________________
ગાથા-૭૨
૯૫ એમ કહે છે કે તેને જડપણું છે પ્રભુ, એ આંધળા છે. રાગનો ભાવ એ આંધળો છે. અંધ નથી પોતાને દેખતો, અંધ નથી પરને દેખતો, અંધ છે તે ચૈતન્યથી સ્વભાવવાળા છે. આહાહા!
આટલું સિદ્ધ કરીને ભગવાન ચૈતન્યસ્વભાવ જે છે, જાણક દેખન ચૈતન્ય સ્વભાવ છે, એવો જે ભગવાન ચૈતન્યસ્વભાવ છે. તેઓ (પુણ્ય-પાપ) ચૈતન્યથી અન્ય સ્વભાવવાળા છે. તેઓ ચૈતન્યથી જાણક દેખન સ્વભાવ એવો ચૈતન્ય ચૈતન્ય સ્વભાવ ચેતનનો ચૈતન્ય સ્વભાવ, ચેતનનો ચૈતન્યસ્વભાવ એ રાગ પુણ્ય-પાપના ભાવ એનાથી અન્ય સ્વભાવવાળા છે. આહાહા! - હવે આવ્યું ભગવાન આત્મા! ભગવાન આત્મા તો, તો આવો કીધો ત્યારે ભગવાન આત્મા તો એમ, જ્યારે આને જડ સ્વભાવપણું હોવાથી સ્વપરને જાણતું નથી, તેથી આત્મા તો એનાથી જુદી જાત છે કહે છે. આહાહાહા ! પોતાને સદાય વિજ્ઞાનઘનસ્વભાવપણું હોવાથી, ભગવાન આત્મા પોતાને સ્વયં, સદાય, સ્વયં સદાય વિજ્ઞાનઘનસ્વભાવ, જેમાં વિકલ્પનો પ્રવેશ થઈ શકે નહિ, એવો એનો સ્વભાવ છે. વિજ્ઞાનઘનસ્વભાવપણું હોવાથી, જેમ શિયાળાના ઘી, પાકા ઘી થતાં પહેલાં, અંગુળી પેસે નહિ અંગુળી, ફાંસ વાગે, એમ પ્રભુ પોતે સ્વયં, પોતાથી એમ કહે છે. સદાય વિજ્ઞાનઘન-વિજ્ઞાનઘનસ્વભાવપણું હોવાથી, આત્માને હોં, એ આત્માને વિજ્ઞાનઘનસ્વભાવપણું હોવાથી એમ. છે ને?
ભગવાન આત્મા તો એમ. વસ્તુ લીધી, સ્વયં, સદાય વિજ્ઞાનસ્વભાવપણું હોવાથી. સ્વયં સદાય વિજ્ઞાનઘનસ્વભાવપણું સ્વ-પોતાનું ભાવપણું એ છે, વિજ્ઞાનઘનસ્વભાવપણું હોવાથી પોતે જ ચેતક છે, પોતે જ જ્ઞાતા છે ભગવાન આત્મા! સ્વયં સદાય વિજ્ઞાનઘન-સ્વભાવપણું હોવાને લીધે, આત્મા તો સ્વયં પોતે વિજ્ઞાનઘનસ્વભાવપણું હોવાથી, ચેતક છે.
એ તો જાણનાર દેખનાર છે. ચેતક જ જ્ઞાતા જ છે, એ તો જ્ઞાતા જ છે પ્રભુ. પોતાને ને પરને જાણે છે. ઓલામાં નાખ્યું'તું ને પોતાને ને પર જાણતું નથી, એમ નાખ્યું તું. પોતાને ને પરને જાણે છે. પોતે આનંદઘન વિજ્ઞાનઘન છે તેને જાણે છે અને રાગાદિને પણ પોતામાં રહીને અડયા વિના પણ જાણે છે. પોતાને ને પરને જાણે છે, માટે આત્મા, આત્મા છે ને લીધું છે ને અહીં, ચૈતન્યથી અનન્ય સ્વભાવવાળો જ છે. માટે આત્મા, ચૈતન્યથી જાણક દેખન સ્વભાવથી અનન્ય નામ અનેરા અનેરાપણે નથી પણ અનન્ય સ્વભાવવાળો છે. અભેદસ્વભાવ છે એમ કહે છે, છે ને, અનન્ય છે ને? માટે આત્મા સદાય વિજ્ઞાનઘનસ્વભાવ પોતે હોવાથી ચેતક છે. માટે ચૈતન્યથી અનન્ય સ્વભાવવાળો જ છે એ, અભેદ સ્વભાવ છે. આત્મા ચૈતન્ય સ્વભાવ અભેદ છે, અનન્ય છે, અનેરા અનેરા નથી, અનન્ય છે આત્મા વિજ્ઞાનઘનસ્વભાવ અનન્ય છે. અનેરા અનેરાપણે નહિ પણ એકપણે છે. એમ કહે છે. આહાહા!આવી વાત છે. લ્યો આ બીજી વાર ભાઈએ લેવરાવ્યું. આહાહા ! (શ્રોતાઃ- કાલ હતું એથી વધારે આવ્યું) એ તો ભાઈ એનું એ જ કંઈ આવે એવું છે? આહાહા !
ચૈતન્યથી આત્મા, અનન્ય સ્વભાવવાળો “જ” છે. કૌંસમાં કહ્યું છે કે ચૈતન્યથી અન્ય સ્વભાવવાળો નથી એમ, અનેરા ભાવપણું નથી પણ અનન્ય ભાવપણે આત્મા છે. આહાહા! આ તો બહુ ભાઈ આ તો આત્માની વાત છે ભગવાન, એને તો બહુ ધ્યાન રાખે તો પકડાય એવું છે. આહાહા ! એમાં એક એક અક્ષરના શબ્દોમાં મોટો ફેર છે. બે બોલ થયા.