________________
ગાથા-૭૫
૧૮૭ એવા પોતાના આત્માને જાણે છે તે આત્મા અત્યંત ભિન્ન જ્ઞાનસ્વરૂપ થયો થકો, તે આત્મા રાગના પરિણામરૂપ જ્ઞાનને કરતો એવા આત્માને જાણતો, એ કર્મ-નોકર્મથી અત્યંત ભિન્ન એટલે રાગ પરિણામ અને શરીરના પરિણામથી અત્યંત ભિન્ન જ્ઞાનસ્વરૂપ થયો થકો આ થયો થકો, કર્તા સિદ્ધ કરવું છે ને? રાગથી નહીં એમ. એ જ્ઞાનસ્વરૂપ થયો થકો ધર્મી જ્ઞાની છે. કહો ચીમનભાઈ ! ભાષા તો સાદી છે પ્રભુ! ઝાઝા માણસ આવ્યા છે બધા છોકરાય આવે છે આજે રવિવાર છે ને-બાપુ મારગ તો આ છે ભાઈ ધીમેથી એને પચાવવો પડશે ભાઈ. અરેરે ! આવે વખતે નહીં કરે તો પ્રભુ કે દિ' કરશે. દુનિયા દુનિયાનું જાણે આહા!
અહીંયા કહે છે, કે તે જ્ઞાનસ્વરૂપ થયો થકો શાની છે. રાગસ્વરૂપ થયો થકો જ્ઞાની છે એમ નહીં, તેમ રાગનું જ્ઞાન કર્યું એથી રાગને જાણતો'તો એમેય નહીં, રાગનું જ્ઞાન થયું પણ એ આત્માને જાણે છે. આહાહાહા ! કયાંય સાંભળવા મળે એવું નથી ત્યાં વાડામાં કયાંય. ( શ્રોતા:રાગને જાણતો નથી ને એ આત્માને જાણે છે) એ આત્માને જાણે છે રાગ છે એ પર છે ને પરને જાણે એ કહેવું એ અસભૂત વ્યવહાર છે. અને જ્ઞાન, જ્ઞાનને જાણે છે એ સદ્ભુત વ્યવહાર છે, એ વ્યવહાર હો આ આત્મા આત્મા છે. આહાહાહા ! સમજાય છે કાંઈ?
હવે કૌંસમાં પુદ્ગલપરિણામનું જ્ઞાન આત્માનું કર્મ કઈ રીતે છે? એ રાગ થયો દયા, દાન, વ્રતનો એનું અહીંયા જ્ઞાન થયું એ પુગલપરિણામનું જ્ઞાન, એ રાગ પુલના પરિણામ કીધા. અહીંયા તો ભગવાનના નહીં, ભગવાન તો પવિત્રનો પિંડ એના પરિણામ રાગ કેવા? આહાહાહા ! કહો પંડિતજી, આહાહાહા ! પુદ્ગલપરિણામનું જ્ઞાન એ ઉલટું માથે કહ્યું'તું ને એટલે સમજાવે છે નહીંતર છે એ આત્માનું જ્ઞાન, આત્માનું કર્મ કઈ રીતે છે તે સમજાવે છે.
પરમાર્થે પુદ્ગલપરિણામના જ્ઞાનને, એ શરીરની અવસ્થા નો કર્મની એ પુદ્ગલના પરિણામ અને આંહીં દયા, દાન, વ્રતના પરિણામ થાય એ પણ પુદ્ગલના પરિણામ, કર્મથી આમ થાય અને પુદ્ગલથી શરીરથી આમ થાય બેય પુદ્ગલના પરિણામ. પરમાર્થે પુદ્ગલપરિણામના જ્ઞાનને અને પુદ્ગલને ઘટ કુંભારની જેમ વ્યાપ્ય-વ્યાપક ભાવનો અભાવ હોવાથી, પુદ્ગલપરિણામના જ્ઞાનને અને પુદ્ગલને ઘટ-કુંભારની જેમ, કુંભાર વ્યાપક અને ઘટ વ્યાપ્ય તેનો અભાવ છે. એમ પુગલ પરિણામના જ્ઞાનને અને પુદ્ગલને કુંભાર-ઘટની માફક વ્યાપ્ય-વ્યાપકભાવનો અભાવ છે તે જ્ઞાનપરિણામ છે. એ પુગલનું પરિણામ છે, એનો અભાવ છે. રાગનું જ્ઞાન રાગના કારણે છે, એનો અભાવ છે એમ કહે છે. છે? પરમાર્થે પુલ પરિણામ એટલે રાગાદિ દ્વષઆદિ, પુણ્ય, દયા, દાન આદિ એના જ્ઞાનને અને પુદ્ગલને એના જ્ઞાનને અને પુગલને ઘટ અને કુંભારની જેમ વ્યાપ્ય-વ્યાપકભાવનો અભાવ છે. આહાહાહા ! શું કીધું ઈ? કે પુગલપરિણામ જે રાગાદિ એનું જે જ્ઞાન, અને રાગાદિ પુદ્ગલ બેનો વ્યાપ્ય-વ્યાપકભાવનો અભાવ છે. ઘટ અને કુંભારની જેમ. શું કીધું છે ?
કુંભાર અને ઘટમાં કર્તાકર્મપણું નથી. કુંભાર વ્યાપક પ્રસરનારો અને ઘડો તેનું વ્યાપ્ય એમ નથી. એમ રાગ પુદ્ગલના પરિણામને અને પુદ્ગલને, પુદ્ગલપરિણામના જ્ઞાનને અને પુદ્ગલને ઘટ-કુંભારની જેમ, રાગ છે તે વ્યાપક છે, અને જ્ઞાન આત્માનું થયું તે વ્યાપ્ય છે, એ ઘટ–કુંભારની જેમ અભાવ છે. ઘટ જેમ વ્યાપ્ય છે કાર્ય છે કુંભારનું એમ રાગનું આ જ્ઞાન કાર્ય