________________
શ્લોક–૪૬
તે હજાર વર્ષ પહેલાં થયાં છે, ભગવાન પછી તો પંદરસો વર્ષ, હૈં? છતાં, અમૃત રેડયા છે, દિગંબર સંત ! આહાહા! એક એક અક્ષરમાં એક-એક શબ્દમાં એનું વાચ્ય અલૌકિક છે. આહાહા ! આ માંગલિક કર્યું, કર્તાકર્મ અધિકાર શરૂ કરતાં, જે અજ્ઞાનપણે રાગ ને જડ કર્મનો કર્તા માનતો હતો, માનતો હતો, એથી માને એ રીતે કાંઈ સ્વભાવમાં નહોતું, શું કીધું ઈ ? સ્વભાવમાં એ માન્યતા નહોતી, માનતો તો એ અજ્ઞાની. રાગ મારું કાર્ય છે, વ્યવહા૨૨ત્નત્રય દયા, દાન, દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધા, પંચમહાવ્રતના પરિણામ એ બધો રાગ છે, એ રાગ મારું કાર્ય છે, એમ એ ( અજ્ઞાની ) માનતો હતો, માન્યતા એ કાંઈ સ્વભાવમાં નહોતી. સ્વભાવ તો એ માન્યતાથી ૫૨ ભિન્ન છે. આહાહાહા ! સમજાણું કાંઈ ? આહાહાહા !
એ એક સ્વભાવનો કર્તા હતો, બે નહીં એક માનતો હતો અજ્ઞાની, એ એક મારા સ્વભાવનો કર્તા એ ૫૨નો નહીં, એમ જ્ઞાન સ્ફુરાયમાન થયું અને સ્ફુરાયમાન થતાં વિશ્વને સાક્ષાત્ કર્યું. વિશ્વ નામ સમસ્ત પદાર્થ. પોતાને જાણ્યો, વિશ્વને પણ જાણ્યું એમ કીધું, જે વિશ્વ નામ ૫૨ કાર્ય તરીકે માનતો હતો. એ વિશ્વને જાણવા તરીકે પ્રત્યક્ષ કર્યું. આહાહા ! કહો રાજમલ્લજી ! આવી વાતું છે. આહાહા ! ઓહોહો ! આવી વાત તો અબજો રૂપિયા આપે તોય મળે એવું નથી. આ એવી ચીજ છે. આહાહા ! અત્યારે તો બહુ ગ૨બડી થઈ ગઈ છે બહુ ગરબડી થઈ છે પ્રભુ. આહાહા !
કુંદકુંદાચાર્યની ગાથા એનો અર્થ કરવા પહેલાં અમૃતચંદ્રાચાર્યે આ માંગલિક કર્યું. ઘણું ભર્યું એક કળશમાં ઘણું ભર્યું. એક ગાથામાં ને એક પદમાં ઘણું ભરે છે. શ્રીમમાં આવે છે ને ? જ્ઞાનીના એક વાક્યમાં અનંત આગમ રહ્યાં છે. શ્રીમમાં આવે છે, જ્ઞાનીના એક વાક્યમાં અનંત અનંત આગમ રહ્યા છે. સાચી વાત છે, એની ખીલવટ કરતાં કરતાં કર્તા તો પાર ન આવે એવા ભાવ ભર્યા છે અંદર, એક એક શ્લોકમાં ને એક એક પદમાં. આહાહા !
ભાવાર્થ:- આવો જ્ઞાનસ્વરૂપ આત્મા છે, એવું જ્ઞાનસ્વરૂપ આત્મા છે. રાગનો કર્તા છે નહિ, જ્ઞાનસ્વરૂપ આત્મા છે. તે ૫૨દ્રવ્ય તથા ૫રભાવોના બેય લીધું એમાં, ઓલામાં કોપાદય નાખ્યું છે ને પાછું ૫૨દ્રવ્ય કર્મ આદિ પરભાવ-પુણ્ય-પાપના ભાવ, એ કર્તાપણાના અજ્ઞાનને દૂર કરી, કેમ કે એ તો જ્ઞાન સ્વરૂપ પ્રભુ છે, એ ૫૨દ્રવ્ય અને રાગાદિના કર્તાપણાને દૂર કરી, પોતે પ્રગટ પ્રકાશમાન થાય છે, પર્યાયમાં પ્રકાશમાન થાય છે. શક્તિરૂપે તો હતો પણ પર્યાયમાં પ્રગટ પ્રકાશમાન થાય છે. સમ્યગ્દર્શનજ્ઞાનમાં પ્રકાશમાન થાય છે અને પૂર્ણ કેવળજ્ઞાનમાં પ્રકાશમાન થાય છે. આહાહા ! આકરું કામ બહુ બાપુ.
: હૃ
(5)