________________
૪૫૮
સમયસાર સિદ્ધિ ભાગ-૪ એમ અજ્ઞાની એની દશામાં રાગદ્વેષ ને સુખદુઃખ થાય તેનું ભેદજ્ઞાન નથી જુદાપણાનું માટે તે હું છું, એમ અજ્ઞાની માને છે. આહાહાહા !
એ રાગ ને વૈષ ને સુખદુઃખનો સ્વાદ, સ્વાદ લીધો અહિંયા. હવે સ્વાદ તો ભાઈ આ મેસુબનો સ્વાદ, મોસંબીનો સ્વાદ એમ કહેવાય ને? ઇ સ્વાદ નથી આવતો એને પ્રભુ, મોસંબીનો સ્વાદ એને નથી આવતો. એને મોસંબી તરફ લક્ષ જાય છે ને? તરસ્યા બહુ લાગી છે ને? ઠીક, એવો રાગ છે, એ રાગનો સ્વાદ લે છે. મોસંબીનો સ્વાદ નથી, મેસુબનો સ્વાદ નથી, મેસુબ હોય છે ને? એક શેર લોટ ચણાનો ને ચાર શેર ઘી પાય ત્યારે એને મેસુબ કહે, અને એક શેર ઘઉંનો લોટ અને એમાં ચાર શેર ઘી પાય, તો એને સકકરપારો કહે, આ તો બધું અમે તો જોયું છે, જાણ્યું છે. આહાહા !
એકાશીનું ચોમાસું ગઢડે હતું ને ત્યારે ! ત્યારે જમણ એ કાશીનું ચોમાસું ગઢડે હતું ને, હું ત્યારે ત્યાં હુતોને? કર્યું'તું શક્કરપારાનું ગઢડા ૮૧ ની વાત છે, ઘણાં કેટલા વરસ થયા? ચોપન વરસ થયા. ગઢડા-ગઢડામાં જઈ આવ્યા ને તમે ત્યાં. મૂળ મારા બાપ દાદાનું મૂળ ગામ તો ગઢડા છે. પિતાજી ત્યાંના જન્મેલા ત્યાંના છે, એ ત્યાં એકયાસીના ચોમાસામાં સકકરપારો કર્યો જમણવાર માટે, કોક લાઠીવાળાએ કોક ખબર નથી, લાઠીવાળા છે ને પૈસાવાળા બહારગામમાં બહુ ઘણાં છે. છે ત્યાં ગઢડામાં, લાઠીવાળા ભાયાણી કહેવાય છે, એ બધા ખબર છે ને? ત્યાં બધા રહે છે. ગઢડામાં તો અમે ઘણાં વરસ રહ્યા'તા, એ સક્કરપારો કરેલો, કીધું સક્કરપારો એટલે શું? કહે એક શેર ઘઉંનો લોટ અને ચાર શેર ઘી એને પાઇને સાકર નાખીને કરે એને સકકરપારો કહેવાય અને એક શેર ચણાનો લોટ, સાકર ને ચાર શેર ઘી પાય એને મેસુબ કહેવાય, એ મેસુબનો સ્વાદ નથી આવતો હવે એને. મેસુબ તો જડ છે, ધૂળ છે, માટી છે, પણ મેસુબ તરફ લક્ષ જઈ, બહુ સારો એવો રાગ કરે છે, એ રાગનો એને સ્વાદ આપે છે. એ રાગનો સ્વાદ કહે છે એ પુદ્ગલનો છે પ્રભુ તારો નહિં, ઓલો મેસુબનો સ્વાદ તો તારો નહિ, પણ મેસુબ તરફમાં ઠીક લાગ્યો કે ભાઈ આમ આ રસગુલ્લા થાય છે દૂધના ધોળા દૂધનાં પોંચા દાંત વિનાના માણસો ખાય, એ રસગુલ્લાનો સ્વાદ નથી, એ તો જડ ધૂળ છે, એ અજીવ છે, માટી છે અને પ્રભુ તો વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, વિનાની ચીજ છે, એ માટીને કેમ ? માટીનો સ્વાદ એને નથી આવતો, પણ તેના તરફ લક્ષ જઈને અનાદિનું મીઠું છે એવો જે રાગ છે એ રાગનો સ્વાદ છે.
આંહી તો કહે છે કે એ રાગનો સ્વાદ ઇ જડનો છે, તારો નહિ, મેસુબનો તો નહિ પણ એના તરફથી તને સ્વાદમાં આવ્યો કે આ ઠીક છે એવો રાગ એ પણ સ્વાદ તારો નહિ, એ જડનો સ્વાદ છે. આહાહા ! ગજબ વાતું છે. સમજાણું કાંઈ ? એ અજ્ઞાનને લઈને એમ જાણે છે કે આ સ્વાદ મારો “જ' છે, જોયું છે? ટાઢી–ઉની અવસ્થા જડની પણ જ્ઞાનનો સ્વભાવ છે કે એને જાણે, જાણતાં અજ્ઞાનીને એમ થઈ જાય છે કે હું ટાઢો થઇ ગયો, હું ગરમ થઇ ગયો. આહાહાહા ! એમ પુણ્ય ને પાપને હરખશોકનો ભાવ પુદ્ગલનો સ્વાદ છે, પણ અજ્ઞાનીને સ્વચીજ અને પરનું ભેદજ્ઞાન, જુદાઈનું નથી, એથી અજ્ઞાની એમ માને છે કે આ સ્વાદ મારો છે, આહાહા ! બહુ કામ