________________
શ્લોક-૪૬ સમાપ્ત થયો. પહેલો ભાગ થયો જીવ અજીવ અધિકારનો. એકમાં જીવ છે ને એકમાં અજીવ છે બેને ભેગો કરીને (હવે બીજો કર્તા-કર્મ)
કર્તા-કર્મ વિભાવને, મેટી જ્ઞાનમય હોય,
કર્મ નાશી શિવમાં વસે, નમું તેહ, મદ ખોય. આત્મા કર્તા અને વિકારી પરિણામ અથવા દ્રવ્યકર્મ, ભાવકર્મ ને દ્રવ્યકર્મ એ એનું કાર્ય એ મેટી, ભાવકર્મ ને દ્રવ્યકર્મ મારું કાર્ય ને હું કર્તા એ મિથ્યાત્વભાવ છે. આહાહા!મેટી જ્ઞાનમય હોય, જ્ઞાનસ્વરૂપમય તરૂપે અભેદ જ્ઞાનને જ અનુભવે, કર્મ નાશી શિવમાં વસે, એ કર્મનો નાશ કરી મોક્ષ નામ નિરુપદ્રવ કલ્યાણ પરિણતિ પુરી તેમાં વસે, “નમું તેહુ મદ ખોય” –એવા પરમાત્માને અભિમાન છોડીને, મદ ખોય-નિર્માનપણે એમ કહે છે. પરમાત્માને છોડીને, હું એવા ભગવંતને જેણે આત્મા જ્ઞાનમય પ્રાપ્ત કર્યો, કર્મનો નાશ કર્યો એવા ભગવાનને નમન કરું છું નિર્માનપણે, ગર્વ છોડીને, એટલે માન છોડીને, એ ટીકા (ગુજરાતી) આ હિન્દી કરનાર એમની આ ટીકા માંગલિક છે.
પ્રથમ ટીકાકાર કહે છે જીવ-અજીવ એક કર્તા કર્મના વેશે. જીવ ને અજીવ જાણે કર્તા આત્મા અને કર્મ રાગાદિ કર્મઆદિ એનો એક ભેખ લઈને રંગભૂમિમાં આવે છે, પ્રવેશ કરે છે, જેમ બે પુરુષો માંહો માંહે કોઈ એક જ સ્વાંગ કરી નૃત્યના અખાડામાં પ્રવેશ કરે, તેમ જીવ-અજીવ બન્ને એક કર્તાકર્મનો સ્વાંગ કરી, આત્મા કર્તા અને રાગ આદિ અજીવ કે કર્મજડ એનો સ્વાંગ કરી પ્રવેશ કરે છે. કર્તાકર્મનો સ્વાંગ કરી પ્રવેશ કરે છે એમ અહીં ટીકાકારે અલંકાર કર્યો છે. હવે એ સ્વાંગને જ્ઞાન યથાર્થ જાણી લે છે. જ્ઞાનના મહિમાનું વર્ણન કાવ્ય કહે છે -
एकः कर्ता चिदहमिह मे कर्म कोपादयोऽमी इत्यज्ञानां शमयदभित: कर्तृकर्मप्रवृत्तिम्। ज्ञानज्योति स्फुरति परमोदात्तमत्यन्तधीरं
साक्षात्कुर्वन्निरुपधिपृथग्द्रव्यनिर्भासि विश्वम्।।४६।। આ લોકમાં હું ચૈતન્ય સ્વરૂપ આત્મા તો એક કર્તા છું અને આ ક્રોધાદિ ભાવો મારું કામ છે એમ અજ્ઞાની અનાદિથી માને છે. આહાહા! ભગવાન આત્મા આનંદ ને જ્ઞાન-સ્વરૂપ એનું કર્મ તો જ્ઞાન ને આનંદ એ કર્મ છે. જ્ઞાન-આનંદ એનું કર્મ એને છોડીને હું કર્તા અને એ રાગાદિ પુણ્ય-પાપના ભાવ ને જડ કર્મ એ મારું કાર્ય એ અજ્ઞાન છે. ક્રોધાદિ ભાવો તે મારાં કર્મ છે, “ઈતિ અજ્ઞાનાં કર્તકર્મપ્રવૃત્તિમ્ કરોતિ” એમ અજ્ઞાનીની કર્તાકર્મની પ્રવૃત્તિ. હું એક આત્મા એક એમ લીધું છે ને? આત્મા તો એક કર્તા, હું એકલો કર્તા. રાગનો, કર્મનો હું એકલો કર્તા, એકલો બીજો એનો કર્તા ને હું કર્તા નહીં એમ નહીં, હું એક જ કર્તા. આહાહા ! શું કહ્યું છે? હું આત્મા, ક્રોધ શબ્દ વિકાર, વિકારી ભાવનો હું એકલો કર્તા છું. વિકારી ભાવ વિકારથી થયો છે ને હું કર્તા નથી એમ નહીં, એમ અજ્ઞાની માને છે. આહાહાહા ! આમાં એકલો વિકાર લીધો છે, અર્થમાં દ્રવ્યકર્મ બેય લીધા છે. ઓલાએ તો એકલું જડ લીધું છે, કળશ ટીકાકારે કર્મ જડ લીધું છે. અહીં