એ સિદ્ધ કરે છે. કે રાગાદિ હોય છે અને તે સંબંધીનું અહીં જ્ઞાન જ્ઞાની કરે છે. એ છે તો પોતાનું જ્ઞાન એ સંબંધીનું જ્ઞાન એ તો નિમિત્તથી કથન છે, છતાં ત્યાં રાગ છે તેને અહીં તે જાણે છે. એટલે કે બુદ્ધિપૂર્વક રાગ છે તેને જાણે છે, એટલે કે ખ્યાલમાં આવે છે કે આ રાગ છે અસદ્ભુત ઉપચાર, ખ્યાલમાં આવે છે રાગ છતાં જ્ઞાની, ધર્મી જીવ તે રાગને જાણનારો રહે છે કેમકે આત્મા જ્ઞાનસ્વરૂપ છે, એવું જ્યાં અંતર ભાન થયું તેથી તેને પર્યાયમાં જ્ઞેય જે પૂરું શાયક છે તેનું જ્ઞાન થયું તે જ્ઞાનની પર્યાયના કાળમાં રાગ જે હોય છે એનું પણ એ સ્વપ૨પ્રકાશક પર્યાય હોવાથી જ્ઞાનની પર્યાય ષટ્કા૨કરૂપે પરિણમતી ઉત્પન્ન થાય છે, અરે આવું છે, ઝીણો માર્ગ, ભાઈ ( શ્રોતાઃ- વીરોનો માર્ગ છે એ તો ઝીણો જ હોયને ) કયાંય રાગથી પા૨ અને એક સમયની પર્યાયથી પાર ભિન્ન અંદ૨, ૭૩માં આવ્યું’ને, એ અનુભૂતિ ભિન્ન છે. આહાહાહા ! ખરેખર અહીંયા જ્ઞાની-જ્ઞાનનું ભાન થયું આત્માનું જેને રાગથી ભિન્ન પડી અને પર્યાયને શાયક ત્રિકાળી જ્ઞાયકસ્વભાવ ધ્રુવ સ્વભાવ, ત્રિકાળી એકરૂપ જ્ઞાયકસ્વભાવ એનું જેને વર્તમાન પર્યાયમાં તે ત૨ફ વળીને જ્ઞાન થયું છે તેને અહીંયા જ્ઞાની કહેવામાં આવે છે. અહીં કોઇ સાતમે ઠરી જાય આમ તો જ જ્ઞાની છે એમ નહીં. (શ્રોતાઃ- એમ હોય તો કુંદકુંદાચાર્ય શાસ્ત્ર લખતી વખતે કયાંથી ઠરે ) તોય અજ્ઞાની એને તેથી તો એ કહે છે અજ્ઞાની અજ્ઞાનથી કહે છે બારમા સુધી અજ્ઞાન છે ને પણ એ તો અજ્ઞાનનો અર્થ અજાણપણું ઓછું જ્ઞાન એમ છે. અજ્ઞાનનો અર્થ વિપરીત જ્ઞાન છે એમ નથી. સમજાણું કાંઇ ? બારમા સુધી અજ્ઞાન કહ્યું છે એ તો ઓછું જ્ઞાન છે એમ કીધું છે વિપરીત જ્ઞાન નથી. એમ આ ચોથે સમ્યગ્દર્શન અહીં તો જ્ઞાની કેમ ઓળખાય એમ પ્રશ્ન કર્યો છે ને ! નિર્વિકલ્પ સમાધિમાં રહેલો વીતરાગી કેમ ઓળખાય એમ નથી પૂછ્યું. આહા ! જેને આત્મધર્મ વસ્તુ શુદ્ધ ચૈતન્યઘન એવું જેને રાગથી ભિન્ન પડી અને પર્યાયને અંત૨માં વાળી છે એ પણ પર્યાય છે ને ( અંદર ) વાળું છું એવોય ત્યાં ભેદ નથી, પણ સમજાવવામાં શું આવે? સમજાણું કાંઇ? પર્યાય જે ૫૨લક્ષમાં છે એ પર્યાય તો ત્યાં રહી ગઈ, પછીની પર્યાય દ્રવ્યમાંથી થાય અને દ્રવ્ય ત૨ફ ઢળે એ સમય તો એક જ છે. આરે ! આરે ! આવી વાતું છે. વીતરાગ મારગ બાપા અલૌકિક છે ભાઈ. આહા ! કહે છે કે એ પરિણામ જે કર્મનું છે પુણ્ય ને પાપ દયા અને દાન, વ્રત ને ભક્તિ આદિના પરિણામ થયા પણ એ પરિણામ કર્મનું પરિણામ છે જીવનું નહીં. કેમકે જીવ જે છે એ અનંતગુણનો પિંડ સ્વભાવ શુદ્ધ છે તો જે અનંતગુણ છે એ શુદ્ધ છે તો શુદ્ધના પરિણામ શુદ્ધ હોય, એમ અહીં સિદ્ધ કરવું છે ને ? પર્યાયમાં અશુદ્ધતા છે એ પછી સિદ્ધ કરશે. સમજાણું કાંઇ ? એનામાં પર્યાયમાં અશુદ્ધિ એ પછી સિદ્ધ કરશે, પણ અહીં તો જે વસ્તુ છે અનંત, અનંત, અનંત ગુણનો પિંડ સાગર પ્રભુ એ બધા અનંતા ગુણો શુદ્ધ છે અને તેથી તેનું પરિણમન પણ શુદ્ધ છે, આહાહા ! એ ગુણનું પરિણમન કોઇ વિકૃત છે એમ હોઇ શકે નહીં. તેથી વિકૃત જે છે એ નિમિત્તને આધીન થઇને થાય છે એવું હોવા છતાં અજ્ઞાની મારા છે એમ એ માને છે અને જ્ઞાની નિમિત્તને આધીન થયેલા Page #188 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૭૫ ૧૭૩ છતાં તેને તેનામાં રાખીને પોતે તેનું જ્ઞાન તેની હૈયાતિ છે માટે કરે છે, એમેય નહીં. તેનું જ્ઞાન એની જ્ઞાનની પર્યાયમાં સ્વનું અને પરનું જ્ઞાન પોતાથી પોતામાં થયું છે તેને તે જાણે છે. રાગને જાણે છે એમ કહેશે પણ ખરેખર તો એને (જ્ઞાનને) આમ જાણે છે. (શ્રોતા:- રાગ સંબંધી પોતાના જ્ઞાનને જાણે છે) જ્ઞાનને જાણે છે. આહાહા ! સમજાય એટલું સમજવું બાપુ, આ તો ત્રણ લોકના નાથ તીર્થંકરદેવ, જિનેશ્વરદેવની સાક્ષાત્ વાણી છે. આહા! સંતો એ કેવળીના કડાયતો એ જગતને આડતિયા થઈને જાહેર કરે છે. આહાહા! એટલે કહે છે અહીં શું કીધું કે આ પરિણામ કર્મના છે એવા પરિણામ જ્ઞાનીને થાય છે, એ અહીં લેવું છે ભાઇ, બુદ્ધિપૂર્વક થાય છે એવાને અહીં લેવું છે. અબુદ્ધિપૂર્વક થાય છે આ નિર્વિકલ્પ સમાધિમાં એ નહીં, ભાઈ. આહાહાહાહા ! એના ખ્યાલમાં આવે છે પણ એ ભિન્ન છે રાગ, જ્ઞાનીને રાગ, ક્રોધ, માન, આદિના પરિણામ કહ્યા એ બધા કર્મ જડ એનું વ્યાપક પ્રસરીને એના વિકારના પરિણામ થયા છે માટે તે જડના અને કર્મના છે એના સંબંધીનું અહીં જ્ઞાન થાય એ પોતાનું છે. આહાહાહા ! આવી વાત છે. નિશ્ચયથી ખરેખર મોહ, રાગદ્વેષ, સુખ, દુઃખ આદિરૂપે અંતરંગમાં, અંતરંગમાં જોયું! એ કહેતા'તા ને કાલે ન્યાં ખંડવામાં એક પ્રેમચંદ છે સનાવદના એ કહે કે આ પરિણામ જડના લેવા, જીવના વિકારી પરીણામ ન લેવા એમ કહેતો'તો કીધું નહીં એમ નથી. આ તો અંતરંગમાં ઉત્પન્ન થતાં જીવના પરિણામ વિકારી છે. મોહ, રાગદ્વેષ, સુખ, દુઃખઆદિ એ કર્મનું પરિણામ છે જીવનું નહીં. એ જીવના પરિણામ નહીં. આહાહાહા ! જીવ તો શુદ્ધ વસ્તુ છે શુદ્ધ તો એના પરિણામ શુદ્ધ હોય એ અહીં સિદ્ધ કરવું છે કર્તાકર્મ સિદ્ધ કરવું છે ને અહીં? આત્મા કર્તા થઇને કર્મ થાય. એ તો શુદ્ધ થાય. કારણ કે શુદ્ધ એનાં ગુણો શુદ્ધ, પવિત્ર આનંદકંદ છે. એ અનંત અનંત ગુણોનો પાર નથી એવો એ ભંડાર છે છતાં અનંતા ગુણમાં કોઇ એક ગુણ, કોઇ ગુણ અનંતા, અનંતા, અનંતા, અનંતા, અનંતા માયલો કોઇપણ ગુણ રાગપણે થાય એવો કોઈ ગુણ જ નથી. આહાહા ! અને રાગપણે થાય દ્રવ્ય અને ગુણ તો તો માટે જ નહીં. બેનમાં આવ્યું છે છે કે અશુદ્ધ જો દ્રવ્ય થાય તો કોઈ દી' માટે જ નહીં. આહાહાહા! પર્યાયની અશુદ્ધતા હોય તો મટે છે એ પલટે છે માટે ધ્રુવ અશુદ્ધ હોય તો ધ્રુવ મટે નહીં અશુદ્ધ, ધ્રુવ તો કાયમ રહે છે આહાહાહા ! ધીમેથી સમજવાની વાત છે બાપુ. આ તો વીતરાગ મારગ છે ભાઈ. પરમેશ્વર ત્રિલોકનાથ જિનેશ્વરની વાણી સીધી છે આ સંતો દ્વારા બહાર આવી છે આહાહાહા ! એ કર્મનું પરિણામ કીધું. કોને? જીવમાં થતાં જ્ઞાનીને રાગ, દયા, દાન, વ્રત, ભક્તિ, પરમાત્માની સ્તુતિ એ બધા રાગ અંતરંગ કર્મના પરિણામ છે. (શ્રોતા- કર્મમાં ભાવકર્મ, દ્રવ્યકર્મ બેય ભેગા લેવા) અહીંયા દ્રવ્યકર્મ, ભાવકર્મ બેય ભેગું. ભાઇએ પ્રશ્ન કર્યો હતો કે જીવ ભાવકર્મ, દ્રવ્યકર્મ, નોકર્મથી તો રહિત છે તો પછી એમાં ભાવકર્મ અને નોકર્મથી રહિત આવ્યું ને દ્રવ્યકર્મથી તો આવ્યું નહીં પણ દ્રવ્યકર્મ જ ભાવકર્મરૂપે પરિણમે છે એમ લેવું છે અહીં. એટલે દ્રવ્ય, ભાવ અને નોકર્મ ત્રણેય આવી ગયા. આહાહા ! અરેરે ! આવી વાત લોકોને મળવી મુશ્કેલ પડે સમજવી તો ! Page #189 -------------------------------------------------------------------------- ________________ સમયસાર સિદ્ધિ ભાગ-૪ ભગવાન આત્મા રાગથી ભિન્ન પડી અને પર્યાયને દ્રવ્યમાં વાળી છે, જેની જ્ઞાનની પર્યાયમાં આખું પૂરણ શેયનું જ્ઞાન થયું છે તે જ્ઞાનીને જ્ઞાનનું લક્ષણ શું હોય ? એમ પૂછ્યું છે. આહાહાહા ! તો કહે છે કે સાંભળ પ્રભુ એ કર્મ જડ છે અને એના નિમિત્તથી થયેલા ઉપાદાન, અશુદ્ધ ઉપાદાનથી પર્યાયમાં આત્મામાં છે. પણ અહીં અશુદ્ધ ઉપાદાનનું કાર્ય, કર્મના નિમિત્તથી થતા કર્મમાં નાખી દેવું છે અને અહીં શુદ્ધ ઉપાદાન ભગવાન આત્મા, એના તો શુદ્ધ વીતરાગી પરિણામ હોય, એનોય કર્તા કહેશે એ ઉપચારથી છે. વિકા૨ના પરિણામનો કર્તા તો ઉપચારથી પણ નહીં. સમજાણું કાંઇ ? આહાહાહા ! આ તો ગંભીર વાણી છે પ્રભુ. એ કર્મ પરિણામ કીધું. અને સ્પર્શ આ શ૨ી૨માં સ્પર્શ, રસ, ગંધ, રંગ અને શબ્દ–વાણી, બંધ અંદ૨ એ સંસ્થાન સ્થૂલતા સ્થળ અને સૂક્ષમ અંદ૨ ૫૨માણુંઓ આદિરૂપે બહાર ઉત્પન્ન થતું. કર્મરૂપે પર્યાય જે થાય, શરીરરૂપે જે પર્યાય થાય, મનના ૫૨માણુંરૂપે જે પર્યાય થાય. વાણીના ૫૨માણુરૂપે જે પર્યાય થાય, એ બધું બહાર ઉત્પન્ન થતું, ઓલું અંતરંગ પરિણામમાં આ બહા૨માં જે નોકર્મનું પરિણામ શરી૨ આદિ વાણી આદિના પર્યાય તે બધુંય પુદ્ગલ પરિણામ છે. બેય પહેલા કર્મના પરિણામ કીધાં અને આ નોકર્મના બેય પુદ્ગલના પરિણામ છે આત્માના નહીં, જ્ઞાનીની વ્યાખ્યા છે ને અહીં. આહા ! જ્ઞાનીએ તો શાન સ્વભાવને જાણ્યો છે તે રાગથી તો ભિન્ન જાણ્યું છે, ભિન્ન જાણ્યું છે એટલે રાગના પરિણામ છે તે જીવના પરિણામ છે એમ અહીં નથી. આહાહાહા ! એ બહાર થતું નોકર્મનું પરિણામ એ બધુંય એટલે કર્મ પરિણામ અને નોકર્મ પરિણામ, તે બધુંય પુદ્ગલ પરિણામ છે એ પુદ્ગલના પરિણામ છે. જડના પરિણામ છે. આહાહાહા ! ૧૭૪ ૫૨માર્ચે ખરેખર ઓલું નિશ્ચયથી લીધું'તું ને પહેલું, એના પરિણામ ૫૨ના છે એમ ૫૨માર્થે જેમ ઘડાને અને માટીને વ્યાપ્ય, વ્યાપક ભાવનો સદ્ભાવ હોવાથી, શું કહે છે ? માટી છે તે પોતે કર્તા છે એટલે વ્યાપક છે અને ઘડો છે તે વ્યાપ્ય છે તે તેનું કર્મ છે, તેનું કાર્ય છે. સમજાણું કાંઇ ? માટી છે એ વ્યાપક છે એટલે પ્રસરે છે એમ અત્યારે કહેવું છે ને પર્યાયને, બાકી તો પર્યાય પ્રસરે છે પણ માટી વ્યાપક છે એટલે કર્તા છે એટલે કે બદલના૨ છે, એવી એ માટી એ વ્યાપક છે અને ઘડો તેનું વ્યાપ્ય કાર્ય, કર્મ એની દશા છે. ઘડો એ માટીની દશા છે. એ કુંભારની દશા નહીં, કુંભારનું કાર્ય નહીં. આહાહાહા ! સમજાય છે ? કાલે આવ્યું'તું એ જ આવે એવું કાંઇ છે ? જેમ ઘડાને અને માટીને વ્યાપ્ય, દેખો ઘડો છે તે વ્યાપ્ય છે, વ્યાપ્ય એટલે કાર્ય છે. વ્યાપ્ય પહેલું લીધું છે ઘડો તે વ્યાપ્ય છે, વ્યાપ્ય એટલે કાર્ય છે, કાર્ય એટલે કે પર્યાય છે. કોની ? તે વ્યાપક માટીની એ વ્યાપક એટલે માટી, માટી કર્તા અને માટી વ્યાપક એનો ઘડો વ્યાપ્ય, કર્મ અને કાર્ય એનું છે ઇ કર્મ કહો કે કાર્ય કહો, એ ઘડો એ માટીનું કાર્ય છે. ઘડો એ કુંભારનું કાર્ય નથી. આહાહાહાહા ! આવો માર્ગ છે. (શ્રોતાઃ– ઘડો કુંભારનું કાર્ય નથી એમ માનવું ) કુંભારના પરિણામનો કર્તા કુંભા૨ ૫ોતે ઘડાના પરિણામનો કર્તા એ કયાંથી આવે ? પર્યાયને અડતોય નથી ત્યાં કુંભાર એ ઘડાની પર્યાયને છૂતો અડતોય નથી, એકબીજામાં તો અભાવ છે. આહાહાહા ! એ તો ખરેખર તો કર્મનો ઉદય છે એને રાગ અડતો નથી તેમ રાગ ઉદયને અડતો નથી પણ એને અહીં સ્વભાવમાં Page #190 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૭૫ ૧૭૫ એ નથી માટે તે વિભાવની ઉ૫૨થી ક્રિયા થતી તે કર્મની થઇ છે એમ કહ્યું છે, બાકી કર્મનો ઉદય છે અને અહીંયા રાગ થયો એ રાગને કાંઇ ઉદય અડતો નથી. રાગ છે તે ઉદય, જડના ઉદયને અડતો નથી, છતાં સ્વભાવનું એ કાર્ય નથી માટે તે વિભાવનું કાર્ય એ કર્મનું કાર્ય છે એમ કહીને કર્મના પરિણામ કીધાં છે. આહાહાહાહા ! સમજાણું કાંઇ ? છે ને સામે પુસ્તક આ પ્રેમચંદભાઈને સાંભળવાનું મળ્યું આ કાલે કહેવાઇ ગયું તું ને ફરીને લીધું આ. આહાહાહાહા ! શરીરની જે ચેષ્ટાઓ અને શરીરની જે આકૃતિ છે એ બધા પ૨માણુંનું પરિણામ છે, નોકર્મ જે શરીર છે તેનું એ પરિણામ છે. આ સુંદરતા દેખાય, આકર્ષિત દેખાય, એ બધા પરિણામ પર્યાય કાર્ય શરીરના રજકણો છે તેનું એ કાર્ય છે. હૈં ? એનું કાર્ય છે. એ એને આકર્ષે છે અજ્ઞાનીને આ સુંદર છે શ૨ી૨ને આ છે ને આ છે રૂપાળું છે. સુંદર છે નમણું છે, પણ એ તો જડની પર્યાય છે ને પ્રભુ એ તો પુદ્ગલ, જડ નોકર્મની પર્યાય છે અને રાગદ્વેષ, દયા, દાન, વ્રત ભક્તિ આદિના પરિણામ એ કર્મના પરિણામ છે, કેમકે પર્યાયમાં ઉત્પન્ન થયેલા ગુણમાં કે દ્રવ્યમાં એ નથી. એટલે પર્યાયમાં ઉત્પન્ન થાય છે તે નિમિત્તને આધીન થયેલા તે નિમિત્તના છે એમ કહેવામાં આવ્યું છે. શુદ્ધ ઉપાદાનને આધીન થયેલા એ નથી. આહાહા ! શુદ્ધ જે જ્ઞાતાદ્રષ્ટા અનંત ગુણનો જે પવિત્ર પ્રભુ એને આધિન થયેલા તો શુદ્ધ હોય તેથી અશુદ્ધતાના પરિણામ જે છે અશુદ્ધ નિશ્ચયનયે તેને અહીં વ્યવહા૨ કહીને, તેને નિમિત્ત આધિન થયેલા કહીને ૫૨માં નાખી દીધા છે. આહાહાહા ! ચેતનજી! આવું છે, આહાહા! આ તો ઓગાળવા જેવું છે બાપુ. આ તો અનંત કાળમાં એણે આ કર્યું નથી. અરેરે ! આવો મનુષ્યનો ભવ અનંતકાળે મળે એની કિંમતું કરીને ક૨વા જેવું તો આ છે બાકી તો બધી અજ્ઞાન દશાથી કર્તાકર્મ માને બહા૨ના રખડશે. ૫રમાર્થે જેમ ઘડાને અને માટીને ઘડો તે વ્યાપ્ય એટલે કામ છે, કાર્ય છે માટી તે કા૨ણ છે એટલે વ્યાપક છે. એ કાર્યકા૨ણ ભાવનો સદ્ભાવ હોવાથી, ઘડો તે કાર્ય છે ને માટી તે કા૨ણ છે, એ સદ્ભાવ હોવાથી કર્તાકર્મપણું છે. માટી કર્તા ને ઘડો તેનું કાર્ય, કુંભાર કર્તા અને ઘડો તેનું કાર્ય એમ નથી. આહાહાહા ! આવી વાતું વે બેસવી. રોટલી થાય છે રોટલી એ રોટલીના પરિણામ જે લોટ છે તેના છે એ, એ વેલણું છે એનાથી એ રોટલીના પરિણામ થયા નથી. કા૨ણકે વેલણું છે એ લોટને અડતુંય નથી. કેમકે લોટના ૫૨માણુંઓ અને વેલણાના ૫૨માણુંઓ બે વચ્ચે અત્યંત અભાવ છે. અભાવ છે તેથી તેને અડતા નથી. આહાહાહા ! તેથી તે રોટલીના પરિણામ રોટલી પર્યાય છે ને ? એ પરિણામનો કર્તા એ લોટના ૫૨માણું છે એ સ્ત્રી કર્તા નહીં, તાવડી કર્તા નહીં, અગ્નિ કર્તા નહી. વેલણું કર્તા નહીં. આહાહા ! આવી વાતું આવી છે. વીતરાગ માર્ગ બાપા. આ તો સર્વજ્ઞ સિવાય બીજે કયાંય છે નહીં. વીતરાગ સર્વજ્ઞ સિવાય અન્યમતમાં એ વાતની ગંધેય નથી. આહાહા ! જેના મતમાં ઉપજ્યા છે એનેય એની ખબર નથી કે આ શું છે આ માર્ગ. ઘડાને અને માટીને વ્યાપ્ય વ્યાપકભાવનો વ્યાપ્યવ્યાપકપણાનો એમ લીધું, સદ્ભાવ હોવાથી કર્તાકર્મપણું છે તેમ પુદ્ગલ પરિણામને એટલે પુણ્ય-પાપના પરિણામ, દયા, દાન, રાગ આદિના પરિણામને અને શરીરના પરિણામને અને પુદ્ગલને વ્યાપ્ય-વ્યાપકભાવનો સદ્ભાવ હોવાથી, જેમ માટીને અને ઘડાને કર્તાકર્મપણું છે એમ રાગ-દ્વેષના, પુણ્ય-પાપના ભાવને અને Page #191 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ સમયસાર સિદ્ધિ ભાગ-૪ પુગલને કર્તાકર્મપણું છે. પુદ્ગલ કર્તા અને એ રાગ-દ્વેષ તેનું કાર્ય પુગલ વ્યાપક અને પુણ્યપાપના દયા, દાન, વ્રતના વિકલ્પ તે વ્યાપ્ય એ એનું કાર્ય છે. અહીં તો રાગથી ભિન્ન પડયું એવું જે જ્ઞાન એ જ્ઞાનીનું લક્ષણ શું એમ પૂછવું છે ને? ધર્મી જે થયો સમ્યગ્દષ્ટિ થયો એનું શું લક્ષણ જ્ઞાનનું કે આને જ્ઞાન થયું એનું એંધાણ શું? કે જે રાગાદિના પરિણામ થાય અને શરીરના પરિણામ થાય, એ બધા પુદ્ગલના પરિણામ છે તેને જ્ઞાની જ્ઞાનમાં રહીને રાગને અડ્યા વિના સ્વપરપ્રકાશકપણે પરિણમે છે એ જ્ઞાનનું પરિણામ તે જ્ઞાનીનું કાર્ય છે. જ્ઞાનીનું રાગ કાર્ય છે એમ નથી. આહાહાહાહા! પુદ્ગલદ્રવ્ય, આ પુદ્ગલ પરિણામને એટલે પુણ્ય-પાપના ભાવને અને શરીરના પરિણામને બેયને પુદ્ગલ પરિણામ કીધા અને પુદ્ગલને એટલે કર્મના પરમાણુંને અને શરીરના પરમાણુંને વ્યાપ્ય-વ્યાપકભાવનો સદ્ભાવ હોવાથી કર્તાકર્મપણું છે. પુદ્ગલ જે કર્મ, જડ છે તે કર્તા છે અને પુણ્ય, દયા, દાન, વ્રત ભક્તિ આદિના પરિણામ તે કર્તાનું કાર્ય છે. આહાહાહા! (શ્રોતારાગદ્વેષ રૂપી થઈ ગયા) રૂપી શું જડ કીધું ને? એ પુદ્ગલ અહીં તો હજુ કહેશે. પુદ્ગલ પરિણામ અહીં તો હજુ લીધા છેલ્લે કીધું'તું ને કાલ પુદ્ગલ છે. પુદ્ગલ જીવ દ્રવ્ય જુદો, નિર્મળ પર્યાય સહિતનો જુદો અને આ પરિણામ સહિતનો જડ જુદો એ પુદ્ગલ છે. આહાહાહા ! એવી વાતું બાપા. એ વીતરાગ આમાં લંડનમાં કયાં મળે. (શ્રોતાઃ- આવી વાત કયાંય પણ સાંભળવા મળે એવું નથી ) ભાગ્યશાળીને તો કાને પડે એવી વાત છે બાપા, આ વસ્તુસ્થિતિ છે. (શ્રોતા:- કોઇ દેશમાં કયાંય જાણવા મળે એવું નથી) નથી વાત સાચી છે લંડનમાં વાંચે છે વાત તો સાચી બાપા. આહાહાહા ! પુદ્ગલદ્રવ્ય સ્વતંત્રપણે એ કર્મ જે પુદ્ગલ છે, ને શરીર જે પુગલ છે બેય, એ સ્વતંત્રપણે વ્યાપક હોવાથી એ કર્મ પુદ્ગલ છે અને શરીરના પરમાણું પુદ્ગલ છે, બેય સ્વતંત્રપણે ગુગલ પરિણામનો કર્તા છે. આત્મામાં જ્ઞાનીને જે રાગદ્વેષ થાય તે જ્ઞાનીને થતાં નથી. એ પુદ્ગલ પરિણામ છે તે પુગલથી થયેલાં છે. આહાહા ! છે એ પુદ્ગલ, સ્વતંત્રપણે કર્તા લેવું છે ને? “કર્તા એને કહીએ કે જે સ્વતંત્રપણે કરે” તો કર્મના પુદ્ગલ સ્વતંત્રપણે પુણ્ય-પાપ ને દયા, દાન અને ભક્તિના પરિણામ કરે “કર્તા સ્વતંત્રપણે કરે તેને કર્તા કહેવાય” આહાહા... સમજાણું કાંઈ? અરે દેહ છૂટી જશે, એકલો ચાલ્યો જશે. જો આ વાત સાચી નહીં સમજે એને સમ્યજ્ઞાન નહીં થાય તો એ કયાં રહેશે ભવિષ્યમાં, ૮૪ ના અવતારમાં અજાણ્યા ઘરે, અજાણ્યા ક્ષેત્રે, અજાણ્યા કાળે, આહાહા! માટે કહે છે કે એકવાર જાણ તું તારા આત્માને. આહાહા! એ ભગવાન આત્મા શુદ્ધ ગુણ સંપન્ન પ્રભુ છે ને ભાઈ. એ શુદ્ધ ગુણ સંપન્નનું વિકારી કાર્ય શી રીતે હોય! એ વિકારી કાર્ય જે છે, છે વ્યવહારનયે અને અશુદ્ધનયે છે એનામાં પણ એ વ્યવહારનયનો વિષય જે છે એ કર્મથી થયો છે એમ અહીં સિદ્ધ કરવું છે. આત્માના શુદ્ધ ગુણોથી વિકાર શી રીતે થાય? એટલે પુગલ સ્વતંત્રપણે એમ કીધું પાછું કર્મના પુદ્ગલો સ્વતંત્રપણે કર્તા થઇને એ દયા, દાન અને ભક્તિના ભાવ થાય છે. આહાહાહા! સમજાણું કાંઇ? કર્તા સિદ્ધ કરવો છે ને “કર્તા સ્વતંત્રપણે કરે તે કર્તા અને કર્તાનો ઇષ્ટ તે કર્મ, કર્તાનું ઈષ્ટ, પ્રિય તે તેનું કાર્ય” તો કર્મ કર્તા સ્વતંત્રપણે છે તેના પુણ્ય-પાપના ભાવ ઇષ્ટ તે તેનું કાર્ય છે. Page #192 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૭૫ ૧૭૭ આત્માને પુણ્ય-પાપ ઇષ્ટ નથી. ધર્મીને પુણ્ય-પાપ ઇષ્ટ નથી. તેથી ધર્મીને તે ઇષ્ટ કાર્ય જે કર્મનું છે, તેનો તે જાણના૨ કહેવો એ પણ વ્યવહા૨ છે, એના જ્ઞાનના પરિણામને તે જાણે છે, રાગને નહીં. આવું સ્વરૂપ છે. થોડું પણ એને સત્ય હોવું જોઇએ ને બાપુ.. ૫૨માત્મા ત્રિલોકનાથ જિનેશ્વરદેવ ૫૨મેશ્વ૨નું આ વચન છે. ઇન્દ્રો ને ગણધરોની સમક્ષમાં ભગવાન બિરાજે છે, તે વાણી આ રીતે કરી રહ્યા છે, એ કુંદકુંદાચાર્ય ગયા, બધું સાંભળ્યું શાની તો હતા, વિશેષ સ્પષ્ટ થયું આવીને આ શાસ્ત્ર બનાવ્યા આ ભગવાનનો આ સંદેશ છે. ત્રણ લોકના નાથ તીર્થંકરદેવ સર્વજ્ઞ પ્રભુ એનો આ સંદેશ છે કે જે કોઇ ધર્મી અને જ્ઞાની થાય તેને જે રાગના પરિણામ થાય તે રાગના પરિણામનો કર્તા પુદ્ગલ છે અને તે પણ આત્માની કંઇપણ અપેક્ષા રાખ્યા વિના પુદ્ગલ સ્વતંત્રપણે કર્તા થઇને તે ભગવાનની સ્તુતિનો ભાવ ભક્તિનો ભાવ રાગનો ભાવ સ્વતંત્રપણે કરે છે. આહાહાહા ! સમજાણું ? એ પુદ્ગલપરિણામ, પુદ્ગલદ્રવ્ય સ્વતંત્રપણે વ્યાપક હોવાથી પુદ્ગલ પરિણામનો કર્તા છે. સ્વતંત્ર કીધુંને અને પુદ્ગલ પરિણામ તે વ્યાપક વડે સ્વયં વ્યપાતું હોવાથી, એ દયા, દાન, વ્રતના, સ્તુતિના, ભક્તિના, ભગવાનની સ્તુતિનો જે રાગ એ પુદ્ગલ પરિણામ તે વ્યાપક વડે સ્વયં વ્યપાતું હોવાથી ઇ પુદ્ગલ પરિણામ ભાવ રાગ એ વ્યાપક એવો જે પુદ્ગલ એનાથી સ્વયં વ્યપાતું હોવાથી, સ્વયં કાર્ય થતું હોવાથી પુદ્ગલમાં સ્વયં કાર્ય થતું હોવાથી, કાલે તો આવી ગયું છે આ. ( શ્રોતાઃ- વિશેષ આવ્યું) વિશેષ આવ્યું. આહા ! અમારે જીવરાજજી નહોતા કાલે, કાલે નહોતા ઠીક નહોતું. આહાહા ! શું કહ્યું ? કે જ્ઞાની ધર્મી એને કહીએ કે જેને રાગાદિના પરિણામ દયા, દાન, ભક્તિના આવે તે પરિણામનો સ્વતંત્રપણે કર્મ કર્તા હોવાથી તે કર્મનું તે પુણ્ય-પાપના ભાવ કાર્ય છે એ ધર્મીનું કાર્ય નહીં. આહાહા...આહાહાહા ! એ સમ્યગ્દષ્ટિ જીવનું એ કાર્ય નહીં. એક બાજુ એમ કહેવું પંચાસ્તિકાયમાં કે જેટલા દયા, દાન, વ્રત, કામ, ક્રોધના પરિણામ થાય તે ષટ્કા૨કપણે જીવની પર્યાયમાં પર્યાયથી થાય છે. ત્યાં અસ્તિકાય એનું સ્વતંત્રપણું સિદ્ધ કરવું છે ૫૨થી ભિન્નપણું ૬૨ ગાથા એ વિકારના પરિણામ ષટ્કા૨કપણે દ્રવ્યગુણની અપેક્ષા નહીં. નિમિત્તની અપેક્ષા તો નહીં. એ વિકારના પરિણામ પર્યાયમાં સ્વતંત્રપણે કર્તા, વિકાર પરિણામ કર્તા વિકારી કાર્ય, વિકાર એ સાધન, વિકાર એ અપાદાન એનાથી વિકાર થઇને રાખ્યું વિકારના આધારે વિકાર થયો એવા ષટ્કા૨કપણે પંચાસ્તિકાયની ૬૨ ગાથા જે મોટી ચર્ચા વ૨ણીજીની હારે થઇ’તી ૨૨ વર્ષ પહેલા ઇસરી. કીધું આ પ્રમાણે છે ત્યાં એ કહે નહીં, નહીં એમ નહીં એ તો અભિન્નની વાતો છે પણ અભિન્નની એટલે શું ? એ વિકારી પરિણામ એક સમયના મિથ્યાત્વના થાય છે તે પણ રાગદ્વેષના પરિણામને ષટ્કા૨કનું પિરણમન એ પર્યાયનું પર્યાયમાં છે, એ પર્યાયને દ્રવ્યગુણની અપેક્ષા નથી તે વિકારીને કર્મના નિમિત્તની અપેક્ષા નથી એટલું સિદ્ધ કરવું છે, ત્યાં એનામાં થયું એ. પ્રવચનસારના ૧૦૨ ગાથામાં એ વિકારી પરિણામ થાય તે તે સમયે તેનો તે ઉત્પન્ન થવાનો કાળ છે. જીવમાં જે સમયે જે કંઇ મિથ્યાત્વ આદિ રાગદ્વેષ થાય તે સમયે તે ઉત્પન્ન થવાનો તેનો જન્મક્ષણ છે. ઉત્પત્તિનો એ કાળ છે એમ ત્યાં સિદ્ધ કર્યું છે બે. આહાહાહા ! ત્રીજું કે કાળલબ્ધિને કારણે તે તે જીવને તે તે પ્રકા૨ના રાગના પરિણામ તે તે કાળે થાય તે કાળલબ્ધિ છે એની ત્રણ, ચોથું આ Page #193 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ સમયસાર સિદ્ધિ ભાગ-૪ કે એ તો એનું અસ્તિત્વ એનામાં છે એટલું સિદ્ધ કર્યું. હવે જ્ઞાની જે થયો, એ જ્ઞાની છે તે રાગના પરિણામથી ભિન્ન પડીને પોતાની જ્ઞાનની પર્યાયને જ્ઞાયકમાં વાળીને, આહાહાહા... એ કાંઈ ઓછો પુરુષાર્થ છે? (શ્રોતા:-અનંતો પુરુષાર્થ છે) જેની દશાની દિશા ફરી ગઈ. જેની જ્ઞાનપર્યાયની દશા, એની દિશા ફરી ગઈ અંદર ગઈ, એવા જ્ઞાનીને જે કંઇ રાગ એના પરિણામમાં દેખાય છે દયાના, દાનના, ભક્તિના, વ્રતના, સ્તુતિના, પૂજાના એ પરિણામને પુગલકર્મ સ્વતંત્રપણે વ્યાપક હોવાથી પરની એને કોઇ અપેક્ષા નથી. નબળાઇ કર્મની છે આત્માની છે માટે થયા એમ અપેક્ષા અહીં નથી. આહાહા... આવું છે બાપુ. આ રામજીભાઈ કહે ફરીને લેવું તો ફરીને આ. આહાહા.... આહાહા.... અને તે પણ ભાઇ અહીંયા જ્ઞાનીથી વાત લીધી છે ભાઇ નિર્વિકલ્પ સમાધિવાળો છે એ વાત અહીં નથી લીધી. કર્તાકર્મમાં એ અધિકાર છે અને ઓલો જ્ઞાનસાગર કહે નહીં નિર્વિકલ્પ સમાધિમાંથી ખસે એટલે જ્ઞાની નહીં અજ્ઞાન થઈ ગયું. હવે એનો વિદ્યાસાગર શિષ્ય છે અત્યારે બહુ વખણાય છે. અત્યારે નાની ઉંમર છે ૩૦–૩૨-૩૩ વર્ષનો જુવાન છે. ભણેલો વ્યાકરણનો ભાઈ મારગડા અંદર જુદા બાપુ! આહા ! પુદગલપરિણામ તે વ્યાપકવડે સ્વયં વ્યપાતું હોવાથી, શું કીધું? પહેલું કર્તા કહ્યું કે પુદ્ગલદ્રવ્ય જે કર્મ છે તે સ્વતંત્રપણે વ્યાપક થઇને પુદ્ગલ પરિણામનો કર્તા થાય છે. હવે કર્મ સિદ્ધ કરવું છે. એ પુદગલપરિણામ તે વ્યાપક વડે એટલે કર્મના પુગલના પ્રસરવા વડે કર્તા વડે સ્વયં વાસ હોવાથી એ રાગાદિ, પુણ્ય, દયા, દાનના વિકલ્પ આદિ ભાવ એ સ્વયં પોતે પોતાનું કાર્ય થયું હોવાથી વ્યાપ્યરૂપ થવાથી તે કર્મ છે. આહાહાહાહા....હેં? એ પુગલનું કાર્ય છે. આહા ! ભગવાનની સ્તુતિ કરવી કહે છે, પર છે ને? એનો રાગ એ કર્મનું કાર્ય છે એ કર્મ સ્વતંત્રપણે કરીને કર્તા થયેલો છે. જીવની નબળાઇ છે માટે તે અપેક્ષા પણ અહીં નહીં. આહાહા...! અહીંયા તો જ્ઞાનીને જ્ઞાનની સબળાઇ છે જાણનાર, દેખનાર ઉભો થયો છે તેથી તે રાગના પરિણામને કર્મનું કાર્ય ગણી અને રાગનું જ્ઞાન કરનારો જ્ઞાની છે એમ કહેવું એ પણ હજી વ્યવહાર, તે જ્ઞાનના પરિણામને કરે છે એમ કહેવું એ હજી વ્યવહાર છે. જ્ઞાનના પરિણામ જ્ઞાન કરે છે તે નિશ્ચય છે. આવું છે બાપુ મારગ. બહુ ઉંડો મારગ છે. ઉંડો અને ગંભીર છે. આહાહા... ? (શ્રોતા:- એક વખત આપે જગમોહનલાલજીને કીધું પણ એને બેઠું નહીં) એણે અમૃતકળશમાં લખ્યું છે વ્યવહારથી નિશ્ચય થાય એમ લખી નાખ્યું. પોતે પડિમા લઇને બેઠા છે ને, ફૂલચંદજીએ ના પાડી નિષેધ કર્યો હોય, થાય જગતમાં અત્યારે બધુ ઘણું છે. અનેક સંઘાડા અનેક ઘણાં પ્રકારે અનેક હોય છે ભિન્ન ભિન્ન, એનું કયાં આપણે આલોચન કેટલું કરીએ. આહાહાહા ! આંહીં તો પરમાત્મા ત્રણલોકના નાથ વીતરાગની વાણીમાં આવ્યું એ સંતો જગતને આડતિયા થઇને જાહેર કરે છે. માલ ભગવાનના ઘરનો છે. તીર્થંકરદેવ પરમેશ્વર એ સંતોએ માલને કેટલોક લીધો છે અને એ અનુભવી થઇને વાત કરે છે પૂર્ણ તો સર્વજ્ઞનું છે. આહાહા ! પુગલ પરિણામ તે વ્યાપક વડે સ્વયં વ્યપાતું હોવાથી જોયું! એ વિકારના પરિણામ સ્વયં કાર્ય કર્મનું થાય છે. ચોવીસ તીર્થંકરની સ્તુતિ કરી સ્વયંભૂ સ્તોત્રમાં ભાઇએ સમંતભદ્રઆચાર્ય, એ પણ છે કહે છે કે એ પરની સ્તુતિ છે તે વિકલ્પ છે રાગ. ત્યાં લખ્યું છે Page #194 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૭૫ ૧૭૯ એ રાગના પરિણામનું સ્વયંપણે વ્યાસ થવાથી વ્યાપક પુદ્ગલનું તે કાર્ય છે. આહા... અરેરે ! હૈં? છે માર્ગ એવો બાપા શું થાય ? આહા.... કહો કાળીદાસભાઈ સમજાય છે આ ? કયાંય મુંબઇમુંબઈમાં ન મળે ત્યાં વ્યાપાર ધંધામાં કયાંય પૈસા–બૈસા બધાય ઘણાં કરોડપતિ કહેવાય કરોડોપતિનું (બિરૂદ ) આપી લાંબુ મોટું લપસીંદર હોયને પચ્ચીસ-પચાસ લાખ હોય તો લોકો કરોડપતિ કહી દીએ. પતિને પણ એ ? કરોડનો ને જડનો ને ? જડનો પતિ તો જડ હોય ભેંસનો ધણી પાડો હોય. (શ્રોતાઃ- દુનિયામાં એની બોલબાલા છે) દુનિયામાં ગાંડા પાગલમાં તો બોલબોલા જ હાલે ને. આહાહાહાહા ! સ્વયં વ્યપાતું હોવાથી કર્મ છે. તેથી પુદ્ગલદ્રવ્ય વડે કર્તા થઇને એ કર્મ વડે કર્તા થઇને શી૨ વડે કર્તા થઇને કર્મપણે ક૨વામાં આવતું કાર્યપણે કરવામાં જે આવતું સમસ્ત કર્મનોકર્મરૂપ પુદ્ગલપરિણામ સમસ્ત રાગાદિના પરિણામ એ કર્મના અને શ૨ી૨ના પરિણામ તે નોકર્મના એ પુદ્ગલપરિણામ તેને જે આત્મા પુદ્ગલકર્મપરિણામને અને આત્માને બાકી ૨હેશે થોડું પ૨મ દિ' પાછા આવવાના છે ને કાલ તો સજ્જાય છે. આઠમ છે ને કાલ ૫૨મ દિ’ આવવાના છે ને આ બધાય એના સાટું બાકી છે ને કાંઇક. આહાહા ! શું કીધું ? કર્મ-નોકર્મરૂપ પુદ્ગલપરિણામ એટલે રાગના, દયાના, ભક્તિના, સ્તુતિના પરિણામ એ કર્મના પરિણામ, આત્માના નહીં, અને શરીરની હાલવા-ચાલવાની પર્યાય, બોલવાની પર્યાય એના કર્તા ૫૨માણું એનો એ પુદ્ગલપરિણામ, તેને જે આત્મા પુદ્ગલપરિણામને અને આત્માને ઘટ-કુંભારની જેમ વ્યાપ્ય-વ્યાપકભાવનો અભાવ. જોયું પહેલા સદ્ભાવ કહીને પછી અભાવ સિદ્ધ કર્યો છે. જેમ માટીને અને ઘડાને સદ્ભાવ કર્તાકર્મપણું છે એમ આત્માને અને રાગને કર્તાકર્મપણું સદ્ભાવ નથી. આહાહા ! અરેરે ! વાતે વાતે ફેર ? આવો માર્ગ. આ મનુષ્યપણું હાલ્યું જશે બાપા એની સ્થિતિ પુરી થઇ જશે એટલે પછી ખલાસ થઇ જશે પછી શું તેં કર્યું એ પરિણામ તા૨ા તારી હારે રહેશે. અહીંયા તો પાંચ, પચીસ, પચાસ વર્ષ ધૂળમાં, અનંતકાળ ભવિષ્યમાં રહેવું છે એ આ રાગના પરિણામ મારું કાર્ય છે ને હું એનો કર્તા એ અજ્ઞાનભાવ છે. કેમકે સ્વરૂપ શુદ્ધ છે ત્યાં કર્તાપણું કર્મનું કયાંથી આવે રાગનું ? આહાહાહા... શુદ્ધ છે પણ શુદ્ધ ને કાર્ય અશુદ્ધ હોય શી રીતે એ અપેક્ષાએ અશુદ્ધનું કાર્ય અશુદ્ધ નિશ્ચયનું વ્યવહા૨ કહી વ્યવહા૨ કહીને નિમિત્તનું પુદ્ગલ સ્વતંત્રપણે કરીને રાગ કરે છે. આહાહા.... ! ઘટ અને કુંભા૨ની જેમ એ પુદ્ગલ પરિણામને અને આત્માને એ દયા, દાન, વ્રત, ભક્તિ, સ્તુતિના પરિણામને અને આત્માને ઘટ અને કુંભારની જેમ વ્યાપ્ય-વ્યાપકભાવનો અભાવ હોવાથી, એ વ્યાપ્ય નામ જેમ ઘટ વ્યાપ્ય અને કુંભાર વ્યાપક નથી એમ પુદ્ગલપરિણામ વ્યાપ્ય અને આત્મા વ્યાપક એમ નથી. એ પુદ્ગલ વ્યાપક અને રાગાદિ પરિણામ તેનું વ્યાપ્ય છે. આહાહાહા ! સમજાણું કાંઇ ? કર્તાકર્મપણાની અસિદ્ધિ હોવાથી, ૫૨માર્થે આત્મા કરતો નથી. એ દયા, દાન, વ્રત, ભક્તિ, સ્તુતિના પરિણામને જીવ ૫૨માર્ચે સાચી દ્રષ્ટિથી કરતો નથી. વિશેષ કહેવાશે. ( શ્રોતા:- પ્રમાણ વચન ગુરુદેવ ) Page #195 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ સમયસાર સિદ્ધિ ભાગ-૪ પ્રવચન નં. ૧૬૨ ગાથા-૭૫ તા. ૦૭/૦૧/૭૯ રવિવાર પોષ સુદ-૧૦ શ્રી સમયસાર ગાથા-૭૫. અહીં સુધી તો આવ્યું છે. આત્મામાં- જ્ઞાની કેમ ઓળખાય એ પ્રશ્ન છે. આ જીવને જ્ઞાન થયું કે સમ્યક્ થયું એના એંધાણ શું એના લક્ષણ શું એના ચિન્હ શું ? એમ પ્રશ્ન કરવામાં આવ્યો છે. એના ઉત્તરમાં અહીંયા કહ્યું. k છેલ્લું – “સમસ્ત કર્મનોકર્મ પુદ્ગલ પરિણામ” નીચેથી છે. જેટલા આત્મામાં દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજા આદિના ભાવ થાય એ બધા પરિણામ પુદ્ગલના છે. કેમકે અહીંયા આત્મા છે એ તો અનંતગુણનો પિંડ પ્રભુ તેમાં કોઈ ગુણ વિકાર કરે એવો ગુણ નથી. તેથી અનંતગુણ જે શુદ્ધ છે તેનું જેને જ્ઞાન થયું ભાન, એ જીવને એનું કાર્ય-રાગ એનું કાર્ય નહીં. કેમ કે દ્રવ્ય જે સ્વભાવ છે એ શુદ્ધ ચૈતન્ય પવિત્ર સ્વભાવથી ભરેલો ભગવાન એની જેને દ્રષ્ટિ થઈ છે તેને શુદ્ધ પરિણામનો કર્તા એ કહેવાય એ ઉપચારથી. શુદ્ધપરિણામ જે સમ્યગ્દર્શનજ્ઞાન–ચારિત્રના એ પરિણામને સ્વભાવની દ્રષ્ટિવંતને ઉપચારથી કર્તા કહેવાય અને એ શુદ્ઘપરિણામ ઉપચારથી તેનું કાર્ય કહેવાય. ભેદ પડયો ને ? ખરેખર તો એ શુદ્ધપરિણામ જે છે શુદ્ધ ચૈતન્ય દ્રવ્યની દૃષ્ટિ થતાં, જે શુદ્ધ પરિણામ છે તે ષટ્કા૨કરૂપે પરિણમતા ઉભા થાય છે. આહાહા ! શું કહ્યું ઈ ? શુદ્ધદ્રવ્ય ને શુદ્ધગુણસ્વભાવ છે એવી દૃષ્ટિ થઈ તો એ દૃષ્ટિના જે પરિણામ છે એ ખરેખર તો ષટ્કા૨કપણે પરિણમતા ઉત્પન્ન થાય છે એ પરિણામને દ્રવ્યગુણની અપેક્ષા નથી. નિમિત્તની અપેક્ષા નથી. ઝીણું છે ભાઈ. અજ્ઞાનમાં પુણ્ય અને પાપના ભાવ અશુદ્ઘનિશ્ચયથી એટલો વ્યવહા૨ તે એની પર્યાયમાં છે. અને તેના જન્મક્ષણે તે કાળે વિકાર તેમાં થાય તે ઉત્પન્ન થાય તેનો અજ્ઞાની કર્તા છે અને અજ્ઞાનીનું તેમાં તે કાર્ય છે, કેમકે એને દ્રવ્યસ્વભાવ જે ગુણ પવિત્ર છે એની દૃષ્ટિ થઈ નથી. અને દૃષ્ટિ ત્યાં રાગના પરિણામ ઉપર હોવાથી, અજ્ઞાની રાગનો કર્તા અને રાગ તેનું કાર્ય અને ખરેખર તો રાગનું કાર્ય પર્યાયનું છે એનો કર્તા રાગ છે. રાગનો કર્તા રાગ છે, રાગનું કાર્ય રાગ છે; રાગનું સાધન રાગ છે. જેની દૃષ્ટિ રાગ ઉ૫૨ અને વિકાર ઉ૫૨ છે તેના પરિણામ વિકારના ષટ્કારકપણે પરિણમતા ઉત્પન્ન થાય છે. જેની દૃષ્ટિ દ્રવ્યસ્વભાવ ઉપર છે. આહાહા ! ભગવાન આત્મા શુદ્ધ અનંત અનંત અનંતનો પાર નહીં એટલા ગુણો પણ તે કોઈ ગુણો વિકા૨ને ક૨ે એવો કોઈ ગુણ નથી. તેથી તે ગુણના ધ૨ના૨ દ્રવ્યને જેણે દૃષ્ટિમાં લીધું તેનું કાર્ય દયા, દાન, વ્રત, ભક્તિના પરિણામ એ એનું કાર્ય નથી. એ પુદ્ગલ સ્વતંત્રપણે કર્તા થઈને, કર્મ સ્વતંત્રપણે કર્તા થઈને એ વિકા૨ી પરિણામનું કર્મ કાર્ય તેનું છે. ચંદુભાઈ ! આવું છે આ. એકકો૨ એમ કહેવું કે અશુદ્ધ ઉપાદાનથી વિકાર જીવમાં થાય એ તો એની પર્યાયની સિદ્ધિ કરવા પણ જ્યારે આત્માની દૃષ્ટિ જ્યાં પર્યાય ઉ૫૨થી હટી અને જે પર્યાય જ્ઞાનની છે તેને અંતર-તળિયામાં લઈ જઈ, ધ્રુવમાં લઈ જઈને અનુભવ થયો, તેને દૃષ્ટિના વિષયમાં જે દ્રવ્ય Page #196 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૭૫ ૧૮૧ સ્વભાવ આવ્યો તેનું કાર્ય તો નિશ્ચયથી તો એ શુદ્ધપરિણામ પણ એનું કાર્ય નિશ્ચયથી નથી. શુદ્ધ પરિણામ-પરિણામનું કાર્ય છે, પણ જેની દૃષ્ટિ રાગ ઉપર છે અને સ્વભાવ ઉપર નથી તેનાય રાગનો કર્તા, કર્મ અને સાધન પર્યાયનું રાગમાં છે. ધર્મીને સમસ્ત કર્મનો કર્મ રૂપ પુદ્ગલપરિણામ, પુદ્ગલ પરિણામમાં અહીંયા દયા, દાન, વ્રત, ભક્તિ, કામ, ક્રોધ, પૂજા બધા લેવા. તેને જે આત્મા પુદ્ગલપરિણામને અને આત્માને ઘટ અને કુંભારની જેમ, આહાહા! જેમ કુંભાર ઘટનો કર્તા નથી એટલે કુંભાર વ્યાપક થઈને ઘટનું વ્યાપ્ય કાર્ય એનું નથી. એ તો માટી પોતે કર્તા થઈને વ્યાપક થઈને ઘડો એનું વ્યાપ્ય નામ કર્મ નામ કાર્ય છે, એમ પરિણામ પુણ્ય-પાપના જે છે, પુલ પરિણામ અને આત્માને, છે? આ પુદ્ગલપરિણામ અને આત્માને ઘટ અને કુંભારની જેમ, જેમ ઘટનું વ્યાપ્ય કાર્ય કુંભારનું નથી. તેમ જીવમાં થતાં વિકારી પરિણામ અને જ્ઞાનીનું વ્યાપ્ય કાર્ય નથી. આહા! હવે આવી વાતું. સમજાણું કાંઈ ? પુદ્ગલપરિણામ તેને આત્મા-પુદ્ગલ પરિણામ શબ્દ દયા, દાન, રાગદ્વેષ ગમે તે પરિણામ વિકાર તેને અને આત્માને પુલ પરિણામને અને આત્માને ઘટ ને કુંભારની જેમ, જેમ કુંભાર ઘટનું કાર્ય કરનાર નથી તેમ ધર્મી પુણ્ય-પાપના પરિણામના કાર્યનો કર્તા નથી. કુંભારને વ્યાપ્ય-વ્યાપકભાવનો અભાવને લીધે કર્તાપણાની અસિદ્ધિ હોવાથી પરમાર્થે કરતો નથી. આહાહા ! જેની દૃષ્ટિ દ્રવ્યસ્વભાવ ઉપર પડી, તે દૃષ્ટિવંતને જે કંઈ પુણ્ય અને પાપના ભાવ થાય, તેનું તેને વ્યાપ્ય-વ્યાપકપણું કર્તાકર્મપણું નથી. તેનું વ્યાપ્ય-વ્યાપકપણું પુદ્ગલમાં જાય છે. આહાહા! ઉપાદાનવાળા વિરોધ કરે કે ઉપાદાન તો તમે કહો છો. ઉપાદાન તો પર્યાયમાં થાય ને વળી અહીં કહો છો કે કર્મને લઈને થાય. આહા! ભાઈ થાય છે તેના ઉપાદાનની પર્યાયમાં જ પણ એ અશુદ્ધ ઉપાદાન છે તેથી જેની દૃષ્ટિ શુદ્ધઉપાદાન ઉપર ગઈ છે તેના તે પરિણામને વિકારના પરિણામનો કર્તા તે દ્રવ્ય સ્વભાવવંત નથી, એમ કહેવું છે. તેથી જે પર્યાયમાં ઉત્પન્ન થાય અધ્ધરથી તે પુગલ સ્વતંત્રપણે કરીને તેનું વ્યાપ્ય-કાર્ય વિકાર એનું કાર્ય છે. આહાહા! (શ્રોતા- જીવની પર્યાયનું કામ પુદ્ગલ કરે)એ કહ્યું નહીં કે પર્યાયમાં અશુદ્ધ ઉપાદાન છે તે એનામાં છે, પણ દૃષ્ટિ સ્વભાવ ઉપર પડી છે જ્યાં તેથી જે પર્યાયમાં ઉત્પન્ન થાય તે કોઈ ગુણનું કાર્ય નથી. તેથી એને કર્મનું સ્વતંત્રપણે કાર્ય કહી, અને વિકાર તેનું વ્યાપ્ય નામ કર્મ નામ કાર્ય છે. ચંદુભાઈ ! આવું છે. આવો માર્ગ છે બાપા. એકકોર એમ કહેવું કે જોય જે -છ પ્રકાર-શેય છે તેની તે-તે પર્યાય તે કાળે થાય તે પર્યાયનો તે ઉત્પત્તિનો જન્મક્ષણ એનો છે, પરથી નહીં. એકકોર એમ કહેવું કે- પુષ્ય ને પાપનું પરિણમન ફટકારકપણે પર્યાયમાં, ષટકારકપણે પર્યાયથી થાય છે દ્રવ્યગુણથી નહીં નિમિત્તથી નહીં. આહા ! એકકોર એમ કહેવું કે દરેકના સમયની જે પર્યાય છે તે તેની કાળલબ્ધિ છે. તેતે કાળે થવાનો તે કાળ-લબ્ધિ છે. ત્રણ, એકકોર એમ કહેવું. આહાહા! નવરંગભાઈ આ બધી આવી વાતું છે આ. હૈ? (શ્રોતા:- ગુંચવણમાં પડે તેવી વાત છે) ગુંચવણ નીકળે એવી વાત આ. આહાહા! Page #197 -------------------------------------------------------------------------- ________________ સમયસાર સિદ્ધિ ભાગ-૪ જેની પર્યાય ઉ૫૨ દૃષ્ટિ છે તેના જે વિકાર થાય છે તે ષટકા૨કપણે પરિણમતું તે જીવનું કાર્ય છે એમ વ્યવહા૨ે કહેવાય છે. નિશ્ચયથી તો પર્યાયનું કાર્ય છે. પણ જેની દૃષ્ટિ પર્યાય ઉ૫૨થી હટી અને એ પર્યાય જે રાગમાં જતી હતી તે પર્યાયને દ્રવ્યમાં વાળી છે, દ્રવ્ય જે જ્ઞાયકભાવ છે તેમાં તે પર્યાયને અંતર વાળી છે તેવા ધર્મી જીવને દયા, દાન, વ્રતના પરિણામ પણ તે તેના પુદ્ગલના પરિણામ છે જીવના નહીં. ( શ્રોતાઃ– આમ જ્ઞાની માને છે ? ) જ્ઞાની એમ જાણે છે ને એમ જ છે. કેમ છે એ કા૨ણ તો કહ્યું નહીં, કે દૃષ્ટિ દ્રવ્ય ઉ૫૨ છે. દ્રવ્યસ્વભાવમાં કોઈ એવો ગુણ નથી કે વિકાર કરે. આહાહા ! ભાઈ મા૨ગડા જુદા છે પ્રભુ, આહા ! એ વાત સર્વજ્ઞ વીતરાગ સિવાય કયાંય છે નહીં સંપ્રદાયમાંય એવી વાત છે નહીં અત્યારે તો. આહા..... કહો દેવીલાલજી ! આહા ! ૧૮૨ એકકોર એમ કહેવું કે ઉપાદાન એનું છે તો એનાથી થાય છે વિકાર, એ પર્યાયમાં એની પર્યાયની સિદ્ધિ કરવી છે, અસ્તિકાય સિદ્ધ કરવું છે. પંચાસ્તિકાયમાં જ્યાં ૬૨ ગાથામાં ત્યાં વિકા૨ના પરિણામનું ષટકારકનું પરિણમન વિકારનું વિકા૨માં છે ૫૨ નહીં, દ્રવ્યગુણ નહીં. પણ અહીંયા તો પ્રશ્ન એ છે કે જ્ઞાનીના એંધાણ ને લક્ષણ ને ચિન્ટુ શું? એટલે કે જેની દૃષ્ટિ દ્રવ્યસ્વભાવ ઉપ૨ ગઈ છે અને પર્યાયની દૃષ્ટિ જેને ઊઠી ગઈ છે, એવો જે ધર્મી એના જે પરિણામ રાગ ને દ્વેષનાં છે તે પુદ્ગલકર્મ સ્વતંત્રપણે કર્તા થઈને સ્વતંત્રપણે તે વિકા૨નું કાર્ય તેનું છે. આહાહા ! સમજાય છે કાંઈ ? અટપટી વાત છે કહે છે. મારગ તો એ છે ભાઈ. આહાહા ! એમ હોવાથી ૫૨માર્થે કરતો નથી. જોયું દ્રવ્યસ્વભાવની દૃષ્ટિવંત જ્ઞાની તે રાગના પરિણામને ઘટ અને કુંભારની જેમ વ્યાપ્ય અને વ્યાપકનો અભાવ હોવાથી તે વિકા૨ને ૫૨માર્થે જ્ઞાની કરતો નથી. આહાહા..... કહો રતિભાઈ આવું છે. કહો, હૈં ? ( શ્રોતાઃ-વધારે ચોખવટ કરો ) ભાષા તો આવે છે, કહ્યું ને કે જેની દૃષ્ટિ અનંતગુણ જે પવિત્ર છે એવો જે પ્રભુ એના ઉ૫૨ દૃષ્ટિ ગઈ નથી એનો સ્વીકાર થયો નથી, એને તો વર્તમાન પર્યાયમાં થતા રાગ અને દ્વેષનો સ્વીકાર છે. તેથી તેનું વ્યાપ્ય-વ્યાપક વિકારનું તેનામાં તેનાથી છે. પાણીની ગળવાની ક્રિયાની આ વાત નથી હો. નવરંગભાઈ ! એ પૂછ્યું'તું એ શરીરના નોકર્મના પરિણામ પણ અહીં તો કર્મના પરિણામ જે અંદ૨ મેં કર્યા, શુભ અને અશુભ જે દયા, દાન, વ્રત, ભક્તિ પૂજા અપવાસનો વિકલ્પ જે છે એ રાગ દૃષ્ટિદ્રવ્ય દૃષ્ટિવંતને એ રાગનો સ્વભાવ એનો નથી. એની દૃષ્ટિ સ્વભાવ ઉ૫૨ છે, તેથી તે રાગનું વ્યાપ્ય કર્મ પુદ્ગલ સ્વતંત્ર થઈને કર્તા વ્યાપક થઈને કરે છે. સમજાણું કાંઈ ? અરેરે ! હવે આવી વાતું છે. લોકોને સત્ય મળ્યું નથી, આ વાડા બાંધીને બેઠા એ પોતાનો પંથ કરવાને, આ એ નથી આ. આહાહા ! વ્રત અને તપ અને અપવાસ ને ભક્તિ ને પૂજા ને દાન ને દયા ને એવા પરિણામ અપવાસના ને એ પરિણામ બધા રાગ છે, અને રાગનું વ્યાપ્યપણું વ્યાપક છે કર્મ છે, અહીં દ્રવ્યસ્વભાવ છે એ એનું વ્યાપક કયાંથી હોય ? દ્રવ્યસ્વભાવની દૃષ્ટિ થઈ છે, તે જ્ઞાનીને દ્રવ્યસ્વભાવનું એ વિકારી કાર્ય કયાંથી હોય ? હજી તે દ્રવ્યસ્વભાવની દૃષ્ટિવંતને નિર્વિકારી પરિણામનું કાર્ય પણ વ્યવહા૨થી કહેવાય છે. ઉપચારથી કહેવાય છે. સમજાય છે કાંઈ ? ભાષા તો સાદી છે ને પ્રભુ. ભાવ તો જે છે એ છે, આમાં કોઈ સંસ્કૃત ને વ્યાકરણ ને Page #198 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૭૫ ૧૮૩ એવા કોઈ શબ્દ નથી. ઘણી સાદી ભાષામાં, એ તત્ત્વ જ આવું છે. એની ખબરૂં નથી એ અજ્ઞાનમાં એ રાગ અને દ્વેષના પરિણામ પુણ્ય-પાપના પરિણામ મારું કાર્ય છે ને હું એનો કર્તા છું, એ વ્યાપ્ય–વ્યાપકપણે અજ્ઞાની પરિણમે છે. સમજાય છે કાંઈ ? આહાહાહા ! પણ ધર્મી જીવ એટલે કે દ્રવ્ય સ્વભાવની દૃષ્ટિવંત, એને જે પરિણામ થાય નિર્મળ એ નિર્મળ-પરિણામનો પણ કર્તા ઉપચારથી કહેવામાં આવે છે. બાકી તો પર્યાય-પર્યાયની કર્તા અને પર્યાય પર્યાયનું કાર્ય, અને તે ધર્મીને દ્રવ્ય દૃષ્ટિના સ્વભાવના જો૨ને લઈને જે કંઈ પર્યાયમાં કમજોરીને લઈને રાગ-દ્વેષ, દયા, દાન થાય તે પરિણામ સ્વતંત્રપણે કર્મ કર્તા થઈને કરે છે. કર્તા થઈને તે કરે છે, આત્મા તેનો કર્તા નથી. આહાહા ! આવું છે. તાકડે વળી આજ આ આવ્યું છે, રતિભાઈ ! આવું છે માર્ગ બાપા, આમ કરતો નથી. આંહીં સુધી તો આવ્યું છે કાલ. પરંતુ હવે આવ્યું છે “પરંતુ માત્ર પુદ્ગલપરિણામના જ્ઞાનને ” જોયું ! જેની દ્રવ્ય ઉપર દૃષ્ટિ પડી ગઈ છે, એને જે રાગ થાય છે એ રાગનું જ્ઞાન થાય છે, એ જ્ઞાન એનું કાર્ય છે. છે ? પુદ્ગલપરિણામના જ્ઞાનને એટલે કે, અહીં તો કેટલીક કાલે વાત, વાત કરી હતી કે કેટલાક કહે છે કે નિર્વિકલ્પ સમાધિ હોય ત્યારે જ તેને જ્ઞાની કહેવો, નીચે ઉતરી જાય વિકલ્પમાં આવી જાય તો તેને જ્ઞાન ન કહેવું, એમ નથી. અહીં તો ચોથે ગુણસ્થાનથી ઉપાડી છે વાત. જ્ઞાની કેને કહેવો ? કે જેને દ્રવ્ય વસ્તુ ભગવાન પૂર્ણાનંદ અનંતગુણનો પિંડ જેની દૃષ્ટિમાં આવી ગયો છે, જેની વર્તમાન પર્યાયે પર્યાયવાનને સ્વીકારી લીધો છે, જેને વર્તમાન પર્યાય જ્ઞાનની છે એ તો કહ્યું'તું કાલે નહીં કે જ્ઞાનની પર્યાયમાં સ્વદ્રવ્ય જણાય છે, ૧૭ મી ગાથા. આહાહા ! એ જ્ઞાનની પર્યાયનો જ એવો સ્વભાવ છે કે તેમાં સ્વદ્રવ્ય ભગવાન પૂર્ણાનંદ અનંતગુણનો પિંડ તે જ્ઞાનની પર્યાયમાં જણાય છે, અજ્ઞાનીને જ્ઞાનમાં જણાય છે, કેમકે પર્યાયનો સ્વભાવ સ્વપ૨પ્રકાશક હોવાથી તે સ્વને જાણે છે છતાં અજ્ઞાનીની દૃષ્ટિ ત્યાં ( દ્રવ્ય ) ઉપર નથી, એની દૃષ્ટિ અંદર રાગ અને અંશ વર્તમાન અંશ ઉપર દૃષ્ટિ હોવાથી, તેને જાણવામાં આવતો હોવા છતાં જાણતો નથી. અને તે રાગના પરિણામનો કર્તા અન્નાનપણે પર્યાયબુદ્ધિમાં અટકી ગયો છે. આહાહા ! પર્યાયમાં સારું દ્રવ્ય અજ્ઞાનીને પણ પર્યાયનો સ્વભાવ સ્વપ૨પ્રકાશક હોવાથી, આત્મા પૂર્ણાનંદનો નાથ તેની પર્યાયમાં એને જણાય છે, છતાં જાણના૨ ઉ૫૨ એની દૃષ્ટિ નથી. એની દૃષ્ટિ અંશ અને રાગ ઉ૫૨ છે, તેથી તે જાણવામાં આવતો છતાં તેને જાણતો નથી. આહાહા ! આવી વ્યાખ્યા હવે આકરી પડે માણસને, શું થાય ભાઈ માર્ગ તો આ છે. આહા ! અહીં એ કહે છે પુદ્ગલ પરિણામને એટલે પુદ્ગલ પરિણામના જ્ઞાનને એટલે એ દયા, દાન, વ્રતના પરિણામ છે એ પુદ્ગલ પરિણામ છે, કેમકે જ્ઞાયકસ્વભાવના પરિણામ એ નથી. દ્રવ્યસ્વભાવની દૃષ્ટિ થઈ તે શાયકના એ પરિણામ નથી. આહાહા ! એ પુદ્ગલપરિણામના જ્ઞાનને, એ હજી વ્યવહાર સિદ્ધ કર્યો છે. વ્યવહા૨ે જાણેલો પ્રયોજનવાન આવ્યું ને ૧૨મી ગાથામાં એ હજી વ્યવહા૨ કીધો. અહીંયા ફેરવી નાખશે એને. આહાહા ! ધર્મી દ્રવ્યદૃષ્ટિવંતને પુદ્ગલપરિણામના જ્ઞાનને એ રાગ થાય વ્યવહાર રત્નત્રયનો દયા, દાન, ભક્તિ, દેવગુરુશાસ્ત્રની શ્રદ્ધા પંચમહાવ્રતના પરિણામ એ બધા પુદ્ગલપરિણામ એનું જ્ઞાન અહીં થાય એય વ્યવહાર છે. જ્ઞાનના પરિણામમાં જ્ઞાન થાય છે પોતાથી સ્વપ૨પ્રકાશકના Page #199 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ સમયસાર સિદ્ધિ ભાગ-૪ સામર્થ્યથી થાય છે. એ રાગ છે માટે રાગનું જ્ઞાન થયું એમ કહેવું એ તો વ્યવહાર છે. ચંદુભાઈ ! ભાઈ માર્ગ તો કાંઈ ઝીણો છે પ્રભુ. આહાહા! અરે એને સાંભળવા મળે નહીં એ કે દિ’ વિચારમાં પ્રયોગમાં મૂકે હા, ને એ પર્યાયને દ્રવ્ય તરફ કયારે ઢાળે અને એ ઢળ્યા વિના એનું કાર્ય થાય નહીં. આહાહા! એ પુદગલ પરિણામના જ્ઞાનને એટલે શું કીધું? જે કંઈ જ્ઞાનીને અંદર વિકલ્પ કમજોરીને લઈને રાગ, દયા, દાન વ્રત, ભક્તિ, પૂજાનો ભાવ આવે પણ તેના જ્ઞાનને, એનું જ્ઞાન કહેવું એ તો સમજાવવું છે એને. બાકી તો જ્ઞાન જ્ઞાનનું છે. પર્યાયનું જ્ઞાન ષકારકપણે જ્ઞાનના પરિણામ ષષ્કારકપણે જ્ઞાનકર્તા જ્ઞાન તેનું કાર્ય, જ્ઞાનનું સાધન જ્ઞાન, પર્યાયમાં. એ ષકારકપણે પરિણમતું જ્ઞાન એને અહીંયા રાગનું જ્ઞાન એ નિમિત્તથી સમજાવ્યું છે, સમજાણું કાંઈ? આરે આવી વાતું છે બાપા! આ તમારે મોટું આવ્યું ને આવી વાત રતિભાઈ! આહાહાહા ! એ પુદ્ગલના પરિણામના જ્ઞાનને કર્મપણે કર્તા, પર્યાય પર્યાયથી કરે છે પણ અહીંયા દ્રવ્યને કરે છે એમ ઉપચારથી કહેવામાં આવે છે. આહા! શું કહ્યું એ? જ્ઞાનીને એટલે જેને દ્રવ્યસ્વભાવ પરિપૂર્ણ પરમાત્મા, જેની દૃષ્ટિમાં આવ્યો, એને જે રાગ છે તેનું જ્ઞાન થાય, તે જ્ઞાન તેનું કાર્ય છે એમ કહેવાય વ્યવહારે, ખરેખર તો એ પરિણામના જ્ઞાનને કીધું એ નિમિત્તથી કથન છે, બાકી તો તે કાળે તે જ્ઞાનના પરિણામ સમ્યક્ ષકારકપણે પરિણમતા પોતાથી ઉભા થાય છે, તેને નથી રાગની અપેક્ષા તેને નથી દ્રવ્યગુણની અપેક્ષા. સમજાય છે કાંઈ? આહાહાહા ! આવો માર્ગ છે. ઈશ્વરભાઈ ! આ ઇશ્વરતાની વાત હાલે છે મોટી. આહાહાહા ! જેને પ્રભુ જણાણો એમ કહે છે એમાં પ્રભુત્વ નામનો ગુણ છે ને એક અને એ પ્રભુત્વ ગુણ છે તો અનંતગુણમાં એનું પ્રભુત્વનું રૂપ છે. આહાહાહા ! જ્ઞાનમાં પ્રભુત્વ, દર્શનમાં પ્રભુત્વ, આનંદમાં પ્રભુત્વ, ચારિત્રમાં પ્રભુત્વ, અસ્તિત્વમાં પ્રભુત્વ એવા અનંતગુણમાં એક એક ગુણોનું અનંતરૂપ છે અને એક એક ગુણમાં પ્રભુતાનું રૂપ પડયું છે. એવો જે અનંત ગુણનો સંગ્રહાલય ભગવાન આત્મા એ જેને દૃષ્ટિમાં આવ્યો, એવા ધર્મીને પુદ્ગલ-પરિણામનું જે જ્ઞાન થાય છે તે જ્ઞાન તેનું કાર્ય છે. એ દયા, દાન, વ્રતના પરિણામ તે તેનું કાર્ય નથી. તે પરિણામનું કાર્ય સ્વતંત્ર પુદ્ગલ કરીને પુદ્ગલવ્યાપક થઈને, કેમકે પર્યાય દૃષ્ટિ ત્યાં છે એટલે પુદ્ગલ વ્યાપક થઈને, વિકારના પરિણામને ત્યાં કરે છે, પર્યાય દષ્ટિવંતને નહીં, પણ અહીં તો દ્રવ્યદૃષ્ટિવંતને પણ આમ છે. આહાહાહા ! સમજાય છે કાંઈ? હવે આવું છે લ્યો. પુદ્ગલપરિણામના જ્ઞાનને, વ્યવહારરત્નત્રયનો ભાવ છે એ શુભરાગ છે. હવે દુનિયા એમ કહે છે કે શુભરાગથી શુદ્ધતા થાય. અહીં કહે છે કે શુભરાગનું જ્ઞાન છે તે પરિણામ તે શુભરાગને લઈને પણ થયા નથી જ્ઞાનના પરિણામ, શુદ્ધપરિણામ તે જ્ઞાનના પરિણામ જ્ઞાનને લઈને થયા છે. પોતાથી થયા છે. એ રાગથી તો પણ આંહીં જ્ઞાન થયું નથી. એ તો રાગથી શુદ્ધતા થાય શુભભાવ કરતા કરતા એને શુદ્ધતા થાય ઘણો ફેરફાર ઘણો ફેરફાર ભાઈ. સમજાણું કાંઈ ? પુગલરિણામના જ્ઞાનને એટલું પણ ઢીલું કરીને સમજાવવું છે. શું કરે? પણ હવે કેવળજ્ઞાનીને લોકાલોકનું જ્ઞાન છે એમ કહેવું એ વ્યવહાર છે પરદ્રવ્યનું. એ તો જ્ઞાનનો પર્યાય જ પોતાથી પોતામાં એવડો થયો છે, કેવળજ્ઞાનની પર્યાય પણ ષટકારકપણે, કેવળજ્ઞાનની Page #200 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૭૫ ૧૮૫ પર્યાય કર્તા, પર્યાય કાર્ય, પર્યાય સાધન, એ જ પર્યાય સાધન, એ પર્યાય રાખે એ પર્યાયથી થાય ને પર્યાયના આધારે થાય લોકાલોકથી નહીં ને દ્રવ્યગુણથી નહીં. આહાહાહા ! સમજાણું કાંઈ? ઝીણું પડે પણ સમજવા જેવું છે બાપુ આ. કયાંય કોઈ દિ' સાંભળવા મળે એવું નથી બાપા ! શું કરીએ? લોકો કયાંય સલવાઈને પડયા છે. ભાઈ તું ભગવાન છો ને? ભગવાન તરીકે તો અહીં બોલાવે છે ૭૨ ગાથા. પ્રભુ તને પુણ્ય-પાપના, દયા, દાનના, વ્રત-ભક્તિના તપના વિકલ્પ થાય રાગ એ અશુચિ છે એ જડ છે એ ચૈતન્યના સ્વભાવનો એમાં અભાવ છે અને તે દુઃખરૂપ છે. તે પરિણામનું દ્રવ્ય દૃષ્ટિવંતને, એ પરિણામનું જ્ઞાન થાય એ જ્ઞાનનો એ કર્તા છે, પણ એ પરિણામનો કર્તા એ જ્ઞાની નથી. આહાહાહા ! સમજાય છે કાંઈ ? ભાષા તો પ્રભુ સાદી છે. ભારેય સાદા છે અંદર. આહાહાહા ! (શ્રોતા- જ્ઞાનની પર્યાયમાં વ્યાપક તો જ્ઞાનીનું દ્રવ્ય તો ખરું ને!) દ્રવ્યવ્યાપક નથી, નિશ્ચયથી નથી. (શ્રોતાઃ- વ્યાપ્યવ્યાપકપણું તો ખરું ને?) નહીં. એ તો વ્યવહારથી કહે છે, પર્યાય-વ્યાપ્યવ્યાપક પર્યાયમાં છે. ( શ્રોતા – જ્ઞાન થાય પણ એ જ્ઞાનના પરિણામને કોણ જાણે છે) કોણ જાણે? જ્ઞાની જાણે, ધર્મી જાણે. પરિણામ પોતાને છે ને એમ ને અહીં તો હજી આખી વાત, આખી વાત હજી એથી આથી કહેશે, અત્યારે તો આટલો અર્થ હાલે છે કે પુગલપરિણામના જ્ઞાનને એટલે કે આત્માના કર્મપણે કર્તા છે? એ રાગ થયો છે તેનું અહીં જ્ઞાન થયું છે. જ્ઞાનીને એ જ્ઞાનના પરિણામને આત્મા કર્મપણે કરતા, દ્રવ્યથી વાત સિદ્ધ કરવી છે એટલી વાત, પરથી ભિન્ન પાડવું છે. ઝીણી વાત છે બાપુ. એ શબ્દેશબ્દના અર્થ તો બધા કઈ જાતના અંદર હોય છે બધા ખ્યાલ, તો બધા હોય છે એ વખતે કહેવા વખતે હો, પણ કઈ શૈલીથી વાત ચાલે છે એ શૈલીએ પહેલું કહેવું જોઈએ ને? એ પુદ્ગલપરિણામના જ્ઞાનને કાર્યપણે કર્તા એવા, હવે ફેરવે છે જુઓ પાછું પોતાના આત્માને જાણે છે. જોયું? રાગનું જ્ઞાન કીધું'તું કે રાગને જાણે છે એમ કહીને ફેરવી નાખ્યું પાછું. શું કહ્યું એ પ્રભુ? એ રાગનું જ્ઞાન કહ્યું 'તું એ જ્ઞાનીનું જ્ઞાન, જ્ઞાનીના પરિણામ એને કર્તા થઈને કરે છે, છતાં એ રાગને જાણે છે એવું જ કાર્ય એ નહીં. એ જાણે છે તો આત્માને જાણે છે. સમજાણું કાંઈ? શ્રીપાલજી દિલ્હીમાં કયાંય મળે એવું નથી ત્યાં. ત્યાં આપણા કર્તા છે બહુ રસ લે છે. અરેરે ! પ્રભુ! તારો પ્રભુત્વ સ્વભાવ જેને દેષ્ટિમાં આવ્યો પ્રભુ. એના જે રાગ છે તેનું જ્ઞાન કરે એ જ્ઞાનનું પરિણામ તેનું કાર્ય છે. એટલું કહીને પણ રાગને જાણે છે એમ કહ્યું અહીંયા. પણ પાછું ફેરવી નાખ્યું. કીધું પોતાના આત્માને જાણે છે એ તો ફક્ત ઓલો રાગ નિમિત્ત હતું એનું જ્ઞાન કરાવ્યું. પ્રેમચંદભાઈ લંડનમાં વાંચે છે આઠ દસ માણસ ભેગા કરીને વાંચે છે. લાયબ્રેરી ભેગી કરી છે. પુસ્તક અહીંના લઈ ગયા છે લોકો આવે છે જોવા. અરે બાપા આ વસ્તુ ભાઈ એ કરોડો-અબજો રૂપીયે કાંઈ મળે જેને અણમોલ ચીજ એવી ચીજ નથી કાંઈ આ. આહાહા ! અહીંયા તો એટલું લીધું એક લીટીમાં કે દ્રવ્યદૃષ્ટિવંતને એટલે જ્ઞાનીને, એટલે કે ધર્મીને એ રાગના દયા, દાન, દેવ, ગુરુ, શાસ્ત્રની શ્રદ્ધાના પ્રેમનો રાગ આવ્યો એ રાગના જ્ઞાનના પરિણામને કરતો આત્મા આત્માને જાણે છે. રાગને જાણે છે એ કાઢી નાખ્યું પાછું. ફક્ત સિદ્ધ એટલું કરવું'તું કે રાગ થયો છે તે કાળે જ્ઞાન પોતે પોતાથી પરિણમ્યું છે સ્વપરપ્રકાશકપણે. રાગ Page #201 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ સમયસાર સિદ્ધિ ભાગ-૪ થયો છે તે કાળે પણ જ્ઞાનના પરિણામ પોતાથી સ્વપરપ્રકાશકપણે પરિણમ્યા છે પોતાથી, એને રાગનું જ્ઞાન એ નિમિત્તથી કથન કર્યું છતાં તે રાગના જ્ઞાનના પરિણામને કરતો એવો આત્મા, આત્મા પોતાને જાણે છે રાગને નહીં. આહાહા ! રતિભાઈ ! આવી વાતું છે. આહાહા ! એ પ્રભુનો મારગ છે શૂરાનો એ કાયરના ત્યાં કામ નથી. એ વીરોના કામ છે બાપા, જેનું વીર્ય વિશેષે ઇર્ય પ્રેરણા, દ્રવ્ય તરફ જેનું વીર્ય વળ્યું છે એને વીર્યવાન કહીએ, સમજાય છે કાંઈ ? એવા જે વીરના પુત્રો જેનું વીર્ય વિશેષે ઇર્ય પ્રેરતી દ્રવ્યમાં પ્રેરાણું છે એવા વીર્યનું જે રાગ થાય તેનું તે જ્ઞાન, તેના જ્ઞાનને કરતો એવો આત્મા, એ આત્માને જાણે છે. આહાહાહા! સમજાણું કાંઈ? આહા! એ પ્રશ્ન એક આવ્યો છે તમારો નહોતો હિંમતભાઈ, ઓલા કારણ પરમાત્માનો ત્યારે હમણા એક પ્રશ્ન, પ્રશ્ન ઓલો આવ્યો છે કારણ પરમાત્માને કારણ પરમાત્મા કહેવાય નહીં કારણ. પર્યાય ને કારણ કહેવાય, દ્રવ્યને કારણ ન કહેવાય, એવો પ્રશ્ન આવ્યો છે, છાપામાં અરે ભગવાન કેમકે ઓલું કારણ કીધું તું કાર્ય કીધું માટે પર્યાય થઈ ગઈ, એમ નથી પ્રભુ. વસ્તુ ત્રિકાળી છે તેનું કાર્ય જે સમ્યગ્દર્શન થાય એ પર્યાય છે, એથી એને કારણ તરીકે કીધું એને રાગ કારણ છે અને પર કારણ છે એમ નથી. સમજાય છે કાંઈ? આહાહા! એ જ્ઞાનના પરિણામને, રાગ કારણ છે નિમિત્ત કારણ છે એ નથી, એમ કહીને તે સમ્યગ્દર્શન પરિણામ આદિના કાર્યનું કારણ દ્રવ્ય છે એના ઉપર લક્ષ ગયું છે, માટે દ્રવ્યમાં એ પરિણામ ગયા નથી. ફક્ત લક્ષ થયું છે. આ બાજુ એથી એણે આશ્રય લીધો એમ કહેવામાં આવે છે. “ભૂયશ્ચમ અસ્સિદો ખલુ બહુ કામ આકરા બાપા આરે મનુષ્ય ભવ આવો. એ હાલ્યો જાય છે. આ ભવ ભવના અભાવ માટે ભવ છે. તેમાં ફરીને ભવ ન રહે તો અવતાર, એવી ચીજ જે ભગવાન આત્મા પર્યાયને જ્ઞાયક તરફ વાળી છે, શાયકનો આશ્રય લીધો છે એમ કહ્યું કહેવાય. એનો અર્થ એટલો કે ત્યાં લક્ષ કર્યું છે. કાંઈ પર્યાય જ્ઞાયકમાં ભળી જતી નથી. એ પર્યાય જે રાગ તરફના વલણવાળી આમ હતી હવે એ તે કાંઈ વાત છે પ્રભુ, એ જ્ઞાનની પર્યાયને પર્યાયવાન તરફ અંદર ઢાળવી, અને જે ઢળેલી પર્યાય થઈ તે જ્ઞાનની થઈ, તે કાળે રાગ થાય છે તેનું આ જ્ઞાનની પર્યાય કાર્ય છે. રાગનું કાર્ય છે એમ તો નથી પણ રાગ છે માટે જ્ઞાન થયું એમેય નથી, પણ એને બતાવવું છે કે રાગનું જ્ઞાન તેના પરિણામને કરતો આત્માને જાણે છે. આવું કયાંય લંડનમાં મળે એવું નથી કયાંય. અનાર્ય દેશમાં અને અહીંયા આર્ય દેશમાંય ફેરફાર થઈ ગયો પ્રભુ, જ્યાં વીરનો મારગ પ્રવર્તે છે ત્યાં ફેરફાર થઈ ગયો છે આર્ય દેશમાં. આહા ! એ જ્ઞાની રાગના પરિણામને કરતો નથી વ્યાપ્ય-વ્યાપકથી પરંતુ એમ છે ને? પુદ્ગલપરિણામના જ્ઞાનને, તે વ્રત ને પુણ્યના તપનો વિકલ્પ ઉઠ્યો અપવાસનો એ રાગનું અહીંયા જ્ઞાન થાય ધર્મીને એમ કહેવું એ પણ ફક્ત બતાવવું છે કે એ તો રાગનું જ્ઞાન છે, પણ તેથી તે રાગ કર્તા અને જ્ઞાનના પરિણામ કાર્ય એમ નથી. રાગનું જ્ઞાન થયું માટે રાગ કર્તા અને જ્ઞાનના પરિણામ કર્મ એમ નથી, ફક્ત જ્ઞાન થયું એટલું બતાવવું છે એમ બતાવીને, કર્મપણે કર્તા એવા પોતાના આત્માને જાણે છે. ગજબ ટીકા છે ને. હૈ? આ એક લીટી સમયસાર એટલે, બીજું કોઈ છે જ નહીં એની હારે એની જોડમાં કયાંય. લોકોય હવે કહે છે જે સમજદાર છે એ. આહા! Page #202 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૭૫ ૧૮૭ એવા પોતાના આત્માને જાણે છે તે આત્મા અત્યંત ભિન્ન જ્ઞાનસ્વરૂપ થયો થકો, તે આત્મા રાગના પરિણામરૂપ જ્ઞાનને કરતો એવા આત્માને જાણતો, એ કર્મ-નોકર્મથી અત્યંત ભિન્ન એટલે રાગ પરિણામ અને શરીરના પરિણામથી અત્યંત ભિન્ન જ્ઞાનસ્વરૂપ થયો થકો આ થયો થકો, કર્તા સિદ્ધ કરવું છે ને? રાગથી નહીં એમ. એ જ્ઞાનસ્વરૂપ થયો થકો ધર્મી જ્ઞાની છે. કહો ચીમનભાઈ ! ભાષા તો સાદી છે પ્રભુ! ઝાઝા માણસ આવ્યા છે બધા છોકરાય આવે છે આજે રવિવાર છે ને-બાપુ મારગ તો આ છે ભાઈ ધીમેથી એને પચાવવો પડશે ભાઈ. અરેરે ! આવે વખતે નહીં કરે તો પ્રભુ કે દિ' કરશે. દુનિયા દુનિયાનું જાણે આહા! અહીંયા કહે છે, કે તે જ્ઞાનસ્વરૂપ થયો થકો શાની છે. રાગસ્વરૂપ થયો થકો જ્ઞાની છે એમ નહીં, તેમ રાગનું જ્ઞાન કર્યું એથી રાગને જાણતો'તો એમેય નહીં, રાગનું જ્ઞાન થયું પણ એ આત્માને જાણે છે. આહાહાહા ! કયાંય સાંભળવા મળે એવું નથી ત્યાં વાડામાં કયાંય. ( શ્રોતા:રાગને જાણતો નથી ને એ આત્માને જાણે છે) એ આત્માને જાણે છે રાગ છે એ પર છે ને પરને જાણે એ કહેવું એ અસભૂત વ્યવહાર છે. અને જ્ઞાન, જ્ઞાનને જાણે છે એ સદ્ભુત વ્યવહાર છે, એ વ્યવહાર હો આ આત્મા આત્મા છે. આહાહાહા ! સમજાય છે કાંઈ? હવે કૌંસમાં પુદ્ગલપરિણામનું જ્ઞાન આત્માનું કર્મ કઈ રીતે છે? એ રાગ થયો દયા, દાન, વ્રતનો એનું અહીંયા જ્ઞાન થયું એ પુગલપરિણામનું જ્ઞાન, એ રાગ પુલના પરિણામ કીધા. અહીંયા તો ભગવાનના નહીં, ભગવાન તો પવિત્રનો પિંડ એના પરિણામ રાગ કેવા? આહાહાહા ! કહો પંડિતજી, આહાહાહા ! પુદ્ગલપરિણામનું જ્ઞાન એ ઉલટું માથે કહ્યું'તું ને એટલે સમજાવે છે નહીંતર છે એ આત્માનું જ્ઞાન, આત્માનું કર્મ કઈ રીતે છે તે સમજાવે છે. પરમાર્થે પુદ્ગલપરિણામના જ્ઞાનને, એ શરીરની અવસ્થા નો કર્મની એ પુદ્ગલના પરિણામ અને આંહીં દયા, દાન, વ્રતના પરિણામ થાય એ પણ પુદ્ગલના પરિણામ, કર્મથી આમ થાય અને પુદ્ગલથી શરીરથી આમ થાય બેય પુદ્ગલના પરિણામ. પરમાર્થે પુદ્ગલપરિણામના જ્ઞાનને અને પુદ્ગલને ઘટ કુંભારની જેમ વ્યાપ્ય-વ્યાપક ભાવનો અભાવ હોવાથી, પુદ્ગલપરિણામના જ્ઞાનને અને પુદ્ગલને ઘટ-કુંભારની જેમ, કુંભાર વ્યાપક અને ઘટ વ્યાપ્ય તેનો અભાવ છે. એમ પુગલ પરિણામના જ્ઞાનને અને પુદ્ગલને કુંભાર-ઘટની માફક વ્યાપ્ય-વ્યાપકભાવનો અભાવ છે તે જ્ઞાનપરિણામ છે. એ પુગલનું પરિણામ છે, એનો અભાવ છે. રાગનું જ્ઞાન રાગના કારણે છે, એનો અભાવ છે એમ કહે છે. છે? પરમાર્થે પુલ પરિણામ એટલે રાગાદિ દ્વષઆદિ, પુણ્ય, દયા, દાન આદિ એના જ્ઞાનને અને પુદ્ગલને એના જ્ઞાનને અને પુગલને ઘટ અને કુંભારની જેમ વ્યાપ્ય-વ્યાપકભાવનો અભાવ છે. આહાહાહા ! શું કીધું ઈ? કે પુગલપરિણામ જે રાગાદિ એનું જે જ્ઞાન, અને રાગાદિ પુદ્ગલ બેનો વ્યાપ્ય-વ્યાપકભાવનો અભાવ છે. ઘટ અને કુંભારની જેમ. શું કીધું છે ? કુંભાર અને ઘટમાં કર્તાકર્મપણું નથી. કુંભાર વ્યાપક પ્રસરનારો અને ઘડો તેનું વ્યાપ્ય એમ નથી. એમ રાગ પુદ્ગલના પરિણામને અને પુદ્ગલને, પુદ્ગલપરિણામના જ્ઞાનને અને પુદ્ગલને ઘટ-કુંભારની જેમ, રાગ છે તે વ્યાપક છે, અને જ્ઞાન આત્માનું થયું તે વ્યાપ્ય છે, એ ઘટ–કુંભારની જેમ અભાવ છે. ઘટ જેમ વ્યાપ્ય છે કાર્ય છે કુંભારનું એમ રાગનું આ જ્ઞાન કાર્ય Page #203 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ સમયસાર સિદ્ધિ ભાગ-૪ છે એનો અભાવ છે. આવી વાતું છે. - પહેલું તો એમ કહ્યું'તું રાગનું જ્ઞાન પછી એમ કહ્યું કે રાગનું જ્ઞાન એ કાર્ય છે, એનો અભાવ છે. જેમ ઘટકુંભારનો અભાવ છે, એમ રાગનું આ જ્ઞાનપરિણામ કીધું એ કાર્ય એનું છે એનો અભાવ છે. ધીમેથી સમજવું બાપુ ! આ તો ગાથા એવી આવી છે, પહેલી આવી'તીને પણ ફરી વાર લીધી, રામજીભાઇ કહે ફરીવાર લેવી છે, અડધી તો હાલી ગઇ'તી પરમ દિ' અડધી બાકી હતી આ. ધીમેથી સમજવું, નો સમજાય એના પ્રશ્નો કરવા. હૈં (શ્રોતા:- પ્રશ્નમાં જરી બીક લાગે છે) બીક, નથી આવડતું એમ બીક લાગે એમ એમાં બીક લાગે એમ એમાં બીક શેની? આશંકા તો થાય ને, સમજવા માટે આશંકા હોય, શંકા નહીં કે તમારું કહેવું ખોટું છે એમ નહીં, પણ તમે કહો છો એ મને સમજાતું નથી એમ, એમ કહે છે વાંધો શું છે? ત્રણલોકના નાથ એ વાણી કરતા હશે વાણી અને એ ગણધરો અને ઇન્દો સાંભળતા હશે એ કેવું હશે બાપુ. ત્રણલોકનો નાથ બિરાજે છે સીમંધર ભગવાન ! દિવ્ય ધ્વનિમાં ઇન્દ્રો બેસે છે ગણધરો બેસે છે એકાવતારી ઇન્દ્ર એકભવતારી ઇન્દ્ર-ઇન્દ્રાણી બાપુ એ વાત કેવી હોય. એ ત્રણ જ્ઞાનના ઘણી એકાવતારી ઇન્દ્રો પણ જેને વાણી સાંભળવા ગલુડીયાની જેમ બેસતા. બાપુ એ અલૌકિક વાતું છે ભાઇ વીતરાગની વાણી કોઇ અલૌકિક છે. આહા! અત્યારે તો રાગને નામે વીતરાગ માર્ગને ખતવી નાખ્યો છે. અજૈનને જૈન નામે ખતવી નાખ્યો છે. આહાહાહા ! ઝીણું પડે ભાઇ. શ્વેતાંબર અને સ્થાનકવાસીને અજૈન અન્યમતિ કહ્યા છે અને આ તો આ સંપ્રદાયમાં રહ્યા છે એનેય રાગના નામે ખતવી નાખે એ પોતે અજૈન છે. નવરંગભાઈ ! આહાહાહા ! પુગલપરિણામના જ્ઞાનને એટલે રાગના જ્ઞાનને અને પુદ્ગલને એટલે રાગને ઘટ–કુંભારની જેમ વ્યાપ્ય-વ્યાપકનો અભાવ છે. રાગ-વ્યાપક છે અહીં રાગનું જ્ઞાન કીધું'તું તેથી રાગ વ્યાપક છે, રાગ કર્તા છે, અને અહીં જ્ઞાન તેનું કર્મ છે એમ નથી. સમજાણું કાંઇ? આપણે તો અહીં આવી ગયું છે પરમ દિ' પહેલે દિ’ આવ્યું છે વધારે પહેલે દિ'. આહાહાહા! બાપુ વીતરાગ વાતું એવી છે શું ચીજ છે. પ્રભુ એ કાંઇ સાધારણ વાત નથી. વચનામૃત વીતરાગના પરમ શાંત રસ મૂળ ઔષધ જે ભવરોગના પણ કાયરને પ્રતિકૂળ આહા! નપુંસકને વીર્ય ન હોય પ્રજા ન હોય એમ જે રાગના પરિણામનો કર્તા થાય તેને ધર્મની પ્રજા ન હોય, રાગને રચે તે વીર્ય નહીં નપુંસક કહ્યો છે. એય ! આહાહાહા હૈિં? ( શ્રોતાકિલબ કીધો છે ને) કિલબ કીધો છે કિલબ બે ઠેકાણે પુણ્ય-પાપમાં અને અજીવ અધિકારમાં છે ને બધી ખબર છે. નપુંસક છે પાવૈયા, હીજડાઓ છે. હિજડાના હિજડાને વીર્ય ન હોય પુત્ર ન થાય. એમ રાગના પરિણામમાં ધર્મ માનનારાઓ હિજડા છે એને ધર્મ ન થાય. હૈં? (શ્રોતા – ભાષા બહુ આકરી વાત છે) આકરી ટીકામાં અમૃતચંદ્રાચાર્યે કહ્યું છે, કિલબ નપુંસક. આહાહાહા! ભાઈ તું મહા, વીર છો ને પ્રભુ? આહાહાહા ! તારી વીરતાની શું વાતું કરવી, કહે છે? આહા! વીર્યગુણ છે એ પણ એનું જ્ઞાનગુણમાં એક એક ગુણમાં રૂપ પડયું છે. વીર્ય ગુણનું રૂપ એક એક ગુણમાં પડયું છે. એકએક ગુણમાં પણ વીર્ય રૂપ છે. એવો જે વિર ભગવાન આત્મા ! એની જ્યાં દૃષ્ટિ સમ્યગ્દર્શન થયું, એવા અનંતાગુણનો Page #204 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૭૫ ૧૮૯ સ્વીકાર ને સત્કાર થયો અને રાગનો સ્વીકાર ને સત્કાર ગયો, તેને રાગનું જ્ઞાન થવું કહ્યું, એ પણ રાગ વ્યાપક છે અને જ્ઞાનના પરિણામ વ્યાપ્ય છે પેટ અને કુંભારને જેમ અભાવ છે. રાગના પરિણામને અને રાગનો બે નો એ અભાવ છે રાગ વ્યાપક છે અને જ્ઞાનના પરિણામ અહીંયા એને લઇને થયા છે એમ નથી. આહાહાહા ! સમજાણું કાંઇ? (શ્રોતા – પહેલા સમજવાની ઇચ્છા થાય તો સમજાય) ઇચ્છા થાય એ વ્યવહારથી કહેવાય છે, બાકી તેરમી ગાથાના હિસાબે એમ કહેવાય છે ન નિક્ષેપ પ્રમાણથી નવતત્ત્વને તે જાણે છે પછી છોડી દેવું અને ૧૭મી ગાથામાં તો એ વાતેય છોડી દીધી. પહેલું આત્માને જાણવો, પહેલા નવને જાણવાને એ વાત મૂકી છોડી દીધી. ભગવાન પહેલો આત્માને જાણવો અને એને અનુભવવા એ વાત એમ પાધરી વાત ૧૭ મી ગાથા, બાપુ સમયસાર તો કોઇ અલૌકિક ચીજ છે. આહાહાહા ! સમજાણું કાંઇ? આહાહાહા ! જગતના ભાગ્ય એવી પળે રચાઈ ગયું છે ને એવી પળે રહી ગયું છે આ. (શ્રોતા:- અને એવી પળે સમજાવવામાં આવે છે) આહાહાહા ! છે. પુદ્ગલ પરિણામનું જે જ્ઞાન કીધું'તું એને અને રાગને એટલે પુગલને ઘટ–કુંભારની જેમ વ્યાપ્યવ્યાપકભાવનો અભાવ હોવાથી કર્તાકર્મપણાની અસિદ્ધિ છે. આહાહાહા ! પુદ્ગલપરિણામના જ્ઞાનને અને પુદ્ગલને, જોયું ઓલા બધાને પુદ્ગલ પરિણામ કીધાં'તા અને અહીં નાખી દીધા પુદ્ગલ. શું કીધું? પુગલ પરિણામના જ્ઞાનને એટલે રાગના જ્ઞાનને અને પુદ્ગલને એટલે રાગને ઘટ–કુંભારની જેમ વ્યાપ્ય-વ્યાપકભાવનો અભાવ હોવાથી, રાગ કર્તા અને જ્ઞાન પરિણામ કર્મ એનો અભાવ છે. આહાહાહા ! અને જેમ ઘડાને અને માટીને વ્યાપ્યવ્યાપકભાવનો સદ્ભાવ હોવાથી, ઘડો કાર્ય છે ને માટી કર્તા છે તેને કર્તાકર્મપણું છે, તેમ આત્મપરિણામને અને આત્માને આત્મ પરિણામ એટલે જે જ્ઞાન-પરિણામ થયા છે અને આત્માને વ્યાપ્ય-વ્યાપકભાવનો સભાવ છે, આત્મા વ્યાપક છે અને જ્ઞાન પરિણામ વ્યાપ્ય છે, અપેક્ષાથી સમજાવવું છે. અહીં પણ પરિણામ તો સ્વતંત્ર છે પણ અહીંયા પરથીજુદું બતાવવું છે ને એટલે આવી શૈલી છે. કહેતા વખતે ખ્યાલ તો બધો હોય છે પણ જે ચાલતું હોય એ પ્રમાણે કહેવાયને. આહાહાહા ! (શ્રોતા – આત્માને વ્યાપક કહેવો જ પડે) આત્મા દ્રવ્ય નહીં એનો, પણ આત્માના પરિણામ છે ને એનો માટે એને આત્મા કીધો છે એમ આત્મપરિણામને અને આત્માને વ્યાપ્યવ્યાપકભાવનો સદ્ભાવ હોવાથી કર્તાકર્મપણું છે, એટલે આત્મા કર્તા અને નિર્વિકારી પરિણામ જ્ઞાનના તે તેનું કાર્ય પણ તે પરિણામ રાગથી થયું ને રાગનું જ્ઞાન થયું માટે રાગકર્તા અને જ્ઞાનપરિણામ કર્મ એમ છે નહીં. વિશેષ કહેશે. (શ્રોતા – પ્રમાણ વચન ગુરુદેવ) Page #205 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦ સમયસાર સિદ્ધિ ભાગ-૪ પ્રવચન નં. ૧૬૩ ગાથા-૭૫ તા.૦૮/૦૧/૭૯ સોમવાર પોષ સુદ-૧૧ ૭૫, ગાથા. નીચેની ચાર લીટી છે, આહીંથી છે. “આ રીતે' છે ને? જ્ઞાતા પુદ્ગલપરિણામનું જ્ઞાન કરે છે એટલે જ્ઞાયક સ્વભાવ જેની દૃષ્ટિમાં અનુભવમાં આવ્યો એ જ્ઞાયકસ્વભાવ (નો) તો જાણવાનો-દેખવાનો સ્વભાવ છે. એ જાણવા-દેખવામાં કહે છે કે “પુલના પરિણામનું જ્ઞાન” તે વખતે ત્યાં આગળ રાગ આદિ, દ્રષઆદિ, ભક્તિ આદિ, સ્તુતિ આદિનો રાગ થાય તે “પુગલ પરિણામ' કહેવામાં આવે છે. તેનું જ્ઞાન કરે છે (જ્ઞાની)– એનું જ્ઞાન કરે છે! જ્ઞાયકસ્વભાવ હોવાથી, “જાણનાર-દેખનાર હોવાથી અનુભવમાં જાણનાર-દેખનાર આવ્યો હોવાથી, તે રાગાદિ થાય, દયા-દાન-ભક્તિ આદિ, સ્તુતિ આદિનો રાગ, તેને એ જાણે ! ઝીણી વાત છે! છે? “પુદગલપરિણામ' એટલે રાગ. ચાહે તો ભગવાનની ભક્તિનો સ્તુતિનો, પંચમહાવ્રતનો એ રાગ, જે રાગ પુદ્ગલપરિણામ છે ! એનું જ્ઞાન કરે છે એને જાણે છે જ્ઞાની !! તેથી એમ પણ નથી' એટલે ? કે આત્મા જ્ઞાયકસ્વભાવ છે એમ જ્યાં જણાણો અનુભવાણો, દૃષ્ટિમાં આવ્યો ! પર્યાયમાં જ્ઞાનપર્યાયમાં શેય પૂર્ણ છે તેનો અનુભવ થયો તે ધર્મીને... રાગ આદિના પરિણામ થાય તેને એ જાણે છે! કેમકે તેનો જ્ઞાતા-દેણા સ્વભાવ હોવાથી, ધર્મીને રાગ કે પુણ્ય-પાપના ભાવ થાય તેને “પુદ્ગલપરિણામ” કહીને તેને અહીં જાણે છે ! જાણવા છતાં.. ‘એમ પણ નથી કે પુગલપરિણામ જ્ઞાતાનું વ્યાપ્ય છે.” આહાહા ! શું કીધું ઈ? રાગ અને દયા–દાનના વિકલ્પોને જાણે, જાણતાં છતાં એમ નથી રાગ છે તે આત્માનું કાર્ય છે! આહાહા ! આવું છે! ભગવાન આત્મા ! જ્ઞાયક સ્વભાવ! વસ્તુસ્વરૂપ ચૈતન્યસ્વરૂપ જ છે. એવું ક્યાં ભાન થયું ત્યારે તેને રાગાદિના પરિણામ (છે) વીતરાગ પૂરણ નથી, એથી તેને દયા-દાન-વ્રતભક્તિ-સ્તુતિ, એવો રાગ આવે! તેથી તે રાગને જાણે ! જાણવા છતાં, રાગ આત્માનું કાર્ય છે એમ નથી. (શ્રોતા:- તો એ કોનું કાર્ય છે?) પુદ્ગલનું કાર્ય છે. આહાહા ! ઝીણી વાત છે ભાઈ ! આહાહા ! છે? જાણનારો જ્ઞાતા પુલ પરિણામનું જ્ઞાન કરે ! એ રાગને જાણવાનું કામ કરે ! તેથી એમ પણ નથી કે પુદ્ગલપરિણામ એ રાગાદિ છે એ જ્ઞાતા નામ-જાણનારનું એ કાર્ય છે એમ નથી. દેવીલાલજી! સમજાય છે આમાં? આહાહા! (શ્રોતા- રાગને જાણે કે રાગ સંબંધીના પોતાના જ્ઞાનને જાણે?) રાગને જાણે એ તો વ્યવહાર કહ્યો ને! પહેલો પોતાને જાણે છે, પણ રાગનું જ્ઞાન થયું પહેલું એવું બતાવ્યું! ( જ્ઞાની) જાણે છે તો પોતાને!! પણ આંહી ઈ પાછું સિદ્ધ કરવું છે કે ઈ કે ઈ રાગને જાણે છે. “જાણવાની પર્યાય તો પોતાથી, સ્વપરપ્રકાશકસ્વભાવ હોવાથી જાણે છે' એ જ્ઞાનની પર્યાય, બલ્કારકપણે પરિણમતી, પોતે કર્તા-પર્યાયનો પોતે કાર્ય પોતાનું એ રાગનું કાર્ય નહીં! આહાહા ! પણ રાગને જાણે છે તેથી રાગ વ્યાપ્ય નામ આત્માનું કાર્ય છે એમ નથી! કહો મોટાણી ! ઝીણું છે! તમને Page #206 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૭૫ ૧૯૧ કાંઈ પ્લાસ્ટીકનું શું છે ભુકો છે ને! આહાહા! આહાહા! ભગવાન આત્મા જાણનાર-દેખનાર જેનો (સ્વભાવ છે) આવ્યું'તું ને કાલ “હું સ્વસંવેદન-દર્શન-જ્ઞાન-સામાન્ય છું બસ! આહાહાહા... એવું ક્યાં ભાન થયું એની જ્ઞાનની પર્યાયમાં રાગનો કાળ હોય તો રાગ આવે! પણ રાગને જાણવાનું કાર્ય તે જીવનું છે. તો રાગને જાણવાનું કાર્ય જીવનું છે તો રાગ એનું કાર્ય આત્માનું છે એમ કેમ નહીં? એમ પ્રશ્ન છે. રાગને જાણે છે તો જાણવાનું કાર્ય તો એનું છે તો રાગને જાણે છે તો રાગ એનું વ્યાપ્ય કાર્ય છે કે નહીં? સમજાણું કાંઈ...? પુગલપરિણામ જ્ઞાતાનું વ્યાપ્ય છે એમ પણ નથી, એમ રાગ જાણનારનું કાર્ય છે એમ નથી ! આરે આવી વાતું છે! કારણ કે પુદ્ગલને' ઈ પુગલના પરિણામને હવે “પુદ્ગલ” કહી દીધા! અંદર દયાદાન-વ્રત-ભક્તિ-સ્તુતિનો રાગ થાય તેને પહેલાં પુદ્ગલના પરિણામ કહ્યાં હતાં, હવે એને “પુગલ” કહી દીધાં. આહાહા.... સમજાણું કાંઈ....? એ પુદ્ગલને અને આત્માને_આખાદ્રવ્ય લીધાં ને બેય! “શેયજ્ઞાયક સંબંધનો વ્યવહાર માત્ર હોવા છતાં’ એ પુદ્ગલના પરિણામ કહો કે પુદ્ગલ કહો, રાગઆદિ. વ્યવહારરત્નત્રયનો રાગ એ પુદ્ગલ કીધો આંહી. આહા... પુદગલનું વ્યાપ્ય-કાર્ય છે તેથી તે પુદગલ છે એમ કીધું ! તે પુગલને અને આત્માને શેયજ્ઞાયક સંબંધનો વ્યવહાર માત્ર’ આહાહા ! એ રાગને જાણનારો જે જણાય એ જ્ઞાયક-શેયનો, વ્યવહાર માત્ર સંબંધ!નિશ્ચય સંબંધ તો છે નહીં ‘શેયજ્ઞાયકને” રાગ શેય અને આત્મા જ્ઞાયક એવો જે શેય-જ્ઞાયકનો સંબંધ, એ વ્યવહાર માત્ર છે. આહાહા ! પરમાર્થે તો પોતે જ્ઞાનનો પર્યાય જે થયો તે દ્રવ્ય-ગુણ ને પર્યાય તે શેય અને તેનો જાણનાર...!! આહાહા આવું ઝીણું છે! “પુદગલને અને આત્માને ભગવાનની ભક્તિનો ભાવ, સ્તવન. આમ ચાલતું હોય. (શ્રોતા- એ તો વિકલ્પ!) વાંચન ચાલે વિકલ્પ! પણ આ તો સમંતભદ્ર આચાર્ય યાદ આવ્યા છે! ચોવીસ તીર્થંકરની સ્તુતિ કરી છે ને (સ્વયંભૂસ્તોત્રમાં) સમતભદ્ર આચાર્ય કહે છે કે પ્રભુ! મને આપની ભક્તિનું વ્યસન પડી ગયું છે એમ કહે છે. છે એમાં..? ચોવીસમાં છે સ્તુતિ કરી છે ભાઈએ અર્થ કર્યા છે ને જુગલકિશોરે. પોતે સ્તવનમાં કહ્યું છે “મારે એ જાતનું વ્યસન છે' ચોવીસ તીર્થંકરની સ્તુતિ કરી! પણ એમ કહ્યું પ્રભુ! મને વ્યસન છે. (શ્રોતાઃ- વ્યસન તો છોડવા જેવું છે) એ રાગ છે, છોડવા જેવું છે. આહાહા..... કેમકે એ તો પરદેશ છે. શ્રીમમાં આવ્યું ને.. શ્રીમદ્ભાં “જાશું સ્વરૂપ સ્વદેશ” આ બેનના શબ્દ સાથે મેળવ્યું. આહા... હા! અરે, અમારે હજી રાગ બાકી છે, પરદેશ! “શેષ કર્મનો ભાગ છે, ભોગવવો અવશેષ રે” એટલો હજી પરદેશ રાગ બાકી છે, આહા હા ! તેથી દેહ એક ધારીને, જાશું સ્વરૂપ સ્વદેશ.” ઈ રાગ જે બાકી છે ભક્તિ આદિનો ઈ પરદેશ છે. આહા. હા! અંત ભગવાન સ્વરૂપ સ્વદેશ અનંત. અનંત. ગુણનો સાગર-દરિયો એ અમારો સ્વદેશ છે, એમાં અમે જવાના છીએ. આહાહાહા ! એય! પુંજાભાઈ.આવી વાતું છે. આ તો બહેને (ચંપાબેને) “પરદેશ” શબ્દ (બોલમાં) વાપર્યો છે અને શ્રીમદેય Page #207 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨ સમયસાર સિદ્ધિ ભાગ-૪ (શ્રીમદ્રાજચંદ્ર) “સ્વદેશ' શબ્દ વાપર્યો છે. આહા.. હા! ભગવાન આત્મા જ્ઞાન ને આનંદ આદિ ગુણનો દરિયો છે તે પોતે સ્વદેશ છે. અને ચાહે. તો ભગવાનનું સ્મરણ આવવું, પંચ પરમેષ્ઠિની ભક્તિ-સ્તુતિ થવી એ રાગ તે પરદેશ છે. હજી એકાદ ભવ પરદેશમાં રહેવાનું છે! પછી તો.. અમે સ્વરૂપમાં સ્વદેશમાં ચાલ્યા જશું!! આહાહા ! બહુ વાત આકરી બાપા! મારગ સમયસારનો મારગ કોઈ અલૌકિક છે. સમયસાર એટલે આત્મા, એનો મારગ એમ. (શ્રોતા:- અલૌકિક મારગ તો સહેલો હોવો જાઈ ) મારગ સહેલો છે, અણ અભ્યાસે દુષ્કર થઈ ગ્યો છે. દુર્લભ કીધું છે ને..! સમ્યગ્દર્શન દુર્લભ કીધું છે! એ અપેક્ષાએ સ.. જ્ઞાયક સ્વભાવ છે! “છે' તેને પામવું છે તેને પામવું એ તો સરળ છે! એ શ્રીમદેય કહ્યું છે ને.“સત્ સરળ છે, સત્ સહજ છે, સત્ સર્વત્ર છે! આહાહા! આહાહાહા ! એમ. ભગવાન આત્મા સ છે! સર્વત્ર છે! સરળ છે! પોતે છે! આહાહાહા... જ્ઞાયકસ્વભાવભાવ ભગવાન!! એને કહે છે કે જ્ઞાનમાં રાગના પરિણામનું જ્ઞાન થાય તેથી તે જ્ઞાતાનું રાગ કાર્ય છે? એમ પ્રશ્ન છે. આહા.. હા ! છે? “પુદ્ગલને અને આત્માને શેયજ્ઞાયકસંબંધનો વ્યવહાર માત્ર હોવા છતાં પણ.... છતાં પણ પુ લ પરિણામ જેનું નિમિત્ત છે” એટલે કે જે દયા-દાન-ભક્તિ-વ્રત-તપનો વિકલ્પ ઊયો છે રાગ તે પુદ્ગલપરિણામ જેનું નિમિત્ત છે તે કોણ “એવું જે જ્ઞાન” આહાહા ! જ્ઞાન થયું છે તો ઉપાદાન પોતાથી જુઓ પાછું રાગનું જ્ઞાન થયું છે તો પોતાથી એમાં રાગ નિમિત્ત છે. રાગના જ્ઞાનમાં એ (રાગ) નિમિત્ત છે. જ્ઞાન થયું છે રાગનું જ્ઞાન થયું છે ઈ પોતાના ઉપાદાનથી થયું છે!આહાહા ! બહુ ઝીણું બાપુ ! મારગડા... ઝીણા ભાઈ.! આહાહા! જ્ઞાયક” કહેતાં એમાં બધાં સિદ્ધાંત સમાઈ જાય છે, એ “જાણનારો' પણ જાણનારો છતાં...ઈ આવી ગયું છે ને. છઠ્ઠીગાથામાં “જ્ઞાયક' અ વિ દોઢિ પૂનત્તો, ન પૂમતો બાળકનો ૬ નો માવો! પર્વ મMતિ શુદ્ધ, પાવો તો સો હું સો વેવ!! જાણનાર જાણનારને જાણે છે! આંહી કહે છે કે “જાણનાર જાણનારને જાણે છે એ વાત બરાબર છે, હવે ઈ જાણનારમાંજાણવાની પર્યાયમાં રાગ નિમિત્ત છે, નિમિત્ત છે એટલે કાંઈ કરતું નથી એમ એનો અર્થ છે. આહાહા ! છે? “પુદ્ગલપરિણામ જેનું નિમિત્ત છે” “એવું જે જ્ઞાન તે જ જ્ઞાતાનું વ્યાપ્ય છે' – તે જ આત્માનું કાર્ય છે. આહાહા ! રાગનું જ્ઞાન થયું માટે રાગનું એ કાર્ય છે અથવા રાગનું કાર્ય આત્માનું છે એમ નથી. આહાહા! ઈ તો પહેલાં આવી ગયું છે, જ્ઞાન થયું માટે રાગનું કાર્ય છે ઈ એમ તો નથી. પણ રાગ આત્માનું કાર્ય છે, રાગનું આંહી જ્ઞાન થયું માટે આત્માનું કાર્ય રાગ છે એમ નથી. આહા.. હા ! આવું છે! પ્રેમચંદભાઈ...? ઝીણી વાતું છે બાપા! બરાબર પણ આવી ગયા આ ભાગ્યશાળી બરાબર ગાથા એવી આવી છે ને! પુગલ.. શેય ! એ રાગ આદિ, ભક્તિ આદિ, સ્તુતિ આદિનો રાગ, તે શેય અને આત્મા જ્ઞાયક એવો વ્યવહાર માત્ર હોવા છતાં, વ્યવહાર માત્ર હોવા છતાં આહાહા! “પણ... પુદ્ગલપરિણામ જેનું નિમિત્ત છે (એવું જે જ્ઞાન તે) આંહી જાણવાની પર્યાય થઈ છે પોતાથી, Page #208 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૭૫ ૧૯૩ રાગથી થઈ નથી. રાગને જાણવાનું જ્ઞાન રાગથી થયું નથી. થયું છે પોતાથી. એ પોતાના જ્ઞાનમાં રાગ નિમિત્ત છે, છતાં તે રાગનું કાર્ય, જીવનું નથી. આહા. હા ! છે? એવું જે જ્ઞાન તે જ જ્ઞાતાનું વ્યાપ્ય છે.” રાગનું જ્ઞાન, એમાં એ (રાગ) નિમિત્ત છે, (જ્ઞાન) તો, પોતાનું પોતાથી થયું છે રાગને જાણવાનું જ્ઞાન પણ જ્ઞાન પોતે પોતાથી થયું છે. એના જ્ઞાનમાં રાગ નિમિત્ત માત્ર છે અને તે શેય-શાયકનો વ્યવહાર માત્ર હોવા છતાં તે રાગ આત્માનું કાર્ય નથી. રાગનું કાર્ય નથી આત્માનું પરિણામ ઈ તો પહેલાં આવી ગયું છે. આંહી તો હવે આત્માનું જ્ઞાન થયું અને રાગનું જ્ઞાન થયું, એ જ્ઞાન થયું છે પોતાના ઉપાદાનથી, એમાં રાગ વ્યવહારરત્નત્રયનો વિકલ્પ નિમિત્ત છે. નિમિત્તનો શેયજ્ઞાયક સંબંધનો વ્યવહાર માત્ર હોવા છતાં તે રાગ આત્માનું કાર્ય નથી. ભાષા તો સાદી છે પણ હવે, ભાવ તો ભઈ ભાવ તો જે હોય તે આવે એમાં એને કંઈ હળવા કરી નંખાય કાંઈ? ... આહાહા ! આવું સ્વરૂપ છે ! માટે તે જ્ઞાન જ જ્ઞાતાનું કર્મ છે' લ્યો! સરવાળો. એ આત્મા જ્ઞાયક છે, એણે સ્વને જાણ્યો અને રાગ થાય છે તેને પરને જાણ્યો, એવું જે શેયજ્ઞાયક (પણું ) તો વ્યવહાર માત્ર ! છતાં તે રાગનું કાર્ય આત્માનું નથી. માટે તે જ્ઞાન જ જ્ઞાતાનું કાર્ય છે-રાગ આત્માનું કાર્ય નથી, પણ રાગસંબંધી જ્ઞાન જે પોતાથી જ્ઞાન થયું છે તે જ્ઞાતાનું કાર્ય છે. આહાહા ! છે? “માટે તે જ્ઞાન જ જ્ઞાતાનું કાર્ય છે.' એ પણ હજી ભેદ છે. એ આંહી પરથી જુદું બતાવવું છે ને, નહિંતર તો રાગસંબંધીનું જ્ઞાન ને પોતાસંબંધીનું જ્ઞાન, એ જ્ઞાન પોતાથી થયું છે, એ જ્ઞાન જ્ઞાતાનું કાર્ય છે એ પણ વ્યવહાર કીધો! (ખરેખર તો ) એ જ્ઞાતાના પરિણામ જે થયા પરિણામ, એ પરિણામ કર્તા અને પરિણામ એનું કાર્ય (છે), એને આત્માનું કાર્ય (કહ્યું એ તો) પરથી જુદું પાડવાને કહ્યું છે. આહાહાહા! આટલા બધા ભેદ, ક્યાં સમજવા ! વીતરાગ મારગ એવો છે ભાઈ ! બહુ સૂક્ષ્મ-ઝીણો છે!! આહાહા! હવે, આ જ અર્થના સમર્થનનું કળશરૂપ કાવ્ય કહે છે. લ્યો! ગાથા પૂરી થઈ, ટીકા (પૂરી થઈ ) 0 0 Page #209 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ સમયસાર સિદ્ધિ ભાગ-૪ ( શ્લોક - ૪૯ ) ક (શાર્દૂત્રવિહિત) व्याप्यव्यापकता तदात्मनि भवेन्नैवातदात्मन्यपि व्याप्यव्यापकभावसम्भवमृते का कर्तृकर्मस्थितिः। इत्युद्दामविवेकघस्मरमहोभारेण भिन्दंस्तमो ज्ञानीभूय तदा स एष लसितः कर्तृत्वशून्यः पुमान्।।४९।। હવે આ જ અર્થના સમર્થનનું કળશરૂપ કાવ્ય કહે છે શ્લોકાર્ધઃ- [ વ્યાખ્યવ્યાપકતા તાત્મનિ ભવેત] વ્યાપ્યવ્યાપકપણે તસ્વરૂપમાં જ હોય, [ તવાત્મનિ પિ ન થવ] અતસ્વરૂપમાં ન જ હોય. અને [ વ્યાયવ્યાપભાવનગ્નવતે]વ્યાપ્યવ્યાપકભાવના સંભવ વિના[ ર્તુસ્થિતિ: ] કર્તાકર્મની સ્થિતિ કેવી? અર્થાત કર્તાકર્મની સ્થિતિ ન જ હોય. [ રૂતિ ઉદ્દામ-વિવે-સ્મરમદોમારે] આવો પ્રબળ વિવેકરૂપ, અને સર્વને ગ્રામીભૂત કરવાનો જેનો સ્વભાવ છે એવો જે જ્ઞાનપ્રકાશ તેના ભારથી [ તમ: મિત્ત્વન] અજ્ઞાન-અંધકારને ભેદતો,[ :Y: પુમાન] આ આત્મા [ જ્ઞાનમૂય] જ્ઞાનસ્વરૂપ થઈને, [ તવા] તે કાળે [વર્તુત્વશૂન્ય: સિત:] ક્નત્વરહિત થયેલો શોભે છે. ભાવાર્થ-જે સર્વ અવસ્થાઓમાં વ્યાપે તે તો વ્યાપક છે અને કોઈ એક અવસ્થાવિશેષ તે, (તે વ્યાપકનું) વ્યાપ્ય છે. આમ હોવાથી દ્રવ્ય તો વ્યાપક છે અને પર્યાય વ્યાપ્ય છે. દ્રવ્ય-પર્યાય અભેદરૂપ જ છે. જે દ્રવ્યનો આત્મા, સ્વરૂપ અથવા સત્ત્વ તે જ પર્યાયનો આત્મા, સ્વરૂપ અથવા સત્ત્વ. આમ હોઈને દ્રવ્ય પર્યાયમાં વ્યાપે છે અને પર્યાય દ્રવ્ય વડે વ્યપાઈ જાય છે. આવું વ્યાપ્યવ્યાપકપણે તસ્વરૂપમાં જ (અર્થાત્ અભિન્ન સત્તાવાળા પદાર્થમાં જ) હોય; અતસ્વરૂપમાં (અર્થાત્ જેમની સત્તા-સત્વ ભિન્ન ભત્નિ છે એવા પદાર્થોમાં) ન જ હોય. જ્યાં વ્યાપ્યવ્યાપકભાવ હોય ત્યાં જ કર્તાકર્મભાવ હોય; વ્યાપ્યવ્યાપકભાવ વિના કર્તાકર્મભાવ ન હોય. આવું જે જાણે તે પુગલને અને આત્માને કર્તાકર્મભાવ નથી એમ જાણે છે. આમ જાણતાં તે જ્ઞાની થાય છે, કર્તાકર્મભાવથી રહિત થાય છે અને જ્ઞાતાદ્રષ્ટા- જગતનો સાક્ષીભૂત-થાય છે. ૪૯. પ્રવચન નં. ૧૬૩ શ્લોક-૪૯ તા. ૦૮/૦૧/૭૯ व्याप्यव्यापकता तदात्मनि भवेन्नैवातदात्मन्यपि व्याप्यव्यापकभावसम्भवमृते का कर्तृकर्मस्थितिः। इत्युद्दामविवेकघस्मरमहोभारेण भिन्दंस्तमो ज्ञानीभूय तदा स एष लसितः कर्तृत्वशून्यः पुमान्।।४९ ।। Page #210 -------------------------------------------------------------------------- ________________ શ્લોક-૪૯ ૧૯૫ આહાહા ! વ્યાખ્યવ્યાપતા તાત્મનિ ભવેત્' – વ્યાપ્યવ્યાપકપણું એટલે કર્તાકર્મપણું તસ્વરૂપમાં હોય' –રાગ એ કાંઈ જીવનું સ્વરૂપ નથી. તેથી “વ્યાપ્યવ્યાપકપણે તસ્વરૂપમાં હોય.” આત્મા વ્યાપક અને એના જ્ઞાનપરિણામ તે વ્યાપ્ય હોય. પરથી જુદું પાડીને બતાવવું છે ને અત્યારે ! આહાહા ! તે વ્યાપક (ને) વ્યાપ્ય, એટલે જ્ઞાનના પરિણામ, અને વ્યાપક તે આત્મા. તે તસ્વરૂપમાં જ હોય. રાગ-દયા-દાન-વ્રત-ભક્તિનો, સ્તુતિનો રાગ, એ કાંઈ તસ્વરૂપ નથી, એ કાંઈ આત્મસ્વરૂપ નથી. આહાહાહા! તેથી વ્યાપ્યવ્યાપકપણું એટલે કે કર્તાકાર્યપણે તસ્વરૂપમાં હોય. એટલે આત્મા જ્ઞાનસ્વરૂપ છે તે સ્વરૂપમાં કર્તાકર્મપણું હોય (તેથી) કર્તા આત્મા અને જ્ઞાનપરિણામ કાર્ય. આહા! અતસ્વરૂપમાં ન જ હોય' (એટલે) રાગ જે વ્યવહારરત્નત્રયનો વિકલ્પ ઊઠે છે તે અતસ્વરૂપ છે. આહાહાહા! આવી જાતનો ઉપદેશ હવે નવા અજાણ્યા માણસને તો એવું થાય કે શું આ તે કહે છે!! એક જણો કહેતો તો હો ઓલો છોકરો આ આવ્યા'તાને રાજકોટવાળા-છોકરો કોક મહારાજ શું છે આ આમાં સમજાતું નથી કહે તો તો છોકરા આવ્યા'તા ને કાલે એમાં કોઈ મોટો છોકરો હતો બહાર નીકળાને પગથીયે કાંઈ સમજાતું નથી. પણ કે દિ' સમજાય સાંભળવા મળ્યું નથી અને પરિચય નથી. આહાહા ! છોકરો હતો પાઠશાળાના આવ્યા છે ને બધા. આહાહા ! વ્યાપ્યવ્યાપકપણે તસ્વરૂપમાં હોય એક વ્યાખ્યા એટલે? ભગવાન આત્મા જ્ઞાનસ્વરૂપઆનંદસ્વરૂપ (છે), એના પરિણામ પણ જ્ઞાનસ્વરૂપ ને આનંદસ્વરૂપ, એ આત્મા વ્યાપક અને જ્ઞાનપરિણામ વ્યાપ્ય એ એનું તસ્વરૂપ છે. ઈ તસ્વરૂપમાં કર્તા-કર્મપણું હોય, તસ્વરૂપમાં વ્યાપ્યવ્યાપકપણું હોય, તસ્વરૂપમાં કારણ-કાર્યપણું હોય. આહાહા ! (શ્રોતાઃ- દ્વાદશાંગશાન એ તસ્વરૂપ કહેવાય કે નહીં?) બહારનું બહારનું જ્ઞાન, એ જ્ઞાન નથી. ઈ પરજ્ઞાન છે! પરસત્તાવલંબી ! એ આવી ગયું છે આપણે શેયનિષ્ઠ-શેયનિમગ્ન! બેનના પુસ્તકમાં આ લખ્યું છે. આમેય અગ્યાર અંગનું (જ્ઞાન) અનંત વાર કર્યું છે. નવ પૂર્વ અનંતવાર થયાં છે! એ સ્વય હોય તો તો કલ્યાણ થઈ જાય ત્યાં, એનાથી એક ભવ ઘટયો નથી. આહાહા ! (શ્રોતા:- વધ્યો ખરો!) એ ભવ જ છે ત્યાં વધવાનું શું? ઈ પોતે જ ભવસ્વરૂપ છે, જેમ રાગ ભવસ્વરૂપ છે એમ “પરસંબંધીનું જે જ્ઞાન સ્વનું મૂકીને એ ભવસ્વરૂપ જ છે! આહા! ઝીણી વાત છે પ્રભુ! આહાહા ! આવો વીતરાગ મારગ ! સર્વજ્ઞ પરમેશ્વરના મુખથી નીકળેલી છે વાણી એ “આ” વાણી છે સાર! આ તો સમયસાર છે! ઓલું-પ્રવચનસાર દિવ્યધ્વનિનો સાર! “આ તો આત્માનો સાર!! આહાહા ! વ્યાપકવ્યાણકપણે તસ્વરૂપમાં જ હોય” – જોયું? તસ્વરૂપમાં “જ” હોય ! એકાંત કરી નાખ્યું. કથંચિત્ તસ્વરૂપમાં અને કથંચિત્ અતસ્વરૂપમાં એમ નહીં. આહાહા! એ અસ્તિથી કહ્યું. હવે ‘ગતવાત્મનિ પિ ન થવ' “અતસ્વરૂપમાં ન જ હોય.” અને વ્યાપ્યવ્યાપક ભાવના સંભવ વિના કર્તુર્મસ્થિતિ: 1:' – કર્તાકર્મની સ્થિતિ કેવી ? આહાહા ! રાગનું કાર્ય આત્માનું ને કર્તા આત્મા એમ અતસ્વરૂપમાં એમ ક્યાંથી આવ્યું? સમજાણું કાંઈ.? તસ્વરૂપમાં આવે, આત્મા કર્તા અને એના શુદ્ધસ્વભાવના મોક્ષમાર્ગના પરિણામ Page #211 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬ સમયસાર સિદ્ધિ ભાગ-૪ (તેનું કર્મ હોય.) આત્મા વ્યાપક અને મોક્ષમાર્ગના પરિણામ વ્યાપ્ય એ તસ્વરૂપમાં કર્તાકર્મપણું હોય. પણ.. રાગ તે વ્યાપ્ય અને આત્મા વ્યાપક-કર્તા તેનું કાર્ય રાગ એમ નથી. અતસ્વરૂપમાં વ્યાપ્યપકપણું નથી. આહાહા ! એ પુદ્ગલપરિણામમાં વ્યાપક આત્મા અને વ્યાપ્ય પુદ્ગલપરિણામ એમ નથી. આહા! પુદ્ગલ વ્યાપક અને એ (રાગ-વ્યાપ્ય છે) આહા..! ગજબ વાતું છે ને...! ભગવાનની ભક્તિ-ભગવાનની સ્તુતિ એ પણ પુગલના પરિણામ પુદગલ વ્યાપકનું વ્યાપ્ય છે. આહાહા...! પુદ્ગલ પોતે પરિણમીને તે રાગ-વ્યાપ્ય તેનું થયું છે. સમજાય છે ને ભાઈ...? પ્રેમચંદભાઈ ! આહાહા.... આવો મારગ ! અરે.... અસ્તિ-નાસ્તિ કરી. (હવે ) ત્રીજી વાત, વ્યાપ્યવ્યાપકભાવના સંભવ વિના “áરિથતિ: I' એ ત્રીજું ! જ્યાં વ્યાપ્યવ્યાપકપણું નથી ત્યાં કર્તાકર્મપણું કેવું? રાગ વ્યાપ્ય અને આત્મા વ્યાપક એ અતસ્વરૂપમાં તો છે નહીં. સમજાણું કાંઈ? આહાહાહા ! દેહની ક્રિયાની તો વાતું ક્યાં ગઈ? આહા! શરીર, વાણી, મનની પર્યાય, એનો વ્યાપક પરમાણું ને એનું વ્યાપ્ય એની એ પર્યાય! આંહી તો આત્મામાં થતા રાગના પરિણામ-ભક્તિના પરિણામ સ્તુતિના પરિણામ, પરમાત્મા પરદ્રવ્ય છે ને. એ પરિણામની સાથે અતસ્વરૂપ હોવાથી આત્માને તેનું કર્તાકર્મપણું નથી. આહાહાહા.. સમજાણું કાંઈ? છે ને.. એમાં છે ને ? ત્રણ વાત થઈ. કર્તાકર્મપણું એટલે કારણ-કાર્યપણું, વ્યાપ્યવ્યાપકપણે તસ્વરૂપમાં હોય, અને વ્યાપ્યવ્યાપક સિવાય અતત્ સ્વરૂપમાં કર્તાકર્મપણું હોય નહીં. માટે “વ્યાપ્યવ્યાપકભાવના સંભવ વિના કર્તાકર્મની સ્થિતિ કેવી ?' આહાહા ! આવું ઝીણું છે પ્રભુ! આહાહા ! “અર્થાત્ કર્તાકર્મની સ્થિતિ ન જ હોય” એટલે? વ્યવહાર-રત્નત્રયનો જે વિકલ્પ છે તે આત્માનું વ્યાપ્ય અને આત્મા વ્યાપક ઈ અતસ્વરૂપમાં હોઈ શકે નહીં. ઈ અતત્ સ્વરૂપ છે! આહાહા ! કોવીરચંદભાઈ ! આવું છે !! આહાહા ! (કહે છે કેઃ) રૂતિ દ્વાન–વિવે—ધર્મર—મદોમારે' –ઓહોહો ! શું કહે છે, શું કળશ. તે કળશ !! ઓહો...“આવો પ્રબળ વિવેકરૂપ” આવો પ્રબળ વિવેકરૂપ એટલે...? રાગાદિના પરિણામ અતસ્વરૂપ છે ભગવાન જ્ઞાતાના પરિણામ તે તસ્વરૂપ છે. આવો પ્રબળ વિવેક છે! આહાહાહા ! આવો પ્રબળ વિવેકરૂપ” – આવો પ્રબળ ભેદરૂપ. આહાહાહા ! આવો પ્રબળ ભેદજ્ઞાનરૂપ! “અને સર્વને ગ્રામીભૂત કરવાનો જેનો સ્વભાવ છે' -પ્રબળ વિવેકરૂપ-ભેદરૂ૫ અને જે જ્ઞાનને સર્વને ગ્રામીભૂત કરવાનો જેનો સ્વભાવ છે એવો જ્ઞાનપ્રકાશ.’ આહાહાહા ! રાગના પરિણામ તે પુદ્ગલના પરિણામ તે પુદ્ગલનું વ્યાપ્ય તે અતસ્વરૂપ તે તસ્વરૂપમાં હોય શકે નહીં. ભગવાન આત્મા જ્ઞાતા-દ્રષ્ટા તે કર્તા, અને તેના પરિણામ જે સમ્યગ્દર્શન-જ્ઞાનચારિત્ર થાય, તે પરિણામ તેનું વ્યાપ્ય! આહા.. હા! એ પણ ભેદથી.. આવી વાત છે! નિશ્ચયથી તો એ મોક્ષમાર્ગના પરિણામ ષકારકથી પરિણમતાં પોતાથી છે. આહાહા! ભગવાન (આત્મદ્રવ્ય) ધ્રુવ છે એ ક્યાં પરિણામે છે? આહાહા ! શું... કળશ !! Page #212 -------------------------------------------------------------------------- ________________ શ્લોક-૪૯ ૧૯૭ (કહે છે) વ્યાપ્યવ્યાપકપણે તસ્વરૂપમાં હોય ! તો તસ્વરૂપ તો. ભગવાન જ્ઞાન ને આનંદસ્વરૂપ છે પ્રભુ! તે તસ્વરૂપમાં એનાં જ્ઞાન ને આનંદના પરિણામ વ્યાપ્ય અને આત્મા વ્યાપક એમ કહી શકાય. પણ રાગ વ્યાપ્ય અને વ્યાપક આત્મા એમ કોઈ રીતે વિવેકથીભેદથી છે ત્યાં ન કરાય...! આહા! - દૃષ્ટિ ફેરે બધો ભાવ ફેર પડી જાય છે. હું? આહાહા ! દૃષ્ટિ એવી સૃષ્ટિ !! જ્ઞાયકની દૃષ્ટિ થઈ તેને જાણવા-દેખવા ને મોક્ષનાં માર્ગ ને આનંદના પરિણામ, એ તેનું (આત્માનું) વ્યાપ્ય થાય છે. આહાહા ! અને તે જ્ઞાનમાં રાગ નિમિત્ત હોવા છતાં તે રાગ આત્માનું કાર્ય નહીં અને રાગથી જ્ઞાન થયું તે રાગનું, જ્ઞાન કાર્ય નહીં. આહાહા ! ઝીણી વાત છે ભાઈ...! આ તો વિતરાગ સર્વજ્ઞ પરમાત્મા, ત્રિલોકનાથ કેવળીના વચનો છે ઈ સંતો જગતને જાહેર કરે છે. આહાહા ! આવો પ્રબળ વિવેકરૂપ છે. ઉદ્દામ્ વિવેક ! ઉદ્દામ્ વિવેક! એમ. પ્રબળ વિવેક !! ધમ્મરનો અર્થ વિવેક કર્યો “અને સર્વને ગ્રામીભૂત કરવાનો જેનો સ્વભાવ છે” (એટલે ) જ્ઞાન તો સ્વને જાણે-પરને જાણે ઈ “જાણવાનું કાર્ય પોતાનું પોતાથી થાય, એ બધાને જાણવાનો-ગ્રાસીભૂત-કોળિયો કરી જાય! લોકાલોક છે તે પણ જ્ઞાનની પર્યાયમાં કોળિયો થઈ ગ્યો છે નિમિત્તરૂપે ! “ગ્રામીભૂત” – એ જ્ઞાનની પર્યાયનો એટલો સ્વભાવ છે કે લોકાલોક ભલે એમાં નિમિત્ત હો પણ એ જ્ઞાનની પર્યાય પોતાના ઉપાદાનથી થઈ છે. તેથી તે પર્યાયનો સ્વભાવ સર્વને કોળિયો કરી જવું (એવો છે)! કોળિયો નાનો ને મોટું મોટું! એમ જ્ઞાનનો પ્રકાર મોટો ને શેય લોકાલોક તે (નાનો) કોળિયા સમાન છે. આહા.. હા ! ભાષા તો સાદી છે પ્રભુ! આ વસ્તુ તો પણ હવે બીજું શું થાય? આહા..! એને બીજી રીતે કરે તો કાંઈ. આહા.. હા! ખરેખર, મુનિઓનો શુદ્ધ ઉપયોગ જે છે તે તેનું વ્યાપ્ય છે અને આત્મા વ્યાપક છે ઈ પરથી ભિન્ન પાડવાની અપેક્ષાએ.. ભાઈ ? શું કીધું? આતો ઓલું શુદ્ધઉપયોગનું આવ્યું ને બપોરે એનો અર્થ એવો કર્યો અભિમુખ એમ નથી બાપા! આહાહા! મુનિ એનો આત્મા કર્તા કહેવો અને મોક્ષમાર્ગના પરિણામ તેનું કાર્ય કહેવું એ પરથી ભિન્ન પાડવાની અપેક્ષાએ, પણ રાગ તેનું કાર્ય છે-વ્યવહાર રત્નત્રયનો રાગ એનું આત્માનું કાર્ય છે એમ નથી ! આહાહા ! (શ્રોતા- અશુદ્ધનયે તો કહેવાય ને...!) હેં? અશુદ્ધનયે તો પર્યાયમાં એની થાય છે ઈ અપેક્ષાએ, પણ સ્વભાવષ્ટિએ અને સ્વભાવમાં નથી માટે તો એને પરનાં પરિણામ કીધાં. એમ કહેવું છે ને આહીં! એ તસ્વરૂપ નથી એનું! એનું સ્વરૂપ તો ચૈતન્ય સ્વરૂપ છે, ભગવાનનું જ્ઞાયકસ્વરૂપ છે, એ તસ્વરૂપમાં રાગનું કાર્ય ક્યાંથી આવે? આહાહા.. આહાહા ! તો બપોરે આવી ગયું હતું ને ચૈતન્યસ્વરૂપ, ચારે કોરથી જુઓ તો સંતોની વાણીમાં અવિરોધપણું ઊભું થાય છે. પણ ધીરાના કામ છે ભાઈ...! એ વાતને ઝીલવી એ પણ એક પાત્રતા હોય છે. આહાહા.. આવી વાત! આહા! ભગવાન આત્મા ! એ રાગથી ભિન્ન પડેલો ને એકરૂપ ભેદજ્ઞાનમાં એવું જે જ્ઞાન (કે) “જેનો સર્વને ગ્રામીભૂત કરવાનો જેનો સ્વભાવ છે એવો જે જ્ઞાનપ્રકાશ તેના ભારથી” જ્ઞાનપ્રકાશના ભારથી અજ્ઞાન–અંધકારને ભેદતો, રાગ તે અજ્ઞાન છે તેને તોડતો ભેદતો, આ Page #213 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮ સમયસાર સિદ્ધિ ભાગ-૪ આત્મા જ્ઞાનસ્વરૂપ થઈને” ( અર્થાત્ ) જ્ઞાયક છે તે જ્ઞાયકસ્વરૂપ થઈને” દ્રવ્યસ્વભાવ! ગુણસ્વભાવ! જ્ઞાયકસ્વભાવ! સર્વજ્ઞસ્વભાવ હોવાથી જેની શક્તિ જ પોતે પોતાને ત્રિકાળીને પોતાથી “જાણે ને દેખે” એવો એનો સ્વભાવ છે. ત્રિકાળજ્ઞાનદર્શનનો, ત્રિકાળી પોતાના સ્વરૂપને જાણવા-દેખવાનો સ્વભાવ છે! એ... જયારે પર્યાયમાં આ તો ગુણમાં વાત કરી, હવે પર્યાયમાં જ્ઞાન થયું એનો પણ સર્વને ગ્રામીભૂત કરવાનો સ્વભાવ છે. શું કહ્યું છે..? કે જે આત્માનો ત્રિકાળી જ્ઞાનદર્શન જે સ્વભાવ છે એ પોતાના ત્રિકાળીને જાણવા-દેખવાનું, શક્તિવાળું એ તત્ત્વ છે! આહા! “નિયમસાર” માં આવ્યું છે ને. એ ત્રિકાળી જ્ઞાનદર્શન ને ત્રિકાળીદ્રવ્યને, જ્ઞાનદર્શન-જાણવા-દેખવાના સ્વભાવવાળું છે. એ જયારે પર્યાયમાં પ્રગટ થાય તસ્વરૂપ ! રાગથી ભિન્ન પડી સ્વભાવની દૃષ્ટિ થઈ ને આત્માનો આશ્રય આવ્યો ત્યારે જે પર્યાય પ્રગટ થાય છે મોક્ષના માર્ગની, એ જીવનું વ્યાપ્ય નામ કાર્ય છે. આ વ્યવહારરત્નત્રય એ જીવનું કાર્ય નહીં. આહાહા... નવરંગભાઈ ! આવું છે!! છે એમાં? આહા“વ્યવહારરત્નત્રયથી નિશ્ચય થાય.” અરે ભગવાન ! શાસ્ત્રમાં કહ્યું છે ને એ તો નિમિત્તનું જ્ઞાન કરાવવા કહ્યું છે (એને નિશ્ચય સમજીશ) તો એ તત્ત્વનો વિરોધ થઈ જશે! આહા! આ આત્મા જ્ઞાનસ્વરૂપ થઈને,” આ પર્યાયની વાત છે હોં! એ ભગવાન જ્ઞાયકસ્વરૂપ તો છે! પણ હવે પર્યાયમાં “જ્ઞાનસ્વરૂપ થઈને” “તે કાળે” કર્તુત્વરહિત થયેલો શોભે છે.” “જાણવાના” પરિણામ જે થયા તે પરિણામ થયો થકો-પરિણામરૂપે થયો થકો એમ. રાગરૂપે થયો થકો નહીં. તસ્વરૂપે જ્ઞાનપરિણામરૂપે થયો થકો થઈને તેકાળે- તેજ સમયે” એમ. “કર્તુત્વ રહિત થયેલો શોભે છે.” – રાગના કાર્યના કર્તા રહિત થઈને જ્ઞાનસ્વરૂપ થઈને શોભે છે! બહુ ગાથા સારી આવી છે, પ્રેમચંદભાઈ ! તમે લંડનથી આવ્યાને લંડનમાં વાંચે છે. એક કળશમાં કેટલું નાખ્યું છે!! આહા! એક, એક ગાથા ને...! એક, એક પદને...! એક, એક કળશ !! આખું સ્વરૂપ ભરી દેવાની તાકાત છે!! આહાહા... ભાવાર્થ: “જે સર્વ અવસ્થાઓમાં વ્યાપે તે વ્યાપક” (એટલે કે, દરેક અવસ્થામાં રહેલો હોય તેને વ્યાપક કહીએ. અને કોઈ એક અવસ્થા વિશેષ ખાસ તે વ્યાપકનું વ્યાપ્ય-કાર્ય કહીએ. આત્મા જ્ઞાયક ! એની દરેક અવસ્થામાં વ્યાપક છે અને તેની જ્ઞાન પર્યાય તેનું વ્યાપ્ય છે. અવસ્થાવિશેષ-અવસ્થા ઈ એનું કાર્ય છે. વ્યાપક જ્ઞાયક ત્રિકાળી બધી અવસ્થામાં વ્યાપનારો છે અને કોઈ એક જ અવસ્થા તેને વિશેષ પર્યાય છે-કહે છે વ્યાપ્ય કહે છે. એ વ્યાપક બધી અવસ્થામાં વ્યાપનારો જ્ઞાનની પર્યાયમાં વ્યાપે છે. આહાહાહા.... સમજાણું કાંઈ..? આહા! “આમ હોવાથી દ્રવ્ય તો વ્યાપક છે” આંહી તો દ્રવ્યને સિદ્ધ અત્યારે કરવું છે ને પરથી ભિન્ન! “દ્રવ્ય તો વ્યાપક છે' આત્મા જ્ઞાયકદ્રવ્ય તો વ્યાપક છે! “અને પર્યાય વ્યાપ્ય છે” એ મોક્ષમાર્ગની જે સમ્યગ્દર્શનજ્ઞાનચારિત્રની પર્યાય એ વ્યાપ્ય છે, કાર્ય છે. આહાહાહા! ઈ જ્ઞાયક છે તે કારણે પરમાત્મા છે, દરેક અવસ્થામાં ઈ હોય છે અને અવસ્થાએકસમયનું વિશેષ તે તેનું કાર્ય છે. દ્રવ્ય વ્યાપક છે ને પર્યાય વ્યાપ્ય છે. નિર્મળ પર્યાય વ્યાપ્ય છે ઈ કહેવું છે હોં ! રાગ એનું વ્યાપ્ય છે ઈ આંહી છે નહીં. ઈ પુદગલમાં જાય છે. આહાહા ! Page #214 -------------------------------------------------------------------------- ________________ શ્લોક-૪૯ ૧૯૯ ‘દ્રવ્ય-પર્યાય અભેદરૂપ જ છે આંહી તો... ઈ સિદ્ધ કરવું છે ને...! પરથી ભિન્ન સિદ્ધ કરવું છે ને ! રાગ આદિ પુદ્ગલના ભાવ એનાથી ભિન્ન સિદ્ધ કરવું છે ને એથી આંહી કહે છે કે “દ્રવ્યને પર્યાય અભેદરૂપ જ છે.” દ્રવ્ય જે જ્ઞાયકભાવ અને નિર્મળ પર્યાય તે અભેદ છે. સ્વના આશ્રયે થયેલી તે અભેદ છે. અભેદનો અર્થ પર્યાય દ્રવ્યરૂપ થઈ ગઈ છે એમ નથી. પણ. પર્યાય આમ. જે ભેદરૂપ હતી (પરસનુખ) એ પર્યાય આમ ( સ્વસમ્મુખ) થઈ તે અભેદ થઈ! આહાહા ! એક. એક શબ્દના અર્થ આવા પણ પકડાઈ એવું છે, ભાષા તો સાદી છે પ્રભુ! પણ તું એવો છો અંદરમાં અલૌકિક ચીજ! આહાહા... એ જ્ઞાયક છે તે વ્યાપક છે અને એના નિર્મળ પરિણામ-મોક્ષના મારગના તે વ્યાપ્ય છે. આમ દ્રવ્ય ને પર્યાય અભેદરૂપ જ છે. આંહી ઓલા દ્રવ્ય ને પર્યાય જુદા છે એ આંહી નથી સિદ્ધ કરવું. સંવર અધિકારમાં તો ઈ પર્યાયનું ક્ષેત્ર ભિન્ન છે! પર્યાયનો ભાવ ભિન્ન છે! દ્રવ્યનો ભાવ ભિન્ન છે!! અહીંયા તો પુદ્ગલના પરિણામથી ભિન્ન બતાવ્યો એવાં જે જ્ઞાનના પરિણામ થયાં તે તે જ્ઞાતાનું વ્યાપ્ય છે, જ્ઞાતા તેનો કર્તા છે! આહાહા ! આમાં ધરે એની મેળે સમજે તો શું એમાંથી કાઢે ? એય મોટાણી? પ્લાસ્ટીકનો ભુક્કો કાઢે (કર્તાપણાના) ભાવ કરે ! બીજું શું છે. પ્લાસ્ટીકનો ભુક્કો કાઢી શકતા નથી. આહાહા ! ભારે કામ બાપુ આહા..... જુઓ ! પાછું શું કહે છે? કે જે દ્રવ્યનો આત્મા સ્વરૂપ અથવા સત્ત્વ તે પર્યાયનો આત્મા, અથવા જોયું? જે દ્રવ્યનો આત્મા એટલે સ્વરૂપ દ્રવ્યનો આત્મા સ્વરૂપ ! સ્વરૂપ અથવા સત્ત્વ! (એટલે ) દ્રવ્યનો આત્મા, દ્રવ્યનું સ્વરૂપ, દ્રવ્યનું સત્ત્વ તે જ પર્યાયનો આત્મા, પર્યાયનું સ્વરૂપ, પર્યાયનું સત્ત્વ! ફરીને વધારે લેવાય છે હોં? ફરીને વસ્તુ છે જે ભગવાન આત્મા આપણે અત્યારે એના ઉપર લેવું છે ને.... ! એનું દ્રવ્યનું સ્વરૂપ આત્મા, એટલે સ્વરૂપ મૂળ તો આ વ્યાખ્યા કરી કે, દ્રવ્યનો આત્મા એટલે દ્રવ્યનો ભાવ તે દ્રવ્યનું સ્વરૂપ !તે દ્રવ્યનું સર્વો! સત્... સત, પ્રભુ જ્ઞાયક ! સત્ સદ્ભવ્ય, તેનું જ્ઞાયકપણું તે તેનું સત્ત્વ !! સનું સત્ત્વ ! તે જ પર્યાયનો આત્મા, પર્યાયનો ભાવ, તે જ પર્યાયનું સ્વરૂપ ને તે જ પર્યાયનું સત્ત્વ! દ્રવ્યનું-સનું સત્ત્વ અને પર્યાયનું સત્ત્વ બેય એક છે આ અપેક્ષાએ! પરનું સત્ત્વ જુદું પાડવું છે ને અત્યારે ! આહાહા ! દયા-દાન-ભક્તિ-સ્તુતિનો રાગ છે તે પુગલનું-સનું સત્ત્વ છે! આ નિર્મળપર્યાય ને નિર્મળ ભગવાન (આત્મદ્રવ્ય) કે જે દ્રવ્યનો આત્મા! દ્રવ્યનો જે સ્વભાવ ! તે જ સ્વરૂપ તે તેનું સત્ત્વ! તે જ પર્યાયનો આત્મા! આહાહાહા ! આ એવું ત્રિકાળીનું સ્વરૂપ એવું છે ને..! પર્યાયનો આત્મા તે ત્રિકાળી સ્વરૂપ અને સત્ત્વ! “આમ હોઈને દ્રવ્ય પર્યાયમાં વ્યાપી છે” દ્રવ્ય પર્યાયમાં વ્યાપે છે. દ્રવ્ય નિર્મળપર્યાયમાં વ્યાપે છે. આહા... હા! કઈ અપેક્ષાનું કથન છે ! એક બાજુ કહે છે કે પર્યાય ષકારકથી પરિણમે છે તેને દ્રવ્યગુણની અપેક્ષા નથી, આંહી તો પરથી પુદ્ગલના પરિણામથી (જે) રાગ-દયા–દાન-વ્રતાદિ એનાથી ભિન્ન બતાવવા દ્રવ્યનું સ્વરૂપ તે પર્યાયનું સ્વરૂપ છે એમ કીધું છે. કેવી અપેક્ષા વીતરાગમાર્ગની! આહાહા ! કહો લાભભાઈ ? સમજાય છે કે નહીં “આ”, ત્યાં તમારે વડોદરામાં કાંઈ સમજાય એવું Page #215 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ સમયસાર સિદ્ધિ ભાગ-૪ નથી એકૅય લીટી ન્યાં... આહાહા ! (શ્રોતા:- સમજવા તો આવ્યા છે !) વાત સાચી કરી. આહાહાહા..... આહાહા ! દ્રવ્યનો આત્મા એટલે દ્રવ્યનો ભાવ એમ. દ્રવ્યનું સ્વરૂપ, દ્રવ્યનું સત્ત્વ-તે પર્યાયનો આત્મા અને પર્યાયનો ભાવ ! એનું સ્વરૂપ-સત્ત્વ ! એટલે આંહી રાગના દ્રવ્ય-સત્ત્વ, એની હારે કોઈ સંબંધ નથી. આહાહાહા ! સમજાણું કાંઈ....? ઝીણું બહુ બાપુ! આહાહા.. વીતરાગ મારગ ! સર્વજ્ઞ પરમેશ્વર. આરે....! આહાહા! જેને લોકાલોકનું જ્ઞાન કહેવું ઈ કહે છે વ્યવહાર છે. અને એ જ્ઞાન લોકાલોકને કોળિયો કરી ગ્યું ! પ્રવચનસારમાં” તો આવે છે ને. કોતરાઈ ગયું, જ્ઞાનમાં કોતરાઈ ગયું! ખોડાઈ ગયું. પ્રવચનસારમાં પહેલા ભાગમાં આવે છે ને.. આવશે આગળ ! આ તો સમયસાર છે. પ્રવચનસારમાં છે “એ બધા જાણે અંદરમાં જ્ઞાનમાં કેમ ન હોય!... કારણ કે એ સંબંધી જ્ઞાન થયું ને..! એટલે જ્ઞાનમાં છે એમ કહેવામાં આવ્યું! આહાહા! આમ દ્રવ્ય પર્યાયમાં વ્યાપે છે' દ્રવ્ય વસ્તુ છે તે અવસ્થામાં વ્યાપે-દ્રવ્ય જે વસ્તુ છે ઈ પોતાની નિર્મળ અવસ્થામાં વ્યાપે, ઈ એની અવસ્થા કહેવાય. રાગ એની પર્યાય જ નથી. આહાહા ! (શ્રોતાઃ- એ પુદગલ છે રાગ ?) પુદગલ ! દ્રવ્ય-વસ્તુ પર્યાયમાં રહે-વ્યાપે કાર્ય થાય અને પર્યાય દ્રવ્ય વડે વ્યપાઈ જાય છે' કાર્ય થઈ જાય-દ્રવ્ય વડે કાર્ય થાય. પર્યાય દ્રવ્ય વડે વ્યપાઈ જાય! આવો મારગ વીતરાગનો. આમાં. લંડનમાં ક્યાં બીજે ક્યાં. અનાર્ય દેશ, લંડનમાં ! (શ્રોતા- એમાં આ સાંભળવાય ન મળે !) સાંભળવા ન મળે? સાચી વાત બાપા! અરે..! આવી વાત બાપા! પ્રભુ તું કોણ છો? આહાહાહાહા..... તારા દ્રવ્યનું ને પર્યાયનું સત્ત્વ તો એક છે, કહે છે. અને ઓલા રાગનું ને પુગલનું સત્ત્વ (તારાથી) ભિન્ન છે! પુદ્ગલની હારે (એનું સત્ત્વ) ગયું! પુદ્ગલ દ્રવ્ય છે ઈ એનો આત્મા ઈ એનું સ્વરૂપ ને એનું સત્ત્વ ! તેવો જ રાગ, એનું સ્વરૂપ છે એનો આત્મા સ્વરૂપ ને સત્ત્વ ! આહાહાહા ! ધીમે...થી.. કહેવાય છે પ્રભુ! થોડો વિચાર કરવાનો વખત મળે ! અરે ! પરમાત્માના વિરહ પડયા, ત્રણલોકનો નાથ ભગવાન બિરાજે છે, એની “આ વાણી છે' શબ્દો તો ભગવાન પાસેથી (સાંભળીને) લાવીને “આ” ગાથા બનાવી, (અને ટીકાકાર અમૃતચંદ્રાચાર્યો) કહે છે ને તે પણ જાણે કુંદકુંદાચાર્યના પેટમાં પેસીને.. આહાહા... ટીકા એણે કરી છે. (કહે છે કે, “આવું વ્યાપ્યવ્યાપકપણે તસ્વરૂપમાં જ હોય છે ને ઈ અભિન્ન સત્તાવાળા પદાર્થમાંજ હોય, પર્યાયને દ્રવ્ય એ અભિન્ન સત્તા થઈ “અતસ્વરૂપમાં અર્થાત્ જેમની સત્તાસત્ત્વ ભિન્ન છે એવા પદાર્થોમાં ન જ હોય' –ભગવાન આત્માનું સર્વ દ્રવ્ય ને પર્યાયનું સત્ત્વ છે. પણ જે વ્યવહાર-રત્નત્રયનો રાગ, ભગવાનની સ્તુતિનો રાગ, તેનું સત્ત્વ ને સત્ તદ્દન ભિન્ન છે. આહા... હા.. હા! એ... ભાગ્યશાળીને કાને પડે એવી વાત છે બાપા! પરમાત્માની વાણી છે, ભગવાનની- ત્રણ લોકના નાથ તીર્થંકરદેવની છે આ તો વાત. આહા! “જ્યાં વ્યાપ્યવ્યાપકભાવ હોય ત્યાં કર્તાકર્મ ભાવ હોય, જયાં વ્યાપ્યવ્યાપક ભાવ વિના, Page #216 -------------------------------------------------------------------------- ________________ શ્લોક-૪૯ ૨૦૧ કર્તાકર્મભાવ ન હોય?' વ્યવહારરત્નત્રયમાં વ્યાપ્યવ્યાપકપણે આત્માનું નથી માટે તેમાં કર્તાકર્મપણું નથી. આહાહાહા! આવું જ જાણે છે તે પુગલને અને આત્માને કર્તાકર્મભાવ નથી એમ જાણે છે – પુદ્ગલ પરિણામ-રાગ આદિ છેલ્લે (ટકામાં) કહ્યું હતું ને...! “આવું જ જાણે છે તે પુદ્ગલને એટલે રાગાદિના પરિણામ પુદ્ગલ અને આત્માને કર્તાકર્મભાવ નથી એમ જાણે છે. ભગવાન આત્મા કર્તા ને દયા, દાનના ને ભક્તિના ને સ્તુતિના પરિણામ તે કાર્ય એમ જ્ઞાની માનતો નથી એમ કહે છે. આહાહા ! છે? “પુગલને અને આત્માને કર્તાકર્મભાવ નથી એમ જાણે છે. “એમ જાણતાં તે જ્ઞાની થાય છે... આહા. હા! કર્તાકર્મભાવથી રહિત થાય છે. અને જ્ઞાતા દેખા જગતનો સાક્ષીભૂત થાય છે. વિશેષ કહેવાશે. (શ્રોતા:- પ્રમાણ વચન ગુરુદેવ) 6) પોતામાં પણ કાંઈ ફેરફાર કરવો નથી, જેમ વ્યવસ્થિત કાર્ય થાય છે તેમ જાણે છે ? જુઓ એક વિચાર સવારે આવ્યો હતો. આત્મા જ્ઞાનસ્વરૂપ છે, એની કેવળજ્ઞાન આદિ પાંચ પર્યાયો છે. કેવળજ્ઞાન પોતાના ગુણના વ્યવસ્થિત કાર્યને જાણે છે, તેમ મતિજ્ઞાન પણ પોતાના ગુણના વ્યવસ્થિત કાર્યને જાણે છે, પરના કાર્યને પણ વ્યવસ્થિત જાણે છે. તેમ શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યયજ્ઞાન પણ પોતાના ગુણના વ્યવસ્થિત કાર્યને જાણે છે અને પરના કાર્યને પણ વ્યવસ્થિત જાણે છે. વ્યવસ્થિત જાણવું એ જ એનો સ્વભાવ છે. આત્મા એકલો જ્ઞાનસ્વરૂપ છે એટલે એની પર્યાય, ગુણ અને દ્રવ્ય બસ જાણનાર જ છે, ફેરફાર કરનાર નથી. પોતામાં પણ કાંઈ ફેરફાર કરવો નથી. જેમ વ્યવસ્થિત કાર્ય થાય છે તેમ જાણે છે. આહાહા ! જુઓ તો ખરા ! વસ્તુ જ આમ છે. અંદરમાં તો ખૂબ ગંભીરતાથી ચાલતું હતું પણ કહેવામાં તો... (આત્મધર્મ, અંક ૭૨૬, વર્ષ-૬૦, પાના નં. ૧૦) Page #217 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ સમયસાર સિદ્ધિ ભાગ-૪ ९ पुद्गलकर्म जानतो जीवस्य सह पुद्गलेन कर्तृकर्मभावः किं भवति किं न भवतीति । વે ण वि परिणमदि ण गिण्हदि उप्पज्जदि ण परदव्वपज्जाए। णाणी जाणतो वि हु पोग्गलकम्मं अणेयविहं।।७६ ।। नापि परिणमति न गृह्णात्युत्पद्यते न परद्रव्यपर्याये। ज्ञानी जानन्नपि खलु पुद्गलकर्मानेकविधम्।।७६ ।। यतो यं प्राप्यं विकार्यं निर्व] च व्याप्यलक्षणं पुद्गलपरिणामं कर्म पुद्गलद्रव्येण स्वयमन्तापकेन भूत्वादिमध्यान्तेषु व्याप्य तं गृह्णता तथा परिणमता तथोत्पद्यमानेन च क्रियमाणं जानन्नपि हि ज्ञानी स्वयमन्तापको भूत्वा बहि:स्थस्य परद्रव्यस्य परिणाम मृत्तिकाकलशमिवादिमध्यान्तेषु व्याप्य न तं गृह्णाति न तथा परिणमति न तथोत्पद्यते च, ततःप्राप्यं विकार्यं निर्वत्र्यं च व्याप्यलक्षणं परद्रव्यपरिणामं कर्माकुर्वाणस्य पुद्गलकर्म जानतोऽपि ज्ञानिनः पुद्गलेन सह न कर्तृकर्मभावः। હવે પૂછે છે કે પુદ્ગલકર્મને જાણતા એવા જીવને પુદ્ગલ સાથે કર્તાકર્મભાવ (કર્તાકર્મપણું) છે કે નથી ? તેનો ઉત્તર કહે છે વિધવિધ પુલકર્મને જ્ઞાની જરૂર જાણે ભલે, પદ્રવ્યપર્યાયે ન પ્રણામે, નવ ગ્રહે, નવ ઊપજે. ૭૬. ગાથાર્થ:- [ જ્ઞાન] જ્ઞાની [અને વિધર્] અનેક પ્રકારના [પુન] પુદ્ગલકર્મને [નાનન પ] જાણતો હોવા છતાં [7] નિશ્ચયથી [૫રદ્રવ્યપર્યાય] પરદ્રવ્યના પર્યાયમાં [ ન પિ પરિણમતિ] પરિણમતો નથી, [ ન જ્ઞાતિ] તેને ગ્રહણ કરતો નથી અને [૧૩rદ્યતે] તે-રૂપે ઊપજતો નથી. ટીકા- પ્રાપ્ય, વિકાર્ય અને નિર્વત્ય એવું, વ્યાપ્યલક્ષણવાળું (વ્યાપ્ય જેનું લક્ષણ છે એવું) પુગલના પરિણામસ્વરૂપ જે કર્મ (કર્તાનું કાર્ય), તેનામાં પુગલદ્રવ્ય પોતે અંતર્થાપક થઈને, આદિ-મધ્ય-અંતમાં વ્યાપીને, તેને ગ્રહતું, તે રૂપે પરિણમતું અને તેને રૂપે ઊપજતું થયું, તે પુલપરિણામને કરે છે; આમ પુદ્ગલદ્રવ્ય વડે કરવામાં આવતા પુગલપરિણામને જ્ઞાની જાણતો હોવા છતાં, જેમ માટી પોતે ઘડામાં અંતર્થાપક થઈને, આદિ-મધ્ય-અંતમાં વ્યાપીને, ઘડાને રહે છે, ઘડારૂપે પરિણમે છે અને ઘડારૂપે ઊપજે છે તેમ, જ્ઞાની પોતે બાહ્યસ્થિત (બહાર રહેલા) એવા પરદ્રવ્યના પરિણામમાં અંતર્થાપક થઈને, આદિ-મધ્ય-અંતમાં વ્યાપીને, તેને ગ્રહતો નથી, તે રૂપે પરિણમતો નથી અને તેને રૂપે ઊપજતો નથી; માટે, જોકે જ્ઞાની પુદ્ગલકર્મને જાણે છે તોપણ, પ્રાપ્ય, વિકાર્ય અને Page #218 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૭૬ ૨૦૩ નિર્વત્ય એવું જે વ્યાપ્યલક્ષણવાળું પરદ્રવ્યપરિણામસ્વરૂપ કર્મ, તેને નહિ કરતા એવા તે જ્ઞાનીને પુગલ સાથે કર્તાકર્મભાવ નથી. ભાવાર્થ-જીવ પુદ્ગલકર્મને જાણે છે તો પણ તેને પુદ્ગલ સાથે કર્તાકર્મપણું નથી. સામાન્યપણે કર્તાનું કર્મ ત્રણ પ્રકારનું કહેવામાં આવે છે-નિર્વત્ય, વિકાર્ય અને પ્રાપ્ય. કર્તા વડે, જે પ્રથમ ન હોય એવું નવીન કાંઈ ઉત્પન્ન કરવામાં આવે તે કર્તાનું નિર્વત્ય કર્મ છે. કર્તા વડે, પદાર્થમાં વિકાર-ફેરફાર કરીને જે કાંઈ કરવામાં આવે તે કર્તાનું વિકાર્ય કર્મ છે. કર્તા, જે નવું ઉત્પન્ન કરતો નથી તેમ જ વિકાર કરીને પણ કરતો નથી, માત્ર જેને પ્રાપ્ત કરે છે તે કર્તાનું પ્રાપ્ય કર્મ છે. જીવ પુગલકર્મને નવીન ઉપજાવી શકતો નથી કારણકે ચેતન જડને કેમ ઉપજાવી શકે? માટે પુદ્ગલકર્મ જીવનું નિર્વત્ય કર્મ નથી. જીવ પુદ્ગલમાં વિકાર કરીને તેને પુગલકર્મરૂપે પરિણાવી શકતો નથી કારણકે ચેતન જડને કેમ પરિણમાવી શકે? માટે પુગલકર્મ જીવનું વિકાર્ય કર્મ પણ નથી. પરમાર્થે જીવ પુગલને ગ્રહણ કરી શકતો નથી કારણ કે અમૂર્તિક પદાર્થ મૂર્તિકને કઈ રીતે ગ્રહણ કરી શકે?માટે પુગલકર્મ જીવનું પ્રાપ્ય કર્મ પણ નથી. આ રીતે પુદ્ગલકર્મ જીવનું કર્મ નથી અને જીવ તેનો કર્તા નથી. જીવનો સ્વભાવ જ્ઞાતા હોવાથી જ્ઞાનરૂપે પરિણમતો પોતે પુદ્ગલકર્મને જાણે છે; માટે પુગલકર્મને જાણતા એવા જીવનો પરની સાથે કર્તાકર્મભાવ કેમ હોઈ શકે? ન જ હોઈ શકે. પ્રવચન નં. ૧૬૪ ગાથા-૭૬ તા.૦૯/૦૧/૭૮ મંગળવાર પોષ સુદ-૧૨ હવે પૂછે છે કે પુદ્ગલકર્મને જાણતા એટલે કે આત્મામાં થતા દેવગુરુશાસ્ત્રની ભક્તિના પરિણામ, કે પંચમહાવ્રતના પરિણામ, કે ભગવાનની સ્તુતિના પરિણામ એ પરિણામ પુદ્ગલ કર્મનું કાર્ય છે. આહાહા ! આવી વાત છે. પુદ્ગલ કર્મનું એ કાર્ય છે. એ પુદ્ગલ કર્મના પુદ્ગલના કાર્યને જાણતા એવા જીવને, એ શુભ-અશુભ ભાવ જે દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજા આદિ ભાવ, એ બધા પુદ્ગલનું કાર્ય છે, જીવનું નહીં. એ પુદ્ગલના કાર્યને પુદ્ગલકર્મ એટલે કાર્ય, એ આકરી વાત પડે, ભગવાનની ભક્તિ, દેવગુરુની ભક્તિ, દેવગુરુની પ્રશંસા તથા વિનય આદિનો ભાવ, એ બધો રાગ છે અને એ રાગ પુદ્ગલનું કાર્ય છે. આહાહા! કેમ કે ભગવાન આત્મા તો જ્ઞાયક છે. એ જ્ઞાયકને વિકારી પરીણામ કેમ હોય? અવિકારી ભગવાન આત્મા અને વિકારી પરિણામનું કાર્ય કેમ હોય? એ વિકારી પરિણામનું કાર્ય તો પુદ્ગલનું છે કહે છે. ગજબ વાત છે ને? એ પુદ્ગલ છે, વિકારી પરિણામ એ પુદ્ગલનું કાર્ય છે એમ, પછી પુદ્ગલ અભેદ કરીને કહે છે. આહાહા ! એને જાણતાં એવા જીવને પુદ્ગલ સાથે કર્મનું કર્તાકર્મપણું છે કે નથી. એટલે કે શું પૂછયું? કે જ્યારે પુણ્યના ભાવ દયા, દાન, ભક્તિ, વ્રતાદિના ભાવ થાય છે એ પુદ્ગલનું કાર્ય છે એમ જાણે તો છે આત્મા, એટલો તો સંબંધ છે કહે છે. જાણતાં એવા જીવને, જાણે છે એવા જીવને, પુદ્ગલ સાથે કર્તા કર્મ, જાણે છે ને એની સાથે, એને જાણે છે, તો જાણતાં એવા જીવને પુદ્ગલ સાથે એટલે શુભ-અશુભ ભાવ સાથે કર્તાકર્મપણું છે કે Page #219 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ સમયસાર સિદ્ધિ ભાગ-૪ નથી? આવો ઉત્તર છે. આવી વાત છે બાપા. આહાહા ! એનો ઉત્તર:- આવી જેને અંદરમાં, જિજ્ઞાસા પ્રશ્નની થઇ છે આ શું કહો છો આ તમે કહે? અરે! દેવગુરુશાસ્ત્રની ભક્તિ, સ્તુતિ, વંદન એ પરિણામ પુદ્ગલના કાર્ય? અને તેને જાણતો, જાણવાનો સંબંધ તો છે, જાણતા, જાણવાનો સંબંધ તો છે તો, જાણવાનો સંબંધ છે તો એની સાથે કોઈ કર્તાકર્મ છે કે નહીં એમ શિષ્યનો આવો ગંભીર પ્રશ્ન છે. “વિ રમતિ જિન્દ”િ વિકાર્યથી લીધું છે, પરિણમઈ એ વિકાર્યથી લીધું છે. ગિન્નહીં એ પ્રાપ્ય છે, ઉપજઈ એ નિર્વત્ય છે. પણ અહીં સામાન્ય કર્તાકર્મમાં કહ્યું એમાં નિર્વત્ય વિકાર્યને પ્રાપ્ય કહ્યું છે. ભાવાર્થમાં ભર્યું છે ને જરી, “વિ પરિમિ”િ એ પુણ્યના પરિણામ છે એ પરદ્રવ્ય પર્યાય છે. આહાહાહા ! પ્રેમચંદભાઈ ! આવી વાતું છે બાપા! એ દયા, દાન, ભક્તિ, વ્રત ભગવાનના પરિણામ સ્તુતિ, વંદન એ પરદ્રવ્ય પર્યાય છે. આહાહા! “TIળી નાગંતો” જ્ઞાની અને જાણવાનો વ્યવહાર શેય-જ્ઞાયક સંબંધ છે. “નાગંતો વિ૬ પોનિમ્ન મળેયવિ” આને જાણતો પણ તે પરદ્રવ્યમાં પોતે ઉપજતો નથી. પરદ્રવ્યની પર્યાયને જાણતા છતાં પરદ્રવ્યની પર્યાયને કરતો નથી. વિધવિધ પુગલકર્મને જ્ઞાની જરૂર જાણે ભલે, પરદ્રવ્યપર્યાયે ન પ્રણમે, નવ ગ્રહે, નવ ઊપજે. ટીકા:- ગાથામાં પહેલું વિકાર્ય લીધું છે, પછી પ્રાપ્ય લીધું છે અને પછી નિર્વત્ય લીધું છે. ગાથામાં સમજાય છે કાંઈ? અને ટીકામાં એનું યથાર્થપણું એવું છે કે પહેલું પ્રાપ્ય લીધું છે, એટલે કે પુદ્ગલ જે છે કર્મ ને શરીર બેય આંહી તો લીધું છે ને? કર્મ ને શરીર એના જે સમયે પર્યાય થવાની રાગની, ભક્તિની સ્તુતિની રાગ, તે તેનું પ્રાપ્ય છે. એટલે ? તે પુદ્ગલ છે તે તેના રાગના ભક્તિના ભાવને પ્રાપ્ય નામ ગ્રહે છે. એ એને ગ્રહે છે, ઝીણી વાત છે આજની. આ દરરોજની ઝીણી છે અહીં તો. આહાહા ! પ્રાપ્ય એ પુદ્ગલ જે છે. શરીર અને કર્મ એની જે પર્યાય અહીંયા રાગ ભક્તિ આદિ ભગવાનની એના જે પરિણામ એ પુદ્ગલનું પ્રાપ્ય છે, પુદ્ગલનું ધ્રુવ છે, પુદ્ગલનો તે સમયે રાગ તે ધ્રુવ ઉત્પન્ન થવાનો બરાબર ઉત્પન્ન થાય, ધ્રુવ છે તેને પુદ્ગલ રહે છે. આહાહાહા ! પ્રાપ્ય એટલે તે સમયે તે પુગલનું કર્મનું શુભભાવરૂપે થવું એ પુદગલનું પ્રાપ્ય છે એટલે ધ્રુવ છે. ધ્રુવ એટલે તે સમયે તે નિશ્ચય થવાના તે થયા છે. આહાહાહાહા! ઝીણું બહુ ભાઈ. અને તેથી તે પુદ્ગલ તેને પ્રાપ્ય નામ તે સમયે તે થવાના પરિણામ પુદ્ગલને લઈને તે તેથી તેનું એ પ્રાપ્ય એટલે પુદ્ગલ તેને ગ્રહે છે. આહાહાહાહા ! ઝીણી વાત છે ધીમેથી સમજવી. આ ગાથાઓ જ ઝીણી છે બધી. પ્રાપ્ય, નિર્વત્ય, વિકાર્ય જે પુદ્ગલ છે તેમાં વ્યય થાય છે. આમ ફેરફાર થાય છે એ પુદ્ગલને લઈને અંદર રાગની ઉત્પત્તિનો વ્યય થવો પૂર્વની પર્યાયનો વ્યય થવો, એ પુદ્ગલને લઈને છે. રાગ અને ભક્તિ આદિના પરિણામ થાય, તે પરિણામને પુગલ પ્રાપ્ય ધ્રુવપણે ત્યાં તે જ થવાના તે થયા તેને ગ્રહ્યું અને પૂર્વની પર્યાયનો ફેરફાર થયો તે પણ વિકાર્ય પણ પુગલે કર્યું છે. પૂર્વની પર્યાયનો વ્યય વિકાર્ય એ પુદ્ગલે કર્યું છે. આહાહાહા.. ઝીણું બહુ બાપુ. Page #220 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૭૬ ૨૦૫ અને નિર્વત્ય અને પુદ્ગલના તે સમયે તે જ ઉપજવાનું હતું પહેલું ધ્રુવ કીધું પછી ફે૨ફા૨ કીધો પછી નિપજ્યો છે કીધું, આહાહા ! કાંતિભાઈ ! આવું તમારે ક્યાંય સાંભળવા મળે એવું નથી. આહાહા... એ પુદ્ગલ જે કર્મ છે તેણે તેનાથી એ ભક્તિ આદિ સ્તુતિ વિનયઆદિ ૫૨માત્માનો એ પુદ્ગલથી ઉપજ્યો છે. છે ? પ્રાપ્ય, વિકાર્ય ને નિર્વત્ય. ધ્રુવ, વ્યય અને ઉત્પાદ સાદી ભાષાએ કહીએ તો. પર્યાયનું ધ્રુવ જે સમયે તે રાગ થવાનો હતો ને થયો તે ધ્રુવ તે પ્રાપ્ય તેને પુદ્ગલ ગ્રહે છે, અને તે રાગ પહેલાં જે ફેરફાર થયો એ પણ પુદ્ગલ ફે૨ફા૨ વ્યય કરે છે. અને જે ઉપજ્યો છે રાગ, એને પુદ્ગલે ઉપજાવ્યું છે નિર્વત્ય. છે ને સામે પુસ્તક ? આહાહાહા ! પ્રાપ્ય, વિકાર્ય અને નિર્વત્ય એવું વ્યાપ્ય લક્ષણવાળું એટલે વ્યાપ્ય નામ કાર્યરૂપી, કર્મરૂપી લક્ષણવાળું એ પુદ્ગલનું કર્મ છે. દેવીલાલજી ! હવે અત્યારે તો એ શુભભાવ કરતાં કરતાં નિશ્ચય થાય. અરેરે ! ક્યાં પુદ્ગલના પરિણામ કરે, તેને આત્માના જ્ઞાનપરિણામ થાય. ( શ્રોતાઃ– એની સન્મુખ થાય ) સન્મુખેય બિલકુલ નહીં. આહાહા ! ઝીણી વાત છે ભાઈ. એવું વ્યાપ્ય એટલે કાર્ય, કાર્ય લક્ષણવાળું પુદ્ગલના પરિણામ સ્વરૂપ, એ તો પુદ્ગલના પરિણામ સ્વરૂપ કર્મકાર્ય, વ્યાપ્ય કહો કે કાર્ય કહો, એ પુદ્ગલ નામ કર્મના પુદ્ગલ જે છે, કેમકે ભગવાન આત્મા તો શાયક છે, જ્ઞાયકમાંથી પરિણામ થાય એ તો નિર્મળ થાય. ભગવાન આત્મા શાયક છે. એ જ્ઞાયકમાંથી તો જાણવાના પરિણામ થાય. એ વિકાર પરિણામ ક્યાંથી એમાંથી થાય ? સમજાણું કાંઈ ? ભાષા સમજાય છે થોડી ? તમે તો ગુજરાતી છો. કાલ ઓલા ભાઈ હતા થોડું નહોતા સમજતા. આહાહા ! એ પુદ્ગલ પરિણામસ્વરૂપકાર્ય, એ પૂજા ભક્તિ વંદન, વૈયાવચ્ચ એના પરિણામ એ પુદ્ગલ પરિણામ છે, એ તો પુદ્ગલનું કાર્ય છે. એ પુદ્ગલનું વ્યાપ્ય છે. આહાહાહા ! કર્તાનું કાર્ય, એ પુદ્ગલસ્વરૂપ કર્મ કર્તાનું કાર્ય, એ પુદ્ગલનું કાર્ય છે. અહીં પુદ્ગલ તેનો કર્તા અને તેનું તે કાર્ય છે, ભાઈ આ તો શબ્દો, અધ્યાત્મનું આ શાસ્ત્ર છે આ તો. આની તોલે આવે એવું અત્યારે કોઈ (શાસ્ત્ર ) નથી એવી એ ચીજ છે. આહાહાહા ! ભગવાન આત્મા, એ જ્ઞાયકભાવથી ભરેલો જ્ઞાયકસ્વભાવ છે તેના પરિણામ તો એ રાગાદિ જે પુદ્ગલના પરિણામ થયા તેને જાણવાના સંબંધ તરીકે વાત કરી. એટલું જ્ઞેય જાણે, એ દયા, દાન, વંદન, ભક્તિ, વૈયાવચ્ચ, પૂજા, આદિ ભાવ એ પુદ્ગલના પરિણામ પુદ્ગલ તેનું વ્યાપ્ય છે. પુદ્ગલ કર્તા અને તેનું તે કાર્ય છે. આહાહા ! તેનામાં પુદ્ગલદ્રવ્ય પોતે અંતર્વ્યાપક થઈને, શું કહે છે? કે જે કાંઈ દયા, દાન, વ્રત, ભક્તિ કે વિનય ૫રમાત્માનો, નામ સ્મરણઆદિ પ્રભુનું કે સ્તુતિ ભગવાનની એવો જે રાગ, એ રાગ જેનામાં પુદ્ગલદ્રવ્ય અંતર્ધ્યાપક થાય છે. એમાં અંતર્વ્યાપક પ્રસરે છે પુદ્ગલ, એ આત્મા પ્રસરતો નથી. આહાહાહાહા ! આવી વાત બાપા આકરી છે ભાઈ. એ ચેતનજી ! શું કહ્યું પ્રભુ ? જે કાંઈ ભગવાનની ભક્તિ, દેવગુરુની ભક્તિ, એ પરિણામ પુદ્ગલનું કાર્ય છે. આહા ! અ૨૨૨ ! કેમકે શાયક સ્વભાવ ભગવાન એનું કાર્ય રાગ કેમ હોય ? આહા.... ઝીણી વાત છે ભાઈ. એ પુદ્ગલદ્રવ્ય પોતે, પુદ્ગલ દ્રવ્ય સ્વયં એમ, ૫૨ની અપેક્ષા નથી જેમાં, કમજોરી Page #221 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬ સમયસાર સિદ્ધિ ભાગ-૪ આત્માની થઈ માટે રાગ થયો એટલી અપેક્ષા આમાં નથી. આહાહાહાહા ! પુગલદ્રવ્ય પોતે સ્વયં અંતર્થાપક થઈને, જોયું- વ્યાપક કહેવું છે ને? અને ઓલું તો વ્યાપ્ય છે. દયા, દાન, વ્રત, ભક્તિ, સ્તુતિ, વંદનના પરિણામ એ તો વ્યાપ્ય છે અને આ પુદ્ગલદ્રવ્ય અંતર્થાપક થાય છે, પ્રસરે છે. આહાહાહા.... (શ્રોતા- પુદ્ગલ દ્રવ્યનો મતલબ અપ્રત્યાખ્યાનાવરણી પ્રકૃતિનો ઉદયપણ?) બધું બધું પુગલદ્રવ્યનું કાર્ય છે, પ્રત્યાખ્યાન શું? આંહી ભગવાનની સ્તુતિ અને વંદન સુધી લઈ લીધું પછી. એ કીધું નહીં ૮૩ ગાથામાં, ભાવપાહુડમાં પૂજા, ભક્તિ, વંદન ને વૈયાવચ્ચ આદિ એમ લીધું છે, એ બધા એ જૈન ધર્મ નથી. એ જૈન ધર્મ નથી. એ તો રાગ છે, જૈન ધર્મ તો વીતરાગ ભાવ છે. અરેરે ! આકરું કામ? ભાઈ પુદ્ગલનું કાર્ય છે એ તો. એ જૈન ધર્મનું કાર્ય નથી. જૈન એવો વીતરાગ આત્મા ! “ઘટ ઘટ અંતર જિન વસે” એવો જિનસ્વરૂપ વીતરાગ તેનું કાર્ય તે રાગ નથી. શ્રીમદ્ભય આવે છે ને? “જિન સોહી હૈ આત્મા અન્ય સોહી હૈ કર્મ, કર્મ કટે જિન વચનસે એ તત્ત્વજ્ઞાનીનો મર્મ” એ રાગ છે એ જિનસ્વરૂપ ભગવાન જિન સોહી યે આત્મા, એ રાગ છે એ જિનનું આત્માનું સ્વરૂપ પરિણામ નથી. વીતરાગ સ્વરૂપ આ ભગવાન આત્મા છે ત્રિકાળી વીતરાગ મૂર્તિ પ્રભુ છે, એનું કાર્ય રાગ ન હોય. આહાહાહા ! પુંજાભાઈ ! આવી વાત છે ઝીણી. આહાહાહા ! પર્યાયષ્ટિવાળાને આ વાત બેસવી કઠણ ભારે, જેની દૃષ્ટિમાં પર્યાય છે ને એ, આંહી કહે છે જેની દૃષ્ટિમાં જ્ઞાયક નથી ને ! ભાઈ, જ્ઞાયક જે છે તેની દૃષ્ટિમાં નથી ને? એને આ પરિણામ આત્માના છે એમ લાગે, છે પુદ્ગલનું કાર્ય એ. એ જ્ઞાયક દૃષ્ટિ હોય તેને એ પુદ્ગલના પરિણામ એને લાગે, તેને એ જાણે. આહાહાહાહા ! સમજાણું કાંઈ? એ અંતર્થાપક થઈને આદિ મધ્ય અંતમાં”શું પણ ટીકા? શું કહે છે? એ ભગવાનની સ્તુતિ ને ભક્તિનો ભાવ એની આધમાં કર્મ છે, એની મધ્યમાં કર્મ છે અને અંતમાં કર્મ છે. આધમાં કાંઈ પણ આત્માની નબળાઈ છે એ આધમાં છે એમ નહીં. આહાહા! ( શ્રોતા:- મોટા મોટા પંડિત ભડકી જાય એવું છે) ભડકી જાય એવું છે વાત સાચી છે. શું થાય? અને આ ભક્તિથી ધર્મ થાય એવું માનનારાય ભડકી ઊઠે એવું છે. દેવગુરુની ભક્તિ તે ધર્મ છે અને દેવગુરુની ભક્તિથી ધર્મ થશે, આહા બાપુ આકરી વાતું છે ભાઈ, છે ને સામે પુસ્તક છે કે નહીં? આહાહા ! (શ્રોતા:- પણ પુસ્તક તો કાંઈ બોલતું નથી એટલે સમજાય નહીં) આ એનો અર્થ તો થાય છે સ્પષ્ટ કરીને. આહા ! કહે છે કે આત્માની પર્યાયમાં નહીં, એ તો પુદ્ગલની પર્યાય છે. પરદ્રવ્ય પર્યાય કીધીને ભાઇ ગાથામાં છે ને પરદ્રવ્ય પર્યાય. એ દયા, દાન, વ્રત, ભક્તિ સ્તુતિના ભાવ એ પરદ્રવ્ય પર્યાય છે. એ પુદ્ગલદ્રવ્યની દશા છે. એ આત્માની પર્યાય નહીં, પાઠ બોલે છે ને? “નવી પરિણમઈ” એ વિકાર્ય છે “ન ગિન્નહી” એ પ્રાપ્ય છે “ન ઉપજઈ” એ નિર્વત્ય છે “ન પરદ્રવ્ય પરજાયે” એ રાગાદિના પરિણામ જે છે એ પરદ્રવ્ય પર્યાયમાં, આત્મા પરિણમતો નથી, વિકાર્ય ને ઉપજતો નથી ને એને પકડતો નથી. આહાહાહા ! બહુ ધીરેથી સમજવા જેવું છે, આ તો વીતરાગ સર્વજ્ઞ ત્રિલોકનાથ જિનેશ્વરદેવ એની દિવ્યધ્વનિ એ સંતોએ અનુભવી ચારિત્રમાં અનુભવી હોં, એકલો અનુભવ સમ્યગ્દર્શન નહીં. આહાહા ! એમણે આ બનાવ્યું. Page #222 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૭૬ ૨૦૭ કહે છે, કે જે કાંઈ વિકલ્પ ગુણગુણી ભેદનો વિકલ્પ ઊઠે, એ વિકલ્પના પરિણામનું કાર્ય કર્તા તો પુદ્ગલ છે, એ પરદ્રવ્યની પર્યાય છે. ભગવાન શાયક સ્વરૂપ સ્વદ્રવ્ય એની એ વિકારી પર્યાય, સ્વદ્રવ્યની કેમ હોય? આહાહાહા ! સમજાણું કાંઈ? કાંતિભાઈ ! સમજાય છે? આ બહુ ઝીણું છે તમારા ભુક્કા કરતા તો આ અખંડની વાતું છે. આહાહા. (શ્રોતા- એ તો પુદ્ગલની વાતો છે) આ તો રાગ થાય એ પુદ્ગલનો ભુક્કો છે. ભુક્કો એટલે પુગલની પર્યાય છે. આહાહાહાહા ! અરે પ્રભુ! કુંદકુંદાચાર્યનો પોકાર છે અને તીર્થકરોનો પોકાર છે, ભગવાન! તને તારી પર્યાયમાં જે રાગાદિ થાય, એ તારી પર્યાય નહીં. પ્રભુ તું તો દ્રવ્ય જ્ઞાયક સ્વરૂપ છો ને? એ જ્ઞાયક સ્વરૂપથી ભરેલો ભગવાનના પરિણામ તો જાણવા દેખવાના શાયકના પરિણામ હોય. અરે આ રાગના પરિણામ પ્રભુ એ તારું અંતર્થાપક નથી, તું એમાં આદિમાં નથી. એ રાગના પરિણામની આધમાં તું નથી એની આધમાં પુદ્ગલ છે. આહાહા.. ગજબ વાત છે. કાળીદાસભાઈ ! આહાહા! ઓલા બચારા પૂર્વના મા બાપો બચારા સાંભળ્યા વગર વયા ગયા. આવી તત્ત્વની વાત સાંભળ્યા વિના. હું? મળ્યું નથી શું થાય? અને તે લોજીક ન્યાયથી સિદ્ધ કરે છે. પ્રભુ તું તો જ્ઞાયકભાવ છો ને? તું સ્વરૂપ તારું તો જ્ઞાયક છે. એ જ્ઞાયક સ્વરૂપના પરિણામ તો જાણવા દેખવાના હોય કે એ જ્ઞાયક સ્વરૂપના પરિણામ એ દયા, દાન, વિકલ્પ સ્તુતિ આદિના પરિણામ એના? આહાહાહાહા... બરાબર આવી ગયા છો હોં. પ્રેમચંદભાઈ ! ભાગ્યશાળી છે ને તાકડે આવી ગાથામાં આવી ગયા છે. છેટેથી આવ્યા છે લંડનથી, આવી વાત છે બાપુ, આહાહા... એ નવરંગભાઈ ! આહાહા ! એ તેનામાં પુદ્ગલદ્રવ્ય પોતે અંતર્થાપક થઈને આધમાં, એ કર્મ જ તે ભગવાનની સ્તુતિ, વંદન વૈયાવચ્ચના પરિણામની આધમાં કર્મ છે એની આધમાં આત્મા બિલકુલ નથી. આહાહાહા! સમજાણું કાંઈ ? એની મધ્યમાંય પણ કર્મ છે. એની શરૂઆત પણ ત્યાંથી થઈ છે મધ્યમાં પણ તે છે, અંતમાં પણ તે જ છે પુગલ. એની મેળાયે ઝીણું પડે એવું છે. પ્રેમચંદભાઈ ! એની મેળાયે ઝીણું પડે એટલે એવું છે આવી ગયા છો ને બરાબર ઠીક ગાથાના ઓલામાં આવી ગયા ભાગ્યશાળી કહેવાય. આહા... આરે ભાઈ ! આ તો ત્રણલોકનો નાથ જ્ઞાયકભાવ ભગવાન! એનું એ કાર્ય કેમ હોય રાગ ? એ રાગની આધમાં મધ્યમાં અને અંતમાં કર્મ છે, એની આધમાં શરૂઆત તારી છે ને મધ્યમાં પછી ઈ છે અને છેડામાં ઈ છે એમ નહીં. આમાં જ કર્મ છે મધ્યમાંય કર્મ છે અને અંતમાંય કર્મ છે. આહાહા! કહો, સમજાય છે આમાં? આદિ મધ્ય અંતમાં વ્યાપીને, કોણ? ભગવાન એમ કહે છે કે અમારી ભક્તિના પરિણામ તને થાય, સ્તુતિના જે પરિણામ થાય, પ્રભુ એની આધમાં તું નહીં હોં, એ પુદ્ગલ એની આધમાં મધ્યમાં અને અંતમાં એ (પુદ્ગલ) છે. શરૂઆતેય ત્યાં મધ્યમાંય ત્યાં ને અંતમાંય એ ત્યાં. આહાહા ! બાપુ એ દૃષ્ટિ અને વિષય જે દૃષ્ટિનો છે એ તો બહુ અલૌકિક વાત છે. આહાહાહા ! કહો બાબુભાઈ ! આ બરાબર આવ્યા છો. ઠીક આ સરખાઈમાં, છોકરો નથી આવ્યો? (શ્રોતા- ના) ઠીક. આહાહાહા! Page #223 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ સમયસાર સિદ્ધિ ભાગ-૪ ભગવાન તું તો ભગવાન છો ને? ભગવાનના પરિણામ વિકાર કેમ હોય એમ કહે છે. (શ્રોતાઃ- ન જ હોય) એના પરિણામ તો પર્યાયમાં ભગવાન થાય એવા હોય. શું કીધું? ભગવાન આત્મા જ્ઞાયક સ્વભાવ એનાં પરિણામ તો પર્યાયમાં ભગવાન થાય તેના કારણરૂપ પર્યાય હોય. આહાહાહા ! ધીમે ધીમે સમજવું ભાઈ, આ કાંઈ કોઈ પ્રોફેસર મેટ્રિકનો આવે ને વાત કરે ને ઈ આ વાત નથી, આ તો ભગવાનની કોલેજ છે. તીર્થંકરદેવ ત્રિલોકનાથ એની સાક્ષાત્ વાણી છે, પ્રભુ! તને સંભળાવે છે, કે ભાઈ ? આહાહાહા! કહે છે કે એ પરિણામમાં આદિ મધ્ય અંતમાં વ્યાપીને, કોણ? પુદ્ગલ, તેને ગ્રહતું એટલે પ્રાપ્ય, તેને ગ્રહતું એટલે પુદ્ગલ છે, તે તે ટાણે જે ભગવાનની વિનય ને સ્તુતિના ભાવ થયા રાગ, તેને પુગલ ગ્રહે છે. પ્રાપ્ય થઈને પ્રાપ્ય એને પકડે છે પુગલ. એ પુદ્ગલનું પ્રાપ્ય છે. પ્રાપ્ય એટલે તે વખતે થવાના પરિણામ તે પુદ્ગલના છે. એને ગ્રહતું, તે રૂપે પરિણમતું એટલે વિકાર્ય એ કર્મ જ પોતે ને પૂર્વની પર્યાય બદલીને તે રૂપે નિપજે છે. તે કાળે જે રાગાદિ થયો ભગવાનની ભક્તિ વિનય સ્તુતિનો, તે રાગ તે કર્મનો પ્રાપ્ય છે. કર્મનું તે ધ્રુવ છે, ધ્રુવ એટલે તે પર્યાય તે સમયે તે જ થવાની હતી તે એનું ધ્રુવ છે. એ કર્મનું પ્રાપ્ય છે કર્મ તેને ગ્રહે છે. ધ્રુવ તે જ સમયે તે જ પરિણામ કર્મના થવાના છે, તેને કર્મ તે સમયે તેને ગ્રહે છે. આહાહાહા ! છે? તેને ગ્રહતું તે રૂપે પરિણમતું, તે રૂપે પરિણમતું બદલીને, પૂર્વનો જે રાગ છે તેને પલટીને આ પોતે પરિણમતું, એ પુગલ પોતે પરિણમે છે. પૂર્વનો વ્યય કરીને, પુદ્ગલ જે પૂર્વનો રાગ હતો એનો વ્યય કરીને પોતે વ્યય કરે છે, એ વિકાર્ય છે. પરિણમતું અને પોતે તે રૂપે ઉપજતું, નિપજતું એ ઉત્પાદ થયો. પુદ્ગલનું પ્રાપ્ય, પુદ્ગલનું વિકાર્ય ને પુલનું ઉત્પાદ નિર્વત્ય. આહાહાહાહા ! આવી વાત સાંભળવી કઠણ પડે. ઓલા લોકો કહે કે વ્રત કરો ને અપવાસ કરો ને એનાથી કલ્યાણ થશે. આ ભગવાનની ભક્તિ, દેવગુરુની ભક્તિ કરો એનાથી કલ્યાણ થશે. આ બધા એક જાતના મિથ્યાષ્ટિ છે. આહાહાહા ! (શ્રોતા:- બેમાંથી આત્માની નજીક કોણ?) હેં? દૂર, આત્માની નજીક તો આત્માનો શાકભાવના પરિણામ જાણનારા હોય એ આત્માની નજીક છે. છે ને માથે? આવું છે ભગવાન! ભગવાન! તું જ્ઞાયક સ્વરૂપે પ્રભુ જિનરૂપી છો ને? આહાહા ! કઈ શૈલીથી જુઓને વાત કરે છે! પ્રભુ તું જિનસ્વરૂપ છો ને? ભગવંત તરીકે તો તને બોલાવે છે. ભગવાનના, જ્ઞાયક ભગવાનના પરિણામ રાગ પામરતા આવા હોય? ભગવાન જિનસ્વરૂપી આત્મા એ વીતરાગના પરિણામ તો વીતરાગી પરિણામ હોય. એ સમ્યગ્દર્શન જ્ઞાન ચારિત્રના પરિણામ એ વીતરાગી પરિણામ છે એ આત્માનું પ્રાપ્ય વિકાર્ય ને નિર્વત્ય છે. આહાહાહા.... એ પછી કહેશે. ચીમનભાઈ ! આવી વાતું છે. આવી ચીજ અંદર ભગવાન, સચ્ચિદાનંદ પ્રભુ સત્ શાશ્વત, જ્ઞાયક સ્વભાવ ને આનંદ સ્વભાવવાળો પ્રભુ, એની આધમાં રાગ કેમ હોય કહે છે, એ રાગની આધમાં તો કર્મ અને પુગલ છે મધ્યમાં વ્યાપક ઈ છે. પુદ્ગલ દ્રવ્ય ગ્રહતું એ રૂપે પરિણમતું એ વિકાર્ય અને પુદ્ગલ દ્રવ્ય તે રૂપે ઉપજતું થયું એ નિર્વત્ય. તે પુદ્ગલ પરિણામને કરે છે, કોણ? પુદ્ગલદ્રવ્ય Page #224 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૭૬ ૨૦૯ પોતે અંતર્થાપક થઈને, એ પુદ્ગલ પરિણામને કરે છે, જ્યાં લઈ લેવું. (શ્રોતા:- ભોગવે છે કોણ?) ભોગવે ઈ જડ, કોણ આત્મા, આત્માની વાત છે ને? ભોગવે છે પુદ્ગલના પરિણામ, અત્યારે તો દ્રવ્યસ્વભાવ સિદ્ધ કરવો છે ને? એ આવશે, એ આવશે, હમણાં સુખદુઃખ પરિણામનું પુગલકર્મના પરિણામને ભોગવતો. સુખદુઃખને ભોગવે છે કોણ? કે પુદ્ગલ, એ આવશે હમણાં ગાથા પછી. આહાહાહા ! અહીંયા તો આપણે જેટલું ચાલે એટલું અત્યારે આંહીથી લેવું. તે પ્રાપ્ય, વિકાર્ય ને નિર્વત્ય એવું જે વ્યાપ્ય લક્ષણવાળું કાર્ય, તેનામાં પુદ્ગલદ્રવ્ય અંતર્થાપક થઈને આદિ મધ્ય અંતમાં વ્યાપીને તે પુગલ પરિણામને કરે છે, એમ લઈ લેવું. સમજાણું કાંઈ? છે ને એમાં અક્ષરે અક્ષર પડ્યા છે જાઓ. આ ટીકા તો કાંઈ અત્યારની નથી, સોનગઢની ટીકા નથી. (શ્રોતા:સોનગઢથી તો સ્પષ્ટીકરણ થાય છે) એને કોઈ કહે કે ભાઈ સોનગઢથી છપાયું માટે સોનગઢમાં ફેરફાર, આ તો કુંદકુંદાચાર્યના શબ્દો છે ને અમૃતચંદ્રાચાર્યની આ ટીકા છે. આહાહા! બહુ ફેરફાર છે બાપુ, દૃષ્ટિમાં મોટો ફેરફાર છે. આહાહા ! આમ પુદ્ગલદ્રવ્ય વડે કરવામાં આવતા એટલે કર્મ અહીં આપણે રાગનું વિશેષ, નહીંતર શરીરના પરિણામ પણ આમાં લીધા છે ને, શરીરના પરિણામ નોકર્મ પરિણામ અને રાગાદિ કર્મના પરિણામ પણ આમ પુદ્ગલદ્રવ્ય પોતે કરવામાં આવતા પુદ્ગલ પરિણામને એટલે પુદ્ગલથી કરવામાં આવતા એવા રાગને, એટલે પુદ્ગલ પરિણામ એટલે રાગને, જ્ઞાની જાણતો હોવા છતાં, આટલો કહે છે સંબંધ થયો. કેટલો? કે જ્ઞાની જાણે છે, અને એ જણાય છે. આહાહાહા ! ધર્મી તેને જાણે છે અને એ વિનય આદિના રાગ સ્તુતિના પરિણામ તેનું જણાવા યોગ્ય થયું. એટલો સંબંધ થયો પણ આટલો સંબંધ છે ને? એમ કહે છે. તો જ્ઞાની જાણતો હોવા છતાં, ગજબ ટીકા છે. એકેક ગાથા આખા સિદ્ધાંતનો મર્મ ખોલી નાખે છે. આહા... શું કીધું? આમ જુગલદ્રવ્ય એટલે કર્મ જડ, આપણે રાગ હારે મેળવ્યું. એના વડે કરવામાં આવતા પુદ્ગલ પરિણામને એટલે ભગવાનની ભક્તિ વંદન સ્તુતિ આદિના ભાવને, જ્ઞાની જાણતો હોવા છતાં, જ્ઞાની જાણે છે પુગલ પરિણામને જ્ઞાની જાણે છે એટલો સંબંધ થયો. એ રાગના પરિણામ તે શેય છે. અને જ્ઞાનીના પરિણામ તેના જાણનાર, જ્ઞાન છે, એ જાણતો હોવા છતાં, જેમાં માટી પોતે ઘડામાં અંતર્થાપક થઈને, માટી પોતે ઘડાના પર્યાયમાં અંતર પ્રસરીને, માટી પોતે ઘડામાં ઘડાની પર્યાયનું વ્યાપ્ય અને માટી પોતે વ્યાપક, અંતર્થાપક માટી અંતર્થાપક થઈને ઘડાની પર્યાયને ઘડામાં અંતર્થાપક આદિમાં, એ માટી જ પોતે ઘડાની આદિમાં, ઘડાની મધ્યમાં અને ઘડાના અંતમાં વ્યાપીને, કુંભાર બિલકુલ નહીં એમ કહે છે. આહાહાહા ! કુંભાર માટીના ઘડાના કાર્યને બિલકુલ કરતો જ નથી. આહાહાહા ! આ સમયસાર. જેમ માટી પોતે ઘડામાં અંતર્થાપક થઈને, માટી અંતર્થાપક છે, એ ઘડાને આદિ મધ્ય અંતમાં વ્યાપીને, ઘડાની પર્યાયમાં માટી, આધમાં માટી. આધમાં કુંભાર, મધ્યમાં માટી, છેડે માટી એમ નહીં. આધમાં કુંભાર હતો માટે ઘડાની પર્યાય થઈ એમ બિલકુલ નથી. આહાહાહા... હવે આવી મુંબઈ જેવી મોહનગરી, ઉપાધિનો પાર ન મળે. એમાં આવી વાતું. માટી પોતે ઘડામાં અંતર્થાપક થઈને, અંતર્થાપક જોયું ને? વ્યાપક માટી કહેવી છે ને? પ્રસરનાર, આદિ મધ્ય Page #225 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦ સમયસાર સિદ્ધિ ભાગ-૪ અંતમાં, ઘડાની આદિમાં મધ્યમાં અને અંતમાં તેની તે વ્યાપીને ઘડામાં માટી જ તેની આદિ મધ્ય અંતમાં ઘડામાં છે. ઘડાની પર્યાયમાં આધમાં કુંભાર આવ્યો, માટે ઘડાની પર્યાય થઈ એમ નથી. (શ્રોતા-ચાકડા વિના થઈ?) ચાકડા વિના થઈ, માટીની પર્યાયમાં અંતર્થાપક માટી થઈ છે. ચાકડો નહીં, કુંભાર નહીં, (શ્રોતા – જમીન રહી) જમીન તો ક્યાંય રહી ગઈ હેઠે, આહાહા... આવી વાત છે. આ લોકોને આકરું લાગે છે, આંહીની આ વાત એટલે એકાંત લાગે છે ને? એટલે પછી એ લોકો બિચારા વિરોધ કરે, એ તો એની દૃષ્ટિમાં બેઠું નથી એનો વિરોધ છે. અહીંનો વિરોધ નથી. એની દૃષ્ટિનો વિરોધ છે, એને બેસે? કોઈ રીતે, આ શી રીતે બેસે પણ આ? કહે છે કે ભગવાનની ભક્તિ ને સ્તુતિના પરિણામની આધમાં પુદ્ગલ કર્મ છે. એની મધ્યમાંય કર્મ અને અંતમાંય કર્મ છે. જેમ માટી ઘડાની આદિ મધ્યમાં અંતમાં માટી છે, એમ એ વિકારી પરિણામની આદિ મધ્ય અંતમાં કર્મ પુદ્ગલ છે. માટી પોતે ઘડામાં અંતર્થાપક થઈને ઘડાની આદિ મધ્ય અંતમાં કેટલું સ્પષ્ટ કર્યું છે, આદિ મધ્ય અંત નાખ્યા. ત્રણ પ્રાપ્ય, વિકાર્ય ને નિર્વત્ય એ રાખ્યા એને આદિ મધ્ય અંતમાં નાખ્યા. એ જ્ઞાની જાણતો ઘડાને રહે છે. માટી, માટી ઘડાને ગ્રહે છે એટલે ઘડાનું પ્રાપ્ય છે તેને માટી ગ્રહે છે. તે સમયે ઘડાની પર્યાય નિશ્ચયથી થવાની હતી, તે તેનું પ્રાપ્ય છે માટીનું. ઘડાની પર્યાય એ પ્રાપ્ય છે. એ વખતે નિશ્ચયથી તે જ પર્યાય માટીમાંથી થવાની હતી. આહાહાહા ! કેટલી વાત સ્પષ્ટ કરે છે. (શ્રોતા બધાને લૂલાં કરી નાખ્યા) કેવા? લૂલાં નહીં. મહાભગવાન સ્વરૂપ છે. એ તો આનંદના ને જ્ઞાનના પરિણામને કરતો પરિણમે છે ઈ. આહાહાહા... આવું છે ભાઈ. બહુ સારી ગાથા. અમારે ભાઈ આવ્યા છે ને અમારા પ્રેમચંદભાઈ બરાબર લાગમાં આવ્યા છે. આહાહાહા ! આવી વાત છે બાપુ! આહાહાહા... પ્રભુ તું કોણ છો? શું વિકારનું પુતળું છો તું, તે વિકારના પરિણામ તારાથી થાય? ભગવાન તું તો જ્ઞાયક છો ને પ્રભુ. જાણક સ્વભાવનો ભંડારનો ભંડાર છો તું, તો એમાંથી ખુલે તો જાણવાના દેખવાના આનંદના પરિણામ આવે, પણ એ પ્રસરીને વિકાર પરિણામ આવે બાપુ એ નહીં. આહાહાહાહા.... ઓહોહો ! શું શૈલી? એ માટી ઘડાને રહે છે ઈ પ્રાપ્ય, એ માટીનું એ પ્રાપ્ય છે, તે વખતે ઘડાની પર્યાય તે જ વખતે થવાની જ છે ક્રમબદ્ધ, નિયતને કેટલું સિદ્ધ કરે છે. હવે એ બેસતું નથી લોકોને હેં? ઓલા વરણીજી સાથે ચર્ચા થઈ 'તી કે નહીં, એક પછી એક થાય, પણ આ પછી આ જ થાય એમ નહીં, આ તો આ પછી આ જ થાય, તે વાત હતી નહીં એટલે શું, કે એમને આત્માનું બગાડવાનું તો હોય નહીં, પણ બિચારાને એ વાત મળી નથી ને. એ વાત આવી નહોતી. સાંભળવામાં આવી નહોતી ને પૂર્વના કોઈ સંસ્કાર નહોતા એટલે આ વાત કઠણ પડે બાપુ. આહાહા! કહે છે કે માટી પોતે જ ઘડાને ગ્રહે છે એટલે કે પ્રાપ્ય છે. એ ઘડાની પર્યાય પ્રાપ્ય તે થવાની છે તેને માટી ગ્રહે છે પકડે છે બસ. ઘડાની પર્યાય તે જ સમયે તે જ પ્રકારે થવાની જ હતી. એ એનું પ્રાપ્ય છે, એને માટી ગ્રહ છે. છે તેને ગ્રહે છે, વાત તો જુઓ. ઘડાને રહે છે, ઘડારૂપે પરિણમે છે માટી વિકાર્ય. ઘડારૂપે ઉપજે છે એ નિર્વત્ય. ઘડો તે વખતે ઉપજવાનો નિર્વત્ય છે. એને આગળ પાછળ કોઈ સમયની જરૂર નથી એને નિમિત્તનીય જરૂર નથી. અરે ખરેખર તો Page #226 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૭૬ ૨૧૧ એને દ્રવ્યની જરૂર નથી એમ.પણ અહીં તો અત્યારે... એ પર્યાય તે ઘડાની તે સમયે ષટ્ટારકરૂપે પરિણમતિ તે સમયનો તે કાળે ઉપજે છે, આવું છે પ્રભુ! એટલે સોનગઢવાળાનું એવું લોકો કરે એય એકાંત છે કહે પ્રભુ ભાઈ તને બેઠું નથી ને ખબર નથી ને. છે તો સમ્યક એકાંત જ. આહાહાહા ! ભગવાન આત્મા આનંદનો સાગર પ્રભુ એના પરિણામમાં વિકાર કેમ હોય? એના પરિણામમાં તો આનંદ હોય, અતીન્દ્રિય આનંદ હોય. અને આંહી તો જ્ઞાનથી લીધું છે, અતીન્દ્રિય જ્ઞાયક ભગવાન એના પરિણામ અતીન્દ્રિય જ્ઞાન પરિણામ હોય, કે જે કર્મથી પ્રહાયેલા પરિણામ છે રાગ છે, તેને જાણે. આટલું નિમિત્તનું જ્ઞાન કરાવ્યું છે. આહાહા... ઝીણી વાત છે. પ્રભુ શું કરીએ? ભગવાન ત્રણલોકના નાથ જિનેશ્વરદેવનો આ પોકાર છે, સંતો આડતિયા, દિગંબર સંતો આડતિયા થઈને આ વાત જગતને જાહેર કરે છે. દુનિયાને બેસે કે ન બેસે, વિરોધ કરે કે ન કરે, પાગલ માને ન માને, તમારી સ્વતંત્રતા પ્રભુ. ગજબ કર્યું છે ને? શું જ્ઞાયકભાવને સિદ્ધ કર્યો છે. આહાહાહા ! ઉપજે છે તેમ જ્ઞાની પોતે, ધર્મી જ્ઞાની પોતે બાહ્યસ્થિત, એ રાગાદિ છે એ બાહ્યસ્થિત છે. અંતરના પરિણામમાં નથી, દ્રવ્યગુણમાં તો નથી પણ એના પરિણામમાંય એ નથી. શું થાય? કહા કહું કહાં કરું રંજન, એમ આનંદઘનજીમાં આવે છે કોને કરું રાજી પ્રભુ આ વસ્તુમાં. આહાહા..... થોડું પણ સત્ય હોવું જોઈએ, મોટી લાંબી લાંબી વાતું પંડિતોની વાતું ને પંડિતાઈ આહાહાહા ! મંગળવાર છે. આ મંગળવાર છે આજ. આહા ! એ જ્ઞાની એટલે સમકિતી ધર્મી જેને જ્ઞાયકની દૃષ્ટિ થઈ છે, અને પર્યાય દૃષ્ટિ જેને ઉઠી ગઈ છે. એવો જે જ્ઞાની પોતે, પોતે સ્વયં બાહ્યસ્થિત એમ, બહાર રહેલા એવા પુદ્ગલ દ્રવ્યના પરિણામમાં, છે? બહાર રહેલા એવા પરદ્રવ્યના પરિણામમાં પરદ્રવ્ય છે ને શબ્દ ઓલો પદ્રવ્યપર્યાયે એ નાખ્યું છે. એ પરદ્રવ્યનીપર્યાય છે. ગજબ વાત છે. આહાહા! આહાહા! મુનિઓની મુનિને વૈયાવચ્ચ કરવાનો ભાવ, કહે છે કે એ પરદ્રવ્ય છે. ભગવાન ત્રણલોકના નાથ સમોસરણમાં બિરાજતા હોય, એના હીરાના થાળ, મણિરતનના દિવા અને કલ્પવૃક્ષના ફુલ, જય નારાયણ એ સ્તુતિ કરતા હોય કહે છે કે એ સ્તુતિ કરનારના પરિણામ એ વિકારી કર્મના છે, આત્માના નહીં. અરે પ્રભુ! આ કેમ બેસે? આહાહાહા ! ધર્મી જીવ, જ્ઞાયકમાં જેની દૃષ્ટિ થઈ છે, તેથી તેના પરિણામ જ્ઞાનના થાય છે, તેથી તે જ્ઞાનના પરિણામને બાહ્યસ્થિત એવા પરદ્રવ્યના પરિણામમાં અંતર્થાપક થઈને એને જાણે છે. પણ તે રાગાદિના પરિણામ જે પુદ્ગલનું વ્યાપ્ય વ્યાપક આદિ છે તેને પરદ્રવ્યના પરિણામમાં અંતર્થાપક થઈને, જ્ઞાયક એવો ભગવાન આત્મા, જ્ઞાનના સ્વભાવથી ભરેલો ભગવાન આત્મા એ દેવગુરુ ને શાસ્ત્રની ભક્તિ ને સ્તુતિના પરિણામને એ પુદ્ગલના પરિણામમાં અંતર્થાપક થઈને, આદિમાં એના નથી, એ મધ્યમાં અને અંતમાં વ્યાપીને એને ગ્રહતો નથી. એ પ્રાપ્ય લીધું. એ પુગલનું પ્રાપ્ય છે જે રાગાદિ, તેને જ્ઞાની ગ્રહતો નથી એટલે એ પ્રાપ્ય એનું નથી તે એને પકડે, એમ કહે છે. એ સમયે જાણવાના જે પરિણામ છે એ પ્રાપ્ય છે, એને એ ગ્રહે છે, પણ રાગના પરિણામને જ્ઞાની પોતાના પરિણામથી ગ્રહતો નથી. આહાહાહા ! સમજાય Page #227 -------------------------------------------------------------------------- ________________ ૨૧૨ સમયસાર સિદ્ધિ ભાગ-૪ એટલું સમજવું પ્રભુ, આ તો ભગવાનનો માર્ગ. આહાહા ! અત્યારે તો ફેરફાર ઘણો થઈ ગયો. આદિ મધ્ય અંતમાં વ્યાપીને તેને ગ્રહતો નથી. આહાહાહા ! તે જ સમયનો ક્ષણિક, ૧૦૨ ગાથામાં, તે સમયના ઉત્પન્ન થતા રાગના પરિણામ તે તેનો કાળ છે, એને આંહી કહે છે એ પરિણામનું પ્રાપ્યાં, પ્રાપ્યનું ગ્રહણ તો કર્મને છે, આત્મા અને પ્રાપ્ય કરતો નથી. આહાહા. (શ્રોતા – અણુવ્રત મહાવ્રતની દીક્ષા કોણે લીધી હતી) કોઈએ લીધી નથી, તે કોણ? એણે શુદ્ધ ઉપાદાનની દીક્ષા લીધી હતી. (શ્રોતા- કુંદકુંદાચાર્યે દીક્ષા લીધી'તી) શુદ્ધ ઉપાદાનની દીક્ષા લીધી હતી. આ એની જ વાત ચાલે છે આ. શુદ્ધ ઉપાદાન, કાલે નહોતું આવ્યું? શુદ્ધ પરમશુદ્ધ ઉપયોગરૂપ પરિણામને પ્રાપ્ત છે, એ એનું ધ્રુવ છે. પરમશુદ્ધ ઉપયોગના પરિણામને પ્રાપ્ત મુનિઓ છે, તે પરમશુદ્ધ ઉપયોગના પરિણામ તે એનું પ્રાપ્ય એટલે ધ્રુવ છે. પર્યાયનું ધ્રુવ હોં, તે સમયે તે પરિણામ ધ્રુવ નિશ્ચલથી થવાના હતા. આહાહાહા ! સમજાણું કાંઈ ? વ્યવહારની વાત આવે ત્યારે કથન આવે, પણ છતાં વસ્તુ એમ નથી. દીક્ષા ગ્રહણ કરી, મુનિઓએ દીક્ષા આપી, આવે છે ને, એ બધી વ્યવહારની વાતું છે. આહાહાહા ! એ દીક્ષા એ આત્માના વીતરાગી પરિણામની દીક્ષા લીધી'તી. નો કીધું સામ્ય અંગીકાર કર્યું. નો આવ્યું, બપોરે નો આવ્યું, સામ્ય અંગીકાર કર્યો. વીતરાગ પરિણામને ગ્રહણ કર્યા. એ વીતરાગ પરિણામ છે તેનું પ્રાપ્ય નામ ધુવ છે તે સમયે તે જ પરિણામ નિશ્ચલથી થવાના તેને આત્માએ ગ્રહ્યા, આહાહા! બહુ સારી વાત છે હોં, પ્રશ્નોમાં સ્પષ્ટ થાય એમાં શું વાંધો છે. એમાં કાંઈ.......... આહાહાહા! એ પુદ્ગલના પરિણામને એટલે દયા, દાન, વ્રત, વંદન, ભક્તિ, પૂજા સ્તુતિ એ પરિણામની આદિ મધ્ય અંતમાં વ્યાપીને પુગલ હોય છે, જીવ તેને ગ્રહતો નથી. એ ધ્રુવ પ્રાપ્ય, તે રૂપે પરિણમતો નથી એ વિકાર્ય, એને તે ફેરવતો નથી પર, અને એ રૂપે ઉપજતો નથી. આહાહાહા ! એ દ્રવ્યદૃષ્ટિના કથનો સમયસારના અલૌકિક છે, ક્યાંય કોઈ હારે મેળ ખાય એવું નથી. આહાહાહા ! માટે જો કે જ્ઞાની પુદ્ગલકર્મને જાણે છે, એ રાગ થયો જે વ્યવહારનો પંચમહાવ્રતનો આદિ, એને જાણે છે તો પણ પ્રાપ્ય નામ તે પ્રકારના રાગનો કાળ જે હતો પુગલનો, પ્રાપ્ય થવાનો રાગને ફેરવી નાખ્યો, વિકારને રાગપણે ઉપજતો- એવું જે વ્યાપ્યલક્ષણવાળું પરદ્રવ્યપરિણામસ્વરૂપ, એવા વ્યાપ્ય નામ કાર્ય સ્વરૂપ જે પુદ્ગલનું છે, તે પરદ્રવ્યપરિણામસ્વરૂપ કર્મ એટલે કાર્ય તેને નહીં કરતા એવા જ્ઞાનીને પુદ્ગલ સાથે કર્તાકર્મ ભાવ નથી. આહાહાહા ! રાગ એનું કાર્ય અને આત્મા તેનો કર્તા એમ નથી, રાગનું જ્ઞાન છે તે આત્માનું પ્રાપ્ય વિકાર્ય નિર્વિર્ય છે ને રહે-ઉપજે ને ફેરવે છે તેનો એ આત્મા અંતર્થાપક આદિ મધ્ય અંતમાં છે. આહાહાહા ! પુગલ સાથે કર્તાકર્મ ભાવ નથી. આહાહાહા ! ભાવાર્થ- જીવ પુદ્ગલ કર્મને જાણે છે તો પણ જાણે છે ને એટલો સંબંધ છે ને, એમ કહે છે તો પછી કર્તાકર્મ ભેગું છે કે નહીં, એમ કે ના જાણે છતાં પુગલ સાથે કર્તાકર્મપણું નથી. વિશેષ કહેશે. (શ્રોતા- પ્રમાણ વચન ગુરુદેવ) Page #228 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૭૬ પ્રવચન નં. ૧૬૫ ગાથા-૭૬-૭૭ ૨૧૩ તા. ૧૦/૦૧/૭૯ બુધવા૨ પોષ સુદ-૧૩ શ્રી સમયસાર–૭૬ ગાથા. એનો ભાવાર્થ છે ને. ગાથામાં પહેલું વિકાર્ય પછી ધ્રુવ અને પછી નિર્વત્ય એમ લીધું છે. એ તો પધે છે ને ગોઠવવા સાટુ. શું કીધું ઈ ? આ તો પધે છે ને ? એટલે પહેલું લીધું છે વિકાર્ય પરિણમવું એ, પછી લીધું છે ધ્રુવ ગિન્હઈ પછી લીધું છે ઉપન્નઈ. ટીકાકારે લીધું છે પહેલું ધ્રુવ પછી વિકાર્ય પરિણમવું ઈ અને પછી નિર્વત્ય એમ લીધું છે. અને અર્થકારે હવે તત્ત્વાર્થ સૂત્રની અપેક્ષાથી ઉત્પાદવ્યયધ્રુવ એમ લીધું છે, તત્ત્વાર્થ સૂત્રમાં એમ છે ને ઉત્પાદ વ્યય ધ્રુવ યુક્ત સત્ એ અર્થકા૨ આ રીતે લેશે. ત્રણનો ફેર છે અપેક્ષાથી. સામાન્ય પણે કર્તાનું કર્મ ત્રણ પ્રકા૨નું કહેવામાં આવે છે. છે ? પહેલું નિર્વત્ય લીધું, જોયું ? ઉત્પાદ, પછી વિકાર્ય વ્યય, ઉત્પાદ વ્યય અને પ્રાપ્ય ધ્રુવ એમ લીધું છે. તત્ત્વાર્થ સૂત્રમાં છે ને ઉત્પાદ વ્યય ધ્રુવ યુક્ત સત્, એ શૈલીએ સમજાવ્યું. શું કહ્યું ? સામાન્યપણે ટૂંકામાં કર્તાનું કાર્ય ત્રણ પ્રકા૨નું કહેવામાં આવે છે એ નિર્વત્ય નામ ઉપજવું. આત્મામાં કર્તાપણું એ કે જ્ઞાનની પર્યાયનું ઉપજવું અને પૂર્વની પર્યાયનો વ્યય થવો અને ધ્રુવપણે કાયમ રહેવું. કારણકે જ્ઞાનની પર્યાય જાણે છે ને ધ્રુવને જાણવામાં તો જ્ઞાનની પર્યાય ધ્રુવને જાણે છે, આ અપૂર્વ અનંતકાળમાં નહીં કહેલી વાત છે. કે જ્ઞાનની પર્યાય અંતરમાં વળે છે ત્યારે ધ્રુવને તે જાણે છે, એથી તેને ઉત્પાદ પહેલો લીધો, ઉત્પાદ વ્યયની અપેક્ષાએ, આમ તો ટીકાકાર તો ધ્રુવનું લક્ષ થાય તેને ઉત્પાદ ને વ્યય થાય એમ લીધું. એવી ઝીણી વાત છે. આંહી કહે કર્તાનું કર્મ ત્રણ પ્રકારનું ઉપજવું, બદલવું, ધ્રુવ શબ્દે પર્યાયની ધ્રુવતા હોં પર્યાયની ધ્રુવતા કર્તા વડે જે પ્રથમ ન હોય એવું નવીન કાંઈ ઉત્પન્ન કરવામાં આવે તે કર્તાનું નિર્વત્ય કર્મ છે. આહાહાહા ! અહીંયા તો આત્મામાં જ્ઞાનની પર્યાય ઉત્પન્ન ધ્રુવને લક્ષે કરે તે કર્તાનું ઉત્પન્ન તે કાર્ય છે. આંહી છે ઈ તો કહે છે કે જે કર્મ છે તેનાથી ઉત્પન્ન થયેલો રાગ છે, એ રાગનો ઉત્પાદનો કર્તા કર્મ છે. સમજાણું કાંઈ ? ( શ્રોતાઃ- રાગનો ઉત્પાદક કર્મ છે ) કર્મ છે અને કર્મ પોતે જ વ્યય પામીને પૂર્વની અવસ્થાનો વ્યય પામીને રાગને કરે છે. આહાહાહા ! ઝીણી વાત છે ભાઈ. વસ્તુ તત્ત્વ એવું ઝીણું છે. અત્યારે તો ગરબડી બહુ થઈ ગયું છે ઘણો ફેરફાર. આહાહાહા ! નિર્વત્ય નામ ઉપજાવે છે, કોણ ? કર્મ, કોને ? રાગને. (શ્રોતાઃ- કર્મ તો જડ છે પ્રભુ ) જડ છે તે પર્યાય ઉપજાવે છે રાગની. રોટલીનો પ્રશ્ન નહોતો તમારો ભાઈ પ્રેમચંદભાઈ ! રોટલીની પર્યાય જે છે ઉપજે છે એ ઉત્પાદ છે, એ ઉત્પાદનો કર્તા કોણ છે? ૫૨માણુંઓ રોટલીના ૫૨માણુંઓ, વેલણું નહીં, સ્ત્રી નહીં, તાવડી નહીં. ભાઈએ કીધું'તું ને સવારે પ્રશ્ન કર્યો'તો ને આવી વાત છે. લોટ છે લોટ એની રોટલીનો પર્યાય છે તે ઉત્પાદ છે, એ લોટ એનો કર્તા છે. ( શ્રોતાઃ- લોટને એ કયાં જ્ઞાન છે ? ) જ્ઞાનનું શું કામ છે ? જ્ઞાન હોય એને જ કર્તાપણું કર્મપણું હોય તો તો જડને કર્તાકર્મપણું હોય નહીં. આહાહા... આંહી તો જડની વાત છે ને ? અરે ૫૨ની. આહાહા ! Page #229 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪ સમયસાર સિદ્ધિ ભાગ-૪ જુઓ ! આ પાનું ઊંચુ થાય છે ને જુઓ આમ, એ ઉત્પાદ છે. એ ઉત્પાદનો કર્તા કોણ છે? કે ઈ પરમાણું એના, આંગળી નહીં. આંહીયા એમ સિદ્ધ કરવું છે કે જે રાગ થાય છે ચાહે તો દયાનો, દાનનો, ભક્તિનો એ રાગ કર્મ કર્તાનો ઉત્પાદ છે. ભગવાન શાયક સ્વભાવનો ઉત્પાદ તો જ્ઞાનની પર્યાયનો ઉત્પાદ હોય. એ રાગને જાણે એવી જે જ્ઞાનની પર્યાય, એ પર્યાયનો કર્તા જ્ઞાયક છે. સમજાય છે? ઝીણી ગાથાઓ છે આ બધી. ૭૫ થી માંડીને ઓગણએંસી (૭૯) સુધી. આ લાકડી ઊંચી થાય છે આમ આમ, એ એની પર્યાય છે ઉત્પાદ, એનો કર્તા ઈ પરમાણું છે એના, આ આંગળી નહીં. એમ આત્મામાં થતાં રાગ, દયા, દાન, વ્રત, ભક્તિ, સ્તુતિ, વંદન, વિકલ્પ એ પુદ્ગલ તેનો ઉત્પાદક છે, નિપજાવે છે, ઉપજે છે. ચીમનભાઈ ! આવી વાતું છે બાપુ, માર્ગ કોઈ એવો છે. નિર્વત્ય કે ન હોય એવું નવીન કાંઈ ઉત્પન્ન કરવામાં આવે, રાગ નહોતો ને રાગ થયો, તે કર્તાનું નિર્વત્ય કર્મ છે, એ પુદ્ગલનું ઉપજાવેલું કર્મ છે. આહાહા! ભગવાન જ્ઞાયક સ્વભાવ છે એ જ્ઞાયક સ્વભાવનો કર્તા થઈને પર્યાય થાય તો જ્ઞાનનીઆનંદની પર્યાય થાય, તે એનું ઉપજન, પહેલું નહોતું ને થયું કર્મને એ ઉત્પાદ, કર્મ એમાં ઉપજ્યું કર્મ એ રાગમાં, કર્મ એનો કર્તાને નિપજ્યું એ એનું કાર્ય. એ આત્માનું કાર્ય નહીં. આત્માનું કાર્ય તો તે રાગનું જ્ઞાન કરે તે જ્ઞાન આત્માનું કાર્ય, જેમાં જ્ઞાનમાં રાગ નિમિત્ત છે, નિમિત્ત છે એટલે એક ચીજ પર છે એટલું બસ. એવા જ્ઞાનના પરિણામને કર્તા જ્ઞાયક છે અને એ જ્ઞાનની પર્યાય નહોતી ને ઉત્પન્ન કરી એ નિર્વત્ય એનું છે, આવી છે વાત. (શ્રોતા - રાગ પુદ્ગલે ઉત્પન્ન કર્યો) પુદ્ગલે ઉત્પન્ન કર્યો. પર્યાયમાં છે, વસ્તુમાં નથી. વસ્તુનો ગુણ નથી, એ આંહી સિદ્ધ કરવું છે ને? પર્યાયની વ્યાખ્યા જ્યારે કરે ત્યારે બતાવે, પ્રવચનસાર! કે જ્ઞાનીને પણ જે પરિણમન રાગનું છે, એટલો એ કર્તારૂપે પરિણમે છે, કરવા લાયક છે એ રીતે, એમ નહીં. પરિણમે છે માટે કર્તા અને તેને ભોગવે છેપર્યાયમાં, પર્યાયને સમજાવવી છે ને અત્યારે ? એ ભોક્તા એ જ્ઞાની છે. આહાહાહા ! (શ્રોતા:- આંહી શું સમજાવવું છે?) આંહી તો જ્ઞાતા દૃષ્ટાનો સ્વભાવ સમજાવવો છે. દષ્ટિનો વિષય જે જ્ઞાયક સ્વરૂપ ત્રિકાળ, દષ્ટિ છે પર્યાય, એનો વિષય છે ઈ ત્રિકાળી ધ્રુવ, એમ જ્ઞાનની પર્યાય છે, એ એને વિષય કરે છે ધ્રુવને, અને તેથી તે જ્ઞાયક ધ્રુવનું જ્ઞાન પરિણમન પર્યાય એ તેનું નિર્વત્ય નામ ઉત્પન્ન કર્મ છે. પહેલી પર્યાયમાં નહોતું અને થયું માટે એને નિર્વત્ય ઉત્પન્ન કર્યું. ધ્યાન રાખે તો પકડાય એવું છે બાપુ આ તો. આહાહા ! આવું તો લંડનમાંય કયાંય મળે એવું નથી. (શ્રોતા- કયાંય સાંભળવા મળે એવું નથી) ફેરફાર બહુ છે. (શ્રોતા:- લંડનમાં આવું?) બહુ પ્રેમ છે એને ગળગળા થયા, થઈ ગયા'તા. આહા! અહીંયા અર્થકારે ઉત્પાદ વ્યય ધ્રુવ યુક્ત સત્ એમ લીધું. જગતને ઓલું પહેલું ઉપજે છે. ને આમ, તે અપેક્ષાએ બતાવ્યું. નવીન કાંઈ ઉત્પન્ન કરવામાં આવે તે કર્તાનું નિર્વત્ય કર્મ, રાગ છે, દ્વેષ છે, ભક્તિનો ભાવ છે, ભગવાનની સ્તુતિનો ભાવ છે, એ ભાવ પહેલો પહેલી પર્યાયમાં નહોતો પછી થયો તે કર્તા પુલ છે, તેનું ઉપજાવેલું નિર્વત્ય ઉત્પન્ન કામ છે. આહાહાહાહા ! છે? કર્તા વડે પદાર્થમાં વિકાર, વ્યય, કર્તા વડ પદાર્થમાં વિકાર ફેરફાર કરીને જે કાંઈ Page #230 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૭૬ ૨૧૫ કરવામાં આવે તે કર્તાનું વિકાર્ય કર્મ, વ્યય. ફેરફાર થયો ને વ્યય આમ, ફેરફાર થયો ને? એ વ્યયનો કર્તા, રાગના પૂર્વનો વ્યયનો કર્તા એ પુદ્ગલ છે. આહાહા ! સમજાણું કાંઈ? ઝીણી વાત બાપુ એ તત્ત્વની અંદર દૃષ્ટિ થવી, એ કોઈ અલૌકિક વાત છે, એ કોઈ સાધારણ નથી. માની લે કોક પોતે પણ એ વસ્તુ એમ નથી, વસ્તુ તો બીજી આખી ચીજ જુદી છે. આહાહા! પદાર્થમાં એટલે કે આત્માની પર્યાયમાં વિકાર જે થાય, રાગ તેનો વ્યય થાય, એનો ફેરફાર કરીને એ કાંઈ કરવામાં આવે, એ કર્તાનો વિકાર્ય કર્મ, તે પુદગલનું વિકાર્ય કર્મ છે. એ પરની દયાનો ભાવ, આ ગજબ વાત છે, આ તો કહે દયા એ ધર્મ છે. આંહી તો કહે પરની દયાનો ભાવ એવો જે રાગ એ સ્વરૂપની હિંસા છે, અને એ રાગનું કરવું કરનાર કર્મ છે, અને તે રાગનો ફેરફાર થઈને થયો, પલટીને થયો એ એનું વિકાર્ય, એ એનું કર્તા એ કર્મ છે. આ આત્મામાં ફેરફાર થઈને, એ રાગ વખતે પહેલું જે રાગનું જ્ઞાન નહોતું, એનો ફેરફાર થયો અને પછી રાગનું ઉત્પન્ન થયું, એ વ્યય અને ઉત્પાદ તેનો કર્તા જ્ઞાનની પર્યાયનો આત્મા છે. અરે ! આવું છે. સમજાણું કાંઈ? જાણ, અલિંગગ્રહણ કીધુંને ભાઈ-૪૯ ગાથા એ તો એકેએક ગ્રંથમાં છે સમયસાર, પ્રવચનસાર, નિયમસાર, પંચાસ્તિકાય-અષ્ટપાહુડ ને ધવલ. अरसमरुवमगंधं अव्वत्तं चेदणागुणमसदं। जाण अलिंगग्गहणं जीवमणिद्दिष्ठसंठाणं ।। ४९।।। તો અરસને પણ જાણનાર પર્યાય છે. વર્તમાન રૂપનેય જાણનારી પર્યાય છે વર્તમાન જ્ઞાન, એમ ગંધની, એમ સ્પર્શની એમ અવ્યક્તની એમ અનિર્દિષ્ટ સંસ્થાનની, એ અવ્યક્ત જે વસ્તુ છે દ્રવ્ય, તેને જાણનારી વર્તમાન પર્યાય જે છે પ્રગટ, તે તેને જાણે છે. તે તેનો ખરેખર તો ઉત્પાદ છે. આહાહાહા ! અવ્યક્ત એવો જે સ્વભાવ શાયકભાવ, એનો જે પર્યાય જેણે એ પર્યાયે જાણું, એ પર્યાયનું કાર્ય થયું એનો કર્તા જ્ઞાયક છે, અને એ પર્યાય તે એને જાણ્યો માટે જ્ઞાનની પર્યાયનો શેય દ્રવ્ય થયો. આહા ! પ્રગટ પર્યાય તે, અંદર ગરી ગયેલી ભૂત ભવિષ્યની એ પર્યાય કાંઈ બહાર એને જાણવાની નથી. વર્તમાન પ્રગટ પર્યાય બાહ્ય છે, જે જ્ઞાનની પર્યાયનો વિષય તે જ્ઞાયક કરે છે. આહાહાહા ! | ( શ્રોતા - પર્યાયને બાહ્ય કેમ કહી) પર્યાય એ બાજુ ઢળી છે ને? એટલે એનો વિષય છે કર્યો. ભૂયર્થ અસ્સિદો ખલુ, બધી ચારે કોર જુઓ તો એક જ વાત સ્થિતિ જ્ઞાનની પર્યાયને આ બાજુ જે રાગ તરફ વળેલી છે તે તો ત્યાં રહી, ઘણીવાર કહેવાય છે આ તો. પછીની પર્યાય ઉત્પન્ન થાય છે દ્રવ્યમાંથી છતાં પર્યાયથી પર્યાય ઉત્પન્ન થાય છે. આહાહાહા ! અને એ પર્યાય અશેય ત્રિકાળીને જાણે છે. આહા! સમજાણું કાંઈ? ઝીણું છે ભાઈ, આ તો વીતરાગ માર્ગ બાપા સર્વજ્ઞ, એવી વાત કયાંય છે નહીં, વીતરાગ સર્વજ્ઞ પરમાત્મા સિવાય, એના વાડાવાળાનેય સમજાતું નથી, ત્યાં બીજાને બિચારા શું કરવું? આહાહા ! આંહી કહે છે અવ્યક્ત એવું જે દ્રવ્ય છે, તે પોતે નિર્મળ પર્યાયપણે ઉપજે છે. અને નિર્મળ પર્યાય તેને જાણે છે, માટે તે નિર્મળ પર્યાય તે કાર્ય છે અને એનો કર્તા તે જ્ઞાયકભાવ, અવ્યક્તભાવ છે. આહાહા! ભાઈ ! સમજાય છે કાંઈ ? એય નવરંગભાઈ ! Page #231 -------------------------------------------------------------------------- ________________ ૨૧૬ સમયસાર સિદ્ધિ ભાગ-૪ અહીંયા એ કહે છે, કે જે રાગ થયો, વ્યય થઈને થયો, તેનો કર્તા તે કર્મ છે, હા, તે વખતના રાગનું અહીં જ્ઞાન થયું એ પોતાથી થયું છે, રાગ છે માટે ઈ જ્ઞાન થયું છે એમ નહીં. આહાહાહા ! એ જ્ઞાયક સ્વરૂપ ભગવાન આત્મા, રાગનું જ્ઞાન કહેવું એ અપેક્ષિત છે પણ એ જ્ઞાનનું જ્ઞાન છે. સ્વપરપ્રકાશકનો ઉત્પાદ છે તે નિર્વત્ય છે, તેનો કર્તા શાયક ભાવ છે, રાગના પલટવાનો કર્તા તે પુદ્ગલ છે. આહાહા ! કાળીદાસભાઈ ! આ બધુ ઝીણું છે. તમારા બાપે તો કોઈ દિ' સાંભળ્યું નહોતું ન્યાં. આહાહા ! બચારા હિરાજી મહારાજ ! અરેરે! હિરાજી મહારાજને બિચારા એવા હતા લૌકિક સજ્જન પણ એને કાને પડયું નહીં વાત. અરરર! સંપ્રદાયના ગુરુ બોટાદ (ના) બહુ સજ્જન હતા. લૌકિક એ તો ભાઈ નરમાશ એની. આહાહા. અરેરે ! આ શબ્દો કાને એમને પડ્યા નહીં અને હિન્દુસ્તાનનો હીરો કહેવાતા, એને એનું કાંઈ માન નહોતું હોં, હા પણ લોકો કહે હિન્દુસ્તાનનો હીરો. બહુ નરમ માણસ, બહુ નરમ. ગુજરી ગયા તે લોકો રોતા હોં સાધુ રોવે, આર્જ રોવે, લાખોપતિ રાયચંદ ગાંધી જેવા રોવે, કાંપમાં બાળ્યા'તા, તમારે કાંપમાં. અરેરે ! પણ આ શબ્દો કાને ન પડયા, આહા! કહે આ તો પરની દયા પાળવી એ સિદ્ધાંતનો સાર છે એમ કહેતા. “અહિંસા સમય ચેવ એત્તાવન વિયાણીયા” શાંતિથી બોલે, ધીરજથી બોલે કોઈ નજર નહિ આમ સભા ઉપર, ગંભીરતા! ભાઈ ભગવાન એમ કહે છે, અહિંસા પરની અહિંસા એ સિદ્ધાંતનો સાર છે. આખા સિદ્ધાંતનો સાર છે. એ જેણે કર્યું એણે બધું જાણું, એમ કહેતા “અહિંસા સમય ચેવ એતાવન વિયાણીયા વિ, એવ તું નાણીનો સાર,” આ જ્ઞાનીનો સાર એમ કહેતા. શાંતિથી જ હોં. કાંઈ અભિમાન નહીં આમ. પણ આ બેઠેલી નહીં વાત. હિરાભાઈએ જોયા'તા કે નહીં. હરાજી મહાજને જોયા'તા કે નહીં તમે ૭૪, ૭૪ (શ્રોતા- સારી રીતે જોયા છે ) ૭૪માં ગુજરી ગયા. આહાહા! અરે પ્રભુ પ્રભુ. અહીંયા કહે છે કે પરની દયાનો ભાવ જે રાગ, એ રાગ છે એનો ઉત્પાદક કર્મ, કર્મ છે. એય ! આહાહા ! (શ્રોતા:- જીવની પર્યાયમાં કર્મ આવ્યા કઈ રીતે?) એ પર્યાય, કર્મ આવ્યા નથી. પર્યાયના નિમિત્ત ને સંબંધ થઈને દ્રવ્ય ને ગુણમાં એ નથી, આંહી દ્રવ્ય સ્વભાવ સિદ્ધ કરવો છે ને? અહીં તો દ્રવ્ય સ્વભાવની દૃષ્ટિની પ્રધાનતાએ સમયસારનું કથન છે. આહાહા ! એથી એના દ્રવ્ય સ્વભાવની દૃષ્ટિમાં, ભગવાન શાયક સ્વરૂપ એ શું કરે? એનામાં પવિત્રતા ભરી છે, તો પવિત્રતાની પર્યાયને કરે અને પવિત્રતાની પર્યાયને બદલે, વ્યય થાય અને પવિત્રતાના ધ્રુવપણે રહે. આહાહાહાહા ! આવી વાત છે. ઝીણી બાપુ બહુ ભાઈ. અરેરે ! જનમ મરણ રહિતની વાતું છે આ તો બાપુ. આહાહાહા ! (શ્રોતા:- પવિત્રતા ધ્રુવપણે રહે કે પર્યાયને કરે?) પર્યાય જ ધ્રુવ છે એક ન્યાયે કીધુંને પ્રાપ્યની અપેક્ષાએ (શ્રોતા:- જે છે એને પહોંચી વળે છે ને?) ઈ પ્રાપ્ય કીધું' ને, કહ્યું” ને પ્રાપ્ય પ્રાપ્ય ધ્રુવ છે ધ્રુવ એટલે તે સમયે તે થવાનું નિશ્ચય નક્કી ધ્રુવ છે તેને પ્રાપ્ય એટલે ગ્રહણ કરે છે, તેને પહોંચી વળે છે. આહાહાહા ! વાત તો ઘણી કહેવાઈ ગઈ પહેલેથી ઘણી. (શ્રોતા- શુદ્ધ પર્યાયને પ્રાપ્ત કરે ) શુદ્ધ પર્યાય. એ રાગને જાણવો છે તે જ્ઞાનની પર્યાય તે શુદ્ધ પર્યાય, તે પર્યાયનો ઉત્પાદક જ્ઞાયક છે એમ વ્યવહારથી કહેવાયું છે, બાકી તો ઉત્પાદક, Page #232 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૭૬ ૨૧૭ ઉત્પાદનો છે. આવ્યું”ને ૧૦૧ (પ્રવચનસાર)માં ઉત્પાદને ધ્રુવની અપેક્ષા નથી. બાપુ ઝીણી વાતું બાપા. એ રાગનું જ્ઞાન થાય, તેનો ઉત્પાદક આત્માને કહેવો એ અપેક્ષિત છે, બાકી રાગનું જે જ્ઞાન છે એ જ્ઞાનનો પર્યાય સ્વતંત્ર પોતાથી ઉત્પન્ન થયો છે, એ ઉત્પન્ન થયેલો જે જ્ઞાનનો પર્યાય, એ એનું કર્મ ને કર્તા પર્યાય છે, એનો કર્તા જ્ઞાયક કહેવો એ ઉપચારથી. ફક્ત આ તરફ ઢાળવું છે બસ એટલે. આહાહા ! શું કહ્યું એ ? ધ્રુવ ધ્રુવ પણ એ લેવું છે આંહી જુઓ આવે છે, પદાર્થમાં વિકાર કરીને કાંઈ કરવામાં આવે તો એ વિકાર્ય છે. હવે કર્તા જે નવું ઉત્પન્ન કરતો નથી, જોયું? નિર્વત્ય તરીકે તેમજ વિકાર કરીને કરતો નથી, વિકાર કરીને પણ કરતો નથી. માત્ર જેને પ્રાપ્ત કરે, પર્યાયને હોં. એ પુદગલ કર્તા એ રાગનું પ્રાપ્ય ધ્રુવ તેને પ્રાપ્ત કરે છે, અને આત્મા તેનું જે જ્ઞાન ધ્રુવ એટલે તે જ કાળે તે જ પર્યાય સ્વતંત્ર પોતાથી થઈ છે, એથી તેને પ્રાપ્યને આમા ગ્રહણ કરે છે. બસ. આહાહા... ઝીણું છે ભાઈ. આ તો ઓગણીસમી વાર વંચાય છે, અઢાર વાર તો વંચાઈ ગયું છે બધું. આ વધારે સ્પષ્ટ થતું જાય છે. કર્તા જે નવું ઉત્પન્ન કરતો નથી તેમજ વિકાર કરીને પણ કરતો નથી એટલે ઉપજાવતો નથી અને ફેરફાર કરતો નથી માત્ર જેને પ્રાપ્ત કરે છે. રાગ થયો છે તે વખતે ધ્રુવપણે, પર્યાયનું ધ્રુવ એટલે નિશ્ચયપણે તે તે કાળનું નિશ્ચય ધ્રુવ તે જ પર્યાય તે જ નિશ્ચય છે બરાબર, તેને પુદ્ગલ પ્રાપ્ત કરે છે, આત્મા નહીં. અને આત્માને લઈએ તો, એ રાગ સંબંધીનું જ્ઞાન એમ કહીને પણ વ્યવહાર, તે સમયનો જ્ઞાન પર્યાય છે ધ્રુવ છે, પ્રાપ્ય છે તેને તે આત્મા ગ્રહણ કરે છે. આહાહાહા ! ભાઈ વીતરાગ માર્ગ કોઈ સાધારણ નથી, સર્વજ્ઞ પરમેશ્વર ત્રિલોકનાથ, એ વસ્તુ બીજે કયાંય નથી. અને એ વસ્તુનું સ્પષ્ટીકરણ તો એ સંતોએ કર્યું છે. દિગંબર સંતોએ, કેવળીના કેડાયતો છે એને સમાજની પડી નથી કે સમાજ આની સમતોલતા રાખશે ને માનશે કે નહીં? આહા.. વસ્તુ સ્થિતિ આ છે. માત્ર તેને પ્રાપ્ત કરે તે કર્તાનું કર્મ છે. હવે પુદ્ગલ, જીવ પુદ્ગલકર્મને નવીન ઉપજાવી શકતો નથી, શું કીધું? ભગવાન જ્ઞાયક આત્મા એ રાગને નવીન ઉત્પન્ન કરી શકતો નથી. ભાઈ ! આ તો દ્રવ્ય સ્વભાવનું વર્ણન છે ભાઈ. આહાહા ! જીવ એટલે આત્મા, પુગલકર્મને એટલે રાગને નવીન ઉપજાવી શકતો નથી. બરાબર ટાણે આવ્યા છો હોં પ્રેમચંદભાઈ ને જેવી લાગણી હતી એવું આંહી તાકડે ગાથાકું એવી આવી બધીય. બાપુ આ તો સમજવાની ચીજ છે માન મુકી દઈને. આહાહા ! જીવ એટલે ભગવાન આત્મા પુદ્ગલકર્મને એટલે રાગને દયાના, દાનના ને ભક્તિ ને વ્રતના વિકલ્પને રાગને દયાના, દાનના ને ભક્તિને વ્રતના વિકલ્પને રાગને નવીન ઉપજાવી શકતો નથી. આહાહા ! કારણકે ચેતન જડને કેમ ઉપજાવી શકે? એ જ્ઞાયક ભાવ તે રાગ જડ છે તેને કેમ, જ્ઞાન ભાવનો અભાવ છે જેમાં, ચેતન, જ્ઞાયક ચૈતન્ય એ જડ એટલે રાગ જેમાં અચેતનપણું છે, એને કેમ ઉપજાવે? એ દયાનો રાગ જે જડ છે એને ચૈતન્ય કેમ ઉપજાવે. એમ કહે છે કે તમારે ત્યાં “દયા તે સુખની વેલડી ને દયા તે સુખની ખાણ” કાળીદાસભાઈ ૮૧માં અમારું ગઢડે ચોમાસુ હતું ને ત્યાં સાંભળ્યું હતું. દયા તે સુખની અરે કઈ દયા બાપા. Page #233 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ સમયસાર સિદ્ધિ ભાગ-૪ આહાહા ! આ તો પોતાની દયા એટલે પૂર્ણાનંદનો નાથ જેવડો જેટલો છે તેટલો પ્રતીત ને જ્ઞાનમાં લેવો એ જીવની દયા છે, અને એનાથી ઓછો અધિક માનવો એ જીવની હિંસા છે, પોતાની હોં. આહાહાહા ! સમજાણું કાંઈ? સામે છે ને પુસ્તક છે ને? કારણકે ચેતન જડને એટલે કે જેમાં જ્ઞાન નથી એ દયા, દાન, વ્રત વ્યવહાર રત્નત્રયનો જે રાગ, તેમાં કાંઈ જ્ઞાન નથી, એ તો અજ્ઞાન છે, જ્ઞાનનો એમાં અભાવ છે એવા જડને કેમ ઉપજાવી શકે? આહાહાહાહા ! ગજબ વાતું છે ને. કહો, નૌતમભાઈ ! આહા! માટે પુગલકર્મ જીવનું નિર્વત્ય કર્મ નથી. માટે રાગ જે પુણ્ય દયા દાન ભક્તિનો પરિણામ તે પુગલકર્મ તે જીવનું નિપજાવેલું કર્મ નથી. એનું નિર્વત્ય ઉપજાયેલું નથી. આહાહાહા ! ઉત્પાદથી લીધું છે ને પહેલું ઉત્પાદ-વ્યય ને ધ્રુવ લીધું છે ને જીવ પુગલમાં વિકાર કરીને તેને પુદ્ગલકર્મરૂપે પરિણાવી શકતો નથી. જીવ રાગમાં ફેરફાર કરીને, રાગને બદલાવી શકતો નથી. પૂર્વના રાગનો વ્યય કરીને એ ફેરવી શકતો નથી. આહાહાહાહા ! જીવ એટલે જ્ઞાયકભાવ ભગવાન, એ પુગલમાં વિકાર કરીને રાગમાં ફેરફાર કરીને, રાગને પરિણમાવી શકતો નથી. વિકાર કરી શકતો નથી ને ફેરફાર નથી કરી શકતો કારણકે ચેતન જડને કેમ પરિણમાવી શકે? જ્ઞાયક ચૈતન્ય ભગવાન રામના જડને કેમ ફેરવી શકે ? આહાહાહા... માટે પુદ્ગલ કર્મ જીવનું વિકાર્ય કર્મ પણ નથી, માટે રાગ ફેરફાર કરે એ જીવનું વિકાર્ય કર્મ પણ નથી, એ જીવનું ફેરફારવાનું કાર્ય નથી. આહાહાહા! પરમાર્થે જીવ પુદ્ગલને ગ્રહણ કરી શકતો નથી. એ રાગ જે ધ્રુવપણે જે પુદ્ગલના ધ્રુવપણે ઉપજ્યો તે કાળે બરાબર રાગ થયો તે ધ્રુવ છે, છે પર્યાય તે સમયે તે થયો તે ધ્રુવને, પરમાર્થે જીવ પુદ્ગલને ગ્રહણ કરી શકતો નથી. એ રાગનું ધ્રુવપણું જે થયું તેને આત્મા ગ્રહણ કરી શકતો નથી. આહાહા. ધીમે ધીમે સમજવું બાપુ આ તો ત્રણલોકના નાથની વાતું અંદરમાંથી છે. આહાહા ! જીવ પુદ્ગલને ગ્રહણ કરી શકતો નથી. એટલે ? જ્ઞાયકભાવ એ જીવ એ રાગને, રાગના કાળે રાગ થયો છે, પુદ્ગલનું એ ધ્રુવ છે, તેને એ ગ્રહણ કરી શકતો નથી. એ તો તે કાળે તે રાગના પરિણામનું જ્ઞાન ધ્રુવપણે થયું છે, તે વખતે તે જ પરિણામ બરાબર રાગને જાણવાના ને સ્વને જાણવાના પરિણામ જે થયા છે તે ધ્રુવ છે, તેને આત્મા ગ્રહણ કરે છે, પર્યાયનું ધ્રુવ હોં. આહાહાહા... સમજાય છે આમાં? કારણકે અમૂર્તિક પદાર્થ, ભગવાન અમૂર્ત સ્વરૂપ, એ મૂર્તિક કર્મ એ રાગ આ તો મૂર્તિ સ્વરૂપ છે, તેને કઈ રીતે પકડે? ભગવાન શાયક અમૂર્ત છે, એ રાગ મૂર્તિ છે એને કેમ પકડે ? અરૂપી તે રૂપીને કેમ પકડે? માટે પુદ્ગલ કર્મ જીવનું પ્રાપ્ય કર્મ પણ નથી. માટે પુદ્ગલ કર્મ જીવનું એટલે જે ધ્રુવપણે રાગ થયો અનુકંપાનો, ભક્તિનો, સ્તવનનો, ધ્રુવપણે તે ત્યાં થવાનો જ હતો, કર્મનો ધ્રુવ હોં. આહાહા ! તે પુગલ કર્મ જીવનું પ્રાપ્ય કર્મ પણ નથી, જીવનું પ્રાપ્ય નામ ધ્રુવ, એ જડનું છે, તેનું આ ચૈતન્યનું એ ધ્રુવ કાર્ય નથી. આહાહા ! આ રીતે પુદ્ગલકર્મ જીવનું કર્મ નથી. એ રાગદ્વેષ આદિ ભાવ તે નિશ્ચયથી જીવનું કાર્ય નથી. અને જીવ તેનો કર્તા નથી. જીવ ભગવાન શાયકનું રાગ કાર્ય નથી, તેમ એનો એ કર્તા નથી, આવી વાત છે. શબ્દો સાદા છે Page #234 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૭૬ ૨૧૯ પકડાય એવું છે. શું કહે છે એ પકડાય એવું નથી એમ નથી. આમાં તો કાંઈ વ્યાકરણ ને સંસ્કૃતને બહુ જાણેલું હોય તો જણાય એવું કાંઈ છે નહીં. આહાહા ! જીવનો સ્વભાવ જ્ઞાતા હોવાથી જુઓ હવે ભગવાન આત્માનો સ્વભાવ તો જ્ઞાયક છે જ્ઞાતા છે. જીવનો સ્વભાવ સ્વભાવવાન, પણ એનો સ્વભાવ જ્ઞાતા છે ને? પ્રભુનો સ્વભાવ તો જાણવું દેખવું છે ને? કેવળ જ્ઞાતા છે ને? એ જોવાથી જ્ઞાનરૂપે પરિણમે, એ જ્ઞાનની પર્યાયપણે ઉપજે, જ્ઞાનની પર્યાયને ફેરવે અને જ્ઞાન જે થયું છે ધ્રુવ તેને ગ્રહણ કરે, જીવનો સ્વભાવ જ્ઞાતા હોવાથી જ્ઞાનરૂપે થાય, પોતે પુગલકર્મને જાણે છે. આહાહાહા ! એ વ્યવહારથી કહ્યું છે. ભગવાન આત્મા જ્ઞાતા ચૈતન્ય સ્વભાવ તે રાગને કાળે, રાગ થયો તેના જાણવાની પર્યાય તેના કાળે જાણવાની પર્યાય થઈ, રાગને લઈને નહીં, તે કાળે જાણવાની પ્રાપ્ય જે થવાની તે થઈ. પુદ્ગલકર્મને જાણે છે, માટે પુદ્ગલકર્મને જાણતાં એવા જીવને, પરની સાથે કર્તાકર્મપણું કેમ હોઈ શકે? શું કીધું? એ રાગ છે તેને જાણનારો છે ભગવાન, પોતે પોતાને જાણે ને પરને જાણે એવું તો સ્વતઃ સ્વરૂપ છે, એવું જે જાણનારો એવા જીવનો પરની સાથે એટલે દયા, દાન, વિકારની સાથે કર્તાકર્મભાવ કેમ હોઈ શકે ? ન જ હોઈ શકે. આહાહા ! આકરું કામ બહુ બાપુ. સમજાય છે કાંઈ ? એક ભાઈનો કાલ પ્રશ્ન હતો રાત્રે એ ભાઈ અત્યારે નથી, કાલે રાતે એક ભાઈ હતા, કાંઈ પૂછવું હશે પણ કીધું અમારી મુદત થઈ ગઈ ટાઈમ પૂરો થયો, ચર્ચા પુરી થઈ ગઈ પછી. આમાં તો ઘણાં પ્રશ્નો ઊઠે એવું છે. જગતને તો. આહાહા ! હવે પૂછે છે, એ તો ૭૬ ગાથાનું સ્પષ્ટ કર્યું. પંડિત જયચંદ પંડિત. ફેરવવું ને ન ફેરવવું શું? જેમ છે તેમ છે ? શ્રોતા :- જીવ રાગ-દ્વેષની પર્યાયને ન ફેરવી શકે, પણ શ્રદ્ધાની પર્યાયને ફેરવી શકે એમ ને? પૂજ્ય ગુરુદેવ :- બધી પર્યાયને ફેરવી શકે; ન ફેરવી શકાય એમ નક્કી કરવા જાય ત્યાં દૃષ્ટિ સ્વભાવ ઉપર જાય છે ત્યાં પર્યાયની દિશા જ આખી ફરી જાય છે. જ્ઞાનસ્વભાવ છું એમ નિર્ણય કર્યો ત્યાં બધું જેમ છે તેમ છે, ફેરવવું ને ન ફેરવવું શું? જેમ છે તેમ છે. નિયતનો નિશ્ચય કરવા જાય ત્યાં જ સ્વભાવનો પુરુષાર્થ સાથે જ છે અને રાગ પણ મંદ પડી ગયો છે. જ્ઞાનસ્વભાવ છું એમ નક્કી થઈ ગયું પછી બધું જેમ છે તેમ છે. ગ્રહવા યોગ્ય બધું ગ્રહાઇ ગયું ને છોડવા યોગ્ય બધું છૂટી ગયું. જ્ઞાતાનો પુરુષાર્થ ચાલુ જ છે. રાગ ઘટતો જાય છે એટલે પૂર્ણ વીતરાગતા થઈ જશે. (આત્મધર્મ, અંક ૭૨૬, વર્ષ-૬૦, પાના નં. ૧૧) Page #235 -------------------------------------------------------------------------- ________________ ૨૨૦ ગાથા - ૭૭ સમયસાર સિદ્ધિ ભાગ-૪ TTTTT F F F F स्वपरिणामं जानतो जीवस्य सह पुद्गलेन कर्तृकर्मभावः किं भवति किं न भवतीति શ્વેત ण विपरिणमदि ण गिण्हदि उप्पज्जदि ण परदव्वपज्जाए । णाणी जाणतो वि हु सगपरिणामं अणेयविहं।।७७।। नापि परिणमति न गृह्णात्युत्पद्यते न परद्रव्यपर्याये। ज्ञानी जानन्नपि खलु स्वकपरिणाममनेकविधम् ।।७७।। यतो यं प्राप्यं विकार्यं निर्वर्त्यं च व्याप्यलक्षणमात्मपरिणामं कर्म आत्मना स्वयमन्तर्व्यापकेन भूत्वादिमध्यान्तेषु व्याप्य तं गृह्णता तथा परिणमता तथोत्पद्यमानेन च क्रियमाणं जानन्नपि हि ज्ञानी स्वयमन्तर्व्यापको भूत्वा बहिःस्थस्य परद्रव्यस्य परिणामं मृत्तिकाकलशमिवादिमध्यान्तेषु व्याप्य न तं गृह्णाति न तथा परिणमति न तथोत्पद्यते च, ततः प्राप्यं विकार्यं निर्वर्त्यं च व्याप्यलक्षणं परद्रव्यपरिणामं कर्माकुर्वाणस्य स्वपरिणामं जानतोऽपि ज्ञानिनः पुद्गलेन सह कर्तृकर्मभावः। હવે પૂછે છે કે પોતાના પરિણામને જાણતા એવા જીવને પુદ્ગલ સાથે કર્તાકર્મભાવ ( કર્તાકર્મપણું ) છે કે નથી ? તેનો ઉત્તર કહે છેઃ વિધવિધ નિજ પરિણામને જ્ઞાની જરૂર જાણે ભલે, ૫રદ્રવ્યપર્યાયે ન પ્રણમે, નવ ગ્રહે, નવ ઊપજે. ૭૭. ગાથાર્થ:- [ જ્ઞાની] શાની [ અનેવિધમ્ ] અનેક પ્રકારના [ સ્વપરિણામ[ ] પોતાના પરિણામને [જ્ઞાનન્ અપિ] જાણતો હોવા છતાં [ઘણુ] નિશ્ચયથી [પરદ્રવ્યપર્યાય] ૫૨દ્રવ્યના પર્યાયમાં [7 અપિ પરિમતિ] પરિણમતો નથી, [7 વૃદ્ઘાતિ] તેને ગ્રહણ ક૨તો નથી અને [ ન ઉત્પદ્યતે ] તે-રૂપે ઊપજતો નથી. ટીકાઃ-પ્રાપ્ય,વિકાર્ય અને નિર્વત્ય એવું, વ્યાપ્યલક્ષણવાળું આત્માના પરિણામસ્વરૂપ જે કર્મ ( કર્તાનું કાર્ય ), તેનામાં આત્મા પોતે અંતર્ધ્યાપક થઈને, આદિ-મધ્ય-અંતમાં વ્યાપીને, તેને ગ્રહતો, તે-રૂપે પરિણમતો અને તે-રૂપે ઊપજતો થકો, તે આત્મપરિણામને કરે છે; આમ આત્મા વડે કરવામાં આવતું જે આત્મપરિણામ તેને જ્ઞાની જાણતો હોવા છતાં, જેમ માટી પોતે ઘડામાં અંતર્વ્યાપક થઈને, આદિ-મધ્ય-અંતમાં વ્યાપીને, ઘડાને ગ્રહે છે, ઘડારૂપે પરિણમે છે અને ઘડારૂપે ઊપજે છે તેમ, જ્ઞાની પોતે બાહ્યસ્થિત એવા પરદ્રવ્યના પરિણામમાં અંતર્વ્યાપક થઈને, આદિ-મધ્ય-અંતમાં વ્યાપીને, તેને ગ્રહતો નથી, તે-રૂપે પ૨િણમતો નથી અને તે-રૂપે ઊપજતો નથી; માટે, જોકે શાની પોતાના પરિણામને જાણે છે તોપણ, પ્રાપ્ય, વિકાર્ય અને નિર્વત્ય એવું જે વ્યાપ્યલક્ષણવાળું ૫૨દ્રવ્યપરિણામસ્વરૂપ કર્મ, તેને નહિ કરતા Page #236 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૭૭ ૨૨૧ એવા તે જ્ઞાનીને પુદ્ગલ સાથે કર્તાકર્મભાવ નથી. ભાવાર્થ-૭૬મી ગાથામાં કહ્યું હતું તે અનુસાર અહીં પણ જાણવું. ત્યાં “પુગલકર્મને જાણતો જ્ઞાની” એમ હતું તેને બદલે અહીં પોતાના પરિણામને જાણતો જ્ઞાની' એમ કહ્યું છે-એટલો ફેર છે. પ્રવચન નં. ૧૬૫ ગાથા-૭૭ તા. ૧૦/૦૧/૦૯ હવે પૂછે છે કે પોતાના પરિણામને જાણતા એવા જીવને, પરિણામને જાણે છે એટલું તો કાર્ય કરે છે કે નહીં કહે છે. પ્રશ્ન છે કે પોતાના પરિણામને જાણતા એવા, જાણવાનું કાર્ય તો કરે છે કે નહીં? એવા જીવને પુદ્ગલ સાથે કર્તાકર્મભાવ છે કે નહીં? કેમ કે જાણવાનું કર્તા અને જાણવાનું પરિણામ કાર્ય, કર્તાકર્મ તો છે, તો એવા કર્તાકર્મના જીવને, રાગ સાથે કર્તાકર્મપણું છે કે નહીં? આહાહાહાહા ! સમજાણું કાંઈ? પ્રશ્ન જ અમૃતચંદ્રાચાર્યે ગોઠવ્યો છે પોતે. પૂછે છે કે પોતાના પરિણામને, એટલે કે જ્ઞાનના પરિણામને, સમકિતના પરિણામને, આનંદના પરિણામને, આત્મા જાણતો એટલે કાર્ય કરતો અને તે પ્રાપ્ય છે તેને ગ્રહણ કરતો, એવું તો કર્તાકર્મપણું તો છે એમાં, તો પછી કર્તાકર્મપણું નથી જ એમાં એમ તો નથી જ, તો જાણતાં એવા જીવને પુદ્ગલ સાથે કર્તાકર્મ છે કે નથી? શું કહ્યું સમજાણું? એ કર્તાકર્મ વિનાનો જીવ નથી, જીવના પરિણામ જ્ઞાતા થાય, ધ્રુવ જે પર્યાય થવાની તે થાય તેને ગ્રહણ કરે છે, તેને ઉપજાવે છે, તેને ફેરફાર કરે છે. જાણતાં એવા એટલે કર્તાકર્મપણું તો છે, તો પછી કર્મના રાગ સાથે કર્તાકર્મપણું ભેગું હોય તો શું વાંધો છે? આહાહાહા... સમજાણું કાંઈ ? આહાહા... આ તો ભગવાનના ઉંડા ઉંડા ગંભીર તત્ત્વો છે ભાઈ. જાણતાં એવું કહ્યું”ને જાણતાં એવા જાણવાનું કાર્ય તો કરે છે. કાર્ય કર્યા વિના રહે છે એતો નથી. કર્તાકર્મપણું તો છે, જાણતાં એવા જીવને પુદ્ગલ સાથે એટલે રાગ સાથે કર્તાકર્મભાવ છે કે નથી, તેનો ઉત્તર કહે છે. વ્યવહાર રત્નત્રયનો રાગ એને પરદ્રવ્ય પર્યાય, આહાહા.. ગજબ વાત છે ને? ત્રણેય ગાથામાં એ છે ને? ૭૬ માં ૭૭ માં ૭૮ માં. આહાહાહા ! પંચમહાવ્રતનાં પરિણામ દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધાનો રાગ, દેવગુરુ શાસ્ત્રની ભક્તિનો સ્તુતિનો રાગ આહાહાહા... એને જાણે છે. છે ને? “TTળી ના તો વિક્સ પરિણામ સMયવિરું” પોતાના પરિણામને અનેક પ્રકારનાંને તો જાણે છે. તો પછી આની હારે જાણે કે નહીં? તેનું કાર્ય કરે કે નહીં, કાર્ય કરે કે નહીં? વિધવિધ નિજ પરિણામને જ્ઞાની જરૂર જાણે ભલે, પરદ્રવ્યપર્યાયે ન પ્રણમે નવ ગ્રહે નવ ઉપજે.” આહાહા ! પ્રાપ્ય એટલે? આત્મામાં થતાં જે જ્ઞાનના પરિણામ રાગના કાળે રાગ થયો ને જ્ઞાનના પરિણામકાળે જ્ઞાનનાં પરિણામ થયા, પ્રાપ્ય લીધું ને પહેલું. પ્રાપ્ય જે આત્માનું કાર્ય. Page #237 -------------------------------------------------------------------------- ________________ ૨૨૨ સમયસાર સિદ્ધિ ભાગ-૪ એ જ્ઞાનના પરિણામને શ્રદ્ધાના પરિણામને, આનંદના પરિણામને પ્રાપ્ય, એ પ્રાપ્ય છે તેને ગ્રહતો વિકાર્ય પૂર્વની પર્યાયને ફેરવીને થતું, નિર્વત્ય વર્તમાન ઉપજતું. એ ટીકાકાર તો પ્રાપ્યથી જ લે છે. એવું વ્યાપ્ય લક્ષણવાળું આત્માના પરિણામ સ્વરૂપ કર્મ. આહાહા ! શું કીધું છે? ભગવાન ચૈતન્ય જ્ઞાયક સ્વભાવ, તેના જે વર્તમાન પરિણામ ધ્રુવ એટલે થવાના છે તે બરાબર થયા, રાગને જાણવાના અને સ્વને જાણવાના એ પરિણામ સ્વતઃ પોતે ધ્રુવ પ્રાપ્ય થયા. આહા.... છે ને? એવું ધ્રુવ વિકાર્ય અને નિર્વત્ય એવું વ્યાપ્યલક્ષણવાળું આત્માના પરિણામસ્વરૂપ કર્મ, એ આત્માના જ્ઞાન પરિણામ સ્વરૂપ કાર્ય, તેનામાં આત્મા પોતે અંતર્થાપક થઈને, શું કહે છે? જ્ઞાયકભાવ તો ધ્રુવ છે, પણ તેના પરિણામનો કાળ છે તે ધ્રુવ, એ રાગને જાણવું અને પોતાને જાણવું એવો જ તે પર્યાયનો ઉત્પત્તિનો કાળ છે, તેને અહીંયા પ્રાપ્ય કહેવામાં આવે છે. તેને આત્મા ગ્રહણ કરે છે? તેમાં આત્મા પોતે અંતર્થાપક થઈને એ જ્ઞાનના પરિણામમાં આત્મા વ્યાપક થઈને પ્રસરીને કર્તા થઈને, આદિ મધ્ય અંતમાં વ્યાપીને, જે રાગ થયો તેનું જ્ઞાન થયું, એ તો પોતાથી થયું છે. એ જ્ઞાનના પરિણામની આદિમાં પણ આત્મા, એ રાગ છે માટે અહીં જ્ઞાન થયું એમ નહીં. જ્ઞાનના પરિણામમાં આદિમાં આત્મા, મધ્યમાં આત્મા, અંતમાં આત્મા એ તો પરિણામમાં આદિ મધ્ય અંતમાં પોતે છે. આહાહાહા ! (શ્રોતા:- જ્ઞાયકને રાગને જાણવાની શું જરૂર?) જાણવાની નહીં. ઈ કહે છે, જાણવાના પરિણામ થયાં પણ છતાંય એ જાણવાના પરિણામ રાગને લઈને થયા છે એમ નથી. પોતાના પરિણામ તે કાળે તે ધ્રુવપણે થવાના હતા તે થયા, તેને આત્મા ગ્રહણ કરે છે. આહાહા! આવી વાતું છે. એક જરીક ન્યાય ફરે તો બધું ફરી જાય એવું છે, તકરાર તેનામાં આત્મા એટલે ધ્રુવ જ્ઞાન પરિણામ જે છે, સમ્યગ્દર્શનનાં પરિણામ થયા એ તે કાળે તે ધ્રુવ થવાના જ હતા, એ આવ્યું ને ભાઈ નિજક્ષણ, જન્મક્ષણ, સમ્યજ્ઞાનની પર્યાય, સમ્યગ્દર્શનની પર્યાય ને ઉત્પત્તિનો જન્મ ક્ષણ છે, તે કાળે તે થયો છે, તેને પ્રાપ્ય કહેવાય તેને આત્મા ગ્રહણ કરે, એમાં અંતર્થાપક થઈને, આહાહાહા... ઝીણી વાત બહુ બાપુ આ તો. ઓહોહોહો ! અરે ભાગ્ય વિના મળે એવું નથી બાપુ આવી વાતું. લોકો ભાગ્યશાળી ભાગ્યશાળી કરે છે ને પૈસાવાળાને ધૂળવાળાને, ઈ ઓલા બારોટ આવેને લઈને આવે કે આ ભાગ્યશાળી આવ્યા છે. મેં કીધું ભાઈ એ તો નહીં ભાગ્યશાળી, પણ આ સારી તત્ત્વની વાત સાંભળવાવાળા હોય એ ભાગ્યશાળી. આહાહા! બેસે તો જુદી વાત છે, અંદરની વાત. આહાહા! તેનામાં એટલે શેમાં? એ રાગનું જ્ઞાન કહેવું એ તો અપેક્ષિત, કીધું ને? અને પોતાનું જ્ઞાન એવું સ્વપરપ્રકાશકજ્ઞાનની પર્યાય તે કાળે ધ્રુવ એટલે પ્રાપ્યરૂપે થાય છે. તે કાળે તે તે જ ક્ષણે તે જ પર્યાય તે થવાની છે, તેને અહીં પ્રાપ્ય કહ્યું, અને તે પૂર્વની પલટીને થયું માટે એને વિકાર્ય કહ્યું, અને બીજું સીધું એને નિર્વત્ય કહ્યું, એ તેનામાં આત્મા પોતે અંતર્થાપક થઈને આદિ મધ્ય અંતમાં એટલે એ રાગ હતો માટે જ્ઞાનની પર્યાય થઈ, આ રાગમાં એમેય નહીં, એ રાગની પર્યાયના જ્ઞાનની આદિમાં આત્મા છે, આદિમાં રાગ નહીં. એય ! આહાહાહા ! સંતોષકુમાર ! છે કે નહીં? સમજાય છે આ? ઝીણી વાત છે આ. આહા... Page #238 -------------------------------------------------------------------------- ________________ ગાથા૭૭. ૨૨૩ કહ્યું? કે પ્રાપ્ય લક્ષણવાળું આત્માનું પરિણામ સ્વરૂપ કર્મ, પરિણામ સ્વરૂપ કાર્ય, આંહી પરિણામ લેવા છે ને? જાણવાના, દેખવાના, શ્રદ્ધાનાં, શાંતિના, આનંદના એવા જે પરિણામ છે તે આત્માના પરિણામ છે અને એ આત્માના પરિણામમાં આદિમાં આત્મા છે, એ પરિણામની શરૂઆત ત્યાં થઈ માટે ત્યાં કોઈ બીજું કારણ નિમિત્ત હતું માટે થયું, રાગ ત્યાં નિમિત્ત છે માટે તેની આધમાં જ્ઞાન થયું એમ નહીં. તે જ્ઞાનના પરિણામની આધમાં પણ પ્રભુ છે, પોતે જ્ઞાયક ચૈતન્ય, મધ્યમાંય એ અને અંતમાં વ્યાપીને અંતર્થાપક થઈને વ્યાપીને એ પ્રાપ્ય, વિકાર્ય ને નિર્વત્ય જે સમ્યગ્દર્શનશાનનાં પરિણામ, મોક્ષમાર્ગના જે પરિણામ તે પરિણામનું પ્રાપ્ય તે કાળે થવાનું તે પૂર્વનું થયું બદલીને વિકારનું વ્યય થઇને ઉપજયું, તે પરિણામની આધમાં અંતર્થાપક ભગવાન થઈને આત્મા થઈને, આધમાં પણ તે આત્મા છે, મધ્યમાં પણ તે આત્મા છે, અંતમાં પણ તે આત્મા છે. આહા ! શરૂઆત થઈ છે રાગની માટે જ્ઞાન થયું, અંતમાં છેડે આત્મા હતો માટે તેનું જ્ઞાન થયું એમ નથી. આહાહા ! એ સમ્યગ્દર્શનના પરિણામ થયા. વસ્તુ જે ભગવાન પૂર્ણ આનંદ સ્વરૂપ એનું જ્ઞાન થઈ પર્યાયમાં જ્ઞાનની પર્યાયમાં જ્ઞાન થઈ, જ્ઞાન પર્યાયે તેને જાણ્યું અને જાણીને એમાં પ્રતીતિ થઈ એ સમ્યગ્દર્શનની અને જ્ઞાનની પર્યાય, તે કાળે પ્રાપ્ય છે, તે કાળે તે થવાની હતી, થઈ છે તે છે એને આત્મા આધમાં એને ગ્રહણ કરે છે. શરૂઆતમાંય એ, મધ્યમાંય એ, અને અંતમાંય એ, એને કોઈપણ પરની અપેક્ષા છે નહીં. આહાહાહા ! (શ્રોતા:- એક સમયની પર્યાયને ) એક સમયની પર્યાયને આદિ મધ્યમાં અંતમાં એ તો આત્મા કહેવો છે, પર નહીં એમ બતાવવું છે, બાકી તો એ પર્યાય પોતે સ્વતંત્ર છે. ષટકારકરૂપે પરિણમતી એ જ્ઞાનની અને સમકિતની પર્યાય, આહાહાહા.... આંહી તો ફક્ત પરથી જુદું પાડીને બતાવવું છે, એટલે એ આત્મા તેમાં અંતર્થાપક થાય છે. (શ્રોતા:- રાગથી જુદું પાડવા) રાગથી ભિન્ન પાડયો છે. એટલે જ્ઞાનના પરિણામમાં અંતર્થાપક છે એમાં એ રાગ હતો માટે અહીં જ્ઞાનના પરિણામ થયા, એમ નથી, એ બતાવવા અંતર્થાપક આત્મા છે એમ બતાવ્યું છે. આહાહા ! સમજાણું કાંઈ? (શ્રોતા - એક પર્યાયના બે ટુકડા કેમ કર્યા આદિ-મધ્ય) ટુકડા નહીં, એ પ્રાપ્ય છે તે તે સમય અને પૂર્વનો બદલ્યો તે વિકાર્ય પણ તે સમય અને ઉપજ્યો પણ તે સમયે એક જ સમયમાં આદિ મધ્ય અંતમાં એ પોતે ને પોતે જ છે. ફેરવવામાં પણ ઈ, ઉપજવામાં પણ છે, અને પ્રાપ્યમાં પણ ઈ બધું એક સમયમાં, ત્રણ અપેક્ષા છે. આહાહાહા ! એક જ સમયનાં પરિણામ જે છે, જ્ઞાતાના પરિણામ જ્ઞાન, જ્ઞાતાના પરિણામ સમકિત, જ્ઞાતાના પરિણામ શાંતિ-ચારિત્ર, એ પરિણામમાં કોઈ રાગની આધ છે. શરૂઆત માટે રાગ છે માટે જ્ઞાન થયું એમ નહીં, એ જ્ઞાનના પરિણામનું સમકિતના પરિણામમાં આધમાં આત્મા, આંહી પરથી જુદું ઠેરવવું છે ને? એની મધ્યમાં આત્મા અને અંતમાં આત્મા, નિશ્ચયથી તો લઈએ તો તે સમકિતનાં ને જ્ઞાનના પરિણામ જે એને જાણે છે, એ પરિણામ પરિણામના કર્તા, પરિણામ પરિણામનું કાર્ય, પરિણામ પરિણામનું સાધન એ પરિણામ ષકારકથી પોતાથી ઉત્પન્ન થયા છે. આહાહાહાહા ! સમજાણું કાંઈ ? Page #239 -------------------------------------------------------------------------- ________________ ૨૨૪. સમયસાર સિદ્ધિ ભાગ-૪ સમજાય એટલું સમજો બાપુ! આ તો ભગવાનનો અનંત અનંત સાગર ભગવાન એના, એનો ઉલ્લેખ છે આ તો. આહાહાહા ! પાણીમાંથી પાણી જેમ ઉલેચે ને? કાઢે ને? એમ આંહી તો આનંદમાંથી આનંદની પર્યાય નીકળે એવું છે. આહાહા.. આહાહા.... ભગવાન શાયક થઈને એમ કીધું. એ જાણવાના પરિણામ થયા એની આધમાં જ્ઞાયક છે, એની આધમાં પર નહીં, એમ સિદ્ધ કરવું છે. જે છે તે તે જ છે, તેના તે તે જ છે. આદિમાં, મધ્યમાં અને અંતમાં ભગવાન છે. આહાહા ! અધિગમ સમકિત કહે છે ને? એ સમકિતની આધમાં પણ પોતે આત્મા છે મધ્યમાંય આત્મા અને અધિગમ સમકિત જે છે તે તો તે કાળે ધ્રુવપણે પ્રાપ્ય છે, તેને આત્મા ગ્રહણ કરે છે, તેથી તે અંતર્થાપક થઈને, તેથી તે સમકિતની અધિગમ પર્યાય સમકિત, એની આદિ–મધ્યમાં આત્મા છે. ગુરુ નિમિત્ત છે માટે તેની આદિ મધ્યમાં છે? (શ્રોતા:- કાળલબ્ધિ તો કહેવાય ને?) કાળલબ્ધિ પણ કાંઈ એ નહીં, બધી એમાં આવી ગઈ. આહાહા ! આવું ઝીણું છે. આ તેનામાં આત્મા પોતે અંતર્થાપક થઈને આદિ-મધ્ય-અંતમાં વ્યાપીને તેને ગ્રહતો, પોતાના શુદ્ધ પરિણામ પવિત્ર જે છે, તેને ગ્રહતો એટલે પ્રાપ્ય, તે રૂપે પરિણમતો એટલે વિકાર્ય, તે રૂપે ઉપજતો એટલે નિર્વત્ય. તે આત્મપરિણામને કરે છે, એ આત્મા અંતર્થાપક થઈને આદિમધ્યમાં થઈને આત્મપરિણામને આત્મા કરે છે. આહાહાહાહા ! આ ગાથાઓ એવી છે ઝીણી, બહુ ઝીણું તત્ત્વ. આમ આત્મા વડે કરવામાં આવતું જે આત્મપરિણામ, આત્મા વડે થતાં જ્ઞાનના પરિણામ, આત્મા વડે થતાં સમક્તિના પરિણામ, કે આત્મા વડે કરવામાં આવતું આત્મ-પરિણામ એટલે પર્યાય, તેને જ્ઞાની જાણતો હોવા છતાં, તેને જ્ઞાની જાણતો એટલે જ્ઞાની જાણવાનું કાર્ય કરે, એની પર્યાયની થઈ એને, જ્ઞાની જાણતો હોવા છતાં જેમ માટી પોતે ઘડામાં અંતર્થાપક થઈને આદિ-મધ્ય અંતમાં વ્યાપીને, માટી પોતે ઘડામાં અંતર્થાપક થઈને આદિ મધ્ય અંતમાં વ્યાપીને ઘડાને ગ્રહે છે, ઘડારૂપે પરિણમે છે અને ઘડારૂપે ઉપજે છે. આહાહાહા ! ઘડાની આધમાંય માટી, આદિમાં કુંભાર આવ્યો નિમિત્ત માટે તેની આ ઘડાની પર્યાયની શરૂઆત થઈ એમ નહીં. આહાહાહા ! માટી પોતે ઘડામાં અંતર્થાપક થઈને, આદિમાં ઘડાની આદિમાં માટી, મધ્યમાં માટી ને અંતમાં વ્યાપીને ઘડાને રહે છે. માટી ઘડાને રહે છે ધ્રુવને, એટલે? ઘડાની પર્યાય તે ધ્રુવપર્યાયપણે તે નિશ્ચયપણે તે વખતે થવાની જ છે, નિજક્ષણ છે. આહાહાહાહા ! એય ! એવા ઘડાને એ માટી રહે છે, ઘડારૂપે પરિણમે છે માટી, અને ઘડારૂપે ઉપજે છે. તેને જ્ઞાની પોતે બાહ્યસ્થિત એવા પરદ્રવ્યના પરિણામમાં અંતર વ્યાપીને, જેમ એ માટી અંદર રહીને ઘડાની આદિ મધ્યમાં છે, તેમ જ્ઞાની બાહ્યસ્થિત એવા પરદ્રવ્યના પરિણામમાં, રાગમાં અંતર્થાપક થઈને આદિ મધ્ય અંતમાં વ્યાપીને તેને ગ્રહતો નથી. વિશેષ આવશે. (શ્રોતા:- પ્રમાણ વચન ગુરુદેવ) Page #240 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૭૭ ૨૨૫ પ્રવચન નં. ૧૬૬ ગાથા-૭૭-૭૮ તા. ૧૧/૦૧/૭૯ ગુરુવાર પોષ સુદ-૧૪ ૭૭ ગાથા આંહી આવ્યું છે જ્ઞાની પોતે, નહીં? જ્ઞાની એને કહીએ ધર્મી એને કહીએ, કે જે પરપદાર્થનો કર્તા તો થાય નહીં, પણ અંદરમાં દયા, દાન, વ્રતનાં પરિણામ આવે એનો એ કર્તા ન થાય, કેમ કે આત્મા જ્ઞાયક ચૈતન્ય શુદ્ધ સ્વભાવ છે એની દષ્ટિ થઈ અને અનુભવ થયો, એ વિકારના પરિણામનો કર્તા ન થાય, ચાહે તો એ દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજાના ભાવ હો શુભ, એને પણ એ ન કરે. કેમ કે વસ્તુ સ્વભાવ જે આત્મા જ્ઞાયક ત્રિકાળ જે શુદ્ધ ચૈતન્યઘન એવી જેને અંતરમાં દૃષ્ટિ થઈ છે અને એનું જ્ઞાન વર્તમાન પર્યાયમાં તેનું પૂર્ણ વસ્તુનું જ્ઞાન થયું છે તેથી તે જ્ઞાની, આ જ્ઞાનીના શબ્દની વ્યાખ્યા કરી છે. આહાહાહા! જ્ઞાની પોતે બાહ્યસ્થિત એવા પરદ્રવ્યના પરિણામમાં, એટલે શું કહ્યું? જે કાંઈ શુભઅશુભ ભાવ થાય એ બધા બાહ્યસ્થિત છે, અંતરની ચીજ નથી. આહાહા ! આવી વાત આકરી પડે, પણ શું થાય? ધર્મી જીવ એને કહીએ કે જે પોતે બાહ્યસ્થિત એવા પરદ્રવ્યના પરિણામ, ચાહે તો એ વિકલ્પ દયા, દાનનો હોય ભક્તિનો, પૂજાનો, વ્રતનો, ભગવાનના વંદનનો, સ્તુતિનો, એ ભાવ રાગ છે તે બાહ્યસ્થિત છે, સ્વરૂપના દ્રવ્યગુણ પર્યાયમાં એ નથી. આહાહાહા ! ઝીણી વાત છે બાપુ. બાહ્યસ્થિત એવા પરદ્રવ્યના પરિણામ, એ પુણ્યના પરિણામ પણ પરદ્રવ્યના પરિણામ, પાઠ છે ને? “પદ્રવ્ય પર્યાયે ન” –આહાહા ! એ પરદ્રવ્યના પરિણામમાં અંતર્થાપક થઈને, જ્ઞાયક સ્વરૂપ પોતે અંતરમાં પેસીને, પ્રસરીને આદિ મધ્ય અંતમાં વ્યાપીને એ શુભભાવ છે એને પણ આદિ મધ્ય અંતમાં વ્યાપીને, જ્ઞાની ગ્રહતો નથી. આહાહાહા.... બહુ ઝીણી વાત ભગવાન. બાહ્યની શરીર, વાણી, મન, પૈસા, લક્ષ્મી એ તો ક્યાંય બહાર રહી ગયા, એ તો બાહ્યસ્થિત તો તેના દ્રવ્યગુણ પર્યાયમાં, (પણ નથી) એને તો ધર્મી અડતોય નથી, કરતોય નથી. આહાહાહા ! ધર્મી એને કહીએ જેને જન્મ મરણના અંત આવ્યા છે. જેણે ભગવાન આત્માના પૂર્ણાનંદ સ્વરૂપને વર્તમાન જ્ઞાનની પર્યાય દ્વારા જાણી લીધો છે. જેણે વર્તમાન જ્ઞાનની દશાને ત્રિકાળી તરફ વાળીને જેણે તેનું જ્ઞાન કર્યું છે, એવો જ્ઞાની, એવો જે ધર્મી, કોઈ કહે કે જ્ઞાની અને ધર્મી જુદી ચીજ છે, એમ નથી. એ ધર્મી જીવ પોતે બાહ્યસ્થિત એવા પરદ્રવ્યના પરિણામમાં, (શ્રોતા:- વિકારને પરદ્રવ્યના પરિણામ કીધા છે) વિકાર પરદ્રવ્યના પરિણામ. આંહી દૃષ્ટિનો વિષય એ છે અને જ્ઞાન થયું છે ને એની અત્યારે વાત છે ને, તે જ્ઞાનથી છે વાત પણ તે દૃષ્ટિની પ્રધાનતાથી વાત છે, જ્ઞાનની પર્યાયથી વર્ણનમાં આવે ત્યારે એમ કહેવાય કે રાગ જે થયો છે એ એની પર્યાયમાં પરિણમ્યો છે થયો છે. એ જ્ઞાનનો વિષય જ્યારે સમ્યજ્ઞાનનો દૃષ્ટિના વિષયની સાથે થયેલું જ્ઞાન, એ જ્ઞાનથી જાણવામાં આવે ત્યારે એમ કહેવાય, કે જે કાંઈ દયા દાનના પરિણામ થયા. વ્રત ભક્તિ એ પર્યાયમાં થયા એટલે એ પરિણમન એનું છે. એનો કર્તા છે એનું જ્ઞાન કરાવ્યું. પણ અંહીયા તો દૃષ્ટિપ્રધાનના અધિકારમાં Page #241 -------------------------------------------------------------------------- ________________ ૨૨૬ સમયસાર સિદ્ધિ ભાગ-૪ દ્રવ્યસ્વભાવ છે જેની દૃષ્ટિમાં, આહાહા... આરે ! વાત બહુ આકરી બાપુ. એ દ્રવ્ય સ્વભાવ જે જ્ઞાયક પરમાનંદ પ્રભુ એનું જેને અંતરમાં જ્ઞાન સ્વસમ્મુખ થઈને થયું છે, તેને બધી તરફથી વિમુખતા, પરથી વિમુખતા છે. શરીર, વાણી, મનની, ક્રિયાથી તો વિમુખ છે, પણ અંદરમાં પાપના ને પુણ્યના પરિણામ થાય, તેનાથી પણ એ વિમુખ છે. આવી વાત છે પ્રભુ, આકરી લાગે એવી છે, બાપુ શું થાય? અરે એણે અનંત અનંત કાળમાં ૮૪ના અવતાર કર્યા અનંત એણે, સ્વર્ગના, નરકના, તિર્યંચના, અનંત અનંત ભવમાં એ દુઃખી થઈને રખડે છે, એ ભલે શેઠીયા અબજોપતિ થાય ને રાજા મોટા થાય કે દેવ થાય પણ એ બધા દુઃખી છે, કેમ કે તેને રાગની એકતાના મિથ્યાત્વભાવમાં તેને મિથ્યાત્વનું દુઃખ છે. આહાહા ! (શ્રોતા:- લૌકિકમાં તો પૈસા મળે એને સુખ કહેવાય ) આંહી પૈસામાં હોય તોય પૈસામાં અને ન હોય તોય પૈસામાં નથી, એને ક્યાં પૈસા હતા આત્મામાં? પ્રેમચંદભાઈ ! આહાહા! ભગવાન વાતું બાપા! ત્રણલોકનો નાથ જિનેશ્વરદેવ ભગવાન, એમ ફરમાવે છે, કે પૈસાને લાવવું ને મુકવું ને વાપરવું ને એ તો જગત, આત્મામાં છે જ નહીં. (શ્રોતા- કોઈ અપેક્ષાએ નહીં?) કોઈ અપેક્ષાએ નથી. (શ્રોતા- વ્યવહારે તો કહેવાયને) વ્યવહાર બોલે છે એ તો કથનમાત્ર છે. એ બોલે માટે શું? ગામ મારું એમ થઈ ગયું? રાજકોટ કોનું ગામ? કે મારું, એટલે થઈ ગયું એનું? એ તો કથનમાત્ર છે. એમ કહેવામાં આવે કે આના પૈસા ને આણે પૈસા વાપર્યા, એ તો કથનમાત્ર છે, કાંઈ એના છે નહીં. એની વાત અહીં તો છે જ નહીં, કારણકે એ તો જુદી ચીજ, જુદી ચીજ છે. એ એનું ટકવું ને બદલવું તો તેમાં તેને કારણે છે. હવે આત્મામાં પણ જે રાગાદિ થાય, એને પણ દ્રવ્યદૃષ્ટિની અપેક્ષાથી, જે સ્વભાવનું જ્ઞાન થયું તેથી સ્વભાવની દૃષ્ટિની પ્રધાનતાએ આ કથન છે. એને એ રાગાદિ થાય તે બાહ્યસ્થિત છે, જ્ઞાનની દૃષ્ટિએ જુએ તો તેની પર્યાયમાં છે એમ જ્ઞાન જાણે, પણ સમ્યગ્દર્શન છે, એ નિર્વિકલ્પ છે. અને તેથી તેનો વિષય નિર્વિકલ્પ વસ્તુ છે, એમાં ભેદનો વિષય એમાં આવે નહીં, પર્યાયનો ભેદનો વિષય ન આવે તો રાગ તો એમાં આવે ક્યાંથી ? આવું છે. અરે શું થાય? અનંત કાળથી રઝળે છે, “અનંત કાળથી આથયો વિના ભાન ભગવાન સેવ્યા નહીં ગુરુ સંતને મુકયાં નહીં અભિમાન,” આહાહાહા ! શું સંત કહે છે, પરમાત્માની વાણીમાં, એણે સાંભળ્યું નહીં, બેઠું નહીં, રુચ્યું નહીં, ગોયું નહીં. આહાહા! આંહી કહે છે અજ્ઞાની રાગ થાય છે એનો કર્તા થાય છે, કેમ કે તેને સ્વભાવની દૃષ્ટિનું સ્વામીપણું નથી, અજ્ઞાની મિથ્યાષ્ટિ તેને સ્વભાવ જે અખંડ આનંદ પ્રભુ, તેનું તેને સ્વામીપણું નથી, ઘણીપણું નથી તેને જાણ્યો નથી, તેથી તે અજ્ઞાની તો રાગ, દયા, દાન આદિના રાગનો કર્તા થઈને હું કરું છું તેમ મિથ્યાત્વને સેવે છે. આહાહાહા! અહીંયા ધર્મી જીવ, પોતે બાહ્યસ્થિત એવા પરદ્રવ્યના પરિણામમાં અંતર્થાપક થઈને એ પરદ્રવ્યના પરિણામ કીધાં. આહાહા! ભગવાન આત્માના પરિણામ તો જાણવું, દેખવું, આનંદ એ એના પરિણામ. રાગાદિ પરિણામ છે એ પરદ્રવ્યનાં, અહીંયા દૃષ્ટિના ધ્યેયની નિર્વિકલ્પ દૃષ્ટિનો વિષય નિર્વિકલ્પ છે તેની અપેક્ષાએ કથન છે. સમજાણું કાંઈ ? આહાહાહા... ઝીણું પડે ભાઈ ! આ Page #242 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૭૭. ૨૨૭ તો શાંતિથી સમજવા જેવું છે ભાઈ ! એણે અનંત કાળ ગાળ્યા રખડવામાં, શાસ્ત્રના જાણપણા પણ અનંતવાર કર્યા છે, એ કાંઈ જાણપણું એ આત્માનું જ્ઞાન નહીં. આહાહા! અહીંયા તો આત્મા, પ્રભુ પૂર્ણાનંદનો નાથ ભગવાન, એને જેણે જ્ઞાનમાં ગ્રહ્યો છે, પકડયો છે, એવો જે ધર્મી જીવ એને બાહ્ય રાગાદિના પરિણામ ભગવાનના વિનયના, પંચપરમેષ્ટિના સ્મરણના, એના ભક્તિના ભાવ આવે, તે બાહ્યસ્થિત છે. અંતરવસ્તુ જે ભગવાન અંતર આત્મામાં એ નથી. એવા અંતર્થાપક થઈને આદિ મધ્ય અંતમાં વ્યાપીને એ રાગની શરૂઆતમાં રાગ થયો એમાં આધમાં તો આત્મા હતો એમ નહીં. આહાહાહા... આકરું કામ ભાઈ, ધર્મ કોઈ અલૌકિક ચીજ છે. અરે અત્યારે તો બધું ગરબડ એવી થઈ ગઈ છે કે ચોર કોટવાલને દંડે એવું છે. આહાહા.... એમ થાય શું થાય. બાપુ! ભગવાન ત્રણલોકનો નાથ જિનેશ્વરદેવની આ વાણી છે એ સંતો આડતિયા થઈને જગતને ફરમાવે છે, દિગંબર સંતો છે. કહે છે, કે પુણ્ય પરિણામ જે થાય દયા, દાન, વ્રત, ભક્તિ આદિના શુભ અને એની આદિ મધ્ય અંતમાં વ્યાપીને આત્મા, તેને ગ્રહતો નથી પ્રાપ્ય. રાગના ભાવને ધર્મી ગ્રહતો નથી. શરૂઆતમાં આધમાં આ રાગ મારો છે એમ નહીં, મધ્યમાં રાગ મારો છે એમ નહીં, ને અંતે રાગ મારો એમાં એમેય નહીં, આવી વાતું. હવે બેસવી આકરી પડે ભાઈ શું થાય? દુનિયા તો જાણીએ છીએ ને? દુનિયા નથી જાણતાં? તેને ગ્રહતો નથી એ પ્રાપ્ય, એ રાગ થાય, વિકલ્પ ઉઠે તે જ્ઞાની ગ્રહતો નથી એટલે પ્રાપ્ય, તે વખતે તે પરિણામ નિશ્ચયથી પુદ્ગલના પરિણામ છે તેમ નિશ્ચયથી તે છે. તે મારાં પરિણામ નહીં. તેને એ ગ્રહતો નથી જ્ઞાની. આહાહાહા ! આવું આકરું પડે ભાઈ ! શું થાય? તે રૂપે પરિણમતો નથી વિકાર્ય, રાગરૂપે વ્યવહાર રત્નત્રયના રાગરૂપે પણ જ્ઞાની પરિણમતો નથી. વિકાર્ય એટલે ફેરફાર કરીને થતો, પરિણમતો નથી અને તે રૂપે ઉપજતો નથી. વ્યવહાર રત્નત્રયનો જે શુભરાગ દેવગુરુશાસ્ત્રની શ્રદ્ધા, નવતત્ત્વની ભેજવાળી શ્રદ્ધા, પંચમહાવ્રતના પરિણામ અને શાસ્ત્રનું પણ વિકલ્પાત્મક જ્ઞાન, તેને તે ગ્રહતો નથી, તે રૂપે પરિણમતો નથી, તે રૂપે ઉપજતો નથી. આહાહા ! ઝીણું છે પ્રભુ! બધી દુનિયાની તો ખબર છે ને. આહા! આહા! જોકે, માટે, જોકે જ્ઞાની પોતાના પરિણામને જાણે છે, ” જોયું? એમ કે એને કરતો નથી ત્યાં એ જાણવાનું તો કામ તો કરે છે. પોતાના જ્ઞાન પરિણામને જાણવાનું તો કરે છે, તો ભેગું રાગને કરે એમાં શું વાંધો? ના, ના એ રાગને ન કરે રાગનું આંહીં જ્ઞાન થાય એ પોતાનું જ્ઞાન છે તેને જાણે, ઈ જાણવાનું કાર્ય એનું છે. આવો ઉપદેશ કઈ જાતનો છે, કાંઈ મોં માથાં હાથ આવે નહીં. એવી વાત છે ભાઈ ! પરમ ધર્મ સત્યની ચીજ કોઈ અલૌકિક છે. પહેલું એને સાંભળવું મળવું મુશ્કેલ છે, સાંભળવા મળે છતાં અંદર પાછું વિચારમાં એ વાત બેસવાય કઠણ છે. વિચારમાં બેઠા પછી એની દૃષ્ટિ થવી ને પરિણમન થવું એ તો મહાકઠણ. આહાહાહા ! આવી વાત છે પ્રભુ શું કરીએ? જો કે જ્ઞાની પોતાના પરિણામને જાણે છે, જોયું? પોતાના પરિણામને જાણે છે. રાગ જે થયો તેનું અહીં જ્ઞાન થયું એ જ્ઞાનના પરિણામ પોતાના છે. એ જ્ઞાનના પરિણામને, જ્ઞાની Page #243 -------------------------------------------------------------------------- ________________ ૨૨૮ સમયસાર સિદ્ધિ ભાગ-૪ પરિણામને જાણે છે. જ્ઞાની જ્ઞાન સ્વરૂપને તો જાણે છે ત્રિકાળને, પણ તેના પરિણામને પણ એ જાણે છે, જાણવા દેખવાના જે પરિણામ શુદ્ધ છે તેને તે જાણે છે, ઈ જાણે છે, તેવું કર્તાકર્મપણું છે. જાણે છે તે કાર્ય છે અને કર્તા પોતે આત્મા, એવું કર્તાકર્મપણું છે. પણ છતાં તે આ કર્તાકર્મપણાની હારે રાગનો પણ કર્તા અને કાર્ય છે એ આત્મામાં નથી. આહાહાહા! (શ્રોતા:- કઠણ તો છે) કઠણ છે ભાઈ, ખબર છે ને બાપુ. ૮૯ વરસ તો દેહને થયા જડને, ૭૦ વર્ષથી તો આ જગતને જાણીએ છીએ. જગતની કેટલી લીલા ને કેટલી વિચિત્રતા ને વિવિધતા ને વિપરીતતા બહુ આકરું કામ બાપા. અહીંયા કહે છે પ્રભુ, જે કાંઈ પોતાના પરિણામને જાણે, તો પણ આવું કાર્ય હોવા છતાં, કર્તા કાર્યપણું છે, એમ કહે છે, તો પણ પ્રાપ્ય, વિકાર્ય અને નિર્વત્ય એવું જે વ્યાપ્ય લક્ષણવાળું પરદ્રવ્ય પરિણામ, એ રાગના ભાવ એ પરદ્રવ્ય પરિણામ છે. તેને નહિ કરતા એવા તે જ્ઞાનીને પુદ્ગલ સાથે કર્તાકર્મભાવ નથી. સમજાણું કાંઈ? આહા.. ભાવાર્થ:- ૭૬ મી ગાથામાં કહ્યું” તું એ અનુસાર અહીં પણ જાણવું ત્યાં “પુગલ' કર્મને જાણતો જ્ઞાની' એમ હતું, પુદ્ગલકર્મને જાણતો, તેના કર્તાનું કર્મ નથી, અહીંયા પોતાના પરિણામને જાણતો જ્ઞાની એટલું ફેરવ્યું. આહા! ત્યાં રાગને જાણતો જ્ઞાની રાગના કાર્ય નથી, એમ આંહીં પોતાના પરિણામને જાણતો, રાગનું કાર્ય એનું નથી. સમજાણું કાંઈ ? ભાઈ એક એક શબ્દમાં એક એક ભાવમાં મોટો આંતરો છે બાપુ. આહાહાહા ! શ્રદ્ધા-જ્ઞાનનું ભાતું સાથે લઈને જવું જોઈએ. એક ગામથી બીજે ગામ જાય તોય ભાતું સાથે લઈને જાય છે તો બીજા ભવમાં જવા માટે કાંઈ ભાતું હોય કે નહીં ? શ્રદ્ધા જ્ઞાનનું ભાતું સાથે લઈને જવું જોઈએ. બાયડી સામે જોવે તો પાપ, છોકરી સામું જોવે તો પાપ, પૈસા સામું જોવે તો પાપ, પર સામું જોતાં બધે પાપ..પાપને પાપ છે. અરે ! કયાં એને જવું છે? રાગ અને હું એક છું એવું મિથ્યાત્વનું ભાતું લઈને જવું છે? રાગથી ભિના જ્ઞાનાનંદ સ્વરૂપ હું છું એવું ભાતું સાથે લઈ જાય તો આગળ વધવામાં એને કામ આવશે. અંદરમાં અસંખ્ય પ્રદેશમાં ઊંડે ઊંડે તળીયે ધ્રુવમાં પર્યાયને લઈ જવાની છે. આ તો ધીરાના વીરાના કામ છે. (આત્મધર્મ, અંક ૭૨૬, વર્ષ-૬૦, પાના નં. ૧૫) Page #244 -------------------------------------------------------------------------- ________________ गाथा-७८ ૨૨૯ Prrrrrrrrrrrrrry पुद्गलकर्मफलं जानतो जीवस्य सह पुद्गलेन कर्तृकर्मभावः किं भवति किं न । । भवतीति चेत ण वि परिणमदि ण गिण्हदि उप्पज्जदि ण परदव्वपज्जाए। णाणी जाणतो वि हु पोग्गलकम्मप्फलमणतं ।। ७८।। नापि परिणमति न गृह्णात्युत्पद्यते न परद्रव्यपर्याये। ज्ञानी जानन्नपि खलु पुद्गलकर्मफलमनन्तम्।।७८।। यतो यं प्राप्यं विकार्य निर्वत्र्यं च व्याप्यलक्षणं सुखदुःखादिरूपं पुद्गलकर्मफलं कर्म पुद्गलद्रव्येण स्वयमन्तापकेन भूत्वादिमध्यान्तेषु व्याप्य तद् गृहृता तथा परिणमता तथोत्पद्यमानेन च क्रियमाणं जानन्नपि हि ज्ञानी स्वयमन्तापको भूत्वा बहि:स्थस्य परद्रव्यस्य परिणामं मृत्तिकाकलशमिवादिमध्यान्तेषु व्याप्य न तं गृह्णाति न तथा परिणमति न तथोत्पद्यते च, तत: प्राप्यं विकार्य निर्वत्वं च व्याप्यलक्षणं परद्रव्यपरिणाम कर्माकुर्वाणस्य सुखदुःखादिरूपं पुद्गलकर्मफलं जानतोऽपि ज्ञानिन: पुद्गलेन सह न कर्तृकर्मभावः। હવે પૂછે છે કે પુદ્ગલકર્મના ફળને જાણતા એવા જીવને પુદ્ગલ સાથે કર્તાકર્મભાવ ( s uj)नथी ? तेनो उत्त२ हे छ: પુદ્ગલકરમનું ફળ અનંતે જ્ઞાની જીવ જાણે ભલે, પદ્રવ્યપર્યાયે ન પ્રણામે, નવ ગ્રહે, નવ ઊપજે. ૭૮. ___uथार्थ:-[ ज्ञानी ] all [ पुद्गलकर्मफलम् ] पुल भर्नु ३५ [अनन्तम्] अनंत छेतेने [जानन अपि] neuda sो छti [ खलु ] ५२मार्थ [ परद्रव्यपर्याये] ५२द्रव्यन। पर्याय३५. [ न अपि परिणमति] परिमती नथी,[ न गृह्णाति] तने अहए ६२तो नथी भने [न उत्पद्यते]ते-३ ५४तो नथी. ટીકા:- પ્રાપ્ય, વિકાર્ય અને નિર્વત્ય એવું, વ્યાપ્યલક્ષણવાળું સુખદુઃખાદિરૂપ પુદ્ગલકર્મફળસ્વરૂપ જે કર્મ (કર્તાનું કાર્ય), તેનામાં પુગલદ્રવ્ય પોતે અંતર્થાપક થઈને, આદિ-મધ્ય-અંતમાં વ્યાપીને, તેને ગ્રહતું, તે રૂપે પરિણમતું અને તે રૂપે ઊપજતું થયું, તે સુખદુઃખાદિરૂપ પુદ્ગલકર્મફળને કરે છે; આમ પુદ્ગલદ્રવ્ય વડે કરવામાં આવતું જે સુખદુ:ખાદિરૂપ પુગલકર્મફળ તેને જ્ઞાની જાણતો હોવા છતાં, જેમાં માટી પોતે ઘડામાં અંતર્થાપક થઈને, આદિ-મધ્ય-અંતમાં વ્યાપીને, ઘડાને રહે છે, ઘડારૂપે પરિણમે છે અને ઘડારૂપે ઊપજે છે તેમ, જ્ઞાની પોતે બાહ્યસ્થિત એવા પરદ્રવ્યના પરિણામમાં અંતર્થાપક थने, माहि-मध्य-संतमा व्यापीने,तेने अहतो नथी,ते-३५. परिमती नथी सनेत Page #245 -------------------------------------------------------------------------- ________________ ૨૩) સમયસાર સિદ્ધિ ભાગ-૪ રૂપે ઊપજતો નથી; માટે, જોકે જ્ઞાની સુખદુઃખાદિરૂપ પુદ્ગલકર્મના ફળને જાણે છે તોપણ, પ્રાપ્ય, વિકાર્ય અને નિર્વત્ય એવું જે વ્યાપ્યલક્ષણવાળું પારદ્રવ્યપરિણામસ્વરૂપ કર્મ, તેને નહિ કરતા એવા તે જ્ઞાનીને પુદ્ગલ સાથે કર્તાકર્મભાવ નથી. ભાવાર્થ- ૭૬ મી ગાથામાં કહ્યું હતું તે અનુસાર અહીં પણ જાણવું. ત્યાં “પુગલકર્મને જાણતો જ્ઞાની” એમ હતું તેને બદલે અહીં “પુદ્ગલકર્મના ફળને જાણતો જ્ઞાની” એમ કહ્યું છે-એટલું વિશેષ છે. પ્રવચન નં. ૧૬૬ ગાથા-૭૮ તા. ૧૧/૦૧/૭૯ - હવે ૭૮, ૭૭ થઈ. હવે પૂછે છે કે પુદ્ગલકર્મના ફળને જાણતા-શું કહ્યું એ કહે છે, કે આત્મામાં જે કાંઈ હરખ ને શોક, સુખ ને દુઃખની કલ્પના થાય, એવો એ પુદ્ગલકર્મના ફળને જાણતો, એ સુખ દુઃખની કલ્પનાને જ્ઞાની જાણતો, સુખ દુઃખની કલ્પના એ નિશ્ચયથી પુગલનું ફળ અને પુદ્ગલનું કાર્ય છે. આહાહા...હું? ( શ્રોતા આવી ચોખવટ તો આપ કરો છો ) વસ્તુ આમ છે ભાઈ. દુનિયા તો, દુનિયાને જાણતા નથી? દુકાનના ધંધે હતા ત્યારે પણ દુનિયાને બહુ જાણતો, હું તો નિવૃત્તિથી વાંચતો ત્યારે, દુકાન ઉપરેય તે. શાસ્ત્રો વાંચતો તે દિ' ૧૭-૧૮ વર્ષની ઉંમરે ૭૦ વર્ષ પહેલાં, આંહીં તો ઘરની દુકાન હતી પિતાજીની, એ પાંચ વરસ ચલાવી'તી, પણ છતાં હું તો વાંચતો શાસ્ત્ર ને અંદર, ઓહો ! અરે માર્ગ કોઈ જુદો છે. આહા! અહીંયા કહે છે, પુદ્ગલકર્મના ફળને, એટલે કે જે કલ્પના થાય કે આ પૈસામાં સુખ છે, સ્ત્રીમાં સુખ છે, ખાવા પીવામાં મેસુબમાં ખાવામાં સુખ છે, એવી કલ્પના થાય, એ પુદ્ગલકર્મનું ફળ છે, એ આત્માનું ફળ નહીં. અને એને તાવ આવતા, નિર્ધનતા થતાં, જે વૈષના પરિણામ થાય, એ પણ શ્રેષના પરિણામ એ પુદ્ગલના કર્મનું ફળ છે, આત્માનું ફળ નથી એ. આહાહાહાહા ! પુદ્ગલકર્મના ફળને જાણતાં, એ સુખ એવા જીવને પુદ્ગલ સાથે કર્તાકર્મ ભાવ સાથ છે કે નહીં? કેમ આ પ્રશ્ન ઉઠયો! કે એ પુદ્ગલકર્મનું ફળ જે સુખ દુઃખની કલ્પના અને જાણે તો છે, એટલું જાણવું તો થાય છે કે નહીં? તો જાણવાનું કાર્ય તો પોતે કરે છે, એ હરખ-શોકના પરિણામને જાણે એ જાણવાનું કાર્ય તો કરે છે, તો પછી કર્મફળ છે, એ એનું કાર્ય છે કે નહીં? સમજાણું કાંઈ? ભાઈ, બાપા મારગડા જુદા ભાઈ. અરેરે! એને મળે નહીં અને જીંદગી હેરાન થઈને હાલ્યા જાય, પશુમાં અવતરે. ઘણાં તો ઢોરમાં. આહાહા ! કાલે જ ને કંઈક વાત થઈને આંહી બે મરી ગયા. અહીં એક કણબીનાં બે ભાઈયું, શું કહેવાય એ તમારું એ. (શ્રોતાઃ- મોટરસાયકલ) મોટરસાયકલ, જોરમાં આવતા'તા આમ તે અહીંથી બસ આમ નીકળી, ને એ વળમાં આવ્યાગુજરી ગયા. એક તો તરત ત્યાં મરી ગયો. કાલ સવારમાં કે સાંજે ક્યારે ખબર નહીં, બીજો મરવાની તૈયારી છે. એ પર્યાય તે કાળે તે રીતે થવાની એમાં ફેરફાર કરવા કોઈ સમર્થ નથી. આહાહાહા ! (શ્રોતા – ધ્યાન રાખે તો ન થાય) ધ્યાન રાખે કેવી રીતે ધ્યાન, પરની ક્રિયા જે થવાની તેમાં ધ્યાન રાખે તોય થાય ને ન થાય એમ છે જ નહીં. એવી વાતું છે. આહા! જે સમયે Page #246 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૭૮ ૨૩૧ તે શરીરની પર્યાય જે પ્રકારે થવાની તે તેનો સમય નિજક્ષણ છે, એને કોઈ બીજો બદલાવી શકે, ત્રણ કાળમાં નહીં. આંહી તો એ વાત તો ક્યાંય રહી ગઈ, શરીરની અવસ્થાને હું રાખું એ તો પ્રશ્ન છે જ નહીં. અહીંયા તો જે કર્મના ફળ તરીકે આત્માના આનંદનું ફળ આવનારને, એ કર્મના ફળ તરીકે સુખદુઃખ ને હરખશોકની કલ્પના થઈ, તે કલ્પનાને ધર્મી જાણે ખરો ત્યારે જાણવાનો સંબંધ એટલો તો કામકાજ કરે છે કે નહીં, તો જાણવાના કાર્યમાં એ હરખ શોકનું ફળ એ તેનું કાર્ય ખરું કે નહીં ? આહાહા! ત્યાં પુદગલકર્મને જાણતો જ્ઞાની એમ આંહી જાણતા એવા જીવને પુદગલ સાથે કર્તાકર્મપણું છે કે નથી? એનો ઉત્તર કહે છે. આવો જેને પ્રશ્ન ઉઠયો છે અંદરથી, કે ભગવાન આત્મા તો જ્ઞાન સ્વરૂપીના આનંદના સ્વરૂપનું જ્ઞાન થયું, એ ક્ષણે જે એને જે કંઈ હરખશોકની કલ્પના હોય અને તે જાણે, કેમ કે જીવનો સ્વભાવ સ્વપરપ્રકાશક છે એથી પરને જાણે, તો એટલો સંબંધ છે, તો ઈ સુખદુઃખની કલ્પનાનું કાર્ય જીવનું છે કે નહીં? ઈ જીવ તેને ભોગવે છે કે નહીં? જીવ એ હરખશોકના પરિણામને ભોગવે છે તો પછી હુરખશોકના પરિણામને ભોગવે છે કે નહીં? આમ છે ભગવાન શું કરીએ? આહાહાહા... એ પ્રશ્ન ઉત્તર, ઉત્તર છે. આવું જ પૂછે તેનો ઉત્તર છે. ण वि परिणमदि ण गिण्हदि उप्पज्जदि ण परदव्वपज्जाए। णाणी जाणतो वि हु पोग्गलकम्मप्फलमणंतं ।। ७८ ।। પુદ્ગલકરમનું ફળ અનંતે જ્ઞાની જીવ જાણે ભલે, પરદ્રવ્યપર્યાયે ન પ્રણમે, નવ ગ્રહે, નવ ઊપજે. ૭૮. અનંતું ફળ લીધું જોયું, સુખ દુઃખની કલ્પનામાં અનંતી શક્તિ છે. એની ટીકાઃ- “પ્રાપ્ય એટલે સુખદુઃખની કલ્પનાના પરિણામ તો તે સમયે થવાના હતા તે થયા, તેને પુગલે ગ્રહણ કર્યું, પણ આત્મા તેને પ્રાપ્ય કરતો નથી. આહાહાહા ! આવી વાતું હવે આમાં, ઓલી તો વાતું દયા પાળો, વ્રત કરો, સેવા કરો, પાંજરાપોળ કરો, લાખ બે લાખ આપો, પાંચ લાખ દસ દસ લાખ ગૃહસ્થ માણસ આપે, પચાસ પચાસ લાખ આપે, એમાં શું થયું? એમાં એ ધર્મ ક્યાં હતો ઈ? એમાં રાગની મંદતા થાય તેનું પણ કાર્ય જીવનું નથી. ધર્મીનું એ કાર્ય નથી. આહાહાહા ! આવી વાતું છે. પ્રાપ્ય” એટલે કે જે સુખદુઃખના પરિણામ થવાનો કાળ છે તે પુગલના, વ્યાપ્ય થયું છે. પુદ્ગલ વ્યાપક છે અને સુખદુઃખની કલ્પનાનું વ્યાપ્ય પ્રાપ્ય તે તેને પહોંચી વળવું પુદ્ગલ, એ પ્રાપ્ય. “વિકાર્ય” એ પુદગલકર્મ જ પૂર્વના પરિણામને ફેરવીને સુખદુઃખના પરિણામ થયા એ પુદ્ગલનું કાર્ય, “નિર્વત્ય” એ પુદ્ગલથી સુખદુઃખના પરિણામ નિપજ્યા છે, ઉપજ્યા છે, આહાહા ! (શ્રોતા – આખી દુનિયા કહે છે જીવથી થાય અને આપ કહો છો પુદ્ગલથી) એ જીવથી, પર્યાયથી જોતાં આંહીં એનાથી થાય છે, પણ આંહી તો દ્રવ્યદૃષ્ટિથી જોતાંની વાત છે ને? એ તો આગળ કહેશે. પર્યાયથી તો એનામાં થાય છે, એ કરે ને થાય છે સુખદુ:ખની કલ્પના, પણ અહીં સ્વભાવની દૃષ્ટિ, દ્રવ્યદૃષ્ટિનો વિષય બતાવવો છે, તો દૃષ્ટિ છે એ નિર્વિકલ્પ છે ને એનો વિષય Page #247 -------------------------------------------------------------------------- ________________ ૨૩૨ સમયસાર સિદ્ધિ ભાગ-૪ ધ્રુવ તે નિર્વિકલ્પ છે, એટલે એના કાર્ય તરીકે સુખદુઃખની કલ્પના એનું કાર્ય ન હોય. આ અપેક્ષા છે બાપુ, સમજાય એટલું સમજવું ભાઈ. આ તો ત્રણલોકના નાથ, જિનેશ્વરદેવ, પરમેશ્વર તીર્થકર એનો આ હુકમ છે. આ પામરને ન બેસે એથી કરીને વસ્તુ ફરી ન જાય. આહાહા! કહે છે કે પ્રાપ્ય, વિકાર્ય અને નિર્વત્ય. થતું, પલટતું અને ઉપજતું. ટૂંકી ભાષા કરી છે પ્રાપ્ય એટલે થતું, વિકાર્ય એટલે પલટતું, અને નિર્વત્ય એટલે ઉપજતું. ધ્રુવ, વ્યય અને ઉત્પાદ, પર્યાયનો ધ્રુવ હોં તે સમયનો. એ સુખદુઃખની પર્યાય તે સમય થવાની જ હતી, પુલનું વ્યાપ્ય છે એ, આત્માનું નહીં. આહાહા! એવું વ્યાપ્ય લક્ષણવાળું સુખદુઃખ આદિ, દુઃખ આદિ એટલે રતિ થાય, અરતિ થાય, શોક થાય, હોંશ થાય, હરખ થાય. એ સુખદુઃખાદિરૂપ પુદ્ગલકર્મફળ સ્વરૂપ એ પુદ્ગલના ફળનું કાર્ય સ્વરૂપ પુગલનું છે, એ પુદ્ગલનું ફળ કાર્ય છે. એ કર્તાનું કાર્ય છે, પુદ્ગલ કર્તા ને એનું તે કાર્ય, તેનામાં પુદગલદ્રવ્ય પોતે, અંતર્થાપક થઈને (વ્યાપે છે). આહાહાહાહા ! ભગવાન તો આનંદસ્વરૂપ છે ને જ્ઞાનસ્વરૂપ છે એવું જ્યાં એને ભાન થયું એની વાત છે, જેને ધર્મની દૃષ્ટિ પ્રગટી છે, ધર્મ એ આત્મા આનંદસ્વરૂપ જ્ઞાનસ્વરૂપ પૂર્ણાનંદનો નાથ પ્રભુ, એનું જેને જ્ઞાન અને ધર્મ દશા પ્રગટી છે, એને એ સુખદુ:ખના પરિણામનું પ્રાપ્ય, વિકાર્ય ને નિર્વત્ય એ પુદ્ગલનું છે. તેમાં પુદ્ગલદ્રવ્ય પોતે અંતર્થાપક થઈને આદિ મધ્ય અંતમાં, એ સુખદુઃખની કલ્પનાની આધમાં પુલ છે, એ સુખદુઃખની આધમાં આત્મા છે એમ નહીં આંહી. બરાબર ગાથાકું એવી આવી છે ને? ભાઈ લંડનથી આવ્યા છે ને, લંડનમાં વાંચે છે ત્યાં, આંહીનું વાંચે, આફ્રિકામાંય વાંચે છે, પચીસ ત્રીસ વર્ષથી અહીંનું સાહિત્ય, પાંચ હજાર ઓલા ગયા છે ત્યાં, શું કહેવાય આ તમારા? રેકોર્ડીંગ સમયસારના પાંચ હજાર રેકોર્ડીંગ ગયા છે, આફ્રિકામાં નૈરોબી, ત્રીસ વર્ષથી વાંચે છે ત્યાં. આહાહા ! ભાઈ કહીએ? એટલે આ કહે છે કે દુનિયાને ઠીક ન પડે, એથી કહેતાં લાજ આવે, પણ વસ્તુ તો આ છે. જેને નિર્વિકલ્પ સમ્યગ્દર્શન છે, તેનો વિષય નિર્વિકલ્પ સામાન્ય સ્વરૂપ છે. એનો વિષય પરિણામ નિર્મળ પણ એનો વિષય નહીં, તો રાગ છે એને સુખદુઃખની કલ્પના છે એ તો એનો વિષય છે નહીં. પણ વિષય દ્રવ્યને સ્વભાવમાં કરતા જે પરિણામ જાણવા દેખવાના થાય, એ એનો વિષય નથી, પણ જાણવા દેખવાના પરિણામનો કર્તા પોતે છે, અને જાણવા દેખવાના પરિણામ તેનું કાર્ય છે. સમજાણું કાંઈ? ઈ જાણવા દેખવાના પરિણામમાં અંતર્થાપક આત્મા થઈને, જ્યાં વ્યાપ્ય પ્રાપ્ય એટલે તે વખતે તે સુખદુઃખની કલ્પના હતી તેનું તે વખતે જ્ઞાન થયું, એ પોતાથી તે જ્ઞાન એનું વ્યાપ્ય, એ જ્ઞાનનો કર્તા થઈને વ્યાપ્ય કાર્ય તેનું છે, જાણવું. પણ એને સુખદુઃખની કલ્પના તે તેનું પ્રાપ્ય ને કાર્ય છે, એમ નહીં. આહાહાહા! અરરર! આવો માર્ગ! નૌતમભાઈ ! સંભળાય છે? સંભળાય છે એમ કીધું. (શ્રોતાઃ- સમજાય હજી આ૫ વધારે સમજાવો તો) શક્તિ પ્રમાણે તો થાય છે. ભાષાની શક્તિ હોય છે પ્રમાણે થાય, એ આત્મા ક્યાં ભાષા કરે છે? આહાહાહા ! અરેરે! અનંત કાળથી આથડયો પ્રભુ, તેં તારી જાતને જાણી નહીં, અને કજાત છે તેનો Page #248 -------------------------------------------------------------------------- ________________ ૨૩૩ ગાથા-૭૮ કર્તા થયો તેથી ૨ખડી મર્યો. એ રાગ ને દયા, દાન ને વ્રતના પરિણામ એ એની જાતના નથી, કજાત છે, બાહ્યસ્થિત છે ને ? એનો કર્તા થઈ મિથ્યાત્વથી અનંત સંસા૨માં ૨ખડી મર્યો પ્રભુ, ક્યાં નરક ને નિગોદ, પ્રભુ તો એમ કહે છે, નરકના એક ક્ષણના દુઃખ શું કહું ? કહે છે તને, એવા ૩૩ સાગર એવા અનંતવાર તેં ભોગવ્યા ભાઈ, કાળ અનંતકાળ ગયો એમાં નરકમાં ગયો છો, ના૨કી નીચે છે. એક માણસને મારે તો એને એકવાર ફાંસી આપે કોર્ટમાં નક્કી થાય તો. પૈસા બૈસા આપીને વળી પુણ્ય હોય ને છૂટી જાય, છતાં કુદરતના કાયદામાં ન છૂટે, પણ એ માણસે લાખ માણસો હજા૨ને માર્યા તો, શું એનું ફળ છે અત્યારે ? રાજા શું આપે એને હજા૨, હજા૨ વાર મારે ? બાપુ એ હજા૨ વાર મારનારને હજા૨ના મા૨ના૨ને જે પરિણામ તીવ્ર છે, એ મહાદુઃખના કા૨ણ છે અને જેટલું એવા દુઃખના કા૨ણ છે, જ્યાં એટલાં દુઃખો જ્યાં છે, એમાં એ ઉપજે છે એને ના૨કી કહેવામાં આવે છે. આહાહા ! એ ૫રમાત્મા તો એમ કહે છે કે એ ક્ષણના દુઃખ પ્રભુ શું કહીએ ? એ ક્ષણના ના૨કીના દુઃખો તેં વેઠયા એ કરોડભવે અને કરોડ જીભે એ ન કહેવાય બાપુ તને ખબર નથી. એ મિથ્યાત્વને લઈને આવા દુઃખો અનંતવા૨ સહન કર્યા છે. એ મિથ્યાત્વ શું છે એની તને ખબર નથી. આહાહા ! આંહી કહે છે કે રાગની દયા, દાન ને વ્રત ને ભક્તિ-પુણ્યનો શુભભાવનો કર્તા થાય એ મિથ્યાર્દષ્ટિ છે, મિથ્યાત્વ છે, મહા અનંત સંસાર એમાં પડયો છે, મિથ્યાત્વમાં અનંતા ભવ પડયા છે એના ગર્ભમાં. એ જેને તોડીને જેણે આત્મજ્ઞાન કર્યું છે, એ જ્ઞાનીને સુખ દુઃખના પરિણામમાં પુદ્ગલ પોતે અંતર્ધ્યાપક આદિ મધ્ય અંતમાં વ્યાપીને તેને ગ્રહતું તે રૂપે પરિણમતું ને તે રૂપે ઉપજતું, એ તો પુદ્ગલનું જડ કર્મ છે. તેમાં તે વ્યાપક થઈ પ્રસરીને, તેનું વ્યાપ્ય નામ કાર્ય તે સુખદુઃખની કલ્પના, તે પુદ્ગલનું કાર્ય છે. આહાહા ! ( શ્રોતાઃ- સુખદુઃખ એટલે શાતા-અશાતા પ્રકૃતિ ) શાતા-અશાતાનું નિમિત્ત છે. પણ અંદર સુખદુઃખની કલ્પના થાય એની અહીં વાત છે. સંયોગ મળે અનુકૂળ પ્રતિકૂળ એ તો જડ ૫૨ એની વાત નથી, એને જે કલ્પના થાય, કે આ ઠીક છે આ મને સુખ, પૈસાને લઈને હું સુખી છું બાઈડીને લઈને સુખી છું, આબરૂને લઈને સુખી છું, મોટો હોદ્દો મળ્યો પચાસ હજા૨નો મહિનાનો અમલદા૨ થયો માટે સુખી, એવી જે કલ્પના સુખની છે એની વાત છે આંહી. આહાહાહા ! એ સુખદુઃખનું જે ફળ, એ પુદ્ગલકર્મના ફળને કરે છે પુદ્ગલ. છે? એ સુખદુઃખાદિ પુદ્ગલકર્મફળને, પુદ્ગલ પોતે આદિ મધ્ય અંતમાં વ્યાપીને કરે છે. વિકૃત છે ને ? સુખ કલ્પ્ય માન્યું છે, સુખ છે નહીં સ્ત્રીમાં, પૈસામાં, આબરૂમાં માન્યું છે, છે નહીં. એ માન્યું છે કે સુખની કલ્પના તેનો કર્તા ધર્મી નથી, એમ કહે છે. અજ્ઞાની તેનો કર્તા છે, કેમકે તેને જ્ઞાન સ્વભાવ આત્માની ખબર નથી. એથી એ હરખશોકનો કર્તા થઈને એનું ફળ ભોગવે, પણ ધર્મી જીવ, જેણે ધર્મ સ્વભાવ ભગવાન આત્મા, જ્ઞાયકસ્વરૂપી પ્રભુ ભગવત્ સ્વરૂપ આત્મા, પૂર્ણાનંદનો નાથ પ્રભુ આત્મા એનું જેને જ્ઞાન થયું, એની જેને પિછાન ને પ્રતીતિ જ્ઞાન થઈને થઇ, એને એ જે સુખદુઃખની કલ્પના અંદર થાય, એ પુદ્ગલનું કાર્ય છે પણ આત્માનું નહીં. આહાહા ! સમજાય છે ? આવી વાતું છે. અહીં એક ફેરી વાત થઈ' તી. નાનાલાલ કાળીદાસ કરોડપતિ છે ને, રાજકોટ, મુંબઈમાં Page #249 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪ સમયસાર સિદ્ધિ ભાગ-૪ ઝવેરીની દુકાન એના વેવાઈ આવેલા એ કહે કે અમારા વેવાઈ સુખી છે. મેં કીધું એલા સુખીની વ્યાખ્યા શું? આંહી થઈ'તી વાત ઓલા સ્વાધ્યાય મંદિરમાં, થાનવાળો આવ્યો, થાનવાળો નહીં વઢવાણવાળો, શું કહેવાય ઓલા વકીલ હતા ને, (શ્રોતા:- ચુડગર-ચુડગર) ચુડગર બારીસ્ટર હતા ને ચુડગર તેના કુટુંબમાંથી હુતા, અમારા વેવાઈ સુખી, તો સુખીની વ્યાખ્યા શું છે, કહે આ પૈસા ને બાપુ ઈ સુખનું છે. સુખી તો એને કહીએ કે જેને આત્માના આનંદનું ભાન થઈને અતીન્દ્રિય આનંદનો સ્વાદ આવ્યો છે, એ સમકિતી સુખી છે. “સુખીયા જગતમાં સંત, દૂરીજન દુઃખીયા” સુખીયા જગતમાં રે સંત દૂરી જન દુઃખીયા રે. જેને આત્મા અતીન્દ્રિય આનંદનો કંદ પ્રભુ જેને અનુભવમાં આવ્યો, એ ભલે ગૃહસ્થાશ્રમમાં ભલે ચક્રવર્તીપદમાં હોય, પણ જે આનંદનો અનુભવ આવ્યો એ સુખી છે, બાકી દૂરીજન દુઃખીયા. એ પુદ્ગલકર્મફળને કરે છે. કોણ? પુદ્ગલ, કર્મ, કર્મ જડ એ તેના ફળ તરીકે સુખદુઃખની કલ્પનાનું કાર્ય તે કર્મનું છે. ભગવાન આત્માનું નહીં. આમ પુદ્ગલદ્રવ્ય વડે કરવામાં આવતું જે સુખદુઃખાદિ પુગલકર્મફળ, તેને જ્ઞાની જાણતો હોવા છતાં, એમ કે જાણવાનું કાર્ય કરતો હોવા છતાં, એમ કહેવું છે. ધર્મી તે સુખદુઃખની કલ્પનાને જાણતો હોવા છતાં, જાણવામાં એને શેયજ્ઞાયકનો વ્યવહાર સંબંધ હોવા છતાં, જેમ માટી પોતે ઘડામાં અંતર્થાપક થઈને, ઘડો જે થાય છે તેમાં માટી અંતર્થાપક થઈને ઘડો થયો છે, કુંભારથી નહીં. અરેરે! આ કેમ બેસે જગતને? એ માટી વસ્તુ છે, તે પોતે પ્રસરીને ઘટની પર્યાય વ્યાપ્ય પ્રાપ્ત થાય છે, તે કાળે તે ઘટની પર્યાય તે કાળે થવાની હતી, તેને તે માટી રહે છે, પ્રાપ્ય છે. જેમ, છે? માટી પોતે ઘડામાં અંતર્થાપક થઈને આદિ મધ્ય અંતમાં, એ ઘડાની આધમાં પણ માટી, અંતમાંય માટી ને મધ્યમાંય માટી, શરૂઆતમાં કુંભાર હતો માટે આધમાં એ, એમ નથી. અરર! આવી વાતું હવે ગળે ઉતરવી, તત્ત્વદેષ્ટિ એવી ઝીણી છે, ભાઈ ! હેં? (શ્રોતા – એવા તો દાખલા છે) પણ દાખલો ઈ ક્યાં બેસે છે એને ? માટીથી ઘડો થાય છે, એ ઘડાની પર્યાયને વ્યાપક માટી થઈને થાય છે, એ કુંભાર છે માટે ઘડો થાય છે, એમ બિલકુલ જૂઠી વાત છે. આહાહાહા! હેં ? ( શ્રોતા:- કુંભાર તો નિમિત્ત છે) નિમિત્ત છે એટલે એ કરતો નથી. નિમિત્તનો અર્થ છે, કે છે એટલું, પણ એ કરતો નથી ઘડાને. રોટલીનું કહ્યું નહોતું ભાઈ. હજી તો દાખલો કઠણ પડે એને, સિદ્ધાંત. જેમ માટી પોતે ઘડામાં અંતર્થાપક જઈને એ માટી પોતે પ્રસરીને, આદિ-મધ્ય-અંતમાં વ્યાપીને, ઘડાને રહે છે ઘડાને ગ્રહે છે, એટલે તે કાળે ઘડાનું પ્રાપ્ય નિશ્ચય છે. તેને માટી ગ્રહે છે, પ્રાપ્ત કરે છે, ગ્રહે એમ ભાષા છે. એ માટી તે ઘડાની પર્યાયને પ્રાપ્ત કરે છે એટલે ગ્રહે છે, કુંભાર નહીં. આહાહાહા! ભાઈએ પ્રશ્ન કર્યો તો” ને, કે આ રોટલી થાય છે રોટલી, રોટલી થાય છે, બાપુ ભાઈ તને ખબર નથી. એ રોટલીની (પર્યાય) છે-એ રોટલીની પર્યાય છે, એ રોટલી તે કાળે થવાનું એ પ્રાપ્ય છે, તેને એ પરમાણું લોટના છે, તે તેને ગ્રહે છે, એનાથી એ રોટલી થઈ છે, પરથી નહીં. શું કહેવાય આ? વેલણાથી નહીં, તાવડીથી નહીં, બાયડીના આ હાથથી નહીં. અરેરે ! ઉંધું ભારે જગતથી, (શ્રોતા – જગતથી તો ઉધું જ હોયને) જગતની દૃષ્ટિ ઉંધી તે, ઊંધે ઘડે ઊંધા રહે, જે ઘડો ઊંધો હોય એના ઉપર ઊંધા રહે, સવળા ન રહે, એમ દેષ્ટિ ઉધી છે ને ઊંધા હાલવું ને ઊંધા Page #250 -------------------------------------------------------------------------- ________________ ૨૩૫ ગાથા-૦૮ તર્ક ને ઊંધા જ જ્ઞાન હોય બધું. આહાહાહા ! k આંહી કહે છે ૫૨માત્મા, કે એ ઘડાના મુખ્યમાં આદિમાં માટી, મધ્યમાં માટી અને અંતમાં વ્યાપીને ઘડાને ગ્રહે છે, એ માટી ઘડાને પહોંચી વળે છે. એ કુંભાર પહોંચી વળે છે ઘડાને એ વાત બિલકુલ જૂઠી છે. અ૨૨ ! આવી વાત બેસે નહીં હવે આખો દિ' સવા૨થી સાંજ ધંધામાં “હું કરું, હું કરું એ જ અજ્ઞાન છે. શકટનો ભાર જેમ શ્વાન તાણે,” ગાડું હાલતું હોય ને નીચે કૂતરું ઠીઠું અડે એટલે ગાડું મારાથી હાલે છે. એમ દુકાને બેઠો હોય ને આમ પાંચ દસ હજારની પેદાશ દિવસની થાતી હોય ને ઘરાક ઘરાક ઘરાક, આ બધું કામ મારાથી થાય છે એમ માને, પ્રભુ તું શું કર ? ૫૨ની ક્રિયાનું ક્યાં તું કરી શકે છે ? પણ “હું કરું હું કરું” નરસિંહ મહેતા કહે છે હોં વિષ્ણુમાં, હું કરું, હું કરું એ જ અજ્ઞાન છે, શકટનો ભાર જેમ શ્વાન તાણે ” ગાડાનો ભાર જેમ કૂતરું તાણે એમ આ આખી દુનિયાની ધંધાની વેપારની ક્રિયા હું કરું છું ને મારાથી આ થયું છે, દુકાનને મેં સાચવી ત્યારે આ પૈસા પેદા થયા છે ને મારું ધ્યાન બરાબર હતું, વ્યવસ્થિત કામ કરવામાં હું હોશિયાર છું, એય ! હિંમતભાઈ નહીં ? લોઢા બોઢામાં ? એ બધું ૫૨ના કામ કરી શકું છું એ અજ્ઞાન ને મૂંઢતા છે. આત્માને પાપની ખાણમાં ઉંડા ઉતારવાના લખણ છે એ બધા. આહાહાહા ! આંહી કહે છે માટી પોતે ઘડાની શરૂઆતમાં માટી મધ્યમાં ને અંતમાં ઘડાને ગ્રહે, ઘડારૂપે પરિણમે માટી, ઘડારૂપે ઉપજે. તેમ જ્ઞાની, તેમ ધર્મી પોતે બાહ્યસ્થિત એવા પુદ્ગલદ્રવ્યના પરિણામમાં અંતર્વ્યાપક થઈને, જેમ માટી અંતર્ધ્યાપક થઈને ઘડાને ગ્રહે ઉપજે અને પરિણમે એમ જ્ઞાની કર્મનું ફળ સુખદુઃખ છે એના અંતરમાં વ્યાપીને, વ્યાપ્ય અને ગ્રહે એમ છે નહીં. છે ? જ્ઞાની પોતે બાહ્યસ્થિત એવા ૫૨દ્રવ્યના પરિણામમાં એ સુખદુઃખની કલ્પના, એમાં પુદ્ગલમાં પરિણમતો ૫૨દ્રવ્યમાં પણ અંતર્ધ્યાપક થઈને આદિ મધ્ય અંતમાં, એ સુખદુઃખની કલ્પનામાં શરૂઆતમાં આત્મા તો, મધ્યમાં આત્મા ને અંતમાં, એ છે નહીં. શ્લોકો એવા ઊંચા આવ્યા ને ? એ પરદ્રવ્યના પરિણામમાં અંતર્વ્યાપક થઈને આદિ મધ્ય અંતમાં વ્યાપીને તેને ગ્રહતો નથી. ધર્મી જેની દૃષ્ટિ દ્રવ્ય સ્વભાવ ઉ૫૨ થઈ છે, એવો જે ધર્મી એને જે સુખદુઃખની કલ્પનાની આધમાં મધ્યમાં અંતમાં પુદ્ગલ છે. એની આધમાં આત્મા છે એમ છે નહીં. આહાહાહા.... આવી વાતું હવે ક્યાં મળે ? આંહી હાલે, બીજે તો તકરાર. હૈં ? શું થાય ? ભાઈ ! જગતને જ્યાં બેઠા હોય ત્યાંથી ઉંધું કહે, બીજું તો એને ઉંધું લાગે, ઉંધું બેઠું એને બીજું કહે તો એ ઉંધું લાગે, કહે, શું થાય ભાઈ ? આહાહાહા ! તે આદિ મધ્ય અંતમાં વ્યાપીને ગ્રહતો નથી આત્મા, તે રૂપે પરિણમતો ફેરવતો નથી. આ સુખદુઃખના પહેલાં પરિણામ હતા ને બીજા ફેરવ્યા એમ નથી. એમ તે રૂપે ઉપજતો નથી સુખ દુઃખમાં આત્મા જ્ઞાની ઉપજતો નથી, પર્યાયમાં કરે છે તો એ આત્મા. પણ અહીં પર્યાયદૃષ્ટિ છોડાવવી છે, દ્રવ્યદૃષ્ટિના સ્વભાવની અપેક્ષાએ પર્યાયમાં જેટલો રાગ અને સુખદુઃખની કલ્પના કરે એ બધું પુદ્ગલનું કાર્ય કરીને તેને જ્ઞાતા ઠેરવવો છે. કેમ કે આત્માનું સ્વરૂપ શાયક છે, તો શાયક એટલે જાણવું દેખવું એનું સ્વરૂપ છે, કોઈ રાગનું કરવું કે પુદ્ગલનું કરવું કે રાગના ફળનું ભોગવવું એ એનું સ્વરૂપ નથી. આહાહાહા ! Page #251 -------------------------------------------------------------------------- ________________ ૨૩૬ સમયસાર સિદ્ધિ ભાગ-૪ આહાહા! તે રૂપે પરિણમતો નથી, ગ્રહતો નથી, ઉપજતો નથી, કોને? એ હરખશોકના પરિણામને ધર્મી જીવ ગ્રહતો નથી, એ એનું પ્રાપ્ય નથી, એ પુદ્ગલનું પ્રાપ્ય ધ્રુવ છે. એનું પ્રાપ્ય તો એ વખતે તે હરખશોકના પરિણામને જાણવું, એ જાણવાના પરિણામ તે તે વખતના ધ્રુવ પ્રાપ્ય છે. આહાહાહાહા ! આમાં કયાં લંડન બંડનમાં મળે એવું છે આવું કાંઈ, આફ્રિકામાં. આફ્રિકામાં તો હવે પચીસ ત્રીસ વરસથી આ અભ્યાસ છે, નૈરોબી, નૈરોબી પંદર લાખનું મંદિર કરે છે. જેઠ સુદ અગીયારસે મુરત કર્યું ત્યાં નૈરોબીમાં, બે હજાર વર્ષમાં કોઈ દિ મંદિર નથી ત્યાં જૈન દિગંબર (મંદિર) બે હજાર વર્ષે કરે છે અત્યારે, શરૂ કરી દીધું છે. હું! શ્વેતાંબર ઘણાં છે ત્યાં પચાસ લાખનું (મંદિર) કરે છે. મહાજન શ્વેતાંબર બહુ છે, એ પચાસ લાખનું (મંદિર) કરે છે, અને આ મુમુક્ષુ છે એ પંદર લાખનું (મંદિર) કરે છે, પણ છતાંય આગળ થાશે એ. પણ ઈ થવા કાળે તે પરમાણુંની પર્યાય થાય, આત્મા કરે એ વાતમાં કાંઈ માલ નથી. આત્મા રાગને કરે અજ્ઞાનભાવે, પણ એ મંદિરને બનાવે એ વાતમાં કાંઈ વાત, એકેય દોકડો સાચો નથી. અહીં તો અજ્ઞાનભાવે કીધું કે, અજ્ઞાનભાવે કરે તો એ રાગને કરે પણ પરને તો એ અજ્ઞાનભાવેય નહીં કરે, અને જ્ઞાનભાવે આત્મધર્મ ભાવે તો એ રાગનોય કર્તા આત્મા નહીં. રાગનું જ્ઞાન થાય તે તેનું વ્યાપ્ય ને પ્રાપ્ય છે. વ્યાપ્ય એટલે કાર્યને તે તેનું પ્રાપ્ય એટલે તે કાળે થવાનું હતું. પુંજાભાઈ ! મુંબઈ રહો છો તમે હમણાં મુંબઈ, નૈરોબી? આફ્રિકા-આફ્રિકામાં રહે છે નૈરોબી. આહાહાહા ! માટે જો કે જ્ઞાની સુખદુઃખાદિકરૂપ પુદ્ગલકર્મનાં ફળને જાણે છે. આહાહાહા!“સ્વપરપ્રકાશક શક્તિ હમારી તાતે વચન ભેદ ભ્રમ ભારી, શેય શક્તિ દ્વિવિધા પ્રકાશી, નિજ રૂપા પરરૂપા ભાસી.” પરને જાણે, અને જાણે એવો જ્ઞાનનો જ્ઞાનીનો સ્વભાવ છે. ધર્મીનો આ સ્વભાવ છે. અધર્મી ગમે તે રીતે માને, રાગનો કર્તા થાય એ તો અજ્ઞાનપણે ગમે તે કરે, માને છતાં એ માન્યતા તેની સાચી નથી. આવી જાતની વાતું. હવે ક્યાંય સાંભળવા બહારમાં તો મળે નહીં, હિન્દુસ્તાનમાં મળતી નથી. હવે એવી વાતું, બાપુ તારી વાતું, આહાહા ! (શ્રોતા – ઉધી માન્યતા કાઢવા માટે તો અહીં આવ્યા છીએ) એ વાત સાચી છે. આહાહા ! જ્ઞાની સુખદુઃખઆદિ પુદ્ગલકર્મનું ફળ, ભાષા, એ સુખદુઃખની કલ્પનાનો ભાવ એ કર્મનું ફળ, જીવનું નહિ, જ્ઞાનીની વાત છે ને? અહીંયા વસ્તુ દ્રવ્ય સ્વભાવ ચૈતન્ય સ્વભાવનું જ્ઞાન થયું છે, તો એ તો જ્ઞાની છે. વસ્તુ જ્ઞાયકસ્વભાવનું જ્ઞાન થયું છે, જ્ઞાયક સ્વભાવ ત્રિકાળી જ્ઞાયકભાવ પરમાત્મા પોતે ભગવત્ સ્વરૂપ જિનસ્વરૂપ પ્રભુ આત્મા છે અંદર. આહાહા! “ઘટ ઘટ અંતર જિન વસે ને ઘટ ઘટ અંતર જૈન, મતમદિરા કે પાન સો મતવાલા સમજે ન” આહાહાહા ! આકરી વાતું બહુ ભાઈ ! ઈ આંહીં કહે છે. જો કે જ્ઞાની સુખદુઃખાદિ રતિ અરતિ દિલગીરી શોક વગેરે એ પુદ્ગલકર્મના ફળને જાણે છે. ધર્મી જાણવામાં સ્વપરપ્રકાશક સ્વભાવ હોવાથી જાણે ખરો, સમજાય છે કાંઈ? તો પણ, જાણે છે તો પણ, જાણવાનું કાર્ય કરે છે તો પણ, પ્રાપ્ય વિકાર્ય ને નિર્વત્ય એવું જે વ્યાપ્યલક્ષણવાળું પારદ્રવ્ય પરિણામ સ્વરૂપ કર્મ, એ સુખદુઃખના પરિણામ તે પુગલનું પ્રાપ્ય Page #252 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૭૮ ૨૩૭ છે, તે વખતે ધ્રુવ તે જ થવાના, એ પુદ્ગલનું પ્રાપ્ય છે, એ પુદ્ગલ તે રીતે પરિણમ્યું છે, પુદ્ગલ તે રૂપે ઉપજ્યું છે. આહાહાહા... ભારે આકરું કામ. શરીર, વાણી, પૈસા ને બાઈડી છોકરામાં તો કાંઈ કર્તાકર્મપણું છે જ નહીં અજ્ઞાનીનેય તે, અજ્ઞાનીને કર્તાકર્મપણું હોય તો અંદરમાં રાગનો કર્તા ને રાગ એનું કાર્ય, અજ્ઞાની માને. આહાહાહા ! હવે અહીંયા ધર્મી જીવ, ધર્મ કરનાર એને કહીએ કે જેને સુખદુઃખના પરિણામ થાય તેને ઈ જાણે. જાણવા છતાં એ પરદ્રવ્યના પરિણામને ગ્રહે નહીં, છે? તે વ્યાપ્યલક્ષણ પ્રાપ્ય વિકાર્ય નિર્વત્ય એવું જે પ્રાપ્ય લક્ષણવાળું કાર્ય લક્ષણ, પદ્રવ્ય પરિણામ સ્વરૂપ કર્મ એટલે કાર્ય તેને તે નહીં કરતા એવા, ધર્મી તેને નહિ કરતો એવા ( જ્ઞાનીને પુગલ સાથે કર્તાકર્મ ભાવ નથી). આહાહાહા ! અહીં તો ચોથા ગુણસ્થાનથી માંડી છે ભાઈ, ઓલો કહે નિર્વિકલ્પ સમાધિ હોય ત્યારે જ્ઞાની કહેવાનો. અરે પ્રભુ! કારણકે એને સુખદુ:ખના પરિણામ છે એને જાણે છે એવું લીધું છે ને? છતાંય એ જ્ઞાની છે. એટલે નિર્વિકલ્પ સમાધિમાં હોય તો જ જ્ઞાની છે, અને સુખદુઃખના પરિણામ થયાં તેને જાણે માટે જ્ઞાની નથી એમ નથી. જ્ઞાનસાગરે બહુ લખ્યું છે. આહાહાહા ! એવું જે વ્યાપ્યલક્ષણવાળું પરદ્રવ્યપરિણામ સ્વરૂપ કર્મ તેને નહીં કરતા એવા તે જ્ઞાનીને પુલ સાથે કર્તાકર્મભાવ નથી. તે હરખશોકના પરિણામ પુદ્ગલ છે, એનું કાર્ય છે એની સાથે આત્માને ધર્મીને કર્તા કાર્યપણું છે નહીં એ સુખદુઃખના પરિણામ કર્તા ને એ આત્માનું કાર્ય એ જ્ઞાનીને ધર્માને છે નહીં, ધર્મી તેનો જાણનાર છે, એ જાણનારના પરિણામનું વ્યાપ્ય છે, તે તેનું કાર્ય છે ને તે તેનો કર્તા છે. આહાહા... ૭૬મી ગાથામાં કહ્યું'તું તે અનુસાર અહીં પણ જાણવું. “પુદ્ગલકર્મને જાણતો જ્ઞાની” એમ હતું એને બદલે પુદ્ગલકર્મના ફળને જાણતો જ્ઞાની એમ કહ્યું છે. લ્યો વિશેષ કહેશે. (શ્રોતાઃ- પ્રમાણ વચન ગુરુદેવ) છ પર્યાયનું આવું સ્વતંત્ર સામર્થ્ય છે ? ભાઈ ! તું શરીર-વાણી-મન ને રાગને ભૂલી જા, તે તારામાં નથી. અરે ! તારી નિર્મળ પર્યાયને પ્રગટ થવામાં દ્રવ્ય-ગુણની અપેક્ષા નથી, પૂર્વની પર્યાયના વ્યયની અપેક્ષા નથી ત્યાં વ્યવહારથી થાય એ વાત કયાં રહી? પર્યાયનું આવું સ્વતંત્ર સામર્થ્ય છે. પર્યાય સ્વતંત્ર જ થાય છે એમ નક્કી કરતાં તેનું લક્ષ કયાં જાય?—કે દ્રવ્ય તરફ જ લક્ષ જાય અને તેનું નામ જ પુરુષાર્થ છે. દ્રવ્ય તરફ લક્ષ જતાં જ્ઞાનમાં દ્રવ્યનું જ્ઞાન આવે પણ દ્રવ્ય આવતું નથી. સત્નો જેને નિર્ણય થાય તેની દૃષ્ટિ દ્રવ્ય ઉપર જ જાય. આ જ કરવાનું છે, બાકી બધું તો ધૂળ-ધાણી છે. (આત્મધર્મ, અંક ૭૨૬, વર્ષ-૬૦, પાના નં. ૧૪) Page #253 -------------------------------------------------------------------------- ________________ ૨૩૮ સમયસાર સિદ્ધિ ભાગ-૪ था - ७८ जीवपरिणाम स्वपरिणामं स्वपरिणामफलं चाजानतः पुद्गलद्रव्यस्य सह जीवेन कर्तृकर्मभावः किं भवति किं न भवतीति चेत्ण वि परिणमदि ण गिण्हदि उप्पज्जदि ण परदव्वपज्जाए। पोग्गलदव्वं पि तहा परिणमदि सएहिं भावेहिं।।७९।। नापि परिणमति न गृह्णात्युत्पद्यते न परद्रव्यपर्याये। पुद्गलद्रव्यमपि तथा परिणमति स्वकैर्भावैः।।७९।। यतो जीवपरिणामं स्वपरिणामं स्वपरिणामफलं चाप्यजानत्पुद्गलद्रव्यं स्वयमन्तर्व्यापकं भूत्वा परद्रव्यस्य परिणामं मृत्तिकाकलशमिवादिमध्यान्तेषु व्याप्य न तं गृह्णाति न तथा परिणमति न तथोत्पद्यते च , किन्तु प्राप्यं विकार्यं निवृत्र्यं च व्याप्यलक्षणं स्वभावं कर्म स्वयमन्तापकं भूत्वादिमध्यान्तेषु व्याप्य तमेव गृह्णाति तथैव परिणमति तथैवोत्पद्यते च; ततः प्राप्यं विकार्यं निर्वयं च व्याप्यलक्षणं परद्रव्यपरिणामं कर्माकुर्वाणस्य जीवपरिणामं स्वपरिणामं स्वपरिणामफलं चाजानतः पुद्गलद्रव्यस्य जीवेन सह न कर्तृकर्मभावः। હવે પૂછે છે કે જીવના પરિણામને, પોતાના પરિણામને અને પોતાના પરિણામના ફળને નહિ જાણતા એવા પુગલદ્રવ્યને જીવ સાથે કર્તાકર્મભાવ (કર્તાકર્મપણું) છે કે नथी ? तेनो उत्तर हे छ: એ રીત પુદ્ગલદ્રવ્ય તે પણ નિજ ભાવે પરિણમે, પદ્રવ્યપર્યાયે ન પ્રણમે, નવ ગ્રહે, નવ ઊપજે. ૭૯. Puथार्थ:-[ तथा ] भेवी शत [ पुद्गलद्रव्यम् अपि ] पुलद्रव्य ५४८[ परद्रव्यपर्याये] ५२द्रव्यन। पर्याय३५ [न अपि परिणमति परिमतुं नथी, [न गृह्णाति] तेने प्रह। ३२तुं नथी भने [न उत्पद्यते]-३ ५४तुं नथी; १२४ ते [ स्वकैः भावैः ] पोतान॥४ मापोथी (-मायो३५)[परिणमति] परिमे छे. ટીકા - જેમ માટી પોતે ઘડામાં અંતર્થાપક થઈને, આદિ-મધ્ય-અંતમાં વ્યાપીને ઘડાને રહે છે, ઘડારૂપે પરિણમે છે અને ઘડારૂપે ઊપજે છે તેમ જીવના પરિણામને, પોતાના પરિણામને અને પોતાના પરિણામના ફળને નહિ જાણતું એવું પુગલદ્રવ્ય પોતે પરદ્રવ્યના પરિણામમાં અંતર્થાપક થઈને, આદિ-મધ્ય-અંતમાં વ્યાપીને, તેને ગ્રહતું નથી, તે-રૂપે પરિણમતું નથી અને તે રૂપે ઊપજતું નથી, પરંતુ પ્રાપ્ય, વિકાર્ય અને નિર્વત્ય એવું જે વ્યાપ્યલક્ષણવાળું પોતાના સ્વભાવરૂપ કર્મ (કર્તાનું કાર્ય), તેનામાં (તે પુગલદ્રવ્ય) પોતે અંતર્થાપક થઈને આદિ-મધ્ય-અંતમાં વ્યાપીને, તેને જ ગ્રહે છે, તેરૂપે જ પરિણમે Page #254 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૭૯ ૨૩૯ છે અને તે-રૂપે જ ઊપજે છે; માટે જીવના પરિણામને, પોતાના પરિણામને અને પોતાના પરિણામના ફળને નહિ જાણતું એવું પુદ્ગલદ્રવ્ય પ્રાપ્ય, વિકાર્ય અને નિર્વત્ય એવું જે વ્યાપ્યલક્ષણવાળું ૫૨દ્રવ્યપરિણામ સ્વરૂપ કર્મ, તેને નહિ કરતું હોવાથી, તે પુદ્ગલદ્રવ્યને જીવ સાથે કર્તાકર્મભાવ નથી. ભાવાર્થ:- કોઈ એમ જાણે કે પુદ્ગલ કે જે જડ છે અને કોઈને જાણતું નથી તેને જીવની સાથે કર્તાકર્મપણું હશે. પરંતુ એમ પણ નથી. પુદ્ગલદ્રવ્ય જીવને ઉત્પન્ન કરી શકતું નથી, પરિણમાવી શકતું નથી તેમ જ ગ્રહી શકતું નથી તેથી તેને જીવ સાથે કર્તાકર્મપણું નથી. ૫૨માર્થે કોઇ પણ દ્રવ્યને કોઈ અન્ય દ્રવ્યની સાથે કર્તાકર્મભાવ નથી. પ્રવચન નં. ૧૬૭ ગાથા-૭૯ તા.૧૨/૦૧/૭૯ શુક્રવા૨ પોષ સુદ-૧૫ ૭૮ ગાથા પુરી થઈ, છે ? ૭૯ એની માથે, ત્રણ લીટી છે. ઝીણી વાત છે. હવે પૂછે છે કે, છે ? તદ્ન કાંઈ સાંભળ્યું નથી, આ વાત તદ્ન. હવે પૂછે છે કે જીવના પરિણામને એટલે ? જીવના પરિણામ એને અહીંયા કહેવા છે, કે જેણે આત્માને શાયક જાણ્યો છે, ધર્મદૃષ્ટિ જેની થઈ છે. ધર્મી એવો જે આત્મા શાયક ત્રિકાળી સ્વરૂપ એની જેને દૃષ્ટિ અને જ્ઞાન થયું છે, એવા ધર્મીના પરિણામ, એ જીવના પરિણામ કહેવામાં આવે છે. આ શબ્દની આ વ્યાખ્યા છે, જીવના પરિણામ એટલે કે જેણે સમ્યગ્દર્શન ને સમ્યજ્ઞાન દ્વારા આત્માને ધર્મી તરીકે જાણ્યો ને ઓળખ્યો ને અનુભવ્યો છે, એવા જીવના પરિણામ, સમ્યગ્દર્શનના, સમ્યજ્ઞાનના શાંતિના, સ્વચ્છતાના, આનંદના, એ જીવના પરિણામ કહેવાય છે. સમજાય છે કાંઈ ? એ જીવના પરિણામને પોતાના પરિણામને એટલે કે પુદ્ગલ જે કર્મ જડ છે, જડનું પરિણામ એ અંદ૨માં રાગ અને દ્વેષના પરિણામ થાય એ જડના પરિણામ છે. આહાહા ! ઝીણી વાત છે ભાઈ ! પહેલા જીવનાં પરિણામ કહ્યાં, તો જીવ તો જ્ઞાયક સ્વરૂપ છે. એવું જેને જ્ઞાન ને ભાન થયું છે ધર્મીને, તેના પરિણામ તો ધર્મના એટલે જ્ઞાનના, દર્શનના, શાંતિના, પ્રભુતાના ઈશ્વરતાના, પરિણામ જે નિર્મળ છે, તે જ્ઞાનના આત્માના પરિણામ કહેવાય છે. એના જે રાગ ને દ્વેષ ને પુણ્ય ને પાપના ભાવ થાય, એ જીવના પરિણામ નહીં. આહાહા ! એ પોતાના પરિણામ એટલે પુદ્ગલના પરિણામ, જે અંદર દયા, દાન, વ્રત, ભક્તિ, કામ ક્રોધનાં પરિણામ ઉત્પન્ન થાય, એ રાગ ને દ્વેષના પરિણામ તે ખરેખર પુદ્ગલકર્મ છે, તેનાં એ પરિણામ છે. સમજાય છે કાંઈ ? ગાથા બહુ ઝીણી છે પ્રેમચંદભાઈ ! લંડનથી આવ્યા છે ભાઈ, ત્યાં વાંચે છે. આ ઝીણી વાતો બહુ આવી છે ભાઈ, મૂળ કાંઈ ધર્મ શું છે એ સાંભળ્યો નથી અને જગતના કામ આડે અવકાશેય ક્યાં છે? આહા ! આહીં તો કહે છે, કે આત્મા ૫૨ના કામ તો કરી શકે નહીં, લખવાનું કામ એ આત્મા કરી શકે નહીં, બોલવાનું કામ એ આત્મા કરી શકે નહીં, હાલવાનું કામ એ આત્મા કરી શકે નહીં. આહાહા ! એ ઉપરાંત આંહી તો અંદર જે કાંઈ દયા, દાન, વ્રત, ભક્તિ ને પૂજા ભક્તિના ભાવ ને હિંસા, ચોરી, જૂઠું વિષય વાસના જગતના પરિણામ જે કાંઈ આમ કરું ને આમ કરું એવા Page #255 -------------------------------------------------------------------------- ________________ ૨૪૦ સમયસાર સિદ્ધિ ભાગ-૪ જે વિકારી પરિણામ તે ખરેખર તો પુદ્ગલકર્મ છે, તેનું એ પરિણામ કર્મ છે. પુદ્ગલકર્મ છે તેનું એ કાર્ય છે, આત્માનું નહીં. આહા.... એ પોતાના પરિણામ એટલે પુદ્ગલના પરિણામ, પોતાના એટલે પુદ્ગલના પરિણામ રાગ અને દ્વેષ, દયા ને દાન ને કામ ને ક્રોધ પરિણામ એ પોતાના એટલે પુદ્ગલકર્મના, પોતાના પરિણામને અને પોતાના પરિણામના ફળને એટલે કે જે અંદર સુખદુઃખની કલ્પના થાય હરખશોકનો ભાવ થાય એ બધા કર્મનાં ફળ છે, આત્માના નહીં. આહાહા ! સમજાય છે કાંઈ ? એ પોતાના પરિણામના ફળને એટલે હરખશોક થાય, સુખદુઃખની કલ્પના થાય કે આ સ્ત્રીમાં સુખ છે, પૈસામાં સુખ છે, એવી જે કલ્પના થાય એ અહીંયા ધર્મી જીવના એ પરિણામ નહીં. એ પરિણામ પુદ્ગલકર્મ છે તેના છે. બહુ ઝીણી વાત છે ભાઈ. આહા ! એ પુદ્ગલ જે જડ છે કર્મ, એ પોતાના પરિણામને એટલે પુણ્ય ને પાપના ભાવને, એ એનાં પરિણામ છે, જીવના નહીં. જીવ તો શાયક સ્વરૂપ છે, જાણનાર છે. એ જાણના૨ને જાણ્યો એવો જે જાણના૨ને જાણ્યો એના પરિણામ તો જાણવાના, દેખવાના, શ્રદ્ધવાના, આનંદના હોય. પકડાય એટલું પકડો બાપુ આ તો અલૌકિક વાતું છે. જગતમાં ક્યાંય (છે નહીં ) આહાહાહા ! એ પહેલાં જીવના પરિણામને કીધું. એ જ્ઞાનીના જ્ઞાનના ભાનવાળાના પરિણામ એને, જ્ઞાનીના પરિણામ તો જ્ઞાતા, દૃષ્ટા, શ્રદ્ધા, શાંતિ એ એનાં પરિણામ છે એ જીવના પરિણામ પોતાના પરિણામ એટલે પુદ્ગલના પરિણામ રાગદ્વેષ, દયા, દાન, કામ, ક્રોધ, કમાવાનો ભાવ, વ્યવસ્થા કરવાનો ભાવ, એ બધા વિકાર ભાવ, એ વિકાર ભાવના પરિણામનો પુદ્ગલકર્મ કર્તા છે. ( શ્રોતાઃ– પુદ્ગલ તો જડ છે ) જડ છે ને ? આ યે જડ છે, પુણ્ય ને પાપના ભાવ એ જડ છે, અચેતન છે. ( શ્રોતાઃ– પુદ્ગલ દ્વેષ કેવી રીતે કરે ? ) એ જડ એના પરિણામ જડ, પર્યાયમાં થાય છે એનું પરિણમન છે, આ શરી૨ હાલે છે શી રીતે ? આ પર્યાય કોણ કરે છે ? જડ કરે છે કે જાણે છે એ કરે છે એવું કાંઈ છે ? હવે આ આ અવસ્થા આમ થાય છે, એ જડનું કામ છે, જાણે એનું ઈ જ કામ હોય એવું કાંઈ નથી. આહાહા ! પુણ્ય ને પાપના ભાવ એ ચૈતન્યના સ્વભાવનો એમાં અભાવ છે. આહાહા ! શુભ ને અશુભનો ભાવ રાગ અને દ્વેષ એમાં ચૈતન્ય ભગવાન શાયક સ્વરૂપ છે, જ્ઞાન એના જ્ઞાનના ચેતનનો, ચેતનનો અભાવ રાગમાં છે. અરેરે ! આવી વાતું હવે ક્યાં ? એ રાગ ચાહે તો દયાનો હોય કે ચાહે તો હિંસાનો હોય, ચાહે તો ભગવાનની ભક્તિનો હોય કે ચાહે તો બાઈડી છોકરાવને સાચવવાનો હોય, પણ એ રાગ ધર્મીને એ રાગ એનો નથી. ધર્મી જેને ધર્મ સમજાણો છે, તેનાં એ પરિણામ નથી. આહાહાહા ! ઝીણી વાત છે પ્રભુ, કોઈ દિ' એણે કર્યું નથી. તત્ત્વ શું છે અનંતકાળ એમનેમ ૮૪ માં રખડવામાં ગાળ્યો. એક એક ચોર્યાસી યોનીમાં અનંત અનંત વા૨ અવતર્યો છે. અને એ દુઃખી થઈને અવતર્યો છે, દુઃખી છે એ પૈસાવાળા હો કે રાજા હો કે દેવ હો, એ બધા આત્માના વિરોધી વિકાર ભાવના કરનારા એ દુઃખી છે. અહીંયા ઈ તો એ અજ્ઞાનીની વાત છે ને અનાદિથી ૨ખડે છે એની, પણ જેને આત્મા જ્ઞાયક છે ચૈતન્ય જ્યોત છે ઝળહળ જ્યોતિ ચૈતન્ય ચંદ્ર, સૂર્ય ચૈતન્ય પ્રકાશનો નૂરનો પૂર છે Page #256 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૭૯ ૨૪૧ આત્મા, એમ જેણે જાણ્યું ને અનુભવમાં આવ્યું, તેવા ધર્મીના પરિણામમાં તો જ્ઞાતાદેષ્ટા, આનંદ ને શાંતિના એના પરિણામ હોય, એમાં જે એને રાગાદિના પરિણામ થાય છે, તે એ આત્માના જ્ઞાયક સ્વભાવમાં અનંત ગુણનું સ્વરૂપ છે, તે કોઈ ગુણ રાગરૂપે થાય એવો કોઈ ગુણ નથી. આહાહાહા ! એથી ગુણીને જેણે, ગુણી એટલે આ ચોખાની ગુણી ને ઘઉંની ગુણી ઈ નહીં. ગુણી એટલે આ ભગવાન અનંત ગુણનો ધણી એવો ગુણી, જેમાં અનંત અનંત અનંત અપાર અનંત ગુણ પડ્યા છે, એવા અનંત ગુણનો ધણી ગુણી, એવા ગુણીનું જેને જ્ઞાન ને ભાન થયું છે, એવા ધર્મીના પરિણામ તો જાણવાના દેખવાના આનંદના હોય છે. એનામાં જે આ રાગ દયા, દાન, વ્રત, કામ, ક્રોધના પરિણામ થાય એ બધાં પુદ્ગલના પરિણામ છે. આહાહાહા ચૈતન્ય જ્ઞાયક સ્વરૂપ પરિણમીને રાગ કરે એવું તો એનામાં છે નહીં કોઈ દિ' માટે કહે છે, જેને ધર્મ સમજાણો છે, જેને આત્મા જ્ઞાન સ્વરૂપ આનંદસ્વરૂપ છે, એવું જેને અંતર્શાન થયું છે તે જ્ઞાનીના પરિણામ જ્ઞાન અને આનંદના હોય છે, એ જીવના પરિણામ. એની મેળે તો એક અક્ષરેય ઉકલે એવું નથી. એય ! લખુભાઈ ! પંચાયત ગામની આડ ને કાં ફિલ્મની ને છોકરાવને સાચવવાના મારી નાખ્યા જગતને, કોને મારી નાખ્યો? પોતાને. પોતે જ્ઞાયક ને ચૈતન્ય જ્યોત છે તેને ન માનતા હું આ રાગનો કરનાર ને આનો કરનાર, એ જીવતી જ્યોતનો નકાર કર્યો, એ જીવતીનો નકાર કર્યો એ જીવની હિંસા કરી, એણે પોતાની. આહાહા ! (શ્રોતા – બીજાની હિંસા કરી શકે) બીજાની હિંસા કરી શકતો નથી. બીજાની દયા અને બીજાની હિંસા જીવ ત્રણ કાળમાં કરી શકતો નથી. સમજાય છે કાંઈ ? આહાહાહા ! અહીંયા તો પોતે ભગવાન ચૈતન્ય જ્યોત છે, અનંત ચૈતન્યાકાર રત્નાકરનો સાગર પ્રભુ છે. એવું જેને અંતરમાં સ્વ તત્ત્વનું જ્ઞાન ને ભાન થયું તે જીવના પરિણામ તો જ્ઞાન દર્શન આનંદ ને શાંતિના એના પરિણામ હોય છે. એક વાત, એ જીવના પરિણામની વ્યાખ્યા થઈ. અને પોતાના પરિણામ એટલે પુદ્ગલકર્મના પરિણામ એટલે અંદર જે શુભ કે અશુભ ભાવ થાય રાગ, દયા, દાન, વ્રત, કામ, ક્રોધ, રળવા કમાવાનાં ભાવ એ જ્ઞાનીને તે પરિણામ પુદ્ગલના છે મારા નહીં. પુંજાભાઈ ! આવું ત્યાં કાંઈ નૈરોબીમાં મળે એવું નથી. આહાહાહા ! એ પોતાના પરિણામ, એટલે પુદ્ગલના પરિણામ, એટલે? જે શુભ ને અશુભ ભાવ થાય એ પુદ્ગલના પરિણામ છે, ચૈતન્યના નહીં. આહાહાહા ! બે, પોતાના પરિણામના ફળને એટલે કે પુદ્ગલ છે તેમાં થતાં રાગદ્વેષ અને એમાં થતું એનું ફળ હરખ શોક, સુખ દુઃખની કલ્પના એ બધું કર્મનું ફળ છે, જીવનું નહીં. ચૈતન્ય ભગવાન તો જ્ઞાનાનંદ સહજાનંદ સ્વરૂપ છે. એમ જેને જ્ઞાન અને ભાન ધર્મનું થયું, તેને સુખદુઃખની કલ્પના એ કર્મનું ફળ છે. પોતાના પરિણામને, પોતાના પરિણામના ફળને નહીં જાણતા એવા પુદ્ગલદ્રવ્ય, એ ત્રણેયને જાણનાર જડ નથી. રાગ અને કર્મ એ જીવના પરિણામને જાણતો નથી, એના રાગના પરિણામને એ રાગ જાણતો નથી, તેમ રાગનું ફળ જે દુઃખ કે કલ્પના સુખની, એને તે રાગ જાણતો નથી. એ પુદ્ગલદ્રવ્યને જીવ સાથે કર્તાકર્મભાવ છે કે નથી? આવો પ્રશ્ન છે હજી તો. આહાહાહા! આવો જેને પ્રશ્ન અંતરથી ઉઠયો છે, એને આ ઉત્તર દેવામાં આવે છે. આહાહા... શું કહ્યું એ! જ્યારે ૭૬-૭૭-૭૮ માં એમ કહેવાઈ ગયું, કે ધર્મી જીવને ધર્મ એવો જે આત્મા એનો Page #257 -------------------------------------------------------------------------- ________________ ૨૪૨ સમયસાર સિદ્ધિ ભાગ-૪ ધ૨ના૨, આનંદ ને જ્ઞાનની શાંતિનો ધ૨ના૨ પ્રભુ, એનું જેને જ્ઞાન ને શ્રદ્ધા ને ભાન થયું છે, તે જીવના પરિણામ તો શુદ્ધ આનંદ અતીન્દ્રિય આનંદ, અતીન્દ્રિય જ્ઞાનના પરિણામ અને સમકિત આદિ પરિણામ એ જીવના પરિણામ છે. અને પોતાના એટલે પુદ્ગલદ્રવ્યના પરિણામ એ રાગ ને દ્વેષ એ પુદ્ગલકર્મના પરિણામ છે, અને તેમાં સુખદુઃખની કલ્પના એ કર્મનું ફળ છે. એ ત્રણેયને નહીં જાણતા એવા પુદ્ગલદ્રવ્યને, ત્રણ થયા ? શું ત્રણ થયા ? અરે ભગવાન ! એક તો જીવના પરિણામ શુદ્ધ, પુદ્ગલના પરિણામ રાગદ્વેષ, એનું ફળ હરખ અને શોક, એ પુદ્ગલનું કર્મ અને પુદ્ગલનું ફળ છે, એને પુદ્ગલ જાણતો નથી. નથી આત્માના પરિણામને જાણતો, નથી તેનો રાગ, રાગ થયો એ રાગને જાણતો, રાગમાં કલ્પના થઈ સુખની, નથી એ જાણતો. આહાહાહા ! ઝીણું છે ભાઈ કીધું'તું પહેલેથી આ, વળી હવે એમાં આ બધા વેપારીઓ ધંધાના પાપના આખો દિ'. એય !હિંમતભાઈ ! પૈસા પૈસા ધૂળ ધૂળ ધૂળ આખો દિ' મહા પાપ ધંધાના બાઈડી છોકરા સાચવવાના એકલા પાપભાવ, આંહી તો અજ્ઞાની છે એ પાપનો કર્તા છે, અને તેને દયાદાનના પરિણામ થાય એ પણ અજ્ઞાની તેનો કર્તા છે અને તેથી તે કર્તા થઈને ચાર ગતિમાં ૨ખડે છે. પણ અહીંયા તો હવે જ્ઞાનીની વાત છે. કે જેણે ભગવાન આત્મા સચ્ચિદાનંદ પ્રભુ સત્ શાશ્વત જ્ઞાન ને આનંદનો સાગ૨, ચૈતન્યનો રત્નાકર પ્રભુ છે, એનું જેને નિમિત્તથી રાગથી અને પર્યાયથી પણ વિમુખ થઈ અને ત્રિકાળી જ્ઞાયક ભાવની સન્મુખ થઈને, એકેક અક્ષ૨માં બહુ ફેર છે બાપા, આ તો અધ્યાત્મ વીતરાગ સર્વજ્ઞ ૫રમાત્મા, ત્રિલોકનાથની આ વાણી છે, એને સમજવા માટે તૈયારી જોઈએ ભાઈ. આહાહાહા ! એ પુદ્ગલદ્રવ્ય જીવ સાથે, શું કહ્યું ઇ ? કે જ્ઞાન સ્વરૂપી ભગવાન એવું જ્યાં જ્ઞાન થયું એ જ્ઞાનના પરિણામ થયા, એને રાગ જે પુદ્ગલ છે એ શાનના પરિણામને જાણતો નથી. રાગ છે એ રાગને જાણતો નથી, તેમ આ રાગ છે તેમાં કલ્પના થઈ કે આ અનુકૂળતામાં ઠીક છે ને પ્રતિકૂળતામાં ઠીક નથી. એ બધું રાગનું ફળ છે, રાગનું ફળ રાગ જાણતો નથી, રાગનું કાર્ય રાગ જાણતું નથી, રાગ આત્માના નિર્મળ પરિણામને જાણતા નથી, તો એવા નહિ જાણનારને, એવા કર્મના રાગાદિને આત્માના પરિણામ જ્ઞાન થાય એમાં કર્તાકર્મસંબંધ છે કે નહીં ? આવી વાત છે બાપા. આહાહા... શું સમજાણું કાંઈ ? મોટાણી ! આવી વાતું છે બાપા અહીં તો. આહાહાહા ! શિષ્યનો પ્રશ્ન છે આ, આવો જેને પ્રશ્ન ઉઠયો એને આ ઉત્ત૨ દેવામાં આવે છે. બાકી તો વાંચવા સાંભળવાના વેઠ તરીકે આવે ને એક કલાક સાંભળે ને એવું એને આ નહીં સમજાય કાંઈ. એને આ ઉત્ત૨ દેવામાં આવતો નથી એમ કહે છે. વીરચંદભાઈ ! અમારા વીચંદભાઈ બોટાદ, હૈં ? ( શ્રોતાઃ- દલીચંદભાઈ ) ના, વીરચંદભાઈ છે પાછળ, દલીચંદભાઈ તો કોક દિ' આવે ને વી૨ચંદભાઈ તો ઘણીવાર આવે છે દલીચંદભાઈ ને વેપાર બેપાર ધંધા બધું હોય ને ત્યાં પાપના. આહાહાહા! પ્રભુ, પ્રભુ એમ કહે છે આહાહા ! ત્રિલોકનાથ જિનેશ્વરદેવ સર્વજ્ઞ ૫૨માત્મા એમ કહે છે, કે જીવના પરિણામ એને અમે કહીએ કે જેણે શાયક આત્માને જાણ્યો છે, તો એના પરિણામ જાણવાના દેખવાના હોય એ જીવના પરિણામ, અને જે રાગ અને રાગનું સુખ દુઃખની કલ્પના Page #258 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૭૯ ૨૪૩ એ રાગનું ફળ કર્મનું છે. આહાહા ! તો એ કહે છે, કે આત્માના પરિણામને એ રાગ જાણે નહીં, રાગને રાગ જાણે નહીં, ને રાગનું ફળ દુઃખ, દુઃખની કલ્પના તેને એ જાણે નહીં, એવા એ પુદ્ગલ, એને આત્માના પરિણામ સાથે કાંઈ કર્તાકર્મ છે કે નહીં? એ રાગ કર્તા ને અહીં જ્ઞાન પરિણામ એનું કાર્ય, એમ છે કે નહીં ? આવી આકરી વાતું છે બાપા, શું કહ્યું સમજાણું કાંઈ? આ તો શિષ્યનો તો આવો પ્રશ્ન છે, એના ખ્યાલમાં વાત આવી છે, કે આ (શ્રોતા- શિષ્ય ઊંચા નંબરનો છે) એ એવાને આંહી ગયા છે. બાકી સાધારણને થોથા જેવા હમણાં સાંભળવા આવ્યા ને વયા જાય કલાક બે કલાક એ કાંઈ શ્રોતા નથી, સાંભળનાર નથી. આહાહાહાહા! ચીમનભાઈ ! શું પૂછયું શિષ્ય? હજી શિષ્ય શું પૂછયું એ સમજણમાં ન આવે, શિષ્યનો એ પ્રશ્ન છે, કે જ્યારે આ આત્મા આત્માનો જાણનારો થયો, તો ઈ તો જ્ઞાન સ્વરૂપ ભગવાન છે. આત્મા તો ચૈતન્ય સ્વરૂપ છે, તો ચૈતન્ય સ્વરૂપના પરિણામ તો જાણવા દેખવા આનંદના હોય, પણ એ પરિણામને રાગ જાણતો નથી. રાગ પુદ્ગલ છે, એ રાગ એ પરિણામને જાણતો નથી, એક વાત. રાગ રાગને જાણતો નથી, બે વાત. રાગનું ફળ જે સુખદુઃખની કલ્પના તેને તે જાણતો નથી. ત્રણ વાત. તો એવા જે રાગના પરિણામ પુગલના, પુગલના પરિણામ એ આત્માના પરિણામનો કાંઈ કર્તા છે કે નહીં? કેમ કે જ્યારે જ્ઞાન થાય છે, ત્યારે જેવો રાગ આવે એવું આંહીં જ્ઞાન તે સમયે પોતાથી થાય છે, અરે ! આરે ! આવી વાતું હવે. અરે દુનિયા ક્યાં રખડે ને શું કહ્યું? જ્યારે રાગ થાય છે, ત્યારે જ્ઞાનીને તે સંબંધીનું જ્ઞાન પોતાથી થાય છે. રાગ છે માટે જ્ઞાન થયું એમ નહીં. સમજાણું કાંઈ ? આહાહા.. બાપુ ધર્મ કોઈ ચીજ અલૌકિક છે. એ વિના મરી ગયો ૮૪ના અવતારમાં રખડી રખડીને, (શ્રોતા – બેયનો કાળ તો એક છે ને) એક છે, કાળ એક છે, છતાંય રાગને લઈને જ્ઞાન થયું નથી. ઈ આંહી સિદ્ધ કરવું છે. જ્ઞાનીના જ્ઞાનમાં આત્મા જણાણો શાયક સ્વરૂપ, તેથી તેનાં પરિણામ જાણવાના સ્વના ને રાગ થાય તેના જાણવાના પરિણામ થાય, પણ એ પરિણામ રાગ છે માટે થયાં છે, એમ નહીં. તેથી રાગ તે કર્તા છે ને અહીં જાણવાનું કામ થયું તે તેનું કાર્ય છે એમ નહીં. અરરર! એક એક અક્ષર, અરે ભગવાન શું કરે? પ્રભુ તને તારી ખબર નથી, તને તારી ખબર નથી, નથી પરની ખબર. આહાહાહા! આંહી તો જેને ખબરું પડી છે એને એ ખબર પડનારને, જાણનારના જાણવાના પરિણામને, સમકિતનાં પરિણામને, એ રાગ છે તે રાગનું જ્ઞાન અહીં થાય, પણ એ જ્ઞાન રાગ છે માટે થયું છે એમ નહીં, એ ટાણે પોતાનો સ્વભાવ સ્વ ને પરને જાણવાનો હોવાથી જ્ઞાન સ્વપરને જાણતું પ્રગટ થાય છે, રાગ થયો તેજ કાળે તે સમયે સ્વપર જાણતું જ્ઞાન પ્રગટ થાય છે. તો એ સ્વપર જાણતું જ્ઞાન થાય છે પર્યાય, એને રાગનું અહીં જ્ઞાન કહેવું કે નહીં? રાગ કર્તા ને જાણવાનું પરિણામ તેનું કાર્ય, એમ કહેવું કે નહીં ? એમ શિષ્યનો પ્રશ્ન છે. આહાહા ! આવો ઉપદેશ હવે, ઓલું તો હવે દયા પાળો વ્રત પાળો દાન કરો અપવાસ કરો, મંદિર બનાવો એ તો સહેલું સટ હતું રખડવાનું, એ તો રખડવાનો ભાવ છે. આહાહાહા ! આ પહેલો પ્રશ્ન સમજાણો? આ પોણી ત્રણ લીટીનો પ્રશ્ન છે, નવરંગભાઈ ! જીવના પરિણામને એટલે કે વીતરાગી પરિણામ જીવના, ધર્મીના. પોતાના પરિણામને એટલે પુદ્ગલના Page #259 -------------------------------------------------------------------------- ________________ ૨૪૪ સમયસાર સિદ્ધિ ભાગ-૪ પરિણામને એટલે રાગને, અને પોતાના પરિણામનાં ફળને એટલે રાગમાં સુખદુઃખની કલ્પના થાય તેને, નહીં જાણતા એવા પુદ્ગલદ્રવ્યને, એ નહીં જાણતું એવું રાગ ને પુદ્ગલદ્રવ્યને, જીવ સાથે કર્તાકર્મપણું છે કે નથી? આવો તો પ્રશ્ન હજી શિષ્યનો આ તો સમજવાને કઠણ પડે. અરે મજૂરી કરી કરીને મરી ગયો જગતની, આખો દિ' વેપાર ને ધંધા ને બાઈડી છોકરાને સાચવવા આ મજૂર મોટો છે, પાપી મોટો પાપનો કરનાર છે મજૂર. મોટાણી ! આંહીં તો વાત ઈ છે બાપા. આહાહાહા ! પણ જેને એ મજૂરીના ભાવને પણ ભિન્ન કરીને પોતાના આત્માને જાણ્યો છે, એવા જાણનાર ભેદજ્ઞાનીને, જે પરિણામ થાય એ તો નિર્મળ રાગ થાય તેનું આંહી જ્ઞાન થાય એમ કહેવું એ વ્યવહાર છે. બાકી તો તે સમયે જ્ઞાનીને જ્ઞાનના પરિણામ પોતાથી સ્વપરને જાણવાના હોવાથી પરને જાણવું એમ વ્યવહારથી કહેવાય. બાકી જાણવાના પરિણામ થયા છે આત્માથી, રાગનું જ્ઞાન થયું એ રાગ છે માટે એનું અહીં જ્ઞાન થયું એમ નથી. અરેરે ! આવી વાતું હવે. આહાહા ! અરેરે ! મનુષ્યના ભવ હાલ્યા જાય છે બાપા મૃત્યુની સમીપ જાય છે, ભાઈ. જે જે ક્ષણ જાય તે દેહની સ્થિતિ પૂરી થવાનો એ કાળ છે નક્કી છે. જે જે ક્ષણ દિવસ જાય બાપા, એ મૃત્યુની સમીપ જાય છે, એમાં જો આ કાંઈ આત્મા શું ને રાગ શું એનું જ્ઞાન ન કર્યું, આહાહા.. અરેરે ! કઈ યોનિમાં અવતરશે? એ વંટોળીયાનું તરણું ક્યાં જઈને પડશે? મિથ્યા શ્રદ્ધાવાળો જીવ કે જેને ભાન જ નથી કાંઈ, એ મિથ્યા શ્રદ્ધામાં વંટોળીયે ચડ્યો કઈ યોનિમાં, ક્યાં જશે? આહા ! અહીંયા તો જેને આત્મજ્ઞાન થયું એનો પ્રશ્ન છે. આહાહાહા ! જેણે પુણ્ય-પાપના વિકલ્પો છે, એનાથી પણ ભિન્ન ભગવાન છે. ભગવાન એટલે આત્મા, એને જેણે રાગથી ભિન્ન ભગવાનને જાણ્યો, કે આ રાગ છે ઈ પુણ્ય-પાપ તત્ત્વ છે, ભગવાન તો જ્ઞાયક તત્ત્વ ભિન્ન છે. એવું જેને જ્ઞાયક જાણનારો ભગવાન જ્ઞાનરસકંદ તેનું જેને જ્ઞાન થયું છે, તેના પરિણામ તો જ્ઞાન ને દર્શન ને આનંદના હોય તો તે પરિણામને રાગ જાણતું નથી, જ્ઞાની તે પરિણામનો કર્તા છે. રાગનું આંહીં જ્ઞાન થયું છતાંય એ રાગનું કાર્ય નથી. રાગનું અહીં જ્ઞાન થયું જ્ઞાનીને કે રાગ કર્તા છે, અને જ્ઞાન પરિણામ જાણ્યું માટે તેનું કાર્ય છે, એમ નથી. અરે! અરે ! આમાં એક એક અક્ષરોમાં વાંધા ઊઠે બાપા એણે કર્યું નથી કોઈ દિ' આત્માનું. બધું જગતની મજૂરી કરી કરીને મારીને ઢોરમાં જાવાના બધા ઘણાં સમજાણું કાંઈ? (શ્રોતા – રાગ જ્ઞાનને જણાવવાનું કાર્ય તો કરે ને?) બિલકુલ નહીં, એ જ આ ચર્ચા પ્રશ્ન છે એનો કે રાગ છે માટે રાગનું જ્ઞાન થયું એમ નહીં. એ જ્ઞાયક છે માટે સ્વપરના પ્રકાશકના પરિણામનું જ્ઞાન થયું. કહો, પ્રવિણભાઈ ! આવી વાતું છે બાપા! આહાહા! અરેરે ! જગતમાં ક્યાં મળે? એની સાચી વાતું એને સાંભળવા ન મળે એ કે દિ' વિચારે, ને કે દિ' કરે. આ તો હુજી પ્રશ્ન છે એનો. આવા પ્રશ્નને જાણનારે પ્રશ્ન કર્યો છે, એનો ઉત્તર છે. ગાથા હવે. ण वि परिणमदि ण गिण्हदि उप्पज्जदि ण परदव्वपज्जाए। पोग्गलदव्वं पि तहा परिणमदि सएहिं भावेहिं।। ७९ ।। Page #260 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૭૯ ૨૪૫ એ રીત પુદ્ગલદ્રવ્ય તે પણ નિજ ભાવે પરિણમે, પદ્રવ્યપર્યાયે ન પ્રણમે, નવ ગ્રહે, નવ ઊપજે. ૭૯. આ કાંઈ વાર્તા કથા નથી, આ તો ભાગવત કથા છે. આહાહા! ભગવાન આત્મા અતીન્દ્રિય આનંદનો સાગર પ્રભુ, એનું જ્ઞાન થવું ને રાગ થવો તેનું જ્ઞાન થવું, એની આ વાતું છે ભાઈ. આહાહા ! ટીકા, ટીકા છે? જેમ માટી પોતે ઘડામાં અંતર્થાપક થઈને, છે ટીકા? છે કે નહિં, આવ્યું કે નહિં? ક્યાંય ચોપડાય જોયા ન હોય ઓલા, પાપના ચોપડા જોયા હોય બધા ત્યાં ફિલ્મના ને ગામની પંચાતના. આહાહાહા! ટીકા - માટી, માટી છે ને માટી, ઈ પોતે ઘડામાં અંતર્થાપક થઈને, ઘડાની પર્યાયને માટી કરે છે. ઘડાની પર્યાયને કુંભાર કરતો નથી. (શ્રોતા – વકીલ કરે ?) વકીલ વકીલાતની ભાષા કરતો નથી. વકીલ છે ને? જજ પાસે દલીલ કરે એ દલીલ આત્મા કરતો નથી. એ જડની અવસ્થા છે. પ્રભુ તારી લીલા તો જો, તું કોણ છો ભાઈ? તારી ખબરું વિના વરવિનાની જાન જોડી દીધી. એ જાન ન કહેવાય એ તો માણસના ટોળાં કહેવાય. એમ આત્મજ્ઞાન વિનાની વાતું જેટલી બધી કીડીનાં નગરા જેવા છે ઈ તો બધા. આહાહા! માટી પોતે ઘડામાં અંતર્થાપક, ઘડાની પર્યાયમાં માટી પ્રસરીને ઘડો થાય છે, કુંભારથી નહીં. (શ્રોતા – ઈ સમજાતું નથી, માટીથી ઘડો થાય?) માટી હજી દાખલો સમજાતો નથી ત્યાં તો સિદ્ધાંત કહેવાય છે, ભાઈનો પ્રશ્ન હતો ને? રોટલીનો નહીં? પ્રેમચંદભાઈનો લંડનમાં રહે છે, વાંચે છે ત્યાં અહીંનું, આવ્યા છ સાત દિ' થયાં, રોટલીનો પ્રશ્ન હતો ને, રોટલી લોટથી થાય છે. રોટલી વેલણાથી નહીં, તાવડીથી નહીં, બાઈના હાથથી નહીં, બાઈનો હાથ રોટલીને અડતો નથી. એ વેલણું લોટને આમ-આમ થાય એ લોટને અડતું નથી. અરેરે ! હવે આ વાત ક્યાંથી સમજાય? (શ્રોતાઃ- વેલણામાં લોટ ચોંટી ન જાય?) એ લોટ પોતે છે રોટલીરૂપે થયો છે. એ લોટની પર્યાય રોટલી છે. એ તાવડીની નહીં, બાઈડીની નહીં, સ્ત્રીની નહીં, અગ્નિની નહીં. (શ્રોતાઃ- આ દુકાન જુદી જાતની છે.) લખુભાઈ ! શું કહે છે? આ દુકાન જુદી જાતની છે કહે છે. આહાહાહા ! અરે ભગવાન, તું કોણ છો ને ક્યાં છો ને કેમ છે તારું સ્વરૂપ ? શ્રીમમાં નો આવ્યું? “હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું ખરું?” સોળ વર્ષે દેહની સ્થિતિ. આત્મા અનાદિ અનંત એને કાંઈ સ્થિતિ નથી. હું કોણ છું ક્યાંથી થયો? હું છું આત્મા, ક્યાંથી થયો? કે અનાદિ છું, ખરું સ્વરૂપ શું છે? ખરું સ્વરૂપ તો મારું જ્ઞાતા દેષ્ટા આનંદ છે. રાગ ને પુણ્ય-પાપના પરિણામ એ આત્માનું સ્વરૂપ ખરું નથી. અરેરે! અહીંયા તો હજી બાઈડી અર્ધાગના મારે કહેવાય, અડધું અંગ મારું અને અડધું એનું, ધૂળેય નથી સાંભળને માળા, મારી નાખ્યો તેં આત્માને. આહાહા ! આ મારો આ દિકરો છે જાને તું, જાને-જાને તું તો તું તે હું છે તું તે હું છું. સ્નાન બનાન જાવું હોય આ રાગ ગાંડાના કાંઈ ગામ જુદા ન હોય, ગામ દીઠ પાગલ છે બધુંય જોયું છે ને અમે તો બધું ય જાણું છે જગતને બધું, બધા પ્રકારે. આંહી તો ૮૯ થયા ૭૦ વરસથી તો આ બધું દુકાનથી અભ્યાસ છે. આહાહાહા ! ભાઈ ! માટી પોતે ઘડામાં અંતર્થાપક થઈને, એમ લોટ પોતે રોટલીમાં અંતર્થાપક થઈને રોટલી Page #261 -------------------------------------------------------------------------- ________________ ૨૪૬ સમયસાર સિદ્ધિ ભાગ-૪ કરે છે લોટ. બાઈડી નહીં, વેલણું નહીં, અગ્નિ નહીં, તાવડી નહીં. અરેરે! એમ આદિ મધ્ય અંતમાં માટી પોતે ઘડાની આધમાં માટી અને કુંભાર હતો માટે આધમાં ઘડો થયો એમ નહીં. આહાહા! ઘડાની પર્યાયની આધમાં શરૂઆતમાં માટી હતી માટે ઘડો થયો, મધ્યમાં માટી હતી, અંતમાં માટી, ઘડાની પર્યાય થઈ એટલે કુંભારનો હાથ આમ-આમ થયો, માટે તે ઘડાની પર્યાય થઈ એમ નથી, કેમ કે પરદ્રવ્યથી પરદ્રવ્યની પર્યાય ત્રણ કાળમાં ન થાય. સમજાણું કાંઇ? અલૌકિક વાતું છે બાપા, અરેરે ! એણે શું કર્યું અને સરવાળા શું આવશે એને. જોઓને આ બિચારા ગુલાબચંદભાઈને રોગ આવ્યો તે સરવાળો અત્યારે, મને મારી નાખો, મને પાટામાં રેલના પાટામાં લઈ જાવ આ સરવાળો. માટી પોતે ઘડામાં અંતર્થાપક એટલે, ઘડાની પર્યાયનો કરનારો તો માટી છે. આદિ મધ્યા અંતમાં માટી છે. ઘડાની આધમાં મધ્યમાં ને અંતમાં માટી છે. એની આધમાં કુંભાર હતો માટે ઘડો થયો છે એ ત્રણ કાળમાં વાત સાચી નથી. કહો, સમજાણું કાંઈ? આહાહા! (શ્રોતાપાગલ કહે) પાગલ જ છે બાપુ દુનિયા પાગલ છે. પરમાત્મ પ્રકાશમાં તો કહ્યું છે ધર્મી જીવને પાગલ, પાગલ માને એવું છે. પાગલ લોકો ધર્મીને પાગલ માને, શું આ વાતો કરે છે પાગલ જેવી. આહાહાહા ! હળ હાલે છે ને હળ, ખેતર, જ્યાં ખાડો પડતો જાય ને ધૂળ, ઈ હળ ખાડાને અયું નથી, ધૂળને અડ્યું નથી. આ તે કોણ માને? સાંભળો હવે સાંભળો, એક હળ હાલે છે ને ઈ હળને ઓલો આદમી ઊભો છે, એ આમ કરે એનાથી હળ હાલતું નથી, હળના પરિણામ પરમાણું ઈ એના છે એ પરમાણુંથી હળ હાલે છે પોતાથી અને તે હળ ધૂળને અડતું નથી અને ધૂળમાં ખાડો દેખાય આમ. આરે ! આરે! જુઓ આ હાથ આંહી અડતું નથી બિલકુલ અડતું નથી, કેમ કે આ હાથમાં ને આમાં બેમાં અભાવ છે, છતાં અહીં ખાડો દેખાય છે. જુઓ આમ ખાડો થાય ને, ઈ ખાડાની પર્યાય આને લઈને થઈ નથી. એ પરમાણુંના દળની એ પર્યાય તે કાળે તે થવાની હતી તે કાળે એ થઈ છે. અરરર! આવી વાતું છે. આંહી તો હું કરું હું કરું એ જ અજ્ઞાનતા, બધાને આમ કરી દઉં ફલાણાને આમ કરી દઉં ઠેકાણે આમ પાડી દઉં. આહા! છોડીયું થઈ મોટી, ઠેકાણે પાડી દઈએ નહીંતર આપણે ક્યાં હાલે. છોકરા થયા મોટા સરખાઈમાં કન્યા આવે તો ઠીક કહેવાય સાધારણ કન્યા આવે તો આપણું ઘરનું, માળાએ મારી નાખ્યા જગતને. નવરંગભાઈ ! આ તમારું બધુ પોગળ, આ લખુભાઈ ! તમારું એટલે આ જગતનું, આવું છે બાપા શું કરીએ? પ્રભુ તારી પ્રભુતા કોઈ જુદી છે, એવી પ્રભુતામાં જે પરિણામ પોતાના થાય, તે વખતે તે પરિણામ પોતાનાથી થયા અને રાગનું જ્ઞાન થયું એ પણ પોતાથી થયું છે, એ સિદ્ધ આંહી કરવું છે. હજી તો દાખલો ચાલે છે, આદિ મધ્ય અંતમાં વ્યાપીને ઘડાને ગ્રહે છે, માટી ઘડાને પકડે છે, ઘડાની પર્યાય માટી કરે છે, ઘડારૂપે પરિણમે છે, માટી ઘડારૂપે થાય છે, ગ્રહે છે એટલે શું કિીધું? જરી ઝીણી વાત છે. એ ઘટનો પર્યાય તે કાળે થવાનો જ હતો, તેને માટી ગ્રહે છે, એને પહોંચી વળે છે બસ. ઘડાની પર્યાય જે છે તે કાળે તે થવાની હતી જ, તેને પ્રાપ્ત કહીએ, થયું Page #262 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૭૯ ૨૪૭ છે તેને પ્રાપ્ય કહીએ, તેને માટી ગ્રહે છે એટલે પહોંચી વળે છે, માટી પહોંચી વળે છે, કુંભાર નહીં, આહાહા ! હજી તો દાખલો, પછી સિદ્ધાંત તો આકરો પડશે. આહાહા! ઘડારૂપે પરિણમે છે, ઘડારૂપે ઉપજે છે, ઘડાની અવસ્થા પહેલાં જે અવસ્થા હતી, એને બદલે, બદલાવે છે પોતે માટી, ઘડા પહેલાં હોય ને માટીનો પિંડો, તે પિંડની અવસ્થા બદલે છે એ માટી, અને પિંડની અવસ્થા ઘડારૂપે થાય છે એ માટી કરે છે. માટીનું પ્રાપ્ય ઘડો, તે કાળે તે પર્યાય થવાની જ હતી. તેને માટીએ પ્રાપ્ય ગ્રહણ કરી છે, અને તે કાળે પૂર્વના પિંડની અવસ્થાનો વ્યય થવાનો જ હતો, થયો એને માટી તેનો વિકાર્ય કરે છે, એટલે પલટાવે છે, અને ઘડારૂપે ઉપજ્યો, ઉપસ્યું એ માટી તે રૂપે ઉપજી છે. આહાહા ! હવે અહીં તો આખો દિ' અમે આ કર્યાને આ કર્યા'ને આ કર્યા'ને દુનિયાને આમ કર્યા ને દુનિયાને સુધાર્યા ને, મારી નાખ્યો જીવને. એ જ્ઞાતા દૃષ્ટા છે, એનું એણે માન્યું નહીં, અને આ છે એમ માન્યું એટલે ઓલું મારી નાખ્યો એને, જીવન મરણ તુલ્ય કરી નાખ્યો છે. પાઠ છે ને? ૨૮ કળશમાં છે. મરણતુલ્ય કરી નાખ્યો પ્રભુ, જીવતી જ્યોત જ્ઞાતા દૃષ્ટા ચૈતન્ય જ્યોત, એને તે ન સ્વીકારતા રાગનું કાર્ય મારું ને પરના કાર્ય મારાં, એ વખતે તે જીવતી જ્યોતનો તે અનાદર કર્યો, મારી નાખ્યો તેં. આહાહાહા! માટી પોતે ઘડારૂપે ઉપજે છે તેમ, આ દૃષ્ટાંત, તેમ જીવના પરિણામને એટલે કે જાણવા દેખવાના પરિણામને, પોતાના પરિણામને એટલે રાગ થયો તે એનું પરિણામ છે પુદગલનું, પોતાના પરિણામના ફળને, એટલે હરખ શોકના પરિણામ થયા તે પુદ્ગલના ફળને નહિ જાણતું એવું પુદ્ગલ દ્રવ્ય, આહાહાહા! ગાથા ભારે આવી છે. છે ને સામે, સામે પુસ્તક છે કે નહીં ? ક્યા શબ્દનો અર્થ થાય છે. એમ બાપા! આહા.... અરેરે ! એને ક્યાં અવસર મળ્યો છે. મનુષ્ય ભવ, એમાં આ ચીજ ન સમજે અને સમ્યજ્ઞાનનો દોરો નહીં પરોવે, તો તો એ સોય ખોવાઈ જશે. એને અહીં સમ્યજ્ઞાન, હું તો એક જ્ઞાયક જાણનાર છું, રાગનું જ્ઞાન એ પણ મારાંથી થયું છે, એ રાગનું જ્ઞાન નહીં, એ અહીં સિદ્ધ કરવું છે. પુદ્ગલથી જ્ઞાનના પરિણામ થયા, રાગથી એમ નહીં, એ સિદ્ધ કરવું છે. જુઓ, જીવના પરિણામને ને પોતાના પરિણામને એમ આપણે પહેલી વ્યાખ્યા થઈ'તી માથે, અને પોતાના પરિણામમાં પણ નહીં જાણતું એવું પુગલ દ્રવ્ય, પોતે પરદ્રવ્યના પરિણામમાં, એટલે શું હવે? આત્મા જ્ઞાયક છે તેના પરિણામ એ રાગના ને પુદ્ગલથી, પરદ્રવ્ય છે એ. આહાહા ! રાગ-દયા,દાન,કામ,ક્રોધના ભાવ જે આ વિકલ્પ થયાં એ પુદ્ગલના પરિણામ, એ પુગલનું ફળ. હવે કહે છે, કે એ કર્મના એ પુદ્ગલનાં પરિણામને પોતાના જીવના પરિણામને પુદ્ગલના ફળને નહીં જાણતા એવું પુદ્ગલદ્રવ્ય, પરદ્રવ્યના પરિણામમાં, પરદ્રવ્ય એટલે આત્મા, આત્માના જાણવા દેખવાના પરિણામ એ રાગની અપેક્ષાએ પરદ્રવ્યના પરિણામ છે. હવે, આ એની મેળે વાંચો તો કાંઈ સમજાય એવું નથી કાંઈ. કોઈ દી' આંકડો, લોકો આજે આવ્યા છે ને તાકડે ને એને ખબર તો પડે અહીં કાંઈક છે બીજી વાત. દુનિયામાં હાલે છે કાંઈક કાંઈક ગપ ગોળા ને આ કાંઈક બીજું છે. આહાહા ! શું કીધું? જેમ ઘડાપણે ઉપજે છે માટી, નિપજે છે માટી, અને ફેરવે છે માટી. પિંડનો ઘડો Page #263 -------------------------------------------------------------------------- ________________ ૨૪૮ સમયસાર સિદ્ધિ ભાગ-૪ થયો. એમ પુદ્ગલ, જીવના પરિણામને, પોતાના પરિણામને રાગને ને પોતાના પરિણામના ફળને નહીં જાણતું એવું પુદ્ગલદ્રવ્ય રાગાદિ જડ, પુદ્ગલ જડ, રાગ જડ એ બધું એક પુદ્ગલમાં જાય છે, એ પોતે પરદ્રવ્યના પરિણામમાં પરદ્રવ્યના એટલે રાગ છે તેનાથી પરદ્રવ્ય આત્મા, એના જે જ્ઞાનના પરિણામ એ રાગથી પરદ્રવ્યના પરિણામ એમ કહેવામાં આવે છે. અરેરે ! પદ્રવ્યના પરિણામમાં એટલે શું કીધું? સમજાણું કાંઈ? રાગદ્વેષ આદિ પરિણામ એ જીવના પરિણામને જાણતું નથી, તેના પરિણામને એનેય જાણતું નથી, એના ફળનેય જાણતું નથી, એવું પુદ્ગલ છે, રાગ હારે ! એ રાગ પરદ્રવ્યના પરિણામમાં અંતર્થાપક થઈને, આદિ મધ્ય અંતમાં વ્યાપીને તેને ગ્રહતું નથી. આહાહા ! ધીમેથી સમજવું બાપુ, હળવે હળવે અર્થ થાય છે, આ તો વીતરાગ ત્રણ લોકના નાથ જિનેશ્વરદેવ એક સમયમાં ત્રણ કાળનું જ્ઞાન, એની આ વાણી છે, સંતો તો આડતિયા થઈને એની વાતું કરે છે. સમજાણું કાંઈ? જે રાગ ને પુણ્યના પરિણામ થયાને, પાપના થયા એ પોતાને જાણતું નથી. આત્માના પરિણામ જ્ઞાતાને જાણતું નથી, તેના ફળને એટલે રાગના ફળને હરખશોકને તેને જાણતું નથી તે, પુદ્ગલદ્રવ્ય પોતે પરદ્રવ્યના પરિણામમાં એટલે આત્માના જાણવા દેખવાના પરિણામમાં, આત્માનું સમ્યગ્દર્શન થયું, એ સમ્યગ્દર્શનના પરિણામમાં અંતર્થાપક થઈને, એ રાગ અંતરમાં જઈને, એ જ્ઞાનના પરિણામને આદિ મધ્ય અંતમાં વ્યાપીને તેને ગ્રહતું નથી. શું કીધું? ભાઈ ! ભગવાન આત્મા ચૈતન્ય સ્વરૂપ, એનું ભાન થઈને જે જ્ઞાતા દૃષ્ટાના પરિણામ થયાં, આનંદના થયાં, તેને રાગ છે, તે રાગને જાણતું નથી, આ પરિણામને જાણતું નથી, રાગના ફળને જાણતું નથી, એવું પુદ્ગલદ્રવ્ય રાગાદિ તે પરદ્રવ્યના પરિણામ એટલે આત્માના જ્ઞાતાદ્રષ્ટાના પરિણામ જાણવા દેખવાના ભાવ, તેને અંતર્થાપક થઈને, રાગ અંદર જઈને આદિ મધ્ય અંતમાં, આંહી જ્ઞાનના પરિણામ જે થયા તેની આધમાં રાગ છે તે મધ્યમાં છે એમ છે નહીં. આદિ મધ્યમાં અંતમાં વ્યાપીને તેને ગ્રહતું નથી, શું કહે છે? આહાહાહાહા! પ્રેમચંદભાઈ ! આવ્યા છો બરાબર. આહાહા! હેં? આવી વાત છે ભગવાન. શું કરીએ? તું કોણ છો ભાઈ. કહે છે કે જ્યાં આત્માનું જ્ઞાન થયું અને જ્ઞાનના પરિણામ, વસ્તુ તો જ્ઞાયક ત્રિકાળ છે, એના પરિણામ જાણવાના થયા, સમકિતના થયા, શાંતિના થયા, આનંદના થયા, એ પરિણામમાં રાગનું પુગલ છે તેનું જ્ઞાન થયું, માટે તે રાગ કર્તા અને આ જ્ઞાનના પરિણામ તેનું કર્મ, એ રાગ અંતર્થાપક થઈને જ્ઞાનના પરિણામને કરે છે એમ નથી. આહાહાહાહા ! એવી વાતું છે પ્રભુ, શું થાય? અરેરે! જીંદગી હાલી જાય છે, એમાં આ ન કર્યું તો થઈ રહ્યું, એ તો ઢોરમાં-નરક અને ઢોર અવતાર, અબજોપતિ માણસ બીજે દિવસે કૂકડીની કૂખે બચ્ચું થાય, ગાયને કુંખે, અરેરે! કેમ કે જેણે આત્માને સેવ્યો નથી ને જાણો નથી ને પુષ્ય ને પાપને સેવ્યા, એ કષાય છે, ને કષાય છે તે આત્માની આડોડાઈ છે, એ આડોડાઈને સેવી છે, તે આડોડાઈમાં અવતરશે. આ માણસ ઊભો છે આ તિર્યંચ આડા છે આમ, ગાયું, ભેસું, એ આડોડાઈ કરી એ આડોડાઈમાં જશે. આહાહા ! સમજાણું કાંઈ? આવો ઉપદેશ છે બાપુ. આહાહા ! પરદ્રવ્યના પરિણામમાં એટલે? રાગ છે એ પુગલનાં પરિણામ છે એ પરિણામ જીવના પરિણામને, પરદ્રવ્યના પરિણામ એટલે જીવના પરિણામને અને જ્ઞાતાદેખાના આનંદના Page #264 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૭૯ ૨૪૯ મોક્ષમાર્ગના પરિણામને અંતર્ધ્યાપક થઈને એ રાગ અંતર જઈ વ્યાપ્ય થઈને શરૂઆતમાં રાગ હતો તો તે શાતાના પરિણામ થયા એમ નથી. આહાહાહાહા ! દેવીલાલજી ! બાપુ આવું તો સાંભળવા કોક દિ’ મળે ભાઈ. આહાહા... એવી વાતું છે બાપુ. પદ્રવ્યના પરિણામમાં એટલે ? રાગાદિ છે દયા,દાન,કામ,ક્રોધના પરિણામ એ પુદ્ગલ છે અને એનાથી જે ૫૨દ્રવ્યના પરિણામ એટલે આત્માના જાણવા દેખવાના પરિણામ, એ પદ્રવ્યના પરિણામ છે, સમજાણું કાંઈ ? ભાષા તો સાદી આવે છે પ્રભુ, પણ હવે ભાવ સમજવા તો બાપા, શું થાય પ્રભુ, તેં તારી દયા કરી નથી કોઈ દિ' ૫૨ની દયા ક૨વા હાલી નીકળ્યો, જે કરી શકતો તેં નથી. એનો ભાવ આવે, ૫૨ દયાનો એ પણ રાગ ને હિંસા છે જીવની, અ૨૨૨ ! એ રાગને પણ, આવ્યો રાગ, પણ જ્ઞાની જે આત્માનો જાણનાર છે, તેના પરિણામમાં રાગ છે માટે રાગનું જ્ઞાન થયું, રાગ કર્તા ને શાનના પરિણામ કર્મ, એવું છે નહીં. સમજાણું કાંઈ ? બે ત્રણ લીટીયુમાંય કઠણ, ભગવાન શું કરીએ. ( શ્રોતાઃ- રાગમાં તો પ્રમેયત્વ ધર્મ છે ) એ તો શેય છે. શેય છે અને જ્ઞાયક છે એ પણ વ્યવહા૨ છે. રાગ છે એ જ્ઞાનનાં પરિણામનું શેય છે, અને શેય છે માટે અહીં જ્ઞાનના પરિણામ થયાં એમ નહીં, એમ. ને અહીં જાણનાર છે અને ઓલો જણાય છે એ પણ વ્યવહાર છે.નિશ્ચયથી તો જ્ઞાનનાં પરિણામ છે તે પોતાનાં પરિણામને પોતે જાણે છે. આહાહાહાહા! અરેરે ! દુનિયા ક્યાં ૨ખડે છે ને ક્યાં, એને આવી વાત સાંભળવા મળે, એમાં પાંચ પચાસ લાખ રૂપિયા થયા, કરોડ બે કરોડ જીઓ એ તો પાગલ મોટો. આહાહા ! ( શ્રોતા:- ઘણા જીરવી શકે છે પૈસા ) હૈં ? શું કીધું ? ( શ્રોતાઃ– ઘણાય જીરવી શકે ) ધૂળમાંય જીરવતા નથી પૈસા. પૈસા મારી નાખે, મરી ગયો નહીં ? બે અબજ ને ચાળીસ કરોડ હતા, આ શાંતિલાલ ખુશાલ ગોવામાં, બે અબજ ચાલીસ કરોડ આપણો પાણશીળાવાળો, દશાશ્રીમાળી વાણીઓ હતો, બે અબજ ચાળીસ કરોડ, એકસઠ વર્ષની ઉંમરે એની વહુ હતી તેને હેમરેજ થઈ ગયું, તે મુંબઈ આવીને આવેલા બે ચાર દિ' રહેલા ઈ બાઈ તો અસાધ્ય હતી, બે ચાર દિ’ થયા ત્યાં એકસઠ વર્ષની ઉંમ૨, રાતે મને દુઃખે છે, બે અબજ ચાલીસ કરોડ, સાંઈઠ લાખના તો મકાન ત્યાં ગોવામાં ત્યાં એક ચાલીસ લાખનું દસ દસ લાખના બે, એ બાઈ પાંચ મિનિટમાં, સગો હતો એક છે ઓળખીતો ભાઈ દાકતરને બોલાવો, દાકતરને બોલાવે ત્યાં દેહ છુટી ગયો, જાવ રખડવા હવે, આહાહાહા ! અ૨૨૨ ! આ બે અબજ ને ચાલીસ કરોડ તો ઉપજ્યા હશે ક્યાંક ઢોર બોરમાં. મૂળ તો નર્કમાં ન જાય માંસ ને દારૂ ન ખાય ને. અ૨૨૨ ! પ્રભુ પ્રભુ શું કરે. (શ્રોતાઃ– એ તો સુખની મોત કહેવાયને ?) તો સુખની મોત કહેવાયને ? શેની ? આ મોત તો સુખની મોત કહેવાયને ? સુખની ને ઢોરમાં અવતર્યો એ સુખની. કષાયના ભાવમાં મમતામાં દેહ છુટયો. આહાહાહા ! આંહી તો ઓલા ૫દ્રવ્યના પરિણામ છે ને એ શું છે ? એ રાગ ને દ્વેષના પરિણામ દયા દાનના કામ ક્રોધના પરિણામ એ પુદ્ગલના છે, અને એની અપેક્ષાએ ૫૨દ્રવ્યના પરિણામ એટલે આત્માના જાણવા દેખવાના પરિણામ એ પરદ્રવ્યના પરિણામ કહેવાય. રાગની અપેક્ષાએ એ પરદ્રવ્યના પરિણામ કહેવાય. આહાહાહા... Page #265 -------------------------------------------------------------------------- ________________ ૨૫૦ સમયસાર સિદ્ધિ ભાગ-૪ આદિ-મધ્ય-અંતમાં વ્યાપીને તેને ગ્રહતો નથી, રાગ આત્માના જ્ઞાન પરિણામને ઉપજાવતો નથી. ધ્રુવ પરિણામ જે જ્ઞાન પરિણામ થયા, ત્યાં રાગને જાણવાના ને પોતાને જાણવાના જે જ્ઞાન પરિણામ થયા એ તો તે વખતે ધ્રુવ તે પરિણામ જ થવાના હતા. તેને રાગ ગ્રહે છે, રાગ તે પ્રાપ્ય થઈને તેને પકડે છે, એમ નથી. આહાહાહા... અરેરેરે ! ગ્રહતું નથી, એ રાગાદિ પરિણામ તે રૂપે પરિણમતું નથી, તે રૂપે તે આત્માના જાણવા દેખવાના પરિણામને, પરિણામપણે રાગ ઉત્પન્ન થતો નથી અને તે રૂપે ઉપજતો નથી. જ્ઞાનના પરિણામપણે રાગ ઉપજતો નથી, જ્ઞાનના પરિણામે તો પોતે પોતાને પકડયા છે આત્માએ પ્રાપ્ય થઈને ધ્રુવ તે વખતે પોતે ઉપજ્યો છે ને પૂર્વથી બદલ્યો છે પોતે આત્મા, એ પરિણામને રાગ વ્યાપીને કરે છે એમ નથી. આહાહા ! બહુ આકરું મોટાણી ! અરે પ્રભુ! એ ભાગ્ય વિના તો કાને ન પડે એવી વાત છે. બાપુ ! દુનિયાના ભાગ્ય તો ધૂળ છે, ઈ ભાગ્યશાળી નથી ભાંગશાળી છે. આહાહાહા! આ ચીજ બાપા પરમ સત્યના ભણકાર કાને પડે એ પણ ભાગ્ય વિના પડે નહીં ભાઈ, સમજે તો પછી વળી, આહાહા... તે ઉપજતું નથી પણ વિશેષ કહેવાશે. (શ્રોતા:- પ્રમાણ વચન ગુરુદેવ) પ્રવચન . ૧૬૮ ગાથા-૭૯ તા. ૧૪/૦૧/૭૯ રવિવાર પોષ વદ-૧ શ્રી સમયસાર ! ઝીણી વાત છે પ્રભુ! વીતરાગ પરમેશ્વર જિનેશ્વરદેવ એમ ફરમાવે છે કે જેમ માટી ઘડાને ગ્રહે, ફેરવે, વ્યય કરે અને ઉપજે. એમ જીવના પરિણામને રાગના પરિણામ એ પુદ્ગલના પરિણામ છે, એ આત્માના જીવના પરિણામને એ જાણતો નથી એમ સિદ્ધ કરવું છે. આહાહાહા ! ભગવાન આત્મા અતીન્દ્રિય આનંદની હૈયાતિવાળું અસ્તિત્વ છે. આહાહાહા ! પ્રભુ આ આત્મા જે છે એ તો અતીન્દ્રિય સુખની હયાતિવાળું અસ્તિત્વ છે એનું. એવા અસ્તિત્વનું જેને ભાન થયું સમ્યગ્દષ્ટિ જ્ઞાનીને, તેના અસ્તિત્વના પરિણામમાં પર્યાયમાં નિર્મળ સમ્યગ્દર્શનશાનચારિત્ર જે વીતરાગી પરિણામ છે તે જીવના પરિણામ છે. આહાહાહા ! સમજાણું કાંઈ ? ઝીણું છે ભાઈ, વર્તમાન ચાલતો પ્રવાહ એથી જાત બીજી છે પ્રભુ ! આહાહા ! એ દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજા, જાત્રાનો ભાવ એ આત્માના પરિણામ નહીં એમ આંહી કહે છે. અરે પ્રભુ! એ તો વિકાર છે, તે વિકાર છે એ પુગલના કારણે થયેલું એ પુદ્ગલનું કાર્ય છે. આહાહાહા ! આકરી વાત. એ રાગને આદિ પરિણામ થાય તેને જ્ઞાતાદ્રષ્ટા તરીકે જે જાણવાના કામને કરે, એ જાણવું, શ્રદ્ધવું, માનવું, સ્વરૂપમાં રમવું એ જે પરિણામ વિતરાગી પરિણામ છે એ જીવના પરિણામ છે. આહાહા! બહુ ફેરફાર ભાઈ. આહાહા ! વીતરાગ સર્વજ્ઞ પરમાત્મા જિનેશ્વરદેવનો આ હુકમ છે, કે એ જીવના પરિણામને, છે? પોતાના પરિણામને એટલે કે કર્મ જે જડ છે, પુગલ છે, માટી છે કર્મ, એના પરિણામ છે શું છે કે દયા, દાન, વ્રત, કામ, ક્રોધના પરિણામ એ કર્મના પરિણામ છે, એમ કહે છે એ ભગવાન આત્માના પરિણામ નહીં. આહાહાહા ! આવું છે. દુનિયાને તો એવું લાગે એવું છે, કે આ શું વળી આત્મા, નવું? પ્રભુ એ નવું નથી. અનાદિનો વીતરાગ જિનેશ્વર Page #266 -------------------------------------------------------------------------- ________________ ૨૫૧ ગાથા-૭૯ ૫૨માત્માનો માર્ગ આ છે. કહે છે કે પુદ્ગલ જે છે એ પોતાના પરિણામને જાણતા નથી, એટલે રાગ જે થાય છે દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજાનો એ રાગ છે. હિંસા, જૂઠું, ચોરીનો એ રાગ પોતે જાણતો નથી. રાગમાં જ્ઞાનનો સ્વભાવ નથી, તેથી તે રાગ પોતાને જાણતો નથી. એ રાગ જીવના સમ્યગ્દષ્ટિના જીવના શુદ્ધ પરિણામને જાણતો નથી, બે. જીવના પરિણામને, પોતાના પરિણામને એટલે રાગને રાગ જાણતો નથી, રાગ છે ઈ જીવના પરિણામને જાણતો નથી, જીવના પરિણામ સમ્યગ્દર્શનજ્ઞાનચારિત્ર જે વીતરાગી પરિણામ એ જીવના પરિણામ, એ જીવના પરિણામને રાગ પરિણામ જાણતો નથી, રાગ પરિણામ રાગને જાણતો નથી. અને રાગ પરિણામ પોતાના પરિણામના ફળને જાણતો નથી. રાગનું ફળ દુઃખ છે એને એ જાણતું નથી. આહાહાહા ! ગાથા અડધી તો ચાલી ગઈ'તી પણ ફરીને, આજે કેટલાક નવા હોય ને, ભગવાન માર્ગ તો એવો ઝીણો છે ભાઈ, વીતરાગનો ધર્મ જિનેશ્વરદેવ ત્રણલોકના નાથ એનો ધર્મ એ તો વીતરાગી પરિણામ છે. કેમ કે આત્મા પોતે જિન સ્વરૂપ છે, આ આત્મા જે છે અંદર એ જિન સ્વરૂપ વીતરાગ મૂર્તિ છે આત્મા, એ વીતરાગ મૂર્તિ છે એમાંથી વીતરાગ પરિણામ પ્રગટ થાય છે. આહાહા! અરેરે ! આ દેહમાં દેહ છે એ તો માટી છે આ તો ધૂળ છે, પૈસા પૈસા તો એક બાજુ રહી ગયા, આ ધૂળ કયાંય રહી ગઈ, કર્મ અંદર આઠ છે જ્ઞાનાવરણી એ પણ માટી ને ધૂળ જડ છે, પણ અહીં તો એ ઉપરાંત અંદરમાં રાગના પરિણામ વ્રતના, તપના, ભક્તિના જાત્રાના થાય, કે હિંસા, જૂઠા, ચોરીના પરિણામ થાય, એ પરિણામને પણ પુદ્ગલના પિરણામ કહેવામાં આવ્યા છે. કેમ કે એ વિકાર છે, એ આત્માનો સ્વભાવ નથી, સ્વભાવથી થયાં નથી. એ ભગવાન આત્મા તો અનંત આનંદ ને અનંત જ્ઞાન ને અનંત પ્રભુતાની પવિત્રતાનું પિંડની હૈયાતીવાળું તત્ત્વ, તે હૈયાતીવાળા અસ્તિત્વ તત્ત્વને જેણે પકડયું છે, જેના શ્રદ્ધામાં જ્ઞાનમાં એ અસ્તિત્વને પકડયું છે, તેને ધર્મી કહીએ ને તેના પરિણામ જે રાગ વિનાના થયા, તે જીવના પરિણામ કહેવાય. આવી આકરી વાત છે બાપા ! દુનિયા શું ચાલે છે તે બધી ખબર છે ને ? હૈં ? આંહીં તો ૮૯ વર્ષ થયા. સીત્તેર વર્ષથી તો આ બધો પરિચય છે જગતનો. આખી વાત બહુ ફેર પ્રભુ. વીતરાગ માર્ગને અને માનેલા અજ્ઞાનીના માર્ગને બહુ ફેર છે. આહાહા! કહે છે પ્રભુ, સંતો કહે છે, દિગંબર સંતો એ ૫૨માત્માની વાણી જ કહે છે. ૫૨માત્મા ત્રણલોકના નાથ જિનેશ્વરના આ સંતો આડતિયા છે. એ જિનેશ્વરનો માર્ગ આ ને માલ આ છે એમ પ્રસિદ્ધ કરે છે. આહા ! કે એક તો રાગ જે છે દયા, દાન, વ્રત, ભક્તિ આદિના પરિણામ અહીંયા જેમ માટી ઘડાપણે થાય છે, ઘડાને ગ્રહે છે, માટીના પિંડનો વ્યય કરે છે અને ઘડાની પર્યાયને ઉપજાવે છે એ બધું માટીનું કાર્ય છે, કુંભારનું નહીં, એમ ભગવાન આત્મા શુદ્ધ આનંદની હૈયાતીવાળી અસ્તિત્વ મોજુદગી ચીજ છે, એની જેણે અંદ૨માં પકકડ કરી છે, ધર્મી સમ્યગ્દષ્ટિએ આનંદની હૈયાતીવાળી મોજૂદગી ચીજ છે સત્તા, એની જેણે પ્રતીતિ અને જ્ઞાન કર્યું છે, તે પ્રતીતિ અને જ્ઞાનનાં પરિણામ તે નિર્મળ અને વીતરાગી છે. એ જીવના પરિણામ છે એ જીવના પરિણામને Page #267 -------------------------------------------------------------------------- ________________ ૨૫૨ સમયસાર સિદ્ધિ ભાગ-૪ રાગ પરિણામ જાણતું નથી. રાગ પુગલના પરિણામ રાગને જાણતું નથી, રાગનું ફળ દુઃખ છે તેને તે રાગનું પરિણામ જાણતું નથી. આહાહાહા ! આ તો આવી ગયું છે થોડું પણ આ પહેલેથી છે ને. આહાહા ! એવું પુદગલ દ્રવ્ય પોતે, એ રાગના ભાવ જે શુભ-અશુભ થાય, તે પુદ્ગલનાં પરિણામ છે, તે પુદ્ગલદ્રવ્ય પોતે, એ પુદ્ગલદ્રવ્ય છે રાગાદિ, આહાહાહા.... ગજબ વાતું, પોતે પરદ્રવ્યના પરિણામમાં એ રાગાદિ દયા, દાન, વ્રત, ભક્તિનો વિકલ્પ અને રાગ જે છે, એ પુદ્ગલના પરિણામ છે, ભગવાન આત્મા તો શુદ્ધ ચૈતન્ય છે. પવિત્ર છે અતીન્દ્રિય આનંદ ને અતીન્દ્રિય જ્ઞાન ને અતીન્દ્રિય વીતરાગતાનો સાગર છે, એના પરિણામ તો વીતરાગી થાય તે તેના પરિણામ છે, અને રાગાદિ થાય એ પુદ્ગલના પરિણામ છે. એ પુદગલના પરિણામ જીવના પરિણામને જાણતું નથી, પોતાને જાણતું નથી, તેનું ફળ દુઃખ છે તેને જાણતું નથી, છે? એવું પુદ્ગલદ્રવ્ય પોતે પરદ્રવ્યના પરિણામમાં, પરદ્રવ્યનું પરિણામ એટલે આત્માના વીતરાગી સમ્યગ્દર્શન જ્ઞાનના પરિણામ એ રાગના પરિણામની અપેક્ષાએ પરદ્રવ્યનાં પરિણામ છે, એ નવરંગભાઈ ! આવું છે બાપુ. શું થાય? અનંત કાળથી રખડે છે ૮૪ ના અવતાર કરી કરીને અનંતા નર્કના કર્યા, અનંતા નિગોદના લસણ ને ડુંગળીના અનંતા ભવ કર્યા, એક મિથ્યાત્વને લઈને, એ મિથ્યાત્વ શું છે, એની એને ખબર નથી. એ રાગ જે દયા, દાન, વ્રત, જાત્રાનો થાય એ રાગને પોતાનો માનવો એ મિથ્યાત્વભાવ છે. એ મિથ્યાષ્ટિ છે અને એ મિથ્યાષ્ટિમાં અનંતા ભવ કરવાની તાકાત છે. આવી વાત છે પ્રભુ. આહાહાહા ! એ પરદ્રવ્યના પરિણામમાં એટલે? જે શુભઅશુભ ભાવ થયા, એ શુભ વિકાર છે અને ભગવાન આત્મા તો નિર્વિકારી શુદ્ધ પવિત્ર અનંત ગુણોના હૈયાતીવાળી સત્તા છે, તો તેવા શુદ્ધ સ્વભાવની સત્તાવાળો પ્રભુ એના પરિણામ તો શુદ્ધ હોય, એ શુદ્ધ પરિણામ છે, એ રાગના પરિણામની અપેક્ષાએ પરદ્રવ્યના પરિણામ છે. આહાહાહા ! કહો, પ્રેમચંદભાઈ ! આ લંડનમાં કાંઈ મળે એવું નથી. લંડનમાં ભાઈ રહે છે, વાંચે છે ત્યાં આપણું લંડનમાં રહે છે આઠ દિ'થી આવ્યા છે, વાંચે છે ત્યાં લંડનમાં, આફ્રિકામાં વાંચે છે તે ત્યાં તો મોટું મહાજન છે. અરે પ્રભુ! મારગડા પરમાત્મા ત્રિલોકનાથના હવે જુદા છે ભાઈ ! આહાહા ! રાગ છે એ જૈનનો માર્ગ નહીં, જૈનનો માર્ગ વીતરાગ પરિણામ તે જૈનનો માર્ગ છે અને એ વીતરાગ પરિણામ છે એ વીતરાગી દ્રવ્ય છે એને આશ્રયે થાય છે. તેવા જે વીતરાગી પરિણામ જે ધર્મ, મોક્ષનો માર્ગ, એ રાગનાં પરિણામ પુદ્ગલની અપેક્ષાએ તે પરદ્રવ્યના પરિણામ છે. કહો શશીભાઈ, ગાથાકું આવી છે. આહાહા ! ધીમેથી સમજવા જેવું છે પ્રભુ! અનંત કાળથી રખડે છે ભાઈ, એ દુઃખી છે, દુઃખી છે. પરમાત્મા જિનેશ્વરદેવે જે કહ્યો માર્ગ અને એણે અનંત કાળમાં એક સેકંડ માત્ર પણ જાણ્યો નથી અને પોતાની સ્વચ્છંદતાએ કલ્પનાએ ધર્મ માન્યો અને રખડયો છે. આહા...આહાહા... આવી વાત બેસવી કઠણ. પરદ્રવ્યના પરિણામમાં, એટલે શું સમજાણું? જે કાંઈ શુભ-અશુભ ભાવ થાય, એ તો વિકૃત છેને? અને આત્માનો સ્વભાવ વિકૃત નથી, આત્માનો સ્વભાવ તદ્દન નિર્વિકારી ત્રિકાળી છે, તેથી Page #268 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૭૯ ૨૫૩ એના પરિણામ તો નિર્વિકારી પરિણામ સમ્યગ્દર્શનજ્ઞાન શાંતિ વીતરાગતા એ એના પરિણામ, એ પરિણામ રાગના પરિણામની અપેક્ષાએ પરદ્રવ્યનાં પરિણામ છે, ધીમેથી સમજવું પ્રભુ આ તો કાંઈ વાર્તા નથી, આ કાંઈ કથા નથી. એક ચકલી લાવી ચોખાનો દાણો ને ચકલો લાવ્યો મગનો દાણો ને કરી ખીચડી ને કુંભારને આપીને, ઘડુલો આપ્યો ને વાતો કરતાં ને છોકરાઓ, બાપુ આ તો ત્રણ લોકના નાથ વીતરાગ પરમેશ્વરે સર્વશપણે જાણ્યું અને જોયું, તે તેમણે કહ્યું તે આ છે. આહાહા ! સમજાણું કાંઈ? એ શુભ પરિણામ છે દયા, દાન, વ્રત, ભક્તિ, જાત્રાના એને અહીંયા વિકાર છે ને? તેથી જીવનો સ્વભાવ જે ત્રિકાળ છે એ તો શુદ્ધ છે, એના અનંતા ગુણો છે, અનંતા ગુણોની હૈયાતિવાળું તત્વ પણ એ તો બધાં અનંતા ગુણો પવિત્ર અને શુદ્ધ વીતરાગ સ્વભાવી છે, એથી જેણે એવા વીતરાગી સ્વભાવ આત્મા એની જેને સમ્યગ્દર્શન ને જ્ઞાનમાં હૈયાતી જણાણી, પૂર્ણ શુદ્ધ સ્વભાવનો ભરેલો ભગવાન એવી જેને હૈયાતિ પરિણામમાં જણાણી તે પરિણામ તો સમ્યગ્દર્શન ને જ્ઞાન ને વીતરાગી છે. આહાહાહા ! એ જીવના પરિણામને, રાગના જે પરિણામ છે એ વિકૃત છે, તે જીવના નહિ. એ પુલના પરિણામ ગણીને એ રાગ દયા, દાન, વ્રતના પરિણામને પુગલના પરિણામ ગણીને, કેમ કે મલિન સ્વભાવ જીવનો નથી, એથી મલિન પરિણામ એ પર્યાયમાં થયાં એ જીવના નથી. એ પુદ્ગલના કાર્ય છે તે પુદ્ગલનાં પરિણામ, પારદ્રવ્યના પરિણામ એટલે વીતરાગી ભગવાનના, આત્માના પરિણામ જે શુદ્ધ શ્રદ્ધા, જ્ઞાન, ચારિત્ર ને વીતરાગતા છે ઈ, એ પરદ્રવ્યના પરિણામને રાગ જાણતો નથી. છે? આહા! એ પરદ્રવ્યના પરિણામ અંતર્થાપક થઈને, ભગવાન આત્મામાં એક અકાર્ય કારણ નામનો ગુણ છે, ઝીણી વાત છે પ્રભુ, ભગવાને એમ કહ્યું છે પરમેશ્વરે કે આત્મામાં એક અકાર્યકારણ નામનો ગુણ છે પવિત્ર, બધાં ગુણ પવિત્ર છે ને? એ અકાર્યકારણ નામનો ગુણ છે તેથી તે ગુણનું કાર્ય જે સમ્યગ્દર્શનશાન થાય તે કાર્યમાં રાગ કારણ છે ને તે પરિણામ કાર્ય છે એમ નથી. તેમ એ વીતરાગી પરિણામ કારણ છે અને રાગ કાર્ય છે એમ નથી. આવો માર્ગ ભારે આકરો ભાઈ ! આહા. એ વીતરાગ સિવાય આહા... આ કયાંય બીજે છે નહીં, કોઈ માર્ગમાં, બધા માર્ગો અજ્ઞાનીએ એકએક કલ્પિત કરેલા છે. આ તો પરમાત્મા જિનેશ્વરદેવ, ત્રિલોકનાથ બિરાજે છે. મહાવિદેહમાં પરમાત્મા ૨૦ તીર્થકરો મહાવિદેહમાં, સમોશરણમાં બિરાજે છે. ઇન્દ્રોની સમક્ષ પ્રભુની વાણી નીકળે છે. એ વાણી સાંભળવા ગયેલા કુંદકુંદાચાર્ય દિગંબર સંત એ લાવીને આ વાત લાવ્યા. ભાઈ પ્રભુ તો આમ કહે છે, પ્રેમચંદભાઈ, આવી વાતું છે. પ્રભુનું એ ફરમાન છે કે જે રાગ થાય છે, એ આત્માના પરિણામ નહિ, કેમ કે આત્માના ગુણો છે એ બધા પવિત્ર, નિર્મળ છે માટે રાગ પરિણામ એનું નહીં, એ રાગ પરિણામ પર્યાયમાં થયા, પણ એ પુદ્ગલને કારણે, પુદ્ગલના નિમિત્તના સંબંધે થયેલા માટે તે પુદ્ગલના પરિણામ છે. એ પુદ્ગલના પરિણામ આત્માના પરદ્રવ્યના પરિણામ એટલે મોક્ષમાર્ગ જે પરિણામ નિર્વિકારી એ પરદ્રવ્ય આ રાગની અપેક્ષાએ પરદ્રવ્યના પરિણામ એને એ રાગ ગ્રહતું નથી. છે? Page #269 -------------------------------------------------------------------------- ________________ ૨૫૪ સમયસાર સિદ્ધિ ભાગ-૪ એ પરદ્રવ્યના પરિણામમાં અંતર્થાપક થઈને, રાગ અંતરમાં મદદ મળીને આદિ મધ્ય અંતમાં જીવનાં જે સમ્યગ્દર્શનશાનચારિત્રના પરિણામ એમાં રાગ અંતર્થાપક થઈને, આદિ મધ્ય અંતમાં વ્યાપીને તેને ગ્રહતો નથી. આહાહાહા ! વ્યવહારરત્નત્રયનો દેવગુરુશાસ્ત્રની શ્રદ્ધાનો રાગ, પંચમહાવતનાં પરિણામનો રાગ, શાસ્ત્ર પરવસ્તુ છે તેના ભણતરનો રાગ, એ રાગના પરિણામ પુગલનાં ગણીને, પારદ્રવ્યનાં પરિણામ જીવન વીતરાગી ગણીને, એ રાગના પરિણામ વીતરાગી પરિણામને ગ્રહતાં નથી. એ વીતરાગી પરિણામ થયા તેની આધમાં રાગ હતો એમ નથી, એ વીતરાગી પરિણામ ધર્મના થયા તેના મધ્યમાં રાગ હતો એમ નથી. એ વીતરાગી પરિણામ ધર્મનાં થયા, તેના મધ્યમાં રાગ હતો એમ નથી. તેમ વીતરાગી પરિણામ થયા એમાં રાગ છેડે હતો એમ નથી. આહાહાહા ! એ શશીભાઈ ! આવું છે બાપુ. ભાષા તો સાદી છે ભાઈ કોઈ સંસ્કૃત ને વ્યાકરણને એવું કોઈ મોટી વિદ્વતા નથી આ. આહાહા! આ તો અંતરની વાતું ભગવાન ત્રણલોકના નાથ જિનેશ્વર, ઇન્દ્રો ને ગણધરોની વચ્ચે કહી રહ્યા હતા તે કહેલી વાત, એ વાત આવી છે. ભાગ્યવાનને તો કાને પડે એવી વાત છે. આ સમજવાની વાત તો એકકોર રહી ગઈ. આહા ! કહે છે કે એ રાગ જે શુભભાવ ભગવાનની ભક્તિનો, વિનયનો, પૂજાનો, દાનનો, દયાનો, એ પરિણામ પુદ્ગલનાં પરિણામ કહ્યા, કેમ કે જીવના પરિણામ નિર્મળ સ્વરૂપ છે, તેના પરિણામ નિર્મળ થાય, એથી રાગ પરિણામ પુદ્ગલના કહીને તે રાગ પરદ્રવ્યના પરિણામ એટલે આત્માના સમ્યગ્દર્શનજ્ઞાનચારિત્રનાં પરિણામને તે રાગ આધમાં ગ્રહતું નથી, મધ્યમાં નહીં, પણ એ નિર્મળ પરિણામને રાગ અડતોય નથી, આહા... કહો, ધીરૂભાઈ ! આવો માર્ગ છે. માળે આવી વાતો, આવો કહે છે નવો ક્યાંથી કાઢયો, એમ કહે છે. પ્રભુ! નવો નથી ભાઈ, માર્ગ અનાદિનો તીર્થકર ત્રિલોકનાથ જિનેશ્વર પ્રભુનો માર્ગ આ છે ભાઈ, તને સાંભળવા ન મળ્યો હોય માટે નવો લાગે એમ નથી. આહાહા! ચીમનભાઈ ! આહાહા! એ પરદ્રવ્યના પરિણામમાં અંતર્થાપક થઈને આદિ મધ્ય અંતમાં વ્યાપીને તેને ગ્રહતો નથી. અહીંયા જે સમ્યગ્દર્શનનાં પરિણામ થયા એને રાગ છે તે પકડતો નથી, તે રૂપે પરિણમતો નથી. રાગ સમકિત દર્શનના પરિણામપણે મિથ્યાત્વનો પલટો મારીને પરિણમ્યું નથી ઈ, તે રૂપે ઉપજતું નથી, સમ્યગ્દર્શનના પરિણામપણે રાગ ઉપજતો નથી. આહાહાહા ! હવે અત્યારે તો આ વ્યવહાર રાગ સાધન અને નિર્મળ પરિણામ સાધ્ય એમ કહે છે પ્રભુ. દુનિયા બહુ ફેરફારમાં છે ભાઈ, વીતરાગ પરમેશ્વરનો માર્ગ અને સાંભળવા મળ્યો નથી પ્રભુ. ભગવાન તો આ જીવને ભગવાન તરીકે બોલાવે છે. કેમકે પોતે સ્વરૂપ રાગદ્વેષ વિનાનું સ્વરૂપ છે એ ભગવંત સ્વરૂપ છે, એ તો જિન સ્વરૂપ છે. એ જિન સ્વરૂપનાં પરિણામ(માં) રાગ કયાંથી થાય? એથી એ રાગના પરિણામને પુદ્ગલના ગણી અને એ રાગ છે તે જીવના પરિણામમાં આદિ મધ્ય અંતમાં ગ્રહતું નથી, રાગ ત્યાં ઉપજતું નથી ને રાગ તેને તે પરિણમાવતુંબદલાવતું નથી. આહાહા ! છે? અહીં સુધી તો આવ્યું તું પરમ દિ' કાલ તો સજજાય હતી, પરમ દિ' આંહીં સુધી આવ્યું છે. પણ ઓલું પહેલું શું છે એ સમજાવ્યા વિના, “પરંતું'નું નહીં બેસે, એટલે ફરીને લીધું, આ Page #270 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૭૯ ૨૫૫ શશીભાઈ ને પાછા પહેલવહેલા છે ને? આહાહા! ભગવાન ! પાગલ જેવી વાતું લાગે એવી છે હોં. આહાહા ! કેમકે દુનિયાની રીત આખી પલટી નાખી લોકોએ. આહાહા! એ દયા, દાન, વ્રત, ભક્તિ, જાત્રાના શુભભાવને લોકોએ ધર્મ મનાવ્યો છે, અને ધર્મનું કારણ મનાવ્યું છે, એ આંહી ના પાડે છે. (શ્રોતા:- પંચમકાળમાં એવું હોય) પંચમકાળ ! અરે પ્રભુ શું કરે? પંચમકાળ આત્માને કયાં લાગુ પડે છે? આત્માને પંચમકાળ કેવો પ્રભુ? આત્માને મુદત કેવી? કે ભાઈ આ શરીરને ૮૯-૯૦ થયા તે આત્માને ૮૯-૯૦ એમ છે? આ તો ધૂળની દશાને થયા ૮૯. પ્રભુ તો અનાદિ અનંત નિત્ય છે, પ્રભુ અંદર તો. કીધું નહીં એક ફેરી જામનગરમાં એક છોકરો જુવાન હતો. અહીં ૨૫-૩૦ લાખ રૂપિયાની દુકાન નવી કરવી હશે, સૌને કેટલાકને એમ કે મહારાજના દર્શન કરી આવીએ પછી એમ માને. લોકો કે ઠીક હાલે મેં એટલું પૂછ્યું ભાઈ, કીધું આ પચીસ પચાસ વરસ ને સાંઈઠ વરસ કહેવાય છે એ શરીરના કે આત્માના ? તો ઈ કહે હું કાંઈ જાણતો નથી. અરરરર! આ ઉમરું જેને કહેવાય છે, કે ભાઈ સાંઈઠ થયા ને સીત્તેર થયા એ શરીરને કે આત્માને ? બાપુ એ તો જડની સ્થિતિની વાત છે, આત્મા તો અનાદિ અનંત છે. આત્માને મુદત કેવી? અરેરે! વાતું ફેરફાર કરીને માર્ગ વિકૃત કરી નાખ્યો છે, એને ભગવાન પ્રસિદ્ધ કરીને જાહેર કરે છે. આહાહા! ભાઈ આવો એ રાગનો ભાવ એને પુદ્ગલના પરિણામ ગણ્યા, જીવ શુદ્ધ છે તેના એ પરિણામ કેમ હોય? એમ કહે છે. શુદ્ધ દ્રવ્ય શુદ્ધ ગુણ એના મલિન પરિણામ કેમ હોય? આહાહા! તેથી તે પરિણામને પુગલના ગણી અને એ પરિણામ આત્માનાં સમ્યગ્દર્શનના પરિણામને ગ્રહતું ઉપજતું ને બદલાવતું નથી અને આત્મામાં પણ એવો અકાર્યકારણ નામનો ગુણ છે કે જેથી સમ્યગ્દર્શનશાનનાં પરિણામ થયાં તે રાગ કારણ અને આ કાર્ય એવું એમાં નથી. તેમ મોક્ષનો માર્ગ જે પ્રગટયો અંદર દર્શન, જ્ઞાન, ચારિત્ર તે કારણ અને રાગ કાર્ય એમ નથી. પરમાણુંમાં પણ એમ છે, ચીમનભાઈ ! પરમાણુમાં પણ અકાર્યકારણ નામનો ગુણ છે. આ સવારમાં વિચાર કરતો'તો ખરેખર તો એ પુદ્ગલનાં પરિણામ છે, એ પણ ધર્મનું કારણ થાય એમ નથી, તેમ ધર્મ પરિણામનું એ રાગ કાર્ય છે એમ નથી. આહાહા! બેસાય એટલું બેસાડો પ્રભુ શું કરે? આહા! અનંત અનંત અનંત અનંતનો પાર નથી એટલા ગુણો, પવિત્રથી ભરેલો પ્રભુ તું છો, એ પવિત્ર પવિત્ર પવિત્ર નિર્મળ ગુણનો ઘણી નાથ એના પરિણામ મલિન કેમ હોય, કહે છે તો દ્રવ્યને એણે જાણ્યું નથી. સમજાય છે કાંઈ જેને મલિન પરિણામ મારાં છે, એમ માન્યું છે, એણે અનંત પવિત્ર ગુણનો ઘણી હું છું એવું એણે જાણ્યું નથી. અનંત પવિત્ર ગુણનો ઘણી જેણે જાણ્યો એના પરિણામ તો પવિત્ર વીતરાગી શાંત નિર્દોષ પરિણામ હોય. એ નિર્દોષ પરિણામને, રાગ સદોષ પુદ્ગલ પરિણામ તેને કરતું નથી. આહાહાહાહા.. આવી વાતું છે. એમાં ૭૫-૭૬-૭૭–૭૮-૭૯ ઈ ગાથા પાંચ. તાકડે અમારે પ્રેમચંદભાઈ બરાબર આવ્યા છે મોકે, માખણ છે વીતરાગનું, જૈન પરમેશ્વર ત્રિલોકનાથ જિનેશ્વરદેવનું આ ફરમાન છે ભાઈ ! સંપ્રદાયમાં ન હાલે એ માટે કાંઈ વાત ખોટી થઈ જાય સત્ય ઈ? સમજાણું કાંઈ? આવો હોવા છતાં, પરંતુ પ્રાપ્ય, વિકાર્ય અને નિર્વત્ય એવું જે વ્યાપ્યલક્ષણવાળું પોતાના Page #271 -------------------------------------------------------------------------- ________________ ૨૫૬ સમયસાર સિદ્ધિ ભાગ-૪ સ્વભાવરૂપકર્મ, શું કહે છે હવે, એ પુણ્ય ને પાપના ભાવ થાય છે, એ પ્રાપ્ય એટલે થયા છે, તે કાળે તે પ્રાપ્ય કહેવાય છે, તેને પુદ્ગલ પ્રાસ ગ્રહણ કરે છે. જે કાળે પુષ્ય ને પાપના ભાવ થયા તે પ્રાપ્ય ધ્રુવ છે, તેને પુગલ ગ્રહે છે આત્મા નહીં. આરે ! આવી વાતું હવે. કહો, જયંતિભાઈ ! કોઈએ સાંભળી ન હોય એવી છે બાપુ, ખબર નથી? દુનિયાની તો ખબર છે ને બાપા, વીતરાગ પરમેશ્વર એવો માર્ગ કયાંય છે નહીં. વીતરાગ સિવાય કયાંય કોઈ પંથમાં આ માર્ગ છે જ નહિ. વેદાંત જે કાંઈ વ્યાપક ને સર્વવ્યાપક એ પણ એકાંત મિથ્યાત્વ છે. આહાહાહા ! આંહી તો પરિણામ પરિણામની વાતું કરે છે. રાગના પરિણામ એ પ્રાપ્ય છે પુદ્ગલનું, રાગના પરિણામ એ પ્રાપ્ય એટલે ધ્રુવ છે પુગલનું, પુગલ તેને ગ્રહે છે, વિકાર્ય પુગલ તેને બદલાવે છે, પુગલપણે ઉપજે છે રાગ, પુદ્ગલ ઉપજે છે. એવું વ્યાપ્ય એટલે કાર્યલક્ષણવાળું પોતાના સ્વભાવરૂપ કર્મ પોતાના સ્વભાવરૂપી કાર્ય કર્તાનું, તેનામાં પુદ્ગલ પોતે અંતર્થાપક થઈને, આકરું કામ. શુભ-અશુભ ભાવમાં પુદ્ગલ અંતર્થાપક થઈને, તે થયાં છે. તે કાળે તેને પુદ્ગલે ગ્રહ્યા છે, પુગલ પરિણમે છે ને પુગલ ઉપજે છે તેમાં. આહાહા ! કેમ કે જીવદ્રવ્ય જે છે પ્રભુ, એનું જેને ભાન થયું, એની વાત છે. જેને ભાન નથી જીવદ્રવ્યની પૂર્ણ શુદ્ધ પવિત્ર સત્તાવાળું આ તત્ત્વ છે એની ખબરું નથી, એ તો રાગના પરિણામને પોતાનું કાર્ય માને અને મિથ્યાત્વ સેવે અને રખડે ચાર ગતિમાં. આહાહાહા ! આજ મકરસંક્રાંત છે, સૂર્ય બદલશે એમ કહે છે ને? એમ ભગવાનનો સૂર્ય રાગમાં એકપણે માનતો હતો અનાદિનો, એ સંક્રમણ કરી નાખ્યું, ફેરવી નાખ્યું. એ રાગ એ પુણ્ય દયા, દાન, જાત્રાના પરિણામ એ હું નહીં, કેમ કે મારું સ્વરૂપ છે એ પવિત્ર છે અને પવિત્રતાના પરિણામ પવિત્ર હોય, પવિત્રતાના દ્રવ્યગુણના પરિણામ પવિત્ર હોય, દ્રવ્ય પવિત્ર, ગુણ પવિત્ર અને એના પરિણામ પવિત્ર, વીતરાગી પરિણામ હોય. લોજીકથી પણ ન્યાયથી પકડવું જોઈએ ને? બાપુ! આ તો ભગવાનનો માર્ગ નિરાળો એમ છે. એવાં રાગના પરિણામને, છે? તેમાં પોતે અંતર્થાપક થઈને પ્રાપ્ય, વિકાર્ય અને નિર્વત્ય એવું વ્યાપ્યલક્ષણવાળું, કાર્યલક્ષણવાળું પોતાના સ્વભાવરૂપ કાર્ય પુદ્ગલ, તેનામાં પુગલદ્રવ્ય પોતે અંતર્થાપક થઈને, રાગના પુણ્યના પરિણામમાં એ પુદ્ગલદ્રવ્ય આદિ મધ્યમાં, આદિમાં પુગલ, મધ્યમાં પુદ્ગલ, અને અંતમાં પુદ્ગલ, એ રાગની આધમાં ભગવાન આત્મા મધ્યમાં કે અંતમાં નહિ, આત્મા એને કહીએ નહિ. આહાહા! સમજાણું કાંઈ? આહાહા! હવે અજાણ્યા ગામમાં જાય ને મુંબઈ જેવામાં, એને દાખલા દલીલ કરીને સમજાવવું પડે. બીજું શું થાય? આહાહા ! તેનામાં પુગલ પોતે અંતર્થાપક થઈને, શેમાં? પોતાના પરિણામ જે રાગદ્વેષ પુણ્યપાપના પરિણામમાં, પુગલદ્રવ્ય પોતે અંતર્થાપક થઈને શરૂઆત, મધ્ય ને અંતમાં એ પુણ્યપાપના ભાવને પુગલ ગ્રહે છે (એ) એનું પ્રાપ્ય છે. ગ્રહે એટલે પ્રાપ્ય તે રૂપે પરિણમે છે તે બદલાવે છે, તે રૂપે ઉપજે છે પુદ્ગલ. આહાહાહા ! અરે ! આવું! અરે ૮૪ ના અવતારમાં દુઃખી દુઃખી, હાથ કપાઈ જાય, પગ કપાઈ જાય, આંખું ફૂટી જાય, એવા અવતાર અનંત થયા છે. એકલો ટળવળે અરે હાય હાય, બાપુ તું કોણ છો પ્રભુ, એ શરીરના કટકા થયા એમાં તારું કાંઈ નથી, તું તો અંદર અખંડ છો. આહાહા ! Page #272 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૭૯ ૨૫૭ અખંડ એક અખંડ આવે છે ને? ઓલામાં આપણે અખંડ એક લખ્યું છે, ચાકળો છે ને ત્યાં, આજે જોયું તું ત્યાં. એક અખંડ, જ્ઞાયક એક અખંડ, નથી ચાકળો છે સામે, પણ આમાં છે અખંડ એક, આ ૩૨૦ ગાથામાં. ભગવાન આત્મા અખંડ છે, જેમાં પર્યાયનોય ભેદ નથી. એક સ્વરૂપ સામાન્ય ઉર્ધ્વ પ્રવાહ ધ્રુવ, કાયમ રહેનારો એ છે કે છે છે છે છે છે છે પરમ પવિત્રતાના ગુણનું ધામ ભગવાન છે છે છે છે એ સામાન્ય દ્રવ્ય, એને સામાન્ય દ્રવ્ય કહીએ, તે દ્રવ્યની જેને દૃષ્ટિ થઈ છે, તે દ્રવ્યનું જેને જ્ઞાન થયું છે, તેના પરિણામ તો વીતરાગી ગણવામાં આવ્યા છે પ્રભુએ. એને જે મલિન પરિણામ થાય છે, એ આ વીતરાગી પરિણામને ગ્રહતું નથી, ઉપજતું નથી, પોતાના પરિણામને ગ્રહે-ઉપજે ને પરિણમે છે. આહાહાહાહા ! શબ્દ શબ્દ ફેર, બહુ ફેર લાગે. એક કલાકની આવી વાતું. હવે એમાં હુજી તો અડધો-પોણો કલાક થયો છે. ભાઈ પરમાત્મા જિનેશ્વરદેવ ભાઈ એની વાણી ગણધરોને અને ઇન્દ્રોને સાંભળવા મળે, એ વાણી કેવી હોય? આહાહા ! ભાઈ, એ વાણી આ છે. આહાહાહા ! માટે જીવના પરિણામને, શું કીધું? પુદ્ગલ રાગાદિના પરિણામ જીવના પરિણામને આદિ મધ્ય અંતમાં રહે ને ઉપજે ને પરિણમાવતું નથી. પણ એ રાગના પરિણામ પોતાની આદિ-મધ્ય અંતમાં પોતે પોતાને ગ્રહે ને પરિણમે ને ઉપજે છે. આવું કઠણ છે આ. એની મેળે વાંચે તો કઠણ પડે એવું છે. બાપુ મારગડા પ્રભુનાં, એ વીરાના માર્ગો છે ભાઈ, “વચનામૃત વીતરાગના પરમ શાંત રસ મૂળ, ઔષધ જે ભવરોગના પણ કાયરને પ્રતિકૂળ પ્રભુની વાણી પરમ શાંત રસ મૂળ છે, એટલે કે તેના પરિણામ શાંતરસ છે, એ બતાવનારી છે. આહા ! પરમ શાંત રસ વીતરાગ પરિણામ તે જિનવાણીનું ફળ છે. આહા! ઔષધ જે ભવરોગનાં ચાર ગતિના પરિભ્રમણનું એ ઔષધ છે, વીતરાગની વાણીનો ભાવ, પણ કાયરને પ્રતિકૂળ પડે, આવો તેવો થાય છે, આવો માર્ગ હોય? તો આ બધો વ્યવહાર લોપ થઈ જશે. એમ કહે છે દલીલ કરે છે ને? વ્યવહારને લોપ કરવો એ જ નિશ્ચયની પ્રાપ્તિ છે. વ્યવહારનો રાગ એ પુદ્ગલનાં પરિણામ છે, મારાં નહીં એવી જેને દષ્ટિ દ્રવ્ય ઉપર થઈ તેના પરિણામ વીતરાગી હોય છે. તે વીતરાગી પરિણામને પુદ્ગલના પરિણામ ગ્રહતું ઉપજતું પરિણામાવતું નથી, પણ પોતાના પરિણામને ગ્રહે ને ઉપજે ને પરિણમાવે છે. આહાહાહા ! આમાં પાણીનું ગળવું ને કયાંય રહી ગયું. હું? ભાઈનો પ્રશ્ન હતો ને તે દિ'નાનાલાલભાઈના મકાનમાં, ગઈ સાલ હશે, કઈ સાલ હતી, નહીં? હું? છઠ્ઠી સાલ, એને ઘણાં વરસ થઈ ગયા, અઠયાવીસ વરસ થયા. આહાહા! માટે જીવના પરિણામને એટલે કે, જીવ જે દ્રવ્ય ને ગુણ શુદ્ધ છે તેની જેને દૃષ્ટિ થઈ છે તેના પરિણામને, એ દૃષ્ટિ છે એ જીવના પરિણામ સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન, સભ્યશાંતિ એ જીવના પરિણામ, એ જીવના પરિણામને પોતાના પરિણામને એટલે રાગ-રાગના પરિણામને પોતાના પરિણામના ફળને, રાગનું ફળ દુઃખ તેને, તે પુદ્ગલના પરિણામ જાણતું નથી. તે ફળને નહિ જાણતું, આહાહાહા... પુસ્તક સામે છે કે નહિં ભાઈ ! સંસારના નામા મેળવે છે કે નહીં? ઓલો કે મારે પાંચ હજાર તમારી પાસે માંગુ ઓલો કહે હું દસ હજાર માગું આ રહ્યા જુઓ વાંચો મેળવો. ત્યાં મેળવે માળા દહરાના દિ' દિવાળીના નામે આ એ નામું ભગવાન શું કહે Page #273 -------------------------------------------------------------------------- ________________ ૨૫૮ સમયસાર સિદ્ધિ ભાગ-૪ છે, ને હું શું માનું છું એને મેળવતો નથી પાછો. એય? આહાહા ! એવું પારદ્રવ્ય પુગલદ્રવ્ય પ્રાપ્ય, જીવના પરિણામને પોતાના એટલે રાગના પરિણામને જીવના નિર્મળ પરિણામને અને પોતાના પરિણામના ફળ દુઃખને નહિ જાણતું એવું પુગલદ્રવ્ય, રાગદ્વેષના પરિણામનું દ્રવ્ય પુદ્ગલ, તે પ્રાપ્ય, વિકાર્ય અને નિર્વત્ય એવું જે વ્યાપ્યલક્ષણવાળું આ પરદ્રવ્યપરિણામ સ્વરૂપ કર્મ, એવું વ્યાપ્ય લક્ષણવાળું પારદ્રવ્ય પરિણામ સ્વરૂપ કર્મ, તેને નહિ કરતું, પોતામાં વ્યાપેલું જે રાગાદિમાં તે પુગલ, એ જીવના પરિણામને પરદ્રવ્ય પરિણામને એટલે જીવના વીતરાગી પરિણામને તેને નહિ કરતું, એ વીતરાગી પરિણામ ધર્મના પરિણામને રાગ પરિણામ નહિ કરતું, આહાહા ! કહો હવે આવી વાતું છે. ઓલા કહે કે પૂજા ને વ્રત ને એ રાગ ને એ બંધનું કારણ, એ તો સાધારણ અને ૧૧૦ કળશમાં તો એમેય કહ્યું છે ને? ૧૧૦ કળશમાં ભાઈ મિથ્યાષ્ટિનું શુભ પરિણામ બંધનું કારણ છે, એમ સમ્યગ્દષ્ટિના પણ બંધનું કારણ એને વ્રત નિયમનો વિકલ્પ છે એ પણ બંધનું કારણ કહ્યું છે. ૧૧૦ કળશમાં કળશમાં છે, કળશ, કળશ. આહાહા! પ્રભુ! પ્રભુ! પ્રભુ ! સને સત્ય રીતે કબુલવામાં પણ જેનો હુજી નકાર. અરે એ સત્યને પ્રાપ્ત કયારે કરે ? અસત્ય જે રાગ છે એ સ્વરૂપમાં નથી એને પોતાના માનીને અસત્ શ્રદ્ધા કરે, એ સત્ ભગવાન આત્મા ચિદાનંદ પ્રભુ એને ક્યારે પ્રાપ્ત કરે? અરે અનાદિથી દુઃખને વેદી રહ્યો છે, જે નિશ્ચયથી પુગલના પરિણામ છે. સુખ દુઃખના (પરિણામ) આવી ગયું છે ને? ( શ્રોતાવ્રત અને ભક્તિ કરવા છતાં પોતે પોતાને ન જાણે... એને રાગ થાય) નથી જાણતા રાગ. હેં! શું કીધું? એ રાગ છે એને ધર્મ માને છે એ અજ્ઞાની એને ધર્મ માને છે. જ્ઞાની છે તે રાગ થાય તેનું જ્ઞાન કરે છે. રાગ તો જ્ઞાનીનેય આવે, પણ એ રાગનું જ્ઞાન તે આત્માનું જ્ઞાન, રાગ તે આત્માનો નહિ. આહાહાહા ! લંડનમાં શરૂ કર્યું છે એમણે વાંચન સાત આઠ માણસો ભેગા થાય છે બધા. આફ્રિકામાં વધારે છે, નૈરોબી ત્યાં તો મોટું સાંઈઠ ઘર છે ને? અહીંનું વાંચન કરે છે, પચીસ ત્રીસ વરસથી. બાપુ આ વસ્તુ છે બાપુ, ભાઈ ! આ તો પરમાત્માની કહેલી ઇન્દ્રો ને ગણધરોએ સુણેલી સાંભળેલી, એમાં કુંદકુંદાચાર્ય અનુભવી સમક્તિી મુનિ હતા, એણે આ સાંભળીને આ પાછું લાવ્યા અહીંયા. આહાહા ! ભાઈ ! તારી હૈયાતી કેવડી ને કેટલી છે અને કેવી છે? એ પ્રભુ તારી હૈયાતિ અનંત અનંત ગુણની પવિત્રતાની હૈયાતિ તું છો. એવી અનંત ગુણની પવિત્રતાના હૈયાતિની મોજૂદગીનું જેને અસ્તિત્વ સ્વીકાર્યું, આવું અસ્તિત્વ જેણે સ્વીકાર્યું, એ સમ્યગ્દષ્ટિ. એ સમ્યગ્દર્શનનાં પરિણામ એ જીવના પરિણામ છે અને એ સમ્યગ્દર્શનના પરિણામને આદિ મધ્ય અંતમાં આત્મા વ્યાપીને ત્યાં રહ્યો છે, એના પરિણામને રાગ પરિણામ આદિ મધ્ય અંતમાં નથી. પણ રાગના પરિણામમાં આદિ મધ્ય અંતમાં પુદગલ છે, આહાહાહા ! આવી વાતું છે. ઈ વ્યાપ્યલક્ષણવાળું એટલે કાર્યવાળું રાગ ને વૈષના કાર્યવાળું જે પુગલનું કાર્ય તે પદ્રવ્ય પરિણામ સ્વરૂપ કાર્ય એટલે આત્માના નિર્વિકારી સમ્યગ્દર્શનશાનનાં પરિણામરૂપી કાર્ય, તેને નહિ કરતું હોવાથી, તેને રાગ નહિ કરતું હોવાથી, હવે આંહીં વ્યવહાર કરે છે એમ Page #274 -------------------------------------------------------------------------- ________________ ૨૫૯ ગાથા-૭૯ અત્યારે તો માણસ કહે છે. આંહીં તો વ્યવહા૨નો રાગ છે એ પુદ્ગલના પરિણામ ગણ્યાં છે. અને તે પરિણામ આ નિર્મળ પરિણામને નહિ કરતું હોવાથી, તે પુદ્ગલ દ્રવ્યને જીવ સાથે કર્તાકર્મભાવ નથી. એ ૫૨દ્રવ્ય પરિણામસ્વરૂપ એવું કાર્ય આત્માનું પવિત્ર પરિણામ જે આત્માના એ જીવનું કાર્ય, એ રાગની અપેક્ષાએ ૫૨દ્રવ્યના પરિણામનું કાર્ય. હા, પોતાની અપેક્ષાએ સ્વદ્રવ્યનું કાર્ય. આહાહાહા ! શબ્દે ફેર શબ્દે ફેર એવું કહે છે ને ? ઓલા કહે છે ને માણસ, “આનંદ કહે ૫૨માનંદા માણસે માણસે ફે૨ એક લાખે તો ન મળે ને એક ત્રાંબીયાના તેર” એમ આંહીં પ્રભુ કહે છે તારે અને મારે, અરે બાપા વાતે વાતે ફેર છે ભાઈ ! એય મારગડા જુદા પ્રભુના છે ! એ જીવના પરિણામ, તો જીવ એટલે આત્મા આત્મા, એટલે પવિત્રનો પિંડ, પવિત્ર ગુણનો પિંડ પ્રભુ, એ પવિત્રતા ગુણનાં પિંડનું કાર્ય પવિત્ર છે, એ રાગ એનું કાર્ય નહિ. એ રાગ ને પુણ્ય-પાપના પરિણામનું કાર્ય એ પુદ્ગલનું છે. તે પુદ્ગલનાં પરિણામ જીવના પરિણામ વીતરાગી સમ્યગ્દર્શન આદિના પરિણામ તેને તે નથી કરતું. છે ? તેને નહિ કરતું હોવાથી, તેને એટલે ? પ૨દ્રવ્ય પરિણામ એટલે ? રાગથી ભિન્ન એવો ભગવાન એના જે પરિણામ વીતરાગી પરિણામ તેને રાગ નહિ કરતું હોવાથી, એક ગાથાએ તો ગજબ કામ છે ને ? આ તો વીતરાગ પરમેશ્વર ત્રિલોકનાથની વાણી ભાઈ, આ કાંઈ કથા વાર્તા નથી. આ તો ભગવત્ સ્વરૂપ આત્મા, એના પરિણામ અને રાગના પરિણામ બેય ભિન્ન છે, એમ બતાવવું છે. હેં ! આહાહા ! અત્યારે તો વાંધા મોટા ખરે ઉપાડે છે કે, આ પૂજા ને ભક્તિ ને વ્રત ને એ બધો ધર્મ છે, અરે પ્રભુ એ તો વિકલ્પ છે, રાગ છે, ભાઈ ૫૨ત૨ફનાં લક્ષવાળી વૃત્તિ છે. અને પુણ્ય-પાપમાં કહ્યું છે ને ? કે જ્યારે તમે આ શુભ-અશુભ ભાવનો નિષેધ કરશો, તો મુનિને શ૨ણ શું ? આવે છે ને ? કે એને શ૨ણ છે આત્મા. એ પુણ્ય-પાપના ભાવનું શરણ નહિ, તમે એને નિષેધ કરો છો કે એ તો જીવના નહિ ને જીવનું કાર્ય નહિ, તો મુનિને શ૨ણ શું હવે ? બાપુ મુનિને શરણ શુભ-અશુભ ભાવ રહિત, ભગવાન પૂર્ણાનંદનો નાથ તે તેનું શ૨ણ સમકિતીને છે. અરિહંતનું શરણ ને સિદ્ધનું શરણ એમ કહેવું માંગળિકમાં એ પણ વ્યવહા૨નો રાગ છે. આહાહાહા ! અરિહંતા મંગલમ, સિદ્ધા મંગલમ્, સાહુ મંગલમ્, ધમ્મો મંગલમ્ ચતારી શરણં આવે છે ને ચત્તારિ શરણ, અરિહંતા શ૨ણ, સિદ્ધા શરણું, સાહુ શરણં, કેવલી પન્નતો ધમ્મો શરણું. એ પણ, એ તો ૫૨ની અપેક્ષામાં વિકલ્પની વાતું છે બાપા. આહાહા ! કહો પુંજાભાઈ ! નૈરોબીમાં તો આ બધું આકરું પડે એવું છે, પણ નૈરોબીમાં ચાલે છે હવે, ત્યાં તો પચીસ ત્રીસ વરસથી હાલે છે. પંદર લાખનું મંદિર કરાવે છે ને ત્યાં ? નૈરોબી, આફ્રિકા આ લોકો જેઠ સુદ અગિયા૨સે મુરત કર્યું છે, પંદર લાખનું જિન મંદિર થોડા વખતમાં થઈ જશે, પંદર લાખનું, વ૨સ લાગશે, આફ્રિકા બે હજાર વર્ષમાં ત્યાં જૈનનું નામ નહોતું. ત્યાં મંદિર કરાવે છે આ લોકો, અહીંના ત્યાં પ્રચારવાળા આઠ ઘર છે, આફ્રિકા નૈરોબી, આ તો સત્ય છે ને ? ગમે ત્યાં હોય બાપુ. આહા ! એ નહીં કરતું હોવાથી, પુદ્ગલદ્રવ્યને એટલે રાગને જીવ સાથે કર્તાકર્મભાવ નથી. રાગ કર્તા ને નિર્મળ પરિણામ કાર્ય એમ નથી. ભાષા તો સાદી છે પ્રભુ, ભાષા તો કોઈ એવી નથી Page #275 -------------------------------------------------------------------------- ________________ ૨૬) સમયસાર સિદ્ધિ ભાગ-૪ પ્રભુ પણ સમજવા માટે ને હિત જેને કરવું હોય એને સમજવું પડશે ભાઈ એમ રખડી મર્યો છે અનાદિથી ભ્રમણા ભ્રમણા ઉધી. આહાહા ! એ મલિન પરિણામ નિર્મળ એવો ભગવાન આત્મા, અનંતા અનંતા ગુણોનો નિર્મળ પ્રભુ, એક સમયનો મલિન રાગ, એને પોતાના માની અને એમાંથી મને હિત થશે માની રખડી મર્યો છે ૮૪ ના અવતારમાં. આહા! તેથી અહીં પરમાત્મા, સંતો એને ભિન્ન બતાવી રહ્યા છે. ભાવાર્થ, છે ભાવાર્થ. કોઈ એમ જાણે કે પુગલ જડ છે, રાગ પુણ્ય-પાપ આદિ જડ છે અને કોઈને જાણતું નથી, એ રાગ કાંઈ જાણતું નથી, રાગનો સ્વભાવ કાંઈ જાણવાનો છે? રાગ છે તે અચેતન છે રાગ તે જ્ઞાનના સ્વભાવ ચૈતન્યથી વિરુદ્ધ છે. ચાહે તો શુભરાગ હો પણ એ અચેતન છે, ચૈતન્યનું જ્ઞાન સ્વરૂપ આનંદ પ્રભુ એનો એમાં અંશ નથી રાગમાં, માટે તે રાગને અચેતન અને પુદ્ગલ કીધું છે. કોઈને જાણતું નથી, તેને જીવની સાથે કર્તાકર્મપણું હશે? જાણનારને ભલે પર હારે કર્તાકર્મપણું ન હોય, પણ નથી જાણનારને આત્મા હારે કાંઇ કર્તાકર્મપણું હશે? એટલે જડ કર્તા ને આત્માના નિર્મળ પરિણામ કાર્ય, એમ હશે? પરંતુ એમ પણ નથી. આહાહાહા ! પુદ્ગલ દ્રવ્ય જીવને ઉત્પન્ન કરી શકતું નથી. એ રાગ ને પુણ્યના પરિણામ જીવને નિર્મળ પરિણામ ઉત્પન્ન કરી શકતા નથી. જીવના પરિણામ નિર્મળને બદલાવી શકતા નથી, તેમ ગ્રહી શકતો નથી. તેથી તેને જીવ સાથે કર્તાકર્મપણું નથી, કોને? એ પુણ્ય ને પાપના ભાવ એ પુદ્ગલ ગણીને, તેને કર્તા ને આત્માના નિર્મળ પરિણામ કાર્ય એમ છે નહીં. આહાહાહા ! તેને જીવ સાથે કર્તાકર્મપણું નથી. પરમાર્થે કોઈ પણ દ્રવ્યને કોઈ અન્ય દ્રવ્યની સાથે કર્તાકર્મભાવ નથી. આત્મા શરીરને હલાવી શકતો નથી. આ તો જડ છે, એનું હાલવું એનું કાર્ય તો જડનું છે. આત્મા કહે કે હું આને હલાવું છું, મૂંઢ છે. અજીવનો ઘણી થાય છે. અજીવને જીવ માને છે. આહાહા! આ છેલ્લા શબ્દનો અર્થ છે આ છે ને? પરમાર્થે કોઈ પણ દ્રવ્યને કોઈ અન્ય દ્રવ્યની સાથે, આત્માને જડ સાથે ને જડને આત્મા સાથે કે પરમાણુંને બીજા પરમાણું સાથે કાંઈ સંબંધ કર્તાકર્મ છે નહિ. એ એનો અર્થ છે લ્યો. કલાક થઈ ગયો તમારે એક ગાથામાં. (શ્રોતા:- પ્રમાણ વચન ગુરુદેવ) ( શ્લોક - ૫૦ ) ( ધર) ज्ञानी जानन्नपीमां स्वपरपरिणतिं पुद्गलश्चाप्यजानन् व्याप्तृव्याप्यत्वमन्तः कलयितुमसहौ नित्यमत्यन्तभेदात्। अज्ञानात्कर्तृकर्मभ्रममतिरनयोर्भाति तावन्न यावत् विज्ञानार्चिश्चकास्ति क्रकचवददयं भेदमुत्पाद्य सद्यः।।५०।। Page #276 -------------------------------------------------------------------------- ________________ શ્લોક-૫૦ ૨૬૧ હવે આ જ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છે: શ્લોકાર્થઃ- [જ્ઞાન] જ્ઞાની તો [૩માં સ્વારપરિલિં] પોતાની અને પરની પરિણતિને [નાનન ]િ જાણતો પ્રવર્તે છે [૨] અને [પુન: પિ મનાનન] પુદ્ગલદ્રવ્ય પોતાની અને પરની પરિણતિને નહિ જાણતું પ્રવર્તે છે; [ નિત્યમ સત્યન્તમેવાત] આમ તેમનામાં સદા અત્યંત ભેદ હોવાથી (બને ભિન્ન દ્રવ્યો હોવાથી),[ સન્ત:] તે બને પરસ્પર અંતરંગમાં [વ્યાતૃવ્યાખ્યત્વમ] વ્યાપ્યવ્યાપકભાવને [ યિતુમ સદી]પામવા અસમર્થ છે.[મનયો: páર્મભ્રમતિ:3જીવ-પુદગલને કર્તાકર્મપણું છે એવી ભ્રમબુદ્ધિ[ Hજ્ઞાનાત્] અજ્ઞાનને લીધે [ તાવત ભાતિ] ત્યાં સુધી ભાસે છે (-થાય છે) કે [ યાવત] જ્યાં સુધી [વિજ્ઞાનાર્વેિ:] (ભેદજ્ઞાન કરનારી) વિજ્ઞાનજ્યોતિ [pવવામચં]કરવતની જેમ નિર્દય રીતે (ઉગ્ર રીતે )[ : મેમ ઉત્પાઈ] જીવપુગલનો તત્કાળ ભેદ ઉપજાવીને [નવવસ્તિ] પ્રકાશિત થતી નથી. ભાવાર્થ:- ભેદજ્ઞાન થયા પછી, જીવને અને પુગલને કર્તાકર્મભાવ છે એવી બુદ્ધિ રહેતી નથી; કારણકે જ્યાં સુધી ભેદજ્ઞાન થતું નથી ત્યાં સુધી અજ્ઞાનથી કર્તાકર્મભાવની બુદ્ધિ થાય છે. પ્રવચન નં. ૧૬૯ શ્લોક-૫૦ તા. ૧૫/૦૧/૭૯ સોમવાર પોષ વદ-૨ ज्ञानी जानन्नपीमां स्वपरपरिणतिं पुद्गलश्चाप्यजानन् व्याप्तृव्याप्यत्वमन्त: कलयितुमसहौ नित्यमत्यन्तभेदात्। अज्ञानात्कर्तृकर्मभ्रममतिरनयोर्भाति तावन्न यावत् विज्ञानार्चिश्चकास्ति क्रकचवददयं भेदमुत्पाद्य सद्यः।। ५० ।। એ ચાર ગાથાનું આ બધું ભેગું. ૭૬, ૭૭, ૭૮, ૭૯ ચારનો આ કળશ છે, ૭૫ નો આવી ગયો. વ્યાપ્ય વ્યાપક હૈં? ( શ્રોતા:- ૭૫ થી જ્ઞાની કેવી રીતે ઓળખાય ?) છતાંય ૭૬ થી આ પ્રાપ્ય વિકાર્ય આવ્યું છે, એના આ, એનો આ કળશ છે. એમાં તો ફક્ત એટલું હતું કે દ્રવ્ય દૃષ્ટિ થઈ છે એટલે જ્ઞાની થયો છે જેને દ્રવ્ય-દૃષ્ટિ થઈ છે, તે જ્ઞાની થયો છે, તેને રાગદ્વેષના પરિણામ જે અંદર છે એ મોહકર્મના છે, અત્યંતર એવી કર્મની જાત છે. બાહ્યમાં શરીરના પરિણામ એ નોકર્મની જાત છે. કેમ કે દ્રવ્ય જે વસ્તુ છે ચૈતન્ય જ્ઞાયક સ્વરૂપ એવી જે દૈષ્ટિ થઈ, તેને અશુદ્ધ પરિણામ હોતા નથી. ઝીણી વાત છે ભાઈ. કેમ કે દ્રવ્ય જે જ્ઞાયક સ્વરૂપ ભગવાન આત્મા અનંત અનંત ગુણ પવિત્રનો પિંડ પ્રભુ, એની જ્યાં અંતષ્ટિ જ્ઞાન થયું ને ભાન થયું એથી તેના પરિણામમાં મલિનતા, એ એનું પરિણામ નહીં, આહાહાહા ! આવી વાત છે. એ જ્યારે જીવના પરિણામ નહીં, ત્યારે એ પુણ્ય-પાપના પરિણામ મલિનને, પુદ્ગલના પરિણામનું પુદ્ગલનું કાર્ય કહીને ભિન્ન પાડી નાખ્યા. સમજાણું કાંઈ ? આવી વાતું છે. હૈં? ઈ પર્યાયમાં એનામાં છે ઈ, પણ અહીંયા તો દ્રવ્ય દૃષ્ટિ થઈ છે ને? દ્રવ્ય, દ્રવ્ય ચૈતન્ય જ્ઞાયકસ્વરૂપ જેની દૃષ્ટિ થઈ છે એટલે એની પર્યાયમાં મલિનતા કેમ હોય? એમ. કારણકે Page #277 -------------------------------------------------------------------------- ________________ ૨૬૨ સમયસાર સિદ્ધિ ભાગ-૪ મલિનતા થવાના કોઈ ગુણ નથી, તેમ દ્રવ્ય નથી કે દ્રવ્ય નિર્મળ છે ઈ મલિનતાની પર્યાયને કરે. આહાહા! વસ્તુસ્થિતિ, જ્ઞાની લીધો એનો અર્થ ઈ, કે વસ્તુ જે આત્મા એક સમયમાં શાયક પરિપૂર્ણ અનંત ગુણનું એકરૂપ, એવું જે દ્રવ્ય એની જેને દૃષ્ટિ થઈ, તેથી તે જ્ઞાની થયો. રાગ ને પર્યાયબુદ્ધિ હતી અને એનો કર્તા હતો ત્યાં સુધી અજ્ઞાની હતો, કેમ કે રાગ એવો કોઈ ગુણનો પર્યાય નથી, એ રાગ તો વિકૃત દશા છે. તેથી તેનો કર્તા ને રાગ મારું કાર્ય, ત્યાં સુધી તે મિથ્યાર્દષ્ટિ અજ્ઞાની હતો. આહાહાહા ! દયા, દાન, પૂજા, ભક્તિના ભાવ રાગ છે, અને એ રાગ મારું કાર્ય છે એમ માન્યું, એણે દ્રવ્ય સ્વભાવ પવિત્ર છે તે માન્યું નહીં. એણે એ પુણ્યના પરિણામ ને મલિનતાનું કાર્ય મારું એનો અર્થ એ કે નિર્મળ ભગવાન આત્મા તેની દૃષ્ટિમાં આવતો નથી. તેથી તેની દૃષ્ટિમાં અનાદિથી અજ્ઞાનીને એ પુણ્ય ને પાપના પરિણામ તે મારું કાર્ય છે, એમ અજ્ઞાનભાવે તેને ભાસે છે. આહાહાહા ! આવો માર્ગ! ઈ ૭૫માં કહ્યું, પછી છોંતેર, સત્યોતેર, અઠયોતેર, ઓગણાએસીમાં પ્રાપ્ય, વિકાર્ય, નિર્વત્ય લીધું, જે દ્રવ્યની જે પર્યાય જે કાળે થવાની તે થાય, એમાં આંહી પર્યાય નિર્મળની વાત છે આમાં. જીવ દ્રવ્ય છે વસ્તુ એનું જ્યાં જ્ઞાન, ભાન થયું તેથી તેની પર્યાય નિર્મળ તે તેનું પ્રાપ્ય છે. આહાહાહા ! નિર્મળ પર્યાય એટલે સમ્યગ્દર્શનજ્ઞાન ચારિત્રના જે વીતરાગી પરિણામ એ જીવનું દ્રવ્યનું જ્ઞાનીનું પ્રાપ્ય કાર્ય કર્મ છે. આહાહાહા ! એથી ચાર ગાથાનો આ કળશ છે. મોહ એટલે ? વસ્તુ જે જ્ઞાન ચૈતન્ય સ્વરૂપ ભગવાન આત્મા ચૈતન્ય સ્વભાવ જેનો, એવું ચૈતન્યનું જેને જ્ઞાન થયું, અને રાગ ને પુણ્યના પરિણામને ભિન્ન પાડયા. રાગના પરિણામ અને ભગવાન સ્વભાવ જ્યાં સુધી એકપણે માનતો, ત્યાં સુધી તે અજ્ઞાની મિથ્યાર્દષ્ટિ ( હતો ). આહા ! પણ જ્યારે તે રાગ અને ત્રિકાળી આનંદ જ્ઞાન સ્વરૂપ ભગવાન બેને સ્વભાવ સન્મુખ થઈને, રાગને ભિન્ન પાડયો અને સ્વભાવની એકતા કરી તે જ્ઞાની, તે દ્રવ્યદૃષ્ટિ, તે ધર્મી આ જ્ઞાનીની આ વ્યાખ્યા. આહા ! જ્ઞાની તો ‘ઈમાં’ આ પ્રગટ, ‘ઈમાં’ આ પ્રગટ, આત્માની નિર્મળ પર્યાય એનો ગુણ અને એનું દ્રવ્ય આત્માના દ્રવ્યગુણ પર્યાય નિર્મળ એ પ્રગટ અને ઉત્પાદ, વ્યય ને ધ્રુવ આત્માના પ્રગટ એટલે કે શુદ્ધ પરિણામની ઉત્પત્તિ, અશુદ્ધતાનો વ્યય અને ધ્રુવતા એવું ઉત્પાદ, વ્યય ને ધ્રુવ. જ્ઞાની તે દ્રવ્યગુણ પર્યાયને અને ઉત્પાદ, વ્યય, ધ્રુવને તે જાણે છે. શું કીધું ? જુઓને, જ્ઞાની તો ઈમાં આ પોતાની પરિણતિ. પરિણતિ શબ્દમાં દ્રવ્યગુણ ને પર્યાય ત્રણેય લેવા, શું કીધું ? પરિણતિ એકલી શુદ્ધ પર્યાયને જાણે છે એમ નહીં. ધર્મી સમ્યગ્દષ્ટિ જ્ઞાની દ્રવ્ય દૃષ્ટિવંત એકલા નિર્મળ પરિણામની પરિણતિને જ જાણે છે, એમ નહીં. પણ તેને પરિણતિ શબ્દ કહીને ધર્મી પોતાના દ્રવ્યગુણ પર્યાયને, દ્રવ્યશુદ્ધ ને ગુણશુદ્ધ ને શુદ્ધ પર્યાય એને જાણે છે, કાં ઉત્પાદ, વ્યય ને ધ્રુવ નિર્મળ પરિણતિની ઉત્પત્તિ પૂર્વના પરિણામનું અવસ્થાંતર થયું અને ધ્રુવ, તેને જ્ઞાની પોતાના સ્વભાવ તરીકે જાણે છે. આહા ! આટલું બધું વળી યાદ રહે કાંઈ ? ‘ઈમાં’ આ પ્રગટ સ્વ, ‘સ્વ’ એટલે પોતાની, એટલે કે દ્રવ્યશુદ્ધ ગુણશુદ્ધ ને નિર્મળ પર્યાય એ પોતાની, અને પોતાનો ઉત્પાદ, વ્યય ને ધ્રુવ, કે ઉત્પાદવ્યય, ઉત્પાદ નિર્મળ, નિર્મળ Page #278 -------------------------------------------------------------------------- ________________ શ્લોક-૫૦ ૨૬૩ પર્યાયનો ઉત્પાદ, નિર્મળ પર્યાયની પૂર્વનો વ્યય, અને ધ્રુવ. એ જ્ઞાની પોતાની એટલે આ ત્રણ પ્રકાર, દ્રવ્યગુણ ને પર્યાય ને ઉત્પાદ, વ્યય ને ધ્રુવ, એને જાણતો અને પરની પરિણતિને જાણતો, એટલે કે પર એટલે કે દયા દાન રાગાદિ પરિણામ છે એ પર પરિણતિ પરનું કાર્ય છે. એ ઉત્પાદ થાય છે રાગનો એનું કારણ તો એનું પુદ્ગલ છે, તે છે. ઈ પુદ્ગલનો ઉત્પાદ તેને તેના ગુણને ને તેના દ્રવ્યને, એ પરમાં એ શબ્દ આવ્યા. ધર્મી જીવ પોતાની દ્રવ્યગુણ પર્યાયની શુદ્ધતાને અને પરના દ્રવ્યગુણ પર્યાય આદિ અશુદ્ધના રાગ આદિને દ્રવ્યગુણ પર્યાય, એ બેયને જાણતો, છે? પોતાની અને પરની પરિણતિ, એટલે દ્રવ્યગુણ પર્યાય, આવી વાતું છે. હું? પરિણતિનો અર્થ દ્રવ્યગુણપર્યાય, એકલી પર્યાયને જાણે છે જ્ઞાની એમ છે? અને જ્ઞાની પરની એકલી પર્યાયને જાણે છે, એમ છે? પણ અહીં પરિણતિની નિર્મળતાનું કાર્ય છે, તેને જાણે છે એટલે કે દ્રવ્યગુણને પણ જાણે છે, એકલી પરિણતિને નહીં. ઝીણું બાપુ, માર્ગ વીતરાગનો. આહાહાહા! અહીંયા કહે છે. જ્ઞાની એટલે ધર્મી જીવ એને કહીએ કે જેની દૃષ્ટિમાં, દ્રવ્યનો સ્વીકાર થયો છે. જે અનંત આનંદનો નાથ પ્રભુ, અનંત અનંત બેહદ જ્ઞાનનો સાગર આત્મા, એનો જેને દૈષ્ટિમાં સત્કાર સ્વીકાર થયો છે. આહાહાહા ! કહો, સમજાય છે આમાં? ધીમેથી કહેવાય પ્રભુ, માર્ગ પ્રભુનો બહુ ઝીણો બાપુ! અત્યારે તો બધી ગરબડ થઈ ગઈ બહુ, અરે સાચું સાંભળવા મળે નહીં. આહા! એ સાચું કાર્ય ક્યારે કરે ને ક્યારે જનમ મરણથી ઉગરે. આહાહા! ધર્મી જીવ એને કહીએ, જ્ઞાની કહો કે ધર્મી કહો. જેણે ધર્મી એવો જે દ્રવ્યસ્વભાવ, પરિપૂર્ણ શુદ્ધ છે એવા દ્રવ્યનો સ્વભાવ જેણે ધર્મીને જેણે જાણ્યો છે, તેને ધર્મી કહીએ. આ બધા ઇચ્છામિ પડિકમણું તસ્સ ઉત્તરિ ને સામાયિક પોહા કરે એ કોઈ ધર્મ નથી, એ કોઈ જ્ઞાની નથી, અજ્ઞાની છે એ તો બધા. આહા! એય ! આહાહા ! જેની દૃષ્ટિ વર્તમાન પુણ્ય ને પાપના પરિણામ જે વિકૃત છે, એના ઉપર દૃષ્ટિ છે, તે અજ્ઞાની છે. કેમ કે એને આખો દ્રવ્યગુણ જે શુદ્ધ ત્રિકાળી પરમાત્મા સ્વરૂપ જે સત્તા, જેનું અસ્તિત્વ મોજૂદગી પૂર્ણ શુદ્ધ ને આનંદ છે, એનો જેને સ્વીકાર નથી અને રાગનો સ્વીકાર છે, ભલે દયાના પરિણામ થયા, એમાં રાગ છે એ, એ મેં કર્યા એવો સ્વીકાર છે, એ અજ્ઞાની ત્રિકાળી જ્ઞાયક ભાવને અનાદર, તિરસ્કારે છે. કહો, દેવીલાલજી! હવે આવી જાતની વાત. ઈમાં સ્વપરપરિણતિ” પ્રગટ છે આત્માની નિર્મળ દશા, નિર્મળ ગુણ ને નિર્મળ દ્રવ્ય, એને ધર્મે જાણતો અને પ્રગટ છે જે રાગાદિ પુણ્યાદિના પરિણામ, પુગલના કાર્ય, એ પરિણામી પરિણામ, પુલ પરિણામી છે અને એનું રાગદ્વેષ આદિ તેનું પરિણામ છે. ઈ પરિણામી પરિણામને જ્ઞાની જાણતો, અને પોતે પરિણામી પરિણામને પોતાના જાણતો, પરિણામી આત્મા ત્રિકાળ અને પરિણામ વર્તમાન નિર્મળ પરિણામ. આહાહા! ચારેય ગાથાનો આ સાર આમાં મુકી દીધો છે. આહા! બીજી રીતે કહીએ, તો જે ધર્મી છે, જ્ઞાયક સ્વરૂપનો જેને પૂર્ણ સ્વરૂપ છે તેનો સ્વીકાર છે, તે ધર્મીને નિર્મળ પરિણામનો ઉત્પાદ છે, અને નિર્મળ પરિણામ તેની પર્યાય છે, અને તે ઉત્પાદ, વ્યય ને ધ્રુવ પોતાના જાણે છે, અને નિર્મળ પરિણતિ તેનું કાર્ય છે તેને જાણે છે, અને એનો કર્તા દ્રવ્યગુણ તેને પણ જાણે છે. આહાહાહા ! આવું કામ ઝીણું, અને તે પરદ્રવ્ય સ્વરૂપ છે રાગ Page #279 -------------------------------------------------------------------------- ________________ ૨૬૪ સમયસાર સિદ્ધિ ભાગ-૪ એ પરિણામીનું પરિણામ છે, પરિણામી પુદ્ગલ છે તેનું એ પરિણામ છે, ભગવાન પરિણામી એનું એ પરિણામ નથી. આહાહાહા ! છે કે નહીં નવરંગભાઈ ! આહાહાહા ! આવો પ્રભુ. આહાહાહા! (કહે છે) એટલે અહીં પોતાની અને પરની પરિણતિને, આ બેયની વ્યાખ્યા કરી, સમજાણું? ભગવાન આત્માનો ઉત્પાદ, વ્યય ને ધ્રુવ, અને દ્રવ્યગુણની પર્યાય એ ઉત્પાદ પણ નિર્મળ છે, સમ્યગ્દર્શન જ્ઞાન ચારિત્રના પરિણામ ઉત્પાદ છે, પૂર્વની અવસ્થાંતર થઈ ને થયું માટે તે વ્યય છે અને ધ્રુવ છે વસ્તુ એ તો ત્રિકાળ છે. એવા સ્વદ્રવ્યગુણ પર્યાયને અને સ્વના ઉત્પાદ, વ્યય, ધ્રુવને, સ્વના ઉત્પાદ-નિર્મળ વીતરાગી સમ્યગ્દર્શન જ્ઞાન આદિના પરિણામ એ સ્વના ઉત્પાદ-વ્યયને ધ્રુવને જાણતો, સ્વના દ્રવ્યગુણપર્યાયને જાણતો, આ પર્યાય એટલે નિર્મળ, અને પદ્રવ્યના પરિણામ, પરિણામીનું પરિણામ એ વિકારી પરિણામ, તે પરિણામી પુદ્ગલની પર્યાય છે. તેને જાણતો તેના પુદગલ દ્રવ્યને જાણતો, તેના ગુણને જાણતો અને તે પુદ્ગલ દ્રવ્યનો જે રાગ થયો ઉત્પાદ તેને જાણતો એ પૂર્વની અવસ્થાનું અવસ્થાંતર કર્યું પુગલે તેને જાણતો અને તેના ગુણ અને દ્રવ્યની ધ્રુવતાને પણ જાણતો. આવું છે. આરે! વીતરાગ માર્ગ બહુ ઝીણો બાપા! સર્વજ્ઞ વીતરાગ જિનેશ્વર એ માર્ગ ક્યાંય નથી, અન્ય મતમાં ક્યાંય આ ગંધ નથી. આહા! કેટલું સ્પષ્ટ છે “માં” કીધું ને? પ્રગટ છે કહે છે? “આ” નિર્મળ પરિણામ નિર્મળપરિણામી, નિર્મળગુણ તેને જ્ઞાની પોતે જાણતો, મલિન પરિણામ એનો પરિણામી દ્રવ્યકર્મ, તે દ્રવ્યગુણ ને પર્યાય ને ઉત્પાદ, વ્યય, ધ્રુવના પરને પોતે પોતામાં રહીને, પોતાને જાણતો ને પરને જાણતો પ્રવર્તે છે, આહાહા... જાણતો પ્રવર્તે છે. આહાહાહા ! એટલે કે જાણવાના પરિણામમાં, શ્રદ્ધાના પરિણામમાં આનંદના પરિણામમાં જાણતો પ્રવર્તે છે. આહાહાહા! આવો માર્ગ છે, દુનિયાને આકરો પડે ને એકાંત લાગે હોં, એય સોનગઢવાળા એકાંત કરે છે, અને પ્રભુ સાંભળ ભાઈ ? આહા! તને તત્ત્વ શું છે બાપુ, અને તત્ત્વનું પરિણામ શું હોય, પરિણામ એટલે કે પર્યાય, ભગવાન તત્ત્વ તો જ્ઞાયક તત્ત્વ છે ને પ્રભુ? એના પરિણામ તો સમ્યગ્દર્શનજ્ઞાન ચારિત્રના વીતરાગી પરિણામ એના હોય ને? એટલે કે જેની દ્રવ્યદૃષ્ટિ થઈ છે, તે જ્ઞાની તે દ્રવ્યનાં પરિણામ નિર્મળ એને હોય છે. એ નિર્મળ પરિણામ તે ધર્મ, તે નિર્મળ પરિણામ ધર્મને જાણે, ગુણને જાણે, દ્રવ્યને જાણે, નિર્મળ પરિણામ જે ધર્મ, એ ઉત્પાદ થયો તેને જાણે, પૂર્વનું અવસ્થાંતર કર્યું તેને જાણે, અને ધ્રુવને જાણે. પોતાના અને પરના ત્રણેય. બહુ સંકેલ્યું છે. છે? એટલો અર્થ થયો. હું? (શ્રોતા – પરિણતિનો અર્થ થયો આમ) એ પરિણતિનો અર્થ એમ છે આમાં. કળશટીકામાં વંચાઈ ગયું છે ને વ્યાખ્યાન, એકલી પર્યાયને જાણે? પણ અહીં પરિણતિ એની નિર્મળ હોય છે એની પ્રધાનતાથી તેને અને તેના દ્રવ્ય ગુણને જાણે એમ કહ્યું. આહાહા ! કહો, રસીકભાઈ કલકત્તામાં ક્યાંય મળે એવું નથી આવું. (શ્રોતા - કલકત્તામાં આ દુકાન નથી) ભાઈ એમ કહે છે ને? લાભુભાઈએ કીધીને વાત, તેથી તો અમે આવ્યા છીએ અહીં, લાભુભાઈએ કહ્યું તું ને વડોદરા, અરે આવું બાપે છે ભાઈ. આહાહા ! સર્વજ્ઞ ત્રિલોકનાથ જિનેશ્વરની આ વાણી છે. પરમાત્મા ત્રિલોકનાથ વીતરાગ પરમેશ્વર Page #280 -------------------------------------------------------------------------- ________________ શ્લોક-૫૦ ૨૬૫ જિનેશ્વર અરિહંત એને વાણી હોય ને? સિદ્ધને વાણી હોય નહીં, સિદ્ધ તો અશરીરી છે, “નમો સિદ્ધાણંઆ તો નમો અરિહંતાણે. જેને શરીર અને વાણી હોવા છતાં, જેણે આત્માના અંદરમાં કેવળજ્ઞાન લીધું છે. આહાહા ! અરિ નામ રાગ અને દ્વેષના દુશ્મન, એને હંતા નામ જેણે હણી નાખ્યા છે અને એના સ્થાનમાં જેણે વીતરાગી સર્વજ્ઞ પર્યાય પ્રગટ કરી છે, એને અરિહંત કહીએ. એ અરિહંતની વાણી જે નીકળી એમ કહેવાય છે નિમિત્તથી, એને દિવ્યધ્વનિ કહેવાય અને એ દિવ્યધ્વનિમાં આવેલો સાર આ સમયસારની વ્યાખ્યા, આત્માથી છે આહી. આહાહા ! ધીમેથી સમજવા જેવું છે બાપુ આ. આ કોઈ ઉતાવળે આંબા પાકી જાય, ગોટલું વાવ્યું ને તરત આંબો થઈ જાય? એ આપણે કહે છે કે ઉતાવળે આંબા ન પાકે? લોકો વાતો કરે પણ એનો અર્થ સમજે નહીં, કંઈ ગોટલો વાવ્યો ને થઈ ગયો આંબો? અરે નો થાય ભાઈ, એને ધીરજ જોઈએ. એ અંકુર ફૂટે ડાળ્યું મોટું થાય, મોટું ઝાડ થાય પછી એને કેરી આવે. અમે ગયા'તા ને ત્યાં કલકત્તા ગંગવાલ છે ને કલકત્તામાં, રતનલાલજી ગંગવાલ પાંચ છ કરોડ રૂપિયા એના મકાનમાં ઉતર્યા'તા, તાકડે એને બન્યું એવું કે ત્યાં આંબો છે એના મકાનમાં. પાંચ છ કરોડ રૂપિયા. ગંગવાલ આવે છે ને અહીંયા રતનલાલજી આ વચ્છરાજજીનું મકાન છે ને ! એનો દીકરો, ત્યાં ઉતર્યા, તો એ કહે કે મહારાજ અહીં ઉતર્યા પણ કોણ જાણે આ જ વરસે આંબાને દસ વર્ષે કેરી આવી છે, કહે. ત્યાં આંબો હતો જોડે, કેરી આવી, તે વિના કેરી નહોતી આવતી કુદરતનું. આહાહાહા ! આંબો છતા કેરી નહોતી કહે. આંહી તો કહે છે કે પ્રભુ, આત્મા અનંત આનંદનો કંદ પ્રભુ, એનો આંબો પાકી જ જાય. એની દૃષ્ટિ કરે ને એને આદર કરે એટલે પર્યાયમાં આનંદની કેરી આવે જ છે અને એ આનંદના પરિણામને અને તેના ગુણને અને તેના દ્રવ્યને જ્ઞાની સ્વપરિણતિ એટલે દ્રવ્યગુણપર્યાયને જાણતો અને તે નિર્મળ પર્યાયનો ઉત્પાદ, પૂર્વની પર્યાયનું અવસ્થાતર ને ધ્રુવ તેને જાણતો, અને પર પરિણતિના દ્રવ્યગુણ પર્યાયને પણ જાણતો. આહાહાહા! એ દયા દાન ને વ્રતના વિકલ્પ છે એ પરપરિણતિ કર્મનું પર પરિણામીનું પરિણામ છે, એ કર્મના પરિણામીનું પરિણામ છે, આત્માના પરિણામીનું પરિણામ એ નહીં. પ્રભુ, પ્રભુ, પ્રભુ ! કહો ચીમનભાઈ ! ક્યાંય મળે એવું નથી. અરેરે ! એવો માર્ગ વીંખી નાખ્યો છે ને? હવે, ભગવાન પરમેશ્વર આ ધર્મી એ “પુદ્ગલઃ અપિ અજાન” હવે પુદ્ગલ જે છે, રાગદ્વેષ પુદ્ગલ એ અપિ અજાનન, એ પુદ્ગલદ્રવ્ય પોતાની એટલે પુગલદ્રવ્ય પોતાની એટલે પુગલદ્રવ્યનો રાગ એ એનો પર્યાય, પુદ્ગલદ્રવ્યનો રાગ એ એનો ઉત્પાદ, એ પુદ્ગલ દ્રવ્ય પોતાની એટલે દ્રવ્યગુણ પર્યાયની, એટલે રાગાદિના પર્યાય એ પુદ્ગલના છે, એને પરની પરિણતિને એટલે પર એટલે દ્રવ્યગુણ પર્યાય. નિર્મળ દ્રવ્ય, નિર્મળ ગુણ અને નિર્મળ પર્યાય એ પર પરિણતિને નહીં જાણતું પ્રવર્તે છે. ત્રિભોવનભાઈ ! આ બે લીટીનો આવો અર્થ છે. આહાહાહા ! કહો ચાંદલજી! આ દિગંબરમાં જન્મ્યા એને આવી ખબર જ નથી. કાંઈ વાડો મળ્યો ને સારો, આ તો ધર્મ છે જૈન પરમેશ્વર એ કોઈ પંથ નથી, કે કોઈ પક્ષ નથી, વસ્તુ-વસ્તુ જેવી છે તેવી જોઈને જાણીને કહી તે પરમાત્માનો પંથ છે. આહાહા ! Page #281 -------------------------------------------------------------------------- ________________ સમયસાર સિદ્ધિ ભાગ-૪ પુદ્ગલ દ્રવ્ય પોતાની એટલે ? કર્મ, કર્મનો ગુણ અને એના અંદર જે અનુભાગ શક્તિ આદિ અને એનું પરિણામ આ રાગાદિ, કર્મ પુદ્ગલ એનો અનુભાગ આદિ એનો ગુણ, અને એની પર્યાય જે રાગાદિ તે એની પર્યાય, એવા પોતાનાં દ્રવ્યગુણ પર્યાયને પુદ્ગલ નહીં જાણતું અને એ પુદ્ગલ જીવનાં દ્રવ્યગુણ પર્યાયને નહીં જાણતું, (પ્રવર્તે છે). આહાહાહા ! ઓહોહો ! કુંદકુંદાચાર્ય, અમૃતચંદ્રાચાર્ય ( એ ) કેવળીના કેડાયતો, ઓહોહો ! વસ્તુને સ્પષ્ટ કરીને જગત પાસે જાહેર કરી છે. સમજવું હોય તો સમજો બાપુ, માર્ગ આ છે. આહાહા ! ‘પુદ્ગલ અપિ અજાન' પુદ્ગલ શબ્દે રાગ દયા, દાન એ બધા પુદ્ગલ છે, એ પુદ્ગલ પરિણામીનું પરિણામ માટે તેને પુદ્ગલ કીધાં, એ પુદ્ગલ દ્રવ્ય પોતાની એટલે દ્રવ્યગુણ પર્યાયની અથવા ઉત્પાદ વ્યય ધ્રુવની, અને ૫૨ની પરિણતિને એટલે ૫૨ના દ્રવ્યગુણ પર્યાયને નિર્મળ, અને એના ઉત્પાદ વ્યય ધ્રુવને નહીં જાણતું પ્રવર્તે છે. આહાહાહા ! છે ને સામે, છે કે નહીં પુસ્તક ? હૈં ( શ્રોતાઃ- એમાં લખ્યું હોય તો ને ) આમાં લખ્યું છે ને ? પરિણામીનું પરિણામ, આંહી પરિણામીનું પરિણામ, આંહી પરિણામીનું પરિણામ, ધીરાના કામ છે ભાઈ. વીતરાગ માર્ગ સમ્યગ્દર્શન એ કોઈ અલૌકિક ચીજ છે. ચારિત્રની તો વાતું ક્યાં કરવી બાપુ, એ તો ક્યાં છે અત્યારે ? આ તો સમ્યગ્દર્શનના પરિણામ, એ દ્રવ્ય પરિણામીના એ પરિણામ છે. તે પરિણામને જ્ઞાની જાણતો દ્રવ્યગુણ પર્યાયને અને રાગના પરિણામને અને પુદ્ગલને શાની જાણતો, શેય-જ્ઞાયક સંબંધ છે એટલી વાત કરી, રાગ જ્ઞેય છે અને આત્મા જ્ઞાયક છે, પરિણામમાં એટલો વ્યવહા૨ સંબંધ. પણ તે શેયના પરિણામને આત્મા કરે ને જ્ઞાનના પરિણામને જડ કરે, એમ નથી. આહા ! એ પુદ્ગલ પરિણામ પોતાની અને ૫૨ની પરિણતિને નહીં જાણતો, ત્યાં પરિણતિમાં દ્રવ્યગુણ પર્યાય, ઉત્પાદ વ્યય ધ્રુવ ત્રણેય લેવા. 66 ‘નિત્યમ અત્યન્ત ભેદાત્' આહાહાહા ! આમ તેમનામાં ‘નિત્યમ્’ નામ સદા તેમનામાં એટલે બે માં, ભગવાન આત્માના દ્રવ્યગુણ પર્યાય ને જડના દ્રવ્યગુણ પરિણામ પર્યાય, “બે માં સદા અત્યંત ભેદ હોવાથી”, સદા અત્યંત જુદા બેયની ચીજ જુદી છે. હવે અહીંયા તો શુભરાગ દયા, દાન ને વ્રતનો થાય એ ધર્મ છે, એમ કહે છે. અરે ભગવાન ! આસ્રવ છે, બંધ છે, વિકાર છે એ સ્વભાવનું ફળ રાગ ક્યાં છે ? સ્વભાવ ફાટે તો તો નિર્મળ થાય એ તો, વિકાર થાય ? આહાહાહા! ૨૬૬ એ સદા અત્યંત આમ, આમ કીધું ને, આ કીધું એ પ્રમાણે, તેમનામાં સદા અત્યંત ભેદ હોવાથી, બંને ભિન્ન દ્રવ્યો હોવાથી, આહાહાહા ! દયા, દાનના પરિણામ એ પુદ્ગલદ્રવ્યમાં જાય છે, અને તેને જાણવાના સમ્યગ્દર્શન જ્ઞાનના પરિણામ એ જીવમાં આવે છે. પુંજાભાઈ ! આવી વાતું છે. આહાહાહા ! પ્રેમચંદભાઈ ગયા બિચારા આજે, પણ બહુ પ્રેમ લઈ ગયા લંડન, ફરીને હવે આવીશ કહે ઝટ. લંડનમાં રહે છે ને ? વાંચે છે ત્યાં, જેને હજી વાંચનનું શ્રવણેય મળતું નથી. અરેરે, એ સ્વપરિણામ નિર્મળ છે અને તે દ્રવ્યથી થાય છે પરિણામીથી તે ધર્મની પર્યાય થાય છે, રાગથી અને નિમિત્તથી નહીં. આહાહાહા ! હવે આંઠી તો કહે છે કે પૂજા, ને વ્રત એ રાગ નથી, બંધનનું કારણ નથી એમ કરે છે લોકો, અરેરે ! વાંચ્યું છે ને આજ, આહાહાહા ! કોણ એય હિંમતભાઈ, કાંતિલાલ તમારો મુંબઈનો Page #282 -------------------------------------------------------------------------- ________________ શ્લોક-૫૦ ૨૬૭ * એટલે તમારો જ કહેવાય ને ? કાંતિલાલ ઈશ્વર બિચારો ત્રીજું માસિક આવ્યું’ને આંહી મોકલ્યું, આહીનું વિરુદ્ધનું છે ને ? સ૨ખાઈને ગાળ્યું દીધી છે. એમાં કાંઈ વાંધો નહીં બાપા, ભલે તને બેઠી છે ને ? તેને બેઠી છે એમ કહે. “જામેં જિતની બુદ્ધિ હૈ ઇતનો દિએ બતાય, વાંકો બુરો ન માનીએ ઔર કહાંસે લાય ?” ભાઈ ! એમ કે પૂજા ને ભક્તિ શું કહેવાય. એ વ્રત, એને એમ કે ધર્મનું કા૨ણ નથી કહેતા, ધર્મનું નથી કહેતા, બંધનું કારણ કહે છે એ અજ્ઞાની છે, જૈન ધર્મના અજાણ છે, અજ્ઞ છે, ઘણાં શબ્દો વાપર્યા છે, એય ! શું થાય એને બેઠું હોય એમ કહે ને ? આહાહા ! આંહી કહે છે, કે પૂજા ભક્તિ ને વ્રત ને સ્તુતિ એ શબ્દ આવે છે એક ઠેકાણે આમાં, સ્તુતિ લીધી છે, ભક્તિ એ સિવાય સ્તુતિ ઓલો ૪૩ માં સ્તુતિ શબ્દ નથી, વંદન ભક્તિ વૈયાવચ્ચ પૂજા એમ છે, પણ ક્યાંય સ્તુતિ શબ્દ છે આમાં, આમાં છે કાંતો ઓલામાં ૧૧૦ કળશ છે ને ? ૧૧૦ જ્ઞાન ને રાગ બેય ધારા ન્યાં છે, ઘણું કરીને, એ બધો વિકલ્પ રાગ છે. અને એ રાગ પરિણામી પુદ્ગલનું કાર્ય છે. આહાહાહા ભગવાન આત્માનું કાર્ય તો જેણે ભગવાનને જોયો જાણ્યો, એ ચૈતન્ય ભગવાન શાયક સ્વભાવ એના પરિણામ તો રાગ ને સ્તુતિના પરિણામને જાણવું એ પણ હજી વ્યવહાર કહ્યો છે. આહાહા ! સમજાણું કાંઈ ? ધીમેથી સમજવા જેવી વાત છે બાપા ! અનંતકાળમાં વીતરાગ ૫રમાત્મા જેવું કહે છે એને જાણ્યું નથી. પોતાની સ્વચ્છંદે કલ્પનાએ વાંચ્યા ને અર્થ કર્યા ને માન્યું. પણ ભગવાનનો શું અભિપ્રાય છે, ત્રિલોકનાથના પરિણામમાં અભિપ્રાયમાં શું કહેવું છે. એ અત્યંત અકષાય કરુણાવંત પ્રભુ છે. એ ભગવાન એમ કહે છે તે મુનિઓ કહે છે. ભાઈ ! અત્યંત ભિન્ન દ્રવ્ય હોવાથી, એ રાગના પરિણામ અને પ્રભુના પરિણામ આત્માના નિર્મળ પરિણામ અને મલિન પરિણામ બેયની અત્યંત ભિન્નતા છે. આહાહાહા ! સમજાય છે કાંઈ ? ભાષા તો સાદી છે પણ પ્રભુ ભાવ તો જે છે એ છે, શું થાય ? આહાહાહા ! “ભિન્ન હોવાથી તે બંને ૫૨૫૨ અંતરંગમાં શું કીધું” તે બંને એટલે દયા, દાન, વ્રત, ભક્તિના પરિણામ અને આંહી વીતરાગી પરિણામ અને દ્રવ્યગુણ, બે ને ૫૨૫૨ અંતરંગમાં ‘વ્યાપ્યવ્યાપક ભાવને, પામવા અસમર્થ છે,” એટલે પરિણામી પરિણામપણે થવાને અસમર્થ છે. એટલે શું ? કે દ્રવ્ય જે પરિણામી છે, એ રાગરૂપ આ પરિણામને પામે એ અસમર્થ છે, અને રાગનાં જે પરિણામ છે પુદ્ગલના એ પરિણામ છે એ પરિણામીના અર્થાત્ જીવના પરિણામ પામે એ અસમર્થ છે. આવું છે. છે ? આ તો ચારેય ગાથા બહુ ઝીણી આવી એનો આ સાર છે આ. આહાહાહા! 66 એમાં કળશ ટીકા બનાવીને ભગવાન અમૃતચંદ્રાચાર્ય મુનિ, સંત દિગંબર મુનિ, આમાંથી છે ને મહાચાલતા સિદ્ધ હતા, હજાર વર્ષ પહેલાં, ભરતક્ષેત્રમાં હતા એમની આ ટીકા છે. આહાહાહા ! દિગંબર સંત, જૈન ૫૨મેશ્વરનો પંથ છે, એ મુનિઓ દિગંબર નગ્ન જ હોય, વસ્ત્ર સહિત છે. એ તો નવો (પંથ ) કલ્પિત બનાવ્યો છે શ્વેતાંબરોએ, ભગવાનનો એ માર્ગ નથી. આકરું લાગે ભાઈ, શું થાય ? અહીંયા તો નગ્ને મોકખો ભણીયો, શેષા ઉમગ્ગા બાહ્ય ને અત્યંત૨ નગ્ન જે છે, અત્યંતર પણ રાગ વિનાનો, બાહ્યમાં વસ્ત્ર વિનાનો, એવા નગ્ન મુનિઓ Page #283 -------------------------------------------------------------------------- ________________ ૨૬૮ સમયસાર સિદ્ધિ ભાગ-૪ તે ધર્માત્મા ને મોક્ષના માર્ગી છે, અને તેને માર્ગી કહીએ. એથી ઉન્માર્ગ બધા ઉન્માર્ગ છે, ગજબ વાતું છે બાપા ! આવું, હૈં ? એવું છે ભાઈ, મીઠાશથી કહે, ધીમાશથી કહે, કહે તો પણ માર્ગ તો આ છે બાપુ. આહાહાહા ! ભગવાન આત્મા એમનું દ્રવ્ય શુદ્ધ, એનાં ગુણ શુદ્ધ અને એની પર્યાય શુદ્ધ, તે પરિણામીનું પરિણામ પરિણામી એવું જે દ્રવ્ય આત્મા તેનું પરિણામ પણ તે રાગ છે તે પરિણામીનું એ પરિણામ આત્માનું પરિણામી અને એનું એ પરિણામ એમ નથી. વ્યાપ્ય-વ્યાપક ભાવનો અભાવ છે. એટલે રાગ પરિણામ અને આત્મા પરિણામી, એનો અભાવ છે. પુદ્ગલ પરિણામી અને રાગ પરિણામ તેનો સદ્ભાવ છે. અને રાગ પરિણામી, રાગ પુદ્ગલ અને જીવના નિર્મળ પરિણામ, પરિણામ એનો અભાવ છે. આવી વાતું છે. એકલા પક્ષના વાડામાં બેઠા હોય એને આ એવી લાગે વાત આ શું પાગલ જેવી વાતું કરે છે ? બાપુ મારગડા પ્રભુના. આહાહાહા ! આહા ! તેમનામાં પરસ્પર અંતરંગમાં, અન્તઃ શબ્દ છે ને અન્તઃ છે, અન્તઃ, અન્તઃ એટલે તેમને ૫૨૫૨ અંતરંગમાં વ્યાપ્યવ્યાપકભાવને પામવા અસમર્થ છે. એટલે દયા, દાન, વ્રત, ભક્તિના પરિણામ, પરિણામી થઈને જીવના નિર્મળ પરિણામ, વ્યાપ્ય થાય એનો અભાવ છે. એમ ભગવાન આત્મા નિર્મળ પરિણામ અને નિર્મળી, પરિણામી તેનો રાગ પરિણામ થાય અને પરિણામી દ્રવ્ય થાય કે નિર્મળ પરિણામી થાય એનો અભાવ છે. સમજાણું કાંઈ ? આહાહા ! શું કીધું ? વિકારી પરિણામ, તે પરિણામી દ્રવ્યનું પરિણામ નહીં, અને નિર્મળ પરિણામ તે કદી રાગના પુદ્ગલના પરિણામીનું પરિણામ નહીં. આહાહાહાહા ! આવી વાત ભાઈ, એક કળશે તો ગજબ કરી નાખ્યો છે ને ? ( શ્રોતાઃ- દરેક કળશ કેવા ?) એવી વસ્તુ છે. અહીં તો શક્તિ પ્રમાણે એનો ખુલાસો થાય, બાકી તો પાર ન મળે, સંતો અને કેવળીઓ એની તોલે..... આહાહા! ૫૨સ્પ૨ એક સાથે ૨હે એમાં વિરોધ ક્યાં છે, એ તો કીધું ને ? ૧૧૦ માં, ૧૧૦ કળશમાં આવે છે, ૫૨૫૨ એકક્ષેત્રે રહેવામાં કોઈ વિરોધ નથી, રાગના વ્યવહારનું પરિણામ પુદ્ગલનાં, અને ભગવાનના નિર્મળ પરિણામ એને એક ક્ષેત્રે રહેવાનો કાંઈ વિરોધ નથી. સ્વભાવ વિરોધ છે, પણ એક ઠેકાણે રહેવામાં વિરોધ નથી. ૧૧૦ કળશ, છે ને આમાં ? ૧૧૦ જુઓ, ૧૧૦ જુઓ, જુઓ જ્યાં સુધી ક્રિયારૂપ પરિણામ અને આત્મદ્રવ્યના શુદ્ધત્વનું પરિણમન, ક્રિયા એટલે રાગ તેમનું એક જીવમાં એક જ કાળે અસ્તિત્વપણું છે એવું પણ છે પરંતુ, એ વિશેષ કોઈપણ હાનિ નથી, ઠીક છે. છે ? એક જીવમાં એક જ કાળે જ્ઞાનક્રિયા, બંને કઈ રીતે હોય ? તો સમાધાન છે કે, વિરોધ તો કાંઈ નથી. આહાહાહા ! ૧૧૦ કળશ આ તો ભાઈએ પુછયું'તું દેવીલાલજીએ. આહાહાહા! એ રાગના પરિણામ, પુદ્ગલ પરિણામના પરિણામ, અને નિર્મળ પરિણામ, નિર્મળ દ્રવ્યના પરિણામ એક ક્ષેત્રે, એક સાથે રહેવામાં કાંઈ વિરોધ નથી. એકપણે રહેવામાં વિરોધ છે, બેય એક, (શ્રોતાઃ- સાધક છે એટલે એમ હોય જ) સાધક છે ને ? એટલે અંદર રાગ હોય છે, પણ એ પુદ્ગલના પરિણામ ગણીને તેનો ભગવાન આત્મા જાણનાર ગણ્યો છે, એનો ક૨ના૨ ને કર્તા નથી. આહાહાહાહા ! બહુ ગાથા સારી આવી ગઈ, રસિકભાઈ બરાબર. આહાહા ! એકે તો.... Page #284 -------------------------------------------------------------------------- ________________ ૨૬૯ શ્લોક-૫૦ કેમ બેય ભેગા રહે ? કે આત્માના મિથ્યાત્વરૂપ વિભાવ પરિણામ મટયા છે, આતમદ્રવ્ય શુદ્ધ, એને પૂર્વોક્ત બરોબર પરિપાક થવા ક્રિયાના ત્યાગની પૂર્ણતા નથી, ત્યાં તે ક્રિયા હોય છે રાગની, છતાં બે ભિન્ન છે, છતાં એક સાથે રહે છે. આહાહા ! જેમ જડ અને ચૈતન્ય એક સાથે કેમ રહે છે ? એમ રાગ ને સ્વભાવનાં પરિણામ નિર્મળ બેય એક સાથે હોય. આહાહા ! બધો આખો ૧૧૦ કળશ છે. મોટા બે પાનાં ભર્યાં છે. આહાહાહા ! શાંતિથી ધીમેથી કહેવાય છે, બાપા. આ સમજાય એવું નથી એમ નહીં, એને પકડમાં તો આવે કે આ રીતે કહે છે. ભલે પછી એને જ્ઞાન ન થાય સાચું, પણ એને આમ કહેવા માગે છે. આ રીતે, એમ આ પદ્ધતિએ એમ તો એને ખ્યાલ આવવો જોઈએ ને ? ( શ્રોતાઃ- સાથે ૨હેતા ૫રસ્પર નિમિત્તનૈમિત્તિક સંબંધ છે ) હૈં ? નિમિત્તનિમિત્ત સંબંધ એટલે ભિન્ન હોય છે. તો રાગ એક આકાશના પ્રદેશમાં છ દ્રવ્ય ભેગા છે, આત્મા છે ત્યાં ૫૨માણું છે, ત્યાં ધર્માસ્તિ છે અધર્માસ્તિ, આકાશ છે, કાળ છે, પણ આંહી તો જરી વિકારી પરિણામ છે, એ પુદ્ગલના પરિણામ ગણીને, વ્યાપકનું વ્યાપ્ય ગણીને, આ વ્યાપક આત્મા અને તેના નિર્મળ પરિણામ વ્યાપ્ય ગણીને એક સાથે હોય છે. બેય એક નથી, એક સાથે રહેતા છતાં, બેય એક નથી, બે ભિન્ન છે. અરેરેરે આવું ક્યાં ! વાણીયાને નવરાશ ન મળે, ધંધા પાણીમાં કલાક બે કલાક મળે, એમાં વળી પાછું શ્રીમદ્ કહે છે એને સાંભળવા જાય ત્યાં કુગુરુ લુંટી લે કલાક. બે કલાક લુંટી લે કે તમે દયા પાળો, વ્રત કરો, અપવાસ પાળો, ધર્મ થશે, લુંટી લે બિચારાનું કલાક. આહાહા ! રસિકભાઈ શ્રીમદ્ એમ કહે છે. હૈં ! ( શ્રોતાઃ– બહુ ઠગાઇ ચાલે છે. ) વાત એમ જ છે બાપા. એને ખબર નથી ને ? ખબર જ નથી એટલે શું થાય ? એ અજ્ઞાનની ભૂલ છે એ તો. આહાહા! વ્યાપ્યવ્યાપકભાવને “કલિયતુમ્” એટલે પિરણામી પરિણામભાવ થાય, જીવનાં પરિણામ તે પરિણામ અને રાગના પરિણામ તે પરિણામી થાય, એવો અભાવ છે. સમજાણું કાંઈ ? અને જીવના પરિણામ તે વ્યાપક થાય અને રાગ પરિણામ વ્યાપ્ય થાય એનો અભાવ છે. એક કળશેય જો એ બરાબર સાંભળે તો, બરાબર વિચારે તો, આહાહાહા ! “કલિયતુમ અસહૌ” પામવા અસમર્થ છે, બેના પરિણામ પરિણામી એક થવું તે અશક્ય છે. આહાહા ! ભગવાન આત્માનાં દ્રવ્યના પરિણામ જે નિર્મળ છે એ નિર્મળ પરિણામ પરિણામી થઈને રાગના પરિણામને કરે, એ અશક્ય છે. અને રાગના પરિણામ જે પુદ્ગલ છે, એ પરિણામી થઈને, સમ્યગ્દર્શનના પરિણામ અથવા આત્માના નિર્મળ પરિણામને કરે એ અશક્ય છે. સમજાણું કાંઈ ? આટલું બધું એમાં ભર્યું છે. આહા ! થોડુંક વાંચવું ઘરે કે શેનો અર્થ શું થયો'તો, ને કેમ થયો'તો. ( શ્રોતાઃ- આપે કર્યો અર્થ તે તો સાચો જ છે ) સાચો ને આ તો એને બેસવા માટે, કઈ રીતે ( છે ). કીધું’ તું ને એક ફેરી નહીં ? અમારા માસ્તર હતા પોણોસો વર્ષ પહેલાંની વાત છે, ૭૭ વર્ષ પહેલાં, નેવ્યાસી, ૧૨ વર્ષની ઉંમ૨ હતી, તેર વર્ષની, નિશાળમાં મારો પહેલો નંબર ચાલતો ને તે વખતે, ઉમરાળા, નરોતમ માસ્તર હતા બ્રાહ્મણ પછી બાયડી નોતી, એટલું અત્યારે યાદ છે, બાઈડી ક્યાંક બીજે હોય ને એકલા પોતે રાંધવાનું હોય ને ? એ રાંધતા પછી છોકરા જે હોંશિયા૨ે હોયને એને બોલાવે ઘરે, એ રાંધતા હોય ને છોકરાવને બોલાવે, એને કહે કે તમે આ Page #285 -------------------------------------------------------------------------- ________________ ૨૭) સમયસાર સિદ્ધિ ભાગ-૪ પાઠ વાંચીને આવજો અને એ પાઠનો હું શું અર્થ કરું છું, એ પછી તમે મેળવજો. આ તો ૭૭ વર્ષ પહેલાંની વાત છે, છોંતેર, બાર તેર વર્ષની ઉંમર હતી, નિશાળમાં અમારો નંબર પહેલો હતો. એ વખતે, કોઈ વખતે બીજો નંબર થઈ જાય, ક્યાંક બહાર ગયા હોય ને એવું થઈ ગયું. તે એ બોલાવે એ માસ્તર ઘરે. કણબીવાડ છે ત્યાં મેડી હતી, ત્યાં ઘણાં વર્ષ થયા, બિચારા પોતે એકલા રાંધતા. દાળ ભાત રોટલી કરે ને છોકરાવની હારે વાત કરે, તમે પાઠ વાંચીને આવ્યા? હવે એનો અર્થ સાંભળો, અમે આ અર્થ કરીએ છીએ તમને બેઠો'તો. તો અમને તો કાંઈ બેઠું નથી ભાઈ ! અમે તો, એક વખત બાર મહિના ગારીયાધાર ગયો'તો પછી આવ્યો પહેલે મહીને તો નંબર છેલ્લે બેસે, ગારીયાધાર બાર મહિના ગયો'તો પહેલે દિ' તો કાંઈ નંબર પહેલો આપે? અને છેલ્લો નંબર ને ભાઈ, રોવું આવ્યું હોં, અરેરે! અમે છેલ્લે નંબરે? પછી મહિને પછી ફરી જાય, પણ પહેલે તો શું કહેવાય ? લઈને આવે ને? સર્ટીફીકેટ કે તેનું હોય કાંઈક ? બેહારે તો છેલ્લે નંબરે ને પહેલે, બાર મહિનાથી ગારિયાધાર યાદ છે છેલ્લો નંબર સાંભળીને આમ રોવું થયું'તું તે દિ'. આહાહાહા! આંહી કહે છે. ઓહોહોહો ! અનયોઃ કર્તકર્મભ્રમમતિઃ “અનયોઃ” જીવ ને પુદ્ગલની વચ્ચે, અનયોઃ છે ને? અન્યોઅન્ય, અનયોઃ કર્તકર્મભ્રમમતિઃ અનેરા પ્રકારે, તે જીવ ને પુગલને, એટલે જીવના નિર્મળ પરિણામને અને રાગના પરિણામને કર્તાકર્મપણું છે, એવી ભ્રમબુદ્ધિ અજ્ઞાનને લીધે છે. એ દયા, દાન, પૂજા, વ્રત, ભક્તિના જે પરિણામ છે એ રાગ છે. એ રાગના પરિણામને અને આત્માને, એટલે જીવ ને પુગલને કર્તાકર્મપણું છે એવી ભ્રમબુદ્ધિ અજ્ઞાનને લીધે, એ રાગ છે, અજ્ઞાનપણે પોતે માન્યો છે પોતાનો, ત્યાં સુધી તે કર્તાકર્મ, રાગ મારું કાર્ય છે અને હું કર્તા એમ માને. જીવ પુલને કર્તાકર્મપણું અથવા રાગના પરિણામ મારું કાર્ય ને હું કર્તા, અને નિર્મળ પરિણામ કર્તા ને રાગ તેનું કાર્ય, એવા કર્તાકર્મપણાનું, એવી ભ્રમબુદ્ધિ અજ્ઞાનને લીધે છે. આહાહા! ઘણે ભાઈ જાવું પડે એને, આહાહા... “ત્યાં સુધી ભાસે છે” કહે છે કે એવું ત્યાં સુધી ભાસે છે કે જ્યાં સુધી ભેદજ્ઞાન કરનારી વિજ્ઞાન જ્યોતિ” આહાહાહા! રાગ પરિણામ મારું કાર્ય અને હું કર્તા, નિર્મળ પરિણામ કાર્ય ને રાગ કર્તા, ત્યાં સુધી એને ભાસે છે, નિર્મળ પરિણામ તો એને છે નહીં. પણ આ દ્રવ્ય મારો દ્રવ્યના ગુણના એ કર્તા, ત્યાં સુધી ભાસે છે કે જ્યાં સુધી ભેદજ્ઞાન કરનારી વિજ્ઞાનાર્સિ: વિજ્ઞાન જ્યોતિ, અર્ચિઃ છે ને? અર્ચિ એટલે જ્યોતિ. વિજ્ઞાન જ્યોતિ, વિજ્ઞાન જ્યોતિ, કકચવત અદય વિજ્ઞાન જ્યોતિ કરવતની જેમ નિર્દય રીતે, રાગના પરિણામને અને ભગવાન આત્માને ભેદજ્ઞાનરૂપી જ્યોતિથી, કરવતથી જેમ કરવતથી જેમ લાકડા બે જુદાં પાડે, કરવત-કરવત કરવત, આ કર નામ હાથથી આમ આમ કરે તે કરવત, એનું નામ કરવત છે ને? એકાક્ષરી છે ચારેય બોલ કરવત કાનો માત્ર મીંડુ કાંઈ ન મળે. આહાહાહા ! ઈ કરવત જેમ લાકડામાં મુકે ને બે કટકા કરી નાખે, એમ વિજ્ઞાન જ્યોતિ ભગવાન આત્મા રાગથી ભિન્ન પડીને જ્યાં ભેદજ્ઞાન વિજ્ઞાન થયું. આહાહા! “વિજ્ઞાન જ્યોતિ ક્રકચવત્ અદય” કરવતની જેમ નિદર્ય રીતે, અરેરે ! રાગને ને મારે અનાદિનો સંબંધ, એ બંધવને કેમ મારે જુદા પાડવા? પરમાત્મા પ્રકાશમાં આવે છે ને ભાઈ ? પરમાત્મપ્રકાશ બંધુને મારી નાખે Page #286 -------------------------------------------------------------------------- ________________ શ્લોક-૫૦ ૨૭૧ છે, ધર્મી મુનિઓ બંધવને મારી નાખે છે અનાદિનો રાગનો સંબંધરૂપી બંધવ. આહાહાહા ! નિર્દય રીતે કહે છે, એમ નહિ કે, અરેરેરે ! આમ મારો, આને ધ્યાનની અગ્નિ લગાડી દઈને એમ, એ બાજુથી ખસી જઈને એમ કહે છે. નિર્દય એટલે જે રાગભાવ છે, તેમાં જે પોતાપણું માન્યું છે, એમાંથી ખસી જઈને, નિર્દય રીતે જરી પણ દયા નહીં ને, અરેરે ! રાગ ને મારો સંબંધ અનાદિનો છે ને? થોડોક તો રાગ રાખું મારો, કરવતની જેમ નિદર્ય રીતે, અદય છે ને? અંદર જરી દયા નથી પછી. એ દયા, દાન ને વતનો વિકલ્પ પણ રાગ મારું સ્વરૂપ નહીં. આહાહાહા ! સમ્યજ્ઞાન જ્યોતિ જ્યાં ચૈતન્ય તરફ વળી છે, રાગનો સંબંધ જે પર્યાયમાં અનાદિથી છે એ બંધવને મારી નાખ્યો અને અત્યારે, બંધ, સંબંધ એવો જે બંધવ એને જ્ઞાન અર્ચિ, જ્ઞાનની પર્યાય અંતરમાં વળી, પરનો સંબંધ છોડયો, નિર્દય રીતે છોડયો, અહીં એક કળશમાંય કલાક થયો. “સધ: ભેદ... ઉત્પા' જીવ પુદગલનો તત્કાળ ભેદ ઉપજાવે છે. આહા! સધ: તત્કાળ રાગનું લક્ષ છોડીને જ્યાં જ્ઞાન સ્વરૂપ આત્મામાં ઢળે છે. ત્યારે તેને ભેદજ્ઞાન રાગથી ભિન્ન પડે છે. આહાહા ! સધઃ નામ તત્કાળ ભેદ ઉપજાવીને કોનો, રાગનો અને ભગવાન આત્માનો. આહાહાહા ! “પ્રકાશિત થતી નથી” કરવતને નિર્દય રીતે ઉગ્ર રીતે સધઃ ભેદમ ઉત્પાધ” જીવ પુદ્ગલનો તત્કાળ ભેદ ઉપજાવીને ન ચકાતિ, પ્રકાશિત થતી નથી, એકરૂપે પ્રકાશતી નથી. એમ વિજ્ઞાન જ્યોતિ થાય છે, ક્યાં સુધી? કે જ્યાં સુધી અજ્ઞાન છે ત્યાં સુધી પણ ભેદજ્ઞાન કોઇ રીતે પ્રકાશિત થતાં અજ્ઞાન થતું નથી. પરથી ભિન્ન પડયું એટલે પછી અજ્ઞાન થતું નથી. વિશેષ (શ્રોતા- પ્રમાણ વચન ગુરુદેવ) કહેશે. પ્રવચન નં.૧૭૦ શ્લોક-૫૦,ગાથા-૮૦૮૨ તા. ૧૬/૧/૭૮ મંગળવાર પોષ વદ-૩ ભાવાર્થ ૫૦ કળશ, કાલ તો એક કલાક ચાલ્યું'તું કળશ આખો. ઝીણું હતું ઝીણું બહુ. આ તો ભાવાર્થ છે. “ભેદજ્ઞાન થયા પછી એટલે કે રાગ અને ભગવાન સ્વભાવ એનું ભેદજ્ઞાન થયે છતું જીવન અને પુગલને કર્તાકર્મભાવ છે (એમ નથી). જીવને અને પુદ્ગલ એટલે રાગાદિને, રાગ છે એ પુદ્ગલનું કાર્ય છે. ભેદજ્ઞાનમાં રાગ જે દયા, દાન, વ્રત આદિનો વિકલ્પ એ કર્મનો ઉત્પાધે છે, એ કર્મની પર્યાય છે, એ કર્મના પરિણામ છે “એને ને જીવને કર્તાકર્મભાવ છે એવી બુદ્ધિ રહેતી નથી.” આહાહા ! જીવના પરિણામ સભ્ય નિર્મળ એ ઉત્પાદ–વ્યય ને ધ્રુવનો કર્તા આત્મા અને રાગ આદિ વ્યવહારના જેટલા વિકલ્પો દયા, દાન, વ્રત, ભક્તિઆદિ એ રાગના પરિણામનો ઉત્પાદક કર્મ છે, એ કર્મની પર્યાય છે. એ કર્મના પરિણામ છે, “એ ભેદજ્ઞાન થયા પછી બે ને કર્તાકર્મભાવ છે એવી બુદ્ધિ રહેતી નથી.” આવું ઝીણું છે. કાલ તો ખૂબ આવી ગયું ઝીણું, આમાં તો શબ્દાર્થ હોય એટલું, કારણકે જ્યાં સુધી ભેદજ્ઞાન થતું નથી એટલે કે જ્યાં સુધી દ્રવ્યદૃષ્ટિ, દ્રવ્યસ્વભાવ પરિપૂર્ણ એની દૃષ્ટિ થતી નથી, ત્યાં સુધી દ્રવ્યદૃષ્ટિ, દ્રવ્યસ્વભાવ પરિપૂર્ણ એની દષ્ટિ થતી નથી Page #287 -------------------------------------------------------------------------- ________________ ૨૭૨ સમયસાર સિદ્ધિ ભાગ-૪ ત્યાં અજ્ઞાનથી કર્તાકર્મભાવની બુદ્ધિ થાય, ત્યાં સુધી રાગ અને દયા દાનના વિકલ્પો, એનો કર્તા અજ્ઞાનબુદ્ધિથી થાય. આહાહા ! એ જ્ઞાનીની વાત કરી પાંચ ગાથામાં. ૭૫, ૭૬, ૭૭, ૭૮, ૭૯ પાંચેય ઝીણી. હવે અજ્ઞાનીની વાત કરે છે. જો કે જીવના પરિણામને એટલે વિકારી પરિણામ આંહી અત્યારે ઓલા જીવના પરિણામ હતા તે નિર્મળ પરિણામ હતા. છે ને એમ આવ્યું'તું ને? જીવના પરિણામને, એ પાંચ ગાથામાં જીવના પરિણામને એટલે કે સમ્યગ્દર્શન જ્ઞાન ચારિત્ર, વીતરાગી પરિણામને એમ હતું. જીવના પરિણામ, ધર્મીના જીવના પરિણામ તે વીતરાગી દર્શન, જ્ઞાન ને ચારિત્ર તે જીવના પરિણામ તે પરિણામને પુદ્ગલ જાણતું નથી. રાગ, વ્યવહારરત્નત્રયનો રાગ એ આ જીવ પરિણામને જાણતું નથી, તેમ રાગ રાગને જાણતું નથી, તેમ રાગ રાગના ફળને દુઃખને જાણતું નથી. તેથી તેને કર્તાકર્મ ભાવ બે વચ્ચે નથી, રાગ અને સ્વભાવની વચ્ચે. આંહી હવે જીવના પરિણામ એટલે વિકારી લેવા, ત્યાં આવ્યું'તું ને પહેલું ૭૯ ગાથા નહીં, હવે પૂછે છે કે જીવના પરિણામને ૭૯ ની પહેલી લીટી ઉપર છે? એ જીવના પરિણામ વીતરાગી છે. સમ્યગ્દર્શનશાન ચારિત્રના પરિણામ એ જીવના પરિણામ. પોતાના પરિણામ એટલે રાગ, પુદ્ગલનાં પરિણામ રાગ દયા, દાન, વ્રતાદિ, કામ, ક્રોધ અને પોતાના પરિણામના ફળ એટલે દુઃખ, રાગનું ફળ દુઃખ એને નહિ જાણતા એવાં પુગલદ્રવ્યને જીવ સાથે કર્તાકર્મપણું છે કે નથી. એ પ્રશ્ન હતો એનો ઉત્તર થઈ ગયો. હવે આંહી જીવના પરિણામને એટલે જ્યાં જીવના પરિણામ જુદા અને આ જીવના પરિણામ એટલે જુદા, ત્યાં જીવના પરિણામ દ્રવ્યદૃષ્ટિવંતના પરિણામની વાત લીધી છે. આહાહા ! એટલે એના પરિણામ દ્રવ્ય ને ગુણ શુદ્ધ છે, તેથી જેની દેષ્ટિ ભેદજ્ઞાન અને દ્રવ્યદૃષ્ટિ થઈ છે, તેનાં પરિણામ તો વીતરાગી સમ્યગ્દર્શનશાન ચારિત્ર એ જીવના પરિણામ, અને ત્યાં જે રાગના પરિણામ હતા, તે બધા પુદ્ગલનાં પરિણામ, પુદ્ગલનું કાર્ય, પુગલનો ઉત્પાદ-વ્યય. આહાહાહા ! ઝીણું ઘણું ભાઈ. 2 ક્રમબદ્ધમાં પુરુષાર્થ ઊડી જાય એવો અજ્ઞાનીને ડર લાગે છે કે - ક્રમબદ્ધમાં પુરુષાર્થ ઊડી જાય એવો અજ્ઞાનીને ડર લાગે છે. પણ ખરેખર તો ક્રમબદ્ધ માને તેની દૃષ્ટિ દ્રવ્ય ઉપર જાય છે. એમાં જ પુરુષાર્થ છે. દમબદ્ધ માનતાં ફેરફારની દૃષ્ટિ છૂટી જાય ને સામાન્યદ્રવ્ય ઉપર દૃષ્ટિ જાય એ જ પુરુષાર્થ છે. ક્રમબદ્ધ નક્કી કરવા જાય ત્યાં હું પરનું કરી દઉં, વ્યવહારથી નિશ્ચય થાય એ બધું ઊડી જાય ને અંદર ઠરી જવાનો રસ્તો થાય. (આત્મધર્મ, અંક ૭૨૬, વર્ષ-૬૦, પાના નં. ૯) Page #288 -------------------------------------------------------------------------- ________________ गाथा-८०-८१-८२ ૨૭૩ ( ॥थ। - ८०-८१-८२ जीवपुद्गलपरिणामयोरन्योऽन्यनिमित्तमात्रत्वमस्ति तथापि न तयोः कर्तृकर्मभाव इत्याह जीवपरिणामहेदूं कम्मत्तं पोग्गला परिणमंति। पोग्गलकम्मणिमित्तं तहेव जीवो वि परिणमदि।।८।। ण वि कुव्वदि कम्मगुणे जीवो कम्मं तहेव जीवगुणे। अण्णोण्णणिमित्तेण दु परिणाम जाण दोण्हं पि।।८१।। एदेण कारणेण दु कत्ता आदा सएण भावेण। पोग्गलकम्मकदाणं ण दु कत्ता सव्वभावाणं ।।८२।। जीवपरिणामहेतुं कर्मत्वं पुद्गला: परिणमन्ति। पुद्गलकर्मनिमित्तं तथैव जीवोऽपि परिणमति।।८०।। नापि करोति कर्मगुणान् जीवः कर्म तथैव जीवगुणान्। अन्योऽन्यनिमित्तेन तु परिणामं जानीहि द्वयोरपि।।८१।। एतेन कारणेन तु कर्ता आत्मा स्वकेन भावेन। पुद्गलकर्मकृतानां न तु कर्ता सर्वभावानाम्।।८२।। यतो जीवपरिणामं निमित्तीकृत्य पुद्गलाः कर्मत्वेन परिणमन्ति, पुद्गलकर्म निमित्तीकृत्य जीवोऽपि परिणमतीति जीवपुद्गलपरिणामयोरितरेतरहेतुत्वोपन्यासेऽपि जीवपुद्गलयोः परस्परं व्याप्यव्यापकभावाभावाज्जीवस्य पुद्गलपरिणामानां पुद्गलकर्मणोऽपि जीवपरिणामानां कर्तृकर्मत्वासिद्धौ निमित्तनैमित्तिकभावमात्रस्याप्रतिषिद्धत्वादितरेतरनिमित्तमात्रीभवनेनैव द्वयोरपि परिणाम:; ततः कारणान्मृत्तिकया कलशस्येव स्वेन भावेन स्वस्य भावस्य करणाज्जीवः स्वभावस्य कर्ता कदाचित्स्यात्, मृत्तिकया वसनस्येव स्वेन भावेन परभावस्य कर्तुमशक्यत्वात्पुद्गलभावनां तु कर्ता न कदाचिदपि स्यादिति निश्चयः। જો કે જીવના પરિણામને અને પુદ્ગલના પરિણામને અન્યોન્ય (પરસ્પર) નિમિત્તમાત્રપણું છે તો પણ તેમને (બન્નેને) કર્તાકર્મપણું નથી એમ હવે કહે છે જીવભાવહેતુ પામી યુગલ કર્મરૂપે પરિણમે; मेवी शत पुगत २भनिमित्त ७५.५४ परि.८०. જીવ કર્મગુણ કરતો નથી, નહિ જીવગુણ કર્મો કરે; અન્યોન્યના નિમિત્તથી પરિણામ બેઉ તણા બને. ૮૧. Page #289 -------------------------------------------------------------------------- ________________ સમયસાર સિદ્ધિ ભાગ-૪ એ કા૨ણે આત્મા ઠરે કર્તા ખરે નિજ ભાવથી; પુદ્ગલક૨મકૃત સર્વ ભાવોનો કદી કર્તા નથી. ૮૨. ગાથાર્થ:-[ પુદ્દના: ] પુદ્ગલો [ નીવપરિણામદેતું] જીવના પરિણામના નિમિત્તથી [ {i] કર્મપણે [ પરિણમન્તિ ] પરિણમે છે, [ તથા વ ] તેમ જ [ નીવ: અપિ ] જીવ પણ[ પુન્નજળર્મનિમિત્ત ] પુદ્ગલકર્મના નિમિત્તિથી [પરિમતિ] પરિણમે છે.[ નીવ: ] જીવ [ર્મમુળાન્] કર્મના ગુણોને [ ન અપિ રોત્તિ ] કરતો નથી [ તથા પુવ ] તેમ જ [ર્મ] કર્મ[ નીવતુળાન્] જીવના ગુણોને ક૨તું નથી;[ g] પરંતુ [ અન્યોન્યનિમિત્તેન ] ૫૨૫૨ નિમિત્તથી [કયો: અપિ ] બન્નેના [ પરિણામ ] પરિણામ [ નાનીÈિ] જાણો. [તેન હારબેન તુ] આ કારણે [આત્મા] આત્મા [સ્વòન] પોતાના જ [ભાવેન ] ભાવથી[f]કર્તા( કહેવામાં આવે )છે[તુ]પરંતુ[ પુન્નનર્મતાનાં]પુદ્ગલકર્મથી ક૨વામાં આવેલા [ સર્વભાવાનામ્ ] સર્વ ભાવોનો [ ŕન ] કર્તા નથી. ૨૭૪ ટીકાઃ- ‘જીવપરિણામને નિમિત્ત કરીને પુદ્ગલો કર્મપણે પરિણમે છે અને પુદ્ગલકર્મને નિમિત્ત કરીને જીવ પણ પરિણમે છે' -એમ જીવના પરિણામને અને પુદ્ગલના પરિણામને અન્યોન્ય હેતુપણાનો ઉલ્લેખ હોવા છતાં પણ જીવ અને પુદ્ગલને ૫૨સ્પ૨ વ્યાખવ્યાપકભાવના અભાવને લીધે જીવને પુદ્ગલપરિણામો સાથે અને પુદ્ગલકર્મને જીવપરિણામો સાથે કર્તાકર્મપણાની અસિદ્ધિ હોઈને, માત્ર નિમિત્તનૈમિત્તિકભાવનો નિષેધ નહિ હોવાથી, અન્યોન્ય નિમિત્તમાત્ર થવાથી જ બન્નેના પરિણામ (થાય ) છે; તે કા૨ણે ( અર્થાત્ તેથી ), જેમ માટી વડે ઘડો કરાય છે તેમ પોતાના ભાવ વડે પોતાનો ભાવ કરાતો હોવાથી, જીવ પોતાના ભાવનો કર્તા કદાચિત્ છે, પરંતુ જેમ માટી વડે કપડું કરી શકાતું નથી તેમ પોતાના ભાવ વડે ૫૨ભાવનું કરાવું અશક્ય હોવાથી ( જીવ ) પુદ્ગલભાવોનો કર્તા તો કદી પણ નથી એ નિશ્ચય છે. ભાવાર્થ:- જીવના પરિણામને અને પુદ્ગલના પરિણામને ૫૨સ્પ૨ માત્ર નિમિત્તનૈમિત્તિકપણું છે તોપણ ૫૨૫૨ કર્તાકર્મભાવ નથી. ૫૨ના નિમિત્તથી જે પોતાના ભાવ થયા તેમનો કર્તા તો જીવને અજ્ઞાનદશામાં કદાચિત્ કહી પણ શકાય, પરંતુ જીવ ૫૨ભાવનો કર્તા તો કદી પણ નથી. પ્રવચન નં. ૧૭૦ ગાથા-૮૦ થી ૮૨ તા. ૧૬/૦૧/૭૯ આ જીવના પરિણામને એટલે રાગના પરિણામ લેવા, રાગ અને દ્વેષ ને મિથ્યાત્વઆદિ ભાવ એ જીવના પરિણામ આંહી લેવા. અને પુદ્ગલના પરિણામ એટલે કર્મ છે તેની પર્યાય જે થાય કર્મની, એ પુદ્ગલના પરિણામ (ને) અન્યોન્ય નિમિત્તમાત્રપણું છે, તોપણ તેમને કર્તાકર્મપણું નથી એમ કહે છે. વિષય ફેરવ્યો. પાંચ ગાથાનો વિષય બીજો હતો. આ વિષય બીજો છે. મૂળ ૨કમની વાત હતી પાંચ ગાથામાં, બહુ ઝીણું આવ્યું'તું. Page #290 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૮૦-૮૧-૮૨ ૨૭૫ આ વિષય છે એ તો હવે આત્માના–રાગદ્વેષના મિથ્યાત્વના પરિણામ અને કર્મના ઉદયના કર્મના પરિણામ, બેની વચ્ચે નિમિત્ત-નિમિત્ત સંબંધ હોવા છતાં કર્તાકર્મપણું નથી એટલું હવે સિદ્ધ કરવું છે. સમજાણું કાંઈ? એમ હવે કહે છે કે ગાથા “જીવ પરિણામ હેદું” ઓલામાં આવ્યું'તું કે જીવ પરિણામ એટલે વીતરાગી પરિણામી, આ જીવ પરિણામ એટલે કે વિકારી પરિણામ “જીવ પરિણામહેદું કમ્મત પુગ્ગલા પરિણમંતિ” પુગ્ગલકમ્મણિમિત તહેવ જીવો વિ પરિણમતિ –આંહી પુદ્ગલકર્મ એટલે કર્મ જડ લેવું, પણ ત્યાં જે પુદ્ગલ લીધા'તા, એ પુણ્ય-પાપના ભાવ, દયા, દાન વ્યવહારરત્નત્રયના એ પુદ્ગલના પરિણામ કહ્યા, તો બે માં ફેર, બેયની ભાષા આખી ફરી ગઈ, દૃષ્ટિના વિષયવંતને પરિણામ જે થાય તે દ્રવ્યર્દષ્ટિ. દ્રવ્ય ને ગુણ શુદ્ધ હોવાથી તેના પરિણામ શુદ્ધ થાય, તે દ્રવ્યગુણ ને પર્યાય તે ત્રણેય શુદ્ધ છે જ્ઞાનીને, અને રાગાદિ જે પરિણામ થાય, દયા, દાન, વ્રત, ભક્તિ એ બધાં પુદ્ગલનો ઉત્પાદ અને પુદ્ગલના પરિણામ છે. આહાહા! આંહી એથી બીજી વાત છે. ત્યાં ધર્મી જીવની દૃષ્ટિવંતના પરિણામની વાત હતી અને આંહી અજ્ઞાનીના રાગદ્વેષ ને મિથ્યાત્વના પરિણામ એની વાત છે. આહાહા ! કહો હવે પાંચ ગાથા ગઈ ત્યાં વિષય ફેરવ્યો. નવરંગભાઈ ! પાંચ ગાથા બહુ ઝીણી ગઈ, ઘણી સારી, ઘણું સ્પષ્ટ, આવું સ્પષ્ટ પહેલાં કર્યું નહોતું એવું ઘણું સરસ સ્પષ્ટ. આહાહા ! ણ વિ કુવ્વઈ કમ્મગુણે” આ કમ્મગુણે એટલે જડની પર્યાય અને ત્યાં કમ્મગુણે એટલે રાગદ્વેષના પરિણામ બેયમાં ફેર હતો. जीवपरिणामहेदुं कम्मत्तं पोग्गला परिणमंति। पोग्गलकम्मणिमित्तं तहेव जीवो वि परिणमदि।।८०।। ण वि कव्वदि कम्मगणे जीवो कम्मं तहेव जीवगुणे। अण्णोण्णणिमित्तेण दु परिणाम जाण दोण्हं पि।।८१।। एदेण कारणेण दु कत्ता आदा सएण भावेण। पोग्गलकम्मकदाणं ण दु कत्ता सव्वभावाणं ।।८२।। આ ગાથા વર્ણાજી હારે ચર્ચા થઈ'તી ઘણા વખત પહેલાં, ગુલાબચંદ ગ્યો'તો ને અહીંથી પહેલાં એ લાવ્યો'તો ઘણાં સાલ હોં, એ તો તેર પહેલાંની વાત એ પહેલાંની વાત છે. એની સાલ બેની એમ કે જુઓ, એકબીજાના નિમિત્ત-નિમિત્તથી થાય છે, આ ત્રણ ગાથામાં થયું છે, થતું નથી. નિમિત્ત છે પણ એનાથી અહીં પરિણામ થતા નથી, એ માટે તો ગાથા લીધી છે. ટીકા - જીવના પરિણામને નિમિત્ત કરીને એટલે કે જીવનાં રાગદ્વેષ ને મિથ્યાત્વ પરિણામ, જીવના મિથ્યાત્વ ને રાગદ્વેષના પરિણામ, એ આ વાત ફરી ગઈ આખી, અજ્ઞાનીની વાત લેવી છે ને અહીં તો, જીવના પરિણામને એટલે મિથ્યાત્વ ને રાગદ્વેષના પરિણામને નિમિત્ત કરીને, ફક્ત નિમિત્ત કરીને, પુદગલ કર્મરૂપે પરિણમે છે, પુદગલ પોતાની પર્યાયને કાળે, કર્મરૂપે પરિણમવાના કાળે પરિણમે છે. નિમિત્ત કરીને એનો અર્થ એ જીવનાં પરિણામ ન્યાં થયા, માટે પુદ્ગલના પરિણામપણે પરિણમવું પડ્યું એમ નથી. આહાહા ! Page #291 -------------------------------------------------------------------------- ________________ સમયસાર સિદ્ધિ ભાગ-૪ પુદ્ગલ તે એ નિમિત્ત છે. આંહી નિમિત્ત એ એકબીજાને નિમિત્ત છે, પરિણમે છે તો પોતે સ્વતંત્ર પોતાના ઉપાદાનથી, નિમિત્ત કહ્યું છે, નિમિત્ત છે એમ. નિમિત્ત કરીને એટલે નિમિત્ત છે. ને અહીંયા કર્મના પુદ્ગલ પોતાને તે કાળે તે કર્મની પર્યાયપણે પરિણમવાની પોતાની ઉત્પન્ન ક્ષણ હતી તેથી તે કર્મ તે પણે પરિણમ્યા છે. આ રાગના ને આ દ્વેષના મિથ્યાત્વના પરિણામનું નિમિત્ત થયું, માટે તેણે કર્મરૂપે પરિણમવું પડયું એમ નથી. અરેરે ! આવી વાતું છે. હવે આ તો અજ્ઞાનની વાતો હજી, પહેલી તો શાનની ગઈ, એ આ પ્રશ્ન લાવ્યા છે, બોલો જુઓ નિમિત્તથી થાય, નિમિત્તથી થાય છે એ ક્યાં કહ્યું, આ તો નિમિત્ત કરીને એટલે નિમિત્ત છે અહીંયા અને તે કાળે કર્મના પરિણામરૂપે પરિણમવાની પુદ્ગલમાં યોગ્યતાથી કર્મ પોતે પરિણમે છે. આહીં પરિણમ્યો છે માટે ત્યાં એ પરિણમે છે એમ નથી. સમજાણું કાંઈ ? જીવ પરિણામને નિમિત્ત કરીને પુદ્ગલો કર્મપણે પરિણમે એટલે ઉપાદાનપણે પોતાથી પરિણમે છે, અને પુદ્ગલકર્મને નિમિત્ત કરીને કર્મનો ઉદય છે જડ, તેનું નિમિત્ત કરીને જીવ પણ પરિણમે છે, એ જીવ પોતાના ભાવે રાગદ્વેષ ને મિથ્યાત્વપણે પરિણમે છે. આહા ! કર્મનો ઉદય તો નિમિત્તમાત્ર છે. તે કાળે જીવ પોતાના પરિણામની ઉત્પત્તિનો ક્ષણ છે, તેથી તે મિથ્યાત્વ અથવા રાગદ્વેષના પરિણામપણે કર્તાપણે પરિણમે છે. આ નિમિત્ત ઉપાદાનનો મોટો ઝઘડો. આહા! ૨૭૬ એમ જીવના પરિણામને, એટલે વિકારી પરિણામને અને પુદ્ગલનાં પરિણામ એટલે કર્મના ઉદયના પરિણામને, અન્યોન્ય હેતુપણાનો ઉલ્લેખ હોવા છતાં, અન્યોઅન્ય એકબીજાને, જીવના પરિણામમાં કર્મનું નિમિત્ત ને કર્મના પરિણમનમાં ઈ ક્યું નિમિત્ત ? જીવના વિકારી પરિણામમાં પૂર્વના કર્મનો ઉદય નિમિત્ત, સમજાણું ? અને પુદ્ગલના નવા પરિણમનમાં જીવના રાગદ્વેષના પરિણામ નિમિત્ત, શું કહ્યું ઈ ? જીવના પરિણામ જે રાગદ્વેષ થાય તે કાળે જે કર્મ પરિણમે, તે કર્મ પરિણમનમાં આ રાગદ્વેષ નિમિત્ત, અને કર્મનો ઉદય છે તે ઉદય છે તે કાળે તે કાળે ઉદય છે પણ તે કાળે રાગદ્વેષ થાય છે એ પોતાને કા૨ણે પરિણમે છે. સમજાણું કાંઈ ? સમય એક પણ વસ્તુ સ્વતંત્ર પોતપોતાથી પરિણમે છે. આહાહા ! આવો અન્યોન્યનો નિમિત્તપણાનો ઉલ્લેખ હોવા છતાં, હેતુ એટલે નિમિત્ત, પણ જીવ ને પુદ્ગલને પરસ્પર વ્યાવ્યવ્યાપકભાવના અભાવને લીધે” આહાહાહા ! પરિણામી કર્મ અને પરિણામી રાગદ્વેષ એનો અભાવ, પરિણામી આત્મા અને પરિણામ કર્મનું થવું એનો અભાવ, વ્યાપ્યવ્યાપક, કર્તા કર્મ પરિણામી પરિણામપણું, એટલે પરિણામી આત્મા અને વિકાર પરિણામનું કાર્ય કર્મનું એમ નથી, તેમ વિકારી આત્મા પરિણામ,વિકારી પરિણામ કર્તા અને કર્મના પરિણામ તેનું કાર્ય એમ નથી, તેમ કર્મના ઉદય કર્તા અને રાગદ્વેષના પરિણામ તેનું કાર્ય એમ નથી. આહાહા ! જીવને પુદ્ગલ પરિણામો સાથે અને પુદ્ગલકર્મ જીવ પરિણામો ને સાથે ( અન્યોન્ય પુદ્ગલ કર્મના પરિણામો સાથે ) કર્તાકર્મપણાની અસિદ્ધિ હોઈને, છે? વ્યાપ્યવ્યાપકભાવના અભાવને લીધે એટલે કે કર્મનો ઉદય વ્યાપક થઈને જીવના વિકા૨ ક૨ે એનો અભાવ, એમ જીવ વ્યાપક વિકા૨ી થઈને કર્મના પરિણામ વ્યાપને કરે એનો અભાવ, આવું વે. “એવા જીવને પુદ્ગલ પરિણામો સાથે અને આની સાથે કર્તાકર્મપણાની અસિદ્ધિ હોઈને ” Page #292 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૮૦-૮૧-૮૨ ૨૭૭ માત્ર નિમિત્ત નૈમિત્તિક ભાવનો નિષેધ નહીં, નિમિત્ત હો, નિમિત્ત હો માટે અહીં વિકાર થયો, કર્મનો ઉદય નિમિત્ત છે માટે વિકાર થયો એમ નથી, તેમ વિકારના પરિણામ થયા માટે કર્મને પરિણમવું પડ્યું એમ નથી. આહાહા ! આવી સ્વતંત્રતા છે, બેયની સ્વતંત્રતા “કર્તા એટલે સ્વતંત્રપણે કરે તે કર્તા” અજ્ઞાની જીવ પુણ્ય-પાપને સ્વતંત્રપણે અજ્ઞાનથી કરે છે અને કર્મના પરિણામ જે પુગલના, પુદગલ વર્ગણા હતી એમાં કર્મના પરિણામ થયા એ કર્મ પણ પોતે સ્વતંત્રપણે કર્મની પર્યાયપણે પરિણમે છે, એને આંહી વિકારી પરિણામ હતા માટે આંહી કર્મનું પરિણમન થયું એમ નથી. આ મોટો ઉપાદાન-નિમિત્તનો ગોટો આમાં. માત્ર નિમિત્તનૈમિતિકભાવનો નિષેધ નહીં હોવાથી, અન્યોન્ય નિમિત્તમાત્ર થવાથી, અન્યોન્ય નિમિત્તમાત્ર થવાથી જ, બન્નેના પરિણામ થાય છે. બન્નેના આ રીતે સ્વતંત્ર રીતે આનું કર્મના પરિણામનું નિમિત્ત આત્મા નહીં અને આત્માના પરિણામનું નિમિત્ત કર્મ નહીં બસ આટલી વાત છે, છતાં પરિણામ પોતપોતાથી થાય છે. આહા ! તે કારણે જેમ માટી વડે કરાય છે” માટી વડે ઘડો કરાય છે, “તેમ પોતાના ભાવ વડે પોતાનો ભાવ કરાતો હોવાથી” એમ જીવને જેમ માટી વડે ઘડો કરાય છે, એમ જીવના ભાવ વડે પોતાના વિકાર કરાય છે, ઓલામાં જુદું હતું, ઘડાનો માટીનો કર્તા જેમ ઘડો, એમ ત્યાં આત્મા પોતાના નિર્મળ પરિણામનો કર્તા જીવ, અને અહીં વિકારી પરિણામનો કર્તા પુદ્ગલ, જેમ માટી ઘડાને કરે, એમ કર્મ વિકારી પરિણામને કરે એ જ્ઞાનીની દૃષ્ટિની અપેક્ષાએ વાત હતી. એ દૃષ્ટાંત ત્યાંયે ઘડાનું હતું, કે માટી ઘડાને કરે વ્યાપક થઈને વ્યાપ્ય, એમ ભગવાન વ્યાપક થઈને વીતરાગી સમ્યગ્દર્શન જ્ઞાનચારિત્રના પરિણામે વ્યાપ્યને કરે, માટી ઘડારૂપે થાય એ માટીનું કાર્ય છે, એમ જીવ પોતે નિર્વિકારી પરિણામને કરે તેને તે કાર્ય અને કર્તા છે, અને વિકારી પરિણામ જ્ઞાનીની દૃષ્ટિમાં દ્રવ્યદેષ્ટિ થઈ છે. જ્ઞાનીને વિકારી પરિણામનું વ્યાપકપણે કર્મનું છે અને વ્યાપ્યપણું એના વિકારી પરિણામ છે. જેમ માટીનો ઘડો થાય છે એમ કર્મને લઈને વિકાર પરિણામ થાય છે. એમ ત્યાં જ્ઞાનીની દૃષ્ટિમાં આ કેવું છે. આહા! સમજાણું કાંઈ ? દૃષ્ટાંત તો બેય ને એક સરખા. ન્યાંય એ હતું કે માટી ઘડારૂપે થાય છે એમ વિકારી પરિણામ કર્મથી થાય છે, એમ ત્યાં દષ્ટાંત હતું, જ્ઞાનીની દષ્ટિની અપેક્ષાએ દ્રવ્યદૃષ્ટિની અપેક્ષાએ, અને ત્યાં માટીની જેમ ઘડાને કરે છે એમ આત્મા પોતાના નિર્વિકારી સમ્યગ્દર્શનશાનચારિત્રના પરિણામને કરે છે એમ ત્યાં હતું. અહીંયા માટી જેમ ઘડાને કરે છે એમ અજ્ઞાની જીવ પોતાના વિકારી પરિણામને કરે છે. દેવીલાલજી! આવું છે. દાખલો તો બેયમાં છે પણ બેયમાં પહેલાં ફેર છે. છે ને? જેમ માટી વડે ઘડો કરાય છે, તેમ પોતાના ભાવ વડે પોતાનો ભાવ કરાતો હોવાથી જીવ પોતાના ભાવનો કર્તા કદાચિત, અજ્ઞાનભાવની વાત છે ને આ, જીવ પોતે જેમ માટીમાંથી ઘડો થાય છે, એમ જીવ પોતે અજ્ઞાનભાવે માટીમાંથી ઘડો થાય છે, એમ જીવ અજ્ઞાનભાવે રાગદ્વેષનો કર્તા થાય છે, કદાચિત્ એટલે અજ્ઞાનભાવે, આહાહા ! કહો સમજાણું કાંઈ ? આવું છે. હવે ગાથાઉ પાંચ ગઈ એનાથી એકદમ ફેરફાર કરી નાખ્યો. દાખલો ઈનો ઈ છતાં Page #293 -------------------------------------------------------------------------- ________________ ૨૭૮ સમયસાર સિદ્ધિ ભાગ-૪ સિદ્ધાંતમાં એનો ફે૨. ( શ્રોતાઃ- ઉગમણો આથમણો ફેર ) હૈં? એટલો ફેર છે. (શ્રોતાઃબેયમાં ફેર છે ) બેયનો ફેર છે ને ( શ્રોતાઃ- જ્ઞાનીને અજ્ઞાનીની દૃષ્ટિમાં ફેર જ હોય ને ) જેની દ્રવ્યદૃષ્ટિ થઈ છે એટલે કે જ્ઞાની થયો છે, એટલે કે ચૈતન્યના દ્રવ્યગુણના શુદ્ધતાનો જેણે સ્વીકાર કર્યો છે, એવા જે જ્ઞાની એને, જેમ માટી ઘડો કરે, એમ એ જ્ઞાની નિર્મળ વીતરાગી પરિણામને કરે અને કર્તા થાય. આહાહા ! અને કર્મ જેમ માટી ઘડાને કરે છે તેમ જ્ઞાનીને કર્મ માટી છે તેના વિકારી પુણ્ય-પાપના પરિણામ તે તેનું વ્યાપ્ય એ ઘડો માટી કરે છે એમ વિકારી પરિણામ કર્મ કરે છે. કહો, ત્રિભોવનભાઈ ! આવું છે ઝીણું. આહા ! એ ત્યાં હતી એ દ્રવ્યદૃષ્ટિવંતની વાત હતી, જેને આત્મા જ્ઞાયક સ્વરૂપ પૂર્ણાનંદનો નાથ પ્રભુ, રાગથી ભિન્ન પડીને, જ્યાં ભેદજ્ઞાન ને સમ્યગ્નાન થયું છે, તેને ઘડો જેમ માટીથી થયો, એમ નિર્મળ પરિણામ જીવથી થયા, અને જેમ ઘડો માટીથી થયો, એમ મલિન પરિણામ કર્મથી થયા. આહાહા ! સમજાણું કાંઈ ? પુંજાભાઈ ! ઝીણું બહુ બાપા. હૈં? (શ્રોતાઃ- સમજાય એવું છે) કહો, રસિકભાઈ ! આ કાલની વાત બીજી અને આજની વાત બીજી આવી પાછી. એ વ્યાપ્યવ્યાપકમાં તો કાલ કેટલું કહ્યું'તું. હૈં ? ( શ્રોતાઃદિવસ બદલાઈ ગયાને ) કાલ વ્યાપ્યવ્યાપક એમ કહ્યું'તું, કે ભગવાન આત્મા વ્યાપક છે અને નિર્મળ પરિણામ તેનું વ્યાપ્ય કર્તાનું એ કર્મ છે. અને તે જ્ઞાનીને જે કાંઈ વિકાર પુણ્ય, દયા, દાન, વ્રત આદિના પરિણામ થાય તે જેમ ઘડો માટી કરે છે, એમ એ વિકારી પરિણામ કર્મ કરે છે, તેનો તે જ્ઞાતા છે. આહાહા ! આંહી અજ્ઞાની પોતે સ્વરૂપનું જ્યાં ભાન નથી. આહાહાહા ! સમજાણું કાંઈ ? એવો જે અનાદિ પ્રવાહમાં, અનાદિ અજ્ઞાની જેની પર્યાય બુદ્ધિ છે, એટલે કે રાગદ્વેષના પરિણામ ઉ૫૨ જેની રુચિ ને બુદ્ધિ છે, તે જીવ માટી જેમ ઘડાને કરે, તેમ અજ્ઞાની આત્મા પોતાના વિકારી પરિણામને કરે. આહાહા ! ( શ્રોતાઃ– એ જીવ કરે છે એમ ) એ જીવ કરે છે, ઓલો કહે પુદ્ગલ કરે છે. આહાહા ! આવું ઝીણું બહુ બાપુ ! વેપારીને નવરાશ મળે નહીં નિર્ણય કરવાની. વખત મળે નહીં. આહા ! આ તો વીતરાગ સર્વજ્ઞ પરમેશ્વર એને જે રીતે જ્ઞાનીની દલીલ અને અજ્ઞાનીની જે દલીલ કરે છે એ સમજવી જોઈએ. આહા ! જ્ઞાનીને રાગના, ચાહે તો ભગવાનની ભક્તિ સ્તુતિનો રાગ હોય, એનાથી પણ જેણે ભિન્ન આત્માનું જ્ઞાન કર્યું છે. તેના જ્ઞાનમાં તો તેના પરિણામ, દ્રવ્ય અને ગુણ શુદ્ધ હોવાથી દ્રવ્યને ગુણ શુદ્ધની દૃષ્ટિ હોવાથી, તેના પરિણામ તો નિર્મળ કાર્ય થાય. તે જીવ વ્યાપક અને નિર્મળ સમ્યગ્દર્શનજ્ઞાનચારિત્ર તે નિર્મળ કર્તાનું કાર્ય છે, અને તે જ્ઞાનીને જે કાંઈ રાગઆદિ બાકી થાય છે, તે વ્યાપ્ય કર્મ છે ને આ કર્મ વ્યાપક છે. આહાહા ! એ વિકારી પરિણામનો કર્તા જડ છે અને એ વિકારી પરિણામ જડ છે માટે તેનું એ કાર્ય છે. કહો, સમજાય છે કાંઈ ? અહીંયા બીજી વાત છે. અહીં તો દ્રવ્યનું જેને જ્ઞાન નથી, વસ્તુની ખબર નથી, ચૈતન્ય ભગવાન આનંદનો નાથ પ્રભુ, શુદ્ધ આનંદકંદ સચ્ચિદાનંદ પ્રભુ, એનું જેને જ્ઞાન નથી, તેથી તેની બુદ્ધિમાં રાગ ને પુણ્ય-પાપ મારાં છે, આ મારું છે એવું નથી તો આ મારું છે.આહાહાહા ! જ્ઞાનીને તો આ મારું છે માટે આ મારું નથી, દ્રવ્ય ને ગુણ એ મારાં છે, તેથી રાગ મારો નથી. Page #294 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૮૦-૮૧-૮૨ ૨૭૯ અને અજ્ઞાનીને દ્રવ્યગુણ મારાં નથી તેથી તેને રાગ મારો છે (એવું ભાસે છે). દેવીલાલજી! આવા તમારે કાંઈ ઢુંઢિયામાં આવું કાંઈ આવે એવું નથી.(શ્રોતા:- સવાલ જ નથી) આવી થોડી ઘણી વાત નાખી છે. પણ આવું સ્પષ્ટ નથી. કારણકે દૃષ્ટિ વિપરીતથી શાસ્ત્ર બનાવ્યા. અને આ તો ત્રણલોકના નાથની સીધી વાણી, સંતો સીધી વાણી જગતને કહે છે. આહા ! જીવ પોતાના ભાવનો કર્તા કદાચિત્ છે, તેમ અજ્ઞાનભાવ છે ત્યાં સુધી વિકારનો કર્તા છે એમ, સદાય કર્તા છે એમ, નહીં. જ્યાં સુધી એને દ્રવ્ય ને ગુણની પ્રતીતિ થઈ નથી, મારો નાથ શુદ્ધ ચૈતન્ય ભગવાન પરમાનંદનો નાથ છે, એના અસ્તિત્વની, અસ્તિત્વનું મોજુદગીનું જ્ઞાન થયું નથી એથી તે રાગ ને દ્વેષને જ એ ભાળે છે, આ ભાળતો નથી અજ્ઞાની. અને જ્ઞાની પોતાના દ્રવ્ય ને ગુણ શુદ્ધને ભાળતો હોવાથી, તેના પરિણામ પણ નિર્મળ શુદ્ધ થાય છે, તે પરિણામ તેનું કાર્ય છે, એ પરિણામીનું એ પરિણામ છે. અને જ્ઞાનીને રાગદ્વેષ છે એ પરિણામ છે, જે કર્મ પરિણામીનું એ પરિણામ છે. આહાહાહાહા ! ભાષા તો સાદી પણ ધ્યાન તો રાખવું જોઈએ ને ભાઈ ! આ તો વીતરાગ માર્ગ છે બાપુ, જેની પાસે ઇન્દ્રો એકાવતારી જઈને ગલુડીયાની જેમ બેસે સાંભળવા પરમાત્મા પાસે મહાવિદેહમાં, એ વાણી કેવી હોય ભાઈ ? એના ન્યાયો અને એની રીતની પદ્ધતિ કોઈ વીતરાગની જુદી છે. આહાહા ! અહીંયા “જે માટી વડે ઘડો કરાય છે તેમ પોતાના ભાવ વડે પોતાનો ભાવ કરાતો હોવાથી પોતાનો ભાવ એટલે રાગ અને દ્વેષ, આંહી ઓલામાં પોતાનો ભાવ એટલે નિર્મળ ભાવ હતો, જ્ઞાનીનો, ( શ્રોતા:- આ પુદ્ગલનો ભાવ ) પુદ્ગલનો, એ તો જ્ઞાતા થઈને શેય છે ને એ તો, અને આંહી તો મારું સ્વરૂપ છે આ તો, જેને આત્મા શુદ્ધ ચૈતન્યઘન પ્રભુ, દૃષ્ટિમાં લીધો નથી તેના અસ્તિત્વમાં રાગદ્વેષ છે, એ મારું અસ્તિત્વ છે એમ માન્યું છે અને જેને પોતાનો ભગવાન આત્મા, શુદ્ધ ચૈતન્ય આનંદઘન છે એવું અસ્તિત્વ ભાસ્યું છે, તેના પરિણામમાં રાગદ્વેષ મારાં છે એમ છે નહીં ત્યાં, ત્યાં રાગદ્વેષ છે એ જ્ઞાતાનું શેય છે. આહાહાહાહા! એ તો કર્મનું કાર્ય છે ત્યાં, હું તો તેનો જાણનાર છું, કેમ કે મારામાં વિકાર કરે એવો કોઈ ગુણ નથી, અનંતા અનંતા અનંતા અનંતા અનંતા ગુણો હોવા છતાં કોઈ એક ગુણ પણ વિકાર કરે એવો કોઈ ગુણ નથી. (શ્રોતા - ગુણ વિકાર કરે તો વિકાર મટે શેનો) ગુણ વિકાર કરે તો તો પછી વિકાર જ વસ્તુ થઈ ગઈ, વિકાર વસ્તુ કોઈ દિ' થઈ શકે જ નહીં ત્રણેય કાળમાં. આહાહાહા ! પોતાના ભાવ વડે પોતાનો ભાવ કરાતો હોવાથી, જીવ પોતાના ભાવનો કર્તા કદાચિત્ છે. જોયું? જીવના પોતાનો ભાવ રાગ ને દ્વેષ ને પુણ્ય-પાપના ભાવ એ જીવનો ભાવ, આંહી કહેવું છે. જ્યાં કહ્યું'તું એ કર્મનો ભાવ કીધો તો (શ્રોતા- જ્ઞાનીની વાત હતી, ત્યાં જ્ઞાનીની વાત હતી, આ અજ્ઞાનીની વાત છે, કેમકે જ્ઞાનીને દ્રવ્યગુણની શુદ્ધતા ભાસી છે, તેથી તેના ભાસમાં રાગ મારો છે તેમ ભાસતું નથી. અજ્ઞાનીને દ્રવ્ય શુદ્ધ છે ગુણ શુદ્ધ છે તે ભાસ્યું નથી તેથી રાગ ને દ્વેષ મારાં છે તેવું એને ભાસ્યું છે, માટે તે તેના કાર્યનો તે કર્તા છે, પણ કર્મ કર્તા નહીં એમ સિદ્ધ કરવું છે અહીંયા. એ વિકારી પરિણામનો જીવ પોતાના ભાવનો કર્તા છે. છે? Page #295 -------------------------------------------------------------------------- ________________ ૨૮૦ સમયસાર સિદ્ધિ ભાગ-૪ “જેમ માટી વડે કપડું કરી શકાતું નથી. તેમ પોતાના ભાવ વડે પરભાવનું કરાવું અશક્ય હોવાથી, આહાહા.... માટી વડે કપડું ન થાય, એમ આત્માના ભાવ વડે કર્મના પરિણામ ન થાય, પુદ્ગલના પરિણામ આત્માના ભાવથી ન થાય. આહાહાહા..... આવું છે. આહા ! દાખલો કેવો આપ્યો છે, જોયું ? ઓલામાં માટીનો જ એકલો ઘડો, અહીં વળી માટી વડે કપડું ન થાય એમ કહી પ૨દ્રવ્યના પરિણામ ન થાય. કર્મના બંધનના પરિણામ જીવ ન કરે, જેમ માટી વડે કપડું ન થાય, તેમ જીવના પુણ્ય-પાપના વિકારના ભાવ વડે કર્મના પરિણામ ન થાય, અને કર્મના પરિણામ વડે આત્મામાં વિકારી પરિણામ ન થાય. માટી વડે કપડું ન થાય એમ આત્માના વિકારી પરિણામ વડે કર્મ બંધાય નહીં, અને કર્મના ઉદયને લઈને જીવના પરિણામ આત્મામાં થાય, એ માટી કપડું ન થાય, એમ જીવનો ઉદય આવ્યો માટે અહીં રાગદ્વેષ થાય એમ નથી. આહાહાહા ! સમજાણું કાંઈ ? આ તો ભાઈ એકએક ગાથાઓ સમયસારની ગાથા એટલે, આહાહા..... ઉંડપનો પાર ન મળે. માટી વડે કપડું કરી શકાતું નથી તેમ, પોતાના ભાવ વડે એટલે વિકારી ભાવ વડે, “૫૨ભાવનું એટલે કર્મનું કરાવવું અશક્ય હોવાથી જીવ પુદ્ગલભાવોનો કર્તા તો કદી પણ નથી.” અહીં એ સિદ્ધ કરવું છે. આહાહા ! અહીં રાગદ્વેષ થયા માટે એને આ કર્મબંધન થયું એમ નથી. એ ત્યાં પુદ્ગલના પરિણામમાં કર્મબંધનનાં પરિણામ થવાનો કાળ હતો તેથી ત્યાં થયું, આ રાગદ્વેષ તો નિમિત્તમાત્ર છે અને એ રાગદ્વેષના ભાવ વડે કર્મનું પરિણમન થયું એમ નથી. માટી વડે કપડુ થતું નથી એમ રાગદ્વેષના પરિણામ વડે કર્મના પરિણામ થતાં નથી. ( આવું એની મેળે વાંચે તો બરોબર સમજાય એવું નથી એવી વાત છે આ. માટે નિવૃત્તિ લઈને સાંભળવાનો જોગ કરવો. આ અમારા ચીમનભાઈએ નિવૃત્તિ લીધી છે ને હવે છોડી દીધું. હવે બધું હવે કરો ઉધ્ધાર. આહાહાહા ! ભાઈ ! અરે આવા કાળ ક્યારે આવે બાપુ. અનંતકાળથી રખડયો, ક્યાંય ત્રસપણું પામ્યો નહોતો, એવા નિગોદમા અનંતકાળ રહ્યો. આહા ! ( શ્રોતાઃત્રસપણું પામ્યો નહોતો ) બચારા ત્રસપણું પામ્યો નહોતો એટલો કાળ તો નિગોદમાં ગયો. ઓહોહો ! અને હજી કેટલા બચારા ત્રસ થયા નથી એવા નિગોદમાં જીવ પડયા છે, ઇયળ થયા નથી હજી. આહા !નિગોદમાંથી નીકળ્યા નથી એટલે પછી શું ? થયું ? એ બટાટા સકકરકંદ આ બટાટાની શંકા છે લોકોને, પણ લસણ ને ડુંગળી, મુળાનો કાંઠો અનંતા જીવ, અનંતા જીવ એમાં એક રાઈ જેટલી કટકીમાં તો અસંખ્ય શરીર, અંગુળના અસંખ્યભાગે ઔદારિક શ૨ી૨, એક રાઈ જેટલા કટકામાં અસંખ્ય ઔદારિક શરી૨ અને એકએક શરીરમાં અનંતા જીવ, અને ત્યાંથી હજી નીકળ્યા નથી કેટલાક જીવ. આહાહા.....!! ભગવાનની વાણીમાં છે, પ્રભુ તું આ માણસ થયો' ને હવે, હવે તને આ કરવા જેવાનો કાળ તો આ છે. નિગોદમાંથી ત્રસ થાય તો એ ઢાળસાગરમાં કહે છે કે એ તો ચિંતામણિ રતન મળ્યું એને, ત્રસ ત્રસ ઇયળ થાય. ચિંતામણિ મળ્યું એમાંથી માણસ થાય અને એમાં વળી, આર્ય ક્ષેત્રમાં જન્મ, એમાં પણ વીતરાગના કુળમાં જન્મ જૈનમાં અને એમાં પણ વીતરાગવાણી સાંભળવાનો જોગ એવામાં જન્મ. આહાહાહાહા.... બાપુ તારા પુણ્યનો પાર નથી. આહાહા ! સમજાણું કાંઈ ? આહા ! Page #296 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૮૦-૮૧-૮૨ ૨૮૧ આ દાખલો કેવો આપ્યો છે, અમૃતચંદ્રાચાર્ય ખુલાસો કરે છે. માટી વડે કપડું કરી શકાતું નથી, તેમ પોતાના ભાવવડ પરભાવ, એટલે અહીં સિદ્ધ કરવું છે. પુલભાવોનો કર્તા તો કદી પણ થતો નથી એમ સિદ્ધ કરવું છે. કર્મનો ઉદય છે માટે વિકાર થયો એ પણ એમ નથી, એ તો પહેલું સિદ્ધ કર્યું, પણ હવે આમ સિદ્ધ કરવું છે કે જીવ પોતે પુદ્ગલના પરિણામનો કર્તા પોતાના વિકારી પરિણામનો કર્તા હોવા છતાં એ પરના પરિણામનો કર્તા તો છે નહિ, એટલું સિદ્ધ કરવું છે. સમજાણું કાંઈ ? નહીંતર તો પુદ્ગલ છે કર્મ એ કાંઈ વિકારી પરિણામનો કર્તા નથી એ તો સિદ્ધાંત મુકી દીધો, પણ એને સરવાળો આ લેવો છે, કે જીવ જેમ જ્ઞાની થયો તેમ” જેમ વિકારી પરિણામનો કર્તા નથી તેમ અજ્ઞાની વિકારી પરિણામનો કર્તા છે, એ પુદ્ગલના પરિણામનો કર્તા નથી. આહાહા ! સમજાણું કાંઈ? આહાહાહા.... આવું છે. ભાવાર્થ- જીવના પરિણામને એટલે વિકારી પરિણામને અને પુદ્ગલનાં પરિણામ એટલે કર્મની પર્યાયને, પરસ્પર માત્ર નિમિત્તનૈમિતિકપણું છે પરસ્પર હોં, તે નિમિત્ત ને આંહી નૈમિતિક, આ નિમિત્ત ને એ નૈમિતિક, વિકારી પરિણામ નિમિત્ત, કર્મ નૈમિતિક, કર્મનો ઉદય નિમિત્ત, વિકારી પરિણામ નૈમિતિક એટલો સંબંધ છે. નિમિત્તનૈમિતિકપણું છે, તોપણ પરસ્પર કર્તાકર્મભાવ નથી, પરસ્પર આવી ગયું પાછું બેય, કર્મનો ઉદય તે રાગને કરે નહિ અને રાગ છે તે કર્મને બાંધે નહીં. આહાહાહાહા ! જૂના કર્મનો ઉદય છે, એ રાગને કરે નહીં અને રાગ છે એ નવા કર્મ બંધાય એને કરે નહીં, પણ જૂના છે એની હારે સંબંધ પછી નહીં રહ્યો. ભાઈ ! રાગદ્વેષના પરિણામ છે, એને પૂર્વના કર્મનો ઉદય નિમિત્ત છે, છતાં તે કર્મે એને અહીં કર્યું નથી એક વાત. હવે અહીં રાગદ્વેષ નિમિત્ત છે અને નવા કર્મ બંધાય છે, એ જૂના હારે સંબંધ ન રહ્યો. શું સમજાણું કહ્યું? જૂના કર્મનું નિમિત્તપણું વિકારી પરિણામ કરે તેને નિમિત્તપણે કહે, છતાં એ જૂના કર્મ તે વિકારી પરિણામનો કર્તા નહીં. હવે અહીંયા વિકારી પરિણામ નિમિત્ત અને કર્મબંધનના પરિણામ એ નૈમિતિક ને ઓલા જૂના કર્મ જે વિકારીમાં નિમિત્ત હતા એ નહીં, વિકારી પરિણામ નિમિત્ત અને નવા કર્મના પરિણામ થાય તે નૈમિતિક, પણ છતાં તે કર્મના પરિણામનો, વિકારી પરિણામ કર્યા નહીં. નવરંગભાઈ ! ભાષા તો સાદી આવે છે જોયું, ક્યાં ગયો તમારો ગયો? છે જ્યાં ભણ્યો હશે એ પાપનું બધું, આ બીજી જાતનું છે આ. આહાહા ! કહો સમજાણું કાંઈ ? આહા ! તો પણ પરસ્પર કર્તાકર્મભાવ નથી, એટલે બેય સિદ્ધ કર્યું. પરના નિમિત્તથી જે પોતાના ભાવ થાય, છે? કર્મનું નિમિત્ત અને વિકારી પરિણામ પોતાના ભાવ થાય, તેમનો કર્તા તો જીવને અજ્ઞાનદશામાં કદાચિત્ કહી પણ શકાય, અજ્ઞાનદશામાં. આહાહાહા ! શુદ્ધ પરમાત્મસ્વરૂપ ભગવાન પવિત્રનો પિંડ પ્રભુ, એનું જેને જ્ઞાન નથી અને અજ્ઞાન છે, મહાપ્રભુ પવિત્રનો પિંડ આત્મા, અનંત અનંત અપાર ગુણ છે પણ બધાં પવિત્ર ને શુદ્ધ, એવા ભગવાન આત્માના ગુણો અને દ્રવ્યનું જેને જ્ઞાન નથી, આવી ચીજ છે છતી તેનું જ્ઞાન નથી. તેના અજ્ઞાનને લીધે વિકારી પરિણામનો એને કર્તા કહેવાય. આહાહા ! સમજાણું કાંઈ? ચૈતન્યના ભગવાન શુદ્ધ, શુદ્ધ દ્રવ્ય શુદ્ધ ગુણ અપરંપાર અખંડ ભંડાર મોટો પ્રભુ! એવા ભંડારના શુદ્ધ ભાવનું જેને જ્ઞાન નથી અને જેને ફક્ત રાગદ્વેષ ને પર્યાયનું એને જ્ઞાન છે એ Page #297 -------------------------------------------------------------------------- ________________ ૨૮૨ સમયસાર સિદ્ધિ ભાગ-૪ અજ્ઞાન છે. એ અજ્ઞાનભાવે એને પુણ્ય-પાપના વિકારી પરિણામ કાર્ય અને કર્તા કહી શકાય અજ્ઞાનભાવમાં, પણ છતાં તે પુદ્ગલના પરિણામનો કર્તા તો નહીં. આહાહા ! પરસ્પર નિમિત્ત-નિમિત્ત સંબંધ હોવા છતાં પરસ્પર કર્તાકર્મપણું, પરિણામી પરિણામપણું નહીં, વ્યાપ્યવ્યાપકપણું નહીં. આહાહાહાહા ! આવી બધી ભાષા. (શ્રોતા - કદાચિત કેમ કીધું) અજ્ઞાન કીધું'ને, અજ્ઞાન છે ત્યાં સુધી કર્તા છે કીધું? શું, પણ કદાચિત અજ્ઞાન છે ત્યાં સુધી તો એ કર્તા છે કદાચિત્ હજી, ભાન થયું પછી કર્તા નથી, અહીં તો વાત થઈ ગઈ ને બેય વાત તમે. એના સાટુ તો આ બે ત્રણ વાર વાત કરી કે શુદ્ધ ચૈતન્યદ્રવ્ય ને ગુણ શુદ્ધ છે, મહાપ્રભુ મોટી હૈયાતીવાળું મહાતત્ત્વ છે એની જેને ખબર નથી, એ અજ્ઞાની અને પુણ્ય-પાપના પરિણામ વિકારી ઉપર દૃષ્ટિ છે તેથી તે અજ્ઞાની તેનો કર્તાકર્મ થાય છે. આહાહા ! આહાહાહા ! પણ જેના શુદ્ધ દ્રવ્યગુણ પર્યાયની હૈયાતિની પ્રતીત થઈ છે, જેની જ્ઞાનની પર્યાયમાં મહાપ્રભુ દ્રવ્યને ગુણ મોટો શુદ્ધ પ્રભુ જણાણો છે એના પરિણામમાં શુદ્ધતા સિવાય શું થાય એને? કારણકે એનો વિષય જ આખો શુદ્ધ છે પર્યાયનો, એ શુદ્ધ છે તેના પરિણામ શુદ્ધ થાય, તેને જે રાગાદિ થાય તેને તે પર તરીકે શેય તરીકે જાણે, આવી વાતું છે. આ વસ્તુ તત્ત્વને સમજ્યા વિના, કાંઈ ન મળે ને કાંઈક લઈ લો વ્રત ને પડિયા અને પછી હેરાન. વસ્તુની તો હજી ખબર નથી શું છે આ. (શ્રોતા- વ્રત તપ તો કરવાના છે ને) કરવાના નથી, વિકલ્પ આવે તેનો જાણનાર રહે છે એમ છે પછી, ઝીણી વાત બહુ બાપુ! મારગ ઝીણો બહુ, અત્યારે તો આખા સ્વરૂપને પલટાવી નાખ્યું છે માણસે અને બિચારા વાણીયાને નવરાશ ન મળે. ઓલું લખ્યું છે ને? ઓલા, જાપાની એ જાપાનનો ઐતિહાસિક મોટો છે ૬૭ વર્ષનો અને એનો છોકરો છે ઐતિહાસિક, બહુ શાસ્ત્રો જોયેલા છે ઘણા એને, આ જૈનના શાસ્ત્રો જોયા પછી એ કહે છે કે, ઓહોહો... જૈનમાં તો “અનુભૂતિનું કહ્યું છે” જૈનમાં તો અનુભૂતિ કરવી તે કહ્યું છે, પણ જૈન (ધરમ) વાણીયાને મળ્યો ને વાણીયા વ્યાપાર આડે નવરાશ ન મળે. જાપાનનો ઐતિહાસિક છે એને ખબર પડી ગઈ બધાને, વાણીયા વેપાર આડે નવરાશ નથી એટલે આ નિર્ણય કરવાનો વખત એને નથી મળતો. અનુભૂતિ ભગવાન આત્મા કહે છે, આત્મા આનંદમૂર્તિ પ્રભુ, એની અનુભૂતિ કરવી એ જૈન ધર્મ છે, પણ એ દ્રવ્ય શું છે, એની હજી ખબરેય ન મળે. અને આ પડિમા ધારણ કરી લીધી એક બે ચાર પંદર દસ અગિયાર, એ તો રાગનો કર્તા થાય મિથ્યાદેષ્ટિ છે. આહાહા ! આકરું કામ બાપુ, એ એમ કહે છે બિચારો, માળા કે જૈનો થયા પણ વાણીયાને મળી વાત અને જૈન પરમેશ્વરનો માર્ગ છે અનુભૂતિ. આત્મા એ શુદ્ધ છે એ બહુ એને તો ખ્યાલ ન હોય પણ, બહુ વાંચેલું ને જૈનનું અન્યનું વાંચેલું ને જૈનનું આ કાઢયું એણે, જાપાનનો છે એ ઐતિહાસિક, લેખ આવ્યો'તો, આંહી નવરાશ ન મળે એને નિવૃત્તિ ન મળે ધંધા આડે. (શ્રોતા – જાપાનવાળાને નવરાશ કેમ મળી હશે) રામજીભાઈ જેવા નવરા તો કોક થતા હશે ને? આહાહા ! ઈ વાણિયાની એવી ઓલી કરી, વાણીયા વેપાર આડે નવરા ન મળે, એમાં આત્માનું જૈન ધર્મની અનુભૂતિ છે એનો નિર્ણય કે દિ કરે ઈ ? આ પડિમા લો, વ્રત લઈ લ્યો, Page #298 -------------------------------------------------------------------------- ________________ ૨૮૩ ગાથા-૮૦-૮૧-૮૨ ને મુનિપણું લઈ લ્યો ને, ભગવાનની ભક્તિ કરો, મંદિર બનાવો, આ આવા ઉપદેશ બધા. આહાહા ! ભગવાન આત્મા એ રાગના કર્તા વિનાની એ ચીજ છે અંદર, કેમ કે જે શુદ્ધ સ્વરૂપ છે તે અશુદ્ધનો કર્તા કેમ થાય? એવી જે શુદ્ધ ચૈતન્ય ભગવાન પૂર્ણાનંદ સ્વરૂપ (ચીજ) પડી છે. એનો તો આશ્રય લીધો નથી અને આ રાગનો આશ્રય લઈને અહીં ક્રિયાકાંડમાં જોડાઈ ગયો. એથી એ અજ્ઞાની કદાચિત્ રાગનો કર્તા કહો. આવું કઠણ પડે માણસને, એટલે સોનગઢનું એકાંત છે ને એમ કરીને વાતો કરે બિચારા કરે શું? દુનિયાની તો બધી ખબર છે ને બાપુ, ખબર નથી ? આ મારગડા જુદા ભાઈ ! પરંતુ જીવ પરભાવનો કર્તા તો કદી પણ નથી, આંહી સિદ્ધ એ કર્યું છે છેલ્લું. પુદગલને ને એને પરસ્પર નિમિત્ત-નિમિત્ત હોવા છતાં પુગલ કર્મ રાગનો કર્તા નહીં. રાગ પુગલ એટલું સિદ્ધ કરીને છેલ્લું સિદ્ધ આ કર્યું કે જીવ પુદ્ગલના પરિણામનો કર્તા નથી. જીવની વાત એને સિદ્ધ કરવી છે ને વધારે તો. આહાહા ! એથી એ સિદ્ધ થયું કે જીવને પોતાના જ પરિણામો સાથે કર્તાકર્મ ભાવ, એટલું જ લેવું. જીવ અજ્ઞાનપણે પોતાના પવિત્ર પૂર્ણ સ્વરૂપ તેના ભાન વિના, તે તરફની દૃષ્ટિ વિના, તે તરફના વલણ વિના જે અપવિત્ર જે પુણ્ય-પાપ છે, પવિત્ર સ્વભાવથી વિરુદ્ધ તેના સાથે કર્તાકર્મભાવ, અહીં વિશેષ મેળવ્યું હવે, ભોક્તાભોગ્યભાવ છે એમ હવે કહે છે. પાછું જોયું? કર્તાકર્મપણું સિદ્ધ કર્યું. હવે ભોક્તાભોગ્ય, ભોક્તા આત્મા અને વિકારી પરિણામ ભોગ્ય. પરપદાર્થ ભોગ્ય આત્માને એમ નહીં. આહાહાહા ! આ રોટલાને આત્મા ભોગવે, સ્ત્રીના શરીરને ભોગવે એમ નહીં, એમ તો અજ્ઞાનપણેય નથી એમ કહે છે. એ પોતાના વિકારી પરિણામનો ભોક્તા અને ભોગ્ય અને વિકારી પરિણામ બસ. એક ભોક્તા આત્મા ને રોટલાનો ભોગ્ય, રોટલા ભોગવવાને લાયક એમ નથી. આવી વાતું છે. એમાં કર્તાકર્મપણું કહ્યું, પણ હવે ઈ પરિણામો સાથે કર્તાકર્મભાવ અને ભોક્તાભોગ્યપણું પણ છે એમ હવે કહે છે. પોતાના પરિણામ સાથે ભોક્તાભોગ્ય છે પણ પરવસ્તુને ભોગવે કે આત્મા કર્મને ભોગવે કે સ્ત્રીને ભોગવે કે મોસંબીને ભોગવે કે મહેસુબને ભોગવે એમ કોઈ દિ' ત્રણ કાળમાં છે નહીં. આહાહા ! (શ્રોતાઃ- ખાટોમીઠો સ્વાદ કેમ આવે છે.) સવાદ ક્યાં, રાગનો સવાદ આવે છે જોયું ઓલું કહ્યું નહોતું? મેસુબ જે છે મોઢામાં પડ્યો, જીભ એને અડી જીભ, આત્મા અડ્યો નથી એને, પણ આત્માને ખ્યાલ આવ્યો કે આ ગળ્યું છે એવો ખ્યાલ આવ્યો ગળ્યું, ગળી ચીજને અડયો નથી. એ ગળી ચીજ તો જડ છે માટી ધૂળ છે અને આત્મા તો અરૂપી છે, એ ગળી ચીજને અડે નહીં આત્મા, પણ એનું લક્ષ જતાં ઠીક છે એમ જે રાગ થયો એ રાગને અનુભવે છે, મેસુબને નહીં, સ્ત્રીને નહીં, આહાહાહાહા... આવી વાતું છે. ઈ પોતે પોતાના ભોક્તા, રાગને ભોક્તા ભોગ્ય છે, પણ એને સ્ત્રીનું શરીર કે માંસ, હાડકું કે શું કહેવાય બીજું મેસુબ કે મોસંબી કે રસગુલ્લા કે મરચાંના અથાણાં કે એ બધું આત્મા ભોગ્ય ને ભોગવાય એમ નથી. એ આત્મા એને ભોગવી શકતો જ નથી એમ કહે છે. આહાહા....!! Page #299 -------------------------------------------------------------------------- ________________ ૨૮૪ સમયસાર સિદ્ધિ ભાગ-૪ સવારે દૂધ પીએ, ચા, ઘણાં તો ઉકાળા, બપોરે વળી દાળભાત રોટલી શાક, વળી બે વાગ્યે કાંઈક દૂધ બુધ કરે કાંઈક ને સાંજે પછી પુડલા કે ખીચડી કે કઢી કંઈક પહેલાં તો ખીચડી ને કઢી, કરતા હવે વળી કાંઈક પુરી ને રોટલી ને ઢીંકણું પેલું શું કહેવાય? ભજીયા-બજીયા એવું કાંઈક કરે સાંજ, બહુ ફેરફાર થઈ ગયો પહેલાં કરતા. જુની લાઈનમાં તો રોટલી ને રોટલો બસ, ચોખા તો કોક ઠેકાણે હોય. ( શ્રોતા – મહેમાન આવે ત્યારે) મહેમાન આવે ત્યારે. આ તો હવે ચોખા દરરોજ શાક એક ને બે શાક કરે ને એક દાળ હોય ને નહીં તો એક શાક ને દાળ હોય. ઓલું તો એક દાળ હોય તો શાક નહીં ને શાક હોય તો દાળ નહીં એમ હતું તે દિસાંઈઠ વરસ પહેલાં તો. હું! બહુ ફેરફાર ઘણો ફેરફાર થઈ ગયો. લોકોના બહારના જીવનમાં પણ બહુ ફેરફાર થઈ ગયો. આંહી કહે છે કે જીવ જેમ રાગદ્વેષનો કર્તા ને ભોક્તા છે, રાગદ્વેષનો કર્તા અને કર્મ છે પણ પરનો કર્તા નથી એમ આત્મા પોતાના પરિણામનો ભોક્તા છે, પણ પરવસ્તુનો ભોક્તા નથી એની વાત કરશે. (શ્રોતા- પ્રમાણ વચન ગુરુદેવ) છે પાણીમાં ઉષ્ણપણે તેમ જ શીતરૂપે પરિણમવાની યોગ્યતા છે, પરંતુ પાણીમાં પ્રત્યેક સમયે એક જ પ્રકારે-કાં તો ઉષ્ણરૂપે અથવા શીતરૂપે પરિણમવાની યોગ્યતા હોય છે. તેથી જે જે સમયે જે પ્રકારે પરિણમવાની યોગ્યતા હોય છે તે સમયે તેવું નિમિત્ત હાજર હોય છે. ઉષ્ણપણે પરિણમવાની જે સમયે યોગ્યતા હોય તે સમયે અગ્નિનું નિમિત્ત સહજપણે માત્ર ઉપસ્થિતિરૂપ હોય છે. નિમિત્તથી પાણી ઉષ્ણ થયું જ નથી, થતું જ નથી. તેથી, જેવું નિમિત્ત આવે તેવું પાણીનું પરિણમન થવાની યોગ્યતા છે એ વાત બિલકુલ જૂઠી છે. અગ્નિનું નિમિત્તપણું આવે તો ઉષ્ણપણે પરિણામે અને તેના બદલે તે સમય રેફ્રીજરેટરનું નિમિત્તપણું આવે તો શીતરૂપ પરિણમે એવી પાણીની વર્તમાન યોગ્યતા હોતી જ નથી. જો એમ હોય તો નિમિત્તથી કાર્ય થાય છે એવું વિપરીત સિદ્ધ થાય. પ્રત્યેક સમયે પાણીની વર્તમાન યોગ્યતા સુનિશ્ચિતરૂપે જ હોય છે અને તે તે સમયે તેને અનુકૂળ એવા નિમિત્તની હાજરી સહજપણે હોય છે. (આત્મધર્મ, અંક ૭૧૪-૭૧૫, વર્ષ-૫૯ પાના નં. ૩૩) Page #300 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૮૩ ૨૮૫ ॥था - ८3 ततः स्थितमेतज्जीवस्य स्वपरिणामैरेव सह कर्तृकर्मभावो भोक्तभोग्यभावश्च णिच्छयणयस्स एवं आदा अप्पाणमेव हि करेदि। वेदयदि पुणो तं चेव जाण अत्ता दु अत्ताणं ।।८३।। निश्चयनयस्यैवमात्मात्मानमेव हि करोति। वेदयते पुनस्तं चैव जानीहि आत्मा त्वात्मानम्।।८३।। यथोत्तरङ्गनिस्तरङ्गावस्थयोः समीरसञ्चरणासञ्चरणनिमित्तयोरपि समीरपारावारयोर्व्याप्यव्यापकभावाभावात्कर्तृकर्मत्वासिद्धौ, पारावार एव स्वयमन्तर्व्यापको भूत्वादिमध्यान्तेषूत्तरङ्गनिस्तरङ्गावस्थे व्याप्योत्तरङ्ग निस्तरङ्गं त्वात्मानं कुर्वन्नात्मानमेकमेव कुर्वन् प्रतिभाति, न पुनरन्यत; यथा स एव च भाव्यभावकभावाभावात्परभावस्य परेणानुभवितुमशक्यत्वादुत्तरङ्गं निस्तरङ्गं त्वात्मानमनुभवन्नात्मानमेकमेवानुभवन् प्रतिभाति, न पुनरन्यत; तथा ससंसारनिःसंसारावस्थयोः पुद्गल कर्मविपाकसम्भवा सम्भवनिमित्तयोरपि पुद्गलकर्मजीवयोर्व्याप्यव्यापक भावाभावात्कर्तृकर्मत्वासिद्धौ , जीव एव स्वयमन्तापको भूत्वादिमध्यान्तेषु ससंसारनिःसंसारावस्थे व्याप्य ससंसारं निःसंसारं वात्मानं कुर्वन्नात्मानमेकमेव कुर्वन् प्रतिभातु, मा पुनरन्यत; तथायमेव च भाव्यभावकभावाभावात् परभावस्य परेणानुभवितुमशक्यत्वात्ससंसारं निःसंसारं वात्मानमनुभवन्नात्मानमेकमेवानुभवन् प्रतिभातु, मा पुनरन्यत्। તેથી એ સિદ્ધ થયું કે જીવને પોતાના જ પરિણામો સાથે કર્તાકર્મભાવ અને ભોક્તાભોગ્યભાવ (ભોક્તાભોગ્યપણું) છે એમ હવે કહે છે આત્મા કરે નિજને જ એ મંતવ્ય નિશ્ચયનય તણું, વળી ભોગવે નિજને જ આત્મા એમ નિશ્ચય જાણવું. ૮૩. Puथार्थ:-[ निश्चयनयस्य] निश्चयनयनो [ एवम् ] अम मत छ [ आत्मा ] आत्मा [आत्मानम् एव हि ] पोताने ४ [करोति] ७२ छ [ तु पुनः ] अने 4जी [ आत्मा] मात्मा [तं च एव आत्मानम्] पोताने ४ [ वेदयते] भोगवे छ मेम के शिष्य ! तुं [जानीहि ] . ટીકા - જેમ ઉત્તરંગ અને નિસ્તરંગ અવસ્થાઓને પવનનું વાવું અને નહિ જાવું તે નિમિત્ત હોવા છતાં પણ પવનને અને સમુદ્રને વ્યાપ્યવ્યાપકભાવના અભાવને લીધે કર્તાકર્મપણાની અસિદ્ધિ હોવાથી, સમુદ્ર જ પોતે અંતર્થાપક થઈને ઉત્તરંગ અથવા નિસ્તરંગ १. उत्तरं = ४i तरंगो ४ छ भे; तपाj. २. निस्त२॥ = मां तो विसय भ्या छ भे; तरं विनानु. Page #301 -------------------------------------------------------------------------- ________________ ૨૮૬ સમયસાર સિદ્ધિ ભાગ-૪ અવસ્થાને વિષે આદિ-મધ્ય-અંતમાં વ્યાપીને ઉત્તરંગ અથવા નિસ્તરંગ એવા પોતાને કરતો થકો, પોતાને એકને જ કરતો પ્રતિભાસે છે પરંતુ અન્યને કરતો પ્રતિભાસતો નથી; અને વળી જેમ તે જ સમુદ્ર, ભાવ્યભાવકભાવના (ભાવ્યભાવકપણાના) અભાવને લીધે પરભાવનું પર વડે અનુભવાવું અશક્ય હોવાથી, ઉત્તરંગ અથવા નિતરંગરૂપ પોતાને અનુભવતો થકો, પોતાને એકને જ અનુભવતો પ્રતિભાસે છે પરંતુ અન્યને અનુભવતો પ્રતિભાસતો નથી; તેવી રીતે સસંસાર અને નિ:સંસાર અવસ્થાઓને પુગલકર્મના વિપાકનો સંભવ અને અસંભવ નિમિત્ત હોવા છતાં પણ પુદગલકર્મને અને જીવને વ્યાપ્યવ્યાપકભાવના અભાવને લીધે કર્તાકર્મપણાની અસિદ્ધિ હોવાથી, જીવ જ પોતે અંતર્થાપક થઈને સસંસાર અથવા નિઃસંસાર અવસ્થાને વિષે આદિ-મધ્ય-અંતમાં વ્યાપીને સસંસાર અથવા નિઃસંસાર એવા પોતાને કરતો થકો, પોતાને એકને જ કરતો પ્રતિભાસો પરંતુ અન્યને કરતો ન પ્રતિભાસો; અને વળી તેવી રીતે આ જ જીવ, ભાવ્યભાવકભાવના અભાવને લીધે પરભાવનું પર વડે અનુભવાવું અશક્ય હોવાથી, સસંસાર અથવા નિઃસંસારરૂપ પોતાને અનુભવતો થકો, પોતાને એકને જ અનુભવતો પ્રતિભાસો પરંતુ અન્યને અનુભવતો ન પ્રતિભાસો. ભાવાર્થ-આત્માને પરદ્રવ્ય-પુગલકર્મના નિમિત્તથી સસંસાર-નિઃસંસાર અવસ્થા છે. તે અવસ્થારૂપ આત્મા પોતે જ પરિણમે છે. તેથી તે પોતાનો જ કર્તા-ભોક્તા છે; પુદ્ગલકર્મનો કર્તા-ભોક્તા તો કદી નથી. પ્રવચન નં. ૧૭૧ ગાથા-૮૩ તા. ૧૭/૦૧/૭૯ બુધવાર પોષ વદ-૪ णिच्छयणयस्स एवं आदा अप्पाणमेव हि करेदि। वेदयदि पुणो तं चेव जाण अत्ता दु अत्ताणं ।। ८३।। આત્મા કરે નિજને જ એ મંતવ્ય નિશ્ચયનય તણું, વળી ભોગવે નિજને જ આત્મા એમ નિશ્ચય જાણવું. ૮૩. અહીંયા તો સમુચ્ચય વાત કરવી છે. જ્ઞાનીની વાત હતી તે ગઈ ૭૫-૭૬–૭૭–૭૮-૭૯. આ તો સમુચ્ચય સામાન્ય વાત જે અનાદિની છે એ વાત છે. જેમ ઉત્તરંગ અને નિસ્તરંગ સમુદ્રમાં જે તરંગો ઊઠે અને તરંગો સમાઈ જાય, સમુદ્રમાં તરંગ ઊઠે ને સમુદ્રમાં તરંગ સમાઈ જાય વિલય થાય. એવા અવસ્થાઓને પવનનું વાવું, પવનનું થવું એ વાવું ઉત્તરંગમાં, તરંગ થવામાં પવનનું વાવું નિમિત્ત અને નિસ્તરંગમાં પવનનું નહીં વાવું નિમિત્ત એવું હોવા છતાં પણ પવનને અને સમુદ્રને વ્યાપ્ય-વ્યાપકભાવના અભાવને લીધે, પવન છે તે વ્યાપક છે કર્તા છે અને સમુદ્રની પર્યાય વ્યાપ્ય કર્મ છે કાર્ય છે, એનો અભાવ છે. આહા.... શું કહ્યું સમજાણું? સમુદ્રના પાણીમાં તરંગ ઊઠે દરિયામાં એમાં પવનનું વાવું નિમિત્ત અને તરંગ સમાય એમાં પવનનું ન વાવું નિમિત્ત, અભાવ નિમિત્ત છે. છતાં પવનને અને સમુદ્રને વ્યાપ્યવ્યાપકભાવનો Page #302 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૮૩ ૨૮૭ અભાવ છે. પવન છે તે વ્યાપક થઈ અને એના તરંગને ઉઠાવે, એનો અભાવ છે. એમ પવનનો અભાવ થઈ અને આંહીં એનો વિલય થાય, તરંગનો નાશ થાય એનો અભાવ છે. આવું ઝીણું છે. સમુદ્રના તરંગના ઉત્પન્નને પવન નિમિત્ત હોવા છતાં અને પવનના અભાવનો તરંગના નાશને નિમિત્ત હોવા છતાં પવનના ભાવને અને સમુદ્રના તરંગની અવસ્થાને વ્યાપકભાવ અને વ્યાપ્યનો અભાવ છે. પવન કર્તા થઈ વ્યાપક થઈ અને તરંગને ઉત્પન્ન કરે છે એમ નથી. અને પવનનો અભાવ વ્યાપક થઈ અને તરંગનો વિલય કરે છે એમ નથી. સમજાય છે કાંઈ? પવનને અને સમુદ્રને વ્યાપ્ય એટલે કાર્ય અને વ્યાપક કર્તા એવા કર્તા કર્મનો અભાવનો, અભાવને લીધે પવન કર્તા અને સમુદ્રના પાણીનું ઉછળવું તે તરંગ તે કર્મ એનો અભાવ છે. નિમિત્ત ભલે હો, છતાં તે પવનનું વાવું, એ તરંગનું ઊઠવું એનો કર્તા છે પવનનું વાવું એ છે નહીં. આહાહાહા! કર્તાકર્મપણાની અસિદ્ધિ હોવાથી, પવનને અને સમુદ્રના તરંગને કર્તાકર્મના ભાવની અસિદ્ધિ હોવાથી સમુદ્ર જ પોતે અંતર્થાપક થઈને, સમુદ્ર પોતે જ વ્યાપક કર્તા થઈને, ઉત્તરંગ અને નિસ્તરંગ અવસ્થાને વિષે, આહાહાહા ! એ પાણીમાં જે સમુદ્રનો તરંગ ઊઠે એની આદિ મધ્ય અંતમાં દરિયો છે, એની આધમાં પવનનું વાવું નિમિત્ત છે માટે એ એની આધમાં છે, તેથી ત્યાં તરંગ ઊઠે છે એમ નથી. સમજાણું કાંઈ ? સમુદ્ર જ, “જ” છે ને? એકાંત છે. પાછું એમ નહીં કે નિમિત્ત કંઈક-કંઈક કર્તા છે, કથંચિ–કથંચિત્ સમુદ્ર પોતે તરંગનો કર્તા છે અને કથંચિત્ પવન કર્તા છે, એમ નથી. આહાહા! પ્રશ્ન મોટો ઉઠયો'તો ને તે દિ' નિમિત્ત કોઈ વખતે પણ કરે છે એમ હતો પ્રશ્ન, ત્યાં ઈસરી, ઈસરી, આંહી કહે છે કે નિમિત્ત હો અને પવન-તરંગનું ઊઠવું હો, પણ એ તરંગના ઉઠવામાં નિમિત્ત હોવા છતાં તરંગનું ઊઠવું એ વ્યાપક છે પવન અને એનું આ કાર્ય છે ઊઠવું એમ નથી. સમુદ્ર પોતે જ અંતરમાં આદિ મધ્ય અંતમાં વ્યાપીને પવનને ઉત્પન્ન કરે ને તરંગને ઉત્પન્ન કરે છે. આહાહાહા ! કહો સમજાય છે કે નહીં ? - હવે આ મોજૂદ દેખાય કે પવન આવે અને તરંગ ઊઠે અને પવન ન હોય તો તરંગ વિલાઈ જાય, હેં? ના, ના એમ નથી સાંભળ કહે છે. આહાહા! સમુદ્ર પોતે જ તેની તરંગ ઉઠવામાં આધમાં મધ્યમાં અને અંતમાં સમુદ્ર છે, એની આદિમાં પવન હતો માટે તરંગ ઉઠયું એમ નથી. જુઓ તો સ્વતંત્રતા, પછી આ તો આત્મામાં ઉતારશે હોં. આ તો દેષ્ટાંત છે. સમુદ્ર જ, સમુદ્ર જ એમ છે ને એકલો જ સમુદ્ર. આહાહાહા ! પારાવાર એવ” છે ને અંદર છે. “પારાવાર એવ” બીજી લીટીમાં છે સંસ્કૃતમાં. આહાહા ! બીજી લીટીમાં આ તો નજર ન્યાં ગઈ હોય એટલે? “પારાવાર એવ” બીજી લીટી, સમુદ્ર જ પોતે અંતર્થાપક થઈને, દરિયો પોતે જ આ તો નિમિત્તથી કથન, બાકી પવન પોતે જ, અહીંયા ઉત્તરંગ પોતે જ પોતાના કર્તાકર્મ થઈને ઉત્પન્ન થાય છે. એ તરંગ જે ઊઠે છે એનું કર્તા તરંગ, કાર્ય તરંગ, સાધન તરંગ, ષટ્કારક તરંગ એના છે, પણ હવે અહીં સમુદ્ર બતાવવો છે. આહાહા... આવી વાત. એ સમુદ્ર જ પોતે અંતર્થાપક થઈને એટલે પ્રસરીને ઉત્તરંગ એટલે તરંગનું થવું, અને તરંગનું વિલય થવું એ અવસ્થાને વિષે આદિ મધ્ય અંતમાં વ્યાપીને- શરૂઆત, મધ્ય ને અંતમાં સમુદ્ર તરંગના ઉત્પન્ન ને નાશને અવસ્થામાં Page #303 -------------------------------------------------------------------------- ________________ ૨૮૮ સમયસાર સિદ્ધિ ભાગ-૪ વ્યાપીને, ઉત્તરંગ અથવા નિતરંગ એવા પોતાને કરતો થકો, સમુદ્રએ પોતાના તરંગને ઉઠાવતો ને વિલય કરતો એ કરતો થકો, “પોતાને એકને જ કરતો પ્રતિભાસે છે.” આહાહા ! પણ બે પવન અને સમુદ્ર ને તરંગ બે થઈને કામ થાય છે એમ નથી એમ કહે છે. કાર્યના બે કારણ હોય કે નહીં? વ્યવહારનો અર્થ ઈ નહિ એમ એનો અર્થ નિમિત્ત એટલે વ્યવહાર એટલે કે નહિ, ઉપચારથી કથન છે, આવું છે. પોતાને એકને જ કરતો પ્રતિભાસે છે, પરંતુ અન્યને કરતો પ્રતિભાસતો નથી, એટલે? અહીં એમ લેવું છે, પવન અને કરતો નથી એમ નહીં, પણ પવનને સમુદ્ર કરતો નથી એમ પ્રતિભાસતો નથી એમ, સમુદ્ર પોતાના ઉત્તરંગ તરંગને કરતો પ્રતિભાસે છે, પણ પવનને કરતો પ્રતિભાસતો નથી, પવનને કરતો એમ પવન આને કરતો નથી, એ તો સાધારણ વાત પહેલાં આવી ગઈ પણ પવનને લાવવું-વાવું અને ઊઠવું એને આ સમુદ્રની તરંગ કરતું નથી. શું કહ્યું સમજાણું? પવનનું નિમિત્તપણું હોવા છતાં તે પવનને કારણે ઉત્તરંગ નિતરંગ નથી અને ઉત્તરંગ નિતરંગ જે થાય છે એ સમુદ્ર પોતે વ્યાપીને કરે છે. છતાં તે પોતાને કરતો પ્રતિભાસે છે, પણ પવનને લાવવું અને નો લાવવું એનો કર્તા પ્રતિભાસે નહીં. પવનનું આંહી નહીં કરતા અથવા પ્રતિભાસનો એ તો પહેલાં અંદર આવી ગયું. આહાહા ! આ તો સમયસાર શાસ્ત્ર છે બાપા! એકએકમાં ઘણો ગર્ભ ઉંડો ભર્યો છે. ઓહો! હેં? દરિયાઈ પવન ફવનને કારણે જ તરંગ ઉઠતું નથી. એ તો ઠીક પણ તરંગની આદિ મધ્યમાં સમુદ્ર છે, તો પોતાના તરંગને ઉઠાવતાનો ને કરતો પ્રતિભાસે છે, તો પવનનું લાવવું એનો કર્તા પ્રતિભાસો નહીં. સમજાણું કાંઈ ? પવન વ્યાપક થઈને તરંગને ઉઠાવે અને પવનનો અભાવ થઈને અહીંયા તરંગને વિલય કરે એ તો નહીં, પણ આત્મા સમુદ્ર પોતાના તરંગને ઉત્પન્ન કરતો ને વિલય કરતો પ્રતિભાસે છે, પણ તે પવનને લાવે અને પવનનું કર્તાપણું ને પવનનું કાર્ય આનું છે એમ છે નહીં. પવનનું આનું કાર્ય તો નથી પણ આનું પવનનું લાવવું એ કાર્ય નથી એમ. છે કે નહીં અંદર જુઓ કહો, આવું ઝીણું છે. તમારાં ઓલા નામાને લખવો હોય તો ચક્રવર્તી વ્યાજેય ઝટ ઝટ કાઢી નાખે. માળા આ સમજવું ને? આહાહા! અહીંયા તો પ્રભુ એમ કહે છે કે સમુદ્રનું તરંગ ઊઠે છે, નહોતું અને થયું તેથી તેને પવનનું નિમિત્ત છે માટે થયું તરંગ એમ નથી. એ પળ તરંગ ઉઠવાનો તો એનો સમય જ હતો. આહાહાહા એ પવનને કારણે નહીં, એ તરંગ ઉઠવાનો એનો નિજ સમય કાળ હતો. આહાહાહાહા ! ૧૦૨ ગાથા કયાં લાગુ પડે બોલો. એ દરિયો પોતે તરંગને ઉઠવાનો સમય છે તેથી ખરેખર તરંગ તો તરંગને કાળ તરંગ પોતે પોતાને કારણે ઉઠે છે એને દરિયો ઉઠાવે છે એમ કહેવામાં આવે. પણ પવનને લઈને એ તરંગ ઊઠે છે એમ નથી. તેમ પવનનો જે દરિયાનો જે તરંગનો નાશ થયો. તેની આદિ મધ્ય અંતમાં દરિયો છે, પણ પવનનો અભાવ છે માટે અહીં વિલય થયો એમ નથી. તરંગનું સમાઈ જવું થયું, પવનનો અભાવ માટે સમાઈ જવું થયું, એમ નથી. આહાહા ! સમજાણું કાંઈ? હવે આ તો ગાથાકું સાધારણ છે. આહાહા! પરંતુ અન્યને કરતો પ્રતિભાસતો નથી. પહેલું ઓલામાં તો આવી ગયું છે, પવનનું ને સમુદ્રનું વ્યાપ્ય વ્યાપક ભાવનો અભાવ એ તો Page #304 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૮૩ ૨૮૯ આવી ગયું છે, બીજી લીટીમાં. સમજાણું? પવનને અને સમુદ્રના તરંગને વ્યાપ્યવ્યાપકનો અભાવ છે એ તો ત્યાં સિદ્ધ થયું. હવે આંહી તો ઈથી વધારે પોતે, પોતે કરે છે ને ઉતરંગને તરંગ? ને વિલય કરે છે ને? એવું તો કરે છે ને? તો એ પછી પવનનું લાવવું કરે તો શું વાંધો છે? એને કારણે ત્યાં પવનને આવવું પડ્યું, આ આત્મામાં સમુદ્રનો તરંગ ઉઠયો એણે પવનને લાવ્યો એમ એનો કર્તા નથી. પવન પણ એને કારણે ને એની પર્યાયના ઉત્પન્ન કારણે આવ્યો અને એને કારણે તેની પર્યાયનો અભાવ પવનનો થયો. આહાહાહા! એમ સમુદ્રની પર્યાયમાં પોતાને કારણે ઉત્પન્ન થયો એ પરને કારણે નહીં અને પરને નહીં. પરને કારણે નહીં અને પરને કરે નહીં. એ વાત સિદ્ધ કરી છે. કહો, સમજાય છે કે નહીં? ઝીણી વાત ભાઈ ! આથી તો ગાથા ૭૫, ૭૬, ૭૭, ૭૮, ૭૯ બહુ ઝીણું ગયું. આહાહાહા! (કહે છે ) અને વળી હવે ભોક્તાની વાત કરે છે. ઈ કર્તાકર્મની કીધી. હવે ભોક્તા ભોગ્ય, વળી જેમ તે જ સમુદ્ર ભાવ્યભાવકભાવના અભાવને લીધે, એટલે એ પવન ભાવક છે અને સમુદ્રની પર્યાય એનું ભાવ્ય છે એનો અભાવ છે. ભાવ્ય ભાવક ભાવના અભાવને લીધે આ ભાવ્યભાવક ૩રમાં આવ્યું છે ને ૩૭ માં આવ્યું છે. ભાઈ કીધુંને હમણાં ૩૨માં ભાગ્ય ભાવક આવ્યું'તું નિજ સ્તુતિ છે. ત્યાં ભગવાનની સ્તુતિ છે એ તો પર ઉપર જાય છે વિકલ્પમાં, આ તો અસ્તુતિ છે, એટલે? ભાવક જે કર્મ છે મોહ, તેની અનુસારે થતી આત્માની ભાવ્ય જે અવસ્થા, તેને ન કરતો તેને છોડતો, (શ્રોતા:- ભાવ્ય ભાવક ભાવનો અર્થ અહીં જુદો છે) એ જુદા છે કેમકે ત્યાં તો સ્વદ્રવ્યની સ્તુતિનું વર્ણન છે. ને આંહીં તો ફક્ત પર્યાયમાં બીજું નિમિત્ત હોવા છતાં તે પર્યાયનો કર્તા નથી, એટલે સિદ્ધ કરવું છે. આહાહા! ફરીને, આમાં કાંઈ બીજી ત્રીજી વાર આવે તો કાંઇ વાધો નહીં. ૩ર મી ગાથામાં ભાવ્યભાવક છે એ નિજ સ્તુતિ છે ત્યાં, નિજસ્તુતિ, ભગવાનની સ્તુતિ છે એ તો પરની સ્તુતિ એ તો વિકલ્પમાં જાય છે. ને સ્વની સ્તુતિમાં ભાવક જે મોહ તેને અનુસારે થતો વિકલ્પ ભાવ્ય તેને ન થવા દેતાં, તેનાથી જુદું પાડતાં, નિજસ્તુતિ છે ને? ભાવક મોહ તેને અનુસાર, અનુસાર એ કરતો નથી ભલે, એને અનુસારે થતો ભાવ્ય નામ રાગદ્વેષ મોહ ભાવ્ય તેનું ભેદજ્ઞાન કર્યું, તેને ન થવા દેતા દૂરથી ન થવા દેતા એમ છે. એમ છે ને. આહાહાહા ! એમ કે થયો છે અને પછી ટાળે છે એમ નહીં. શું કીધું છે? કર્મનો ભાવક છે અને અહીં ભાવ્ય વિકાર થયો છે એને જીતે છે એમ નહીં. પણ કર્મ જે નિમિત્ત છે તેને અનુસાર જે ભાવ થતો તેનાથી ભિન્ન પડ્યો, તે સ્વને અનુસાર થતાં કર્મના નિમિત્તના અનુસાર જે ભાવ્ય હતો તે ફરી થયો નહીં, એ જીવની સ્તુતિ કહેવાય છે. આહાહાહા ! સમજાય છે? ભાષા તો સાદી છે પણ ભાવ તો જે છે એ આવે, બીજું શું આવે? આહાહાહા ! અને ૩૭ માં એ જ ભાવકભાવ્ય, ૩૬માં શેય જ્ઞાયક કીધો ને ૩૭ માં ભાવ્યભાવક ભાવ. પણ ત્યાં જીવને સિદ્ધ કરવો છે એટલે ભાવક કર્મ અને ભાવ્ય વિકારી ભોગવવાનો ભાવ એનો અભાવ છે. એ પોતાના અનુભવને ભોગવે છે. આહાહાહા ! ન્યાં તો પછી શબ્દ ઘણાં લીધાં છે. ૧૬ બોલ ને નહીં ? મોહ અને કર્મ ઘણાં લીધાં છે, ૧૬ ત્યારે હાલતું હોય ત્યારે ત્યાં એ હાલે. શું કીધું છે? ૩૭ માં જે ભાવક છે મોહ ને એનાથી ભાવ્ય Page #305 -------------------------------------------------------------------------- ________________ ૨૯૦ સમયસાર સિદ્ધિ ભાગ-૪ જે વિકા૨ી ભાવનો અનુભવ, એનો અભાવ છે. અહીંયા કહે છે કે ભાવક જે પવન એનો ઉત્તરંગ જે તરંગ ઊઠવું એ વ્યાપ્ય કર્મ એનો અભાવ છે. અહીં જીવમાં એ લેશે હજી તો. ( શ્રોતા :- મિથ્યાત્વમાંથી ભાવક ભાવ આવ્યો ) એ ભાવક છે એનું દર્શન મોહનો ઉદય અને એને અનુસારે થતો મિથ્યાત્વ ભાવ એનાથી ભિન્ન પડયો, એ ભાવ્ય થયો જ નહીં, તેથી એને આત્માની સ્તુતિ કીધી'ને ? ત્યાં ૫૨ની સ્તુતિમાં તો વિકલ્પ છે. અને આ નિજ સ્તુતિમાં તો એ ભાવ્ય થવા દીધું જ નહીં, અને સ્વભાવની એકતા થતા આનંદનું ભાવ્ય થયું. આહાહા ! ભાવક આત્મા થઈ અને આનંદની અવસ્થાનું ભાવ્ય થયું. ( શ્રોતાઃ– કષાયનો સમૂહ તે ભાવક ભાવ ) એ બધું કીધું ને. આ વાત તો થઈ પણ બધી, જેટલું કીધું એમાંથી કાંઈ ફેર પડે ? ભાવક ભાવ્ય ૩૨માં કીધું એ મોહ કર્મના ઉદયથી ભાવકથી ભાવ્ય જે હતો તેનાથી ભિન્ન પડયો, થયો જ નહીં, એનું નામ સ્તુતિ છે ને ? ભાવ્ય થયો અને પછી જીત્યો એમ નહિ. આહાહાહા ! ઓલામાં આવે છે ને ? એમ કે પરિષહ આવ્યો, પછી વિકલ્પ તો થયો, પછી જીત્યો, એમ નહિ. ફૂલચંદજી વચ્ચે જરી છે ને ? કળશ છે, વિચાર ભેદ, એમ કે પરિષહ આવે એટલે એમ વિકલ્પ તો થાય પછી એને જીતે, એમેય નથી. પરિષહને કાળે જ વિકલ્પ થવા ન દે એ પરિષ જીત્યો કહેવાય, આવું છે ભારે ભાઈ ! થોડા ફેરે અંદર બહુ ફેર પડી જાય છે હોં, બીજાને એમ લાગે કે આમાં થોડો ફેર છે પણ અંદર બહુ, ઘણો આંતરો પડી જાય છે મૂળમાં... આહાહા ! વળી હવે, ભાવ્યભાવકનું લે છે, પહેલાં કર્તાકર્મ લીધું. વળી તેમજ જેમ તે સમુદ્ર ભાવ્યભાવકભાવના અભાવને લીધે પવન જે ભાવક, તેનો અભાવ અને તેથી અહીં ભાવ્યનો અભાવ એમ નથી. ભાવ્ય એટલે તરંગનો અભાવ અનુભવવાનો ભાવ એમ નથી. જેમ તે સમુદ્ર ભાવ્યભાવકભાવ, ભાવક જે પવન એનો જે ભાવ્ય વિકાર તરંગ ઊઠવું તે એવા અભાવના અભાવને લીધે, ૫૨ભાવનું ૫૨ વડે અનુભવાવું અશકય હોવાથી, ૫૨ભાવનું ૫૨ વડે અનુભવવું અશકય હોવાથી, ઉત્તરંગ-નિસ્તરંગરૂપ પોતાને અનુભવતો થકો, ૫૨ભાવનું પવનનું આત્મા અનુભવતો નથી. પવનને આત્મા અનુભવતો નથી, પણ પવનના નિમિત્તના સંગમાં જે કાંઈ ભાવ્ય થયો વિકાર એ આ સમુદ્રની પર્યાય ઉત્તરંગ એને એ અનુભવે છે, ૫૨ને અનુભવવું અશકય હોવાથી ઉત્તરંગ નિસ્તરંગ પોતાને અનુભવતો થકો, જેમ તરંગ ઊઠે ને વિલય થાય તેનો કર્તા પોતે છે ને એનો ભોક્તા પણ પોતે છે. ૫૨નો ભોક્તા નહીં ને ૫૨ તેનો આ ભોક્તા નહીં ને ૫૨નો પોતે ભોક્તા નહીં. ૫૨થી ભોક્તાપણું નહીં અને પોતે ૫૨નો ભોક્તા નહીં. આહાહાહા ! આવી સિદ્ધાંતિક વાત લોજીકથી. સમુદ્ર, તે જ સમુદ્ર એમ ભાવ્યભાવક કર્તાકર્મ કીધું'તું ને એટલે ભોક્તાનો, ભાવ્યભાવકભાવ. આહાહાહા! પવન ભાવક અને અહીં ભાવ્ય ભોગવવું એનું, સમુદ્રને તરંગનું ભોગવવું એનો અભાવ છે એવા ૫૨ભાવના ૫૨ વડે અનુભવાવું અશકય હોવાથી, ઉત્તરંગ નિસ્તરંગ પોતાને અનુભવતો થકો, એ સમુદ્ર પોતાના તરંગને ઉત્પન્ન કરીને એને ભોગવતો થકો, એને કરતો થકો ને એને ભોગવતો થકો, ૫૨ને ક૨તો થકો અને ૫૨ને ભોગવતો થકો નહિ, એમ સિદ્ધ કરવું છે. Page #306 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૮૩ ૨૯૧ પહેલું તો એમ કીધું, તો કર્મ ભાવક અને આત્માનું ભોગ્ય સમુદ્રનું ભોગ્ય એમ નથી. પણ હવે સમુદ્ર જે પોતાના ભાવ્યને ભોગવે છે તેમ પવનને પણ ભોગવે છે એમ નથી, છે એમાં રતીભાઈ ? છે એમાં લખ્યું છે. ઝીણું બહુ ઝીણું. આહાહાહા ! મારગ ઝીણો બાપા. આહાહાહા ! હજી તો દરિયાનો દાખલો છે. આત્મામાં તો હવે પછી ઊતરશે. નિસ્તરંગ પોતાને અનુભવતો થકો પોતાને એકને જ અનુભવતો પ્રતિભાસે છે, પરંતુ અન્યને અનુભવતો પ્રતિભાસતો નથી. અહીં એ લેવું છે. અન્યને અનુભવવાનો એ તો પહેલાંમાં નકાર થઈ ગયો ૫૨ને અન્યને અનુભવતો પ્રતિભાસતો નથી, એ સમુદ્ર પવનને ભોગવે છે એમ નથી. આહાહાહા... હવે એ તો દૃષ્ટાંત થયું. હવે સિદ્ધાંત આત્મામાં– તેવી રીતે ‘સસંસાર' સંસાર અવસ્થામાં એ તરંગ ઉઠયું અને નિઃસંસાર અવસ્થામાં તરંગનો વિલય થયો વિકારનો, સસંસાર અવસ્થામાં ઉદય અવસ્થામાં અને ઉદયના અભાવની અવસ્થામાં, સસંસાર છે ને ? સંસાર સહિત દશામાં વિકારી પરિણામ, નિઃસંસાર અવસ્થામાં નિર્વિકારી પરિણામ, સસંસારઅવસ્થા એ સવિકારી પરિણામ, નિઃસંસાર અવસ્થા એ નિર્વિકારી આનંદની પર્યાય. એ પુદ્ગલકર્મના વિપાકનો સંભવ, એ સંસાર અવસ્થામાં રાગની અવસ્થામાં, કર્મના પુદ્ગલનો સંભવ વિપાકનો સંભવ નિમિત્ત હોવા છતાં, સંભવ એટલે થવું ઉત્પત્તિ અને અસંભવ કર્મના સંભવનો અભાવ એવો નિમિત્ત હોવા છતાં પણ, પુદ્ગલકર્મને અને જીવને વ્યાપ્યવ્યાપકભાવના અભાવને લીધે, એટલે ? કે કર્મનો ઉદય વિપાક તે વ્યાપક અને વિકારી અવસ્થા તે તેનું વ્યાપ્ય કાર્ય એનો અભાવ છે. પહેલું એ લીધું પછી લેશે કર્મનું કાર્ય એ આત્માનું નહિ પછી, સમજાણુ કાંઈ ? આહા... આ તો ભાઈ ધીરાનું કામ છે. આ તો ભાઈ સિદ્ધાંત વીતરાગી સિદ્ધાંતો છે એકલા. આહાહાહા ! દ્રવ્યની પર્યાયની સ્વતંત્રતા સિદ્ધ કરવી છે. આહા ! સસંસાર દશામાં, કર્મના વિપાકનો સંભવ, ઉત્પત્તિ તે નિમિત્ત, ઉત્પતિ કર્મનું ઉત્પન્ન છે તે એમાં નિમિત્ત અને અસંભવ, નિઃસંસાર દશામાં કે મોક્ષ દશામાં કર્મના વિપાકનો નિમિત્તનો અભાવ, એવું નિમિત્ત હોવા છતાં, અસંભવ નિમિત્ત હોવા છતાં, ઓલામાં સંભવ નિમિત્ત હોવા છતાં પણ પુદ્ગલકર્મને અને જીવને વ્યાપ્ય વ્યાપકભાવનો અભાવ, પુદ્ગલ કર્મ છે તે વ્યાપક છે અને જીવના ભાવ છે તે વ્યાપ્ય છે, એનો અભાવ છે. હવે આંહી તો એ સિદ્ધ કર્યું પહેલું, સમજાણું ? પછી જીવના પરિણામ વ્યાપક થઈને કર્મના પરિણામને ભોગવે છે ને ભાવ્ય છે એમ નથી એ પછી કહેશે. ઓહોહો ! પહેલું તો આંહીથી આમ લીધું. સસંસાર નિઃસંસાર દશામાં, પુદ્ગલ કર્મનો વિપાક સસંસાર દશામાં ઉત્પત્તિ કર્મની, ઉત્પત્તિનું નિમિત્ત હોવા છતાં અને મોક્ષ દશામાં કર્મના ઉત્પત્તિના અભાવરૂપી નિમિત્ત, અભાવરૂપી નિમિત્ત એમ, પણ પુદ્ગલકર્મને અને જીવને એ પુદ્ગલકર્મ વ્યાપક કર્તા થઈને જીવની સંસા૨ અવસ્થા કરે એનો અભાવ છે. એમ પુદ્ગલકર્મનો અભાવ, કર્તા થઈને કેવળજ્ઞાન મોક્ષદશાને કરે એનો અભાવ છે. સમજાણું કાંઈ ? શું કહ્યું ઈ ? કે સંસાર દશામાં રાગાદિ જે વિકાર છે એ કાળે કર્મની ઉત્પત્તિનું નિમિત્ત છે, છતાં તે ઉત્પત્તિનું નિમિત્ત તે વિકારને નિમિત્ત હોવા છતાં વિકારનું વ્યાપક કર્મ અને વિકાર Page #307 -------------------------------------------------------------------------- ________________ ૨૯૨ સમયસાર સિદ્ધિ ભાગ-૪ વ્યાપ્ય કાર્ય એમ નથી. વિકારી પરિણામ તેનું વ્યાપ્ય એનો અભાવ હોવાને લીધે, કર્તાકર્મપણાની અસિદ્ધિ હોવાથી, કર્મે રાગને કરાવ્યો એમ નથી. તેમ કર્મનો અભાવ થયો માટે મોક્ષ દશા થઈ એમ નથી. ભાઈએ લખ્યું છે ને? ફૂલચંદજીએ, જ્ઞાનાવરણીનો ક્ષય છે માટે કેવળજ્ઞાન થયું એમ નથી. કર્મનો ક્ષય થયો, એ અકર્મ પર્યાય થઈ. ( શ્રોતા – કર્મની અકર્મ) વાત સાચી છે. પરમાણુંની જે કર્મરૂપે પર્યાય હતી, એની અકર્મરૂપે થઈ પણ કર્મની અકર્મરૂપે પર્યાય થઈ તેથી અહીં કેવળજ્ઞાન થયું એમ નથી. આહાહા! જેમ સમુદ્રના તરંગને ઉત્પન્નમાં તેમજ નાશ તેમાં પવનનું વાવું ન વાવું નિમિત્ત હોવા છતાં તે પવનનું વ્યાપકનું કાર્ય છે એમ નથી. એમ ભગવાન આત્મા સંસાર અવસ્થાની વિકૃત દશામાં તેને કર્મની ઉત્પત્તિનું નિમિત્ત હોવા છતાં તે કર્મનો વ્યાપક થઈને વિકારીનું કાર્ય કરે એમ નથી. આહાહાહા ! જીવ જ પોતે અંતર્થાપક થઈને સસંસાર. એ વિકારનો ભાવ જે થાય છે તેની આદિમાં અંતમાં જીવ પોતે છે. આહાહાહા! હવે ઓલામાં એમ કહેવું, જ્ઞાનીમાં એમ આવ્યું 'તું કે જેની દ્રવ્યદૃષ્ટિ થઈ છે, જ્ઞાયકભાવ સ્વરૂપનું જ્ઞાન થયું છે એને રાગનું જે ઉત્પન્ન થવું એ ઉત્પન્ન થવાનું કારણ તે કર્મ છે. સમજાણું કાંઈ? પહેલાં આવી ગયું'તું આ, કર્મનો, અહીં રાગ થવો રાગ જ્ઞાનીને જેની દૃષ્ટિ દ્રવ્ય ઉપર પડી છે એવું જે જ્ઞાન થયું છે, તેને જે રાગ થાય છે, એ રાગનું કર્તા, કર્મ છે અને રાગ તેનું કાર્ય છે. આત્મા તેનો જાણનાર છે, જ્ઞાયક છે ને? જાણ્યું જાણનાર છે, એટલે રાગ થાય તેનો રાગ જીવનું કાર્ય છે આદિ મધ્ય અંતમાં વ્યાપીને રાગ કરે છે, એ જ્ઞાનીની દૃષ્ટિમાં નથી. અહીંયા તો સમુચ્ચય જીવની વ્યાખ્યા કરતા શું થાય એ વાત છે. આહાહા ! જે ત્યાં એમ કહ્યું'તું ૭૯ ગાથામાં અને એના કળશમાં. કળશ એક કલાક હાલ્યો'તો. કે રાગનું ઉત્પન્ન થવું એનું વ્યાપ્ય એ કર્મ એ રાગ કાર્ય કર્મનું છે, (શ્રોતા- એ જ્ઞાનીની વાત છે) એ કીધું ને. જેની સ્વભાવ દૃષ્ટિ થઈ છે, તો સ્વભાવ અને દ્રવ્ય તો શુદ્ધ છે, તેથી તેનો ઉત્પાદ, નિર્મળ પર્યાયનો ઉત્પાદ તે તેનું કાર્ય છે. પણ મલિન પર્યાયનો ઉત્પાદ તે કાર્ય કર્મનું છે. આહાહાહા ! અહીંયા તો વસ્તુસ્થિતિ સ્વતંત્ર કેમ છે એ સિદ્ધ કરવું છે. એ વાત, આહાહા.. સમજાય છે કાંઈ? જીવ જ પોતે, ન એકાંત છે, બે કારણ નહીં એમ કહે છે. આહાહા ! જયસેન આચાર્યની ટીકામાં આવે છે ને? બે કારણથી થાય, સ્ત્રી ને પુરુષ બે થઈને દિકરો થાય. એમ કર્મ ને આત્મા બે થઈને રાગ થાય. એ તો બીજુ નિમિત્તનું જ્ઞાન કરાવ્યું છે. આહાહાહા ! આંહી તો જીવ જ પોતે અંતર્થાપક થઈને સસંસાર એટલે વિકારી દશામાં આદિ મધ્ય અંતમાં જીવ પોતે છે. એની આદિ મધ્ય અંતમાં કર્મ છે માટે ત્યાં સંસાર અવસ્થા છે એમ નથી. સસંસાર અવસ્થામાં જીવ જ પોતે આધમાં વિકારની અવસ્થાની આધમાં, વિકારની અવસ્થાની મધ્યમાં, વિકારની અવસ્થાના અંતમાં પોતે વ્યાપ્યો છે. અને નિઃસંસાર અવસ્થામાં પણ કેવળજ્ઞાનની પર્યાય થઈ તે અવસ્થામાં પણ આધમાં આત્મા વ્યાપ્યો છે, મધ્યમાં અંતમાં એ છે, કર્મનો અભાવ છે માટે ત્યાં કેવળજ્ઞાન થયું, એમ નથી. આહાહાહા.. જ્ઞાનાવરણીનો ક્ષય થયો માટે કેવળજ્ઞાન થયું એમ નથી કહે છે, અને તે તો ક્યારે થયું ત્યારે તો ઓલાનો અભાવ Page #308 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૮૩ ૨૯૩ છે. છતાં તે અભાવ છે માટે જ્ઞાન આંહી થયું એમ નથી. આહાહાહા ! આમાં વાણીયાને બધું યાદ જ્યારે રાખે ઘડીકમાં પરનું ને ઘડીકમાં સ્વનું. પરનો કર્તા નથી એમ કહીને વળી પાછું, ઝીણું ઝીણું પર પોતાનો કર્તા નથી. આહાહાહા ! સસંસાર અવસ્થામાં વિકારની દશાના કાળમાં, જીવ જ પોતે આદિ મધ્ય અંતમાં વ્યાપીને તેનું કર્તા કર્મ કરે છે. એ કર્તા થઈને કર્મ તો એનું છે. વિકાર છે એ કર્તાને કર્મને વિકાર કાર્ય એમ છે નહીં, આવું છે. અને નિઃસંસાર અવસ્થામાં આત્માની મોક્ષ દશામાં પવિત્ર આનંદની દશાના કાળમાં કર્મનો અભાવ છે નિમિત્ત માટે તે તેનું કાર્ય છે એમ નથી. આહાહાહા... ઝીણી વાત છે ભાઈ, આ તો મહા લોજીકના ન્યાયના સિદ્ધાંતો છે, વીતરાગના સિદ્ધાંતો દિગંબર સંતોના સિદ્ધાંતો તો અલૌકિક વાતું છે. આહાહા ! નિઃસંસાર અવસ્થામાં કેવળજ્ઞાનની પર્યાય આત્મા પ્રાપ્ત કરે તે અવસ્થામાં કર્મના અભાવનું નિમિત્ત છે માટે તેનું એ વ્યાપ્ય છે એટલે કાર્ય છે એમ નથી. આહાહાહા... પોતાનો ભગવાન આત્મા આનંદ સ્વરૂપ ને જ્ઞાનસ્વરૂપ પ્રભુ એનું ધ્યાન કરીને જે કેવળજ્ઞાન પ્રગટ થયું, એ કેવળજ્ઞાનની પર્યાયની આદિ મધ્ય અંતમાં આત્મા પોતે છે, એ કેવળજ્ઞાન થયું માટે આધમાં કર્મનો અભાવ થયો માટે તે આધમાં હતું માટે કેવળજ્ઞાન થયું એમ નથી. આહાહાહા... સૂત્રમાં એમ આવે “કર્મ ક્ષયાત્” ઉમાસ્વામી “તત્ત્વાર્થ સૂત્ર” “મોહક્ષયાત્” જ્ઞાનાવરણી, દર્શનાવરણી, અંતરાય ક્ષયાત એ બધા નિમિત્તનું જ્ઞાન કરાવ્યું. આહાહાહા ! આંહી તો ભગવાન આત્મા જે કાંઈ મિથ્યા ભ્રાંતિ કરે, શરીરનું કરી શકું, પરનું કરી શકું બીજાને જીવાડી શકું, બીજાને મારી શકું, બીજાને સગવડતા દઈ શકું, એવી જે માન્યતા મિથ્યાત્વની એની આદિ મધ્ય અંતમાં આત્મા છે. એ મિથ્યાત્વની આદિમાં દર્શન મોહ હતો માટે મિથ્યાત્વ થયું છે, ઉત્પત્તિ કીધી'તી ને, સંભવ” દર્શન મોહની ઉત્પત્તિ ઉત્પન્ન છે માટે મિથ્યાત્વ થયું છે એમ નથી. આહાહા! એમ આત્મામાં થતો રાગ એ રાગની ઉત્પત્તિમાં આદિ, મધ્ય-અંતમાં આત્મા છે, એ રાગની ઉત્પત્તિમાં આદિમાં કર્મ હતો માટે રાગ થયો છે, એમ નથી. કહો, રસિકભાઈ ! આવી વાતું છે. (શ્રોતાઃ- જ્ઞાનીની વાત કરો ત્યારે એમ કહો કે રાગ કર્મનું કાર્ય છે) પણ એ વખતે તો દ્રવ્ય સ્વભાવની દૃષ્ટિ થઈ છે, બહુ તેથી ત્યાં તો બહુ ઝીણું બતાવ્યું છે, ઉત્પાદવ્યયને ધ્રુવ, દ્રવ્ય ગુણને પર્યાય છ બોલ લીધા'તા. ત્યાં એવું સ્પષ્ટીકરણ પહેલાં કર્યું નહોતું કોઈ દિ' એટલું કર્યું. આત્મા જ્યાં રાગથી ભિન્ન પડીને સ્વરૂપનું જ્ઞાન કરે છે, ચિદાનંદ ભગવાન શાયકસ્વરૂપ છે, એવું ભાન કરે છે તેને જે કાંઈ રાગની ઉત્પત્તિ છે, તે તેનું કાર્ય નથી, રાગની ઉત્પત્તિ, રાગનો વ્યય અને રાગનું ધ્રુવપણું એ ત્રણેય પરના છે તેને જ્ઞાન જાણે, અને પોતાના જે જ્ઞાન પર્યાય નિર્મળ ઉત્પન્ન થાય, વ્યય થાય, ને ધ્રુવ એને જાણે એ પોતાના દ્રવ્યગુણ પર્યાય ને પરના દ્રવ્યગુણપર્યાય એને જાણે એ પોતાના દ્રવ્યગુણપર્યાય ને પરના દ્રવ્યગુણપર્યાય એને જાણે પણ પરને કારણે આત્મામાં થાય અને પોતાના કારણે પરમાં કંઈ થાય, એવું છે નહિ. આહાહાહા ! ઝીણી વાતું છે બાપુ, મારગ એવો ઝીણો છે. દુનિયાને નવરાશ ન મળે, દુનિયાના પાપના ધંધા આડે આખો દિ' પાપ પછી ભલે બધી પાંચ પચાસ લાખ ભેગા થાય ધૂળ, એ પાપ આખો દિ' Page #309 -------------------------------------------------------------------------- ________________ ૨૯૪ સમયસાર સિદ્ધિ ભાગ-૪ આ કર્યું ને આ કર્યું, ધંધા પાણી ને હવે એમાં તત્ત્વને સમજવું. બહુ નિવૃત્તિ જોઈએ. આહાહા ! આંહીયા તો કહે છે પ્રભુ, તું જે ચાર ગતિમાં રખડયો અત્યાર સુધી ૮૪ના અવતાર કર્યા, એવા જે મિથ્યાત્વભાવ ને રાગદ્વેષભાવ એની ઉત્પત્તિનું કારણ તું છો. એ વિકારની ઉત્પત્તિનું કા૨ણ કર્મ છે એમ નથી. “અપનેકો આપ ભૂલકે હેરાન હો ગયા” આહાહા ! અનાદિથી ૫૨માં સુખ માન્યું, સુખ તો ભગવાન આત્મામાં છે. અંદર અતીન્દ્રિય આનંદનો કંદ પ્રભુ છે. હવે એને ઇન્દ્રિયના વિષયમાં, પૈસામાં, બાયડીમાં, છોકરામાં, કુટુંબમાં, રાજ્યમાં સુખ માન્યું એ ભ્રમણા મિથ્યાત્વ મહાપાપ છે. તો કહે છે કે એ મિથ્યાત્વની ઉત્પત્તિનું કારણ કોણ ? કે તું. કર્મને લઈને નહિ “કર્મ બિચારે કોણ ભૂલ મેરી અધિકાઈ” કર્મ તો જડ છે, ધૂળ છે. માટી છે. તારી ભૂલ તેં કરી છે અનાદિથી પ્રભુ. મોટો રાજા થયો, કરોડો અબજોપતિ, તો માન્યું અમે અબજ ભેગા કર્યા, અમે ઉદ્યોગપતિ ને મૂંઢ છે એ. ૫૨ના ઉદ્યોગથી મને પૈસા મળ્યા ને મેં ૫૨નો ઉધોગ કર્યો એ ભ્રમણા અજ્ઞાનીની, એ ભ્રમણાની ઉત્પત્તિનું કારણ તું છો. એ ભ્રમણાની ઉત્પત્તિની આદિ મધ્ય અંતમાં તું છો. એની આદિમાં કર્મની ઉત્પત્તિનું કંઈક પણ નિમિત્ત છે શરૂઆત કંઈક કંઈક અસર છે, માટે આ રાગ થાય છે ને વિકાર થાય છે, એમ નથી. સમજાણું કાંઈ ? k આ બધા દુનિયાના ડાહ્યા કહેવાય ને ? પચાસ-પચાસ લાખ પેદા કરે ને કરોડ બે કરોડ પેદા કરે ને ? અમે બહુ ડાહ્યા છીએ, અમે ડાહ્યા છીએ માટે આ બધું થાય છે, એ મિથ્યાત્વભાવ, પાખંડભાવ, અજ્ઞાનભાવ એની ઉત્પત્તિની આદિ મધ્ય અંતમાં તું છો. કર્મની શરૂઆત છે માટે વિકા૨ આવો થયો એમ છે નહિ. આહાહા ! અને જ્યારે ધર્મ પામે છે આત્મા, સમ્યગ્દર્શનની પર્યાય પ્રગટ કરે છે જે ક્ષણે તે વખતે તેની આદિ મધ્ય અંતમાં પોતે આત્મા છે. સમ્યગ્દર્શનની, સત્યદર્શનની શ્રદ્ધા કે હું તો શાયક ત્રિકાળી શુદ્ધ ચૈતન્ય છું. મારો સ્વભાવ પૂર્ણાનંદનો નાથ હું ૫૨માત્મ સ્વરૂપે હું છું. એવું જે સમ્યગ્દર્શન થાય તે પર્યાયની આદિ મધ્ય અંતમાં આત્મા છે, કર્મનું જરી ખસી ગયું માટે તેની આધની શરૂઆત હતી માટે આ સમ્યગ્દર્શન થયું એમ નથી. આહાહાહા ! સમજાય છે કાંઈ ? આવી વાતું હવે પાગલ જેવી છે. પાગલોને પાગલ જેવી લાગે એવી છે આ તો. આહાહા... “પ્રભુનો મારગ છે શૂરાનો ભાઈ” આહાહા ! કહે છે કે એ વિકા૨ની દશામાં પણ આદિ મધ્ય અંતમાં એકને કરતો પ્રતિભાસો, જોયું ? પોતાને એકને જ કરતો પ્રતિભાસો. બીજો કર્મ પણ છે સાથે માટે થયું, એમ બે નહીં. આહાહાહા... એ વિકા૨ના પરિણામ ભ્રમણાના અજ્ઞાનના રાગદ્વેષનાં, તેના કરવામાં તું એકલો જ છો. બીજો કોઈ ચીજ તને કરાવે છે એમ છે નહીં. આહાહાહા ! કહો, રસિકભાઈ ! એવી આ તો સમજાય એવી ભાષા તો સાદી છે, પણ ભાવ તો બાપા, આખી દુનિયાથી જુદા છે. ત્રણલોકના નાથ, તીર્થંકરદેવની આ તો વાણી છે. સર્વજ્ઞ ૫૨માત્મા એ સંતોની વાણી એ એની વાણી છે. આહાહાહા ! છે ? એ સંસારદશામાં એટલે વિકારી સંસ૨ણ રખડવામાં જે મિથ્યાત્વ અને રાગદ્વેષનાં પરિણામ થાય, તેની આધે મધ્ય અંતમાં તું છો, તેની આધમાં કર્મનું જરી તીવ્રપણું ઉદય છે તીવ્ર, તીવ્ર ઉદય ઉત્પત્તિ થઈ માટે અહીં મિથ્યાત્વ ને રાગદ્વેષ થયો એમ છે નહિ. આહાહાહાહા ! સમજાણું કાંઈ ? આવું સ્વરૂપ શું છે આ તે. એ સત્ય Page #310 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૮૩ ૨૯૫ વસ્તુ આવી છે ભાઈ તને ખબર નથી. આહા....! એ સંસાર કીધો. હવે નિઃસંસાર દશા એટલે સમ્યગ્દર્શન જ્ઞાન ને ચારિત્રની પર્યાય તને જે પ્રગટ થાય તેની આદિ મધ્ય અંતમાં તું છો, તે સમ્યગ્દર્શનજ્ઞાનની પ્રાપ્તિ થાય માટે કોઈ બીજા આધમાં છે, કાળ લબ્ધિ આધમાં છે, “હો” પણ આધમાં કાળ લબ્ધિ માટે આ થયું એમ નથી એમ કહે છે અહીં તો. આહાહાહા ! આવે છે ને એક ઠેકાણે? એ કાળલિબ્ધ પામીને, ગુરુઉપદેશ પામીને એ તો બધા નિમિત્તના કથનો છે. ( શ્રોતા:- દ્રવ્ય સંગ્રહમાં આવે છે) ઘણે ઠેકાણે કળશટીકામાં બહુ આવે છે. કળશટીકામાં આવે છે. પોતે કુંદકુંદાચાર્ય અષ્ટપાહુડમાં કાળાદિ લબ્ધિ પામીને, છે ને બધી ખબર છે ને? બધી ચારેકોરની ખબર છે. એક વખતે એક કહેતા હોય એમાંથી એની જ નજર છે એમ નથી. આહાહાહા...! કહે છે આત્મામાં જે કાંઈ આ મોક્ષના ધર્મનાં પરિણામ થાય, સમ્યગ્દર્શનજ્ઞાનચારિત્રના વીતરાગી નિર્દોષ પરિણામ થાય, ત્રિકાળી પરમાત્મ સ્વરૂપ ભગવાન પોતે છે તેનો આશ્રય લઈને જે કોઈ પરિણામ વીતરાગી થાય, ધર્મના થાય, મોક્ષમાર્ગના થાય તેની આદિ મધ્ય અંતમાં તારું સ્થાન છે, તેની આધમાં કર્મનો અભાવ ને એવું આધમાં હોય તો આ થાય ધર્મનો ભાવ ધર્મનો સભાવ એમ નથી. કેટલું આમાં યાદ રાખવું? આવો માર્ગ છે ભાઈ ! આહાહા ! ઘણું ગંભીર ઘણું તત્ત્વ ઉંડું. ઓહોહોહો! આહાહાહા! ભગવાનની સ્તુતિ કરી માટે સમ્યગ્દર્શનની આધમાં એ સ્તુતિનું કારણ હતું એમ નથી એમ કહે છે. એય! ભગવાનનો વિનય કર્યો તીર્થકરનો તે મહાત્માનો મુનિઓનો માટે ત્યાં આગળ સમકિત થયું એમ નથી. આહાહા! સમકિત એટલે સત્ય દર્શન જેવું સત્ય પ્રભુ છે, સચ્ચિદાનંદ પ્રભુ આત્મા છે તેવું જ તેને દર્શન થવું, પ્રતીત થવી, જ્ઞાન થવું, એની આધમાં ભગવાન આત્મા પોતે છે. એની આધમાં કર્મનો અભાવ ને કોઈ કાળ ને ફલાણુ થાવું એમ છે નહીં, એમ અહીંયા સિદ્ધ એ કરે છે. આહાહા ! પેલામાં લખ્યું છે કળશટીકામાં “કાળલબ્ધિ” અપેક્ષાથી જ્ઞાન કરાવ્યું છે. આહાહા ! ભગવાન અહીં તો આત્માને ભગવાન તરીકે જ બોલાવ્યો છે પ્રભુ! આ ભગવાન અંદર ભગ નામ અનંત જ્ઞાન ને આનંદની લક્ષ્મીનો વાન સ્વરૂપવાન છો એ એનું અંતરસ્વરૂપ તો પ્રભુ અનંત જ્ઞાન, અનંત આનંદ, અનંત શાંતિ એ એનું સ્વરૂપ છે. એની એને ખબર નથી એણે કોઈ દી' જોયું નથી, સાંભળ્યું નથી, રાકો ભિખારી થઈને ફર્યા કરે છે. માંગણ માંગણ લાવો પૈસા લાવો, બાઈડી લાવો, છોકરા લાવો, આબરૂ લાવો, મોટો કહો મોટો ભિખારી માળો. આહાહાહા ! એ ભિખારીપણાના ભાવની આમાં પણ એ આત્મા છે. ચીમનભાઈ ! આહાહા ! અને જેને આમ આત્મા પુણ્ય ને પાપનાં વિકાર ને કર્મ શરીર આદિથી ભિન્ન એવું જે પ્રભુ આત્માનું સ્વરૂપ છે, તેવું જ્ઞાન ને શ્રદ્ધા ને શાંતિ થઈ તેની આધમાં પોતે આત્મા છે. મધ્યમાં આત્મા અંતમાં આત્મા છે. એને કોઈ કર્મનું મંદ પડ્યું, કર્મનું જોર કાંઈક મંદ પડ્યું માટે ધર્મ પર્યાય થઈ એમ નથી. (શ્રોતા:- કમ્મો બળીયો ધમ્મો બળીયો એમ તો આવે છે) એ બધાં નિમિત્તથી કથન છે. કમ્મો એટલે પોતાનો વિકારી પરિણામ એ કમ્પો બળીયો, જીવો બળીયો એટલે જે સ્વભાવ તરફ જોવે તે જીવો બળીયો, વિકાર ઉપર ગયો તો કમ્પો બળીયો, વિકાર Page #311 -------------------------------------------------------------------------- ________________ ૨૯૬ સમયસાર સિદ્ધિ ભાગ-૪ બળીયો. આહાહા ! આવું છે. હવે આવી જાતની વાત એ કેવી કહેવાય આવો ઉપદેશ કઈ જાતનો? બાપુ તને ખબર નથી ભાઈ, એ સત્યના તત્ત્વના ઉપદેશની રીત કોઈ અલૌકિક છે. આહાહા... અત્યારે તો બધું ગરબડ ગરબડ બધુ, સંપ્રદાયમાં ગરબડ ને અમથા સંપ્રદાય વિનાના માણસમાં તો ગરબડ છે જ તે. આંહી કહે છે, પોતાને એકને પ્રતિભાસો, એટલે? કરવામાં, રાગના કરવામાં અને રાગના અભાવમાં થવામાં, પોતાને એકને કરતો પ્રતિભાસો પરંતુ અન્યને કરતો ન પ્રતિભાસો, અન્યને કરતો ન પ્રતિભાસો એમ લેવું છે. આંહીં કર્મને કરતો, કર્મ આંહીં કરતો, અન્યને કરતો પોતે અન્યને કરતો ન પ્રતિભાસો એમ, અન્યને કરતો ન પ્રતિભાસો એમ, પોતે અન્યને કરતો પ્રતિભાસો એમ નહિ. એ તો પહેલાંમાં આવી ગયું. ભાઈ ! આંહી તો અન્યને કરતો ન પ્રતિભાસો. કર્મને કરતો આત્માને ન પ્રતિભાસો એમ કહેવું છે. ઓલું તો પહેલું આવી ગયું, કર્મને લઈને આમાં છે એ નથી. એટલે કર્મ એનો કર્તા નથી. - હવે અહીં તો આત્મા પોતાના સવિકારી પરિણામને કે અવિકારી પરિણામને કરે એમ જાણો પણ તે કર્મને કરે એમ ન ભાસો. કર્મને બાંધે અને કર્મને કરે અને કર્મનો અભાવ કરે એમ ન ભાસો છે. ઈ પહેલાંમાં આવી ગયું છે. સમુદ્રમાં ય આવી ગયું. પરંતુ અન્યને, અન્યને કરતો ન પ્રતિભાસો અન્યને પોતે કરતો એમ ન ભાસો. અન્ય કરતો ન પ્રતિભાસો એ તો પહેલાંમાં આવી ગયું છે. ભાઈ ! એકએક અક્ષર બાપા! આ તો કાંઈ મફતની ચીજ નથી. આ તો અલૌકિક ધર્મની વાતો છે. આહાહાહા ! હવે એ કર્તા કર્મનું કીધું હવે થોડું છે. વળી તેવી રીતે આ જીવ ભાવ્યભાવકભાવના અભાવને લીધે, કર્મ છે તે ભાવક છે અને વિકારી ભાવનો ભોક્તા તે જીવ છે, એનો અભાવ છે. શું કહે છે? કર્મ ભાવક છે અને આત્માના ભોગવવાના ભાવ દુઃખનાં કે સુખનાં આ સંસારમાં દુઃખના ભોગવવાના ભાવ, આ સંસારી પ્રાણી છે એ તો એકલા દુઃખને જ ભોગવે છે. સંયોગની ચીજને લઈને નહિ, દુઃખ અંદર જે અજ્ઞાનભાવ ને રાગભાવ છે તે દુઃખ છે. તે દુઃખને ભોગવે છે. આ બધા શેઠીયાઓ કહેવાય કરોડોપતિ અબજોપતિ એ બધાં દુઃખને ભોગવે છે, પૈસાને નહિ. (શ્રોતા – શેઠાઈને ભોગવે છે) શેઠાઈ એટલે શું? હું શેઠ છું એવા મિથ્યાત્વ ભાવને ભોગવે છે. આહાહાહા ! એનામાં હોય એને ભોગવે ને? પરમાં ક્યાં ગયો છે, તે પરને ભોગવે અને પર કયાં એને ભોગવવા આવે છે. આહાહાહા ! જીવ, ભાવ્યભાવકભાવનો અભાવ, કેટલા બધા ભાવ્યભાવક ભાવનો અભાવ આટલા બધા ભાવ ભાવ છે. ભાવ એટલે વિકારી દશા કે અવિકારી દશા એમાં ભાવક એટલે કર્મ ભાવક વિકારી દશામાં નિમિત્ત અને અવિકારી દશામાં નિમિત્તનો અભાવ એવા ભાવ્યભાવકભાવના અભાવને લીધે, પરભાવનું પરવડે અનુભવાવું અશકય હોવાથી કર્મનું આત્મા વડે અનુભવાવું અશકય હોવાથી, સસંસાર અથવા નિઃસંસાર દશામાં પોતાને અનુભવતો થકો, સંસારદશામાં અજ્ઞાનમાં રાગદ્વેષને પોતે પોતાને અનુભવતો થકો ભાસો, પર તને અનુભવાય છે એ તો નહિ, પણ તું પરને અનુભવે છો એ નહિ. આહાહાહા... શું કહે છે? જેમ કે આ સ્ત્રીનો વિષય લે છે જ્યારે ત્યારે ત્યાં એને રાગ થાય છે, તો એ રાગને ભોગવતો પ્રતિભાસો પણ પરને ભોગવું Page #312 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૮૩ ૨૯૭ છું એ તો નહિ, એ તો શરીર જડ માંસ હાડકાંનું છે એ શરીરને કયાં ભોગવે છે? પરને ભોગવતો ન ભાસો, તે વખતે તેના રાગના ભાવને અનુભવતો ભાસો. આહાહાહા ! આવી વાતું ભારે ભાઈ ! જગતથી ઉધી છે. સસંસાર અને નિઃસંસારરૂપ, જોયું પાછું નિઃસંસારરૂપ એ પોતાનું, પોતાને અનુભવતો થકો પોતાને એકને જ અનુભવતો પ્રતિભાસો, પોતાના સંસાર અવસ્થામાં દુઃખને એકને જ અનુભવતો ભાસો, અને મોક્ષમાર્ગમાં આનંદને અનુભવતો ભાસો, પણ પરને અનુભવતો ન ભાસો, પર વડે અનુભવતો એ નહિ. પરંતુ અન્યને અનુભવતો ન પ્રતિભાસો, કર્મને આત્મા અનુભવે છે કે આ શરીરને અનુભવે છે કે મેસુબ ખાય મેસુબ પણ મેસુબને અનુભવે છે એમ ન ભાસો, પણ તે કાળે તેનો પ્રેમ ને રાગ થયો એ રાગને અનુભવે છે એમ ભાસો. આહાહાહાહા ! મેસુબનો કટકો પડે ને મોઢામાં તે પતરવેલીયાના ભજીયા હોય અંદર, અડવીના પાનનાં હવે કહે છે કે તને એ વખતે જે રાગનો અનુભવ થયો એ તારો અનુભવ છે, પણ તું પરને લઈને અનુભવે છે એ તો નહિ, પણ પરનો તે અનુભવ કરતો એ પણ નહિ. આહાહા ! એ લાડવાને તું અનુભવે છો, મોસંબીને અનુભવે છો, સ્ત્રીને અનુભવે છો એમ ન ભાસો. વિશેષ વાત છે. (શ્રોતા:- પ્રમાણ વચન ગુરુદેવ) પ્રવચન નં. ૧૭૨ ગાથા-૮૩-૮૪ તા. ૧૮/૦૧/૭૮ ગુરુવાર પોષ વદ-૫ ૮૩ નો ભાવાર્થ સમયસાર. આત્માને પરદ્રવ્ય પુગલકર્મનાં નિમિત્તથી સસંસાર અને નિઃસંસાર અવસ્થા છે, એટલે પુલકર્મનું તો નિમિત્ત છે અને અહીંયા અવસ્થા થાય છે જીવને પોતાના ઊંધા પુરુષાર્થથી, રાગદ્વેષ વિકારાદિ એ અવસ્થામાં પુગલકર્મ તો ફક્ત નિમિત્ત છે અને નિઃસંસાર આત્માના મોક્ષદશામાં કર્મના નિમિત્તનો અભાવ નિમિત્ત છે અભાવ. “એવાં પરદ્રવ્ય પુગલકર્મનાં નિમિત્તથી સંસાર, સસંસાર અને નિઃસંસાર અવસ્થા છે એ અવસ્થારૂપ આત્મા પોતે પરિણમે છે.” રાગદ્વેષ અને નિમિત્ત ભલે કર્મ હો પણ તેમાં રાગદ્વેષ ને મિથ્યાત્વભાવે પોતે આત્મા પરિણમે છે, એ કર્મ પરિણમાવતું નથી, તેમ કર્મને એ પરિણમાવતું નથી. આહાહા! આવી વાતું. (શ્રોતાઃ- કાલે એમ કહેતા'તા કે આત્મા રાગ કરે નહિ) રાગ છે એ તો જ્ઞાનીની દૃષ્ટિની અપેક્ષાએ દ્રવ્યદૃષ્ટિ છે, દ્રવ્ય જ્યાં દષ્ટિમાં છે, એને તો શુદ્ધતાના પરિણામનો પ્રાપ્ત કાર્ય છે. એમ એને જે અશુદ્ધતા થાય કેમ કે દ્રવ્યદૃષ્ટિ જે થઈ છે એ તો જ્ઞાયક શુદ્ધ ચૈતન્યમૂર્તિ પ્રભુ છે એનાં પરિણામ રાગ નથી. એ પરિણામીનું પરિણામ તો નિર્મળ સમ્યગ્દર્શન જ્ઞાન ચારિત્ર એ પરિણામીનું પરિણામ છે. તેને કર્મ પરિણામીનું રાગાદિ પરિણામ તે કર્મનું છે. કહો, એ વાત ચાલી'તી. આહાહા ! એ પરિણામી આત્મા એ તો શુદ્ધ છે, પવિત્ર છે, પરમાનંદ સ્વરૂપ છે, એનું પરિણામ પરમ આનંદ ને શાંતિ ને સમ્યગ્દર્શન જ્ઞાન ચારિત્ર ને વીતરાગતા આવે. એ એનું વ્યાપ્યવ્યાપક Page #313 -------------------------------------------------------------------------- ________________ ૨૯૮ સમયસાર સિદ્ધિ ભાગ-૪ છે. વ્યાપક આત્મા અને નિર્વિકારી પરિણામ તેનું કાર્ય નામ વ્યાપ્ય અને તેમાં જે રાગ થાય તે કર્મ વ્યાપક અને રાગ તેનું કાર્ય વ્યાપ્ય એની હારે એને સંબંધ છે. એ તો દ્રવ્યદૃષ્ટિનું જ્ઞાન છે, જ્ઞાતા થયો સમ્યગ્દર્શન થયું એની વાત છે. આહા ! આંહી તો સમુચ્ચય વાત છે. એ આત્મા સંસાર અવસ્થામાં જે કાંઈ તે મિથ્યાત્વ એમાં કર્મ નિમિત્ત હો, દર્શનમોહ ભલે, પણ મિથ્યાત્વપણે પરિણમે છે તો જીવ, વ્યાપ્યવ્યાપકપણે મિથ્યાત્વના ભાવ રાગદ્વેષના ભાવપણે પરિણમે છે જીવ, એમાં અનુકૂળ ભલે કર્મનું નિમિત્ત હો, પણ અનુકૂળ હોવાથી એનાથી અહીં પરિણમે છે એમ નથી. આહાહાહા ! એ આત્માને ૫૨દ્રવ્ય પુદ્ગલકર્મના નિમિત્તથી, છે ને નિમિત્તથી, સસંસાર પણ વિકા૨ભાવપણે પોતે પરિણમે એમાં નિમિત્ત છે કર્મ અને નિઃસંસાર નિર્વિકા૨ પરિણમન અવસ્થાપણે પરિણમે એમાં કર્મના અભાવનું નિમિત્ત છે. એ અવસ્થારૂપે આત્મા પોતે જ પરિણમે છે. તેથી તે પોતાનો જ કર્તા ભોક્તા છે, પુદ્ગલકર્મનો કર્તાભોક્તા તો કદી નથી. કર્મના ઉદયનો આત્મા કર્તા કે ભોક્તા એમ નથી. આહાહાહા ! ઝીણી વાતું બહુ. ઉપાદાનની સ્વતંત્રતા. અહીંયા ઘણા એમ કહે છે ઉપાદાનમાં અનેક જાતની યોગ્યતા છે જેવું નિમિત્ત આવે એવું થાય એમ નથી ભાઈ ! એની તો એ વખતે જે કાંઈ મિથ્યાત્વ કે રાગદ્વેષ થવાની યોગ્યતા સમયમાં છે, તે પોતાથી થાય છે, તેમાં અનુકૂળ કર્મ ભલે હો પણ અનુકૂળ હોવાથી એ આંહીં કરે છે, એમ છે નહીં. આવી વાતું વે. તેથી તે પોતાનો જ કર્તાભોક્તા છે. સમુચ્ચય વાત છે ને અહીં. અજ્ઞાની રાગદ્વેષને પોતે કરે છે તેથી તે રાગદ્વેષનો પોતે કર્તા છે. પુદ્ગલકર્મનો કર્તાભોક્તા તો કદી નથી. ભલે તેને રાગદ્વેષના પરિણમનમાં અનુકૂળ નિમિત્ત પુદ્ગલ હો પણ છતાં તે નિમિત્ત પુદ્ગલનો એ કર્તા નથી. સમજાય છે કાંઈ ? એ ૮૩ થઈ. છે હું દ્રવ્ય છું અને મારા અનંત ગુણો છે. તે ગુણો પલટીને સમયે સમયે એક પછી એક ક્રમબદ્ધ અવસ્થા થાય છે. તે અવસ્થા આડી-અવળી થતી નથી તેમ જ એકસાથે બે ભેગી થતી નથી અને કોઈ સમય અવસ્થા વગરનો ખાલી પણ જતોનથી. કેવળજ્ઞાન અને મોક્ષદશા પણ મારા ગુણમાંથી જ ક્રમબદ્ધ પ્રગટે છે. આવી રીતે ક્રમબદ્ધપર્યાયની શ્રદ્ધા થતાં પોતાનો પર્યાય ઊઘાડવા માટે કોઈ ૫૨ ઉપ૨ લક્ષ ક૨વાનું રહેશે નહિ, અને તેથી કોઈ ૫૨ ઉપ૨ રાગ-દ્વેષ કરવાનું કારણ પણ નહિ રહે. એટલે શું થશે ?–કે બધા ૫૨ ઉપ૨નું લક્ષ છોડીને તે પોતામાં જોવા માટે વળશે. હવે પોતામાં પણ ‘મારો પૂર્ણ શુદ્ધ પર્યાય કયારે ઊઘડશે ?’ એવો આકૂળતાનો વિકલ્પ રહેશે નહિ કેમકે ત્રણે કાળના ક્રમબદ્ધપર્યાયથી ભરેલું દ્રવ્ય તેની પ્રતીતિમાં આવી ગયું છે. તેથી ક્રમબદ્ધપર્યાયની જે જીવ શ્રદ્ધા કરે છે તે જીવ તો નજીક મુક્તિગામી જ હોય. (આત્મધર્મ, અંક ૭૩૦, વર્ષ-૬૧, પાના નં. ૧૯ ) Page #314 -------------------------------------------------------------------------- ________________ गाथा-८४ ૨૯૯ ( ॥ - ८४ ) anet अथ व्यवहारं दर्शयति ववहारस्स दु आदा पोग्गलकम्मं करेदि णेयविहं। तं चेव पुणो वेयइ पोग्गलकम्मं अणेयविहं।।८४।। व्यवहारस्य त्वात्मा पुद्गलकर्म करोति नैकविधम्। तचैव पुनर्वेदयते पुद्गलकर्मानेकविधम्।।८४।। यथान्तर्व्याप्यव्यापकभावेन मृत्तिकया कलशे क्रियमाणे भाव्यभावकभावेन मृत्तिकयैवानुभूयमाने च बहिर्व्याप्यव्यापकभावेन कलशसम्भवानुकूलं व्यापारं कुर्वाण: कलशकृततोयोपयोगजां तृप्तिंभाव्यभावकभावेनानुभवंश्च कुलालः कलशं करोत्यनुभवति चेति लोकानामनादिरूढोऽस्ति तावद्व्यवहारः, तथान्तर्व्याप्यव्यापकभावेन पुद्गलद्रव्येण कर्मणि क्रियमाणे भाव्यभावकभावेन पुद्गलद्रव्येणैवानुभूयमाने च बहिर्व्याप्यव्यापक भावेनाज्ञानात्पुद्गलकर्मसम्भवानुकूलं परिणामं कुर्वाण: पुद्गलकर्मविपाकसम्पादित विषयसन्निधिप्रधावितां सुखदु:खपरिणतिं भाव्यभावकभावेनानुभवंश्च जीव: पुद्गलकर्म करोत्यनुभवति चेत्यज्ञानिनामासंसारप्रसिद्धोऽस्ति तावद्व्यवहारः। હવે વ્યવહાર દર્શાવે છે આત્મા કરે વિધવિધ પુદ્ગલકર્મ-મત વ્યવહારનું, વળી તે જ પુદ્ગલકર્મ આત્મા ભોગવે વિધવિધનું. ૮૪. Puथार्थ:- [व्यवहारस्य तु] व्यवक्षारनयनो मे मत छ है [ आत्मा: ] मात्मा [ नैकविधम् ] भने ७२ [ पुद्गलकर्म] पुगतभने [ करोति] ३२ छ [ पुन: च] सने वजी [तद् एव] ते ४ [अनेकविधम् ] भने अडान [पुद्गलकर्म] पुशलभने [ वेदयते] ते भोगवे छे. ટીકા:- જેમ, અંદરમાં વ્યાપ્યવ્યાપકભાવથી માટી ઘડાને કરે છે અને ભાવ્યભાવકભાવથી માટી જ ઘડાને ભોગવે છે તોપણ, બહારમાં, વ્યાપ્યવ્યાપકભાવથી ઘડાના સંભવને અનુકૂળ એવા (ઇચ્છારૂપ અને હસ્તાદિકની ક્રિયારૂપ પોતાના) વ્યાપારને કરતો અને ઘડા વડે કરેલો પાણીનો જે ઉપયોગ તેનાથી ઊપજેલી તૃતિને (પોતાના તૃતિભાવને) ભાવ્યભાવકભાવ વડે અનુભવતો-ભોગવતો એવો કુંભાર ઘડાને કરે છે અને ભોગવે છે એવો લોકોનો અનાદિથી રૂઢ વ્યવહાર છે; તેવી રીતે, અંદરમાં વ્યાપ્યવ્યાપકભાવથી પુગલદ્રવ્ય કર્મને કરે છે અને ભાવ્યભાવકભાવથી પુદ્ગલદ્રવ્ય જ કર્મને ભોગવે છે તોપણ, બહારમાં, વ્યાપ્યવ્યાપકભાવથી અજ્ઞાનને લીધે પુદગલકર્મના १. संभ = 2g d; उत्पत्ति. Page #315 -------------------------------------------------------------------------- ________________ ૩૦૦ સમયસાર સિદ્ધિ ભાગ-૪ સંભવને અનુકૂળ એવા (પોતાના રાગાદિક) પરિણામને કરતો અને પુદ્ગલકર્મના વિપાકથી ઉત્પન્ન થયેલી વિષયોની જે નિકટતા તેનાથી ઊપજેલી (પોતાની ) સુખદુઃખરૂપ પરિણતિને ભાવ્યભાવકભાવ વડે અનુભવતો-ભોગવતો એવો જીવ પુદ્ગલકર્મને કરે છે અને ભોગવે છે એવો અજ્ઞાનીઓનો અનાદિ સંસા૨થી પ્રસિદ્ધ વ્યવહા૨ છે. ભાવાર્થ:- પુદ્ગલકર્મને ૫૨માર્થે પુદ્ગલદ્રવ્ય જ કરે છે; જીવ તો પુદ્ગલકર્મની ઉત્પત્તિને અનુકૂળ એવા પોતાના રાગાદિક પરિણામોને કરે છે. વળી પુદ્ગલદ્રવ્ય જ પુદ્ગલકર્મને ભોગવે છે; જીવ તો પુદ્ગલકર્મના નિમિત્તથી થતા પોતાના રાગાદિક પરિણામોને ભોગવે છે. પરંતુ જીવ અને પુદ્ગલનો આવો નિમિત્તનૈમિત્તિકભાવ દેખીને અજ્ઞાનીને એવો ભ્રમ છે કે પુદ્ગલકર્મને જીવ કરે છે અને ભોગવે છે. આવો અનાદિ અજ્ઞાનને લીધે અનાદિ કાળથી પ્રસિદ્ધ વ્યવહા૨ છે. ૫૨માર્થે જીવ-પુદ્ગલની પ્રવૃત્તિ ભિન્ન હોવા છતાં, જ્યાં સુધી ભેદજ્ઞાન ન હોય ત્યાં સુધી બહા૨ની તેમની પ્રવૃત્તિ એક જેવી દેખાય છે. અજ્ઞાનીને જીવ-પુદ્ગલનું ભેદશાન નહિ હોવાથી ઉપલક દૃષ્ટિએ જેવું દેખાય તેવું તે માની લે છે; તેથી તે એમ માને છે કે જીવ પુદ્ગલકર્મને કરે છે અને ભોગવે છે. શ્રી ગુરુ ભેદજ્ઞાન કરાવી, ૫૨માર્થ જીવનું સ્વરૂપ બતાવીને, અજ્ઞાનીના એ પ્રતિભાસને વ્યવહા૨ કહે છે. પ્રવચન નં. ૧૭૨ ગાથા-૮૪ હવે ૮૪, હવે વ્યવહાર દર્શાવે છે. તા. ૧૮/૦૧/૭૯ ગુરુવાર પોષ વદ-૫ ववहारस्स दु आदा पोग्गलकम्मं करेदि णेयविहं । तं चेव पुणो वेयइ पोग्गलकम्मं अणेयविहं।। ८४।। આત્મા કરે વિધવિધ પુદ્ગલકર્મ–મત વ્યવહારનું, વળી તે જ પુદ્ગલકર્મ આત્મા ભોગવે વિધવિધનું. ૮૪. ટીકાઃ- જેમ, અંદરમાં વ્યાવ્યવ્યાપકભાવથી માટી, એટલે કે માટી વ્યાપક અને ઘડો તેનું વ્યાપ્ય, માટી કર્તા અને ઘડો તેનું કાર્ય, વ્યાપ્યવ્યાપક એટલે, માટી પરિણામી અને ઘડો તેનું પરિણામ, એ આવશે વ્યાપ્યવ્યાપકનું થયું. અંદરમાં વ્યાપ્યવ્યાપકભાવથી માટી ઘડાને કરે છે એટલે કે માટી પરિણામી ઘડાના પરિણામને કરે છે, માટી વ્યાપક ઘડાના પરિણામના વ્યાપ્યને કરે છે. અને ભાવ્યભાવકભાવથી માટી જ, ભાવક એવી જે માટી એનો જે ભાવ્ય નામ વર્તમાન પર્યાય જે થાય તે, તે ભાવ તે ભાવથી ભાવ્યભાવકભાવથી, ભાવક માટી, ઘડો તેનું ભાવ્ય એવા ભાવે માટી ઘડાને ભોગવે છે. માટી ઘડાને ભોગવે છે. ( શ્રોતાઃ- અજીવ છે એ કેમ ભોગવે. ) પર્યાય છે એની ને ? એમ, પર્યાય એની છે ને એટલે એને કરે છે ને ભોગવે છે. આહાહાહા ! માટી પરિણામી પોતાના ઘડાના પરિણામને કરે અને માટી ભાવક પોતાના ઘડારૂપી ભાવ્યને ભોગવે, કહો હવે આટલું તો સ્પષ્ટ થાય છે. ઝીણી વાત છે ભાઈ ! તત્ત્વને ભિન્ન તત્ત્વની જાતને જાણવું અને ભિન્નના તત્ત્વને ભિન્ન કાંઈ ન કરી શકે એ Page #316 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૮૪ ૩૦૧ જાણવું એ જરી બહુ પુરુષાર્થ માગે છે. આહાહાહા ! સમજાણું કાંઈ? ભાવ્યભાવકભાવથી માટી એટલે? પહેલાં કહ્યું'તું કે વ્યાપક પરિણામી અને વ્યાપ્ય પરિણામ માટી ઘડો, એમ આંહી ભાવ્ય માટીની અવસ્થા તે ભાવ્ય અને ભાવક માટી, તે એવા ભાવથી માટી જ ઘડાને ભોગવે છે. જડ જડને ભોગવે છે, એની પર્યાય છે ને? એનો વ્યય એનાથી થાય છે ને? તો પણ, આમ હોવા છતાં પણ, બાહ્યમાં એટલે બહારમાં હવે કુંભાર, બહારમાં હવે કુંભાર, બહારમાં આવે અને બહારમાં વ્યાપ્યવ્યાપક એમ નહિ, ઘડાને બહારમાં વ્યાપ્યવ્યાપક એમ નહિ બહારમાં વ્યાપ્યવ્યાપક કુંભાર, અંદરમાં તો માટી વ્યાપ્યવ્યાપક થઈને પોતાના ઘડા રૂપી કાર્યને કરે અને ભાવ્યભાવક થઈને પોતાના ભાવને ભોગવે. “હવે બહારમાં કુંભાર પોતાના વ્યાપ્યવ્યાપક ભાવને કરે” વ્યાપ્ય એટલે કાર્ય પરિણામ વ્યાપક એટલે દ્રવ્ય પરિણામી, એવા ભાવથી ઘડાના સંભવને અનુકૂળ, ઘડાના ઉત્પત્તિને ફક્ત નિમિત્ત, છે ને? અનુકૂળ ઉત્પત્તિ એવા ઈચ્છા ને હસ્તાદિકની ક્રિયારૂપ પોતાના વ્યાપારને કરતો. આંહી હસ્તાદિકની ક્રિયા કરે છે એ સિદ્ધ નથી કરવું, અહીંથી ભિન્ન પોતે કરે છે એટલું સિદ્ધ કરવું છે. બાકી હસ્તાદિકની ક્રિયા પણ એ કરી શકતો નથી, પણ આનાથી ભિન્ન ઈચ્છા ને હસ્તાદિકની ક્રિયા આની છે ને આની નથી એમ બતાવવું છે. સમજાણું કાંઈ? ઓહોહો ! વ્યાપ્યવ્યાપક ભાવથી કુંભાર ઘડાને અનુકૂળ સંભવ એવી ઈચ્છા ને હાથની ક્રિયા પોતાના વ્યાપારને કરતો, કુંભાર તો ઈચ્છા અને હાથના પોતાના, આંહી તો પરથી ભિન્ન એ પોતે કરે છે એટલું બતાવવું છે, બાકી હાથનો વ્યાપાર એ કરી શકતો નથી એ અત્યારે કામ નથી, આંહી તો અહીંયા ઘડાને અનુકૂળ એની ઈચ્છા અને રાગ છે, તો એ ઘડાને કરતો નથી પણ એના પરિણામ પોતાના જે છે ઈચ્છાના અને હાથના એને એ કરે છે, એમ બતાવવું છે. એમાંથી કોઈ એમ કાઢે કે જુઓ કુંભાર હાથને કરી શકે છે એ પ્રશ્ન અત્યારે અહીં નથી. આહાહા ! અરે ભાઈ વાંધે વાંધા. અહીંયા તો ફક્ત ઘડાને વ્યાપ્યવ્યાપકપણે તો માટી હારે છે, પણ બહારમાં કુંભારને પોતાના હાથ અને રાગની હારે ઈચ્છા હારે વ્યાપ્યવ્યાપકપણું છે. સમજાણું? અને તે ઘડાને અનુકૂળ નિમિત્તરૂપે છે, માટે તેને અજ્ઞાની એમ માને છે કે કુંભાર ઘડાને કરે છે ને ભોગવે છે. પણ કુંભાર પોતાના હાથને ને ઈચ્છાને કરે છે અને ખરેખર તો એ ઈચ્છાને એ પોતે ભોગવે છે, પાણીને ભોગવે છે, એટલે ઈચ્છાને, એ કહેશે. હસ્તાદિકની ક્રિયાને તો કરતો અને ઘડા વડે કરેલો પાણીનો જે ઉપભોગ તેનાથી ઉપજેલી તુતિ એટલે રાગાદિ હોં એ. એને ભાવ્યભાવકભાવ વડે અનુભવતો, ભાવક કુંભાર અને ભાવ્યા તેનો વિકારી ભાવ તેને અનુભવતો ભોગવતો, એવો કુંભાર ઘડાને કરે ને ભોગવે તેવો લોકોનો, આહાહાહાહા.. કેવી ટીકા છે. કુંભાર ઘડાને નિમિત્ત, સંભવ, અનુકૂળ એવા પોતાના ઈચ્છા ને હાથને કરતો અને કુંભાર જે પાણી પીવે છે, એ પીવાના ભાવનો એ પોતે કર્તા ને ભોક્તા એને એ ભોગવે છે, ઘડાને નહીં. ઘડાને ભોગવે છે માટી અને આ ભોગવે છે પોતાના રાગને. આહાહા.. પાણી પીવા સંબંધીનો જે ઘડા સંબંધીનો જે રાગ એને એ કરે ને એને એ ભોગવે છે આવું છે. આહાહા! Page #317 -------------------------------------------------------------------------- ________________ ૩૦૨ સમયસાર સિદ્ધિ ભાગ-૪ એ ઉપયોગ તેનાથી ઉપજેલી તૃપ્તિને ભાવ્ય” એ તૃતિનો ભાવ છે તે ભાવ્ય અને ભાવક છે પોતે તે કુંભાર “એના ભાવવડે અનુભવતો ભોગવતો એવો કુંભાર, ઘડાને કરે છે ને ભોગવે છે” હવે આમ લેવું, છે એ પોતાના રાગને કરે છે ને ભોગવે છે, છતાં ઘડાને નિમિત્ત હોવાથી અજ્ઞાની એમ માને છે કે ઘડાને કરે છે ને ભોગવે છે. એ કુંભાર ઘડાને કરે ને ભોગવે છે. ઓલો નિમિત્ત છે ને? એટલો નિમિત્ત નૈમિતિક સંબંધ સ્વતંત્ર છે, એને ઠેકાણે નિમિત્ત છે માટે તે ઘડાને કરે છે ને ભોગવે છે જૂઠી વાત છે. “ઘડાને કરે ને ભોગવે એવો લોકોનો અનાદિથી રૂઢ વ્યવહાર છે” અનાદિથી અજ્ઞાનીનો મિથ્યાષ્ટિનો આવો વ્યવહાર છે. આહાહાહા ! શું કહ્યું સમજાણું આમાં? માટી પોતે પરિણામી થઈને ઘડાનું પરિણામ કરે, એ વ્યાપક થઈને વ્યાપ્ય કરે અને માટી પોતાના ઘડાના ભાવ્યને ભાવક થઈને ભોગવે. માટી ભાવક થઈને ઘડાની પર્યાયને ભોગવે પણ તે ઘડાને અનુકૂળ એવું નિમિત્તપણું છે કુંભારનું, એ કુંભાર પોતાના રાગને વ્યાપ્યવ્યાપકભાવપણે કરે અને એને ભોગવે, પણ આંહી આ નિમિત્ત છે આ, માટે અજ્ઞાનીનો વ્યવહાર એવો છે કે એ કુંભાર ઘડાને કરે છે. ઓલું નિમિત્ત દેખીને ઘડાને કુંભાર કરે છે એમ અજ્ઞાનીનો વ્યવહાર છે. સમજાણું કાંઈ ? આ તો હજી દેષ્ટાંત થયું, હવે સિદ્ધાંત તો હવે છે. દેદાંતમાંય કઠણ પડે છે. આ બહારમાં વાંધા ઊઠે છે બહારમાં એમ કે એની બહારમાં આ કરે છે, એમ નહીં, એ પોતે બહારમાં તો કુંભાર પોતાના વ્યાપ્યવ્યાપકભાવને કરે છે, એથી વ્યાપ્યવ્યાપકભાવને પોતાને કરતો આને એનું નિમિત્ત છે માટે અજ્ઞાની કહે છે કે ઘડાને કુંભાર કરે છે. આહાહા! નિમિત્ત દેખીને અજ્ઞાની ઘડાને કુંભાર કરે છે એમ કહે છે. અને ઘડાના પાણીને ભોગવતો રાગને ત્યાં, એ આને નિમિત્ત છે માટે ઘડાને એ ભોગવે છે, ભોગવે છે એ પોતે પોતાના પરિણામને, છતાંય ઘડાને કરે છે ને ઘડાને ભોગવે છે એમ અનાદિનો અજ્ઞાનીનો જૂઠો વ્યવહાર અસત્ય છે. કહો સમજાય છે કે નહિ આમાં ? હવે સિદ્ધાંત આત્મામાં. હવે તેને સામે પુસ્તક છે કયા શબ્દનો શું અર્થ થાય છે.) આંહી તો નિમિત્ત એને કરતું નથી અને આ ઘડો થાય છે તે પરને કાંઈક નિમિત્ત છે માટે એને કરે છે કુંભારનું કાંઈક એ અત્યારે સિદ્ધ કરવું નથી. ફક્ત કુંભાર આને નિમિત્ત છે માટે તે અજ્ઞાનીઓ કહે છે કે કુંભારે ઘડાને કર્યો ને ભોગવ્યો. આહાહા ! સમજાણું કાંઈ? “તેવી રીતે” હવે એ દૃષ્ટાંતના સિદ્ધાંતની અપેક્ષાએ, “અંદરમાં વ્યાપ્યવ્યાપક ભાવથી પુદ્ગલદ્રવ્ય કર્મને કરે છે” અહીં એ લેવું છે. ઓલા ઘડાને ઠેકાણે ઓલું પુદ્ગલ કર્મ. અંદરમાં વ્યાપ્યવ્યાપક પુગલદ્રવ્ય કર્મને કરે છે એટલે, કર્મની પર્યાયનું પરિણામ કર્મનાં પુગલો પરિણામી તે તેને કરે છે. જ્ઞાનાવરણીની પર્યાય જે થઈ, એ વ્યાપ્ય છે અને તેનું વ્યાપક તેના એ પરમાણુંઓ છે, પરમાણુંઓ પરિણામી છે અને તેનું તે જ્ઞાનાવરણી પર્યાય તેનું પરિણામ છે. આહાહાહા ! પરમાણુંઓ (કાર્ય) કર્તા છે અને તેની જ્ઞાનાવરણીની પર્યાય તે તેનું કાર્ય છે. આ મોટા વાંધા જ એ ઉઠયા છે ને? જ્ઞાનાવરણી જ્ઞાના–વરણી કહ્યું ને? માટે જ્ઞાનને આવરે છે, એમ નથી. આહા! ફક્ત જ્ઞાનની પર્યાય પોતાને પોતાથી હીણાપણે પરિણમે છે એ એના વ્યાણનું Page #318 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૮૪ ૩૦૩ કર્તા જ્ઞાન અથવા આત્મા છે. જ્ઞાનની હિણપણે પરિણમનનો વ્યાપ્ય, પરિણામનું પરિણામી આત્મા છે, એને ઓલું જ્ઞાનાવરણીનું નિમિત્ત છે એથી અજ્ઞાની એમ કહે છે કે એને લઈને આ હીણી દશા થઈ. સમજાણું કાંઈ આમાં? જ્ઞાનાવરણી કર્મ છે એ પુદગલની પર્યાય છે, હવે એ પુદગલની પર્યાયનું વ્યાપ્ય તે પુદ્ગલ છે, એમાં ફક્ત આંહીના હીણા પરિણામ ફક્ત નિમિત્ત છે. પણ છતાં તે પુગલનાં પરિણામ પોતાનું વ્યાપ્યવ્યાપક કરે છે તે એ કર્મ જ્ઞાનની પર્યાયને પણ નિમિત્ત છે એટલે હીણી કરે છે, એ વાત ખોટી છે. તેમ જ્ઞાનની પર્યાય હીણી કરે છે જીવ, માટે તે કર્મની પર્યાય જ્ઞાનવરણીની પર્યાયને કરે છે, એમ છે નહિ. મોટો આ કર્મનો આ મોટો જૈનમાં અત્યારે ઝઘડો. આહા! તેવી રીતે અંદરમાં એટલે આત્મા આંહી પુગલ લેવો અંદરમાં, અંદરમાં કર્મ પુદ્ગલ વ્યાપ્યવ્યાપક પુદ્ગલકર્મને કરે છે, એટલે પુદ્ગલકર્મ વ્યાપક એટલે પરિણામી અને કર્મની પર્યાય તેનું વ્યાપ્ય નામ કાર્ય એને કરે છે અને ભાવ્યભાવકભાવથી પુદ્ગલદ્રવ્ય તેને ભોગવે છે. ભાવક જે પુગલ છે તેનો અનુભાગ જે ઉદય આવ્યો એના ભાવ્યને તે ભાવથી તે પુદ્ગલ ભોગવે છે. આહાહાહા ! પુગલનાં વ્યાપ્યવ્યાપકના પુગલના પરિણામનું વ્યાપ્ય પરિણામ અને આ પુગલ તેનું પરિણામી, તે પરિણામી તેના પરિણામને કરે અને એ પરિણામી પોતે ભોગવનાર પોતાના પર્યાયનો ઉદય થયો હીણા અધિક ભાગ એને ભોગવે, પણ આત્માની હણી દશાને કરે અને ભોગવે નહિ અને આત્માની હણી દશા થઈ તે આના જ્ઞાનાવરણીને ઉદયને કરે ને ભોગવે નહિ. આહા! ૮૪માં પ્રશ્ન થયો'તો તમારે વિરજીભાઈનો રાણપર-રાણપર-૮૪ની સાલમાં વિરજીભાઈ આવ્યા'તા. અહીં પ્રશ્ન કર્યો'તો કે આ નિગોદના જીવમાં જ્ઞાનાવરણી આદિ સ્થિતિ રસ ને પ્રકૃત્તિ, પ્રદેશ છે અને આત્મામાં શું? કીધું આત્માને તેની પોતાની યોગ્યતા પ્રમાણે તે પ્રકારનું પરિણમન તેને પોતાને લઈને છે અને કર્મમાં જે તીવ્રતા અને સ્થિતિ રસ છે એ કર્મને લઈને છે, બેયનું જુદે જુદું છે. એને કર્મની ઘણી બહોળતા અને રસ ને સ્થિતિ છે માટે અહીંયા હીણી દશા આની છે એમ નથી. ૮૪ની વાત છે. કેટલા વરસ થયા કહો, એકાવન વરસ થયા. ચોમાસામાં ત્યાં આવ્યા'તા રાણપુર આવ્યા'તા, કહે આમાં કેમ? નિગોદના જીવની બધી હીણી અવસ્થા, કારણકે બધા ગુણોની, તેમાં કાંઈક કર્મનું ખરું કે નહીં ? કીધું ના. કર્મના પ્રકૃત્તિ પ્રદેશ સ્થિતિ ભાગ એના પરિણામમાં તેનામાં અને આની હીણી દશાના પરિણામ પરિણામીના પોતાના, પોતાનામાં, પરને લઈને આમાં કાંઈ નથી. કહો, દેવીલાલજી! પણ કર્મને લઈને આંહી હીણી દશા થઈ ને અંદર નિગોદમાં શેની થઈ ? આહા...કહ્યું'તું ને કોઈ વખતે કમ્પો બળીયો કોઈ વખતે જીવો બળીયો, એ કમ્પો બળીયો એટલે વિકારની પર્યાયનું બળ પોતાને કારણે છે, એ કર્મ તો નિમિત્ત માત્ર છે. નિમિત્તને આંહીની અવસ્થાને બેયને એકબીજાનો અભાવ છે ને એકબીજાને અડતા નથી. આહાહાહા ! નિગોદના જીવને પણ પર્યાયમાં જે હીણાપણું વિપરીતપણું જ્ઞાનદર્શનઆદિનું હીણાપણું, વિર્યઆદિનું, શ્રદ્ધાઆદિનું વિપરીતપણું. સમજાણું કાંઈ? આહાહાહા! તે તેના પોતાના જ યોગ્યતાના પરિણામનું વ્યાપ્ય ને વ્યાપક તેનો જીવ છે. એ કર્મ ત્યાં એના સ્થિતિ અનુભાગ Page #319 -------------------------------------------------------------------------- ________________ ૩૦૪ સમયસાર સિદ્ધિ ભાગ-૪ પ્રદેશ પ્રમાણે પડયા છે એ એનાં પરિણામી પરિણામ એનું છે. એને લઈને આંહી પરિણામ આવા થાય છે એમ નથી. આહાહા ! સમજાય છે કાંઈ ? કહો, નિગોદના જીવ હજી કેટલાક ત્રસ થયા નથી, કેટલાકને કર્મનું જોર છે એમ કોઈ કહે, એમ નથી, એના પરિણામની પરિણતિની સ્થિતિ જ એવી છે. એ પોતાને કા૨ણે તેમાં કર્મ તો નિમિત્તમાત્ર છે. નિમિત્તમાત્ર દેખીને આની હીણી અવસ્થાને બહાર નીકળવા નથી દેતા કર્મ એમ કહેવું એ તદ્ન જૂઠું છે. આહાહા ! થયું ? અંદરમાં વ્યાવ્યવ્યાપકભાવથી પુદ્ગલદ્રવ્ય કર્મ જ્ઞાનાવ૨ણી, દર્શનાવ૨ણી આદિ પોતાની પર્યાયરૂપી કાર્યને પરિણામને તે પુદ્ગલદ્રવ્ય પરિણામી તે કરે છે અને ભાવ્યભાવક ભાવથી એ પુદ્ગલદ્રવ્યની પર્યાય જે ભાવ્ય તેનો ભાવક જે પુદ્ગલ ભાવ, પુદ્ગલ એના ભાવથી પુદ્ગલદ્રવ્યને કર્મને ભોગવે છે. પુદ્ગલદ્રવ્ય જ પોતાની પર્યાયને ભોગવે છે. આહાહાહા ! જેમ અહીં ઘડાનો દાખલો આપ્યો'તો ઘડાની પર્યાયને માટી કરે છે અને માટી તે પર્યાયને તે કરે છે અને ભોગવે છે. એમ અહીં કર્મ જ પોતાની પર્યાયને કરે છે, વ્યાપ્યવ્યાપક થઈને અને પોતાની જ પર્યાયને ભાવ્યભાવક થઈને ભોગવે છે. ભાવ્ય નામ તેની અવસ્થા ભાવક નામ ૫૨માણું તેનો જે ભાવ તેને તે ભોગવે છે. આહાહા ! આવું હવે મળ્યું નથી. બાપુ વસ્તુ સ્થિતિ જ એવી છે કે આ જાદા તત્ત્વ છે ને ? બેય તત્ત્વો જુદા છે તેને જુદા ન માનતા એક માનવું એ તો મિથ્યાત્વ છે. બીજું તત્ત્વ, બીજા તત્ત્વને કાંઈ હીણું કરી શકે કે ધક્કો મારી શકે કે વિપરીતતા કરી શકે એ તદ્ન મિથ્યાત્વ છે. મિથ્યા નામ જૂઠી બુદ્ધિ છે ને તે મિથ્યાભાવ છે. આહાહાહા ! અહીંયા તો કહે છે કે પુદ્ગલકર્મમાં જે પર્યાય એની થાય જ્ઞાનાવરણીની, દર્શનાવરણીની, અંતરાય ને મોહનીયની એ જે પર્યાય થાય એ પરિણામ છે તે વ્યાપ્ય છે, તે કર્મ છે તે કાર્ય છે તેનો કર્તા પુદ્ગલ પરિણામી છે દ્રવ્ય છે. એને પલટાવવામાં કા૨ણ છે, માટે તે વ્યાપક છે, પુદ્ગલ પોતે વ્યાપક છે ને એની જ્ઞાનાવરણી, દર્શનાવરણી આઠ કર્મની પર્યાય તેનું વ્યાપ્ય છે. આહાહા! આત્મા એમાં નિમિત્ત છે અને અહીંયા જીવે રાગદ્વેષ કર્યો એવા નિમિત્ત છે એ પ્રમાણે મોહનીય કર્મ ત્યાં થયું પણ તે મોહનીય કર્મ થયું તે રાગદ્વેષને કા૨ણે નથી થયું. આહાહા ! સમજાણું કાંઈ ? એ મોહનીય કર્મ અહીં રાગદ્વેષ કર્યો, એવું નિમિત્ત છે તો કર્મ પરિણમ્યું, એમ નથી. આહા ! એ પ્રશ્ન મોટો થયો’તો પહેલો રાજકોટમાં મુળશંકરભાઈ હારે જીઓ કે અહીંયા રાગદ્વેષ થાય છે તો ત્યાં કર્મ પરિણમે છે કે નહિ ? રાગદ્વેષ ન થાય તો પરિણમે ? પણ અહીં પ્રશ્ન જ એ નથી કીધું અહીં. અહીં તો રાગદ્વેષને કાળે રાગદ્વેષનો કર્તા ભોક્તા જીવ તે કાળે કર્મ છે તે પોતાને કા૨ણે કર્મની પર્યાયપણે વ્યાપ્યવ્યાપકપણે ભાવ્યભાવકપણે થયું છે. આહા ! અહીં રાગદ્વેષ થયા માટે ત્યાં જ્ઞાનાવ૨ણીને દર્શનમોહને થવું પડયું એમ નથી. ( શ્રોતાઃ- રાગદ્વેષ થયા તે કાળે જ થાય છે ને !) તે કાળ ભલે એક હોય, એથી સમકાળ દેખીને અજ્ઞાનીઓ માને છે આ એમ તે કહે છે. એક કાળ દેખીને એ તો કહેશે ઘડાને થવામાં કુંભારનું નિમિત્તપણું એક કાળે હોવાથી અજ્ઞાનીઓ કુંભાર ઘડાને કરે છે એમ કહે છે, એમ આત્મામાં હીણી દશા ને વિપરીત દશાના પરિણામનું નિમિત્ત અને Page #320 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૮૪ ૩૦૫ જ્ઞાનાવ૨ણી, દર્શનાવરણી, અંતરાયના હીણાપણાનું ઉત્કૃષ્ટપણું અહીં પરિણમન થવું અને મોહનીયનું પરિણમવું અહીં વિપરીતતાની એવું નિમિત્ત હોવાથી, આ અજ્ઞાનીઓ એમ કહે છે કે એ તો પુદ્ગલ પોતાના પરિણામને પરિણામી થઈને કરે છે, અને પુદ્ગલ પોતાના પરિણામને ભાવ્ય થઈને ભાવક થઈને ભોગવે છે, પણ આનું નિમિત્ત છે એટલે અજ્ઞાનીઓ એ દેખીને એ આત્માએ આ કર્યું ને આત્માએ આ ભોગવ્યું. આરે કામની આવું બધું યાદ શી રીતે, રતિભાઈ ! આ તમારા સંચા-બંચાની વાત તો કયાંય આઘી રહી ગઈ. આંહી તો નિમિત્ત-નિમિત્ત છે, નજીકમાં છે, કાળ એક છે, સમજાણું કાંઈ ? ( શ્રોતાઃરાગદ્વેષ કરે તો ઉદય કહેવાય રાગદ્વેષ ન કરે તો નિર્જરા કહેવાય) એ કયાં પ્રશ્ન છે અહીંયા ? રાગદ્વેષના પરિણામ કર્તા કોણ અને ભોક્તા કોણ એટલી વાત છે અહીંયા, અને ઉદયનું ખરવું અને ઝરવું એના કા૨ણે છે. અહીં રાગદ્વેષ ન થયો ન કર્યો માટે ઉદયનું ઝરવું થયું છે એમેય નથી, (ઉદયનું ખરવું) એને પોતાને કા૨ણે. આહાહા... ઝીણી વાત બહુ ભાઈ. આહાહા! ન્યાયથી પકડાય એવું છે. જરીક ખ્યાલ રાખે તો પણ, એને ભાવ્યભાવકભાવથી પુદ્ગલદ્રવ્ય જ કર્મને ભોગવે છે. જ્ઞાનાવરણીના વિપાકનું ફળ તે જ્ઞાનાવરણીના ૫૨માણું ભોગવે છે. આહાહાહા...! મોહનીયના કર્મનું ફળ તે મોહનીય કર્મ ભોગવે છે અનુભાગ. આહાહાહા ! આવું હોવા છતાં પણ, એમ છે ને ? તો પણ, તો પણ કેમ લીધું ? કે આ રીતે કરે છે એમાં બહા૨માં હવે આવું ત્યાં અંદ૨માં છે કર્મમાં છતાં બહારમાં હવે આત્મા છે? વ્યાપ્યવ્યાપકભાવથી અજ્ઞાનને લીધે લ્યો. અજ્ઞાનને લીધે પુદ્ગલકર્મના અનુકૂળ ને નિમિત્તરૂપ અનુકૂળ એવા પોતાના રાગદ્વેષ આદિ પરિણામને કરતો, કર્મના કાળે કર્મના પરિણામનો પરિણામી કર્મ કર્તા ભોક્તા છે, એ કાળે તે જીવ અહીં બાહ્યમાં એટલે કર્મની દશાથી ને કર્મથી બહારમાં આત્મા પોતાના અજ્ઞાનભાવે રાગને કરતો, છે ? પોતાના રાગાદિકને કરતો અને તેના ફળને ઉત્પન્ન થયેલી વિષયોની નિકટતા, તેનાથી ઉપજેલી આ સામગ્રીનું નિમિત્તપણું નાખ્યું. વિષયોની નિકટતા, એને મળ્યું છે નિમિત્તથી, સંયોગ. એની નિકટતા એનાથી ઉપજેલી સુખદુઃખરૂપ પરિણતિ પોતાની પોતાને કારણે, શાતા-અશાતાના સંયોગો લઈને મળ્યું પણ પોતે તેના લક્ષમાં કરીને પોતે સુખદુઃખના પરિણામપણે પરિણમે છે. એ શાતાઅશાતા એ પરિણમાવતું નથી તેમ એ શાતા-અશાતા સંયોગ જે નિમિત્ત થયા તે તેને આંહી સુખદુઃખ કરાવતું નથી. આહા ! “પુદ્ગલકર્મના પાકથી ઉત્પન્ન થયેલી, વિષયોની નિકટતા તેનાથી ઉપજેલી પરિણતિને” પુદ્ગલકર્મનાં વિપાકથી થયેલી સુખદુઃખરૂપ પરિણતિને ભાવ્યભાવકભાવ વડે અનુભવતો ભોગવતો એવો જીવ પુદ્ગલકર્મને કરે છે. આહાહા ! અહીં તો ફક્ત તેની સુખ દુઃખની પરિણતિને પોતે ભોગવે છે અને પોતે સુખદુઃખના પરિણામને કરે છે, છતાંય એ જીવ પુદ્ગલકર્મને કરે છે, કેમકે જેટલો જેવો અહીંયા ભાવ થયો તેટલા તેટલા પ્રમાણમાં કર્મ થયું. સમજાણું કાંઈ ? ત્રાજવામાં બશેરી પડે અને આંહી બશેર માલ હોય તો સરખો થાય પણ અહીં બશે૨ માલ હોય અને દોઢ શેરી હોય તો કાંટો સરખો ન થાય માટે માલ ઓછો પડયો માટે કાંટો આમ ઊંચો Page #321 -------------------------------------------------------------------------- ________________ ૩૦૬ સમયસાર સિદ્ધિ ભાગ-૪ રહ્યો એમ ના પાડે છે. આહાહાહા ! કાંટો હતો તો અહીં બશેર ને દોઢશેર મુકાણું તો કાંટો આમ રહી ગયો એ અહીં ઓછું છે માટે રહી ગયો, એમ નથી કહે છે. આ તો બધું એને નિમિત્ત છે. અને ઉપાદાન તો ત્યાં તેને પોતાના કારણે ત્યાં થયું છે. આવી વાતું છે દુનિયાથી. (જુદી) આહાહાહા ! અહીંયા તો પુદ્ગલમાં પરમાણુંઓમાં તે સમયની તે પર્યાય કર્મરૂપે થવાનો, તે તેનો જન્મક્ષણ છે. તેથી તે પુદ્ગલનાં પરિણામને કર્મના પરિણામને કર્મ કરે છે અને તેના કર્મના ફળને કર્મ ભોગવે છે, પણ એમાં આત્માનું નિમિત્ત દેખીને આત્મા એને કરે છે ને ભોગવે છે એમ કહેવું એ તન જૂઠું છે. આહાહાહા ! કર્મ આત્મા કરે છે એમ જેવો એને દયાનો ભાવ કર્યો, રાગ, તેના પ્રમાણમાં ત્યાં શાતા બંધાણી માટે શાતા બંધાણીના પરિણામનું પરિણામ કર્મનું ને પરિણામી કર્મ એને એ રાગ થયો તે નિમિત્ત છે માટે તેનો કર્તા છે, શતાવેદનીયના પરિણામનો બાંધવાનો કર્તા રાગ છે, એમ જૂઠું છે. આહાહાહા! હવે આમાં નવરાશ કયાંથી આ બધુ. એય ! નવરંગભાઈ ! પાણીનું ગળવું... ઈચ્છા થઈ, તેથી પાણીના ગળવાની ક્રિયા થઈ એ ના પાડે છે. અહીં એ પાણીના પરમાણુઓ તે વખતે તે રીતે ગળવાના પર્યાયપણે પરિણમવાના હતા તે પરિણામનું પરિણામી પાણીનાં પરમાણુ પરિણામી છે, પણ આની ઈચ્છા થઈ માટે આને પરિણમાવ્યું ઓલું નિમિત્ત દેખીને અજ્ઞાની કહે છે આને ઈચ્છા થઈ માટે આણે પાણીને ગળ્યું તે વાત જૂઠી છે. ભારે વાતું ભાઈ ! આવી વાતું તો કોઈ દિ' સાંભળવા ન મળી હોય તેવી છે. પાણી ગળી શકે નહિ, ગળણું આમ લાંબુ કરી શકે નહિ એમ કહે છે. બેડું હોય ને બેડું હાથને, શું કહેવાય ? ગળણું મુકે ને આમ ગળણું, જ્યારે પાણી નાખે ને ત્યારે બેડામાં ગળણું હોય ને આમ પહોળું, કહે છે એ ગરણે આમ થયું એ આત્માએ કર્યું નથી. ફક્ત તે ગળણાની પર્યાય તે વખતે તે રીતે આમ થવાની એનો કાળ હતો, એ થઈ છે એથી એ ગળણાના પરમાણુંઓનું એ પરિણમન છે, એને ઓલો ઈચ્છાવાળો કહે કે માટે લઈને આ પરિણમન થાય છે આ ગળણું ગણાય છે, મુકયું છે મેં. અરે! ભારે વાતું આકરી. કેટલાયે તો આ વાત પહેલી સાંભળીય નહિ હોય. આહાહાહા! આંહીયા તો અંદરમાં નાખ્યું. આહાહા ! કે પુગલકર્મ જેમ ઘડો માટીથી થયો તેમ પુદ્ગલકર્મની પર્યાય પુદ્ગલકર્મથી થઈ, તેના પરિણામને અનુકૂળ એવા અજ્ઞાનીના રાગદ્વેષ નિમિત્ત દેખીને અજ્ઞાની એમ કહે છે કે મારાંથી આ કર્મ થયું, એ અજ્ઞાનીનો જૂઠો મિથ્યાત્વનો વ્યવહાર છે. કહો, પુંજાભાઈ !( શ્રોતાઃ- પુદ્ગલ કર્મને કરે ને ભોગવે એ જુના કર્મની વાત છે કે નવા કર્મની) બધા એ જ કહે છે, એ પ્રશ્ન કયાં છે આંહી. નવા તો બાંધવાની વાત છે. નવા બાંધવાની વાત છે. ને જૂના ભોગવવાની વાત છે. ઈ પ્રશ્ન આંહીયા નથી કાંઈ. આંહી તો કર્મની પર્યાયનું થયું અને ભોગવવું ભાવ્ય ને ભાવક ને કર્તાકર્મ તે કર્મમાં છે. આત્મા તેને રાગદ્વેષનો નિમિત્તની અનુકૂળતા હોવાથી અજ્ઞાનીઓ એમ કહે છે કે એ આત્માએ કર્મ બાંધ્યું ને ભોગવ્યું. સમજાણું કાંઈ ? આહાહા ! રોટલી થવામાં અનુકૂળ વેલણે આમ થાય, એને નિમિત્ત છે રોટલી થવામાં, એટલે આ Page #322 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૮૪ ૩૦૭ પરિણામ જે થયા વેલણાના એ નિમિત્ત છે, અને થયા છે પરિણામ એના એને કારણે, પણ નિમિત્ત દેખીને વેલણાએ રોટલીને લાંબી પહોળી કરી, એવું માનનારા અજ્ઞાની મિથ્યાષ્ટિ છે. કહ્યું સમજાણું કાંઈ? લોટ છે એની રોટલી થઈ, એ રોટલીના પરિણામનું પરિણામી લોટ કર્તા છે, અને એની પર્યાયનું ભોક્તા પણ તે તેનો લોટ છે, હવે એને જોડે અનુકૂળ વેલણું દેખીને વેલણાએ આ રોટલી કરી, એ તો નિમિત્ત છે, અનુકૂળ નિમિત્ત છે. પણ અનુકૂળ દેખીને એણે આને કર્યું એ માન્યતા મિથ્યાભ્રમ છે. (શ્રોતાઃ- બાઈએ રોટલી કરી) પણ એટલે બાઈ એટલે કોણ કરતું બાઈનો તો રાગ છે એ. બાઈ દ્રવ્યની તો વાતેય કયાં છે આંહીં? એનો જે રાગ છે એ ઈચ્છા રોટલી વખતે થઈ, એ ઈચ્છા રોટલીની પર્યાય થવામાં અનુકૂળ નિમિત્ત છે. માટે ઈચ્છાએ આ રોટલી કરી એ માન્યતા અજ્ઞાનીની છે. આહાહાહા ! આવું તત્ત્વનું સ્વરૂપ છે. - આ ચશ્માની પર્યાય અહીંયા જે રહી છે, એ પરિણામનો આધારનો આધાર એના પરમાણું છે, પણ એને આ નાકનું નિમિત્તપણે દેખીને, નાકને આધારે આ રહ્યું એમ જે કહે છે એ મિથ્યાષ્ટિ છે. કહો રસીકભાઈ, આવું સાંભળ્યું નથી જિંદગીમાં કોઈ દિ' બાબુભાઈ ! આવી વાત છે. આહાહાહા ! આ કપડું જે આમ છે, એ કપડાના પરિણામનું આધાર, વ્યાપ્યવ્યાપક, ભાવ્યભાવક કપડામાં છે એનામાં, પણ આ માથાનું નિમિત્ત દેખીને, માથાને આધારે આ રહ્યું કપડું એમ કહેવું તે મિથ્યાભ્રમ છે. આવી વાતું છે. (શ્રોતા – આખી દુનિયા મિથ્યાષ્ટિ થઈ ગઇ) આખી દુનિયા આ પ્રમાણે માને તો આખી દુનિયા જ એ છે એમાં શું છે? આહાહાહા! કહો, ચીમનભાઈ ! આવી વાતું તો કયાંક કોક વખતે કહેવામાં આવે, અહીંયા આવતું હોય તો કહેવાયને, શું વાત? કેટલું ભર્યું છે સિદ્ધાંતમાં. આ બાઈ હોંશિયાર હોય ને પુડલા કરતા બહુ આવડે એને, પુડલા કરવા ને રાંધવું ને વળી પાછું તેલ નાખવું ઉપરા-ઉપર આમ કાંઠે કાંઠે નાખે ઉપર નહિ, એ હોશિંયાર હોય તે પુડલા કરી શકે, એ વાત મિથ્યાત્વ છે આંહી કહે છે. એ બાઈની ઇચ્છાનું નિમિત્ત અને ઉપાદાન, તે શું કહેવાય કીધું? પુડલા-પુડલાની પર્યાયનું કર્તા તે પરમાણુંઓ છે. પાકવામાં અને તે પરિણામનો ભોક્તા તે પરમાણુંઓ છે. છતાં અજ્ઞાનીને ઈચ્છા છે એવું એને નિમિત્ત દેખીને એ પુડલાની પર્યાયને મેં કરી એ ભ્રમણા અજ્ઞાન છે. એય આ લખવામાં ! આ લખવાની જે પર્યાય છે, તે પર્યાય પરમાણુંની પર્યાય તે ટાણે થઈ. એ પર્યાયનો કર્તા તે પરમાણુંઓ છે. કલમેય નહિ, એનો હાથેય નહિ, એનો આત્માય નહિ, પણ એ અક્ષરના સ્વતંત્ર પરિણામનો પરિણામી પરમાણું અને ભોગવનાર તે પરમાણું, પણ તેને ઓલા ઈચ્છાવાળો નિમિત્ત છે ને? એને આવા જ અક્ષર કરવાનો ભાવ હતો તે નિમિત્ત છે. તો અજ્ઞાની એમ માને છે કે ઈચ્છાને કારણે આવા અક્ષર થયા. (શ્રોતાઃ- એ મોતીના દાણા જેવા અક્ષર થાય છે ને) એ મોતીના દાણા જેવા એ પરમાણુંની પર્યાય તે કાળે એમ થવાની. એ જ કાળે એમ થવાની. મોતીના દાણાની પર્યાય પરમાણુંનો તે સમયનો તે ઉત્પત્તિનો તેનો તે કાળનો તે અને તેથી તે પરિણામનો તે પરિણામી તેના પરમાણુંઓ કર્તા, પણ લખનારો કહે કે આ મારાથી લખાણું એ મિથ્યાષ્ટિ છે. કાળીદાસભાઈ ! શું કરવું આમાં? કહો મલકચંદભાઈ ! Page #323 -------------------------------------------------------------------------- ________________ ૩૦૮ સમયસાર સિદ્ધિ ભાગ-૪ આ સંભળાય છે કે નહિ આ? આ તમારો ઓલો ન્યાં રહી ગયો રખડવા, ન્યાલચંદ ન્યાં રખડે છે. આંહી સાંભળે પંદર દિ' તો ખબર પડે આ બધું શું છે ઈ. સાંભળવા મળતું નથી એને. આહાહા ! અરે ભગવાન ! અહીંયા તો પદાર્થની સ્વતંત્રતા જે રીતે સ્વયં સિદ્ધ છે, તે રીતે એની વાત કરે છે. (શ્રોતાઃચાલતી ઘરધળુ ભાષામાં આપ વાત કરો છો ) ચાલતી ભાષામાં તો કહ્યું. આહાહા ! દાખલાય ભગવાન આપે છે ને તમારા સાટુ તો દાખલો ઘરે થાય એવો દાખલો. આહા ! ભગવાન તારી બલીહારી છે પ્રભુ! એ ઊંધો પડે તોય તારી પર્યાયમાં અને સવળો પડે તોય તારી પર્યાયમાં, પરને લઈને કાંઈ છે નહિ અને પરના પરમાણું પલટે ને વિનાશ થઈ જાય કે વ્યય થઈ જાય કે ઉત્પન્ન થાય તેમાં તારો અધિકાર કાંઈ નથી. આહાહાહા ! આવી વાતું છે ભાઈ. આ તો ચાર પૈસે શેર તો મણના અઢી રૂપીયા એ ગૂંચી છે. પછી એના દાખલા ગમે તેટલા કરો. ૩પ શેરના ૩પ આના, સાડા ત્રણ શેરના સાડા ત્રણ આના, એમ સિદ્ધાંત આ છે, આ તો દાખલા બધા કહો, વજુભાઈ ! શું કર્યું આ બધું અત્યાર સુધી. ન્યાં કર્યું'તું શું કહેવાય વાંકાનેરમાં ઓલા મકાન બનાવ્યા'તા ને આ બધું. કાગળ બનાવ્યા તા’ નકશા બનાવ્યા'તા નકશો બનાવ્યો આવો, આમ કરો ને આમ માથે શિખરને હેઠે આમ. આહાહાહા! એ નકશાના પરિણામનો પરિણામી પરમાણુંઓ છે. એ નકશાના પરિણામને જીવે કર્યા એમ કહેવું એ મિથ્યા નિમિત્ત દેખીને મિથ્યાષ્ટિ એમ માને છે. આહાહાહા. બહુ આકરું કામ ભાઈ હોં ! જ્ઞાનાવરણી કર્મને લઈને અહીંયા હીણી અવસ્થા થઈ. હીણી અવસ્થામાં એ નિમિત્ત છે એથી દેખીને તેણે હણી અવસ્થા કરી એ ત મિથ્યાભ્રમ છે. તેમ જ્ઞાનાવરણીની પર્યાય ખસી થોડી એટલે અહીં ક્ષયોપશમ થયો એ પણ વાત જૂઠી છે, જ્ઞાનાવરણીની પર્યાયનું ખસવું જરી ઉઘાડ થવો એ એના પર્યાયનું પ્રાપ્ય કાર્ય એનું છે અને અહીં જે ઉઘાડ થયો તે પ્રાપ્યનું કામ આત્માનું છે. છતાંય એ ઉઘાડ જ્ઞાનાવરણી ખસ્યુ માટે અહીં ઉઘાડ થયો, એમ જે માનવું તે મિથ્યાભ્રમ છે. આ તો દાખલા હોં. આહાહાહા ! જૈનમાં કર્મનું લાકડું બહુ મોટું છે. અંતરાય કર્મ અંતરાય પાડે, મોહનીય કર્મ આત્માને ભૂલાવે, શાતા વેદનીય આત્માને અનુકૂળ સાધન આપે, એય ખોટી વાત છે. અનુકૂળ આવવા સાધન એ પરમાણુંની પર્યાય એનું એ કાર્ય છે. શાતાવેદનીય તો તેમાં નિમિત્ત છે, નિમિત્ત દેખીને એમ કહેવું કે શાતા વેદનીયને લઈને આ શરીરમાં શાતા થઈ કે અનુકૂળ સાધન મળ્યા, એ બધો વ્યવહાર ભ્રમ છે. કહો, પવનભાઈ સમજાય છે આમાં? ન્યાં ઉદયપુરમાં આવું કયાંય ન મળે. આહાહાહા! ઘાસીલાલજી! આહાહા! બહુ સરસ વાત છે. આહાહા ! તે ભેદજ્ઞાનની યથાર્થતા, વાસ્તવિકતા. “પુદ્ગલકર્મનાં વિપાકથી ઉત્પન્ન થયેલી વિષયોની નિકટતા, નજીક, અનુકૂળતા તેનાથી ઉપજેલી પોતાની સુખ દુઃખરૂપ પરિણતિને ભાવ્યભાવકભાવ વડે અનુભવતો ભોગવતો એવો જીવ, એવો જીવ પુદ્ગલકર્મને કરે છે અને પુદ્ગલકર્મનાં ફળના વિપાકને ભોગવે છે એવો અજ્ઞાનીઓનો અનાદિ સંસાર છે, અનાદિ સંસારથી પ્રસિદ્ધ વ્યવહાર છે. (શ્રોતા – અજ્ઞાનીનો વ્યવહાર છે તો જ્ઞાનીનો શું વ્યવહાર છે) એ અહીં કયાં પ્રશ્ન છે. Page #324 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૮૪ ૩૦૯ જ્ઞાનીનો વ્યવહાર તો પોતાના પરિણામને કરે એ વ્યવહાર છે. એ અત્યારે અહીં એ કામ નથી. અહીં તો કહે છે કે કર્મના પરિણામ કર્મથી થયા કર્તાભોક્તાપણે અને ભાવ્યભોક્તાપણે, અને એમાં આત્માના રાગદ્વેષનું ફક્ત નિમિત્ત હતું તેથી ગણીને અજ્ઞાનીઓ આને કર્યું એમ કહેવામાં આવે છે, આંહી સિદ્ધાંત તો આ છે. જ્ઞાનાવરણી, દર્શનાવરણી, છ કારણે જ્ઞાનાવરણી બંધાય છે ને? છ પ્રકાર છે ને? એ છે પ્રકારના પરિણામનો કર્તા તો જીવ છે. હવે એ છ પ્રકારના પરિણામ આવે કર્યા માટે જ્ઞાનાવરણી બંધાણું એ ભ્રમ છે. આવે એવું, છ કારણે જ્ઞાનાવરણી બંધાય, છ કારણે દર્શનાવરણી બંધાય, નથી આવતું? હું! શાસ્ત્ર ભાષા બોલે છે, પણ એ તો એને સમજાવે છે કે નિમિત્ત કોણ હતું ત્યાં. આહાહાહા! (શ્રોતા- એ તો ચોખ્ખી વાત કરી પરિણામથી જ્ઞાનાવરણી કર્મ બંધાતા નથી) પરિણામને કરતો જ નથી. જ્ઞાનાવરણી પરિણામ આત્માની હીણી દશાને કરતો જ નથી. (શ્રોતા:- તો એ ખોટા પરિણામ બંધાતા જ નથી) નહિ એ વાત જ ખોટી છે એમ કહે છે. ખોટા પરિણામ કરે ને એ વખતે જો ત્યાં એ પરમાણું બંધાય તો એ ખોટા પરિણામને કારણે નહિ અને શુભ પરિણામ કર્યા માટે ત્યાં શાતાવેદનીય બંધાણી એમ નહીં. શાતાવેદનીયના પરમાણુંનો તે સમયમાં તે પર્યાયે પરિણમવાનો કાળ હતો, ત્યારે આના રાગની મંદતા નિમિત્ત કહી, પણ નિમિત્તથી આ શાતાવેદનીય બંધાણું એ મત ભ્રમ છે. અજ્ઞાનીનો વ્યવહાર ભ્રમ છે. હવે આમાં શું કરવું? ધંધા કરવા કે નહીં આમાં? આહાહાહાહા ! આ આંગળી છે જુઓ, એની આ પર્યાય થાય છે ને એ પર્યાય પ્રાપ્ય છે, કર્મ છે, કાર્ય છે કોનું? એના પરમાણુંનું, પરમાણું પરિણામી તેની તે પર્યાય છે. પણ તેમાં આત્માની ઈચ્છા આંગળી આમ હુલાવું, એવી ઈચ્છાનું નિમિત્ત દેખીને અજ્ઞાનીઓ એમ કહે છે કે આત્માએ આ આંગળીને આમ હલાવી. સમજાણું કાંઈ? આહાહા! ભારે ગાથા-૮૪ના અવતાર મુકાવી દે એવી ગાથા છે. આહાહા ! બાઈયું બહુ હોશિયાર હોય ને તો વડીઓ બહુ સારી કરે. ખબર નથી? વડીવાડી. પાપડ કરે, ખાટલામાં ઓલું નાખે ને લાંબુ પાટીયું, હોંશિયાર હોય તો સેવ સારી કરે, પાપડ સારા કરે, ને વડી સારી કરે, પુડલા સારા કરે, હાથ સારો હોય ને ? એ વાત તદ્દન અજ્ઞાન છે એમ કહે છે. અમે એક ફેરી વણોદ ગયા'તા, વણોદ-વણોદ ઉમરાળાથી છે ને. છે. હવે વાંઢા રોટલી કરે ને? ઉમરાળાથી વણોદ છે ને ત્યાં જઈએ તો વાંઢા રોટલી આમ સરખી નહિ વેલણું ફેરવતા આમ આવડે નહિ ને માટે એમ થઈ હશે? પણ બહારથી તો એમ કહેવાયને, આમ રોટલી ગોળ ચક્કર સરખી થવી જોઈએ ને? વેલણે આમ સરખું ફરવું જોઈએ ને? એને ઠેકાણે ઓલો વાંઢો માણસ હતો એટલે આમ જરી આડી અવળી રોટલીના ખૂણા થયા પણ તે જ વખતે તે રોટલીની પર્યાય તે જ રીતે પરિણામપણે થવાની હતી, એને વેલણુંએ કરી અને વેલણું ફેરવતા ન આવડયું માટે થઈ એ વાત ખોટી છે. આહાહા ! આવી વાતું. આ તો બધા દાખલા છે. કૂંચી તો આ. પરદ્રવ્યના પરિણામના કાળે પરિણામી તે દ્રવ્ય છે કર્તા ભોક્તા, તે તો નિમિત્ત અનુકૂળ દેખીને તેનાથી આ કર્તા ભોક્તા કહેવો તેનો કરનારો એ મિથ્યાભ્રમ અજ્ઞાન છે તેના જ્ઞાનમાં મોટી વિપરીતતા છે. Page #325 -------------------------------------------------------------------------- ________________ ૩૧૦ સમયસાર સિદ્ધિ ભાગ-૪ ભાવાર્થ-પુદ્ગલકર્મને પરમાર્થે અહીં લીધું. “ખરેખર પુદ્ગલદ્રવ્ય જ કરે છે” જ્ઞાનાવરણી, દર્શનાવરણી, અંતરાય, મોહનીય નામ અહીંયા પરિણામ તીર્થંકર ગોત્રના થયા પુણ્ય, શુભભાવ માટે ત્યાં તીર્થકરગોત્ર પર્યાય બંધાણી એમ નથી એમ કહે છે. આહાહાહાહા ! એ વખતે તે પરમાણુંની પર્યાય તીર્થંકર પ્રકૃત્તિની પર્યાયપણે પરમાણુંનો પરિણમવાનો કાળ હતો તેથી પરિણમ્યો એને જ્ઞાનીના શુભરાગ નિમિત્ત કહેવાય, પણ તેથી તે શુભરાગને લઈને તીર્થકર પ્રકૃત્તિ બંધાણી એ વાત ખોટી છે. આખી દુનિયાથી બધો ફેરફાર લાગે આમ નહીં, ચક્કર આખું ચક્કર ફેર છે. આહા! જુદી જાત છે બાપુ, તત્ત્વ બહુ ઝીણું છે ભાઈ. આહાહાહા! એ તત્ત્વોને તત્ત્વની સ્થિતિથી જેમ છે તેમ જાણવું એ બહુ મહા પુરુષાર્થ છે. આહાહાહા ! પછી દયા, દાન ને વ્રતના પરિણામ થવા એ તો વળી જુદી વાત છે. પણ આ હજી એનું યથાર્થ જ્ઞાન થવું પહેલે મોકે એ વિના આગળ હાલી શકશે નહીં એ વાતનું યથાર્થ જ્ઞાન પહેલું કરવું પડશે. આહાહા ! આહાહા ! - “જીવ તો પુદ્ગલકર્મના ઉત્પત્તિને નિમિત્ત અનુકૂળ પોતાના રાગાદિ પરિણામોને કરે છે” બસ પણ એ પુદ્ગલનાં પરિણામ કરતો નથી. વળી પુદ્ગલદ્રવ્ય જ પુદ્ગલકર્મને ભોગવે આમ વ્યય થાય જીવ તો પુગલકર્મના નિમિત્તથી થતા પોતાના રાગાદિકને ભોગવે છે. પરંતુ જીવ અને પુદ્ગલનો આવો નિમિત્ત નૈમિત્તિક ભાવ દેખી, દેખો નિમિત્તનૈમિતિક ભાવ દેખી, મોક્ષમાર્ગ પ્રકાશકમાં બહુ આવે છે. આ નિમિત્ત ભાવ દેખીને, દેખીને ઘણે ઠેકાણે આવે છે, પાનાય લખ્યા છે ત્યાં. અજ્ઞાનીને એવો ભ્રમ છે કે પુલકર્મને જીવ કરે છે અને ભોગવે છે. આવો અનાદિ અજ્ઞાનને લીધે, અનાદિકાળથી પ્રસિદ્ધ વ્યવહાર છે. પણ એ બધો ખોટો છે. એ વિશેષ કહેશે. (શ્રોતા:- પ્રમાણ વચન ગુરુદેવ ) પ્રવચન નં. ૧૭૩ ગાથા-૮૪ તા. ૧૯/૦૧/૭૯ શુક્રવાર પોષ વદ-૬ ૮૪ નો છેલ્લો પેરેગ્રાફ છે ને? “પરમાર્થે જીવ પુદગલની પ્રવૃત્તિ ભિન્ન ભિન્ન હોવા છતાં” જીવની પરિણતિ અને પુદ્ગલની પરિણતિ તદ્ન ભિન્ન ભિન્ન છે, પ્રવૃત્તિ કીધી છે ને? જીવ અને પુદગલની પ્રવૃત્તિ એટલે પરિણતિ એટલે પર્યાય ભિન્ન ભિન્ન હોવા છતાં “જ્યાં સુધી ભેદજ્ઞાન ન હોય ત્યાં સુધી બહારથી તેમની પ્રવૃત્તિ એક જેવી દેખાય” પુગલની પરિણતિ અને જીવની પરિણતિ ભેદજ્ઞાન વિના એક જેવી દેખાય. ઝીણી વાત છે બહુ. આહાહા! અજ્ઞાનીને જીવ પુદ્ગલનું ભેદજ્ઞાન નહિં હોવાથી” પુદ્ગલના પરિણામ ને જીવના પરિણામ ભિન્ન છે તેવું ભેદજ્ઞાન નહિ હોવાથી, “ઉપલક દૃષ્ટિએ જેવું દેખાય તેવું તે માની લે છે” એટલે જાણે કે પુદ્ગલના પરિણામ મેં કર્યા અને મારા પરિણામ એણે કર્યા, એમ ભેદજ્ઞાનના અભાવથી બેની ક્રિયાનો કર્તા હું છું, પરનો અને મારો, એમ એ માને છે. તેથી તે એમ માને છે કે જીવ પુદ્ગલકર્મને કરે છે, જીવ પુદ્ગલની પર્યાયને કરે છે એમ સમજાણું કાંઇ? કર્મબંધનની પર્યાય થાય છે અને અહીં પરિણામ થયા, એ પરિણામ એનું કાર્ય. પણ એને લઈને માને કે કર્મ જે પુદ્ગલ છે એના પરિણામ એ પણ મેં કર્યા એમ એ કરે છે અને ભોગવે છે, એમ એ માને છે. Page #326 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૮૪ ૩૧૧ “શ્રી ગુરુ ભેદજ્ઞાન કરાવી પરમાર્થે જીવનું સ્વરૂપ બતાવી ને અજ્ઞાનીના એ પ્રતિભાસને વ્યવહાર કહે છે.” આહાહા ! અજ્ઞાનીની વાત છે ને અત્યારે એનાં પરિણામ જે છે. છ પ્રકારે કર્મ બંધાય એવા જે પરિણામ છે. પંડિતજી ! એ છ બોલના પરિણામ છે એ જ્ઞાનાવરણીય બંધનમાં નિમિત્ત છે, એ પરિણામ છે એ જીવના, તો એ જીવના પરિણામનો અજ્ઞાની કર્તા છે. પણ તે પરિણામનો કર્તા હોવા છતાં તે કાળે તે જ પ્રકારનું ત્યાં જ્ઞાનાવરણીય કર્મ બંધાણું, છતાં તે પરિણામનો કર્તા તે અજ્ઞાની નથી. અરે, આવી વાતું હવે. સમજાણું કાંઇ? અજ્ઞાનીના એ પ્રતિભાસને વ્યવહાર કહે છે,” તને ભાસ થાય છે કે તારા પરિણામ કર અને પુગલના પરિણામ પણ કર, એ તારો વ્યવહાર અજ્ઞાનીનો છે એ ખોટો છે. આહાહા ! એ આવી ગયું'તું થોડું એટલે, હવે આમાં “ક્રિયા” શબ્દ ચોખ્ખો આવશે. “ક્રિયા”, હવે આ વ્યવહારને દૂષણ કહે છે. ૮૫ છે ને? છે જીવ વિભાવ-પરિણામથી શૂન્ય છે, કયારે?-કે ત્રણેકાળ ને ત્રણેલોકમાં. અરે ! જે અનંત કાળમાં ત્રસપણે પણ પામ્યો નથી ને ભવિષ્યમાં પણ ત્રયપણું પામશે નહીં એવા નિગોદનો જીવ પણ વિભાવના પરિણામથી શૂન્ય સ્વભાવે છે. પર્યાયમાં ભલે ગમે તે પ્રકાર હો પણ જે શુદ્ધ જીવ છે એ તો આવો જ છે. ત્રણેકાળ ને ત્રણેલોકમાં જે જીવ છે તે આવો જ છે, એટલે કે વિભાવ-પરિણામથી શૂન્ય શુદ્ધ જીવ છે. વર્તમાનકાળે શુદ્ધ કે ભવિષ્યમાં થશે ત્યારે શુદ્ધ છે એમ નહીં પણ ત્રણે કાળે ભગવાનસ્વરૂપ શુદ્ધ ચૈતન્ય આત્મા છે. ભલે પછી પાંચમો કે છઠ્ઠો આરો હો ને ભલે પછી કસાઈ થઈને ગાયોને કાપતો હોય પણ અંદર જે આત્મા છે તે આવો ભગવત્ સ્વરૂપ શુદ્ધ છે. પર્યાયમાં ગમે તેવા પરિણામ થયા પણ ભગવાન છે તે તેમાં આવતો જ નથી. કઈ દેષ્ટિએ?–પર્યાયદેષ્ટિએ નહીં હો ! શુદ્ધ નિશ્ચયનયની દૃષ્ટિએ ત્રિકાળ આનંદકંદ પ્રભુ શુદ્ધ છે અને તે જ ભૂતાર્થ છે. (આત્મધર્મ, અંક ૭૧૪-૭૧૫, વર્ષ-૧૯ પાના નં. ૫) Page #327 -------------------------------------------------------------------------- ________________ ૩૧ ૨. સમયસાર સિદ્ધિ ભાગ-૪ ( uथ - ८५. ) __ अथैनं दूषयति जदि पोग्गलकम्ममिणं कुव्वदितं चेव वेदयदि आदा। दोकिरियावदिरित्तो पसज्जदे सो जिणावमदं ।। ८५।। यदि पुद्गलकर्मेदं करोति तच्चैव वेदयते आत्मा। द्विक्रियाव्यतिरिक्तः प्रसजति स जिनावमतम्।। ८५ ।। इह खलु क्रिया हि तावदखिलापि परिणामलक्षणतया न नाम परिणामतोऽस्ति भिन्ना; परिणामोऽपि परिणामपरिणामिनोरभिन्नवस्तुत्वात्परिणामिनो न भिन्नः। ततो या काचन क्रिया किल सकलापि सा क्रियावतो न भिन्नेति क्रियाक!र व्यतिरिक्ततायां वस्तुस्थित्या प्रतपत्यां,यथा व्याप्यव्यापकभावेन स्वपरिणामं करोति भाव्यभावकभावेन तमेवानुभवति च जीवस्तथा व्याप्यव्यापकभावेन पुद्गलकर्मापि यदि कुर्यात् भाव्यभावकभावेन तदेवानुभवेच्च ततोऽयं स्वपरसमवेतक्रियाद्वयाव्यतिरिक्ततायां प्रसजन्त्यां स्वपरयो: परस्परविभागप्रत्यस्तमनादनेकात्मकमेकमात्मानमनुभवन्मिथ्या दृष्टितया सर्वज्ञावमतः स्यात्। હવે આ વ્યવહારને દૂષણ દે છે : પુગલકરમ જીવ જો કરે, એને જ જો જીવ ભોગવે, જિનને અસંમત ક્રિક્રિયાથી અભિન્ન તે આત્મા ઠરે. ૮૫. Puथार्थ:- [ यदि] at [ आत्मा ] मात्मा [इदं ] ॥ [ पुद्गलकर्म ] पुगतने [करोति ] ७२ [च भने [तद् एव ] तेने ४ [ वेदयते] भोगवे तो [ सः] ते मामा [तिक्रियाव्यतिरिक्त:] जियाथी अभिन्न [प्रसजति] ४२. वो प्रसंग आवे छे[जिनावमतं] निपने संमत नथी. ટીકાઃ-પ્રથમ તો, જગતમાં જે ક્રિયા છે તે બધીયે પરિણામ સ્વરૂપ હોવાથી ખરેખર परि॥मथी भिन्न नथी (-परि॥ ४ छे); परि॥ ५४॥ परि॥भीथी (द्रव्यथी) ભિન્ન નથી કારણ કે પરિણામ અને પરિણામી અભિન્ન વસ્તુ છે (-જુદી જુદી બે વસ્તુ नथी.). माटे (ओम सिद्ध थयु ३) या बधाये जियावानथी (द्रव्यथी) ભિન્ન નથી. આમ, વસ્તુસ્થિતિથી જ (અર્થાત વસ્તુની એવી જ મર્યાદા હોવાને લીધે) ક્રિયા અને કર્તાનું અભિન્નપણું (સદાય) તપતું હોવાથી, જીવ જેમ વ્યાપ્યવ્યાપકભાવથી પોતાના પરિણામને કરે છે અને ભાવ્યભાવકભાવથી તેને જ અનુભવે-ભોગવે છે તેમ જો વ્યાપ્યવ્યાપકભાવથી પુદ્ગલકર્મને પણ કરે અને ભાવ્યભાવકભાવથી તેને જ ભોગવે તો Page #328 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૮૫ ૩૧૩ તે જીવ, પોતાની અને પરની ભેગી મળેલી બે ક્રિયાથી અભિન્નપણાનો પ્રસંગ આવતાં સ્વ-પરનો પરસ્પર વિભાગ અસ્ત થઈ જવાથી (નાશ પામવાથી), અનેકદ્રવ્યસ્વરૂપ એક આત્માને અનુભવતો થકો મિથ્યાષ્ટિપણાને લીધે સર્વશના મતની બહાર છે. ભાવાર્થ- બે દ્રવ્યોની ક્રિયા ભિન્ન જ છે. જડની ક્રિયા ચેતન કરતું નથી, ચેતનની ક્રિયા જડ કરતું નથી. જે પુરુષ એક દ્રવ્યને બે ક્રિયા કરતું માને તે મિથ્યાષ્ટિ છે, કારણ કે બે દ્રવ્યની ક્રિયા એક દ્રવ્ય કરે છે એમ માનવું તે જિનનો મત નથી. પ્રવચન નં. ૧૭૩ ગાથા-૮૫ તા. ૧૯/૦૧/૭૯ जदि पोग्गलकम्ममिणं कुव्वदि तं चेव वेदयदि आदा। दोकिरियावदिरित्तो पसज्जदे सो जिणावमदं ।।८५।। આહાહાહા... “પુદગલ કર્મ જીવ જો કરે” કર્મ હોં, પુદગલની પર્યાયને, પુગલને નહિ, “પુદ્ગલ કર્મ જીવ જો કરે એને જ જો જીવ ભોગવે” પુગલના પરિણામને જીવ કરે અને પુદ્ગલના પરિણામને જીવ ભોગવે “જિનને અસંમત ક્રિક્રિયાથી અભિન્ન તે આત્મા ઠરે” તો પોતાના પરિણામને પણ કરે ને ભોગવે અને પરના પરિણામને પણ કરે ને ભોગવે (તોએ) બે ક્રિયાવાદી થયો. આહાહાહા! બે ક્રિયાનો કરનારો મિથ્યાષ્ટિ છે. આહાહાહા ! ટીકા - જુઓ આમાં “ક્રિયા' શબ્દ ચોખ્ખો આવ્યો, જગતમાં- “પ્રથમ તો જગતમાં જે ક્રિયા છે, એ બધીયે પરિણામસ્વરૂપ હોવાથી ખરેખર પરિણામથી ભિન્ન નથી” ધ્યાન રાખજો પછી એવુંય કહેશે કે આત્મા પરિણામનો કર્યા છે, એ અભિન્નથી કહેશે, અને ભિન્નથી પરિણામ પરિણામનો કર્તા છે, એ ભિન્નથી છે. આહાહા! અહીં કહે છે કે બધીયે (ક્રિયા) પરિણામ સ્વરૂપ હોવાથી, જેટલી ક્રિયા જગતમાં પરમાણુની કે આત્માની, એ પરિણામ સ્વરૂપ હોવાથી એ ક્રિયા પલટવાની ક્રિયા જે છે, એ પર્યાય છે તે બધીયે પરિણામ સ્વરૂપ છે. ગુણ દ્રવ્યસ્વરૂપ નથી. સમજાણું કાંઇ? “પરિણામસ્વરૂપ હોવાથી ખરેખર પરિણામથી ભિન્ન નથી” એ પલટવાની ક્રિયા-ક્રિયા” પરિણામ સ્વરૂપ હોવાથી પરિણામથી તે ક્રિયા ભિન્ન નથી. તે પરિણમનની ક્રિયાથી પરિણમન ક્રિયા ભિન્ન નથી એક વાત. “અને પરિણામ પણ પરિણામીથી ભિન્ન નથી” અહીં અભેદથી સિદ્ધ કરવું છે. નહીંતર પરિણામ પરિણામીથી ભિન્ન છે. પરિણામ પરિણામીથી ભિન્ન છે પરિણામનો કર્તા પરિણામ છે. પણ અહીંયા અત્યારે અભિન્નથી વાત કરવી છે. જેમ આવ્યું'તું ને ભાઈ ઓલું, કે સત્તાને દ્રવ્ય કહેવું એ નિશ્ચય છે અને સત્તાને ગુણ કહેવું, એ ગુણને ગુણ કહેવું એ વ્યવહાર એ અનેકાંત છે. એમ આ પરિણામને જીવનો કર્તા કહેવો એ અભેદથી કથન છે. બાકી પરિણામ પરિણામનો કર્તા કહેવો તે ભેદથી કથન છે. આહાહાહા ! હવે આવું બધું ક્યાં? કહો. પરિણામ પણ, પરિણામ જે છે, પર્યાય છે તે ક્રિયા છે. હવે એ જગત પરમાણુની પર્યાય હો કે આત્માની પર્યાય હો, એ પર્યાયને ક્રિયા કહેવામાં આવે છે અને એ પરિણામ-ક્રિયા પરિણમનરૂપ ક્રિયા પરિણામથી બદલવાના ભાવથી જુદી નથી. પરિણામસ્વરૂપ હોવાથી Page #329 -------------------------------------------------------------------------- ________________ ૩૧૪ સમયસાર સિદ્ધિ ભાગ-૪ પરિણામથી ભિન્ન નથી. આહાહા ! જાઓ એ પરિણામથી ભિન્ન નથી. પરિણતિ પરિણતિથી ભિન્ન નથી. પરિણામ પણ પરિણામ પણ હવે એ પરિણામ પણ, ટીકા તે કેવી ટીકા છે. પહેલું શું કહ્યું સમજાણું? જીવના પરિણામ હો કે પુગલના પરિણામ હો એ પરિણામ પરિણામની ક્રિયા છે એ પરિણામથી ભિન્ન નથી, એ પરિણામરૂપી જે ક્રિયા છે ક્રિયા, એ પરિણામની ક્રિયા તે પરિણામથી ભિન્ન નથી. સમજાણું છે કાંઈ? આહાહા! હવે અહીંયા એ પરિણામ પણ પરિણામીથી ભિન્ન નથી. પરના પરિણામથી જુદું બતાવવું છે ને? એથી એ પરિણામ છે તે પરિણામીથી ભિન્ન નથી, અભેદથી આ કથન છે. ખરેખર તો પરિણામીથી પરિણામ ભિન્ન છે અને પરિણામનો કર્તા દ્રવ્ય નથી, છતાં અહીં કર્તા દ્રવ્ય કહેશે અભિન્નથી આવે છે ને ભાઈ ઓલામાં “કર્તા પરિણામી દ્રવ્ય, કર્મરૂપ પરિણામ, ક્રિયા પર્યાયની ફેરની, વસ્તુ એક ત્રય નામ.” એ તો અભિન્નથી કથન કરવું છે, કે પરિણામનો કર્તા દ્રવ્ય છે. એ એનું પરિણામ છે એમ બતાવવા અભિન્નથી એનો કર્તા દ્રવ્ય કીધો. એ અભિન્નથી કથન છે. પરિણામ પરિણામનો કર્તા છે તે ભિન્નથી કથન છે. આહાહા... આવી વાતું છે. એ આગળ આવશે, શ્લોક આવશે. શ્લોક આવશે ને ? ૮૬ પછી શ્લોક આવશે ૮૬માં શ્લોક આવશે, “ય: પરિણમતિ સ કર્તા” પ૧ કળશ “પરિણમતિ સ કર્તા” પરિણમે તે કર્તા, એમ કહેશે, પરિણમતિ-પરિણમતિ તે પર્યાય કર્તા એમ નહિ પણ પરિણમતિ તે કર્તા, છે ને ભાઈ, ૫૧ શ્લોક છે. “યઃ પરિણમતિ સ કર્તા” “કર્તા પરિણામી દ્રવ્ય” એમ એનો અર્થ કર્યો, પરિણામી છે તે પરિણામનો કર્તા છે, એ અભિન્નથી કથન છે. અને પરિણામ પરિણામનો કર્યા છે, એ ભિન્ન છે, જેમ સત્તા દ્રવ્ય છે એ અભિન્નથી કથન છે, અને સત્તા ગુણ છે એ ભિન્નથી કથન છે, એમ પર્યાય પરિણામી કરે છે, એ અભિન્નથી કથન છે. પરિણામ પરિણામથી કરે છે તે ભિન્નથી કથન છે. (શ્રોતા-એમાં સાચું શું?) આહાહાહા ! બેય સાચું છે. કઈ અપેક્ષાએ કીધું છે. અહીં તો પરિણામનો કર્તા દ્રવ્ય છે એમ કહેવું છે બીજાના પરિણામનો કર્તા નથી એટલે સિદ્ધ કરવા અભિન્ન કહ્યું. સમજાણું કાંઈ? જીવદ્રવ્ય પોતાના પરિણામનો કર્તા છે ભલે વિકારી છે તોય કર્તા છે એ પોતે, એમ કહેવું, ઓલો પરના પરિણામનો કર્તા નથી. પરથી ભિન્ન ઠરાવવા એના પરિણામનો કર્તા જીવ છે, એમ સિદ્ધ કરવું છે અભિન્ન. નિશ્ચયથી તો પરિણામ પરિણામનો કર્તા છે. રાગના પરિણામનો રાગ કર્તા છે, પણ પરના પરિણામનો કર્તા નથી તેથી એ દ્રવ્ય પોતાના પરિણામનો કર્તા છે, એમ કહેવું છે. આવું છે. પરિણામ પણ, છે ને? “પરિણામ પણ એમ પરિણામીથી એટલે દ્રવ્યથી ભિન્ન નથી” અહીં અભેદ કથન કરવું છે ને ? આહાહાહા ! સમજાય છે કાંઇ આમાં? કયાં ફેર પડે છે શું? આહાહા......! જીવના પરિણામનો જીવદ્રવ્ય કર્તા છે એ અભિન્નથી કથન છે, એ દ્રવ્ય એનો કર્તા છે, પરદ્રવ્ય નહિ એટલે સિદ્ધ કરવા. બાકી, ખરેખર તો પરિણામ પરિણામનો કર્યા છે, એ ભિન્નથી કથન છે. જેમ સત્તા તે દ્રવ્ય છે તે અભિન્નથી કથન છે, સત્તા ગુણ છે તે ભિન્નથી કથન છે. એમ પરિણામનો કર્તા પરિણામી એ અભિન્નથી કથન છે ને પરિણામ પરિણામનો કર્તા એ ભિન્નથી કથન છે. અનેકાંત છે. આહાહા.....! Page #330 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૮૫ ૩૧૫ હવે આવું બધું લાંબુ સાંભળવાની નવરાશ ક્યાં, બાપુ મારગ તો આવો છે ભાઈ. એટલે, કે જીવ પોતે જે વિકારી પરિણામ ( રૂપે ) થાય છે, એ પરિણામનો પુદ્ગલ કર્તા નથી. પુદ્ગલના પરિણામ એનો કર્તા નથી. એથી એમ ઠરાવવું છે કે એ પરિણામનો કર્તા જીવ છે. સમજાણું કાંઇ ? એ અભેદથી કથન કહ્યું છે, વિકારી પરિણામનો કર્તા પણ જીવ છે એમ અહીં સિદ્ધ કરે છે. મિથ્યાત્વ ને રાગદ્વેષના પરિણામ થાય તે જીવના પરિણામ છે અને એ પરિણતિ પરિણામ છે તે પરિણામથી ભિન્ન નથી, શું કીધું ? રાગદ્વેષના પરિણામ થાય એ ક્રિયા છે, એ ક્રિયા એના પરિણામથી ભિન્ન નથી, એ પરિણામથી ભિન્ન નથી માટે તે પરિણામસ્વરૂપ છે અને તે પરિણામ પરિણામીથી ભિન્ન નથી, એટલે કે બીજાના એ પરિણામ છે એમ નથી. સમજાણું કાંઇ? આહાહાહા! એ પરિણામ રાગદ્વેષના જીવ પરિણામી છે તેનાં છે, એમ અભિન્નથી કથન છે. પહેલું તો આપણે આવી ગયું છ કારકમાં તો કે પરિણામ વિકારી છે, તે ૬૨ મી ગાથામાં આવ્યું'તું પંચાસ્તિકાય,વિકારી પરિણામનો કર્તા; પરિણામ, વિકા૨ી પરિણામ તેનું કાર્ય, વિકારી પરિણામ તેનું સાધન એટલે કરણ, એને માટે કર્યું છે, પરિણામને માટે પરિણામ કર્યું છે, પરિણામથી પરિણામ થયું છે, પરિણામના આધારે પરિણામ થયું છે, એ પર્યાયના ષટ્કા૨ક સ્વતંત્ર છે, જેને દ્રવ્યગુણની અપેક્ષા નથી ને નિમિત્તની પણ અપેક્ષા નથી. આહાહા..... ! પણ અહીંયા, ૫૨દ્રવ્યના પરિણામ ૫૨દ્રવ્યથી થાય છે અને તેના પરિણામ તેનાથી થાય છે. સમજાણું કાંઇ? એમ બતાવવા માટે પરિણામ પરિણામીથી ભિન્ન નથી એમ. સમજાય છે કાંઇ ? વિકારી પરિણામ તે પરિણતિની ક્રિયા તે પરિણામથી ભિન્ન નથી અને તે પરિણામ પરિણામીથી ભિન્ન નથી. આવું છે, સમજાય છે કે નહિ ? પરિણામ પણ, ભારે કેટલી ચોખ્ખી (વાત ) કરી છે. આહોહો ! જગતમાં જે ક્રિયા છે, જગતમાં જેટલા પદાર્થની પર્યાય છે, એ પર્યાય તે ક્રિયા, એ ક્રિયા પરિણામસ્વરૂપ હોવાથી ખરેખર પરિણામથી ભિન્ન નથી. એ ક્રિયા એ પર્યાયથી ભિન્ન નથી. અને તે પરિણામ પણ પરિણામીથી દ્રવ્યથી ભિન્ન નથી. સમજાણું કાંઈ ? એક બાજુ એમ કહેવું કે પરિણામ પરિણામનો કર્તા, પરિણામનો કર્તા દ્રવ્ય નહિ, એ ભિન્ન પર્યાયની કથનથી શૈલી છે અને આ અભિન્ન પરિણામ એનું છે એમ કહીને તે પરિણામનો કર્તા દ્રવ્ય છે એમ સિદ્ધ કરવું છે. તે પરિણામનો કર્તા પ૨દ્રવ્ય અને આ ૫૨ પરિણામ નથી એટલું સિદ્ધ કરવા, આવું છે. ભલે અજ્ઞાની પરિણામને કરે, સમજાણું ? પણ છતાં તે ક્રિયા પરિણામના પરિણામસ્વરૂપ ક્રિયા તે પરિણામસ્વરૂપ છે એમ, એક વાત. .! હવે અજ્ઞાની કરે છે માટે તે પરિણામ પરિણામીથી જુદા નથી એમ. સમજાણું કાંઈ ? આવી વાત છે બાપુ, ઓહોહોહો ! માર્ગ તે માર્ગ પ્રભુનો કેટલો અંદર સ્વતંત્ર સ્વચ્છ છે. આહાહા.... แ “કા૨ણકે પરિણામ અને પરિણામી અભિન્ન વસ્તુ છે.” જોયું ? અહીં એ સિદ્ધ કરવું છે. પરિણામ અને પરિણામી, પર્યાય અને પરિણામી દ્રવ્ય બે અભિન્ન વસ્તુ છે. જુદી જુદી બે વસ્તુ નથી. એમ જેમ પુદ્ગલ ને પુદ્ગલ પરિણામ, જુદી વસ્તુ છે એમ પરિણામ અને પરિણામી એ અપેક્ષાએ જુદી વસ્તુ નથી. આહાહા..... ! ભારે આકરું કામ. જગતને સત્ય મળ્યું નથી-બચારા Page #331 -------------------------------------------------------------------------- ________________ ૩૧૬ સમયસાર સિદ્ધિ ભાગ-૪ સત્યને ક્યાંને ક્યાંય ગોઠવી નાખે. માટે એમ સિદ્ધ થયું કે જે કોઇ ક્રિયા છે. જોયું પાછું આવ્યું, જે કોઇ પરિણમનની ક્રિયા છે, જે કોઇ અવસ્થાંતર થતી ક્રિયા છે, તે ક્રિયા બધી ક્રિયાવાનથી, જોયું દ્રવ્યથી તે ક્રિયા બધી ક્રિયાવાનથી ભિન્ન નથી, ભાષા તો સાદી છે બાપુ, સમજાય એવું તો છે ને ભાઈ, રસિકભાઈ? આહાહા....! આ ક્રિયા કાલે કહેતા'તા ક્રિયા' તે આમાં જ આવ્યું. મેં કીધું ક્યાંક “ક્રિયા' શબ્દ આવે છે. ચોખ્ખો; પણ ખ્યાલમાં નહોતો, આ “ક્રિયા' ચોખ્ખો શબ્દ આવ્યો અહીં, ક્રિયા દરેક દ્રવ્યનું પરિણમન પર્યાય અવસ્થા તે ક્રિયા, દરેક દ્રવ્યનું પરિણમન પરિણામ અવસ્થા તે ક્રિયા, તે ક્રિયા પરિણામસ્વરૂપ હોવાથી, પરિણામથી ભિન્ન નથી અને તે પરિણામ જેના છે તેના પરિણામીથી તે અભિન્ન ગણીને તેનાથી જુદા નથી. આહાહા... સમજાણું કાંઈ? આહાહા ! (શ્રોતા એ અભિન્ન કહેવામાં આવે છે, ખરેખર અભિન્ન નથી) એ અભિન્ન કહેવામાં આવે છે, ખરેખર અભિન્ન નથી. છે? ક્રિયા છે તે બધીય ક્રિયાવાનથી ભિન્ન નથી, આંહી તો એનું પરિણમન છે આ દ્રવ્યનું, પરદ્રવ્યનું નથી એટલું સિદ્ધ કરવા એ દ્રવ્યનાં પરિણામને એ દ્રવ્યની ક્રિયા છે એમ કહ્યું છે. આહાહા... બધો મોટો ફેર, શું આંહી સિદ્ધ શું કરવું છે એ અપેક્ષાએ. ઓલામાં આવે છે ને કળશમાં “કર્તા પરિણામી દ્રવ્ય' એ અભિન્નથી કથન છે, “કર્તા પરિણામી દ્રવ્ય” પરિણામી છે એ પરિણામનો કર્તા અને “કર્મરૂપ પરિણામ” અને જે પર્યાય થઇ પરિણામ થયા, અવસ્થા થઇ તે કાર્ય “કર્તા પરિણામી દ્રવ્ય, કર્મરૂપ પરિણામ ક્રિયા વસ્તુકી ફેરણી” વસ્તુ ફરે છે, આમ પલટે છે, પલટે છે, જાની અવસ્થા થઇને પલટે છે એ ક્રિયા “વસ્તુ એક” એની એ વસ્તુના ત્રણ પ્રકાર આ અપેક્ષાએ કહેવાય છે, કર્તા ને પરિણામ કર્તાનું કહેવું એ અભિન્ન છે બીજાનું એ પરિણામ નથી એમ કહેવા આ પરિણામ કર્યાનું છે એમ કહેવું છે. આહાહાહા ! જે ક્રિયા છે તે બધીયે ક્રિયાવાનથી ભિન્ન નથી. આમ વસ્તુ સ્થિતિ જ વસ્તુની એવી જ મર્યાદા હોવાને લીધે ક્રિયા અને કર્તાનું અભિન્નપણું સદાય તપતું હોવાથી”, લ્યો ઠીક, પરિણતિની ક્રિયા અને તેનો કર્તા દ્રવ્ય તેનું અભિન્નપણું સદાય તપતું હોવાથી, આંહી તો પરના પરિણામનો આ કર્તા નથી ને આ પરિણામ પરનો કર્તા નથી એમ સિદ્ધ કરવા, એ પરિણામ આત્માથી અભિન્ન છે અને પુદ્ગલનાં પરિણામ પુદ્ગલથી અભિન્ન છે. સમજાણું કાંઇ? આવું છે. એવી રીતે ક્રિયા અને કર્તાનું અભિન્નપણું” જોયું? દ્રવ્ય અને એની પર્યાય એટલે અવસ્થા એટલે ક્રિયા તે અભિન્ન છે, દ્રવ્યદૃષ્ટિથી એ કથન છે અને પર્યાય પર્યાયની કર્તા એ પર્યાય દૃષ્ટિનું કથન છે. ભેદ દેષ્ટિનું કથન કહો કે પર્યાય દૃષ્ટિનું કહો અને આ અભેદ દૃષ્ટિનું કહો કે દ્રવ્યદૃષ્ટિનું કહો. આહાહા ! પરદ્રવ્યની કોઈપણ પર્યાય તે સમયે તેની થાય, તે પર્યાયનું બીજાં દ્રવ્ય કર્તા નથી એમ સિદ્ધ કરવા તે પર્યાય તે પરિણામીથી ભિન્ન નથી એમ, દ્રવ્યદૃષ્ટિથી કથન છે. સમજાણું કાંઈ ? આહાહાહા ! આહાહા...! રાગને કરે છે દયા, દાન, વ્રત, ભક્તિ આદિના પરિણામને, તે પરિણામ છે તે પરિણતિની ક્રિયાનાં તે પરિણામ છે, એ પરિણામથી તે ક્રિયા ભિન્ન નથી અને એ પરિણામ પરિણામીથી ભિન્ન નથી. આહાહાહા ! આકરી વાત છે ભાઈ. મૂળ અત્યારે ગરબડ બહુ થઇ ગઈ ને એટલે લોકોને Page #332 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૮૫ ૩૧૭ ઘણી વસ્તુ સરળ ને સીધી છે. પરને ને એને કાંઇ સંબંધ નથી એટલે સિદ્ધ કરવા એ પરિણતિની ક્રિયા પરિણામસ્વરૂપ હોવા છતાં, તે પરિણામ પરિણામીનું છે અભિન્નથી, એમ અહીંયા સિદ્ધ કર્યું છે. આહાહાહા ! છે? એ ક્રિયા અને કર્તાનું અભિન્નપણું તપતું હોવાથી, જોયું. એ દ્રવ્યનાં જ પરિણામ છે” એ બીજા દ્રવ્યના એ પરિણામ નથી. થોડો ફેર ક્યાં છે એ જરી મુશ્કેલ પડે, થોડા ફેરમાં મોટો ફેર છે. આહાહા... તપતું હોવાથી જીવ જેમ વ્યાપ્યવ્યાપકભાવથી પોતાના પરિણામને કરે છે”, જોયું? આમ સિદ્ધ કરવું છે, જીવ વ્યાપક છે, જીવ કર્તા છે (ને) પરિણામ વ્યાપ્ય છે, પરિણામ કાર્ય છે, જીવ જેમ વ્યાપ્ય એટલે કાર્ય, કર્મ, અવસ્થા, વ્યાપક એટલે કર્તા, દ્રવ્ય પરિણામી એવા ભાવથી પોતાના પરિણામને કરે છે, વ્યાપ્યવ્યાપક ભાવથી પોતાના પરિણામને જીવ કરે છે. આહાહાહા ! આંહી તો રાગને કરે છે એ અજ્ઞાની પણ પોતાના ભાવથી દ્રવ્યથી કરે છે, એ દ્રવ્ય એનો કર્તા, દ્રવ્ય તો શુદ્ધ છે. આહાહાહા! બહુ વાત આકરી ઘણી, ફેરફાર થોડો હોય, ત્યાં ફેરફાર ઘણો છે આખો, એવું જ અંદર છે. બીજાને સાધારણને એમ લાગે કે થોડોક પણ ઘણો ફેરફાર છે, એ પરિણામ પરનું પરિણામ કહેવું એ નહિ તેથી તે પરિણામ દ્રવ્ય દૃષ્ટિએ તેનું છે. વિકાર પરિણામ પણ જીવના છે, આ અભિન્નથી કહેવામાં આવે છે અજ્ઞાનીને. જેમ જીવ વ્યાપ્ય એટલે કાર્ય, વ્યાપ્ય એટલે કર્મ, વ્યાપ્ય એટલે અવસ્થા, વ્યાપક એટલે કર્તા, વ્યાપક એટલે દ્રવ્ય, વ્યાપક એટલે અભિન્ન વસ્તુ. એ વ્યાપકભાવથી પોતાના પરિણામને કરે છે. અને ભાવ્યભાવકભાવથી, ભાવક દ્રવ્ય, વિકારી પરિણામ ભાવ્ય એવા ભાવથી તેને જ અનુભવે છે. આહાહા... અલિંગગ્રહણમાં એમ કહ્યું, કે આત્મા ઇન્દ્રિયોના વિષયનો ભોક્તા છે જ નહિ. ત્યાં નિર્મળ દ્રવ્યદૃષ્ટિની અપેક્ષાએ વાત છે. છે ને ભાઈ ? બારમો બોલ છે બારમો, ઈન્દ્રિયના વિષયનો ભોક્તા આત્મા નથી. આમાં છે ને આમાં? બપોરના પ્રવચનસાર ૧૭૨ ગાથા- આત્મા ઇન્દ્રિયના વિષયનો ભોક્તા નથી એટલે રાગનો અને વિકારનો એ ભોક્તા નથી, એ શુદ્ધ દ્રવ્યદૃષ્ટિની અપેક્ષાએ વાત કરી છે, આંહીં અશુદ્ધ દ્રવ્યદૃષ્ટિની અપેક્ષાએ છે. આહાહાહા ! સમજાય એટલું સમજવું બાપુ, આ તો પરમ સત્ય છે, પરમાત્માનો માર્ગ આવો છે. આહાહાહા ! ભાવ્યભાવકભાવથી તેને જ અનુભવે છે.” કોણ? અજ્ઞાની આત્મા પોતાના વિકારી પરિણામનું ભાવ્ય અને ભાવક પોતે, તેને તે ભોગવે છે. આંહીં કહેવું કે વિકારી પરિણામને જીવ ભોગવતો નથી અલિંગગ્રહણમાં એ તો દ્રવ્યદૃષ્ટિની વાત, શુદ્ધ દ્રવ્યદૃષ્ટિની અપેક્ષાએ વિકારી પરિણામનો ભોગ્ય આત્મા અને ભોક્તા આત્મા એમ છે નહિ. કેટલી અપેક્ષાના કથનો, અલૌક્કિ વાત છે. એ બધી અપેક્ષાઓ જ્ઞાનની બહોળતા બતાવે છે, અનેકાંતપણું સિદ્ધ કરે છે. આહા ! એમ જો વ્યાપ્યવ્યાપકભાવથી પુદ્ગલકર્મને પણ કરે” અહીં વાત આમ લેવી છે, એટલે એને એના પરિણામનો કર્તા તે દ્રવ્ય છે એમ સિદ્ધ કર્યું, નહીંતર તો પરિણામનો કર્તા પરિણામ છે. વિકારી પરિણામનો કર્તાય પરિણામ છે અને નિર્મળ પરિણામનો કર્તાય એ પરિણામ છે. આહાહાહા ! સમજાણું કાંઈ? જેમ જીવ પોતે કાર્યના કર્તાપણે થાય છે અને ભાવ્યના ભાવકપણે Page #333 -------------------------------------------------------------------------- ________________ ૩૧૮ સમયસાર સિદ્ધિ ભાગ-૪ ભોગવે છે, તેમ જો વ્યાપ્યવ્યાપકભાવથી પુદ્ગલકર્મને પણ કરે, પણ કરે એમ છે ને? આય કરે, અને આયે કરે, એટલું સિદ્ધ કરવું છે. વ્યાપ્યવ્યાપકભાવથી પુદ્ગલકર્મને પણ કરે એટલે? કર્મની પર્યાયનું કાર્ય અને આત્મા કારક કર્તા એમ જો હોય, આહાહા ! સમજાણું કાંઈ? કર્મબંધનની પર્યાયનો કર્તા આત્મા અને એનું વ્યાપ્ય એ પરિણામ એનું, એમ જો હોય અને ભાવ્યભાવકભાવથી તેને ભોગવે કર્મને,” જેમ પોતાને ભાવ્યભાવકભાવથી ભોગવે છે, તેમ કર્મના અનુભાગને, કર્મના ફળને આત્મા ભોગવે. “તેને જ ભોગવે તો તે જીવ અને પોતાની અને પરની ભેગી મળેલી બે ક્રિયાથી અભિન્નપણાનો પ્રસંગ આવે” લ્યો, આ સિદ્ધ કરવું છે. આહાહાહાહા ! જેમ ભગવાન આત્મા પોતાના પરિણામની ક્રિયાને કરે અને વ્યાપ્યવ્યાપકભાવથી તેને કરે અને ભાવ્યભાવકભાવથી ભોગવે, ભાવ્ય નામ વિકારી પરિણામ અને ભાવક પોતે, એને ભોગવે એમ કર્મના પરિણામ છે પુગલના, જ્ઞાનાવરણીના, દર્શનાવરણીના, શાતાવેદનીયના એ પરિણામને આત્મા વ્યાપ્યવ્યાપક થઇને એ કાર્ય મારું ને કર્તા આત્મા અને એના કર્મના ફળને ભોગવે એટલે ભાવ્યભાવક, ભાવ્ય કર્મનું છે અને ભાવક પોતે થાય અને એને ભોગવે તો બે દ્રવ્યની ક્રિયા એક થઇ જાય છે. આહાહા.... બહુ ઝીણું હોં. આહાહાહા ! આહાહા......! ભાવ્યભાવકભાવથી તેને ભોગવે, તો વ્યાપ્યવ્યાપકભાવથી પણ તેને જ ભોગવે- “તો તે જીવ, પોતાની અને પરની ભેગી મળેલી બે ક્રિયા” જોઇ? જીવની ક્રિયા રાગદ્વેષ આદિની અને પુદ્ગલની ક્રિયા પરિણામ જે જ્ઞાનાવરણીનું પરિણમન થયું છે, તેમ આઠેય કર્મને, એને પણ ભોગવે, તો તે જીવને પોતાની અને પરની ભેગી મળેલી બે ક્રિયાથી અભિન્નપણાનો પ્રસંગ આવે. એક ક્રિયાથી અભિન્ન છે. અને એના પણ વ્યાપ્ય કાર્ય પોતે કરે ને ભાવ્ય એને ભોગવે તો બે ક્રિયાનું એકપણું થઇ જાય છે. આહાહા... આવું છે ઝીણું. (શ્રોતાઃ- દાખલો આપોને) શું? કીધું ને આ, શું કીધુંને દાખલો તો આપ્યો ને? ઘડાનો દાખલો ન આપ્યો. ઘડાની પર્યાયને માટી કરે અને ઘડાની પર્યાયને માટી ભોગવે, એમ કુંભારની પર્યાયને એ કુંભાર કરે અને એ ઘટની પર્યાયને કરે અને ઘટની પર્યાયને ભોગવે તો બેય અભિન્ન થઈ જાય છે, એ તો ઘડાનો દાખલો આપીને વાત કરી છે પહેલી. છે ભાઈ ઝીણું ઘણું અને ઘણો ફેર. આહા ! બે ક્રિયાથી અભિન્નપણાનો પ્રસંગ આવતાં, કઈ બે ક્રિયા? પુગલના પરિણામ અને જીવના પરિણામ, એ બેયને જીવ કરે અને પુદગલના પરિણામ અને જીવના પરિણામ બેયને જીવ ભોગવે તો બેય ક્રિયાથી અભિન્નપણાનો પ્રસંગ આવતા સ્વપરનો પરસ્પર વિભાગ અસ્ત થઇ જવાથી, સ્વપરનો પરસ્પર એકબીજામાં જુદાઈ તે આથમી જાય છે. એકબીજાની જુદાઇ રહેતી નથી. કેટલું સમાયું છે. શું અમૃતચંદ્રાચાર્ય, કુંદકુંદાચાર્ય! આહાહા.. આ પ્રવચનસાર દિવ્યધ્વનિનો સાર. આહાહા ! ધીમેથી તો કહેવાય છે હળવે.... હળવે હળવે. વાત તો બહુ ઝીણી સમજવા જેવી છે બાપુ. આંહીં તો પરના પરિણામ જીવ ન કરે અને જીવના પરિણામ પર ન કરે, એટલું સિદ્ધ કરવા પરિણામીથી પરિણામ જુદા નથી એમ સિદ્ધ કર્યું છે. આહાહા...! Page #334 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૮૫ ૩૧૯ એમ જો થાય કે કર્મના પરિણામની પર્યાય જે છે એને જીવ કરે વ્યાપ્યવ્યાપકથી એટલે કાર્ય વ્યાપક અને આત્મા વ્યાપક કર્તા, એ પર્યાય ભાવ્ય અને આત્મા ભોક્તા તો બે દ્રવ્યની ક્રિયા એક થઈ જાય છે. “સ્વપરનો વિભાગ અસ્ત થઈ જાય છે” સ્વપર બે ભિન્ન રહેતા નથી. સ્વપર બે એક થઈ જાય છે. આથમી જાય છે એની જુદાઈ. કપૂરભાઈ નથી? ગયા લાગે છે. (શ્રોતા:- ગયા) સ્વપરનો પરસ્પર, પરસ્પર જોયું? પરસ્પર જીવના પરિણામ પુદગલ કરે અને પુદગલના પરિણામ જીવ કરે, તો પરસ્પર આમ થવાથી બેયની જુદાઈ આથમી જાય છે, બેયનું જુદાપણું રહેતું નથી. આહાહાહા ! “અનેક દ્રવ્યસ્વરૂપ એક આત્માને અનુભવતો થકો” આહાહા... અનેક દ્રવ્યસ્વરૂપ, અનેક દ્રવ્યસ્વરૂપ જે પુગલના પરિણામ એ પુદ્ગલનાં પરિણામ છે અને આત્માના પરિણામ એ આત્મામાં છે બેય. અનેક દ્રવ્યસ્વરૂપ એક આત્માને અનુભવતો થકો, પોતાના પરિણામ અને પરના પરિણામને અનેક દ્રવ્યસ્વરૂપ, પાછું જોયું ઓલા પરિણામ કીધાં એ એના દ્રવ્યસ્વરૂપ; અને આ પરિણામ છે તે આત્માના દ્રવ્યસ્વરૂપ, છતાં પરિણામ છે એ દ્રવ્યસ્વરૂપ નથી. છતાં આંહીં તો અનેક દ્રવ્યસ્વરૂપ એટલે પોતાના પરિણામ પોતાના દ્રવ્યનાં છે અને એના પરિણામ એના દ્રવ્યના છે. તો બેને ભોગવે તો અનેક દ્રવ્યસ્વરૂપ, “એક આત્માને અનુભવતો થકો મિથ્યાર્દષ્ટિપણાને લીધે સર્વજ્ઞના મતની બહાર છે એ સર્વજ્ઞના મતમાં નથી, મિથ્યાષ્ટિ છે. આહાહા... શું કહ્યું સમજાણું? કે જે કાળે એણે પરિણામ કર્યા, જ્ઞાનાવરણીને બંધાવવામાં નિમિત્તરૂપ, તે પરિણામ અજ્ઞાનથી કર્યા અને તેનો તે કર્તા, અને તે પરિણામની ક્રિયા તે પરિણામીથી જુદી નથી, તે ક્રિયાના પરિણામ તે પરિણામી આત્માથી જુદા નથી. વળી એકકોર કહેવું કે રાગ તે આત્માનો છે જ નહિ, અને એકકોર કહેવું કે રાગ પરિણામ એ આત્માથી જુદા નથી, કઈ અપેક્ષા છે તે જાણવું જોઇએ ને? આંહી તો પરદ્રવ્યથી ભિન્ન પાડવું છે અને જ્યારે રાગથી પુણ્ય તત્ત્વ છે એનાથી ભિન્ન પાડવું હોય ત્યારે શાકભાવમાં એ રાગ છે જ નહિ. આહાહા ! સમજાણું? જેમ અહીંયા પરિણામ રાગના કીધાં તે પરિણામીથી જુદાં નથી તેમ કીધું અને પુગલના પરિણામ આનાથી જુદા છે એમ કીધું, પણ છતાં એ પરિણામ એના છે એમ કીધું એ પણ અભેદથી કથન છે. બાકી પરિણામ તો પરિણામના, રાગ રાગનો કર્તા છે, રાગનો કર્તા આત્મા છે દ્રવ્યવસ્તુ કર્તા ક્યાંથી આવે? આહાહા... સમજાણું કાંઈ? આવું ઝીણું, આ લોકોને એવું લાગે કે આ એકાન્ત છે, એકાન્ત છે. આહાહા ! નિમિત્તથી પણ થાય, કોઇ વખતે નિમિત્તથી થાય, એ આંહી ઉડાડે છે. (શ્રોતા- કોઈ સમયે થાય નહીં) કોઈ સમયે થાય નહિ. આહાહા ! સમજાણું કાંઇ? કર્મના નિમિત્તથી આત્મામાં વિકાર થાય, કોઇ દી' નહિ. તેમ આત્માના વિકાર ને પરિણામને લઈને કર્મની પર્યાય થાય, કોઇ દી” નહિ. આહાહા.... સમજાય છે? મારગ વીતરાગનો બાપુ, આહાહાહા ! અને તે પણ કાલ તો કહ્યું'તું ને જરી કે પરિણામ જે છે, એ આત્માનું લક્ષ કરે છે એ પણ પરિણામ સ્વકર્તા હેતુ, કર્તા થઇને પોતે લક્ષ કરે છે. સમ્યગ્દર્શનના પરિણામ કે સમ્યજ્ઞાનના પરિણામ દ્રવ્યનું લક્ષ કરે છે, એ લક્ષ કરે છે એ પોતે કર્તા થઈને લક્ષ કરે છે. આહાહા ! ઓહોહો ! Page #335 -------------------------------------------------------------------------- ________________ ૩૨૦ સમયસાર સિદ્ધિ ભાગ-૪ આવી વાતું ઝીણી, ભાઈ બહુ. પરિણતિને અંદર વાળવી એમ કહેવું, જ્ઞાનની પર્યાય જે છે તેને અંતર જ્ઞાયકમાં વાળવી પણ એ વાળવાની જે પર્યાય છે એ સ્વતંત્ર કર્તા થઈને તે અંદર વળે છે, દ્રવ્ય એનો કર્તા થાય છે એમ નથી. પણ અહીંયા તો એ પરિણામ એના છે, એમ બતાવવા પરિણામ એ તરફ વળ્યું છે, એ પરિણામ પોતે પોતાના કર્તાપણાથી વળ્યું છે, છતાં તે પરિણામ દ્રવ્યનું છે એમ બતાવવા તે પરિણામ દ્રવ્યથી અભિન્ન છે. જેમ અહીંયા વિકારને લીધે તેમ ત્યાં અવિકારને લેવું, અહીં તો વિકારીની વાત છે આ. અનેકદ્રવ્યસ્વરૂપનું જોયું? અનેકદ્રવ્યસ્વરૂપ, પેલા પરિણામને દ્રવ્યસ્વરૂપ એનું પુદ્ગલનાં પરિણામ છે માટે પુગલ અને જીવના પરિણામ છે માટે જીવ, એ બેને અનેકદ્રવ્યસ્વરૂપ એમ કીધું; અનેકદ્રવ્યસ્વરૂપ એક આત્માને અનુભવતો થકો, અનેકદ્રવ્યસ્વરૂપ પરિણામને એક દ્રવ્ય આત્મા અનુભવતો થકો, મિથ્યાષ્ટિપણાને લીધે “જિણાવમર્દ છે ને છેલ્લું? જિનની આજ્ઞાથી બહાર છે. સર્વશની આજ્ઞાથી બહાર મિથ્યાષ્ટિ છે. એમાં છે ને. ચેતનજી ! એમાં છે ને બાપા જુઓને. આહાહાહા ! આવી વાત બાપા કોઇ વાર સાંભળવા મળે એવું છે. આહાહા ! તારી સ્વતંત્રતા પ્રભુ, અજ્ઞાન પણ કરે એ તારી સ્વતંત્રતા, એમ કહે છે. એ કર્મને લઈને વિકાર થયા એમ નહિ અને કર્મની પર્યાય થઈ એ તારે લઈને નહિ. ભાષા તો ઘણી સાદી, ટીકા ઘણી સાદી અને એકલો મર્મ ભર્યો છે. (શ્રોતા:- મર્મ ખોલવો પડે ને ) છે જ એમ આંહી તો, છે ઈ વાત. શબ્દ તો બોલે છે કે નહિ, જુઓને? શબ્દ તો શબ્દ છે કાંઇ શબ્દ એનો અર્થ એ કાંઈ ન કરી શકે. આહાહા! ૮૪ ને આ ૮૫-આહાહાહા ! ઘડાની પર્યાયને કુંભાર કરે અને કુંભાર પોતાના રાગની ઇચ્છાને કરે બે ક્રિયા કેમ કરી શકે કહે છે. તો અનેકદ્રવ્યનું એકરૂપે પરિણમન થવાનો અનુભવ થયો એમ થયું એ તો. અરે ! ભગવાન ! કહો આ રોટલીને આત્મા કરે અને આત્મા એ રોટલી આમ થાય એવી ઇચ્છાને કરેબેયને કરે, તો અનેકદ્રવ્યસ્વરૂપ બેયનો એક અનુભવ થયો. ભિન્ન રહ્યા નહિ. બહુ સારી ગાથા. “ક્રિયા” શબ્દ આંહી ચોખ્ખો આવ્યો બહુ ભાઈ ! બીજે આવે છે કયાંક પણ મગજમાં નથી પણ ઓલામાંથી કાઢયું'તું જરી પુદ્ગલ પરિણામસ્વરૂપ ક્રિયા. આહાહા...! ભાવાર્થ- “બે દ્રવ્યોની ક્રિયા ભિન્ન જ છે.” સાદી ભાષા લીધી. પુદ્ગલના પરિણામની ક્રિયા અને જીવના પરિણામની ક્રિયા ભિન્ન જ છે. આહાહાહા ! “જડની ક્રિયા” પરમાણુની કર્મની પર્યાયની ક્રિયા ચેતન કરતું નથી, કર્મબંધનનું કર્મરૂપે પરિણામ થવું તે પરિણમનને ચેતન કરતું નથી. “ચેતનની ક્રિયા જડ કરતું નથી.” રાગ અને પુણ્ય-દયા, દાનના વિકલ્પો જે છે, ભગવાનની સ્તુતિ આદિનો રાગ, તે રાગની ક્રિયાને જડ કરતું નથી. એ કર્મ એને કરતું નથી. કર્મનો ઉદય આવ્યો માટે અહીં રાગ થયો એમ નથી. આહાહા.... સમજાણું કાંઇ? જે પુરુષ એક દ્રવ્યને બે ક્રિયા કરતું માને. જે કોઈ આત્મા, એક દ્રવ્યને પોતાની પર્યાય અને પરની પર્યાય બે ક્રિયા કરતું માને “તે મિથ્યાષ્ટિ છે.” તે જૈન નથી. આવું સ્પષ્ટીકરણ છે. દિગંબર સંતો સિવાય આ વાત કયાંય નથી. જેણે સમય સમયનાં પરિણામ એનો કર્તા પોતે દ્રવ્ય અભિન્નથી કથન છે. બાકી પરિણામ પરિણામનો કર્તા એ ભિન્ન છે. આવું અનેકાંતપણું દ્રવ્યનું સ્વરૂપ છે, તેવું ભગવાને વર્ણવ્યું અને સંતોએ કહ્યું, જાહેર કર્યું જગતને. આહાહા ! Page #336 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૮૫ ૩૨૧ આજ તો ઓલો સૂર્ય આવ્યો બરાબર સામે આંખમાં, બેઠા પાટે કીધું આ સૂર્યમાં ભગવાન તો બિરાજે છે અંદર પ્રતિમા, જિનમંદિર છે અંદર, અને ભરત દેખી શકતા'તા ને આપણને અત્યારે અહીંયા દેખાતું નથી. સૂર્ય, પાટે આમ બેઠેલો ને જ્યારે આ વાંચવાનું સવારે સાડા સાત પોણા આઠે, સૂર્ય આમ બરાબર આની કોર આવ્યો આમ સામે, ત્યાં ભગવાન બિરાજે છે, પ્રતિમા છે ત્યાં જિનપ્રતિમા છે. ( શ્રોતાઃ- ચક્રવર્તી દેખી શકે છે ) ચક્રવર્તી દેખી શકે, એ કીધું ને ? ભરત ચક્રવર્તી જેને પાંચ મહેલ છે, દેવોએ બનાવેલા એના ઉપર બેઠા’તા ને આમ સૂર્યને જોયું, ભગવાનનું મંદિર દેખાણું અને પગે લાગ્યા, અકૃત્રિમ, અકૃત્રિમ કુદરતી પ્રતિમા એમ અકૃત્રિમ એટલે અહીંયા. લોકો પછી સૂર્યનારાયણને પગે લાગવા માંડયા. ઓલા ભરત પગે લાગ્યાને ત્યાં ભગવાનના પ્રતિમાને- આ સૂર્યનારાયણને પગે લાગે લોકો દાંતણ કરીને, જય સૂર્યનારાયણ– હવે એ તો પત્થર છે આ. આહાહા ! આ સૂર્યનારાયણ ભગવાન આત્મા, એ ચૈતન્ય પ્રતિમા છે, જિન પ્રતિમા છે. આવે છે ને શ્રીમમાં ભાઈ આવે છે ને ? જિન પ્રતિમા થા, એક વા૨ જિન ચૈતન્ય પ્રતિમા થા. થા પ્રભુ, જિન પ્રતિમા એ તારું સ્વરૂપ છે રાગ એ તારું સ્વરૂપ નથી. આ તો અજ્ઞાનભાવે તારી દૃષ્ટિ દ્રવ્ય ઉ૫૨ ગઇ નથી, તેથી તને રાગનું કારણ તને કહીએ છીએ. એ ચૈતન્ય ભગવાન ૫૨માત્મા છે તેના દર્શન કર. રાગના દર્શન છોડી દે, રાગને જોવે છે, એ પર્યાયબુદ્ધિ છોડી દે. આહાહાહાહા ! નિર્મળાનંદનો નાથ અંદ૨ ૫૨મેશ્વર દેહ દેવળમાં દેવ છે, એ મંદિ૨માં દેવ નહિ. આવે છે ને ? દેહ મંદિરમાં દેવ છે. ભિક્ષા અર્થે ભમે મારો ભીખુ ભગવાન. ભિક્ષા માંગે. પ્રતિમા પાસે, ભગવાન પાસે માગે, મને આપ પ્રભુ. આહાહા... એ નિશ્ચયથી કહેવામાં આવે છે. શુભભાવ આવે ત્યારે વિકલ્પ હોય એવો. છતાં તે શુભ વિકલ્પનો પણ જાણનાર છે. જાણનાર છે એવો ચૈતન્ય પ્રતિમા, જિન પ્રતિમા પ્રભુ છે એને જો ને. આહાહા ! તારી પરિણતિને કર્તાપણે સ્વતંત્રપણે પણ તેના તરફ વાળને. એ આંહી કહે છે. “ બે ક્રિયા કરતો માને તે મિથ્યાર્દષ્ટિ છે, કા૨ણકે બે દ્રવ્યની ક્રિયા એક દ્રવ્ય કરે છે” એક દ્રવ્ય કરે છે જોયું. આંહી એમ લેવું છે ને આંહી તો, અભિન્નથી, “એમ માનવું તે જિનનો મત નથી” વીતરાગ ૫રમાત્મા અનંત તીર્થંકરો, અનંત કેવળીઓ એનો આ મત નથી. ભાઈ, શું અમૃત રેડયા છે ને ? હેં ? આહાહા.....! છે અહો! આ આત્મા સર્વજ્ઞસ્વભાવી જ છ જાણવું...જાણવું....જાણવું....જ જેના અંતરસતળમાં ભર્યું છે, જેના અસ્તિત્વની સત્તામાં આ દેહ-વાણી-મનવિકલ્પો આદિ બધું જણાય છે એ જાણનારો તું છો તેમ જાણ-વિશ્વાસ કર ને કર્તાબુદ્ધિ છોડી દે! (આત્મધર્મ, અંક ૭૧૪-૭૧૫, વર્ષ-૫૯ પાના નં. ૭) Page #337 -------------------------------------------------------------------------- ________________ ૩૨૨ સમયસાર સિદ્ધિ ભાગ-૪ थ। -८६ ) PPPPPPPPPPTrrrrrrry कुतो द्विक्रियानुभावी मिथ्यादृष्टिरिति चेत् जम्हा दु अत्तभावं पोग्गलभावं च दो वि कुव्वंति। तेण दु मिच्छादिट्ठी दोकिरियावादिणो हुति।।८६ ।। यस्मात्त्वात्मभावं पुद्गलभावं च द्वावपि कुर्वन्ति। तेन तु मिथ्यादृष्टयो द्विक्रियावादिनो भवन्ति।। ८६ ।। यतः किलात्मपरिणामं पुद्गलपरिणामं च कुर्वन्तमात्मानं मन्यन्ते द्विक्रियावादिनस्ततस्ते मिथ्यादृष्टय एवेति सिद्धान्तः। मा चैकद्रव्येण द्रव्यद्वयपरिणाम: क्रियमाण: प्रतिभातु। यथा किल कुलाल: कलशसम्भवानुकूलमात्मव्यापारपरिणाममात्मनो ऽव्यतिरिक्तमात्मनोऽव्यतिरिक्तया परिणतिमात्रया क्रियया क्रियमाणं कुर्वाणः प्रतिभाति, न पुन: कलशकरणाहङ्कारनिर्भरोऽपि स्वव्यापारानुरूपं मृत्तिकाया: कलशपरिणामं मृत्तिकायाः अव्यतिरिक्तं मृत्तिकायाः अव्यतिरिक्तया परिणतिमात्रया क्रियया क्रियमाणं कुर्वाण: प्रतिभाति; तथात्मापि पुद्गलकर्मपरिणामानुकूलमज्ञानादात्मपरिणाममात्मनोऽव्यतिरिक्तमात्मनोऽव्यतिरिक्तया परिणतिमात्रया क्रियया क्रियमाणं कुर्वाण: प्रतिभातु, मा पुन: पुद्गलपरिणामकरणा-हङ्कारनिर्भरोऽपि स्वपरिणामानरूपं पुद्गलस्य परिणामं पुद्गलादव्यतिरिक्तं पुद्गलादव्यतिरिक्तया परिणतिमात्रया क्रियया क्रियमाणं कुर्वाणः प्रतिभातु। હવે ફરી પૂછે છે કે બે ક્રિયાનો અનુભવ કરનાર પુરુષ મિથ્યાદેષ્ટિ કઈ રીતે છે? તેનું સમાધાન કરે છે જીવભાવ, પુગલભાવ-બને ભાવને જેથી કરે, તેથી જ મિથ્યાદેષ્ટિ એવા ક્રિક્રિયાવાદી ઠરે. ૮૬. Puथार्थ:- [ यस्मात् तु] थी [आत्मभावं ] सामान मापने [च] भने [पुद्गलभावं] पुगसन मावने- [द्वौ अपि] बन्ने [कुर्वंति] मामा ७२ मेम तो माने छ [ तेन तु] तेथी [ द्विक्रियावादिनः] मे द्रव्यने बेडिया डोपार्नु मानन॥२॥ [ मिथ्यादृष्टयः ] मिथ्याशष्ट [भवन्ति ] छ. ટીકા-નિશ્ચયથી ક્રિક્રિયાવાદીઓ (અર્થાત્ એક દ્રવ્યને બે ક્રિયા હોવાનું માનનારા) આત્માના પરિણામને અને પુગલના પરિણામને પોતે (આત્મા) કરે છે એમ માને છે તેથી તેઓ મિથ્યાદેષ્ટિ જ છે એવો સિદ્ધાંત છે. એક દ્રવ્ય વડે બે દ્રવ્યના પરિણામ કરવામાં આવતા ન પ્રતિભાસો. જેમ કુંભાર ઘડાના સંભવને અનુકૂળ પોતાના (ઇચ્છારૂપ અને Page #338 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૮૬ ૩૨૩ હસ્તાદિકની ક્રિયારૂપ) વ્યાપારપરિણામને (-વ્યાપારરૂપ પરિણામને) -કે જે પોતાથી અભિન્ન છે અને પોતાથી અભિન્ન પરિણતિમાત્ર ક્રિયાથી કરવામાં આવે છે તેને-કરતો પ્રતિભાસે છે, પરંતુ ઘડો કરવાના અહંકારથી ભરેલો હોવા છતાં પણ (તે કુંભાર) પોતાના વ્યાપારને અનુરૂપ એવા માટીના ઘટ-પરિણામને (ઘડારૂપ પરિણામને)-કે જે માટીથી અભિન્ન છે અને માટીથી અભિન્ન પરિણતિમાત્ર ક્રિયાથી કરવામાં આવે છે તેને-કરતો પ્રતિભાસતો નથી; તેવી રીતે આત્મા પણ અજ્ઞાનને લીધે પુદ્ગલકર્મરૂપ પરિણામને અનુકૂળ પોતાના પરિણામને-કે જે પોતાથી અભિન્ન છે અને પોતાથી અભિન્ન પરિણતિમાત્ર ક્રિયાથી કરવામાં આવે છે તેને-કરતો પ્રતિભાસો, પરંતુ પુગલના પરિણામને કરવાના અહંકારથી ભરેલો હોવા છતાં પણ (તે આત્મા) પોતાના પરિણામને અનુરૂપ એવા પુગલના પરિણામને-કે જે પુગલથી અભિન્ન છે અને પુદ્ગલથી અભિન્ન પરિણતિમાત્ર ક્રિયાથી કરવામાં આવે છે તેને-કરતો ન પ્રતિભાસો. ભાવાર્થ-આત્મા પોતાના જ પરિણામને કરતો પ્રતિભાસો; પુદ્ગલના પરિણામને કરતો તો કદી ન પ્રતિભાસો. આત્માની અને પુદ્ગલની-બન્નેની ક્રિયા એક આત્મા જ કરે છે એમ માનનારા મિથ્યાદેષ્ટિ છે. જડ-ચેતનની એક ક્રિયા હોય તો સર્વ દ્રવ્યો પલટી જવાથી સર્વનો લોપ થઈ જાય-એ મોટો દોષ ઊપજે. પ્રવચન નં. ૧૭૩ ગાથા-૮૬ તા. ૧૯/૦૧/૭૯ હવે ફરી પૂછે છે કે બે ક્રિયાનો અનુભવ કરનાર, બે ક્રિયા સમજાણી? જીવના વિકારી પરિણામને પણ અનુભવે અને પુગલના પરિણામને કરે અને અનુભવે. પોતાના પરિણામને કરે ને અનુભવે અને પરના પરિણામ કરે અને અનુભવે, બેય ક્રિયાનો અનુભવ કરનાર ક્રિયા શબ્દ પરિણતિ, પર્યાય, પુરુષ મિથ્યાદેષ્ટિ કઈ રીતે છે? એ મિથ્યાદેષ્ટિ છે, જૈન જ નથી એને તત્ત્વની ખબર જ નથી. શિષ્યનો પ્રશ્ન છે આ. માથે મિથ્યાષ્ટિ કહ્યો. તો એ મિથ્યાષ્ટિ કઈ રીતે છે, ક્યા પ્રકારે છે? એનો ઉત્તર આવો જેને પ્રશ્ન ઉઠયો હોય તેને આ સમાધાન કહીએ છીએકહે છે. આહાહા....! જુઓ છે ને માથે “કુતો ક્રિક્રિયાનુભાવી મિથ્યાષ્ટિરિતિ ચેત્” અમૃતચંદ્રાચાર્યનો છે શબ્દ માથે. ૮૬ ઉપર“જમ્હાદુ અત્તભાવ” જોયું આત્માનો ભાવ કીધો એ અભેદથી અત્યારે વર્ણન છે ને, પરથી નથી એમ. जम्हा दु अत्तभावं पोग्गलभावं च दो वि कुव्वंति। तेण दु मिच्छादिट्ठी दोकिरियावादिणो हुति।। ८६ ।। જીવભાવ, પુદ્ગલભાવ-બને ભાવને જેથી કરે, તેથી જ મિથ્યાષ્ટિ એવા પ્રિક્રિયાવાદી ઠરે. ૮૬. આહાહાહા ! જુઓ આ સમયસાર : Page #339 -------------------------------------------------------------------------- ________________ ૩૨૪ સમયસાર સિદ્ધિ ભાગ-૪ ટીકાઃ- “નિશ્ચયથી” નામ ખરેખર “દ્ધિ-ક્રિયાવાદીઓ” અર્થાત્ એક દ્રવ્યને બે ક્રિયા હોવાનું માનનારા, નિમિત્તથી પણ આત્મામાં કાંઇક થાય અને આત્માથી આત્મામાં થાય એમ બે માનનારા પોતાનું કરે ને પરનું કરે પરનુંયે કરે ને આત્માનુંય કરે. કર્મનો ઉદય ઉદયને કરે અને આત્માના વિકારને કરે, બે ક્રિયાવાદી છે. ઠીક બધા જોગમાં છે અત્યારે આ આવી વાતો છે. નિશ્ચયથી દ્વિ-ક્રિયાયાદીઓ એક દ્રવ્યને બે ક્રિયા હોવાનું માનનારા એટલે કે રાગને પણ પોતાનો માનનારા અને પુદ્ગલના (પરિણામ) પણ મેં મારા કર્યા એમ માનનારા આત્માના પરિણામને અને પુગલના પરિણામને, જીવના પરિણામને અને પુગલના પરિણામને એટલે ક્રિયાને પોતે આત્મા કરે છે, એમ માને છે, તેથી તેઓ મિથ્યાદેષ્ટિ જ છે એવો સિદ્ધાંત છે. એવી સિદ્ધ વસ્તુ થઈ ગયેલી છે, તે કહે છે. આહાહાહા ! આત્મા ઇચ્છાને કરે અને લખવાની ક્રિયાને પણ કરે. આહાહા....! આત્મા ઇચ્છાનેય કરે અને બોલવાની ક્રિયાનેય કરે, મિથ્યાષ્ટિ છે. શ્રીપાલજી! શ્રીપાલજી, આકરી વાતું છે આ. દિલ્હીમાં ક્યાંય બધે ગોટે ગોટા ઉઠાવ્યા છે. વીતરાગ આવો માર્ગ, આ તો કહે પરની સેવા કરો, પરની ક્રિયા કરે છે, કરે શું? બોલાય. કરતો શું? ત્રણ કાળમાં કરે નહિ. અસત્ય જુઠી દૃષ્ટિથી કહેવામાં આવે, ન આવ્યું આપણે, છ કારકમાં નો આવ્યું? સોળમી ગાથા, ઘડો કુંભાર કરે છે એ અસત્ય ભાષાથી બોલવામાં આવે છે, જુઠી ભાષા છે. આહાહા....એવો સિદ્ધાંત છે. એક દ્રવ્ય વડે બે દ્રવ્યના પરિણામ કરવામાં આવતા ન પ્રતિભાસો.” એક દ્રવ્ય વડે બે દ્રવ્યની અવસ્થાને કરવામાં આવતા ન પ્રતિભાસો. પછી દષ્ટાંત, આવશે. (શ્રોતા- પ્રમાણ વચન ગુરુદેવ) પ્રવચન નં. ૧૭૪ ગાથા-૮૬ તા. ૨૧/૦૧/૭૯ રવિવાર પોષ વદ-૮ સમયસાર ગાથા ૮૬ એની ટીકા. ટીકા; “નિશ્ચયથી ખરેખર દ્વિક્રિયાવાદીઓ એક દ્રવ્યને બે ક્રિયા હોવાનું માનનારા”, એટલે શું? કે આત્મા વસ્તુ છે. એ પોતે પોતાના પુણ્યપાપના ભાવને કરે, એ તો ઉપચારથી બરાબર છે. આત્મા જે વસ્તુ છે, આનંદકંદ નિત્યાનંદ પ્રભુ એ એના પરિણામમાં અજ્ઞાનથી પુણ્ય ને પાપ, દયા, દાન, કામ, ક્રોધના ભાવને કરે, એ એક સત્ત્વ માનવું એ ઉપચાર છે. છતાં એ પોતાના પરિણામને પણ કરે અને કર્મબંધન જે થાય નવું, એ કર્મબંધનની પર્યાયને પણ કરે, એમ ત્રણ કાળમાં બને નહિ. આહાહા...! ઝીણી વાત છે. આ તો અંદરની વાત છે. બહારની તો પછી કે આત્મા રાગને કરે અને શરીરની ક્રિયા પણ આમ હુલાવી શકે, એ ત્રણ કાળમાં બને નહિ, આ તો અંતરના પરિણામને સંબંધનું, કર્મનું એની હારે પહેલો પ્રશ્ન છે. ઝીણી વાત છે ભાઈ, જિનેશ્વરદેવનું તત્ત્વજ્ઞાન ઝીણું બહુ, અજ્ઞાનપણે, વસ્તુ ભગવાન આત્મા શુદ્ધ ચિદાનંદ આનંદકંદ છે. એના અનુભવના અભાવે અજ્ઞાની પુણ્ય ને પાપ, શુભ-અશુભ ભાવને કરે, પણ એ પોતે પોતાના પરિણામને કરે, અને કર્મબંધનની પર્યાયને કરે એમ બે વાત હોઈ શકે નહિ. એક તત્ત્વ છે પરિણામ, પોતાના અને પરના એમ કરી શકે નહિ. Page #340 -------------------------------------------------------------------------- ________________ ૩૨૫ ગાથા-૮૬ અરે આવી વાતું હવે. છે? ક્રિક્રિયાવાદી, ક્રિયા એટલે અવસ્થા અવસ્થાંતર થવું. આત્મામાં અવસ્થાંતર થવું અને પુદ્ગલ જડ કર્મમાં અવસ્થાંતરરૂપી ક્રિયા થવી, એવી બે ક્રિયાઓને એક કરે, એમ માનનારા એ આત્માના પરિણામને, છે? આત્માના પરિણામ એટલે? અત્યારે અહીંયા પુણ્ય ને પાપ, દયા, દાન, કામ, ક્રોધનાં પરિણામ એ આત્માના અત્યારે અજ્ઞાનભાવે કહેવામાં આવે છે. આહાહા.....! એ શુભ-અશુભ ભાવ, અજ્ઞાનપણે, આત્મા પોતાના પરિણામને કરે અને પુદ્ગલના પરિણામને પોતે કરે, એ જ્ઞાનાવરણી આદિ કર્મ જે બંધાય છે, એ અહીંયા પોતાના પરિણામ જે એને નિમિત્ત થાય, તે પરિણામને કરે, પુણ્ય-પાપ, કામ, ક્રોધ આદિ. પણ એ પરિણામને કરતા કર્મની પર્યાય જે બંધાય છે, એ પર્યાયને પણ આત્મા કરે એમ ત્રણ કાળમાં બનતું નથી. આહાહાહા ! આત્મા પોતાના પુણ્ય-પાપને કરે એ પણ ઉપચારથી કથન છે. ખરેખર તો એ પરિણામ પરિણામને કરે છે. ઝીણી વાત છે બાપુ, તત્ત્વ જૈનદર્શન, પરમેશ્વર વીતરાગ એનું કહેલું તત્ત્વ પદાર્થ સ્વરૂપ ઝીણું છે બહુ. આહાહા.....! એ આત્માના પરિણામને, અહીં આત્માના પરિણામ એટલે પુણ્ય-પાપના લેવા છે. દયાના, દાનના, વ્રતના, ભક્તિના, હું પરનું કામ કરી શકું એવા પાપના, હિંસાના, જુઠાના ચોરીના, વિષયભોગની વાસનાના એ આત્માના પરિણામ અત્યારે અજ્ઞાનપણે કહેવામાં આવ્યા છે. આહાહા ! સમજાણું કાંઈ? એ આત્માના પરિણામને અને પુદ્ગલના પરિણામને, તે વખતે જે કર્મ બંધાય છે, એ પરમાણુની પર્યાય છે કર્મરૂપે જે થાય છે. એ કર્મરૂપી અવસ્થા થાય છે, એ કર્મ જડ પરમાણુની એક અવસ્થા છે, તે એ અવસ્થાને પણ આત્મા કરે અને પોતાના પરિણામનેય કરે એમ માને છે, એમ જે કોઈ માને છે, તેથી તેઓ મિથ્યાદેષ્ટિ છે. જુઠી દૃષ્ટિવંત છે, સત્ય દૃષ્ટિથી ભ્રષ્ટ છે. આહાહા...! ભગવાન આત્મા! પોતાના સત્ત્વની અંદરમાં, સત્તા પોતાની કાયમ રહીને પરિણામમાં પુણ્ય-પાપના અજ્ઞાનભાવે કરે એ પણ ઉપચાર, પણ એ પરિણામનેય કરે અને ભેગું કર્મબંધનના પરિણામનેય કરે એમ માનનારાઓ જુઠી દૃષ્ટિ, અસત્ય દૃષ્ટિને સેવનારા છે. કહો ચંદુભાઈ ! દાક્તરને તો આ બધું ભારે આકરું પડે, દાક્તર કહે કે હું બીજાના પરિણામને કરું ને બીજાના દેહના પરિણામને કરું અને મારા પરિણામને કરું, આ તો અંદરની વાત છે. બહાર વાત તો બહુ સ્થળ છે, કે આત્મા અંદર વિકલ્પ પણ રાગને કરે અને બીજાના શરીરની પર્યાયને પણ કરે, એમ ત્રણ કાળમાં બનતું નથી. (શ્રોતા:- મોતીઆ એમ ને એમ નીકળી જતા હશે?) તેથી તો આ કહેવાય છે. મોતિયાને ઉતારે અને એનો વિકલ્પ કરે કે આને ઉતારું, એ વિકલ્પનેય કરે રાગને અને એ એની ક્રિયા કરે, એ બે માનનારાઓ મિથ્યાદૃષ્ટિ પાખંડી જુઠા છે. હું? (શ્રોતા – એક તો બિચારા કામ કરે અને મોતીઓ ઉતારે અને જુઠા) કામ કોણ કરે? શું કરે? ઝીણી વાત છે પ્રભુ ! આ તો જિનેશ્વર ત્રણલોકના નાથ પરમાત્માએ કહેલા તત્ત્વોની સ્થિતિ છે. આ કોઈ હાલીદુવાલીની કહેલી વાત નથી. જગતના અભિપ્રાયથી જુદી જાતની વાત છે આ. આહાહા... એ કહે છે, કે જેઓ પોતાના પરિણામને પણ કરે અને પરની જડની ક્રિયાના અને બીજા Page #341 -------------------------------------------------------------------------- ________________ ૩૨૬ સમયસાર સિદ્ધિ ભાગ-૪ આત્માના પરિણામને પણ કરે, એ બે પરિણામનો ક૨ના૨ માનનાર સત્ય નથી. તે મિથ્યાદૅષ્ટિ, જુઠી દૃષ્ટિને સેવનારો છે, તે પાપી છે એમ કહે છે. આવું કામ છે. જિનેશ્વરદેવ ત્રિલોકનાથ હવે વીતરાગદેવ ઇન્દ્રો અને ગણધરોની સમક્ષમાં આમ કહેતા હતા તે વાત આ આવી છે. સમજાણું કાંઈ ? આહાહા ! એ મિથ્યાર્દષ્ટિ જ છે. ‘જ' “એવો સિદ્ધાંત છે.” એવો નિયમ છે. આહાહા.....! છે. ગાથામાં છે ૮૬. ૮૬ ટીકા:- હવે આનું દૃષ્ટાંત આપે છે. “એક દ્રવ્ય વડે બીજા દ્રવ્યના પરિણામ કરવામાં આવતા ન પ્રતિભાસો” પ્રભુ, તું આત્મા છો ને ? તારી પર્યાયની સત્તામાં તારા પરિણામને ક૨, એ ઉપચારથી. ( શ્રોતાઃ– પર્યાય એટલે શું ) હૈં ? પર્યાય એટલે પરિણામ, પરિણામ એટલે અવસ્થા, અવસ્થા એટલે દશા, દશા એટલે વર્તમાન થતા ભાવ, કહો આટલા શબ્દો. આહાહા......! વસ્તુ છે તેની અવસ્થા, તેને અહીંયા પર્યાય ને પરિણામ કહે છે. તે વસ્તુ પોતાના પરિણામને કરે અને એ પરિણામ એનું કાર્ય, એ પણ ઉપચારથી જ્યાં કથન છે, કેમકે પર્યાય પર્યાયને કરે છે, એ દ્રવ્ય પર્યાયને કરે છે એમ કહેવું એ ઉપચાર છે. ઉપચાર એટલે આરોપિત વાત છે. તો એ પરિણામ બીજાના પરિણામને બીજાની દશાને કરે ? આહાહાહા ! ગજબ વાત છે. અરે એને અનાદિથી અજ્ઞાનપણે પણ શું હતું એનું ભાન નથી, તો શાનની તો વાત શું ક૨વી ? ઝીણું તત્ત્વ છે પ્રભુ. દુનિયાની વર્તમાન વાતથી આખી વાત જુદી છે. સંપ્રદાયમાં પણ એ ચાલે, કે ૫૨ની દયા પાળો, પ૨ને કાંઈક મદદ કરો, ૫૨ની સેવા કરો, એ તદ્ન મિથ્યાર્દષ્ટિની પ્રરૂપણાના ભાવ છે, આહાહા.....! આકરું કામ. એક દ્રવ્ય વર્ડ, એક વસ્તુ વડે, એમ દ્રવ્ય એટલે પૈસો નહિ હોં એકલો, એક દ્રવ્ય એટલે એક તત્ત્વ વડે, એક વસ્તુ વડે. બે દ્રવ્ય એટલે ? બે વસ્તુના પરિણામ, એટલે ‘અવસ્થા કરવામાં આવતા ન પ્રતિભાસો’ એમ ન ભાસો, એમ ભગવાન એમ કહે છે. છે? હવે દૃષ્ટાંત આપે છે. લોકોને સાધારણ ખ્યાલમાં આવે આ જે કહેલી વાત, એના ખ્યાલમાં આવે એ રીતે દૃષ્ટાંત આપે છે. “જેમ કુંભાર ઘડાના પરિણામને” ઘડાના સંભવને, એટલે ? ઘડાની પર્યાય જે માટીથી ઉત્પન્ન થાય છે. ઘડાની જે અવસ્થા, માટીથી ઉત્પન્ન થાય છે, એને કુંભાર ઘડાના સંભવને. જોયું ? સંભવને એટલે ઘડાની ઉત્પત્તિને સમયે અનુકૂળ, અનુકૂળ પોતાના ઇચ્છા અને હસ્તાદિકની ક્રિયારૂપ વ્યાપાર પરિણામને, કે જે પોતાથી અભિન્ન છે. આહાહા ! શું કહે છે ? કુંભાર રાગ કરે, કે હું આ ઘડાને કરું. ઘડાની ઉત્પત્તિ તો માટીથી થાય છે. પણ તે પર્યાયને અનુકૂળરૂપે આ રાગ હું કરું, રાગ કરું તો ઘડાની પર્યાય થાય. ભારે, દુનિયાથી આકરું બાપુ. કુંભાર ઘડાના સંભવ ઘડાની ઉત્પત્તિ તો સિદ્ધ કરી, એને ફક્ત અનુકૂળ, ચંદુભાઈ ! ઘડાની ઉત્પત્તિ તો માટીથી થઈ છે, કુંભારથી નહિ, શું કીધું ? સમજાણું આમાં ? આહાહા.....! કે એક આત્મા પોતાની પર્યાય એટલે પરિણામને કરે, તેમ ૫૨દ્રવ્યની અવસ્થાને કરે તો બે માનનારાઓ મિથ્યાદૅષ્ટિ અજ્ઞાની છે, મૂંઢ છે. કોની પેઠે ? કે જેમ ઘડાની ઉત્પત્તિ માટીથી થાય છે, ઉત્પત્તિ તો માટીથી થાય છે, એ માટીનું ઘડો કાર્ય છે, ઘડો કાર્ય છે, માટી કર્તા છે, એવા ઘડાની પર્યાયને કુંભારનો રાગ અનુકૂળ છે નિમિત્ત, તે રાગી પ્રાણી એમ માને, કે આ વ્યાપાર Page #342 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૮૬ ૩૨૭ પરિણામને કે જે પરિણામ પોતાથી અભિન્ન છે, કુંભારે રાગ કર્યો કે હું ઘડો કરું, ઘડો તો માટીથી થયો છે, પણ હું ઘડો કરું એવો જે રાગ કર્યો છે, એ વ્યાપાર પરિણામને પોતાથી અભિન્ન છે એ રાગ છે એ કુંભારના પરિણામ, કુંભારના આત્માથી અભિન્ન છે. આહાહા.... તત્ત્વજ્ઞાન વીતરાગનું બહુ ઝીણું ભાઈ, અત્યારે તો જગતને કયાં નવરાશેય ન મળે બિચારા. એકલા ધંધા-ધંધા આખો દિ'પાપના ધંધા. નવરો થાય તો બાઈડી છોકરા સાચવવાના પાપ-પાપ, હવે એમાં ધર્મ શું છે એ તો કયાં સમજવાની...(દરકાર છે.) જન્મ મરણ કરી રહ્યો ૮૪ ના અવતારથી...... આહાહા...! કહે છે, કે ઘડાની ઉત્પત્તિ તો માટીથી થઈ, એને ઉત્પત્તિમાં સંભવ થયો તેના નિમિત્તરૂપે અનુકૂળ કુંભારે રાગ કર્યો કે હું ઘડો કરું, એ રાગના પરિણામ છે, તે કુંભારથી અભિન્ન છે, એકમેક છે, અને ઘડાની પર્યાય છે એ માટીથી અભિન્ન છે. (શ્રોતા- ઉપચાર કહ્યું” તું ને) એ ઉપચારથી કહ્યું'તું પણ અત્યારે તો દ્રવ્ય લેવું છે ને? નહીં તો પરિણામ પરિણામથી કરે છે, એ અત્યારે વાત નથી. દ્રવ્ય એને કરે છે એમ ઉપચારથી કહેવું છે ને? ઈ તો પહેલું વચ્ચે કહી દીધું'તું, બહુ ઝીણી વાતું ભાઈ. આહાહા ! આ હાથ છે ને? જુઓ, આ હાથ પરમાણુનો પિંડ છે આ, જડ છે આ, માટી છે આ. એ માટીના પરમાણુઓ આમ હાલે છે જાઓ આમ, એ એની અવસ્થા છે, એ એનાં પરિણામ છે, એ એની પર્યાય છે. એ આ માટીના પરમાણુઓ આ જડ રજકણો તેનું આમ ગતિમાન થવું એવી જે પર્યાય, પરિણામ તેનો કર્તા એ પરમાણું છે. એ પણ એનો કર્તા પરમાણું છે એમ કહેવું એ પણ ઉપચારથી છે, બાકી પરિણામ પરિણામનો કર્તા છે. પણ આંહી તો અભિન્ન કહીને, પરથી જુદું બતાવવું છે એટલે આ અવસ્થા થાય છે એ જડની પર્યાય છે, એને આત્મા એમ માને કે હું આ હાથને હલાવું છું, એવી ઇચ્છાનો એ કર્તા થાય અને આ અવસ્થાને ઇચ્છા અનુકૂળરૂપે નિમિત્ત કહેવાય, પણ એ ઇચ્છાથી હાથની પર્યાય હાલી છે, એ ત્રણ કાળમાં છે નહિ. લોજીકથીતો વાત છે ભાઈ તત્ત્વથી, પણ હવે એને કાંઈ દરકાર ન મળે. આ શરીર માટી છે ધૂળ. જેમ ઘડાની માટીથી ઉત્પત્તિ થઈ, એમ આ શરીરની આમ હાલવાની દશા, એ પરમાણું માટીથી થઈ છે, એના પરમાણુથી થઈ છે. એમ થતાં એને અનુકૂળ જે ઇચ્છા છે કે આમ કરું એ ઇચ્છા અનુકૂળ નિમિત્ત છે, પણ એ ઇચ્છાનો કરનારો એમ માને કે ઇચ્છા પણ હું કરું, અને આની અવસ્થા પણ હું હલાવી દઉં, એ મૂંઢ મિથ્યાષ્ટિ છે. સત્યનું ખૂન કરનારો છે. આવું છે, બાપુ. એય લોજીકથી તો કહેવાય છે ન્યાયથી તો. આહાહા ! ન્યાય ની” ધાતુ છે. “ની' ધાતુમાં જેવું સ્વરૂપ છે તેમાં જ્ઞાનને લઈ જવું એનું નામ ન્યાય. “ની' ન્યાયમાં “ની ધાતુ છે, એટલે કે જેવું સ્વરૂપ છે તેમાં “ની' ધાતુ ન્યાય, જ્ઞાનને લઈ જવું યથાર્થપણે તેનું નામ ન્યાય. આહાહાહા ! અહીં કહે છે કે કુંભાર પોતાના વ્યાપારને પરિણામને કરતો પ્રતિભાસો, પોતાથી અભિન્ન પરિણામ માત્ર ક્રિયાથી કરવામાં આવે છે તેને કરતો પ્રતિભાસો. શું કીધું ઈ ? કુંભારને તેના પરિણામ ઘડાને કરવામાં નિમિત્તરૂપે અનુકૂળ ન હતા, પહેલાં બીજા પરિણામ હતા, પછી એ પરિણામ પલટાઈને ઘડાને કરવું એવો અનુકૂળ રાગ કરું રાગ, એ રાગ અવસ્થાંતર થઈ પહેલી Page #343 -------------------------------------------------------------------------- ________________ ૩૨૮ સમયસાર સિદ્ધિ ભાગ-૪ અવસ્થાથી બદલીને રાગ બીજી અવસ્થા થઈ, છે? એ પરિણતિ માત્ર ક્રિયા, બદલવા માત્રની ક્રિયા, આહાહાહા ! ગજબ વાત છે બાપા. એ ક્રિયાથી કરવામાં આવે છે, તેને કરતો પ્રતિભાસો, શું કીધું સમજાણું? ચંદુભાઈ ! કે કુંભાર છે એ પહેલે એ એની સ્ત્રી સામું જોતો, દાખલો અને એનો રાગ કરતો'તો, હવે એ રાગ પલટાવીને ઘડો કરું એવો વિકલ્પ ઉઠયો, એ ક્રિયા થઈ અવસ્થાતરની એ ક્રિયાનો કર્તા એ કુંભાર છે, એ રાગની ક્રિયાનો કર્તા કુંભાર પ્રતિભાસો, છે? અરે આવી વાતું. એની મેળે પકડાય નહિ. જગતના ડહાપણ બધા આવડે માળાને, આ દાક્તરને એમ. એ. ના વકીલોને એલ. એલ. બી. ના પુંછડા, રામજીભાઈ એલ. એલ. બી. હતા ને વકીલ હતા. પાંત્રીસ વરસ પહેલાં બસો રૂપિયા લેતા પાંચ કલાકના, પણ એ બધું કુશાન હતું, હું પરનું કરી શકું છું, શું કહે છે? અસીલને જીતાડી શકું છું, એ તો ભાયેય એમ કહેતા કે એ તો મારું કુશાન હતું તે દી'. આહાહાહા ! (શ્રોતા- એ તો આપે બતાવ્યું) પણ ન્યાયથી તો જોશોને પ્રભુ, ન્યાયથી વસ્તુસ્થિતિ જે છે આત્મા અને પરમાણુઓ જગતના તત્ત્વો જે કાયમ રહીને પલટે છે, વસ્તુ કાયમ રહીને પલટે છે, બદલે છે, એ વસ્તુ કાયમ રહીને પલટનારી અવસ્થા, એ અવસ્થાનો કર્તા તે દ્રવ્યને કહેવાય ઉપચારથી. સમજાણું? પણ તે અવસ્થા કરતા પરની અવસ્થા પણ હું કરી શકું છું. આહાહા...!( શ્રોતા – પણ પરનો ત્રણેય કાળે કર્તા થતો નથી)હા, એ માન્યતા હતી અજ્ઞાનીની, કહો વિરચંદભાઈ, શું વાત ચાલે આ? આ છોકરાનું કરી દઉં, કેળવણી આપું, એને પરણાવી દઉં, એને ઠેકાણે પાડું, એવી ક્રિયાનો કરનારો અજ્ઞાની રાગ ને કરે ને આને પણ કરે એમ માને એ મૂંઢ મિથ્યાદૃષ્ટિ છે એમ કહે છે. આહીં તો વીતરાગની કોલેજ છે. સર્વજ્ઞ ભગવાન જિનેશ્વરદેવ, સીમંધર ભગવાન બિરાજે છે મહાવિદેહમાં, એમાંથી આવેલી આ વાત છે. ભગવાન ત્રણલોકના નાથ પરમાત્મા મહાવિદેહક્ષેત્રમાં બિરાજે છે, તીર્થંકરદેવ હાજરાહજુર છે. ત્યાં આગળ કુંદકુંદાચાર્ય દિગંબર સંત સંવત ૪૯ માં ગયા હતા, ત્યાંથી આવીને આ શાસ્ત્ર રચ્યાં છે. આહાહા ! સમજાય છે કાંઈ? કહે છે કે કુંભાર ઘડાના ઉત્પત્તિને અનુકૂળ, અનુકૂળ એટલે નિમિત્ત, ઉત્પત્તિ તો ઘડાની માટીથી થઈ છે. પણ એને અનુકૂળ પોતાના રાગને અને હસ્તાદિની ક્રિયા, આમ-આમ હાથની ક્રિયા થાય ને, એને વ્યાપાર પરિણામને, હાથની ક્રિયા કરી શકતો નથી એ અત્યારે એ સિદ્ધ નથી કરવું , અત્યારે તો પરથી ભિન્ન એના પરિણામ છે એટલું સિધ્ધ કરવું છે. આહાહા...એ વ્યાપાર પરિણામ (છે તે) પોતાથી અભિન્ન છે. કુંભાર ઘડાની ઉત્પત્તિના કાળમાં કુંભારને ઇચ્છા થઈ તે ઇચ્છા ઘડાને અનુકૂળ નિમિત્ત છે, પણ તે પરિણામ તે કુંભારના પરિણામ કુંભારથી અભિન્ન છે. એ કુંભારની ઇચ્છા છે એ કુંભારના આત્માથી અભિન્ન છે અને ઘડાની પર્યાયથી તે ઇચ્છા ભિન્ન છે. અરેરે ! આવી વાતું છે. એકેક શબ્દમાં મોટો ફેર, બાપા આખી દુનિયાથી બહુ ફેર છે ભાઈ ! આહાહા....! વીતરાગ સર્વજ્ઞ પરમાત્મા એણે કહેલા તત્ત્વો એનાથી વિરૂદ્ધ માનવું, એ સંસારમાં પરિભ્રમણના કારણ છે. રખડવાનું કારણ છે કહે છે. આહાહાહા ! કહો, રતિભાઈ આ બધા કારખાના હુલાવે છે ને. નહીં? આ રતિભાઈ મોઢા આગળ Page #344 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૮૬ હોય ને છોકરાને ભલામણ કરે છે લ્યો ને આમ ફેરવજો આમ સંચો બધુ હાલશે. આંહી કહે છે કે એ ઇચ્છા કરે પણ આમ જે ફેરવવાની પર્યાય છે એ પર્યાયનો કર્તા તો ઈ ૫૨માણું છે. એ ૫૨માણુની પર્યાયમાં, ઇચ્છા અને ઇચ્છા ક૨ના૨ો તે નિમિત્તરૂપે અનુકૂળ છે, પણ તે ઇચ્છા તે તેના આત્મા સાથે અભિન્ન છે અને ઓલી ક્રિયા જે છે તે આત્માથી તદ્ન ભિન્ન છે. અ૨૨ ! આવી વાતું હવે. છે? પોતાથી અભિન્ન પરિણતિ માત્ર ક્રિયાથી કરવામાં આવે છે. ફેરવી નાખી. પહેલાં પરિણામ બીજા હતા ને આ પરિણામ ઘડાની ઉત્પત્તિને અનુકૂળ રાગ કરું એવો રાગ થયો. તેને કરતો પ્રતિભાસો, “પરંતુ ઘડો કરવાના અહંકા૨થી,” ઘડો હું કરું એવો જે અહંકા૨ અભિમાન, ઘડો કરવાના અહંકા૨થી ભરેલો હોવા છતાં, કુંભાર અહંકારથી ભરેલો હોવા છતાં, હું ઘડાને કરું એવા અહંકા૨થી ભરેલો હોવા છતાં પણ તે કુંભાર પોતાના વ્યાપારને અનુરૂપ પોતાના વ્યાપારને અનુરૂપ–ઓલું ઓલ્યાને અનુકૂળ હતું અને આ આના વ્યાપારને અનુરૂપ એવા માટીના ઘટ પરિણામને, જે માટીથી અભિન્ન છે. ઘડાની પર્યાય માટીથી એકમેક છે, ઘડાની દશા માટીથી અભિન્ન છે. તે પરિણામને કુંભાર એમ માને કે હું કરું છું એ મિથ્યા અહંકારી સૂંઢ જીવ છે. ભારે વાત ભાઈ, આખો દિ' દુનિયા કરે ને ? સવા૨થી ઉઠીને આ કરો આ કરો આ કરો. શાક લઈ આવો. શું શાક બાપુ લાવું લીલોતરી લાવજે ઘીસોડા બે શેર લઈ આવજો મહેમાન પધારેલા છે. આમ કરજો, કટકા સ૨ખા કરજો. ઉ૫૨ની છાલ કાઢી નાંખીને ઘીસોડાની હોય ને ઉ૫૨ની ? કટકા કરજો. આહાહા.....! ૩૨૯ ૫૨માત્મા એમ કહે છે કે એ પર્યાય જે થાય છે તે તેના દ્રવ્યના પરિણામથી થાય છે માટે તે પરિણામ તે દ્રવ્યથી અભિન્ન છે. કરનારો ઇચ્છાવાળો એ ઇચ્છા તેના આત્માથી અભિન્ન છે. પણ એ ઇચ્છાવાળો એમ માને કે અહંકા૨ કરે કે આ ક્રિયા હું કરું છું. ભારે આકરું ભાઈ, હૈં ? ( શ્રોતાઃ- આ બોલે છે કોણ ) બોલે જડ. એ બોલે જડ, આત્મા નહિ. બોલવાની જે પર્યાય છે એ ૫૨માણુની પર્યાય ભાષાની છે, એમાં ઈચ્છાવાળો એમ માને કે હું આ ભાષાને બોલવાની ઇચ્છા કરું છું માટે ઇચ્છાને પણ હું કરું છું અને ભાષાની પર્યાય કરું છું. સૂંઢ છે, જુઠા, અસત્ય પાપને સેવનારો છે, ચીમનભાઈ, દુનિયા કરતા જુદી જાત છે આખી, બધી ખબર છે. આંહી તો ૮૯ વર્ષ થયા શરીરને, ૭૦ વર્ષથી તો આ બધું જાણીએ છીએ જગતને. દુકાનમાં પણ અમારે આ બધા અભિમાનીઓ હતા ને અમે કરીએ, અમે કરીએ અમારે કુંવરજીભાઈ હતા ને ફઈના દિકરા ભાગીદાર હતા. આ તો ૬૪-૬૫ની વાત છે. સંવત ૬૪-૬૫, હું કરું, હું કરું આખો દિ', મરીને ઢોર થઈશ કીધું યાદ રાખજે. એય હું તો પહેલો ભગત કહેવાતો ને, નાની ઉંમરથી દુકાન ચલાવતો, ઘ૨ની દુકાન હતી. ફઈના દિકરા હતા ભાગીદાર, મોટાભાઈ હતા ને એના નાનાભાઈ અને એના મોટાભાઈ અને હું બે ભાગીદાર, કીધું આખો દિ’ શું કર્યું દુકાનમાં મેં કર્યું, મેં કર્યું, શું છે આ તે. મેં તો કહ્યું'તું રતિભાઈ ૬૬ ની સાલમાં, કેટલા વ૨સ થયા ? ૬૯ વર્ષ, અત્યારે તો ૮૯ થયા શરીરને, જડને આ વૈશાખ સુદ બીજે ૯૦ બેસશે જનમના હોં. સવા નવ મહિના ગર્ભના ગણો તે જુદા છે, એ તો આંહીનું આયુષ્ય છે ને. સવા નવ મહિના માતાના પેટમાં રહ્યો એ દેહ આ. મેં કીધું 'તું ભાઈ શું છે પણ આ આખો દિ', અમે ૨ળીએ છીએ, Page #345 -------------------------------------------------------------------------- ________________ ૩૩). સમયસાર સિદ્ધિ ભાગ-૪ ને અમે પેદા કરીએ છીએ, અમે ઘરાકને સાચવીએ છીએ. એમ કહ્યું'તું તે દિ' હોં, પણ મારી સામું બોલે નહિ. કારણકે હું ભગત કહેવાતો તે દિ’ નાની ઉંમરથી, બોલે નહિ આ શું છે આ તે કીધું. અહિંયા ભગવાન કહે છે પરમાત્મા કે ઘડાની ઉત્પત્તિ માટીથી થઈ, તે માટીનું કાર્ય છે. એને અનુકૂળ કુંભાર ઇચ્છા કરે અને ઇચ્છાનો કર્તા થાય, કેમ કે એ ઇચ્છા કુંભારના આત્માથી અભિન્ન છે અને ઘડાની પર્યાય તે માટીથી અભિન્ન છે, એ પર્યાયને હું કરું એવો અહંકાર કરે એ મિથ્યાષ્ટિ મૂંઢ છે. અરે ! આરે! ભારે આકરું કામ. (શ્રોતા- ઘડો કુંભાર ન કરે તો કોણ કરે) માટી કરે કીધુંને પહેલું કરે કોણ? કીધુંને, કુંભાર ઘડાના સંભવને, સંભવ માટીની ઉત્પત્તિથી ઘડો થયો છે. માટી વસ્તુ છે કે નહિ? જડ છે કે નહીં, પરમાણું છે કે નહિ? જગતનું સત્ અને સત્ત્વ છે કે નહિ? સત્ વસ્તુને એના ભાવો તે એનું સત્ત્વ છે, એ સપણે પરિણમે છે એ ઘડાની પર્યાયપણે. એ ઘડાની પર્યાયનો કર્તા તે માટી છે. આહાહાહાહા ! આવું પણ આ તો પાગલ જેવું લાગે બધું. કઈ જાતની વાત આ, દુનિયામાં કયાંય મેળ ન થાય બાપુ, મારગ આવો છે ભાઈ ! પરમાત્મા જિનેશ્વરદેવ ત્રિલોકનાથ તો આમ ફરમાવે છે, છે? પરંતુ ઘડો કરવાના અહંકારથી ભરેલો તે હોવા છતાં ભલે” અહંકાર કર, “પણ પોતાના વ્યાપારને અનુરૂપ એવા માટીનાં ઘટ પરિણામની ક્રિયાને કરવામાં આવે છે તેને કરતો પ્રતિભાસતો નથી” ઘડાની પર્યાયને કુંભાર રાગ અનુકૂળ હોવા છતાં, રાગનો કર્તા પ્રતિભાસે તેમ ઘડાની પર્યાયને કરતો એ પ્રતિભાસતો નથી. આહાહા....! આ કઈ જાતની વાત? આ તો ભગવાનની કોલેજ છે. તીર્થંકરદેવ સર્વજ્ઞ પરમાત્મા ત્રિલોકનાથની આ કોલેજ છે. એનો આ સરવાળો છે આ, ભારે આકરું કામ. ગાથા એવી આવી છે ને? આહાહા! કરતો પ્રતિભાસતો નથી, કીધું” ને, ઘડાની પર્યાયને, કુંભાર રાગ કરતો છતાં, રાગનો કર્તા પ્રતિભાસો. કેમ કે રાગ તેના આત્માથી અભિન્ન છે, અને માટીની પર્યાયનો ઘડો તે એનાથી ભિન્ન છે માટે ભિન્ન પર્યાયનો કર્તા પ્રતિભાસો નહિ. આહાહાહા ! આ ભારે ઝીણું ભાઈ ! તેવી રીતે હવે એ દૃષ્ટાંત સિદ્ધ થયો. હવે સિદ્ધાંત; આત્મામાં હવે સિદ્ધાંત ઉતારે છે. એમ હતું ને અંદર? જેમ હતું ને, ઓલામાં “જેમ' હતું માથે, “જેમ' કુંભાર એમ હતું, તેવી રીતે, હવે એની રીતે એ દૃષ્ટાંતની હારે સિદ્ધાંત લાગુ પાડવા માટે, છે? તેવી રીતે આત્મા પણ અજ્ઞાનને લીધે, અજ્ઞાનને લીધે, શુભ-અશુભ રાગ કરે, એ અજ્ઞાનને લીધે જ્ઞાન ભાનવાળાને રાગ શુભાશુભ ભાવનો તે કર્તા નથી. આહાહા ! ધર્મી જે છે જેને આત્મજ્ઞાન છે, જેને આત્મજ્ઞાન છે. આત્મજ્ઞાન એટલે નિમિત્તનું નહિ; રાગનું નહિ; પર્યાયનું નહિ. આત્મજ્ઞાન છે તે રાગનો કર્તા છે નહિ. જેને આત્મજ્ઞાન છે. ભગવાન આત્મા શુદ્ધ ચૈતન્યઘન છે તેનું જ્ઞાન છે. એટલે આત્મજ્ઞાન છે, તેને તો દયા, દાન, કામ, ક્રોધના પરિણામનો પણ એ કર્તા નથી. આહાહાહા! કહો નવરંગભાઈ, શું આમાં તમારું કાંઈ આવે દાકતર ફાકતરમાં આવે છે આવું કંઈ. હૈ? (શ્રોતા – આ તો જુદું વિજ્ઞાન છે) લાઈન જુદી છે, આ લાઈન જુદી છે. પાટો ફેરવે તો લાઈન Page #346 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૮૬ ૩૩૧ ફરી જાય છે કે નહિ? આ રેલમાં નહિ? એક પાટે હાલતી હોય ને ઓલો પાટે પાતળો રાખે છે ને આમ, આમ ઉતારો એટલે બીજે પાટે હાલી જાય ગાડી. અમારે ત્યાં પાલેજ નજીક ખરું ને? બધું જોયેલું દુકાનની જોડે સ્ટેશન હતું. બધે એક એક જોયેલું. માસ્તરો–બાખરો અમારા જાણીતા હતા ને, મોટા મોટા માસ્તરો પાંચસોના પગારવાળા બધા. અમારે વેપાર હતો ને, ભલે નાની ઉંમર હતી ૧૭ થી ૨૨,પાંચ વર્ષ દુકાન ચલાવી'તી. (શ્રોતા- વેપાર બદલી નાખ્યો ને) હા, એ બધા પાપના ભાવ કરતા'તા. આહાહા....! ત્યાં રેલ છે રેલ છે ને આમ પાટો હોય ને આમ એને બીજે પાટે લઈ જવો હોય તો પાતળો પાટો હોય છે. આમ, આમ પાતળો હોય છે, એને લઈને આમ ભેગો કરે એટલે બધું. ત્યાં નજીક હતો માસ્તર અમારે મુંબઈથી આવતો'તો, માસ્તરને કહીએ કયા છે અમારો માલ? ક્યાં ડબામાં છે આ લેવા જતાં'તા પાંચ વર્ષ બધું પાપ કર્યું બહુ. આહાહા ! આંહી કહે છે, શું કીધું ત્યાં? જેમ કુંભારના પરિણામને કુંભાર કરતો પ્રતિભાસો પણ કુંભારના પરિણામનો અહંકારી જીવ ઘડાના પરિણામને કરતો પ્રતિભાસો નહિ, એ અહંકાર કરે છતાં તેનો કર્તા તે છે નહિ. તેવી રીતે આત્મા પણ અજ્ઞાનને લીધે, જોયું? અજ્ઞાનને લીધે પુણ્ય ને પાપના ભાવ કરે છે એ અજ્ઞાનને લીધે કરે છે. જગતના પરિણામ જે કરે છે, હિંસાના, જાઠાના, ચોરીના, વિષયના, ભોગના, રાગના, માનના, માયાના, લોભના એ પરિણામનો કર્તા અજ્ઞાની છે. જ્ઞાની તે પરિણામનો કર્તા નથી. કેમ કે જ્ઞાની આત્મજ્ઞાન, જેને આત્મા અનંત આનંદ સ્વરૂપ છે, તેનું જ્ઞાન થયું છે તેથી તેની નબળાઈને લઈને ભલે રાગાદિ થાય, છતાં તે રાગની સ્થિતિ વખતે જ્ઞાનના પરિણામ પોતાથી તેને ને પરને જાણવા ઉત્પન્ન થાય છે. ચંદુભાઈ ! આવું છે પ્રભુ શું થાય? પણ હવે કોને કહેવું આ. (શ્રોતા – જરા કઠણ પડે) શું બાપુ, મારગ આ છે. વિશેષ સ્પષ્ટીકરણ કરીએ તોય પણ આ છે. આત્મા અજ્ઞાનને લીધે, છે? પુદ્ગલકર્મરૂપ પરિણામને અનુકૂળ કર્મબંધન થાય છે, એ તો એના પર્યાયથી થાય છે પણ એને અનુકૂળ પોતાના પરિણામને કે રાગદ્વેષને કે જે પોતાથી અભિન્ન છે. આહાહાહા ! પુણ્ય-પાપના પરિણામ આત્માથી અભિન્ન છે એમ આવ્યું. એકકોર કહેવું કે પુણ્ય-પાપના ભાવ એ કર્મરૂપ વ્યાપક છે અને વ્યાપ્ય એનું કર્મ છે. અરે ભગવન્! કઈ રીતે છે પ્રભુ, ૭૬–૭૭ કર્મ વ્યાપક છે અને પુણ્ય-પાપના ભાવ તેનું કાર્ય નામ વ્યાપ્ય નામ પર્યાય છે, એ તો જ્ઞાનીની અપેક્ષાની વાત છે ત્યાં. આત્મા વ્યાપક છે અને તેના સમ્યગ્દર્શનશાનચારિત્ર નિર્મળ પરિણામ તેનું વ્યાપ્ય નામ કાર્ય છે. પણ આંહી તો અજ્ઞાનીની વાત છે. થોડું થોડું ધીમેથી કહેવાય છે બાપુ, આ તો મહા સિદ્ધાંતો જગતથી જુદી જાત છે. આત્મા પણ અજ્ઞાનને લીધે પુદ્ગલકર્મરૂપ પરિણામને અનુકૂળ એટલે શું કહ્યું એ? કે જે નવા કર્મ બંધાય છે ને, એ પરમાણુની પર્યાય છે, કર્મ બંધાય છે ને જ્ઞાનાવરણી, દર્શનાવરણી, વેદનીય એ આઠ કર્મના પરિણામથી થાય છે, એ પરમાણુથી થાય છે, એવા આઠ કર્મના જે પરિણામ બંધાણા, એ તો એના પરિણામથી થયા. એ પરમાણુના પરિણામથી, પરિણામ તે પરમાણુથી અભિન્ન છે પણ એને અનુકૂળ એવા અહીંયા અજ્ઞાનીના રાગદ્વેષ છે. આહાહા....! Page #347 -------------------------------------------------------------------------- ________________ ૩૩૨ સમયસાર સિદ્ધિ ભાગ-૪ જેમ ઘડાની પર્યાયની ઉત્પત્તિ માટીથી થઈ, પણ કુંભારનો રાગ તેને અનુકૂળ નિમિત્ત છે, એ રાગનો કર્તા એ ભાસો, પણ માટીની, ઘડાની પર્યાય થઈ તેનો એ કર્તા ન ભાસો. એમ નવા કર્મ જે બંધાય છે, એ પર્યાયનો કર્તા તે પરમાણું છે, પણ તેને અનુકૂળ અજ્ઞાનીના રાગદ્વેષ અનુકૂળ નિમિત્ત છે, એ પરિણામને અનુકૂળ પોતાના પરિણામને કે જે પોતાથી અભિન્ન છે, પુષ્ય ને પાપ શુભ કે અશુભ ભાવ એ જીવ કરે અજ્ઞાનથી એ પરિણામ જીવથી એકમેક છે, પરથી જુદું બતાવવું છે ને? આહાહા ! આવું છે નહીં તો ખરેખર તો એ પુણ્ય-પાપના પરિણામ તે આત્માથી ભિન્ન છે, પણ એટલું આંહીં અત્યારે ફક્ત પરથી ભિન્ન બતાવવું છે એવી વાત છે બાપુ, “જ્યાં જ્યાં જે જે યોગ્ય છે તહાં સમજવું તે, ત્યાં ત્યાં તે તે આચરે આત્માર્થી જન એહ” બાપુ મારગડા જુદા પ્રભુ! પરિભ્રમણમાંથી નીકળવાનો મારગ બાપા! બહુ આકરો છે. ૮૪ ના અવતાર કરી કરીને મરી ગયો છે અત્યાર સુધી. માણસ મરીને ઢોર થાય, ઢોર મારીને નર્કમાં જાય, નર્કમાં મરીને રાજા થાય, રાજા મરીને નર્કમાં થાય. નારકી અંદર છે એવા ભવ અનંત અનંત કરી ચૂક્યો છે અજ્ઞાનને લઈને. આહાહા! પણ આંહી તો કહે છે કે અજ્ઞાનને લઈને તેં કર્યું હોય તો તારા પરિણામને તેં કર્યા છે. (શ્રોતા - પરિણામ તો પરિક્ષા આપે ત્યારે આવે છે દુનિયાના એ પરિણામની ક્યાં વાત છે. નિશાળમાં એમ કહે શું પરિણામ આવ્યું? એ વાત નથી અહીં, એ તો એનું ફળ શું આવ્યું. આ તો પરિણામ એટલે તેની વર્તમાન દશા. આત્માના રાગ દ્વેષ તે વર્તમાન તેના પરિણામ એટલે દશા અને માટીથી ઘડો થયો એ માટીથી પર્યાય તેની અભિન્ન છે ઘડાની, એમ અત્યારે લેવું છે. ઓલાં પરિણામ તમારે આવ્યું ન આવ્યું એ વાત નથી અહીં, એ તો બધી ખબર છે બાપુ, આખી દુનિયાની એકેએકની ખબર છે, દુનિયાના બધા ખેલ જોયાં છે, ખેલ નાચ્યા નથી, પણ નાચનારને જોયા છે. નાચનાર નાચે છે કેમ એ જોયાં છે બધું આહાહા... આંહી કહે છે કે એકવાર સાંભળ તો ખરો પ્રભુ. આવો મનુષ્યભવ મળ્યો અને જો હારી જઈશ તો પાછો ક્યારે પાછો મનુષ્ય થઈશ? આહાહા..આની મુદત તો પચ્ચીસ, પચાસ, સાંઈઠ, કે સો વર્ષની, પછી છે ને આત્મા તો નાશ થાય એવો નથી, આ તો સંયોગી ચીજ છે. વિયોગ થઈને વઈ જશે, તું તો છે એ છે. પાછા જેવા અજ્ઞાન ભાવ કર્યા હશે, મરીને જાશે ઢોરમાં ક્યાંક હાલ્યો જઈશ. આંહી કહે છે. એકવાર અજ્ઞાનભાવે પણ તે જે પરિણામ કર્યા તે પરિણામ પુણ્ય-પાપના ભાવ તારાથી અભિન્ન છે, એમ અત્યારે અમે કહીએ છીએ, છે? એ પોતાનાં પરિણામ પોતાથી અભિન્ન છે. એ પોતાની અભિન્ન પરિણતિ માત્ર ક્રિયાથી કરવામાં આવે છે. એટલે શું કીધું? કે જીવને પહેલાં જે પરિણામ હતા એનાથી પલટીને આ ક્રિયાના પરિણામ થયા છે અવસ્થાંતર થઈને, એના ને એના પોતાનાં પૂર્વના પરિણામ હતા પછી અવસ્થાંતર થઈને પર્યાય થઈ. કર્મબંધનમાં નિમિત્ત થતા પરિણામ, પૂર્વના પરિણામથી અવસ્થાંતર થઈને પરિણામ થયા છે, તેને કરતો પ્રતિભાસો. એ રાગના પરિણામને, પુણ્યના પરિણામને, પાપના પરિણામને કરતો તું અજ્ઞાનપણે ભાસો. આહાહા...! આવી વાતું હવે, કોઈ ઘરેથી સાંભળવા ન આવ્યા હોય પૂછે શું સાંભળી આવ્યા તમે? Page #348 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૮૬ ૩૩૩ કોણ જાણે, આનું આમ ને આનું આમ કરતા'તા, દુનિયાથી તદ્દન અજાણી વાત બાપા, બધી ખબર છે દુનિયાની હોં. આહાહા...! પરમાત્મા ત્રણલોકનો નાથ જિનેશ્વરદેવનું આ ફરમાન, કે અજ્ઞાની પોતાના રાગદ્વેષ ને પુણ્ય-પાપના પરિણામને કરતો પ્રતિભાસો પણ તે પુણ્ય-પાપના પરિણામ કાળે જે કર્મબંધન થયું કર્મબંધનના પરિણામને કરતો પ્રતિભાસો નહિ. આહાહાહા! કહો સમજાય છે કે નહિ. રસિકભાઈ ? અવલદોમની વાતું છે. દુનિયા પાગલ છે અને આ પાગલ જેવું લાગે. એવું છે, કે શું કહે છે આ તે પરમાત્મા પ્રકાશમાં કહ્યું તું દુનિયા પાગલ છે અને ધર્માત્મા જ્યારે તત્ત્વની વાત કરે ત્યારે એને પાગલ જેવી લાગે. પાગલને પાગલ જેવી લાગે. શું થાય બાપુ! તત્ત્વનું સ્વરૂપ જ આવું છે, એમાં કોઈનો અધિકાર નથી કે હું કોકનું કરી દઉં. હું બીજાને આહાર પાણી દઉં. ભૂખ્યાને આહાર પાણી દઉં. તરસ્યાને પાણી દઉં. રોગીને ઔષધ દઉં, જમીન રહેવાની નથી તો એને જમીન દઉં. બધીએ ક્રિયા આત્મા કરી શકતો નથી પ્રભુ. (શ્રોતા:- શરીરનું તો કરી શકે ) બાકી તો શરીરનો દાખલો આપ્યો ને આનો હાથનો, આ હોઠ હુલે છે એ પરમાણું છે, માટી છે આ, એને આ હલવાની એ માટીની અવસ્થા છે, માટીના પરિણામ છે, અરેરે! એ માટીની દશા છે એને આત્મા અંદર રાગ કરે અજ્ઞાનભાવે, કે હું બોલું, એ રાગ કરે પણ રાગ કર્તા આ હોઠની પર્યાયને હલાવી શકે એ ત્રણ કાળમાં નહિં. (શ્રોતા- પક્ષઘાત થયો હોય ત્યારે) પક્ષઘાત થયો હોય ત્યારે ઓલાં પરમાણુની પર્યાય થવાની નહોતી માટે આમ-આમ નથી કરી શકતો. અત્યારે થાય છે એ પરમાણુની પર્યાયથી હાલે છે. ઈ ગજબ વાત છે બાપા, બધી ખબર છે દુનિયાની સાંભળો. આહાહાહા ! કીધું નહોતું પહેલું હમણાં, કે આ પગ જે છે પગ એ જમીનને અડીને હાલતો નથી. નહિ બેસે કઠણ પડશે પગ છે એ જમીનને અડતો નથી, પગને હાલવામાં જમીનનો આધાર નથી. કેમ કે એ પગના પરમાણુઓમાં એ બદ્ધારકના કારકો ભર્યા છે. કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન, અધિકરણ એ પર્યાયનો આધાર પર્યાય છે પર્યાયનો આધાર એ હેઠની જમીન નહિ, આરે આ તો ગાંડા કહે હોં. એય શશીભાઈ ! આહાહા.......! આ ઘડિયાળ આ પેટીના આધારે રહી નથી, (શ્રોતાઃ- આપ તો પાટના આધારે બિરાજો છો) પાટને આધારે શરીર રહ્યું નથી. શરીરને આધારે આત્મા રહ્યો નથી. ભિન્ન ભિન્ન પદાર્થને આધારે કોઈ ભિન્ન પદાર્થ હોય? ત્રણ કાળમાં નથી. કઠણ પડે બાપુ વાતું, જગતની માન્યતાઓનો ખ્યાલ નથી ? આહાહા ! પરંતુ પુગલના પરિણામને કરવાના અહંકારથી કર્મબંધન મેં કર્યું. આ તો નજીકની વાત છે. દૂરની વાત તો શરીર, વાણી, મન, બહાર પૈસા ને એની વાતું તો ક્યાં કરવી? કહે છે એક પૈસો કે નોટ હું આમ દઈ શકું છું એ વાત હરામ છે કહે છે. એ નોટની પર્યાય ત્યાં આમ અંદર | ક્રિયાવતી થઈને આમ જવાની હતી એ નોટના પરિણામની નોટ કર્તા છે, એને ઠેકાણે બીજો કહે કે મેં આને નોટ આપી, એવા પરિણામનો તું કર્તા થા. તારા પણ એ નોટના પરિણામનો કર્તા તું થા એમ નથી, વિરચંદભાઈ ! શું છે આ તે આ. (શ્રોતા:- ઘણા રૂપીયા રોજ ફેરવે છે) છોકરા છે જૂનીના બે, હમણાં આવ્યો તો ઓલો નાનો કિશોર, વિરચંદભાઈ, તમારો ઓલો નાનો Page #349 -------------------------------------------------------------------------- ________________ ૩૩૪ સમયસાર સિદ્ધિ ભાગ-૪ આવ્યો'તો ને આંહી. એનો છોકરો પરણ્યો'તો ને આવ્યો'તો આંહી. નાનો રમણિકથી નાનો. આ બધા સ્વતંત્રે સ્વતંત્ર કોઈ કોઈના દિકરા નથી ને કોઈ કોઈનો બાપેય નથી. આહાહા.....! આવું છે ભાઈ ! કીધું શું ? કે પોતાથી અભિન્ન પરિણામ અજ્ઞાની રાગદ્વેષને કરે શુભ-અશુભ ભાવને કરે એ પરિણતિની ક્રિયાથી કરવામાં આવે છે, એથી તેને કરતો પ્રતિભાસો, પરંતુ પુદ્ગલના પરિણામને એટલે કે કર્મબંધનની અવસ્થાના પરિણામના કરવાના અહંકા૨થી ભરેલો હોવા છતાં મેં કર્મ બાંધ્યા, મેં કર્મ બાંધ્યા, એવો જે “અહંકારી જીવ હોવા છતાં પણ તે પોતાના પરિણામને અનુરૂપ એવાં પુદ્ગલનાં પરિણામને” રાગદ્વેષને અનુકૂળ છે એ તે પ્રકારે ત્યાં ૫૨માણું બંધાય એને કારણે, પુદ્ગલને કા૨ણે, એવા પુદ્ગલના પરિણામને “કે જે પુદ્ગલથી અભિન્ન છે અને પુદ્ગલથી અભિન્ન પરિણતિમાત્ર ક્રિયાથી કરવામાં આવે છે.” ઝીણી વાત છે. એ ૫૨માણું જે હતા પહેલાં કર્મરૂપે નહિ થયેલા એ પરિણતિ બદલીને કર્મરૂપ અવસ્થા કર્મમાં થઈ તે ક્રિયા ૫૨માણુની છે, આત્માની નહિ. આકરી ગાથાઓ આવી છે. આહાહા ! કે જે પુદ્ગલથી અભિન્ન છે અને પુદ્ગલથી અભિન્ન પરિણતિ માત્ર ક્રિયાથી કરવામાં આવે છે, “તેને ક૨તો ન પ્રતિભાસો,” એટલે શું કીધું ઈ ? કે જે કર્મ બંધાય છે ને આઠ કર્મ છે. જ્ઞાનાવરણી, દર્શનાવ૨ણી, મોહનીય, અંતરાય, વેદનીય, શાતા-અશાતા, આયુષ્ય નામ ને ગોત્ર કર્મ બંધાય છે એ ૫૨માણું હતા. એ પહેલી કર્મની અવસ્થા એમાં નહોતી, બીજી અકર્મરૂપ હતી એ પછી બદલીને કર્મરૂપ અવસ્થા થઈ, એ ક્રિયા તે પરમાણુથી કરેલી છે. એ ૫૨માણુથી કરેલી છે, આત્માથી નહિ. જેવા ભાવ કરે એવું આયુષ્ય બંધાય એમ કહેવાય છે, લ્યો ભાઈ, આ ઢોરનું આયુષ્ય બંધાઈ ગયું. આને એવા પરિણામ આકરા કરેલા આડાઈના, આડાઈના, આડાઈના સમજાય છે ? આ તિર્યંચ છે ને તિર્યંચ ગાય ભેંસ આડા છે આમ, ગાય, ભેંસ, ઘોડા, ખિસકોલી, નોળ, ને કોળ આમ આડા છે, માણસ આમ ઊભા છે. ૫૨માત્મા એમ કહે છે કે એ આડા કેમ શરી૨ થયા એનાં, કે પૂર્વે એણે આડોડાઈ રાગદ્વેષની કષાયની ઘણી કરેલી, એમાંથી આંહી કર્મબંધન થયું એ કર્મબંધનના કારણે આ પરિણામ થયા ને આ પરિણામને લઈને કર્મબંધન થયું એમ નહિ, અને એ કર્મબંધનનો જ્યાં ઉદય આવ્યો ત્યારે એને તિળું શરીર મળ્યું, ગાય, ભેંસ, ઘોડા, ખિસકોલી, નોળ, કોળ એ કર્મનું તો નિમિત્ત માત્ર છે, અને તે વખતે તે જ ૫૨માણું ઘોડાપણે અને ગાયપણે પરિણમવાના પર્યાયથી થયા છે. આમાં કયાં કેટલું યાદ રાખવું ? સમજાણું કાંઈ ? મોટા કરોડોપતિ અબજોપતિ શેઠિયા હોય ધર્મ કર્યો ન હોય, તેમ સત્ સમાગમ સાચો બે ચા૨ કલાક સેવવો અને બે ચાર કલાક વાંચન કરવું તો પુણ્ય હોં એ પુણ્યય કર્યું ન હોય અને મરીને જાય, ઢો૨માં જાય, એ પૂર્વે એણે પરિણામ એવા કર્યાં એનું બંધન થયું એ બંધનના કર્તા એ જીવ નહિ, અને બંધનના પરિણામનો ઉદય આવ્યો માટે ત્યાં શરી૨ આમ આડું થયું, એ આડા પરિણામ એ પૂર્વના બંધનના પરિણામ થયા તેનો કર્તા નહિ. આહાહાહા ! બહુ વાતે ફેર, વાતે વાતે ફેર. ઓલાં નથી કહેતા આપણે, “આનંદ કહે ૫૨માણંદા, માણસે માણસે ફેર, એક લાખે તો ન મળે, અને એક ત્રાંબિયાના તેર” એમ ભગવાન કહે છે કે મારે Page #350 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૮૬ ૩૩૫ અને તારે વાતે વાતે ફેર છે પ્રભુ. કયાંય વાતમાં મેળ ખાય એવો નથી. આહાહા ! કહો મલકચંદભાઈ ! એ વળી યાદ આવ્યું એનો છોકરો છે ને પાંચ કરોડ રૂપિયા એક છોકરો અહીં મુંબઈમાં પુનમચંદ પાંચ કરોડ, મોટો છોકરો સ્વીટઝરલેન્ડમાં ચાર કરોડ અને બે મોટા છોકરા નવ કરોડવાળા છે, પણ માળા ન્યાં ને ત્યાં સલવાઈ ગયા છે. સાંભળવાની ય નવરાશ મળે નહિ. મોટાને તો દિકરોય નથી ચાર કરોડ રૂપિયા. દીકરી એક પરણાવી દીધી, તોય સખ નો હોય હોં કોઈ દિ' બાર મહિને આવવું બે ચાર પંદર દિ' એ ન મળે. ( શ્રોતા- હવે તો એ આપના ખોળામાં બેસીને રોવે છે) હું કાંઈ કહ્યું ત્યારે બિચારો રોવે, આમ તો નરમ માણસને પણ ન્યાલભાઈ આ શું કરો આખો દિ'. તમે આમ બાગબગીચા જુઓ તો ચાર કરોડ રૂપિયા, દિકરો એકેય નથી દિકરી છે મોટા બંગલા ને બાગ બગીચા સ્વીટઝરલેન્ડમાં. ( શ્રોતા:- હુવા કેવી સુંદર આવે ) ધૂળમાંય હવા નથી. હવા હવામાં રહી ગઈ અને આત્મા આત્મામાં રહી ગયો. અરે ભગવાન સાંભળ ભાઈ. આંહી તો બાપુ મારગ જુદા ભાઈ, ઓલાને સાંભળવાને વખત મળે નહિ. આ એના પરિણામ શું થાય ભાઈ. કુદરતના નિયમ પ્રમાણે એના પરિણામ થઈને હાલ્યા જશે. આંહી પ્રભુ એમ કહે છે કે કર્મબંધનની ક્રિયા જે થઈ. એ પુદ્ગલથી અભિન્ન હતી. અંદર કર્મ બંધન થયું છે એ અને પુગલથી અભિન્ન પરિણતિ પલટીને ક્રિયાથી કરવામાં આવે છે. તેને કરતો ન પ્રતિભાસો. અજ્ઞાની રાગદ્વેષને કરતો પ્રતિભાસો પણ તે કર્મ બંધનની પર્યાયને કરતો પ્રતિભાસો નહિ. આમાં એક કલાકમાં કઈ જાતની વાત આ, બાપુ આ તો ભગવાનના કોલેજની વાત છે. આ તો તત્ત્વની વસ્તુ એવી છે બાપુ ભગવાન સાંભળવા મળવી મુશ્કેલ છે ભાઈ. આહાહા....આ એનો ભાવાર્થ આવશે લ્યો. (શ્રોતા- પ્રમાણ વચન ગુરુદેવ) પ્રવચન નં. ૧૭૫ ગાથા-૮૬ બ્લોક નં. ૫૧-૫૨-૫૩ તા.૨૨/૦૧/૭૯ સોમવાર પોષ વદ-૯ શ્રી સમયસાર! ૮૬ ગાથા. ટીકા પૂરી થઇ ગઇ. ભાવાર્થ- સૂક્ષ્મ વાત છે. “આત્મા પોતાના જ પરિણામને કરતો પ્રતિભાસો;” આત્મા છે એ પોતાના પુણ્ય ને પાપના ભાવ કરતો પ્રતિભાસો, “પણ પુદ્ગલના પરિણામને કરતો તો કદી ન પ્રતિભાસો.”—પણ પરદ્રવ્યના પરિણામ આત્મા કરે, એ ત્રણકાળમાં (આત્મા) કરી શકતો નથી. છે? આત્મા પોતાના જ, પોતાના જ પરિણામો પુણ્ય ને પાપ, શુભાશુભ ભાવ, અજ્ઞાનભાવથી કરો પણ પોતાના પરિણામનો કર્તા છે એમ પ્રતિભાસો પરંતુ પુદ્ગલના પરિણામને કરતો તો કદી ન પ્રતિભાસો. (પુણ્ય-પાપના ભાવ થાય) એ સમયે જે કર્મબંધન થાય છે, તો કર્મબંધનની પર્યાય આત્મા કરે, એવું ત્રણ કાળમાં બનતું નથી. કર્મબંધનની જે પર્યાય છે, એ પરિણામ-કર્મબંધન જડનું પુદ્ગલનું છે. એ પરિણામનો કર્તા આત્મા (કદી) થઈ શકતો નથી. આત્મા પોતાના Page #351 -------------------------------------------------------------------------- ________________ ૩૩૬ સમયસાર સિદ્ધિ ભાગ-૪ પરિણામનો કર્તા હો. આહા ! છે? પુગલના પરિણામને કરતો તો કદી ન પ્રતિભાસો.” (હવે કહે છે, આત્માની અને પુગલની બન્નેની ક્રિયા એક આત્મા જ કરે છે એમ માનનારા મિથ્યાષ્ટિ છે.”—આત્મા પોતાના પરિણામને પણ કરે અને જડની દશા-પરિણામને પણ કરે, આવું માનવાવાળા એ જૈન નથી, મિથ્યાદેષ્ટિ છે. દેવીલાલજી? અહીંયા તો અંદર કર્મબંધન થાય છે ને ! એ કર્મબંધનની પર્યાયનો કર્તા આત્મા નથી. આત્મા પોતાના પરિણામનો કર્તા છે. દયા, દાન, વ્રત, કામ, ક્રોધ (આદિ) વિકારી ભાવનો એ અજ્ઞાનભાવે (કર્તા હો) પણ પરના પરિણામનો કર્તા તો આત્મા છે નહીં. આત્માની અને પુદ્ગલની બનેની ક્રિયા એક આત્મા જ કરે છે-જડની પર્યાયને પણ કરે ને આત્મા આત્માના પરિણામ પણ કરે એવું માનવાવાળા ( એવા અભિપ્રાયવાળા) મિથ્યાષ્ટિ છે. એની દૃષ્ટિ તહ્ન જૂઠી–અજ્ઞાન છે. આત્મા રાગ (ઇચ્છા) પણ કરે અને આત્મા શરીરને હલાવી (ચલાવી) શકે એવી (બે ક્રિયા એક આત્મા કરે) એમ માનવાવાળા મિથ્યાષ્ટિ છે. આહાહા! જડ પદાર્થ પૃથ્થક છે, ભગવાન આત્મા પૃથ્થક છે, તો (આત્મા) પોતાના પરિણામને કરે ને સાથે-સાથે ) જડના પરિણામને પણ કરે, એવું માને તો મિથ્યાષ્ટિ અજ્ઞાની છે. આવી વાત છે ભાઈ ! છે? “જડ-ચૈતન્યની એક ક્રિયા હોય તો સર્વ દ્રવ્યો પલટી જવાથી સર્વનો લોપ થઈ જાય-એ મોટો દોષ ઊપજે.” આત્મા, પોતાના પરિણામને કરે અને પરના પરિણામને કરે તો ભિન્ન પદાર્થોનો લોપ થઈ જશે, ભિન્ન (જુદા જુદા) પદાર્થ પોતાના પરિણામને કરે છે-(તેના કર્તા છે) તો આ (અજ્ઞાની) કહે હું એનો કર્તા છું, તો તો ભિન્ન પદાર્થોનો લોપ થઈ જશે! ઝીણી વાત છે ભાઈ! વીતરાગ મારગ-જિનેશ્વરનો મારગ બહુ જ સૂક્ષ્મ છે, લોકોને સાંભળવા મળતો નથી. એ રાગ કરે પણ પરની દયા પણ પાળી શકે, એ ત્રણ કાળમાં નહીં. કેમ કે પરની દયાના પરિણામ તો જડની પર્યાય છેને! તો જડની (દેહની) પર્યાય ને ચેતન (જીવ) બન્નેને સાથે સાથે) રહેવું તો એ આયુષ્ય પ્રમાણે રહે છે, એનાં કારણે રહે છે તો આ દયા (જીવને બચાવવાનો ભાવ)ના પરિણામ આ (જીવ) કરે-રાગને કરે અજ્ઞાની પણ પરની ક્રિયા કરી શકે એ ત્રણકાળમાં બને નહિં. આહાહા ! આવી વાત છે. જડ ને ચેતનની એક ક્રિયા હો-આત્મા અને આ પરમાણું-આ માટી, શરીર-કર્મ-વાણી જડ આદિ બધાની ક્રિયા જો એક હોય તો સર્વ દ્રવ્યો પલટી જવાથી બધા દ્રવ્યો બધા પદાર્થો બદલી થવાથી, બધાનો લોપ થઈ જશે, એ મહાદોષ ઉત્પન્ન થશે. આહાહા ! એ ભાવાર્થ હતો. હવે કળશ કહે છે. Page #352 -------------------------------------------------------------------------- ________________ શ્લોક-૫૧ ૩૩૭ ( * શ્લોક - ૫૧ શ્લોક - ૫૧ ) * ) (માર્યા ). यः परिणमति स कर्ता यः परिणामो भवेत्तु तत्कर्म। या परिणतिः क्रिया सा त्रयमपि भिन्नं न वस्तुतया।।५१ ।। હવે આ જ અર્થના સમર્થનનું કાશરૂપ કાવ્ય કહે છે : શ્લોકાર્ધઃ- [૫: પરિણમત્ત સ વર્તા] જે પરિણમે છે તે કર્તા છે, [ય: પરિણામ ભવેત્ તત્ ][પરિણમનારનું] જે પરિણામ છે તે કર્મ છે [1] અને [યા પરિણતિ: સા ક્રિયા] જે પરિણતિ છે તે ક્રિયા છે; [ત્રયમ ] એ ત્રણેય, [વસ્તુતયા મિન્ન ન] વસ્તુપણે ભિન્ન નથી. ભાવાર્થ- દ્રવ્યદૃષ્ટિએ પરિણામ અને પરિણામીનો અભેદ છે અને પર્યાયષ્ટિએ ભેદ છે. ભેદદૃષ્ટિથી તો કર્તા, કર્મ અને ક્રિયા ત્રણ કહેવામાં આવે છે પણ અહીં અભેદષ્ટિથી પરમાર્થ કહ્યો છે કે કર્તા, કર્મ અને ક્રિયા-ત્રણેય એક દ્રવ્યની અભિન્ન અવસ્થાઓ છે, પ્રદેશભેદરૂપ જુદી વસ્તુઓ નથી. ૫૧. પ્રવચન નં. ૧૭૫ શ્લોક નં. ૫૧ તા.૨૨/૦૧/૭૯ (આહા) હવે કળશ અમૃતચંદ્રાચાર્ય (રચિત), કુંદકુંદાચાર્ય સંવત ૪૯ માં થયા, તેઓ ભગવાન સીમંધર (નાથ વિદેહવાસી) પાસે ગયા હતા, પરમાત્મા બિરાજે છે મહાવિદેહમાં, ત્યાં કુંદકુંદાચાર્ય ભગવાન ગયા હતા, આઠ દિવસ ત્યાં રહ્યા હતા. ત્યાંથી આવીને આ શાસ્ત્ર બનાવ્યું (સમયસાર) એ મૂળ શ્લોક એમના છે અને પછી એકઠુજાર વરસ બાદ અમૃતચંદ્ર આચાર્ય, કુંદકુંદાચાર્ય પછી એક હજાર વર્ષે દિગંબર સંત થયા, તેમણે આ ટીકા બનાવી (છે) તેનો આ શ્લોક છે. यः परिणमति स कर्ता यः परिणामो भवेत्तु तत्कर्म। या परिणति: क्रिया सा त्रयमपि भिन्नं न वस्तुतया।।५१ ।। આહાહા ! અર્થ:- “ય: પરિણમતિ સ કર્તા” જે પરિણમે છે તે કર્તા છે. અભેદથી વર્ણન છે અહીંયા જે પર્યાયને કરે એ આત્મા, એનો કર્તા આત્મા-પોતાના પરિણામને કરે તો આત્મા કર્તા, જડ એની પર્યાયને કરે તો જડ એનો કર્તા. (જુઓ!) આ શરીરની આ (હલન-ચલન ) અવસ્થા થાય છે, એ અવસ્થાઓનો કર્તા એ (શરીરના) જડ-પરમાણું છે, આત્મા નહીં. એ કહે છે, જે બદલે છે તે કર્તા છે”—આંહી તો અભેદથી વર્ણન છે ને! આત્મા છે એ પોતાના પરિણામને બદલે છે-કરે છે તો એ એનો કર્તા છે. અને પરિણમનારનું જે પરિણામ છે તે કર્મ છે-કાર્ય છે. આહાહા ! સૂક્ષ્મ વાત છે, ભાઈ ! અનંત કાળથી એણે સત્ય Page #353 -------------------------------------------------------------------------- ________________ સમયસાર સિદ્ધિ ભાગ-૪ ૩૩૮ સાંભળ્યું જ નથી, અને સત્યની દૃષ્ટિ વિના બધું થોથાં છે, એકડા વિનાનાં મિંડા છે. ( કહે છે કે ) પરિણમન કરવાવાળો આત્મા, પોતાના પરિણામને કરે અને જડ છે એ પોતાની પરિણતિક્રિયાના કરવાવાળા છે, એ ક્રિયાને જડ કરે. છે ? કર્મ, એ કર્મ છે આત્મા રાગ કરે તો તે આત્માનું કર્મ નામ કાર્ય છે અને જડ કર્મબંધન થાય છે એ જડનું પરિણામ એનું છે– એ જડનું કર્મ–કાર્ય છે. ( જુઓ ! ) આ શ૨ી૨ છે માટી–ધૂલ્ય-પુદ્ગલ છે, તો એવી–એવી ( હાલવાચાલવાની ) અવસ્થા થાય છે એ અવસ્થા એનું કાર્ય છે ( પુદ્ગલનું ) કર્મ છે એ ૫૨માણુની એ અવસ્થા–કર્મ છે. કર્મ એટલે કાર્ય, કર્મ એટલે એ જડકર્મ (–દ્રવ્યકર્મ) નહીં અહીં. સમજાણું કાંઈ...? આહાહાહા ! ઝીણી વાત ભાઈ ! અનંત કાળથી ચૈતન્ય ( આત્મા ) ને જડ ( પુદ્ગલ-૫૨માણું ) ભિન્ન ભિન્ન ( છે. ) એ ભિન્નતાની અંદર શ્રદ્ધા કરી જ નથી કયારેય ! આહા ! અહીંયા તો હજી રાગ, રાગ આત્મા કરે એ-પણ હજી અજ્ઞાનભાવથી કરે, તો રાગ એનું ( આત્માનું ) કાર્ય છે ને આત્મા તેનો કર્તા છેએ અભિન્ન-અભેદથી કહેવામાં આવ્યું છે. આહાહા ! કર્મબંધન જ્યારે થાય છે, શરીર-વાણીની દશા થાય છે, એ પર્યાય, આ વાણીની પર્યાય છે ને એનું ભાષાનું આ કાર્ય છે, એ જડ-૫૨માણુનું એ કર્મ-કાર્ય છે, આત્માનું નહીં. ભાષા આત્મા બોલી શકે નહીં, કાંઈ પણ બોલી શકે નહીં, ભાષાની પર્યાયનું કાર્ય ભાષાનું છે, આત્માનું એ ( કાર્ય ) છે નહીં. વીતરાગ સિવાય–સર્વજ્ઞ ૫૨મેશ્વર સિવાય આ વાત કયાંય છે નહીં. અત્યારે તો સંપ્રદાયમાં ગોટા ઊઠયા છે. આહાહા ! ૫૨નું કરી દઉં–૫૨નું કરી દઉં-૫૨ને જીવાડું-૫૨ને મારી શકું-૫૨નું હું જ કરી દઉં-૫૨ને સુખી કરી દઉં ( ૫૨ને દુઃખી કરી દઉં ) બધો મિથ્યાભ્રમ અજ્ઞાન છે. અહીંયા કહે છે કે જો બે ક્રિયા એક થઈ જાય, તો બધું લોપ થઈ જશે. છે ? ( જડ-ચેતનની એક ક્રિયા હોય તો સર્વ દ્રવ્યો પલટી જવાથી સર્વનો લોપ થઈ જાય–એ મોટો દોષ ઊપજે.) “જે પરિણામ છે તે કર્મ છે અને જે પરિણતિ છે તે ક્રિયા છે”આત્મા, પૂર્વની અવસ્થા બદલીને નવી અવસ્થા કરે છે એ ક્રિયા છે. અને જડમાં પણ પહેલી આ અવસ્થા છે અને આવી અવસ્થા થઈ જાય છે, એ ૫૨માણું–જડની ક્રિયા છે. એ જડની ક્રિયા આત્મા કરે નહીં, અને આત્માની ક્રિયા જડ કરે નહીં. આહા ! ઝીણું બહુ બાપુ ! સમયસાર છે આ ! ભગવાન કુંદકુંદાચાર્યનું! આવે છે ને “મંગલમ્ ભગવાન વીરો મંગલમ્ ગૌતમો ગણી, મંગલમ્ કુંદકુંદાર્યો ! ( ત્રીજા સ્થાને ) આ કુંદકુંદાચાર્ય ! એમનું શાસ્ત્ર, એની ટીકા અમૃતચંદ્રાચાર્ય દિગંબર સંતની છે. આ એમનો ( રચેલો ) કળશ છે. આહા ! જે પરિણામ છે તે કાર્ય છે કર્મ ને પરિણતિ છે તે જ ક્રિયા છે. આત્મા પૂર્વની હાલત દશા બદલીને નવી અવસ્થા કરે છે રાગની, એ ક્રિયા ! જડમાં પણ કર્મની અવસ્થા ( પહેલાં ) નહોતી અને કર્મની અવસ્થા થઈ ૫૨માણુંમાં, એ ક્રિયા છે એ જડની ક્રિયા જડમાં થઈ. આત્માની ક્રિયા આત્મામાં થઈ. આત્મા, જડની ક્રિયા કરે નહીં ને જડ, આત્માની ક્રિયા કરે નહીં. આવું ઝીણું છે. “જડ-ચૈતન્યનો પ્રગટ સ્વભાવ બન્ને ભિન્ન ”–જડ ને ચૈતન્ય (ભિન્ન-ભિન્ન છે ) આ શરીર –આ તો જડ છે માટી–ધૂળ છે, એની ક્રિયા અને આત્માની ક્રિયા તો તદ્ન ભિન્ન (ભિન્ન ) છે. Page #354 -------------------------------------------------------------------------- ________________ ૩૩૯ શ્લોક-૫૧ ખબરેય નહીં અનાદિ કાળથી ! અજીવની ક્રિયા હું કરું છું અને મારી ક્રિયા મારામાં રાગ થાય છે એ રાગ, કર્મ કરાવે છે આવી માન્યતા એ મિથ્યાષ્ટિ છે અને મેં રાગ કર્યો તો કર્મનું બંધન થયું એ પણ કર્મબંધનનું પરિણામ મારાથી થયું એ પણ મિથ્યાષ્ટિ છે-જૈન છે નહીં એ આહાહા ! જૈનના તત્ત્વની તો એને ખબર નથી, છે? (હવે કહે છે, “એ ત્રણેય, વસ્તુપણે ભિન્ન નથી.” અહીં અભેદથી કહ્યું છે ને! આત્મા પોતાના પરિણામ કરે (તેથી) કર્તા અને પરિણામ તેનું કાર્ય અને પૂર્વની અવસ્થા બદલીને (જે) કાર્ય થયું તો એ ક્રિયા, (કર્તા, કર્મ ને ક્રિયા) એ ત્રણેય વસ્તુ આત્માની છે. અભેદથી કહેવું છે ને અહીં, એ અવસ્થા આત્મા છે અને આત્મા અવસ્થા છે (અભેદ છે) એમ અહીં સિદ્ધ કરવું છે. સમજાણું કાંઈ...? એ (ત્રણેય) વસ્તુથી ભિન્ન નહીં. આત્મા પોતાના પરિણામને કરે એ પરિણામનો કર્તા એ આત્મા, એ પરિણામ એનું કાર્ય અને બદલીને જે ક્રિયા (-પરિણતિ) થઈ એ પોતાની પરિણતિ, એ ત્રણેય વસ્તુ આત્માની છે. છે તો અવસ્થા પણ એ અવસ્થા આત્માની છે, માટે અવસ્થા આત્મા છે. એ (ત્રણેય) અવસ્થા આત્મા છે. આહાહાહા ! રસિકભાઈ? આવું ઝીણું છે. બેલગામના આવ્યા છે ને કો'ક એ કહે હિન્દીમાં બોલો, બેલગામના કો'ક આવ્યા'તા, તો આ હિન્દી થઈ ગયું! તે કહેતા હતા કે કાલે હિન્દી કરશો? કીધું, એકલા માટે હિન્દી નહીં થાય, આ તો ઝાઝા છે આજે.. નથી આવ્યા લાગતા, એ જાણે કે હિન્દી નહીં થાય તો નહીં સંભળાયસમજાય, એક બેલગામનો છોકરો હતો, કર્ણાટક(નો). આહાહાહા! - ભાવાર્થ:- દ્રવ્યદૃષ્ટિએ, આંહી તો એમ કહેવું છે ને ભાઈ! અભિન્ન કહેવું છે. “દ્રવ્યદૃષ્ટિએ પરિણામ અને પરિણામીનો અભેદ છે”—અહીં પર્યાય ભિન્ન છે ને દ્રવ્ય ભિન્ન છે, એમ સિદ્ધ કરવું નથી. (અહીં તો) આત્માના પરિણામ અને આત્મા પરિણામી એ બન્ને અભેદ છે-એ અવસ્થા છે એ આત્મા છે, આત્મા છે એ અવસ્થા છે. એવું અહીંયા સિદ્ધ કરવું છે. પરની અવસ્થા એ જડ છે ને જડની અવસ્થા એ પર છે. એ પોતાની અવસ્થા એ જડરૂપ છે, એ આ શરીર છે રજકણ છે આ અવસ્થા છે એ જડની એ જડ છે અવસ્થા તે જડ છે ને જડ તે અવસ્થા છે. આત્મા એ શરીરને હલાવી શકે નહીં ત્રણ કાળમાં એમ ભગવાન કહે છે. કેમ કે જડની ભાષા (વાણી)ની જે અવસ્થા છે, એ જડ છે-જડની અવસ્થા છે તેથી જડ છે અને જડની અવસ્થા એ જડરૂપ છે-એ અવસ્થા(ભાષાની–વાણીની) જડરૂપ જ છે. જડની પર્યાયરૂપ છે. એમ આત્માના પરિણામ જે રાગાદિ છે એ આત્મા છે. અને આત્મા છે એ રાગદ્વેષ છે. અરેરે! આવું ઝીણું છે બાપુ! મારગ વીતરાગનો, જિનેશ્વરદેવ પરમેશ્વર કેવળજ્ઞાનીનો માર્ગ તો બહુ સૂક્ષ્મ ! અત્યારે તો કાંઈ ખબર ન મળે અને એમને એમ હાંકયે જાય ! આહાહા! આંહી કહે છે કે ભગવાનની પૂજા જ્યારે થાય છે ત્યારે રાગ આવે છે એ આત્માનું પરિણામ છે પણ એ વખતે પૂજામાં (-પૂજા કરતી વખતે) હાથ હલે છે (અર્ણ ચડાવવા) તથા, સ્વાહા વાણી (નીકળે છે) એ બધું જડનું પરિણામ છે. આવી વાત છે, બાપુ! “સ્વાહા' એ તો જડની અવસ્થા, ભાષાની અવસ્થા છે એ આત્માના પરિણામ નહીં. આત્મા તો (ત્યારે) રાગ કરે હોં, અજ્ઞાન ભાવે, એ રાગનો કર્તા બને (આત્મા) અજ્ઞાનભાવે, ધર્મભાવ જ્યાં આત્માની Page #355 -------------------------------------------------------------------------- ________________ સમયસાર સિદ્ધિ ભાગ-૪ ૩૪૦ દૃષ્ટિ થઈ ત્યાં રાગનોય કર્તા નહીં, એ તો રાગનો જાણવાવાળો ૨હે છે. આહાહા ! અહીંયા તો રાગનો કરવાવાળો છે એણે અજ્ઞાનભાવે રાગ કર્યો, તો રાગ એનું પરિણામ છે અને એ પરિણામનો કર્તા એ જીવદ્રવ્ય છે, પણ એ વખતે જે જડની પર્યાય થાય છે એ તો જડ પરિણામનો કર્તા જડ છે, પણ એ આત્મા જડનું પરિણામ કરે એવું છે નહીં. આહાહાહા ! આવું છે કામ ! દ્રવ્યદૃષ્ટિથી લેવું છે ને આંહી, પર્યાયદૃષ્ટિથી ભિન્ન પાડવું છે એ અત્યારે ( આંઠી ) નહીં. અભિન્ન કહેવું છે ને ! દ્રવ્યદ્રષ્ટિથી પરિણામ અને પરિણામીનો ( સંબંધ ) અભેદ છે. અને પર્યાય?ષ્ટિએ ભેદ છે. આત્મા રાગના પરિણામ કરે–એ દ્રવ્યદૃષ્ટિની અપેક્ષાએ ( કહ્યું એમાં ) દ્રવ્ય એટલે વસ્તુ ( આત્મવસ્તુ ) ને દૃષ્ટિ એટલે ત્રિકાળીની દૃષ્ટિ એમ નહીં, (પરંતુ ) વસ્તુની દૃષ્ટિએ જુઓ તો રાગના પરિણામ છે એ આત્માના છે દ્રવ્યદૃષ્ટિએ ( એટલે અભેદષ્ટિએ ), પર્યાયદૃષ્ટિએ દ્રવ્ય ભિન્ન છે, પરિણામ ભિન્ન છે દ્રવ્ય-પર્યાય ભિન્ન (ભિન્ન ) છે. આવી વાતું છે. “ભેદૃષ્ટિથી તો કર્તા, કર્મ અને ક્રિયા એ ત્રણ કહેવામાં આવે છે”-આત્મા રાગનો કર્તા, રાગ એનું કાર્યને રાગની ક્રિયા એની, એવા ત્રણ કહેવામાં આવે છે. “પણ અહીં અભેદદૃષ્ટિથી ૫રમાર્થ કહ્યો છે કે કર્તા, કર્મ અને ક્રિયા–ત્રણેય એક દ્રવ્યની અભિન્ન અવસ્થાઓ છે. આહાહા ! રાગક્રિયા-દયા-દાનના, ભક્તિના, પૂજાના( ભાવ ) એ રાગ છે, એ રાગનો કર્તા આત્મા છે. ( ઓહો !) રાગ એનું કાર્ય–કર્મ છે, રાગ એની ક્રિયા છે એ ત્રણેય એક દ્રવ્યના છે.–એવું અહીં સિદ્ધ કરવું છે. આહાહા ! કહો, પંડિતજી ? આવું છે, ઝીણો મા૨ગ બહુ ભાઈ વીતરાગનો, લોકોને બિચારાને ખબરેય ન મળે, એમને એમ આંધળી દૃષ્ટિએ હાલ્યા જાય અજ્ઞાનપણે, એમાં ભવભ્રમણનો નાશ ન થાય, પણ ભવભ્રમણ વધે અજ્ઞાનભાવમાં તો.... આહાહાહા ! સમજાણું કાંઈ... ? પરંતુ અહીં અભેદદૃષ્ટિથી ૫૨માર્થતઃ કહેવામાં આવ્યું છે કે કર્તા, કર્મ, ક્રિયા–ત્રણેય એક દ્રવ્યની અભિન્ન અવસ્થા છે. આહાહા ! આ પાનું છે–કાગળ, એની ( આમ-આમ ) જે અવસ્થા થાય છે, એ અવસ્થા એ ૫૨માણુંનું કાર્ય છે. આ આંગળીનું એ કાર્ય છે નહીં, આગળીથી એ ઊંચી( નીચી ) ક્રિયા થઈ નથી. અરે ! આવી વાતો આકરી બહુ બાપા!. એમ આંહી કહે છે, ભગવાન ! કે આ પરમાણું જે છે એની એવી પર્યાય થઈ, એ પર્યાયનો કર્તા એ ૫૨માણું છે. અને પર્યાય, ૫૨માણુંનું કાર્ય છે અને આમ થઈને... આમ થઈ એ ( પરિણતિની ) અવસ્થા ક્રિયા પણ એ પરમાણુંની છે. આત્માની નહીં, આત્મા એ (ક્રિયા ) કરી શકતો નથી. છે ? ( શ્રોતાઃ– હાથમાં કાગળ ઝાલ્યો શું કરવા ? ) કોણ ઝાલે છે ? ઝાલ્યો જ નથીને ! આ હાથ એને અડતો જ નથી ! ઝીણો માર્ગ ભાઈ ! વીતરાગનો મારગ-૫૨મેશ્વ૨નો મા૨ગ બહુ સૂક્ષ્મ છે. (શું કહે છે ? ) એ તો હાથ કાગળને અડયો જ નથી, કેમ કે એમાં અને આમાં બન્નેમાં (એકબીજાનો અત્યંત ) અભાવ છે. આહાહા! બહુ ઝીણો માર્ગ ભાઈ ! (આહા !) એણે અનંતકાળમાં સાચી તત્ત્વદૃષ્ટિ કરી જ નથી, એ તત્ત્વદૃષ્ટિ વિના, દયા-દાન-પૂજા-ભક્તિ (ના ભાવ ) અનંત વા૨ કર્યાં, પણ એનું ફળ એને ચાર ગતિમાં રઝળવાનું છે. આહાહા ! અંતર્દષ્ટ છે સમ્યગ્દષ્ટિ છે, એ શું છે એની ખબર નહીં. સમજાણું ? Page #356 -------------------------------------------------------------------------- ________________ શ્લોક–૫૧ ૩૪૧ અહીંયા તો અજ્ઞાનભાવથી જે રાગ કરે છે, તો તે રાગની ક્રિયા-રાગપરિણામ અને રાગનો કર્તા (આત્મા) એ ત્રણેય એક છે, એમ કહેવામાં આવ્યું છે. અનેરી-બીજી ચીજો એની સાથે કોઈ સંબંધ નથી. સમજાણું કાંઈ..? આવું છે. “કર્તા, કર્મ અને ક્રિયા-ત્રણેય એક દ્રવ્યની અભિન્ન અવસ્થાઓ છે,” પ્રદેશ ભેદરૂપ જુદી વસ્તુઓ નથી.” આટલી વાત છે. કર્તા જે આત્મા છે એના પ્રદેશ ભિન્ન ને રાગ પરિણામ કર્મ એના પ્રદેશ ભિન્ન, એવું છે નહીં, બધાના પ્રદેશ એક જ છે. આહાહા! જુદાઈ (છે તે અત્યારે નહીં) તો અત્યારે દ્રવ્યદૃષ્ટિની-(અભેદની) અપેક્ષાએ વાત છે. આંહી તો પરથી પૃથ્થક બતાવવાની વાત છે. પોતાની પર્યાયથી પૃથ્થક દ્રવ્ય છે એ વાત પછી, પર્યાયથી પૃથ્થક દ્રવ્ય છે એ હજી આટલો નિર્ણય કરે નહીં એને કયાંથી બેસે? આહાહા ! કર્તા, કર્મ અને ક્રિયા-ત્રણેય એક દ્રવ્યની અભિન્ન અવસ્થાઓ છે” જુઓ! આત્મા રાગ કરે એ રાગનો કર્તા આત્મા, રાગ એનું કાર્ય, અને રાગ એની ક્રિયા, ત્રણેય આત્મા છે, જડ (પુગલ-પરમાણું) નહીં. આત્મામાં રાગ થાય છે તો કર્મથી રાગ થાય છે એવું છે નહીં, એમ કહે છે. કર્મ તેનો કર્તા નહીં રાગનો, રાગનો કર્તા આત્મા છે, એ પણ અજ્ઞાનભાવથી, આવી વાત છે! આહાહા! અજ્ઞાન-મિથ્યાષ્ટિપણે અજ્ઞાની છે તો (તેથી તે) રાગનો કર્તા થાય છે, પણ એ રાગનો કર્તા, કર્મ (પુદ્ગલ-જડ) છે એવું છે નહીં. આહાહાહા ! સમજાણું કાંઈ? સૂક્ષ્મ વાત છે ભાઈ ! અનંતકાળ ગયો પરિભ્રમણ કરતાં કરતાં ચોરાશીના અવતાર થયા-ચોરાશી લાખ યોનિ, એક એક યોનિમાં અનંત વાર અવતાર કર્યા–મહાદુઃખી, દુઃખી, દુઃખી અબજોપતિ અનંતવાર મનુષ્ય થયો છે અબજોપતિ થઇને મરીને ઢોરમાં ચાલ્યો ગયો છે એવા અનંતવાર ભવ કર્યા ! પણ સત્ય વાત (સાંભળી) પણ નહીં, (શ્રોતા- પૈસા વખતેય દુઃખી છે?) પૈસા! એ વખતે પણ દુઃખી છે. પૈસા (છે) એ વખતેય પૈસા ઉપર લક્ષ જાય છે-જડ ઉપર લક્ષ જાય છે, એ દુઃખ છે. આહાહા ! દુઃખી છે દુઃખી ! પૈસા મારા એવી માન્યતા (મમતાભાવ) એ દુઃખ છે, પૈસા તો જડ છે–ધૂળ છે–પુદગલ છે. (શ્રોતા- પૈસા વિના શાક આવે?) પૈસા વિના જ શાક આવે છેશાક, શાકથી આવે ! આત્મા ઇચ્છા કરે છે માટે (શાક) આવે છે એમ નહીં અને પૈસાથી આવે (છે) એમ નહીં. (આહા!) પૈસા જે છે એ (પુદ્ગલનું) પરિણામ, એની પર્યાય અને પૈસા (પુગલ) એનો કર્તા છે અને શાક લાવે એ એનું પરિણામ એવું છે નહીં. ઝીણી વાત છે ભાઈ ! એને અનંત કાળ રખડતાં (રખડતાં) કોઈ વાર સત્ય વાત સમજી નથી, જૈન સંપ્રદાય પણ અનંતવાર મળ્યો, શું કહ્યું છે જૈન પરમેશ્વરને શું કહેવું છે, સ્વતંત્ર (દરેક ચીજ) કેમ છે, એની ખબર નહીં, અજ્ઞાનપણે-મૂઢપણે અનંત ભવ કર્યા. આહાહાહા ! ત્રણેય એક દ્રવ્યની અભિન્ન અવસ્થાઓ છે, પ્રદેશભેદરૂ૫ જુદી વસ્તુઓ નથી.-એટલે અહીં સિદ્ધ કરવું છે, પરથી જુદું (છે એટલું) સિદ્ધ કરવું છે. Page #357 -------------------------------------------------------------------------- ________________ ૩૪૨ સમયસાર સિદ્ધિ ભાગ-૪ શ્લોક - ૫૨ T T T T T T' ( માર્યા) एक: परिणमति सदा परिणामो जायते सदैकस्य । एकस्य परिणतिः स्यादनेकमप्येकमेव यतः ।। ५२ ।। હવે, બાવનમો શ્લોકઃ-(ફરી પણ કહે છે કેઃ- ) શ્લોકાર્થ :- [ પ્: પરિણમતિ સવા] વસ્તુ એક જ સદા પરિણમે છે, [પુસ્ય સવા પરિણામ: નાયતે ] એકના જ સદા પરિણામ થાય છે[ અર્થાત્ એ અવસ્થાથી બન્ય અવસ્થા એની ન થાય છે ] અને [પુચ પરિગતિ: સ્વાત્ ] એકની જ પરિણતિ-ક્રિયા થાય છે;[ યત: ] કા૨ણ કે [ અનેક્ ગપિ પુમ વ ] અનેકરૂપ થવા છતાં એક જ વસ્તુ છે, ભેદ નથી. ભાવાર્થ:- એક વસ્તુના અનેક પર્યાયો થાય છે; તેમને પરિણામ પણ કહેવાય છે અને અવસ્થા પણ કહેવાય છે. તેઓ સંજ્ઞા, સંખ્યા, લક્ષણ, પ્રયોજનાદિકથી જુદા જુદા પ્રતિભાસે છે તોપણ એક વસ્તુ જ છે, જાદા નથી; એવો જ ભેદાભેદસ્વરૂપ વસ્તુનો સ્વભાવ છે. ૫૨. પ્રવચન નં. ૧૭૫ શ્લોક નં. ૫૨ તા.૨૨/૦૧/૭૯ एक: परिणमति सदा परिणामो जायते सदैकस्य । एकस्य परिणतिः स्यादनेकमप्येकमेव यत: ।।૧૨।। (આહા !) “એકઃ પરિણતિ સદા”–વસ્તુ એક જ સદા પરિણમે છે–૫૨માણું, ૫૨માણું એક જ પોતાની અવસ્થા-પરિણામ થાય છે. આત્મા (આત્મા) એક જ પોતાના પરિણમનથી પરિણામ કરે છે, કોઈ બીજું એને સહાય આપે તો પરિણમન કરે છે એવું છે નહીં. સમજાણું કાંઈ... ? વસ્તુ એક જ સદા પરિણમે છે–વસ્તુ આત્મા અને ૫૨માણું, એક એક (દરેક ) ભિન્ન (ભિન્ન ) ચીજ સદા પરિણમે છે. એક વસ્તુ જ સદા અવસ્થારૂપથી પરિણમિત થાય છે–એ એક જ પરિણમે છે. એમાં બીજી વસ્તુની કોઈ સહાયતા ( મદદ ) છે એવું છે નહીં. આહાહા ! સમજાણું કાંઈ...? આવી વાત છે, અભ્યાસ નહીં ને અત્યારે તો એ સાંભળવામાંય આવતું નથી, (સાંભળવામાં આવે કે ) આ કરો, આ કરો, આ કરો, આ કરો ! (શ્રોતાઃ- એ વાત જલદી સમજાય!) આમાં તો સમજાય એવી વાત નથી ? સોનું છે સોનું–સુવર્ણ, એનાં જે દાગીના થાય છે–ઝવેરાત-દાગીના, એ સોનાનું કાર્ય છે એ સોનીનું નહીં. (શ્રોતાઃ- કયા દેશમાં આવું છે ?) ભગવાનના દેશમાં આ છે. અજ્ઞાનીના દેશમાં અજ્ઞાન છે. સોની જે સોના( ના દાગીના ) કરે છે ( –કરતો દેખાય છે) તો સોનું ઘડે છે એમ (લોકો ) કહે Page #358 -------------------------------------------------------------------------- ________________ શ્લોક-પર ૩૪૩ છે, સોનાના જે પરિણામ-ઝવેરાત-દાગીના (થયા), દાગીના કહે છે ને ! એ ઝવેરાતની પર્યાય જે થઈ એનો કર્તા સોનું છે, એ કાર્ય સોનાનું છે એ પરિણતિ બદલી એ સોનાએ બદલાવી છે, સોનીએ નહીં. આહાહા! આવું છે. ઘડો જે બને છે, (કુંભારથી નહીં) માટીથી બને છે, માટી કર્તા છે ને ઘડો તેનું કાર્ય છેકર્મ છે. અને પૂર્વની અવસ્થા-પિંડની અવસ્થા પલટીને ઘડો થયો એ ક્રિયા માટીની છે-એ કર્તા, કર્મ ને ક્રિયા ત્રણે અભેદ એક વસ્તુના (પરિણામ) છે. દ્રવ્યદૃષ્ટિએ-(અભેદથી). એમ આ આત્મા, રાગનો કર્તા હો, તો રાગનો કર્તા આત્મા, રાગ તેનું કાર્ય, દયા-દાન-વ્રત-ભક્તિ આદિનાં ભાવ અને રાગની પર્યાય જે પૂર્વની અવસ્થા પલટીને થઈ એ ક્રિયા. એ કર્તા, કર્મ ને ક્રિયા ત્રણેય આત્મા છે. અહીં તો અવસ્થા એ આત્મા છે, એવું સિદ્ધ કરવું છે ને? આત્મા તે અવસ્થા ને અવસ્થા તે આત્મા ! આહાહા! સમજાણું કાંઈ....? જુઓ ! આ લાકડી છે જુઓ લાકડી છે એ આમ (ઊંચી-નીચી) થઈ તો એ લાકડીના પરમાણું છે એનું એ પરિણામ કાર્ય છે અને એ પરિણામ પરમાણું એના કર્તા છે, પૂર્વની અવસ્થા આમ ( ઊંચી) હતી ને પલટીને આવી (નીચી) અવસ્થા થઈ-ક્રિયા થઈ એ પણ પરમાણુંની ક્રિયા છે, એનાં પરમાણુની એ ક્રિયા છે, આ હાથની નહીં, આમ આમ (-ઊંચી-નીચી) ક્રિયા થઈ એ હાથની ક્રિયા નથી. હાથના પરિણામ આ પર્યાય છે (હાથથી એ થયું છે) તો પોતાની પર્યાયના કર્તા તો એ પરમાણું છે અને પર્યાય એનું કાર્ય છે અને પલટીને થઈ એ પરમાણુંની ક્રિયા છે. આ હાથની ક્રિયા આત્મા કરી શકે કે આ શરીરની આંગળાની ક્રિયા-હાથની ક્રિયા(આત્મા) કરી શકે એવું છે નહીં. (શ્રોતા:- સંયોગદૃષ્ટિથી તો કર્તા છે ને!) કર્તા છે નહી, કર્તા માને અજ્ઞાની, સંયોગથી (સંયોગીદૃષ્ટિથી) અજ્ઞાની માને, એ તો કહ્યું ને કે પોતાના પરિણામ પણ કરે અને બીજાના પરિણામ પણ કરે એવું માને એ મિથ્યાષ્ટિ! બેયની ક્રિયા ( એક કરે એમ ) માને એ મિથ્યાષ્ટિ છે. આહાહા ! આકરું કામ છે ભાઈ ! જગતથી વીતરાગ પરમાત્મા જે કહે છે એ વાત સમજવી જગતને બહુ દુર્લભ છે. અત્યારે તો ધર્મને નામે બધા ગોટા છે. આહાહા.... (શ્રોતા – પણ દૃષ્ટિ બે જ છે ને સંયોગીદષ્ટિ ને વસ્તુષ્ટિ !) સંયોગીદષ્ટિ ! પણ સંયોગીષ્ટિ કરે પણ દેષ્ટિ, સંયોગથી થઈ નથી અને સંયોગમાં ક્રિયા થઈ, તો સંયોગીદષ્ટિ છે તો સંયોગક્રિયા થઈ એવું છે નહીં. આહાહા ! આવું છે. “વસ્તુ સદા એક જ પરિણમે છે” એકના જ સદા પરિણામ થાય છે” એક જ આત્મા અને પરમાણું એક જ પોતાનાથી પરિણમે છે અને એકના જ સદા પરિણામ થાય છે. એક અવસ્થાથી અન્ય અવસ્થા એકની જ થાય છે” “મેશ્ય પરિતિ : ચાત" એકની જ પરિણતિક્રિયા થાય છે આત્માની ક્રિયા એકની જ થાય છે, જડની ક્રિયા જડથી એકની જ થાય છે. આહાહા! “જડ ને ચૈતન્ય બંને પ્રગટ સ્વભાવ ભિન્ન”- તો કોઈના સ્વભાવની પર્યાય કોઈ (બીજો) કરે એમ બનતું નથી. જો એમ કરવા જાય તો (સર્વ) પદાર્થોનો લોપ થઈ જાય ! પદાર્થ, સ્વતંત્ર પોતાની પર્યાય કરે એવું રહે નહીં પરપદાર્થ એની પર્યાય કરે તો એનો લોપ થઈ જાય, એની પર્યાય તો ન રહી (પર્યાય વિનાનો) એ પદાર્થ રહ્યો નહીં. શું કીધું? સમજાણું કાંઈ...? Page #359 -------------------------------------------------------------------------- ________________ ૩૪૪ સમયસાર સિદ્ધિ ભાગ-૪ ( આ વિશ્વમાં ) ૫૨ પદાર્થનું અસ્તિત્વ છે ને પોતાનું પણ અસ્તિત્વ છે. હવે ૫૨ ૫દાર્થના અસ્તિત્વની પર્યાય, ૫૨ (બીજો ) પદાર્થ કરે તો એની પર્યાયનું અસ્તિત્વ તો રહ્યું નહીં, તો (બીજાની ) પર્યાયનું કરવાવાળું એ દ્રવ્ય, તો (તો) દ્રવ્યનો નાશ થઈ ગયો ! આહાહા ! સમજાણું ? ( શ્રોતાઃ- કર્તા( ન બને ) તો કોઈ સહકાર કરે ને !) સહકાર કરે એ વાત જ જૂઠ્ઠી છે. સહ+કા૨, સહાયનો અર્થ સાથે થાય છે, એટલું છે. આત્મા (અને પરમાણું ) ગતિ કરે તો ધર્માસ્તિકાયને સહાય( કારી ) કહેવામાં આવ્યું–સહાયનો અર્થ ‘સાથે ’ છે, પણ એ ( ધર્માસ્તિકાય ) એને ગતિ કરાવે છે એવું છે નહીં. આહાહા ! આવું ઝીણું હવે ! (આહા ! ) એકેએક (દરેક ) ૫૨માણું પોતાની પર્યાયના કર્તા છે ને પર્યાય એનું કાર્ય છે. અને બદલવાની ક્રિયા એ એ ૫૨માણુંની છે, બીજો ૫૨માણું એને પલટી શકે એમ છે નહીં. આહાહા ! ૫૨માણું( વિષે ) આવે છે ને...બે ગુણ અધિક, એકમાં ચા૨ ગુણ હો અને એકમાં છ ગુણ હો પર્યાય તો આંહી( બંને ૫૨માણું ) છ ગુણ થઈ જાય છે ને ! એ પ્રશ્ન થઈ ગયો હતો એક વાર. (દ્વિઅધિકાંશ ! ) હા, દ્વિઅધિકાંશ–એક ૫૨માણુંમાં ચારગુણની પર્યાય છે, બીજા ૫૨માણુંમાં છ ગુણની પર્યાય છે, તો શાસ્ત્રમાં એવું આવે છે કે બંને (૫૨માણું ) ભેગાં થાય, તો ( બંને ) છ ગુણ બની જાય છે. ( તો ) બીજા ૫૨માણુંમાં છ ગુણ પર્યાય છે તો થાય છે (બંને ૫૨માણુંની છગુણ ) એવું છે નહીં. ( ૫રંતુ ) એ સમયે (તે પરમાણુંની ) પોતાની પર્યાય છ ગુણ( અધિક ) પર્યાય થવાવાળી પોતાની લાયકાતથી થઈ છે. આહાહા ! એ પ્રશ્ન ચાલ્યો'તો પહેલો, પેલા મૂળશંક૨ભાઈનો નાનો ભાઈ શું( નામ ) ? શાંતિલાલ, ઘણા વર્ષ પહેલાં, ત્યાંથી–વર્ણીજી પાસેથી આવ્યા'તા ને ! એણે આ પ્રશ્ન કર્યો'તો ! ( તે કહે છે )જુઓ, શાસ્ત્રમાં એવું છે એમ ( કહ્યું છે) કે એક ૫૨માણુંમાં બે ગુણ રંગની પર્યાય છે અને બીજા ૫૨માણુંમાં ચારગુણની પર્યાય હો, તો એ ( મળે તો બંને ) ચા૨ગુણ થઈ જાય છે. ચીકાશ બે ગુણ હોય તે ચા૨ ગુણ તો તે થઇ જાય છે. પણ એ કીધું, એ ચા૨ ગુણમાં ગયો માટે ચારગુણ થયો એવું છે નહીં, એ સમયે પોતાની પર્યાય ચારગુણપણે પરિણમવાની પોતાની ક્રિયા છે બે ગુણ હતા ને ચા૨ થયા, ચાર પલટીને છ થયા ( એ ૫૨માણુંની ) પોતાની ક્રિયા પોતાથી થઈ છે નિમિત્તથી થઈ નથી. એ શાંતિભાઈ હારે ઘણાં વખત પહેલાં (વાત થઈ હતી. ) સંબલપુરમાં છે ને અત્યારે, સંબલપુરમાં છે. આહાહા ! ઘણી વાતું આકરી ભાઈ ! મારગ ! “વસ્તુ એક જ સદા પરિણમે છે” દેખો ! અભિન્ન લેવું છે ને ! અને “એક અવસ્થાથી અન્ય અવસ્થા એકની જ થાય છે” અને “એકસ્ય પરિણતિઃ સ્યાત્”–એકની જ પરિણતિક્રિયા થાય છે; કર્તા, કર્મ ને ક્રિયા એકમાં જ હોય છે. આહાહા ! ૫૨ના કારણથી પોતાનામાં કર્તા, કર્મ ને ક્રિયા હો અને પોતાના કર્તા, કર્મ ને ક્રિયાથી ૫૨માં કર્તા, કર્મ, ક્રિયા હો–એમ ત્રણકાળમાં, ત્રણલોકમાં બનતું નથી. ઓહો ! (જુઓ!) આ આંગળી છે તો એ પલટીને(વાંકી વળીને) અહીં આવીને પાછી (સીધી થઈને ) અહીં આવી તો એ ક્રિયા આંગળીએ કરી એવું છે નહીં, એ ( દરેકેદરેક ) ૫૨માણુંઓ પલટીને પોતાની ક્રિયા અહીં થઈ, તો એ પરિણામ એનો કર્તા ( પુદ્ગલ ) પરિણામી પરિણામ( ની પરિણતિ ) પલટીને જે કાર્યકર્મ અને પલટીને જે ક્રિયા થઈ એ પરિણામીની ક્રિયા એની સાથે (પુદ્ગલ Page #360 -------------------------------------------------------------------------- ________________ શ્લોક-પ૨ ૩૪૫ પરમાણુંની) સાથે સંબંધ છે, આંગળીની સાથે નહીં સંબંધ, નાકની સાથે સંબંધ નહીં. આહાહા ! આવું બેસવું કઠણ પડે જગતને અત્યારે! શું થાય? આ ગામડાંવાળા તો સમજેય નહીં, ભાષા-આ શું કહે છે? કોણ જાણે, એ સોનગઢનું છે કાંઈક એમ કહે (બોલે ને) સોનગઢનુંય જુદું છે કહે છે ! માળા ! સંપ્રદાય થઈને, એમ કહે સંપ્રદાયમાં જે હાલે છે (કરવાનો ઉપદેશ) આમ કરો, આમ કરો, આમ કરો-પૂજા કરો, ભક્તિ કરો, ગજરથ કાઢો આંહી કહે છે એ પર્યાય, આત્મા કરી શકતો નથી. આહા! કેમ કે એક અનેકરૂપ થવા છતાં એક જ વસ્તુ છે, ભેદ નથી.”—કર્તા, કર્મને ક્રિયા એકમાં જ થઈ, અનેક (રૂપ) થતી હોવા છતાં પણ એક જ છે ચીજ-વસ્તુ તો એક જ છે. બીજી ચીજ આવી તો એમાં પરિણામ થયા-ક્રિયા થઈ એવું છે નહીં. એક વસ્તુની અનેક પર્યાય થાય છે. અત્યારે તો એવો ઉપદેશ ચાલે છે, આ કરો ને આ કરો, આને સુખી કરો, આને દુઃખ મટાડો અને આને (મદદ કરો) પૈસા ધો ને આને આ એવી ક્રિયા ! પણ શું લોકોને બિચારાને ખબર ન મળે, સાંભળનારાય જય જય કરે ને ઓલો માથે હાંકયે ( રાખે) અજ્ઞાનનું! આહાહા! એક વસ્તુના અનેક પર્યાયો થાય છે” એક પદાર્થની અનેક અવસ્થાઓ થાય છે.” તેમને પરિણામ પણ કહેવાય છે અને અવસ્થા પણ કહેવાય છે. પરમાણુંઓ અને આત્માઓ, એક એક ચીજને અનેક અવસ્થાઓ થાય છે, તો અવસ્થાયી તરીકે એક છે ને અવસ્થાઓ તરીકે અનેક છે. આહાહા ! (પરિણામને ) અવસ્થા પણ કહેવામાં આવે છે શું? કે એ પર્યાય-પરિણામ છે (એએ) અવસ્થા પણ કહે છે. એક વસ્તુની( પદાર્થની) અનેક પર્યાય થાય છે અને પરિણામ પણ કહે છે (અને) એને અવસ્થા પણ કહેવામાં આવે છે. તેઓ સંજ્ઞા, સંખ્યા, લક્ષણ, પ્રયોજનાદિકથી જુદા જુદા પ્રતિભાસે છે”—કર્તા, કર્મ (અને) ક્રિયા ભિન્ન ભિન્ન શબ્દ આવ્યા ને સંખ્યા આદિ. “તથાપિતોપણ એક વસ્તુ જ છે” અત્યારે ત્રણેય પરિણામ એક જ ચીજ છે. ત્યાંય એ લીધું છે ઓલામાં ( પ્રવચનસારમાં) સત્ દ્રવ્ય, સત્ ગુણ, સત્ પર્યાય એ (સનો ) વિસ્તાર છે. નામભેદ છે ત્રણેમાં છતાં પ્રદેશભેદે તો એક છેપ્રદેશભેદ નથી. (અહીં) સત્ સિદ્ધ કરવું છે ને! દ્રવ્યસત, ગુણસ, પર્યાયસત્ એક “સના” એ ત્રણ ભાવ છે. “સ” ને સિદ્ધ કરવું છે, એકલું! (આ જગતમાં) જેટલા દ્રવ્યો છે-ગુણોમાં, તે દરેક દ્રવ્યનું દ્રવ્યસતુ, ગુણસ ને પર્યાયસ બસ એક જ સત્—અસ્તિત્વ તે ત્રણ પ્રકારનાં છેદ્રવ્યમાં, ગુણમાં ને પર્યાયમાં બસ એટલું! આહાહા! છતાં તેના પ્રદેશ, નામભેદ, સંજ્ઞાભેદ, (જુદા જુદા) છે છતાં તેના પ્રદેશ ભિન્ન નથી, એમ છે ત્યાં. ( પ્રવચનસારમાં) અતભાવ એમ છે ત્યાં, એટલે શું? કે દ્રવ્ય-ગુણ ને પર્યાય એમ અતર્ભાવ છે. (એટલે કે ) દ્રવ્ય તે ગુણ નહીં, ગુણ પર્યાય નહીં, એમ અસ્તિત્વ તરીકે અતદ્ભાવ છે. એ દ્રવ્યભાવ તે ગુણ નહીં અને ગુણ તે પર્યાય નહીં, છતાં અતભાવ હોવા છતાં તેમાં પ્રદેશ ભિન્ન નથી. માટે(બીજા પદાર્થોને ) જેમ પ્રદેશ ભિન્નથી અન્યપણું છે એવું આમાં અન્યપણું નથી, “અન્યત્વ' શબ્દ છે ને ત્યાં (તેનો અર્થ આ છે) આહાહાહા! ભારે વાત! આવું ઝીણું! સત્ દ્રવ્ય, સત્ ગુણ, સત્તપર્યાય એક ગુણના ત્રણ પ્રકાર આ, ગુણ તો એક જ છે. પણ એનો દ્રવ્યસત, ગુણસત, પર્યાય સત્ એમ એક-એકમાં અતદ્ભાવ તરીકે કહેવામાં આવ્યું છે, Page #361 -------------------------------------------------------------------------- ________________ ૩૪૬ સમયસાર સિદ્ધિ ભાગ-૪ ગુણ તે દ્રવ્ય નહીં, ગુણ પર્યાય નહીં અને પર્યાય તે ગુણ નહીં એટલું, એ એક અસ્તિત્વની વાત છે. સમજાણું કાંઈ? સવારમાં ભાઈ, એ પ્રશ્ન ઊઠયો'તો કે આ એક ગુણમાં અનંત ગુણનું રૂપ છે, એ કયાંથી કાઢવું? (કયા) શાસ્ત્રમાંથી ? એવો વિચાર આવ્યો હતો, આમ તો ઘણું આવ્યું'તું કે એક આત્મા છે એમાં એક ગુણ છે, જ્ઞાન એ જ્ઞાનગુણ છે એ અનંત રૂપવાળું છેઅનંતગુણના અનંતરૂપવાળું તો એક (જ્ઞાન) ગુણ પણ અનંત સામર્થ્યવાળો અને એક ગુણ અને તેના અનેકરૂપ, છતાં તે ગુણ પૂર્ણ છે. સમજાય છે કાંઈ? “સર્વજ્ઞજ્ઞાયક કહો, જ્ઞાયકથી લીધું પણ “સર્વજ્ઞ' સર્વજ્ઞગુણ જે છે એ પૂર્ણ છે. અને એ સર્વજ્ઞગુણ છે એમાં બીજા અનંતા ગુણોનું રૂપ છે. એ અનંતા ગુણોનું રૂપ પણ ત્યાં પૂર્ણ છે. આહાહાહા! આત્મા વસ્તુ છે તેનો સર્વજ્ઞ ગુણ, તે સર્વજ્ઞ પૂર્ણ ગુણ છે. “જ્ઞ' સ્વભાવ કહો કે સર્વજ્ઞ સ્વભાવ કહો કે પૂર્ણ ગુણ કહો, એમ એવા દરેક ગુણ છે તે પૂર્ણ છે અને પૂર્ણ ગુણમાં પણ એકેએક ગુણનું પૂર્ણરૂપ છે. આહાહાહા ! એક ગુણ પૂર્ણ છે ને બીજા અનંતા ગુણો છે એ પણ પૂર્ણ છે પોતાથી, વળી) તે તે ગુણનું રૂપ પણ તે તે બીજા ગુણમાં પૂર્ણ રૂપ છે. “ ચિવિલાસ'માં કહ્યું છે ને ! કે એકેએક ગુણમાં અનંતી શક્તિ છે ને અનંતી પર્યાય છે એમ લીધું છે. મૂળ આ કહેવું છે. આહા! એ એકેએક ગુણમાં અનંતી શક્તિ છે ને અનંતી પર્યાય છે-અનંતી શક્તિ એટલે કે એક ગુણ છે એ પોતાથી પૂર્ણ છે પણ બીજા અનંતા ગુણોનું એમાં રૂપ છે તેથી અનંત શક્તિ એમાં છે. અને તે પણ પૂર્ણ ગુણ છે સુખ છે. આત્મામાં એક સુખગુણ છે એ પણ પૂર્ણ છે, અને એ સુખગુણમાં બીજા જ્ઞાન આદિ ગુણોનું રૂપ છે એ પણ પૂર્ણ છે, એથી એ સુખગુણમાં પણ અનંતું અનંતે પૂર્ણરૂપ છે. આહાહાહા ! એમ એક “કર્તા' નામનો ગુણ છે એમાં પણ અકર્તાપણું અને જ્ઞાન આદિનું રૂપ છે, એ કર્તાગુણ પણ પૂર્ણ છે, અને બીજા ગુણો પૂર્ણ છે તેનું તેમાં રૂપ છે, બીજા ગુણો એમાં નથી. તે ગુણ ગુણને પોતાને કારણે પોતાનું રૂપ છે, પરને કારણે નહીં. એય!! અને તે તે ગુણ પોતાને કારણે પૂર્ણ છે! આહાહાહા ! એવા અનંતા ગુણનું એકરૂપ તે ભગવાન આત્મા-દ્રવ્ય ! આહાહા... એવા ‘પૂર્ણમિદં'ની દષ્ટિ કરવી એ પર્યાયથી એ પર્યાયથી પર્યાયથી દૃષ્ટિ છે ને ! આહાહા! પર્યાયમાં પણ–એકેએક પર્યાયમાં બીજી બધી પર્યાયનું રૂપ છે, એવી અનંતી પર્યાય, એક શ્રદ્ધા આમ વળે છે તો બધી પર્યાયો આમ ઢળી જાય છે!! આહાહાહા ! ચીમનભાઈ ? આવું ઝીણું છે બાપુ! પણ સત્ય તો આમ છે. કહો, શ્રીપાળજી? અરે ! એવો એકેએક ભગવાન (આત્મા છે!) અરે, એકેએક પરમાણું આહાહા. વર્ણ-રસ–ગંધ-સ્પર્શ આદિ એકેએક ગુણ પણ તેના પણ પૂર્ણ છે અને એમાં બીજા ગુણોનું રૂપ ! બીજા ગુણો પણ પૂર્ણ છે એ ગુણમાં એનું રૂપ છે. આહાહા ! એક જ પ્રદેશી (શુદ્ધપરમાણું ) છતાં પૂર્ણ અનંતગુણના રૂપથી ભરેલો ભગવાન પૂર્ણ છે એ ભગવાન એટલે એની મહિમાવાળો એમ એ (પરિપૂર્ણ) મહિમાવાળું તત્ત્વ છે. આહાહા! એવા એવા એકેએક ગુણ એક જ આત્મામાં ! આંહી તો વિચાર એ આવ્યો'તો કે સર્વજ્ઞ જે પરમેશ્વર છે એની જેને પ્રતીતિ આવે છે એને સર્વજ્ઞ પૂર્ણસ્વરૂપ છે એમ પ્રતીતિ કરે ત્યારે એની સર્વજ્ઞની પ્રતીતિ વ્યવહારે કહેવાય. સમજાણું કાંઈ... ? પોતાનો સર્વજ્ઞ સ્વભાવ છે, ક્ષેત્ર Page #362 -------------------------------------------------------------------------- ________________ શ્લોક-પર ૩૪૭ ભલે નાનું એવું કાંઈ નહીં, અનંતગુણ ભલે અસંખ્ય પ્રદેશમાં છે, અનંતગુણને કાંઈ અનંતપ્રદેશ ન જોઈએ, પણ એ અનંતમાં અનંતતા ઘણી મોટી છે પ્રભુ. આહાહા! એ અનંત ગુણ છે એની સંખ્યા મોટી કે જેનો પાર ન મળે ! એવા એવા અનંતા ગુણનો પાર ન મળે (અસીમ) એવા એવા એક એક ગુણ પૂર્ણ, એનોય પાર નહીં એવા (દરેક ) ગુણનું એમાં રૂપ છે! આવો જે ભગવાન આત્મા, અત્યારે હોં! આ આત્માની વાત ચાલે છે, એની પરિણતિની ક્રિયા તો અનંતગુણની એકસાથે થાય છે, હવે અત્યારે આ શુદ્ધની વાત ચાલે છે, પૂર્ણ લેવું છે ને! એ અનંતગુણનું પૂર્ણરૂપ પ્રભુ! જ્યારે (તે રૂપ) પરિણતિ થાય છે ત્યારે એમાં દરેક પર્યાય સ્વતંત્ર પોતાથી પરિણમી રહી છે! એ પર્યાય સત્, ગુણ સત્ ને દ્રવ્યસત્ એટલે એક સત્નો-અસ્તિત્વનો વિસ્તાર છે. એથી કરીને એક ગુણનું અસ્તિત્વ બીજા ગુણમાં આવ્યું એમ અહીં નથી. ભાઈ ! એ તો એક ગુણ દ્રવ્યપણે, ગુણપણે ને પર્યાયપણે એમ છે ત્યાં. આહાહા! એવો દરેક ગુણ પોતે દ્રવ્યપણે, ગુણપણે ને પર્યાયપણે! મોટો દરિયો છે, એવો જે ભગવાન આત્મા, પોતાની દૃષ્ટિ કરીને જ્યારે પરિણતિ થાય છે તે પરિણતિનું કર્તા તે દ્રવ્ય છે, આંહી ચાલે છે એ અશુદ્ધની પણ છતાં શુદ્ધ અશુદ્ધ પરિણતિ બેય વાત લેવી અંદરમાંથી, આગળ જતાં બેય લેશે. શુદ્ધ પરિણમો કે અશુદ્ધ પરિણમો પણ પોતાથી તે પરિણમે છે, પરથી નીં. આહાહા ! હવે આવી ઝીણી વાત બેસવી કઠણ પડે એવું આ. (શ્રોતા- આપે ઘણું સરળ કરી દીધું!) ભાષા તો સરળ છે. –એવો જે અનંતગુણનો પિંડપ્રભુ ( નિજાત્મા) અનંત અનંતના રૂપથી ભરેલો એક એક ગુણ એ ગુણની સંખ્યાનો પાર ન મળે અને એવા એવા અનંતગુણો(ને) એક એક ગુણમાં (અનંતગુણનું) રૂપ છે એવું (આત્મતત્ત્વ!) ભલે એનું ક્ષેત્ર અસંખ્ય પ્રદેશ હો, પણ મોટો દરિયો છે! એ અનંતગુણનો પિંડપ્રભુ ભગવાન, એની દૃષ્ટિ થતાં, જે દૃષ્ટિ થઈ તે પર્યાય થઈ, તેનો કર્તા તે દ્રવ્ય છે. અહીં અભિન્નથી વર્ણવવું છે ને ! નહિંતર તો પર્યાય થઈ છે એ પર્યાય કર્તાથી થઈ છે. અહીં તો અત્યારે અભિન્નથી વાત છે ને ! તો અભિન્નથી આ. એ સમ્યગ્દર્શનની પર્યાયનો કર્તા એ દ્રવ્ય છે. એ સમ્યગ્દર્શનપર્યાય એ કર્તાનું કર્મ છે અને સમ્યગ્દર્શનપર્યાય એ પૂર્વની અવસ્થા પલટીને થઈ છે એ ક્રિયા છે એ પણ દ્રવ્યની છે. આહાહાહા ! એમ મિથ્યાત્વદશામાં રાગના પરિણામ જે કોઈ(થાય), કોઈ ગુણ રાગ કરે એવો (આત્મામાં) કોઈ ગુણ નથી, માટે તેને દૃષ્ટિ (આત્મ) દ્રવ્યની નથી, તેની દૃષ્ટિ રાગ ઉપર પર્યાય ઉપર છે. તેથી તે પર્યાયષ્ટિવાળો જીવ, રાગને કરે એ અજ્ઞાનીનું કર્તવ્ય નામ કર્મ છે, એ રાગ તેના પરિણામ કરે તે એનું કર્મ છે-કાર્ય છે, તેનો કર્તા અજ્ઞાની આત્મા છે. છે તો પર્યાય, પર્યાયની કર્તા પણ અત્યારે અભિન્ન લઈને વર્ણવવું છે. આહાહાહા ! એ રાગની ક્રિયાનો કર્તા અજ્ઞાની આત્મા, રાગનું પરિણામ તેનું કર્મ અને કર્તા પોતે ત્રણેય તે અવસ્થાઓ આત્માની અવસ્થા તે આત્મા અને આત્મા તે દ્રવ્ય અવસ્થા અને અવસ્થા તે દ્રવ્ય, એમ અત્યારે સિદ્ધ કરવું છે. સમજાણું કાંઈ ? સંવર અધિકારમાં કહે (આચાર્યદેવ) કે અવસ્થાના પ્રદેશ ભિન્ન છે એ અત્યારે અહીં સિદ્ધ નથી કરવું અને અતભાવમાં પણ તે (અતત્) એ સિદ્ધ નથી કરવું. અત્યારે-પર્યાય તે ગુણ નથી ને ગુણ તે પર્યાય નથી અતભાવથી છતાં પ્રદેશ તે એક છે બધાનાં, પ્રદેશ જુદાં છે ત્યાં (સંવરઅધિકારમાં) એ અત્યારે સિદ્ધ નથી કરવું. પણ સંવરના અધિકારમાં અને બીજી રીતે Page #363 -------------------------------------------------------------------------- ________________ ३४८ સમયસાર સિદ્ધિ ભાગ-૪ જ્યારે શુદ્ધઅવસ્થા એનું કર્મ છે ત્યારે કર્તા આત્મા છે એમ ભિન્ન કરીને નિર્મળ પરિણામનો કર્તા આત્મા, નિર્મળપરિણામ કાર્ય, નિર્મળ પરિણામ પલટીને થયું એટલે એ ક્રિયા આત્માની છે. એમાં પરદ્રવ્યનો કાંઈ ક્ષયોપશમ થયો માટે આ ક્રિયા આમાં થઈ એવી કોઈ અપેક્ષા નથી. સમજાણું કાંઈ? આવું ગયું! ભાવાર્થ- અહીંયા તો એમ કહે છે ને ! “એક વસ્તુના અનેક પર્યાયો થાય છે; તેમને પરિણામ પણ કહેવાય છે અને અવસ્થા પણ કહેવાય છે, તેઓ સંજ્ઞા, સંખ્યા, લક્ષણ, પ્રયોજનાદિકથી “તેઓ સંજ્ઞા, સંખ્યા, લક્ષણ, પ્રયોજન આદિકથી જુદા જુદા પ્રતિભાસે છે”—કારણ કે એકનું નામ પર્યાય, એકનું નામ દ્રવ્ય, એકનું નામ ક્રિયા, એકનું નામ અક્રિયદ્રવ્ય, એકનું નામ પરિણામ, એકનું નામ પરિણામી એવી એવી સંજ્ઞા છે. છે? સંખ્યા દ્રવ્ય એક છે ને પર્યાય અનેક છે (ગુણ અનેક છે) એ સંખ્યા લક્ષણ અને પ્રયોજન આદિથી ભિન્ન ભિન્ન પ્રતિભાસે છે તથાપિ એક જ વસ્તુ છે. અત્યારે તો એ લેવું છે ને ! આ તો ધીરાનાં કામ છે ભાઈ ! અને જ્યાં નિશ્ચય સિદ્ધ કરવું હોય ત્યાં પણ રાગ છે એનો કર્તા, નિર્મળ પર્યાયનો એમ નહીં, નિર્મળ પર્યાયનો કર્તા આત્મા-ધર્મની પર્યાયનો કર્તા આત્મા, ધર્મ પરિણામ તે એનું કાર્યકર્મ, પૂર્વ અવસ્થા પલટીને જે ધર્મક્રિયા થઈ તે ક્રિયા-તે ત્રણેય વસ્તુની છે. એ રાગ છે એને લઇને એ પલટયો છે ને એનું કાર્ય છે ને કર્મ છે એમ નહીં. આહાહા ! સમજાય છે કાંઈ...? આંહી તો (કહે છે કે તોપણ એક જ વસ્તુ છે, ભિન્ન નહીં એવો જ ભેદભેદસ્વરૂપ વસ્તુનો સ્વભાવ છે.”—એકકોર પર્યાય-પરિણામ અને આ પરિણામી એમ ભેદ થયો છતાં પરિણામ તે પરિણામીનું જ પરિણામ (કાર્ય-કર્મ) તે પરિણામ એનાં જ, એમ ભેદાભેદથી કથન છે. કહો, ત્રિભોવનભાઈ ? સમજાય છે કે નહીં? એવી જ ભેદભેદસ્વરૂપ વસ્તુ છે. શું કીધું? સંજ્ઞા, સંખ્યા, લક્ષણથી તો ભેદ છે. છે ને? છતાં વસ્તુ તરીકે અભેદ છે પરિણામ એનાં છે–એનું કાર્ય છે ને એનો એ કર્તા છે. (શ્રોતા- પ્રદેશ જુદા નથી.) પ્રદેશ જુદા નથી. આહાહાહા ! એ બાવન થઈ-(શ્લોક બાવન થયો.) ( શ્લોક - પ૩ ) () नोभौ परिणमतः खलु परिणामो नोभयोः प्रजायेत। उभयोर्न परिणति: स्वाद्यदनेकमनेकमेव सदा।।५३ ।। વળી કહે છે કે - શ્લોકાર્થ- [મૌ પરિણમત: વસુ] બે દ્રવ્યો એક થઈને પરિણમતાં નથી, [૩મયો: પરિણામ: ૧ પ્રણાયેત] બે દ્રવ્યોનું એક પરિણામ થતું નથી અને [૩મયો: પરિતિઃ ચાત]બે દ્રવ્યોની એક પરિણતિક્રિયા થતી નથી;[ ] કારણ કે[ નેમ સવા નેમ ઈવ] અનેક દ્રવ્યો છે તે સદા અનેક જ છે, પલટીને એક થઈ જતાં નથી. Page #364 -------------------------------------------------------------------------- ________________ શ્લોક-પ૩ ૩૪૯ ભાવાર્થ:- બે વસ્તુઓ છે તે સર્વથા ભિન્ન જ છે, પ્રદેશભેદવાળી જ છે. બન્ને એક થઈને પરિણમતી નથી, એક પરિણામને ઉપજાવતી નથી અને તેમની એક ક્રિયા હોતી નથી-એવો નિયમ છે. જો બે દ્રવ્યો એક થઈને પરિણમે તો સર્વ દ્રવ્યોનો લોપ થઈ જાય. પ૩. પ્રવચન નં. ૧૭૫ શ્લોક . ૫૩ તા.૨૨/૦૧/૭૯ नोभौ परिणमतः खलु परिणामो नोभयोः प्रजायेत। उभयोन परिणति: स्वाद्यदनेकमनेकमेव सदा।।५३।। (આહાહા !) “બે દ્રવ્યો એક થઈને પરિણમતાં નથી”- રાગ આત્મામાં થાય છે તો આત્મા પણ રાગ કરે અને કર્મ પણ રાગ કરે(-કરાવે) એમ નથી થતું. લ્યો ઠીક! ઓલામાંજયસેન આચાર્યની ટીકામાં પણ એમ ફરમાવે છે કે બે કારણે કાર્ય થાય!નિમિત્ત ને ઉપાદાનબેથી, પર ને સ્વથી બેથી થાય, એ તો નિમિત્તનું જ્ઞાન કરાવ્યું છે. આંહી જુઓને, આ શું કહે છે? બે દ્રવ્યો એક થઈને પરિણમતા નથી–આત્મા રાગ પણ કરે અને કર્મ પણ રાગ કરે-એમ બે દ્રવ્યો મળીને રાગ થાય છે એમ છે નહીં. અથવા કર્મબંધનની પર્યાય કર્મ પણ કરે અને આત્મા પણ કરે, એક પરિણામના બે દ્રવ્યો કર્તા થતા નથી. સમજાય છે કાંઈ...? આંહી તો ચોખ્ખું કીધું-રાગ ને દ્વેષ, કર્મ છે માટે થાય છે એનો નકાર જ છે. એ જ પ્રશ્ન ત્યાં હતો ને! વર્ણજી(ગણેશપ્રસાદ વ) હારે (એ કહે ) રાગ છે તે એ કર્મના નિમિત્તે થાય છે માટે વિભાવ છે એનું કારણ ન માનો તો (રાગ )સ્વભાવ થઈ જશે ! એ તો અહીં તો ના જ પાડે છે. જીવમાં અજ્ઞાનીને જે રાગ-દ્વેષ થાય છે તેનો કર્તા પણ એક જ (તે) જીવ છે. કર્મ પણ કર્તા છે નિમિત્ત છે માટે, એમ છે નહીં. (અને ) વિકાર છે માટે પણ કર્મ કર્તા છે-નિમિત્ત છે માટે, (એમ) છે નહીં. વિશેષ કહેવાશે. (શ્રોતા:- પ્રમાણ વચન ગુરુદેવ) પ્રવચન નં. ૧૭૬ શ્લોક-૫૩-૫૪-૫૫ તા. ૨૩/૦૧/૭૯ મંગળવાર પોષ વદ-૧૦ શ્રી સમયસાર, ૫૩ કળશ છે. ત્રેપન છે ને ! ફરીથી. નામો પરિણમત: રવ7'- “બે દ્રવ્યો એક થઈને પરિણમતાં નથી.” શું કહે છે? આત્મા અને કર્મ બન્ને સાથે છે, તો આત્મા રાગરૂપ પરિણમે અને કર્મની પર્યાયરૂપે (પણ) પરિણમે, એવું હોતું નથી. બે દ્રવ્યો એક થઈને નથી પરિણમતાં, અથવા આત્મામાં જે રાગાદિ થાય છે તો આત્મા પણ રાગ કરે અને કર્મ પણ રાગ કરે, એમ બે દ્રવ્યો એક થઈને પરિણમતાં નથી. આહાહાહા! કર્મથી વિકાર થાય છે એ વિકાર કર્મથી (જ) થાય છે, એમ કહે છે ને ! એ જૂઠ છે. બે દ્રવ્યો મળીને એક પરિણામ કરતાં નથી–બે દ્રવ્યો એક થઈને પરિણમતાં નથી. આત્મા રાગ કરે કદાચ અજ્ઞાનભાવે તો રાગ પણ કરે ને શરીરને પણ ચલાવે-શરીરની ક્રિયા પણ હલાવવાની કરી શકે, એમ બની શકતું નથી. આહાહાહા ! Page #365 -------------------------------------------------------------------------- ________________ ૩૫૦ સમયસાર સિદ્ધિ ભાગ-૪ બે દ્રવ્યો-બે પદાર્થો એક થઈને-મળીને, પરિણમન કરતાં નથી. ‘૩મયો: પરિણામ: ન પ્રજ્ઞાત' “બે દ્રવ્યોનું એક પરિણામ થતું નથી.” આત્માનું પરિણામ અને જડ (શરીર આદિના) પરિણામ, એ બે દ્રવ્યોનું એક પરિણામ થતું નથી. આત્મામાં રાગ થાય છે તો બે દ્રવ્યોથી રાગ છે એવું છે નહીં. શરીર ચાલે છે તો આત્મા અને શરીર બન્ને મળીને ચાલે છે એવું છે નહીં. બે દ્રવ્યોનું એક પરિણામ થતું નથી. બે દ્રવ્યોનું એક પરિણામ થતું નથી. (દરેક) દ્રવ્યના ભિન્ન ભિન્ન પરિણામ થાય છે. ઝીણી વાત છે ભાઈ ! (કહે છે) પ્રત્યેક પદાર્થ, આત્મા હો કે પરમાણું, પોત-પોતાના પરિણામને કરે, (પરંતુ) બે (પદાર્થ) મળીને (એક થઈને) એક પરિણામને કરે નહીં અને એક બેયનું કરી શકે નહીં. ત્રણકાળમાં કરી શકે નહીં. કહે છે આ હાલવું-ચાલવું બોલવું એ ક્રિયા બધી જડની છે એ આત્મા કરી શકતો નથી. આ ધંધા-દુકાનો ચલાવે છે ને, એ ધંધાની ક્રિયાના પરિણામ, જડ કરે અને આત્મા પણ કરે એ પરિણામ કરે, એવું હોતું નથી. આત્મા પોતાનામાં રાગ કરે અને જડની પર્યાય જડ કરે, એમ છે. પરંતુ ) બે મળીને એકનું પરિણામ થતું નથી. એક દ્રવ્ય બે પરિણામનો કર્તા નથી. આત્મા રાગ પણ કરે ને પરની દયા પણ પાળી શકે, એમ હોતું નથી. (શ્રોતા – કંપનીઓ બનાવીને બધા ભેગા કામ કરે છે ને!) ધૂળેય કામ કરતાં નથી, બધા પોત-પોતાની પર્યાયને કરે છે. આહા ! કારખાનાં ચલાવે છે તો કારખાનાંની પર્યાય જે છે એ કારખાનાંના પરમાણુંથી એ થાય છે. એ માણસ ચલાવે છે કારખાનાંને એવું ત્રણકાળમાં નથી. માણસ પોતાના રાગને કરે! પરની પર્યાય પરથી થાય છે અને માણસને રાગ થાય છે એમાં બન્ને મળીને રાગ થાય છે એવું પણ નથી. કર્મ અને આત્મા, બેય મળીને, આત્મામાં રાગ થાય છે એવું પણ નથી. આહાહાહા! ઝીણું ભારે આ છે ને! બે દ્રવ્યોનું એક પરિણામ થતું નથી. અને “સમય: પરિતિ: ન ચાત' “બે દ્રવ્યોની એક પરિણતિ-ક્રિયા થતી નથી.” પરિણતિ (ક્રિયા) બે દ્રવ્યો મળીને પલટીને થાય છે, એમ છે નહીં-આ શરીર પણ પલટે અને આત્મા પણ પલટે, બેયની ક્રિયા (એક પરિણતિ)માં એવું છે નહીં. શરીર શરીરથી પલટે છે, આત્મા આત્માથી પરિણમે છે-બે દ્રવ્યોનું એક પરિણામ થતું નથી. આહાહાહા! બે દ્રવ્યોની એક પરિણતિ-ક્રિયા થતી નથી. કારણ કે ‘મને સવા નેમ વ–અનેક દ્રવ્યો છે તે સદા અનેક જ છે, પલટીને એક થઈ જતાં નથી. કારણ કે અનેક દ્રવ્યો છે ને સદા અનેક જ છે–સદા દ્રવ્ય અનેક જ છે, અનેક એક થઈને પરિણમન કરે એવું કયારેય થતું નથી. આત્મા ભક્તિનો-પૂજાનો રાગ પણ કરે અને શરીરની “સ્વાહા” એવી ક્રિયા પણ કરે, એવું કયારેય થતું નથી. આત્મા ઈચ્છા પણ કરે અને ભાષાની પર્યાયને પણ કરે ભાષા એવું હોતું નથી. ઝીણી વાતું બહુ ભાઈ ! ૩મયો' બે દ્રવ્યોની એક ક્રિયા થતી નથી. કેમ કે જે અનેક દ્રવ્ય છે સદા અનેક જ છે પલટીને એક થઈ જતાં નથી. કોઈ દ્રવ્ય પલટીને બન્ને (દ્રવ્યો) એક થઈ જતાં નથી. ભિન્ન ભિન્ન પોતાની પરિણતિને બધા કરે છે. પરમાણું એ પરમાણું પોત-પોતાની પર્યાયને કરે છે ને આત્મા (દરેક આત્મા) પોતાના પરિણામને કરે છે. આત્મા શરીરની ક્રિયા કરે અને શરીરની ક્રિયા Page #366 -------------------------------------------------------------------------- ________________ શ્લોક-૫૩ ૩૫૧ શરીર પણ કરે અને શ૨ી૨ને આત્મા (બંને મળીને) રાગ પણ કરે, એમ કયારેય થતું નથી. આહાહાહા ! આવું ઝીણું છે. આત્મા ઈચ્છા પણ કરે અને શ૨ી૨ને હલાવી શકે, પગને એવી બે દ્રવ્યોની ( એક ક્રિયા ) નથી થતી–જડની ક્રિયા હાલવાની જડથી થાય છે. અને રાગ, આત્માથી અજ્ઞાનભાવથી રાગનો કર્તા બને છે આત્મા ! આહાહાહા ! ભાવાર્થ:- બે વસ્તુઓ છે તે સર્વથા ભિન્ન જ છે. સર્વથા ભિન્ન જ છે, કથંચિત ભિન્ન ને કથંચિત અભિન્ન એમ નહીં. અનેકાંત છે ને ! કે બે દ્રવ્યો એક પણ છે ને બે દ્રવ્યો ભિન્ન પણ છે ( એ અનેકાંત ? ) એમ છે નહીં. આવ્યું 'તું ને રાત્રે એકત્વ, સર્વાર્થસિદ્ધિમાં–બે દ્રવ્યની એક ક્રિયા હોય છે. ૫૨માં આત્મા જ્યારે રાગ કરે અને કર્મબંધન હો તો બંને એક થઈ જાય છે (એમ ) ત્રણ કાળમાં નહીં. આહાહા ! કર્મની પર્યાય કર્મમાં થાય છે, આત્માની પર્યાય આત્મામાં થાય છે, કોઈ બંન્ને મળીને એક ( પર્યાય ) થતી નથી, ને એક (દ્રવ્ય ) બેના પરિણામ કરી શકે નહીં, બેય મળીને એક પરિણામ થતું નથી ને એક દ્રવ્યના બે પરિણામ કદી હોતા નથી. આહાહા ! આવું છે. સિદ્ધાંત ઝીણા બહુ! બે વસ્તુઓ છે તે સર્વથા ભિન્ન જ છે. સર્વથા કહ્યું ! આત્મા અને કર્મ સર્વથા ભિન્ન છે. કર્મને આત્મા કથંચિત્-વ્યવહારથી એક છે ને નિશ્ચયથી ભિન્ન છે એવું નથી, આહાહાહા ! સમજાણું કાંઈ ? આત્મા અને ૫૨માણુંઓ આદિ બધાં દ્રવ્યો જે ભિન્ન (ભિન્ન ) છે સર્વથા – સર્વથા ભિન્ન જ છે એમ કહ્યું (છે ). કથંચિત્ ભિન્ન છે ને કથંચિત્ અભિન્ન છે-એક છે એમ નહીં. (જુઓ !) આ શરીર ને આત્મા, એક સાથે રહે છે તો (પણ ) છે ભિન્ન ભિન્ન ! શરીરની ક્રિયા શરીરથી થાય છે, આત્માની ક્રિયા આત્માથી થાય છે. સર્વથા ભિન્ન છે, કથંચિત્ એક છે એવું કાંઈ છે નહીં. દ “બન્ને એક થઈને પરિણમતા નથી, ( શું કહે છે ? ) બન્ને એક થઈને પરિણમતી નથી–બે દ્રવ્યો એક થઈને ક્રિયા એની પરિણતિની બદલવાની થતી નથી. આહા ! એક પરિણામને ઉપજાવતી નથી ( ઉત્પન્ન કરતી નથી ) બંન્ને એક થઈને એક પરિણામને ઉત્પન્ન નથી કરતી, એમ કહે છે. છે ? બન્ને એક થઈને ક્રિયા નથી કરતી–પરિણતિ બદલે બે એક થઈને ( એમ હોતું નથી. ) એક પરિણામને બન્ને થઈને ઉત્પન્ન નથી કરતા. પગ જે ચાલે છે એ પગના ૫૨માણું જે છે એ પગના ચાલવાની ક્રિયાના કર્તા છે, અને આત્મા પણ એની ક્રિયાનો કર્તા છે, એવું છે નહીં. આત્મા ચાલવાની ક્રિયા કરે અને આત્મા રાગ પણ કરે, એમ બે દ્રવ્યોની ક્રિયા કરી શકતો નથી. આહાહા ! ભારે આકરું ! આખો દિવસ કરે ને એમ કહેવું કે ‘કરે નહીં’( કરી શકતો નથી ) માને છે એ તો. એ તો (વાણી નીકળી ) ભાષાપર્યાય તો ૫૨માણુંમાં ભાષા પર્યાય થવાની લાયકાતથી ભાષા બોલાય છે. ૫૨માણુંમાં ભાષાવર્ગણાની પર્યાય થવાની યોગ્યતા હોય છે તો પર્યાય થાય છે, આત્માથી નહીં હોઠથી નહીં. ( શ્રોતાઃ– ૫૨માણુંને અસ્તિકાય કહે છે ને ! ) એ તો ઘણાં ભેગાં મળે છે ઘણાં સાથે છે, ઘણાં એક સાથે છે પણ પર્યાય દરેક ૫૨માણુંની ભિન્ન ભિન્ન થાય છે. ભાષા, એકે એક ૫૨માણુંની પર્યાયમાં ભાષા થવાની લાયકાતથી એ ભાષા થાય છે, એક થઈ એવું છે નહીં. ભાષામાં પણ એક એક ૫૨માણુંની પર્યાય સ્વતંત્ર પોતાનાથી છે. બધા મળીને Page #367 -------------------------------------------------------------------------- ________________ ૩૫૨ સમયસાર સિદ્ધિ ભાગ-૪ ભાષાની પર્યાય થઈ છે એવું નથી. આહાહા ! આવું કામ છે! શું? પુગલાસ્તિકાય કીધું ને! પુદ્ગલાસ્તિકાય છે તો અસ્તિકાય છે તો એમાં ઘણાં પરમાણું છે. અતિ છે, પ્રદેશ ઘણાં છે ત્યાં (સ્કંધમાં અસ્તિકામાં), એક પરમાણું તો અસ્તિકાય નહીં (શુદ્ધ) એક જ છે (પરંતુ ) ઘણાં મળેલાને અસ્તિકાય કહેવામાં આવે છે. મળેલા નામ એક સાથે રહે છે. પણ કોઈના પરિણામના કર્તા કોઈ (બીજા) છે નહીં. આ આંગળીમાં પરમાણું અનંત છે. તો એમાં જે એક પરમાણું છે એ બીજા પરમાણુંની ક્રિયા નથી કરી શકતું, એક પરમાણું છે એ પોતાના સ્કંધમાં પણ પોતાની પર્યાય સ્વતંત્ર કરે છે, પરની (બીજા પરમાણુંની) પર્યાય કરે નહીં અને પર અને પોતાની–બંન્નેની પર્યાય એક હોતી નથી. આવું છે. ઝીણું તત્ત્વ છે, આ વીતરાગનું. વીતરાગ સર્વજ્ઞ પરમાત્મા, એમણે સર્વજ્ઞપણાથી જોયું છે અને એમ છે. લોજિકથી-ન્યાયથી પણ એવું સિદ્ધ થાય છે. એ કહ્યું ને અનેક જ છે. અનેક છે એ એકની ક્રિયા અનેક કરે તો બીજા દ્રવ્યોનો નાશ થઈ જાય ! એક તત્ત્વ, બીજા તત્ત્વની (દ્રવ્યની) ક્રિયા કરે તો બીજા દ્રવ્યની ક્રિયા આને કરી, તો એની ક્રિયાનો તો અભાવ થયો, તો તો એનો નાશ થઈ ગયો. સમજાણું કાંઈ....? આત્મા જે છે એને રાગ જે છે એ (રાગને) કર્મ કરે, તો રાગની પર્યાયનો કર્તા, કર્મ થયું તો (રાગ) પર્યાયવાળું (આત્મ) દ્રવ્ય રહેતું નથી, તો (પર્યાય વિનાના દ્રવ્યનો) નાશ થઈ ગયો. અને આત્મા રાગ કરે ને કર્મની પર્યાય પણ કરે (-કર્મ બાંધે ) તો કર્મની પર્યાય જે છે એ પર્યાયને આ (આત્મા કરે) એ પર્યાયને એ કરે તો તો પર્યાય વિનાનું દ્રવ્ય થઈ ગયું- બધા દ્રવ્યોનો નાશ થઈ જાય. (૧) કુંભાર પોતાના રાગને (ઈચ્છાને) પણ કરે ને ઘડાની પર્યાયને પણ કરે, તો ઘડાની પર્યાય એ (માટી) દ્રવ્યની છે, તો (ઘડાની) પર્યાય તો એણે (કુંભારે) કરી તો આ પર્યાય વિનાનું (માટી) દ્રવ્ય થઈ ગયું તો પર્યાય વિનાનું દ્રવ્ય (તો હોતું નથી) પર્યાય વિનાનું (માટી) દ્રવ્ય થઈ ગયું તો તેનો નાશ થઈ જશે. સમજાણું કાંઈ...? આહાહાહા ! (૨) રોટલી બને છે એ રોટલીને સ્ત્રી બનાવી શકે એવું છે નહીં, કારણ કે રોટલીના (લોટના) પરમાણું રોટલીરૂપ થયા, એ પર્યાય પરમાણુંથી થઈ છે અને એ રોટલીની પર્યાય બીજો (કોઈ) કરે તો એ પર્યાય વિનાનું દ્રવ્ય થઈ જાય, પર્યાય વિનાનું દ્રવ્ય એ દ્રવ્ય જ રહેતું નથી. આવું છે! (૩) કપડાં છે – ટોપી છે લ્યો ને એ ટોપી જે અહીં (માથા ઉપર) છે પોતાની પર્યાયથી ત્યાં છે, આ શરીરની આ પર્યાયથી નહીં, શરીરની પર્યાયથી (માથાની પર્યાયથી) જો એ ત્યાં હોય તો એની પર્યાયનો તો અભાવ થઈ ગયો, એની (ટોપીની) પર્યાયનો અભાવ થયો તો વિના પર્યાય દ્રવ્યનો નાશ થઈ ગયો – પર્યાય વિનાનું દ્રવ્ય (કયારેય) હોતું નથી. સમજાણું કાંઈ...? ઝીણી વાત છે ભાઇ! આહાહા ! (૪) અક્ષર, જે (અક્ષર) લખાય છે અક્ષર-અક્ષર (એ) અનંત પરમાણુની એ પર્યાય છે. એક-એક પરમાણુની પર્યાય ભિન્ન ભિન્ન છે, એવા અક્ષરની પર્યાય જો આત્મા કરે કે આ (હાથની) આંગળીઓ કરે લો ને! તો અક્ષરની પર્યાય આંગળી કરે તો અક્ષરની પર્યાય Page #368 -------------------------------------------------------------------------- ________________ શ્લોક-પ૩ ૩૫૩ વિનાનું (એ પરમાણું ) દ્રવ્ય થયું તો પર્યાય વિનાના દ્રવ્યનો નાશ થઇ જશે. આહાહા ! સમજાણું કાઈ....? (૫) આ આંગળી છે એની આ અવસ્થા (વાંકી-સીધી થવાની) એ પરમાણું કરે છે ને જો એ આત્મા કરે તો એ પરમાણું પર્યાય વિનાના થયા, પર્યાય વિનાનું દ્રવ્ય હોતું નથી. (તેથી પર્યાય વિનાના) દ્રવ્યનો નાશ થઈ જાય છે. આવું ઝીણું! લોકોને તો દયા પાળો! વ્રત કરો! ભક્તિ કરો! આહાહાહા ! બે વસ્તુઓ છે તે સર્વથા ભિન્ન જ છે” – આ સર્વથા ઉપર વજન છે. એક પરમાણું બીજા પરમાણુંથી તદ્દન ભિન્ન છે, એક આત્મા કર્મના પરમાણુંથી તદ્ન ભિન્ન છે, કર્મના પરમાણું આત્માથી તદ્ન ભિન્ન છે. આહાહાહા ! એક પરમાણુંમાં ચાર ગુણ લૂખાશની પર્યાયની દશા હો, અને બીજા પરમાણુંમાં છ ગુણની હો, તો બંન્ને મળીને છ ગુણ લૂખાશ થઈ જાય છે, એવું નથી. છ વાળો (પરમાણું ) છે એણે છ કરી (બીજા પરમાણુંની પર્યાય તો) આ છની પર્યાયવાળાનું દ્રવ્ય (પરમાણું) પર્યાય વિનાનું રહી ગયું, પર્યાય વિનાનું દ્રવ્ય રહેતું નથી. સમજાણું કાંઈ.....? વિરચંદભાઈ ? આવું ઝીણું છે. જગતથી ભારે આકરું કામ! આ તો જ્યાં હોય ત્યાં અમે કરીએ.અમે કરીએ. આહા ! આત્મા અને એક પરમાણું અને એક પરમાણુંને બીજાં પરમાણું, બન્ને વસ્તુઓ છે એ સર્વથા ભિન્ન જ છે. -સર્વથા ભિન્ન છે. આત્મા અને અહીં કર્મ જે છે એ (બન્ને) સર્વથા ભિન્ન છે. કથંચિત્ એક છે ને કથંચિત્ ભિન્ન છે એવું છે નહીં. આહાહા ! “પ્રદેશભેદવાળી જ છે” - દરેક ચીજ, પોતાના પ્રદેશ જે અંશ ક્ષેત્રનો છે, એથી બધા પોતાના પ્રદેશવાળી (ચીજ) છે. આત્માના પ્રદેશ આત્મામાં છે, પરમાણુંના પ્રદેશ પરમાણુમાં છે. “બન્ને એક થઈને પરિણમતા નથી” – બે દ્રવ્ય એક થઈને બદલવાની ક્રિયા થતી નથી. જેમ (માટીના) પિંડમાંથી પલટીને જેમ ઘડો થાય છે, એ ક્રિયા પિંડની ક્રિયા બદલવાની માટીની જ છે. કુંભાર (ઘડો ઘડે છે) એ પિંડમાંથી ઘડાની પર્યાય (કુંભાર) કરે-બદલાવે તો એ બદલવાની પર્યાય વિનાનું માટીનો પિંડ રહ્યો! પર્યાય વિનાનું દ્રવ્ય તો નાશ થઇ જશે. લોજિકથી તો છે પણ ઝીણી વાત છે ને ભાઈ ! આહાહાહા! બહુ સરસ વાત છે. બન્ને એક થઈને પરિણમતા નથી, “એક પરિણામને ઉપજાવતી નથી”—બે પદાર્થ એક પર્યાયને ઉત્પન્ન કરતા નથી. બે દ્રવ્યો છે એ પોત-પોતાના પરિણામને કરે પણ બે દ્રવ્ય મળીને એક પરિણામને કરે એવું થતું નથી. અને “તેમની એક ક્રિયા હોતી નથી” એવો નિયમ છે –એવી વસ્તુની મર્યાદા છે. વસ્તુ પોતાની મર્યાદામાં પોતાની પર્યાય કરે છે (પરંતુ) પોતાની મર્યાદા છોડીને પરની (પર્યાયને) કરે અને પરથી પોતાના પરિણામ થાય, એવી વસ્તુની મર્યાદા છે નહીં. (શ્રોતાઃકોઈને પરનું કામ કરવામાં મદદ ન કરે?) કોણ કરે ધૂળ કરે, મદદ કોણ કરે. ભિન્ન ભિન્ન પદાર્થ કોણ મદદ કરે કોઈનું કોઈ કરી શકતું નથી. ઝીણી વાત છે ભાઈ ! આ કપડું છે ને કપડું એમ એમ ( ઊડ) છે ને! એની ક્રિયા (શું) હાથ કરે? જો હાથ કરે એની (કપડાંની) પર્યાય તો એ દ્રવ્ય પર્યાય વિનાનું રહી ગયું! એ તો એની પર્યાય છે એ તેના પરમાણુંથી થઈ છે એ (હલાવવાની) પર્યાય હાથથી થઈ હોય તો એ પર્યાય વિનાનું દ્રવ્ય થઈ Page #369 -------------------------------------------------------------------------- ________________ ૩૫૪ સમયસાર સિદ્ધિ ભાગ-૪ ગયું, પર્યાય વિનાના દ્રવ્યનો નાશ થઈ જાય! આહાહાહા ! સમજાણું કાંઈ? એ કહે છે દેખો! “જો બે દ્રવ્યો એક થઈને પરિણમે તો સર્વ દ્રવ્યોનો લોપ થઈ જાય.” બે દ્રવ્યો, એક આત્મા ને બીજા પરમાણુંઓ અથવા એક આત્મા ને બીજા આત્માઓ, એવા બે દ્રવ્યો એક થઈને પરિણમે એક થઈને પર્યાયમાં બદલવાની (એક જ) ક્રિયા હો, તો સર્વ દ્રવ્યોનો લોપ થઈ જશે. આહાહાહા ! કેમ કે બીજાના પરિણામને અને પોતાના પરિણામને એકે (એક થઈને) કર્યો તો બીજા પરિણામ વિનાના દ્રવ્ય રહી ગયા-તો (બીજા) પર્યાય વિનાના (થયા) તો પર્યાય વિનાનું દ્રવ્ય હોય જ નહી. “પર્યાય વિજતં દળં” – પર્યાય વિનાનું દ્રવ્ય હોતું નથી, આવે છે ને “પંચાસ્તિકાય માં-પર્યાય વિનાનું દ્રવ્ય નહીં ને દ્રવ્ય વિનાની પર્યાય નહીં. ભારે કામ ભાઈ ! આહા! દેખો ! આ કાગળ છે, એની પર્યાય પલટીને આમ થઈ, તો એ પલટવાની ક્રિયા, આંગળીએ કરી હોય તો એ (કાગળના) પરમાણું પર્યાય વિનાના રહ્યા, તો પર્યાય વિનાનું દ્રવ્ય હોતું જ નથી, તો (કાગળને) આંગળીઓએ ઊંચો કર્યો એવું છે જ નહીં, આરે! આરે ! એય હિંમતભાઈ? (શ્રોતાઃ- દેખાય છે એમ) આમ ઊંચું થાય (એમ દેખાય) અંગુલી જોડે છે. એને લઇને ઊંચુ થાય છે? એ તો સંયોગથી જોયું એણે, એનાં (સ્વ)ભાવથી ન જોયું. દેવીલાલજી? (આહા!) દૃષ્ટિમાં ભ્રમણા છે અજ્ઞાનીને ! હું મારા (પરિણામનો) કર્તા છું અને પરનું પણ કરી શકું છું, તો એ પરની પર્યાયને એણે કરી તો પર પર્યાય વિનાનું રહ્યું, તો પર્યાય વિનાનું દ્રવ્ય રહે નહીં ( એવા અભિપ્રાયમાં) દ્રવ્યનો નાશ થઈ જાય છે. આહાહાહા ! “પર્યાય વિજ્જત દÒસૂક્ષ્મ વાત છે ભાઈ ! જૈન પરમેશ્વર, એનું કહેલું તત્ત્વ બહુ સૂક્ષ્મ છે! (ઓહોહો !) સમય સમયની પર્યાય-અવસ્થા, પ્રત્યેક પદાર્થ (દ્રવ્ય) પોતાનાથી કરે છે. જો પોતાના પરિણામ પણ કરે ને પરના પરિણામ પણ કરે, તો પર પરિણામ વિનાનું દ્રવ્ય રહી ગયું. એણે (પરનું) કર્યું તો અહીં (પરમાં) પરિણામ થયું નહીં, તો પરિણામ વિનાનું દ્રવ્ય તો નાશ થઈ જશે. આહા! અરે, આત્મામાં રાગ છે એ (રાગને) કર્મ કરે તો રાગની પર્યાય વિનાનું દ્રવ્ય રહી ગયું, કમેં પર્યાય કરી ભલે મલિનપર્યાય કરી, પણ કર્મે કરી તો – કર્મે કર્મની પર્યાય કરી ને કર્મે રાગ પર્યાયને પણ કરી તો આ રાગ (આત્માના) ચારિત્રગુણની વિપરીત પર્યાય હતી જીવની, તો એ પર્યાય કર્મે કરી તો (જીવદ્રવ્ય) પર્યાય વિનાનું રહ્યું તો પર્યાય વિનાનું દ્રવ્ય હોતું નથી. ) આહાહાહા ! ન્યાયથી સમજવું પડશેને ભાઈ ! આહાહાહા ! છે? આંહીં તો કર્મનો મોટો વાંધો છે, કહે છે (એ લોકો કે) બસ, કર્મથી વિકાર થાય, કર્મથી વિકાર થાય અને વિકાર કરે એટલે કર્મને બંધાવું પડે ! રાગ ન હોય તો કેમ કર્મ બંધાતા નથી? એમ પ્રશ્ન હતો રાજકોટમાં, ઘણાં વર્ષ પહેલાં. એમ કે રાગ ન હોય તો કર્મ કેમ બંધાતું નથી? પણ રાગ છે ને કર્મની પર્યાય કર્મથી થાય છે અને રાગ ન હો, તો પ્રશ્ન જ કયાં છે. સમજાણું કાંઈ....? (કહે છે) એમ કે અહીંયા રાગ કર્યો, દયા-દાનનો તો ત્યાં શાતા આદિની પર્યાય બંધાણી, તો રાગ ન હોત તો બંધાત? પણ એ પ્રશ્ન જ કયાં છે અહીંયા. રાગ છે. બસ રાગ છે એટલું આત્મામાં અને ત્યાં શાતાની પર્યાય થઈ એ જાતની પર્યાયથી જડથી થઈ છે, એ રાગથી થઈ એ નહીં, જો રાગથી જડની (પરમાણુંની) પર્યાય થઈ હોય તો, પર્યાય વિનાના પરમાણું કર્મના Page #370 -------------------------------------------------------------------------- ________________ શ્લોક-૫૩ ૩૫૫ રહ્યા, પર્યાય વિનાનું દ્રવ્ય રહેતું જ નથી, ( તો તો ) નાશ થઈ જાય છે. ન્યાય સમજણમાં આવે છે? આવો મારગ છે! આ ગાથાના કળશો ઘણાં ઊંચા છે. કહો, રતિભાઈ ? આ ચશ્મા ચડાવો છોને આમઆમ હાથ કરતાં કરતાં ( કહે છે અહીંયા કે ) એમ છે નહીં, એવું કરી શકતા નથી. એમ કહે છે. જુઓ, ચશ્માની પર્યાય આમ છે ને આમ થાય છે એ આંગળી કરે તો એ (ચશ્માની ) પર્યાય આંગળીએ કરી, તો આ ( ચશ્માના ૫૨માણું ) પર્યાય વિનાના એ દ્રવ્ય રહી ગયા, તો દ્રવ્યનો નાશ થઈ જશે. ચીમનભાઈ ! ૫૨ની દયા પાળી શકે તો પરની દયાની પર્યાય જે છે તો એનાથી એમાં (પર્યાય ) થઈ, આણે કરી તો એ પર્યાય વિનાનું દ્રવ્ય ત્યાં રહી ગયું ! શું કીધું ? સમજાણું કાંઈ.... ? ૫૨ (જીવ ) છે. શરી૨ ને આત્મા ભિન્ન (ભિન્ન ) છે. તો એ (૫૨ જીવને ) જીવતું રાખે છે–૫૨ ( ઉ૫૨ ) રાગ થયો તો હું ( એ જીવને ) જીવતો રાખું છું ( તેમાં ) એની પર્યાય આ રાગે કરી, તો એ પર્યાય વિનાનું દ્રવ્ય રહી ગયું, તો પર્યાય વિનાનું દ્રવ્ય નાશ થઈ જશે. આહાહા ! (શ્રોતાઃ- એ ભાગીદાર થઈને કરે ને !) એ જ કહે છે, ભાગીદાર (થઈને ) ક૨ે પર્યાયનો તોય નાશ થઈ ગયો. બે પદાર્થ ભિન્ન ભિન્ન છે, આત્મા અને કર્મ, જો આત્મામાં રાગનું કાર્ય, કર્મ કરે તો રાગની પર્યાય તે સમયની છે, પર્યાયનો ત્રિકાળ પર્યાયનો અંશ ગુણ છે અને ગુણનો પિંડ તે દ્રવ્ય છે. તો એ રાગ કર્મે કર્યો તો રાગની પર્યાય વિનાનું ( આત્મ ) દ્રવ્ય રહી ગયું. ત્રણ કાળની પર્યાયનો પિંડ તે ગુણ છે ને અનંતગુણનો પિંડ દ્રવ્ય છે. તો (પર્યાય વિના તો ) દ્રવ્ય રહ્યું નહીં. આહાહાહા ! સમજાણું કાંઈ..... ? આકરી વાત ભાઈ ! જ્યાં ત્યાં અહંકાર, અહંકાર, અહંકા૨ ! અમે કર્યું – અમે કર્યું – અમે કર્યું ! જીવને આમ આમ અનાદિથી..... ‘આત્મધર્મ’ બનાવે છે ને. લ્યો ! આત્મધર્મ પુસ્તક શું કહેવાય એ ? માસિક (પત્ર ) એ ? માસિક ( પત્ર ) એ આત્મધર્મના ૫૨માણુંની પર્યાય, બીજો આત્મા કહે કે મેં બનાવી, બરાબર અક્ષ૨ સ૨ખા કરીને, તો એ ૫૨માણુંની જે પર્યાય છે એ તેં કરી તો એ તો એ પર્યાય વિનાના દ્રવ્ય રહ્યા, એ દ્રવ્યોનો તો નાશ થઈ જશે. (શ્રોતાઃ- ૫૨માણુંએ શું કર્યું ) ૫૨માણુંએ કર્યું કાંઇ નહીં. આણે કર્યું તે તો એ પર્યાય વિનાના દ્રવ્ય રહી ગયા, તો ( એ ૫૨માથું દ્રવ્યનો ) નાશ થઈ જશે. આહાહાહા ! ( શ્રોતાઃ- કોઈ કોઈને સહકાર ન કરી શકે એમ થયું!) કાંઈ કરી શકે નહીં ત્રણકાળમાં ! કહો, મલુકચંદભાઈ ? સંભળાય છે કે નહીં આ ? આહાહાહા ! ભારે કામ ભાઈ ! શું સિદ્ધાંત મુક્યો !! જે એક તત્ત્વ છે એ બીજા તત્ત્વના પરિણામ એનાથી થાય છે એમ નહીં, થઈને તારાથી થયા, તો પરિણામ વિનાનું એ દ્રવ્ય પરિણામી રહેતું નથી. આહાહાહા ! કોણ કોણ આવ્યા છે ? જયંતીભાઈ અને હસમુખભાઈ આવ્યા છે. ઠીક ! આહાહાહા ! અરે આવું કયાં છે ભાઈ !? આત્મા એમ માને કે મેં ઉપદેશ કર્યો, તો (તેમાં ) ઉ૫દેશની પર્યાય ૫૨માણુંની છે એ આત્માએ કરી, તો પર્યાય વિનાના શબ્દ રહી ગયા, પર્યાય વિનાના પરમાણું રહ્યા, એ પણ જૂઠ છે અને પરમાણુંની પર્યાય (ભાષાની-શબ્દની ) થઈ તો સાંભળવાવાળાને જ્ઞાન થયું, ૫૨માણુંની ભાષા આવી ને ત્યાં જ્ઞાન થયું, તો ત્યાં પર્યાય છે (જ્ઞાનની ) એ આમ ભાષાએ કરી, તો એ Page #371 -------------------------------------------------------------------------- ________________ ૩૫૬ સમયસાર સિદ્ધિ ભાગ-૪ પર્યાય વિનાનું દ્રવ્ય ત્યાં રહી ગયું– ( શ્રોતા :- કર્મના ક્ષયોપશમથી તો કામ થાય છે) કર્મના ક્ષયોપશમથી બિલકુલ નહીં, એ જ વાંધા છે ને ! કર્મ છે તે પોતાની પર્યાયમાં કર્તા છે અને આંહી ક્ષયોપશમની પર્યાય આત્મા પોતાનાથી કરે છે, કર્મનો ઉઘાડ થયો તો અહીં વિકાસ થયો, એવું બિલકુલ નથી. મોટો વાંધો હતો ને એ, તેરની સાલ, બાવીસ વર્ષ પહેલાં. આહાહાહા ! કર્મનો ક્ષયોપશમ થાય તો... ક્ષયોપશમ એટલે ? એ તો કર્મની અવસ્થા છે જડની, એને લઈને આંહીં જ્ઞાનની પર્યાયનો વિકાસ થયો હોય તો એ કર્મની પર્યાય પણ થઈ અને આ વિકાસ એનાથી થયો, તો આ પર્યાય વિનાનું દ્રવ્ય ( આત્મદ્રવ્ય ) રી ગયું. રતિભાઈ ? આ તો ન્યાયથી પકડાય છે. ભાષા ભલે સાદી હોય પણ.... આહાહાહા ! “કર્મ બિચારે કૌન, ભૂલ મે૨ી અધિકાઈ, 4 અગ્નિ સહે ઘનઘાત, લોહકી સંગતિ પાઈ.” આહાહાહા ! કર્મ કર્મની પર્યાય કરે, આત્મા આત્માની પર્યાય અજ્ઞાનભાવે રાગની કરે, અજ્ઞાનભાવે, જ્ઞાનભાવે તો રાગ આવે છે અને તો જ્ઞાનમાં શેય બનાવે છે એ જ્ઞાનની પર્યાય, એ જ્ઞાનની પર્યાયે કરે ને રાગ પણ કરે એવું છે નહીં. આહાહા ! ઝીણી વાત આવી ગઈ વળી, એ તો જ્ઞાન આંહીં ઈ વાત ( અત્યારે આમાં ) નથી. આંહીં તો ફક્ત પરિણામ, ( પરિણામીથી થાય છે ) શુદ્ધ કરે કે અશુદ્ધ, એ પરિણામ એનું પોતાનું છે બસ ! ૫૨ના પરિણામ ૫૨માં થાય છે. ૫૨ના પરિણામથી પોતાનામાં અશુદ્ધતા થઈ મિથ્યાત્વ પરિણામ થયા જીવમાં તો એ દર્શનમોહનો ઉદય થયો તેથી મિથ્યાત્વ પરિણામ થયા, તો મિથ્યાત્વ પરિણામ જે છે એ શ્રદ્ધાગુણની વિપરીતપર્યાય છે તો જો એ પર્યાય પ૨ે (દર્શનમોઢે ) કરી, તો આ પર્યાય તો રહી નહીં, પર્યાય વિનાનો ગુણ નહીં ને ગુણ વિનાનું દ્રવ્ય નહીં. આહાહાહા ! આવું હવે માનવું, આમાં ક્યાં? કર્મનો એવો તીવ્ર ઉદય આવે, જે મોક્ષમાર્ગમાંય એમ કહ્યું છે, કે તીવ્ર ઉદય હોય તો પુરુષાર્થ નહિ કરી શકે, મંદ ઉદય હોય તો કરી શકે, એ તો કઈ અપેક્ષા ? તીવ્ર વીતરાગભાવ છોડીને તીવ્રવિકાર આત્મા કરે તો એ વખતે કર્મના ઉદયને ઉદય કહેવામાં આવે છે, અહીં તો તીવ્ર કરે માટે ત્યાં તીવ્રનો ઉદય, એવું છે નહીં. કર્મનો ઉદય અંદર મંદ હોય અને વિકાર તીવ્ર કરે, એ તો પોતાથી કરે છે ને! કર્મનો ઉદય તીવ્ર હોય અને અહીં અંદર રાગની મંદતા કરે એ પોતાનાથી ( આત્માથી ) છે, ૫૨થી બિલકુલ નથી. આહાહાહા ! આવું છે. ધર્મ સમજવો હોય તો દરેકની પર્યાય પોતાનાથી થાય છે, કોઈની પર્યાય (બીજી) કોઈથી નથી થતી એવું સમજીને પછી દ્રવ્યદૃષ્ટિ કરવી. એ રાગનો પણ કરવાવાળો હું છું એ પણ છોડી દેવું પડે પછી. રાગના પરિણામ હું કરું છું મારા પરિણામ મારા છે અને કર્મ રાગ કરાવતું નથી, એટલા નિર્ણયમાં તાત્પર્ય પછી, એવું છે કે રાગની પર્યાય પણ મારી નહિ, હું તો શુદ્ધ ચૈતન્ય છું, એની વિકારી પર્યાય કેમ હોય ? આહાહાહા ! સમજાણું કાંઈ... ? આહાહા ! પહેલાં તો રાગનો કર્તા હું છું, કર્મ એનો કર્તા નથી, એવો નિર્ણય કરીને, તાત્પર્ય શું એમાં આત્માને લાભ શું ? કે રાગનો કર્તા હું છું એ મારી વિપરીત પર્યાય છે તો મારો સ્વભાવ વિપરીત નથી, મારી ચીજ તો નિર્મળાનંદ શુદ્ધ ચૈતન્ય પ્રભુ છે, એવી દૃષ્ટિ થઈ કે રાગના Page #372 -------------------------------------------------------------------------- ________________ શ્લોક-પ૩ ૩૫૭ પરિણામનો કર્તા હતો એ કર્તા છૂટી જાય છે. આહાહાહા ! કલકત્તા ને મુંબઈ ને દિલ્હી ને આમાં શું આ બધું માંડી કરે છે. આખો દિધમાલ ધમાલ હાલતી હોય આમ હજારો મણના કપડાનાં ઢગલા મોટા શું કહેવાય? તમારા ખટારા છે ને મુંબઈમાં, ખટારા ભરી-ભરીને કપડાં(કાપડ) હોય છે ને, દુકાનમાં ઉતારે ને, મોટા ખટારા ભરેલા હોય કપડાથી ને (દુકાનમાં મૂકે ) કાપડની બજારમાં પછી, આંહી છે ને સીમંધર સ્વામી ભગવાનનું મંદિર છે પછી આમ જતાં આવે છે, મોટા મોટા ખટારા કપડાથી ભર્યા હોય, ઉતારતા હોય ને નાખતા હોય. આહાહાહા ! અરેરે ! એ (ખટારા) ઉપરનું કાપડ જે છે એ નીચે ઊતરે છે એ એની પર્યાય બદલાવવાની કરવાવાળા એ પરમાણું છે, આદમી-મજૂર એમ માને કે મેં આ ઉપરથી નીચે (માલ) ઊતાર્યો-એ પર્યાય મેં કરી, તો એ પર્યાય વિનાનું (પરમાણું ) દ્રવ્ય રહ્યું ! બહુ આકરી વાત ! આહાહા! આ ખોંખારો થાય છે ને ! એ પરમાણુની પર્યાય છે પણ એ પરમાણુંથી (થયેલો) ખોંખારો મારાથી થયો, આત્માથી તો એ પરમાણું પર્યાય વિનાનું દ્રવ્ય રહી ગયું. (શ્રોતા : પણ ઇચ્છા તો કરીને) ઈ તો મેં ન કહ્યું, કહ્યું ને કે એ ઇચ્છાનો કર્તા પણ આત્મા નહીં પરમાર્થથી તો સમજાણું કાંઈ..? પણ ઈચ્છા થઈ, આ ઈચ્છા થઈ તો બળખા બહાર નીકળે છે, એવુંય નથી-બિલકુલ નથી. બહું આવું ગયું! કહો, પંડિતજી? છે? આ ઘૂંક છે ને થંક! મોઢામાંથી અમી ઊતરે છે ને નીચે (પેટમાં જાય છે ને!)એ આત્મા વૃત્તિ (કરે) ઇચ્છા કરે એટલે આ ઘૂંકને નીચે ઉતારી શકે-એ બે ક્રિયા આત્મા કરી શકે નહીં. આહાહાહા ! (શ્રોતા:- એ ઘૂંકની ક્રિયા કોણ કરે?) શેની? થેંકની ક્રિયા એ પરમાણું કરે નીચે ઊતરવાની એ ઇચ્છા કરે કે હું નીચે ઉતારું-એમ છે નહીં. અમી આવે છે ને અમી મુખમાં એ અમી, આત્મા (નીચે) ઉતારી શકતો નથી. આહાહાહા ! એમ કર્મ છે એ આત્માને ઇચ્છા કરાવી શકાતા નથી. આહાહાહાહા ! ઈ શું કીધું? મીઠાશ, અમી-અમી પરમાણું ઊતરે છે તો એણે ઇચ્છા કરી ને આ અમી ઊતરવાની ક્રિયા થઈ એમ છે નહીં. ઝીણી વાત ભાઈ ! જેવા ભિન્ન તત્વ છે એવું ભિન્ન તરીકે ન માને અને એકમેક (માને) એની ક્રિયા આ કરે ને આની ક્રિયા તે કરે તો તત્ત્વ ભિન્ન રહેતા નથી, (તત્ત્વનો દ્રવ્યોનો) નાશ થઈ જાય છે, આની તારી શ્રદ્ધા વિપરીત છે. આહાહાહા ! આવી વાત છે. જો બે દ્રવ્યો એક થઈને પરિણમે તો સર્વ દ્રવ્યોનો લોપ થઈ જાય.” પહેલાં આવ્યું'તું ને પહેલામાં આવ્યું'તું ઓલામાં ૮૬ની ટીકામાં આવ્યું'તું ઓલી કોર જુઓ, છે ને? ૮૬ ની ટીકાનો ભાવાર્થ, તેની છેલ્લી લીટી-“જડ-ચેતનની એક ક્રિયા હોય તો સર્વ દ્રવ્યો પલટી જવાથી સર્વનો લોપ થઈ જાય- એ મોટો દોષ ઊપજે.”-એ (ગાથા) ૮૬ની ટીકાનો ભાવાર્થ (છેલ્લી લીટી છે) સમજાણું કાંઈ...? એકાવન કળશની ઉપર ભાવાર્થ, ટીકાનો ભાવાર્થ છે, સમજાણું કાંઇ? એ ટીકાના ભાવાર્થમાં કહ્યું હતું ને આ કળશના ભાવાર્થમાં કહ્યું! ઝીણી વાત ભાઈ ! શાંતિથી આ તો ટીકાનો છે ને ભાવાર્થ છેલ્લે ભાવાર્થ છે ને એની ચોથી લીટી(છેલ્લે) “જડ-ચેતનની એક ક્રિયા હોય તો સર્વ દ્રવ્યો પલટી જવાથી સર્વનો લોપ થઈ જાય-એ મોટો દોષ ઊપજે.” એક આત્મા, શરીરને વાણી ને ખાવા-પીવાની બધાની ક્રિયા કરે તો એ પરિણામનો Page #373 -------------------------------------------------------------------------- ________________ ૩૫૮ સમયસાર સિદ્ધિ ભાગ-૪ અભાવ (બીજાની પર્યાયનો અભાવ થાય!) તેથી જો એ બધાની ક્રિયા આત્મા કરે-પરિણામ કરે તો એ બધા પુદ્ગલનો નાશ થઈ જાય, પુદ્ગલની હયાતી રહેતી નથી-પર્યાય વિના (દ્રવ્યની) હયાતી રહી શકે નહીં. આહાહાહા! ભારે કામ આકરું. આ તો જ્યાં હોય ત્યાં મેં કર્યું. મેં આ કર્યું જો મેં આ બનાવ્યું કે આ લખ્યું ને મેં(હું ) બોલ્યો ને મેં બીજાને સમજાવ્યું ! આવી આકરી વાતું બાપુ! આહા! એક આત્મા, બધા શરીરને, વાણીને, મનને, દાળ-ભાત-શાક ને એ બધાને ખાવાની ક્રિયા કરે (તેમાં) એક આત્માના પરિણામ પોતે કરે અને એની (બીજા પદાર્થોની) પર્યાયને કરે, તો બધા પરમાણું પર્યાય વિનાના થઈ જાય છે, પર્યાય વિનાના દ્રવ્યનો બધાનો નાશ થઈ જશે. અનેક છે તો એક થઈ જશે, અનેક છે-અનંત છે એક (દ્રવ્ય) બીજાનું (કંઈ પણ) કરે તો બીજો બીજાનું કરે તો એમ કરતાં કરતાં અનેક (અનેકપણે) નહીં રહે, એક જ થઈ જશે બધા ! આહાહાહા ! કહો, શશીભાઈ ? આવું બેસે ન બેસે શું થાય ભાઈ, આવો માર્ગ છે, એ પ૩ થઈ (ત્રેપન કળશ થયો.) હવે ચોપન. શ્લોક - ૫૪ ) (માર્યા). नैकस्य हि कर्तारौ द्वौ स्तो वे कर्मणी न चैकस्य। नैकस्य च क्रिये द्वे एकमनेकं यतो न स्यात्।।५४।। ફરી આ અર્થને દેઢ કરે છે - શ્લોકાર્થ-[ ચ દિૌ વર્તારૌ ન સ્તઃ] એક દ્રવ્યના બે કર્તા ન હોય, [૨] વળી [ કે કર્મળ ન] એક દ્રવ્યના બે કર્મ ન હોય [૨] અને [ ફેબ્રિયે ન] એક દ્રવ્યની બે ક્રિયા ન હોય;[ યત:] કારણ કે[અને રચાત] એક દ્રવ્ય અનેક દ્રવ્યરૂપ થાય નહિ. ભાવાર્થ આ પ્રમાણે ઉપરના શ્લોકોમાં નિશ્ચયનયથી અથવા શુદ્ધદ્રવ્યાર્થિકનયથી વસ્તુસ્થિતિનો નિયમ કહ્યો. ૫૪. પ્રવચન નં. ૧૭૬ શ્લોક નં. ૫૪ તા.૨૩/૦૧/૭૯ नैकस्य हि कर्तारौ द्वौ स्तो द्वे कर्मणी न चैकस्य। नैकस्य च क्रिये द्वे एकमनेकं यतो न स्यात्।।५४ ।। આહાહા “એકસ્ય હિ દ્વૌ કર્તારૌ ન સ્તઃ” – “એક દ્રવ્યના બે કર્તા ન હોય”- દ્રવ્યના નામ પરિણામ, એક દ્રવ્યના બે પરિણામના એક કર્તા નથી હોતા એક દ્રવ્યના (-પરિણામના) બે કર્તા હોતા નથી પોતાના આત્મામાં રાગ પણ આત્મા કરે અને કર્મ પણ (રાગને) કરે, એક દ્રવ્યના (પરિણામના) બે કર્તા થતા નથી. (આહા!) એક પરિણામના બે કર્તા હોતા નથી. Page #374 -------------------------------------------------------------------------- ________________ શ્લોક-પપ ૩૫૯ આત્મા રાગ પણ કરે ને કર્મ પણ રાગ કરાવે, એવું હોતું નથી. આહાહાહા ! એક દ્રવ્યના (પરિણામના) બે કર્તા હોતા નથી. અને. “એક દ્રવ્યનાં બે કાર્ય ન હોય”—એક દ્રવ્યના (-પરિણામના) બે કાર્ય ન હોય, એક દ્રવ્યનું એક જ પરિણામ-કાર્ય હોય છે. એક દ્રવ્યના (-પરિણામના), બે કાર્ય-આત્મા રાગ પણ કરે ને કર્મનું બંધન પણ કરે એવું હોતું નથી, અને કર્મબંધન (પોતાનો) ઉદય પણ કરે અને આત્મામાં રાગ પણ કરે, એવું હોતું (થતું) નથી. આહાહાહા ! આવું ઝીણું! આહાહાહા! અને “મેચ કે ક્રિયે ન”-એક દ્રવ્યની બે ક્રિયા ન હોય, એક જ દ્રવ્યની બે પલટવાની ક્રિયા હોતી નથી-આત્મા પોતાની પૂર્વ પર્યાયથી પલટીને રાગ કરે અને કર્મની પલટીનેપરમાણુની પર્યાય પલટીને કર્મની પર્યાયને પણ કરે એમ બે ક્રિયા થતી નથી. આહાહાહા... કેમ? “એકમ્ અનેકમ્ ન ચા” “એક દ્રવ્ય અનેક દ્રવ્યરૂપ થાય નહિ”- એક દ્રવ્ય પોતાના પરિણામ સહિત છે એ બીજાના પરિણામને ન કરે, માટે અનેક દ્રવ્ય(એક) ન થઈ જાય, “એકમ્ અનેકમ્ ન સ્યાત”—એક, અનેક હો તો એક બીજાના પરિણામને કરે પણ એક, અનેક( રૂ૫) થતા નથી, માટે પોતાના પરિણામ તો કરે, પરના પરિણામ) કરે નહીં. આહાહાહા ! છે? ભાવાર્થ- આ પ્રમાણે ઉપરના શ્લોકોમાં નિશ્ચયનયથી અથવા શુદ્ધદ્રવ્યાર્થિકનયથી વસ્તુસ્થિતિનો નિયમ કહ્યો. નિયમ અર્થાત્ મર્યાદા કહી. વસ્તુની એ મર્યાદા છે. –આત્માને અનાદિથી પરદ્રવ્યના કર્તાકર્મપણાનું અજ્ઞાન છે. (શું કહે છે?) શરીર(ની ક્રિયા હું) કરું, દેશની સેવા કરું, દુઃખી ને હું મદદ કરું, આહાર-પાણી દઉં, ઓસડ (દવા) દઉં બીજાને. આહાહા! એ અનાદિથી પરદ્રવ્યના કર્તાકર્મપણાનું (અજ્ઞાન છે) આહા ! એ અજ્ઞાન છે. “જો એ પરમાર્થનયના ગ્રહણથી” હવે એનો સરવાળો લીધો પાછો કે આ બધું કહીને કરવાનું શું છે? તે જો એક વાર પણ વિલય પામે તો ફરીને ન આવે” ફરીથી અજ્ઞાન થતું નથી. આહાહા.... (કહે છે) શ્લોક-પપ ( શ્લોક - ૫૫ ) (શાર્દૂનવિદ્રહિત) आसंसारत एव धावति परं कुर्वेऽहमित्युच्चकै१र्वारं ननु मोहिनामिह महाहङ्काररूपं तमः। तद्भूतार्थपरिग्रहेण विलयं यद्येकवारं व्रजेत् तत्किं ज्ञानघनस्य बन्धनमहो भूयो भवेदात्मनः।।५५।। આત્માને અનાદિથી પરદ્રવ્યના કર્તાકર્મપણાનું અજ્ઞાન છે તે જો પરમાર્થનયના ગ્રહણથી એકવાર પણ વિલય પામે તો ફરીને ન આવે, એમ હવે કહે છે - શ્લોકાર્થ-[૩૬] આ જગતમાં [ મોદિનામ] મોહી (અજ્ઞાની) જીવોનો [પર અદમ ફર્વે] પરદ્રવ્યને હું કરું છું [તિ મદદઠ્ઠIRાં તમ:] એવા પરદ્રવ્યના કર્તુત્વના મહા અહંકારરૂપ અજ્ઞાનાંધકાર- [નનું ૩: ૬૨] કે જે અત્યંત દુર્નિવાર છે તે Page #375 -------------------------------------------------------------------------- ________________ ૩૬૦ સમયસાર સિદ્ધિ ભાગ-૪ [સંસારત:વાવતિ] અનાદિ સંસારથી ચાલ્યો આવે છે. આચાર્ય કહે છે કેઃ [સદો] અહો![ મૂતાર્થgરિપ્રદે] પરમાર્થનયનું અર્થાત્ શુદ્ધદ્રવ્યાર્થિક અભેદનયનું ગ્રહણ કરવાથી [ ]િ જો [તત્ વાર વિનય વ્રનેત્] તે એક વાર પણ નાશ પામે [તત્] તો [જ્ઞાનાચ માત્મનઃ] જ્ઞાનઘન આત્માને [મૂય:] ફરી [વર્ધન વિભવેત] બંધન કેમ થાય? (જીવ જ્ઞાનઘન છે માટે યથાર્થ જ્ઞાન થયા પછી જ્ઞાન ક્યાં જતું રહે? ન જાય. અને જો જ્ઞાન ન જાય તો ફરી અજ્ઞાનથી બંધ ક્યાંથી થાય? કદી ન થાય.) ભાવાર્થ- અહીં તાત્પર્ય એમ છે કે અજ્ઞાન તો અનાદિનું જ છે પરંતુ પરમાર્થનયના ગ્રહણથી,દર્શનમોહનો નાશ થઈને, એક વાર યથાર્થ જ્ઞાન થઈને ક્ષાયિક સમ્યકત્વ ઊપજે તો ફરી મિથ્યાત્વ ન આવે.મિથ્યાત્વ નહિ આવતાં મિથ્યાત્વનો બંધ પણ ન થાય. અને મિથ્યાત્વ ગયા પછી સંસારનું બંધન કઈ રીતે રહે? ન જ રહે અર્થાત્ મોક્ષ જ થાય એમ જાણવું. પપ. પ્રવચન નં. ૧૭૬ શ્લોક નં. ૫૫ તા.૨૩/૦૧/૭૯ आसंसारत एव धावति परं कुर्वेऽहमित्युच्चकै१र्वारं ननु मोहिनामिह महाहङ्काररूपं तमः। तद्भूतार्थपरिग्रहेण विलयं यद्येकवारं व्रजेत् तत्किं ज्ञानघनस्य बन्धनमहो भूयो भवेदात्मनः।। ५५ ।। સરવાળો તો પાછો એમ કહેવો છે ને બધો, આ કર્તાકર્મ નથી ( એમ જાણીને) પણ પાછું કરવું શું? હવે એને (કહે છે ). “રૂદ' આ જગતમાં મોહ–અજ્ઞાની જીવોનો પરદ્રવ્યને હું કરું છું, પરદ્રવ્યોનું ભલું હું કરું છું-પરદ્રવ્યોને સુખી કરું છું-પરદ્રવ્યોને દુઃખી હું કરું છું પરને જીવાડું છું પદ્રવ્યોને નભાવું છું આ શેઠિયાઓ, એવા ઘણા હોયને પૈસાવાળા હોય ઘણાને નભાવેને! ધંધામાં નોકરોને નભાવે ! ઓલા કહેતા હતા, શાંતિલાલ ખુશાલ, (તેની પાસે) બે અબજ ચાલીશ કરોડ રૂપિયા-બે અબજ ચાલીશ કરોડ રૂપિયા એનાં બનેવી આપણે આવે છે ને પોપટલાલ લીંબડીથી, (સાળા પાસે) બે અબજ ચાલીશ કરોડ તો તેમણે કહ્યું શું હજી સુધી તમે રળવાના આવા મોટા પાપ કરો છો ! આવા-આવા બે અબજ રૂપિયા છે, અઢી અબજ રૂપિયા છે તમારી પાસે, (સાંભળીને ) એ કહે, શું અમે અમારા માટે કરીએ છીએ, લોકોને નભાવવા માટે કરીએ છીએ, આવો જવાબ આપ્યો, પાવર ફાટી ગયા !(શ્રોતા- શાહુકાર ન હોય તો ગરીબ નભે કેમ) ધૂળમાંય શાહુકરથી નભતા નથી, સૌ પોતપોતાની પર્યાયથી નભે છે. (લ્યો!) પોપટભાઈને એવો જવાબ આપ્યો, એના બનેવીને, પોપટભાઈ નથી આવતા લીંબડીથી, આંહી બેસે છે. એણે (એને) કહ્યું આ શું હવે કેટલા પાપ કરો છો, હજારો માણસને આ બધું... તો શું આ અમે અમારા માટે કરીએ છીએ, હજારો માણસ નભે છે માટે કરીએ છીએ, આટલા તો અભિમાન અજ્ઞાનીઓના ! આ જીન-પ્રેસ ચલાવે ને (એમાં) હજારો માણસ કામ કરે ત્યાં એકદમ બધાને રોજી મળે આજીવિકા મળે, એને માટે કરે છે તું? મૂંઢ છે. આહાહાહા! અજ્ઞાની જીવોનો પરદ્રવ્યનો હું કર્તા છું ‘રૂતિ મહારંવારરુપે તમ:_એવા પરદ્રવ્યના Page #376 -------------------------------------------------------------------------- ________________ શ્લોક-૫૫ ૩૬૧ કર્તુત્વના મહા અહંકારરૂપ અજ્ઞાન-અંધકાર, આકરું કામ છે-શરીરની ક્રિયા કરી શકે નહીં, આ કેન્સર થાય છે ને! લ્યો ને, એ દાકતર કેન્સરને કાપી શકે નહીં એમ કહે છે. એની પર્યાય ત્યાં થવાવાળી છે તો એને (કેન્સર) હોય છે કેમ માને ! આ ગળાનું કેન્સર, છાતીનું કેન્સર, આંખનું કેન્સર થાય છે ને ! આહાહાહા ! એ પરમાણું-પુદ્ગલ એ રીતની પર્યાયપણે થયા છે, એ પર્યાય કોઈ દવાથી રોકાઈ જાય છે એ (કેન્સરની) પર્યાય એવું નથી. દવાની પર્યાય ભિન્ન છે ને આ (રોગની) પર્યાય ભિન્ન છે. દવાની પર્યાયથી ત્યાં (શરીરના) રોગની પર્યાય મટી જાય છે, (એ) ભ્રમ છે અજ્ઞાનીનો ! છે? ( શ્રોતા – દવાથી મટી તો જાય છે) ઈ તો એની પર્યાય ત્યાં મટવાનો કાળ હતો માટે મટી જાય છે. આહાહાહા! આવું છે. અજ્ઞાની જીવોનો પરદ્રવ્યનો હું કર્તા છું એવા પરદ્રવ્યના કર્તુત્વના મહાઅંધકાર રૂપઅજ્ઞાનઅંધકારરૂપ-આ તો દાખલો દાકતરનો ! દાકતર, (અરે લ્યોને !) વકીલ હો, ભાષા બરાબર કરીને પછી કાયદો કાઢે ને આ કરે ને કેસ જીતાવી દે લ્યો! રામજીભાઈ, કેટલાયને જીતાવી દીધા ! ધૂળમાંય જીતાડયા નથી કોઈને, ઘરનો દાખલો દેવાયને ! અરે, કોણ કરે ભાઈ ! ભાષા જ જ્યાં કરી શકે નહીં, તો પરનો કેસ જીવાડી શકે એ વાત કયાં છે બાપા. એ સૌની પર્યાય પરમાણુંની એનાથી થઈ છે. આહાહાહા ! કહે છે કે આવો જે અત્યંત દુનિર્વાર અજ્ઞાન અંધકાર! “નનું ઉચકૈ દુર્વાર”—ઉચ્ચકે એટલે અત્યંત દુનિર્વાર! પોતાના આત્મા સિવાય, બીજા આત્મા અને બીજા પરમાણુંઓ એનું (કાર્ય) હું કરી શકું છું, દિકરો મારો છે. (શ્રોતા - અનુભવનો લાભ તો આપવો જોઈએ ને!) અનુભવનો લાભ આપે ? અજ્ઞાનથી માને, પોતે પચીસ-પચાસ વરસથી ધંધો કર્યો હોય પછી નાના છોકરાઓને અનુભવ આપે કે જો આમ કરો-આમ કરો, એ બધાય ગપગપ છે બધીય, આહાહાહા ! મારગ જુદા બાપુ! આહાહાહા ! આંહી કહે છે, આત્મા પોતાના સિવાય, પર આત્મા અને પર શરીરને પોતાનું માને આ મારી સ્ત્રી (પત્ની) છે, આ મારા છોકરા છે, મારી છોકરી છે, આ મારા જમાઈ છે. અરેરે ! આ શું છે પ્રભુ! એ ચીજ શું તારી છે? અને હું પરને બીજા જીવોને ) નભાવી શકું છું, મારે દિકરો નથી તો દીકરીનો પતિ જમાઈને ( દિકરો) બનાવીને અહીં ઘેર રાખ્યું અને નભાવી શકું હુંય નભું ને એનેય નભાવી દઉં, બધું અજ્ઞાન છે, અંધકાર છે. (શ્રોતા- પૈસાદાર ભાગ્યશાળી કહેવાય છે ને !) એ ભાગ્યશાળીઓ બધા અજ્ઞાનીના પૂંછડા છે મોટા. કહો ચીમનભાઈ ? મહા ઉદ્યોગપતિ, ઉદ્યોગ મેં બનાવ્યો( સ્થાપ્યો) કારખાનાં બનાવ્યા, ચારેકોર આ મેં કર્યું. આ મેં કર્યું ને એમ લાખો મનુષ્યોને નભાવ્યા, એ બધું અજ્ઞાન છે, પરની ( ક્રિયા) કરીને નભાવ્યા, એ તો મિથ્યાભ્રમ ને અજ્ઞાન છે. અરે, પ્રભુ આવું અજ્ઞાન અંધકાર અત્યંત દુર્નિવાર છે. આસંસારઃ એવ ધાવતિ” અનાદિ સંસારથી ચાલ્યો આવે છે આસંસાર અનાદિથી. હું પરનો કર્તા છું અને પર મારું કરે છે એ તો અનાદિથી અજ્ઞાન ચાલ્યું આવે છે. (શ્રોતા મટાડવું કઠણ !) એ દુર્નિવાર કીધું ને ! અજ્ઞાનીને અધ્યાસ છે ને એ કારણે અત્યંત દુર્નિવાર છે, કેમ કે અનાદિ સંસાર ચાલ્યો આવે છે. આચાર્ય કહે છે કે, અહો ! “ભૂતાર્થપરિગ્રહણ'- પરમાર્થનયના Page #377 -------------------------------------------------------------------------- ________________ ૩૬૨ સમયસાર સિદ્ધિ ભાગ-૪ શુધ્ધનયના અભેદનયથી ગ્રહણ કરવાથી એક વાર ભૂતાર્થ આત્માના અનુભવ કરવાથી એ ભૂતાર્થ હું આનંદસ્વરૂપ ને જ્ઞાન સ્વરૂપ છું એ ભૂતાર્થ છતીચીજ છે. આ છતી ચીજ ત્રિકાળી આનંદકંદ પ્રભુ ભૂતાર્થ પરિગ્રહણ એ પૂર્ણપદાર્થ આત્મા, એનો “પરિ' એટલે સમસ્ત પ્રકારે અનુભવ કરવાથી “ભૂતાર્થ પરિગ્રહણ છે ને ! પરમાર્થનયનું ગ્રહણ કરવું-ગ્રહણ એટલે અનુભવ કરવાથી, આત્મા આનંદસ્વરૂપ છે-જ્ઞાનસ્વરૂપ છે, એનો એકવાર અનુભવ કર ! અજ્ઞાનનો નાશ થઈ જશે. આહાહા ! ભારે વાતું ભાઈ ! ભૂતાર્થ પરિગ્રહણ”—છતો પદાર્થ ભૂતાર્થ છે ને! અગિયારમી ગાથા ભૂવમસ્તિો વનું’ ત્રિકાળી જ્ઞાયકભાવ, અનંત અનંત ગુણનો પિંડ, એક એક ગુણમાં અનંત ગુણનું રૂપ ! એવો અનંતગુણોનું એકરૂપ વસ્તુ ભગવાન (નિજાત્મા !) એનું એક વાર પરિગ્રહણ આખી ચીજ છે એને પરિ નામ સમસ્તપ્રકારે અનુભવ કરવાથી, -પરનું તો કરી શકતો નથી, પણ રાગને પણ કરી શકતો નથી, એવો(શુદ્ધાત્મા) પરિગ્રહણ કરવાથી, સમ્યગ્દર્શનમાં ભૂતાર્થ પરિગ્રહણ ત્રિકાળી જ્ઞાયકભાવનો અનુભવ કરવાથી, સમ્યગ્દર્શન થાય છે. સમજાણું કાંઈ....? અને ખૂબી તો એ છે કે “ભૂતાર્થ પરિગ્રહણ–પરમાર્થનયનું એટલે શુદ્ધ દ્રવ્યાર્થિકનયનુંઅભેદનું ગ્રહણ-અનુભવ કરવાથી, વસ્તુ અભેદ અખંડ આનંદકંદ છે એનો એક વાર અનુભવ કરવાથી. અહો ! જો એકવાર ‘તત્ વારં વિલયં વ્રનેત' તે એક વાર પણ નાશ પામે તો જ્ઞાનઘન આત્માને ફરી બંધન કેમ થાય?–એક વાર પણ નાશને પ્રાપ્ત થાય આત્મા, તો ફરીથી મિથ્યાત્વ કેમ થાય-અજ્ઞાન કેમ થાય? એવું જોર આપ્યું છે, આવો આત્મા જ અહીં લીધો છે. સમજાણું કાંઈ...? આહાહાહા ! ગાથા-૩૮માં લીધું તું ને એ જ શૈલી આંહી લીધી છે. આહાહા....... પરદ્રવ્યનો અહંકાર અને પરદ્રવ્યના નિમિત્તના સંગમાં થયેલો રાગ, એ ભૂતા-ત્રિકાળી જ્ઞાયકભાવને પકડવાથી, એ રાગને (અનાદિથી) પકડયો છે ને હું પરનો કર્તા છું એ (કર્તાભાવઅહંકાર) છોડીને આત્મા ત્રિકાળી આનંદકંદ પ્રભુ છે (તેનો) એક વાર પણ ભૂતાર્થથી અનુભવ કરવાથી, એક વાર પણ વિલય વજેત'...એકવાર જો અજ્ઞાનનો નાશ થયો (તે) જ્ઞાનઘન આત્માને ફરી બંધન કેમ થાય? (ન થાય.) અપ્રતિહતભાવ બતાવે છે. વિશેષ કહેશે. (શ્રોતા- પ્રમાણ વચન ગુરુદેવ ) પ્રવચન નં. ૧૭૭ ગાથા-૮૭ શ્લોક-૫૫-૫૬ તા. ૨૪/૦૧/૭૯ બુધવાર પોષ વદ-૧૧ શ્રી સમયસાર-પ૫ કળશ છે ફરીને. આ જગતમાં “ઈહુ” ને “મોહિનામ” “અજ્ઞાની જીવોનો પરદ્રવ્યને હું કરું છું,” શરીરની ક્રિયા હું કરું, પરને સુખી દુઃખી કરું છું. આ કુટુંબ દિકરા-દિકરી સ્ત્રી મારાં એવો જે મિથ્યાત્વભાવ તેને એ કરે છે, પરદ્રવ્યને હું કરું છું, એટલે કે મિથ્યાત્વભાવને કરું છું, મિથ્યાત્વભાવ એ ખરેખર પરદ્રવ્ય છે. આહાહાહા! આ કુટુંબ કબીલા આદિ મારાં, સ્ત્રી કુટુંબ પરિવાર મારાં, વેપાર મારો, ધંધો મારો, કર્મ મારાં, અરે રાગદ્વેષના પરિણામ પણ ખરેખર મારાં, એવું જે પરદ્રવ્ય સ્વરૂપ તેને પોતાનું માને અથવા Page #378 -------------------------------------------------------------------------- ________________ શ્લોક-૫૫ ૩૬૩ એનો જે અભિપ્રાય કે આ પર મારાં એવો જે મિથ્યાત્વ, એને જે કરે, એ મિથ્યાત્વરૂપી ભાવ જે આત્માના સ્વભાવમાં નથી. એને એ મિથ્યાત્વને કરે “એવા પરદ્રવ્યના કર્તુત્વના મહાઅહંકારરૂપ પદ્રવ્યનો અહંકાર અને મિથ્યાત્વનો અહંકાર, એવા અહંકારના મહાઅહંકાર “અજ્ઞાનાંધકાર નr ઉચ્ચકૈઃ “દુર્વારમ્ કે જે ઉચ્ચક અત્યંત દુનિર્વાર છે.” અશક્ય નથી પણ દુનિર્વાર છે, આકરું છે ધીઠ. ધીઠાઈ દશા છે ધીઠ. મિથ્યાત્વને હું કરું છું અને પરદ્રવ્યને હું કરું છું એ ધીઠાઈ છે, એ એની અવળાઈ છે. એ અવળાઈ છોડવી એ કઠણ છે. દુનિર્વારનો અર્થ કઠણ. આહાહા ! આ સંસારતઃ એવ ધાવતિ” પણ એ ક્યારથી ચાલે છે? અનાદિ સંસાર “આસંસાર” એ અનાદિ સંસારથી મિથ્યાત્વ અને પારદ્રવ્યનો અહંકાર એને ચાલે છે. આહાહા! ભગવાન આત્મા આનંદ સ્વરૂપ છે, એનું અહંપણું ન આવતા, પરદ્રવ્ય ને પરદ્રવ્યના કર્તાનો જે અભિપ્રાય એમાં એને અહંપણ આવે છે. આહાહા ! ભારે કામ આકરું આમાં. આખો દિ' આ ધંધા કરવા શાંતિભાઈ ! ઝવેરાતના, છોકરાના આ હું કરું છું, છોકરાઓને હું સાચવું છું, વેપાર ધંધામાં ઠેકાણે પાડું છું, મારો અનુભવ જે છે એ છોકરાને આપું તો લોકો સહેલાઈથી ધંધો કરે. એવો જે મિથ્યાત્વભાવ એ ટાળવો ઘણો દુનિર્વાર છે, કેમ કે અનાદિથી છે એમ અનાદિથી અત્યાર સુધી છે. આહાહા! અનાદિ સંસારથી ચાલ્યો આવે છે. આચાર્ય કહે છે અહો “ભૂતાર્થ પરિગ્રહણ” ભૂત છતો પદાર્થ ભગવાન શુદ્ધ આનંદકંદ ઘન છે એને “પરિગ્રહણ” સમસ્ત પ્રકારે જાણવું અને અનુભવવું. આહા... પરમાર્થનયનો એટલે કે શુદ્ધદ્રવ્યાર્થિકનયનું એટલે કે અભેદનયનું ચાર શબ્દ વાપર્યા છે. જાણીને પરિ એટલે સમસ્ત પ્રકારે ગ્રહાય જાણીને અથવા ત્રિકાળી જ્ઞાયકભાવ છે તેને વર્તમાનમાં સર્વથા પ્રકારે અનુભવીને અથવા એ પરમાર્થનયનો જે વિષય, ધ્રુવ ભૂતાર્થ દ્રવ્યાર્થિકનયનો વિષય, પરમાર્થ કહો કે શુદ્ધ દ્રવ્યાર્થિકનયનો વિષય કહો કે અભેદનય કહો, એને જાણવાથી, એને અનુભવવાથી, જે કાંઈ પરને હું કરું છું એવો મિથ્યાત્વનો જે અનુભવ છે તે દુનિર્વાર છે, અનાદિનો છે માટે. પણ જો એકવાર પણ છતો ભગવાન આત્મા, પદાર્થ છે અતિ છે મહાસત્તા છે, દ્રવ્યાર્થિકનયના દ્રવ્યનું પ્રયોજન જેને એ નયનો વિષય છે. પરમાર્થ સ્વરૂપ છે, જેમાં પર્યાયનોય ભેદ નથી એવો અભેદ ચીજ છે. એનો જો એકવાર અનુભવ કરવામાં આવે તો તો “એકવાર વિલય વજેત” એકવાર પણ નાશ પામે, તો “જ્ઞાન ઘનસ્ય આત્માનઃ” ભગવાન જ્ઞાનઘન જ્ઞાનનો પુંજ એવો જે ભગવાન આત્મા, ફરી “બંધનમ્ કિં ભવતે” ફરીને એકત્વબુદ્ધિ કેમ થાય હવે એને? અહીંયા અર્થમાં ક્ષાયિક સમકિત લેશે, પણ ખરેખર તો અહીંયા અપ્રતિહત ભાવ લીધો છે, જે ૩૮ (સમયસાર) ને ૯૨ ( પ્રવચનસાર) માં કહ્યું છે ને, એ લીધું છે. આહાહાહા ! આવો જે ભગવાન આત્મા અનાદિથી અજ્ઞાનના અંધકારમાં પડેલો પણ જો એકવાર જ્ઞાનસ્વરૂપ ભગવાન પૂર્ણાનંદ પ્રભુ, એને પકડીને અનુભવ કરે તો તે ફરીને પડે નહિ, એ જ સમ્યગ્દર્શન ને જ્ઞાનથી અપ્રતિહત ભાવે કેવળજ્ઞાન લેશે એમ કહે છે. સમજાણું કાંઈ? આહાહાહા ! એકવાર પણ નાશ પામે તો જ્ઞાનઘન આત્માને ફરી બંધનમાં એકત્વબુદ્ધિ કેમ થાય? પછી રાગ અને પરની સાથેની એકત્વબુદ્ધિ થાય નહિ. આમાં એક ભાઈ હતા ને એ, કેવા? નંદલાલજી હતા એક. આંહીં બે હજારમાં આવ્યા'તા Page #379 -------------------------------------------------------------------------- ________________ ૩૬૪ સમયસાર સિદ્ધિ ભાગ-૪ એ એમાં આવો અર્થ કરતા કે એકવાર જો મિથ્યાત્વનો નાશ પામે, તો ફરીને તેને મિથ્યાત્વ થાય જ નહિ, ભલે એ નિગોદમાં જાય, બીજે જાય પણ એને મિથ્યાત્વ થાય નહિ, એવું એ કહેતા, એમ નથી. નંદલાલજી હતા, સમયસારના વાંચન કરનારા, અહીં આવ્યા'તા બે હજારની સાલમાં મને કહે એમ કે અમે સમયસાર વાંચીએ, તો બે ત્રણ જણા બેઠા હોય તે દિ'. આંહીં તો આપણે, ૨000 સાલ ને તમારે અહીં દોઢસો-દોઢસો માણસો, અમે સમયસાર વાંચીએ બે કે ત્રણ જણા બેઠા હોય, તે દિ’ ની વાત છે. આ તો હવે તો સમયસારમાં હજારો માણસો આવે. ઈ એમ કહેતા કે એકવાર જો પામે તો ફરીને તેને એકપણું ન થાય એમ કહે, ભિન્ન જ રહે ભલે નિગોદમાં જાય. (શ્રોતા – પણ એ નિગોદમાં જાય શેનો) એનો અર્થ એવો કે એનો સંસાર પરિત થઈ ગયો છે, એટલે હવે અપરિત સંસાર એટલે ઘણો ન થાય એટલું, પણ આંહીં એ નથી કહેવું. (શ્રોતા:- ન જ પડે) આંહીં તો ન જ પડે એવું કહેવું છે. આહાહા! આમ ભગવાન છતી ચીજ છે, વસ્તુ છે, પદાર્થ છે, જેમ અનાદિનું અજ્ઞાન છે, તેમ અનાદિનો છતો પદાર્થ છે. એવી ચીજને એકવાર પણ જો સર્વથા પ્રકારે અનુભવ કરે. એટલે કે રાગની એકતા તોડીને સ્વભાવની એકતાનો અનુભવ કરે, તો એ એકતા તુટી એ કદી એકતા થાય નહિ, એમ કહે છે. મૂળ તો અપ્રતિહતની વાત કરે છે. આચાર્યની ઉગ્રતા ઘણી છે. દિગંબર આચાર્યો કુંદકુંદાચાર્ય, અમૃતચંદ્રાચાર્ય એટલી ઉગ્રતા છે, કે આંહીં તો કહે અમે એકવાર જો આ અનુભવ થયો તો હવે અમને મિથ્યાત્વ ફરીને થવાનું નથી. ભલે ક્ષયોપશમ સમકિત છે, ક્ષાયિક નથી પણ એ ક્ષયોપશમ છે, એ પણ પડવાનું નથી હવે, એ ભાવે અમે ક્ષાયિક લેવાના છીએ. આહાહાહા ! લ્યો ડંકા વાગ્યા, નવ થયા નવ. આહાહા ! “ભૂતાર્થ પરિગ્રહેણ તત્ એકવાર વિલય વજેત” તો “જ્ઞાનઘનસ્ય આત્મનઃ ભૂયઃ” ફરીને “બંધનમ્ એક7 કિં ભવેત્” એકબુદ્ધિ કેમ થાય? આહાહા! એમ કહે છે, પછી અર્થકાર જરીક ક્ષાયિક સમકિત લે છે, પણ એ ખરેખર તો જે જોડણી ક્ષાયિક કહેવાય છે ને, એ આવે આમાં. આહાહા! પંચમઆરાનો જીવ છે અને આ એકવાર અંતરમાં પરિ સમસ્ત પ્રકારે આત્માનું જ્ઞાન થયું, ગ્રહણ થયું અનુભવ થયો એ હવે ફરીને પડવાનો નથી, જેમ અનાદિનું છે, તેમ આ પરિગ્રહણ થયું તે આદિ સહિત પણ અંત વિનાનું છે. શું કહ્યું છે ? ફરમાવો. જેમ અનાદિ અજ્ઞાનાત, અજ્ઞાન છે, એને જ્યાં એકવાર અનુભવ કર્યો, એ સાદિ અનંત થઈ ગયો, એ કહે છે. આંહીં અનાદિ હતો આદિ નહોતું, અહીં હવે એનો અંત નથી. એવી શૈલી છે, આચાર્યનું હૃદય આ છે, આહાહાહા! સમજાણું કાંઈ? છતી ચીજ છે અંદર, બેનની ભાષામાં તો આવ્યું'તું ને “જાગતો જીવ ઉભો છે ને” જ્ઞાયકભાવ જાગતો એટલે જ્ઞાયક અભેદભાવ, ધ્રુવભાવ, સામાન્યભાવ, એકરૂપભાવ દ્રવ્યાર્થિકનયનો વિષય જે દ્રવ્ય તે ભાવ, પરમાર્થ વસ્તુ જે ત્રિકાળી તે ભાવ. એને જો એકવાર અનુભવમાં આવે તો એ વસ્તુ જેમ અવસ્તુ થતી નથી તેમ તેનો અનુભવ થયો, તે અભાવ થતો નથી, એમ કહે છે. આહાહાહાહા ! “બંધનમ્ કિં ભવેત્” ફરીને બંધન કેમ થાય? મિથ્યાત્વનું એને બંધન નથી, એટલે કે હવે એને મિથ્યાત્વ થવાનું નથી. એટલે કે રાગની એકતા તૂટી છે તે એકતા હવે થવાની નથી. આહાહાહા ! આવું જ સ્વરૂપ છે કહે છે. Page #380 -------------------------------------------------------------------------- ________________ શ્લોક ૫૫ ૩૬૫ જીવ જ્ઞાનઘન છે” જ્ઞાનનો પિંડ છે. ઘન, ઘન, જ્ઞાનનો ઘન છે, પિંડ છે. એવો જે જ્ઞાનઘન છે, “માટે યથાર્થ જ્ઞાન થયા પછી,” જ્ઞાનઘન છે તેનું યથાર્થ જ્ઞાન થયા પછી, “જ્ઞાન કયાં જતું રહે ? જ્ઞાનઘન છે એ કયાંય જતું નથી. આહાહાહા ! તે જ્ઞાનઘન દ્રવ્ય સ્વભાવ ઘન છે, પિંડ છે એ કયાંય જતો નથી, પર્યાયમાંય આવતો નથી. એવો જે જ્ઞાનઘન એનો અનુભવ થતાં એ પર્યાય જ્ઞાન ક્યાં જાય? જ્ઞાનઘન જેમ કયાંય જાય નહિ એમ એનું જ્ઞાન થતાં પર્યાય પણ કયાંય જાય નહિ. આહાહાહા! શ્લોક બહુ સરસ છે. આહા! અહીં લીટી હતીને દોઢ બે, મુકી દીધી પૂરું નહિ પડે કીધું કાલ, પણ એ એક વાત એવી છે કે અંતર વસ્તુ છે તેને દૃષ્ટિ પહોંચી જાય અને જ્ઞાનની પર્યાય તે દ્રવ્યને એકત્વ થઈ જાય, એ એકત્વ થયું એ હવે કહે છે કે રાગ હારે એકત્વ નહિ થાય. આહાહા! આવી વાત છે. સમજાણું કાંઈ ? જ્ઞાનઘન છે માટે, યથાર્થ જ્ઞાન થયા પછી ઈ જેવું છે તેવું તેનું યથાર્થ જ્ઞાન થયા પછી, જ્ઞાન કયાં જતું રહે? થયેલું જ્ઞાન કયાં જાય? ન જાય, અને જો જ્ઞાન ન જાય તો ફરી અજ્ઞાનથી બંધ કયાંથી થાય? ઝીણી વાત તો પડી, પણ ભાઈ ઘણી આવી વાત કદી કરી નથી. આ પહેલી વહેલી થઈ છે આ બધી. એના ઉંડાણમાં આ છે. સમજાણું કાંઈ ? એ ઓલો એમ કહેતો કે એકવાર સમકિત પામે તો ફરીને મિથ્યાત્વ ન થાય એને એમ કહે કે એમ નહિ, મિથ્યાત્વ અજ્ઞાનમાં જાય તો પણ એને મિથ્યાત્વ ન થાય એમ કહે, એમ નહિ. આંહીં તો એ વસ્તુ છે મહાપ્રભુ જેનું મહાઅસ્તિત્વ સત્તા જ્ઞાનઘન છે એનો એકવાર અનુભવ થયો તો જેમ એ જ્ઞાનઘન કયાંય જતું નથી, તેમ તે જ્ઞાનઘનનો અનુભવ પ્રતીત થઈ સમકિત થયું એ હવે જતું નથી, એમ કહે છે. આહાહા! સમજાણું કાંઈ ? ઝીણી વાત છે ભાઈ, આ તો અંતરની વાતું છે. આહા! અને જ્ઞાન ન જાય તો અજ્ઞાનથી બંધ કયાંથી થાય?” એને બંધન જ હવે મિથ્યાત્વનું નથી કહે છે, અસ્થિરતાનું ભલે હોય એ હો. પણ ભૂતાર્થને પરિગ્રહણ, ભૂતાર્થ એક વસ્તુ છે આખી ચીજ મહાપ્રભુ ચૈતન્ય મહાપ્રભુ, પરમેશ્વર સ્વરૂપ એવો જે ભગવાન પરમેશ્વર સ્વરૂપ એને જેણે પર્યાયબુદ્ધિ છોડીને ભૂતાર્થ નામ છતો ત્રિકાળ તેનું ગ્રહણ કર્યું, જ્ઞાન કર્યું, અનુભવ્યું. એ ત્રિકાળી ચીજ છે, તેને અનુસરીને અનુભવ કર્યો, હવે કહે છે કે એ અનુભવ જશે નહિ, એ પડશે જ નહિ, એવી આંહીં તો વાત લીધી છે. આસવમાં એક વિષય બનાવ્યો છે ઓલો શુદ્ધનય શ્રુતા એ, તે જ્ઞાન કરાવ્યું પણ વસ્તુસ્થિતિ, આચાર્યો તો કહે છે કે અમે અત્યારે આ રીતે કહીએ છીએ. અરે અહીંયા કહે છે કે અપ્રતિબદ્ધ શ્રોતા હોય પણ જો આ વાત તેને સમજવામાં અંદર અનુભવમાં આવે, ભલે પાંચમા આરાનો એ પ્રાણી હોય, પ્રાણી કોઈ પાંચમા આરાનો ચોથા આરાનો છે નહિ, આહાહાહા ! એ તો કાળાતિત વસ્તુ ભગવાન આત્મા, ત્રિકાળી જ્ઞાયકભાવ ત્રિકાળ જેને કોઈ કાળ લાગુ પડતો જ નથી. એવી ચીજને જેણે અંતરમાં અનુભવમાં લીધી, એનો અનુભવ હવે પડે એવો નથી. સમ્યગ્દર્શન થયું એ હવે જવાનું નથી, એ સમ્યગ્દર્શન ભલે ક્ષયોપશમ હો, પંચમ આરાના પ્રાણીની વાત અહીં છે ને? આ કહેનારેય પંચમ આરાના સંત છે, એને સાંભળનારાઓ પણ થાય એવા એ, અહીંની એ વાત છે. આહાહાહા ! સમજાણું કાંઈ? “કદી ન થાય' હવે રાગની Page #381 -------------------------------------------------------------------------- ________________ ૩૬૬ સમયસાર સિદ્ધિ ભાગ-૪ એક્તા તૂટી એ કદી એક્તા ન થાય, સ્વભાવની એક્તા થઈ એ હવે એક્તા કદી ન જાય, આહાહાહા ! આવું જોર છે. ભાવાર્થ-“અહીં તાત્પર્ય એમ છે કે આ ટીકાનું નામ તાત્પર્ય છે કે આ તો સમયસાર છે, પ્રવચનસાર તાત્પર્યવૃત્તિ. આહાહાહા! “અજ્ઞાન તો અનાદિનું જ છે” તાત્પર્ય એમ કહેવું છે કે હવે અજ્ઞાન તો રાગની એકતાબુદ્ધિ તો અનાદિની છે. પરંતુ પરમાર્થનયના ગ્રહણથી પરમાર્થ પદાર્થ ભગવાન આત્મા, પૂર્ણાનંદનો નાથ પ્રભુ અતીન્દ્રિય આનંદનો કંદ આત્મા, એને ગ્રહણથી, એને જાણવાથી એટલે કે એને અનુભવવાથી, દર્શનમોહનો નાશ થઈ એકવાર યથાર્થ જ્ઞાન થાય, જે જ્ઞાતા છે તેનું યથાર્થ જ્ઞાન એકવાર થાય, ક્ષાયિક સમકિત ઉપજે તો એમ લીધું છે જરી, ફરીને પડે નહિ ને અત્યારે પંચમઆરાના પ્રાણી ક્ષયોપશમ જ્ઞાની છે, ક્ષયોપશમ સમકિત છે, એટલે એણે જરી આમ લીધું છે અર્થકારે, ફરી મિથ્યાત્વ ન આવે. આહાહાહા ! આંહીં તો ક્ષયોપશમ સમકિત થયું એ પણ હવે ફરી પડે નહિ, એમ જોર છે. એકવાર યથાર્થ જ્ઞાન થઈને સમજે તો મિથ્યાત્વ ન આવે. “મિથ્યાત્વ નહીં આવતા, મિથ્યાત્વનો બંધ પણ ન થાય” ઓલું આવ્યું'તું ને, બંધ ક્યાંથી થાય? એ બંધની વ્યાખ્યા કરી. એને મિથ્યાત્વનો બંધ પણ ન થાય. અને આ “પરંઅહં” છે ને ભાઈ, “પરંઅહં' કુર્વ, પારદ્રવ્યને હું કરું છું, ત્યારે આણે વળી એવું લીધું છે કળશ ટીકાકારે કે મિથ્યાત્વ છે એજ પરદ્રવ્ય છે પરંનો અર્થ એવો કર્યો છે. આહાહા! સ્વદ્રવ્ય સ્વરૂપ જે છે, તેનાથી વિરુદ્ધ માન્યતા જે છે, એ પરદ્રવ્ય સ્વરૂપ છે, એ સ્વદ્રવ્ય સ્વરૂપ નથી. અને પરદ્રવ્યસ્વરૂપ જે મિથ્યાત્વભાવ એને સ્વદ્રવ્યસ્વરૂપના અનુભવથી એકવાર નાશ કર્યો, તે સ્વદ્રવ્ય સ્વરૂપનો અનુભવ કયાં જાય? આહાહા! ઓહોહો! આવી વાત, દિગંબર આચાર્યો સિવાય આવી વાત કયાંય નથી હૃદયના ઉમળકા કાઢયા છે. આહાહાહા ! અને મિથ્યાત્વ ગયા પછી સંસારનું બંધન કઈ રીતે રહે? ખરેખર તો મિથ્યાત્વ એ જ સંસાર છે. આવે છે ને? આસવમાં મિથ્યાત્વ એ સંસાર છે. પછી અવ્રત ને પ્રમાદ એ તો અલ્પ સ્થિતિ અને અલ્પ રસનો સંસાર એને ગૌણ કરી નાખ્યો છે. આહાહાહા ! જેમ સમ્યગ્દર્શન ને જ્ઞાન ને ચારિત્ર જેમ મોક્ષ છે, એમ મિથ્યાત્વ એ સંસાર છે. શું કીધું? જેમ ભૂતાર્થ ભગવાન આત્મા એનો અનુભવ દર્શન, જ્ઞાન ને ચારિત્ર એને ભગવાને મોક્ષ કહ્યો છે, એ મોક્ષ છે અથવા ભગવાન આત્મસ્વરૂપ છે તે મુક્ત સ્વરૂપ જ છે. “મુક્ત એવ', મુક્ત સ્વરૂપ છે તેની મુક્ત દશા પ્રગટે છે મોક્ષમાર્ગની, તો એ સ્વદ્રવ્ય છે, સ્વદ્રવ્ય મુક્ત છે, તો સ્વદ્રવ્યની મોક્ષમાર્ગની દશા પણ મુક્ત છે, અને મિથ્યાત્વ છે, એ સંસાર છે, એ પરદ્રવ્ય છે, એ સંસાર છે. આહાહાહા! સમજાણું કાંઈ ? “ન જ રહે મોક્ષ જ થાય”, જ્ઞાનઘન ભગવાન પ્રભુ આત્મા એનો ઘનનો જ્યાં અનુભવ થયો તો ઘન (જેમ) કયાંય જાય નહિ તેમ અનુભવ કયાંય જાય નહિ, એમ કહે છે. ઝીણી વાત છે ભાઈ. લ્યો એ વાત થઈ, અડધો કલાક થઈ, આ મુદ્દાની વાત છે. આ વાર્તા કથા નથી આ તો ભગવસ્વરૂપ પ્રભુ ભગવત્ સ્વરૂપ કયાં જાય? એમ ભગવત્ સ્વરૂપનો અનુભવ કયાં જાય? આહાહાહા! ભગવાન સ્વરૂપનું જ્યાં એકત્વ થયું, હવે એને ફરીને રાગની એકતા અસ્થિરતા હો ભલે, એકત્વપણું કયાં થાય હવે એને આવી વાત છે. એ શ્લોક પૂરો થયો ૫૫, હવે છપ્પન શ્લોક. Page #382 -------------------------------------------------------------------------- ________________ શ્લોક-૫૬ શ્લોક - ૫૬ (અનુમ્ ) आत्मभावान्करोत्यात्मा परभावान्सदा परः। आत्मैव ह्यात्मनो भावाः परस्य पर एव ते ।। ५६ ।। ફરીને વિશેષતાથી કહે છેઃ શ્લોકાર્થ:-[ આત્મા] આત્મા તો [ સવા] સદા[ આત્મભાવાન્]પોતાના ભાવોને [ોતિ] ક૨ે છે અને [ પર: ] ૫૨દ્રવ્ય [પરમાવાન્] ૫૨ના ભાવોને કરે છે; [હિ] કા૨ણ કે [ જ્ઞાત્મન: માવા: ] પોતાના ભાવો છે તે તો [ આત્મા વ ] પોતે જ છે અને [પરસ્ય તે] ૫૨ના ભાવો છે તે [ પર: વ ] ૫૨ જ છે ( એ નિયમ છે. ). ૫૬. પ્રવચન નં. ૧૭૭ શ્લોક નં. ૫૬ ૩૬૭ તા.૨૪/૦૧/૭૯ आत्मभावान्करोत्यात्मा परभावान्सदा परः । आत्मैव ह्यात्मनो भावा: परस्य पर एव ते ।। ५६ ।। ‘આત્મા તો સદા પોતાના ભાવોને કરે છે” ચાહે તો અશુદ્ધપણે પરિણમો કે શુદ્ધપણે પરિણમો એમ કહેવું છે આમાં તો હવે. સમજાણું કાંઈ ? આત્મા તો સદા પોતાના ભાવોને કરે છે. આહાહા! અશુદ્ધ ભાવોને પણ અહીંયા પોતાના કહ્યા અપેક્ષાએ, અને શુદ્ધભાવ પણ પોતાના એને કરે, પોતાના અશુદ્ધ શુદ્ધભાવને કરે, અને ૫દ્રવ્ય ૫૨ના ભાવોને કરે. આહા ! કર્મ શીરાદિ ૫૨દ્રવ્ય ૫રભાવોને કરે. કારણકે પોતાના ભાવો છે તે તો પોતે જ છે. અભેદ કર્યું જોયું ? ભલે અશુદ્ધ પરિણામ હોય પણ પોતાના જ છે, માટે પોતે જ છે એ. આહા ! ૮૭ ગાથામાં આવશે ને બેય, જીવ અજીવ બે પ્રકાર. આહાહાહા ! અજ્ઞાન અને રાગદ્વેષના ભાવ પણ જીવના છે, તો જીવ સ્વરૂપ જ છે, આત્માના છે તો આત્મસ્વરૂપ જ છે અને સમ્યગ્દર્શનજ્ઞાનચારિત્રના પરિણામ આત્માના છે, માટે તે આત્મા જ છે. અને કર્મના પરિણામ એ કર્મના છે માટે એ કર્મ જ છે, ૫૨દ્રવ્ય જ છે. આ શ૨ી૨ના પરિણામ શરીરના પરિણામ હોવાથી તે શરીરરૂપ જ છે. જેમ કર્મના પરિણામ બંધન થયા એ કર્મના પરિણામ એ કર્મ ૫૨દ્રવ્ય સ્વરૂપ જ છે. આહાહાહા ! કહો શાંતિભાઈ, સમજાય છે કાંઈ આમાં ? ઝીણું બહુ બાપુ. આહાહાહા ! એ વીતરાગ મારગ એમાંય દિગંબર સંતોએ ગજબ કામ કર્યા છે પોતાના હોં, આ વાણી કરી એ નહિ. આહાહાહા ! પરદ્રવ્ય ૫રભાવોને કરે છે. કારણ કે પોતાના ભાવો છે તે તો પોતે જ છે. એ વિકારી ભાવ મિથ્યાત્વ અને રાગદ્વેષ એ જીવના હોવાથી એ જીવ આત્મા જ છે ઈ, એમ કહે છે અને જડના Page #383 -------------------------------------------------------------------------- ________________ ૩૬૮ સમયસાર સિદ્ધિ ભાગ-૪ પરિણામ શરીર આદિ આ હાલવું, ચાલવું એ શરીરના હોવાથી શરીરરૂપ જ છે. એ કર્મના પરિણામ-કર્મના પરિણામ તે કર્મરૂપ જ છે એ અને આત્માના પરિણામ તે આત્મારૂપ જ છે. આંહીં તો પરથી ભિન્ન બે બતાવવું છે ને? આહાહા! બીજે પછી કહે જ્યારે કે પરિણામ છે તે પરિણામના છે. પરિણામ તે પરિણામીના દ્રવ્યના નથી. એ બીજી અપેક્ષાએ, એ તો પોતામાં ભેદ પાડવો છે. અહીં તો હજી પરથી ભેદ પાડવો છે. આહાહાહા! “પોતે જ છે અને પરના ભાવો છે તે પર જ છે” હવે કૌંસમાં આવે છે. “પદ્રવ્યના કર્તાકર્મપણાની માન્યતાને અજ્ઞાન કહીને એમ કહ્યું કે જે એવું માને તે મિથ્યાદૃષ્ટિ છે, ત્યાં આશંકા ઉપજે છે” આશંકા હોં, આપનું કહેવું ખોટું છે એમ નહિ, પણ મને તેમાં સમજણ પડતી નથી, એનું નામ આશંકા. “કે આ મિથ્યાત્વઆદિ ભાવો શી વસ્તુ છે?” મિથ્યાત્વ એને તમે પરદ્રવ્ય કીધું, અને એકકોર મિથ્યાત્વને પાછું સ્વદ્રવ્ય કીધું. મિથ્યાત્વાદિ ભાવો શી વસ્તુ છે? જો તેમને જીવના પરિણામ કહેવામાં આવે, તો પહેલા રાગાદિ ભાવોને પુગલના પરિણામ કહ્યાં હતા એ રાગદ્વેષ મિથ્યાત્વઆદિ બધાં પુદ્ગલના પરિણામ છે, એ ૫૦ થી ૫૫ ગાથામાં આવી ગયું'તું ને ૨૯ બોલમાં, મિથ્યાત્વઆદિ બધા પુદ્ગલના પરિણામ છે. વળી આંહીં કહો છો એ જીવના પરિણામ છે. આહાહા ! પહેલાં રાગ દ્વેષઆદિ ભાવોને પુદગલના પરિણામ કહ્યા હતા તે કથન સાથે વિરોધ આવે છે. અને જો પુદ્ગલના પરિણામ કહેવામાં આવે તો જેમની સાથે જીવને કાંઈ પ્રયોજન નથી તેમનું ફળ જીવ કેમ પામે, ભોગવે? જો પરિણામ રાગદ્વેષ પુદ્ગલના કહો તો એનું ફળ જીવને કેમ આવે? પ્રશ્ન સમજાય છે પહેલો? આવી વાતું હવે ઝીણી. માણસને સાધારણ એ ધર્મ શું ચીજ છે બાપુ એ કોઈ અલૌક્કિ વાત છે ભાઈ. આહાહા! અને આમાં સાંભળનારાય થોડા હોય આવા, આવા બધા એ પચાસ પચાસ હજાર ભેગાં થઈને આમાં શું સમજે, શું કહે છે આ, ઘડીકમાં કહે છે કે મિથ્યાત્વ ને રાગદ્વેષ જીવનાં પરિણામ છે, ઘડીકમાં કહે છે કે મિથ્યાત્વ ને રાગદ્વેષ પરિણામ પુદ્ગલના છે. જો પુગલના પરિણામ કહેવામાં આવે તો જેમની સાથે કોઈ, પરનાં પરિણામ છે તો આત્માને એનો ભોગવટો શેનો હોય? સુખદુઃખને ભોગવે એ તો કર્મના પરિણામ છે. ઈ કર્મનું ફળ એ આત્મા કેમ ભોગવે? તમે તો સુખદુઃખને પણ પુદ્ગલના પરિણામ કહ્યાં'તાં. કહ્યું'તું ને? જો પુગલના છે તો પછી જીવને કેમ ભોગવાય, કેમ ઈ ભોગવે? સમજાણું કાંઈ ? તેમની સાથે જીવને કાંઈ પ્રયોજન નથી, તેમનું ફળ જીવ કેમ પામે? આ આશંકા, આ આશંકા, સમજનારની શંકા નથી, પણ આશંકા છે. સમજવા માટે આ પૂછે છે, તમારું કહેવું ખોટું છે એમ નહિ, પણ તમે જે કહેવા માગો છો એમાં મને સમજાતું નથી. ઘડીક કહો કે રાગદ્વેષ જીવના ને ઘડીક કહો રાગદ્વેષ જડના. રાગદ્વેષ જડના હોય તો વળી આત્માને ભોગવવાનું સુખદુ:ખ કયાંથી આવ્યું? આવો ઉપદેશ એટલે માણસને એ આશંકા દૂર કરવાને હવે આ ગાથા કહે છે આ આશંકા દૂર કરવાને ગાથા કહે છે. Page #384 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૮૭ ૩૬૯ ( ગાથા - ૮૭ ) ૩ मिच्छत्तं पुण दुविहं जीवमजीवं तहेव अण्णाणं। अविरदि जोगो मोहो कोहादीया इमे भावा।।८७।। मिथ्यात्वं पुनर्द्विविधं जीवोऽजीवस्तथैवाज्ञानम्। अविरतिर्योगो मोह: क्रोधाद्या इमे भावाः।।८७।। मिथ्यादर्शनमज्ञानमविरतिरित्यादयो हि भावाः ते तु प्रत्येकं मयूरमुकुरन्दवज्जीवाजीवाभ्यां भाव्यमानत्वाज्जीवाजीवौ। तथाहि-यथा नीलहरितपीतादयो भावा: स्वद्रव्यस्वभावत्वेन मयूरेण भाव्यमानाः मयूर एव, यथा च नीलहरितपीतादयो भावाः स्वच्छताविकारमात्रेण मुकुरन्देन भाव्यमाना मुकुरन्द एव; तथा मिथ्यादर्शनमज्ञानमविरतिरित्यादयो भावाः स्वद्रव्यस्वभावत्वेनाजीवेन भाव्यमाना अजीव एव, तथैव च मिथ्यादर्शनमज्ञानमविरतिरित्यादयो भावाश्चैतन्यविकारमात्रेण जीवेन भाव्यमाना जीव एव। (પરદ્રવ્યના કર્તાકર્મપણાની માન્યતાને અજ્ઞાન કહીને એમ કહ્યું કે જે એવું માને તે મિથ્યાષ્ટિ છે; ત્યાં આશંકા ઊપજે છે કે-આ મિથ્યાત્વાદિ ભાવો શી વસ્તુ છે? જો તેમને જીવના પરિણામ કહેવામાં આવે તો પહેલાં રાગાદિ ભાવોને પુદ્ગલના પરિણામ કહ્યા હતા તે કથન સાથે વિરોધ આવે છે; અને જો પુગલના પરિણામ કહેવામાં આવે તો જેમની સાથે જીવને કાંઈ પ્રયોજન નથી તેમનું ફળ જીવ કેમ પામે? આ આશંકા દૂર કરવાને હવે ગાથા કહે છે:-) મિથ્યાત્વ જીવ અજીવ દ્વિવિધ, એમ વળી અજ્ઞાન ને. અવિરમણ, યોગો, મોહ ને ક્રોધાદિ ઉભય પ્રકાર છે. ૮૭. ગાથાર્થ-[પુન:]વળી,[ મિથ્યાવં]જે મિથ્યાત્વ કહ્યું તે [ દ્વિવિઘં]બે પ્રકારે છે[ નીવ: શનીવ:] એક જીવમિથ્યાત્વ અને એક અજીવમિથ્યાત્વ;T તથા ઈવ] અને એવી જ રીતે [અજ્ઞાન+]અજ્ઞાન,[વિરતિઃ] અવિરતિ,[યો :] યોગ,[ મોદ:] મોહ અને [ pોધા:] ક્રોધાદિ કષાયો-[ રૂમે ભાવ:] આ (સર્વ) ભાવો જીવ અને અજીવના ભેદથી બન્ને પ્રકારે છે. ટીકા-મિથ્યાદર્શન, અજ્ઞાન, અવિરતિ ઇત્યાદિ જે ભાવો છે તે પ્રત્યેક, મયૂર અને દર્પણની જેમ, અજીવ અને જીવ વડે ભાવવામાં આવતા હોવાથી અજીવ પણ છે અને જીવ પણ છે. તે દષ્ટાંતથી સમજાવવામાં આવે છે -જેમ ઘેરો વાદળી, લીલો, પીળો આદિ (વર્ણરૂપ) ભાવો કે જેઓ મોરના પોતાના સ્વભાવથી મોર વડે ભાવવામાં આવે છે (-બનાવાય છે, થાય છે) તેઓ મોર જ છે અને (દર્પણમાં પ્રતિબિંબરૂપે દેખાતા) ઘેરો Page #385 -------------------------------------------------------------------------- ________________ ૩૭૦ સમયસાર સિદ્ધિ ભાગ-૪ વાદળી, લીલો, પીળો ઇત્યાદિ ભાવો કે જેઓ (દર્પણની) સ્વચ્છતાના વિકારમાત્રથી દર્પણ વડે ભાવવામાં આવે છે તેઓ દર્પણ જ છે; તેવી જ રીતે મિથ્યાદર્શન, અજ્ઞાન, અવિરતિ ઇત્યાદિ ભાવો કે જેઓ અજીવના પોતાના દ્રવ્યસ્વભાવથી અજીવ વડે ભાવવામાં આવે છે તેઓ અજીવ જ છે અને મિથ્યાદર્શન, અજ્ઞાન, અવિરતિ ઇત્યાદિ ભાવો કે જેઓ ચૈતન્યના વિકારમાત્રથી જીવ વડે ભાવવામાં આવે છે તેઓ જીવ જ છે. ભાવાર્થ-૫ગલના પરમાણુઓ પૌગલિક મિથ્યાત્વાદિ કર્મરૂપે પરિણમે છે. તે કર્મનો વિપાક (ઉદય) થતાં તેમાં જે મિથ્યાત્વાદિ સ્વાદ ઉત્પન્ન થાય છે તે મિથ્યાત્વાદિ અજીવ છે; અને કર્મના નિમિત્તથી જીવ વિભાવરૂપ પરિણમે છે તે વિભાવ પરિણામો ચેતનના વિકાર છે તેથી તેઓ જીવ છે. અહીં એમ જાણવું કે-મિથ્યાત્વાદિ કર્મની પ્રકૃતિઓ છે તે પુગલદ્રવ્યના પરમાણું છે. જીવ ઉપયોગસ્વરૂપ છે. તેના ઉપયોગની એવી સ્વચ્છતા છે કે પૌગલિક કર્મનો ઉદય થતાં તેના ઉદયનો જે સ્વાદ આવે તેના આકારે ઉપયોગ થઈ જાય છે. અજ્ઞાનીને અજ્ઞાનને લીધે તે સ્વાદનું અને ઉપયોગનું ભેદજ્ઞાન નથી તેથી તે સ્વાદને જ પોતાનો ભાવ જાણે છે. જ્યારે તેમનું ભેદજ્ઞાન થાય અર્થાત્ જીવભાવને જીવ જાણે અને અજીવભાવને અજીવ જાણે ત્યારે મિથ્યાત્વનો અભાવ થઈને સમ્યજ્ઞાન થાય છે. પ્રવચન નં. ૧૭૭ ગાથા-૮૭ - તા. ૨૪/૦૧/૭૯ मिथ्यात्वं *पुनर्द्विविधं जीवोऽजीवस्तथैवाज्ञानम्। अविरतिर्योगो मोहः क्रोधाद्या इमे भावाः।।८७।। મિથ્યાત્વ જીવ અજીવ દ્વિવિધ, એમ વળી અજ્ઞાન ને, અવિરમણ, યોગો, મોહ ને ક્રોધાદિ ઉભય પ્રકાર છે. ૮૭. ઓલી ગાથા નથી ર૯ બોલના ઉકરડાની, એમાં તો મિથ્યાત્વ, અવત, પ્રમાદ, કષાય, યોગ, માર્ગણાસ્થાન, જીવસ્થાન, ઉદયસ્થાન એ બધાં પુદ્ગલના પરિણામો છે (એમ કીધું છે). આહાહાહા ! ૨૯ બોલ છે ને ૫૦ થી પ૫-છ ગાથા, ત્યાં તો કહે મિથ્યાત્વ, અવ્રત, પ્રમાદ, કષાય, યોગ એ બધા પુદ્ગલના પરિણામ છે, જીવના નહીં, વળી કહો કે તે જીવના, જીવને સુખદુ:ખ ભોગવાય કર્મનું ફળ સુખદુઃખ કર્મમાં હોય ને આને ભોગવે, તો આ બેનો મેળ મને સમજાતો નથી એમ કહે છે ટીકા - ઓલો “પુણ” શબ્દ છે ને? “મિચ્છત પુણે”, ગાથામાં છે, એટલે અહીં ૮૬ ગાથામાં દ્વિક્રિયાવાદિને મિથ્યાષ્ટિ કહ્યા હતા તેની સાથે સંબંધ કરવાને અહીં “પુણે” શબ્દ છે. “પુણે” છે ને “મિચ્છત પુણે” ફૂટનોટ, અને માથે પાઠમાં “મિચ્છત પુણે, ભાઈ અમે કહ્યું હતું પણ સાંભળ હવે મિથ્યાત્વના બે પ્રકાર છે. મિથ્યાદર્શન, અજ્ઞાન અને અવિરતિ ઇત્યાદિ જે ભાવો છે તે પ્રત્યેક, દરેક મયૂર અને દર્પણની જેમ અજીવ અને જીવ વડે ભાવવામાં આવતા હોવાથી અજીવ પણ છે અને જીવ પણ Page #386 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૮૭. ૩૭૧ છે.” એક મિથ્યાદર્શન જીવે છે, અને એક મિથ્યાદર્શન જડ પુગલ છે. એક મિથ્યા અજ્ઞાન છે તે જીવ છે અને એક અજ્ઞાન તે કર્મના પરિણામ છે. એક અવિરતિ જીવના પરિણામ છે અને એક અવિરતિ જડની છે. એક ક્રોધ જીવનો છે, એક ક્રોધ જડનો છે. એમ એક માન જીવનો છે, એક માન જડનો છે. રૂપી છે ને એક અરૂપી છે એમ. આહાહાહા ! એમ એક માયા જીવની છે અને એક માયા જડની પર્યાય છે. એક લોભ જીવના પરિણામ છે, તો એક લોભ જડનાં કર્મના પરિણામ છે. આહાહાહા ! આવું છે. અજીવ અને જીવ વડે ભાવવામાં આવતા એટલે, મિથ્યાદર્શન, અજ્ઞાન, અવિરતિ, ક્રોધ, માન એ અજીવની અવસ્થાની ભાવના હોવાથી અજીવ અને મિથ્યાજ્ઞાન આદિ જીવ વડે ભાવવામાં આવતા હોવાથી તે જીવ, તે દૃષ્ટાંતથી સમજાવવામાં આવે છે. આહાહા ! “જેમ ઘેરો વાદળી, લીલો, પીળો આદિ જે વર્ણરૂપ ભાવો કે જેઓ મોરનાં પોતાના સ્વભાવથી મોર વડે ભાવવામાં આવે છે” મોરમાં છે એ, મોરનાં જે વર્ણ, ગંધ, રસ, સ્પર્શ છે એ મોરમાં છે, એ ભાવવામાં આવે છે એટલે બનાવાય છે મોરથી બનેલા છે. તેઓ મોર જ છે.”શું કીધું ઈ ? ઘેરો વાદળી, લીલો, પીળો, વાદળી, વાદળી એટલે આકાશી એવા જે ભાવો એ મોરના પોતાના ભાવથી છે મોરમાં, એ સ્વભાવથી મોર ભાવવામાં આવે છે એટલે મોરથી બનાવાયેલા છે, એ મોર જ છે અને દર્પણમાં પ્રતિબિંબરૂપે દેખાતાં એ દર્પણમાં દેખાયને? કાળો, ધોળો, વાદળી, આહાહા! “ઘેરો, વાદળી, લીલો, પીળો ઇત્યાદિ ભાવો કે જેઓ દર્પણની સ્વચ્છતાના વિકારમાત્રથી દર્પણ વડે થવામાં આવે છે. દર્પણ વડે ભાવવામાં આવે છે. દર્પણ વડે બનાવવામાં આવે છે, તેઓ દર્પણ જ છે. બે ન્યાય આપ્યા. એક રંગ, ગંધ, રસ, સ્પર્શ જે મોરના છે એ મોરવડે બનાવ્યા મોરના છે, અને આંહીં જે દર્પણમાં દેખાય છે એ દર્પણના ભાવની દર્પણની દશા હોવાથી દર્પણનાં છે એમ. સમજાણું કાંઈ? આહાહાહા ! દાખલો કેવો સીધો આપ્યો છે, ઈ તો અમૃતચંદ્રાચાર્યે આપ્યો, પાઠમાં તો સમુચ્ચય છે, પણ અમૃતચંદ્રાચાર્યે દાખલો આપીને સ્પષ્ટ કર્યું. આહાહા ! તેથી, “તેવી જ રીતે” મોર અને અરીસો, મોરના વર્ણ, ગંધ, રસ, સ્પર્શ મોરમાં હોવાથી મોર છે, અને અરીસામાં કાળા રાતા પ્રતિબિંબ છે તે અરિસાની અવસ્થાની સ્વચ્છતાથી એના છે માટે તે દર્પણ છે. આહાહાહા !“તેવી જ રીતે મિથ્યાદર્શન અજ્ઞાન ને અવિરતિ ઇત્યાદિ ભાવો કે જેઓ અજીવના પોતાના દ્રવ્યસ્વભાવથી અજીવ વડે”દર્શનમોહ કર્મનો, એ કર્મના પરિણામ છે. છે? અજ્ઞાન જ્ઞાનાવરણી આદિ જે છે એ જડના પરિણામ છે. અવિરતિ જે ચારિત્રમોહ આદિના પરિણામ છે અંદર જડમાં, એ અવિરતિ એ જડ છે. ક્રોધ, માન, માયા, લોભ જે પરમાણું ચારિત્રમોહના ભેદો અંદર જડમાં, કર્મની પ્રકૃતિમાં, કે જેઓ અજીવના પોતાના દ્રવ્યસ્વભાવ છે, એ પરમાણું કર્મ છે, એ દ્રવ્યસ્વભાવથી તે રીતે મિથ્યાત્વભાવ, દર્શનમોહ, ચારિત્રમોહ, ક્રોધ, માન, માયા, લોભે થયેલાં છે, એ દ્રવ્યસ્વભાવથી અજીવ વડે ભાવવામાં આવે છે. આહાહાહા ! છે? તેઓ અજીવ વડે બનાવ્યાં છે, કર્મમાં જે કાંઈ, મિથ્યાત્વભાવ દર્શન મોહની પર્યાય, અવિરતિભાવ ચારિત્ર મોહની પર્યાય, અજ્ઞાન, જ્ઞાનાવરણીનો અભાવ. જ્ઞાનાવરણીના કારણે થતું અજ્ઞાન એ જડમાં છેજડમાં છે એ. ક્રોધ, માન, માયા, લોભ પણ Page #387 -------------------------------------------------------------------------- ________________ ૩૭૨ સમયસાર સિદ્ધિ ભાગ-૪ પરમાણું જડની પર્યાય છે, જડની જડમાં, “એ અજીવ જ છે,” એ અજીવ વડે બનાવ્યા માટે અજીવ જ છે. છે તો પરિણામ પણ અજીવ વડે થયેલાં હોવાથી તે અજીવ છે. આહાહાહા ! અને મિથ્યાદર્શન અજ્ઞાન અવિરતિ ઇત્યાદિ ભાવો કે જેઓ ચૈતન્યનાં વિકાર માત્રથી જીવ વડે ભાવવામાં આવે છે, આહાહાહા! મિથ્યાશ્રદ્ધા, મિથ્યાજ્ઞાન આત્માનું, અવિરતિ, કષાયભાવ ક્રોધ, માન, માયા, લોભ કે જે પર્યાયો, ભાવો કે જેઓ ચૈતન્યનાં વિકારમાત્રથી ચૈતન્યના વિકારમાત્રથી જીવ વડે ભાવવામાં આવ્યા છે, એ જીવ વડે કરવામાં આવ્યા છે. આહાહાહા ! એક કોર ૭૬-૭૭ માં એમ કહે કે કર્મ વ્યાપક છે અને વિકારી પરિણામ તેનું વ્યાપ્ય છે. એ જ્ઞાનદેષ્ટિ થઈ છે, દ્રવ્યદૃષ્ટિનું જ્ઞાન થયું છે દ્રવ્યનું. દ્રવ્ય ને ગુણ શુદ્ધ છે તેનો અનુભવ થઈને જ્ઞાન થયું છે, તેના પરિણામ તો વ્યાપ્ય શુદ્ધ હોય, વ્યાપક શુદ્ધ છે તો વ્યાપ્ય શુદ્ધ હોય. એના પરિણામ પર્યાયમાં થાય છે, તેને અશુદ્ધતા ગણીને અશુદ્ધ કર્મ છે તેનું એ વ્યાપ્ય છે, આત્માના શુદ્ધ સ્વભાવના જ્ઞાનીનું એ વ્યાપ્ય નહિ. સમજાણું કાંઈ? આહાહાહા ! એ પ્રશ્ન થયો'તો ત્યાં સોમચંદભાઈએ કરેલો એક ફેરી, સોમચંદભાઈ હતાને ઓલા ખારા-ખારા, એણે પ્રશ્ન કર્યો તો ત્યાં રાજકોટમાં કે એક કોર આંહીં કર્મ વ્યાપક અને રાગ વ્યાપ્ય, એક કોર એમ કહો કે વિકાર કરનારો જીવ વ્યાપક, અને વિકાર વ્યાપ્ય, આ “” નું અમારે સમજવું શું? સોમચંદભાઈ નહોતા? સોમચંદભાઈને નથી ઓળખતા. ગુજરી ગયા, સોમચંદભાઈની વહુ ને છે ને ત્યાં ઓલી બાઈ માંદી નથી બહુ શું નામ એનું, ભાઈ ? વિજ્યાબેન, પક્ષઘાત અહીંથી થઈ ગયો છે, આમ અડધો નીચેથી આમ અડધો નહિ એ બાઈને વાંચન બહુ ને બિચારી ઓલામાં રહે છે, સોળ વર્ષથી છે ઘણાં વર્ષથી. એનો સાસરો સોમચંદભાઈ રામજીભાઈના મકાનની પાસે છે ને એ ત્યાં હતા. પહેલા જામનગરમાં નોકરી હતી, પછી અહીં રાજકોટ આવ્યા'તા રાત્રે આ પ્રશ્ન થયો હતો. ભાઈ ! જુઓ ! આત્માનું જ્ઞાન જેને થયું કે આત્મા જ્ઞાનને અનુભવ, એનાં વ્યાપ્ય તરીકે તો નિર્મળ પરિણામ હોય કેમ કે દ્રવ્ય ને ગુણ નિર્મળ છે, તેથી તેનાં પરિણામ તે નિર્મળ હોય, અને તેની જે પર્યાયમાં આંહીં દ્રવ્યબુદ્ધિથી થયેલા છે તેના પરિણામ તો નિર્મળ હોય, પણ પર્યાયમાં જે થયા છે તે કર્મના નિમિત્તથી થયા છે, દ્રવ્યની દૃષ્ટિએ નહિ તેથી તે કર્મ વ્યાપક અને વિકારને વ્યાપ્ય કહેવામાં આવ્યો છે. આહાહા! આંહીંયા તો બેયને વ્યાપ્યવ્યાપક પોતે, આત્મા વ્યાપક છે અને કર્મનાં વિકારી પરિણામ પોતાના, એ પોતાનું વ્યાપ્ય અને પોતાના ભાવેલા હોવાથી તે જીવ છે. આહાહાહા ! હવે આટલી બધી અપેક્ષાઓ રાખવી. એક બાજુ કહે કે રાગ અને દ્રષના પરિણામ, માર્ગણાના પરિણામ, જીવ સ્થાનના પરિણામ, ગુણસ્થાનના પરિણામ એ બધા પુદ્ગલના પરિણામ છે. આંહીં કહે છે કે એ તો જ્ઞાનની દૃષ્ટિ ને દ્વવ્યસ્વભાવની દૃષ્ટિની અપેક્ષાથી કહ્યું. અને એકબાજુ કહે કે જીવ કામ, ક્રોધ, દયા, દાન, વ્રત આદિના પરિણામ જીવના છે, એ જીવની પર્યાયમાં જીવથી થાય છે, એથી એ તેના કહ્યાં, તેના કહ્યાં નહિ પણ તે જ છે એ. આમાં કેટલું યાદ રાખવું? અપેક્ષાઓ છે ને? જે અપેક્ષાથી કહે છે એ અપેક્ષાથી સમજવું. આહાહાહા! Page #388 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૮૭ ૩૭૩ અને ચૈતન્યના વિકારમાત્રથી છે ને? જે ચૈતન્યના વિકાર માત્ર, ચૈતન્યના વિકાર માત્ર, કર્મનો વિકાર નહીં એ, જીવમાં મિથ્યાશ્રદ્ધા, અજ્ઞાન, રાગદ્વેષ, ક્રોધ, માન, માયા એ ચૈતન્યના વિકાર માત્ર, જીવ વડે, એ જીવ વડે થયેલાં છે, જીવ વડે બનાવેલાં છે, જીવ વડે ભાવેલાં છે, આહા ! “એથી તે જીવ જ છે, બેય ને જુદા પાડયા, સમજાણું કાંઈ? જેમ મોરના વર્ણ, ગંધ, રસ, સ્પર્શ મોરરૂપ છે, અને અરીસામાં જે વર્ણ, ગંધ, રસ, સ્પર્શ દેખાય છે તે અરીસાના છે. એ વર્ણ ગંધની છાયા છે ત્યાં, પણ એ અરીસાની છે. એમ જીવના વિકારી પરિણામ તે જીવના છે. મિથ્યાત્વ, અવત, કષાય, યોગઆદિ અને અજીવના પરમાણું કર્મની અવસ્થાના પરિણામમાં જે છે દર્શનમોહ, ચારિત્રમોહ, ક્રોધ, માન, જડ એ જડના છે. કહો સમજાય છે ને? પુંજાભાઈ? આવું છે. ગહન વાત છે. “અહીં એમ જાણવું કે મિથ્યાત્વઆદિ કર્મની પ્રકૃતિઓ છે” જડ, જડ દર્શનમોહ, ચારિત્રમોહ તે પુદ્ગલદ્રવ્યનાં પરમાણું છે એ પુદ્ગલદ્રવ્યનાં પરમાણું છે. છે? જ્યારે તેમનું ભેદજ્ઞાન થાય અર્થાત્ જીવભાવને જીવ જાણે અને અજીવ ભાવને અજીવ જાણે, ત્યારે મિથ્યાત્વનો અભાવ થઈને સમ્યજ્ઞાન થાય છે. એ રાગનો સ્વાદ એ ખરેખર મારી ચીજ નથી, મારી ચીજ તો આનંદનો સ્વાદ ને શાંતિનો સ્વાદ ને વીતરાગભાવનો સ્વાદ તે હું. એમ જ્યારે રાગથી ભેદજ્ઞાન થાય, ત્યારે અજીવ ભાવને અજીવ જાણે, એ રાગ છે એ ખરેખર તો અજીવનું પરિણામ ગણવામાં આવ્યું, ઓલા જીવના નિર્મળ પરિણામ નહિ માટે, ત્યારે મિથ્યાત્વનો અભાવ થઈને સમ્યગ્દર્શન થાય.” વિશેષ કહેશે. (શ્રોતા- પ્રમાણ વચન ગુરુદેવ) છે અને પ્રભુ! નિમિત્તથી ઉપાદાનમાં કોઈ કાર્ય થતું જ નથી. જ્ઞાન થવાની યોગ્યતા અનુસાર સમયસાર આદિ નિમિત્ત તો સહજ હોય છે. દરેક દ્રવ્યની પર્યાય તે તે સમયની યોગ્યતાથી જ સ્વતંત્ર કાર્યરૂપે પરિણમે છે તેમાં નિમિત્તભૂત અન્ય દ્રવ્ય અકિંચિત્કર છે. “યોગ્યતા જ સર્વત્ર શરણરૂપ છે.” કોઈ દ્રવ્ય અન્ય દ્રવ્યને લાવી શકે કે અન્ય દ્રવ્યમાં ફેરફાર કરી શકે કે ક્ષેત્રાંતર કરી શકે છે તેમ માનનાર સર્વજ્ઞની આજ્ઞા બહાર છે, મિથ્યાષ્ટિ છે. દર્શનમોહથી મિથ્યાત્વ થયું, જ્ઞાનાવરણીથી જ્ઞાન હણું થયું આદિ કથનો શાસ્ત્રમાં આવે છે તે તો ઉપાદાનથી થતાં કાર્યકાળે નિમિત્ત કેવું હોય છે તેનું જ્ઞાન કરાવવા વ્યવહારથી કથન કરવામાં આવે છે. (આત્મધર્મ, અંક ૭૧૪-૭૧૫, વર્ષ-૫૯ પાના નં. ૫). Page #389 -------------------------------------------------------------------------- ________________ 3७४ સમયસાર સિદ્ધિ ભાગ-૪ ( ગાથા - ૮૮ ) काविह जीवाजीवाविति चेत्पोग्गलकम्मं मिच्छं जोगो अविरदि अणाणमज्जीवं। उवओगो अण्णाणं अविरदि मिच्छं च जीवो दु।।८८।। पुद्गलकर्म मिथ्यात्वं योगोऽविरतिरज्ञानमजीवः। उपयोगोऽज्ञानमविरतिर्मिथ्यात्वं च जीवस्तु।।८८।। यः खलु मिथ्यादर्शनमज्ञानमविरतिरित्यादिरजीवस्तदमूर्ताचैतन्यपरिणामादन्यत् मूर्तं पुद्गलकर्म; यस्तु मिथ्यादर्शनमज्ञानमविरतिरित्यादि: जीव: स मूर्तात्पुद्गलकर्मणोऽन्यश्चैतन्यपरिणामस्य विकारः।। હવે પૂછે છે કે મિથ્યાત્વાદિકને જીવ અને અજીવ કહ્યા તે જીવ મિથ્યાત્વાદિ અને અજીવ મિથ્યાત્વાદિ કોણ છે? તેનો ઉત્તર કહે છે - મિથ્યાત્વ ને અજ્ઞાન આદિ અજીવ, પુદ્ગલકર્મ છે; અજ્ઞાન ને અવિરમણ વળી મિથ્યાત્વ જીવ, ઉપયોગ છે. ૮૮. ગાથાર્થ - [નિધ્યાવં] જે મિથ્યાત્વ, [૧] યોગ, [વિરતઃ] અવિરતિ અને [અજ્ઞાનન] અજ્ઞાન [ નીવ:] અજીવ છે તે તો [પુન] પુદ્ગલકર્મ છે; [] અને જે [અજ્ઞાનન] અજ્ઞાન, [તિરતિઃ] અવિરતિ અને [fમથ્યાત્વે] મિથ્યાત્વ [ની:] જીવ છે [7] તે તો [૩પયો:] ઉપયોગ છે. ટીકા- નિશ્ચયથી જે મિથ્યાદર્શન, અજ્ઞાન, અવિરતિ ઇત્યાદિ અજીવ છે તે તો, અમૂર્તિક ચૈતન્યપરિણામથી અન્ય એવું મૂર્તિક પુદ્ગલકર્મ છે; અને જે મિથ્યાદર્શન, અજ્ઞાન, અવિરતિ ઇત્યાદિ જીવ છે તે, મૂર્તિક પુદ્ગલકર્મથી અન્ય એવો ચૈતન્યપરિણામનો વિકાર છે. પ્રવચન ન. ૧૭૮ ગાથા-૮૮-૮૯ તા. ૨૫/૦૧/૭૯ ગુરુવાર પોષ વદ-૧૨ શ્રી સમયસાર, આ સમયસાર સિદ્ધાંત છે. ૮૭ ગાથા થઈ ગઈ, ૮૮ ગાથા છે, સૂક્ષ્મ વિષય છે. (ગાથા) ૮૮ છે ઉપર (મથાળે) પ્રશ્ન છે. હવે પૂછે છે કે મિથ્યાત્વાદિને જીવ અને અજીવ કહ્યા તે જીવ મિથ્યાત્વાદિ અને અજીવ મિથ્યાત્વાદિ કોણ છે? તેનો ઉત્તર કહે છે. (કહે છે કે, પહેલાં પ્રશ્ન આવી ગયો (ગાથા) ૮૭ માં, કે જે આત્મા છે એ તો Page #390 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૮૮ ૩૭૫ આનંદકંદ, સચ્ચિદાનંદ, શુદ્ધચૈતન્ય, સિદ્ધસ્વરૂપ છે. ભગવાન સર્વજ્ઞોએ, તીર્થકરોએ આ આત્માને શુદ્ધ, પવિત્ર, અનંતગુણનો પિંડ જોયો છે. એમાં જે વિકાર થાય છે હિંસા, ચોરી, જૂઠ, વિષય, ભોગ, વાસના અને દયા, દાન, વ્રત, તપ, ભક્તિ આદિના જે વિકલ્પ, એ બધા વિકાર બેય (પ્રકારના) છે. બેય (પ્રકારના) વિકાર કરવાનો જીવનો સ્વભાવ નથી. જીવ-ભગવાન આત્મા જે આ છે એ તો જિનસ્વરૂપી છે, વસ્તુ છે જે વસ્તુ ! એ જિનસ્વરૂપ! જેમ પરમાત્માને સર્વજ્ઞ દશા પ્રગટ થઈ અને વીતરાગ થયા, તો આ આત્મા પણ વીતરાગ ને સર્વજ્ઞ સ્વરૂપ જ છે. આહાહા ! ઝીણી વાત ભાઈ ! આવો આત્મા હોવા છતાં પણ અનાદિ કર્મના નિમિત્તના સંગથી, અંદરમાં જે કાંઈ મિથ્યાત્વભાવ, રાગ, દયા-દાન-વ્રત-ભક્તિ આદિના ભાવ ઉત્પન્ન થાય છે, એ બધા વિકાર છે. બલુભાઈ! શું કીધું આ? આ તમારા વરસીતપ કર્યા ને, એમાં (શુભ) વિકલ્પ હતો ને (2) રાગ હતો એમ કહે છે. (શ્રોતા- અમે એમાં ધર્મ સમજતા હતા.) વાત સાચી. આહા.... છે? આહા ! હવે અહીંયા તો કહે છે પરમાત્મા જિનેશ્વરદેવ કે આત્માનો સ્વભાવ તો વીતરાગ ને જિનસ્વરૂપ જ છે તો સ્વભાવરૂપે પરિણમવું એ એનું સ્વરૂપ છે, પણ જે એમાં પુણ્ય ને પાપના ભાવ થાય છે, હિંસા-ચોરી, જૂઠું, કામ, ક્રોધ, માન, માયા, લોભ (ના ભાવ થાય છે ) અરે, એ તો ઠીક પણ દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજા, તપ, અપવાસ આદિના (જે શુભ ) વિકલ્પ ઊઠે છે, એ બધો વિકાર છે. એ વિકાર કર્મના સંગથી (થયો છે) કર્મ જડ છે-કર્મ તો જડ છે માટી–ધૂળ છે આ જેમ માટી છે (શરીરરૂપ માટી તેમ) એ કર્મ ઝીણી ધૂળ છે, કર્મ જે આઠ ( પ્રકારના) કર્મ, એ કર્મના નિમિત્તનો સંગ કરવાથી, અજ્ઞાનીને અંદર રાગ ને દ્વેષ ને પુણ્ય ને પાપ ભાવ થાય છે. એનો એ (અજ્ઞાની) કર્તા થાય છે, એ પરિભ્રમણનું કારણ છે. આહાહા ! સમજાણું કાંઈ...? ઝીણી વાત ભાઈ ! વીતરાગ માર્ગ બહુ ઝીણો છે, સૂક્ષ્મ છે. આહા ! કહે છે કે આ પરિણામ જે વિકાર છે, એ આત્મામાં ઉત્પન્ન થાય છે તો (તે) સ્વભાવ તો છે નહીં, એ તો કર્મના સંગથી જે ઉત્પન્ન થયો એ વિકાર-પુણ્ય ને પાપ દયા ને દાન, વ્રત ને ભક્તિ આદિના જે ભાવ, એ મારા છે ને મેં કર્યા છે (હું એનો કર્તા છું) એ મિથ્યાદર્શન, અજ્ઞાનભાવ છે. આહાહા! તો કહે છે કે વિકાર છે એની પર્યાયમાં તો છે તો કોનો છે એ? સમજાણું કાંઈ? માથે (ભાવાર્થમાં) કીધું કે, અજ્ઞાનીઓને અજ્ઞાનને કારણે સ્વાદ ને ઉપયોગનું ભેદજ્ઞાન નથી, અંદર ઉપર છે. આહાહા ! એ શુભ-અશુભ ભાવનો સ્વાદ મલિન ને દુઃખરૂપ છે. ખબર નથી એને અનંતકાળથી ખબર નથી! એ સ્વાદ જડનો કર્મના સંગથી ઉત્પન્ન થયો છે. પોતાનો સ્વભાવ નથી. અજ્ઞાનીઓને-મિથ્યાષ્ટિઓને, જેમની દૃષ્ટિ હજી તત્ત્વ શું છે અંદર ભગવાન સચ્ચિદાનંદ પ્રભુ સિદ્ધસ્વરૂપી આત્મા છે, એની જેને દેષ્ટિની ખબર નથી, એ પુણ્ય ને પાપના ભાવ મારા છે એવું માનીને અજ્ઞાનપણે કર્તા થાય છે. એ બંધનું કારણ સંસારના પરિભ્રમણનું કારણ છે. આહા ! તો અહીંયા પૂછયું કે જ્યારે તમે કહો છો કે એનો (આત્માનો) સ્વભાવ નથી તો એ પરિણામ છે કોના? એ મિથ્યાત્વ, અજ્ઞાન, રાગદ્વેષના પરિણામ કોના છે? જીવના છે કે જડના છે? સમજાણું કાંઈ....? આવી વાત ઝીણી બાપુ ! જૈન દર્શન બહુ સૂક્ષ્મ ! Page #391 -------------------------------------------------------------------------- ________________ 398 સમયસાર સિદ્ધિ ભાગ-૪ અત્યારે તો સંપ્રદાય (વાળા) ને ય ખબર નથી આ ચીજની (શુદ્ધ આત્મતત્ત્વની ) બહારથી આ વ્રત કરો ને અપવાસ કરો ને થઈ ગયો ધર્મ ! મરી ગયો હવે એ તો અનંતકાળથી કરે છે રાગ, એ તો રાગની ક્રિયા છે. આહાહા ! એ રાગ છે એ જીવની પર્યાયમાં થાય છે, પણ ઉપાધિભાવ છે, એ પોતાનો સ્વભાવભાવ નથી. ભગવાન ત્રિલોકનાથ જિનેશ્વરદેવ એમ કહે છે. (તેઓ કહે છે કે, તારી પર્યાયમાં શુભ-અશુભ ભાવ જે થાય છે એ વિકાર છે એ ઉપાધિ છે, તારી ચીજ નથી પણ થાય છે તારામાં, એ પૂછે છે દેખો! હવે એ પ્રશ્ન થાય છે કે મિથ્યાત્વાદિક જીવ એ મિથ્યાત્વ ઊલટી (ઊંધી) માન્યતા, અજ્ઞાન, રાગ-દ્વેષ અને પુણ્ય-પાપના ભાવ, એ જીવ અને અજીવ કહ્યા છે (તો) એ જીવમિથ્યાત્વાદિ અને અજીવમિથ્યાત્વાદિ કોણ છે? ઝીણી વાત છે ભગવાન ! ૮૮ ગાથા, પ્રશ્ન છે કે આપ જ કહો છો કે મિથ્યાશ્રદ્ધા, અજ્ઞાન ને રાગ-દ્વેષ, દયા, દાન, કામ, ક્રોધ આદિકના ભાવ એ જીવ છે કે અજીવ? તમે (બેય કહ્યું કે તમે જીવને અજીવ કહ્યા, તો એ જીવમિથ્યાત્વાદિ અને અજીવમિથ્યાત્વાદિ કોણ છે? આવો શિષ્યનો પ્રશ્ન છે. पोणलकम मिच्छं जोगो अविरदि अण्णाणमज्जीवं। उवयोगोअण्णाणं अविरदि मिच्छं च जीवो दु।। ८८ ।। મિથ્યાત્વ ને અજ્ઞાન આદિ અજીવ, પુગલકર્મ છે; અજ્ઞાન ને અવિરમણ વળી મિથ્યાત્વ જીવ, ઉપયોગ છે. ૮૮ ટીકા:- નિશ્ચયથી ખરેખર તો મિથ્યાદર્શન, અજ્ઞાન અને અવિરતિ ઇત્યાદિ અજીવ છે તે તો અમૂર્તિક-જડકર્મ-જડકર્મ જ્ઞાનાવરણી આદિ કર્મ છે ને જડ, એ પુદ્ગલ એ દર્શનમોહ છે. એ પુગલ-જડ છે-અજ્ઞાન છે એ જ્ઞાનાવરણી કર્માદિ જડ છે અને અવિરતિ આદિ ભાવ છે એ ચારિત્રમોહની જડની ક્રિયા છે, અંદર પરમાણું કર્મના (કાર્માણવર્ગણા) એ કર્મ જડ છે. જેમ આ (શરીરાદિ, જડ સ્થૂળ છે ને (તેમ) એ કર્મ સૂક્ષ્મ છે, જડ છે. તો એ જડના મિથ્યાદર્શન, અજ્ઞાન, અવિરતિ (કર્મપ્રકૃતિઓ) એ અજીવ છે. સમજાય છે કાંઈ? બલુભાઈ ? કર્મ છે ને આઠ ( પ્રકારની પ્રકૃતિ) જડ-જ્ઞાનાવરણી, દર્શનાવરણી-અંતરાય મોહનીય વેદનીયનામ-ગોત્ર-આયુ (એ પ્રકૃતિઓ) આઠ એ પરમાણું છે. જડ છે (ઝીણી ) માટી–ધૂળ છે. તો એ માટી–ધૂળ પુદ્ગલ છે, એ મિથ્યાદર્શન, દર્શન મોહનીય એ પુદ્ગલ છે. અવિરતી ચારિત્રમોહ એ પુદ્ગલ છે, અજ્ઞાન-એ જ્ઞાનાવરણીય આદિ પુદ્ગલ છે. અને ક્રોધ, માન, મોહ, લોભ એ ચારિત્રમોહનીયના કર્મ જડ છે! અરે ! આવી વાતું હવે કયાં (શું) આમાં પકડવું. (શ્રોતાઆવું સમજ્યા વગર પકડવું?). (આહ !) અનંતકાળથી એણે અનંતકાળથી (આ પકડ્યું નહિ ને) અનંતવાર મુનિપણું લીધું, પંચમહાવત અનંતવાર પાળ્યા છે બાપુ! અનંતવાર નવમી ગ્રેવૈયકે ગયો! એમ પ્રભુ કહે છે. નવ ગ્રેવૈયક છે ઉપર, અનંતવાર ગયો, મહાવ્રત મુનિ નગ્ન દિગમ્બર! હજારો રાણીઓ છોડી, પંચમહાવ્રત પાળ્યા, પણ એ પંચમહાવ્રત તો રાગ છે-આસ્રવ છે-દુઃખ છે વિકાર છે-બંધના કારણ છે. આહાહાહા! આવી વાતું આકરી પડે ભાઈ ! મારગ તો આ છે પ્રભુનો, ભગવાન બિરાજે છે પરમાત્મા (સીમંધરનાથ) મહાવિદેહ ક્ષેત્રમાં, સર્વજ્ઞ હાજરાહજુર બિરાજે છે પ્રભુ Page #392 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૮૮ ૩૭૭ સર્વજ્ઞ! મહાવીર આદિ પરમાત્મા તો સિદ્ધ થઈ ગયા, અહીંયા હતા ત્યારે તો અરિહંત હતા. અત્યારે તો સિદ્ધ! “નમ:સિદ્ધાણં” –એને શરીર ને વાણી કાંઈ છે નહીં. પણ મહાવિદેહમાં સીમંધર ભગવાન (સાક્ષાત્ ) બિરાજે છે ભગવાન તીર્થંકરદેવ, (એ રીતે) વીસ બિરાજે છે. આ સામાયિકમાં આજ્ઞા લ્ય છે ને ! એનીય ખબર કયાં છે? શું છે, આ તો સામાયિકેય કયાં હતી, મિથ્યાદર્શન–અજ્ઞાનીને સામાયિક કેવી? હજી રાગ શું છે, આત્મા શું છે? એની તો ખબર નથી. એ ભગવાન (સીમંધરનાથ) પાસે ગયા હતા કુંદકુંદાચાર્ય, સંવત ૪૯ બે હજાર વરસ થયા, ત્યાં જઈને આઠ દિવસ રહ્યા, ત્યાંથી આવીને આ શાસ્ત્ર બનાવ્યા! (અહીંયા) કહે છે કે જે મિથ્યાદર્શન, દર્શનમોહ જડકર્મ છે, અજ્ઞાન-જ્ઞાનાવરણી જડ કર્મ છે, અવિરતિ ચારિત્રમોહનો જડકર્મ છે, રાગ-દ્વેષના પરમાણું એક છે, ચારિત્ર મોહના પરમાણું રાગ-દ્વેષ જડ છે એ અજીવ છે. અને એ અજીવ છે તે તો, “અમૂર્તિક ચૈતન્ય પરિણામથી અન્ય એવું મૂર્તિક પુદ્ગલકર્મ છે” –ભગવાન આત્મા તો અમૂર્ત, વર્ણ, રંગ, ગંધ, સ્પર્શ વિનાની (અમૂર્તિક ) ચીજ છે. ચૈતન્ય પરિણામથી અન્ય મૂર્તિક પુદ્ગલકર્મ છે. શું કીધું? જડકર્મ છે આઠ પ્રકારના), ઝીણી વાતો છે ! એને (જીવન) આઠ કર્મ છે એની ૧૪૮ પ્રકૃતિઓ છે, ભગવાને જોઈ (છે) ૧૪૮ પ્રકૃતિઓ! રાત્રે વાત થઈ ગઈ'તી થોડીક, મિથ્યાષ્ટિને અનાદિથી ૧૪૦ પ્રકૃતિઓ હોય છે. અનુમાન એમ લાગે કે... ઝીણું તો એ વખતે સંવત ઓગણીસો છીયાસીમાં અમરેલીમાં કહ્યું હતું. ચોમાસું હતું ને ૮૬માં, ૮૬ની સાલ, (અત્યારે તો) અહીં ૬૬ વર્ષ દીક્ષા લીધે થયા, એ વખતે રાત્રે યાદ આવ્યું'તું થોડુંક, નહોતું કહ્યું કે દરેક જીવને આઠ કર્મ છે, એ આઠ (પ્રકારના) કર્મમાં ૧૪૮ પ્રકૃતિ હોય છે. તો અનાદિ અજ્ઞાનીને ૧૪૮ પ્રકૃતિ હોતી નથી, કેમ કે આયુષ્ય ચાર છે (તેમાં) એક જ આયુષ્ય છે, ત્રણ નથી, મિશ્રમોહનીય બે નહીં પાંચ ને આહારક અને આહારક અંગ ઉપાંગ બે ને સાત (થઈ અને) તીર્થંકર પ્રકૃતિ (એક એમ) આઠ પ્રકૃતિ તો હોતી નથી. અજ્ઞાનીઓને ૧૪૦ પ્રકૃતિઓ હોય એમ લાગે છે, તે દિ' તે દિ' કહ્યું'તું ૮૬ની સાલની વાત છે. આ તો ઘણાં વર્ષ થઈ ગયા, ચૌદ ને પાંત્રીસ, ઓગણપચાસ પચાસ વરસ પહેલાં! આહાહા! એ બધા પરમાણું સૂક્ષ્મ-જડ છે. એ મિથ્યાત્વ-દર્શનમોહ જે જડ છે એને અહીંયા દર્શનમોહ કહ્યો, ચારિત્રમોહ એ પરમાણું જડ છે એને અહીંયા અવિરતિ અને રાગ-દ્વેષ ને કામક્રોધ એ જડ છે-પરમાણું અને એ પરમાણુંઓની જડદશા (મૂર્તિક) અને ભગવાન આત્મા અમૂર્તિક છે. એને આત્માને વર્ણ, ગંધ, રસ, સ્પર્શ (આદિ જડના ગુણ) છે નહીં, આત્મા તો રંગ-ગંધ-રસ-સ્પર્શ વિનાની ચીજ અંદર છે. એ ચૈતન્ય પરિણામથી અન્ય-એ ચૈતન્યપરિણામ જે અરૂપી અમૂર્ત છે, અહી તો વિકાર પણ આમાં (જડમાં) લેવો છે. તો ચૈતન્યનું જે પરિણામ છે (તે અમૂર્ત છે ), મિથ્યાત્વ, અજ્ઞાન, અવ્રત, કામ, ક્રોધ, શુભ-અશુભ ભાવ, એ ચૈતન્યના વિકારી પરિણામ છે-એ અમૂર્તિના છે, એનાથી એ જડકર્મની પર્યાય તેનાથી ભિન્ન છે. કહો, વીરચંદભાઈ? આવું બધું નક્કી કરવું પડશે, નહિંતર રખડી મરશે નહિંતર! અનંતકાળથી ચોરાશીના અવતાર કરી કરીને પ્રભુ ઠરડ નીકળી ગયો છે. અનંત (અવતાર) નરકના, અનંત Page #393 -------------------------------------------------------------------------- ________________ 3७८ સમયસાર સિદ્ધિ ભાગ-૪ ઢોરના, કીડાના, કાગડાના, કૂતરાના અનંત, અનંત, અનંત ભવ, આદિ વિનાના કાળમાં રખડ્યો છે! (આા) એને (રખડુને) સમ્યગ્દર્શન શું ચીજ એની એને ખબર નથી, એ કાંઈક વ્રત ને તપ ને ભક્તિ કરે એટલે થઈ ગયો ધર્મ! એમ મિથ્યાષ્ટિએ, મિથ્યાદૃષ્ટિથી માન્યું આમ માન્યું, પણ સમ્યક્દર્શન શું ચીજ છે એની ખબર નહીં. આહાહા ! અંતર ભગવાન આત્મા પૂર્ણાનંદમૂર્તિ પ્રભુ! એનો અંતર અનુભવ થઈને-સન્મુખ થઈને અનુભવ થવો ને અતીન્દ્રિય આનંદનો સ્વાદ આવવો એમાં પ્રતીતિ થવી એનું નામ સમ્યગ્દર્શન છે. આહાહાહા ! સમજાણું કાંઈ..? એ સમ્યગ્દર્શન, ચૈતન્યનું નિર્મળ પરિણામ છે, અને આ જે મિથ્યાદર્શન-(ઊંધી) શ્રદ્ધા, અજ્ઞાન ને અવિરતિના ભાવ એ જીવના વિકારી પરિણામ છે. એ જીવના અમૂર્ત પરિણામથી જડના (પુદ્ગલના) પરિણામ ભિન્ન છે. આ પરિણામ શું ને પર્યાય શું? કાંઈ ખબરું ન મળે, આંધળા-આંધળા અનાદિકાળથી, (આ) ચીજ શું ભગવાન (આત્મા)ને અજીવ કોને ભગવાન કહે છે ને જીવ કોને કહે છે? આમ બોલે (લોકો કે) જીવને અજીવ માને તો મિથ્યાત્વ, અજીવને જીવ માને તો મિથ્યાત્વ” –મિથ્યાત્વ ૨૫ માં (૨૫ પ્રકારના મિથ્યાત્વ) આવે છે ને! કાંઈ ખબરું ન મળે, અજીવ કોને કહેવું ને જીવ કોને કહેવો! અહીંયા તો પરમાત્મા જિનેશ્વરદેવ ત્રિલોકનાથ એની દિવ્યધ્વનિમાં “ઓમ” (8) ધ્વનિ, એમને ભગવાનને આવો (આપણા જેવો) અવાજ ન હોય, કેમકે એ તો (પરિપૂર્ણ) વીતરાગ ને સર્વજ્ઞ છે, એને ઈચ્છા વિના (જ) વાણી નીકળે છે, એને ઇચ્છા હોતી નથી, પ્રભુ (તીર્થંકરદેવને) એ વાણી-દિવ્યધ્વનિ, એમાં આ આવ્યું, એ સંતો, જગત પાસે આડતિયા થઈને જાહેર કરે છે. આહાહાહા ! કહે છે કે જે જડ-પરમાણું છે (એ) દર્શનમોહ, ચારિત્રમોહ, જ્ઞાનાવરણીય, એ બધા મિથ્યાદર્શન, અજ્ઞાન એ જડ છે રૂપી છે-પરમાણું છે-પુદ્ગલ છે, એ અમૂર્તિક ચૈતન્ય પરિણામથી અન્ય એવું મૂર્તિક પુદ્ગલકર્મ છે. આહાહા ! “અને જે મિથ્યાદર્શન, અજ્ઞાન, –હવે, આત્મામાં જે પુણ્ય-પાપના ભાવ થાય છે તેમાં જો પુણ્યથી ધર્મ થાય છે–દયા, દાન, વ્રત, ભક્તિ, તપ, અપવાસ કરવાથી ધર્મ થાય છે (એવી માન્યતા) એવું મિથ્યાદર્શન–એવી શ્રદ્ધા મિથ્યાત્વભાવ છે મહામિથ્યાત્વભાવ-પાપ (છે). એ જીવના પરિણામ છે, પણ છે ઉપાધિ, પણ છે જીવમાં. આહાહાહા ! સમજાણું કાંઈ..? મિથ્યાદર્શન એટલે કે વિપરિત (ઊંધી) શ્રદ્ધા, હું મારા સિવાય, શરીરનું વાણીનું કુટુંબનુંદેશનું (કામ) કંઈક કરી શકું છું એવી શ્રદ્ધા, એ મિથ્યાદર્શન છે. આહાહાહા ! (શ્રોતા- હું વાણિયો છું એમ માનવું ઈ?) હું વાણિયો છું, માણસ છું, હું સ્ત્રી છું, હું પુરુષ છું, હું હિજડો છું આ હિજડા-પાવૈયા હોય છે ને ! એ માન્યતા, એવી માન્યતા તે મિથ્યાદર્શન! એ વિપરીત માન્યતા (ઊંધો અભિપ્રાય) મહાપાપ છે. (શ્રોતા - તો છું કોણ?) એ આત્મા અંદર અરૂપી આનંદઘન છે, પણ એ વાત આનંદઘનની-જ્ઞાનની અત્યારે આંહી નથી. અત્યારે તો (જીવ અનાદિથી ) મિથ્યાત્વ-વિપરીત શ્રદ્ધા કરે છે ને રાગ પણ મારો છે પુણ્યની ક્રિયા મેં કરી–હું કરું છું, વ્રત-તપની એ મારી ક્રિયા છે. (અરે, ભાઈ !) એ તો રાગની ક્રિયા છે, એ બલુભાઈ? શું Page #394 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૮૮ ૩૭૯ એ લાંઘણ કરી'તીને બધી બાર મહિનાની (વરસીતપમાં) લાંઘણ કરી હતી, બીજું હતું શું? એવા તો ઘણાનેય જોયા છે ને ! આ એકને કયાં ! (શ્રોતા:- વરસીતપ કર્યો એમ તો માન્યું? તું!) વષીતપ, તપ માન્યું” તું એણે- (આહા) મેં આહારનો ત્યાગ કર્યો, એ માન્યતા જ મિથ્યા છે. કેમકે આત્મા પરના ગ્રહણ–ત્યાગથી શૂન્ય છે. (આત્મા પરચીજનું ગ્રહણ-ત્યાગ કરી શકતો નથી.) પ્રભુનો મારગ ઝીણો બહુ બાપુ! એ મારગ, વીતરાગ સિવાય કયાંય છે નહીં. (આહા ! આ વાતની) વીતરાગના પણ સંપ્રદાયમાં જન્મેલાયને ખબર ન મળે, આહાહા.. સમજાણું કાંઇ? એ અંદરના પરિણામ જે થાય છે, મિથ્યાશ્રદ્ધા-મિથ્યાદર્શનશલ્ય, એ જીવના પરિણામ છે. કેમ કે હું પરનું કરી શકું છું, પર મારી ચીજ છે-આ સ્ત્રી મારી છે–પુત્ર મારા છેમકાન મારા છે પૈસા મારા છે, (શરીર મારું છે) એ માન્યતા તદ્ન મિથ્યાશ્રદ્ધા- મિથ્યાષ્ટિની છે એ મિથ્યાદર્શન જીવનું પરિણામ છે. એ અહીં લેવું (કહેવું) છે. મૂર્તિક પુદગલકર્મથી અન્ય એવો ચૈતન્યનો પરિણામ વિકાર છે” –આ જીવ (ચૈતન્ય)ને આ મિથ્યાત્વપરિણામ જીવથી ભિન્ન છે. આહાહાહા ! આવી વાતું કાઢી કયાંથી પણ કોઈ એમ કહે, આવી વાતો કાઢી કયાંથી, કોઈ એમ કહેતું'તું. (શ્રોતા – આ તો વીતરાગ દેવે કહી છે.) ભગવાન ત્રણલોકના નાથ જિનેશ્વરદેવ ફરમાવે છે ત્યાં મહાવિદેહમાં, એ આ વાત છે. સમજાણું કાંઈ ? એ મિથ્યાદર્શન એટલે કેમિથ્યાશ્રદ્ધા એટલે કે જે દયાદાન-વ્રત-ભક્તિ-પૂજા આદિના શુભભાવ-પુણ્ય એ ધર્મ છે એવું માનવું એ મિથ્યાદર્શનશલ્ય મહાપાપ છે. આહાહાહા ! આમ છે પ્રભુ! મારગ જુદો બાપુ! આહા! અરે, દુનિયા કયાં ચાલે છે ને મારગ પ્રભુનો કયાં છે! એ મિથ્યાદર્શન, આત્માના પરિણામ અરૂપી, ઓલા દર્શનમોહ જે જડકર્મ હતા, એ રૂપી ને જડ ને મૂર્ત, એ જડમૂર્તિ ચૈતન્યના પરિણામથી ભિન્ન, અને આ પરિણામ છે એ જડના પરિણામ જે કર્મ છે એનાથી ભિન્ન! અરે રે! એને કયારે સમજે, માણસપણું મળ્યું ને હાલ્યું ગયું, પચાસ-પચાસ, સાંઈઠ સીત્તેર (વરસ) કેટલાકને ગયા ને મરણની સમીપ થઈ ગયો છે. હવે, (મરણનો સમય તો) નક્કી થઈ ગયો છે, આ દેહ છૂટવાનો સમય નક્કી છે ને! કાલે સાંભળ્યું હતું ને ઓલો મોટો ડોકટર, હોમિયોપેથીનો મોટામાં મોટો ડોકટર, મુંબઈમાં શંકરરાવ, અહીં આવ્યો” તો, એ તમે લઈ આવ્યા'તા ને, આવ્યો હતો. એ હારે કો'ક બાઈ હતી કોકિલા, એની સંગાથે હતી, એ આમ લખતી'તી બધું એ પૂછે એ બધું, આ બીજા દાકતરો-દવા એ હોમિયોપેથીવાળાને ન ભે! એ પૂછે કેમ થાય છે, શું થાય છે કેમ ચાલે છે–એ બધું લખી લ્ય ને એમાંથી (નિદાન કરી) પછી દવા આપે, એ હોમિયોપેથી (નો દાકતર) મરી ગયો! બિચારો! પંચાવન વર્ષની ઉંમર હતી નાની! આહાહાહા ! દાકતરેય શું કરે ન્યાં? દેહની સ્થિતિ પૂરી થવાના કાળે દેહ છૂટશે જ ત્યાં, એને લાખ દેવ આવે ને ઇન્દ્ર આવે ને ! દાકતર આવે તોય રાખી શકે નહીં અને ત્રણ કાળ ત્રણ લોકમાં ! (શ્રોતા:- ડાકટર ન મરે તો બધા ડાકટર જ થઈ જાય) (આહા!) હું આ શરીરને સંભાળીને રાખું તો શરીર સારું રહે, આહાર-પાણીમાં (ધ્યાન રાખું) બરાબર દઉં આ બધી માન્યતા છે એ બધી મિથ્યાદર્શનશલ્ય, મિથ્યાત્વ છે. આહાહાહા ! આવી વાતું છે પ્રભુ, મારગ બહુ જુદો ! અત્યારે તો માર્ગને-કુમાર્ગને (યથાર્થ) માર્ગ માન્યો છે અત્યારે લોકોએ! આહા! Page #395 -------------------------------------------------------------------------- ________________ સમયસાર સિદ્ધિ ભાગ-૪ એ મિથ્યાદર્શન ( ઊંધી શ્રદ્ધા ) એ આત્માના અરૂપી પરિણામ છે, એ જડકર્મથી ભિન્ન છે. આહાહાહા ! ( લ્યો !) હું બોલું છું એ ભાષા જડ છે એ ભાષા હું બોલું છું, એવી માન્યતા (એ અભિપ્રાય ) મિથ્યાદર્શનશલ્ય છે. આહાહાહા ! ( શ્રોતાઃ- છેટેથી સંભળાય કે આ તો અવાજ મારો છે ) એ અવાજ કે દિ’ ( એનો હતો ) જડનો હતો, અવાજ તો જડનો છે. અત્યારે આમાં (ટેપમાં ) ઉત્તરે છે ને ! ( ભાષા ) જડ છે એ ઉત્તરે, આત્મા ઉત્તરે ? આત્મા તો અરૂપી છે ( એ ટેપમાં ઉત્તરી શકે નહીં ) અરે રે, આંહી મિથ્યાદર્શન-ઊંધી વિપરીત માન્યતા શ૨ી૨ની ક્રિયા હું કરી શકું, ૫૨ની દયા હું પાળી શકું એ બધી મિથ્યાદર્શનશલ્ય-મહાપાપ–મોટું (પાપ ) એ જીવના પરિણામ છે. કહો, ચીમનભાઈ ? અજ્ઞાન, અજ્ઞાન વસ્તુ ( શ્રોતાઃ– પાણીમાંથી માખીને કાઢી તે !) પાણીમાંથી (હું ) માખી કાઢું છું એ (માન્યતા ) શ્રદ્ધા મિથ્યાત્વ છે. ( આત્મા ) આ આંગળીઓને હલાવી શકતો નથી આત્મા ! પ્રભુ તને ખબર નથી. ( આંગળીઓ ) આ તો જડ છે એ હાલે છે એ એના કા૨ણે ( અને ) આત્મા કહે( માને કે ) મારે કારણે હાલે, એ અજીવને જીવ માન્યો ! પ્રભુ છે........ આહાહાહા....સમજાય છે કાંઇ? પ્રભુ એટલે આત્મા ! અરે, તને તારી ખબર નથી પ્રભુ તું કોણ છો ? ૩૮૦ એ મિથ્યાદર્શનશલ્ય, એ તારા પરિણામ છે, તારામાં એ ઉપાધિ છે કર્મના નિમિત્તથી થયેલી ઉપાધિ, પણ થયેલી છે તારામાં, એ પરિણામ કર્મથી થયા નથી. તેમ તારા સ્વભાવના છે એ, એમેય નથી. આહાહાહા ! તેમ ‘અજ્ઞાન' વિપરીત જે જ્ઞાન છે તે અજ્ઞાન છે. એ પણ તારા પરિણામ છે. આહાહાહા ! કંઈક ને કંઈક જાણવું-ઊલટું જાણવું એ અજ્ઞાન પરિણામ એ તારા પરિણામ છે. આહાહાહા ! ઓલા પુદ્ગલના હતા જડના, આ ( પરિણામ ) જીવનાં છે, આ બે જુદી ( જુદી ) ચીજ છે, તદ્દન ! કર્મ ને આત્મા બે તદ્દન જુદી ચીજ છે. જેમ આ શ૨ી૨ (છે તે ) માટી છે અને અંદર ભગવાન ( આત્મા ) અંદર અરૂપી-ચૈતન્ય છે. ( બંને ) તદ્દન જુદી ચીજ છે. શરીરને આત્મા અડતો નથી, સ્પર્શતો નથી, શ૨ી૨ આત્માને અડતું નથી. એવી ચીજ છે અંદર ! આહાહા ! ભારે વાત ભાઈ ! કહો, શાંતિભાઈ ? શું હશે આ બધું તમારું ? વસંતપંચમીએ શું કાંઈ ક૨વાનું મકાનનું કાંઈ, કો' ક કહેતું હતું, ચંદુભાઈ. કાંઈક એમ કહેતા હતા. આંહીં બે લાખનું મકાન લીધું અહીં, એમના (શાંતિભાઈના )ભાઈ મધુભાઈએ નવનીતલાલનું એમના ભાઈએ બે લાખનું! હોંગકોંગ રહે છે બે લાખરૂપિયાનું મકાન વસંતપંચમીએ ( આહા૨પાણી કરવાનો યોગ ) કોના મકાન ને કોના પૈસા, એ મકાન જડ છે ( એ આત્મા એમ માને કે એ ( મકાન ) મારું છે એ મિથ્યાદર્શનશલ્ય-અજ્ઞાનમિથ્યાત્વ (શ્રોતાઃઆપ તો બધે મિથ્યાદર્શન જ કહો છો ! ભગવાન એમ કહે છે. પચીસ (પ્રકારના ) મિથ્યાત્વ છે. આ બલુભાઈનું કારખાનું મોટું હતું શું ત્યાં ગયા હતાને, ઉતર્યા' તા ને! એ કા૨ખાનું બલુભાઈનું છે. બલુભાઈ એમ માને કે મારું છે, મૂંઢ છે ! ત્યાં તો ( શ્રોતાઃ– ગોળીઓના ત્યાં તો ઢગલા હતા ) ધૂળમાંય હતા નહીં-દવાયું નીકળતી નહિ ? આમ ફેરવતા ને ! વીણીને જોયું’ તું ને એ રામજીભાઈ (સાથે ) હતા, નાનાલાલભાઈ હતા, જોયું'તુંને-જોયું છે. રામજીભાઈ હતા, નાનાલાલ કાળીદાસ રાજકોટવાળા હતા તે દિ' તમારા કારખાને આવ્યા તે દિ' ! આહાહા ! બાપુ કોનાં ( કારખાનાં ને ) કોની ચીજ. આહાહા ! એક રજકણ પણ આત્માનો નહીં. Page #396 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૮૮ ૩૮૧ ઓહોહો! એક રજકણ (આત્માનું નહીં, આ તો (શરીર તો ) અનંત રજકણોનો પિંડ છે, આ એક ચીજ નથી કાંઈ ! (જુઓ!) આ આંગળી, આના કટકા કરતાં કરતાં છેલ્લો રજકણ રહે એને પરમાણું કહે છે. પરમાણું નાનામાં નાનો ભાગ, ભગવાન એમ કહે (છે) પરમાણું, એ એક પરમાણુંમાં અનંતા ગુણ છે જડનાં! ( શ્રોતા:- કેટલાંક ઓછા-વધતાં ગુણ પરમાણુમાં (કહેવાય છે ને!) જેટલા એક (સર્વવ્યાપક) આકાશમાં ગુણ છે એટલા ગુણ એક પરમાણુમાં છે. જેટલા આત્મામાં (ગુણો) છે એટલા એ પરમાણુંમાં છે, એ (પરમાણું) જડ છે ને (આત્મા) એનામાં ચૈતન્ય (ગુણો) છે. ભગવાન, સાંભળ્યું નથી પ્રભુ સેં. આંહી તો મારે બીજું કહેવું'તું આ એક પરમાણું એના અનંતગુણો તે કેટલા? ત્રણકાળના સમયથી અનંતગુણા-આકાશના પ્રદેશથી અનંતગુણા, એની એક સમયની પર્યાય પણ અનંતગુણી, એક પરમાણુમાં એક સમયની પર્યાય, ત્રણ કાળના સમયથી અનંતગુણી! આ તો ભગવાન વીતરાગ પરમાત્મા કહે છે! પરમેશ્વર (તીર્થકરદેવ ) સિવાય આ વાત કયાંય છે નહીં, જિનેશ્વરદેવ ત્રિલોકનાથ (ની વાણીમાં આવ્યું છે) આ એક (પરમાણું), આ (શરીર) તો જડ આ તો ઘણાં રજકણનું દળ છે. આને સ્કંધ (પિંડ) કહે, એ સ્કંધમાં ભિન્ન ભિન્ન એક એક રજકણ (પરમાણું) એ પરમાણુંમાં, એક પરમાણુમાં જેટલા સર્વવ્યાપક આકાશમાં ગુણ છે એટલા એક ગુણ પરમાણુમાં છે આકાશના ગુણની પર્યાય છે (તેનાથી) અનંતી એવી એક પરમાણુમાં અનંતગુણની એક સમયમાં અનંતીપર્યાય-અનંતી પર્યાય, સમય એક અને પર્યાય અનંત-ત્રણ કાળના સમયથી અનંતગુણી પર્યાય! અરે, પ્રભુ આ તો મારગ પ્રભુનો-વીતરાગ સર્વશ પરમાત્મા! એ જડની (પરમાણુંની) પર્યાય મારી છે–આ શરીરની દશા એ મારી છે, હું ધોળો છું હું કાળો છું, પાતળો છું, જાડો છું એ બધી માન્યતા અજ્ઞાનીની મિથ્યાશ્રદ્ધાની છે. (શ્રોતા:પરમાત્મા પ્રકાશમાં આવે છે) પરમાત્મ પ્રકાશ, બધે આવે છે ને ! એ મિથ્યાદર્શન જીવનાં પરિણામ ઊંઘા, રખડવાનાં છે. અજ્ઞાનપણાના જીવનમાં પરિણામ મૂઢતાના છે. આ બાયડીનો આત્મા કયાંયથી આવ્યો રખડતો, આંહી પોતે ભેગો થઈ ગયો તો કહે મારી બાયડી. કયાં પણ તારી બાયડી કેવી તારી, આ શું છે! આ છોકરો મારો એવું થયું, કયાં પણ તારો છે કોઈક વખતે કોઈ મરી ગયો હોય તો સ્નાન કરવા જાય ને! વાણિયા પોતે નવરો ન હોય તો દિકરાને કહે) જાને તું તારે “હું છું તે તું જ છે' તું છે તે હું છું-આવા ગાંડા તે ગાંડા કાંઈ ! ગાંડાના ગામ જુદા હશે? એ...ય! આવી વાતું! પરમાત્મા ત્રણલોકના નાથની વાત છે આ !જિનેશ્વરદેવ-સર્વજ્ઞત્રિલોકનાથ-અરિહંત પરમાત્મા (બિરાજે છે) એની વાણીમાં આ આવ્યું છે પ્રભુ! અરે, દુનિયાને મળ્યું નથી, જૈનના વાડામાં જન્મ્યા એને ય મળ્યું નથી. આહાહા ! છે ને? અમે તો જ્યાં છાસઠ વરસ, એકવીસ વરસ સંપ્રદાયમાં (સ્થાનકવાસીમાં) રહ્યાં'તા આમાં (મુહપતીમાં) ત્રેવીસ વર્ષ સંસારમાં, સાડા ત્રેવીસ, પીસતાલીશ વર્ષે અહીં (સોનગઢ) આવ્યા'તા, ચાલીશ વર્ષ થયા એટલે નેવું થઈ ગયા, નેનુમેં બેસશે વૈશાખ સુદ બીજે નેવું-નેવું આ જડને જડને બેસશે હોં! આત્માને નહીં, આત્મા તો અનાદિ-અનંત પ્રભુ છે એનું આયુષ્ય કેવું? એને મુદત કેવી? આ તો જડ-માટીની (શરીરની) વાત છે આવું કામ Page #397 -------------------------------------------------------------------------- ________________ ૩૮૨ સમયસાર સિદ્ધિ ભાગ-૪ છે. આહાહા ! એ અવિરતિ-આત્મામાં જે અત્યાગભાવ, રાગનો અત્યાગભાવ (એ) અવિરતિ-ભાવ, એ જીવના પરિણામ છે, વિકારી ! આહાહાહા ! રાગ-દ્વેષ, પુણ્ય-પાપનો ત્યાગ નથી એવી જે અવિરતિભાવ જીવનો એ જીવના વિકારી અરૂપી જીવના પરિણામ છે. એ કર્મ જે જડ છે એનાથી જુદા પરિણામ છે. આહાહા! આ અવતભાવ નથી કહેતા ! લોકો જે વ્રત (માનીને પાળે છે) એ વ્રત નથી, એ તો રાગ છે, એ તો ! આ તો આત્માનું જ્ઞાન થાય-સમ્યગ્દર્શન થાય-અનુભવ થાય આનંદનો આત્માનો પછી આનંદમાં લીન વિશેષ ન હોય (ત્યારે) વિકલ્પ ઊઠે વ્યવહારવ્રતના, તો પુણ્યબંધનું કારણ છે. આહાહાહા ! નિશ્ચયસત્યવ્રત તો ભગવાન આત્મા અતીન્દ્રિય આનંદનો કંદપિંડ પ્રભુ એનું દર્શન ને જ્ઞાન થઈને એમાં લીન (એકાગ્ર) થાય, અતીન્દ્રિય આનંદમાં, અતીન્દ્રિય આનંદનો નાથ પ્રભુ એમાં લીન થાય એનું નામ નિશ્ચયવ્રત છે. વાતે વાતે ફેર! શબ્દ શબ્દ ફેર! “આણંદ કહે પરમાનંદા, માણસે માણસે ફેર, એક લાખે તો ન મળે ને એક ત્રાંબિયાના તેર!” આહાહા ! એમ પ્રભુ કહે છે બાપા! મારે ને તારે વાતે વાતે ફેર છે! ભાઈ ! તને ખબર નથી. આહાહાહા ! અરેરે ! અનંત કાળથી રખડતો, રઝળતો. મિથ્યાશ્રદ્ધાના પેટમાં (ગર્ભમાં) અનંતા ભવ કરવાની તાકાત છે, એવી મિથ્યાશ્રદ્ધા ! એની એને ખબર પડતી નથી. સમજાય છે કાંઈ ? અપવાસમાં આહાર મેં છોડ્યો, એ મિથ્યાદર્શનશલ્ય છે. કેમ કે આહાર જડ છે એને આવવાનું નહોતું, એને ગ્રહણય કર્યું નહોતું તો ત્યાગ કર્યો? એ તો આત્મામાં છે જ નહીં. આહાહાહા ! પર આહારનો ત્યાગ ને ગ્રહણ એ આત્મામાં છે જ નહીં, ભગવાન આત્મા તો અરૂપી, એ જડને (રૂપીને ) કેમ ગ્રહે? અને જડને કેમ છોડે? આકરું કામ છે ભાઈ ! કેમ કે પ્રભુ આત્મામાં, ભગવાન એમ કહે છે કે, ત્યાગ-ગ્રહણ શૂન્ય, પરનો ત્યાગ અને પરના ગ્રહણથી ભગવાન આત્મા શૂન્ય છે. આહાહા ! પર રજકણોને શ્રદ્ધા કે છોડવા એનાથી શૂન્ય ભગવાન આત્મા છે. પરને કેમ ગ્રહણ કરે ને પરને-રજકણોને કેમ છોડે ? આહા ! અરેરે ! બહુ ફેર બાપુ? થોડા વખતમાં સમજાય એવું નથી બાપુ આ, બહુ પરિચય કરે તો માંડ પકડાય એવું છે કે શું કહે છે? આહાહા ! (શ્રોતાઃ- થોડા પરિચયમાં ખબર ન પડે!) હાં, એવું છે બાપુ શું થાય ! ખબર છે ને દુનિયા આખીની ખબર છે ને! (શ્રોતાઃ- આપની બધી વાત જુદી છે.) એકે એક વાત જુદી છે ભગવાનની ત્રિલોકનાથ તીર્થંકરદેવ, જિનેશ્વરદેવ પરમાત્મા એ અનંત તીર્થકરોનું આ કથન છે. “એક હોય ત્રણ કાળમાં પરમારથનો પંથ” આહાહાહા! અનંત તીર્થકરો (કહી ગયા છે ને) વર્તમાન પ્રભુ બિરાજે છે, મહાવિદેહમાં દિવ્યધ્વનિ છૂટે છે, ઇન્દ્રો ને ગણધરો સભામાં બેસે છે, સિંહ ને વાઘ જંગલમાંથી આવીને સાંભળવા બેસે છે સમવસરણમાં છેબિરાજે છે પ્રભુ, આહાહાહા ! આ એમની આ વાણી છે. સમજાણું કાંઈ...? એ મિથ્યાદર્શન, અજ્ઞાન, અવિરતિરૂપ-અંદરમાં જે અણગમાનો ભાવ થયો જે દ્વેષનો, ક્રોધ થયો, માયા-લોભ-માન-ઇચ્છા-વિષયવાસના, એ બધા જીવના વિકારી પરિણામ છે. આહા ! એ (પરિણામ) જડકર્મથી ભિન્ન છે. મિથ્યાદર્શનાદિ જીવ છે, અવિરતિ આદિ એટલે ક્રોધ-માન-માયા-લોભ આદિ વિકારી દશા થાય છે ને આત્મામાં, એ જીવ છે. આહાહા ! Page #398 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૮૮ અત્યારે તો જીવના પરિણામ સિદ્ધ કરવા છે ને ! “તે, મૂર્તિક પુદ્ગલકર્મથી અન્ય એવો ચૈતન્યપરિણામનો વિકાર છે.” –તે મૂર્તિક પુદ્ગલકર્મથી-મૂર્તિક જે કર્મ જડ મૂર્તિક આઠ કર્મ, એનાથી અન્ય ચૈતન્યપરિણામનો વિકાર છે. આ રળવાનો ( કમાવાનો ) ભાવ-ધંધામાં બેઠો હોય તે ભાવ, આ મેં કર્યું ને આ દીધું મેં એવો જે વિકલ્પ-રાગ ( ઇચ્છા ) એ વિકાર છે એકલો, એ ચૈતન્યના પરિણામનો વિકાર છે. આહાહાહા ! ભારે, ભાઈ ! આ ત્રણ લીટી છે-અઢી લીટી, છાપ્યા ગમે ત્યાંથી પણ વાત તો વીતરાગની છે ને ! આહાહાહા ! પહેલાં શ્રીમદ્દી છપાયેલું છે. શ્રીમદ્રાજચંદ્રથી છપાયેલું છે, મૂળ તો વીતરાગની વાણી છે ને ! એ તો ગમે ત્યાં છપાણું... આ ટીકા ને પાઠ તો પહેલો અનાદિકાળથી ચાલે છે. મુનિ કુંદકુંદાચાર્ય થયા, બે હજાર વર્ષ પહેલાં એમની આ ગાથા !નિમિત્તથી કથન છે અને આ ટીકા છે અમૃતચંદ્રાચાર્યની (તેઓ ) એક હજા૨ વર્ષ પહેલાં દિગંબર સંત થયા, એમની આ ટીકા છે. આહાહા ! સમજાણું કાંઈ ? ( એ ટીકાની ) અઢી લીટીનો આ અર્થ થયો, પોણો કલાક થયો ( સ્પષ્ટીકરણમાં ). ભગવાન આ તો વીતરાગની વાણી !પ્રભુ સમજવામાં બહુ જ સૂક્ષમતાઅપૂર્વતા જોઈએ ભાઇ. આહાહા ! ૫૨માણુંમાં જે અનંતગુણ છે વર્ણ-ગંધ–રસ-સ્પર્શ ( આદિ ) એવા એવા અનંત ગુણ, એને (૫૨માણુને ) એક સમયમાં અનંતી પર્યાય ! શું છે આ તે !! પ્રભુનો માર્ગ. આહાહાહા ! એમ ભગવાન આત્મા, એના અનંતગુણ છે, એની એક સમયમાં અનંતગુણની ( અનંતી ) પર્યાય છે વિપરીત કે અવિપરીત પણ અનંતગુણની ( અનંતી ) પર્યાય છે ! પર્યાય કોને કહે છે એનીય ખબર ન મળે ! પર્યાય નામ એની અવસ્થા, દ્રવ્ય-ગુણ છે એ ત્રિકાળ ચીજ છે, અહીં પર્યાય–અવસ્થા–પરિણામ (હાલત–દશા ) એને કહે છે, એ આ અઢી લીટીમાં એટલું ભર્યું છે. આહાહા ! સમજાણું કાંઈ....? ૩૮૩ છે અરે ભાઈ ! તારા જેવું કોઈ ધનાઢય નથી ! તારી અંદરમાં ૫૨માત્મા બિરાજે છે એથી વિશેષ ધનાઢયપણું શું હોઈ શકે ? આવું પરમાત્મપણું સાંભળતાં એને અંદરથી ઉલ્લાસ ઉછળવો જોઈએ. એની લગની લાગવી જોઈએ. એને માટે ગાંડા થવું જોઈએ. આવા ૫૨માત્મસ્વરૂપની ધૂન લાગવી જોઈએ. સાચી ધૂન લાગે તો જે સ્વરૂપ અંદરમાં છે તે પ્રગટ થયા વિના કેમ રહે ? જરૂર પ્રગટ ( આત્મધર્મ, અંક ૭૧૪-૭૧૫, વર્ષ-૫૯ પાના નં. ૬) થાય જ. છે પર્યાયમાં સ્વકાળે જ મોક્ષ થાય છે, વહેલો કે મોડો થઈ શકે નહિ– એમ નક્કી કરવા જાય ત્યાં એની દૃષ્ટિ ધ્રુવ ઉપ૨ જ જાય છે અને એમાં સ્વભાવ સન્મુખનો અનંત પુરુષાર્થ આવે છે અને ત્યારે જ પર્યાયના સ્વકાળનું સાચું જ્ઞાન થાય છે. આત્માના શ્રદ્ધા-જ્ઞાન સમ્યક્ થયા એને કાર્ય થઈ જ રહ્યું છે, પછી વહેલાં મોડાનો પ્રશ્ન જ કયાં છે? (આત્મધર્મ, અંક ૭૧૪-૭૧૫, વર્ષ-૫૯ પાના નં. ૭) Page #399 -------------------------------------------------------------------------- ________________ ૩૮૪ સમયસાર સિદ્ધિ ભાગ-૪ ગાથા - ૮૯ मिथ्यादर्शनादिश्चैतन्यपरिणामस्य विकारः कुत इति चेत् उवओगस्स अणाई परिणामा तिण्णि मोहजुत्तस्स। मिच्छत्तं अण्णाणं अविरदिभावो य णादव्यो।।८९ ।। उपयोगस्यानादयः परिणामास्त्रयो मोहयुक्तस्य। मिथ्यात्वमज्ञानमविरतिभावश्च ज्ञातव्यः।। ८९ ।। उपयोगस्य हि स्वरसत एव समस्तवस्तुस्वभावभूतस्वरूपपरिणामसमर्थत्वे सत्यनादिवस्त्वन्तरभूतमोहयुक्तत्वान्मिथ्यादर्शनमज्ञानमविरतिरिति त्रिविधिः परिणामविकारः। स तु तस्य स्फटिकस्वच्छताया इव परतोऽपि प्रभवन् दृष्टः। यथा हि स्फटिकस्वच्छताया: स्वरूपपरिणामसमर्थत्वे सति कदाचिन्नीलहरितपीततमालकदलीकाञ्चनपात्रोपाश्रययुक्तत्वान्नीलो हरित: पीत इति त्रिविधः परिणामविकारो दृष्ट:, तथोपयोगस्यानादिमिथ्यादर्शनाज्ञानाविरतिस्वभाववस्त्वन्तरभूतमोहयुक्तत्वान्मिथ्यादर्शनमज्ञानमविरतिरिति त्रिविधः परिणामविकारो दृष्टव्यः।। હવે ફરી પૂછે છે કે મિથ્યાદર્શનાદિ ચૈતન્યપરિણામનો વિકાર ક્યાંથી થયો? તેનો ઉત્તર કહે છે: છે મોહયુત ઉપયોગના પરિણામ ત્રણ અનાદિના, -મિથ્યાત્વ ને અજ્ઞાન, અવિરતભાવ એ ત્રણ જાણવા. ૮૯. ગાથાર્થઃ- [ મોદવુચ] અનાદિથી મોહયુક્ત હોવાથી [૩પયોગ૨] ઉપયોગના [૩નાય:] અનાદિથી માંડીને [ત્રય: પરિણાના:] ત્રણ પરિણામ છે; તે [મિથ્યાત્વન] મિથ્યાત્વ,[અજ્ઞાન] અજ્ઞાન [ર વિરતિભાવ:] અને અવિરતિભાવ (એ ત્રણ) [જ્ઞાતવ્ય] જાણવા. ટીકાઃ- જોકે નિશ્ચયથી પોતાના નિજરસથી જ સર્વ વસ્તુઓનું પોતાના સ્વભાવભૂત એવા સ્વરૂપ-પરિણમનમાં સમર્થપણું છે, તોપણ (આત્માને) અનાદિથી અન્ય-વસ્તુભૂત મોહ સાથે સંયુક્તપણું હોવાથી, આત્માના ઉપયોગનો, મિથ્યાદર્શન, અજ્ઞાન અને અવિરતિ એમ ત્રણ પ્રકારનો પરિણામવિકાર છે. ઉપયોગનો તે પરિણામ-વિકાર, સ્ફટિકની સ્વચ્છતાના પરિણામવિકારની જેમ, પરને લીધે (-પરની ઉપાધિને લીધે) ઉત્પન્ન થતો દેખાય છે. તે સ્પષ્ટપણે સમજાવવામાં આવે છે -જેમ સ્ફટિકની સ્વચ્છતાનું સ્વરૂપપરિણમનમાં (અર્થાત્ પોતાના ઉજ્વળતારૂપ સ્વરૂપે પરિણમવામાં) સમર્થપણું હોવા છતાં, કદાચિત્ (સ્ફટિકને) કાળા, લીલા અને પીળા એવા તમાલ, કેળ અને કાંચનના પાત્રરૂપી આધારનો સંયોગ હોવાથી, સ્ફટિકની સ્વચ્છતાનો, કાળો, લીલો અને પીળો Page #400 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૮૯ ૩૮૫ એમ ત્રણ પ્રકારનો પરિણામવિકાર દેખાય છે, તેવી રીતે (આત્માને ) અનાદિથી મિથ્યાદર્શન, અજ્ઞાન અને અવિરતિ જેનો સ્વભાવ છે એવા અન્ય-વસ્તુભૂત મોહનો સંયોગ હોવાથી, આત્માના ઉપયોગનો, મિથ્યાદર્શન, અજ્ઞાન અને અવિરતિ એમ ત્રણ પ્રકા૨નો પરિણામવિકાર દેખવો. ભાવાર્થ:-આત્માના ઉપયોગમાં આ ત્રણ પ્રકા૨નો પરિણામવિકાર અનાદિ કર્મના નિમિત્તથી છે. એમ નથી કે પહેલાં એ શુદ્ધ જ હતો અને હવે તેમાં નવો પરિણામવિકાર થયો છે. જો એમ હોય તો સિદ્ધોને પણ નવો પરિણામવિકાર થવો જોઇએ. પણ એમ તો થતું નથી. માટે તે અનાદિથી છે એમ જાણવું. પ્રવચન નં. ૧૭૮ ગાથા-૮૯ તા. ૨૫/૦૧/૭૯ હવે ફરી પૂછે છે કે મિથ્યાદર્શનાદિ ચૈતન્યપરિણામનો વિકા૨ કયાંથી થયો ? તેનો ઉત્તર કહે છેઃ- હવે ફરી પ્રશ્ન કરે છે, એ મિથ્યાદર્શન આદિ ચૈતન્ય-પરિણામનો વિકા૨ કયાંથી થયો, કેમ કે ભગવાન આત્મા તો નિર્મળાનંદ-શુદ્ધ ચૈતન્યઘન આનંદકંદ છે, ભગવાન જિનેશ્વર છે– આત્માને તો શુદ્ધ આનંદકંદ-શુદ્ધચિદાનંદ ( ભગવાને ) જોયો છે, તો આ વિકાર થયો કયાંથી ? મિથ્યાદર્શન-મિથ્યાજ્ઞાન-મિથ્યાચારિત્ર રાગ આદિ પરિણામ એ ચૈતન્યપરિણામનો વિકાર કયાંથી થયો ? એનો ઉત્તર ગાથામાં કહે છે, બહુ સરસ ગાથા છે, ૮૯ ગાથા, उवओगस्स अणाई परिणामा तिण्णि मोहजुत्तस्स । मिच्छत्तं अण्णाणं अविरदिभावो य णादव्वो ।। ८९ ।। છે મોયુત ઉપયોગના પરિણામ ત્રણ અનાદિના, મિથ્યાત્વ ને અજ્ઞાન, અવિરતભાવ એ ત્રણ જાણવા. ૮૯. ઝીણી વાત છે ભગવાન ! અહીં તો ભગવાન તરીકે ( જ ) બોલાવે છે આત્માને ! આચાર્ય ( કહે છે ભગવાન આત્મા !) ભગવાન સ્વરૂપ અંદર, ભગવાન સ્વરૂપ ન હોય તો, પર્યાયમાં ભગવાન ( પણું ) કયાંથી આવશે, બહારથી આવે છે કોઈ ચીજ ? –ઘટ ઘટ અંતર ભગવાન આત્મા જિનસ્વરૂપ છે. અંદર “ઘટ ઘટ અંતર જિન વસે ને ઘટ ઘટ અંતર જૈન”, મત મદિરાકે પાનસોં મતવાલા સમજે ન” પરંતુ મતના—અભિપ્રાયનાં દારૂ પીધા છે, અજ્ઞાની પોતાના ( જૂઠા ) મતનો દારૂ પીધો છે ને (તેથી ) સત્ય શું છે એ સમજતો નથી. આહાહાહા ! એ આંહી કહે છે. ટીકાઃ- ધીમેથી... કહેવાય છે પ્રભુ શાંતિથી... જેમ ( કોલેજના ) પ્રોફેસર ( ફટફટ ) બોલી જાય, એલ. એલ. બીના એમ નથી ( અહીં ) આ તો ધીમેથી ( કહેવાય છે–કહીએ છીએ ! ) ટીકા, નેવાસી ( ગાથાની ), ટીકા છે ને ! ‘યદ્યપિ ’ –જો કે યદ્યપિ શબ્દ છે પહેલો નેવાસીની ટીકા, “જોકે નિશ્ચયથી-ખરેખર તો, પોતાના નિજ૨સથી જ સર્વવસ્તુઓનું પોતાના સ્વભાવભૂત એવા સ્વરૂપ-પરિણમનમાં સમર્થપણું છે” આહાહાહાહા ! શું કહે છે. ખરેખર તો આત્મા જે આનંદસ્વરૂપ, જ્ઞાનસ્વરૂપ, શાંતસ્વરૂપ, વીતરાગસ્વરૂપ જે છે એ પોતાના નિજરસથી જ સર્વ વસ્તુઓથી પોતાના સ્વભાવભૂત આત્મામાં પોતાના સ્વભાવભૂત એવું સ્વરૂપ-પરિણમનનું સામર્થ્ય છે. Page #401 -------------------------------------------------------------------------- ________________ ૩૮૬ સમયસાર સિદ્ધિ ભાગ-૪ (અહો !) વીતરાગના મુખથી જ નીકળેલી વાત છે. આ આત્મા અને પરમાણુંઓ-માટી આદિ (વિશ્વના) દરેક પદાર્થ, પોતાના-નિજ સ્વભાવભાવથી પરિણમવાનું સામર્થ્ય (તાકાત) રાખે છે. દરેક આત્મા, આત્મા તો અનંત છે અને એનાથી તો અનંતગુણા પરમાણું-માટી (આદિ) છે. (જુઓ!) એક આત્મા છે અહીં અને (સાથે-સાથે) તેજસ, કાર્મણ ને ઔદારિક ત્રણ તો શરીર છે. (તેમાં) અનંત પરમાણું છે. આહાહા... એક અંગુલના અસંખ્ય ભાગમાં લસણ ને ડુંગળીનો એક રજકણ જેટલો (કટકો ) લ્યો, રજકણ જેવડો જ તો (નાનો ટુકડો-કણી) રજકણ જેવડો લસણને ડુંગળીનો, તો એ રજકણમાં અસંખ્ય તો ઔદારિક શરીર છે, ભગવાનની (સર્વજ્ઞની) વાણી કહે છે, (આહા!) અંગુલના અસંખ્ય ભાગમાં અસંખ્ય ઔદારિક શરીર છે ને એક એક શરીરમાં, સિદ્ધો થયા અત્યાર સુધીના અનંતકાળથી, એનાથી અનંતગુણા જીવ છે!! અને એક-એક જીવની સાથે તેજસ ને કાર્પણ અનંતા સ્કંધ, પરમાણુંના પિંડ છે, અંગુલના અસંખ્યભાગમાં! આ વીતરાગ માર્ગ બાપુ! આહા ! એ અંગુલના અસંખ્ય ભાગમાં અનંતા તેજસને કાર્મણ શરીર છે. ( એક રાઈથી નાની કટકીમાં) અનંતા જીવ છે તો એક એક જીવની સાથે બે-બે શરીર અને એક અંગુલમાં લો તો એનાથી અનંતગુણા શરીર ને અસંખ્યગુણા આત્મા-દ્રવ્ય છે. આહાહા! અંગુળ હોં-આ આંગળી! વીતરાગ સર્વજ્ઞ પરમેશ્વરનો મારગ ભાઈ જગતને સાંભળવા મળ્યો નથી. આ બિચારા તો જૈનમાં જન્મ્યા તો દયા પાળો, વ્રત કરો, અપવાસ કરો, શ્વેતાંબરમાં હોય તો કહે પૂજા કરો, જાત્રા કરો ને ગિરનાર જાઓ ને દિગંબરમાં જાવ તો (હવે) લૂગડાં કાઢી નાખો ને પડિમાં ( પ્રતિજ્ઞા) લો! પ્રભુ મારગડા તારા પ્રભુ જુદા છે! શું કહ્યું અહીંયા ! “જો કે ખરેખર” –જોકે કેમ કહેવું છે કે વિકારપરિણામ કેમ થાય છે? જોકે નિશ્ચયથી પોતાના નિજરસથીઆત્મા પોતાના નિજરસ ! જ્ઞાન-આનંદરસથી જ, સર્વ વસ્તુઓનું દરેક વસ્તુઓના, પોતાના સ્વભાવભૂત-એવા સ્વરૂપ-પરિણમનમાં સામર્થ્ય છે. (જુઓ!) આ પરમાણું છે પરમાણું જે આ, એ પણ પોતાના નિજરસથી પોતાના સ્વભાવથી પરિણમવાની તાકાત રાખે છે. બહુ સંકેલ્યું છે ટૂંકું, ભાષા કરી છે, પણ ભાવ ઘણાં! એમ આત્મા, દેહ-માટીના પરમાણુંથી તો ભિન્ન, અંદર આઠ કર્મ છે-ઝીણી ધૂળ-(સૂક્ષ્મશરીર) એનાથી તો પ્રભુ (આત્મા) ભિન્ન! આ દયા-દાન-વ્રત (આદિના) પરિણામ થાય વિકાર ને હિંસા-જૂઠના (ભાવ) વિકાર એનાય (બન્નેથી) પ્રભુ (આત્મા) ભિન્ન છે, અંદર! કારણ નવ તત્ત્વમાં પુણ્યપાપ તત્ત્વ છે (એ જુદા છે ને) આત્મા જ્ઞાયક તત્ત્વ (જુ) છે. એ જ્ઞાયક તત્ત્વ! અહીં તો બધા તત્ત્વની (પદાર્થોની) વાત છે. પણ જ્ઞાયક તત્ત્વને પોતાના નિજરસથી જ પોતાના સ્વભાવભૂત સ્વરૂપ-પરિણમનનું સામર્થ્ય છે. (એમ) સર્વ વસ્તુઓને પણ પોતાના સ્વભાવભૂત સ્વરૂપ-પરિણમનું સામર્થ્ય છે.) આહાહાહા ! ભગવાન આત્મા, ભગ એટલે? આત્મામાં અનંતજ્ઞાન-અનંત અતીન્દ્રિય શાંતિ, અનંત અતીન્દ્રિય આનંદ અનંત અનંત ભગ નામ લક્ષ્મી સ્વની (અનંતગુણની લક્ષ્મી), આ ધૂળની નહીં. આ તમારા વીસ લાખના ને સીત્તેર લાખના મકાન છે ને એ બધી ધૂળની નહીં. અહીંયા પરમાત્મા એમ કહે છે કે આત્માને ભગવાન નામ કેમ કહે છે? ભગ નામ Page #402 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૮૯ ૩૮૭ અંદર અનંતજ્ઞાન–અનંતશાંતિ-અનંતઆનંદ-અનંતસ્વચ્છતા-અનંતપ્રભુતા એવી એવી ભગ નામ લક્ષ્મી, એ લક્ષ્મીવાન પ્રભુ આત્મા એના આશ્રયે ( એ લક્ષ્મી–અનંતગુણ છે ) એ નિજ ૨સથી જ લક્ષ્મીવાન (આત્મા ) છે. આહાહાહા ! અહીં ધૂળની, જેમ પાંચ-પચાસ લાખ (રૂપિયા ) મળે કરોડ–બે કરોડ, પાંચ કરોડ મળે ત્યાં થઈ ગયા ! હું પહોળો ને શે૨ી સાંકડી ! આ મલુકચંદભાઈ શું કીધું સાંભળ્યું કે નહીં ? એના એક એક છોકરા પાસે ચાર-ચા૨ કરોડ, પાંચ-પાંચ કરોડ છે. ( શ્રોતાઃ- એમાં એનો કેટલામો ભાગ ?) એની પાસે કાંઈ નથી, એના છોકરા પાસે છે. સ્વીઝરલેન્ડ છે ને ન્યાલ મોટો છોકરો ચા૨ક૨ોડ અને એનાથી નાનો મુંબઈ પાંચકરોડ, પુનમચંદ મલુકચંદ, મુંબઈ પાંચ કરોડ! બધા આવેલા, સાંભળેલા હોય અને એથી વધારે છે. કીધા હોય કોકે કીધા હોય, એના બાપને ખબર છે ને ! ધૂળ છે-માટી છે, એ કહે કે મારા મારા ( શ્રોતાઃ- પણ આપ ધૂળ કહો છો ને એને ધૂળ વધતી જાય છે ) વધતી... એના કા૨ણે (વધતી ) જાય છે. એ આંહી કીધું ને ! ૫૨માણું પોતાના નિજ૨સથી-સ્વભાવથી નિર્મળપણે પરિણમેલું છે તે તેનો સ્વભાવ છે, એમ આત્માનો સ્વભાવ (પોતાના ) નિજસથી જનિજશક્તિથીનિજસ્વભાવથી જ શુદ્ધપણેનિર્મળપણે-વીતરાગભાવપણે પરિણમવું એ એનો સ્વભાવ છે. આહાહા ! આમાં કેટલું યાદ રાખવું? શું સાંભળવા ગયા'તા ? કોણ જાણે શું કહે છે આમનું આમ ને આમનું આમ કંઈક કહે છે. બાપા ! તેં સાંભળ્યું નથી ભાઈ ! એ વીતરાગનો મારગ, જિનેશ્વર ત્રણલોકના નાથ (તીર્થંકરદેવ ) એનો મારગ સાંભળ્યો નથી પ્રભુ. આહા ! એ આંહી કહે છે–આ તો આત્મા, ૫૨માણું, આકાશ (ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, કાળ ) એ છ દ્રવ્યો ભગવાને જોયાં છે. (વિશ્વ જેનું બનેલું છે એ ) ભગવાને છ દ્રવ્ય (જેમાં ) અનંત આત્માઓ, અનંત પરમાણુંઓ, એક ધર્માસ્તિ, એક અધર્માસ્તિ, એક આકાશ ને અસંખ્ય કાલાણુંઓ એ છ દ્રવ્યો ભગવાને (સર્વશે ) જોયા છે. એ છએ દ્રવ્યોને કહે છે (કે ) નિજ૨સથીનિજ૨સથી જ છ એ દ્રવ્યો, પોતાની શક્તિથી જ નિજસ્વભાવથી જ સર્વ વસ્તુઓનું પોતાના સ્વભાવભૂત સ્વરૂપ-પરિણમનમાં સામર્થ્ય છે. આહાહાહા ! સમજાય છે કાંઈ... ? આ કાંઈ વાર્તા નથી, કંઈક ઓલું ચકલી લાવી ચોખાનો દાણો ને ચકલી લાવી મગનો દાણો, એની રાંધી ( પકવી ) ખીચડી, નાની ઉંમરમાં ગાતા, એ કુંભારને આપી ને કુંભારે ઘડુલો આપ્યોને ઘડુલાની ખજુર લીધી ને ! આવી વાતું આ. (બાળકોને રાજી કરવાની ) ! આ તો બાપુ વીતરાગની વાતું ભાઈ ! આહાહા ! અરે રે એણે અનંત કાળમાં સાંભળી નથી યથાર્થ વાત ! એ આવે છે ને ચોથી ગાથામાં ‘શ્રુતપરિચિતાનુભૂત' –સાંભળી નથી પ્રભુ તેં અંત૨ની કથા-કથા આત્માની ( સાંભળી નથી ) આ રાગ ને દયા-દાન–વ્રત ને પુણ્ય ક૨વા એવી વાતું તેં સાંભળી છે–એ તો અનાદિનું છે ને અનાદિનું (તેં ) સાંભળ્યું છે. ભગવાન આત્મા નિજ૨સથી જ–સર્વ વસ્તુઓ લીધી ને ( કહે છે ને ) અનંત આત્માઓ, અનંત ૫૨માણુઓ, અસંખ્ય કાલાણુઓ, એક ધર્મસ્તિ, એક અધર્માસ્તિ એક આકાશ એમ (વિશ્વમાં ) છ દ્રવ્યો ( જ ) છે. “સર્વ વસ્તુઓનું પોતાના જે સ્વભાવ છે ( એ સ્વભાવભૂત ) એવા સ્વરૂપ-પરિણમનમાં Page #403 -------------------------------------------------------------------------- ________________ ૩૮૮ સમયસાર સિદ્ધિ ભાગ-૪ બદલવાની પર્યાય થવામાં સામર્થ્ય છે (તાકાત છે-શક્તિ છે) આહાહા ! ધીમેથી કહેવાય છે ભગવાન મારગ બાપુ શું કહીએ આ ! આહાહા ! “તથાપિ” –તોપણ હવે કહે છે, આમ આવું હોવા છતાં, બધી વસ્તુઓ ભગવાને ( સર્વશે ) જેટલી દીઠી છે, અનંત અનંત આત્માઓ, અનંત ૫૨માણુંઓ અસંખ્ય કાલાણુંઓ, એક ધર્માસ્તિ ( કાય ), એક અધર્માસ્તિકાય અને એક ( સર્વવ્યાપક ) આકાશ, એમ છ દ્રવ્યો ભગવાને જોયાં છે. આ છ એ દ્રવ્યો, પોતાના વસ્તુના સ્વભાવથી પરિણમન કરવાનું સામર્થ્ય રાખે છે. છે ? સર્વ વસ્તુઓ છે, સર્વમાં કાંઈ બાકી રહ્યું ? પોતાના સ્વભાવભૂત–પોતાનો જે સ્વભાવ છે, આત્માનો આનંદસ્વભાવ છે જ્ઞાનસ્વભાવ છે. ૫૨માણુંનો વર્ણ, ગંધ, ૨સ, સ્પર્શ સ્વભાવ છે, એ સ્વરૂપ-પરિણમનમાં પલટવામાં પર્યાય થવામાં ( સર્વ પદાર્થોનું ) સામર્થ્ય છે. આહાહાહા ! આવું યાદેય રહે નહીં, કઈ ભાષા છે ! ગ્રીકલેટિન જેવી લાગે છે અજાણ્યા માણસને, કોઈદિ' બિચારાએ સાંભળ્યું ન હોય એને એમ થાય, આ શું છે આ તે પાગલ જેવું લાગે એવું છે. મારગ એવો છે. ભાઇ બધી ખબર છે દુનિયાની ! આહાહા! แ “આવું હોવા છતાં, શું આવું હોવા છતાં ? કે દરેક ચીજ–આત્મા, ૫૨માણું આદિ પોતાના નિજ૨સથી જ-શક્તિથી જ સ્વભાવરૂપે પરિણમવું તે તેનું સ્વભાવનું સામર્થ્ય છે. સમજાણું કાંઈ ? આમ હોવા છતાં આત્મામાં મિથ્યાદર્શન, અજ્ઞાન, રાગ-દ્વેષ કેમ થાય છે ? એની વાત છે હવે. આહાહાહા ! એવું છે, “આત્માને અનાદિથી અન્યવસ્તુભૂત મોહ સાથે સંયુક્તપણું હોવાથી ” –પણ અનેરું એક મોહકર્મ છે આત્મામાં, આઠ કર્મ છે ને ! મોહકર્મ, અનાદિથી અન્ય વસ્તુ-આત્માથી અનેરી ચીજ છે એ જડ છે, મોહકર્મ એ જડવસ્તુભૂત વસ્તુ છે “મોહની સાથે સંયોગ થવાથી ” –એ મોહકર્મની સાથે ભગવાન આત્મા, પોતાના શુદ્ધસ્વભાવપણે બદલવાનું પરિણમવાનું સામર્થ્ય હોવા છતાં પણ એ મોહ્રકર્મના સંયોગમાં આત્માનો ઉપયોગ આત્માના ઉપયોગનું જે જાણવા-દેખવાનું (સ્વભાવ ) ( એને છોડીને ) મોહના સંગમાં, મિથ્યાશ્રદ્ધા અજ્ઞાન ને અવિરતિ એવા ત્રણપ્રકારના પરિણામ વિકા૨માં છે. મોહકર્મના નિમિત્તના સંગથી આત્મામાં મિથ્યાદર્શન, અજ્ઞાન અને રાગ-દ્વેષના પરિણામ થાય છે. ઝીણી વાત છે ભાઈ ! સ્વભાવમાં તો શુદ્ધરૂપે પરિણમવાની તાકાત છે છતાં મોહ અન્યકર્મ છે એના સંયોગને સંબંધે આત્મામાં મિથ્યાદર્શન-પુણ્યથી ધર્મ થાય છે, દેહની ક્રિયા હું કરી શકું છું ( એવો અભિપ્રાય ) મિથ્યાદર્શન પરિણામ, મોહકર્મના નિમિત્તના ( સંગમાં ) અંદરમાં આત્મામાં થાય છે. આહાહા ! વિશેષ કહેશે. ( શ્રોતા:- પ્રમાણ વચન ગુરુદેવ.) પ્રવચન નં. ૧૭૯ ગાથા-૮૯ તા. ૨૬/૦૧/૭૯ શુક્રવા૨ પોષ સુદ-૧૩ સમયસાર, ગાથા ૮૯ ટીકા, થોડું ચાલ્યું છે, ફરીને ( લઈએ ). “યદ્યપિ–જોકે નિશ્ચયથી પોતાના નિજ૨સથી જ સર્વ વસ્તુઓનું પોતાના સ્વભાવભૂત એવા સ્વરૂપ-પરિણમનમાં સમર્થપણું છે,” શું કહે છે? કે દરેક વસ્તુ (વિશ્વની ) આત્મા કે Page #404 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૮૯ ૩૮૯ પરમાણું આદિ જે વસ્તુઓ એ નિજરસથી આત્માનો જ્ઞાન ને આનંદ સ્વભાવ, એવું પરિણમન થવું એનું, એ તાકાત-સામર્થ્ય (તેમનામાં) છે. રાગરૂપે-દયા, દાન, વ્રતાદિના પરિણામ જે રાગ, એરૂપે થવું એ એનું સામર્થ્ય નથી. આહાહા!નિજરસથી જ એટલે કે પોતાના સ્વભાવથી જ, સર્વ વસ્તુઓ પ્રત્યેક આત્મા ભિન્ન ભિન્ન અને દરેક રજકણ (જુદા-જુદા) પોતાના સ્વભાવભૂત (એટલે કે, પોતાનો જે સ્વભાવ છે–આત્માનો જ્ઞાન-દર્શન-આનંદ એ ત્રિકાળી સ્વભાવ છે, તો એ સ્વભાવભૂત સ્વરૂપ-પરિણમનમાં સામર્થ્ય છે. આહાહા ! ભગવાન આત્મામાં, જ્ઞાન-દર્શન-આનંદ-શાંતિ એ સ્વભાવ અને એ સ્વભાવરૂપે થવું એ એની તાકાત છે. સમજાણું કાંઈ...? એવું હોવા છતાં પણ અજ્ઞાન કેમ થયું? મિથ્યાશ્રદ્ધા કેમ થઈ ? આત્મા તો પોતાનો ચૈતન્યપ્રકાશ, જેનો અનંત અનંત ક્રોડા-દોડી સૂર્ય (પ્રકાશ) હોય તોપણ જેના (આત્માના) જ્ઞાનપ્રકાશનો પાર નથી (અપારજ્ઞાનપ્રકાશ) તેવું જ્ઞાન અનંત છેદર્શન અનંત છે, સ્વભાવ અનંત અનંત છે-પ્રભુતા અનંત છે, એવી અનંત શક્તિઓનો નિજસ્વભાવ (છે), એ સ્વભાવપણે પરિણમન થવું એ એનું સામર્થ્ય છે. સમજાય છે કાંઈ..? છતાં શું થયું (છે) અનાદિથી? આહાહા ! તોપણ (આત્માને) અનાદિથી અન્ય-વસ્તુભૂત મોહ સાથે” મોહ એક કર્મ છે. મોહ જડ-મોહકર્મની સાથે સંયુક્તપણું-સંયોગ થવાથી ( હોવાથી) ” –સ્વાભાવિક વસ્તુ ભગવાન આત્મા, જ્ઞાન ને આનંદ આદિ સ્વભાવથી તો ભર્યો છે અને પોતાની નિર્મળ-વીતરાગી પરિણતિ કરવાનું સામર્થ્ય છે, છતાં અનાદિ મોહકર્મના સંબંધથી મોહકર્મથી નહીં (પરંતુ) મોહ કર્મના સંબંધથી, જેમકે સ્વભાવ-સંબંધ કરવો જોઈએ, એમ ન કરતાં, મોહ કર્મનો સંબંધ કર્યો અનાદિથી (આત્માએ). આહાહા ! “અનાદિથી અન્યવહુ (ભૂત) મોહ કર્મ અન્ય વસ્તુ છે જડ, (એવા) મોહની સાથે સંયોગ હોવાથી, ભગવાન આત્માનો સ્વભાવનું સામર્થ્ય (સ્વભાવપણે પરિણમવાનું) હોવા છતાં પણ મોહકર્મના સંયોગથી સંબંધથી, આત્માનો ઉપયોગ-આત્માના ઉપયોગનું જે જાણવાદેખવાનો જે ઉપયોગ છે, એ ઉપયોગમાં મિથ્યાદર્શન અનાદિથી મિથ્યાદર્શન આત્મામાં મોહકર્મના નિમિત્તથી થયું છે. આહાહા ! જે દયા, દાન, વ્રત, આદિના જે (શુભ) ભાવ છે એ રાગ છે છતાં એ ધર્મ છે એવી મિથ્યાશ્રદ્ધા અનાદિથી લાગી છે. આહાહા ! આત્મા પોતાના સિવાય બીજી કોઈ ચીજનું કાંઈ કિંચિત્ કરી શકતો નથી. છતાં મિથ્યાશ્રદ્ધાને કારણે, (નિજ) સ્વભાવને છોડીને, કર્મના સંગમાં-સંબંધમાં મિથ્યાશ્રદ્ધાને કારણે હું પરની દયા પાળી શકું છું પરને સુખી કરી શકું છું પરને જીવાડું છું, પરને મારી શકું છું, પરને સગવડતા આપી શકું છું, પરને અગવડતા-દુઃખી કરી શકું છું એવી મિથ્યાશ્રદ્ધા (અનાદિની થઈ છે. ) આહાહાહા ! આકરું કામ છે, કહો, બલુભાઈ ? આ કારખાનાં હલાવી શકે છે ને? દવાખાનાને... એ જડ, પર પદાર્થમાં હું કાંઈ (કાર્યો કરી શકું છું. આહાહાહા ! અરે, શરીરનું પણ કંઈ કરી શકતો નથી એ તો માટી-ધૂળ છે (છતાં પણ) અનાદિથી મોહ કર્મના સંબંધથી (માને છે કે, હું શરીરનું પણ કંઈક કરી શકું છું, એવી મિથ્યાશ્રદ્ધા- મિથ્યાદર્શન! આહાહાહા ! શાંતિભાઈ, તમારે તો મોટી ઉપાધિ છે ઘણી ! કેટલીય... એમ કાલ બલુભાઈ કહેતાં'તા, કહો, સમજાણું કાંઈ? આહાહાહા! Page #405 -------------------------------------------------------------------------- ________________ ૩૯૦. સમયસાર સિદ્ધિ ભાગ-૪ કહે છે કે પ્રભુ-આત્મા જે અંદર છે, એ તો પોતાના જ્ઞાન-આનંદ-શાંતિ આદિ અનંત સ્વભાવથી ભર્યો-પડ્યો છે, અને એ અનંત સ્વભાવનું નિજરસથી જ પરિણમન કરવું એ તેનું સામર્થ્ય છે વીતરાગ સ્વભાવપણે થવું-સમ્યગ્દર્શનશાનચારિત્રપણે થવું, એ પોતાના સ્વભાવનું સામર્થ્ય-શક્તિ-સત્ત્વ છે. આવું હોવા છતાં પણ મોહકર્મના સંયોગ-સંબંધથી મિથ્યાદર્શન છે. છે? મિથ્યાશ્રદ્ધા હું પરની દયા પાળી શકું છું, હું પરને મદદ કરી શકું છું હું છોકરાઓ-પ્રજા ઉત્પન્ન કરી શકું છું, જે આ દિકરા છે તેને) ઉત્પન્ન કરી શકું છું, એ તો પર ચીજ છે-જડ છે જડને આત્મા ઉત્પન્ન કરી શકે? આહાહાહા ! પરને હું કેળવણી આપું દિકરાને-દિકરીયુંને સારી (સારી), અત્યારે કેળવણી વિશેષ (ભણતર ઊંચા) વિના એને સારું ઘર મળશે નહીં (તેથી) હું કેળવણી આપું (ખૂબ જ ભણાવું) એવી પરને હું કરી શકું છું એ માન્યતા (અભિપ્રાય) મિથ્યાશ્રદ્ધા અજ્ઞાની (ને) મિથ્યાદર્શન છે. આહાહાહા ! અને મિથ્યાદર્શન, અજ્ઞાન ( મિથ્યાજ્ઞાન), ગમે તે ચીજ માને, તો કોઈ કારણમાં વિપરીતતા હોય, કાં સ્વરૂપમાં વિપરીતતા હો, કાં ભેદભેદમાં વિપરીતતાનું અજ્ઞાન છે એને ! રાગથી પ્રભુ (આત્મા) ભિન્ન છે પણ એમ ન માનીને, રાગથી હું એક છું એવું અજ્ઞાન છે. આવી વાત છે, સમજાણું કાંઈ ? સૂક્ષ્મ છે મારગ ભગવાન જિનેશ્વર પરમાત્માનો, મારગ આખો ફેરફાર! ઘણો ફેરફાર થઈ ગયો છે. અજ્ઞાન” –જે પોતાનું સ્વરૂપ છે શુદ્ધ ચૈતન્ય, એને નહીં જાણીને, વિકાર હું છું એવું અજ્ઞાન કરે છે અને પર-વસ્તુમાં હું કારણ બનું તો પરનું કાર્ય થાય, એવું અજ્ઞાન કરે છે, એવા અજ્ઞાનભાવના અનેક પ્રકાર છે. સત્યને અસત્ય, અસત્યને સત્ય, તત્ત્વને અતત્વ ને અતત્વને તત્ત્વ આવા અજ્ઞાનથી, એ અજ્ઞાનભાવ ઉત્પન્ન થયેલ છે, એ વિપરીત ભાવ છે. આહાહાહા! અને અવિરતિ” – અવિરતી. શુભ-અશુભ રાગ જે છે અને એનાથી નિવૃત્તિ નથી અને (એમાં) પ્રવૃત્તિ છે રાગ-દ્વેષમાં એ અવિરતિભાવ છે. એ કર્મના સંયોગમાં ઉપાધિ ઉત્પન્ન થઈ છે, કર્મથી નહીં. આહા ! (પરંતુ) કર્મના સંગથી ઉપાધિ ઉત્પન્ન થઈ–અવિરતિભાવ ! કહો, દેવીલાલજી? હું દુકાન ઉપર બરાબર બેસું તો વ્યવસ્થિત પદાર્થની વ્યવસ્થા-વ્યવસ્થિત અવસ્થા હું કરી શકું છું એ બધો અજ્ઞાનભાવ અને અવિરતિભાવ-રાગ-દ્વેષ આદિ પરિણામ એ અવિરતિભાવ (છે.) આહાહા! બહું આકરું કામ! સમજાણું કાંઈ? એક ચીજ જે એક સ્થાનમાં છે અને હું બીજા સ્થાનમાં લઈ શકું છું-એ અજ્ઞાન ને અવિરતિભાવ છે. એ “ઇચ્છામિ પડિક્કમણું” માં આવે છે, “ઠાણા ઉઠાણા” એ અર્થ તો કોને આવડે? જય નારાયણ, ઘડિયા હાંકયે જાય છે. “ઇચ્છામિ પડિક્કમણું નથી આવતું ઇરિયાવિરિયા ગમણા-ગમણી ઠાણા-ઉઠાણાં-હું એક સ્થાનની ચીજને બીજા સ્થાનમાં ગોઠવી હોય તો એ જૂઠી વાત છે. ભાઈ ! લઈ શકાતી નથી–ઉપાડી શકાતી નથી–ફેરવી શકાતી નથી (આત્માથી) ગજબ વાત છે! બાપા, અરે રે! અત્યારે દુનિયાને, વીતરાગ પરમાત્માએ કહેલું સત્યતત્ત્વ સાંભળવા મળે નહીં, એ એને (કયારે) શ્રદ્ધ ને ઓળખે કે દી' ? આહાહા! અરે રે! એ અવિરતિ એટલે કે જે કંઈ શુભ-અશુભભાવ, એનાથી નિવૃત્તિ નથી, એવો જે વિકારભાવમાં પરિણમન કરવું એ અવિરતિ–ભાવ છે. ઉપાધિભાવ છે-મેલ અવિરતી ભેદથી છે. Page #406 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૮૯ ૩૯૧ આહાહા!“એમ ત્રણ પ્રકારનો પરિણામવિકાર છે “આ ત્રણ પ્રકારનો પરિણામવિકાર, આહાહાહા ! બહુ સરસ વાત છે. (કહે છે) કે આત્મા જે વસ્તુ છે એ પોતાના શુદ્ધ અનંત અનંત ચૈતન્યપ્રકાશ-અનંત અનંત આનંદની-શીતળતાનો સ્વભાવ, અનંત અનંત ઈશ્વરતા-ગંભીર સ્વભાવ, અનંત અનંત કર્તાકર્મઆદિ શક્તિની વ્યાપકતાની અનંતતાથી વાત આત્મા! એવા પોતાના સ્વભાવનું પરિણમન કરવાનું પોતાનામાં સામર્થ્ય છે. આવું હોવા છતાં પણ પોતાના સ્વભાવ-સન્મુખ નહીં થવાથી અને મોહરૂપી કર્મ છે એના સંગમાં (એને વશ થવાથી) પોતાના ચૈતન્ય પરિણામમાં પરિણમે છે ને! તો ત્રણ પ્રકારનો પરિણામવિકાર છે, મિથ્યાશ્રદ્ધા, મિથ્યાજ્ઞાન ને અવિરતિ એ ત્રણ પ્રકારનો વિકાર-આત્માની પર્યાયમાં ત્રણ પ્રકારનો વિકાર (અનાદિનો) છે. આહાહાહા! ઉપયોગનો તે પરિણામ વિકાર-જાણવું-દેખવું એ ઉપયોગ, એ ઉપયોગમાં એ ત્રણ પ્રકારનો જે વિકાર છે, એ કેવો છે? “સ્ફટિકની સ્વચ્છતાના પરિણામવિકારની જેમ” આહાહાહા! સ્ફટિક રત્ન હોય છે, જોયું છે (અમે) આવડું! જામનગર ગયા હતા ને, પહેલાં દાકતર હતા ને એક પ્રાણજીવન દાકતર, અઢી હજારનો પગાર તે દિ', એકાણુંની સાલ (સંવત-૯૧) ની વાત છે. એકાણુંનો માગસર મહિનો, પછી ત્યાંથી આવીને પરિવર્તન કર્યું ચૈત્ર સુદ-૧૩ ન્યાં (જામનગર) અગાઉ ગયા હતા ત્યાં એક છ લાખનું સોલેરિયમ છે-સંચો છે મોટો છ લાખનો, ગૂમડાં હોય ને સૂર્યનો તાપ આપે (તેવું મકાન મોટું) સોલેરિયમ છે. (ફરતું મકાન છે) છ લાખનો સંચો છે. વ્યાખ્યાન જામનગર હતું, સો ગાથાની ટીકા ચાલતી'તી આ સમયસારની ૧૦૦ મી ગાથાની ટીકા ચાલતી હતી, સોમી ગાથા તે દિ' હો ! સો મી ગાથા એકાણુંના કારતક મહિનાની, એ એણે સાંભળ્યું! એ (દાક્તર) કહે, મહારાજ ! અમારું સોલેરિયમ જુઓ, તમને દાખલામાં (દષ્ટાંત દેવામાં) કામ લાગશે, ગયા હતા (અમે) જોયું તો આટલું તો સ્ફટિક હતું, એક મોટું એની પાસે સ્ફટિકરતન, એ સ્ફટિકરતન સ્વભાવે સ્વચ્છ હોય છે. છે? સ્ફટિકની સ્વચ્છતાના પરિણામવિકારની જેમ” પણ એ સ્વચ્છતાના પરિણામમાં વિકાર થાય છે. છે તો સ્વચ્છતાનું પરિણામ છે એનામાં પણ સ્ફટિકની સ્વચ્છતાના પરિણામ હોવા છતાં પણ, પરિણામવિકાર અંદર થાય છે. કેમ? પરને લીધે–પરની ઉપાધિથી, પરને લીધે નામ પર નિમિત્ત છે, એ પરની ઉપાધિથી ઉત્પન્ન થતો દેખાય છે, સ્ફટિક (સ્વભાવથી નિર્મળ હોવા છતાં પણ નિમિત્તની ઉપાધિથી, એમાં વિકાર જોવામાં આવે છે. શું એ કહે છે-“તે સ્પષ્ટપણે સમજાવવામાં આવે છે.” જેમ સ્ફટિકની સ્વચ્છતાનું સ્વરૂપ-પરિણમનમાં સામર્થ્ય (સમર્થપણું) હોવા છતાં” અહીં (પહેલાં ટીકામાં) આવ્યું'તું ને! “પોતાના નિજરસથી જ સર્વ વસ્તુઓનું પોતાના સ્વભાવભૂત એવા સ્વરૂપ-પરિણમનમાં સમર્થપણું છે” -નિજરસથી સર્વ વસ્તુનું પોતાનું સ્વભાવભૂત સામર્થ્ય હોવાથી, એમ સ્ફટિકમાં પણ સ્ફટિકમણિમાં સ્વચ્છતાના સ્વરૂપપરિણમનમાં નિર્મળનિર્મળ પરિણમનમાં ઉજ્જવળતારૂપ સ્વરૂપ-પરિણમન કરવાનું સામર્થ્ય હોવા છતાં પણ સ્ફટિકનું પોતાના નિર્મળ પરિણામ-સ્વચ્છ પરિણામ હોવું એવું સામર્થ્ય છે, એવું હોવા છતાં “કદાચિત્ સ્ફટિકને”-સ્ફટિકની પાસે-નજીક, “કાળા, લીલા અને પીળા એવા Page #407 -------------------------------------------------------------------------- ________________ ૩૯૨ સમયસાર સિદ્ધિ ભાગ-૪ તમાલ, કેળ અને કાંચનના–કાળા તમાલ, લીલી કેળ, પીળું સોનું એ ત્રણ ચીજ મૂકવામાં આવે જોડે (એ ત્રણ પાત્રરૂપી આધારનો સંયોગ હોવાથી), શું કહે છે? આ તો ભાઈ ! સંસારના ચોપડા જોવામાં બહુ જોઈએ હોંશિયારી, આ ચોપડા જુદી જાતના છે! આહા! (કહે છે કે, “જેમ સ્ફટિકની સ્વચ્છતાનું સ્વરૂપ-પરિણમનમાં સમર્થપણું હોવા છતાં, કદાચિત (સ્ફટિકને) કાળા, લીલા અને પીળા એવા તમાલ, કેળ અને કાંચનના પાત્રરૂપી આધારનો સંયોગ હોવાથી,” સ્ફટિકની સ્વચ્છતા સ્વરૂપ પરિણમનમાં (પરિણમવાનું) સામર્થ્ય હોવા છતાં પણ કદાચિત્ કાળા તમાલપત્ર છે કાળા ( હોય છે) જો એ સ્ફટિક પાસે રાખો તો અંદર ઝાંય કાળી થઈ જાય છે સ્ફટિકમાં કાળી ઝાંય, કાળા તમાલપત્ર જો નજીકમાં રાખો તો સ્ફટિકમાં કાળી છાંય (ઝાંય ) પડે છે. હવે કેળ-આ કેળના પાંદડા, આ કેળ-કેળાં (ના ઝાડ) કેળ હોય છે ને, એનાં પાન લીલા રંગના, જો સ્ફટિક પાસે (નજીક) રાખો તો એ રંગની (સ્ફટિકની) અંદર લીલી ઝાંય દેખાય છે સ્ફટિકની નજીકમાં જો કેળના પાન હોય-કેળના પાન ઉપર સ્ફટિક રાખ્યું હોય તો સ્ફટિકમાં લીલા રંગની છાય ( ઝાંય ) દેખાય છે એ ઉપાધિ છે. આહાહા! બે (દષ્ટાંત થયા ) હવે ત્રીજું-સોનું, સોનાના વાસણમાં સ્ફટિક મૂકો, સોનાની ઝાંય સ્ફટિકમાં પોતાની યોગ્યતાથી ઝાંય દેખાય છે, પીળી (ઝાંય) સ્ફટિક તો સ્વચ્છ છે અને સ્વચ્છ (પણે) પરિણમવાની તાકાત છે, એવું હોવા છતાં પણ કાળા, લીલા અને પીળા એ ત્રણના સંગથી–તમાલ, કેળ અને સોનું એ ત્રણના સંગથી, કાળી, લીલી ને પીળી ઝાંય (ઝલક) સ્ફટિકમાં દેખાય છે. એ ઉપાધિ છે. આવી વાતું હવે, વાણિયાને નવરાશ ન મળે ધંધા આડે ને ! એમાં આવો મારગ! ઓલો કહે છે કે, એક સાંભળ્યું છે એ બલુભાઈ ? એક જાપાનમાં ઐતિહાસિક છે, સડસઠ (૬૭) વરસની ઉમરનો, મોટો ઐતિહાસિક, બધાં શાસ્ત્રો-ખૂબ શાસ્ત્રો જોયેલાં લાખ્ખો, અને એનો છોકરો છે જુવાન, બેય ઐતિહાસિક છે. એનું લખાણ આવ્યું'તું એતિહાસિક મોટો, ઐતિહાસિક ૬૭ વરસની ઉંમરનો, એણે એમ કહ્યું કે, અરે ! જૈનધર્મ એટલે શું? એણે બહુ શાસ્ત્રો વાંચેલા ઘણાં, જૈનધર્મ એ અનુભૂતિ છે-આત્મા આનંદ ને જ્ઞાનસ્વરૂપ છે પ્રભુ! એનો અનુભવ કરવો એ જૈનધર્મ છે, એમ લખ્યું છે. પણ પછી હવે આવે છે-ભગવાન આત્મા શુદ્ધચૈતન્યઘન છે, એનો અનુભવ કરવોવીતરાગપર્યાયનું વેદન કરવું, એ જૈનધર્મ છે. આવું (લખાણમાં) લખ્યું છે. પછી ( લખે છે કે ) પણ આ જૈનધર્મ વાણિયાને મળ્યો, ઐતિહાસિક મોટો ઐતિહાસિક, હમણાં (તેમનું લખાણલેખ ) આવ્યું તું, વાણિયાને વેપાર આડે નવરાશ ન મળે ધંધામાં! એ શાંતિભાઈ ? તેથી એ અનુભૂતિ કરવાનો વખત મળતો નથી એને ! આહાહા ! વેપાર. વેપાર વેપાર. મોટો હોય એને મોટો વેપાર ! (શ્રોતા:- પણ એ કમાય છે ને કમાણી કરે છે ને!) ધૂળમાં, કમાણો શું, હમણા કેને કહેવાય? પૈસા ( રૂપિયા) તો પૂર્વના પુણ્યના કારણે આંહી દેખાય (ને માને કે) મારા છે, એ મહાઅજ્ઞાન ભ્રમ છે. (પૈસા) જડ છે એ ચૈતન્યના કયાં થાય છે? અજીવ છે એ જીવના કેમ થાય ! આહાહા... આકરી વાત છે ભાઈ ! આ તો વીતરાગ મારગ છે! Page #408 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૮૯ ૩૯૩ એ આંહી કહે છે કે વ્યાપારી માણસને વેપાર આડે નવરાશ નહીં ફુરસદ નહીં, બસ આ કર્યું ને આ કર્યું ને.. આ કર્યું, થોડી ફુરસદ મળે તો છ–સાત કલાક તો ઊંધમાં જાય બે-ચાર કલાક બાયડી-છોકરાંવને રાજી કરવામાં જાય, આહાહાહા ! અ૨૨૨ જિંદગી ચાલી જાય છે! આ ધર્મને નામે જાય તો આ વ્રત કરોને અપવાસ કરો ને આ કરોને, એ તો બધી રાગની ક્રિયા, એમાં જાય ત્યાં તો એમાં સમય ચાલ્યો જાય ! આ આત્મા અંદર ભગવાન છે, એ દયા-દાનનાં વિકલ્પથી રાગથી પણ ભિન્ન, એને સમ્યગ્દર્શન ને અનુભવ કરવાનો વાણિયાને વખત મળતો નથી ! તમારું બધું પોગળ લખ્યું છે એણે, વાણિયા એટલે તમારું બધાનું વેપારીનું–વેપારી તો ખોજાય વેપા૨ી કહેવાય, વેપાર કરે ઈ વાણિયા, વાણિયા એટલે (વ્યાપાર ) ખોજા કરે, લોહાણા કરે, ખોજાય વ્યાપા૨ ક૨ે ને એટલે એ બધાં વેપાર કરે તે ( વાણિયા ) કાંઈ ખબરું ન મળે ! માથે જે કહે તે હા, ૫૨ને મદદ કરો કહે હા, પણ મદદ કરી શકાતી નથી ત્રણ કાળમાં ૫૨ને-આહાર-પાણી ધો, સુખી કરો, સગવડતા આતો તો કહે હા, ( અરે ભાઈ ! ) કોણ સગવડતા આપે, અગવડતા છોડી ધો કોણ આપે ને કોણ છોડે પ્રભુ ! આહાહા ! એ અહીં કહે છે કે સ્ફટિકની સ્વચ્છતાનો સ્વભાવ સામર્થ્ય તો તે સ્વચ્છતા થવાની છે, પણ એને તમાલ, કેળ અને સોનું એ ત્રણના ત્રણ રંગની ઝલક અંદર ( સ્ફટિકમાં ) દેખાય છે. કાળી, લીલી ને પીળી એ સ્ફટિકનો સ્વભાવ નથી. એ તો સ્ફટિકમાં ઉપાધિ છે. એમ આ ભગવાન આત્મા છે ને ? આ કાળા, લીલા ને પીળા એવા તમાલ, કેળ અને કાંચનના પાત્રરૂપી આધારનો સંયોગ હોવાથી સ્ફટિકની સ્વચ્છતાનો કાળો, લીલો અને પીળો એમ ત્રણ પ્રકારનો પરિણામવિકાર દેખાય છે–ત્રણ પ્રકારનો વિકાર સ્ફટિકમાં જોવામાં આવે છે, ત્રણ પ્રકારના પાત્રમાં રાખવાથી, પાત્રની ઝાંય (ઝલક) એમાં પોતાની પર્યાયમાં પર્યાયની યોગ્યતાથી દેખાય છે. આહાહા ! એ તો દૃષ્ટાંત થયું ( વે ) સિદ્ધાંત. “તેવી રીતે આત્માને અનાદિથી મિથ્યાદર્શન, અજ્ઞાન અને અવિરતિ જેનો સ્વભાવ છે. જીઓ કોનો સ્વભાવ મોહનો ” આહાહા... ! એવા અન્ય-વસ્તુભૂત મોહનો સંયોગ હોવાથી, શું કહે છે ? મિથ્યાશ્રદ્ધા ( ઊંધી શ્રદ્ધા ) મિથ્યાજ્ઞાન ( ઊંધું જ્ઞાન ) અને અવિરતિ એટલે રાગ-દ્વેષનો અનિવૃત્તિભાવ એટલે નિવૃત્તિ નહીં, એવો અન્ય વસ્તુભૂત મોહ અન્ય વસ્તુભૂત મોહનો સંયોગ હોવાથી આત્માના ઉપયોગમાં હોવાથી, જેમ સ્ફટિકમાં કાળા, લીલા ને પીળા રંગની ઝાંય ત્રણ (પ્રકા૨ની ) તેના આધાર દેવાથી કાળી, લીલીને પીળી ઝાંય ( સ્ફટિકમાં ) દેખાય છે એ ઉપાધિ છે, એમ ભગવાન આત્મા જ્ઞાન ને આનંદ સ્વરૂપી પ્રભુ! એમાં (ઉપયોગમાં ) મોહના સંગથી મિથ્યાશ્રદ્ધા, મિથ્યાજ્ઞાન ને મિથ્યાઆચરણ–રાગ એ ત્રણે એના પરિણામવિકા૨માં દેખાય છે. આહાહા ! ભાષા તો સાદી છે. પણ હવે સાદી ભાષાભાષામાં તો એવું કાંઈ સંસ્કૃત ને વ્યાકરણ ને એવું નથી. આહાહા ! ( કહે છે કે ) એ મોહનો સંયોગ થવાથી, સ્ફટિકમાં જેમ કાળા, લીલા ને પીળા સોનાને સંયોગ થવાથી જેમ કાળી, લીલીને પીળી ઝાંય ( સ્ફટિકમાં ) દેખાય છે, એ સ્ફટિકની ઉપાધિ છે. એ સ્ફટિકનો સ્વભાવ નથી. એમ ભગવાન આત્મા આનંદના પ્રકાશની મૂર્તિપ્રભુ, ચૈતન્યના પ્રકાશનો સાગર ભગવાન, એની પર્યાય-પરિણામમાં નિર્મળ પરિણામ ક૨વાની તાકાત હોવા Page #409 -------------------------------------------------------------------------- ________________ ૩૯૪ સમયસાર સિદ્ધિ ભાગ-૪ છતાં પણ, મોહનો સંગ કરવાથી એની પર્યાયમાં ચૈતન્યના (ઉપયોગમાં) ત્રણ પ્રકારનો વિકાર ભાસે છે-મિથ્યાશ્રદ્ધા, મિથ્યાજ્ઞાન ને રાગ-દ્વેષના પરિણામ. (શ્રોતાઃ- મોહકર્મ દેખાય તો નહીં પછી સંયોગ કેમ કહ્યો?) મોહકર્મ-જડકર્મનો સંયોગ દેખાય નહીં (કર્મ દેખાતાં નથી, પણ પોતાના સ્વભાવ તરફનું લક્ષ નહીં, (તેથી) એ લક્ષ કરે છે પર ઉપર–પર ઉપર કરે છે તો પર (છે એમ કોણ કહે જાણે?) કોણ મોહ ભલે એ ખ્યાલમાં ન આવે, પણ ખ્યાલમાં એમ તો આવે છે કે મિથ્યાશ્રદ્ધા, મિથ્યાજ્ઞાન, મિથ્યાવર્તન એ તો ખ્યાલમાં આવી જાય છે. તો એ નિમિત્તના સંગથી નિમિત્તના કારણે (નિમિત્તને વશ પોતે થવાથી) ઉપાધિ (દુઃખ) દેખવામાં આવે છે. એનાથી (નિમિત્તથી) થતું નથી. થાય છે તો પોતાથી (આત્માથી), સ્ફટિકમાં કાળી, લીલી, પીળી ઝાંય, સ્ફટિકની પોતાની યોગ્યતાથી થાય છે. પરને કારણે નહીં–પર તો નિમિત્ત માત્ર છે. ( શ્રોતા – પણ પર હોય તો થાય છે ને ) ! એ નહીં, નહીં, એ નહીં, પર હોય તો થાય-પર હોય તો થાય એ નહીં. આંહી થાય ત્યારે પર હોય છે એટલું! જુઓ ! ન્યાય જુઓ ! આ લાકડી છે આંહી, આંહી (લાકડીની નીચે) કેળનું પાન મૂકો તો કેળના પાનથી આમાં લીલી ઝાંય નહીં પડે, કેમ કે આમાં (લાકડીમાં) યોગ્યતા નથી. સમજાણું કાંઈ? કેળ નીચે કેળનું પાન રાખો, સોનું રાખો, સોનું તો આમાં પીળી ઝાંય નહીં પડે અંદર કેમ કે આની યોગ્યતા નથી. આમાં નીચે (એ પાત્ર-આધાર) રાખો તો આમાં (લાકડીમાં) ઝાંય નહીં પડે. સ્ફટિકની નીચે રાખો તો સ્ફટિકની પોતાની યોગ્યતાથી અંદર ઝાંય પડે છે. પરના કારણે (ઝાંય) નહીં. આ દેખો, આ જુઓ!આ આ છે તો અહીં ઝાંય પડે છે ને તે એની યોગ્યતાથી (પડે છે ને) આને આમ નીચે રાખો તો ઝાંય નહીં પડે, કારણકે એનામાં યોગ્યતા નથી. ઝીણી વાત ભાઈ ! સમજાણું કાંઈ...? ( શ્રોતા – એ આવ્યું ત્યારે ઝાંય પડીને?) નહીં, નહીં, એ ઝાંય પડવાની યોગ્યતાથી થઈ, એ તો નિમિત્ત કહેવામાં આવે છે. તે માટે તો દાખલો આપ્યો. આહાહા શું કરે ભાઈ પ્રભુનો મારગ... આવો મારગ છે. પાંચમું સમણસૂત્ર આવે છે ને, એમાં આવે છે આ, ઇણમેવ પણ અર્થની કાંઈ ખબર ન મળે સાંજ સવાર પડિક્કમણા કરે, ઘડિયા હાંકયે રાખે (શ્રોતા- ગોળ અંધારે ખાય) ગોળ હતો કે દિ' પણ ત્યાં છાણ હતું! આહાહા! અહીંયા કહે છે કે આત્માનો સ્વભાવ તો સ્વચ્છ-નિર્મળ-શુદ્ધ-વીતરાગભાવપણે પરિણમવાનો છે એ એનું સામર્થ્ય છે, એવું હોવા છતાં પણ મોહનો સંગ કરવાથી, મોહથી નહીં, કર્મથી નહીં પણ એનો સંગ કરવાથી, પોતાની આત્માની) પર્યાયમાં મિથ્યાશ્રદ્ધા, મિથ્યાજ્ઞાન અને મિથ્યાચારિત્રની પરિણતિ-ચૈતન્યવિકાર જોવામાં આવે છે. આરે ! આવી વાતું હવે, કહો, રતિભાઈ? આવી વાતું છે! ભાષા તો સાદી છે પ્રભુ!ભાવ. મારગ તો પ્રભુનો એવો (શ્રોતા – આ ભાવો અજાણ્યા છે એટલે કઠણ તો લાગે !) કદી કર્યુંજ નથી, કદી સાંભળ્યું નથી. આહાહા ! અનાદિ અજ્ઞાનભાવે ચલાવ્યું છે. આહાહાહા ! સાધુય અનંતવાર થયો (નગ્ન) દિગંબર સાધુ હોં? વસ્ત્રસહિત સાધુ એ તો કુલિંગી છે પણ (આ તો) દ્રવ્યલિંગી નગ્નપણું પંચ મહાવ્રતધારી પણ અનંતવાર લીધું પણ એ તો બાહ્ય ક્રિયા-જડ-રાગ તો વિકાર છે. રાગની ક્રિયામાં ધર્મ માન્યો તો મિથ્યાત્વ છે. આહાહાહા ! Page #410 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૮૯ ૩૯૫ બલુભાઈ જેવાએ અપવાસ કર્યા–વરસીતપ! એટલે થઈ ગઈ નિર્જરા? ધૂળેય નિર્જરા નથી. કાળ ગયો મફતનો, એ... ઈ બલુભાઈ? આહાહાહા ! કેમ કે હું ત્યા કરું છું પર વસ્તુનો ત્યાગ, તો પરવસ્તુનો ત્યાગ તો આત્મામાં પર (વસ્તુ ) છે જ નહીં, એનો તો ત્યાગ જ છે ને મેં ત્યાગ કર્યો (એમ માન્યું) એ તો મિથ્યાશ્રદ્ધા છે. સમજાણું કાંઈ ? ધૂળેય નથી, એક પાઈએ નથી એની પાસે, એની પાસે રાગ જે છે એ રાગનો અંશ પણ એના સ્વરૂપમાં નથી. મોટરફોટર તો ક્યાંય રહી ગઈ એની. આહાહાહા ! રાતે દાખલો નહિ, બલુભાઈ કીધો'તો ઓલા ઇરાનના બાદશાહને (દેશમાંથી) હાંકી મૂકયો તો એની પાસે બે હજાર કરોડ ડોલર લઈને વયો ગયો, પણ એમાં ધૂળમાં શું? મરીને નરક જવાના. કારણકે એ તો આરબ-મુસલમાન માંસ ખાય-માછલાં ખાય, અરરર... જૂઠા બોલે, ચોરી કરે, વિષયસેવન મહાતીવ્ર વૃદ્ધિથી, પરમાં સુખ માનીને પરમાં સુખ છે નહીં ને પરમાં સુખ છે એમ માનીને વિષય વ્યે છે તો મિથ્યાષ્ટિ છે– અજ્ઞાની છે, જૈન નહીં. આહાહાહા ! સમજાણું? પરમાં સુખ છે-પૈસામાં સુખ છે સ્ત્રીમાં સુખ છે-કુટુંબમાં સુખ છે-બહોળા કુટુંબ બારબાર દિકરા, બારભાયા છે ને આપણે વીંછીયામાં નહિ બારભાયા છે–વીંછીયા, બાર છોકરાઓ અને એ બાર-બાર છોકરાંઓને મોટું લશ્કર બારભાયા છે ને! આપણે વીંછીયામાં છે ને, વીંછીયામાં તો અમે ઘણી વાર ગયા છીએ ને! એ તો ઠીક પણ ચક્રવર્તીને જુઓ, ભરત ચક્રવર્તી (ને) બત્રીસ હજાર તો દિકરી, ચોસઠ હજાર તો દિકરા (અને) બત્રીસ હજાર દિકરી (ને) બત્રીસ હજાર જમાઈ, ચોસઠ હજાર દિકરા ને ચોસઠ હજાર, સ્ત્રી (પત્ની) અરે ! એને પોતાને છન્ન હજાર સ્ત્રી છતાં એ ભરત ચક્રવર્તી સમ્યગ્દષ્ટિ હતા એક પણ ચીજ મારી છે એમ એ માનતા નહીં, (આવી) માન્યતા કરવી એ કાંઈ સાધારણ વાત છે!! એ આત્મસ્વભાવ ઉપર દૃષ્ટિ પડતાં હું જ્ઞાનસ્વરૂપ-આનંદસ્વરૂપ છું તો કોઈ રાગ આદિ મારી ચીજ નહીં, એવી માન્યતા અંદરથી થાય છે. (આહા!) એ માન્યતા ! છન્ને હજાર સ્ત્રી, એક મોટી (મુખ્ય) સ્ત્રી ચક્રવર્તીની (જેની) એક હજાર દેવ સેવા કરે, એ સ્ત્રીની છતાં અંદરમાં (સમ્યગ્દષ્ટિ ચક્રવર્તી માને કે) અરે, હું તો પ્રભુ આત્મા આનંદજ્ઞાન સ્વરૂપ હું તો (અને) રાગ જે થાય છે એ હું નહીં તો આ પરવસ્તુ મારી કયાંથી આવી? (મારે એની સાથે કંઈ સંબંધ જ નથી.) આહાહાહા ! જેમ વીસ વરસનો જુવાન દિકરો હોય અને ચાલીસ વરસની (તેની) માતા હોય, એને દેખીને જેમ ( દિકરાને ) વિષયની વાસના ( ઉત્પન્ન જ) ન થાય. થાય? મારી જણેતા છે, જેમ એને જોતાં તો એને માનો પ્રેમ આવે પણ વિષયની વાસના ન આવે, મારી જનેતા છે હું નવ મહિના એની કુંખે રહ્યો છું. મારી મા છે, ભલે જુવાન છે. એને દેખતાં પણ એને માનો પ્રેમ આવે પણ વિષયની વાસના ન આવે, એમ જ્ઞાનીને જગતના પદાર્થો દેખીને મારા છે એમ માન્યતા ન આવે. આહાહાહા ! (શ્રોતા- જ્ઞાનીને શિષ્ય ઘણાય હોય) શિષ્ય ઘણાંયે ઠીક, એને શિષ્ય એકેય હોય નહીં, કોણ ગુરુને કોણ શિષ્ય ! લોકો કહે આટલા શિષ્ય છે. આહા ! આકરી વાતું બાપા! ભગવાનને આટલા શિષ્ય હતા બોલાય-ભાષા, બોલાય, નિમિત્ત સમજાવે એ, કોના શિષ્ય ને કોના ગુરુ? આકરી વાત છે ભાઈ ! Page #411 -------------------------------------------------------------------------- ________________ ૩૯૬ સમયસાર સિદ્ધિ ભાગ-૪ આંહી કહે છે (લ્યોને !) ઋષભદેવ ભગવાન જેમને મતિ, શ્રુત, અવધિ ત્રણ જ્ઞાન, ત્યાંસી લાખ પૂર્વ રહ્યા સંસારમાં, આત્મજ્ઞાની હતા–ત્રણ જ્ઞાન હતા!નોઆખલીમાં, નોઆખલી શું કહેવાય? નોઆખલીમાં બહુ તકરાર થઈ'તી મુસલમાનની ને હિન્દુઓની, ગાંધીજી (મોહનદાસ કરમચંદ ગાંધી) ગયા હતા, ખબર છે ને બધી વાતુંની, આંહી તો ઘણી વાતો આવે, પછી ત્યાં આગળ એ મુસલમાન એવું કરે, આહાહાહા ! (બળજબરીથી) પચીસ-ત્રીસ વરસનો જુવાન છોકરો, પીસતાલીસ-પચાસ વરસની ઉંમરની એની મા, બેયને નાગા કરી અને આમ વિષય લેવા દબાણ કરે! અરર એને થાય અરરર! આ જમીન મારગ આપે તો સમાય જાઉં, અરરર! આ શું કરે છે, ભાઈ ! બહેનને ભાઈ ભેગા કરી બેયને નાગા કરે !! એમ આત્માને જ્ઞાનને આનંદનું ભાન થતાં (અતીન્દ્રિયઆનંદનો સ્વાદ લેતાં) જગતની કોઈ ચીજ મારી છે (એમાં સુખ છે) એવી માન્યતાનો વિકલ્પ એને થતો નથી. હું તો મારામાં સમાય જાઉં એવી ચીજ છે, બહારમાં મારી કોઈ ચીજ છે નહીં. આહાહાહા ! મારગ બાપુ વીતરાગ મારગ બહુ જુદી જાત છે ! આહાહાહા ! અહીંયા એ કહે છે કે “અનાદિથી મિથ્યાદર્શન, અજ્ઞાન, અવિરતિ જેનો સ્વભાવ છે એવા અન્ય-વસ્તુભૂત મોહનો સંયોગ હોવાથી, આત્માના ઉપયોગનો”_આત્માના ઉપયોગમાં જાણવાદેખવાના પરિણામમાં મિથ્યાદર્શન થાય છે-મિથ્યાશ્રદ્ધા. આહાહાહા ! –પરમાં સુખ છે એવી મિથ્યાશ્રદ્ધા થાય છે અજ્ઞાનીને, પર મારા છે એવી મિથ્યાશ્રદ્ધા થાય છે. હું પરનું કંઈક બગાડી શકું છું (સુધારી શકું છું ) એવી મિથ્યાશ્રદ્ધા અજ્ઞાનીને હોય છે. ઓહોહોહો ! મિથ્યાજ્ઞાન” –અજ્ઞાન, અવિરતિ-રાગદ્વેષ એમ ત્રણ પ્રકારનો પરિણામવિકાર દેખવો.” જોવામાં આવે છે, એવો (વિકાર), સ્ફટિકમાં જેમ ત્રણ પ્રકારનો વિકાર જોવામાં આવે છે તેમ આત્મામાં ભગવાન સ્વભાવમાં કર્મનો સંયોગ કરવાથી, એ તો મોટો પ્રશ્ન થયો હતો ને ! “સંગ એવ' – “સંગ એવ” ઓલા કહે સંગથી થાય, આ કહે છે “સંગ એવ' –સંગ પોતે કર્યો માટે (વિકાર) થાય છે. મોટો પ્રશ્ન થયો'તો ત્યાં (ગણેશપ્રસાદજી ) વર્ણાજી પાસે મોટા વિદ્વાન ( પંડિત) બંસીધરજી હતા, તે પછી અહીં આવ્યા હતા આંહી, પછી કબૂલ કર્યું કહ્યું કે બરાબર છે. -પરનો સંગ કર્યો માટે ( વિકાર) થયો, પરથી નહીં. પરનો સંગ કર્યો તેથી થયો છે મોહનો સંગ કરવાથી મિથ્યાશ્રદ્ધાને મિથ્યાજ્ઞાન આદિ થાય છે. કર્મને કારણે મિથ્યાશ્રદ્ધા આદિ થાય છે, એવું નથી. પરદ્રવ્યથી પરમાં કંઈપણ થતું નથી. એક દ્રવ્ય, બીજા દ્રવ્યમાં કંઈ કરી શકતું નથી. આહાહા ! આવી વાત છે ! પણ અજ્ઞાની (ને) અનાદિ ત્રણ પ્રકારનો પરિણામવિકાર થાય છે એમ સમજવું. અજ્ઞાનીને આ ત્રણ પ્રકારનો વિકાર હોય છે. મિથ્યાશ્રદ્ધા, મિથ્યાજ્ઞાન ને મિથ્યાચારિત્રઅવિરતિભાવ. એ તો દેણાંત છે-જેમ કાળી, લીલી, પીળી એમ ત્રણ પ્રકાર પાડવા છે ત્રણ, (એમ) અહીંયા ત્રણ પ્રકાર થયા એમાં નિમિત્ત પણ ત્રણ પ્રકારના છે અહીં, મિથ્યાશ્રદ્ધામાં દર્શનમોહ નિમિત્ત છે, અજ્ઞાનમાં જ્ઞાનાવરણીયનું નિમિત્ત છે અને અવિરતિમાં ચારિત્રમોહનું નિમિત્ત છે. શું કીધું? ફરીથી, એમ કે સ્ફટિક જે છે સ્વચ્છ એને તો ત્રણ પ્રકાર થયા, કાળું તમાલ તમાલના પત્ર કાળા છે-હોય છે. લીલી કેળ, પીળું સોનું એ ( ઝાયના) ત્રણ પ્રકાર થયા, ત્રણ Page #412 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૮૯ ૩૯૭ પ્રકારની છે. તો આત્મામાં ત્રણ પ્રકાર મિથ્યાશ્રદ્ધા, મિથ્યાજ્ઞાન, મિથ્યાચારિત્ર (એ) ત્રણ પ્રકાર, શું આવ્યું ને કે ત્રણ પ્રકાર જડમાં નિમિત્તે આવ્યા, (અહીં) મિથ્યાશ્રદ્ધામાં દર્શનમોહનું નિમિત્ત, મિથ્યાજ્ઞાનમાં જ્ઞાનાવરણીયનું નિમિત્ત, અજ્ઞાન નિમિત્ત અને મિથ્યાચારિત્રમાં ચારિત્રમોહનું નિમિત્ત! હવે આવું બધું, હવે કયાં માણસને નવરાશ. બલુભાઈ ?(શ્રોતા-નવરાશ લઈને આવ્યા છે.) આવ્યા છે બાબુભાઈને લઈને આવ્યા છે ને, મોટાભાઈને લાવ્યાને હારે, આવો મારગ બાપા! શું કરીએ ભાઈ, પ્રભુનો મારગ કોઈ અત્યારે ફેરફાર બહુ થઈ ગયો છે ભાઈ ! આહાહા ! આ નેવાસી ગાથા (થઈ.) ભાવાર્થ એનો ભાવાર્થ, “આત્માના ઉપયોગમાં એટલે કે આત્માના જાણવા દેખવાના ભાવમાં આ ત્રણ પ્રકારનો પરિણામ-વિકાર અનાદિ કર્મના નિમિત્તથી છે.” વિકાર મિથ્યાશ્રદ્ધા, મિથ્યાજ્ઞાન ને મિથ્યાઅવિરતિ અનાદિ કર્મના નિમિત્તે છે, જોયું? સંગ કર્યોને! એમાં (ટકામાં) સંયોગથી કીધું તું ને, મોહના સંયોગથી, અહીં (ભાવાર્થમાં) નિમિત્તથી કહ્યું- “નિમિત્તથી” એનો અર્થ થયો નિમિત્તથી ( વિકાર) થયો નથી. પણ નિમિત્ત એ હતું, એનો સંગ કરવાથી એનું લક્ષ કરવાથી, આત્મામાં ત્રણ પ્રકારનો પરિણામવિકાર થાય છે, કર્મના નિમિત્તથી.... છે. એમ નથી કે એ પહેલાં શુદ્ધ જ હતો અને હવે તેમાં નવો પરિણામવિકાર થયો છે. શું કહે છે? પર્યાયમાં પહેલાં (આત્મા) શુદ્ધ હતો ? –દ્રવ્યગુણ તો શુદ્ધ છે દ્રવ્ય ને ગુણ તો શુદ્ધ જ છે ત્રિકાળ પણ પર્યાયમાં-અવસ્થામાં પહેલાં શુદ્ધ હતો ને પછી અશુદ્ધ થયો, એવું નથી. પર્યાયમાં પણ અશુદ્ધતા અનાદિની છે. આહાહા ! સમજાણું કાંઈ....? આવી વાતું. ઓલું તો વ્રત પાળો, અપવાસ કરો, મહિના-મહિનાના માસખમણ કરે ને! એમાં સમજાય તો ખરું! કાંઈ? શું ધૂળ છે ત્યાં અજ્ઞાન છે. હું પરનો ત્યાગ કરી શકું છું એવો જે ભાવ આવ્યો રાગ ને એ ધર્મ છે (એ તો) મિથ્યાત્વ છે. આહાહાહા ! એ મિથ્યાત્વના ગર્ભમાં આગળ અનંત જન્મ-મરણ કરાવવાની તાકાત છે એ મિથ્યાશ્રદ્ધા ! બહુ આકરી વાત છે બાપા! આહાહા! (કહે છે) “એમ નથી કે પહેલાં એ શુદ્ધ જ હતો” કોણ? પર્યાય હો, દ્રવ્ય-ગુણ તો શુદ્ધ જ છે ત્રિકાળ, પર્યાયમાં શુદ્ધ જ હતો (આત્મા) અને હવે તેમાં નવો પરિણામવિકાર થયો છે. પરિણામવિકાર નવો થઈ ગયો એવું છે નહીં. શું કીધું? કે ભગવાન આત્મા દ્રવ્ય એટલે વસ્તુગુણ એટલે શક્તિસ્વભાવ, એ તો શુદ્ધ ત્રિકાળ શુદ્ધ. હવે એની પર્યાય જે પરિણામ-અવસ્થા છે (વર્તમાન) એ અવસ્થા શુદ્ધ હતી ને પછી અશુદ્ધ થઈ ગઈ એમ નથી. એ પર્યાયમાં અશુદ્ધતા અનાદિની છે. સમજાણું કાંઈ ? (શ્રોતા – દષ્ટાંત તો સ્ફટિકનું દીધું છે! (સ્ફટિક સ્વચ્છ છે.) દૃષ્ટાંત દીધું ને એ તો ! સમજાવવા માટે દીધું છે. સ્ફટિક શું પહેલાં શુદ્ધ હતું? સ્ફટિક શુદ્ધ પહેલાંથી જ નહોતું, એ તો સંગમાં છે, તો કાળી, લીલી, પીળી ( ઝાંયવાળો) જ હતો, નહિતો સ્વભાવ છે એમ કહ્યું સંગના કારણે એ લીલો, પીળો પર્યાયમાં હતો-પર્યાયમાં એ લીલી-પીળી છે, એ તો દેષ્ટાંત છે અહીં તો, અહીં એમ જ કહ્યું! (કહે છે) આત્માનો નિજરસથી જ શુદ્ધ પરિણમવાનો સ્વભાવ છે અને સ્ફટિકનો તો Page #413 -------------------------------------------------------------------------- ________________ ૩૯૮ સમયસાર સિદ્ધિ ભાગ-૪ સ્વચ્છ હોવાનો જ સ્વભાવ છે, પણ સંગમાં છાંય ( ઝાંય ) દેખાય છે, કાળી, લીલી, પીળી એમ ભગવાન આત્મા ચૈતન્યપ્રકાશની મૂર્તિ પ્રભુ, કોટા-કોટિ સૂર્ય હોય તોપણ એ પ્રકાશથી પ્રભુ ચૈતન્યનો પ્રકાશ અનંત અનંત અનંત અનંત છે, એવો ચૈતન્યપ્રકાશની મૂર્તિ પ્રભુ (આત્મા) પોતાનામાં નિર્મળ પરિણમન કરવાની તાકાત રાખે છે, એવું હોવા છતાં પણ, પરિણમન પહેલાં શુદ્ધ હતું અને પાછળથી અશુદ્ધ થયું એવું છે નહીં, અનાદિની પર્યાય બગડેલી (અશુદ્ધ ) છે. પહેલાં એવું કહ્યું ને કે (સર્વ) વસ્તુઓનું પોતાના સ્વભાવભૂત સ્વરૂપ-પરિણમનમાં સમર્થપણું છે પોતાના સ્વભાવરૂપ પરિણમવાનું સામર્થ્ય છે, શુદ્ધ પરિણમવાનું સામર્થ્ય (શક્તિતાકાત) પણ શુદ્ધ છે પર્યાયમાં એમ નહીં. શું કીધું? આત્મામાં જ્ઞાન-આનંદઆદિ જે સ્વભાવ છે તો એમાં શુદ્ધ પરિણમન કરવાનો સ્વભાવ છે (શક્તિ છે) પણ પર્યાયમાં શુદ્ધ છે એવું છે નહીં, પણ સ્વભાવ એવો હોવા છતાં પણ, મોહના સંગથી મિથ્યાશ્રદ્ધા, મિથ્યાજ્ઞાન ને રાગવૈષ-અવિરતિના પરિણામ-ચૈતન્ય પરિણામનો વિકાર, (એ) ત્રણ પ્રકારની અશુદ્ધતા એમાં (પર્યાયમાં) ઉત્પન્ન થાય છે. (શ્રોતા- કર્મ હતા તો અશુદ્ધિ આવીને કર્મ ગયા તો અશુદ્ધિ ચાલી ગઇ તેમ છે) બિલકુલ જૂઠ વાત છે. પોતે સંગ કર્યો ને સંગ છૂટી ગયો તેથી નિર્મળ થયો. આહાહા! ઝીણી વાત છે ભાઈ ! ફરીને, આ અશુદ્ધતા જે પોતાનામાં છે. પર્યાયમાં અનાદિથી (છે) એ તો અનાદિથી પોતાનામાં છે, અને એ તો એમાં “મોક્ષમાર્ગ પ્રકાશકમાં લીધું છે ને ! “અનાદિમાં નિમિત્તનો પ્રશ્ન ન હોય” ભાઈ, એમાં આવે છે “મોક્ષમાર્ગ પ્રકાશકમાં' છે ને ખબર છે ને એક વાતમાં બધી વાતનો ખ્યાલ હોય પણ બધી વાત હારે (એક સમયે) કહેવાય? હજારો શાસ્ત્રો જોયાં છે-કરોડો શ્લોકો જાણ્યાં છે! પણ એ વખતે ખ્યાલમાં તો અનેક વાતો હોય પણ એ વખતે તો, જે કહેવાની હોય તે આવે ને! એમાં એ લીધું છે, કે અનાદિમાં નિમિત્ત હતું ને અનાદિ અશુદ્ધતા થઈ એવું છે નહીં. એ અશુદ્ધતા છે અનાદિથી બસ! એ મોક્ષમાર્ગ પ્રકાશકમાં છે. સમજાણું કાંઈ? આ તો બાપા! વીતરાગ જિનેશ્વરદેવની વાણી બાપા આ તો અલૌકિક વાતું છે! અત્યારે તો બધું ગુપ્ત (ગુસ) થઈ ગયું બધું! સાધુને ખબર નથી, પંડિતોનેય ખબર નથી. (શ્રોતા ગુમ હતું એ આપે બહાર કાઢયું!) આ તો અંદર છે જ તે અંદર, આહાહાહા ! એ તો (સંવત ઓગણીસો) એકોતેરની સાલથી હું કહું છું, ચોમાસું એકોતેરનું હતું લાઠી, સીતેરમાં દીક્ષા, છાસઠ વરસ થયાં. દીક્ષાનું પહેલું ચોમાસું બોટાદ હતું, બીજું ચોમાસું લાઠી (ગામમાં કર્યું) બીજા ચોમાસામાં જ મેં કહ્યું હતું, અમારા ગુરુ હુતા, અમારા ગુરુભાઈ હતા મૂળચંદજી, હીરા(ચંદજી) મહારાજ, ત્રણ ઠાણાં, લાઠી વ્યાખ્યાન, આઠમ ને પુનમના પોષા કરતા હતા તે દિ' એ લોકો કરે ને ! અમારે વીરચંદભાઈના બાપ હતા કાનજી જશરાજ, બધાં પોષા કરતા તે દિ'! વીરચંદભાઈ ? તમારો જનમ હતો એકોતેરમાં. (શ્રોતા:- બાસઠમાં જન્મ છે) ઠીક, ઠીક એકોતેરમાં કાનજીભાઈ પોષા કરતા'તા-કાનજીભાઈ દેસાઈ, મોનજી દેસાઈ, ઓલો હરગોવિંદ, માણેકચંદ ડોસા ઓલા હરગોવિંદ નહીં, ખબર છે ને ! બધા આઠમ ને પુનમના પોષા કરે, પચીસ-ત્રીસ જણ, અમારા ગુરુ છે એ વાંચતા સવારે વ્યાખ્યાન પણ આઠમ પુનમના પોષા પચ્ચીસ-ત્રીસ, આખું ચોમાસું કરતા પણ આખી સભા ભરાય, પછી એ લોકો કહે કાનજીસ્વામી Page #414 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૮૯ ૩૯૯ વાંચે અત્યારે થોડું ઘણું એક કલાક તો વાંચે, એકોતેરની વાત છે. બપોરે વાંચતા એક કલાક (અમે) ત્યારેય (મેં તો ) કહ્યું'તું એ વખતે આત્મામાં વિકાર થાય છે એ પોતાથી થાય છે, કર્મથી નહીં” –ભગવતી વાંચતો તે દિ' –ભગવતી સૂત્ર છે ને ! સોળ હજાર શ્લોક અને એક લાખ ટીકા સંસ્કૃતની, બધું જોયું છે-ઘણીવાર જોયું છે (વાંચ્યું છે) -સત્તર વાર (વાંચ્યું) જોયું છે. એ વખતેય કહ્યું'તું, ખળભળાટ તો થઈ ગયો જરી, અમારા ગુરુ તો બિચારા સાંભળતા'તા હીરાજી મહારાજ ભદ્રિક! કહે છે કંઈક આ! કે “આત્મામાં વિકાર જે થાય છે, એ કર્મથી નહીંપોતાના ઉલટા પુરુષાર્થથી થાય છે અને સુલટા પુરુષાર્થથી વિકારનો નાશ કરે છે” ભગવતીમાં છે, સંશય-સંશયનો અધિકાર છે, સાંભળતા'તા બધા કોઈ બોલે નહીં. પણ જરી દામોદર શેઠ દામનગરવાળા પૈસાવાળા હતા ને તે દિ દશ લાખ તે દિ' દસ લાખ એટલે અત્યારે હવે કિંમત ઘટી ગઈ, એની પાસે દસલાખ દામોદર જગજીવન ગોપાળજી, દશ લાખ, ચાળીશ હજારની ઉપજ તે દી' હોં? એકોત્તેર, છાસઠ વરસ પહેલાં, એક દશહજારનું ગામ હતું ઘરે “મુળિયાપાઠ” ઘરે ગામ પોતાને, આપણા વાણિયા દશાશ્રીમાળી ઘરે આરબ રાખતા (ચોકીદાર) ઘરે, બંદુક રાખતા દુકાને આપણા વાણિયા દશાશ્રીમાળી, છતાં એને ન બેઠી આ વાત, એણે આ વાત સાંભળી એટલે એને ઘડાકો લાગ્યો કે આવું કયાંથી કાઢયું? અમારા ગુરુએ કોઈ દિ' કીધું નથી, હિરાજી મહારાજે કીધું નથી કાંઈ અમે સાંભળ્યુંય નથી ને આ નવું કયાંથી કાઢયું? પછી એવી ઘરની વાતું કરે છે, એ એની પડાયું ઊડીને કયાં જશે? એમ બોલતા, ગૃહસ્થ માણસ હતા પણ હું તો ગણું નહીં કોઈને, મોટો ગૃહસ્થ હોય તો એનાં ઘરનો, અમારે આંહીં શું છે? તે દિ' કહ્યું'તું એકોતેરમાં, રાગ ને ઢષ અને મિથ્યાશ્રદ્ધા જીવમાં જીવ પોતે પોતાથી કરે છે, કર્મથી નહીં એ તો તમારા બાપેય બેઠા હતા વ્યાખ્યાનમાં બધા-કાનજીભાઈ ને હરગોવિંદભાઈ ને ઓલો હરગોવિંદનો ભાઈ હતો ને જરી સાધારણ ખીમચંદ, બધા પોષા કરતા, એકોતેરની સાલની વાત છે. કેટલા વરસ થઈ ગયા? ચોસઠ વરસ ! પણ અમને તો કાલ જેવું લાગે છે. આહા ! ઘડાકાબંધ કીધું આત્મામાં જે સંશય ને મિથ્યાત્વ થાય છે એ પોતાથી થાય છે, કર્મથી બિલકુલ નહીં અને એ મિથ્યાત્વ, અજ્ઞાન અને રાગ-દ્વેષ પરિણામ પોતાના પુરુષાર્થથી નાશ કરી શકે છે. પોતાના ઉલટા પુરુષાર્થથી થાય છે અને સુલટા પુરુષાર્થથી નાશ કરે છે” એમ નગારા પીટીને વાત કરી'તી તે દિ' !! આઠ દિ' વંચાય, પોષા હોયને જ્યારે આઠમ ને પૂનમ સ્થાનકવાસીમાં (અને આપણે) દિગંબરમાં આઠમ ને ચૌદશઆઠમ, ચૌદશ અને સ્થાનકવાસીમાં અમાસ અને પુનમ માને, આ લોકો ચૌદશ મોટીચૌદશ માને ! આ ચૌદશ છે ને કાલ, તો તે દિ' પોષા કરે ઘણાં લોકો કરે, આ મોનજી દેસાઈ, કયાં ગયા અમારા મનસુખભાઈ ? મોનજી દેસાઈ હતા મનસુખભાઈના બાપ, કોણ? છગનભાઈ-છગન દેસાઈ, છગન દેસાઈના બાપ મોનજી દેસાઈ આંહી તો ડોસાના ડોસા ચાર પેઢીને જાણીએ છીએ ને ! બધા પોષા કરવા બેસે બચારા-ભદ્રિક કાંઈ ભાન ન મળે! (શ્રોતા – પોષા કરે તો ત્રણ રૂપિયા આપે) અત્યારે ત્રણ રૂપિયા એટલે (જૂના) ચાર આના ! ધૂળમાંય નથી. અરે, અપવાસમાં બાપા એ તો બધી લાંઘણું છે! આત્મજ્ઞાન જ જ્યાં નથી Page #415 -------------------------------------------------------------------------- ________________ સમયસાર સિદ્ધિ ભાગ-૪ ૪૦૦ સમ્યગ્દર્શનની જ ખબર નથી, ત્યાં વળી પોષા ને સામાયિક કેવા એને ? આંહી એ કહે છે આત્માના ઉપયોગમાં ત્રણ પ્રકા૨નો પરિણામ વિકા૨ અનાદિ કર્મના નિમિત્તથી, એમ નહિ કે પહેલાં એ શુદ્ધ જ હતો, કોણ ? શુદ્ધ જ હતી પર્યાય-પરિણામ શુદ્ધ હતા ને પછી (પાછળથી ) અશુદ્વ થયો, એમ નહીં. અને અત્યારે એમાં ( આત્મામાં ) નવા પરિણામ વિકારના થઈ ગયા એવું નથી. “ જો એમ હોય તો સિદ્ધોને પણ નવો પરિણામવિકાર થવો જોઈએ.” સિદ્ધ ભગવાન છે ને નમો સિદ્ધાણં નિર્મળ થયો તો હજી પર્યાયમાં શુધ્ધ અને પછી વિકાર હોય તો સિદ્ધમાં પણ થવો જોઇએ-અનંત સિદ્ધો છે ને અને ૫૨માત્મા ‘નમઃ સિદ્ધાણં' મુક્તિશીલા ૫૨ બિરાજે છે અનંત સિદ્ધ ભગવાન, એ તો નિર્મળ છે જો નિર્મળ છે ને વિકાર થાય તો તેને પણ વિકાર થવો જોઇએ. તો એને પણ વિકાર થવો જોઈએ. સમજાણું કાંઈ ? જે ચણા છે ચણા-ચણા (એને શેકીને ) દાળિયા થયા, એ પછી ઊગે, નહીં ઊગે ? દાળિયો ઊગે ? ( શ્રોતાઃ- માખણનું ધી થાય પછી ધીનું માખણ ન થાય ) ત્રણકાળમાં થાય નહીં. એમ જ્યાં આત્મામાં નિર્મળ પર્યાય (પરિપૂર્ણ ) થઈ ગઈ, પછી મલિન થાય ? ત્રણ કાળમાં મલિન થાય નહીં. અનાદિથી ( પર્યાય ) મલિન છે એ મલિનતાનો પોતાના સ્વભાવનો આશ્રય લઈને નાશ થશે તો પછી કયારેય મલિન પરિણામ થશે નહીં. મલિનતાનો નાશ કરવાનો ઉપાય કોઈ ક્રિયાકાંડ નહીં. આહાહા ! શુદ્ધસ્વભાવ ! એક સમયમાં ભગવાન આત્મા અનંત અનંત ગુણોનો ભંડાર ભર્યો છે. ( જેમ ) આકાશનો પાર નથી એમ ( આત્માના ) ગુણોની સંખ્યાનો પાર નથી, સાગરની ગંભીરતાનો પાર નથી એમ પ્રભુના અનંત ગુણોનો પાર નથી. આ પ્રભુ એટલે આ આત્મા અંદર હો, સૂર્યના પ્રકાશનું તેજ કોટા-કોટિ હોય તોપણ આ ચૈતન્યના તેજ-પ્રકાશનો પાર નથી, એવો જે ભગવાન આત્મા, અનાદિથી કર્મના (મોહકર્મના ) સંગથી વિકારી પરિણામ કરે છે. પહેલાં વિકા૨ ( પર્યાયમાં ) નહોતો ને વિકાર કર્યો પર્યાયમાં એવું નથી. ( પર્યાયમાં વિકાર અનાદિ છે ). પછી વિકા૨ની પર્યાય, પોતાના શુદ્ધસ્વભાવના શ્રદ્ધા-જ્ઞાન કરવાથી પોતાના સ્વરૂપમાં રમણતા (એકાગ્રતા ) કરવાથી વિકા૨નો-અશુદ્ધતાનો નાશ થાય છે, ફરીથી અશુદ્ધતા થતી નથી, ચણો શેકાઈ ગયો ફરીથી ઊગે નહીં, મીઠાશ આપે ને ઊગે નહીં. કાચા ચણા મીઠાશ આપે નહિ તુરાશ આપે ને ઊગે, પાકો (શેકેલા ) ચણા તુરાશ આપે નહીં ને મીઠાશ આપે ને ઊગે નહીં, એમ ભગવાન આત્મા અજ્ઞાન ને રાગ-દ્વેષમાં આત્માનો આનંદ નહીં ને દુઃખ છે, તુરાશમાં અને એને લઈને ઊગે (એટલે જન્મ-મરણ થાય ) અજ્ઞાનને લઈને મિથ્યાશ્રદ્ધાને લઈને જન્મે, પણ જેણે મિથ્યાશ્રદ્ધા અજ્ઞાનનો નાશ કર્યો અને આત્માનો સ્વાદ (આનંદ ) આવ્યો–અતીન્દ્રિય આનંદનો સ્વાદ આવ્યો પછી ઊગે નહીં ( એટલે ) જન્મ-મ૨ણ થાય નહીં. આહાહાહા ! આવી વાત છે. વિશેષ કહેશે. ( શ્રોતાઃ- પ્રમાણવચન ગુરુદેવ ) ૩ Page #416 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૯૦ ૪૦૧ ગાથા - ૯૦ अथात्मनस्त्रिविधपरिणामविकारस्य कर्तृत्वं दर्शयति एदेसु य उवओगो तिविहो सुद्धो णिरंजणो भावो। जं सो करेदि भावं उवओगो तरस सो कत्ता।।९०।। एतेषु चोपयोगस्त्रिविधः शुद्धो निरञ्जनो भावः। ___ यं स करोति भावमुपयोगस्तस्य स कर्ता।।९०।। अथैवमयमनादिवस्त्वन्तरभूतमोहयुक्तत्वादात्मन्युत्प्लवमानेषुमिथ्यादर्शनाज्ञानाविरतिभावेषु परिणामविकारेषु त्रिष्वेतेषु निमित्तभूतेषु परमार्थतः शुद्ध-निरञ्जनानादिनिधन वस्तुसर्वस्वभूतचिन्मात्रभावत्वेनैकविधोऽप्यशुद्धसाञ्जनाने-कभावत्वमापद्यमानस्त्रिविधो भूत्वा स्वयमज्ञानीभूतः कर्तृत्वमुपढौकमानो विकारेण परिणम्य यं यं भावमात्मनः करोति तस्य तस्य किलोपयोग: कर्ता स्यात्।। હવે આત્માને ત્રણ પ્રકારના પરિણામવિકારનું કર્તાપણું દર્શાવે છે - એનાથી છે ઉપયોગ ત્રણવિધ, શુદ્ધ નિર્મળ ભાવ જે; જે ભાવ કંઈ પણ તે કરે, તે ભાવનો કર્તા બને. ૯૦. ગાથાર્થ - [ત્તેy a] અનાદિથી આ ત્રણ પ્રકારના પરિણામવિકારો હોવાથી, [૩પયો:] આત્માનો ઉપયોગ- [શુદ્ધ:] જોકે (શુદ્ધનયથી ) તે શુદ્ધ, [નિરક્શન:] નિરંજન [ ભાવ:](એક) ભાવ છે તોપણ- [ત્રિવિધ] ત્રણ પ્રકારનો થયો થકો [ : ઉપયો:] તે ઉપયોગ [મં] જે [ભાવન](વિકારી) ભાવને [ોતિ] પોતે કરે છે [તચ] તે ભાવનો [] તે [ ] કર્તા [ભવત] થાય છે. ટીકા- એ પ્રમાણે અનાદિથી અન્યવસ્તુભૂત મોહ સાથે સંયુક્તપણાને લીધે પોતાનામાં ઉત્પન્ન થતા જે આ ત્રણ મિથ્યાદર્શન, અજ્ઞાન અને અવિરતિભાવરૂપ પરિણામવિકારો તેમના નિમિત્તે (-કારણથી)-જોકે પરમાર્થથી તો ઉપયોગ શુદ્ધ,નિરંજન, અનાદિનિધન વસ્તુના સર્વસ્વભૂત ચૈતન્યમાત્રભાવપણે એક પ્રકારનો છે તોપણ-અશુદ્ધ, સાંજન અનેકભાવપણાને પામતો થકો ત્રણ પ્રકારનો થઈને, પોતે અજ્ઞાની થયો થકો કર્તાપણાને પામતો, વિકારરૂપ પરિણમીને જે જે ભાવને પોતાનો કરે છે તે તે ભાવનો તે ઉપયોગ કર્તા થાય છે. ભાવાર્થ-પહેલાં કહ્યું હતું કે જે પરિણામે તે કર્તા છે. અહીં અજ્ઞાનરૂપ થઈને ઉપયોગ પરિણમ્યો તેથી જે ભાવરૂપ તે પરિણમ્યો તે ભાવનો તેને કર્તા કહ્યો. આ રીતે ઉપયોગને કર્તા જાણવો. જોકે શુદ્ધદ્રવ્યાર્થિકનયથી આત્મા કર્તા છે નહિ, તોપણ ઉપયોગ અને આત્મા એક વસ્તુ હોવાથી અશુદ્ધદ્રવ્યાર્થિકનયે આત્માને પણ કર્તા કહેવામાં આવે છે. Page #417 -------------------------------------------------------------------------- ________________ ૪૦૨ સમયસાર સિદ્ધિ ભાગ-૪ પ્રવચન નં. ૧૮૦ ગાથા-૯૦ તા. ૨૮/૦૧/૭૯ રવિવાર પોષ વદ-૧૫ (સમયસાર) એક લીટી છે ૯૦ ગાથા ઉપર (મથાળું). હવે આત્માને ત્રણ પ્રકારના પરિણામવિકારનું કર્તાપણું દર્શાવે છે – શું કહે છે? કે આત્મા જે છે એ તો શુદ્ધચૈતન્ય-આનંદઘન છે, આગળ આવશે પૂર્ણ આનંદસ્વરૂપ, પૂર્ણ જ્ઞાનસ્વરૂપ એવો હોવા છતાં પણ અનાદિથી એને એનું જ્ઞાન નથી તો એના અજ્ઞાનથી, પર્યાયમાંપરિણામમાં ઉપયોગમાં ત્રણ પ્રકારનું પરિણમન ઉયયોગ હોય છે- મિથ્યાત્વ, અજ્ઞાન, અને અવિરતિ (-અવ્રત) આહાહા ! એ કહે છે, (ગાથા-૯૦) एदेसु य उवयोगो तिविहो सुद्धो णिरंजणो भावो। जं सो करेदि भावं उवओगो तस्स सो कत्ता।।९०।। એનાથી છે ઉપયોગ ત્રણવિધ, શુદ્ધ નિર્મળ ભાવ જે; જે ભાવ કંઈ પણ તે કરે, તે ભાવનો કર્તા બને. ૯૦. ટીકાઃ-“એ પ્રમાણે અનાદિથી અન્યવતુભૂત મોહ સાથે સંયુક્તપણાને લીધે” –ભગવાન આત્મા તો શુદ્ધ ચૈતન્યઘન, એવો હોવા છતાં પણ અન્ય વસ્તુ જે મોહ છે, એના સંયુક્તપણાને કારણે મોહના સંબંધને કારણે, પોતાનામાં ઉત્પન્ન થવાવાળી પોતાની પર્યાયમાં ઉપયોગમાં થવાવાળો (વિકાર-રાગદ્વેષ) મોહકર્મ તો નિમિત્ત છે. પણ મોહના સંયુક્તપણાને લીધે(મોહના) સંબંધથી, અજ્ઞાનીને અનાદિથી પોતાના શુદ્ધ ચૈતન્યના જ્ઞાનનું ભાન નથી, એણે મોહના સંગમાં એનો ત્રણ પ્રકારનો ઉપયોગ પરિણમન થાય છે. છે? મિથ્યાદર્શન, (એટલે) પોતાના શુદ્ધસ્વરૂપ-ચૈતન્યવિજ્ઞાનઘન (શુદ્ધાત્મા) હોવા છતાં પણ, (તેની) ખબર નથી. આહાહા ! કાલે ગાયું ને આપણે મોહનભાઈ દરજી છે એણે ગાયું હતું “મૃગલાને મોડી ખબરું પડી હતા કે નહીં શાંતિભાઈ ? મધુભાઈ નહોતા, સવારે ગાયું'તું. આંહીં દરજી છે ને મોટાભાઇ મૃગલાને મોડી ખબરું પડી” –હરણ છે ને હરણ (કસ્તુરીમૃગ ) એની ડુંટીમાં કસ્તુરી (હોય). છે. પણ એ કસ્તુરીને ગોતે બહાર- (આ) સુગંધ આવે છે કયાંથી? સુગંધ આવે છે ને! છે તો અંદર પણ મૃગલાને મોડેથી (મોડે મોડે) ખબર પડી. પારધીએ જ્યારે બાણ માર્યું ત્યારે ડુંટીમાં જે કસ્તુરી હતી એ બહાર પડી ગઈ, ત્યારે એને ખબર પડી કે અરે ! આ કસ્તુરી તો મારી પાસે (જ) હતી, મારી પાસે કસ્તુરી હતી, શશીભાઈ? “મૃગને મોડી ખબરું પડી” –મોડી મોડી ખબર પડી, એમ ભગવાન આત્મા, ટીકામાં છે, બધું! અતીન્દ્રિય આનંદસ્વરૂપ પ્રભુ આત્મા તો છે, તો એ અતીન્દ્રિય આનંદસ્વરૂપની ખબર નથી, તો એને અજ્ઞાનને કારણે, મોહના સંબંધમાં મિથ્યાશ્રદ્ધા, રાગ આદિ ભાવ થાય છે–દયા, દાન, વ્રત, કામ-ક્રોધના (ભાવ) એ રાગ, મારી ચીજ છે એવી મિથ્યા શ્રદ્ધા (અજ્ઞાનીને છે.) મારી ચીજ અંદર શુદ્ધ ચૈતન્યઘન છે એના (જ્ઞાનના) અભાવને કારણે પોતાનું અસ્તિત્વ તો શુદ્ધ આનંદકંદ છે તો એવા અસ્તિત્વની સત્તાની ખબર નથી તો કયાંક (પોતાનું) અસ્તિત્વ Page #418 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૯૦. ૪૦૩ (હયાતી) તો માનવી પડશે ને! આહાહા! તો... અનાદિ કાળથી રાગ-પુણ્યપાપના ભાવ એ મારા છે એમ માનીને મિથ્યાશ્રદ્ધારૂપે પરિણમે છે. આહાહા !મિથ્યાદર્શન ! પોતાનું અસ્તિત્વ-સત્તા-હયાતી તો પૂર્ણ શુદ્ધ ને અતીન્દ્રિય આનંદથી ભરપૂર ભર્યું છે. આવી સત્તાના અસ્તિત્વની જેને ખબર નથી અનાદિથી, એ તો એની વર્તમાન દશામાં-મોહકર્મનું સંયુક્તપણું હોવાથી મિથ્યાશ્રદ્ધારૂપ પરિણમન કરે છે. અને એ એનો કર્તા થાય છે-મિથ્યાશ્રદ્ધાનો કર્તા થાય છે. ઝીણી વાત બહુ બાપુ! આહા! મિથ્યાદર્શન મિથ્યાજ્ઞાન (એટલે) પરને પોતારૂપ જાણવું ને પોતાને ભૂલી જવું, એવું અજ્ઞાન રાગ જે થાય છે વિકાર એ મારો છે એવું અજ્ઞાન, એ રૂપે (ઈચ્છારૂપે) પરિણમન થવું, એ અજ્ઞાની અનાદિથી (એ રૂપે પરિણમે છે.) અને “અવિરતિ” –રાગનો ભાવ જે છે એ અવિરતિભાવ છે-મેલભાવ છે, પણ એ (અજ્ઞાની) અવિરતિભાવપણે પરિણમે છે. અરેરે ! આવી વાતું હવે! મિથ્યાદર્શન, મિથ્યાજ્ઞાન ને મિથ્યા અવિરતિભાવ-પરિણામ વિકાર, એ પરિણામનો વિકાર છે-પરિણામમાં મિથ્યા(પણું ) છે. સમજાણું કાંઈ ? પરિણામ વિના ચીજ (પદાર્થ) તો છે નહીં, કોઈ પણ ચીજ (પદાર્થ-વસ્તુ) પરિણામ વિના હોતી નથી. ત્યારે આ ચીજને પરિણામ છે. પણ કેવાં? વિકારી પરિણામ છે. મિથ્યાશ્રદ્ધા, મિથ્યાજ્ઞાન ને મિથ્યા (ભાવ) રાગનો ત્યાગ નહીં એવો (અવિરતિભાવ), એવા અજ્ઞાનભાવરૂપે (અનાદિથી જીવ) પરિણમન કરે છે અને કર્તા થાય છે. છે? પરિણામ વિકારો તેમના નિમિત્તે (-કારણથી) ” આહાહા! શું કહે છે? _“જોકે પરમાર્થથી તો ઉપયોગ શુદ્ધ, નિરંજન, અનાદિનિધન વસ્તુના સર્વસ્વભૂત ચૈતન્યભાવપણે એક પ્રકારનો છે.” –આહાહાહા ! આત્માનો મૂળ સ્વભાવ, તો પરમાર્થથી ખરેખર ઉપયોગ શુદ્ધ ત્રિકાળ ! શુદ્ધ ઉપયોગ એનો ત્રિકાળ સ્વભાવ છે. પરિણતિ પછી, પરિણતિ તો એનો જ્યારે સ્વીકાર કરે છે (ત્રિકાળીનો) ત્યારે પરિણતિ પ્રગટ થાય છે. સ્વીકાર નથી તો વિકાર પરિણતિ ઉત્પન્ન થાય છે. સમજાણું કાંઈ..? સૂક્ષ્મ વાત છે ભાઈ ! આ તો સમયસાર છે! “ગ્રંથાધિરાજ તારામાં ભાવો બ્રહ્માંડના ભર્યા” –આહાહા ! (શ્રોતાઃ- આપશ્રીએ ખોલવા પડશે ને એ ભાવો!) ભર્યા-પડ્યા છે અંદર એ ખોલીએ છીએ! આહાહા ! શું કહે છે? આવા મિથ્યાદર્શન-મિથ્યાજ્ઞાન ને મિથ્યા અવિરતિપણે પરિણમે છે કેમ કે ભગવાન આત્મા ત્રિકાળી શુદ્ધ છે, છે તો ત્રિકાળી શુદ્ધ! છે? પરમાર્થથી તો ઉપયોગ શુદ્ધ (એ) ત્રિકાળીની વાત છે. છે ને ! ઉપયોગ એનો શુદ્ધત્રિકાળ છે, નિરંજન છે એમાં રાગનો-અંજનનો મેલ અંદર નથી. અને અનાદિનિધન (એટલે કે ) અન આદિ, અનિધન-જે શુદ્ધ આનંદકંદ પ્રભુ (નિજાત્મા) જેનો ઉપયોગ નામ સ્વભાવત્રિકાળ (એની) આદિ નથી અંત નથી એવો અનાદિ-અનંત આત્મા અંદર શુદ્ધચૈતન્યઘન છે. સમજાણું કાંઈ....? ઉપયોગ શુદ્ધ (ત્રિકાળી) નિરંજન-અંજન નામ પુણ્ય ને પાપના રાગ-મેલ રહિત. અને અનાદિનિધન (અર્થાત્ ) અનાદિ-અનંત, અન આદિ ને અનિધન (એટલે) અણ આદિ અને અનિધન એટલે અંત નહીં, (અનાદિઅનંત) એ “વસ્તુના સર્વસ્વભૂત” –આહાહા! વસ્તુ જે ભગવાન આત્મા, એના સર્વસ્વભૂત-સર્વસ્વભૂત-(એટલે) જે સર્વસ્વ એટલે સર્વ આનંદ આદિ Page #419 -------------------------------------------------------------------------- ________________ ૪૦૪ સમયસાર સિદ્ધિ ભાગ-૪ અનંત ગુણો શુદ્ધ, એ સર્વસ્વભૂત પોતાના છે. સર્વ-સ્વ-ભૂત, ચૈતન્યમાત્રભાવપણે એ તો ચૈતન્ય જ્ઞાન-દર્શન-આનંદ, ચૈતન્યમાત્ર ભાવપણે તો છે એ આત્મા વસ્તુ, (વસ્તુ) તો આવી છે અનાદિથી. છે? એ “એક પ્રકારની છે–વસ્તુ તો ત્રિકાળી શુદ્ધ નિરંજન અનાદિઅનંત, આનંદઘનસ્વભાવ પ્રભુ, ‘એક’ સ્વભાવી છે. સમજાણું કાંઈ ? તથાપિતોપણ અશુદ્ધ, સાંજન અનેકભાવપણાને પામતો થકો ત્રણ પ્રકારનો થઈને.” તથાપિ-તોપણ એવો હોવા છતાં પણ, કેવો હોવા છતાં? કે જેનો પરમાર્થે તો અંદર ઉપયોગ શુદ્ધ, નિરંજન-અંજન વિનાનો અને અનાદિનિધન વસ્તુના સર્વસ્વભૂત-ભગવાન (આત્મા) વસ્તુના સ્વ-ભૂત, સર્વ-સ્વ-ભૂત-શુદ્ધઆનંદ ને શુદ્ધજ્ઞાન ને શુદ્ધવીતરાગતા એવી વસ્તુ (નિજાત્મા!) , એવી વસ્તુના સર્વસ્વભૂત આવું હોવા છતાં પણ, ચૈતન્યમાત્ર સ્વભાવપણેસ્વભાવપણાથી ત્રિકાળી તો ચૈતન્યમાત્ર ભાવથી ભર્યો-પડયો છે, એકરૂપ સ્વરૂપ છે, પણ એની દષ્ટિ નથી અનાદિથી. આહાહા ! એક હોવા છતાં પણ છે? તથાપિતોપણ અશુદ્ધ-પુષ્ય ને પાપના ભાવ મારા છે એમ (માનીને) અશુદ્ધપણે પરિણમે છે, અહીં શરીર ને લક્ષ્મીની (બહારની-દૂરની ચીજની) વાત તો અહીં છે નહીં. કારણકે એ તો પરચીજ છે. અહીંયા તો અંદરમાં શુદ્ધ ચૈતન્યપ્રભુ-સચ્ચિદાનંદ-સિદ્ધસ્વરૂપી પ્રભુ એવો હોવા છતાં પણ એકરૂપ સ્વભાવ છે-ત્રિકાળ શુદ્ધ (સ્વરૂપે હોવા છતાં) મોહના સંયુક્તપણાના સંબંધથી, અશુદ્ધપણે પરિણમે છે, એ પુણ્ય ને પાપના ભાવ, દયા-દાન-વ્રત-ભક્તિના ભાવ કે કામ-ક્રોધના–કમાવાના ભાવ એ બધા પાપભાવ (બેશુભાશુભ) અશુદ્ધ છે. આહાહા ! કહો, આ પૈસા કમાવા દુકાનમાં-ધંધામાં ધ્યાન રાખવું એ બધો અશુભભાવ એ અશુદ્ધભાવ-મલિનભાવ છે. (શ્રોતા – પણ આ દુકાન કરવી, નોકરી કે નહીં?)નોકરી શું (આત્મા) કરી શકે છે? આહાહા ! અહીંયા તો કહે છે કે પોતાનો સ્વભાવ અનાદિ-અનંત શુદ્ધ, નિરંજન-મળ-મેલ વિનાની ચીજ છે અંદર, એવી ચીજની દૃષ્ટિ નહીં હોવાથી, અનાદિ સંયોગ કર્મનો હોવાથી અહીં અનાદિ શુદ્ધ એનો સંયોગ-સંબંધ ન હોવાથી, કર્મનો સંયોગ-એના સંબંધથી અશુદ્ધ, પુષ્ય ને પાપના ભાવ તે અશુદ્ધ છે. ચાહે તો દયાના ભાવ-દાનના-વ્રતના–તપના હું અપવાસ કરું એ વિકલ્પ, અશુદ્ધમેલ (વિકાર) છે. આહાહા !( શ્રોતા- અહીં રૂપિયા આપે તો?) અહીંયા આપે નોટું, એ પણ શુભરાગ છે-મેલ છે. કહો, શાંતિભાઈ ? આ બેય ભાઈઓ બેઠા અહીંયા. (શ્રોતાઃ- કોઈ નહીં આપે !) આપે કોણ ને ત્યે કોણ? એ ચીજ (પૈસા આદિ) જ્યાં જવાવાળી છે ત્યાં જશે અને જ્યાં રહેવાવાળી છે ત્યાં રહેશે જ. એને કોઈ લઈ શકે ને દઈ શકે, તાકાત નથી. એની તો અહીં વાત છે નહિ! એ તો ફક્ત પોતાના પરિણામમાં અશુદ્ધ મેલ પરિણામના કર્તા બને છે. પૈસા કમાવાનો અહીં પ્રશ્ન છે નહીં. ભાવ જે છે એનો એ મેલ છે ( વિકાર છે) કહો, મધુભાઈ ? આ બહુ પૈસા કમાય છે જ્યાં હોંગકોંગમાં! ધૂળના! આહાહાહા! આંહીં તો પ્રભુ સર્વજ્ઞદેવ, ત્રિલોકનાથ, જિનેશ્વરદેવ ફરમાવે છે, એ સંતો આડતિયા બનીને જગતને જાહેર કરે છે. આહાહા ! ભગવાન! તું તારી ચીજ તો અંદર શુદ્ધ નિરંજનઆનંદકંદ છે ને ! અતીન્દ્રિય આનંદથી ભર્યો છે ને ! પણ એવી દૃષ્ટિ ન કરીને, મોહના સંગમાં, તારા પરિણામમાં (તે) અશુદ્ધતા કરી, પુણ્ય ને પાપના શુભાશુભભાવ, બેય અશુદ્ધ છે, એ Page #420 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૯૦ ૪૦૫ અશુદ્ધપણાને કરે છે, ૫૨ને કરે છે એ વાત અહીંયા છે નહીં. ૫૨ને તો કરી શકતો જ નથી. પણ આ કરી શકે છે અજ્ઞાનભાવે; આહાહા ! “અશુદ્ધ-સાંજન” –મેલ એ શુભ-અશુભભાવ જે છે એ મેલ છે–અંજન છે-મેલ છે. આ અંજન ( એટલે ) આંજણ નથી લગાવતાં એ અંજન ધોળું હશે કે કાળું ? અંજન કેવું હશે ? કાળું– કાળું, એમ શુભ ને અશુભભાવ અંજન છે–મેલ છે–કાળા છે. આકરી વાત છે બાપા ! આહાહા ! અશુદ્ધ–સાંજન “અનેક ભાવપણાને ( પામતો થકો )” શું કીધું ? ઓલા એકરૂપ હતા ત્રિકાળી જ્ઞાયકભાવશુદ્ધભાવ-ચૈતન્યભાવ-આનંદભાવ-પ્રભુત્વભાવ-ઈશ્વરભાવ-પરિપૂર્ણભાવ શુદ્ધ ચૈતન્ય એ એકરૂપ હોવા છતાં પણ, કર્મના સંયોગસંબંધ કરવાથી, મલિનભાવ જે પુણ્ય-પાપના અશુદ્ધ ભાવ, સાંજન નામ મેલ અને અનેક પ્રકારના, એ શુદ્ધ એક પ્રકા૨નો હતો ત્રિકાળી ! અને આ અશુદ્ધ-મેલ અને અનેક પ્રકારના, આ પુણ્ય ને પાપના ( ભાવ ) અસંખ્ય પ્રકા૨ના-શુભ અસંખ્ય પ્રકા૨ના ને અશુભ અસંખ્ય પ્રકા૨ના “એવા અનેકભાવપણાને પામતો થકો” –એવા મલિન પરિણામને અનેક પ્રકારનાને પ્રાપ્ત થતો થકો “ત્રણ પ્રકારનો થઈને” મિથ્યાશ્રદ્ધા, મિથ્યાજ્ઞાન અને મિથ્યાચારિત્ર એટલે કે રાગ-દ્વેષ, એ ત્રણ પ્રકા૨ના ઉપયોગના પરિણામમાં ભાવ થાય છે. આહાહા ! અજ્ઞાનીને પોતાના સ્વરૂપની ખબર નથી અનાદિથી, એ કા૨ણે અજ્ઞાનીઓને પોતાના પરિણામમાં, ત્રણ પ્રકારની મલિનતાની દશા ઉત્પન્ન થાય છે. આહાહા ! แ હવે આવું સાંભળવા ( ય ) મળે નહીં, આ શું છે–આ વાત કયાંથી આવ્યું ! આ ભગવાન ! તારી વાત અંદર એવી છે અલૌકિક ! પ્રભુ ચૈતન્ય ! લૌકિકની ચીજથી તો આ પા૨ છે. પણ, એ ચીજનો અંત૨માં અનુભવ નહીં-દૃષ્ટિ નહીં આશ્રય નહીં અવલંબન નહીં, એ કા૨ણે મોહનો આશ્રય કરીને પોતાની પર્યાયમાં અશુદ્ધ-મલિન, મિથ્યાશ્રદ્ધા, મિથ્યાજ્ઞાનમિથ્યાચારિત્ર-રાગ, એ ત્રણ પ્રકારે થઈને “સ્વયં-પોતે અજ્ઞાની થયો થકો” –આહાહા ! કોઈ કર્મે અજ્ઞાની કર્યો તેમ છે નહીં. સ્વયં અજ્ઞાની થયો થકો, ‘અપનકો આપ ભૂલકર હેરાન હો ગયા’ પોતાનો શુદ્ધ નિરંજન આનંદસ્વરૂપ પ્રભુ એને ભૂલીને સ્વયં અજ્ઞાની થયો થકો “કર્તૃત્વને પામતો” –એ શુભ-અશુભ ભાવનો અજ્ઞાની પોતે ( એ ભાવનો ) કર્તા બને છે. ૫૨ના કર્તાની તો વાત અહીંયા છે જ નહીં. હીરા, હીરા વેંચવા ને એની વાત તો અહીંયા છે જ નહીં. કા૨ણકે એ તો કરી શકતો જ નથી, આ કરી શકે છે ઊંધીદૃષ્ટિ, પોતાના શુદ્ધચૈતન્ય ૫૨માત્મા જે સર્વજ્ઞ થયા ‘જિન સો હિ આત્મા’–એ આત્મા જિન સ્વરૂપ ( વીતરાગસ્વરૂપ ), ભગવાન વીતરાગ સ્વરૂપ આત્મા અંદર છે. આહાહા ! કેમ બેસે ? આવો એકરૂપ ને વીતરાગ ને શુદ્ધ હોવા છતાં પણ, પોતાના સ્વરૂપને, અજ્ઞાનને કારણ, પર્યાય નામ પરિણામમાં ત્રણ પ્રકારના વિકારી પરિણામનો કર્તા બને છે. આહાહાહા ! પાપ ને પુણ્ય બેય અજ્ઞાન ભાવથી કરે છે. (શ્રોતા:- પાપને પલટીને પુણ્યભાવ કરી શકે કે નહીં ? ) જે સમય થાય છે, એ સમયે પુણ્ય-પાપ એક સાથે જ છે. શુભભાવ હો તો પણ શાતાવેદનીય બંધાય અને ઘાતીકર્મ પણ બાંધે છે. દયા-દાન–વ્રત-ભક્તિ-પૂજા શુભભાવ, એનાથી શાતાવેદનીય પણ બંધાય છે અને ઘાતીકર્મ પણ બંધાય છે. શુભભાવ છે પણ ઘાત કરે છે આત્માનો, (આનંદ) શાંતિનો. આહાહા ! આકરું કામ ! Page #421 -------------------------------------------------------------------------- ________________ ૪૦૬ સમયસાર સિદ્ધિ ભાગ-૪ (શ્રોતાઃ- બળવો છે આખી દુનિયા સામે !) બળવો છે દુનિયા સામે, વાત સાચી, દુનિયા સામે આ બળવો છે વીતરાગનો! (શ્રોતાઃ- આપશ્રીએ કહ્યું હિરાનો વેપાર નથી કરી શકતા પરંતુ પોતાના પરિણામમાં ફેરફાર કરી શકે ને?) એ પરિણામ અજ્ઞાની કરી શકે અજ્ઞાનપણાના પરિણામ કરે ! ફેરફાર એટલે પુણ્ય-પાપના બેય એક જાતના અજ્ઞાન છે. પુણ્ય કરે કે પાપ કરેશુભ કરે કે અશુભ કરે, બેય એક ચીજ છે. ઝીણી વાત બાપા. બેય અશુદ્ધ છે, સાંજન છે, મેલ છે, અનેક પ્રકારના છે, ત્રણ બોલ લીધાને! ભગવાન આત્મા શુદ્ધ છે-નિરંજન છે-એક પ્રકારનો છે અંદર, એને પોતાના સ્વરૂપનું જ્ઞાન નથી તે કારણે પર્યાયમાં ત્રણ પ્રકારના (વિકારનું) પરિણમન કરે છે. ધમી (જ્ઞાની) જે હોય છે એ પોતાના શુદ્ધચૈતન્યઘન, જ્ઞાન ને દર્શન અંદર (દૃષ્ટિ) હોવાથી એની પર્યાયમાં શુદ્ધપરિણમન થાય છે. એ શુદ્ધપરિણામનો કર્તા ધર્મી (જ્ઞાની) છે. આહાહાહા ! પરિણામ વિનાની તો કયારેય કોઈ ચીજ રહેતી નથી, ત્રણ કાળ ત્રણલોકમાં, કયારેય કોઈ ચીજ પરિણમન-પર્યાય વિનાની છે નહીં. પર્યાય નથી ને દ્રવ્ય એકલું છે વેદાંત તો એમ કહે છે કે પરિણમન નહીં ને દ્રવ્ય એકલું જ છે. બૌદ્ધ એમ કહે છે દ્રવ્ય નહીં ને પરિણમન એકલું છે! (શ્રોતાઃ- બેયની વચ્ચે સમાધાન?) બેય મિથ્યાષ્ટિ છે-ઢ! એ (વેદાંત) એમ કહે છે કે દ્રવ્ય જ છે એકલું પરિણતિ (પર્યાય) નથી, સમજાણું કાંઈ? આંહીં કહે છે બેય છે સાથે દ્રવ્ય પણ છે, ને પર્યાય પણ છે. જો શુદ્ધનું ભાન હોય તો દ્રવ્ય શુદ્ધ છે એથી તો પરિણામ શુદ્ધ છે, શુદ્ધનું ભાન ન હોય તો દ્રવ્ય શુદ્ધ, પરિણામ અશુદ્ધ! ભાષા તો સાદી છે પણ હવે શું કરે, કોઈ દિ' અભ્યાસ નહીં! આહાહા ! આંહીં કહે છે કે માથેથી લીધું હતું કે પરમાર્થથી ઉપયોગ નામ ત્રિકાળી સ્વભાવ, શુદ્ધનિરંજન-અનાદિનિધન-વસ્તુના સર્વસ્વભૂત ચૈતન્યમાત્ર ભાવપણે ચૈતન્યમાત્રભાવ, જ્ઞાતાદેષ્ટા સ્વભાવ ત્રિકાળ ! એક પ્રકારનો છે, તથાપિ-તોપણ હવે ગુલાંટ ખાય છે, એક પ્રકારનો (છે એનો) ખ્યાલ નથી, તો પરિણામ તો જોઈએ. શુદ્ધ જે શુદ્ધવસ્તુ ત્રિકાળ છે. એનું (એવું) પરિણમન નથી, કેમ કે એની (આત્માની) દષ્ટિ નથી, તો પરિણામ વિનાની ચીજ રહેતી નથી, તો પરિણમન જ્યારે શુદ્ધ નથી, એ શુદ્ધ સ્વભાવની દૃષ્ટિ નથી ને શુદ્ધનું પરિણમન નથી, તો શુદ્ધવસ્તુ હોવા છતાં પણ દષ્ટિ રાગ ઉપર છે, તો અશુદ્ધતાનું પરિણમન છે એનો કર્તા થાય છે. કોઈ પણ ચીજ-ત્રણકાળ ત્રણલોકમાં, પરિણામ ન હોય ને એકલું દ્રવ્ય હોય એવું કયારેય હોતું નથી. પરિણામ અને દ્રવ્ય બે મળીને પ્રમાણનો વિષય છે. અહીં પ્રમાણ શું ને (દ્રવ્ય-પર્યાય શું) ? સમજાણું કાંઈ ? આહાહાહા ! તો આંહી કહે છે કે પરિણમન એનું કેવું અનાદિનું (છે?) કે અનાદિનું પરિણમન એટલે પર્યાયમાં ઉપયોગમાં, મિથ્યાશ્રદ્ધા-મિથ્યાજ્ઞાન ને રાગ-દ્વેષનું વિકારી પરિણામ મલિન-અશુદ્ધ અનેક પ્રકારનું પરિણામ છે એનો એ કર્તા થાય છે. કહો, શાંતિભાઈ? ભાષા તો સાદી છે પ્રભુ! અંદર ભગવાન બિરાજે છે. “જિન સો હિ આત્મા, અન્ય સો હિ કર્મ, એહી વચનસે સમજ લે જિનપ્રવચનકા મર્મ” –ત્રણ લોકના નાથ, વીતરાગની વાણી એમ કહે છે. “જિન સો હિ આત્મા’ –હવે જિનસ્વરૂપ Page #422 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૯૦ ४०७ જ તારી ચીજ છે. શુદ્ધ નિરંજન ચૈતન્યમાત્ર એક માત્ર સ્વભાવ જ તું છે! પણ આમ હોવા છતાં પણ, પરિણમન વિનાની ચીજ તો રહેતી જ નથી. તો કહે છે કે પરિણમન કેવું છે અનાદિનું અજ્ઞાનીનું (પરિણમન ) મિથ્યાશ્રદ્ધા-મિથ્યાજ્ઞાન ને મિથ્યા (ચારિત્ર) -રાગ-દ્વેષનું પરિણમન છે ને એનો એ કર્તા બને છે. આ પરિણમન મારા-મલિન પરિણામ મારા એનો એ કર્તા થાય છે, અજ્ઞાની! આહાહાહા ! એ દયાના પરિણામ છે જે રાગ છે, એ રાગ પણ મલિન પરિણામ છે. એ મલિન પરિણામનો કર્તા અજ્ઞાની થાય છે. આહાહાહા ! હવે એકકોર દયા એ ધર્મ છે લોકો માને-કહે ). એ દયા તો આત્માની દયા છે રાગવૈષની ઉત્પત્તિ ન થવી અને જિનસ્વરૂપી પ્રભુ શુદ્ધ પ્રભુ નિરંજન છે એવી પરિણતિ-નિર્મળ પરિણતિ ઉત્પન્ન થવી, એ પોતાની દયા એ દયા છે અહિંસા છે. જ્યારે એવું અહિંસાનું પરિણમન નથી અને વસ્તુ તો વીતરાગરૂપ જ અહિંસકસ્વરૂપ જ છે–આમ હોવા છતાં પણ, સ્વભાવનો સંબંધ નહીં કરવાથી મોહનો સંબંધ કરવાથી, મિથ્યાશ્રદ્ધા-મિથ્યાજ્ઞાન અને મિથ્યાચારિત્રનું પરિણમન-પર્યાયમાં થાય છે. અને એનો કર્તા અજ્ઞાની થાય છે. સમજણમાં આવે છે? આકરું કામ છે બાપુ શું થાય! આહાહા! એ ત્રિકાળી ચીજ શુદ્ધ અને પરિણમન અશુદ્ધ કેમ થયું? એ તો પહેલાં કહ્યું કે મોહના સંયોગ-સંબંધમાં આવ્યો તો! પોતાના સ્વભાવનો સંબંધ છોડી દીધો ને પરના સંબંધમાં ગયો તો, પરથી થયું એમ નહીં, પણ પરના સંબંધમાં આવ્યો તો મિથ્યાશ્રદ્ધા-મિથ્યાજ્ઞાન ને રાગવૈષના પરિણમનનો વિકાર થાય છે. અને અજ્ઞાની એનો કર્તા બને છે. આહાહા ! (શ્રોતા:પરથી લાભ થાય છે ને!) ધૂળેય લાભ થતો નથી, પરમાં કેદીલાભ હતો? પરમાં લાભ છે કે આત્મામાં છે? અંદર ભગવાન આનંદમૂર્તિ પ્રભુ! આહાહા! ભાઈએ, કાલે નહોતું ગાયું “મૃગલાને મોડી ખબરું પડી' –આ હરણિયા જેવા માણસો, અંદર આનંદ પડયો છે તેની તેને મોડે ખબરું પડી. આહાહા! ચીમનભાઈ ? અરે નાથ! તારામાં અતીન્દ્રિયઆનંદ પડ્યો છે, પ્રભુ! આહાહા ! ભરચકક ભગવાનનો સ્વભાવ તારું સ્વરૂપ પૂરણ પડયું છે ભાઈ ! ચૈતન્ય ચમત્કારિક ચીજ અંદર છે. જે એક સમયમાં ત્રણકાળ-ત્રણલોકને જાણે ! એવી એક સમયની પર્યાય એવી અનંતપર્યાયનો ચમત્કારિક (એક) ગુણ પડ્યો છે તારામાં, એવા અનંતગુણનો પિંડ ચૈતન્ય ચમત્કારિક વસ્તુ કોટા-કોટી સૂર્ય હોય તો પણ તેના પ્રકાશ કરતાં, ચૈતન્યનો પ્રકાશ એનાથી અનંતગુણો (ચૈતન્ય) પ્રકાશ છે, અંદરમાં હોં! ક્રોડા-દોડી ચંદ્ર હોય અને ક્રોડાકોડી શીતળતા ચંદ્રની ઠંડી એનાથી પણ આ આત્મામાં અનંતી શીતળતાશીતળતા-શાંતિ, શાંતિ, શાંતિ, શાંતિ પડી છે. અરે રે! કયાં જોવે એ? સાગરના ઢગલા હોય સ્વયંભૂરમણ સમુદ્ર જેવા અસંખ્ય સમુદ્ર હો-ગંભીર, સ્વયંભૂરમણ સમુદ્ર છે છેલ્લેનો અસંખ્ય જોજન પહોળો છે, (તળિયે) નીચે રેતી નથી, નીચે રત્નો છે એકલા! ભગવાનના આગમમાં ભગવાને આ કહ્યું છે. છેલ્લો સમુદ્ર છે ને છેલ્લો એ પણ એકલા રતન, એકલા અસંખ્ય જોજનમાં રતનોથી ભર્યો છે દરિયો, એવા અસંખ્ય દરિયા હોય તો (તેથી અનંતગુણા) આ તો ભગવાન તો અનંતગુણના રતનથી ભરેલ છે. ચેતન રતનથી આ તો ભગવાન આત્મા ભર્યો-પડયો, ભરચકક છે. એનાં અનંત ગુણની Page #423 -------------------------------------------------------------------------- ________________ ४०८ સમયસાર સિદ્ધિ ભાગ-૪ ગંભીરતાનો પાર નથી પ્રભુ! ( અપાર.. અપાર..!) અને આકાશનું જેમ (સર્વ) વ્યાપકપણું છે, કયાંય એનો અંત નથી, અનંત.... અનંત... અનંત એમ તારામાં તારા અનંતગુણની સંખ્યાનો કોઈ અંત નથી. આહાહા ! આવો પ્રભુ શુદ્ધ નિરંજન હોવા છતાં, અનાદિથી અજ્ઞાની પરના લક્ષથી-પોતાના લક્ષના અભાવથી, પરના લક્ષથી, પરથી નહીં (પરંતુ) પરનું લક્ષ કરવાથી મિથ્યાશ્રદ્ધા એ દયાદાનના પરિણામ ધર્મ છે એવી માન્યતા મિથ્યાશ્રદ્ધા છે. (અને) એ મિથ્યાજ્ઞાન છે ને મિથ્યાચારિત્ર-આચરણ છે, એ ત્રણ પ્રકારનો પરિણામ વિકાર, એનો કર્તા થાય છે અજ્ઞાની, પરની એ વાત તો અહીં છે નહીં. ભાષા તો સાદી છે પ્રભુ! પણ એવી બહુ ઝીણી એવી નથી-સંસ્કૃત ને વ્યાકરણ ને મોટા બધા! આહા ! ચૈતન્ય સ્ફટિક રતનથી ભરેલો ભગવાન, ચૈતન્યના સ્ફટિક રતનથી ભરેલો એવો પ્રભુ નિર્મળાનંદ-શુદ્ધ ચૈતન્ય-નિરંજન-એક-અનાદિ અનંત, એવો હોવા છતાં પણ, એની સત્તાનોસ્વભાવનો સંબંધ ને અનાદર હોવાથી સંબંધ છોડી દીધો ! અનાદર કર્યો અને રાગ કોઈ આવ્યો શુભાશુભ ભાવ એનો આદર કર્યો, તો શુભાશુભનો આદર કરવાવાળાને ત્રિકાળી શુદ્ધ સ્વભાવ ભગવાનનો એણે અનાદર કર્યો! આહાહાહાહા ! સમજાણું? એ પરની દયાનો ભાવ, રાગ-રાગ છે. એનો જેણે આદર કર્યો, તો એણે ત્રિકાળી આનંદકંદ પ્રભુનો અનાદર કર્યો. આવી વાતું સાંભળવી કઠણ પડે અત્યારે ચાલતું નથી કયાંય. શુભભાવનો આદર કર્યો (તો) પવિત્ર ભગવાનનો અનાદર કર્યો! “પરમાત્મ પ્રકાશ માં છે ને ભાઈ ! ? જેણે શુભરાગનો આદર કર્યો એણે આત્માને હેય કર્યો ! જેણે શુભભાવને ઉપાદેય કર્યો-આદરણીય માન્યો એણે ભગવાન પૂર્ણાનંદના નાથનો (અનાદર એટલે) હેય કર્યો, અને જેણે ભગવાન પૂર્ણાનંદના નાથને ઉપાદેય કર્યો તેણે રાગને હેય કર્યો. ભાષા તો સાદી છે મધુભાઈ? ત્યાં હોંગકોંગમાં કાંઈ ન મળે, હોળી છે બધી! આહાહા ! જ્યાં હોય ત્યાં પડ્યા હોય બિચારાં ! આહાહા! અંદર વસ્તુ છે પ્રભુ. દરિયો ભર્યો છે અંદર-સ્વયંભૂરમણ સમુદ્ર તો અસંખ્ય જોજનમાં, આ તો અનંત અનંત અનંત અનંત ગુણમાં જેનાં ગુણનો પાર ન મળે પ્રભુ, તારી એક સમયની પર્યાય, એપણ અનંતી છે. આહાહા ! જે શુદ્ધસ્વરૂપ જે છે ત્રિકાળી, એની જે દૃષ્ટિ કરી તો પર્યાય એક સમય છે પણ છે એ અનંતી-અનંતી પર્યાય વિનાનું દ્રવ્ય ક્યારેય રહેતું નથી. સમજાણું કાંઈ? તો પોતાના જે અનંત ગુણ છે સંખ્યાએ હદ વિનાની શક્તિઓ અનંત, એનું ભાન થવાથી, પર્યાયમાં એક સમયમાં અનંતી.. અનંતી. અનંતી.. અનંતી પર્યાય પ્રગટ થાય છે. પરિણમન વિનાનું દ્રવ્ય રહેતું નથી. અનંતી. અનંતી. અનંતી. અનંતી પર્યાય-પરિણમન, દ્રવ્યમાં નથી, પરિણમનમાં છે, એ દ્રવ્યમાં નથી દ્રવ્યમાં છે એ પરિણમનમાં નથી. આહાહાહાહા ! તમારે વેદાંત દ્રવ્યને માને, પર્યાયને ન માને-પર્યાય છે જ નહીં, દ્રવ્ય જ છે. આંહીં તો કહે છે દ્રવ્ય જે વસ્તુ, દ્રવ્ય એટલે પૈસા નહિ હોં? આ દ્રવ્ય એટલે પદાર્થ-આત્મા! છે? આંહીં છે એમ કહે છે, હોંગકોંગ જાય ત્યાં દષ્ટિ ફરી જાય, આંહીં વળી હા પાડે, એમ કહે છે આ તો દાખલો ઘરનો આપ્યોને... એમ બધાને છે ને ! આહાહાહા! આંહીં તો બાપા! બીજુ શું થાય મારગ તો Page #424 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૯૦. ૪૦૯ આ છે. ઓહોહોહો! અનંત.... અનંત. અનંત. અનંતનો પાર ન મળે, એટલા અનંતા ગુણનો દરિયો પ્રભુ અને જેમાં અનંત ચૈતન્યના રત્નો ભર્યા છે અંદર, એની દૃષ્ટિના અભાવથી, પરના લક્ષથી ઉત્પન્ન થયું જે મિથ્યાશ્રદ્ધા-મિથ્યાજ્ઞાન ને રાગ-આદિ, એ અશુદ્ધ મલિન પરિણમનો કર્તા અજ્ઞાની થાય છે, કર્તા વિના તો રહેતો નથી. સમજાણું? ધર્મી જીવ જે છે સમ્યગ્દષ્ટિ એ પણ પરિણમન વિનાના તો છે નહીં–પરિણમન વિનાનું દ્રવ્ય કયારેય ન હોય-એકલું દ્રવ્ય છે ને પરિણામ નથી અને બધા પરિણામ દ્રવ્યમાં ઘુસી ગયા ! એ તો મિથ્યાષ્ટિ માને છે–વેદાંત માને છે એ! સમજાણું આમાં? આહાહાહા ! અનંતી પર્યાયપરિણમન, ને અનંતી પર્યાય હો એક સમયમાં, એ પર્યાય દ્રવ્યની દૃષ્ટિથી અનંતી પર્યાય શુદ્ધ એક સમયમાં એક સમય, સમય એક ને અનંતી પર્યાય પરિણમનમાં છે, એ અનંતી પર્યાયના પરિણમન વિનાનું દ્રવ્ય કયારેય રહેતું નથી, છતાં) દ્રવ્યમાં પરિણમન નહીં. આહાહા ! પણ દ્રવ્યની પર્યાય વિના તો દ્રવ્ય છે નહિ કયારેય એકલું (દ્રવ્ય છે) એવું ત્રણ કાળમાં નથી, પર્યાય વિનાનું દ્રવ્ય છે નહીં સમજાણું કાંઈ...? તો, આંહીં કહે છે કે પરિણામ-પરિણમન વિના દ્રવ્ય નથી, તો કેવું પરિણમન છે? કે અજ્ઞાનનું પરિણમન છે, પરિણમન તો છે. મિથ્યાશ્રદ્ધા, મિથ્યાજ્ઞાન ને રાગદ્વેષના પરિણામ તે મિથ્યા છે. (શ્રોતા:- પરમ સત્ય સાહેબ) પ્રભુ, સત્ય-ભૂતાર્થ-સત્યાર્થ પ્રભુ ત્રિકાળી ચૈતન્યસૂર્યચૈતન્યમાત્ર કહ્યો છે ને ! એ બધા ગુણો ચૈતન્યમાત્ર અહીં કહેવામાં આવ્યા છે. ખરેખર તો જ્ઞાનને દર્શન એનો ઉપયોગ છે પણ બધા ગુણને ચૈતન્યમાત્ર કહેવામાં આવે છે. પણ ભાગ પાડવો હોય (ભેદ પાડવો હોય) તો ચૈતન્ય તો ઉપયોગ છે એ જ ઉપયોગ ચૈતન્ય છે અને બીજા ગુણ છે એમાં, ઉપયોગ નહિ તો ઉપયોગ વિનાના છે, પણ બધાને ચૈતન્ય કહેવામાં આવ્યા છે, પોતાનામાં આનંદ છે. શાંતિ છે સ્વચ્છતા છે–પ્રભુતા છે એ અનંત શક્તિને ચૈતન્યમાત્ર કહેવામાં આવ્યા છે. આવો ઉપદેશ હવે, વાણિયાને નવરાશ ન મળે ! બાવીસ કલાક સુધી (સંસારના કામમાં) ગૂચાયેલા રહે ને બે કલાક વખત ત્યે વળી કોઈ વખતે, સામાયિકમાં કલાક બેસે, કલાક પડિક્કમણાંમાં બેસે એય અજ્ઞાનથી, ભાન તો કાંઈ ન મળે! આત્મા શું રાગ શું? (એની કંઈ સમજ નહીં ને) નમો અરિહંતાણં નમો સામાયિક છે. આહાહાહા! એ તો રાગ છે એમાં સામાયિક કયાંથી આવી રાગની સામાયિક છે. કહો, મધુભાઈ? સામાયિક કરતા'તા ને, કરી હશે કે નહીં? ( શ્રોતા - હા પાડે છે) કરી છે! અમેય કર્યું'તું બધુંય પાલેજમાં ખૂબ કરતા'તા, પણ આઠ દિ', કરતા હોં પછી નહીં હોં, વેપાર કરતા ખરા ને ! પર્યુષણના આઠ દિ’ પછી નહીં, પછી ધંધો પાપનો. આહાહા! આઠ દિ' હોય ને પર્યુષણના આઠ, ચાર ઉપવાસ કરતા, પહેલે દિ’ અપવાસ, બીજે દિ' પારણું, પછી ઉપવાસ પછી બે દિ' ખાવાના અને એક ઉપવાસ અને છેલ્લો ઉપવાસ, એવા ઉપવાસ કરેલા ને, અને એક દિ' એવો અપવાસ કરેલો ને દુકાને બેઠેલા આખો દિ'ને તરસ્યાં (તરસ) એવી લાગી કે અમારે કુંવરજીભાઈની દુકાન હતી, ત્યાં સાંજે ગયો, પાછળ ગોળામાં પાણી ભર્યું'તું ન્યાં જઈને પી આવ્યો!દુકાને બહુ બેઠાને આખો દિ', અપવાસમાં પાણી ન પીએ, ચોવિહાર કરતા તે દિ'. તે દિ' હોં ૧૭–૧૮-૧૯ વર્ષના હતા અમે), બહુ તરસ લાગી'તી, હવે કહેવું Page #425 -------------------------------------------------------------------------- ________________ ૪૧૦ સમયસાર સિદ્ધિ ભાગ-૪ કોને આમાં પછી પાણી પાછળ ભર્યું'તું કુંવરજીભાઈની દુકાન પાછળ, અમારી દુકાન હતી ત્યાં બેઠા હતા..... પાછળ જઈને પી આવ્યો! શું થાય? સહન કરવાની શક્તિ નહોતી ! (શ્રોતાત્યારે કોઈ ને કીધું'તું કે પાણી પીધું કે હમણાં જ કહો છો) ના, કીધું અમે, તરસ્યા એવી લાગી પાણી પી લીધું! સાંજે ઓલા પડિક્કમણાં કર્યા હોય ને! હું કરાવતો પડિક્કમણાં, (પછી) દુકાને હું જઉં બેસું આ એવું છે. આહાહા! ભગવાન આનંદનો નાથ પ્રભુ એનાં નિર્વિકલ્પરસ જેણે પીધાં, એને રાગનો રસ એને હોય નહીં અને આ નિર્વિકલ્પતાના પીણાં પીધા નહીં ત્યાં રાગનારાગના રસ પીએ, રાગ પીએ દયા-દાન-વ્રત-ભક્તિ, કામ-ક્રોધ, રળવા-કમાવાનો ભાવ, બધો રાગ-વિકારભાવ દુઃખ-દુઃખનું વેદન કરે છે. વકીલાતનો ભાવ કેવો હશે? નટુભાઈ ! વકીલાત કરે છે. પાલીતાણા, નરભેરામભાઈ હતા વકિલ, એનાં દિકરા પાલીતાણા વકિલાત કરે છે, પાપની. આંહીં તો એ કહે છે અને જ્યાં આત્મા ભગવાન શુદ્ધનિરંજન–એકસ્વરૂપી પ્રભુ, એનો જેને અંદરમાં આદર ને સ્વીકાર ને સત્કાર નથી, એ જીવને પાપ ને પુણ્યનો સ્વીકાર ને સત્કારથી અશુદ્ધ પરિણામનો તે કર્તા થાય છે–એ દુઃખી પ્રાણી છે. આહાહા! આંહી આવ્યું ને! “કર્તુત્વને પ્રાપ્ત થાય છે” વિકારરૂપ પરિણમીને અજ્ઞાની પુણ્ય-પાપના ભાવ (કરે છે) છે? વિકારરૂપ પરિણમીને “જે જે ભાવને પોતાનો કરે છે તે તે ભાવનો તે ઉપયોગ કર્તા થાય છે.” –જે જે ભાવને કરે એનો એ ભાવનો ઉપયોગ કર્તા બને છે. આહાહા ! એ એક ગાથા પણ કઠણ ! આ તો વીતરાગ, ત્રણલોકના નાથની વાણી છે ભાષા ભાઈ ! જિનેશ્વરદેવ સાક્ષાત્ પ્રભુ બિરાજે છે મહાવિદેહમાં! આહાહા! એ આ વાણી ( ત્યાંથી) આવી છે! ભાવાર્થ – “પહેલાં કહ્યું હતું કે જે પરિણામે તે કર્તા છે.” –જે કોઈ પર્યાયમાં પરિણમે એ કર્તા, જો અશુદ્ધપણે પરિણમે તો અશુદ્ધનો કર્તા (અને) શુદ્ધપણે પરિણમે તો શુદ્ધનો કર્તા-કર્તા વિનાની કોઈ ચીજ તો છે નહીં કયારેય ! સમજાણું કાંઈ...? પહેલાં કહ્યું હતું કે જે પરિણમે છેપર્યાયમાં પરિણમિત થાય છે, દ્રવ્ય તો ત્રિકાળ પરિણમે છે તે કર્તા છે. પરિણમે તે કર્તાપરિણમન એટલે પર્યાય-અવસ્થા જે થાય છે, એનો કર્તા. અવસ્થા કહો, દશા કહો, પરિણમન કહો, પરિણામ કહો, આવું છે, આવું તો તમારા નામામાંય આવતું નહિ હોય આવે છે ? (ના, ના) નામાય બધા જોયા છે ને! આહાહા ! “અહીં અજ્ઞાનરૂપ થઈને ઉપયોગ પરિણમ્યો તેથી જે ભાવરૂપ તે પરિણમ્યો તે ભાવનો તેને કર્તા કહ્યો” છે. –શું કહ્યું કે પહેલાં કહ્યું હતું કે જે પરિણમે તે કર્તા-અવસ્થામાં જે દશા થાય છે તે એનો કર્તા, બસ એટલી વાત. એ સિદ્ધાંત, અહીંયા-અહીં જે કહ્યું છે એ અજ્ઞાનરૂપ થઈનેપોતાનો શુદ્ધસ્વભાવ ભગવાન એ સ્વભાવનું અજ્ઞાન થઈને-પોતાના શુદ્ધસ્વભાવના ભાન થયા વિના, ઉપયોગ પરિણમ્યો પર્યાયમાં ઉપયોગ વેપાર પરિણમ્યો-દશા થઈ એટલા માટે જે ભાવરૂપ એ પરિણમ્યો, જે ભાવરૂપ-દયા–દાન-કામ-ક્રોધરૂપે, રળવું-કમાવુંના જે ભાવરૂપે પરિણમ્યો (ઉપયોગમાં) એ ભાવનો એ કર્તા છે. “આ રીતે ઉપયોગને કર્તા જાણવો.” –શું કહે છે આમાં? કે પરિણામ જે છે આ મલિન ઉપયોગ, રાગ ને ઠેષ આદિ એ ઉપયોગનો કર્તા ઉપયોગ છે. એ પરિણામના કર્તા (એ) પરિણામ છે. છે? એમ હોવા છતાં પણ યદ્યપિ જોકે છે ને! Page #426 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૯૦. ૪૧૧ “જોકે શુદ્ધદ્રવ્યાર્થિકનયથી આત્મા કર્તા છે નહ” –વસ્તુ જે ભગવાન આત્મા તો પર્યાયનો કર્તા છે નહીં. દ્રવ્ય એ તો પર્યાયનું કર્તા છે નહીં–શુદ્ધપરિણમન હોય તોપણ કર્તા દ્રવ્ય નથી અને અશુદ્ધ હોય તો પણ દ્રવ્ય કર્તા નથી. છે તો પરિણામ જ કર્તા છે. આહાહાહા! સમજાણું? શું કીધું એ? નિત્યાનંદ પ્રભુ ધ્રુવ વસ્તુ, એ કાંઈ પરિણામની કર્તા નથી. પરિણામ જે અશુદ્ધ હો તો અશુદ્ધપરિણામ અશુદ્ધના કર્તા છે, પરિણામ પરિણામના કર્તા છે. પણ શુદ્ધ દ્રવ્યાર્થિકનયથી (એટલે) શુદ્ધ દ્રવ્યસ્વરૂપ ભગવાન ત્રિકાળી છે એ નયથી, આત્મા કર્તા નથી, એ નથી તો પરિણમનો કર્તા આત્મા નથી, ચાહે તો અશુદ્ધપરિણમન હો-ધર્મનું પરિણમન હો, પણ દ્રવ્ય જે ત્રિકાળ છે એ તો કર્તા-પરિણામનો કર્તા દ્રવ્ય નથી. આહાહા ! એ શું વળી દ્રવ્ય ને પર્યાય !? આહાહા ! શુદ્ધ દ્રવ્યસ્વરૂપ ત્રિકાળ એવો આત્મા તો પરિણમનો કર્તા છે નહીં, તથાપિ “તોપણ ઉપયોગ અને આત્મા એક વસ્તુ હોવાથી” –ઉપયોગ અને આત્માને એક ગણીને, અશુદ્ધ જે પરિણમન છે ઉપયોગ અને આત્મા (એક વસ્તુ ) એમ ગણીને “અશુદ્ધદ્રવ્યાર્થિકનયે” અશુદ્ધદ્રવ્યથી આત્માને પરિણામનો કર્તા છે એમ કહેવામાં આવે છે. ઘડિકમાં કંઈક ને ઘડિકમાં કંઈક! જે ભાવરૂપ પરિણમે છે તે (ભાવનો) કર્તા થાય છે. આ પ્રકારે છે ને! શુદ્ધ દ્રવ્યાર્થિકનયથી આત્મા કર્તા નથી, શું કહે છે? જે અશુદ્ધપરિણમન થયું એ પરિણમન-પરિણામનો કર્તા પરિણામ છે, દ્રવ્ય નહીં. અરે, શુદ્ધપરિણમન ધર્મના (પરિણામ) હો-સમ્યગ્દર્શનશાન ચારિત્રના પરિણામ હો, એનો પણ કર્તા, દ્રવ્ય તો નહીં, દ્રવ્ય તો ધ્રુવ ને એકરૂપ રહેવાવાળી ચીજ છે. આહાહા ! (શ્રોતા-દ્રવ્ય ભિન્ન ને પર્યાય એની જ રમત આવી) પરની હારે કોઈ સંબંધ નથી. પરથી કંઈ થતું નથી ને પરમાં પોતાથી કંઈ થતું નથી. અશુદ્ધપરિણમન કરે તો એ કરે પરિણામ અને એ અશુદ્ધ (ઉપયોગ) કર્તા છે પરિણામ, પરિણામનું કર્તા અશુદ્ધના કર્તા છે. પણ શુદ્ધદ્રવ્યાર્થિકનયથી જુઓ તો એ અશુદ્ધપરિણામનો કર્તા નથી. પરિણમનો કર્તા પરિણામ! આહાહા! પણ અશુદ્ધ દ્રવ્યાર્થિકનયથી દેખો તો, અશુદ્ધદ્રવ્યર્થિકનયનો અર્થ: દ્રવ્ય જે અશુદ્ધપણે પરિણમ્યું પર્યાયમાં એને અશુદ્ધદ્રવ્યાર્થિક કહ્યું અશુદ્ધ દ્રવ્યાર્થિક કહો, વ્યવહાર કહો, અશુદ્ધનિશ્ચયનય કહો, પર્યાયનય કહો વ્યવહારનય કહો. (એકાર્થ છે.) અરે રે! આવી ભાષા હવે આમાં એકકોર કહે શુદ્ધદ્રવ્ય-વસ્તુ જે છે એ તો પરિણામના કર્તા છે નહિ, એ પરિણમે છે કયાં? પરિણમે છે તો પર્યાય, પર્યાય પરિણમે ત્રિકાળ (છતાં પણ) કોઈ પણ સમયે પરિણમન વિનાનું દ્રવ્ય રહેતું નથી! સમજાણું કાંઈ....? (ઓહોહો !) ત્રણકાળ-ત્રણલોકમાં કોઈ પણ દ્રવ્ય, જ્ઞાનીનું હોય કે અજ્ઞાનીનું પરિણમન વિનાનું દ્રવ્ય કયારેય હોતું નથી. એકલું દ્રવ્ય હોતું જ નથી. કેમ કે આવ્યું ને પંચાસ્તિકાયમાં પર્યાય વિજપુત દÒ' –પર્યાય વિના દ્રવ્ય ન હોય. ગમે તે કાળે પરિણમન વિનાનું દ્રવ્ય હોય એમ ત્રણકાળમાં બને નહીં. પર્યાય રહિત દ્રવ્ય નહીં ને દ્રવ્ય રહિત પર્યાય નહીં, ત્યાં સિદ્ધ તો પોતાનું કરવું છે ને ! આમાં કયાં નવરાશ માણસને ! બાયડી-છોકરા સાચવવા એના નિભાવ કરવા રળવુંછોકરાને મોટા કરવા ને પોતાનો અનુભવ હોય એ છોકરાવને દેવો, દુકાને બેસે, Page #427 -------------------------------------------------------------------------- ________________ ૪૧૨ સમયસાર સિદ્ધિ ભાગ-૪ આનું આમ કરજે ને આમ કરજે, હવે આ કરવું કે આ કરવું? ( શ્રોતાઃ- ઘડપણમાં ધ્યાન રાખેને) ઘડપણ રહેશે કે નહીં, એ કોને ખબર છે? વીસ-વીસ વરસના જુવાન હાલ્યા જાય છે! હમણાં બે (જુવાન) માણસ મરી ગયા ને આંહી ૩૮-૩૮ વરસની ઉંમર, આપણે બાબુભાઈ ફતેપુરવાળા એની દિકરીના જણ છે એ માણેકચંદ ગાંધીના જમાઈ–માણેકલાલના જમાઈ, દાકતર હતા–દાકતર હતા ઘણાં પૈસા માણેકલાલ ઘણાં લાખોપતિ ઘણાં પૈસા મોટો જમાઈ એનો, ચાર દિવસમાં બાર-તેર હજાર રૂપિયા ખર્ચા, પ્રભુ! પણ ઊડી ગયો-ગુજરી ગયો ! ધૂળ શું કામ કરે તારી ત્યાં! દાકતર હતો એના સાટું (માટે ) ઘણાં દાકતર આવેલા ચાર દિવસ કમળો, કમળામાંથી કમળી થઈ ગઈ, કમળી થઈ ગઈ ઊડી ગયો! એક અમારે હરિભાઈ છે વીંછીયાવાળા-જાડા એનો એક ભાઈ જસદણ રહે, એકભાઈ મુંબઈ રહેતા, એને કમળો થયો, હમણાં આવી ગયા, ખબર કાઢવા એને કમળો ચાર દિ' રહ્યો, દશ-બાર હજાર રૂપિયા ખચ્ય પાંત્રીસ વરસની ઉંમર! એ સમય પૂરો થયો એને કોણ રાખે ?! આંહી કહે છે પરિણમન વિનાનું દ્રવ્ય રહેતું નથી, કોઈ પણ સમયમાં! તો આ પરિણમનમાં શુદ્ધ દ્રવ્યથી જુઓ તો આત્મા પરિણામનો કર્તા નહિ, તોપણ ઉપયોગ અને આત્માને એક ગણવાથી, અશુદ્ધદ્રવ્યાર્થિકનયથી આત્માને પણ કર્તા કહેવામાં આવ્યો છે. મલિનપરિણામનો કર્તા આત્મા એ અશુદ્ધનયથી કહેવામાં આવે છે. (શ્રોતા:- નયમાં લઇ લીધું) આ તો જ્ઞાનમાં લેવું છે ને નય તો સાંભળીય ન હોય. વિશેષ કહેશે. (શ્રોતા- પ્રમાણ વચન ગુરુદેવ) છે શ્રોતા:- પ્રભુ! અંતરમેં કૈસેં જાના વો દિખાઓ? 9િ પૂજ્યગુરુદેવ:–અંદરમેં ઉતરે તબ અપને આત્માની પ્રાપ્તિ હોતી હૈ. કહીં પરમેં મહિમા રહુ જાતી હૈ-મિઠાશ રહુ જાતી હૈ તો અંદરમેં જા સકતે નહીં. પહલે પરકા માહાભ્ય ઘટના ચાહિયે તબ હી અંદરમેં જા સકતે હૈ, લેકિન અટકનેકા સ્થાન બહુત હૈ તો કહીં ન કહીં જીવ અટક જાતા હૈ. કોઈ સંયોગકી, રાગકી, ક્ષયોપશમકી, ઐસે ઐસે કોઈ વિષયકી અધિકતા રહ જાતી હૈ તો અંદરમેં જા સકતે નહીં હૈ. (આત્મધર્મ, અંક ૭૧૪-૭૧૫, વર્ષ-૧૯ પાના નં. ૬) Page #428 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૯૧ ગાથા - ૯૧ TTTTT TTTTT*****T अथात्मनस्त्रिविधपरिणामविकारकर्तृत्वे सति पुद्गलद्रव्यं स्वत एव कर्मत्वेन ૪૧૩ परिणमतीत्याह जं कुणदि भावमादा कत्ता सो होदि तस्स भावस्स। कम्मत्तं परिणमदे तम्हि सयं पोग्गलं दव्वं ।। ९९ ।। यं करोति भावमात्मा कर्ता स भवति तस्य भावस्य । कर्मत्वं परिणमते तस्मिन् स्वयं पुद्गलं द्रव्यम्।।९१।। आत्मा ह्यात्मना तथापरिणमनेन यं भावं किल करोति तस्यायं कर्ता स्यात्, साधकवत्। तस्मिन्निमित्ते सति पुद्गलद्रव्यं कर्मत्वेन स्वयमेव परिणमते। तथाहि-यथा साधकः किल तथाविधध्यानभावेनात्मना परिणममानो ध्यानस्य कर्ता स्यात्, तस्मिंस्तु ध्यानभावे सकलसाध्यभावानुकूलतया निमित्तमात्रीभूते सति साधकं कर्तारमन्तरेणापि स्वयमेव बाध्यन्ते विषव्याप्तयो, विडम्ब्यन्ते योषितो ध्वंस्यन्ते बन्धाः। तथायमज्ञानादात्मा मिथ्यादर्शनादिभावेनात्मना परिणममानो मिथ्यादर्शनादिभावस्य कर्ता स्यात्, तस्मिंस्तु मिथ्यादर्शनादौ भावे स्वानुकूलतया निमित्तमात्रीभूते सत्यात्मानं कर्तारमन्तरेणापि पुद्गलद्रव्यं मोहनीयादिकर्मत्वेन स्वयमेव परिणमते । હવે, આત્માને ત્રણ પ્રકારના પરિણામવિકા૨નું કર્તાપણું હોય ત્યારે પુદ્ગલદ્રવ્ય પોતાની મેળે જ કર્મપણે પરિણમે છે એમ કહે છેઃ જે ભાવ જીવ કરે અરે ! જીવ તેહનો કર્તા બને; કર્તા થતાં, પુદ્ગલ સ્વયં ત્યાં કર્મરૂપે પરિણમે. ૯૧. गाथार्थः- [ आत्मा ] आत्मा [ यं भावम् ] भावने [ करोति ] ४२ छे [ तस्य भावस्य ] ते भावनो [स: ] ते [ कर्ता ]र्ता [ भवति ] थाय छे; [ तस्मिन् ] तेर्ता थतां [ पुद्गलं द्रव्यम् ] पुछ्गलद्रव्य [स्वयं ] पोतानी भेजे [ कर्मत्वं ] अर्भप [ परिणमते ] परिलाभे छे. ટીકા:- આત્મા પોતે જ તે પ્રકારે ( તે-રૂપે ) પરિણમવાથી જે ભાવને ખરેખર કરે છે तेनो ते ऽर्ता थाय छे-साधऽनी ( अर्थात् मंत्र साधनारनी ) शेभ; ते (आत्मानो भाव ) નિમિત્તભૂત થતાં, પુદ્ગલદ્રવ્ય કર્મપણે સ્વયમેવ (પોતાની મેળે જ ) પરિણમે છે. આ વાત સ્પષ્ટપણે સમજાવવામાં આવે છે:-જેમ સાધક તે પ્રકારના ધ્યાનભાવે પોતે જ પરિણમતો થકો ધ્યાનનો કર્તા થાય છે અને તે ધ્યાનભાવ સર્વ સાધ્યભાવોને (અર્થાત્ સાધકને સાધવાયોગ્ય ભાવોને ) અનુકૂળ હોવાથી નિમિત્તમાત્ર થતાં, સાધક કર્તા થયા સિવાય (સર્પાદિકનું ) વ્યાપેલું ઝેર સ્વયમેવ ઊતરી જાય છે, સ્ત્રીઓ સ્વયમેવ વિડંબના Page #429 -------------------------------------------------------------------------- ________________ ૪૧૪ સમયસાર સિદ્ધિ ભાગ-૪ પામે છે અને બંધનો સ્વયમેવ તૂટી જાય છે; તેવી રીતે આ આત્મા અજ્ઞાનને લીધે મિથ્યાદર્શનાદિભાવે પોતે જ પરિણમતો થકો મિથ્યાદર્શનાદિભાવનો કર્તા થાય છે અને તે મિથ્યાદર્શનાદિભાવ પુદ્ગલદ્રવ્યને ( કર્મરૂપે પરિણમવામાં ) અનુકૂળ હોવાથી નિમિત્તમાત્ર થતાં, આત્મા કર્તા થયા સિવાય પુદ્ગલદ્રવ્ય મોહનીયાદિ કર્મપણે સ્વયમેવ પરિણમે છે. ભાવાર્થ:- આત્મા તો અજ્ઞાનરૂપ પરિણમે છે, કોઈ સાથે મમત્વ કરે છે, કોઈ સાથે રાગ કરે છે, કોઈ સાથે દ્વેષ કરે છે; તે ભાવોનો પોતે કર્તા થાય છે. તે ભાવો નિમિત્તમાત્ર થતાં, પુદ્ગલદ્રવ્ય પોતે પોતાના ભાવથી જ કર્મરૂપે પરિણમે છે. ૫૨૫૨ નિમિત્તનૈમિત્તિકભાવ માત્ર છે. કર્તા તો બન્ને પોત પોતાના ભાવના છે એ નિશ્ચય છે. પ્રવચન નં. ૧૮૧ ગાથા-૯૧ તા. ૨૯/૦૧/૭૯ સોમવા૨ મહા સુદ-૧ સમયસાર, કર્તાકર્મ અધિકાર એકાણું ગાથા, ૯૦ થઇ ગઇ. હવે એમ કહે છે. “હવે, આત્માને ત્રણ પ્રકા૨ના પરિણામવિકા૨નું કર્તાપણું હોય ત્યારે પુદ્ગલ દ્રવ્ય પોતાની મેળે જ કર્મપણે પરિણમે છે એમ કહે છે.” : (કહે છે કે ) જ્યારે આત્માને ત્રણ પ્રકારના વિકારનું જે કત્વ હોય છે-આત્મામાં, મિથ્યાશ્રદ્ધા ને મિથ્યાજ્ઞાન ને રાગદ્વેષ, એ ત્રણ પ્રકારના પરિણામના વિકાર થાય છે આત્મામાં, અનાદિની ભૂલથી પોતાના શુધ્ધ ચૈતન સ્વરૂપનું જ્ઞાન ન હોવાથી અજ્ઞાનપણે પુણ્ય-પાપના ભાવ મારા છે એવા, તેવા અજ્ઞાનને મિથ્યાભાવમાં રમણતા તેવા ત્રણ પ્રકારના પરિણામ વિકા૨ આત્મા કરે છે ત્યારે મિથ્યાત્વભાવ, એ અજ્ઞાનમાં મિથ્યાત્વભાવ થાય છે. પુણ્ય-પાપના વિકાર આત્મા કરે છે, “ત્યારે પુદ્ગલ દ્રવ્ય પોતાની મેળે જ કર્મપણે પરિણમે છે” –ઝીણી વાત છે. એ મિથ્યાર્દષ્ટિ, અજ્ઞાની કર્તાપણે હોય ત્યારે એટલે રાગ મારો છે, રાગ મારામાં છે એ માન્યતા મિથ્યાર્દષ્ટિ-અજ્ઞાનીની છે. એ સમયે કર્મ-પુદ્ગલ પોતાની મેળે કર્મપણે પરિણમે છે. આત્માએ એ કર્મને પરિણમાવ્યા છે નહીં. આહાહા ! ગાથા ( એકાણું ) जं कुंणदि भावमाया कत्ता सो होदि तस्स भावस्स । कम्मतं परिणमदे तम्हि सयं पोण्गल दव्वं ।। ९९ ।। જે ભાવ જીવ કરે અરે ! જીવ તેહનો કર્તા બને; કર્તા થતાં, પુદ્ગલ સ્વયં ત્યાં કર્મરૂપે પરિણમે. ૯૧. ટીકાઃ- “આત્મા પોતે જ તે પ્રકારે (તે-રૂપે) પરિણમિત થવાથી” કયા રૂપે ? ( મિથ્યાવશ્રદ્ધારૂપે મિથ્યાજ્ઞાનરૂપે ને મિથ્યારાગઆચરણરૂપે, સમજાણું કાંઇ ? સ્વયં તે રૂપે પરિણમિત થવાથી કર્મને કા૨ણે મિથ્યાદર્શન, મિથ્યાજ્ઞાન નહીં એમ કહે છે. ૯૧ ની ટીકા છે. આત્મા સ્વયંપોતાની ભૂલથી પોતાનું શુદ્ધ ચૈતન્યસ્વરૂપ તેનાથી વ્યુત થવાથી સ્વયં જ તે રૂપે પરિણમીત થવાથી મિથ્યાશ્રદ્ધા, મિથ્યાજ્ઞાન ને રાગદ્વેષરૂપે પરિણમીત થાય છે તે ભાવને ખરેખર તે ભાવનો ખરેખર કરે છે તેનો કર્તા થાય છે. સાધકની અર્થાત્ મંત્ર સાધનારની જેમ તે કર્તા છે. દૃષ્ટાંત આપે છે. મંત્ર સાધુને ! તેના Page #430 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૯૧ ૪૧૫ કર્તા થાય છે. મંત્રસાધનારની સામે ચીજ જે હોય છે એનો કર્તા નથી. કહેશે વિશેષ આ આત્માનો ભાવ નિમિત્તભૂત હોવાથી આત્મા વિકારી શ્રદ્ધા અનાદિથી રાગ જે પુણ્ય-પાપના ભાવ એ દયા, દાન, વ્રતાદિના ભાવ પણ વિકાર છે એ વિકારને પોતાનો માને છે, એ મિથ્યાશ્રદ્ધા-મિથ્યાદર્શન છે. એ રાગ પોતાનો જાણે છે એ મિથ્યાજ્ઞાન છે અને રાગમાં રમણતા કરે છે તે મિથ્યાચારિત્ર (છે.) સમજાય છે કાંઈ? એ પોતાના ભાવનો કર્તા બને છે (આત્માનો ભાવ) નિમિત્તભૂત થતાં, પરિણામ ( વિકારનાં) તો નિમિત્ત છે જે નવા કર્મ બને છે તેમાં, નવું કર્મ બને છે એ આત્મા બાંધે છે એવું નથી. આહાહા ! પણ નિમિત્તભૂત થતાં એટલે નિમિત્ત એટલે નિમિત્ત છે એટલે (નવું કર્મ ) બને છે એવું પણ નહીં. ઝીણી વાત છે બહુ! “પુગલદ્રવ્ય કર્મપણે” –પુદ્ગલ છે જડ એ “કર્મપણે સ્વયમેવ (પોતાની મેળે જ) પરિણમે છે. એ કર્મની પર્યાય જે થાય છે પુદ્ગલની એ સ્વયં કર્મરૂપ થાય છે. પણ એણે રાગ કર્યો તો એને કર્મને પરિણમવું પડ્યું એમ નથી. જ્યારે આત્મા મિથ્યાશ્રદ્ધા જ્ઞાન-રાગદ્વેષરૂપ પરિણમે છે તેથી તે નિમિત્ત છે પરમાં પણ પરનું પરિણમન થયું તે સ્વયં કર્મરૂપે પરિણમે છે. આત્માએ મિથ્યા-રાગદ્વેષ કર્યા (તેથી) કર્મરૂપ પુગલને પરિણમવું પડ્યું, એવું છે નહીં. (શ્રોતા - એ નહોત તો પરિણમત નહીં!) એ પ્રશ્ન જ નથી, આ થાય છે એમ કહે છે. આહાહા ! ઝીણી વાત છે ભાઈ ! આત્મા, પોતાના સ્વરૂપની અનાદિકાળથી ખબર નહિ, હું તો શુદ્ધચૈતન્ય આનંદકંદ છું તો એના અજ્ઞાનભાવે એ પુણ્ય ને પાપના ભાવ કરે છે, એ મારી ચીજ છે એવી મિથ્યાશ્રદ્ધા, એ (રાગ) મારો છે એમ જાણવું એ મિથ્યાજ્ઞાન અને એમાં (તે-રૂપ) પરિણમન કરવું એ મિથ્યાચારિત્ર, આહાહા ! એ અનાદિથી આત્મા મિથ્યાત્વાદિરૂપ પરિણમીને (તેનો કર્તા થાય છે) આત્માનો ભાવ નિમિત્ત થતાં એટલું ! પુગદ્રવ્યનું કર્મબંધન જે થાય છે એ કર્મપણે સ્વયમેવ (પોતાની મેળે જ) અનંત પરમાણું છે એમાંથી જેટલા કર્મપણે પર્યાય થવાની યોગ્યતાવાળા પરમાણું કર્મપણે થાય છે. સમજાય છે કાંઈ ? (દષ્ટાંત) જેમ કે ઇચ્છા કરી કે હું શરીરને હલાવું તો ઇચ્છાનો કર્તા અજ્ઞાની છે પણ આ હાથ ચાલે છે તો એ ચાલવાની પર્યાય, ચાલવાનું કર્મ એ પુદ્ગલની પર્યાય એમાં થવાવાળી છે ઇચ્છા કરી માટે પુદ્ગલ ચાલ્યું છે, એવું નથી. (જુઓ ને!) આ પર્યાય, એ સમયે પોતાનાથી હલી, તો એ હલવાની પર્યાયનો કર્તા એ પરમાણું થાય છે, ઇચ્છા અહીં થઈતો પરમાણુંની પર્યાયથી ચાલ્યું-હાલ્યું એવું છે નહીં. એ બલુભાઈ? શું કહે આ બધું કોઈ દિ'... આહાહાહા ! સમજાણું કાંઈ? અહીંયા આત્માએ તો એટલું કર્યું પોતાના પરિણામમાં અજ્ઞાનથી પોતાની ચીજ શુદ્ધચૈતન્ય જ્ઞાન-દર્શન આનંદકંદ પ્રભુ છે, એનું ભાન અનાદિથી નહિ હોવાથી, પોતાના અજ્ઞાનથી પોતાનામાં મિથ્યાશ્રદ્ધા જ્ઞાન ને રાગદ્વેષરૂપ પરિણમન કરે છે બસ. એ પરિણામનો કર્તા છે અજ્ઞાની. પણ એ સમયે જે કર્મ બને છે, એનો કર્તા આત્મા નથી. મિથ્યાશ્રદ્ધા આદિ (ભાવનો) કર્તા (આત્મા) છે પણ એનો (કર્મ-પુદ્ગલકર્મનો) કર્તા નથી. એ સમયે કર્મ થવાને યોગ્ય, પુગલના પરમાણું પોતાથી સ્વયં કર્મરૂપે પરિણમે છે. એનો કર્તા એ કર્મરૂપી પુદ્ગલપર્યાયનો Page #431 -------------------------------------------------------------------------- ________________ ૪૧૬ સમયસાર સિદ્ધિ ભાગ-૪ કર્તા એ કર્મપુદ્ગલ (છે), આત્માના પરિણામ એના કર્તા છે એવું નથી. આવી વાતું ભાઈ ! (શ્રોતા:- પ્રત્યેક દ્રવ્ય સ્વતંત્ર છે!) સ્વતંત્ર છે. પ્રત્યેક વસ્તુ (ની) પોતાની પર્યાય (જે) સમયમાં થાય છે એ પોતાથી સ્વતંત્ર થાય છે. આહાહા ! આકરું કામ ! (જુઓ!) ઇચ્છા થઈ કે હું બોલું, તો એ ઇચ્છાનો કર્તા એ અજ્ઞાની છે, જ્ઞાની–ધર્મી તો ઇચ્છા થાય છે એનાં જાણવાવાળા (જાણનાર) રહે છે. આવી વાતું ભાઈ ! અજ્ઞાની ઇચ્છાનો કર્તા થાય છે એટલું નિમિત્ત અને ભાષાની પર્યાય એ સમયે થવાવાળી હતી તો ભાષા થઈ, એ ભાષાની પર્યાયનો કર્તા, ઈચ્છા કરવાવાળો આત્મા એનો કર્તા છે નહીં. અરે, અરે ! આવી વાતું હવે ! આ શું છે! સમજાય છે? લ્યો, આ સંચા, તમે આવા સંચા, માણસ ઊભો હોય ત્યાં (તેને) ઇચ્છા થઈ કે આને હુલાવું સંચાને, તો ઈ ઇચ્છાનો કર્તા એ છે અજ્ઞાની (તેને) રાગ છે ને, તેથી તે) રાગનો કર્તા અજ્ઞાની છે. ધર્મી (જ્ઞાની) રાગનો કર્તા છે નહીં, રાગ આવે છે એને પોતાનામાં જ્ઞાનમાં રહીને, જ્ઞાનમાં જાણે છે. તો ઇચ્છાનો કર્તા થાય છે, તો સંચો ચાલે, આમ સંચો ચાલે એ ક્રિયાનો કર્તા ઇચ્છાવાન આત્મા નથી. એ તો એ સમયે પરમાણુની પર્યાય-સંચાની એવી જ ( રીતે) ચાલવાની (હતી) તો એ પરિણમે છે-એ પરમાણું જે ચાલ્યા સંચાના એ પર્યાયના કર્તા એ પરમાણું છે, ઇચ્છા કરવાવાળો (માણસ) એનો કર્તા નથી. કહો, બલુભાઈ ? આખો દિ' તમે કરો છો ને, મોટું સીત્તેર લાખનું મકાન (ફેકટરી) દવા-દવા (બનાવવાનું) નહોતું આટલું મોટું? (શ્રોતા- એ દવા દબાવીને કરતા!) કોણ દાબે ? રામજીભાઈ હતા, નાનાલાલભાઈ હતા રાજકોટવાળા કરોડપતિ-નાનાલાલ કાળીદાસ જસાણી, બધા હતા ત્યાં, કોણ કરે ભાઈ ! બહું આકરું કામ. ઇચ્છા થઈ કે આ હિરો હાથમાં લઉં, તો એ અજ્ઞાની એ ઇચ્છાનો કર્તા છે, પણ જ્યારે હાથમાં હિરો આવ્યો, એની હિરા લાવવાની ક્રિયા થઈ, એ ઇચ્છાથી થઈ એમ છે નહીં. સમજાણું કાંઈ? જ્ઞાની જાણે, જ્ઞાનીની દૃષ્ટિ પોતાના દ્રવ્યસ્વભાવ ઉપર (જ) છે. ધર્મી એને કહીએ કે જેમને શાયકસ્વભાવ આત્મા શુદ્ધચૈતન્યઘન છે (તેના ઉપર) સમકિતીની દૃષ્ટિધર્મીની દૃષ્ટિ ત્યાં છે. એ કારણે એનાં પરિણામમાં નિર્મળ પરિણામ થાય છે, એ નિર્મળ પરિણામનો કર્તા ધર્મી છે. રાગ થાય છે અને જ્ઞાનમાં શેય તરીકે જાણે છે. અરે! હવે આવી વાતું છે, બહુ કામ ! આખો માર્ગ વીતરાગનો, અત્યારે ચાલે છે તેથી આખી જુદી જાત છે. આહાહા ! વીતરાગ સર્વશદેવ એમ કહે છે કે દેખો! કે આત્મા તો પોતાના પરિણામનો કર્તા છે અજ્ઞાની, આ રાગ-દ્વેષના પરિણામનું કહેવું છે ને !ઈ આત્મા નિમિત્તભૂત હોવા છતાં, પુદ્ગલદ્રવ્યજડકર્મ, કર્મરૂપે સ્વયમેવ પરિણમે છે. એ પુદ્ગલમાં તે સમયમાં કર્મરૂપ થવાની તાકાતથી (સ્વયં) કર્મરૂપ થાય છે. આહાહાહા ! એ કુદરતે એમ કે પોતાની મેળે ( પરિણમે છે.) એમ જ થાય છે. (જેમ કે ) સૂર્ય ઊગે ને (માળામાં) પંખી ભેગાં હોય એ એકપછી એક પોતાથી પોતાને રસ્તે ચાલ્યા જાય છે (ઊડી જાય છે), એ સૂર્ય ઊગ્યો માટે જાય છે એમ નથી. અને સૂર્યાસ્ત થાય તો પંખી ઝાડ ઉપર (પાછા) આવે છે. અને બધા (પંખીઓ) જ્યાં ખૂલ્યું હોય, કોઈ આગળ-પાછળના હોય ત્યાં ભેગાં થાય બધાં, એ પોતાનાથી, એ કાંઈ સૂર્યાસ્ત થયો હોવાથી Page #432 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૯૧ ૪૧૭ આવ્યા છે એવું નથી. પોતાની પર્યાયથી ત્યાં આવ્યા છે. પોતાની પર્યાયથી ત્યાં રહ્યા છે. અને જ્યાં સૂર્ય ઊગે કે ત્યાં ચાલ્યા જાય છે, તો એ પોતાની પર્યાયથી ( ત્યાં) ચાલ્યા જાય છે. સૂર્ય ઊગ્યો માટે એને ચાલવું (ઊડવું) પડયું એવું છે નહીં. આરે આરે આવું છે. કઈ જાતની આ વાત!? વીતરાગના ઘરની વાત છે પ્રભુ! દરેક દ્રવ્ય-દરેક પદાર્થ પોત-પોતાની વર્તમાન અવસ્થા કરવામાં સ્વતંત્ર છે. એને બીજો, એની પર્યાય કરે એવું ત્રણકાળમાં બનતું નથી. (શ્રોતા – શેઠનું કામ, નોકર તો કામ કરે ને !) કંઈ ધૂળેય કરે નહીં, કોણ કરે? નોકરનું! આ આત્મા એની ઈચ્છાને કરે ને ઈચ્છાને કરે છતાં, એ હાથ કે પગની ક્રિયા કરી શકે નહીં. (શ્રોતા – એટલે તો નોકર રાખે!) કોણ નોકર રાખે છે, કોઈ નોકર કોણ કોના નોકર ? એનો આત્મા ભિન્ન, આનો આત્મા શરીર ભિન્ન શેઠિયાનો આત્મા ભિન્ન-શરીર ભિન્ન, એનું (નોકરનું) શરીર–આત્મા ભિન્ન! બહું કામ વીતરાગનું તત્ત્વ ! પ્રત્યેક પદાર્થ પોતાનાથી સ્વતંત્ર છે! કોઇને આધિન કોઇ નથી. કોઈ કોણ રાખે છે, ધૂળેય રાખતો નથી. કોઈ કોઈને આધિન છે જ નહીં. (શ્રોતા-પૈસાને તો એ રાખે છે!) એ ધૂળેય અજ્ઞાની રાગને કરે કે હું પૈસાને અહીંયા રાખું પણ પૈસા રહે ત્યાં એ પોતાની પર્યાયથી પર્યાયની યોગ્યતાથી ત્યાં રહે છે. (શ્રોતા:શેઠિયા માને કે હું રાખું છું ) બીજા બધા કોણ? શેઠિયાને ભારેય કયાં છે? એ...ય શાંતિભાઈ ? આ બધા શેઠિયાને ! શું ઉઠાડે છે તમને બધાને, કહો મધુભાઈ? (શ્રોતા- પૈસા આવ્યા માટે રાગ કર્યો) રાગ પોતે કર્યો, પોતાના અજ્ઞાનભાવે, પૈસા પૈસાને કારણે આવ્યા ને ગયા, સ્વતંત્ર દ્રવ્ય છે ને! સમજાણું કાંઈ? ( શ્રોતા- પૈસા કમાવાની મહેનત કરેને?) કોણ કરે છે? પણ પૈસા રાગ કરાવે છે? પૈસા આવ્યા ને ગયા એ જડને કારણે અને રાગ (ઇચ્છા) કરે એનો દેવાનો ભાવ કર્યો, માટે પૈસા ત્યાં જાય છે, એવી ચીજ છે જ નહીં, આહાહાહા ! વિપરિત માન્યતા છે હું પૈસા પરને દઉં છું અને હું પૈસા લઉં છું એ વિપરીત (માન્યતા) છે. એ જડની પર્યાયનો કર્તા થાય છે, જડની પર્યાય જડથી થાય છે ને કર્તા પોતે (અજ્ઞાની) થાય છે, મિથ્યાભાવે ! આહાહાહા ! (શ્રોતા – કોઇની પાસેથી પૈસા ઉછીના લઈ આવીએ અને આવે ત્યારે પાછા આપી દઇ) પણ લઈ આવે કયાંથી, એ પૈસા આવવાના છે તો આવે છે. એણે રાગ કર્યો માટે આ પૈસા આવ્યા એવું છે નહીં. (શ્રોતા- આવી વાત ઝટ ગળે ઊતરે એવી નથી!) ગળે ન ઊતરે તો ઊતારવી પડશે, બાબુભાઈ ? બાપુ માર્ગ તો આ છે નાથ! પરમાત્મા ભગવાને (તીર્થકરદેવે) અનંત દ્રવ્યો જોયા છે તીર્થંકર પરમેશ્વર સર્વશદેવ એને અનંત દ્રવ્યો અનંત પરમાણુંઓ, અનંત આત્માઓ (છ દ્રવ્યો) જોયાં, તો અનંત આત્મા અનંતપણે અને અનંતપરમાણું અનંતપણે કયારે રહે? કે પોત-પોતાની પર્યાયના કર્તા છે તો એ રીતે ( અનંતપણે) રહે. પણ પરની પર્યાયના કર્તા હોય તો પર તો પર્યાય વિનાનું (થયું) પરચીજ તો ન રહી, પરની પર્યાય આ પર (બીજું દ્રવ્ય) કરે તો પર પર્યાય વિના નાશ થઈ જાય, ન્યાયથી કરી, પણ કઠણ વાત છે. અત્યારે તો (આ વાત ) ચાલતી નથી. અત્યારે તો દયા પાળો ને વ્રત કરો ને અપવાસ કરો-મરી જાવ, મરી જાવ, એય ચીમનભાઈ? કરો ને મરો- અહીં કર્તબુદ્ધિ છે એ મરવાની બુદ્ધિ છે એ રાગની ક્રિયા હું કરું, એ “કરના એ મરના” છે, ખબર નહીં બાપુ શું થાય ! Page #433 -------------------------------------------------------------------------- ________________ 66 સમયસાર સિદ્ધિ ભાગ-૪ અહીં એ કહે છે “પુદ્ગલદ્રવ્ય કર્મપણે સ્વયમેવ (પોતાની મેળે જ) પરિણમે છે” પુદ્ગલદ્રવ્ય જડ છે ને પુદ્ગલ છે ને ! એ કર્મરૂપ સ્વયમેવ પરિણમે છે. ત્રીજી લીટી છે (ટીકાની ) ‘આ વાત સ્પષ્ટપણે સમજાવવામાં આવે છે” –આંહી એ જ વાતને સ્પષ્ટતયા સમજાવે છે. એ વાતને સ્પષ્ટપણે દૃષ્ટાંત દઈને સમજાવે છે. જેમ સાધક મંત્ર સાધે છે ને મંત્ર આ વીંછી ઊતારવાનો મંત્ર, સર્પનું ઝેર ઊતારવાના મંત્ર હોય છે ને ! મંત્ર તો ઘણાં પ્રકા૨નાં (હોય છે ) તો કહે છે દૃષ્ટાંતથી સાંભળો ! ૪૧૮ જેમ સાધક તે પ્રકારના ધ્યાનભાવથી સ્વયમેવ પરિણમતો થકો-પોતાની પર્યાયમાં રાગ થયો, એ અજ્ઞાની રાગનો સ્વયમેવ કર્તા ત્યાં થાય છે. એમ એ સાધકને જે મંત્રના પરિણામ થયા, ક૨વાના (ઝેર ઊતારવાના ) એ પરિણામનો કર્તા થાય છે. સમજાણું કાંઈ... ? અને તે ધ્યાનભાવ, સમસ્ત સાધ્યભાવોને જેને જ્યાં કરવું છે એના ભાવ છે ને ! કે હું આ મંત્ર કરું તો સર્પનું ઝેર ઊતરી જાય-મંત્ર કરું તો વીંછીનું ઝેર ઊતરી જાય, હું મંત્ર કરું તો એ સ્ત્રી નાચે ( ધૂણે ) ગાંડી થઈ જાય ! સમજાણું કાંઈ... ? “તે ધ્યાનભાવ સમસ્ત સાધ્યભાવોને ” –સાધ્ય ( ભાવોને ) એટલે જે સામે થવાવાળા છે ( તે ભાવ ), સાધકને સાધવાયોગ્ય ભાવોને અનુકૂળ હોવાથી–સામી ચીજને સાધકનો ભાવ નિમિત્ત-અનુકૂળ હોવાથી, નિમિત્તમાત્ર હોવાથી ( થવાથી ) સાધક કર્તા થયા સિવાય, સર્પાદિકનું વિષ ( ઝેર ) સ્વયમેવ ઊતરી જાય છે. આહાહા ! ( શું કહે છે ? ) એણે સાધકે તો મંત્ર સાધવાના પરિણામ કર્યા ઇ મંત્રની ભાષાનો કર્તા પણ નથી અને પરિણામ કર્યાને સર્પને વિષ ઉતરી ગયું તો એ તો પોતાના કા૨ણે ( ઊતર્યું ) એ ઝેર ઊતરવા લાયક હતું તો ઊતર્યું છે, આણે ( સાધકે ) મંત્ર કર્યો તો ત્યાં ( ઝેર ) ઊતર્યું છે એવું નથી. ( શ્રોતાઃ- મંત્ર સાધકે મંત્ર તો સાધ્યો ને ? ) આ વાત પણ ઈ પ્રશ્ન જ કયાં ( છે ? ) મંત્ર થયો ને અહીં આ થયું એને કારણે, આને (મંત્રને ) કા૨ણે થયું એવું નથી. ભારે કામ આકરું, આ તો જ્યાં હોય ત્યાં ‘હું કરું, હું કરું, હું કરું એ જ અજ્ઞાન છે, શકટનો ભાર જેમ શ્વાન તાણે’ –ગાડું ચાલતું હોય ને નીચે કૂતરો ( ચાલતો હોય ) ઠાંઠું એને અડે! બર્સે મણનું એમાં ગાડું મોટું, બળદ વડે જાય ( ચાલે ) એ ( કૂતરો ) એમ માને કે ગાડું મારાથી હાલે છે. (આહાહા !) એમ જગતની ચીજો ધંધાની, પૈસાની આવવા-જવાની, ખાવા-પીવાની ( આદિ ) ક્રિયા બધી પોત-પોતાથી થાય છે, અજ્ઞાની એમ માને છે કે મેં આ કર્યું, હું એ કરું છું ગાડા નીચે કૂતરું જાય અને ઠાંઠું અડે ને માને કે ગાડું મારાથી હાલે છે, એમ દુકાનને થડે બેઠો, અને જે પૈસા આવે–જાય, માલ આવે–જાય-ઘરાક–(ગ્રાહક ) આવે–જાય, એ કર્તાની પર્યાય હું કરું છું (અભિમાન છે!) આહાહા ! આવું કામ છે, જગતને બેસવો વીતરાગનો માર્ગ ! બહુ અલૌકિક છે બાપુ ! જિનેશ્વ૨–૫૨મેશ્વર (તીર્થંકર ) એમ કહે છે કે તારા ( પોતાના ) અજ્ઞાનથી તેં રાગ–ભાવ કર્યો તો તું રાગનો કર્તા છો, પણ એ વખતે કર્મનું બંધન થાય તો એનો તું કર્તા નથી. આહાહા ! કેમ કે કર્મબંધન છે પુદ્ગલ, એ તારાથી ભિન્ન ચીજ છે અને ભિન્ન ચીજનું પરિણમન થયું તે એનાં કારણથી છે. તારા કા૨ણથી એમાં પરિણમન થાય કર્મરૂપ એવું નથી. આવી વાત છે. આહાહાહા ! Page #434 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૯૧ ૪૧૯ (શ્રોતા:- તોપણ કર્મબંધન તો પડે છે યોગમાં!) ઈ એને કારણે પડે! યોગ તો એમાં નિમિત્તમાત્ર છે, પરમાણુંનું આવવું-જવું પરમાણુંની પર્યાયમાં એ કર્મના કારણથી, યોગના કારણે નહીં. યોગ તો નિમિત્તમાત્ર છે. આહાહા ! ઝીણી વાત છે, આ તો સાદી ભાષાથી કામ ચાલે છે !! આત્મામાં યોગ છે જે કંપન, મન-વચન કાયા (નો યોગ એ) તો જડ છે, એ તો નિમિત્ત અને પોતાનામાં કંપન થાય છે (આત્મ) પ્રદેશમાં યોગ, એ યોગ થવાથી પરમાણુંના પ્રદેશમાં જે પ્રકૃતિ આવે છે એ એનાં કારણે આવે છે-એ સમયે થવાવાળી પર્યાયથી–એને કારણે, અને અજ્ઞાનીએ (જે) કષાય ભાવ કર્યો એ યોગથી, પ્રકૃતિ-પ્રદેશ થયા એમાં એના કારણથી અને અહીં કષાય કર્યો ક્રોધ-માન-રાગ-દ્વેષ-દયા–દાન આદિ પરિણામ તો એ પરિણામનો કર્તા અજ્ઞાની છે, અને એ (અજ્ઞાનીના) પરિણામ થયા તો ત્યાં કર્મમાં સ્થિતિ અનુભાગરસ પડ્યો એવું છે નહીં. શાસ્ત્રભાષા એમ આવે કે યોગથી પ્રકૃતિ અને પરમાણું બને છે અને કષાયથી સ્થિતિને અનુભાગ-કર્મના ચાર પ્રકાર થાય છે ને, પરમાણુની સંખ્યા, પરમાણુંનો સ્વભાવ, પરમાણુમાં રહેવાની સ્થિતિ, પરમાણુમાં ફળ દેવાની અનુભાગ શક્તિ ! ( શ્રોતા:- ભેદજ્ઞાન એની મેળે થાય કે કરવાથી થાય) ભેદજ્ઞાન છે તે છે, રાગથી ભિન્ન જેણે આત્માને જાણ્યો-સમ્યગ્દર્શન થયું, એ રાગના કર્તા નથી. અને જે રાગ થાય છે અને એ જાણે છે, અને એ વખતે (જે) કર્મ બને છે એ પણ જાણે છે), અહીં રાગ થયો તો એ (કર્મ) બંધાણા નથી. એ બંધાય છે એને પણ આ જાણે છે. (શ્રોતા:- ભેદજ્ઞાન સ્વયં થાય છે કે પુરુષાર્થ કરવો પડે છે) આલેલે ! ઈ તો અનંતો પુરુષાર્થ છે, ભેદજ્ઞાન (કંઈ) એની મેળાએ થાય છે? રાગથી ભિન્ન મારી ચીજ (આત્મતત્ત્વ) છે એ મહાપ્રયત્ન છે. એ કયારેય કર્યો નથી એ પ્રયત્ન! (શ્રોતા એ ગુરુકૃપાથી થાય ને!) ધૂળેય ન થાય ગુરુકૃપાથી ! આંહી એ વાત (નથી) એ વાત ખોટી છે. ભગવાન એમ કહે છે કે મારી માન્યતા કરે છે એ તો એને રાગ થાય છે ને રાગથી એને બંધન થાય છે. પુદ્ગલની પર્યાય એ એની સ્વતંત્રતાથી થાય છે. આમ વાત છે ભાઈ ! નવેય તત્ત્વ, નવ કહ્યા છે ને ! નવે, નવ તત્ત્વ પોતપોતાની પર્યાયથી (થાય છે) ભિન્ન ભિન્ન છે. જીવ, અજીવ, પુણ્ય ને પાપ, આસ્રવ, બંધ, સંવર, નિર્જરા ને મોક્ષ, આ વિષય અત્યારે ચાલતો નથી એટલે લોકોને એવું લાગે કે આ નવું કયાંથી કાઢયું? એવું લોકોને નવું બાપુ! પણ અનાદિનો માર્ગ (જ) આ છે. વીતરાગ પરમાત્મા, એ એમ કહે છે કે પ્રભુ! તારી ચીજમાં તો આનંદ પડ્યો છે ને! એ આનંદની તને ખબર નથી ખ્યાલ નથી-સમજણ નથી, એ કારણે તારામાં શુભ અને અશુભ રાગ થાય છે મેલ, એનો તું કર્તા થઈને પરિણમન કરે છે, એ પરિણમન કરવામાં કર્મ (દ્રવ્યકર્મ-જડ છે ) તો પરિણમન રાગદ્વેષનું થયું એવું નથી. અને રાગ ને દ્વેષ તેં કર્યા તો કર્મબંધન થયું–કર્મબંધન થવું જ પડે, એવું નથી. એ પરમાણુંની પર્યાય, કર્મ (રૂપ) થવાની લાયકાતવાળા (પુદ્ગલ) કર્મરૂપે થાય છે. અરે, અરે! આવી વાતું હવે એમાં કયાંય મેળ ખાય, (એવું) ન મળે! આખો દિ' રાગ કરે અને કહે છે કે રાગ કરનારો તું માન, તો તું અજ્ઞાની મૂંઢ છે Page #435 -------------------------------------------------------------------------- ________________ ૪૨) સમયસાર સિદ્ધિ ભાગ-૪ મિથ્યાષ્ટિ ! કેમ કે તારી ચીજમાં તો રાગ છે નહીં, સ્વભાવ-આનંદકંદ છે એ તો, તો એ અજ્ઞાની રાગને કરે અને એ સમયે કર્મબંધન હો, તો રાગ કર્યો તો કર્મબંધનનો કર્તા પણ આત્મા થયો! એવું છે નહીં. આહાહાહા ! ભાષા તો સાદી છે પણ એનાં ભાવ તો (જે છે તે) એણે પકડ્યા નથી, કોઈ દિ' ! આ સાંભળવા મળતું નથી અત્યારે તો અત્યારે તો જ્યાં હોય ત્યાં આમાં કહે આ સામાયિક કરો, પોષા કરો, પડિક્કમણાં કરો, વ્રત કરો, દાન કરો, મુનિને આહાર-પાણી આપો, બધી આવી ક્રિયા ! કરો, કરો, કરો-કરવાની વાતું બતાવે, શ્વેતાંબરમાં જાય તો એને ભક્તિ કરો, પૂજા કરો, જાત્રા કરો, ગિરનાર જાઓ, શેત્રુંજય જાઓ, એ બધી રાગની ક્રિયા બતાવે. આહાહા ! (શ્રોતા – આપ કઈ ક્રિયા બતાવો છો !) આ રાગ વિનાનો આત્મા છે એનું શ્રદ્ધા, જ્ઞાન કરવા એ જ ધાર્મિક ક્રિયા છે. શાંતિભાઈ ? આહાહાહા! આ ધર્મ કરવાની રીત ! (શ્રોતા – જ્યાં ધર્મ હોય ત્યાં જાયને) કયાં જાય? ઇચ્છા કરી અજ્ઞાનીએ કે હું આ કાગળને ઊંચો કરું. એ અજ્ઞાની ઇચ્છાનો કર્તા છે, પણ આ (કાગળની) ઊંચી થવાની પર્યાયનો કર્તા, એ આત્મા છે એવું નથી. આવી વાતું છે પ્રભુ! આહાહાહા ! (જુઓ) પગ ચાલે છે, ઇચ્છા થઈ કે હું ચાલું, બસ? ઇચ્છાનો કર્તા થયો અજ્ઞાની, પગ ચાલે છે એ પગની પર્યાયથી પગ ચાલે છે, ઇચ્છાથી નહીં. હવે આ વાત કોણ માને ! પ્રભુ ગળે ઊતરે નહીં, સમજવું કઠણ. પણ બાપુ માર્ગ તો આ છે ભાઈ ! આહા! અનંત અનંત કાળથી દુઃખી છે પ્રભુ! કાલ ઘણું કહ્યું નહોતું? નર્કમાં ભાઈ તે દુઃખ એવા સહ્યા છે કે બાપુ સાંભળ્યા જાય નહિ, ભગવાનનો પોકાર છે, પ્રભુ તું નર્કમાં અનંત વાર ગયો! અનંત અનંત સાગરોપમનાં નરકના દુઃખો તે ભોગવ્યા ત્યાં, એક એક નર્કમાં અનંત વાર ગયો. પ્રભુ તું એમ પ્રભુ કહે છે, એક એક નર્કની દશહજાર (વરસની) સ્થિતિએ, અનંત વાર દશ હજારને એક સમયની સ્થિતિ એ, અનંતવાર દશક થઇને બે સમયની સ્થિતિએ અનંતવાર એમ ત્રણ, ચાર, પાંચ, સાત, દશ, સંખ્યાત-અસંખ્યાત મિનિટને પછી દશક થઇને? મિનિટની સ્થિતિએ અનંતવાર પછી દશક હજારને ૨ મિનિટની સ્થિતિએ અનંતવાર એમ તેત્રીસ સાગર સુધી અનંત અનંત વાર ભાવ કર્યા બાપા! આહાહાહા ! એક મિથ્યાત્વને લઈને ! એ મિથ્યાત્વ શું ચીજ છે, એની ખબર નથી ! સમજાણું? એ તો (અજ્ઞાનથી) જાણે કે હું દયા પાળું ને વ્રત કરું ને ધર્મ! એ તો દયા ને વ્રતનાં પરિણામ તો રાગ છે, (ઍને) અજ્ઞાની ધર્મ માને છે ને મનાવે છે અત્યારે તો, શું કરવું? માથે સાધુ થઈનેય એ મનાવે છે ને કરવાવાળા માને છે, બધી ખબર છે ભાઈ! આહાહા ! એંસીની સાલમાં (સંવત૧૯૮૦) બોટાદ ચોમાસું હતું, એંસી-એસી કેટલા વર્ષ થયા એને? ૫૫ વરસ, પંચાવન તો બોટાદ તો મોટો સંપ્રદાય ને! અને વ્યાખ્યાનમાં હું બેસું એટલે માણસો તો માંય (સમાય) નહીં અપાસરામાં એટલું માણસ બેઠું હોય, એ શું કહેવાય? શેરી, શેરીમાં બેસે ! આમ હોય ને બારી-બારીમાં આંહી વાંચન ને શેરીમાં બેસે એટલું બધું માણસ (થાય) બોટાદ, ત્રણસો ઘર, શેઠિયા રાયચંદ ગાંધી, મોટા ગૃહસ્થ, લાખો (પતિ) દશાશ્રીમાળી અને વિશાશ્રીમાળી નારણ ભુદર-બહુ માણસ થાય, અમારી તો આબરુ મોટી હતી ને એ દિ' એંસીમાં, બહુ માણસ ભેગું થાય ભાઈ ! આહાહા ! Page #436 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૯૧ ૪૨૧ તે દિ' વાત (અમે) એમ કરતા'તા ત્યાં, સત્ય વાત આવી'તી, એક અઠયાવીસમાં અધ્યયનમાં ભાઈ ! ‘ઉત્તરાધ્યનન” નું અઠ્યાવીસમું અધ્યયન વાંચતા હતા એમાં આવ્યું તું... જુઓ ભાઈ કીધું, આ સંપ્રદાયની દૃષ્ટિ છે ને (એ) રાખીને એમ માને કે અમે સમકિતી છીએ, અમે દયા પાળીએ છીએ ને વ્રત કરીએ છીએ માટે અમે સમકિતી છીએ. હવે આપણે સમકિત તો છે અને વ્રત પાળો તો ચારિત્ર (થશે), તો એ મિથ્યાશ્રદ્ધા છે કીધું. એંસીની સાલમાં, હજારો માણસો હતા, અપાસરો ભરાઈ ગયેલો ને બહાર આખી શેરી, ત્યારે અમારા જે ગુરુભાઈ હતા તેને ન રુચ્યું, એ મૂળચંદજી હતા. વિશાશ્રીમાળી હતા, (ઍને) ન રુચ્યું! એટલે એક પૂરું ચોમાસું થઈ રહ્યું ને કારતક વદ એકમે ઊઠવાનું હોયને! બધાને બોલાવીને, હું ઉપર બેઠો જઈને મેડી ઉપર, (એણે) બધાને બોલાવીને કહે, જો ભાઈ આપણને તો ગૌતમસ્વામી જેવી શ્રદ્ધા મળી છે, હવે તો આપણે વ્રત ને પચ્ચખાણ આદિ કરવા, એ ચારિત્ર ગણવું. એમ કે આ વળી કાનજીએ બીજું કીધું છે, એવું એને (એ) કહેતા'તા. શું કરે પણ એનેય ખબર ન મળે બિચારાને! માણસને (અભિમાન ચડી જાય!) આવું કીધું લ્યો એણે. (બીજું પણ) મેં કીધું કે આ સંક્ષેપરુચિનો અર્થ ચાલતો'તો ભાઈ ! સંક્ષેપસચિનોસંક્ષેપરુચિનો અર્થ ચાલતો'તો એ શું? અઠ્યાવીસમો, અધ્યયન (માં પાઠ છે) મોક્ષમાર્ગનો ઉત્તરાધ્યયનનો, ઉત્તરાધ્યયનના છત્રીસ અધ્યયન છે, એનો અઠયાવીસમો, (અમારે તો ) દરેક અક્ષરે અક્ષર મોઢે હતા ને! એમાં શું છે? છ-સાત હજાર શ્લોક તો કંઠસ્થ હતા. એ સંક્ષેપરુચિની (વાત) વ્યાખ્યાનમાં આવી, એટલે એમાં એમ કહ્યું કે, આ સંપ્રદાય છે સ્થાનકવાસી કે દેરાવાસી, એમ અમે એ સંપ્રદાયી છીએ, અમારી એ શ્રદ્ધા સાચી છે અને બીજાની ખોટી છે એવી માન્યતા છે, એ વાત આપી નથી કીધું એ સંપ્રદાય છે એ માને છે ને મનાવે છે એ દૃષ્ટિ તના વિપરિત છે. આ ભગવાન સંક્ષેપરુચિ તો એને કહે છે કે વિશેષ જ્ઞાન ન હોય પણ અંદર વાસ્તવિક ચીજ જે છે આત્મા, એની જેને દૃષ્ટિ અંદર થઈ હોય તો એને જ્ઞાન વિશેષ ન હોય, તોપણ એને સંક્ષેપરુચિ-સમકિત કહેવામાં આવે (છે). પણ... આ બધા સંપ્રદાયો, અમે આ ક્રિયા કરીએ છીએ ને વ્રત પાળીએ છીએ ને ભક્તિ કરીએ છીએ ને આ કરીએ છીએ માટે એમાં ધર્મ છે એમ માને, એ તો એ માન્યતા મિથ્યાત્વ છે કીધું. પછી અમારે મુળચંદજી ને ઓલું, મુળચંદજીને ઓળખતા'તા તમે ભાઈ ? એકોતેરમાં ચોમાસું લાઠી, એ પછી બધાને બોલાવીને (એણે) કહ્યું, હું તો ઉપર બેઠો હતો–મેડી ઉપર. જુઓ ભાઈ, આપણે તો ગૌતમ જેવી શ્રદ્ધા મળી છે હો, ફેરવશો નહીં, આપણે વ્રત ને તપ કરો હવે તો ચારિત્ર લ્યો એટલે થઈ રહ્યું. આહાહા ! શું કરીએ પણ બાપા! (સમજાણું કાંઈ?) આંહી તો કહે છે કે અજ્ઞાની, અનાદિથી પોતાના જ્ઞાતા-દેણા સ્વભાવને ભૂલીને, આ પુણ્ય ને પાપના (ભાવ) દયા, દાન, વ્રત, કામ, ક્રોધના ભાવનો અજ્ઞાનપણે કર્તા થાય છે. એ સ્વતંત્રપણે કરે છે અજ્ઞાની, કર્મ છે તો ત્યાં રાગ કરવો પડ્યો, એવું નથી. અને અહીં રાગ, કર્તાપણે કર્યો અને ત્યાં કર્મબંધન થયું ને રાગ છે તો કર્મબંધન ત્યાં થયું એવું છે નહીં. એ પરમાણુંમાં ક્રમસર થવાવાળી કર્મપર્યાય થવાવાળી હતી તો કર્મપર્યાય થઈ છે. આવી વાત હવે કયાંય, બહુ આકરું કામ છે બાપુ! સત્યના પક્ષમાં આવવું અને અસત્ય પક્ષ છૂટવો, એ બહુ Page #437 -------------------------------------------------------------------------- ________________ ૪૨૨ સમયસાર સિદ્ધિ ભાગ-૪ આકરું કામ છે. ( શ્રોતાઃ- આકરું બહુ છે ! ) હૈં ? કીધું ને ગુલાબચંદજી ને રતનચંદજીને વાત થઈ અંદર, રતનચંદજીના ગુરુ શતાવધાની, નેવુંની સાલ ચોટીલાના ઉપાશ્રયમાં મેડા ઉ૫૨ કીધું, કે જો ભાઈ, ‘જ્ઞાનક્રિયાભ્યાંમોક્ષ' તે આ નહીં. એ કહે પણ આપણે તો એમ કહીએ છીએ ને અત્યાર સુધી કે શાસ્ત્રજ્ઞાન તે જ્ઞાન, દયા પાળવી ને વ્રત કરવા એ ક્રિયા (તેનું નામ જ્ઞાનક્રિયાભ્યાંમોક્ષ; ) એમ નથી કીધું ભાઈ ! ત્યારે તો હું આમાં (સ્થાનકવાસીમાં ) તો, ચોટીલા, (કીધું કે ) એમ નથી, ત્યારે ? અહીં રાગ વિનાનું આત્માનું જ્ઞાન તે જ્ઞાન અને એ જ્ઞાનમાં રમણતા, તે ક્રિયા–તે ચારિત્ર, તે ‘જ્ઞાનક્રિયાભ્યાંમોક્ષ;' વાત તો સાચી લાગે છે કીધું (એણે ) બિચારો ન૨મ માણસ હતો, પંચાવન વરસની દીક્ષા તે દિ' તો આંહી હજી આમ નેવું (વ૨સ થયા ) એટલે મારે તો વીસને એક, બેંતાલીસ તેંતાલીસ વરસનો ( ફરક ) હતો, એની તો પંચાવન વરસની દીક્ષા, વાત સાચી લાગે છે કહે, બે વાત થઈ'તી ખાનગી હોં! બીજી વાત આ થઈ’તી કે શાસ્ત્રમાં પ્રતિમા છે, એ બત્રીસસૂત્રમાં પૂજા છે–પ્રતિમા–મૂર્તિ છે. ( એ કહે ) છે, એ ખબર છે મને, પણ શું કરીએ હવે, જાવું કયાં મારે ? જો શિષ્ય વાંચશે તો મારી શ્રદ્ધા નહિ રહે એને ! રતનચંદજીના, શતાવધાની હતા ને એનાં ગુરુ હતા આ, અને રતનચંદજીનેય અંદ૨ હતી, એક શબ્દકોષ બનાવ્યો છે એમાં ‘ચૈતન્ય’ જ્યાં શબ્દ આવ્યો ચૈત્ય, ત્યાં પ્રતિમા એનો અર્થ ન કર્યો એણે, ( મેં ) પૂછ્યું આમ કેમ ? તો કહે કે, ન કહેવાય, ચૈત્યનો અર્થ પ્રતિમા થાય છે. એ પણ શેમાં હું શું કરું ? કહે આ ( કહેવાય ) ? બહુ માની–સંપ્રદાયની દૃષ્ટિ છોડવી–એમાંથી નીકળવું ઈ ભારે ! અહીં તો મેં તો છોડીને ‘ગમે તેમ થાવ’ કીધું ભાઈ હું તો છોડી દેવાનો છું, મોટા ભાઈને કીધું'તું ખુશાલભાઈને સત્તાસીમાં, ‘અહીં એકાણુંમાં પરિવર્તન કર્યું' –એ પહેલાં ચાર વર્ષ પહેલાં વીંછીયા મોટાભાઈને કીધું, ભાઈ, હું આમાં ૨હેવાનો નથી આ માર્ગમાં, આ માર્ગ નથી. માર્ગ બીજો છે. તમે દીક્ષા આપી મોટા ધામધૂમે પાંસઠ–છાસઠ વર્ષ પહેલાં, અઢારસો રૂપિયા ખર્ચીને ઘ૨ના હોં ! ઘરે (દીક્ષા ) લીધી'તી દીક્ષા ઉમરાળે, આ દીક્ષા નહીં-આ સાધુપણું નહીં (શ્રોતાઃ- ખરી ક્રાંતિ લાવી !) ના ભાઈને પ્રેમ હતોને બહુ ભાઈ ! મહા૨ાજ આપની ખ્યાતિ બહુ છે તો હળવે-હળવે કરજો, એકદમ કરશો નહીં. પછી એમની હયાતીમાં જ અહીંયા એકાણુમાં હિરાભાઈનું મકાન છે ને ત્યાં છોડયું ! મકાન ત્યાં છે ત્રણ વ૨સ ત્યાં રહ્યા'તા ને જંગલમાં મકાન છે, એમની હયાતીમાં, પોતે ભાઈ અહીંયા જ રહેતા, નિવૃત્ત થઈને, દુકાન છોડી દીધેલી દિકરા-દિકરી નહોતા એટલે પછી અહીં જ રહેતા, ગુજરી ગયા ત્રાણુંમાં ! બાપુ મારગડા જુદા ભાઈ કીધું. આવી પડયો ‘આમાં’ કીધું હું હવે હું નહિ રહી શકું આમાં ! ચીમનભાઈ ? આ તો સત્તાસીની વાત છે, વીંછીયામાં કહ્યું ' તું. ( શ્રોતા:- અમારે માટે જ થયું પરિવર્તન !) માર્ગ આ છે બાપા ! બાબુભાઈ જેવા અત્યારે આવ્યા છે સાંભળવા, મૂકીને બધું જુઓને ! એટલે આવ્યા છે ને સાંભળવા, આવ્યા એટલું તો બસ, એને ગોઠે છે ને ! મારગ આ છે બાપા શું કરીએ ? ( શ્રોતાઃ- પંદર દિવસ શાંતિથી સાંભળે તો ફરી જાય ) હા ફરી જાય ! આહાહા ! આ તો સત્ય છે, આ કયાં કોઈ પક્ષ છે. ભગવાન ત્રણલોકના નાથે પોકાર કરીને કહ્યું Page #438 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૯૧ ૪૨૩ છે, તે આ વાત છે. આહાહા ! સાધક મંત્રસાધક કર્તા (થયા) વિના મંત્ર સાધે છે ને ! અહીં તો દૃષ્ટાંત આપ્યું છે. એ મંત્રનો સાધક, સાધક કે કર્તા વિના સર્પાદિકનું (સાધક કર્તા થયા સિવાય સર્પાદિકનું ) વ્યાપેલું ઝેર સ્વયમેવ ઊતરી જાય છે, એ એને કારણે, અહીં મંત્ર સાધ્યો માટે (ઝેર) ઊતર્યું એમ નહીં, (એમ) કહે છે. છે? (આ) રામજીભાઈ વિંછીનું ઊતારતા'તા વિંછીનું ઊતારતા હતા... એ તો વાત એવી છે ઓલું અહીં વિંછી કરડ્યો હોય (ડંખ માર્યો હોય) ને ત્યાં એના ઝેરનું ઢીમણાં જેવું થઈ જાય, એટલે પછી મંત્ર બોલે ઓલો ને આમ-આમ ઘસે, એટલે છુટું પડી જાય ! એ બધી ખબર બધું! એય કરતો'તો, આમ એક ઠેકાણે (ઝેર) જામ્યું હોય ત્યાં કહે મંત્ર બોલતા જાય ને ઘસે, એટલે ઓલું (ઝેર) છુટું પડી જાય, એટલે ઊતરી ગયું લ્યો હવે, એય બધા ય ખેલ જોયા બાપા! એકેએકની વાતું અંદર જોઈ (છે) ને જોઈ (છે) પહેલાં એટલે પછી મંત્રથી ઊતરી ગયું (એમ લોકો માને !) રામજીભાઈ મંત્ર ભણ્યા માટે ઊતરી ગયું? મેં કીધું, ધૂળેય નથી એનાથી નથી ઊતર્યું, ઊતર્યું એનાં કારણે ઊતર્યું બાપુ! શું થાય! સર્પાદિકનું ઝેર કીધું ને! મંત્રનો સાધક પોતે તેના પરિણામને કરે, પણ સામે જે સર્પનું ઝેર આદિ ઊતરે એ એને કારણે ઊતરી જાય છે. આને કારણે નહીં. આ તો નિમિત્ત માત્ર છે. આહાહાહા ! એમ આ દવામાં પણ એમ છે. શરીરની પર્યાય જે પ્રકારે હોય રોગની દવા આવે ત્યારે શરીરની પર્યાય બીજી રીતે બદલવાની હતી ત્યારે ઓલા-દવાને નિમિત્ત કહેવામાં આવે છે. દવાથી ત્યાં પરમાણું પલટયા છે એમ છે નહીં. આરે, અરે ! આવી વાતું હવે કયાં! વાતે વાતે ફેર! એકોતેરમાં (સંવત ૧૯૭૧) કહ્યું હતું ને! અમારા વીરચંદભાઈના બાપને બધાં હતા. ત્યારે મોનજીભાઈ હતા, ત્યારે મોનજીભાઈ (કે જે) આમના બાપના બાપ નહિ? મનસુખભાઈ ના બાપ છગનભાઈ, છગનભાઈના બાપ મોહન દેસાઈ ! કેવા મોહનજી દેસાઈ, બધાં પોષા કરતાં હતાં ત્યાં એકોતેરમાં, તે દિ’ ત્યાં કહ્યું બપોરે એક વાગ્યે વંચાણું, આઠમ (હતી) “કર્મને લઈને વિકાર ત્રણકાળમાં આત્મામાં ન થાય' કીધું. મારા ગુરુ સાંભળતા'તા બિચારા, વિરોધ ના કર્યો ! એણે કીધેલું નહીં કોઈ દિ' કંઈ પણ વિરોધ ન કર્યો! કર્મને લઈને આત્મામાં વિકાર થાય બિલકુલ જૂઠી વાત છે. મિથ્યાત્વ-સંશય શબ્દ છે “ભગવતી (સૂત્ર)' માં, સંશય-મિથ્યાત્વ થાય છે એ કર્મને લઈને થાય છે બિલકુલ જૂઠી વાત છે. અજ્ઞાની પોતે (પોતાને ) ભૂલીને મિથ્યાત્વભાવને કરે તેથી તે મિથ્યાત્વનો અજ્ઞાની કર્તા થાય, એ સ્વતંત્ર છે. ભગવતી ( સૂત્રમાં ) સંશય ( એવો પાઠ છે) એનાં ઉપરથી કાઢયું છે (કહ્યું છે) સંશયનો પાઠ હતો ને તે દિ' ! ચારે ચાર મહિના એકાંતરા અપવાસ કરતા, શાસ્ત્રોનું મારે ભણતર ચાલતું'તું ને, એનાં ઉપધાન તરીકે એક દિવસ અપવાસ ચોવિહાર હોં, બીજે દિવસે એક ટંક ખાવાનું, ત્રીજે દિવસે ચોવિહાર, પાછો ને એક ટંક! ચારેય માસ એકોતેરના (સંવત ૧૯૭૧) ચોમાસામાં ખાવાનું બીજે દિવસે ચોવિહાર પાછો ને એમાં એક અમારે ગુરુ પણ કરતા તે દિ', કાંઈ વરસાદની તાણ (અછત ) હતી એકોતેરમાં, પહેલાં હિરાજીમહારાજ, મૂળચંદજી અને હું ત્રણે હતા. પણ..... વાત એ કીધું કે આ મિથ્યાત્વ આદિ રાગદ્વેષના પરિણામ, જીવથી-જીવમાત્રથી Page #439 -------------------------------------------------------------------------- ________________ ૪૨૪ સમયસાર સિદ્ધિ ભાગ-૪ થાય છે. એ કોઈ એમ કહે કે કર્મને લઈને થાય છે (એ) જૂઠી વાત છે, કીધું, એ.. ય ખળભળાટ હાલ્યો! કારણ બધાય સંપ્રદાયમાં એ વાત, સ્થાનકવાસીય એમ માને કે કર્મને લઈને વિકાર થાય, શ્વેતાંબર એમ માને કે કર્મને લઈને વિકાર થાય, દિગંબરોય એમ માને કે કર્મને લઈને વિકાર થાય. એ ય ખળભળાટ થઈ ગયો ! કીધું, લાખ ખળભળાટ થાય પણ માર્ગ તો આ છે. એ કર્મ છે તો અહીંયા (જીવમાં) રાગ વિકાર થયો છે એમ નથી. અને વિકાર થયો જીવમાં તો (ત્યાં) કર્મબંધન થયું એવું છે નહીં. પોત-પોતાને કારણે છે. આહાહા! આવી વસ્તુ છે. આહાહાહા ! સમજાણું કાંઈ? (શ્રોતાઃ- ઘાતી-અઘાતીના ભાગલા કોણે કર્યા?) ભાગ? ઈ પરમાણુંએ કર્યા, આત્માએ નહીં. ઈ દષ્ટાંત આપ્યો છે (સમયસારમાં છે) સાંભળો! કે જેમ આ આહાર લે છે માણસ, (એમાં એ આહારમાં કેટલાક પરમાણું લોહીપણે, કેટલાક પરમાણું વીર્યપણે, કેટલાક હાડકાંપણે, કેટલાક ચામડીપણે પરિણમે છે, પણ એને પરિણમાવે કોણ? એ એની (પરમાણુંની) પરિણમવાની યોગ્યતા પ્રમાણે પરિણમાવે છે. દાખલો છે એનો સમયસારમાં દાખલો છે. આસ્રવ છે ને ભાઈ ? (બીજો) દાખલો, શેર-દોઢશેર બદામનો મેસુબ (બનાવ્યો હોયને) એ ખાધાં લ્યોને બદામનો મેસુબ થાય છે ને! પીસ્તાનો મેસુબ થાય છે, એ પહેલાં થતાં, હવે તો મોંઘું પડયું ને (થયું ને !) સવા-સવાસો રૂપિયાની (એક) કિલો બદામ ! અને પિસ્તા તો દોઢસો-બસો પીસ્તા બહુ મોંઘા છે. છે ને બધી ખબર છે ને!તે દિ' તો બાર આને શેર હતી બદામ, અમે દુકાને વેચતાં ત્યારે, (મારે) આંહી બીજુ કહેવું છે કે એ બદામનો મેસુબ થાય, એ મેસુબ થાય ને ખાય, એટલે એનાં પરમાણું જે છે (બદામના તેમાં) કેટલાક લોહીપણે, લોહીપણે થવાના હોય એ લોહીપણે થાય, વીર્યપણે થવાના હોય એ વીર્યપણે થાય, થુંકપણે થવાના હોય એ થુંકપણે થાય, ચામડાપણે થવાના હોય એ ચામડાપણે થાય, હાડકાંપ થવાના હોય એ હાડકાંપણે થાય, દાખલો છે ને સમયસારનો ! એને કોઈ બદલાવવાવાળું નથી–ભાગ પાડવાવાળું નથી. આહાહા ! પરમાણુંએ પરમાણું એક-એક સ્વતંત્ર, જે સમયે જે ક્રમબદ્ધમાં એની પર્યાય જે થવાવાળી છે (તે જ) થાય છે. આકરું કામ ભાઈ? સત્યને સત્ય રીતે માનવું બહુ કઠણ છે ભાઈ ! આહાહા ! ઈ આવ્યું છે આંહી કાગળ આવ્યો મોહનભાઈનો આવ્યો છે આંહી “હરણિયાને મોડી ખબરું પડી–મૃગલાને મોડી ખબરું પડી” હમણાં ભાઈ આપી ગયા કાગળ. આહાહા ! એમ આ અજ્ઞાનીને મોડી ખબરું પડી, મારો નાથ ! આંહી આનંદસ્વરૂપ છે, એ આનંદને બહાર ગોતવા જાય છે. બાયડીમાંથી આનંદ મળશે, પૈસામાંથી મળશે, એ ભોગમાંથી મળશે, વિષયમાંથી મળશે, પૈસામાંથી મળશે, અરે ! મૂરખ કયાં જાશ તું? એ મરવાના ટાણાં આવ્યા ત્યારે પછી (મોં ફેરવી લે છે) પછી હાય ! હાય ! અરે રે, હવે.. દામનગરમાં એક હતા ખુશાલભાઈ-ખુશાલ પ્રેમચંદ, ગૃહસ્થ લોકો ત્યાં (એને) એક આંખ નહોતી, એની દિકરી અહીં હતી ઝબુબેન, આવ્યા'તાને ગઢડામાં પરણાવ્યા'તા, (એ ખુશાલભાઈ ) ગામનાં બહુ કામ કરે-ગામનાં માણસોના એ ખુશાલભાઈ હતા. બધા ત્યાં ચોમાસા કર્યા'તા ને ભાઈ ! ( એ ખુશાલભાઈ ) મરવા પડ્યા ત્યારે ભાઈ Page #440 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૯૧ ૪૨૫ રોવે અને આંખમાંથી આંસુ હાલ્યા જાય! શેઠિયા જોવા જાય દામોદર શેઠ જેવા જોવા જાય! અરે રે! મેં કાંઈ ન કર્યું મારું, મેં દુનિયાના-ગામના કામમાં (વખત ગુમાવ્યો!) ગામના ડાહ્યા હતા ગામનું કામ કરે. આહા! ગામના કામમાં મારી જિંદગી ગઈ ! અત્યારે દેહ છેલ્લી સ્થિતિમાં છે, હવે રોવે... રોવે તે રોવે રોવે ! ખુશાલ પ્રેમચંદભાઈ હતા, પ્રેમચંદ ડોસા હતા તેમના દિકરાઓ બધા દામનગર, અરે રે! કોઈ નથી મારું અત્યારે એમ બોલે, મેં મારું કર્યું નહીં કાંઈ ભાઈ ! મેં મારું કર્યું નહીં, મેં બગાડયું મારું, દુનિયાના કામમાં જઈજઈને મારો વખત ગયો બધો આ (રડે... રડે!) દેહ છૂટી ગયો દેહ જાવ. જાવ ! કહો, શાંતિભાઈ? આ બાઈડિયું ને છોકરાંવ સાટુ કરીને વેપાર-ધંધા કરી-કરીને મરી ગયો એનાં સાટું! પોતાનું જે કરવાનું છે શું છે એને ભૂલી જ ગયો ! (શ્રોતા:- એ રાગ કરે ને!) એ રાગ પણ એ રાગ કરે છે તો એ પોતે ને ! રાગ કરે છે, એ કાંઈ પરનું કરી શકતો નથી. આહાહાહા ! સંભળાય છે બરાબર જમનાદાસભાઈ ? જૂના માણસ છે અમારા, લાઠી પાસેના પીપળવાના છે. પીપળવા (ગામડું) છે. આહાહાહા ! - આંહી કહે છે પ્રભુ! તું અજ્ઞાની થઈને તારું સ્વરૂપ જે આનંદઘન-સચ્ચિદાનંદ પ્રભુ જ્ઞાતાદેષ્ટા, જાણનાર-દેખનાર તારો સ્વભાવ છે, એને (પ્રભુ) તું ન જાણે, તો તારી (દશામાં) રાગને પુષ્ય ને પાપના પરિણામ ને એ પરિણામનો કર્તા થઈને પરિણમે છો ! અને એ અજ્ઞાનપણે જે રાગ-દ્વેષ કર્યા અને એનો કર્તા તું થયો, અને સામે જે કર્મબંધન થયું એ તે રાગ-દ્વેષ કર્યા માટે કર્મબંધન થયું એવું નથી. કર્મબંધન થયેલા પરમાણુંની પર્યાયની લાયકાતથી કર્મબંધન થયું છે. શ્રીપાલજી? આવી વાતું છે, અને અત્યારે તો ગરબડ બધું, મહારાજ સાધુઓએ તો ગરબડ કરી નાખ્યું છે. બહુ આકરું, આકરું કામ છે ભાઈ ! શું થાય ! કોઈની નિંદા માટે નથી, વસ્તુની સ્થિતિ આવી છે ભાઈ ! હેં? (શ્રોતા- વસ્તુનું સ્વરૂપ જ આવું છે!) વસ્તુનું આવું (સ્વરૂપ જ) છે. આહાહાહા ! સમજાણું કાંઈ...? અજ્ઞાની ( હોવા છતાં પણ) હવે તો વિચારતા લોકો લાખ્ખો થઈ ગયા છે. એ બાજુ તો વધારે થઈ ગયા છે, આપણે આ બાજુ કરતાં તો ઉત્તરમાં, કેમ કે ભાઈ છે ને હુકમચંદજી, હુકમચંદજી તેંતાલીસ વર્ષની ઉંમર પણ માળાનું મગજ ! પંડિત છે મોટો ! પાનસેનો પગાર આપે છે ભાઈ પુનમચંદ ગોદિકા, સો રૂપિયા વધારી દીધા તો ના પાડી કે હવે નહિ બસ, આટલા બસ છે મારે અને મારે તો થોડાક વરસ જ રહેવું છે, બાકી છોકરાંવ તૈયાર થઈ જાય, એટલે છોડી દેવું છે, બહુ મગજવાળો માણસ, ૪૩ વર્ષનો, પંદર-પંદર હજાર છોકરાંવની પરીક્ષા લે છે. (શ્રોતા- આપનો હાથ છે ને!) હાથ–બાથ! એ બાજુમાં બહુ પ્રચાર છે આંહીનો, એનો ને એક જ્ઞાનચંદજી છે. જ્ઞાનચંદજી વિદિશાના છે એ વિદિશાના છે. આપણે (આંહીનું તત્ત્વ) બધાયને આપે, દશ-દશ હજાર માણસોને આપે આ જાતનું વ્યાખ્યાન, લોકો તન્મય થઈને સાંભળે ! અરે, અમે–અમને તો ખબરેય નહોતી અમને, આ શું કહે છે! અમે તો સોનગઢવાળાને, અમે ગણ્યા ભ્રાંતિવાળામાં ને સોનગઢે તો નવો ધર્મ કાઢયો ને ! (એમ માનતા'તા!) (અહીંનું તત્ત્વ) સાંભળી સાંભળીને ઘણાં બચારા તૈયાર થઈ ગયા ! આ બાજુ તો બધા શ્વેતાંબર હતા ને, ત્યાં દિગમ્બર ઘણાંએ, એટલે દિગમ્બરમાં આ વાત કરતા તો દિગમ્બરમાં માણસોને આ વાતની ઘડ બેસી જાય છે. એમાં એક બાબુભાઈ છે ગુજરાતમાં આપણે Page #441 -------------------------------------------------------------------------- ________________ ૪૨૬ સમયસાર સિદ્ધિ ભાગ-૪ ફતેપુરવાળા, એ ત્રણનો (એ બાજુમાં ) વધારે પ્રચાર છે. આહાહા ! આંહી શું કહે છે! કે અજ્ઞાનીઓ પોતાના સ્વરૂપને ભૂલીને જે કંઈ પુણ્ય ને પાપનાવિકારના કર્તા થયા, તો એ સમયે જે કર્મબંધન થયું, એ પોતાના કારણથી થયું છે. કર્મના કારણથી બંધન થયું છે. સમજાણું? શી રીતે ? કે મંત્રસાધક જીવ, મંત્રને સાધે છે, બસ એ જ એની પર્યાયનો કર્તા છે મંત્રનો (અને ) સામે જે સર્પનું (ઝેર) ઊતરી જાય છે, એ એના કારણથી ઊતરી જાય છે, ઝેરના કારણથી ઊતરી જાય છે, આના (મંત્ર સાધકના) કારણથી નહીં. છે? “સાધક કર્તા થયા સિવાય સર્પાદિકનું વ્યાપેલું ઝેર સ્વયમેવ ઊતરી જાય છે. સ્ત્રીઓ સ્વયમેવ વિડંબના પામે છે એવો મંત્ર ભણે ને ત્યાં સ્ત્રીઓ ધુણવા લાગી જાય. પણ એને (સ્ત્રીઓને) કારણે, આને (મંત્રસાધકને) કારણે નહીં. આહાહા ! (શ્રોતાઃ- પણ મંત્ર અસર તો કરેને !) નહીં, નહીં બિલકુલ નહીં, પરને કંઈ અસર કરે નહીં. એ વાત છે. છે? સ્ત્રીઓ સ્વયમેવ ઓલો મંત્ર જપે ઈ તો ત્યાં જપવાનો) કર્તા છે, આંહી સ્ત્રીઓ એને (પોતાને) કારણે ધુણવા લાગે ! આહાહાહા! અને બંધનો સ્વયમેવ તૂટી જાય છે.” માનતુંગાચાર્ય, એને સાધુને બંધન હતું ને ! એને બંધનમાં નાખ્યા'તા. ભગવાનની સ્તુતિ કરતાં કરતાં કરતાં ઈ (બેડી) તૂટવાની હતી તે તૂટી ગઈ, પણ ભાષામાં એમ કહેવાય કે મંત્ર જપ્યો (સ્તુતિ એવી કરી) માટે તૂટયા! સમજાણું કાંઈ...? ચંદનબાળા, ભગવાનને આહાર આપ્યો એમ કહે છેને, ભગવાન મહાવીરને ચંદનબાળાએ (આહારદાન કર્યું!) એ શેઠાણી હતી ને એને બેડીમાં નાખી'તી, કારણકે એની શેઠાણીને વહેમ પડ્યો કે આ કાંઈ રાખી છે મારા ઘણીએ બીજી, ઓલાને તો દિકરી સમાન હતી, પણ રૂપાળી બહુ હતી એટલે એની શેઠાણીને વહેમ પડેલો એમ. બેડીમાં નાખી'તી એમાં ભગવાન મહાવીર પધાર્યા આહાર માટે, હજી (મહાવીર) છદ્મસ્થ હતા, કેવળી નહીં. આ (ભગવાન મહાવીર) પધાર્યા ત્યાં આને (ચંદનબાળાને) ભાવ થઈ ગયો આનો. અરેરે! આહાહા ! હું આહાર કેમ આપું! બાકળા હતા એની પાસે, ઇ બાકળા આમ આપતાં (ફડાક) બેડી તૂટી ગઈ ! આહા! ફડાક દઈને, આવે છે ને! અને જ્યાં આહાર આપ્યો ભગવાનને ત્યાં દેવ ઉપરથી અહો ! અહો ! દાનમ્... અહો ! અહો ! દાનમ્! જુઓ ! એ કુદરતે ત્યાં થવાની પર્યાય છે. આહાહાહા ! અહો અહો! ચંદનબાળાએ બહુ આહાર આપ્યો-ભગવાન મહાવીરને આહાર (આહારદાન કર્યું!) એમ કહે છે. એ તો પુણ્યનો ભાવ છે, આહાર દેવો એ કાંઈ ધર્મ નથી, પણ એ તો એક શુભ ભાવ છે. ધર્મ તો રાગથી રહિત પોતાનો અંતર સ્વભાવ, ચૈતન્ય ભગવાન શુદ્ધ, એની દૃષ્ટિ અને જ્ઞાન કરે તેમાં એકાગ્રતા થાય, તો ધર્મ થાય છે. બાકી બધી વાતું થોથાં છે. (શ્રોતાઃ- ચંદનબાળા આહાર આપે એવો એક “અભિગ્રહ હતો ને ભગવાનને !) એ શુભભાવ હતો અને ત્યાં બેડી તૂટવા લાયક હતી તો તૂટી (એનો કાળ હતો) અને આહાર દેવાની ક્રિયા પણ આહારને કારણે જ, થવાની હતી તે થઈ. ચંદનબાળાએ તો શુભ ભાવ કર્યોપ આવી વાતું બહુ! એક કોળિયો પણ (આહારનો ) આત્મા લઈ શકે ને ખાય શકે ત્રણકાળમાં નહીં, એ જડની ક્રિયા છે. કહો, મધુભાઈ? ભારે આકરું પડે તમારે બધા હિરાના વેપારમાં આખો દિ' મશગુલ થઈ જાય ને. Page #442 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૯૧ ૪૨૭ હિરા હાલતા હોય, બે-પાંચ લાખ પેદા થઈ જાય બાર મહિને ને ત્યાં તો... આહાહાહા ! કેવું ! અમે હુશિયારી કરીને કેવું આ કર્યું ! ( શ્રોતાઃ- રાગનો જથ્થાબંધ વેપાર !) થઈ જાય, શું કીધું ? ભાઈ, આ તો તમારો દાખલો તમારો બાકી બધા એમ છે–આખી દુનિયા ! આ તો તમે નવા આવ્યા, કેમ શાંતિભાઈ ? આહાહાહા ! આંહી તો કહે છે, ઘણો વખત થવા આવ્યો નહિ ! મંત્રના સાધકના પરિણામ મંત્રના સાધકે કર્યાં પણ સામે જે ક્રિયા થઈ એ એને કા૨ણે થઈ છે, આને ( મંત્રસાધકને ) કા૨ણે નહીં. એમ જીવે રાગ-દ્વેષ કર્યા અને સામે ( કર્મનું ) બંધન થયું, એ બંધનને કારણે થયું, રાગ-દ્વેષને કા૨ણે નહીં, એ વિશેષ કહેશે. (શ્રોતા:- પ્રમાણ વચન ગુરુદેવ ) પ્રવચન નં. ૧૮૨ ગાથા-૯૧-૯૨ તા. ૩૦/૦૧/૭૯ મંગળવાર મહા સુદ-૩ શ્રી સમયસાર, (ગાથા-૯૧ ચાલે છે, થોડું ચાલ્યું છે. ) જેમ, જેવી રીતે મંત્રસાધક પુરુષ છે એ મંત્રના પરિણામને સાધે છે, છે એમાં તો એ તો નિમિત્તમાત્ર છે એને કા૨ણે ૫૨માં સર્પનું ઝેર ઊતરી જાય, વીંછીના ડંખ ( નું ઝેર ) ઊતરી જાય, સ્ત્રીઓ સ્વયમેવ વિડંબના પામે, વગેરે એ એની પર્યાય એનાં કારણથી થાય છે. મંત્રના પરિણામથી થઇ એવું નથી. આહાહા ! કહો ! એ તો દૃષ્ટાંત થયું. છે ? “તેવી રીતે આ આત્મા” (ગાથા ) એકાણુંમાં નીચે ત્રીજી ચોથી પંકિત છે— નીચેની ચોથી પંકિત, એકાણું ( ગાથાની ) તેવી રીતે ત્યાંથી છે ? ચોથી પંકિત નીચેથી એકાણું ( ગાથા ), ચોપડો જોતાં વાર લાગે ? ઓલો ઘરનો ચોપડો જોતા આવડે ! કહે છે કે જેમ મંત્રસાધક માણસ પોતાના પરિણામમાં મંત્રની સાધના કરે છે તો ૫૨માં પોત પોતાને કા૨ણે ત્યાં સ્ત્રીઓ વિડંબના ( પામે ), સર્પાદિકનું ઝેર ઊતરે એ આ માણસથી નહીં. આહાહાહા ! આવું નિમિત્ત, નિમિત્તનો સંબંધ આ પ્રકારે આ આત્મા અજ્ઞાનને કા૨ણ પોતાનું શુદ્ધસ્વરૂપ ચૈતન્ય હું (છું ) આનંદ હું છું, એની ખબર નથી, પોતાના શુદ્ધચૈતન્ય સ્વભાવના અજ્ઞાનને કા૨ણે મિથ્યાદર્શનજ્ઞાન આદિ ભાવ રૂપ મિથ્યાશ્રદ્ધારૂપ (રાગ-દ્વેષ ભાવોને પામે છે) આહાહા ! સમજાણું ? હું ૫૨ના (કાર્યો ) કરી શકું છું, ૫૨થી મારામાં લાભ થાય છે, ૫૨ની હું દયા પાળી શકું છું, રાગને પુણ્ય આદિ ભાવ છે એ ધર્મ છે ( મારી ફરજ છે ) આવી મિથ્યાશ્રદ્ધારૂપી જે પ્રાણી પોતાનામાં એવું પરિણમન કરે છે અજ્ઞાનને કારણે, પોતાના ચૈતન્ય શુદ્ધ ચૈતન્યસ્વરૂપ એનું જેને ભાન નથી ( એ ) મિથ્યાર્દષ્ટિ, એ ૫૨માં હું કર્તા છું, ૫૨થી મારામાં ૫૨ મા૨ો કર્તા છે-૫૨થી મારામાં કંઇક થાય છે ને મા૨ાથી ૫૨માં કંઇક થાય છે, એવી મિથ્યાશ્રદ્ધા (મિથ્યા અભિપ્રાય ) છે એ તો અજ્ઞાની છે. મિથ્યાદર્શન, મિથ્યાજ્ઞાન મિથ્યા રાગ આદિભાવરૂપ સ્વયં જ પરિણમે છે. એ કર્મને કા૨ણે નથી, એમ કહે છે. મિથ્યાશ્રદ્ધા કરે છે ઇ પોતાના પરિણામ ક૨વામાં કર્તા પોતે જ છે, ૫૨ના કા૨ણે નથી. કહે, કે ભાઈ ! કર્મનો ઉદય એવો આવ્યો (તેથી ) અમારે મિથ્યાદર્શન-મોહ, મિથ્યાશ્રદ્ધા કરવી પડી, એવું છે નહીં. સ્વયમેવ મિથ્યાશ્રદ્ધા ( કરે છે ) હું રાગનો કર્તા, હું દયા–દાનના રાગનો Page #443 -------------------------------------------------------------------------- ________________ ૪૨૮ સમયસાર સિદ્ધિ ભાગ-૪ કર્તા, મેં કર્યો રાગ, હું કર્તા છું એવી માન્યતા મિથ્યાદેષ્ટિની છે. આહાહાહા ! એ અજ્ઞાનપણે પોતાના પરિણામમાં મિથ્યાશ્રદ્ધા કરે-મિથ્યાજ્ઞાન કરે અને મિથ્યાચારિત્ર-રાગરૂપે પરિણમે તો એ સ્વયં જ પરિણમન કરે છે. સમજાણું કાંઇ? પોતાનાથી એ મિથ્યાશ્રદ્ધા, મિથ્યાજ્ઞાન ને રાગરૂપે થાય છે. એ મિથ્યાદર્શનાદિ ભાવનો કર્તા થાય છે એ પોતાના વિકારી ભાવનો અજ્ઞાની પોતાના સ્વરૂપનું ભાન નથી તો મિથ્યાશ્રદ્ધા આદિના એ પરિણામનો અજ્ઞાની કર્તા બને છે. સમજાણું આમાં કાંઇ...? આવી વાત છે. (હવે કહે છે, “અને તે મિથ્યાદર્શનાદિ ભાવ પુગલદ્રવ્યને કર્મરૂપે પરિણમવામાં અનુકૂળ હોવાથી નિમિત્તમાત્ર થતાં” શું કહે છે? એ વખતે મિથ્યાશ્રદ્ધાજ્ઞાનરૂપ પરિણમ્યો અજ્ઞાની આત્મા, તો એ સમયે જે કર્મ બંધન થાય છે એ કર્મબંધનમાં આ પરિણામ નિમિત્ત છે-અનુકૂળ છે. છતાં એ મિથ્યાત્વનું-દર્શનમોહ આદિનું પરિણમન થાય છે એ પોતાથી થાય છે એ પરિણમન કર્મથી થાય છે, આત્માથી નહિ. આહાહાહા ! આત્મા પોતાના ચૈતન્ય શુદ્ધસ્વરૂપ, એને ભૂલીને હું પરનો કર્તા છું-દયા પાળું છું પરને સગવડતા આપી શકું છું, પરની હું સેવા કરી શકું છું-એ ભાવ અજ્ઞાની, પોતાનામાં પોતાની (મિથ્યા) શ્રદ્ધાથી પરિણમે છે અને એ શ્રદ્ધાનો કર્તા એ અજ્ઞાની પોતે છે. સમજાણું કાંઇ? એ પરિણામ નવા પુદગલકર્મ બને છે, કર્મ (બંધાય છે, તેમાં એ પરિણામ અનુકૂળ નિમિત્ત છે. છતાં એ પુદ્ગલના પરિણામ તો પુદ્ગલથી થાય છે. આહાહાહા ! આવી વાત છે ઝીણી ! જ્યાં પરિણામ વિકારી પોતે કરવાનું માને છે ત્યાં દર્શનમોહ પરમાણું કર્મરૂપે પરિણમે છે. એ એનાં કારણે છે. એ સમય પરમાણુંના દર્શનમોહનીય (પ્રકૃતિરૂપ) પરિણતિ થવાની લાયકાતથી પરિણમે છે, તેમાં જ્યારે અંતર છે એટલો પણ નિમિત્ત-નિમિત્ત સંબંધ હોવા છતાં પણ એકબીજાનાં પરિણામના કર્તા કોઈ (બીજા) નથી. આહાહાહા ! (દ્રવ્યકર્મ) નજીકની ચીજ અંદર છે, કે અહીં (જીવે) મિથ્યાશ્રદ્ધા-મિથ્યાજ્ઞાન ને રાગ-દ્વેષ કર્યા, એ જ સમયે કર્મ, કર્મરૂપ પરિણમ્યા, તો એવો નિમિત્ત-નિમિત્ત સંબંધ હોવા છતાં પણ એ મિથ્યાશ્રદ્ધા છે એ દર્શનમોહથી પરિણમે છે એવું છે નહીં. તેમ દર્શનમોહનો ઉદય થયો તો (તેથી) અહીં (જીવન) મિથ્યાશ્રદ્ધા થઈ એવું નથી. આહાહાહા ! નજીકમાં છે તો પણ આમ છે, તો દૂરની તો શું વાત? કે ભાઈ ! આ શરીરને આત્મા હલાવી શકે છે, આત્મા બોલી શકે છે, આત્મા ખાઈ શકે છે-રોટલી, રોટલી ખાય ને! મેસુબ, રસગુલ્લા ખાય શકે કે નહીં? એ ક્રિયા તો જડની જડમાં થાય છે ફક્ત એમાં (એ ક્રિયામાં ) રાગ આવ્યો ( જીવને કે) હું ખાઉં છું-એ રાગ (ઇચ્છા ) નિમિત્ત છે, પણ એ રાગથી એ ખાવાની ક્રિયા જડની થઈ એવું નથી. અને ખાવાની ક્રિયા જડની થઈ તો એનાથી અહીં રાગ થયો, એ પણ છે નહીં. સમજાણું કાંઈ....? ન્યાં નજીકમાં (છે દ્રવ્યકર્મ) તોપણ રાગ-દ્વેષનો (પોતાના) અજ્ઞાનથી કર્તા (જીવ) થાય છે. એ સ્વયં કર્તા છે. કર્મ વિકારનો કર્તા છે તેમ નહીં વિકાર સ્વયં કરે છે. તો નવું કર્મ બને છે અને એમાં એ (જીવન) પરિણામ નિમિત્ત છે અનુકૂળ છે. પણ નવું પરિણમન થયું એ રાગ થયો-મિથ્યાશ્રદ્ધા થઈ, તો નવા-નવા પરિણમન એ કરે છે (દ્રવ્યકર્મના) એ આત્મા કરે છે એવું નથી. (શ્રોતા:રાગ ન કરે તો નવા કર્મ બંધાય જ નહીં!) પ્રશ્ન જ નથી. પ્રશ્ન અહીં શું છે? ત્યાં અહીં રાગ હો, Page #444 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૯૧ ૪૨૯ મિથ્યાશ્રદ્ધા થાય છે ને, ત્યાં દર્શનમોહનું પરિણમન પરમાણમાં થાય જ છે, પણ ત્યાં રાગ થયો તો ત્યાં થાય છે, એવું નથી. રાગ તો નિમિત્ત માત્ર છે. આહાહાહા! ભારે આકરું કામ લોકોને સત્ય વાત સાંભળવા મળે નહિ બિચારા ! (અત્યારે તો આ પ્રરૂપણા) આ કરો, આ કરો, આ કરો મિથ્યાશ્રદ્ધાની પ્રરૂપણા છે એ બધી. આહાહા!દેશની સેવા કરો ! ગરીબોને દાન આપો! ભૂખ્યાને આહાર આપો ! તરસ્યાને પાણી આપો! રોગીને ઓસડ આપો ! લોકોને સારું લાગે લો? છે? (શ્રોતા- મદદ તો કરવીને?) થઈ શકતું નથી–કરી શકતો નથી એ. આહાહા ! પરની પર્યાય (આત્મા કરી શકતો નથી) આહાર જવાનો હોય, પૈસા જવાના હોય (દાનમાં) એને આત્મા શી રીતે કરી શકે એ? બહુ આકરું કામ છે. સાધક (મંત્રસાધક ) એ નિમિત્ત કહેવામાં આવે છે (શ્રોતા:- પાગલ જેવું લાગે છે) પાગલ જ છે. અહીંયા ભગવાન આત્મા ! ઓલામાં આવ્યું છે ને! એકસો બ્યાસી શ્લોક છે, પ્રજ્ઞાછીણી પછી (શ્લોક-૧૮૨) મદ્યત્તે યઃિ વરાળિ યદ્રિ ના ઘર્મા જુના વા યદ્રિ મિદન્તાં ન મિફાસ્તિ વન વિમ ભાવે વિશુદ્ધે રિતિકા ભાઈ ! “કારકાણિ” કહે છે કે આ ભગવાન આત્મામાં કર્તા-કર્મ-કરણ આદિ ષટ્કારક હો, ભેદરૂપ કથન કરવામાં, કથન હો !(યક્ટિ IRITળ વા યદ્દેિ ઘર્મા: વા યઃિ ગુણ : મિત્તે, મદ્યન્તામ) જો કારકોના, અથવા ધર્મોના અથવા ગુણોના ભેદો પડે, તો ભલે પડો (વિમો વિશુદ્ધ વિતિ ભાવે વન મિયા ન સ્તિ) પરંતુ વિભુ એવા શુદ્ધ (સમસ્ત વિભાવોથી રહિત) ચૈતન્યભાવમાં તો કોઈ ભેદ નથી. (આમ પ્રજ્ઞા વડે આત્માને ગ્રહણ કરાય છે.) એવું ભેદરૂપ કથન હો, તો એમાં (આત્મામાં) અનંતધર્મ છે, નિત્યાનિત્ય, એક અનેક આદિ એ પણ કથનથી કહો, પણ અંદર તો અભેદ-એકાકાર વસ્તુ છે. આ તો (આત્મામાં) અનંતગુણો ને અનંત ધર્મો વસ્તુ છે વસ્તુ! એ અનંત ગુણો, ગુણ એટલે જ્ઞાન-દર્શન-આનંદ આદિ ને ધર્મ એટલે નિત્ય-અનિત્ય, શુદ્ધ-અશુદ્ધ, એક-અનેક અપેક્ષિત ધર્મ, એવા અનંત ગુણો અને અનંત ધર્મો હોવા છતાં પણ ભેદ નથી વસ્તુમાં. (આત્મા અભેદ છે) આહાહાહા! એ અભેદ-ચિદાનંદ પ્રભુની દૃષ્ટિ કરવી એનું નામ સમ્યગ્દર્શન છે. ભેદ, કથનથી વાણીથી હો પણ અંદરમાં ભેદ નથી, અનંતગુણનો પિંડ પ્રભુ અનંત ગુણોને એક-અનેક, નિત્ય-અનિત્ય આદિ અનંતધર્મોનો પિંડ પ્રભુ! અને કર્તા-કર્મ આદિ શક્તિઓ છે પોતાનામાં પણ ભેદ નથી. દેવીલાલજી? બહુ આકરું કામ, અત્યારે તો બધું ગરબડ બહુ મોટી થઈ ગઈ અત્યારે (પ્રરૂપણા જ ઊંધી?) આહાહાહા ! (ભેદકથન) એ પણ વાણીથી કથન કરવું હોય તો કરો, વસ્તુમાં તો ભેદ છે નહીં. વસ્તુ તો અખંડ ગુણોને ધર્મના કારકો આદિનો ષષ્કારકનો પિંડ છે પિંડ છે એ તો. આહાહાહા ! આવી ચીજ જે અખંડ-અભેદ, જેમાં ગુણોના ભેદનું પણ લક્ષ નહિ એવી અંતર દષ્ટિ કરવી એનું નામ સમ્યગ્દર્શન છે. એનાથી વિરુદ્ધ કરવો આ ધર્મો-ગુણોની (ભેદ) દૃષ્ટિ નહીં અને જે રાગ-પુણ્ય, દયા-દાન-વ્રત-ભક્તિ આદિના જે પરિણામ કરે છે એની પરષ્ટિ (બાહ્યદૃષ્ટિ) છે તો એનો કર્તા બને છે અજ્ઞાની. આહાહાહા ! તો (અહીં) કહે છે કે કર્તા હોવા છતાં પણ નવા કર્મ (દ્રવ્યકર્મ) જે બને છે એ બાંધવાની પરિણમવાની ક્રિયા આત્મા નથી કરતો! આહાહાહા ! સમજાણું કાંઇ..? Page #445 -------------------------------------------------------------------------- ________________ ૪૩૦. સમયસાર સિદ્ધિ ભાગ-૪ એ કહ્યું (જુઓ!) “અને તે મિથ્યાદર્શનાદિભાવ પુગલદ્રવ્યને અનુકૂળ હોવાથી નિમિત્તમાત્ર થતાં, આત્મા કર્તા થયા સિવાય પુદ્ગલદ્રવ્ય મોહનીયાદિ કર્મપણે સ્વયમેવ પરિણમે છે” –આત્માએ (પોતાના) પરિણામ જે અજ્ઞાન કર્યું એનો કર્તા પણ પરનું બંધન એના પરિણામનો કર્તા થયા સિવાય, આહાહાહા ! આ તમારા લોઢાના (ધંધાને) બધા કરે છે ને, કળશા-કળશા કરતા'તા ને! એનાં કારખાને ગયા હતા એક ફેરી લ્યો, એક લોટો કે લોટો સ્ટીલનો, સ્ટીલનો? કીધું. અમે તો કાંઇ લેતા નથી. કારખાનું છે ને તમારા ભાઈને. આહાહા ! અરે કોણ ને કોણ લ્ય બાપુ! આહા!( શ્રોતા- એના ભાઇનું કારખાનું કે લોઢાનું કારખાનું) એના ભાઈનું નિમિત્તથી કહેવાય, છે તો લોઢાનું કારખાનું, લોઢું છે ને એ કારીગર નીચે નજરું કરીને ઊભો છે એનાથી પણ થતા નથી, આહાહા! આવું કામ! સમજાણું? અહીંયા એ કહે છે, કે નવું કર્મ જે બને છે, એ પરિણામમાં-નવા બંધનના પરિણામમાં આત્મા કર્તા થયા સિવાય નવું કર્મ પોતાથી બંધાય છે. આહાહા ! આવી વાત નિશ્ચય-નિશ્ચયની લાગે, ઓલી વ્યવહારની વાતું કરવી એવી સારી લાગે લોકોને? સભાયું (સભાઓ) ભરાય દશ-દશ હજાર માણસ, વીસ-વીસ હજાર માણસ રાજી રાજી પણ મિથ્યાશ્રદ્ધા છે બધી. સમજાણું કાંઈ...? લોકરંજન! સભારંજન? આમાં (અધ્યાત્મતત્ત્વમાં) તો સભા સમજી શકે નહીં એવી વાત ઝીણી. (અહીં કહે છે) તારા પરિણામમાં મિથ્યાશ્રદ્ધા આદિના પરિણામનો કર્તા તું (પોતે) છો, એ સમયે કર્મની જે પર્યાય બને છે એ પરિણામનો તું કર્તા નથી. આહાહા! (કહે છે ) તો પછી આ શરીર, વાણી, મન-જડની પર્યાય જે થાય છે, એનો કર્તા આત્મા છે નહીં. હું હાથ હલાવું, હું લોઢાને ટીપું એ ક્રિયા આત્માની નહીં, એ ( ક્રિયા) આત્મા કરી શકતો જ નથી. (શ્રોતા:- રોટલાના બટકા તો કરી શકે ને?) બટકુંય કરી શકે નહીં. શ્રીમમાં નથી આવ્યું એક વખત ! શ્રીમમાં (શ્રીમદ્ રાજચંદ્રમાં) આવ્યું છે ભાષા બીજી રીતે કરીને સમજાવ્યું છે. “તણખલનાં બે ટુકડા કરવાની અમારી શક્તિ નથી' (એમ કહ્યું છે એમણે) તો એનો અર્થ આ છે કે ( સડી ગયેલા) તણખલાના બે કટકા થવા એ આત્માથી થતા નથી. બે ટુકડા થાય છે તો તેની પર્યાય થવાવાળી, એનાથી (તણખલાના ટુકડા) થાય છે. બીજો કહે કે મેં તીનકાતણખલાના બે કટકા કર્યા, રોટલીના બે કટકા મેં કર્યા, એ ત્રણકાળમાં કરી શકતો નથી. કોણ પણ રોટલી આખીના બે કટકા આત્મા કરી શકતો નથી. આહાહાહા ! (જુઓ ને!) અહીંયા જે રોટલી બને છે એ સ્ત્રીની ઇચ્છાથી રોટલી બને છે એમ નથી. એ ઇચ્છાથી તો બનતી નથી. પણ એ લોટનો શું કરે? લોયો, એમાં પછી વેલણું વેલણ-વેલણ પણ એને અડતું નથી, શું કહે છે આ? વેલણ લોટને અડતું નથી. લોટની પહોળાઈ થાય છે, રોટલી ગોળ-ગોળ બને છે એના કર્તા આ વેલણ નહીં, બાઈ તો કયાંય રહી ગઈ ! આકરું કામ ભાઈ ! કેમકે વેલણના પરમાણું ભિન્ન છે ને લોટના પરમાણું ભિન્ન છે. તો ભિન્ન પરમાણુંની પર્યાય ભિન્ન પરમાણું કરે, એ ત્રણકાળમાં બની શકે નહીં ! આહાહાહા! બહુ આકરું પડશે જગતને ! “આત્મા કર્તા થયા સિવાય પુદ્ગલદ્રવ્ય મોહનીયાદિ કર્મપણે સ્વયમેવ પરિણમે છે.” એ સમયમાં ક્રમબદ્ધ પરમાણુંની પર્યાયમાં કર્મરૂપ થવાની લાયકાતથી કર્મ થાય છે. અજ્ઞાનીએ Page #446 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૯૧ ૪૩૧ મિથ્યાશ્રદ્ધા–જ્ઞાન કર્યા માટે ત્યાં ૫૨માણુને કર્મરૂપ થવું પડયું એવું છે નહીં. આહા ! સિદ્ધાંત છે આ તો! ‘મોહનીયાદિ કર્મપણે સ્વયમેવ' –મોહનીય (કર્મ ) જ્ઞાનાવરણીય કર્મબંધનમાં છ કા૨ણથી બંધાય છે. પંડિતજી નથી આવ્યા, ઠીક નહીં હોય, પંડિતજી નથી. ( શ્રોતાઃ– ભાવનગર ગયા છે) હૈં ? ભાવનગર, છ કારણ-જ્ઞાનની અશાતના કરવી, જ્ઞાનનો વિરોધ ક૨વો, એવા પરિણામ અજ્ઞાની કરે પણ એ પરિણામ એવા થયા તો જ્ઞાનાવરણીય બંધાય છે, આ પરિણામને કા૨ણે એ પરિણામ કર્તા ને કર્મબંધનની પર્યાય કાર્ય એવું છે નહીં. આહાહાહા ! છ કારણથી, જ્ઞાનનો દોષ કરીને-અશાતના કરીને, સાચા જ્ઞાનનું ભાન નથી અને વિરોધ કરે છે સત્યનો એ કા૨ણે કર્મ બને છે–બંધાય છે એમ ( શાસ્ત્રમાં ) કહેવામાં આવ્યું એ તો નિમિત્તથી ( કથન ન ) છે. કર્મબંધન તો એની પર્યાયના કારણમાં પર્યાય કર્મની થાય છે. અજ્ઞાનીએ જ્ઞાનાવરણીય૫૨કર્મને અનુકૂળ જ્ઞાનની અશાતના આદિના ભાવ કર્યાં, પણ એ ભાવે કર્મબંધન કર્યું એવું નથી. આહાહાહા ! ભારે કામ એનું! ભાવાર્થ:- “આત્મા તો અજ્ઞાનરૂપ પરિણમે છે” –પોતાના સ્વરૂપની ખબર નથી કે હું ( તો ) જ્ઞાતા-દૃષ્ટા આનંદ છું, ૫૨માં સુખ માનીને, પોતાના અજ્ઞાનરૂપ પરિણમે છે, મારું સુખ, કાલે કોઇ નહોંતુ ગાતું ભાઈ મોહનભાઈએ (ગાયું હતું ) કાયામાં કસ્તુરી એ મૃગલો બહાર શોધે કસ્તુરીને ! આહાહા ! એની ડુંટીમાં હોય છે ને, મૃગને ડુંટીમાં કસ્તુરી ( હોય છે ) આમ ગંધ આવે કે ( મૃગને થાય ) કે આંહી બહા૨ હશે-બહાર હશે એમ ( બહા૨માં ) ગોતે, પણ આંહી છે એ ખબર નથી. એમ ભગવાન આત્મા અતીન્દ્રિય આનંદનું ધામ (નિજ) આત્મા છે, એ અતીન્દ્રિય આનંદ પોતામાં છે એ ત્યાં ન શોધતાં, બહા૨માં સ્ત્રીમાં-પુરુષમાં ને પૈસામાં ને આબરુમાં ને પરમાં સુખ છે, એવી કલ્પના અજ્ઞાની કરે, તેથી તે ઇ કલ્પનાનો કર્તા છે, પણ કર્મબંધન (જે) થાય છે, એનો કર્તા નથી. આહાહાહા ! ગજબ વાત છે ભાઈ ! આહાહા ! સમજાણું કાંઈ.. ? સ્ત્રીનું શરી૨ જે છે માંસ ને હાડકાં-ચામડાં, એ તો જડની પર્યાય છે અજીવની, એ બીજો, આત્મા એમ માને કે હું એને ભોગવું, ત્રણ કાળમાં ભોગવી શકતો નથી. આહાહા ! માને કે હું એને ભોગવું છું, એવા અજ્ઞાનના પરિણામ કરે, એ અજ્ઞાનને ભોગવે. સમજાણું કાંઇ ? ઝીણી વાત ભાઈ ! આહાહા ! એ રાગ કરે ને એ રાગને અજ્ઞાની ભોગવે, પણ ૫૨ ચીજને કરે ને ભોગવે ૫૨ને ભોગવે એ ત્રણકાળમાં બનતું જ નથી. આહાહાહા !( આ ) કેરીનો રસ, કેરી કેરી મીઠી આમ હાફુસ કેરી, કટકા કરે, તો એ કેરીના કટકા આત્મા કરી શકે નહીં, કેરીના કટકાને આત્મા અડતોય નથી. જીભ પણ એને અડતી નથી, આત્મા જીભને અડતો નથી. આહાહાહા ! કેરીનો ૨સ જોઇને જ્ઞાનમાં આત્મા આ ઠીક છે એવો રાગ કરે, એ રાગને ભોગવે, (પરંતુ ) એ કેરીના રસને આત્મા કરી શકે (કેરી ) ઘોળી શકે ને ( રસને ) ખાઈ શકે, એવું છે નહીં. ઊંચી કેરી હોય છે ને પછી ઘોળે છે ને, આમ-આમ આમ પછી ૨સ નીકળે ને ચૂસે, ભગવાન ના પાડે છે કે કેરીનું ઘોલન આત્મા કરી શકતો નથી, એમાંથી અંદ૨થી આમ રસ કાઢી શકતો નથી, અને રસ અહીં જીભમાં, આત્મા ( રસને ) ચાખીય શકતો નથી. બહુ કામ આકરું. એ રસને કાળે ( વખતે ) એ રસને જોઈને, ઠીક છે ! એવો રાગ ( આત્મા ) કરે છે અને એ ( ઠીક Page #447 -------------------------------------------------------------------------- ________________ ૪૩૨ સમયસાર સિદ્ધિ ભાગ-૪ છે) એવા ભાવને-રાગને ભોગવે છે, રસને (ભોગવે) નહીં. આહાહાહા ! બહુ ફેર, વાસ્તવિક તત્ત્વનું શ્રવણ કરનારા પણ થોડા ને! એ આવ્યું ને (સમયસાર) ૧૧મી ગાથામાં, શુદ્ધનયનો પક્ષ તો કોઇ કોઇને છે, વિરલને છે. આહાહાહા ! બાકી અજ્ઞાની તો આ બધા બહારના ચાળા ! (એમાં જ રચ્યા-પચ્યા છે.) (જુઓને !) સભા મોટી ભેગી થાય-દસ, દસ ને વીસ-વીસ હજાર ( લોકો ભેગાં થાય) અને એમાં હા લગાવે અંદરથી (વકતા) !આ કરો, આ કરો, આનાથી થાય, લોકોને ઠીક લાગે, ઓશિયાળી વૃત્તિ-ભિખારી ! અને બીજા તને આપે તો ઠીક થાય, એમ કહે તો ઠીક લાગે એને ! કોણ આપે ને કોણ લ્ય, પ્રભુ!(શ્રોતા – એક બીજા, એક બીજા ઉપર ઉપકાર કરો?) હેં? ઉપકાર કરવો એ એમ કહે છે ને ? હમણાં જ્યાં ચોપાનિયામાં (છાપામાં) ઓલું ચૌદ રાજલોકનું ચિત્ર ને નીચે (લખાણ) “પરસ્પર ઉપગ્રહો જીવાનામ” –પરસ્પર ઉપગ્રહો પરસ્પર ઉપકાર કરો ! પણ ઉપકારની વ્યાખ્યા શું? નિમિત્ત હો, એને ઉપકાર કહે છે. નિમિત્તને ઉપકાર (શબ્દથી) કહ્યું. ઉપકાર કરી શકે ત્રણકાળમાં નહીં. મોટી ગરબડ ચાલે છે અત્યારે અને એનાં કહેનારાનું પ્રરૂપણ એવું હોય એ લોકોને ઠીક લાગે આમ. આહાહાહા! મિથ્યાશ્રદ્ધાના પોષક છે-મિથ્યાદર્શન. આહાહા ! “આત્મા તો અજ્ઞાનરૂપ પરિણમે છે, કોઈ સાથે મમત્વ કરે છે” –શું કહે છે? કોઇની સાથે આ મારા છે એવું મમત્વ કરે છે-મિથ્યાત્વની વાત (છે) એ મિથ્યાત્વ (કે જે) રાગ મારો છે, શરીર મારું છે, સ્ત્રી મારી છે, પુરુષ મારો છે, મકાન મારું છે, લક્ષ્મી મારી છે! આહાહા ! મકાનમાં ફર્નિચર હો બે-પાંચ લાખનું મારું મકાન, મારું ફર્નિચર અને વચ્ચે બેઠા હોય ખુરશીમાં તો આ ખુરશી મારી, શરીર મારું. શાંતિભાઈ ? આવું છે બાપા! આંહીં એ કહે છે કોઈ સાથે મમત્વ કરે છે મમતા કરે છે. ચીમનભાઈ? આવું છે બાપુ! આહાહાહા ! પ્રભુ! તું ભિન્ન છે ને! એ કરવું છે (તારે) ભિન્ન કરવો છે આત્માને, (એ તો) ભિન્ન છે. એવો ભિન્ન જાણવો ને પોતાના આત્માની દૃષ્ટિ કરવી, એ કરવાનું છે. સમજાણું કાંઈ? ભાષા તો સાદી છે, સમજાય છે કે નહીં ! ત્યાં પણ તું આવતો'તો નહીં, મુંબઈમાં નહીં, મોઢા આગળ બેસતો'તો? સમજાણું કાંઈ? (કહે છે) આ રાગથી હું રાગ ભોગવું તો પરનેય ભોગવી શકું છું એ છોડી દે! અને રાગ છે એ મારું કાર્ય છે એ પણ છોડી દે ! તારે (તારું) કલ્યાણ કરવું હોય તો (એમ માન કે) હું તો રાગથી ભિન્ન ચિદાનંદ આનંદ છું, એ આનંદના પરિણામનો હું કર્તા છું–ને આનંદનું કાર્યપર્યાય કર્તા નહીં આનંદના પરિણામ મારું કાર્ય છે. એવી દૃષ્ટિ કરવી એ માટે આ કહે છે. “મોક્ષમાર્ગ-પ્રકાશક' માં આવ્યું છે ને એક કે ભાઈ અમારે વીતરાગમાર્ગમાં તો વીતરાગતાના પોષણનું પ્રયોજન છે. જ્યાં જ્યાં ચારેય અનુયોગોમાં, મોક્ષમાર્ગ પ્રકાશકમાં આવ્યું છે કે ચારે અનુયોગોમાં જ્યાં ત્યાં વીતરાગતાનું જ પોષણ છે. અને તમારામાં કંઈ કંઈ રાગનું પોષણ અજ્ઞાની, એને કરે છે ને એ બધા (અન્ય) માર્ગ? એ જૈન માર્ગ નથી. એવું આવે છે ભાઈ, મોક્ષમાર્ગ પ્રકાશકમાં! સમજાણું કાંઈ...? આહાહાહા ! (આત્મા) પરનો કર્તા નહિ પરનું એનાથી થાય છે એમ નહીં, તમે રાગના કર્તા Page #448 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૯૧ ૪૩૩ અજ્ઞાનભાવે, એનું પ્રયોજન શું? તો રાગમાં રહેવું ત્યાં એ માટે કહે છે? આહાહાહા ! એક ઠેકાણે છે “મોક્ષમાર્ગ પ્રકાશક' માં એમ કે અન્યમતને જૈનમતની જ્યાં વ્યાખ્યા છે ને? કંઇક ત્યાં છે, છે અહીંયા (શાસ્ત્ર?) જ્યાં ત્યાં વીતરાગતાનું પોષણ છે એમ છે અંદર ! તમારામાં તો કંઈ કેય અનેક પ્રકારના પોષણ ઊંધા છે. ક્યાંક છે જુઓને ! આમાં કયાંય છે તે આમાં છે આ બાજુમાં માથે. આહાહાહા ! “જૈનમતમાં ગમે તે કથન હો એ કથનનું તાત્પર્ય વીતરાગભાવનું છે ને વીતરાગભાવનું પોષણ કરવા માટે અનેક (પ્રકારે) કથન કર્યું છે” અને વીતરાગભાવ થાય છે કયારે? કે જ્યારે જિનસ્વરૂપી ભગવાન આત્મા, એનો આશ્રય કરવાથી વીતરાગભાવ થાય છે. આ માટે ચારે અનુયોગનું તાત્પર્ય છે. ઓલીકોરના પાને છે એની કોરના પાને છે સામે ન્યાં! એ અન્યમતનું પોષણ તમારામાં એમ કે જ્યાં ત્યાં રાગને પોષ્યો છે ને આંહી તો વીતરાગતાનું પોષણ કર્યું છે. જોકે આ બધું યાદ રહે છે-ભાવ (યાદ હોય) પાનાં-બાનાંનો ખ્યાલ ન હોય, ભાવનો ખ્યાલ રહે, હજારો શાસ્ત્રો (મગજમાં હોય !) આહાહા! તમે તો અવતાર કરીને રાગને પોષ્યો છે-ફલાણું કરીને, એમ કરીને કીધું છે. આમ, આંહી તો... એકલો જ્યાં ત્યાં ચારે અનુયોગોમાં દ્રવ્યાનુયોગ, કથાનુયોગ, ચરણાનુયોગ, ગણિતાનુયોગ બધામાં તો વીતરાગતાનું (જ) પોષણ !! આહાહાહા ! સમજાણું કાંઈ....? અજ્ઞાનપણે તમે રાગ કરો છો તો (તેથી) કર્તા બનો છો તમે, એ સમય (જે) કર્મ બંધાય છે પણ એનું તાત્પર્ય શું? એ સમજાવવાને માટે (કહે છે) રાગનો કર્તા તમે છો તો ( કર્તાભાવ) છોડી દે! એ રાગનો કર્તા સિદ્ધ કર્યો અજ્ઞાનપણે પણ એમાં (શું રાગને) રાખવાને બતાવ્યું છે? સમજાણું? એ રાગનું કર્તા (કર્તાપણું) છોડી દે પ્રભુ! તું આત્મા છોને પ્રભુ! તો તમે તો આનંદ ને શાંતિનો સાગર છો, આહાહાહા ! તારામાં તો ચૈતન્યનો પ્રકાશ, કોટા-કોટિ સૂર્યથી પણ અનંત ગુણો પડ્યો છે. (મોક્ષમાર્ગ પ્રકાશકમાં) એ ઉપર છે, ત્યાં બસ ત્યાં, જોયું'તું પણ કાંઇ પાના બધા યાદ રહે છે કાંઇ ! આવું છે. હા, ઇ છે ત્યાં પાનું છે (૧૯૭) અન્યમત નિરાકરણ લો, ઉપસંહાર કરે છે ત્યાં “જૈન મતમાં તો એક વીતરાગભાવને પોષવાનું પ્રયોજન છે” –કથાનુયોગમાં દેખો, કથાઓ કરે છે (કહે છે) પણ એમાંય વીતરાગતા બતાવવી છે, કથાઓમાં લોક આદિ નિરૂપણમાં, કરણાનુયોગમાં (પણ એ જ) આચરણમાં ચરણાનુયોગમાં (પણ એ જ) તત્ત્વોમાં દ્રવ્યાનુયોગ-જ્યાં જ્યાં (બધેજ) વીતરાગતાનું જ પોષણ કર્યું છે. પણ અન્યમતોમાં સરાગભાવ પોષવાનું પ્રયોજન હોવાથી, કષાયજીવ અનેક યુક્તિ બનાવી કલ્પિત રચના કરી છે. માળે... કેટલું કીધું છે! જુઓ ! જૈન મતમાં તો સર્વ (વીતરાગ ભાવરૂપ છે), કો'ક એમ કહે કે સર્વ મતોનું પ્રયોજન તો એક જ છે તેથી (એ કહે છે કે, સર્વને સમાન જાણો, બધા ધર્મ સર્વધર્મ સરખા બધા છે, કહે છે ને અત્યારે કેટલાક વિશ્વધર્મની જય !વિશ્વધર્મ (એટલે) બધાં-સર્વ ધર્મ સરખા છે! ધૂળેય નથી. એ આંહી પ્રશ્ન કર્યો છે, સર્વ મતોનું પ્રયોજન તો એક જ છેસર્વપણામાં સ્વલક્ષ કરાવવા માટે આત્માને (સર્વ મતો કહે છે), કે નહીં, નહીં જૂઠ છે, પ્રયોજન જો એક જ હોય તો જુદા જુદા મત શા માટે કહ્યા? એક મતમાં તો એક જ પ્રયોજન હોય, પ્રયોજન સહિત અનેક પ્રકારના વ્યાખ્યાન હોય, તેને જુદા મત કોણ કહે, પરંતુ પ્રયોજન ભિન્ન ભિન્ન હોય તે અહીં Page #449 -------------------------------------------------------------------------- ________________ ૪૩૪ સમયસાર સિદ્ધિ ભાગ-૪ દર્શાવીએ છીએ. ભારે વાત માળે કરી, એકે એક વાત છે, બધી લાંબી વાત છે, બીજાએ આમ કર્યું એમ કહે, આંહી તો વીતરાગભાવનું જ પોષણ છે. (મોક્ષમાર્ગ પ્રકાશક-પાનું ૧૪૧ બીજો પેરેગ્રાફ ) “જૈનમતમાં એક વિતરાગભાવ પોષવાનું પ્રયોજન હોવાથી, કષાયી જીવ અનેક યુક્તિ બનાવી કલ્પિત રચના કરી, કષાયભાવને જ પોષે છે, જેમ કે અદ્વૈત બ્રહ્મવાદી, સર્વને બ્રહ્મ માનવા વડે, સાંખ્યમતી, સર્વ કાર્યો પ્રકૃતિનાં માની પોતાને શુદ્ધ-અકર્તા માનવા વડે, શિવમતી, તત્ત્વને જાણવાથી જ સિદ્ધિ હોવી માનવા વડ, મીમાંસક, કષાયજનિત આચરણને ધર્મધ્યાન વડે, બૌદ્ધ, ક્ષણિક માનવા વડે તથા ચાર્વાક, પરલોક આદિ નહિ માનવા વડે, વિષયભોગાદિરૂપ કષાયકાર્યોમાં સ્વચ્છંદી થવાનું જ પોષણ કરે છે. આહાહા! મોક્ષમાર્ગ પ્રકાશક, ટોડરમલજી ( પંડિત) આમ કહે છે. સમજાણું કાંઇ? આંહીં કહેવું છે શું? શું કહેવું છે કે અજ્ઞાની, પોતાના ભાન વિના, અજ્ઞાનરૂપ થયો થકો પરિણમે છે, રાગ-દ્વેષ ને મિથ્યાત્વ, એ ભાવમાં મમત્વ કરે છે–આ સ્ત્રી મારી કુટુંબ મારું, પૈસા મારા, ગુરુ મારા, દેવ મારા આ મારા લ્યો! આહાહા ! મમત કરે છે, એ મિથ્યા દર્શન છે. કોઇની સાથે રાગ કરે છે અનુકૂળ જાણીને રાગ કરે છે, કોઈની સાથે દ્વેષ કરે છે, એ ભાવોનો સ્વયં કર્તા થાય છે. (બીજું ) કોઈ કરાવતું નથી. કર્મ-બર્મ કરાવતું નથી. એ ભાવો નિમિત્તમાત્ર હોવાથી “આત્મા કર્તા થયા સિવાય” પુદગલદ્રવ્ય મોહનીય આદિ કર્મપણે સ્વયમેવ પરિણમે છે. સ્વયં પોતાના ભાવથી પુગલદ્રવ્ય સ્વયં પોતાની પર્યાયથી જ કર્મરૂપ પરિણમે છે. આહાહાહા ! છે? પરસ્પર નિમિત્ત-નૈમિત્તિક ભાવ માત્ર છે, કર્તા તો બને પોત-પોતાના ભાવના છે એ નિશ્ચય છે. લ્યો! (ગાથા) એકાણુંનો ભાવાર્થ, થોડામાં પણ કેટલું ભરી દીધું છે? (જુઓ?) આ લાકડી ઊંચી થવામાં, પોતાની પર્યાયથી ઉપાદાનથી, એ ઉત્પન્ન ( ઊંચી થવાની ક્રિયા) થાય છે. આ આંગળીઓ નિમિત્ત-અનુકૂળ છે. આ આંગળીઓ નિમિત્ત હોવા છતાં પણ આંગળીઓથી (એ લાકડી) ઊંચી નથી થઇ ! છે? સમજાણું કાંઇ?(શ્રોતા-ધર્માસ્તિકાયવ ઉદાસીન!) ધર્માસ્તિકાય (વત્ ) એટલે નિમિત્તરૂપે છે. (શ્રોતા- ધર્માસ્તિકાયને સહાયક કહ્યું છે ને?) સહાયતા નહીં, સહાય નામ સાથે છે પણ એનાથી કાંઈ થતું નથી. પાંત્રીસમી ગાથા, ઇષ્ટોપદેશ જીવ ગતિ કરે છે પોતાથી ત્યારે ધર્માસ્તિ(કાય)ને નિમિત્ત કહેવામાં આવે છે. નિમિત્ત અહીં (એને ) ગતિ કરાવે છે, એમ નહીં. તો નિમિત્તની સહાયતાથી ગતિ કરે છે એવું છે નહીં. છે બસ, એટલું. આ બધા ધર્માસ્તિકાયવત્ ઇષ્ટોપદેશ, પાંત્રીસમી ગાથા ! આહાહાહા ! ભારે કામ ? એ (ગાથા) એકાણુંમી થઇ! Page #450 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૯૨ ४34 ગાથા – ૯૨ अज्ञानादेव कर्म प्रभवतीति तात्पर्यमाह परमप्पाणं कुव्वं अप्पाणं पि य परं करितो सो। अण्णाणमओ जीवो कम्माणं कारगो होदि।।९२।। परमात्मानं कुर्वन्नात्मानमपि च परं कुर्वन् सः। अज्ञानमयो जीवः कर्मणां कारको भवति।।९२।। अयं किलाज्ञानेनात्मा परात्मनो: परस्परविशेषानिर्ज्ञाने सति परमात्मानं कुर्वन्नात्मानं च परं कुर्वन्स्वयमज्ञानमयीभूतः कर्मणां कर्ता प्रतिभाति। तथाहितथाविधानुभवसम्पादनसमर्थायाः रागद्वेषसुखदुःखादिरूपाया: पुद्गलपरिणामावस्थायाः शीतोष्णानुभवसम्पादनसमर्थायाः शीतोष्णायाः पुद्गलपरिणामावस्थाया इव पुद्गलाद भिन्नत्वेनात्मनो नित्यमेवात्यन्तभिन्नायास्तन्निमित्ततथाविधानुभवस्य चात्मनोऽ भिन्नत्वेन पुद्गलान्नित्यमेवात्यन्तभिन्नस्याज्ञानात्परस्परविशेषानिर्ज्ञाने सत्येकत्वाध्यासात् शीतोष्णरूपेणेवात्मना परिणमितुमशक्येन रागद्वेषसुखदुःखादिरूपेणाज्ञानात्मना परिणममानो ज्ञानस्याज्ञानत्वं प्रकटीकुर्वन्स्वयमज्ञानमयीभूत एषोऽहं रज्ये इत्यादिविधिना रागादे: कर्मणः कर्ता प्रतिभाति। હવે, અજ્ઞાનથી જ કર્મ ઉત્પન્ન થાય છે એમ તાત્પર્ય કહે છે - પરને કરે નિજરૂપ ને નિજ આત્મને પણ પર કરે, અજ્ઞાનમય એ જીવ એવો કર્મનો કારક બને. ૨. uथार्थ:- [परम्] ४ ५२ने [आत्माने] पोत॥३५. [कुर्वन्] ४३ छ [च] भने [आत्मानम् अपि] पोताने ५४॥ [परं] ५२ [कुर्वन्] २. छे [ स:] ते [अज्ञानमयः जीव: ] Hशनमय 94 [कर्मणां] 5 नो [कारक:] sal [भवति] थाय छे. ટીકા- અજ્ઞાનથી આ આત્મા પરનો અને પોતાનો પરસ્પર વિશેષ (તફાવત)ન જાણતો હોય ત્યારે પરને પોતારૂપ કરતો અને પોતાને પર કરતો, પોતે અજ્ઞાનમય થયો થકો, કર્મોનો કર્તા પ્રતિભાસે છે. તે સ્પષ્ટતાથી સમજાવવામાં આવે છે-જેમ શીત-ઉષ્ણનો અનુભવ કરાવવામાં સમર્થ એવી શીત-ઉષ્ણ યુગલપરિણામની અવસ્થા પુદ્ગલથી અભિન્નપણાને લીધે આત્માથી સદાય અત્યંત ભિન્ન છે અને તેના નિમિત્તે થતો તે પ્રકારનો અનુભવ આત્માથી અભિનપણાને લીધે પુગલથી સદાય અત્યંત ભિન્ન છે, તેવી રીતે તે પ્રકારનો અનુભવ કરાવવામાં સમર્થ એવી રાગ-દ્વેષ-સુખ-દુઃખાદિરૂપ પુદ્ગલપરિણામની અવસ્થા પુદ્ગલથી અભિનપણાને લીધે આત્માથી સદાય અત્યંત ભિન્ન છે અને તેના Page #451 -------------------------------------------------------------------------- ________________ ૪૩૬ ન સમયસાર સિદ્ધિ ભાગ-૪ નિમિત્તે થતો તે પ્રકારનો અનુભવ આત્માથી અભિન્નપણાને લીધે પુદ્ગલથી સદાય અત્યંત ભિન્ન છે. જ્યારે અજ્ઞાનને લીધે આત્મા તે રાગ-દ્વેષ-સુખ-દુઃખાદિનો અને તેના અનુભવનો ૫૨સ્પ૨ વિશેષ ન જાણતો હોય ત્યારે એકપણાના અધ્યાસને લીધે, શીતઉષ્ણની માફક ( અર્થાત્ જેમ શીત-ઉષ્ણરૂપે આત્મા વડે પરિણમવું અશક્ય છે તેમ ), જેમના રૂપે આત્મા વડે પરિણમવું અશક્ય છે એવાં રાગદ્વેષસુખદુઃખાદિરૂપે અજ્ઞાનાત્મા વડે પરિણમતો થકો ( અર્થાત્ પરિણમ્યો હોવાનું માનતો થકો ), જ્ઞાનનું અજ્ઞાનત્વ પ્રગટ કરતો, પોતે અજ્ઞાનમય થયો થકો, ‘આ હું રાગી છું (અર્થાત્ આ હું રાગ કરું છું)’ ઇત્યાદિ વિધિથી રાગાદિ કર્મનો કર્તા પ્રતિભાસે છે. ભાવાર્થ:- રાગદ્વેષસુખદુઃખાદિ અવસ્થા પુદ્ગલકર્મના ઉદયનો સ્વાદ છે; તેથી તે, શીત-ઉષ્ણપણાની માફક, પુદ્ગલકર્મથી અભિન્ન છે અને આત્માથી અત્યંત ભિન્ન છે. અજ્ઞાનને લીધે આત્માને તેનું ભેદજ્ઞાન નહિ હોવાથી તે એમ જાણે છે કે આ સ્વાદ મારો જ છે; કારણ કે જ્ઞાનની સ્વચ્છતાને લીધે રાગદ્વેષાદિનો સ્વાદ, શીતઉષ્ણપણાની માફક, જ્ઞાનમાં પ્રતિબિંબિત થતાં, જાણે કે જ્ઞાન જ રાગદ્વેષ થઈ ગયું હોય એવું અજ્ઞાનીને ભાસે છે. તેથી તે એમ માને છે કે ‘હું રાગી છું, હું દ્વેષી છું, હું ક્રોધી છું, હું માની છું' ઇત્યાદિ. આ રીતે અજ્ઞાની જીવ રાગદ્વેષાદિનો કર્તા થાય છે. પ્રવચન નં. ૧૮૨ ગાથા-૯૨ તા. ૩૦/૦૧/૭૯ હવે એમ તાત્પર્ય કહે છે અજ્ઞાનથી જ કર્મ ઉત્પન્ન થાય છે. (ગાથા-બાણું ). હવે અજ્ઞાનથી જ કર્મ ઉત્પન્ન થાય છે એમ તાત્પર્ય કહે છેઃ સમ્યક્–શાન થયું આત્મા શુદ્ધચૈતન્યમૂર્તિ પ્રભુ ! રાગ આદિમાં હું નથી, એક સમયની પર્યાય જેવડો પણ હું નથી અને અનંતગુણોના ભેદરૂપ હું નથી. આહાહાહા ! અભેદ ત્રિકાળી ભગવાન આત્મા ! એવી દૃષ્ટિ થવાથી, અજ્ઞાનનો નાશ થાય છે ને એને કર્મબંધન પણ થતું નથી, એ પ્રકારનું તાત્પર્ય છે. અજ્ઞાનથી જ કર્મ ઉત્પન્ન થાય છે. ૯૨, ૯૨ ગાથા છે ને. परमप्पाणं कुव्वं अप्पांण पि य परं करिंतो सो । अण्णाणमओ जीवो कम्माणं कारगो होदि ।। १२ ।। ૫૨ને ક૨ે નિજરૂપ ને નિજ આત્મને ૫ણ ૫૨ કરે, અજ્ઞાનમય એ જીવ એવો કર્મનો કા૨ક બને. ૯૨ ટીકાઃ- “અજ્ઞાનથી આ આત્મા”—પોતાના સ્વરૂપનું ભાન નહીં હોવાથી “૫૨નો અને પોતાનો ૫૨સ્પ૨ વિશેષ ( તફાવત ) ન જાણતો હોય ત્યારે ”—આત્મા આનંદસ્વરૂપ અને રાગ વિકા૨સ્વરૂપ-આત્મા પોતાની સત્તામાં છે ને ૫૨વસ્તુ એની સત્તામાં છે. એવો ભેદ ( તફાવત ) નથી કરતો–જાણતો નથી, “ત્યારે પરને પોતારૂપ કરતો અને પોતાને ૫૨ ક૨તો” ત્યારે એ ૫૨ને પોતારૂપ—શ૨ી૨ મારું છે (શરી૨ હું જ છું ) વાણી મારી છે, પુત્ર મારા છે, સ્ત્રી મારી છે, દેશ મારો, ગામ મારું, મકાન મારું—એમ અજ્ઞાની માને છે. આહાહાહા ! Page #452 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૯૨ ૪૩૭ ( શું કહે છે ? ) અજ્ઞાનથી આ આત્મા ૫૨નો અને પોતાનો ૫૨સ્પ૨ વિશેષ ( તફાવત ) ન જાણતો હોય ત્યારે ૫૨ને પોતારૂપ કરતો અને પોતાને ૫૨ કરતો, પોતે અજ્ઞાનમય થયો થકો—દયા, દાન આદિના જે પરિણામ થાય છે દયા-દાનનો રાગ એ વિકાર છે-૫૨ છે, એને અજ્ઞાની પોતાના માને છે કે મેં ( એ ભાવ ) કર્યાં. આહાહાહા ! સમજાણું કાંઇ... ? ૫૨ના અને પોતાનો ૫૨૫૨ દેખો ! ૫૨૫૨-પોતાથી ૫૨ ભિન્ન ને ૫૨થી પોતે ભિન્ન, એવો ૫૨થી ભેદ જાણતો નથી, ત્યારે અજ્ઞાનથી આત્મા પરસ્પર (નો ) ભેદ જાણતો ન હોય ત્યારે તે ૫૨ને પોતારૂપ (માને છે ) આહાહાહાહા ! ( કહે છે ) રાગદ્વેષના પરિણામ-દયા, દાન, વ્રત આદિના પરિણામ ( ભાવ ) થાય છે, એ ૫ણ ૫૨ છે, પોતાનું સ્વરૂપ નથી. પણ અજ્ઞાનભાવથી ( રાગદ્વેષરૂપ ) પરિણમન કરે છે એ ! સમજાણું કાંઈ..... ? આહાહા ! 66 “૫૨ને પોતારૂપ કરતો અને પોતાને પરરૂપ કરતો” —પોતાને રાગરૂપ કરતો ૫૨રૂપ કરતો “સ્વયં-પોતે અજ્ઞાનમય થયો થકો, કર્મોનો કર્તા પ્રતિભાસે છે” એ દૃષ્ટાંત આપે છે તે સ્પષ્ટતાથી સમજાવવામાં આવે છેઃ- “જેમ શીત-ઉષ્ણનો અનુભવ કરાવવામાં સમર્થ એવી શીતઉષ્ણ પુદ્ગલપરિણામની અવસ્થા પુદ્ગલથી અભિન્નપણાને લીધે આત્માથી સદાય અત્યંત ભિન્ન છે” —શું કહે છે ? દેખો ? અગ્નિ અને બરફ—અગ્નિ ઉષ્ણ છે ને બ૨ફ ઠંડો છે, છે ? એ ઉષ્ણનો અનુભવ કરાવવામાં સમર્થ એવી શીત-ઉષ્ણ પુદ્ગલપરિણામ, અગ્નિની પર્યાય પુદ્ગલની પર્યાય (છે ) અને બરફની પર્યાય પુદ્ગલની પર્યાય છે—( એ પર્યાયો ) પુદ્ગલથી અભિન્નપણાને લીધે, એ પર્યાય ઉષ્ણ ને ઠંડી એ પુદ્ગલથી એકમેક છે. છે ? આત્માથી સદાય એ અત્યંત ભિન્ન છે. એ ઠંડી અને ગ૨મ અવસ્થા પુદ્ગલથી અભિન્ન ( એકમેક ) છે. આત્માથી અત્યંત ભિન્ન છે. અને તેના નિમિત્તે થતો તે પ્રકા૨નો અનુભવ આત્માથી અભિન્નપણાને લીધે–અહીંયા શું કહે છે ? ઠંડી અને ગરમીનું જે વેદન-રાગ થયો, એ રાગ આત્માથી અભિન્ન છે, અહીં અજ્ઞાનીની વાત છે ને ! સમજાણું કાંઇ... ? આહાહા ! શીત અને ઉષ્ણ અવસ્થા, એ પુદ્ગલની ( પરમાણુંની ) છે અને શીતને ઉષ્ણનું વેદન, અહીં વેદન થયું–રાગ થયો, એ રાગ આત્માથી અભિન્ન છે. એ ચીજ ઠંડી-ગરમની અવસ્થા એ પુદ્ગલથી અભિન્ન છે. આત્માથી એ ભિન્ન છે. આહાહા ! જેમ કે મોઢામાં મરચું આવ્યું, મરચું તીખું તો તીખી અવસ્થા જે છે મરચાંની એ (મરચાંના પુદ્ગલથી ) અભિન્ન છે, આત્માથી ભિન્ન છે પણ એ તીખાશ વખતે જે એમાં પર્યાયમાં રાગ આવ્યો કે, બહુ તીખું એ દ્વેષ આવ્યો એ આત્માથી અભિન્ન છે. અજ્ઞાનીની વાત કરે છે ને ! સમજાણું કાંઇ... ? તીખું મરચું હોય છે ને તીખું બહુ ! આમ ઢોકળું–ઢોકળા હોય છે ને આમ, (મરચાંના ) ભજીયા હોય તીખાતીખા બહુ, આ લીલા મરચાં ( લ્યોને ! લીલાં મરચાં બહુ તીખાં હોય, એ તીખાશની પર્યાય તો જડની સાથે અભિન્ન છે, પણ અહીં (જીવના ભાવમાં ) એનાથી જે ઠીક નથી એવો દ્વેષ (ભાવ) આવ્યો એ દ્વેષના પરિણામ આત્માથી અભિન્ન છે. આ અજ્ઞાનની વાત કરવી છે ને ? સમજાણું ? આહાહાહા ! એ શીત-ઉષ્ણ પુદ્ગલપરિણામની અવસ્થા, પુદ્ગલથી એક છે. કારણકે આત્માથી સદાય અત્યંત ભિન્ન છે. આહાહા ! આ ઠંડી-ગરમીની એ પર્યાય જડની સાથે અભિન્ન છે. આહા ! અને એ ઠંડી–ગ૨મીમાંય જે રાગ આદિ થાય છે કે આ ગ૨મ ચીજ ઠીક છે, એ ચીજ બહુ ઠીક Page #453 -------------------------------------------------------------------------- ________________ ૪૩૮ સમયસાર સિદ્ધિ ભાગ-૪ નહીં એવા રાગદ્વેષ છે એ (ભાવ) આત્માથી અભિન્ન છે. આંહી તો પરથી ભિન્ન બતાવવું છે. અને પછી અજ્ઞાનથી ભિન્ન તો પછી કરે, પણ આ પહેલો ખ્યાલ જ નથી ત્યાં ભિન્ન શી રીતે કહે ? આહાહા ! સમજાણું કાંઈ...? અને તેના નિમિત્તથી થવાવાળો એ પ્રકારનો અનુભવ એટલે રાગ-દ્વેષ, એ આત્માથી અભિન્ન છે કારણકે રાગ-દ્વેષ થયા એ રાગ-દ્વેષ (આત્માની) પોતાની પર્યાયમાં કર્યા છે, એ રાગ-દ્વેષ અજ્ઞાનીને અભિન્ન છે. અહીં તો અજ્ઞાનીની વાત છે ને પુદગલથી સદાય અત્યંત ભિન્ન છે એ ઠંડા ગરમનું વદન થયું ઠીક અઠીક એવો રાગદ્વેષ એ પુદગલથી અભિન્ન છે પોતાની પર્યાય પોતાથી અભિન્ન છે આવી વાત હવે, નવરાશ કયાં આમાં? સદાય અભિન્ન, આહા...! એ તો દષ્ટાંત થયું. “તેવી રીતે તે પ્રકારનો અનુભવ કરાવવામાં સમર્થ એવી રાગ-દ્વેષ-સુખ-દુઃખાદિરૂપ પુદ્ગલપરિણામની અવસ્થા પુદ્ગલથી અભિન્નપણાને લીધે–એટલે કર્મની અવસ્થા જડમાં થઇ એની વાત કરે છે–રાગ-દ્વેષ, સુખ-દુઃખાદિ શાતા વેદનીય આદિ અંદર જે કર્મમાં થાય છે એ પુદ્ગલપરિણામની અવસ્થા એ પુદ્ગલથી અભિન્ન છે. સમજાણું કાંઇ.? સુખ-દુઃખ, શાતાવેદનીયઅશાતાવેદનીય અંદર જે સુખની કલ્પના, જડમાં સુખ હોં? જડ શું અહીં સુખમાં નિમિત્ત જે જડ એ જડની પર્યાય જડથી અભિન્ન છે અને અહીં જે સુખ-દુઃખની કલ્પના કરે છે અજ્ઞાની, એ સુખ-દુઃખની કલ્પના આત્માથી અભિન્ન છે. આરે.. હવે! (કહે છે કે, પુગલ પરિણામની અવસ્થા પુદ્ગલથી અભિન્ન અને આત્મા સદાય ભિન્ન છે. અને એના નિમિત્તથી થવાવાળા તે પ્રકારનો અનુભવ, કોનો અનુભવ? અંદર રાગ-દ્વેષનો અનુભવ-સુખ-દુઃખની કલ્પનાનો અનુભવ, એ આત્માથી અભિન્ન છે. પરનો અનુભવ નહીં. પરનો અનુભવ નથી, પરથી ભિન્ન અનુભવ પોતાના રાગનો છે. આહાહાહા ! પુગલ સદાય અત્યંત ભિન્ન છે, આ આત્મામાં જે રાગ-દ્વેષ થયા, આ ઠીક છે–આ ઠીક નહીં એવા રાગ-દ્વેષ થયા, એ અજ્ઞાનીના આત્માની સાથે અભિન્ન છે અને જે પુગલની દશા છે, મોહનીયકર્મની ચારિત્રમોહનીયનો ઉદય, દર્શનમોહનો ઉદય, એ પરિણામ જડની સાથે અભિન્ન છે. આહા ! આમાં કારખાના આડે નવરા કયાં? દુનિયા તો દુનિયાનું જાણે ) દુનિયાનું અહીં શું કામ છે, તું કરને તારું! ભૂખ પોતાને લાગે છે તો પોતે ખાવા જાય છે, બધાને ખવરાવીને ખાવા જાય છે? ઓલા (દુનિયામાં) ઘણાં બધા ભૂખ્યા છે તો તેમને (બધાને) ખવડાવી ને હું ખાઉં એમ ખાવા જાય છે? મુંબઇમાં તો ઘણાં પડયા છે ઓલા આડા-અવળા નહીં, ગરીબ માણસો! શું કહેવાય છે? ફુટપાથ, હા, હા છે. મકાનેય ન હોય, બાઈડી ન હોય, છોકરાય ન હોય બિચારા ગરીબ એકલા ! એક જુવાન છોકરો હતો એક, (મેં પૂછ્યું) હું મહારાજ ! મા-બાપેય નથી હું તો એકલો ફરું છું ! પાણી પીવાને માટે લોટોય ન હોય, સૂવાનું ગોદડુંયે ન હોય, મકાન તો શાના હોય? ફૂટપાથ ઉપર સૂવે અને ભીખ માગે, કયાંકથી માગી માગીને (પેટિયું ભરે!) આહાહાહા! આંહી તો કહે છે કે જે બહારની અવસ્થા છે, એ પુદ્ગલથી અભિન્ન છે પણ એમાં જે સુખદુઃખની કલ્પના કરે છે એ આત્માથી અભિન્ન છે. એ ચીજે સુખ-દુઃખની કલ્પના કરાવી નથી. Page #454 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૯૨ ૪૩૯ (પણ ) અજ્ઞાની પોતાથી, પોતાને ભૂલીને હરખ-શોકનો કર્તા બને છે. બહુ ગાથા સારી છે ! આ બાણું ( ગાથા ). આહા ! એ ( અજ્ઞાની ) અજ્ઞાનને કારણે રાગ-દ્વેષ, સુખ-દુઃખાદિ અને એનો અનુભવનો ૫૨સ્પ૨ વિશેષ (ભિન્નતા ) નથી જાણતો-જડના જે સુખ-દુઃખ નિમિત્ત છે (એ ) ચીજ સુખ:દુઃખ સંયોગ, સુખ (ની કલ્પનાને ) અનુકૂળ સંયોગ ને પ્રતિકૂળ સંયોગ (દુઃખની કલ્પના ) એ સંયોગ એ બધી જડની પર્યાય છે અને એ સમયે જે રાગ-દ્વેષ કરે છે કે આ ઠીક છે આ અઠીક છે, એ રાગ ( ભાવ ) પોતાનાથી અભિન્ન છે. પોતાની પર્યાય ૫૨થી ભિન્ન છે. ૫૨ની પર્યાય પોતાનાથી ભિન્ન છે. આહાહાહા ! બહુ આમાં યાદ કેટલું રાખવું ! છે ? અજ્ઞાનને કા૨ણે રાગદ્વેષ અને સુખ આદિનો અનુભવ, પોતાનામાં જે સુખદુ:ખની કલ્પના હો (થાય ) એ અને સંયોગી અનુકૂળ-પ્રતિકૂળ જે ચીજ એ બન્ને ભિન્ન છે. પણ બન્નેમાં આમ ૫૨સ્પ૨ વિશેષ (તફાવત ) નહીં જાણતા, બેયને જુદા જુદા ન જાણતો હોય ત્યારે એકત્વના અધ્યાસને કારણેહું ઠંડો થઇ ગયો, હું ગરમ થઈ ગયો, હું મીઠાશ ( ગળ્યો ) થઇ ગયો, હું કડવો થઇ ગયો ! એવી માન્યતા કરે છે અજ્ઞાની. આહાહા ! દાખલો તો જુઓ, ટાઢા-ઊનાનો દાખલો, ટાઢી–ઊની દશા જડની સાથે અભિન્ન છે. પણ અહીંયા ટાઢા-ઊનાનો રાગ કરે છે એ (રાગભાવ ) આત્માની સાથે અભિન્ન છે. આહા... એ ટાઢા-ઊનાની દશા રાગ કરાવતી નથી અને ટાઢા-ઊનાની અવસ્થા રાગ છે તો તેથી છે એવું છે નહીં. આહાહા ! “શીત-ઉષ્ણની માફક અર્થાત્ જેમ શીત–ઉષ્ણરૂપે આત્માવર્ડ પરિણમવું અશકય છે તેમ” ઠંડી-ગરમ અવસ્થા આત્માની થવી એ અશકય છે, જડની ઠંડી-ગરમ અવસ્થા આત્મામાં થવી અશકય છે, એ-રૂપે ઠંડી-ગરમ અવસ્થારૂપે આત્માનું થવું એ અશકય છે. એ પ્રકારે “જેમના રૂપે આત્મા વડે પરિણમવું અશકય છે” કોણ ? જડની જે પર્યાય છે એ એમાં (એ-રૂપે આત્માને ) પરિણમવું અશકય છે. “એવા રાગદ્વેષ સુખ દુઃખાદિરૂપે અજ્ઞાનાત્મા વડે પરિણમતો થકો” આહાહા.... રાગદ્વેષ કે એ રૂપે ૫૨નો હું અનુભવ કરું છું એવું માનતો થકો, “અર્થાત્ પરિણમ્યો હોવાનું માનતો થકો, જ્ઞાનનું અજ્ઞાનત્વ પ્રગટ કરતો ” આહાહાહા !નિશ્ચયથી તો ૫૨ની પર્યાયનો અનુભવ કરવો અશકય છે, પણ અજ્ઞાની આત્મા, ૫૨નો હું અનુભવ કરું છું એમ રાગદ્વેષનો કર્તા થાય છે. આહાહા ! બહુ ફેર, અત્યારે તો પ્રરૂપણા એવી બધી થઈ ગઈ છે ને. આહા ! ત્યાં રસગુલ્લા આવ્યા, રસગુલ્લા! આ રસગુલ્લા હોય ને એ રસગુલ્લાની પર્યાય પુદ્ગલથી અભિન્ન છે પણ અહીં ઠીક છે એવો રાગ આવ્યો, એ રાગથી એ ભિન્ન ચીજ છે અને ( એ ચીજ–૨સગુલ્લા ) એનાથી રાગ ભિન્ન છે. પણ અજ્ઞાની બેયને ભિન્ન ન માનીને (મેં રસગુલ્લા ખાધા ) હું ૫૨નો કર્તા છું ને ૫૨નો ભોક્તા છું એમ અજ્ઞાની માને છે. આહાહા ! સમજાણું કાંઇ ? શીત-ઉષ્ણરૂપે આત્માના દ્રવ્યથી પરિણમવું અશકય (છે ). એ ( પર્યાય શીતઉષ્ણ ) જડની છે. ૫૨ની જડની–કર્મની પર્યાયનું એનાથી રાગ-દ્વેષ સુખ-દુઃખાદિરૂપ, અજ્ઞાન આત્મા દ્વારા પરિણમિત થતો થકો પણ ઈ અજ્ઞાન આત્મા દ્વારા રાગ-દ્વેષરૂપે પરિણામ કરતો, સ્વભાવ તો એનો છે નહીં, રાગ-દ્વેષરૂપે, ( આત્માનો ) સ્વભાવ પરિણમે એ તો અશકય છે, પણ અજ્ઞાનપણે ( અજ્ઞાની ) રાગ-દ્વેષને અજ્ઞાન ભાવથી પરિણમન કરે છે. ( એટલે કે પરિણમ્યો Page #455 -------------------------------------------------------------------------- ________________ ४४० સમયસાર સિદ્ધિ ભાગ-૪ હોવાનું માને છે એ માન્યતા કરે છે, એમ કહે છે. જ્ઞાનનું અજ્ઞાનત્વ પ્રગટ કરતો, પોતે સ્વયં અજ્ઞાનમય થયો થકો, આ હું રાગી છું, એટલે આ રાગ હું કરું છું, હું દ્વષી છું, ઇત્યાદિ વિધિથી રાગાદિ કર્મનો કર્તા પ્રતિભાસે છે રાગનો કર્તા પણ અજ્ઞાનભાવથી પ્રતિભાસે છે. પણ એ અજ્ઞાનભાવ છે એ સત્યભાવ છે નહીં. વિશેષ કહેશે. (શ્રોતા:- પ્રમાણ વચન ગુરુદેવ ) પ્રવચન નં. ૧૮૩ ગાથા-૯૨ તા. ૩૧/૦૧/૭૯ બુધવાર મહા સુદ-૪ શ્રી સમયસાર, ૯૨ ગાથા ફરીને, ટીકા-ટીકા છે ને ટીકા, બાણું ગાથાની ટીકા, આ આત્મા, અજ્ઞાનથી પોતાનું શુદ્ધસ્વરૂપ આનંદ, એના અજ્ઞાનથી, પોતાની ચીજ જે આનંદ ને શુદ્ધ છે, એનું અજ્ઞાનીને જ્ઞાન નથી, અજ્ઞાનને કારણે પોતાનો ને પરનો ભેદ, પરસ્પર ભેદ નથી જાણતો-ભગવાન આત્મા એ તો જ્ઞાન-આનંદ સ્વરૂપ અને પર-રાગદ્વેષ ને કર્મ, નોકર્મ (તે) પર, એ પોતાનો ને પરનો પરસ્પર ભેદ (તફાવત) જાણતો ન હોય ત્યારે “તે પરને પોતારૂપ કરતો અને પોતાને પર કરતો” – -ત્યારે તે પરને પોતારૂપને એ રાગ-દ્વેષના પરિણામ, કર્મને નોકર્મ એ પરને પોતારૂપ માને છે. આહાહાહા ! અને પોતાને પરરૂપ કરતો થકો-પોતાનું સ્વરૂપ શુદ્ધચૈતન્યઘન છે છતાં) એને રાગ મારો છે, કર્મ મારા છે, નોકર્મ-કર્મના ફળઆદિ મારા છે એમ પરને પોતાના કરતો થકો, સ્વયં (પોતે) અજ્ઞાનમય થયો થકો (આહા!) સ્વયં અજ્ઞાનમય થયો થકો, કર્મને કારણે નહીં, (સ્વયં-પોતાથી) “કર્મોનો કર્તા પ્રતિભાસે છે.” આહાહા ! એ પુણ્ય ને પાપના ભાવ-દયા, દાન, વ્રત, ભક્તિના ભાવ એ રાગ છે. અજ્ઞાનીને રાગનો કર્તા હું છું એવું ભાસે છે. સમજાણું કાંઈ? “તે સ્પષ્ટતાથી સમજાવવામાં આવે છે – જેમ શીતઉષ્ણનો અનુભવ કરાવવામાં સમર્થ” –ઠંડી અને ગરમી જડની અવસ્થા, એ અનુભવ, જ્ઞાન કરાવવામાં નિમિત્ત, પોતાને જ્ઞાન કરાવવામાં એ શીત-ઉષ્ણ (અવસ્થા) નિમિત્ત (છે). “એવી શીત-ઉષ્ણ પુદ્ગલપરિણામની અવસ્થા એ ઠંડી ને ગરમ અવસ્થા પુદ્ગલ જડની છે આ ઠંડી પડીને૧૧૦/૧૨ ડીગ્રી તડકો તાપ એ જડની પર્યાય છે એ પુગલ પરિણામની અવસ્થા પુદ્ગલથી અભિન્નતાને કારણે એ પુદ્ગલથી ઠંડી ગરમ અવસ્થા એકમેક છે. છે? અને આત્માથી સદા અત્યંત ભિન્ન છે. એ ઠંડી ગરમ અવસ્થા સદા આત્માથી તદ્દન ભિન્ન છે અને એના નિમિત્તથી થવાવાળો એ પ્રકારનો અનુભવ–ઠંડી અને ગરમીનું અહીં જ્ઞાન થાય છે, એ જ્ઞાન છે તે આત્માથી અભિન્ન છે અને શીત-ઉષ્ણ અવસ્થા પુગલની છે એ ભિન્ન છે. અને એનાથી (એના નિમિત્તથી) જ્ઞાન જે થયું એ જ્ઞાનની પર્યાયથી આત્મા અભિન્ન છે. આહા ! આ તો હજી દષ્ટાંત છે હોં! (કહે છે કે, “અને તેના નિમિત્તે થતો તે પ્રકારનો અનુભવ” (એટલે) જેવી ઠંડી-ગરમી છે એવું જ અહીં જ્ઞાન થાય છે પોતાનામાં “તે પ્રકારનો અનુભવ આત્માથી અભિનપણાને લીધે પુદ્ગલથી સદાય અત્યંત ભિન્ન છે.” –એ શીત-ઉષ્ણ જે પુદ્ગલની દશા છે જડમાં છે એ જડથી અભિન્ન છે-એકમેક છે, અને શીત-ઉષ્ણનું અહીં જ્ઞાન થયું એ જ્ઞાનની પરિણતિ આત્માથી Page #456 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૯૨ ૪૪૧ અભિન્ન છે અને ૫૨થી ભિન્ન છે. ઠંડા-ઉનાનું જે જ્ઞાન થયું એ જ્ઞાન આત્માથી અભિન્ન છે. પણ એની (પુદ્ગલની ) જે શીત-ઉષ્ણ દશા છે એ આત્માથી ભિન્ન છે. આ તો હજી દૃષ્ટાંત છે. “તેવી રીતે તે પ્રકારનો અનુભવ સમર્થ એવી રાગદ્વેષ–સુખ-દુઃખાદિરૂપ પુદ્ગલપરિણામની અવસ્થા” આહાહા ! અહીં એવું ન લેવું ( ન સમજવું કે ) કર્મમાં સુખ-દુઃખ થાય છે. આંહી તો આત્માનો સ્વભાવ શુદ્ધચૈતન્ય છે, એ અપેક્ષાથી જે કંઇ દયા-દાન-વ્રત-ભક્તિના પરિણામ થાય છે અને સુખ–દુઃખની કલ્પના થાય છે—એ થાય છે તો પોતાની પર્યાયમાં પોતાથી–પણ અહીંયા એ સિદ્ધ નથી કરવું, અહીંયા તો એ જડની પર્યાય છે. ( શ્રોતાઃ- આત્મામાંથી નીકળી જાય છે માટે ! )નિકળી જાય છે ને આત્માની છે જ નહીં. ઝીણી વાત છે ભાઈ ! મોટા અત્યારે તો વાંધા ઊઠયા છે આમાં, શુભભાવ-દયા, દાન, વ્રત, પૂજા કરે તો કલ્યાણ થશે ! આંહી તો કહે છે કે શુભભાવ તો પુદ્ગલની દશા છે. ( કેમકે ) પોતાના સ્વભાવમાંથી વિકાર ઉત્પન્ન થાય એવો કોઇ સ્વભાવ (આત્માનો ) નથી. આહાહા ! ‘તેવી રીતે તે પ્રકારનો અનુભવ કરાવવામાં સમર્થ એવી રાગદ્વેષ-સુખ-દુઃખ ' –શું કહ્યું ? રાગ-દ્વેષ ને સુખ, દુઃખની જે કલ્પના છે એ કર્મનું કાર્ય છે, એનું જ્ઞાન આત્મામાં થાય છે એ જ્ઞાન આત્માનું છે. એ જ્ઞાનથી આત્મા અભિન્ન છે પણ આ રાગ-દ્વેષ, સુખદુ:ખના પરિણામ જે છે એ પુદ્ગલની પર્યાય એ પુદ્ગલથી અભિન્ન છે ! આરે ! આવી વાતું છે, ઝીણી વાત છે ભાઈ ! રાગ-દ્વેષ થાય છે તો પોતાની પર્યાયમાં, કોઈ એમ અહીં લગાવી û (માની લ્યે ) કે જુઓ, કર્મથી રાગ-દ્વેષ થયા (એમ નથી ) આહાહા! અહીં તો બીજી ચીજ છે. (સ્વભાવ બતાવવો છે) આ તો રાગ-દ્વેષ થાય છે તો અજ્ઞાનથી પોતાની પર્યાયમાં, પણ એ રાગ-દ્વેષપુણ્ય, દયા-દાન– ( આદિભાવ ) આત્માનો સ્વભાવ નથી, આહા ! એ કા૨ણે આ દયા-દાનવ્રત-તપ, ભક્તિનો વિકલ્પ રાગાદિ વિકલ્પ ઊઠે છે એ રાગ, પુદ્ગલની અવસ્થા છે, એમ કહેવામાં આવ્યું છે. આહા ! કહો, બલુભાઈ ? શું કીધું, આ તમારા ઓલા વ૨સીતપ કર્યાં છે એમાં રાગ કોઇ મંદ હોય તો એ પુદ્ગલ-જડ હતો, એમ કહે છે. એણે તો સાંભળ્યું છે ને ઘણી વખત ? છે ? ( શું કીધું ? ) એ અંદર રાગ કર્યોને મંદ, અપવાસ કરવામાં, દયા પાળવામાં, વ્રત ક૨વામાં. સમજાણું ? એ ક૨વામાં મંદ રાગ છે એ રાગ છે ( એને ) અહીં પુદ્ગલની અવસ્થા ગણવામાં આવી છે, એ રાગનું જ્યાં જ્ઞાન થાય છે, એ જ્ઞાનઅવસ્થા આત્માથી અભિન્ન છે. પણ એ રાગ, એ જ્ઞાન (બેય ) અવસ્થા તદ્ન ભિન્ન છે! કહો, શાંતિભાઈ ? આવી વાતું છે. ( આહા !) જેને લોકો ધર્મ માને–દયા, દાન, વ્રત, અપવાસ એ વિકલ્પ છે-રાગ છે અને એ રાગ પુદ્ગલની (દશા ), પુદ્ગલના નિમિત્તને આધિન થઇને થઇ છે ને ? એ પોતાના સ્વભાવને આધિન નથી થઇ, એ કા૨ણથી એને પુદ્ગલમાં ગણી છે. આહાહાહા ! આવી વાત ! ‘અને આ પ્રકારનું જ્ઞાન આત્માથી અભિન્ન છે' —રાગ અને દયાદાનના વિકલ્પ જે રાગ ઊઠયો, એનું અહીંયા જ્ઞાન થયું. કેમકે આત્માનો (જ્ઞાન સ્વભાવ) સ્વપ૨પ્રકાશક છે, તો પોતાના સ્વરૂપનું જ્ઞાન કરે છે ને ( સાથે-સાથે ) રાગનું પણ અહીં જ્ઞાન થાય છે. તો એ જ્ઞાન છે-રાગનું જ્ઞાન છે એ આત્માથી અભિન્ન છે અને રાગભાવ છે એ પુદ્ગલથી અભિન્ન છે. આત્માથી ભિન્ન છે. આવી વાતું વે કયાં દુનિયા ઠારે મેળ ( ખાય ?) Page #457 -------------------------------------------------------------------------- ________________ ૪૪૨ સમયસાર સિદ્ધિ ભાગ-૪ લ્યો, કાલે જ મોટું (લખાણ) આવ્યું તું! વ્રતને શુભ ને પૂજાને ભક્તિને ધર્મજ્યોત ધર્મધ્યાન છે. અને આ સોનગઢવાળા કહે છે કે એ બંધનું કારણ છે! અરે, ભગવાન! ભાઈ, એ રાગ બંધનું કારણ છે અને ખરેખર તો (એ) દશા, એ આત્માના જેટલા ગુણ છે અનંત, તે અનંતગુણ શુદ્ધ છે, એનું પરિણમન થાય છે એ તો શુદ્ધ (જ) થાય છે (ત્યારે) આ રાગનું પરિણમન તો નિમિત્ત આધિન-પરનું છે (પરાલંબી તો) પરનું છે. આહાહા! એ પ્રમાણે જેવો રાગ થયો, દયા-દાન-વ્રતનો વિકલ્પ, એ જ પ્રકારનું અહીંયા જ્ઞાન થાય છે, જ્ઞાન તો જેવી વસ્તુ છે એવું જ જ્ઞાન થાય છે ને! યથાર્થ જ્ઞાન તો એને કહે છે કે જેવો ત્યાં દયા-દાન-વ્રત-ભક્તિ-પૂજા, કામ-ક્રોધ-હિંસા-જૂઠું જે પરિણામ થયા, તો એ પરિણામનું અહીં જ્ઞાન થાય છે. એ જે જ્ઞાન થાય છે એ જ્ઞાનનું પરિણામ આત્માથી એકમેક છે અને રાગભાવ છે એ પુદ્ગલથી એકમેક છે-આત્માથી ભિન્ન છે. આહાહા! મોટો ઝઘડો છે આ! ઓલા કહે છે કે ધર્મધ્યાન છે, આંહી (આચાર્યદેવ) કહે છે કે રાગ એ પુગલની દશા છે, એનું જ્ઞાન થાય તે જ્ઞાનની દશા આત્માની દશા છે. શશીભાઈ? આવી વાત છે. (કહે છે કે, “તે પ્રકારનો અનુભવ આત્માથી અભિન્નપણાને લીધે પુદ્ગલથી સદાય અત્યંત ભિન્ન છે” કોણ? જે રાગ-દ્વેષનું જ્ઞાન થયું એ જ્ઞાન પુદ્ગલથી તદ્ન ભિન્ન છે-અત્યંત ભિન્ન છે. શું કીધું સમજાણું કાંઇ..? કેમ કે આત્માનો જ્ઞાન સ્વભાવ છે જ્ઞાન. જ્ઞાન.... સ્વભાવ સ્વરૂપ છે તો જ્ઞાનનો સ્વપરપ્રકાશક સ્વભાવ છે. (તેથી તો) તે કારણે જે કાંઇ શુભ-અશુભ રાગ ઉત્પન્ન થયા, એનું અહીં જ્ઞાન થાય છે, એ જ્ઞાન એનું થાય છે એ તો નિમિત્તનું કથન છે, બાકી જ્ઞાન તો પોતાનામાં પોતાથી પોતાનું થયું છે. આહાહા ! એ જ્ઞાનનું પરિણામ છે એ આત્માથી એકમેક-અભિન્ન છે અને રાગ-દ્વેષ આદિ પુદ્ગલપર્યાયથી (એકમેક છે) એનાથી આ જ્ઞાનનું પરિણામ ભિન્ન છે. ધીમેથી સમજવું બાપુ! આ તો મારગ વીતરાગનો બહુ અલૌકિક છે! અત્યારે તો બધે ફેરફાર થયો મોટો, વિરોધ કરે છે, મોટો વિરોધ !નિમિત્તથી થાય છે કે ના પાડે છે, આ એમ કહે છે જ્યાં! દેખો! ભાઈ, પણ એને એમ લાગે ! જુઓ! આ લાકડી છે, લાકડી તે અહીં પડી છે લ્યો! તે તો આમ આંગળાથી ઊંચી કરે તો ઊંચી થાય છે એમ અજ્ઞાની (ઓને) ભાસે છે. કેમકે એ આંહીથી (સંયોગથી) દેખે છે એ આંહીથી (સ્વભાવથી) દેખે કે આ ઊંચી થઇ એ પોતાની પર્યાયથી તો (યથાર્થ કહેવાય !) સમજાણું આમાં? આહાહાહા ! અગ્નિથી પાણી ઊનું થયું એ પણ જૂઠું છે કહે છે. પાણી પોતાની પર્યાયથી ઉષ્ણ ( ઊનું) થયું છે, અગ્નિ તો નિમિત્ત છે-અગ્નિથી ઊનું થયું પાણી એ વાત જૂહી છે. હવે આ વાત કેમ બેસે? આહાહા ! અગ્નિની પર્યાય એ અગ્નિમાં છે ને પાણી અહીં ઉષ્ણ થયું એ પર્યાય પાણીમાં છે, એ પણ અહીંયા (આમ) તો એનાથી આગળ લેવું છે. સમજાણું કાંઈ.? આ રાગની પર્યાય થાય છે પોતાની પર્યાયમાં કર્મ નિમિત્ત છે પણ એ નિમિત્ત આધિન થઇને સ્વભાવ-ભાવ નથી, એ કારણે એ રાગભાવને પુદ્ગલથી અભિન્ન કહેવામાં આવ્યું અને એ રાગનું અહીં જ્ઞાન થયું એ જ્ઞાન આત્માથી અભિન્ન છે. આહાહાહા ! સમજાણું કાંઇ...? પણ આમાંથી પાછા એમ કાઢે (સમજે કે ) જુઓ, રાગ-દ્વેષ પોતાના કર્મથી થાય છે. જુઓ આમાં (ટીકામાં) આવ્યું કે નહીં? કઇ અપેક્ષાએ? અહીંયા તો પુણ્ય-પાપના ભાવ, કર્મને Page #458 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૯૨ ४४३ નોકર્મ ત્રણેય એક જ ચીજ છે–જડની છે, એમ બતાવવું છે. સમજાણું આમાં? આહા ! કાલ તો જરી ઓલા ( લખાણમાં હતું ને) સોનગઢ કહે, નિમિત્તથી ન થાય, આમાં તો નિમિત્તથી થાય એમ સમજી લ્ય બસ? એવું છે નહીં, થાય છે તો પોતાની પર્યાયમાં પોતાથી પણ એ (રાગભાવ) સ્વભાવ નથી–ચૈતન્ય જે અનંતગુણ છે સ્વભાવ, એનો તો એ ભાવ નથી, એમ ગણીને રાગને જડથી ભિન્ન આત્માનું ભેદજ્ઞાન નથી એ ( લોકો) રાગને પોતાનો માને છે. સમજાણું કાંઇ? આ વાત અહીંયા સિદ્ધ કરવી છે, એ પ્રકારે એમ કહેવું છે ને અહીંયા કે જેવા પુણ્ય ને પાપના ભાવ થયા એવું જ આહીંયા જ્ઞાન થાય છે, જ્ઞાન તો યથાર્થ થાય છે કે નહિ? (થાય છે.) તો જેવા દયાના પરિણામ થયા તો દયાના પરિણામ રાગ છે તો (તેવું જ) રાગનું જ્ઞાન અહીં થયું તો જ્ઞાન કહેવામાં આવ્યું એ યથાર્થ છે. એમ કહેવું છે કે જેવો રાગ છે એવું જ અહીંયા જ્ઞાન થયું છે, એ જ્ઞાન થયું એ આત્માની ચીજ છે ને રાગ છે એ પોતાની (આત્માની) ચીજ નહીં. આહાહા ! સમજાણું કાંઇ..? એ રાગ છે એ તો પુણ્ય-પાપ તત્ત્વ છે તો શાયકપર્યાયમાં સ્વપરપ્રકાશક (જ્ઞાન) થયું પણ એ જ્ઞાનસ્વપરપ્રકાશક પર્યાય થઈ પોતાથી એ એકમેક છે અને એ રાગતત્ત્વ (આત્માથી) ભિન્ન છે, અહીં આ લેવું છે ને ! રાગતત્ત્વ-પુણ્યપાપ તત્ત્વ-અજીવ તત્ત્વ-આસ્રવતત્ત્વ બધા એક (એકાર્થ) છે. આહાહાહાહા ! સમજાણું કાંઇ..? (હવે કહે છે, “જ્યારે અજ્ઞાનને લીધે આત્મા તે રાગ-દ્વેષ-સુખ-દુઃખાદિનો અને તેના અનુભવનો પરસ્પર વિશેષ ન જાણતો હોય ત્યારે” –શું કહે છે? અજ્ઞાની આત્મા, ભેદજ્ઞાનના અભાવથી (એટલે કે) આ રાગ-દ્વેષ આદિ પરિણામ અને એનું જ્ઞાન અહીં અનુભવ, એ બન્નેનું ભેદજ્ઞાન ન જાણવાથી–રાગ હું છું એમ અજ્ઞાની માની લે છે. આહાહા ! રાગથી ભિન્ન એવું જ્ઞાન પોતાનું છે પણ રાગ પોતાનો નથી, પણ અજ્ઞાનીને રાગ અને જ્ઞાનના પરિણામનું ભેદજ્ઞાનભિન્નતાનું જ્ઞાન નથી, તો રાગ મારો છે એમ માની લ્ય છે. આહાહા ! - જ્યારે આ આત્મા અજ્ઞાનને કારણે એ રાગ-દ્વેષ, સુખ-દુઃખ, સુખદુઃખની કલ્પના થાયને! આ પૈસા છે તો ઠીક, નિર્ધનતા અઠીક એવી જે કલ્પના છે. એ નિશ્ચયથી તો એ પુદ્ગલની પર્યાય છે, પુદ્ગલમાં છે. આહાહા ! આકરું કામ છે. (શ્રોતા – ઘડીકમાં પુદ્ગલની, ઘડિકમાં આત્માની?) તેથી અહીં કહે છે ને ભાઈ, છે પર્યાય એની, પહેલાં એમ જ માની લ્યો કે કર્મને લઇને રાગ થયો-કર્મને લઇને રાગ થયો, તો એ વાત જૂહી છે. આહાહા ! પણ અહીંયા કહે છે, રાગ પર્યાયમાં થાય છે તો એ દ્રવ્યસ્વભાવથી થયો, એ વાત જૂઠી છે. આહાહા (આત્મ) દ્રવ્યનો સ્વભાવ ચિદાનંદ! ભગવાન આત્મા, રાગ થાય છે એનું જ્ઞાન કરે છે, એ જ્ઞાન પોતાનું છે, રાગ પોતાનો નહીં. આ તો અત્યારે તો ભેદજ્ઞાન કરવાની વાત છે ને! ભેદજ્ઞાન નહિ કરવાવાળાની આ વાત છે. ભેદજ્ઞાન કરવાવાળાની વાત (ગાથા) ૯૩ માં આવશે. આહા! આ મોટો ફેર? નિમિત્તથી થાય છે ને વ્યવહારથી થાય છે, (આ) મોટો ફેર? છે? નિમિત્ત વિના ક્યાંય હોય છે (કોઇ કાર્ય?) દેખો? આ જે વાણી પડે છે, તો જ્ઞાન થાય છે, ન્યાં મુંબઈમાં હતા ત્યાં કારખાનામાં ત્યાં આ જ્ઞાન થતું હતું? પર્યાયમાં આ જ્ઞાન (સાંભળવાનું) આ શબ્દ કાને પડે છે તો જ્ઞાન થાય છે. એમ અજ્ઞાનીઓને ભ્રમ થાય છે. પણ (ખરેખર તો) એ Page #459 -------------------------------------------------------------------------- ________________ ४४४ સમયસાર સિદ્ધિ ભાગ-૪ સમયમાં, એ સમયની પર્યાય જ્ઞાન થવાની લાયકાતથી જ્ઞાન ઉત્પન્ન થાય છે. ( જ્ઞાન થવામાં) શબ્દ તો નિમિત્ત છે, શબ્દથી ત્યાં જ્ઞાન થયું નથી. અરે ! આવી વાતું ભાઈ ! દુનિયાથી બહુ ફેર હોં ભાઈ ! મોટો ફેર? (શ્રોતા- જ્ઞાની એટલા માટે જ નિશંક છે) હેં? એવી વાત છે. સુખ-દુઃખને રાગ-દ્વેષના જે ભાવ છે એ વિકૃત અવસ્થા છે, એને પુદ્ગલની ગણવામાં આવી અને એ રાગદ્વષ-સુખ-દુઃખની કલ્પના જેને પુદ્ગલ કહેવાય એનું જે જ્ઞાન અહીં થયું, એ જ્ઞાન અને સુખ-દુઃખની અવસ્થા, “બન્નેનું ભેદજ્ઞાન નહિ હોવાથી બન્નેની જુદાઇનું જ્ઞાન નહિ હોવાથી ત્યારે એકપણાના અધ્યાસને લીધે” –આહાહાહા ! એ રાગને દ્વેષને સ્વભાવનું જ્ઞાન, (બેયની) એકત્વબુદ્ધિને કારણે-અનાદિથી આ અધ્યાસથી એકત્વ કર્યું છે. આહાહા! સમજાણું? (ઓહોહો !) મોટો બળવો છે, દુનિયા સામે, દુનિયા આની સામે બળવો કરે છે. આહા ! બાપુ! મારગડા પ્રભુના (જુદા છે). આહાહાહા ! અહીંયા તો કહે છે કે જે અંદરમાં કર્મના નિમિત્તથી અથવા નિમિત્તને આધિન થઇને જે કાંઇ દયા, દાન, વ્રત, ભક્તિ આદિના ભાવ છે, એ બધા (ભાવો) પુદ્ગલની દશા છે. (અરે, ભાઈ !) આત્મા શું? આત્મા તો શુદ્ધ પવિત્ર છે, એનો (સ્વભાવ તો) જાણવા-દેખવા (જ્ઞાતા-દખાની) દશાવાળો છે. (શુભાશુભ ભાવની) તે દશા છે પુગલની અને એનું જે જ્ઞાન, અહીં જ્ઞાન થાય છે એ પોતાનું છે. પણ એ જ્ઞાન અને રાગ-દ્વેષની પર્યાયનું ભેદજ્ઞાન નહિ હોવાથી બન્નેની ભિન્નતા છે એવું ભિન્નતાનું ભાન નહિ હોવાથી, આહાહાહા ! તમારા હિરા-બિરા તો કયાંય રહી ગયા (દૂર) ને અમારા ચીમનભાઈના લોઢા રહી ગયા કયાંક (દૂરના દૂર) (શ્રોતા- આપ તો ફરમાવો છો કે હીરો તો પુદ્ગલનો છે.) હિરા તો પુદ્ગલના છે, પણ હિરાનો પ્રેમ થયો રાગ, એ પણ પુગલમાં છે એમ કહે છે આંહી તો બલુભાઈ? આવું છે બાપા. પ્રભુ પ્રભુ પ્રભુ તું કોણ છે? બાપા, ભગવાન તો એમ કહે છે કે તું છો કોણ? આત્મા, આત્મા છો તે શું રાગરૂપ છે આત્મા? નવ તત્ત્વ છે તો એમાં રાગને પુષ્ય ને પાપ તત્ત્વ તો (આસ્રવ તત્ત્વ છે) તેને (આત્માથી) ભિન્ન ગણવામાં આવેલ છે. નવ તત્ત્વ છે કે નહીં? પુણ્ય, પાપ, આસ્રવ, બંધ તત્ત્વ તો ભિન્ન ગણવામાં આવ્યા છે. ભગવાન આત્મા તો જ્ઞાયકતત્ત્વ છે. તો એનો અર્થ એ છે કે એનું જ્ઞાન કરવાવાળો ને પોતાનું જ્ઞાન કરવાવાળો (એ એક) જ્ઞાયક તત્ત્વ છે. (એ જ્ઞાયકતત્ત્વ) પણ પોતાનું જ્ઞાન અને એનું (પરનું) જ્ઞાન એ બેયનું જ્ઞાન) એ પોતાનો સ્વભાવ છે. એ ચીજ રાગ આદિ પોતાનો સ્વ-ભાવ નથી, (તેથી) રાગ આદિ ભિન્ન છે ને એનું જ્ઞાન કરવાવાળી ચીજ ( જ્ઞાયક) ભિન્ન છે. –આવું ભેદજ્ઞાન નહિ હોવાથી, આહાહા ! આવી વાતું, હવે માંડ (માંડ) જિંદગીમાં કો'કને તો કાને'ય પહેલી પડે! આખી વાતું ફેર બહુ બાપુ? અરે રે મનુષ્યભવ હાલ્યા જાય છે, મોતની અવસ્થા એ સમય નજીક આવે છે કારણકે (મૃત્યુસમય) નક્કી છે ભગવાનના જ્ઞાનમાં, અને એની આયુષ્યમાં કે આ એ જ સમય, આ ક્ષેત્રે, આ લોકે, આ દેહ છૂટવાનો (એ છૂટવાનો જ) એમાં ત્રણ કાળમાં ફેરફાર થાય (જ) નહીં. આહાહાહા ! અરેરે! એના સમીપમાં (મૃત્યુના સમીપમાં) આયુષ્યની (ક્ષણ ક્ષણ ઘટતી સ્થિતિ!) ઓલું નથી આપણે કહેતા કે “ડોશી કહે મારો દિકરો મોટો થાય' ભગવાન કહે તારો દિકરો મોટો થાય ને મરણની સમીપમાં જાય? હવે આનો મેળ કયાં કરવો? બરાબર છે? (શ્રોતા: Page #460 -------------------------------------------------------------------------- ________________ ૪૪૫ ગાથા-૯૨ બા તો એમ જ કહેને મારો દિકરો મોટો થાય?) હા, બધા કહે, એમ જ કહે, મોટો દિકરો થયો! સુમનભાઈ અને નહિ ભણાવ્યો હોય કે પાંત્રીસ હજાર રૂપિયા ખર્ચીને, (પરદેશમાં) અમેરિકા શું? અમેરિકામાં! પાપ કરીને પૈસા ભેગા કર્યા ને પાપ કરીને ભણાવ્યો એને, આ રામજીભાઈએ, સાચી વાત હશે ? વિકલ્પ હતો આકરી વાત ભાઈ ! ભણાવ્યો છે ભણાવ્યો'તો નહીં પણ ભણાવવાનો જે વિકલ્પ છે, એ એનું સ્વરૂપ નહીં. આહાહાહાહા! આવી વાત છે ભગવાન ! આ તો ઘરની વાત કરીએ (દાખલો ઘરનો) બધાને સમજાય ને? રતિભાઈ ? આ અમારે રતિભાઈ રહ્યા, મોટા કરોડપતિ લ્યો ! કારખાના મોટા ને છોકરાઓ ! મોટોભાઈ મરી ગયા ને બે-ત્રણ છોકરાઓ બધું કામ કરે એય મોટું કારખાનું છે રાજકોટ. અરરર! કોણ કરે પ્રભુ! આંહી તો કહે સાંભળને વાત! આહાહાહા! પ્રભુભાઈ તો છેલ્લી સ્થિતિએ અસાધ્ય થઈ ગયા હતા નહીં. તાકડે ત્યાં અસાધ્ય થઇ ગયા'તા, કેટલા વખતથી ચોવીસ કલાકથી, કુદરતી એવો મેળ ખાઇ ગયો કે હું ત્યાં ગયો ત્યાં અહીંથી ત્યાં પહેલાં હતા અસાધ્ય એમ પછી ચંદુભાઈ દાકતર છે ને આપણા ચંદુભાઈ, એણે કહ્યું, પ્રભુભાઈ મહારાજ આવ્યા છે કોણ જાણે કેમ થયું તરત જ સાધ્ય આવી ગયું. આમ હાથ કર્યો ઊંચો, અસાધ્ય હતા, પ્રભુભાઈ અસાધ્ય હતા, કુદરતે હું ગયો ત્યારે પણ અસાધ્ય હતા, જ્યાં એને કીધું ચંદુભાઈએ કે મહારાજ આવ્યા છે, પ્રભુભાઈને એમ જ્યાં કીધું ત્યાં આંખમાંથી આંસુ, હાથ આમ ઊંચો કર્યો સાધ્ય આવી ગઇ, દશ મિનિટ રહ્યા, બસ પછી જતાં વખતે પાંચ હજાર રૂપિયા દેવાના હાથમાં મૂકયા, એમણે દેવાના તે વખતે સાધ્ય નહોતી. આંહીથી હું સવારમાં ગયો'તો અને સાંજે પાછો વયો, આવ્યો'તો. સવારમાં રાજકોટ, છેવટે ઓલા પાંચ હજાર રૂપિયા આપવા મંડયા એના હાથમાં નોટ આપો, એમ કે ત્યારે સાધ્ય નહોતી. આ બધા પૈસાવાળા છે બધા ! વાળા છે બધા. એક “વાળો' નીકળે પગમાં તો રાડ્યો નાખે? આ કેટલા (વાળા) છે? (શ્રોતા- આ વાળાની કિંમત છે) આ વાળાની કિંમત છે રખડવાની... પૈસા વાળો, બાયડી વાળો છોકરા વાળો, મકાન વાળો, આબરુ વાળો! કેટલાવાળા!તમને તમારે ) પણ છે, હું? સારા જમાઈ વાળો-સારા જમાઇ, દશ-દશ, વીસ-વીસ લાખવાળા ! ચાર છોકરીઓ મોટે ઘરે પરણાવી, કુટુંબ-કબીલા મોટાંને! ઓહોહો ! શું છે પણ આ તને? શાંતિભાઈ? હડકવા લાગ્યો છે!! આહાહા ! પ્રભુ કહે છે એક વાર સાંભળ ભાઈ, તારું સ્વરૂપ તો પ્રભુ! એ રાગ આદિ આવે, એનું જ્ઞાન કરવાનો તારો સ્વભાવ છે. એમ ન જાણીને રાગ મારો છે (એમ માને એ ) મિથ્યાષ્ટિ અજ્ઞાની છે. આહાહાહાહા ! ગજબ વાત છે. પરની દયા પાળવાનો ભાવ, દયા પાળી શકતો નથી, કેમકે એ તો (તે જીવનું) આયુષ્ય હોય તો ત્યાં રહે (જીવે ) કે ન રહે (પરંતુ ) તારાથી -દયા પાળી શકાય નહીં, પણ ભાવ આવ્યો એ રાગ છે, એ રાગનું જ્ઞાન કરવું એ આત્માનો સ્વભાવ છે. પરંતુ રાગને પોતાનો માનવો, એ પોતાનો સ્વભાવ નથી. પણ જેને રાગ અને રાગનું જ્ઞાન, કરવાનું ભેદજ્ઞાન નથી, “એ ત્યારે એકત્વના અભ્યાસના કારણે” આહાહા... રાગ અને એનું જ્ઞાન કરવાવાળો આત્મા, બેયના એકત્વના અભ્યાસને કારણે આહાહા... વિભાવની સાથે અધ્યાસ- એકત્વ કર્યું! Page #461 -------------------------------------------------------------------------- ________________ ४४६ સમયસાર સિદ્ધિ ભાગ-૪ શ્રીમમાં (શ્રીમદ્ રાજચંદ્રના) એક પત્રમાં છે, “વિભાવ સાથે અધ્યાસને કારણે વિભાવ પોતાનો માન્યો એમ,” છે એક પત્રમાં છે. આંહી તો ઓલી લાગુ પડતી હોય એવી વાત વાંચવામાં આવી હોય ! તો બેસી ગઈ તો બેસી ગઈ ! વાત બરાબર, કયાંક છે આ એક પત્રમાં છે. આહાહાહા ! એ રાગનો ભાવ, વિકારભાવ-વ્રતનો ભાવ-તપનો ભાવ, અપવાસ કરું, ઓળી કરું, વરસીતપ કરું એવો જે વિકલ્પ છે રાગ, એ રાગનું આત્મા એનું જ્ઞાન કરવાવાળો છે. એનું (રાગનું) જ્ઞાન ને રાગ (બેય) ભિન્ન એવું જેને ભાન નથી (એકપણાનો) એ અધ્યાસને કારણે “શીત-ઉષ્ણની જેમ” –જેમ ઠંડીને ગરમ અવસ્થા, આત્મા દ્વારા પરિણમન કરવાનું અશકય છે, તેમ” –શું કહે છે? આ ઠંડીને ગરમ અવસ્થા એરૂપે આત્માનું થવું અશકય છે. આત્મા અરૂપી જ્ઞાનઘન ને આ જડની અવસ્થા ઠંડી–ગરમ, તો આત્માને ઠંડી-ગરમી અવસ્થારૂપે થવું અશકય છે. બરાબર છે. હવે આકરું આવશે! –એ જે રૂપે આત્મા દ્વારા પરિણમન કરવું અશકય છે જેમ ઓલી ઠંડી અને ગરમ અવસ્થાપણે આત્માનું થવું અશકય છે કયારેય ઠંડા ગરમરૂપે આત્મા થતો નથી. એમ તે રૂપે આત્માનું થવું અશકય છે. એવાં રાગ ને દ્વેષ, સુખને દુઃખની કલ્પના, એવાં ભાવે આ આત્માનું એપણે પરિણમવું અશકય છે. આહાહાહા! જેમ ઠંડીને ગરમ અવસ્થામાં આત્મા ગરમ-ઠંડી અવસ્થાપણે થવું અશક્ય છે, તેવી રીતે ભગવાન આત્મા જ્ઞાન-આનંદસ્વરૂપ પ્રભુ એ દયાદાન-કામ-ક્રોધના પરિણામપણે પરિણમવું ( આત્માને) અશકય છે, (શ્રોતા – એ પુદ્ગલના પરિણામ છે) એ પુદ્ગલના પરિણામ છે. ધીમે ધીમે તો કહેવાય છે, ભાઈ ! (શ્રોતાઃ- બહુ ચોખ્ખું થાય છે) આ કહેવું ચોખ્ખું થાય છે લ્યો ! ( શ્રોતા – ટાઢિયો તાવ આવે ત્યારે ધ્રુજારી છૂટે!) એ ધ્રુજારી પુદગલની પર્યાય છે, અહીં તો ધ્રુજારી થઇ એનું જ્ઞાન એને થાય છે પોતાનાથી, એ જ્ઞાનનું પરિણામ પોતાનું છે. ધ્રુજારી જડની પર્યાય (જડમાં) છે. (જુઓ!) તાવ આવે છે, બુખાર કહે છે ને! ૧૦૬ ડીગ્રી ( તાવ ચડયો હોય ત્યારે) પહેલું ગરમી આવે, ગરમી (પછી) ઠંડી આવે, (બહુ) ઠંડી (લાગે ત્યારે) ટાઢીઓ તાવ આવે ગોદડા ઓઢાડે- (મને) ગોદડી ઓઢાડો ને જ્યાં ઓલું (ગરમી ચડે) થાય કાઢી નાખો, પણ એ તો ગોદડા ને કાઢી નાખવાની ગરમ ને ઠંડી અવસ્થા તો જડની છે. આહાહા! શરીરમાં ટાઢ આવી ધ્રુજવા ( લાગ્યું શરીર) એ જડની અવસ્થા છે. એ તાવ આવ્યો એ જડની અવસ્થા છે, પરંતુ એ જડની અવસ્થાનું જ્ઞાન અહીં કરે આત્મા, અને જડની અવસ્થા જડમાં રહે, પરંતુ બન્નેની ભિન્નતાનું ભાન નથી તો એને એમ થઇ જાય છે કે આ ઠંડો હું થઈ ગયો, ગરમ હું થઇ ગયો, “જેમના રૂપે આત્મા વડ પરિણમવું અશકય છે” “તેવી રીતે એવાં રાગ-દ્વેષ-સુખ-દુઃખાદિરૂપ” આહાહાહા ! દાખલો ત્યાં આકરો છે ને ! ઠંડી અને ગરમ અવસ્થાપણે આત્માને થવું અશકય છે, છતાં એ માને છે કે હું ઠંડી-ગરમ અવસ્થારૂપે હું થઇ ગયો! એમ દયાદાન-વ્રત-ભક્તિ, કામ-ક્રોધના ભાવ એ વિકાર અને અનુકૂળતા જોઈને હું સુખી છું, માણસો (પણ) એમ કહે ને, પાંચ-પચીસ લાખ મળે એટલે આ આપણાથી સુખી છે. (એમ લોકો માને !) સમજાણું? એક ફેરે કહ્યું'તું ને! આપણે અહીંયા નાનાલાલભાઈના સગા, આંહી એક ફેરી આવ્યા'તા વઢવાણવાળા! શું કહેવાય એ? ચુડગર, તે નાનાલાલ કાળીદાસ (જસાણી) રાજકોટ, કરોડપતિ? Page #462 -------------------------------------------------------------------------- ________________ ४४७ ગાથા-૯૨. બધાય આંહી આવનારા ને ! એટલે પછી એ બોલ્યો કે અમારા વેવાઈ સુખી છે, એટલે મેં કીધું, સુખીની વ્યાખ્યા શું? (ભાઈ) ચુડગર નહોતા ઓલા વકીલ હતા ને! શું કહેવાય એ? બારિસ્ટર, પોપટલાલ બેરિસ્ટર ચુડગર, હતા ને! એ અહીં આવ્યા'તા ને! અહીં આવ્યા'તા બધા આવી તો ગયા હોય, ચુડગર મોટા બારિસ્ટર હતા, તેના કુટુંબી ચુડગર હતા, તેના સગામાં નાનાલાલ કાળીદાસભાઈ. મુંબઈ અમારા વેવાઈ સુખી છે. મેં કીધું, સુખીની વ્યાખ્યા શું? સુખીનું સ્વરૂપ શું? આ પૈસા બૈસા મળ્યા એ સુખી છે? (અરે, ભાઈ !) ઇ તો દુઃખના નિમિત્ત છે, એ પૈસા એ કાંઇ સુખ કે દુઃખના કારણ નથી, પૈસા એ ખરેખર તો દુઃખ કરે છે એમાં નિમિત્ત છે, અને (પૈસામાં) સુખની કલ્પના કરે છે, એ તો (સાચું) સુખ નહિ, એ તો દુઃખ છે એમાં પણ લક્ષ્મી નિમિત્ત છે. અરે, આવી વાતું છે બાપુ! આહાહા! આંહી તો પરમેશ્વર જિનેશ્વર ત્રિલોકનાથ (તીર્થંકરદેવની) વાણીમાં એમ આવ્યું, કે પ્રભુ જેવી રીતે ઠંડી-ગરમ અવસ્થા પુદ્ગલથી અભિન્ન છે, એનું જ્ઞાન તને થાય કેમ કે તારો જ્ઞાનમાં-સ્વપર પ્રકાશક સ્વભાવ હોવાથી, તારામાં તો એનું જ્ઞાન થાય, એ જ્ઞાન તારી ચીજ (આત્મા) છે, પણ એ શીત અને ઉષ્ણ (અવસ્થા) તારી ચીજ નથી. તેવી રીતે અંદરમાં દયાદાન-વ્રતભક્તિ-કામ-ક્રોધ-કમાવું આદિ રળવા-કમાવાનો ભાવ આવ્યો, એ ભાવ (બધા) ખરેખર તો પુદ્ગલની જ દશા છે. એનું તું જ્ઞાન કર, એ તારી પર્યાય છે. આહાહાહા ! બહુ ફેર આમાં મધુભાઈ ? આ બધા લાખો રૂપિયા અહીંયા પેદા કરે, તો એ બધા ધૂળ છે-ધૂળ છે એ તો બધી. અને ધૂળમાં રાગ કરે છે એ રાગેય જડ છે. (શ્રોતા- દીક્ષા લેવાવાળો ને દેવાવાળો જીવ છે કે પુદ્ગલ છે) દીક્ષાનો વિકલ્પ જે ઊઠે છે એ પુદગલ છે અને વ્રતનો વિકલ્પ છે એ-પણ પુદ્ગલ છે. ઝીણી વાત ભાઈ ! (આહા!) શુદ્ધ જે આત્મા અંદર આનંદ સ્વરૂપ ભગવાન ! એ વિકલ્પ, રાગથી ભિન્ન ભગવાન, અતીન્દ્રિય આનંદનો કંદ પ્રભુ! એની દૃષ્ટિ કરીને જે આનંદની પર્યાય અતીન્દ્રિયની ઉત્પન્ન થાય એ આત્મા છે. અરે, ભગવાન બહુ ફેર બાપુ! ચીમનભાઈ? આહાહાહા ! આવું તો હિંમતભાઈએ સાંભળ્યું નહોતું, શ્રીમદ્ભા ભગત હતા. જોયું છે ને ત્યાં વહોરવા ઘરે આવ્યા'તાને અંદર ડેલે, તે દિ' હિંમતભાઈ હતા ડેલાની અંદર આ વાત બહુ ફેર! એ લોકોમાં ભક્તિ કરે ને ભગવાનની ગુરુની ! (શ્રોતા – એ ઓલું નહિ?) એ ભક્તિ કરે તો એનાથી કલ્યાણ થાય (એવી માન્યતા) પણ ભક્તિ ગુરુની તો પરની, રાગ છે, એ તો આવે છે ને શ્રીમમાં આવે છે ને? (આત્મસિદ્ધિ શાસ્ત્ર ગાથા-૯૦) “વીત્યો કાળ અનંત તે, કર્મ શુભાશુભ ભાવ; તેહ શુભાશુભ છેદતાં, ઊપજે મોક્ષ સ્વભાવ.” –આ આત્મસિદ્ધિમાં આવે છે, કોણ વિચારે? લ્યો, કહો? તમારા બાપેય વિચારતા નહિ! એ વિચારતા'તા હોં? આહાહા ! આંહી કહે છે કે જેમ ઠંડી અને ગરમ અવસ્થા પુદગલમાં (પુદ્ગલથી) અભિન્ન છે, અને ઠંડી-ગરમીની અવસ્થાનું પોતાનામાં (આત્મામાં) જ્ઞાન કરવાની તાકાત હોવાથી, સ્વપરપ્રકાશકરૂપે જ્ઞાન થયું એ જ્ઞાન છે પોતાથી એકલું અભિન્ન છે. પણ એ શીત-ઉષ્ણને જ્ઞાનનું ભેદજ્ઞાન નહિ હોવાથી, એ અજ્ઞાની પોતામાં હું ઠંડો થઈ ગયો, હું ગરમ થઇ ગયો, Page #463 -------------------------------------------------------------------------- ________________ ४४८ સમયસાર સિદ્ધિ ભાગ-૪ એવું માને છે. એમ આત્મામાં, એ તો ભગવાન આત્મા તો જ્ઞાનસ્વરૂપી સ્વપરપ્રકાશક સ્વભાવ ( હોવાથી) તો રાગ આવ્યોદયાનો-દાનનો વ્રતનો-અપવાસનો એ વિકલ્પ એ તો છે, એ વિકલ્પ ખરેખર તો પુદગલની અવસ્થા છે, કેમ કે શુદ્ધસ્વભાવ ભગવાન (આત્મા) એની અવસ્થા (એ) નથી. આહાહાહા... એ રાગનું જ્ઞાન કરવું એ જ્ઞાનની અવસ્થા આત્માની છે. (કારણકે) દયા-દાન-વ્રત-ભક્તિના પરિણામમાં આત્મા દ્વારા (વડ) પરિણમવું અશકય છે. ભગવાન આત્મા આનંદ ને જ્ઞાનસ્વરૂપ એ રાગરૂપે કેમ પરિણમે? આહાહા! આ વ્યવહારના પક્ષવાળાને તો આ બધું પાગલ જેવું લાગે ! (શ્રોતા- સમજાય જ નહીં એને) શું? બેસે જ નહિ વાત ! વીતરાગ માર્ગ બાપુ? ઓહોહો ! વીતરાગભાવથી માર્ગ-ધર્મ ઉત્પન્ન થાય છે. રાગથી ઉત્પન્ન થાય છે? આહાહા! તો... રાગ છે. એનું જ્ઞાન કરવામાં પોતાનામાં રાગનું નિયમન કરવું, રાગને સ્પર્શ કર્યા વિના–રાગને પોતાનો માન્યા વિના, પોતાનામાં જ્ઞાન થવું, એ વીતરાગી અવસ્થા, એ પોતાની (આત્માની) છે. પણ રાગ અને જ્ઞાન-રાગનું જ્ઞાન, બેયની એકતાબુદ્ધિથી ભેદજ્ઞાનની બુદ્ધિના અભાવથી, આત્મા રાગને ઢષ ને સુખ-દુઃખની કલ્પનારૂપે પરિણમવું અશુદ્ધ છે છતાં, આ પરિણમન મેં કર્યું એમ માને છે. આહાહા! મધુભાઈ? તાકડે આવ્યું છે આ બધું આવું (તત્ત્વ !) , એને (ત્યાં ) વાસ્તુ છે કાલ! આહાહાહા ! વ્યાખાનેય ન્યાં છે હોં ન્યાં, ત્યાં હોલમાં ! હોલમાં વ્યાખ્યાન થશે, તે દિ' કર્યું હતું નવનીતભાઈ હતા ત્યારે ! આહાહાહા ! સમજાણું? ભગવાન આત્મા જ્ઞાનસ્વભાવી વસ્તુ! એમ કહેતા'તા ને! જ્ઞાનથી તાદાભ્ય છે. જેમ અગ્નિ ઉષ્ણતાથી તરૂપે છે તાદાભ્ય છે એમ ભગવાન આત્મા પોતાના જ્ઞાનથી તદરૂપ છે. રાગથી તદરૂપ નથી. રાગથી તદરૂપ હો તો રાગનો કયારેય નાશ થશે નહીં! બહુ ઝીણી વાત બાપુ! અત્યારે તો આખો સંપ્રદાય એવા ગોટે ઊઠયો (ચડ્યો) છે અને વાણિયાને નવરાશ ન મળે ધંધા આડે, આખો દિ' પાપનો ધંધો. મધુભાઈ? આ હિરા વેચ્યા ને બે લાખ મલ્યા ને ધૂળ મળીને એ.. ય! એમાંથી નવરો કલાક થાય તો કાંઇ સાંભળવા જાય તો ઓલો-કુગુરુ લૂંટી લ્ય! તું આમ કર, તું આમ કર-વ્રત કર, અપવાસ કર, તને કલ્યાણ થશે! એય... રાગ કર તો કલ્યાણ થશે! (શ્રોતા- એ સહેલું પડે !) સહેલો રખડવાનો ધંધો-રખડવાનો સહેલો. આહાહા ! (આંહી) ભાષા તો કેવી સખત (સ્પષ્ટ) છે કે જેમ ટાઢી અને ગરમ અવસ્થા, એ પુદ્ગલના સ્પર્શગુણની અવસ્થા છે એ પણે આત્માનું ઠંડી-ગરમ અવસ્થાપણે આત્માનું થવું અશકય છે. અસમર્થ છે. છતાં અજ્ઞાની, શીત-ઉષ્ણ અવસ્થા અને એનું જ્ઞાન, બન્નેનું ભેદજ્ઞાન નથી તો એવું માને છે કે હું ઠંડો થઈ ગયો, હું ગરમ થઇ ગયો. (જુઓ!) આ ઢોકળા-ઢોકળા ખાય છે ને ! ઢોકળા, શું કહે છે? ઢોકળામાં, મરચાં હોય ને બહુ, ઉપર પાથરે તો મરચાંની (ભૂકી) પાથરે લાલ ભૂકકો હોય ને! એટલે ઉપર લાલ ભૂકી પાથરે, એટલે પછી ઘીમાં કે તેલમાં (વઘારીને) ખવાય, હવે એ મરચાં (ની ભૂકી) તીખી હોય ને, મોઢામાં જાય કે તીખું છે, તો હું તીખો થઇ ગયો એમ માને !) એનાથી (આમ તો) મોટું તીખું થયું છે એ જડની અવસ્થા, એ એને લઇને (મરચાંને) લઇને નહીં. એ મરચાં તીખાં હોય Page #464 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૯૨ ૪૪૯ લીલા મરચાં બહુ તીખાં હોય ને ! આંહી કહે છે કે મોઢું તીખું તે ઇ વસ્તુને લઇને (મરચાંને લઇને ) મોઢું તીખું થયું નથી. ( તો શી રીતે છે ? ) મોઢાની પર્યાય એને તીખાશપણે પરિણમવાની (પોતાની ) તાકાતથી તીખાશ થઇ, હવે ઇ થતાં એને એમ થયું કે હું તીખો થઇ ગયો ! મારું મોઢું તીખું થઇ ગયું. આરે ! આરે ! ગાંડાના ગામ જુદા નથી આંહી કહે છે. એ બલુભાઈ ! શું છે આ બધું આ ? આ ચુનિભાઈએ સાંભળ્યું નહોતું, આવું નારાયણશેઠે સાંભળ્યું નહોતું, આહાહા ! આવી વાત, બહુ ફેર બાપા, બહુ ફેર ! વીતરાગનો મારગ, વીતરાગ ભાવથી ઉત્પન્ન થાય-એ બતાવે છે. એ રાગ આવ્યો ને એ રાગથી મને ધર્મ થયો, મિથ્યાર્દષ્ટિ સૂંઢ છે. આહાહાહા ! પાછા આમાંથી એમ ન કાઢવું (એમ ન સમજવું ) કે જુઓ, રાગ એ તો કર્મથી થયો! કર્મનું નામ દીધું. એ તો અહીંયા દ્રવ્યસ્વભાવની દૃષ્ટિ કરાવવી છે, એથી ( જે ) રાગ ઉત્પન્ન થાય છે તો અશુદ્ધઉપાદાન-પોતાથી થાય છે, પણ અશુદ્ધઉપાદાન એ તો વ્યવહાર થયો, વ્યવહાર થયો તો એ રાગ નિમિત્તને આધિન થયો છે. નિમિત્તને આધિન થયો છે તો એને અહીંયા પુદ્ગલનો ગણવામાં આવ્યો, પોતાને આધિન-સ્વભાવને આધિન ઉત્પન્ન થયો નથી. આહાહાહા ! આમાં કેટલી વાતો યાદ રાખવી, બધી વાત જ જુદી છે. આહાહાહા ! પુંજાભાઈ ? નૈરોબીમાં મળે એવું નથી. ( શ્રોતાઃ– આવું કયાંય નથી. ) પણ હવે તો ત્યાં આપણું હાલે છે ને ! રેકોર્ડિંગ, શું કહેવાય ? ટેપ રેકોર્ડિંગ ! આહાહાહા! “જેમ શીત-ઉષ્ણરૂપે આત્મા વડે પરિણમવું અશકય છે” –પરિણમન નામ પર્યાયમાં અશકય છે “એ પ્રકારે જેમના રૂપે આત્મા વડે પરિણમવું અશકય છે” કયા રૂપે ? એવાં રાગદ્વેષ-સુખ-દુઃખાદિ જડસ્વરૂપ, આત્મા દ્વારા પરિણમવું અશકય છે. શું ? એ રાગ-દ્વેષ ને સુખદુઃખ વિકા૨ીદશા અને ભગવાન આત્મા નિર્વિકારી પ્રભુ, એ વિકારી પરિણમન કરવાનું (આત્મા વડે પરિણમવું ) અશકય છે. આહાહાહા ! બહુ માર્ગ ! “આમ જેમના રૂપે, કયા રૂપે ? ” એવાં રાગ-દ્વેષ-સુખ-દુઃખાદિરૂપે સુખ-દુઃખની તો કલ્પના છે ને ? એ આદિરૂપે “અજ્ઞાનાત્મા વડે પરિણમતો થકો” —અજ્ઞાન આત્મા દ્વારા એને આત્માનું ભાન નથી ને, એ દ્વારા પરિણમતો થકો અર્થાત્ પરિણમ્યો હોવાનું માનતો થકો, હું રાગ-દ્વેષરૂપે થયો છું એમ માનતો થકો, છતાં આત્મા છે એ રાગદ્વેષરૂપ થતો નથી. આહાહાહા ! આ વ્યવહા૨વાળાને તો આકરું બહુ પડે. બધું મનાવ્યું છે ને અત્યારે વ્રત કરો ને અપવાસ કરો ને, આંબેલ કરોને ! વ૨સી તપ કરો ને ! ઓળી કરો ને હોળી કરો ને ! એ બધો રાગ, અરે અરે આવી વાતું હોય ? ચોવિહાર રાત્રે કરવો? એ પણ એક શુભરાગ છે. એ સોલભાવનાસોળભાવના તીર્થંક૨ગોત્ર બાંધે એ ( ભાવ પણ ) રાગ છે. રાગ પોતાનો નથી. ( શ્રોતાઃ- પણ ભાવે તો છે ને ? ) ના, ભાવતો નથી, આવી જાય છે–રાગ આવી જાય છે, છતાં રાગ પોતાનો માનતા નથી. તીર્થંકર પ્રકૃત્તિ અમે બાંધી એવું માનતા નથી. આકરી વાત બાપુ બહુ! આકરું કામ જગતથી ! છે ને ? રાગ-દ્વેષ એટલે પુણ્ય-પાપના ભાવ, સુખ-દુઃખની કલ્પના ! પૈસા મળ્યા તો હું સુખી છું, નિર્ધન તો હું દુઃખી છું, છોકરાઓ સારા (થયા ) સાધારણમાં જન્મ્યા હોય પોતે ને મળે કરોડપતિની કન્યા, સુખી છીએ અમે, એમ જે માને છે એ મિથ્યાર્દષ્ટિ છે, એમ કહે છે. Page #465 -------------------------------------------------------------------------- ________________ ૪૫૦ સમયસાર સિદ્ધિ ભાગ-૪ એ સુખ છે ને ? ( શ્રોતા:- જગતમાં રહેવું ને ન માનવું સુખી છીએ?) ધૂળમાંય છે નહીં, એને કયાં (સુખ છે !) કરોડોના મકાનો હોય, આમ હિરાને ખાટલે સૂતો હોય, માથે ગોદડી રેશમી ઓઢી હોય, હજાર-હુજાર, પાંચસો-પાંચસોની હોય ગોદડિયું ગરમ જેમ આ બાઇયુંના સાડલા પાંચ-પાંચ હજારના હોય છે ને, એમ ગોદડિયું ઊંચી હોય ! આંહી ઘણી વખત અમારી પાસે આવે છે દેવા, ભાઈ ! અમારે એવું લેવાય નહીં, અમારે તો સાદા વસ્ત્રો હોય, હમણાં એક આવ્યો' તો... અઢીસો રૂપિયાની ગોદડી, મહારાજ લ્યો! પણ ભાઈ, અમારે તો આ લૂગડું જોઈએ હો! એવી ગોદડી–બોદડી તો, આહાહાહા ! એને સુખી માને એ, રેશમના ગાદલા ભરેલા હોય એમાં ઓલું ઊંચું રૂ, રૂ નહીં પણ બીજી ચીજ આવે છે અત્યારે પરદેશમાં અમેરિકામાં એવી ઝીણી વસ્તુ રૂ જેવી આવે, બહુ સુંવાળી હોય કે આમ દબાયતો ઓલું રૂ છે ને તે દબાય પછી બેસી જાય ને આ ચીજ એક એવી હોય છે દબાય તોય બેસે નહીં-પોલું પોલું હોય, એવી (સુંવાળી–સુંવાળી) ચીજ આવે છે, નામ ભૂલી ગયા ! નહોતું કંઇક ઓલું એ, હમણાં ગોદડી લાવ્યો'તો ને એમાં એ હતું. કોણ લાવ્યો'તો? આ શાંતિભાઈનો દિકરો લાવ્યો'તો, આ દાઝયો ઇ કલકત્તામાં દાઝયો ને ઈ, એની મા બળી ગઇ. શાંતિલાલ છોટાલાલ બે ભાઈયું અહીંયા આવી ગયા હમણાં, એય થાનમાં થાન, થાન ! નિરંજન, એ લાવ્યો હતો! કે લાલ કપડું છે હું ધોળું કપડું (ઓઢું ) મેં કીધું ધોળું લાવવું જોઇએ ! આમાં અમારું કામ નહીં. ઊંચી ગોદડી હતી અઢીસો રૂપિયાની, એ આ (માંહ્યલું) રૂ નહોતું, બીજી કાંઇક-કાંઇક એવી ચીજ આવે છે, પણ એ તો જડની દશા, પ્રભુ તને આ ઠીક છે અને આ અઠીક છે એવી કલ્પના એ રાગ-દ્વેષ છે, એ રાગ-દ્વેષ પણ આત્માની પર્યાય નહીં. આહાહાહા ! આંહી સુધી પહોંચવું! આહાહા ! (કહે છે) “એવાં રાગ-દ્વેષ-સુખ-દુઃખાદિરૂપે અજ્ઞાનાત્મા વડે પરિણમતો થકો” – અજ્ઞાન આત્મા વડે એટલે કે સ્વરૂપના ભાન વિના, પરિણમતો થકો એટલે કે “પરિણમ્યો હોવાનું માનતો થકો” માને છે કે હું પર-રાગરૂપ થયો છું, અરે (આત્મ) દ્રવ્ય છે વસ્તુ ! એ તો રાગરૂપ કદિ થતી નથી. આહાહાહા ! એ માન્યતા પણ વસ્તુમાં નહીં. પર્યાયમાં માને છે એ માનતો થકો–આહાહા! આવી વાતું ભારે કહેવાય ! સમજાણું કાંઈ..? દશ લાખ રૂપિયા એક મહિને પેદા થયા ત્યાં રાજી રાજી થઈ જાય, નોકરી પાંચસોની હોય અને શેઠે ત્રણસો વધારી દીધા ખુશી-ખુશી થઇ જાય કે, આહાહા ! એય શું છે પણ આ? (શ્રોતા:- પગાર વધે તો શું રોવું?) પણ એ કયાં આત્માની ચીજ કયાં છે? એક પારસી હતો મહેરબાન શેઠ, જામનગરના દિવાન હતા, પારસી વકીલ હતા, વ્યાખ્યાનમાં આવ્યા હતા મહેરબાન શેઠ, તે એને આઠસોનો પગાર, તે દિ' ની વાત ઘણાં વરસ (પહેલાંની) વાત આઠસોનો પગાર હતો પછી દરબારે બસે વધારી દીધા, હજાર (પગાર કરી દીધો), એણે વાંચ્યું કે આ હજાર કોણે કર્યો? કહે, દરબાર સાહેબે કીધું'તું, દરબાર સાહેબ કેમ કહે? કાંઇ દરબારનો કેસ આવે તો હું મોળો પાડું એમ, એ માટે આ બનેં વધાર્યો? કાઢી નાખો બસે, મારી નોકરી છે આઠસોની? પણ હું તો દરબારનો કેસ આવે કે ગામની વસ્તીનો આવે, હું તો ન્યાય પ્રમાણે કરીશ. એ વ્યાખ્યાનમાં આવ્યા'તા રાજકોટ, કાઢી નાખો કે કોણે વધારી દીધા બસેં? રાજનું Page #466 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૯૨ ૪૫૧ કામ અનુકૂળ કરવા માટે આ વધારી દીધા? ન્યાયથી વિરુદ્ધ નહિ કરું, રાજનું હોય કે રાણીનું હોય, (નીતિવાન) નૈતિક માણસ છતાં પણ એ રાગ છે, અને એ રાગ મારી ચીજ ને મેં રાગ કર્યો, એ મિથ્યાત્વભાવ છે! બહુ આકરું કામ ભાઈ ! એ જ્ઞાનનું અજ્ઞાનત્વ પ્રગટ કરતો” શું કહે છે? ભગવાન આત્મા તો શાનથી તાદાભ્યસ્વરૂપ છે, એ જ્ઞાન પ્રગટ કરવું જોઇએ, એને બદલે એને છોડીને અજ્ઞાન નામ રાગ પ્રગટ કર્યો તો અજ્ઞાનભાવ પ્રગટ કર્યો. આહાહા! આ આજનું વ્યાખ્યાન જરી ઝીણું પડે એવું છે. મધુભાઈ ! તાકડે અહીં આવ્યું છે, ( શ્રોતા:- ઘણી ચોખવાટ !) તાકડે આમાં છે એટલે. સંપ્રદાયની દૃષ્ટિવાળાને તો આ પાગલ જેવું લાગે એવું છે! બલુભાઈ? બલુભાઈ તો અમારે હવે ઘણાં વરસનો પરિચય, જૂના થઇ ગયા. આહાહા! કહે છે કે જેમ શીત ને ઉષ્ણ અવસ્થા પુદ્ગલની છે, તો એ અવસ્થાપણે આત્માને થવું અશકય છે એમ પ્રભુ! રાગ ને દ્વેષના પરિણામ એ પુદ્ગલની જાત-વિકારી (ભાવ) પણે આત્મા વડે થવું અશકય છે, છતાં અજ્ઞાની એ રાગરૂપે હું પરિણમ્યો, એવું મિથ્યાષ્ટિપણે માને છે. આહાહાહા ! પાણી-પરસેવા ઊતરી જાય એવું છે ! –આ હું રાગી છું દેખો ! સ્વયં અજ્ઞાનમય થતો, દેખો હવે પોતે પોતાથી રાગને પોતાનો માનીને અજ્ઞાનમય થતો થતો હું રાગી છું-હું તો દયા પાળવાવાળો છું. આહાહા ! પાંજરાપોળની (સંભાળ કરી) રાગ થયો પણ ઇ રાગ કરવાવાળો હું છું. છે? આ હું રાગ કરું છું ઇત્યાદિ વિધિથી રાગાદિ કર્મનો કર્તા પ્રતિભાસે છે–રાગાદિ, રાગ-દ્વેષ આદિ પછી તો જડકર્મ ને મોહકર્મ, નોકર્મપણાનો કર્તા ભેગો (છે) (આહા!) કર્તા પ્રતિભાસે છે, અજ્ઞાની ખરેખર તો એ રાગનો કર્તા છે નહીં. સમજાણું કાંઇ..? (શ્રોતા:- પ્રમાણ વચન ગુરુદેવ ) પ્રવચન નં. ૧૮૪ ગાથા-૯૨ તા.૦૧/૦૨/૭૯ ગુરુવાર મહા સુદ-૫ શ્રી સમયસાર-ગાથા ૯૨. ટીકા ચાલી ગઈ છે કાલ, આજ તો ગુજરાતી ચાલશે ને ? મધુભાઈએ કહ્યું. ઝીણી વાત છે. ભગવાન, ઘણું સૂક્ષ્મ અપૂર્વ તત્વ છે. આહાહા! ભાવાર્થ - રાગદ્વેષ સુખ દુઃખાદિ આત્માની પર્યાયમાં જે રાગ દેખાય છે. દયા, દાન, વ્રત ભક્તિનો રાગ કે વિષય ભોગ વાસનાનો રાગ એ રાગ અને દ્વેષ પ્રતિકૂળ ચીજને જોઈને અંદરવૈષ અણગમો આવે છે. એ રાગ અને દ્વેષ અને અનુકૂળ ચીજમાં કલ્પના થાય છે કે આ મને સુખ છે. પૈસામાં, સ્ત્રીમાં આદિમાં કલ્પના, ભક્તિ, ભગવાનની ભક્તિમાં પણ જે રાગ છે, એ રાગ છે એ રાગ અને દ્વેષ અને “સુખ દુઃખની જે કલ્પના એ પુદ્ગલની દશા છે” એમ કહે છે અહીંયા. ઝીણી વાત છે ભાઈ. ભગવાન આત્મા તો આનંદ ને જ્ઞાનસ્વરૂપ છે, એની દશા તો આનંદ અતીન્દ્રિય અને જ્ઞાન ને શાંતિ એ એની દશા છે. આ રાગદ્વેષ ને સુખ દુઃખાદિ, રતિ અરતિ આદિ ભાવ ઉત્પન્ન થાય છે, “એ અવસ્થા પુગલકર્મના ઉદયનો સ્વાદ છે,”આહાહા ! આકરું કામ ભારે ! એ પુદ્ગલકર્મ જડ એનો પાક થાય છે, ત્યારે જ્ઞાનમાં તેનો સ્વાદ જણાય છે, આવી વાત છે. ઝીણું બહુ ભાઈ, છતાં એ સ્વાદ છે એ મારો છે, એવી જે માન્યતા તે મિથ્યાષ્ટિ માને છે. Page #467 -------------------------------------------------------------------------- ________________ ૪૫૨ સમયસાર સિદ્ધિ ભાગ-૪ આહાહા ! આકરી વાતું બહુ. દયા, દાન, વ્રત, તપનો ભક્તિનો ભાવ એ રાગ છે, અને પ્રતિકૂળ ચીજને દેખી ત્યાં અણગમો આવે એ દ્વેષ, અને સ્ત્રીઆદિ કે લક્ષ્મી આદિને દેખીને મને મજા પડે છે, એવો જે સુખભાવ અને પ્રતિકૂળતામાં અણગમો દ્વેષભાવ દુ:ખભાવ, અહીંયા ૫૨માત્મા એમ કહે છે પ્રભુ એ રાગદ્વેષ ને સુખદુઃખ તો પુદ્ગલ જડની દશા છે. શાંતિભાઈ ! આવી વાતું છે. પંકજભાઈ ! નવી વાત છે આ તમારા કાકાના ઓલામાં, આંહી તો વાસ્તુ અંદ૨ ક૨વાની વાત છે. આહાહા ! જે પુણ્ય ને પાપનો ભાવ અને હરખ શોકનો ભાવ એને અહીંયા ૫૨માત્મા કહે છે કે એ તારી દશા નહિં પ્રભુ. એ તો પુદ્ગલ જડ એની દશા છે. આહાહા ! આકરું કામ બહુ, અત્યારે તો સાંભળવા મળવું મુશ્કેલ પડે, લોકો તો કહે આ કરો, આ કરો, આ કરો, વ્રત કરો, ઉપવાસ કરો, ભક્તિ કરો, પૂજા કરો, દાન કરો, પણ આંહી તો ૫રમાત્મા કહે છે પ્રભુ એ તો બધી રાગની ક્રિયા છે, એ રાગ છે એ પુદ્ગલની દશા છે, તારી નહિ પ્રભુ. આહાહાહા ! આકરી વાત છે. તારું ઘર તો રાગદ્વેષ ને સુખદુઃખની કલ્પનાથી પાર અંદર છે. એ તારું નિજ ઘ૨ અંદ૨ છે. એ નિજ ઘ૨માં દૃષ્ટિ કરીને ત્યાં ઠરવું એ તારું વાસ્તુ ને ઘ૨નો વિશ્રામ છે. આહાહા ! આવી વાતું કોઇ દિ' સાંભળી ન હોય, આંહી ભાવાર્થ બહુ ઉંચો આવ્યો છે. આહાહા ! રાગદ્વેષ ચાહે તો વ્રતનો રાગ હો, કે ભક્તિનો રાગ હો, અને ચાહે તો સ્ત્રી આદિ અનુકૂળ ને વિષયની રમતમાં સુખની કલ્પના હો કે અંદર ઝેર છાંટયું હોય શરીરમાં, તેજાબ છાંટે અને અંદર કલ્પના થાય કે અંહહ..... એવી દુઃખની દશા, પ્રભુ એ રાગદ્વેષ ને દુઃખની દશા ૫૨માત્મા જિનેશ્વરદેવ ત્રિલોકનાથ ઇન્દ્ર ને ગણધરોની સભા વચ્ચે પ્રભુ એમ ત્યાં કહે છે, મહાવિદેહમાં એ આ વાત છે. આહાહા ! આકરું કામ, રાગદ્વેષ-શુભ-અશુભભાવ, સુખદુઃખ=અનુકૂળ, પ્રતિકૂળતામાં કલ્પના કે અમે સુખી છીએ ને અમે દુઃખી છીએ, એ બધી દશાઓ પ્રભુ, અવસ્થા હાલત પુદ્ગલકર્મના ઉદયનો સ્વાદ છે. એ તારું ઘર નહિ, એ તારી ચીજ નહિ. આહીં છે ને તમારે જીઓને, વિભાવભાવ જે આ પુણ્ય-પાપને હરખશોકનો ભાવ એ આત્માનો દેશ નહિ. આહાહા ! છે? અમને અહીં ગોઠતું નથી, એ શુભ-અશુભભાવ, સામે છે ભાઈ “અમને અહીં ગોઠતું નથી, અમારું કોઈ નથી” આહાહા ! એ શુભ ભાવ ભક્તિનો થાય, દયાનો રાગ થાય એ અમારો દેશ નહિ, અમે કયાં આવી ચડયા અહીંયા. જ્યાં જ્ઞાન, શ્રદ્ધા, ચારિત્ર, આનંદ, વીર્ય આદિ અનંત ગુણ અમારો પરિવાર વસે છે અંદર, ત્યાં અમારો દેશ સ્વદેશ છે. આહાહા ! બાબુભાઈ ! ચાકળો જોયો સામો, આવ્યા છે બાબુભાઈ બરાબર ટાંકણે, આ મારો દેશ નિહ નાથ. આહાહા ! અજ્ઞાનીઓ પુણ્ય-પાપ ને હરખશોક, સુખદુઃખની કલ્પના, એ અમારો દેશ ને અમારું સ્વરૂપ છે એમ અજ્ઞાનથી માને છે. આહાહા ! એ આંહી કહે છે, કે રાગદ્વેષ સુખદુઃખાદિ એટલે રિત અરિત, હરખશોક, દીનતા, મુર્ખાઇ એ બધી દશાઓ પુદ્ગલ જડ કર્મની અવસ્થાઓ છે, પ્રભુ તારી અવસ્થા એ નહિ. આહાહા ! આવું હવે સાંભળ્યું. “તેથી એ શીત ઉષ્ણપણાની માફક” જેમ ટાઢી અને ગ૨મ અવસ્થા એ પુદ્ગલની સાથે પુદ્ગલથી અભિન્ન છે, ઉની અવસ્થા એ પુદ્ગલ જે અગ્નિ છે તેની અવસ્થા છે. એનાથી અભિન્ન Page #468 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૯૨ ૪૫૩ છે ઠંડી અવસ્થા, બરફઆદિ એ ઠંડી અવસ્થા એ બરફની સાથે અભિન્ન છે. આહાહા ! છે? “શીત ઉષ્ણ પુદ્ગલકર્મથી અભિન્ન છે” કોણ? એ રાગદ્વેષ, સુખદુઃખાદિ અવસ્થા એ પુદ્ગલકર્મના ઉદયનો સ્વાદ છે. ઝીણી વાતું બહુ ભગવાન ! અરે પ્રભુનો મારગ છે શૂરાનો એ ત્યાં કાયરના કામ નથી ભાઈ. કહે છે કે ભગવાન આત્મા જ્ઞાનસ્વરૂપ પ્રભુ છે. એમાં જે રાગદ્વેષ, સુખદુઃખની કલ્પનાનો ભાસ થાય છે, એ બધો પુદ્ગલનો સ્વાદ છે, જ્ઞાનમાં એ ભાસે છે કે આ ચીજ છે એટલું, પણ એ જ્ઞાનની આત્માની ચીજ નથી. સમજાણું કાંઈ ? આહાહા ! એ પુદ્ગલકર્મના ઉદયનો સ્વાદ છે, પ્રભુ એ તારો સ્વાદ નહિ. તું તો આનંદનો નાથ સચ્ચિદાનંદ પ્રભુ, તારો સ્વાદ તો અતીન્દ્રિય આનંદનો સ્વાદ આવે એ તારો સ્વાદ છે, હવે આવી વાતું કયાં ? આ ભગવાન મારગ એવો છે કોઈ પ્રભુનો અત્યારે તો એવી ગરબડ ચાલી છે બધી, બહુ આકરું પડે આમાં એકાંત લાગે, આ લોકોને હોં. આહા! જે આ વ્યવહારરત્નત્રય કહેવામાં આવે છે ને દેવ, ગુરુ, શાસ્ત્ર, સાચા અરિહંત ગુરુ ને શાસ્ત્ર એની શ્રદ્ધાનો ભાવ પણ રાગ છે. અરરર! પંચ મહાવ્રતના પરિણામ પણ રાગ છે અને આ શાસ્ત્રનું, શાસ્ત્ર તરફ ઝુકાવથી ભણતર એ પણ રાગ છે. આહાહા ! હેં? ( શ્રોતા – એને તો પુદ્ગલ કીધો છે ) અરે ભગવાન ! એ પુદ્ગલની દશા છે પ્રભુ! ભાઈ તને ભેદજ્ઞાન નથી, એ પુદ્ગલની દશાથી પ્રભુ તારી ચીજ અંદર જુદી છે. આહાહા ! અરેરે! એણે અનંતકાળમાં કદી ભગવાન આત્મા આનંદ અતીન્દ્રિય અને અતીન્દ્રિય જ્ઞાનની મૂર્તિ છે, અને તેનો સ્વાદ અતીન્દ્રિય જ્ઞાન ને અતીન્દ્રિય આનંદ ને શાંતિ એનો સ્વાદ છે. ધર્મીને એનો સ્વાદ પોતાને આત્માનો લાગે છે; અજ્ઞાનીને એ રાગદ્વેષ ને સુખદુઃખાદિની કલ્પના જે પુગલની સ્વાદ દશા છે, એ અજ્ઞાનીને મારી છે એમ ભાસે છે. આજ તો ગુજરાતી આલું મધુભાઈ ! હિન્દી તો સાદુ હિન્દી છે. આપણને કંઈ આ બધા અહીં ગુજરાતી ભાષા હિન્દી કાંઇ હિન્દી લોકો બોલે એવી ભાષા ન હોય સાદી ભાષા, એક હૈ, છે એમાં હૈ આવે. (શ્રોતા - ગુજરાતીમાં આપને જેટલો આનંદ આવે એટલો હિન્દીમાં ન આવે ) ગુજરાતી તો સહજ ભાષા છે ને? ઠેઠની ૮૯ વર્ષની, નાની ઉંમરની ૧૩ વર્ષની ઉંમરે છઠ્ઠી ચોપડીમાં પાસ થયેલ. આ પહેલા સાત ચોપડી હતી ને પછી મેટ્રીક થઈ ગયું ને હવે તો બધું ફરી ગયું છે. કોઈ પણ તે દિ, છઠ્ઠી ચોપડીમાં પાસ થઈ પછી દુકાનમાં ચાલ્યા ગયા પાલેજ, ભણતર બંધ કરી દીધું. મારાથી નાનો ભાઈ હતો તે પછી ભણતો ત્યાં મારાથી નાનો હતો. બે વર્ષ એ ત્યાં ભણતો. પણ એય નાની ઉંમરમાં પરણી ને વીસ વર્ષની ઉંમરે પરણ્યો ને બાવીસ વર્ષે ગુજરી ગયો. મારાથી નાનો હતો. એ પણ મારી દીક્ષા પછી, બહુ શરીર હતું લઠ જેવું જુવાન મોટું ને દુકાન બુકાન ચાલતી સ્થિતિ સારી પણ આ આઠ દિ'નો કોઈ મંદવાડ એવો આવ્યો દેહ છૂટી ગયો, બે વર્ષનું પરણેતર, મારા મોટાભાઈ કહે, અરેરે ! મેં કાનજીને રજા આપી ને આ ચાલ્યો જાય છે આમ ને આમ. આહાહા! મોટાભાઈ હતા બહુ સરળ હતા, બહુ સરળ. આહાહા ! અરેરે ! આ દશા સંસારની. આંહી તો કહે છે કે એ વખતે જે અણગમો ઉત્પન્ન થાય અને કોઈ પાંચ પચ્ચીસ લાખ Page #469 -------------------------------------------------------------------------- ________________ ૪૫૪ સમયસાર સિદ્ધિ ભાગ-૪ મળે ને ઠીક એવો રાગ આવે એ રાગ ને દ્વેષ એ બધી જડની અવસ્થા પ્રભુ એ તારું...સ્વરૂપ નહિં. આહાહા ! છે ? વાંચતા આવડવું મુશ્કેલ પડશે. એ પુદ્ગલકર્મથી અભિન્ન છે. શું કીધું ? કે ટાઢી ઉની અવસ્થા જેમ પુદ્ગલથી અભિન્ન છે, એકમેક છે એમ રાગદ્વેષ ને સુખ-દુઃખની કલ્પનાનો ભાવ, કર્મ જડથી અભિન્ન છે. આહાહા ! અરેરે ! અત્યારે તો એ કરો, આ કરો, આ કરો, આ કરો. સભા ભરાય મોટી, આવી વ્યાખ્યાનમાં ને સભાયું ને બેસેય, તો હવે તો લોકો સાંભળે છે કહે છે કાંઇક મહારાજ, ૪૪ વર્ષથી માંડી છે એક ધારી.. આહાહા ! આ પ્રભુ મારગ તો આ છે, પ્રભુ તું સચ્ચિદાનંદ પ્રભુ છો, સત્ છે, ચિદાનંદ જ્ઞાન ને અતીન્દ્રિય આનંદનો સાગર પ્રભુ તું છો ને ? પ્રભુ તારી દશા એ રાગદ્વેષ ને સુખદુઃખની નહિ. કેમકે એવો કોઈ ગુણ નથી પ્રભુ તારામાં, કે રાગદ્વેષ ને સુખદુઃખની વિકૃત અવસ્થા તે કરે, એવો કોઈ ગુણ નથી. અનંતા અનંતા ગુણો છે પ્રભુ. કાલે કહ્યું નહોતું, અનંતી નયો છે અને એકએક પદાર્થમાં અનંતાગુણ ને અનંતા ધર્મ છે, ધર્મ એટલે આ સમ્યગ્દર્શનજ્ઞાન એ આંહી નથી અત્યારે એ વાત. એકએક પદાર્થમાં જેમ આત્મામાં જ્ઞાન, દર્શન, આનંદ, શાંતિ, સ્વચ્છતા, વિભુતા, પ્રભુતા એવા અનંત ગુણો છે અને એમાં ૫૨ની અપેક્ષાથી પોતે નિત્ય છે અને પર્યાયની અપેક્ષાએ અનિત્ય છે. એવા નિત્ય, અનિત્ય, એક અનેકને ધર્મ કહેવામાં આવે છે, એવા અનંતા ધર્મો એક આત્મામાં છે અને અનંતા ગુણો આત્મામાં છે, એ એકએક ગુણ ને એકએક ધર્મમાં અનંતી અનંતી નયો એક એકમાં વ્યાપે છે. આહાહા ! આ કયાં વાણીયાને નવરાશ ન મળે. હેં ? આહાહા ! એવો જે ભગવાન આત્મા અનંત અનંત અનંત અનંત ગુણનો કોઈ પાર નહિં એવા અનંત ગુણોનો પાર નહિ એનો એક એક ગુણમાં ઇ અનંત અનંત ગુણનું રૂપ, એવા અનંતા અનંતા ગુણનો પાર નહિ, એવો પ્રભુ એ તો શુદ્ધ આનંદનો નાથ સચ્ચિદાનંદ પ્રભુ છે. એની અવસ્થા એની દશા તો અતીન્દ્રિય આનંદનો સ્વાદ આવે અને અતીન્દ્રિય જ્ઞાનનું જ્ઞાન થાય તે તેની દશા છે. આહાહાહા ! સમ્યગ્દષ્ટિની દશા આ છે, પણ એ દશા અનાદિકાળથી સ્વદ્રવ્યને ભૂલી અને એ રાગદ્વેષ ને સુખદુ:ખને મારા માની અને મિથ્યાર્દષ્ટિ થઈ ચાર ગતિમાં દુ:ખી થઈ રખડે છે. આ દુઃખી છે હોં બધા, કેમ આ પૈસા પાંચ સાત દસ લાખની પેદાશ થાય તોય દુઃખી ? ૐ ? ( શ્રોતાઃ– ભારે દુઃખી ) ( શ્રોતા:- પેદાશ થાય તોય કયાં, મમતાને લઈને દુઃખી ) પેદાશ થાય મમતાની..... પૈસો તો પૈસામાં છે, એમાં આ જાણે કે આવ્યા કયાંક પચીસ પચાસ લાખ. કહે છે કે એ મને આવ્યા એ મમતા છે, એ તો દુઃખ છે, આંહીં તો નિશ્ચયમાં એ દુઃખ પણ જડની અવસ્થા છે, કેમ કે આત્મામાં એ દુઃખની દશા થાય એવો કોઈ ગુણ નથી. આહાહાહાહા ! ભાષા તો સાદી છે પ્રભુ તદ્ન, બધી દુનિયા આખી દુનિયાને જાણીએ છીએ હોં. હિન્દુસ્તાનમાં દસ દસ હજાર માઇલ ત્રણ વાર ફર્યા છીએ. અને અમથી દુકાનથી પણ આ સિત્તેર વર્ષથી, દુકાનથી પણ હું તો શાસ્ત્રો વાંચતો'તો ત્યાં પાલેજ, દુકાન ચાલે છે ને પાલેજમાં, ભરૂચ અને વડોદરા વચ્ચે પાલેજ છે, પાલેજ દુકાન ચાલે છે. ચાલીસ લાખ રૂપિયા છે ત્રણ ચાર લાખની પેદાશ છે. છોકરાવ છે ત્રણ અમારા ફઈના દિકરા ભાગીદાર હતા, બે. બે ઇ તા ને બે અમે Page #470 -------------------------------------------------------------------------- ________________ ૪૫ ૫ ગાથા-૯૨ ભાઈઓ બે દુકાનો હતી, બધા પાપના ધંધા. આહાહા ! આહીં તો કહે છે કે એ પાપરૂપ, આહીં તો એવો ભગવાનનો અવાજ છે, આજ્ઞા કે પ્રભુ એ સુખ દુઃખની કલ્પના ઈ કાંઇ સુખદુઃખની દશા એવો કોઇ તારો ગુણ છે કે એ દશામાંથી એ દશા થાય? એમ દયા, દાન, ભક્તિનો રાગ થાય પ્રભુ એવો કોઈ તારામાં ગુણ છે કે જેની અવસ્થા રાગ થાય? આહાહા ! અનંતા અનંતા ગુણોનો દરિયો સાગર પ્રભુ અનંતા ગુણો ને એકએક ગુણ ને એક એક ધર્મમાં એ અનંતી નયો પરિણમે એ અનંતા ગુણ એકએક ગુણમાં એનું રૂપ હોય, એવા એક ગુણમાં અનંતાનું રૂપ, બીજામાં અનંતાનું રૂપ એવા અનંતામાં અનંતાનું રૂ૫. આહાહાહા! પણ કોઈ ગુણ એવો નથી કે તેની શક્તિ અને સત્વ જે સનું સત્વ છે, કસ છે, એનો જે આત્મા વસ્તુ, તેનો કસ છે. આરે આરે આવી ભાષા, એનો કસ તો જ્ઞાન, આનંદ ને શાંતિ એનો કસ છે. તો એની દશા પણ આનંદ ને શાંતિની દશા થાય તે તેની દશા છે. આહાહાહા ! દ્રવ્ય શુદ્ધ, અનંતા અનંતા ગુણ તે શુદ્ધ અને તેની દૃષ્ટિ કરતાં પર્યાયમાં શુદ્ધતા આવે એ એની પર્યાય. આહાહાહા! ભારે ભાઈ ! ત અજાણ્યા માણસને તો પાગલ જેવું લાગે એવું છે આ તે શું કાઢયું આવું તમે? બાબુભાઈ તો જરી પ્રેમવાળા છે તો જરી, અજાણ્યાને બાપા એવું લાગે એવું છે હોં પણ ભાઈ લઇને આવ્યા, આવી વાત બાપા શું કરીએ? નહીં તો છે ને? પ્રેમથી સાંભળે છે ને, એના મોઢા આગળ. આ ભગવાન આત્મા, કહે છે કે “આ પુદ્ગલની અવસ્થા એ કર્મથી અભિન્ન છે, અને આત્માથી અત્યંત ભિન્ન છે,” છે? આટલામાં કેટલું ભર્યું છે એમાં. (શ્રોતા:- સાચા હિરા ભર્યા છે આમાં) હેં? હીરા ભર્યા છે, બાપા તમારા બધા મધુભાઈના ને આ હીરા બધા ધૂળનાં છે. આહાહા ! ભગવાન આત્મા, એમનાથી પુણ્ય, રાગ, દ્વેષ, હરખશોક, સુખ દુઃખ એ આત્માથી તો તદ્ન ભિન્ન છે, હવે આ કેમ બેસે? આહાહા! અત્યારે તો મોટા મોટા ભાષણો આપે વ્યાખ્યાન લોકો દસ દસ હજાર વીસ વીસ હજાર ભેગું થાય અને વાતું, એકબીજાને મદદ કરો, એકબીજા સંપ રાખો, એકબીજાને ઉપકાર કરો, અન્યોનો ઉપકાર, નથી આવતું? “પરસ્પર ઉપગ્રહો” જ્યાં ત્યાં ઓલું લોકનું સંસ્થાન મુકે છે ને? લોકનું, એમાં હેઠે લખે “પરસ્પર ઉપગ્રહ તત્વાર્થ સૂત્રનું સૂત્ર છે. પણ એ પરસ્પર ઉપગ્રહની વ્યાખ્યા જુદી છે પ્રભુ તને ખબર નથી. એક બીજાને નિમિત્ત થાય તેને ઉપકાર કહેવામાં આવે છે, એ નિમિત એને કંઈ કરતું નથી. આહાહા ! આકરું કામ બહુ. (શ્રોતા- વાતે વાતે આપનો અર્થ જુદો થાય છે) વાતે વાતે ફેર બાપા શું કરીએ? અરે કયાંથી અમે આવી પડયા ભાઈ? આહાહા ! વસ્તુ આવી છે. ત્રણલોકના નાથ તીર્થકરની દિવ્યધ્વનિનો આ સાર છે. આહાહા ! સંપ્રદાયમાં તો એ અક્ષરેય મળ્યો નહોતો, એકવીસ વર્ષ ને ચાર મહિના તો આમાં (સ્થાનકવાસીમાં) રહ્યા. (શ્રોતા- પાલન કર્યું) હેંઆકરું હતું. એવી ક્રિયા અમારી સખત, રાયચંદ ગાંધી બોટાદ એની વહુ, પચાસ પચાસ હજારની પેદાશ તે દિ' દિનશાની એને ઘેરે શું કહેવાય? ખરીદી દિનશાની ખરીદી તે આમ પચાસ પચાસ સો સો માણસો જમે ઘરે, પચાસ હજારની પેદાશ વર્ષમાં તે દિ' હોં, સાંઇઠ વરસ પહેલા રાયચંદ ગાંધી બોટાદમાં પણ વ્હોરવા તો Page #471 -------------------------------------------------------------------------- ________________ ૪૫૬ સમયસાર સિદ્ધિ ભાગ-૪ જોઇએ એટલે બાઈયુ ધ્રુજે, એક તો શરીર રૂપાળું, શરીર નાનું ધ્રુજે કેમ બાપા શું તમે ધ્રુજો છો? કેમ તમે કયાંય વોરશો નહિ, કયાંક ભૂલ થઇ જશે ને તો તમે નહિ, વહોરો તો (શ્રોતા- એમના ઘરે) આમ વોરવા જાઇયે ને પચાસ સો માણસનો રસ હોય કેરીનો, ઉભા થાય બહેન ધ્યાન રાખો આમાં ગોટલું છે કે નહિ, મારાજ, અમને ખબર નથી, આઘા રહો, એને અડશો નહિ, અંદર ગોટલું છે, એકેન્દ્રિય જીવ છે, અડશો નહિ, રસ નહિ લઇએ અમે અને જો એનાથી અડાઇ ગયું ને જો ગોટલું નીકળ્યું-આહાર બંધ એને ઘરે નહિં. બહુ સખત ક્રિયા હતી પણ એ બધી ઠની, માનેલી કે આ કંઈક ધર્મ છે. આહાહા! હું! એ તો રાગ હતો, એ તો રાગ તો પુદ્ગલની દશા છે, એ અહીં તો કહે છે. આહાહાહા ! એ પુદ્ગલની દશા પુદ્ગલથી એકમેક, અભિન્ન છે અને આત્માથી અત્યંત ભિન્ન. ભાષા જોઈ. આત્માથી ભિન્ન એટલો શબ્દ નહિ. આહાહા! ભગવાન આત્મા! અતીન્દ્રિય આનંદનો સાગર. આહાહા! મૃગલાની નાભિમાં કસ્તુરી એ કસ્તુરીની કિંમત મળે નહિ. ગાયું નહોતું ભાઈએ મોહનભાઈએ ? કસ્તુરી કાયામાં પણ કસ્તુરીની ખબર ન મળે. એ મૃગલાને મોડી ખબરું પડી, મરતાં એમ થાય. આ બધા અબજો રૂપિયા આ મકાન પચાસ પચાસ લાખના ને હવે આ જાઉં છું, કયાં જઇશ? હાય હાય, અરેરે ! હવે મારું કોઈ નથી, મને ટળવળતો દેખીને કોઈ દુઃખ મુકાવતું નથી. આહાહા ! શાંતિભાઈ ! આહાહા ! કીધું નહોતું દામનગરના ખુશાલભાઈ હતા એક, ગૃહસ્થ હતા, માણસ આમ ખાનદાન બિચારા, લોકમાં ગામમાં ભલું કરવા માટે જાય, જે તે જાય અને એ જાય તો લોકમાં તકરાર હોય કોઇ ખેતર કે? એ જાય તો કોઇનું ઓલું કરી નાખે, સંપ કરી નાખે એવી એની છાપ હતી, મરતા ભાઈ, દામોદર શેઠ ગૃહસ્થ દસ લાખ, ભાઈ જાણતા હશે ને? દામોદર શેઠને, એ જોવા જાય આબરૂવાળા માણસ બધા, જોવા જાય ત્યાં રોવે આંખમાંથી આંસુ હાલ્યા જાય, અરે અરે મેં કાંઇ ન કર્યું, મેં ગામના પાણી માટે રોકાઇ, મેં મારી જિંદગી ગુમાવી દીધી, આંખમાંથી આંસુની ધારા હાલી જાય દેહ છુટી ગયો. આહાહાહા ! અરે ભગવાન આહાહા ! દામોદર શેઠને જાણતા નહિ જમનાદાસભાઈ, જમનાદાસભાઈ પીપળવાળા, દામોદર, દામનગર, દામોદર શેઠ, જાણતા તો હોય ને ? આહાહાહા ! એ જૂના માણસ છે. આહાહાહા ! આહીં કહે છે પ્રભુ એકવાર સાંભળતો ખરો નાથ, અરે તું કોણ છો? ચૈતન્ય હીરલો પ્રભુ તું, આહાહા ! તારામાં તો ચૈતન્યના રતનની ખાણું ભરી છે. ચૈતન્ય રત્નાકર કહ્યો છે. શું આ તમારા રતન નહિ. (શ્રોતા – બાપા આપને માટે એની કાંઈ કિંમત નહીં) કાંઈ કિંમત ન મળે સાચી વાત, સાચી વાત, પીપળવાનાં છે. આહાહા ! ધીરૂભાઈ નહિં? તલકચંદભાઈ ને ધીરૂભાઈ નહિ? એની બેન આમના દિકરા વેરે હતી, આમના દિકરા વેરે વિધવા થઇ ઘણાં વખતથી, ખબર છે ને બધાને જાણીએ. આંહી તો છાંસઠ વરસ તો થઈ દીક્ષાને, ગામો ગામ ફર્યા છીએ. અરેરે ! આ મારગ કયાંય ન મળે. સાધુ નામ ધરાવનારા પણ વાતું કરે વ્યવહારની બધી પણ આ આત્મામાં રાગ ને દ્વેષ થાય પરની દયાનો ભાવ એ પણ પુદ્ગલની દશા એ તારી નહિ પ્રભુ. તારી દશા હોય તો તારાથી જુદી પડે નહિ, રાગ જુદો પડી જાય છે પ્રભુ. આહાહા ! કેવળજ્ઞાન ને જ્યાં આત્મજ્ઞાન થાય છે, ત્યારે એ રાગ જુદો પડી જાય છે. એ રાગ આત્માનો હોય તો Page #472 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૯૨ ૪૫૭ આત્માથી જુદો પડે નહિ, બાબુભાઈ પ્રેમથી સાંભળે છે બરાબર હોં? ભાગ્યશાળી છે, બાપા આ છે બધું ભાઈ શું કરીએ? (શ્રોતાઃ- આપની વાણીનો પ્રભાવ છે) એમની લાયકાત છે ને એની પોતાની લાયકાત છે ને. સમજાણું કાંઇ? બાપુ, આ લીટીમાં કેટલું ભર્યું છે? એ આત્માથી અત્યંત ભિન્ન છે. કોણ? એ દયા, દાન, વ્રત, ભક્તિના પરિણામ અને પ્રતિકૂળતામાં વૈષના પરિણામ અને અનુકૂળતામાં સુખની બુદ્ધિ અને પ્રતિકૂળતામાં દુઃખ અને દ્વેષની બુદ્ધિ, એ બધાં પરિણામ આત્માથી અત્યંત ભિન્ન છે. પુદ્ગલથી અભિન્ન છે. અરેરે ! આ કયાં બાપા એને આહાહા. અજ્ઞાનને લીધે, હવે આવે છે, એને નથી ખબર આત્માની, નથી ખબર એ સુખદુઃખની, “અજ્ઞાનને લીધે આત્માને તેનું ભેદજ્ઞાન નહિ હોવાથી” છે? સ્વરૂપ ભગવાન આનંદનો નાથ પ્રભુ અને રાગ ને દ્વેષ સુખદુઃખની જડની અવસ્થા, બે નું ભેદજ્ઞાન નહિ હોવાથી, બે ની જુદાઈનું જ્ઞાન નહિ હોવાથી, ઘઉંમાં જેમ કાંકરા છે, એમ આ રાગદ્વેષ ને સુખદુઃખ એ કાંકરા છે, જડના કહે છે, આવું, એ અજ્ઞાનને લીધે, ઘઉં ને કાંકરા ભેગા પીસી નાખે છે. કાંકરા કાઢયા વિના કેટલાક દળે છે ને કેટલાક ? ને કેટલાકને પૂછે કે બેન શું કરો છો? ઓલા કાંકરા વિણતાં હોય, કહે કે ઘઉં વિણું છું, એમ બોલે ભાષા એની જોઈ સાંભળી છે ને? કેમ કે ઘઉં વિણું છું ને, એનો અર્થ શું કે, મગ ને ચોખા નથી વિણતી, એટલું બતાવવા, બાકી વિણે છે તો કાંકરા, ઘઉં તો ઘણાં છે એ કયાં વિણવાના છે, સમજાય છે કાંઈ ? એમ ભગવાનમાં ગુણ તો અનંતના પાર ન મળે એને કયાં પહોંચી વળે છે, ઓલા કાંકરા મારા પુણ્ય ને પાપ મારા છે એમ માને છે અજ્ઞાની. આહાહાહા ! શું હશે આ તે, ભાઈ પ્રભુનો મારગ, જિનેશ્વર ત્રિલોકનાથ વીતરાગ પરમેશ્વર અનંત તીર્થકરો, વર્તમાન વીસ તીર્થકર બિરાજે છે, પરમાત્મા સાક્ષાત્ કેવળજ્ઞાની લાખો બિરાજે છે પ્રભુ મનુષ્યક્ષેત્રમાં, એ બધાનું આ વાકય છે. એક હોય ત્રણ કાળમાં પરમાર્થનો પંથ. પરમાર્થનો પંથ જે અંદર રાગ ને દયા, દાનના પરિણામથી ભિન્ન, એવું જે આત્માનું સ્વરૂપ અજ્ઞાની એમ ન માનતા, એ પુણ્ય ને પાપને હરખશોકને આત્માની ચીજ છે અજ્ઞાનને લીધે તેમ માને છે), આત્માને તેનું ભેદજ્ઞાન નહિ હોવાથી. આહાહાહા ! એ વિકલ્પ જે ઉઠયો શુભ રાગ એ ખરેખર તો પુગલની અવસ્થા નિમિત્તના સંબંધે થઈ, કર્મ છે ત્યાં સુધી થાય છે, એમ ગણીને તે કર્મનાં છે, પુગલના છે, એમ ગણવામાં આવ્યા છે. આહાહા ! પંકજભાઈ ! આવું કયાંય નથી આવતું તમારે ત્યાં બાપ દિકરા બેસે ત્યારે વાતું હિરાની કરે, કાં તો અમેરિકા મોકલે એને રખડવા, કહો સમજાણું કાંઇ? એની વાત કયાં આ તો બધાની વાત છે ને, મોઢા આગળ બેઠા એટલે. આહાહા ! પ્રભુ તે તારી ચીજને વીતરાગ કહે છે તેમ સાંભળી નથી ભાઈ. એ અજ્ઞાનને લીધે એટલે કે સ્વરૂપ મારું શુદ્ધ આનંદ છે અને આ રાગ ને દ્વેષ હરખશોકના પરિણામ પુગલના જડના એના તરફના વલણનાં છે, એવું અજ્ઞાનને લીધે, ખબર નહિં હોવાને લીધે, ખબર નથી એને લઈને, આત્માને “તેનું ભેદજ્ઞાન નહિ હોવાથી તે એમ જાણે છે કે આ સ્વાદ મારો જ છે” જેમ જ્ઞાનમાં ઠંડી ગરમ અવસ્થા જણાય ત્યાં એ જાણનારો એમ માને છે કે હું ટાઢો ને ઉનો થઇ ગયો. Page #473 -------------------------------------------------------------------------- ________________ ૪૫૮ સમયસાર સિદ્ધિ ભાગ-૪ એમ અજ્ઞાની એની દશામાં રાગદ્વેષ ને સુખદુઃખ થાય તેનું ભેદજ્ઞાન નથી જુદાપણાનું માટે તે હું છું, એમ અજ્ઞાની માને છે. આહાહાહા ! એ રાગ ને વૈષ ને સુખદુઃખનો સ્વાદ, સ્વાદ લીધો અહિંયા. હવે સ્વાદ તો ભાઈ આ મેસુબનો સ્વાદ, મોસંબીનો સ્વાદ એમ કહેવાય ને? ઇ સ્વાદ નથી આવતો એને પ્રભુ, મોસંબીનો સ્વાદ એને નથી આવતો. એને મોસંબી તરફ લક્ષ જાય છે ને? તરસ્યા બહુ લાગી છે ને? ઠીક, એવો રાગ છે, એ રાગનો સ્વાદ લે છે. મોસંબીનો સ્વાદ નથી, મેસુબનો સ્વાદ નથી, મેસુબ હોય છે ને? એક શેર લોટ ચણાનો ને ચાર શેર ઘી પાય ત્યારે એને મેસુબ કહે, અને એક શેર ઘઉંનો લોટ અને એમાં ચાર શેર ઘી પાય, તો એને સકકરપારો કહે, આ તો બધું અમે તો જોયું છે, જાણ્યું છે. આહાહા ! એકાશીનું ચોમાસું ગઢડે હતું ને ત્યારે ! ત્યારે જમણ એ કાશીનું ચોમાસું ગઢડે હતું ને, હું ત્યારે ત્યાં હુતોને? કર્યું'તું શક્કરપારાનું ગઢડા ૮૧ ની વાત છે, ઘણાં કેટલા વરસ થયા? ચોપન વરસ થયા. ગઢડા-ગઢડામાં જઈ આવ્યા ને તમે ત્યાં. મૂળ મારા બાપ દાદાનું મૂળ ગામ તો ગઢડા છે. પિતાજી ત્યાંના જન્મેલા ત્યાંના છે, એ ત્યાં એકયાસીના ચોમાસામાં સકકરપારો કર્યો જમણવાર માટે, કોક લાઠીવાળાએ કોક ખબર નથી, લાઠીવાળા છે ને પૈસાવાળા બહારગામમાં બહુ ઘણાં છે. છે ત્યાં ગઢડામાં, લાઠીવાળા ભાયાણી કહેવાય છે, એ બધા ખબર છે ને? ત્યાં બધા રહે છે. ગઢડામાં તો અમે ઘણાં વરસ રહ્યા'તા, એ સક્કરપારો કરેલો, કીધું સક્કરપારો એટલે શું? કહે એક શેર ઘઉંનો લોટ અને ચાર શેર ઘી એને પાઇને સાકર નાખીને કરે એને સકકરપારો કહેવાય અને એક શેર ચણાનો લોટ, સાકર ને ચાર શેર ઘી પાય એને મેસુબ કહેવાય, એ મેસુબનો સ્વાદ નથી આવતો હવે એને. મેસુબ તો જડ છે, ધૂળ છે, માટી છે, પણ મેસુબ તરફ લક્ષ જઈ, બહુ સારો એવો રાગ કરે છે, એ રાગનો એને સ્વાદ આપે છે. એ રાગનો સ્વાદ કહે છે એ પુદ્ગલનો છે પ્રભુ તારો નહિં, ઓલો મેસુબનો સ્વાદ તો તારો નહિ, પણ મેસુબ તરફમાં ઠીક લાગ્યો કે ભાઈ આમ આ રસગુલ્લા થાય છે દૂધના ધોળા દૂધનાં પોંચા દાંત વિનાના માણસો ખાય, એ રસગુલ્લાનો સ્વાદ નથી, એ તો જડ ધૂળ છે, એ અજીવ છે, માટી છે અને પ્રભુ તો વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, વિનાની ચીજ છે, એ માટીને કેમ ? માટીનો સ્વાદ એને નથી આવતો, પણ તેના તરફ લક્ષ જઈને અનાદિનું મીઠું છે એવો જે રાગ છે એ રાગનો સ્વાદ છે. આંહી તો કહે છે કે એ રાગનો સ્વાદ ઇ જડનો છે, તારો નહિ, મેસુબનો તો નહિ પણ એના તરફથી તને સ્વાદમાં આવ્યો કે આ ઠીક છે એવો રાગ એ પણ સ્વાદ તારો નહિ, એ જડનો સ્વાદ છે. આહાહા ! ગજબ વાતું છે. સમજાણું કાંઈ ? એ અજ્ઞાનને લઈને એમ જાણે છે કે આ સ્વાદ મારો “જ' છે, જોયું છે? ટાઢી–ઉની અવસ્થા જડની પણ જ્ઞાનનો સ્વભાવ છે કે એને જાણે, જાણતાં અજ્ઞાનીને એમ થઈ જાય છે કે હું ટાઢો થઇ ગયો, હું ગરમ થઇ ગયો. આહાહાહા ! એમ પુણ્ય ને પાપને હરખશોકનો ભાવ પુદ્ગલનો સ્વાદ છે, પણ અજ્ઞાનીને સ્વચીજ અને પરનું ભેદજ્ઞાન, જુદાઈનું નથી, એથી અજ્ઞાની એમ માને છે કે આ સ્વાદ મારો છે, આહાહા ! બહુ કામ Page #474 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૯૨ ૪૫૯ આકરું, આવું તો સાંભળવા મળે મુશ્કેલીથી, કહે છે શું માંડી છે આ? પ્રત્યક્ષ દેખીએ છીએ કે મેસુબ ખાઈએ છીએ, હેં? એ મેસુબના કટકાય પણ તું કરી શકતો નથી. સાંભળને ! એ ભૂકો થાય છે એ એની પર્યાયથી થાય, એને કારણે, એનો સ્વાદ તો નથી, આહાહા ! આ સ્ત્રીના શરીરના ભોગ વખતે પણ ઈ ભોગ શરીરનો નથી એને, એને અનાદિથી કલ્પના છે કે આ માંસને હાડકાં સારા રૂપાળા ઠીક છે એવી કલ્પના એ રાગનો સ્વાદ છે. એ રાગનો સ્વાદ પણ અહીંયા, શરીરનો તો નહિ પણ એ રાગનો સ્વાદ એ જીવનો નહિ, એ પુદગલનો છે, ભાઈ એ તને ખબર નથી બાપુ, તારો સ્વાદ તો અતીન્દ્રિય આનંદનો અંદર મીઠાશ આવે અતીન્દ્રિય આનંદનો સ્વાદ આવે એ તારો સ્વાદ છે ભાઈ ! આહાહાહા ! તદ્દન અજાણ્યા માણસ હોય ને કોક દિ' આવ્યા હોય તો એવું લાગે કે શું આ પણ વાત છે. હવે પ્રત્યક્ષ કહીએ છીએ કે અમને મેસુબના સ્વાદ આવે છે, રસગુલ્લા ખાઈએ છીએ, લીંબુ ચૂસે ખાટું, ખાટું અમને જણાય છે એ બાપુ ખાટું છે એ તો જડ છે. એ ભગવાન ખાટો ખાટામાં જાય નહિ, અને ખાટાનો એને સ્વાદ છે જ નહિ. એને સ્વાદ હોય તે ખાટું છે એ ઠીક મને પડશે એવો જે રાગ છે એનો એને સ્વાદ છે અને તે પણ સ્વાદ જડનો છે, આત્માનો નહિ. આહાહાહાહા ! આવી વાતું હવે, વીતરાગ પરમાત્મા ગણધરો ને એકાવતારી ઇન્દ્રોની વચમાં આ કહે છે પ્રભુ. આહા ! એ વાત અહીંયા આવી છે. આ. આહાહા! કારણ કે જ્ઞાનની સ્વચ્છતાને લીધે” જ્ઞાનનો સ્વભાવ છે સ્વચ્છ “સ્વચ્છતાને લીધે રાગદ્વેષાદિનો સ્વાદ શીતઉષ્ણપણાની માફક જ્ઞાનમાં પ્રતિબિંબિત થતાં,”શું કીધું ઈ ? કે જ્ઞાન સ્વરૂપ છે એ સ્વચ્છ છે નિર્મળ અંદર એને લઇને રાગદ્વેષનો સ્વાદ, કોની પેઠે? કે ટાઢા ઉનાપણાની માફક જ્ઞાનમાં પ્રતિબિંબિત એટલે જ્ઞાનમાં જણાય, જ્ઞાનમાં જણાય, જ્ઞાનમાં શીતઉષ્ણ છે એમ જ્ઞાનમાં જણાય, એમ આ જ્ઞાનમાં રાગદ્વેષ, સુખદુઃખ છે એમ જણાય, જણાતા એ મારો છે એમ માની લ્ય છે. આહાહાહા ! સમજાણું કાંઈ? આવો મારગ છે, આ ચાર લીટીમાં કેટલું ભર્યું છે, પાંચ-છ લીટીમાં. આહાહા ! એ શીત-ઉષ્ણપણાની માફક ટાઢા-ઉનું એ જ્ઞાનમાં જણાય. અરીસો છે ને અરીસો, કીધું ને? અરીસામાં અગ્નિ ને બરફ આમ સામે હોય, તો અગ્નિ આમ-આમ થાય એવું આંહીં થાય, બરફ ઓગળતો જાય તો ત્યાં એમ થાય, એ કાંઇ અગ્નિ ને બરફ ન્યાં નથી, ઇ તો અરીસાની અવસ્થા છે, એમ આંહી તો એ અરીસો તો જડ છે. આ જ્ઞાન પ્રભુ અરીસો છે, ચૈતન્ય અરીસો, જેના પ્રકાશનો કોટી કોટી સૂર્યથી પણ જેનો ચૈતન્ય પ્રકાશ અનંતો છે, કરોડો કરોડો ચંદ્રની શીતળતા કરતા ભગવાનની શીતળતા અંદર અનંતી અનંતી છે. સાગરોના ગંભીરના પાણીના કરતાં સેંકડો સાગરો એની ગંભીરતા કરતા આત્માના અનંત ગુણની ગંભીરતા અનંતી છે, આકાશના છેડાનો પાર નથી અવ્યાપક છે, વ્યાપક આમનામ થઈ ગયો એ કાંઇ પુરું નથી કયાંય, એમ ભગવાનના અનંતા ગુણોનો કયાંય પાર નથી. એવા ભગવાનના આત્માના ગુણોનું જેને જ્ઞાન નથી, તે આ રાગદ્વેષ ને સુખદુ:ખની કલ્પના જ્ઞાનમાં જણાય છે, એ માની લ્ય છે કે મારી છે. હું? (શ્રોતા – મોટામાં મોટી ભૂલ છે) પોતાની મોટી ભૂલ બાપુ! આ મિથ્યાત્વ અરે લોકોને હજી મિથ્યાત્વ એટલે શું? અને મિથ્યાત્વનું અનંતુ પાપ, કે જેના ગર્ભમાં Page #475 -------------------------------------------------------------------------- ________________ ૪૬૦ સમયસાર સિદ્ધિ ભાગ-૪ નિગોદ ને નર્ક છે બાપા ! આહાહા ! એ આ દેહ છૂટીને ભગવાન તો રહેવાનો છે આત્મા તો, ક્યાં રહેશે? જેની એવી દૃષ્ટિ છે કે રાગદ્વેષ ને સુખદુઃખ મારા એ મિથ્યાત્વમાં ત્યાં રહેશે, દુઃખી થઈને રહેશે ચાર ગતિમાં. આહાહા..! આંહી કહે છે, જેમ એ શીતઉષ્ણ, જ્ઞાનનો સ્વભાવ સ્વચ્છ છે તે જ્ઞાનમાં જણાય કે આ ઠંડુ-ઉનું છે, એમ જ્ઞાનની સ્વચ્છતામાં પ્રભુ ચૈતન્યના પ્રકાશની સ્વચ્છતામાં એ રાગદ્વેષ સુખદુઃખની ઝળક પ્રતિબિંબ જણાય, બિંબ એ ચીજ ને તેનું આંહીં પ્રતિબિંબ પડે એટલે જ્ઞાનમાં જણાય, ત્યાં આ અજ્ઞાની એમ માની લ્ય છે કે એ રાગદ્વેષ ને સુખ, દુઃખ મારા છે. આહાહા ! સમજાણું કાંઇ? “એ શીત ઉષ્ણપણાની માફક જ્ઞાનમાં પ્રતિબિંબિત થતાં” પ્રતિબિંબિત સમજાય છે? અરીસો છે ને, સામે અગ્નિ ને બરફ હોય એ બિંબ કહેવાય અને આને પ્રતિબિંબ કહેવાય. એની છાંય પડે ઇ બિંબ-પ્રતિબિંબ આ ભગવાનની મૂર્તિ છે તે પ્રતિબિંબ છે. ભગવાન જે હતા વીતરાગ સર્વજ્ઞ ત્રિલોકનાથ એ બિંબ એનું આ પ્રતિબિંબ, રૂપ છે મૂર્તિ તો. સમજાણું કાંઇ? એમ અરીસામાં જે બહાર ચીજ હોય એને બિંબ કહેવાય અને એમાં છાયા દેખાય એને પ્રતિબિંબ કહેવાય. એમ આત્મા જ્ઞાન અરીસો એમાં હરખશોક ને રાગદ્વેષનાં પરિણામ બિંબ છે, તેનું અહીં પ્રતિબિંબ થાય એટલે જણાય જાણતાં એમ એ માની લ્ય છે કે આ મારા છે. આહાહાહા ! બહુ આકરું કામ બાપુ! જન્મમરણ રહિત થવાની ભગવાનની જે કળા સમ્યગ્દર્શન એ કોઈ અલૌકિક ચીજ છે, તેની તો અત્યારે કોઇ કિંમત નહિ. અત્યારે તો બસ સમ્યગ્દર્શન બર્શન કાંઈ નહિ. વ્રત કરો, ભક્તિપાળો, આ કરો, આ પાળો, બીજાને મદદ કરો અને સાંભળનારનેય સારું પડે ને ઠીક લાગે. આવું સમજાય તો ખરું. હવે આ શું સમજવું આમાં કયાંય. આહાહા ! આંહી તો પરમાત્મા ત્રિલોકનાથની વાણીમાં દિવ્ય ધ્વનિના અવાજમાં આવ્યું તેને પ્રવચનસારમાં ભગવાને કુંદકુંદાચાર્ય ગોઠવ્યું. એમાં અમૃતચંદ્રાચાર્યે તેની ટીકા કરી ને ખોલ્યું. આમ પરમાત્મા કહેવા માગે છે. સમજાણું કાંઇ? આહાહા ! શીતઉષ્ણપણાની માફક જ્ઞાનમાં પ્રતિબિંબિત થતાં જાણે કે જ્ઞાન જ રાગદ્વેષ થઈ ગયું” જોયું? ઓલું ટાઢું-ઉનું જણાય તે જાણે હું ટાઢો ઉનો થઈ ગયો એમ જ્ઞાનમાં રાગ ને સુખદુઃખ જણાય ત્યારે જાણે જ્ઞાન જ જાણે રાગદ્વેષ થઇ ગયું. આહાહા! અધિકાર તો ઘણો સારો છે, બહુ ઉંચો છે. એ પરમાં વાસ્તુ લ્ય છે કહે છે, પણ પ્રભુ આ આનંદનો નાથ અંદર છે, રાગ અને દ્વેષને સુખદુઃખની કલ્પનાથી ભિન્ન છે એમાંય દૃષ્ટિ કરીને વાસ નથી લેતો એ એનું નામ વાસ્તુ છે, બાકી આ તો બધી વાસ્તુ બધી ધૂળની બહારની વાતું છે. નિજ ઘર વસે તે વાસ્તુ કહીએ. આહાહા ! અહીંયા કહે છે કે એને ઘરની ખબર નથી ને? મારું ઘર અંદર આનંદ ને શાંતિના સ્વભાવથી ભરેલો પ્રભુ, મારી દશા તો શાંતિ ને આનંદની મારી દશા હોય, જે ગુણ છે એવી જ એની દશા હોય, એમ ન જાણતાં જ્ઞાનમાં એ હરખશોક ને સુખદુઃખ જણાય, જાણતાં અજ્ઞાનને લઈને જ્ઞાન જાણે હું સુખદુઃખરૂપે થઇ ગયો, એ રાગદ્વેષની ભક્તિ આદિનાં પરિણામરૂપે થઇ ગયો. છે? જાણે કે જ્ઞાન જ રાગદ્વેષ થઈ ગયું હોય એમ, રાગદ્વેષ સુખદુઃખ આદિ લેવું, એવું અજ્ઞાનીને ભાસે છે. છે? આહાહાહા! Page #476 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૯૨ ૪૬૧ માલ આવ્યો છે માલ. સાંભળવા તો આવ્યા છે નિવૃત (થઈને). આ તો ભગવાન આત્માની વાત બાપુ. આ કોઈ પક્ષ નથી, આ કોઈ સંપ્રદાય નથી, આ તો ત્રણ લોકના નાથ તીર્થંકરદેવની વાણી એમાં જે માલ આવ્યો એ માલ આંહી ગોઠવાઈ ગયો છે. બાબુભાઈ ! આ ગોદામમાં નથી? આહીં પ્રભુ આત્મા તો અનંત ગુણનો ગોદામ છે નાથ, એ રાગ ને દ્વેષ હરખશોક એનામાં નથી એ અનંત ગુણનો ગોદામ છે. આહાહા ! અમારા પાલેજના છોકરાઓ છે ને મોટા ગોદામ તેર તો મોટા ગોદામ છે પચાસ પચાસ સાંઈઠ સાંઈઠ હજારનું એક અત્યારે તો કિંમત થઈ ગઈ મોટી, છોકરાઓ પૈસાવાળા છે બધા હમણાં જુદા પડી ગયા. ચાલીસ લાખ રૂપિયા છે, ત્રણ ચાર લાખની પેદાશ હતી. ભેગા હતા ત્યારે હવે જુદા પડી ગયા, હવે. રોવા માંડયા કીધુંને આઠ દિ' રહ્યા હુમણાં આ માગશર સુદ અગિયારસ. કુદરતે એવું આવ્યું કે દશમનું મુરત હતું વડોદરામાં મંદિરનું, નવું બે લાખની જમીન લીધી'તી ને પાંચ લાખનું મંદિર ને, શિયાળામાં નીકળતા નથી ઠંડી લાગે ને પણ આને કારણે નીકળ્યા. પછી અમારે એને અગિયારસનું મુરત હતું. દેરાસરનું બાવીસ વર્ષ બેસતા'તા ત્રેવીસમું વરસ બેસતું'તું મંદિર બનાવ્યું છે ને પીસ્તાળીસ પચાસ હજાર એ તે દિ’ અગિયારસે ગયા તે દિ' એને ત્રેવીસમું વર્ષ બેસતું'તું પછી આઠ દિ' રહ્યા તા, બધા સાંભળતા'તા બિચારા, ઉઠયા ત્યારે વિહાર કર્યો, તે રોવે રોવે રોવે, અરે અરે અમારું સમોશરણ વિંખાઈ જશે, છોકરો નાનો હતો એણે ગાયું'તું ગાયન બનાવ્યું'તું અરેરે અમારું હંમેશા કોઈ નથી, (શ્રોતાઃ- નટુએ, નટુએ ) આ નટુ નટુએ ગાયું'તું કુંવરજી જાદવજીની દુકાન એને મળી છે, બીજા બેને જુદી દુકાન મળી છે. આહાહા ! શું ભાષા હતી. અમારું કોઈ નથી અમને કોઈ બચાવો રે, જોડયું'તું ગાયન બાપુ નહિ તો વેપારી છે, પણ માળા અમને કોઈ બચાવો રે, અમે કયાં જાઇશું? આ શું થાશે અમારું. બિચારા પૈસાવાળા છે પણ અહીંનાં અમારા ઉપર બહુ પ્રેમ છે અમે તો ત્યાં દુકાનમાં હતા ત્યાં બહુ પ્રેમ તે રોવા માંડયા ત્રણેય મનસુખ, ન. અરેરે! અમને અમારું વિખાઈ જાશે બધું લ્યો, આઠ આઠ દિ' અમને મળ્યો લાભ. પ્રેમ છે ને? અરે પણ એ આંહી તો કહે છે એ પ્રેમ તે રાગ છે એ પણ તારું સ્વરૂપ નથી લે. આહાહાહા ! એ અજ્ઞાનીને એમ ભાસે છે કે આ રાગદ્વેષ ને સુખદુઃખ એ મારી દશા છે,” કેમ કે એના સ્વરૂપનું રાગદ્વેષ ને સુખદુઃખની દશાથી ભિન્ન સ્વરૂપ છે એની એને ખબર નથી અજ્ઞાન છે, મિથ્યાત્વ છે. એને લઈને એ રાગદ્વેષ થયા દયા, દાન, વ્રત, ભક્તિ પૂજા આદિ એ મારા છે તેમ અજ્ઞાનીને ભાસે છે, પણ હું અંદર આનંદનો નાથ સચ્ચિદાનંદ પ્રભુ છું એમ ભાસતું નથી. આહાહા ! તેથી તે એમ માને છે. છે? કે “હું રાગી છું, છે? એ રાગ તે હું છું, રાગી હું છું, આહાહા ! ભગવાન તો અણાકુળ વીતરાગી મૂર્તિ આત્મા છે. “ઘટ ઘટ અંતર જિન વસે, ને ઘટ ઘટ અંતર જૈન, મત મદિરા કે પાન સો મતવાલા સમજે ન” બનારસીદાસ, બહુ શૃંગારી હતા, વ્યભિચારી હતા, પછી ધર્મ પામ્યા છે જ્યારે, પછી આ એણે બનાવ્યું છે આવું, બનારસીદાસ “ઘટ ઘટ અંતર જિન વસે ને ઘટ ઘટ અંતર જૈન, પણ મત મદિરા કે પાન સો મતવાલા સમજે ન” પોતાના ગાંડા મતનાં અભિપ્રાયવાળા, અંદર જિન સ્વરૂપી બિરાજમાન આત્મા છે, એ જિન સ્વરૂપી Page #477 -------------------------------------------------------------------------- ________________ ૪૬૨ સમયસાર સિદ્ધિ ભાગ-૪ પ્રભુ આ રાગને “અજ્ઞાનને લીધે હું રાગી છું, હું દ્રષી છું, હું ક્રોધી છું,” આહાહા! જરી ક્રોધ આવ્યો'ને એ ખરેખર તો જડની દશા છે, પણ તેનાથી ભિન્નતાનું ભાન નહિ એટલે હું ક્રોધી છું. લોકો નથી કહેતા, મારી પ્રકૃત્તિ આકરી છે. એમ કેટલાક કહે વાતો કરતા કહે, મારી સામું બોલશો નહિ, અરે પણ પ્રકૃત્તિ ક્રોધ છે એ કયાં તારો સ્વભાવ છે. આહા! હું ક્રોધી છું, હું માની છું હું માની છું, એમ કહે છે, માની હું નરમાશ નહીં બતાવું કયાંય, અકકડ છું, ઇત્યાદિ “આ રીતે અજ્ઞાની જીવ રાગદ્વેષ આદિનો કર્તા થાય છે,” લ્યો આ રીતે રાગ ને દ્વેષનો અજ્ઞાની કર્તા થાય છે, જ્ઞાની એનો કર્તા હોતો નથી. વિશેષ કહેશે. (શ્રોતા:- પ્રમાણ વચન ગુરુદેવ) 9 શ્રી પુરુષાર્થ સિદ્ધિ ઉપાયની ગાથા ૭૪ માં કહ્યું છે કે જિનવાણી સાંભળવાની પાત્રતામાં ત્રણનો ખોરાક ન હોય. મધ, મદિરા, બે ઘડી પછીનું માખણ, માંસ તથા પાંચ ઉદંબર ફળનો ખોરાક ન હોય. એવો ખોરાક હોય છે તો આ વાત સાંભળવાને પણ પાત્ર નથી. ખરેખર તો રાત્રિ ભોજનમાં પણ ત્રસ હોય છે. ત્રસનો ખોરાક આ સાંભળનારને ન હોય ભાઈ ! રાત્રિનો ખોરાક પણ હોય નહીં ભાઈ ! જેમાં ત્રણ મરે એવો માંસ જેવો ખોરાક આવું સાંભળનારને ન હોય ભાઈ ! આ તત્ત્વને સાંભળવાને તું લાયક હોય તો ભાઈ ! જેમાં ત્રસની ઉત્પત્તિ હોય તે ખોરાક ન હોય. ત્રસ ઉત્પન્ન થાય એવા અથાણા આદિ પણ ન હોય. જેને ઇન્દો સાંભળે એવી પરમાત્માની આવી ઉત્કૃષ્ટ વાણી સાંભળનારને ત્રસની ઉત્પતિનો ખોરાક ન હોય. વાતો મોટી મોટી કરે ને ત્રસનો ખોરાક હોય અરેરે! ભલે તે ધર્મ નથી, તે હેય છે, પણ આ સાંભળનારને ત્રસનો ખોરાક ન હોય; એ પહેલામાં પહેલી પાત્રતા છે તેમ પુરુષાર્થ સિદ્ધિઉપાયની ગાથા ૬૧ તથા ૭૪ માં કહ્યું છે. (આત્મધર્મ, અંક ૭૩૦, વર્ષ-૬૧, પાના નં. ૨૩) Page #478 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૯૩ ગાથા - ૯૩ TTTTTTTT TT T T ज्ञानात्तु न कर्म प्रभवतीत्याह परमप्पाणमकुव्वं अप्पाणं पि य परं अकुव्वंतो । सो णाणमओ जीवो कम्माणमकारगो होदि ।। ९३ ।। परमात्मानमकुर्वन्नात्मानमपि च परमकुर्वन् । स ज्ञानमयो जीवः कर्मणामकारको भवति ।। ९३ ।। ४६उ अयं किल ज्ञानादात्मा परात्मनोः परस्परविशेषनिर्ज्ञाने सति परमात्मानमकुर्वन्नात्मानं च परमकुर्वन्स्वयं ज्ञानमयीभूतः कर्मणामकर्ता प्रतिभाति। तथाहितथाविधानुभवसम्पादनसमर्थायाः रागद्वेषसुखदुःखादि-रूपाया: पुद्गलपरिणामा-वस्थायाः शीतोष्णानुभवसम्पादनसमर्थायाः शीतोष्णायाः पुद्गलपरिणामावस्थाया इव पुद्गलादभिन्नत्वेनात्मनोनित्यमेवात्यन्तभिन्नायास्तन्निमित्ततथाविधानुभवस्य चात्मनोऽभिन्नत्वेन पुद्गलान्नित्यमेवात्यन्तभिन्नस्य ज्ञानात्परस्परविशेषनिर्ज्ञाने सति नानात्वविवेकाच्छीतोष्णरूपेणेवात्मना परिणमितुमशक्येन रागद्वेषसुखदुःखादिरूपेणाज्ञानात्मना मनागप्यपरिणममानो ज्ञानस्य ज्ञानत्वं प्रकटीकुर्वन् स्वयं ज्ञानमयीभूतः एषोऽहं जानाम्येव रज्यते तु पुद्गल इत्यादिविधिना समग्रस्यापि रागादे: कर्मणो ज्ञानविरुद्धस्याकर्ता प्रतिभाति । જ્ઞાનથી કર્મ ઉત્પન્ન થતું નથી એમ હવે કહે છેઃ ૫૨ને ન ક૨તો નિજરૂપ, નિજ આત્મને ૫૨ નવ કરે, એ જ્ઞાનમય આત્મા અકા૨ક કર્મનો એમ જ બને. ૯૩. गाथार्थः-[ परम् ]ठ्ठे परने [ आत्मानम् ] पोता३५ [ अकुर्वन् ] ४२तो नथी [ च ] अने [ आत्मानम् अपि ] पोताने भए। [ परम् ] ५२ [ अकुर्वन् ] ऽरतो नथी [ सः ] ते [ ज्ञानमयः जीवः ] ज्ञानमय 34 [ कर्मणाम् ] ऽर्भोनो [ अकारकः भवति ] भर्ता थाय છે અર્થાત્ કર્તા થતો નથી. ટીકા:- જ્ઞાનથી આ આત્મા ૫૨નો અને પોતાનો પરસ્પર વિશેષ જાણતો હોય ત્યારે ૫૨ને પોતારૂપ નહિ કરતો અને પોતાને ૫૨ નહિ કરતો, પોતે જ્ઞાનમય થયો થકો, કર્મોનો અકર્તા પ્રતિભાસે છે. તે સ્પષ્ટતાથી સમજાવવામાં આવે છે:-જેમ શીત-ઉષ્ણનો અનુભવ કરાવવામાં સમર્થ એવી શીત-ઉષ્ણ પુદ્ગલપરિણામની અવસ્થા પુદ્ગલથી અભિન્નપણાને લીધે આત્માથી સદાય અત્યંત ભિન્ન છે અને તેના નિમિત્તે થતો તે પ્રકારનો અનુભવ આત્માથી અભિન્નપણાને લીધે પુદ્ગલથી સદાય અત્યંત ભિન્ન છે, તેવી રીતે તે પ્રકા૨નો અનુભવ કરાવવામાં સમર્થ એવી રાગદ્વેષસુખદુઃખાદિરૂપ Page #479 -------------------------------------------------------------------------- ________________ ४६४ સમયસાર સિદ્ધિ ભાગ-૪ પુદ્ગલપરિણામની અવસ્થા પુદ્ગલથી અભિન્નપણાને લીધે આત્માથી સદાય અત્યંત ભિન્ન છે અને તેના નિમિત્તે થતો તે પ્રકારનો અનુભવ આત્માથી અભિન્નપણાને લીધે પુદ્ગલથી સદાય અત્યંત ભિન્ન છે. જ્યારે જ્ઞાનને લીધે આત્મા તે રાગદ્વેષસુખદુઃખાદિનો અને તેના અનુભવનો પરસ્પર વિશેષ જાણતો હોય ત્યારે, તેઓ એક નથી પણ ભિન્ન છે એવા વિવેકને લીધે, શીત-ઉષ્ણની માફક (અર્થાત્ જેમ શીત-ઉષ્ણરૂપે આત્મા વડે પરિણમવું અશક્ય છે તેમ), જેમના રૂપે આત્મા વડે પરિણમવું અશક્ય છે એવાં રાગદ્વેષસુખદુ:ખાદિરૂપે અજ્ઞાનાત્મા વડે જરાય નહિ પરિણમતો થકો, જ્ઞાનનું જ્ઞાનત્વ પ્રગટ કરતો, પોતે જ્ઞાનમય થયો થકો, “આ હું (રાગને) જાણું જ છું, રાગી તો પુગલ છે (અર્થાત્ રાગ તો પુગલ કરે છે)' ઇત્યાદિ વિધિથી, જ્ઞાનથી વિરુદ્ધ એવા સમસ્ત રાગાદિ કર્મનો અકર્તા પ્રતિભાસે છે. ભાવાર્થ- જ્યારે આત્મા રાગદ્વેષસુખદુઃખાદિ અવસ્થાને જ્ઞાનથી ભિન્ન જાણે અર્થાત્ “જેમ શીત-ઉષ્ણપણું પુગલની અવસ્થા છે તેમ રાગદ્વેષાદિ પણ પુગલની અવસ્થા છે' એવું ભેદજ્ઞાન થાય, ત્યારે પોતાને જ્ઞાતા જાણે અને રાગાદિરૂપ પુદ્ગલને જાણે. એમ થતાં, રાગાદિનો કર્તા આત્મા થતો નથી, શાતા જ રહે છે. પ્રવચન નં. ૧૮૫ ગાથા-૯૩ તા.૦૨/૦૨/૭૯ શુક્રવાર મહા સુદ ૬ શ્રી સમયસાર-૯૩-ગાથા:- ગાથા ઉપરની એક પંક્તિ. જ્ઞાનથી કર્મ ઉત્પન્ન થતું નથી એમ કહે છે. શું કહ્યું છે ? કે જેને ધર્મદેષ્ટિ પ્રગટે છે, પુણ્ય ને પાપના ભાવ જે દયા, દાન, વ્રત, આદિના, રાગ એ રાગથી આત્મા ભિન્ન છે, એવું જેને આત્મજ્ઞાન થાય છે, એટલે કે સમ્યગ્દર્શન થાય છે તે જ્ઞાનીને જ્ઞાનથી રાગની ઉત્પત્તિ થતી નથી. આહાહા ! ધર્મી જીવ જેને કહીએ, એ દયા, દાન, વ્રત, ભક્તિનાં પરિણામથી પણ મારું સ્વરૂપ ભિન્ન છે તેમ એને અનુભવ હોય છે. ઝીણી વાત છે. આહાહા ! એવું જેને રાગના વિકલ્પથી સ્વરૂપ ભગવાન આત્મા ભિન્ન છે. એવું જેને અંતર ભેદજ્ઞાન થયું એટલે કે પરથી ભિન્ન અને પોતાના સ્વભાવથી અભિન્ન એવું અંતરમાં સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન થયું, તે જ્ઞાનથી રાગની ઉત્પત્તિ થતી નથી. આહાહા! આવી વાત છે. રાગ એને થાય છે પણ તે રાગને પોતાનો માનીને, રાગને ઉત્પન્ન કર્તા નથી. એ વાત કરે છે. ૯૩ परमप्पाणमकुव्वं अप्पाणं पि य परं अकुव्वंतो। सो णाणमओ जीवो कम्माणमकारगो होदि।।९३।। પરને ન કરતો નિજરૂપ, નિજ આત્મને પર નવ કરે, એ જ્ઞાનમય આત્મા અકારક કર્મનો એમ જ બને. ૯૩. આંહીં તો પ્રથમ ધર્મદષ્ટિ જેને થઈ, એની વાત છે. અનાદિ અજ્ઞાનથી રાગ ઉત્પન્ન કરે છે. એ વાત ૯૨ માં ગઈ. એ દયા, દાન, વ્રત, તપનો વિકલ્પ જે રાગ એ મારો છે અને મને Page #480 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૯૩ ૪૬૫ લાભદાયક છે, એવું જે અજ્ઞાની મિથ્યાષ્ટિ અને અજ્ઞાનથી રાગની ઉત્પત્તિ થાય છે, તે રાગનો કર્તા થઈને રાગમાં એકાકાર થાય છે. આરે આવી વાત !ધર્મી જેને આત્મા જ્ઞાન, આનંદ સ્વરૂપ છે અને એ શુભ-અશુભભાવ, એ ખરેખર કર્મની પુગલની દશા છે. મારી દશા નહિં, ધર્મીની દશા તો જ્ઞાન ને આનંદની અવસ્થા થાય તે તેની દશા છે. આહાહાહા ! કહો, એ અહીંયા વાત કરે છે જુઓ. ટીકાઃ- “જ્ઞાનથી આ આત્મા” ટીકા છે ને? પહેલો શબ્દ છે. ઝીણી વાત છે. “જ્ઞાનથી આ આત્મા” એટલે આત્માનું જ્યાં જ્ઞાન થયું છે, રાગના વિકલ્પથી ભિન્ન પડીને, “એ જ્ઞાનથી આ આત્મા પરનો અને પોતાનો પરસ્પર વિશેષ જાણતો હોય ત્યારે,” એ દયા, દાન, વ્રત, ભક્તિ શુભ-અશુભ ભાવ તેને પર જાણતો અને પોતાને આનંદ ને જ્ઞાનમય જાણતો, છે? પરનો અને પોતાનો, પર નામે શુભઅશુભ રાગ અને પોતે જ્ઞાનાનંદ સ્વરૂપ, બે નો પરસ્પર, રાગથી હું ભિન્ન ને મારાથી એ ભિન્ન. આહાહાહા ! સમજાણું કાંઈ ? ૯૩, ૯૩. ધર્મની પહેલી ટેષ્ટિ સમ્યગ્દર્શન થતાં ચોથું ગુણસ્થાન હજી, શ્રાવક તો પછી હજી તો આ વસ્તુ દેષ્ટિ નથી ત્યાં શ્રાવક કયાંથી? સાધુ કયાંય જાય, આંહી તો પ્રથમ નવતત્ત્વમાં પુણ્યપાપનું તત્ત્વ તે રાગાદિ ભિન્ન છે, જુદાં છે. મારું તત્ત્વ જ્ઞાયક સ્વરૂપ તે જુદું છે એમ પરને પોતાની ભિન્નતા પરસ્પર ભિન્ન જાણતો, રાગથી હું જુદો છું ને મારા આત્માના આનંદના જ્ઞાનથી રાગ જુદો છે. “આવું જે જ્ઞાનનું પરસ્પર વિશેષ જાણતો હોય ત્યારે, પરને પોતારૂપ નહિ કરતો” એ રાગાદિ વિકલ્પો ઊઠે એને ધર્મી જીવ “પોતાનો નહિ માનતો”, પોતાનો નહિ કરતો”, “અને પોતાને પર નહિ કરતો,” પોતે જ્ઞાનસ્વરૂપ આનંદ સ્વરૂપ પ્રભુ જિનસ્વરૂપ વીતરાગ સ્વરૂપ આત્મા વીતરાગ સ્વરૂપને રાગરૂપે ન કરતો રાગને વીતરાગ સ્વરૂપમાં ન લાવતો. વીતરાગ એટલે આત્મા અત્યારે હોં. આહાહા ! - જિન સ્વરૂપી પ્રભુ ભગવાન આત્મા એ વીતરાગની મૂર્તિ ચૈતન્યમૂર્તિ. આહાહા ! આ સૂર્ય જ્યારે આમ ફર્યો ને જરી આમ થોડો ફરે છે. આમ હતો ને પાટે બેસીએ તો સૂર્ય સામો આવ્યો'તો પહેલાં આમ આડો રહેતો. એમાં ભગવાનની પ્રતિમા છે શાશ્વત, મંદિર છે, જિનમંદિર છે અંદર. કીધું આ જેમ અકૃત્રિમ પ્રતિમા શાશ્વત છે. એમ આ ભગવાન જિનપ્રતિમા વસ્તુ એ શાશ્વત છે. આહાહા! સમજાય છે કાંઈ? ભરત ચક્રવર્તીને પાંચ મહેલ હોય છે મોટાં, એ મહેલને ઉપર રહીને સૂર્ય જેમાં પ્રતિમા ભગવાનનું મંદિર છે, એ પ્રતિમાના દર્શન કરતાં હતા, એટલી બધી આંખની તીવ્રતા હતી. એ અંદર ભગવાનનું મંદિર છે ત્યાં પ્રતિમા છે. એ દેવો તેને વંદન કરે છે. આ લોકો સવારમાં સૂર્યનારાયણને પગે લાગે છે ને, એ સૂરજનારાયણ સૂરજ પથ્થરને નહિ પણ લોકો નથી સમજતાં એટલે આ સૂર્યનારાયણ કહે છે. અંદર જિન પ્રતિમા શાશ્વત છે, અકૃત્રિમ, નવી નહિ થયેલી, અનાદિથી ચૈતન્ય જિન પ્રતિમા ત્યાં છે. જેમ એ અણ કરાયેલી જિન પ્રતિમા શાશ્વત છે, એમ આ દેહમાં ભગવાન જિનરૂપી આત્મા, અકૃત્રિમ જિન પ્રતિમા અનાદિની છે. હેં ? આહાહા ! એવો જિન પ્રતિમા પ્રભુ, એટલે? વિતરાગ સ્વરૂપી આત્મા, અને રાગ સ્વરૂપી વિકાર, એ રાગને ધર્મી પોતામાં ન કરતો, અને આત્માને રાગરૂપ નહિ બનાવતો. આહાહા ! આવું છે, છે? Page #481 -------------------------------------------------------------------------- ________________ ૪૬૬ સમયસાર સિદ્ધિ ભાગ-૪ પરને પોતારૂપ નહિ કરતો. પર એટલે દયા, દાન, વ્રત, ભક્તિ આદિનો વિકલ્પ રાગ, એ રાગ પર છે, એને પોતારૂપે આત્મા જિનસ્વરૂપી પ્રભુ, એ રાગને જિન સ્વરૂપમાં ન લેતો અને પોતાને પર નહિ કરતો. વીતરાગ સ્વરૂપને રાગરૂપ નહિ કરતો. રાગને વીતરાગ સ્વરૂપમાં ન લાવતો જિનસ્વરૂપી પ્રભુ છે. આહાહાહા ! ભારે કામ અત્યારે હો? અનાદિ અનંત. આહાહાહા ! જેમ અકૃત્રિમ-અકૃત્રિમ પ્રતિમા સૂરજમાં, ચંદ્રમામાં, અસંખ્ય દ્વિપ સમુદ્રમાં છે, દેવલોકમાં છે, સુધર્મો આદિ દેવલોકમાં જિન પ્રતિમાઓ શાશ્વત છે, એ સિવાય નંદીશ્વર દ્વિપમાં બાવન જિનાલય છે. આઠો દ્વિપમાં, એકસોને આઠ પ્રતિમા રતનની છે શાશ્વત, એમ આ ભગવાન આત્મા રાગના વિકલ્પથી ભિન્ન, જિન સ્વરૂપી અકૃત્રિમ પ્રતિમા ચૈતન્ય પ્રતિમા એ આત્મા અનાદિનો છે. આહાહાહા! આ આવી વાતું હવે આ કહે. એવી જિન પ્રતિમા શ્રીમદ્રમાં એમ કહે છે એકવાર ચૈતન્ય પ્રતિમા થા, ચૈતન્ય પ્રતિમા થા, આવે છે એમાં. આહાહાહા ! જેને જિન સ્વરૂપી આત્મા, એનું જેને જ્ઞાન ને અનુભવ થયો છે ધર્મીને, તે ધર્મીને રાગ એ મારો છે તેમ એ કરતો નથી. તેમ આત્માને રાગરૂપ થયેલો માનતો નથી. આહાહાહા ! પરને નહિ કરતો, પોતે જ્ઞાનમય થયો થકો” જ્ઞાનમય એટલે વીતરાગ સ્વરૂપ આત્મા છે, એને જ્ઞાનપ્રધાનથી વીતરાગમય, જ્ઞાનમય થયો થકો, જાણનાર થયો થકો, જાણનારને જાણનાર તરીકે રાખતો થકો, પોતે જ્ઞાનમય થયો થકો, જાણક સ્વભાવ, આનંદ સ્વભાવ, વીતરાગ સ્વભાવ, એ વીતરાગ સ્વભાવરૂપી દશાપણે થયો થકો, “કર્મોનો અકર્તા પ્રતિભાસે છે” –કર્મ શબ્દ જે દયા, દાન, પૂજા, ભક્તિ, અપવાસનો વિકલ્પ જે ઊઠે છે રાગ, એ રાગનો જ્ઞાનીને અકર્તા પ્રતિભાસે છે. આહાહાહા! ગાથા બહુ સારી આવી છે આ. આ લાખોના ને કરોડોના દાન આપે માટે એને ધર્મ થઈ જાય, એમ નથી એમ કહે છે, અને તેમાં રાગની મંદતા હોય તો પુણ્ય થાય તો ધર્મી તો તે પુણ્યના પરિણામને મારા કરતો નથી. આહાહા!હેં? બંધ રાગ છે, આ આવી વાતું છે. ( શ્રોતા- થોડો પુણ્ય ભાવ થાય તો કામ તો આવેને) જરીયે (નહીં), કામ આવે ને? એ પુણ્યપરિણામ મારા છે તે મિથ્યાત્વ ભાવ આવે. એણે લાંઘણું કરી'તી ને બહુ, વર્ષીતપની અમારા પ્રવિણભાઈ આવ્યા છે ને? તેના કાકા થાય ને એનાં? આંહીં તો, (શ્રોતા:- અમારા હીરા ધૂળ ધાણી થઈ ગયા) ધૂળ ધાણી ભાઈએ કીધું નહોતું, (શ્રોતા – અહીં તો આપકા હીરા ચાલુ હૈ ચૈતન્ય ચિંતામણી) આ હિરો છે, આ ચૈતન્ય ચિંતામણિ છે, ગાયું'તું ને ઈ, કોણે ગાયું'તું બનાવ્યું'તું કંચનબેને, હા, કંચનબેન-કોક કહેતું'તું સવારમાં. જેમાં અનંત વીતરાગી ગુણોનો ગંજ પડ્યો છે, જેમાં રાગના અંશનો સંબંધ નથી, જે ભાવે તીર્થંકર ગોત્ર બંધાય એવો જે રાગ એ સમકિતીને હોય છે, છતાં તે રાગનો આત્મા સાથે કાંઈ સંબંધ નથી. આહાહાહાહા ! એ કહે છે. પોતે જ્ઞાનમય થયો થકો, જાણક સ્વભાવ ભગવાન આત્મા પ્રજ્ઞાબ્રહ્મ, જ્ઞાન ને આનંદની મૂર્તિ પ્રભુ છે, એને રાગને પોતાનો નહિ કરતો ધર્મી, રાગથી ભિન્ન પોતાને જ્ઞાનમય અને વીતરાગની પર્યાયમય કરતો, છે? કર્મોનો અકર્તા પ્રતિભાસે છે. કર્મ શબ્દ દયા, દાનનો જે રાગ છે, એ ભાવ કર્મ છે. એ ભાવકર્મનો જ્ઞાની અકર્તા ભાસે છે, એનો કર્તા તે જ્ઞાની થતો નથી. આહાહા ! ભારે કામ આકરું. Page #482 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૯૩ ૪૬૭ “તે સ્પષ્ટતાથી સમજાવવામાં આવે છે” આ જે કહ્યું તેને હવે સ્પષ્ટતાથી સમજાવવામાં આવે છે. “જેમ શીતઉષ્ણનો અનુભવ કરાવવામાં સમર્થ એવી શીતઉષ્ણ પુદ્ગલ પરિણામની અવસ્થા” ટાઢી અને ઉની એ જડની અવસ્થા, અગ્નિ ઉની અને બરફ ઠંડો, ઈ બધી જડની અવસ્થા, “એ પુદ્ગલથી અભિન્નપણાને લીધે” એ ટાઢી અને ઉની અવસ્થા એ પુદ્ગલથી એકમેક પુદ્ગલની છે. “આત્માથી સદાય અત્યંત ભિન્ન છે” એ ઠંડી અને ગરમીની અવસ્થા પુદ્ગલથી અભિન્ન એકમેક છે અને આત્માથી તદ્ન ભિન્ન છે. ટાઢી ઊની અવસ્થા. “અને તેના નિમિત્તે થતો જે પ્રકારનો અનુભવ આત્માથી અભિન્નપણાને લીધે”, ટાઢા-ઉનાનું જે અહીં જ્ઞાન થયું એ જ્ઞાન થયું તે પોતાથી અભિન્ન છે અને શીતલ ટાઢી ઉની અવસ્થા એ પુદ્ગલથી અભિન્ન છે. અને આત્માથી ભિન્ન છે, અને એ પુગલ ટાઢી-ઠંડી ને ગરમ અવસ્થા એનું અહીં જ્ઞાન થયું પોતાથી એ જ્ઞાનઅવસ્થા અને રાગઅવસ્થા બે તદ્ન ભિન્ન છે. આહાહાહા ! આવું છે, ઝીણું હજી તો સમ્યગ્દર્શન થતાં એની કેવી દશા હોય, “ભેદવિજ્ઞાન જગ્યો જિન કે ઘટ” રાગનાં વિકૃતની દયા, દાન, વ્રત ને તપની ક્રિયા અપવાસની એ રાગ છે. એનાથી, “ભેદવિજ્ઞાન જગ્યો જિનકે ઘટ, શીતળ ચિત્ત ભયો જિમ ચંદન, કેલી કરે શિવ મારગમેં જગમાંહિ જિનેશ્વર કે લધુનંદન” એ રાગથી પણ ભગવાન આત્મા ભિન્ન છે તેમ જ્ઞાની ધર્મી પોતાના શીતળ ઠંડો આનંદ સ્વભાવ તેને અનુભવતો, શીતળ ચિત્ત ભયો જિમ ચંદન, ચંદન જેમ શીતળ થાય છે, એમ જ્ઞાનીને ધર્મીની પ્રથમ દરજ્જાની દશામાં રાગની આકુળતાથી ભિન્ન પડેલો પ્રભુ એનું જ્ઞાન અને અનુભવ થતાં પર્યાયમાં શીતળતા શાંતિ ને આનંદ આવે છે, શીતળ ચિત્ત ભયો જિમ ચંદન, કેલી કરે શિવ મારગ માંહી જગમાંહિ જિનેશ્વરકે લધુનંદન, એ તીર્થકર ત્રિલોકના નાથનો નાનો દિકરો છે, લધુનંદન સાધુ છે એ મોટો દિકરો છે. પણ એ સાધુ કોને કહેવા બાપુ એ તો અત્યારે તો, એ સાધુ છે એ મોટો વડિલ દિકરો છે, અને સમકિતી છે એ લધુનંદન છે. આહાહાહા ! પણ કોણ? ભેદ વિજ્ઞાન જગ્યો જિન કે ઘટ, એ રાગના વિકલ્પની ક્રિયાથી પણ પ્રભુ મારી ચીજ ભિન્ન છે, એવું જેને અંતર ભેદજ્ઞાન થયું, ભેદવિજ્ઞાન જગ્યો જિનકે ઘટ, શીતળ ચિત્ત ભયો જિમ ચંદન, શિતળ ચિત્ત ભયો જિમ ચંદન. આહાહા ! શાંતિ શાંતિ શાંતિ અરાગી શાંતિ, એવી ચિત્તમાં જાગી જાગૃતિ, કેલી કરે શિવ મારગમેં એ મોક્ષમાર્ગમાં સમકિતી કેલી કરે, રમતું કરે છે. રાગની રમતું જેણે છોડી છે. આહાહા ! આવો માર્ગ છે. કેલી કરે શિવ મારગમેં જગમાંહી જિનેશ્વરકે લધુનંદન. ત્રણલોકના નાથ જિનેશ્વર કેવળી પરમાત્મા એનો એ ભેદવિજ્ઞાની, નાનો નંદન પુત્ર છે. અને પાંચમે ગુણસ્થાને શ્રાવક જે થાય, આ સમ્યગ્દર્શન ઉપરાંત શાંતિ જે વધી જાય એ મધ્યમ પુત્ર છે. અને સંત જે સાધુ મુનિ નગ્ન દિગંબર ને અંદરમાં આનંદ ને કેલી કરતો હોય છે એ ભગવાનનો મોટો પુત્ર છે. આહાહાહા ! ભારે વાત ભાઈ. -આમ કહીએ, કે એ રાગનો ભાવ છે, શરીર તો જુદું ધૂળ માટી જડ એની આંહીં તો વાત છે નહી. એમ અંદર શુભરાગ થાય છે, એને એ બહિર્વસ્તુ છે, અંતરમાં એ ચીજ નથી, અંતર જે ચીજ અનંત ગુણનો પિંડ પ્રભુ, એમાં એ રાગ નથી. એ દયા, દાન, વ્રત, ભક્તિનો જે રાગ Page #483 -------------------------------------------------------------------------- ________________ ૪૬૮ સમયસાર સિદ્ધિ ભાગ-૪ છે, તેને પોતાનો માને છે, એ બાળક બહિરઆત્મા છે, એ બાળક છે અજ્ઞાની છે. અને એ રાગથી ભિન્ન આત્મા પોતાનો શુદ્ધ ચૈતન્યમૂર્તિ, એને જેણે જાણ્યો અને અનુભવ્યો છે, એ યુવાનયુવાન આત્માનો એ યુવાની જીવ થયો, એને જાવાની લાગુ પડી. આહાહાહા ! આ જાવાની તો જડની છે, વૃદ્ધાવસ્થા બાળ, આ તો અંદરમાં ભગવાન જિન સ્વરૂપી પ્રભુ, એને રાગવાળો માને, એ બાળક બહિરઆત્મા મિથ્યાષ્ટિ મૂંઢ છે. આહાહાહા ! અને એ રાગથી ભિન્ન પડી અંતરઆત્મા વડુ જિન સ્વરૂપી, તેને જાણે-અનુભવે, તે ધર્મમાં ધર્મી યુવાનીમાં આવ્યો. યુવાની એને જાગી, અને એ જ્યારે કેવળજ્ઞાન પામે છે, ત્યારે તે આત્મા વૃદ્ધ થયો. આહાહાહા ! ધર્મમાં આવી વાતું છે, જગતથી બહુ જુદી પડે છે. હું? બહુ ફેર લોકો તેથી વિરોધ કરે છે ને? અરે ભગવાન, એને ચાલતો સંપ્રદાય છે, એ પણ બધા ધર્મી છે એમ એને મનાવવું છે, અરે પ્રભુ એમાં હિત શું છે ભાઈ ? હિતનો પંથ તો જાગ્યો નથી અને તું એને સાધર્મી ઠરાવે છે. આહાહા ! ચૈતન્ય હીરલો અંદર અનંત અનંત ગુણ અને ધર્મ નામ સ્વભાવથી ભરેલો પ્રભુ એ જિનસ્વરૂપી પ્રભુ, જિનસ્વરૂપી અંતરમાં બિરાજે છે એ જિનસ્વરૂપ ન હોય તો પરમાત્માને વિતરાગતા થઈ એ કયાંથી આવી? કંઈ બહારથી આવે છે? ચોસઠપહોરી પીપર જે છે લિંડીપીપર એની ચોસઠપહોરી શક્તિ અંદર પડી છે પૂર્ણ ચોસઠપહોરી, ચોસઠ એટલે રૂપિયો સોળઆના એને ધુંટી અંદર જે હતી ચોસઠપહોરી એટલે સોળઆના એટલે રૂપિયો પૂર્ણ તીખાશ એ બહાર આવે છે, એ હતી તે બહાર આવે છે. એમ આ ભગવાન આત્મામાં ચોસઠપહોરી એટલે રૂપિયે રૂપિયો આનંદ ને જ્ઞાન ને શાંતિ એવા અનંતગુણ પૂર્ણ ભર્યા છે. આહાહાહા ! - હવે આવી વાતું, વીતરાગ ત્રિલોકનાથ ભગવાન પરમાત્મા આમ ફરમાવે છે. એ ચોસઠ નામ પૂર્ણ સ્વરૂપ ભગવાન એના બહારમાં રાગ આદિ થાય એ પોતાનો માને, એ મિથ્યાષ્ટિ છે, બહિરઆત્મા છે, અજ્ઞાની છે. અને એ પૂર્ણાનંદનો નાથ પ્રભુ જિનસ્વરૂપી હું છું, એ રાગ હું નહિ, ભલે રાગ થાય પણ રાગનો કર્તા નહિ, રાગનો જાણનાર રહે એ મધ્યમ યુવાન દશા ને મધ્યમ અંતર આત્મા, જઘન્ય ચોથેથી શરૂ થાય. પછી, વિશેષ મધ્યમાં અંતર આવે અને અંતર પૂર્ણ દશા પ્રગટ થાય એ પરમાત્મ દશા, અરિહંતની દશા, કેવળી પરમાત્માની દશા, એ આંહી તો જઘન્ય દર્શનથી, મધ્યમની વાતું છે અહીં અત્યારે છે? જેમ એ શીતઉષ્ણનો અનુભવ કરાવવામાં સમર્થ ટાઢી–ઉની અવસ્થા તો અહીં ટાઢાઉનાનું જ્ઞાન કરાવવામાં એ નિમિત્ત છે, ટાઢી ઊની અવસ્થા પુગલની, અહીં જ્ઞાનમાં ટાઢુંઉનુનું જ્ઞાન થાય, એ જ્ઞાનમાં નિમિત્ત છે એ. તે સ્પષ્ટતા કરવામાં આવે છે. એવી શીત-ઉષ્ણ પુગલ પરિણામની અવસ્થા પુગલના પરિણામની અવસ્થા પુદ્ગલ દ્રવ્ય છે તેના પરિણામ પરિણતિની અવસ્થા, પુગલથી અભિન્નપણાને લીધે ઠંડી ઉની અવસ્થા પુદ્ગલ પરમાણુંથી એકમેક છે, આત્માથી સદા અત્યંત ભિન્ન છે. અને તેના નિમિત્તે થતો જે પ્રકારનો અનુભવ, ટાઢી અને ઉની અવસ્થાનું અહીં જ્ઞાન થાય, એ જ્ઞાનમાં એ નિમિત્ત છે. આત્માથી અભિનપણાને લીધે, એ જ્ઞાન થયું તે આત્માથી જુદું નથી. ટાઢી ઉની અવસ્થા જુદી છે, પણ ટાઢી ઉની અવસ્થાનું અહીં જ્ઞાન થયું એ જ્ઞાન આત્માથી અભિન્ન છે એકમેક છે. આહાહા ! Page #484 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૯૩ ૪૬૯ પુદ્ગલથી સદા અત્યંત ભિન્ન છે. એ ટાઢા ઉનાનું અહીં જ્ઞાન થયું, એ જ્ઞાન થયું છે પોતાથી, પણ એમ કહેવાય કે ટાઢા ઉનાના કારણે અહીં થયું. પણ થયું છે તો એ પોતાથી, પણ એ ટાઢા ઉનાની અવસ્થાનું જ્ઞાન, એ જ્ઞાન આત્માથી એકમેક છે, અને એ જ્ઞાન પુદ્ગલની અવસ્થાથી તદ્દન ભિન્ન છે. ઠંડી ઉની અવસ્થાથી ભિન્ન છે. આવી વાતું હવે, આવો ઉપદેશ? આવો ધર્મ કઈ જાતનો કહે? બાપુ એ વીતરાગનો મારગ પ્રભુ જિનેશ્વર, ત્રણલોકના નાથ એની રીતિ ને મારગ કોઈ જુદો છે બાપુ.! અરે જેને આવું સત્ય સાંભળવા ન મળે, એ કે દિ' વિચારે ને કે દિ' એને અંદરમાં રુચિ કરે? દુર્લભ વસ્તુ થઈ પડી પ્રભુ. આહાહા ! એ દૃષ્ટાંત ટાઢા ઉનાનું આપ્યું, કે ટાઢી ઉની અવસ્થા પુદ્ગલની સાથે છે, આત્માથી તદ્દન ભિન્ન છે, અને ટાઢી ઉની અવસ્થાનું અહીં જ્ઞાન થયું, એ જ્ઞાન પુદ્ગલથી ભિન્ન છે અને આત્માથી અભિન્ન છે, કહો બરાબર દેષ્ટાંત સમજાણું? હવે આત્મામાં, એનો સિદ્ધાંત ઉતારે છે. આહાહાહા ! “તેવી રીતે” છે ને? “જેમ અંદર હતું ને, શીત ઉષ્ણનો અનુભવ “તેવી રીતે, તે પ્રકારનો અનુભવ કરાવવામાં સમર્થ એવી રાગદ્વેષ સુખદુઃખાદિરૂપ પુદ્ગલપરિણામની અવસ્થા” આહાહાહાહા! અંદરમાં જે કાંઈ રાગ થાય, દયાનો, દાનનો, વ્રતનો, ભક્તિનો, દાનનો એ શુભ રાગ જે છે, અને અંદરમાં વૈષ થાય કદાચ પ્રતિકૂળ હોય તો, અને એમાં સુખની કલ્પના થાય, અનુકૂળ પૈસા બાઈડી સ્ત્રી કુટુંબ આદિ રાજપાટ અનુકૂળ હોય, શરીર નિરોગી હોય અને એમાં લાડવા ને પતરવેલીયાં ખાતો હોય, ચુરમાના ઓલાં પતરવેલીયા બને છે ને? અડવીના પાનનાં પતરવેલીયા થાય છે ને? ચણાનો લોટ નાખી વાટા કરી કટકા કરીને તળે છે ને? એમાં એ ચુરમાના લાડવા અને પતરવેલીયા ખાતો હોય એ વખતે એને એમ લાગે મને શું મજા પડે છે. એ સુખની કલ્પના એ પુદ્ગલની દશા છે. આહાહા! અરે કેમ બેસે પ્રભુ? અને છ ડિગ્રીનો તાવ શરીરમાં આવ્યો, કે કોઈએ છરાના ઘા માર્યા અને અંદરમાં પ્રતિકૂળ દ્વેષ આવ્યો, ઉહું હું હું, કહે છે કે એ દ્રષ એ દુઃખની પુદ્ગલની અવસ્થા છે. આહા! એનો તું જાણનારો છો. આહાહા! ઈ રાગ અને દ્વેષની દશા, અને સુખદુઃખની દશા, છે? રાગદ્વેષ ને સુખદુઃખાદિરૂપ પુદ્ગલપરિણામની અવસ્થા, પુગલ પરિણમ્યા છે તેની અવસ્થા, દશા તો જુઓ એક, આહાહાહા! ભગવાન પરિણમે તો તો વીતરાગપણે પરિણમે, ભગવાન એટલે આ આત્મા જિન સ્વરૂપી પ્રભુ, એ વીતરાગ મૂર્તિ છે તો પરિણમે તો દશા થાય તો તેની વીતરાગી દશા થાય, અને આ રાગ ને વૈષ ને સુખ દુઃખની દશા એ પુગલ પરિણમ્યો માટે થઈ છે એની દશા. સમજાણું કાંઈ? ઝીણી વાતું કહેવી ને વળી સમજાણું કાંઈ કહેવું પાછું ભેગું. કહો પ્રવિણભાઈ, આવું ઝીણું છે. આહાહાહા! એ રાગદ્વેષ ને સુખદુઃખ આદિ એટલે રતિ, અરતિ આદિ કલ્પના થાય એ બધી જડની અવસ્થા છે, એ પુદ્ગલ પોતે ધ્રુવ છે અને અહીં પરિણમ્યું છે ઈ, એ પરિણામ પુદ્ગલ પરિણામની પર્યાય અવસ્થા છે. ભગવાન આત્માની અવસ્થા નહિ એ. (શ્રોતાઃ- કર્મધારા અને જ્ઞાનધારા વચ્ચે કેટલો આંતરો રહે) બેય આંતરો તદ્ન ભિન્ન, રાગધારા પુગલના પરિણામ ને Page #485 -------------------------------------------------------------------------- ________________ ४७० સમયસાર સિદ્ધિ ભાગ-૪ જ્ઞાનધારા આત્માના પરિણામ. આહાહા ! કેમ કે આત્મા “ઘટ ઘટ અંતર જિન વસે, ને ઘટ ઘટ અંતર જૈન,” એ જિનસ્વરૂપી વીતરાગમૂર્તિ પ્રભુ એનું પરિણમન થાય એ જૈનપણું છે. આહાહાહાહા ! જિનસ્વરૂપી ભગવાન આત્મા, અનંતા અનંતા ગુણો પણ બધા જિનસ્વરૂપી વીતરાગસ્વરૂપી છે. એવો ભગવાન જિનસ્વરૂપી પ્રભુ, એનું પરિણમન એટલે પરિણમે ને પર્યાય થાય, તે તો વીતરાગી પર્યાય થાય. એ વીતરાગી પર્યાયનો કર્તા જ્ઞાની છે, પણ જે રાગ ને દ્વેષ ને સુખદુઃખના પુદ્ગલની પરિણામની અવસ્થા, તેનું અહીંયા જ્ઞાન થયું તે જ્ઞાનની અવસ્થા આત્માથી અભિન્ન છે. પણ આ રાગદ્વેષ ને સુખદુઃખની અવસ્થા પુદ્ગલથી અભિન્ન છે ને આત્માથી ભિન્ન છે. આહાહા ! સુખદુઃખાદિ પુગલ પરિણામની અવસ્થા, પુદ્ગલની અવસ્થા એમ ન કહ્યું પુદ્ગલ પરિણામની, પરિણમ્યું છે એ પુદ્ગલ એ રીતે, ભગવાન પરિણમ્યો છે એ રીતે, શું? કે જે રાગદ્વેષ ને સુખદુઃખની પુદ્ગલના પરિણામની અવસ્થા છે, તેને જાણવાપણે, વીતરાગ પરિણામપણે પરિણમ્યો છે આત્મા, તેને આત્મા કહીએ ને તેને જ્ઞાની ને ધર્મી કહીએ. આહાહાહાહા ! આવું પછી આ લાગે કે માણસને કે નિશ્ચય નિશ્ચય નિશ્ચય વ્યવહાર કહેતા નથી વચ્ચે એમ કહે છે. પણ વ્યવહાર કયારે બાપુ, સાંભળ તો ખરો. એ રાગથી ભિન્ન પડીને જિન સ્વરૂપનું જ્ઞાન ભેદજ્ઞાન થયું એ પછી એ રાગ આવે એને, એ રાગને વ્યવહાર કહેવામાં આવે, પણ એ રાગને તો અહીં પુદ્ગલની અવસ્થામાં નાખી દીધી, તેથી તેને વ્યવહાર કહ્યો છે આવું છે. એમ કે વ્યવહાર કહેતા નથી, પણ વ્યવહાર સાંભળ તો ખરો પ્રભુ, આ વ્યવહાર કીધું નહીં ? દયા, દાન, વ્રત, ભક્તિ આવે છે, હોય છે એ પુદ્ગલની અવસ્થાને વ્યવહાર કહેવામાં આવે છે. ભગવાન આત્મા જિનસ્વરૂપી તેનું જ્ઞાન થાય, એ રાગદ્વેષ સુખદુઃખનું અહીં જ્ઞાન થાય એ આત્માની અવસ્થા છે, એ નિશ્ચય છે. ત્રિલોકનાથ જિનેશ્વરદેવ આમ ફરમાવે છે. એને વીતરાગની વાણી પણ સાચી મળે નહિ સાંભળવા. કલ્પિત બનાવેલી વાતું સંભળાવે ને સાંભળે જિંદગી ચાલી જાય છે. આહાહા ! એ રાગદ્વેષ સુખદુઃખાદિરૂપ-સુખદુઃખાદિરૂપ, એ સ્વરૂપ જ જાણે પુદ્ગલની પરિણામની અવસ્થા છે. એમ આહાહા ! એ પુદ્ગલથી અભિનપણાને લીધે, એ કર્મ જડ છે, એ જડ એ રીતે પરિણમ્યું છે, રાગદ્વેષ સુખદુઃખની કલ્પના જે છે એ જડ એ રીતે થયું છે, એ કર્મનું જે સામર્થ્ય અનુભાગમાં છે, એ રીતે એ પરિણમ્યું છે. આહાહાહાહા ! સમજાણું કાંઈ? એ પુદગલ પરિણામની અવસ્થા રાગદ્વેષ સુખદુઃખાદિરૂપ હોં, સુખારિરૂપ એમ કે જાણે એનું સ્વરૂપ જ પર્યાયનું છે પુદ્ગલમાં એમ. આહાહાહા ! બે દ્રવ્ય લીધાં. એક ભગવાન ચૈતન્ય સ્વરૂપદ્રવ્ય અને એક કર્મદ્રવ્ય, એ કર્મદ્રવ્ય પરિણમે છે ત્યારે એમ કહે છે કે રાગદ્વેષ સુખદુઃખાદિની દશા થાય છે. ભગવાન જે આત્મા પરિણમે છે ત્યારે તેને વીતરાગી સમ્યગ્દર્શન જ્ઞાન ચારિત્રના પરિણામ થાય છે. આહાહાહા ! કહો મધુભાઈ ! એ હોંગકોંગમાં સાંભળવા મળે એવું નથી ત્યાં, હેરાન થઈ થઈને. વીતરાગ મૂર્તિ છે એ, એનો સ્વભાવ જ વીતરાગ સ્વરૂપ છે, એનો સ્વભાવ જ અકષાય Page #486 -------------------------------------------------------------------------- ________________ ગાથા૯૩ ४७१ સ્વરૂપ છે, એનો સ્વભાવ જ આનંદસ્વરૂપ છે, ત્યારે આ રાગદ્વેષના આદિ એ પુદ્ગલના પરિણામ એ દુ:ખસ્વરૂપ છે. એ પુદ્ગલદ્રવ્ય જાણે પરિણમીને જાણે આકુળતા ઉત્પન્ન થઈ હોય એમ કહે છે. અને ભગવાન પરિણમીને અનાકુળતા ઉત્પન્ન થાય. પ્રભુ આત્મા આનંદનો નાથ સચ્ચિદાનંદ પ્રભુ સર્વશે કહ્યો એ છે હોં. અન્યમતિઓ બધા કહે છે કે આત્મા–આત્મા એ આત્મા એણે જોયો નથી, જિનેશ્વર પરમેશ્વર સર્વજ્ઞ ત્રિલોકનાથ એણે જે આત્મા જોયો એ આત્માની વાત છે. અજ્ઞાનીઓ આત્મા–આત્મા કરે પણ એને આત્માની ખબર નથી. જૈન પરમેશ્વર સિવાય કોઈએ આત્મા પૂર્ણ કેમ છે એ જોયો નથી. ભલે વેદાંતી વાતું કરે આત્મા સર્વવ્યાપક છે ને, આમ છે ને તેમ છેને ઢીંકણું ને. પણ એ તો વળી એમેય કહે કે આત્મા અનુભવે, હેં? આત્મા અને અનુભવ છે એય ના પાડે છે. આત્માનો અનુભવ, આ પર્યાય થયો ને?આ રાગદ્વેષ સુખદુઃખને જાણવાની પર્યાય છે, એ પર્યાય છે, એ અવસ્થા છે, એ વીતરાગી અવસ્થા એ આત્માનું પરિણામ છે. વેદાંત તો માને નહિ, માને જ નહિ ને એ તો. લોકો વેદાંતમાં સુધારેલામાં બહું ચાલ્યું છે. વેદાંત-વેદાંત સર્વવ્યાપક સર્વવ્યાપક તદ્દન મિથ્યા છે. આહાહાહા ! આંહીં તો તેથી બે શબ્દ વાપર્યા કે રાગદ્વેષ સુખદુઃખાદિરૂપ પુદ્ગલ પરિણામની અવસ્થા, એના એ પરિણામની દશા, અને પુદ્ગલથી અભિનપણાને લીધે આત્માથી સદાય ભિન્ન છે, હવે, અને તેના નિમિત્તે થતો રાગદ્વેષ ને સુખદુઃખના પરિણામ પુગલની અવસ્થા ગણી અને તે પ્રકારનો તેના નિમિત્તે થતો અનુભવ એટલે જ્ઞાન, રાગદ્વેષ સુખદુઃખનું અહીં જ્ઞાન થાય એ તે પ્રકારનો અનુભવ આત્માથી અભિન્ન છે. એ જ્ઞાન થવું એ અનુભવ થવો એ આત્માથી એકમેક છે. આહાહાહા ! પુદ્ગલથી સદાય અત્યંત ભિન્ન છે, તે પ્રકારનો અનુભવ, જોયું એય માને નહિ વેદાંત, અનુભવ વળી કેવો કહે છે. રાગદ્વેષનું જ્ઞાન અનુભવ, જ્ઞાન એ પરિણામ. અનુભવીને એટલું રે આનંદમાં રહેવું રે” હા એ કયાં એને ખ્યાલ છે, એ નાની ઉંમરમાં આઠ દસ વર્ષની ઉંમર હતી ઉમરાળે, ત્યાં અમારે જોડે અમારા બાનો પિયરના બ્રાહ્મણ રહેતા, મોટો હતો ઉતારામાં. પછી એને મુળજીમામાં કહીએ એને જોડે ઘરમાં હતું અમારા મામીનું ઘર, ભાડે રહેતા મુળજીમામા એકલા રહેતા બૈરા બૈરા ત્યાં ભુંભલી રહેતા, ભુંભલી, ભાવનગર પાસે છે ને ભુંભલીમાં મારી બાનું મોસાળ હતું, એટલે એને મામા કહીએ. એ નહાતા'તા, નહાતા અમે નાની ઉંમરમાં દસ બાર વર્ષની ઉંમરમાં નહાતા નહાતા એમ બોલે “અનુભવીને એટલું રે આનંદમાં રહેવું રે, ભજવા પરિબ્રહ્મને બીજું કાંઈ ન કહેવું રે” ખબર નહીં કાંઈ એને. મને અંદરમાં એમ થતું કે આ શું કહેતા હશે મામા, એનેય કાંઈ ખબર ના મળે. આ અનુભવીને એટલું રે આનંદમાં રહેવું રે, એ રાગ ને પુણ્ય પાપના ભાવ થાય તેનું જ્ઞાન એ અનુભવ આત્માનું. એ અનુભવીને એટલું રે આનંદમાં રહેવું. ભજવા પરિબ્રહ્મ, પરિબ્રહ્મ નામ ભગવાન આત્મા બીજો કોઈ ઈશ્વર બિશ્વર નહિ. વીતરાગ પણ નહિ, વીતરાગ એ પરદ્રવ્ય છે. ભજવા પરિબ્રહ્મ, પરિબ્રહ્મ ભગવાન પૂર્ણાનંદ ને પૂર્ણ જ્ઞાનનો સાગર એનું ભજન કરવું એકાગ્રતાથી. બીજાં કાંઈ ન કહેવું રે, બીજાં એને કાંઈ લગાડવું વહાલા દવલા વળગાડ નહિ વળગાડવો, કે Page #487 -------------------------------------------------------------------------- ________________ ૪૭૨ સમયસાર સિદ્ધિ ભાગ-૪ રાગનો કર્તા છે ને પુણ્યનો કર્તા છે ને. આહાહા! આવી વાતું છે. કોઈ કહે કે આ તે કાંઈ વીતરાગના ઘરની જિનેશ્વરની હશે? ભાઈ અમે તો જિનમાં તો કાંઈ–આ સામયિક કરો, પોહા કરો, પડિકમણા કરો, ચોવીહાર કરો, કંદમૂળ ન ખાવ, દેવગુરુની ભક્તિ કરો, દેવગુરુને માનો, દેવગુરુને, ગુરુ આદિને આહાર આપો આવું સાંભળીએ બાપા. આહાહા! શ્વેતાંબરમાં એમ કહે કે સિદ્ધચક્રની પૂજા કરો, કર્મની દહન પૂજા કરો, ગિરનારની જાત્રા કરો, સમેતશિખરની જાત્રા કરો, શેત્રુંજયની કરો, અને શેત્રુંજયની જાત્રા કરીને અહીં આહાર પાણી આપો સાધુને તો મોટું મહાધર્મ થાય. જાત્રા કરો એવું આવે છે. શેત્રુંજયની માહાભ્યમાં, શેત્રુંજયનું માહાભ્યનું પુસ્તક છે ને? એમાં એ આવે છે બધું જોયું છે, જાત્રા કરીને ઉત્તરે ઈ નીચે સાધુને આહાર પાણી આપે તો બહુ લાભ થાય. પણ આ સાધુ કયાં હતો ઈ હુજી, અને તારી જાત્રાનો ભાવ એ તો રાગ હતો પુણ્ય હતો. રાગ મંદ કરીને કર્યું હોય તો, અભિમાન બીજાને બતાવવા કર્યું હોય તો તો વળી પાપ છે. આહાહા ! એવી રીતે આપણે અહીંયા મહાવીર કીર્તિ આવ્યા'તા આહીં આ નહોતું ને ત્યારે તો ઓરડી હતી આંહી. એમાં ઉતર્યા'તા. ઓલામાં પણ ન્યાં ઉતર્યા'તા. પછી એને હું આહાર કરીને ફરું છું ને એટલે ત્યાં ગયો તો, ત્યારે ઈ કહે કે અમારી પાસે સમેતશિખરજીનું એક પુસ્તક છે. મહાવીર કીર્તિ હતા અત્યારે ગુજરી ગયા, એ પુસ્તક છે, એમાં એમ લખ્યું છે કે સમેતશિખરજીની જાત્રા કરે તો ૪૯ ભવે મોક્ષ થાય. મેં કીધું આ શેત્રુજયવાળા કરે છે એમ આ તમારા સમેતશિખરજીની ૪૯ ભવે મોક્ષ થાય એ વાત ભગવાનની નથી કીધું. જાત્રા કરીને સંસાર ઘટે ને ૪૯ (ભવ) એ વીતરાગની વાણી નહિ. વીતરાગની વાણી તો આત્મા અનંત આનંદનો નાથ છે તેમાં એકાકાર થાય, અને લીન થાય ત્યારે તેનો સંસાર પરિત ઘટી જાય, મેં કીધું જાત્રાગાત્રા ગિરનારની ને તમારા સમેતશિખરની લાખ કરે, તો ભવ ઘટે એ વસ્તુ નથી કીધું. પહેલું તો આમ બોલી ગયા એ પછી મેં કીધું ત્યારે હા હા એમ કહેવા લાગ્યા. દિગંબર સાધુ હતા કે આંહી ખબર દેવી દેવલાને માને આ પદ્માવતિ દેવી નહિ? એને હારે રાખે, દેવીને માને, હવે આ જૈનને દેવી દેવલા કેવા? આહાહા ! આ ત્રણ લોકના નાથને માનવો એ પણ એક શુભભાવ છે, તો એવી દેવી દેવલા અંબાજી ને શું કહેવાય એ શેત્રુંજય ઓલી ચકેશ્વરી, ચક્રેશ્વરી છે ને? જોયું છે ને ? દેવી અંબાજી ને શિકોતર ને ઢીંકણી ને ફિંકણીને બધા બહારના મિથ્યા ભ્રમ છે, પોતાના કુળદેવને માનો લ્યો ને, અમારો બાપ ત્રીજી પેઢીએ આવા હતા ને એ પછી આમ થયું ને કુળદેવને માનીએ એ બધી ભ્રમણા અજ્ઞાનીઓની છે. (શ્રોતા - આવી સાચી વાત કોઈએ કહી જ ન હતી) હું? હેં? કહી નહોતી વાત ખરી છે. (શ્રોતા:- શાસ્ત્રમાં કહ્યું છે કુદેવને માનવા એ પત્થરની નાવ ) મિથ્યાત્વ છે અજ્ઞાન છે. ચાર ભૂલવાળા છે. ત્રણલોકના નાથ પરમેશ્વર ત્રિલોકનાથ ને માનવા એ પણ એક શુભરાગ છે, તો પછી અન્યને તો માનવાની વાત જ કયાં છે? એમાં અંબાજી ને, શિકોતેર ને કુળદેવી ને કુળદેવા ને ખેતરપાળ ને આવે છે ને? ઓલું હનુમાન ને. આહાહા ! સરસ્વતી દેવી ને બળદ ઉપર બેઠીને. ચાર હાથ ને હાથમાં સરસ્વતી, એ સરસ્વતી કયાં ત્યાં હતી? સરસ્વતી તો આંહી (અંદર) છે. Page #488 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૯૩ ४७३ આ આત્માનું જ્ઞાન ને આનંદ થાય એ પરિણતિ એ સરસ્વતી છે, અરે પણ શું થાય ભાઈ, વ્યવહારમાં હોય તો વીતરાગની વાણી તે સરસ્વતી છે, પણ એને માનવું એ પણ એક શુભ ભાવ છે, ધર્મ નહિ. આકરી વાતું ભાઈ ! આહાહાહા ! એ શુભ રાગને જાણનારું જ્ઞાન તે આત્માનું છે, એ રાગ આત્માનો નહિ. આહાહાહા ! આ ભક્તિવાળાને આકરું પડે, ભગવાનની ને ગુરુની ભક્તિ કરીએ તો કલ્યાણ થઈ જાય. આ ભગવાન કહે છે કે મારી ભક્તિ કર તો રાગ છે, હું પરદ્રવ્ય છું, તારું સ્વદ્રવ્ય છોડીને અમારા ઉપર આવીશ તો રાગ છે, અને આ રાગથી કલ્યાણ માનીશ તો મિથ્યાત્વ છે. ભારે આકરું કામ બાપા. જનમ મરણથી રહિત થવાનો પ્રભુનો મારગ અલૌકિક છે. આહા... શું કીધું? એ પુદ્ગલની પરિણામની અવસ્થા પુદ્ગલથી અભિનપણાને લીધે આત્માથી સદાય ભિન્ન છે, અને તે રાગદ્વેષ સુખદુઃખના પરિણામ પુદ્ગલના ગણીને એનું જે આહીં જ્ઞાન થાય, છે? એ જ્ઞાન આત્માથી અભિન્ન છે અને પુદ્ગલથી રાગથી અત્યંત ભિન્ન છે. એ રાગ જે થયો છે એ પુગલની દશા, તેના નિમિત્તથી અહીં જે જ્ઞાન થયું છે, એ જ્ઞાનથી પુગલની દશા તન્ન ભિન્ન છે, અને રાગની દશાથી આત્માનું જ્ઞાન થયું જે રાગનું એ જ્ઞાનથી, પર્યાય રાગની તન્ન ભિન્ન છે, અને રાગથી આ જ્ઞાનની પર્યાય તન્ન ભિન્ન છે. આ તો હજારો વર્ષથી ટીકા થઈ ગયેલી છે. મુનિ સંત દિગંબર સંતોએ કરેલી છે. બે હજાર વર્ષ પહેલાં કુંદકુંદાચાર્ય એમની ગાથા છે. એ ભગવાન પાસે ગયા હતા સંવત ૪૯. આહાહા ! અરેરે સત્ય છે એ સાંભળવા મળે નહિ. સાંભળવામાં પણ શુભરાગ છે, અને આત્મા તો રાગથી ભિન્ન છે. સમજાણું કાંઈ ? એ રાગનું અહીં જ્ઞાન થાય તે જ્ઞાનથી રાગ ભિન્ન છે, અને તે જ્ઞાનથી આત્મા અભિન્ન છે. આહાહાહા ! આવી વાતું છે. છે કે નહિ એમાં ? (શ્રોતાઃ- એકલું રાગનું જ્ઞાન કે ભેગું આત્માનું પણ જ્ઞાન?) એ આત્માનું જ જ્ઞાન છે ને ? રાગનું જ્ઞાન એ કોનું જ્ઞાન? એ તો રાગનું જ્ઞાન કહીને, જ્ઞાન તો પોતાનું છે, (શ્રોતા- સ્વપરપ્રકાશક છે) પણ આહીં રાગ રૂપરપ્રકાશક અપેક્ષાથી છે. એ રાગ થયો તે વખતે પણ પોતે આત્માનું જ્ઞાન છે અને એ જ્ઞાનમાં રાગનું જ્ઞાન તો નિમિત્તથી કહ્યું છે. બાકી જ્ઞાન તો પોતાનું છે એ, રાગ સંબંધીનું જ્ઞાન એ પોતાનું છે. એ રાગ છે એ તો પરશેય છે. અને એ રાગનું અહીં જ્ઞાન થયું છે એ શેય છે. આરે હવે આવી વાતું. હવે આમાં મોં માથું કયાંય હાથ આવે નહિ. મારગ એવો છે બાપુ. વીતરાગ ત્રણલોકના નાથ જિનેશ્વરદેવ એની પાસે ઇન્દ્રો, એકાવતારી આવતા એ ગલુડીયાની જેમ બેસે સાંભળવા. એ બાપુ વાણી કેવી હોય ભાઈ. અરરર એના ભાવ કેવા હોય ? આહાહા ! અલૌકિક છે. એ રાગદ્વેષ ને સુખદુઃખના પરિણામનું આંહીં જ્ઞાન થાય આત્મામાં એ આત્માનું જ્ઞાન છે, એનું જ્ઞાન કહેવું એ તો નિમિત્તથી સમજાવે છે, એ આત્માથી અભિનપણાને લીધે પુદ્ગલથી સદાય અત્યંત ભિન્ન છે. એ રાગદ્વેષના પરિણામથી રાગદ્વેષનું જે જ્ઞાન એ જ્ઞાનથી રાગદ્વેષના ભાવ તદ્ન ભિન્ન છે. અને રાગદ્વેષથી એ રાગદ્વેષનું જ્ઞાન થયું એ રાગદ્વેષથી તદ્ન ભિન્ન છે. આરે આરે આવું ધ્યાન રાખે તો માંડ Page #489 -------------------------------------------------------------------------- ________________ ४७४ સમયસાર સિદ્ધિ ભાગ-૪ આ પકડાય એવું છે ને. પંકજભાઈ ? એમાં અત્યારે એને રસ છે ને થોડોક, આવું પકડવું પડે બાપુ. સંસાર હોય છે ભલે, પણ આ ભેગું. એનું જ્ઞાન સાચું કરવું પડશે પ્રભુ, આ જનમ મરણ ચાલ્યા જાય છે. આહાહાહા ! ત્રણલોકના નાથ તીર્થંકરદેવની આ વાણી છે, સંતો આડતિયા થઈને જગત પાસે જાહેર કરે છે. આહાહા! અરેરે, સાંભળવા મળે નહિ કયાંય અને સત્ હોય એને વળી એકાંતની એ, એ એય એકાંત નિશ્ચય-નિશ્ચયની વાતો કરે છે. પણ નિશ્ચય. હે! (શ્રોતા:- આહીં સાંભળવાય આવતા નથી ને ત્યાં વાતો કરે છે.) વાતું કરે શું થાય? આવ્યા તે દિ' વાત કરતા'તા અત્યાર સુધી તમે સમયસારના ઓલામાં, હવે હું વ્યવહારની વાતો કરું છું. ઓલો એમ બોલ્યો'તો વિધાનંદજી અને આય એમ આ બોલ્યા'તા શું થાય પ્રભુ! એ રાગ થાય છે અને આત્માનું જ્ઞાન રાગથી ભિન્ન પડીને થયું તે નિશ્ચય જ્ઞાન છે, અને રાગને જાણવું એ વ્યવહાર છે. આંહી રાગને પુદ્ગલના પરિણામ કહ્યા એ તો જ્ઞાનનો વિષય પર છે એમ ગણીને, પણ છે તો આત્માના પરિણામ, પણ એ વિકારી પરિણામ છે તેની અવિકારી સ્વભાવનું પરિણામ નહિ, એમ ગણીને વિકારના પરિણામ પુગલના ગણીને તેનું આંહીં જ્ઞાન થાય તે આત્માનું છે અને રાગનું જ્ઞાન થાય એ પણ વ્યવહાર છે, જ્ઞાન તો પોતાનું સ્વપરપ્રકાશકને લઈને થયેલું છે. આહાહાહા! આવો બધો ફેર કયાં કરવો? ( શ્રોતાઃઆપ એકલા જ્ઞાનની વાત કરો છો શુષ્ક લાગે, ભેગી ક્રિયાની વાત કરો) કાંઈ પણ ક્રિયા, આ રાગની ક્રિયા નથી? આ ભેગી એ જ્ઞાનની એકાગ્રતા એ ક્રિયા નથી? દ્રવ્ય છે વસ્તુ છે, અક્રિય છે, અને તેનું જ્ઞાન, શ્રદ્ધા, ચારિત્ર થવું તે સક્રિય પર્યાય છે. નિશ્ચયથી તો એ શુદ્ધ પરિણામ થયા એય વ્યવહાર છે, સદભૂત વ્યવહાર છે. આકરી વાતું બહુ બાપુ! બહું ખોલવા જોઈએ તો-આહાહા ! રાગ છે એ તો અસભૂત વ્યવહાર છે, અને તેને અસભૂત કહીને સન્માંથી નથી આવ્યા, એ પુગલના પરિણામ ગણીને તેનું અહીં જ્ઞાન થયું, એ તો જ્ઞાન છે તો પોતાનું, પોતાનું જ્ઞાન ને પરનું જ્ઞાન છે સ્વપરપ્રકાશક પોતાનું, પણ આહીં નિમિત્તને સિદ્ધ કરવું છે. કે ત્યાં એક ચીજ છે એનું આહીં જ્ઞાન થયું, એ જ્ઞાન છે એ આત્માનું, પણ રાગ એ આત્માનો નહિ. આહાહા! “પરસ્પર વિશેષ જાણતો હોય ત્યારે” છે ને? જ્યારે જ્ઞાનને લીધે, આત્માનું જ્ઞાન થયું રાગથી ભિન્ન પડીને એને લીધે આત્મા તે રાગદ્વેષઆદિનો અને તેના અનુભવનો પરસ્પર વિશેષ જાણતો હોય ત્યારે, તેઓ એક નથી પણ ભિન્ન છે. આહાહા ! એ રાગદ્વેષ ને સુખદુઃખના પરિણામ અને તેને જાણવાના પરિણામ બેય એક નથી પણ ભિન્ન છે. આહાહા ! એક નથી પણ ભિન્ન.“એવા વિવેકને લીધે” એવી ભિન્નતાને લીધે શીત-ઉષ્ણની માફક જેમ શીતને ઉષ્ણપણે પરિણમવું અશકય છે. આત્મા-આત્મા છે તે શીત ઉષ્ણનું જ્ઞાન કરે, તે જ્ઞાનરૂપે પરિણમે, પણ આત્માને શીત ઉષ્ણપણે થવું અશકય છે, એમ આત્મા રાગદ્વેષ સુખદુઃખનું જ્ઞાન કરે, પણ આત્માને રાગદ્વેષ સુખદુ:ખરૂપે પરિણમવું અશકય, એનો વિસ્તાર વિશેષ છે. (શ્રોતા- પ્રમાણ વચન ગુરુદેવ) Page #490 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૯૩ ૪૭૫ પ્રવચન નં. ૧૮૬ ગાથા-૯૩ શ્રી સમયસાર–૯૩ ગાથા છે. પાછળનું થોડું બાકી છે ને ? આંઢિથી લેવું ાઓ ! શીતઉષ્ણની માફક વચમાં છે. જેમ પુદ્ગલની અવસ્થા ઠંડી અને ગ૨મ છે તે પણે આત્માપણે તે રૂપે પરિણમવું તે અશક્ય છે. ઠંડા ને ગ૨મની અવસ્થા એ જડની છે, એ આત્મા એ ઠંડા ને ગરમપણે પરિણમે એ અશક્ય છે. કા૨ણકે ઇ જડ છે અને આ ચૈતન્ય છે. એ ચૈતન્ય જડની પર્યાયપણે થાય એ અશક્ય છે, એ તો દૃષ્ટાંત છે. આહાહા ! હવે અર્થાત જેમ શીતને ઉષ્ણરૂપે આત્મા વડે પરિણમવું અશકય છે, છેને કૌંસમાં, કૌંસમાં છે. ઝીણી વાત છે આજ. “જેમના રૂપે આત્મા વડે પરિણમવું અશક્ય છે એવા રાગદ્વેષસુખદુઃખાદિ અજ્ઞાનાત્મા વડે જરાય નહિ પરિણમતો” આહાહાહા ! જેમ ઠંડી અને ગ૨મ અવસ્થા પુદ્ગલની છે, એ આત્મા તે રૂપે થવું તે અશક્ય નામ બની શકે નહિ ત્રણકાળમાં, એમ આ જ્ઞાનસ્વરૂપ ભગવાન આત્મા, અંતર જેને રાગથી ભિન્ન પડીને ભાન થયું છે, એવા ધર્મી જીવને રાગ ને દ્વેષ ને સુખદુઃખની કલ્પના જે પુદ્ગલની છે, એ રૂપે જ્ઞાનમાં થવું તે અશક્ય છે. આહાહા ! ઝીણી વાત બહુ. કયાં ટાઢી ઉની અવસ્થા એ પુદ્ગલની છે, ભગવાન આત્મા અરૂપી એ રૂપીપણે કેમ પરિણમે ? એમ, આત્મા રાગ ને દયા, દાન ને સુખદુઃખની કલ્પના એનાથી ભિન્ન પડીને જેને આત્મજ્ઞાન થયું, ધર્મ થયો જેને ધર્મ, આહાહા ! ધર્મ એટલે આત્મજ્ઞાન, ધર્મ એટલે આત્મા શુદ્ધ ચૈતન્ય છે એનો અનુભવમાં પ્રતીતિ, એવો જેને ધર્મ થયો, તે ધર્મીને રાગદ્વેષસુખદુઃખાદિરૂપે, એ અજ્ઞાન આત્મા અજ્ઞાન સ્વરૂપ છે. આહાહાહા ! ઝીણી વાત છે. તા.૦૪/૦૨/૭૯ રવિવાર મહા સુદ-૮ રાગ–દયા, દાન, વ્રત, ભક્તિનાં પરિણામ અને સુખદુઃખની કલ્પના એ અજ્ઞાન સ્વરૂપ છે. એ જડસ્વરૂપ છે, તે રૂપે જ્ઞાન સ્વરૂપ ધર્મી જીવ, જેને સમ્યગ્દર્શનજ્ઞાન ને ધર્મદશા પ્રગટી છે, એ ધર્મી એ રાગદ્વેષ ને સુખદુ:ખ અજ્ઞાનપણે પરિણમવું તેને અશક્ય છે. આહાહા ! આવી વાત છે. ટાઢી ઉની અવસ્થા એ જડ, એ પણે પ્રભુ આત્મા ન થઈ શકે, એમ જેને રાગ ને દયા, દાન ને સુખદુઃખની દશાથી ભિન્ન પ્રભુ છે. આહા... આહાહા ! એ તો કેવળજ્ઞાન ને કેવળદર્શનની મૂર્તિ ૫૨થી ભિન્ન છે, બપોરે આવ્યું'તું. કેવળ એટલે એકલું જ્ઞાન ને દર્શન ને આનંદ એવો જે આત્મા એ દયા, દાન, વ્રત, ભક્તિ અને સુખદુઃખની કલ્પના, એનાથી તે ભિન્ન છે. એ ભિન્નનું જ્યાં ભાન છે, તેને અબે રાગદ્વેષ ને સુખદુઃખની અજ્ઞાનઅવસ્થા જેમાં જ્ઞાન નથી, પુણ્યપાપનો ભાવ અને સુખદુઃખની કલ્પના એમાં આ જ્ઞાનસ્વરૂપી ભગવાન એનું જ્ઞાન એમાં નથી. હિરાલાલજી. આહાહાહા! જેમ ઠંડી અને ગ૨મ અવસ્થામાં આત્માનું જ્ઞાન નથી જ્ઞાનનો એમાં અભાવ તેથી તે રીતે થવું આત્મામાં અશક્ય છે, એમ જેને રાગદ્વેષ પુણ્ય-પાપના ભાવ, એનાથી ભગવાન ભિન્ન છે, એવું જેને સમ્યગ્દર્શન જ્ઞાન ને ધર્મ થયો, આહાહાહા ! આકરી વાતું છે. એ ધર્મી જીવ જ્ઞાનસ્વરૂપ ને આનંદસ્વરૂપે હોવાથી, તેની પર્યાયમાં પરિણમન તો જ્ઞાન ને આનંદનું છે એને Page #491 -------------------------------------------------------------------------- ________________ ४७६ સમયસાર સિદ્ધિ ભાગ-૪ રાગદ્વેષ ને સુખદુઃખ જેમાં જ્ઞાનનો અભાવ છે, એવા અજ્ઞાનપણે જ્ઞાન કેમ પરિણમે ? આહાહાહા ! ઝીણી વાત બહુ સમજાણું કાંઇ? જુઓ આવો ધર્મ, આવો ધર્મ કોઇ છે? જે દયા, દાન, વ્રત, ભક્તિનાં પરિણામ થાય, કે ઇષ્ટઅનિષ્ટ લાગી ને કંઇક સુખદુ:ખની કલ્પના થાય, એવી દશામાં આત્મા જ્ઞાનસ્વરૂપ છે, તેના અંશનો એમાં અભાવ છે. આહાહા ! તેથી તે અજ્ઞાનસ્વરૂપ છે. અજ્ઞાન એટલે? મિથ્યાત્વ સ્વરૂપ એમ નહિ. છે? અજ્ઞાનાત્મા એટલે પુણ્ય ને પાપનો ભાવ અને સુખદુઃખની કલ્પના, એ અજ્ઞાનસ્વરૂપ એટલે કે જ્ઞાનસ્વરૂપ એમાં નથી. આહાહા ! અજ્ઞાનાત્મા એટલે મિથ્યાત્વ આત્મા એમ નહિ, આંહીં અજ્ઞાન એટલે કે જેમાં જ્ઞાન નથી. ભગવાન આત્મા જ્ઞાનસ્વરૂપી પ્રભુ એવું જેને અંતરમાં ભાન થયું, તે ધર્મી જીવ, તે જ્ઞાની જીવ કહો કે ધ કહો, એ જ્ઞાની જીવ રાગ ને દયા, દાનના વિકલ્પ જે અજ્ઞાન સ્વરૂપ છે, એ રૂપે જ્ઞાનને થવું અશક્ય છે. આરે આવી વાતું હવે. આંહીં તો દયા, દાન ને વ્રતના પરિણામ કરે એટલે ધર્મ થઈ ગયો લ્યો અજ્ઞાનીને. (શ્રોતાઃ- સહેલું છે ને) સહેલું શું? અનાદિનું અજ્ઞાન છે. આહાહા! આહીં તો ચૈતન્ય સ્વરૂપ જે આત્મા, બપોરે તો આવ્યું'તું ને કે, ભગવાનને જેમ કેવળજ્ઞાન ને કેવળદર્શન દશામાં છે, એ જેમ પરથી ભિન્ન છે, એમ આ ભગવાન અંદર કેવળ એકલું જ્ઞાન ને એકલું દર્શન ને એટલે એકલો આનંદ એવો જે ભગવાન આત્મા એ શુભ-અશુભ દયા, દાન, વ્રતના પરિણામ ને કામક્રોધના પરિણામ અને સુખદુઃખના ભાવથી તે ભિન્ન છે. કહો સમજાણું કાંઈ ? આહાહા! એ અજ્ઞાનાત્મા વડે જરાય નહિ પરિણમતો, આહાહા.... કહો બલુભાઈ, આ શું તમે આ દવાનું છોડ્યું ને એમાં રાગ હતો, એ રાગરૂપે પરિણમે છે એ અજ્ઞાન છે. એમ કહે છે. હું? આપે શું? દાખલો આપું ને, ઘરનો દાખલો. આહાહા! શશીભાઈ ! આહા! ભગવાન આત્મા એ તો જ્ઞાન સ્વભાવ, આનંદસ્વભાવ, દર્શન સ્વભાવ, પ્રભુત્વ સ્વભાવ, ઈશ્વર સ્વભાવ, સ્વચ્છત્વ સ્વભાવ એવો જે ભગવાન આત્મા, જેને ધર્મ પ્રગટયો છે, એટલે કે દયા, દાન, વ્રત, કામ, ક્રોધનાં પરિણામથી ભિન્ન આત્માને જાણ્યો છે, અને જેને આત્મજ્ઞાન થયું છે, આત્મજ્ઞાન એટલે સમ્યગ્દર્શન, જ્ઞાનની અપેક્ષાએ આત્મજ્ઞાન ને શ્રદ્ધાની અપેક્ષાએ સમ્યગ્દર્શન, એવો જે સમ્યગ્દર્શન ને સમ્યજ્ઞાની જીવ, જેમ ઠંડી ગરમ અવસ્થાપણે થવું તે ચૈતન્યને અશક્ય છે, થઈ શકે નહિ કોઈ દિ. એમ ભગવાન આત્મા જ્ઞાન ને આનંદમૂર્તિ પ્રભુ એવું જેને અંતરમાં સમ્યગ્દર્શન ને ધર્મની દશા પ્રગટી છે, એ ધર્મી જે રાગ ને સુખદુઃખની કલ્પના વત તપનો વિકલ્પ, એ તો અજ્ઞાન છે એમાં જ્ઞાનનો અભાવ છે, એટલે કે આત્માનો એમાં અભાવ છે, એથી તે અજ્ઞાનાત્મા કીધો આંહીં. આહાહાહા ! ભારે આવે આ રવિવાર આવે છે તમારે ત્યારે ભારે આવે છે વાત, ભાવનગર, આવી વાત છે પ્રભુ! આહાહાહા! ત્યાં તો રવિવારના ભારે આવે છે. આ રવિવાર આવે છે તમારે ત્યારે આવે છે ભાવનગરથી લોકો આવે ત્યારે સારું આવે છે. શશીભાઈ ? આહાહા! પ્રભુ ચૈતન્ય જ્યોત છે અંદર એ જ્ઞાનનો દિવડો પ્રભુ છે, જ્ઞાનનો સૂર્ય, જ્ઞાનનો ચંદ્ર છે, એવું જેને અંતરમાં એ શુભ-અશુભભાવ ને સુખદુ:ખની કલ્પનાથી ભિન્ન પડી અને જ્ઞાન ને Page #492 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૯૩ ४७७ આનંદનું જ્યાં ભાન થયું છે, એટલે કે આત્મજ્ઞાન અને આત્મદર્શન થયું છે, તે જીવ, એ રાગ અને દ્વેષ ને સુખદુઃખની કલ્પના, જે અજ્ઞાનાત્મા છે. એમાં જ્ઞાનસ્વરૂપ નથી અજ્ઞાનસ્વરૂપ છે. આત્મા એટલે અજ્ઞાનસ્વરૂપ એમ, છે? બહુ ટૂંકી ભાષા, માલ ભર્યો છે એકલો. આહાહા! અજ્ઞાનસ્વરૂપ વડે, ચૈતન્યજ્ઞાન ને આનંદસ્વરૂપ પ્રભુ, એવું જેને અંતરમાં ભાન થયું, ધર્મી જીવને એનું ભાન હોય છે ત્યારે એને ધર્મી કહેવાય છે. એવા ધર્મીને એટલે કે જ્ઞાનસ્વરૂપ એવો ભગવાન આત્મા, આનંદસ્વરૂપ એવો ભગવાન આત્મા એનું જ્યાં અંતર રાગથી ભિન્ન પડીને ભાન થયું એ ભાનવાળો જીવ એ દયા, દાન ને કામક્રોધનાં પરિણામ ને સુખદુઃખની અવસ્થા એ અજ્ઞાન સ્વરૂપ છે, એ જ્ઞાન સ્વરૂપ નથી. આહાહા ! સમજાણું કાંઈ? શું કીધું ઈ ? એ દયા, દાન, વ્રત, ભક્તિના પરિણામ એ અજ્ઞાનસ્વરૂપ છે, કેમ કે ભગવાન આત્મા જ્ઞાનસ્વરૂપ છે, એ જ્ઞાનનો એકેય અંશ એ દયા, દાન, વ્રત, ભક્તિનાં પરિણામમાં એ અંશ આવ્યો નથી. આહાહાહા ! કહો ચીમનભાઈ આવું તત્વ છે. આહાહા ! હવે સાંભળવા મળે નહિ, પ્રભુ તું કોણ છો? શ્રીમમાં આવ્યું નહિ, ત્યાં તો સોળ વરસે શ્રીમદ્ સોળ વરસે, “હું કોણ છું ક્યાંથી થયો શું સ્વરૂપ છે મારું ખરું, કોના સંબંધે વળગણા છે રાખું કે પરહરું, એના વિચાર વિવેક પૂર્વક” રાગથી ભિન્ન પડીને આત્માનું વિવેક નામ ભેદજ્ઞાન થયું “એના વિચાર વિવેક પૂર્વક શાંત ભાવે જો કર્યા, તો સર્વ આત્મિક જ્ઞાનના સિદ્ધાંત તત્ત્વ અનુભવ્યા.” આહાહાહા! જેને અહીં દુનિયા અત્યારે દયાનો ભાવ, વ્રતનો ભાવ, તપસ્યા, અપવાસ કરું એવો જે વિકલ્પનો ભાવ એને દુનિયા ધરમ માને છે, એને અહીંયા પરમાત્મા ત્રિલોકનાથ, વીતરાગ જિનેશ્વરદેવ, વીતરાગભાવે ધર્મ થાય અને રાગભાવે ન થાય એમ બતાવે છે. આહા. વીતરાગ ભાવે એટલે? આત્મા જ્ઞાન ને આનંદસ્વરૂપ છે, એવી જે દૃષ્ટિ અને પ્રતીતિ ને રમણતા થઈ એ વીતરાગ ભાવ છે, અને વસ્તુ પોતે જિનસ્વરૂપ છે. વસ્તુ ભગવાન આત્મા જિન વીતરાગ સ્વરૂપ છે એ વીતરાગ સ્વરૂપ, વીતરાગ પર્યાયપણે પરિણમે, એ તો એનો ધર્મ છે. આહાહાહાહા ! પણ એ વીતરાગ સ્વરૂપ જેને જ્ઞાનમાં ભાન આવ્યું છે. એ દયા, દાન, વ્રત, ભક્તિનાં પરિણામ જે તપનાં અપવાસના એવો જે રાગ અને સુખદુઃખની કલ્પના એ અજ્ઞાનસ્વરૂપે જ્ઞાનસ્વરૂપ(નું) પરિણમવું અશક્ય છે. આત્મા જ્ઞાનસ્વરૂપ છે, તે અજ્ઞાનસ્વરૂપે થવું તે અશક્ય છે. આહાહા ! સાંભળવું આકરું પડે, વાડા બાંધીને બેઠા, વ્રત કરો ને અપવાસ કરો ને સામયિક કરો ને પોહા કરો એ ધર્મ, ધૂળેય નથી. એ તો રાગની ક્રિયા છે, બાપા તને ખબર નથી ભાઈ ! અને એ રાગ તે અજ્ઞાનસ્વરૂપ છે. એટલે? એમાં જ્ઞાન ચૈતન્ય જ્યોતિ પ્રભુ એનો કિરણ એ રાગમાં આવ્યો નથી, રાગ તો અંધારું છે. આહાહાહાહા ! કહો હિરાલાલજી!ઈ ગયું પણ આ સાંભળવાનું રહી ગયું, એટલે બાપુ ભાગ્યશાળી કહોને, બાકી એ તો થવાનું હોય એ થાય બાપુ, એમાં કાંઈ છે નહીં. ભાગ્યશાળી હિંમત બહુ રાખી છે એણે બહુ. ઓહોહો ! કાંઇ જાણે થયું જ નથી. આહાહાહા ! આહીં તો કહે છે પ્રભુ (શ્રોતા- આપના બોધનો પ્રતાપ છે) નરમ માણસ બહુ નરમ માણસ છે. ભગવાન, તને તો ભગવાન તરીકે તો પ્રભુ બોલાવે છે પ્રભુ. ૭૨ ગાથા સમયસારની ભગવાન આત્મા! પુણ્ય ને પાપનાં દયા, દાન, વ્રત, ભક્તિના પરિણામ એ Page #493 -------------------------------------------------------------------------- ________________ ४७८ સમયસાર સિદ્ધિ ભાગ-૪ અશુચિ છે એમ ૭૨ ગાથામાં છે. અશુચિ છે પ્રભુ તને ખબર નથી એ મેલ છે, એ દયા, દાન, વ્રત, ભક્તિનાં પરિણામ અશુચિ મેલ ને દુઃખ છે અને વચમાં એને જડ કીધો છે, એ આહીં લીધું છે. ત્રણ બોલ લીધા છે ૭૨ ગાથામાં, આવી ગયું આપણે. અરેરે દુનિયાને મળે નહિ સાચું સાંભળવાનું બિચારા કયાં જાય. માણસપણું મળ્યું આખો દિ' પાપમાં ધંધામાં રોકાય, નવરો થાય તો વળી બાઈડી છોકરાવને રાજી કરવામાં જાય. અ૨૨૨ ! એમાં સાંભળવા જાય કલાક, ત્યાં એને એમ કહે તને વ્રત કર ને અપવાસ ક૨ને તને ધર્મ થશે. કુગુરુ એનો કલાક લુંટી લ્યે. આવી વાત છે બાપુ. આહા ! જિનેશ્વરદેવ તીર્થંકર વીતરાગ મૂર્તિ પ્રભુ. એ વીતરાગનો ધર્મ વીતરાગભાવે થાય, વીતરાગનો ધર્મ રાગ ભાવે ન થાય. એ વીતરાગી સ્વરૂપ જિન, એનો આશ્રય લઈને એટલે કે સમ્યગ્દર્શનની પર્યાય સ્વતંત્ર કર્તાપણે થઇ અને તેનું લક્ષ કરે છે દ્રવ્ય ઉ૫૨, ત્યારે તેને વીતરાગી સમ્યગ્દર્શન પ્રગટ થાય છે, ચોથે ગુણસ્થાને. આહા ! ઇ વીતરાગ સ્વરૂપની પ્રતીતિનું જ્ઞાન થતાં વીતરાગ પર્યાયરૂપે દર્શન થાય છે. સમ્યગ્દર્શન, એ વીતરાગપણે પરિણમનારો ધર્મી, એ દયા, દાન, વ્રત ને તપનાં વિકલ્પના રાગપણે અજ્ઞાનપણે કેમ પરિણમે ? આહાહા ! એ મૂળચંદભાઈ આવું છે જરી બાપુ ! આહા...... દુનિયામાં આકરું પડે લોકોને. અત્યારના સાધુઓ ને સાંભળનારા બધાયે આ કરો આ કરો, વ્રત કરો અપવાસ કરો, ભક્તિ કરો, પૂજા કરો, એ તો રાગની ક્રિયા છે. ( શ્રોતાઃ- એને સાચુ બીજું ખબર હોય તો બતાવે ને ? ) એ તો હવે બધો ફેરફાર થઇ ગયો છે બહુ ઘણો. આહાહાહા ! વીતરાગ મૂર્તિ પ્રભુ આત્મા,જિનસ્વરૂપી એનું સ્વરૂપ જ જિનસ્વરૂપ છે, અકષાય સ્વરૂપ વીતરાગસ્વરૂપ પ્રભુ છે, એનો જેણે આશ્રય લઈને, અવલંબન લઈને, જેને આત્મજ્ઞાન એટલે કે નિર્વિકલ્પ વીતરાગી જ્ઞાન પ્રગટયું, સમ્યગ્દર્શન એટલે કે વીતરાગી પર્યાય પ્રગટી અને સ્વરૂપમાં રમણતા એવું વીતરાગી ચારિત્ર પ્રગટયું એ ત્રણેય આંહીં ભેગું લીધું. ભલે ચોથે વીતરાગી વિશેષ ચારિત્ર ન હોય, પણ સ્વરૂપ આચરણ વીતરાગી હોય છે. સમજાણું કાંઈ આમાં ? આહાહા ! શ્રાવક થવા પહેલાંની વાત છે. શ્રાવક જે પાંચમાં ગુણસ્થાનની છે દશા, એ આ શ્રાવક છે એ બધા શ્રાવક નથી કોઇ. આહાહાહા ! શ્રાવક તો એને કહીએ કે ‘શ્ર’ વર્ણ ‘ક’ શ્રાવક છે ને ? જેણે વીતરાગી સ્વરૂપ શ્રવણ કર્યું, છે ? અને જેણે વીતરાગી સ્વરૂપ ‘વ’ નામ વિવેકે ૫૨થી ભિન્ન પાડીને પ્રગટ કર્યું છે. શ્રાવક છે ને ? અને જેણે વીતરાગી પર્યાય કરી છે, એને શ્રાવક અથવા સમકિતી કહીએ પહેલો. આહા ! આવો મારગ હવે. k એ આંહીં કહે છે. જેમના રૂપે આત્મા વડે થવું પરિણમવું એટલે થવું “આત્મા વડે જેમનારૂપે થવું અશક્ય છે” એવા રાગદ્વેષ સુખદુઃખાદિરૂપે અજ્ઞાનસ્વરૂપ એ રાગ ને સુખદુઃખના ભાવમાં, દયા, દાનના ભાવમાં તો અજ્ઞાન છે. આહાહાહા ! આંહીં તો “દયા તે સુખની વેલડી ને દયા તે સુખની ખાણ ” આવે છે ને ? એ દયા નહિં ભાઈ. એ પરની દયાનો ભાવ તો રાગ છે. એ રાગ છે તે અજ્ઞાન સ્વરૂપ છે, એમાં જ્ઞાનસ્વરૂપ, ચૈતન્યસ્વરૂપ, આત્મસ્વરૂપ એ રાગમાં નથી. આહાહા ! 7) Page #494 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૯૩. ૪૭૯ “એ સુખદુઃખાદિપણે અજ્ઞાનસ્વરૂપ વડે જરાય નહિ પરિણમતો” ભાષા તો જુઓ, જુઓ આ સંતોની વાણી, વીતરાગ પરમાત્મા જિનેશ્વરદેવ, ત્રિલોકનાથ સીમંધર ભગવાન બિરાજે છે, એની આ વાણી આવી છે. મહાવિદેહમાં પ્રભુ બિરાજે છે, જિનેશ્વરદેવ નમો અરિહંતાણે છે, મહાવીર પરમાત્મા આદિ તો નમો સિદ્ધાણંમાં થઇ ગયા એ તો સિદ્ધ. અહીં હતા ત્યાં સુધી અરિહંત હતા, સિદ્ધ થઇ ગયા. આ અરિહંતપણે બિરાજે છે, અરિહંતને વાણી હોય છે જડની, સિદ્ધને વાણી અને શરીર હોતા નથી. આહાહા ! એ વાણી દ્વારા આ આવ્યું એ સંત કુંદકુંદાચાર્ય ત્યાં ગયા હતા ને દિગંબર મુનિ, એ સંદેશ પ્રભુનો, આ લાવ્યા કે પ્રભુ તો આમ કહે છે. એમને તો હતું જ તે. સર્વજ્ઞદેવ જિનેશ્વરદેવનો આ હુકમ છે, કે જેને દયા, દાન ને વ્રતના વિકલ્પથી ભિન્ન પડીને આત્માનું જ્ઞાન ને ધર્મ થયો, એ ધર્મી જીવ રાગરૂપે પુણ્ય-પાપરૂપે વ્રતનાં વિકલ્પરૂપે એ અજ્ઞાનસ્વરૂપ છે તે જ્ઞાનરૂપી પ્રભુ, અજ્ઞાન સ્વરૂપે કેમ પરિણમે? જરાય નહિ પરિણમે. આહાહાહા ! આવી વાત સાંભળવા મળવી મુશ્કેલ બાપુ! આહાહા! આટલી લીટીમાં તો કેટલું ભર્યું છે? છે ને? વાણીયા વ્યાજ નથી કાઢતા ચક્રવૃદ્ધિ, આઠ આનાની તરીકે હતું ને પહેલું, હવે વળી આ દોઢ થઈ ગયો, પહેલાં આઠ આના અને બેંકમાં ત્રણ આના હતા. બેંકમાં ત્રણ આના સાંઈઠ વરસ પહેલાં ને અત્યારે તો દોઢ રૂપિયો થઈ ગયો. તમારે ત્યાં બેન્કમાં ક્યાંક બારઆના કે એમ થઇ ગયું. એમ કહે લોકો કહે તે સાંભળ્યું હોય આપણે કયાં જ્યાં એના વ્યાજ કાઢવા હોય તો કાઢે કે, “સો' નું દોઢ રૂપિયાનું વ્યાજ, પાંચ લાખનું એક દિવસનું કેટલું વ્યાજ આવે, એ ચઢાવે, એ ચઢાવીને બીજે દિવસે એના સહિતનું દોઢ ટકાનું વ્યાજ ચઢાવે એવું બાર મહિનાનું ચઢાવે એનું નામ ચક્રવૃદ્ધિ વ્યાજ કહેવાય. આહીં પરમાત્મા ત્રિલોકનાથ આત્માનું વ્યાજ ચડાવે છે, બાપુ આત્મા તો આનંદ ને જ્ઞાન સ્વરૂપ છે ને પ્રભુ. એ તો જ્ઞાન ને આનંદરૂપે થાય ને? આહાહાહાહા ! સમજાણું કાંઇ? એ તો જાણવું દેખવું ને આનંદરૂપે થાય ને? આહા! એ રાગ ને પુણ્ય ને દયા, દાન ને સુખદુઃખની કલ્પના તો અજ્ઞાનસ્વરૂપ છે ને? એમાં જ્ઞાનસ્વરૂપ નથી. અજ્ઞાન એટલે? એ જ્ઞાનસ્વરૂપી ભગવાન, એ રાગ અજ્ઞાન સ્વરૂપે કેમ પરિણમે છે? એ અજ્ઞાનાત્મા વડે જરાય નહિ પરિણમતો” ભાષા આકરી છે ને? એટલું જ. ધર્મી જીવ તો જ્ઞાન ને આનંદરૂપે પરિણમતા જે રાગાદિ થયો તેને પરશેય તરીકે જાણે. આહાહાહા! સમજાણું કાંઇ? આવી વાત હવે કહે છે. આ તો ચોથા આરાની વાતો હશે? પાંચમાં આરાના સાધુ તો પાંચમાં આરાના શ્રોતાને તો સંભળાવે છે. (શ્રોતા – મુનિ માટે નથી) આ તો હજી ચોથા ગુણસ્થાનની વાત કરે છે, એ પહેલાં આવી ગયું છે, અપ્રતિબુદ્ધને સમજાવે છે. આહા! જે કાંઇ અનાદિનો અજ્ઞાની છે તેને સમજાવે છે અને સમજ્યો ત્યારે એની કેવી દશા હોય એનું આ વર્ણન છે. આહાહાહા ! સમજાય છે કાંઇ? ભાષા તો સાદી છે, ભાવ બીજો. આહા! આટલી એક લીટીમાં તો કેટલું ભર્યું છે. આહાહાહા ! “જેમના રૂપે આત્મા વડે પરિણમવું” જેમના રૂપે એટલે? કે “રાગદ્વેષ સુખદુઃખાદિરૂપે” Page #495 -------------------------------------------------------------------------- ________________ ૪૮૦ સમયસાર સિદ્ધિ ભાગ-૪ જેમના વડે એટલે કે આત્મા વડે, જેમના રૂપે આત્મા વડે આનંદરૂપે આનંદજ્ઞાન વડે, જેમના રૂપે એટલે રાગદ્વેષ સુખદુઃખાદિરૂપે, અજ્ઞાનપણા વડે જરાય નહિ પરિણમતો, છે કે નહીં સામે લીટી ? આહા ! અરે ૮૪ના અવતા૨ કરી કરીને દુઃખી થઇને હેરાન થઇ ગયો છે. એ બધા કરોડોપતિ ને અબજોપતિ બિચારા ભિખારા, ભગવાન એને ભિખારા કહે છે. કેમ ? માગણ, માગણ છે માળા પૈસા આપો, બાઈડી મળે, આબરૂ દો, આબરૂ લાવો મોટો કહો, માગણ છે મોટો ભિખારી માળો. (શ્રોતાઃ– ભાવનગર દરબારને કહ્યું'તું ને ) કીધું'તું ને દરબારને પોતાને કહ્યું'તું ને ભાવનગર દરબાર, ભાવનગર દરબાર આવ્યા'તા કરોડ રૂપિયાની પેદાશ કૃષ્ણકુમાર આવ્યા’તા ને વ્યાખ્યાનમાં બે વાર આવ્યા'તા. લાખ માગે નાનો માગણ કરોડ માગે મોટો માગણ છે કીધું, અંદર ભગવાન આત્મામાં અનંતજ્ઞાન, અનંતશાંતિ, અનંતસ્વચ્છતા, અનંતપ્રભુતા, અનંતસુખ પડયું છે મહાલક્ષ્મી. એની તો માગણી નથી ને આ માગણી ધૂળની. બે પાંચ કરોડ રૂપિયા થયા જાણે કે હું મોટો વધી ગયો, ભિખારો છો મોટો, માળા, રાંકા, એય આહીં તો આવું છે. શાસ્ત્રમાં એને વાકા કહ્યા છે, ભગવાને વ૨ાકા એટલે ભિખારી, માગણ માગણ માગણ પૈસા લાવો, બાઈડી સારી લાવો, છોકરા સારા લાવો, આબરું મોટી લાવો, માગણ માગણ માગણ તે મોટો માગણ માળો... ધર્મી છે એ માગણ મટી જઇને આત્મામાં અંદ૨ માગે છે, આત્મામાંથી લાવો શાંતિ, કહો રસિકભાઈ આવું છે. આ એક લીટીમાં ઘણું છે. “નહિ પરિણમતો થકો, જ્ઞાનનું જ્ઞાનત્વ પ્રગટ કરતો” શું કહે છે હવે. જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્મા, એ રાગાદિ દયા, દાન સુખદુઃખની કલ્પનાના અજ્ઞાન સ્વરૂપે નહિં થતો, જ્ઞાન સ્વરૂપને પ્રગટ કરતો, જ્ઞાનનું જ્ઞાનત્વ, આત્માનું આત્મપણું, આત્માનું આત્મપણું, આત્માજ્ઞાન તેનું જ્ઞાનપણું, પર્યાયમાં. આહા ! છે ને સામે શ્લોક, આ સોનગઢનો નથી હોં આ. એ અમારે બલુભાઈ કહેતા કે આ પુસ્તક તો સોનગઢનું છપાયેલું છે ને ? બીજાને કહેવા સારું સમજાવવા. આ તો બાળક ને બધાને સમજાય એવી વાત છે પ્રભુ. શરીર, શ૨ી૨નું કામ કરે, જડ જડનું કામ કરે, પ્રભુ તારે અને એને શો સંબંધ છે ? અરે અહીંયા રાગ થાય તોય કહે છે કે તારે ને એને શો સંબંધ છે પ્રભુ! આહા ! એ વ્રતનો ને તપનો ને અપવાસનો ને આ વર્ષીતપનો ને જે વિકલ્પ ઉઠે એ રાગ છે, તપસ્યા બપસ્યા ત્યાં નથી એ તો લાંધણ છે બધી. અત્યારે લક્ષ બલુભાઈનું નહોતું હોં, અત્યારે સમુચ્ચય હતું. સમજાણું કાંઇ ? આહા ! એ વિકલ્પ છે. વૃત્તિ ઉઠે છે એ રાગ છે. ભાઈ એને તું ધર્મ અને તપ માને છો, મિથ્યાત્વભાવ, અજ્ઞાનભાવ, સંસારભાવ, રખડવાનો ભાવ છે. અજ્ઞાન સ્વરૂપ છે એ. આહા ! ભારે આકરું કામ અરે કેટલા દુઃખો સહન કર્યા છે એણે સંસારમાં એના દુઃખો દેખી જોનારાને આખ્યુંમાં આંસુ હાલ્યા છે, બાપુ તને ખબર નથી. ભૂલી ગયો તું પ્રભુ. કચ્ચરઘાણ માથે ફરી વળે. આહાહા ! રેલ ફરી વળે, કચરા, ભુકકો. અમારે પાલેજમાં થયું હતું. એક ફેરી હું ઊભો તો જરી એમાં રેલ માથે ફરી ગઈ ભુકકો, જોવા ગયા'તા બધા પછી અમને જોવા ન દિયે માળા. એવું તો અનંતવા૨ થયું છે. ( શ્રોતાઃ- શરીરને થયું છે) શરીરની સ્થિતિ એવી અનંતવાર થઇ Page #496 -------------------------------------------------------------------------- ________________ ४८१ ગાથા૯૩ પણ તે તેને મારી માની છે ને રખડી મર્યો છો, એ તો જડની દશા છે, એને તો કયાંય રાખ્યું જુદું, આંહીં તો દયા, દાન ને વ્રતનું પરિણામ પણ રાગ છે, તારાથી ભિન્ન ચીજ છે. એ તારી ચીજ નહિ ને એ તારામાં નહિ ને તું તેમાં નહિ આવું, હવે વિરોધ તેથી કરે છે ને સોનગઢનો, અરેરે ત્યાં તો દયા, દાન, વ્રતનાં પરિણામને પણ રાગ કહે છે, ઝેર કહે છે, ઝેર છે, આત્મા અમૃત સ્વરૂપ છે પ્રભુ, સુખસ્વરૂપ છે, એનાથી ઉલટું રાગ તે ઝેર સ્વરૂપ છે, દુઃખસ્વરૂપ છે આહા ! (શ્રોતા:આત્માની શક્તિને હણી નાખે છે) અરે હણી શું? હિંસા કરે છે પોતાની એને ખબર કયાં છે ભાન. આહા! જ્ઞાનનું જ્ઞાન પ્રગટ કરતો” આહા! ધર્મી જીવ એને કહીએ કે આત્મસ્વરૂપ “જ્ઞાન” શબ્દ આખો આત્મા છે, આંહીં આખો આત્મા છે, તેનું આત્મપણું પ્રગટ કરતો, રાગને પ્રગટ કરતો એ તો અજ્ઞાનસ્વરૂપ છે, એને પ્રગટ નહિ કરતો, આહા! જ્ઞાનનું એટલે આત્માનું આત્મપણું એટલે વીતરાગીપણું પ્રગટ કરતો પોતે જ્ઞાનમય થયો થકો, આહાહા... પોતે વીતરાગી પર્યાયપણે થયો થકો, આરે આવો ધર્મ, ભાઈ આવો તો અમે અત્યાર સુધી કયાંય સાંભળતા નહોતા, જૈન ધર્મમાં સ્થાનકવાસીમાં જાય તો કહે સામાયિક કરો, પોહા કરો, પડીકમણા કરો, ચોવીહાર કરો, કંદમૂળ ન ખાવ, આવું સાંભળીએ છીએ. આ વળી કયાંથી કાઢયું નવું. શ્વેતાંબર દેરાવાસીમાં જાય તો કહે ગિરનારની જાત્રા કરો, સમેતશિખરની પૂજા કરો ભક્તિ, કર્મ દહનની, શું કહેવાય એ? પૂજા કરો. પૂજા કરો, પણ એ બધી બાપુ તને ખબર નથી. એ બધા પરિણામ જો અંદર હોય તો શુભરાગની ક્રિયા છે, અને બહારની ક્રિયા જે છે હો હા સ્વાહા, ઓમ, એ તો જડની ક્રિયા છે, શરીર આમ બોલે ભાષા નમો અરિહંતાણં–અરિહંતાણે એ તો જડની ક્રિયા છે “નમો અરિહંતાણં,” તિ—તો આયરિયાણં તે, એ તો જડની ભાષામાં જાય છે, એ કાંઈ તારી છે? અને અંદર રાગ થાય છે, એ રાગ એ પણ વિકાર છે. આહાહાહા ! હવે આવું હોય ત્યાં પછી વિરોધ કરે ને બિચારા, (શ્રોતા- નો સમજે એ કરે) નો સમજે તો કરે, શું થાય? આહાહાહા ! આ બે ત્રણ લીટીમાં તો કેટલું ભર્યું છે? નિજ પદ રમે સો રામ કહીએ” એ રાગમાં રમે તે હરામ કહીએ. આનંદઘનજી કહે છે. એમ અહીંયા આત્માનું આત્મપણું પ્રગટ કરતો, એ રાગનું પ્રગટ કરવું એ તો અજ્ઞાનપણું છે, એ એને નહિ પ્રગટ કરતો, એ રૂપે નહિ થતો, ગાથા તે ગાથા. પોતે જ્ઞાનમય થયો થકો, ધર્મી જીવ જ્ઞાન એટલે આત્મારૂપ થયો થકો, “શુદ્ધ શ્રદ્ધા ને શુદ્ધ જ્ઞાન ને રાગ રહિત દશા સ્વરૂપ આચરણ એ રૂપે થયો થકો” આ હું રાગને જાણું છું જુઓ, છે ખરો. આહા! ધર્મી છે એને હજી રાગ આવે છે, પણ એ રાગને હું જાણું છું, હું જાણનારો છું, રાગરૂપે થનારો હું નથી. આહા! કહો દેવીલાલજી! કયાં આમાં કયાંક સ્થાનકવાસી અને દેરાવાસી, રાડ નાખેને બિચારા પછી વિરોધ ન કરે? એ સોનગઢીયાએ તો આમ કર્યું, આમ. (શ્રોતા:- અહીં આવીને સાંભળે તો ખબર પડે) કરે બિચારા ખબર નથી, ધર્મ શું છે વીતરાગનો પરમેશ્વર ત્રણલોકના નાથ કોને ધર્મ કહે છે, તે બિચારાને સાંભળવું મળતું નથી, એની જીંદગીયું જાય, ચાલી જાય છે અજ્ઞાનમાં, આહા! આહીં કહે છે “આ હું , આ હું, હું તો ચૈતન્ય સ્વરૂપી હું “રાગને જાણું છું. રાગ થાય, પણ તેને હું જાણનારો છું. રાગ મારું સ્વરૂપ છે તેમ નહિ તેમ રાગ મને જાણવામાં આવતો નથી Page #497 -------------------------------------------------------------------------- ________________ ૪૮૨ સમયસાર સિદ્ધિ ભાગ-૪ એમ નહિ, જાણવામાં આવે છે, છે, છે. આહાહા ! આ હું, રાગ એટલે પુણ્ય-પાપના દયા, દાન, વ્રત, ભક્તિનાં કામ પરિણામને, રાગને હું જાણું જ છું, જાણું ‘જ' છું એમ કીધું છે. એકાંત ? કથંચિત્ જાણું છું અને કથંચિત્ રાગરૂપે થાઉં છું એમ નહિ ? ‘જ’ છે. આહાહાહા ! અધિકાર સારો આવ્યો હીરાલાલજી, બહુ સરસ અધિકાર છે આ આવ્યા છો ને બરાબર, ગાથા બહુ સારી, બહુ મીઠી. અમૃતના સાગર ઉછાળ્યા પ્રભુએ તો, ( શ્રોતાઃ– આ ગાથામાં આપે એકડો ઘૂંટાવી બહુ દીધો છે ) એમાં છે, ભર્યું છે એટલું. આંકડો એક કરોડ છે એમ લખાય, પણ એના, અત્યારે વળી નોટું થઇ, પહેલા રૂપિયા હતા એ કરોડ તો કેટલી કોથળીયું થાય ? પહેલા તો કયાં નોટું હતી ? રોકડ રકમ હતી, આપણે દામોદર શેઠ હતા ને ? દામનગર દામોદર શેઠ, તે દિ’ રોકડ રૂપિયા બહુ ને દસ લાખ રૂપિયા, પછી રૂપીયા આવે બહારથી લાખ બે લાખ કોથળી, હજાર હજારની સો કોથળી, બસે કોથળી, મજુરને અંદર જવા ન દયે. અંદર પટારા હોય ત્યાં ઘરના માણસ ત્યાં દિકરાને બોલાવે અંદર, અંદર લઇ જાય. મજૂર લાવે પણ બહાર મુકી જાય, પછી અંદર લઈ જાય પછી એમનો એક દિકરો હતો, રાયચંદ કરીને, દામોદર શેઠનો પરણ્યો'તો બિચારો રાજકોટમાં. પરણીને છ મહિને ગુજરી ગયો, વૈશાખે ૫૨ણ્યો ને આસો સુદ પૂનમે ગુજરી ગયો. પણ એ ભણતો’ તો પૂના પછી પૂનામાં ભણતો'તો તે દિ' હતો. ઘણાં વર્ષ પહેલાં ભાઈ પૂના રહે છે અત્યારે એ ૭૩–૭૪ ની વાત છે. ઇ પૂનામાં ૭૩ ને પાળીયાદ ચોમાસું હતું એ એને પૈસા આપતા એનો બાપ, ખર્ચના પુસ્તકના બધાના, પણ એણે એક વાર લખ્યું બાપુજી, તમે ખર્ચાના આમ પૈસા આપો છો પણ મહિને મારે બસે ગુંજાના બીજા જોઇશે. ખીસા ખર્ચીના. આહાહાહા ! ત્યારે પાછું એણે લખ્યું બાપુજી, બે ભાઈ હતા બીજા, ત્રણ ભાઈ હતા, તમને જો ન એવું હોય તો ભાઈનું કે કાકાના નામે કે તમારે નામે લખી ને આપો પણ જ્યારે ઓલા રૂપીયા આવે છે, ત્યારે કેઈડું ભાંગે છે ઇ અમારી ભાંગે છે, કહે છે કોથળીયું અમે મુકવા જાઇ છીએ ત્યાં અંદર, સો સો બસે બસે કોથળી આવે ગૃહસ્થ માણસને, હજાર હજા૨ની કોથળી હોય બધી, ઉપાડીને અમારે મુકવું પડે છે. એય ! દુનિયાને આકરું લાગે બસે રૂપિયા ખર્ચના અમે ગરીબને ઘરે નથી આવ્યા, સારા ઘરે આવ્યા છીએ, પૈસા ઠેકાણે, ખર્ચના બર્સ જોઇશે ગુંજાના બીજા મોકલો, આહીં તો કહે છે પ્રભુ તારો ખર્ચ તો આત્માના આનંદનો ખર્ચ છે એને મોકલ. આહા ! ભગવાન આનંદસ્વરૂપ પ્રભુ જ્ઞાનસ્વરૂપ વીતરાગ સ્વરૂપ એનું પરિણમન થવું તે એનો આત્માનો તે ભોગવટો છે, એ આત્માનો ભોગ છે, એ જીવ રાગપણે જરીયે નહિ થતાં, એને જાણું જ છું. દેવ ગુરુ શાસ્ત્રની શ્રદ્ધાનો રાગ આવે, વ્રતનો રાગ આવે, ભક્તિ ભગવાનની ભક્તિનો રાગ આવે પણ ધર્મી કહે છે કે હું તો એનેય જાણું જ છું. એ રાગરૂપે હું થતો નથી, પરિણમતો નથી. આહાહાહાહા ! કહો રસિકભાઈ ! આમાં કલકત્તામાંય નથી ને કયાંય નથી બીજે, કયું ગામ તમારું હૈં. વાંકાનેર ન્યાંયે ન મળે. આહાહાહા ! પ્રભુ તારું સ્વરૂપ અંદર આનંદ ને જ્ઞાન છે પ્રભુ, એ રાગના પરિણામ એ વિકલ્પ છે, એ તારું સ્વરૂપ નથી. આહા ! એથી જેને રાગથી ભિન્ન પડીને, ધર્મની દૃષ્ટિ, સ્વભાવની દૃષ્ટિ થઈ છે, તે દૃષ્ટિવંત એમ કહે છે, કે મારું જ્ઞાન સ્વરૂપ આત્મ સ્વરૂપ તે રાગરૂપે થવાને અશક્ય છે. હું તો મારા જ્ઞાન ને આનંદના પરિણામપણે પરિણમું એ મારી સામર્થાઇ છે, એ મારું બળ છે ને એ મારી શક્તિ છે. Page #498 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૯૩ ४८३ આહા ! રાગરૂપે થવું એ મને અશક્ય છે. હા, રાગ આવશે, વીતરાગ જ્યાં સુધી નથી હું થયો, ત્યાં સુધી રાગ આવશે, પણ તેને જાણું જ છું. આહા ! સમજાણું કાંઈ? થોડા શબ્દો પણ પ્રભુ અલૌકિક વાતું છે. આહા! લ્યો પ્રકાશ આવ્યો એના ઉપર, ઉપરનો આવ્યો પ્રકાશ, આ હું રાગને જાણું જ છું. આહા ! મારો ચૈતન્ય પ્રકાશ એવો ભગવાન હું, રાગ આવે તેને મારા તરીકે ન માનતા તેને પર તરીકે જાણું છું. આવો ધર્મ પંથ, હેં? વર્ષીતપ કર્યા ત્યાર પહેલા સાંભળ્યું'તું આવું? (શ્રોતા – પહેલા તો કહેતાને ધર્મ માનતો) વાત સાચી પહેલાં તો એમ કહેતા'તા ને વાત સાચી છે. વાત સાચી છે. સંપ્રદાયના પહેલામાં તો એ બધા કહેતા'તા સૌ, વાત સાચી છે. આહા! બહુ સારી વાત આવી છે હીરાલાલજી, ભાગ્યશાળી બરાબર બહાર આવ્યા છે ને એવી સારી ગાથા આવી છે. આહા! પ્રભુ તું આનંદનો સાગર છો ને નાથ, અતીન્દ્રિય આનંદના સાગરને તેં જાણ્યો હોય, તો તારું પરિણમનમાં આનંદનું પરિણમન થાય, અને રાગાદિનું પરિણમન તો દુઃખરૂપ છે. પ્રભુ એ આનંદરૂપી ભગવાન દુઃખરૂપે કેમ થાય? આહાહાહા ! એને રાગ આવે, એ દુઃખરૂપે દેખાય, પણ તેને હું જાણું છું. આહાહાહા! ચેતન આવ્યો છે? (શ્રોતા:- હાઠીક, આ ચેતનની વાત હાલે છે આ, સમજાણું કાંઇ? ભારે પણ ગાથા ભાઈ, આહા! હું રાગને જાણું જ છું, ત્યારે કહે “રાગ તો પુદ્ગલ છે” છે? એ દયા, દાન, વ્રત, ભક્તિનો આવે ભાવ વ્રતનો એ તો કહે છે કે પુગલ છે, પ્રભુ એ તો રાગ છે હું નહિ, મારી જાત નહિ એટલે એ પુદ્ગલ છે. મારી જાત તો જ્ઞાન ને આનંદની છે. આહાહાહાહા ! જેને દુનિયા અત્યારે ધર્મ માની બેઠી છે વાડામાં. સાધુ નામ ધરાવનારા એ પ્રરૂપણા કરે, માનનારા એ માનીને હાલી નીકળે. બાપુ મારગડા વીતરાગના પ્રભુ જુદા છે ભાઈ. જિનેશ્વર ત્રિલોકનાથ પરમાત્મા અરિહંતદેવનું આ કથન છે એ સંતો આડતિયા થઇને, ભગવાનના માલને આપે છે. ભગવાન આમ કહે છે પ્રભુ. આહાહાહા ! સમજાણું કાંઇ? આ તો “રાગી તો પુદ્ગલ છે” ગજબ થઈ ગયો. આમાંથી ઓલા એમ કાઢે કે કર્મને લઈને રાગ થાય છે ને મારો પુરુષાર્થ એ અહીં અત્યારે એ નથી કહેવું. પાછો એમાંથી આ કાઢે કે પહેલે દિ' કહ્યું'તું થોડું રાગ તો કરે છે પોતે જ પુરુષાર્થની ઊંધાઈથી પણ એનો સ્વભાવ નથી માટે રાગને પુદ્ગલમાં નાખી દીધું, અહીં આત્મસ્વભાવમાં એ ચીજ નથી એનાથી વિરુદ્ધ છે એટલે પુગલમાં નાખ્યું, એ તો જાણનારે ધર્મીએ ધર્મ જાણ્યું એને, પણ પહેલેથી એમ માને કે એ કર્મને લઇને રાગ થાય, કર્મને લઇને રાગ થાય, મારે શું છે? એમ નહિં. આહાહા ! રાગ તો તારી પર્યાયમાં અશુદ્ધ ઉપાદાને તારાથી થાય છે પણ આંહી શુદ્ધ ઉપાદાનનું જ્યાં ભાન થયું છે. આહાહાહા ! શુદ્ધ ચૈતન્ય ભગવાન પૂર્ણાનંદનો નાથ જ્યાં જાણવામાં આવ્યો, એને અશુદ્ધ પરિણમન છે એની પર્યાયમાં છતાં તેને પુગલ કરીને કાઢી નાખ્યા છે. આહાહા ! હવે આટલી બધી અપેક્ષાઓ ને કોને યાદ રાખવી? અરે જીવન હાલ્યા જાય છે બાપા, મૃત્યુને સમીપ જાય છે. એમાં આ જો ન કર્યું ને જાણ્યું, એ વંટોળીયાના તણખલા કયાં જાઈને પડશે? એમ મિથ્યા શ્રદ્ધાવાળો જીવ ક્યાં જઈને રખડશે? આહા! એથી એને સાચી શ્રદ્ધા કરાવે છે કે રાગ તો પુદ્ગલ કરે છે, તે કૌંસમાં છે ને? Page #499 -------------------------------------------------------------------------- ________________ ૪૮૪ સમયસાર સિદ્ધિ ભાગ-૪ પણ આ અપેક્ષાએ હોં. હું એક શુદ્ધ છું, ત્રિકાળ છું, એનું ભાન થયું છે, તેથી શુદ્ધમાંથી રાગપણે પરિણમવું એવો કોઈ ગુણ નથી. અનંતા અનંતા અનંતા ગુણનો રાશી પ્રભુ છે, પણ કોઈ ગુણ એવો નથી કે રાગપણે પરિણમે, એ અપેક્ષાએ એ ત્રિકાળી આનંદના નાથને જેણે જાગ્યો ને જાણ્યો, એવા ધર્મીને એમ કહે છે કે પ્રભુ તું તો રાગથી ભિન્ન છો ને નાથ ! તો રાગ એ તારી ચીજ નથી એ રાગ તો પુદ્ગલ કરે છે, આત્મા નહિ, આત્મા શી રીતે કરે ? આત્મા તો પવિત્ર આનંદનો નાથ છે. આહા ! ભાષા તો સમજાય એવી છે પ્રભુ, ભાષા તો સાદી છે આમાં તો કાંઇ બહુ પણ મારગ બાપા અત્યારે ચાલતા પ્રવાહથી જાત તદ્દન જુદી છે. આહા ! “ ઇત્યાદિ વિધિથી ” ઇત્યાદિ એટલે દ્વેષ, રાગ, સુખ, દુઃખ આદિના અસંખ્ય પ્રકારના રાગ, અસંખ્ય પ્રકારનાં દ્વેષ વિગેરે. ઇત્યાદિ “વિધિથી જ્ઞાનથી વિરુદ્ધ એવાં” ઓહોહોહો ! શું ટીકા ? આત્માથી વિરુદ્ધ “એવા સમસ્ત રાગાદિ કર્મનો અકર્તા પ્રતિભાસે છે” આહા ! ઓલાએ લખ્યું છે ને ભાઈએ ક્રમબદ્ધમાં વીતરાગ મારગ અકર્તાપણાને સિદ્ધ કરે છે. ૫૨નો તો કર્તા નહિ પણ, રાગનોય કર્તા નહિં. એ તો નહિ પણ આગળ નહિ જતા નથી ગયા, નહીંતર તો ખરેખર તો દ્રવ્ય પર્યાયનો કર્તા નહિ. આવો પ્રભુનો મારગ છે. આહા ! ઈશ્વર કર્તા તો નહિ, તેમ ૫૨દ્રવ્યનો આત્મા કર્તા નહિ, તેમ રાગનો આત્મા કર્તા નહિ, આત્મદ્રવ્ય છે સ્વભાવ વિશુદ્ધ એ રાગ કેમ કરે ? પણ ખરેખર તો સમ્યગ્દર્શન ને જ્ઞાન જે ષટકારકરૂપે પરિણમે છે ધર્મ. આહાહા ! એ સમ્યગ્દર્શન જ્ઞાન ચારિત્ર જે રાગથી ભિન્ન ને રાગથી એની અજ્ઞાનદશાથી જ્ઞાન ભિન્ન, એવી જે સમ્યગ્દર્શનજ્ઞાન એ ષટકા૨કરૂપે પરિણમે છે, કર્તાકર્મ આદિ એ એનું કાર્ય દ્રવ્યનું પણ નહિ, એ દ્રવ્ય અકર્તા. આહા ! આવો અકર્તાનો પ્રભુનો મારગ કયાંય છે નહિ. સમજાણું કાંઇ ? આહા ! જ્ઞાનથી વિરુદ્ધ એવા સમસ્ત દયા, દાન, વ્રત, રાગ ને સુખદુઃખની કર્મ, કર્મ એટલે પરિણામ એનો અકર્તા પ્રતિભાસે છે. “ધર્મીને રાગનો અકર્તા આત્મા ભાસે છે.” આહા ! વિશેષ કહેશે. ( શ્રોતાઃ– પ્રમાણ વચન ગુરુદેવ ) પ્રવચન નં.૧૮૭ ગાથા-૯૩ તા.૦૫/૦૨/૭૯ સોમવા૨ મહા સુદ-૯ શ્રી સમયસાર:- ૯૩-ગાથાનો ભાવાર્થ: ' “જ્યારે આ આત્મા રાગદ્વેષસુખદુઃખાદિ અવસ્થાને ” આહા ! શુભ-અશુભ રાગ અને સુખદુઃખની દશા એ “અવસ્થાને જ્ઞાનથી ભિન્ન જાણે” છે? જેમ શીત ઉષ્ણપણું પુદ્ગલની અવસ્થા છે, ટાઢી અને ઉની અવસ્થા પર્યાય દશા એ જડની છે તેમ રાગદ્વેષઆદિ પણ પુદ્ગલની અવસ્થા છે. આહાહા ! દયા, દાન, પૂજા, ભક્તિ, વ્રત, તપ, એ બધો રાગ જે છે, એ તો પુદ્ગલની અવસ્થા છે. કેમ કે આત્મા.....૯૩ ગાથા એનો ભાવાર્થ, આહા ! આત્મા શુદ્ધ ચૈતન્ય અતીન્દ્રિય આનંદસ્વરૂપ એનો ભાવ તો અતીન્દ્રિય આનંદ ને વીતરાગી પર્યાય એનો ભાવ, એ અપેક્ષાએ અહીં વાત લીધી છે, અને જેટલો રાગાદિ દયા, દાન, વ્રત, તપ, ભક્તિ, પૂજા, કે કામ, ક્રોધ એનો જે વિકલ્પ રાગ ઊઠે એ બધી પુદ્ગલની અવસ્થા Page #500 -------------------------------------------------------------------------- ________________ ગાથા૯૩ ૪૮૫ છે. એ જ્ઞાનથી, આત્માથી ભિન્ન જાણે, એને આત્માથી ભિન્ન, જુદી જાણે. જેમ ટાઢી ઉની અવસ્થા પુદ્ગલની છે, તેમ રાગદ્વેષ-સુખદુઃખાદિ પુદ્ગલની અવસ્થા છે, એવું ભેદજ્ઞાન થાય, એવું રાગનું ને આત્માના સ્વભાવનું ભેદજ્ઞાન થાય, ત્યારે પોતાને જ્ઞાતા જાણે, ત્યારે આત્માને તો જાણનાર દેખનાર જાણે. એ રાગ અને પુણ્ય-પાપના ભાવ એ મારા છે, એમ એ ન જાણે. ધર્મી જીવ સમ્યગ્દષ્ટિ જીવ પોતાના આત્માના સ્વભાવને રાગના ભાવથી ભિન્ન જાણતાંતે જ્ઞાન, જ્ઞાની રાગથી ભિન્ન પોતાના સ્વભાવને જાણે છે. અને પોતાનાં સ્વભાવથી રાગને ભિન્ન જાણે. અરે આવી વાત છે. અત્યારે તો કહે દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજા એ તો ધર્મ છે એમ લોકો અત્યારે માને. ધર્મ તો આત્માનો સ્વભાવ શુદ્ધ ત્રિકાળી આનંદ છે, એની દૃષ્ટિ થઈને જ્યારે આનંદ ને શાંતિના પરિણામ અવિકારી થાય એ આત્માની દશા ને આત્માના પરિણામ છે. એ રાગથી ભિન્ન પડી અને પોતાના આત્માનો સ્વભાવ જ્ઞાતાદેષ્ટા છે, એવા જ્ઞાતાદેખાનાં પરિણામ થાય, એનું નામ રાગથી ભેદજ્ઞાન ને સમકિતી છે ઈ એ ધર્મી છે. આહા! આવું છે. “રાગદ્વેષઆદિ પણ પુદ્ગલની જ અવસ્થા છે. એવું ભેદજ્ઞાન થાય, ત્યારે પોતાને જ્ઞાતા જાણે,” આહા! હું તો એક જાણનાર દેખનાર ભગવાન, સચ્ચિદાનંદ, સત્ નામ શાશ્વત, જ્ઞાન અને આનંદનો સાગર પ્રભુ, તો મારી દશા તો આનંદની, શાંતિની, વીતરાગની અવસ્થા એ મારી અવસ્થા છે. એનો હું કર્તા ને એ મારું કાર્ય છે, ધર્મીને એમ હોય છે. આહા! આવું ઝીણું હવે. અને રાગાદિરૂપ પુદ્ગલને જાણે, જોયું? હું એક આત્મા તો જ્ઞાન દર્શન આનંદ એનો ભંડાર એની પરિણતિની દશા રાગથી ભિન્ન જ્ઞાતાદેખાની દશા એ મારી દશા છે. એમ ધર્મી જાણે. અને રાગાદિના પરિણામ એ મારા જ્ઞાનનું પરણેય પુદ્ગલની અવસ્થા છે, આવું છે બહુ કામ આકરું છે. રાગદ્વેષ પુણ્ય-પાપ, શુભ-અશુભ ભાવ પુદ્ગલના જાણે, “એમ થતાં રાગાદિનો કર્તા આત્મા થતો નથી,” આવી રીતે પુણ્ય-પાપના ભાવથી ભગવાન આત્મા ભિન્ન છે, એમ જેને જ્ઞાન ને દર્શન જ્ઞાતાદેષ્ટા થયો, તે પોતાના પરિણામ શુદ્ધને કર્તા થાય, પણ એ રાગાદિનો કર્તા થતો નથી. આરે આવી વાતું હવે, ગળે ઉતરવી. હેં? કહો દયાનો ભાવ એ રાગ, વ્રતનો ભાવ એ રાગ, વિકલ્પ વૃત્તિ ઉઠે છે ને, વસ્તુ તો જ્ઞાન સ્વરૂપ આનંદ છે એમાંય વૃત્તિ ઉઠે છે. ઉઠે છે એ રાગ છે. દાનનો ભાવ પાંચ પચીસ હજાર લાખ બે લાખ આપ્યા, રાગની મંદતા પણ એ રાગ છે એ તો, એ નિશ્ચયથી તો પુદ્ગલ જડની અવસ્થા છે. આહાહા.... આત્મા તો એનો જાણનાર દેખનાર જ્ઞાતાદૃષ્ટા છે. આવું જ્યારે ભેદજ્ઞાન યથાર્થ જ્ઞાન વાસ્તવિક જ્ઞાન રાગથી ભિન્ન પડે, ત્યારે તે જ્ઞાતાદેષ્ટા થાય, છે? એ રાગાદિનો કર્તા આત્મા થતો નથી, “જ્ઞાતા જ રહે છે.” આહા ! આવું કામ, જગતથી ઉલટ પલટ છે. હું? (શ્રોતા:- સાચું છે) મારગ આ છે બાપુ વીતરાગ પરમાત્મા એનો મારગ તો વીતરાગી પર્યાય છે, વીતરાગી પર્યાય કયારે થાય?કે રાગથી ભિન્ન પડી અને પોતે ચૈતન્ય સ્વરૂપ છું, આનંદકંદ છું, જ્ઞાન ને આનંદનો સાગર છું, એવું અંતરમાં રાગથી ભિન્ન પડે ત્યારે તેને જ્ઞાતાદેખાનાં પરિણામ થાય, ત્યારે તેને ધર્મ થાય એમ કહેવાય. અરે અરે આવી વાતું. એ ૯૩ મી ગાથા પૂરી થઈ. Page #501 -------------------------------------------------------------------------- ________________ વાંચકોની નોંધ