________________
૨૪૮
સમયસાર સિદ્ધિ ભાગ-૪ થયો. એમ પુદ્ગલ, જીવના પરિણામને, પોતાના પરિણામને રાગને ને પોતાના પરિણામના ફળને નહીં જાણતું એવું પુદ્ગલદ્રવ્ય રાગાદિ જડ, પુદ્ગલ જડ, રાગ જડ એ બધું એક પુદ્ગલમાં જાય છે, એ પોતે પરદ્રવ્યના પરિણામમાં પરદ્રવ્યના એટલે રાગ છે તેનાથી પરદ્રવ્ય આત્મા, એના જે જ્ઞાનના પરિણામ એ રાગથી પરદ્રવ્યના પરિણામ એમ કહેવામાં આવે છે. અરેરે ! પદ્રવ્યના પરિણામમાં એટલે શું કીધું? સમજાણું કાંઈ? રાગદ્વેષ આદિ પરિણામ એ જીવના પરિણામને જાણતું નથી, તેના પરિણામને એનેય જાણતું નથી, એના ફળનેય જાણતું નથી, એવું પુદ્ગલ છે, રાગ હારે ! એ રાગ પરદ્રવ્યના પરિણામમાં અંતર્થાપક થઈને, આદિ મધ્ય અંતમાં વ્યાપીને તેને ગ્રહતું નથી. આહાહા ! ધીમેથી સમજવું બાપુ, હળવે હળવે અર્થ થાય છે, આ તો વીતરાગ ત્રણ લોકના નાથ જિનેશ્વરદેવ એક સમયમાં ત્રણ કાળનું જ્ઞાન, એની આ વાણી છે, સંતો તો આડતિયા થઈને એની વાતું કરે છે. સમજાણું કાંઈ?
જે રાગ ને પુણ્યના પરિણામ થયાને, પાપના થયા એ પોતાને જાણતું નથી. આત્માના પરિણામ જ્ઞાતાને જાણતું નથી, તેના ફળને એટલે રાગના ફળને હરખશોકને તેને જાણતું નથી તે, પુદ્ગલદ્રવ્ય પોતે પરદ્રવ્યના પરિણામમાં એટલે આત્માના જાણવા દેખવાના પરિણામમાં, આત્માનું સમ્યગ્દર્શન થયું, એ સમ્યગ્દર્શનના પરિણામમાં અંતર્થાપક થઈને, એ રાગ અંતરમાં જઈને, એ જ્ઞાનના પરિણામને આદિ મધ્ય અંતમાં વ્યાપીને તેને ગ્રહતું નથી. શું કીધું? ભાઈ !
ભગવાન આત્મા ચૈતન્ય સ્વરૂપ, એનું ભાન થઈને જે જ્ઞાતા દૃષ્ટાના પરિણામ થયાં, આનંદના થયાં, તેને રાગ છે, તે રાગને જાણતું નથી, આ પરિણામને જાણતું નથી, રાગના ફળને જાણતું નથી, એવું પુદ્ગલદ્રવ્ય રાગાદિ તે પરદ્રવ્યના પરિણામ એટલે આત્માના જ્ઞાતાદ્રષ્ટાના પરિણામ જાણવા દેખવાના ભાવ, તેને અંતર્થાપક થઈને, રાગ અંદર જઈને આદિ મધ્ય અંતમાં, આંહી જ્ઞાનના પરિણામ જે થયા તેની આધમાં રાગ છે તે મધ્યમાં છે એમ છે નહીં. આદિ મધ્યમાં અંતમાં વ્યાપીને તેને ગ્રહતું નથી, શું કહે છે? આહાહાહાહા! પ્રેમચંદભાઈ ! આવ્યા છો બરાબર. આહાહા! હેં? આવી વાત છે ભગવાન. શું કરીએ? તું કોણ છો ભાઈ.
કહે છે કે જ્યાં આત્માનું જ્ઞાન થયું અને જ્ઞાનના પરિણામ, વસ્તુ તો જ્ઞાયક ત્રિકાળ છે, એના પરિણામ જાણવાના થયા, સમકિતના થયા, શાંતિના થયા, આનંદના થયા, એ પરિણામમાં રાગનું પુગલ છે તેનું જ્ઞાન થયું, માટે તે રાગ કર્તા અને આ જ્ઞાનના પરિણામ તેનું કર્મ, એ રાગ અંતર્થાપક થઈને જ્ઞાનના પરિણામને કરે છે એમ નથી. આહાહાહાહા !
એવી વાતું છે પ્રભુ, શું થાય? અરેરે! જીંદગી હાલી જાય છે, એમાં આ ન કર્યું તો થઈ રહ્યું, એ તો ઢોરમાં-નરક અને ઢોર અવતાર, અબજોપતિ માણસ બીજે દિવસે કૂકડીની કૂખે બચ્ચું થાય, ગાયને કુંખે, અરેરે! કેમ કે જેણે આત્માને સેવ્યો નથી ને જાણો નથી ને પુષ્ય ને પાપને સેવ્યા, એ કષાય છે, ને કષાય છે તે આત્માની આડોડાઈ છે, એ આડોડાઈને સેવી છે, તે આડોડાઈમાં અવતરશે. આ માણસ ઊભો છે આ તિર્યંચ આડા છે આમ, ગાયું, ભેસું, એ આડોડાઈ કરી એ આડોડાઈમાં જશે. આહાહા ! સમજાણું કાંઈ? આવો ઉપદેશ છે બાપુ. આહાહા !
પરદ્રવ્યના પરિણામમાં એટલે? રાગ છે એ પુગલનાં પરિણામ છે એ પરિણામ જીવના પરિણામને, પરદ્રવ્યના પરિણામ એટલે જીવના પરિણામને અને જ્ઞાતાદેખાના આનંદના