________________
૨૩૬
સમયસાર સિદ્ધિ ભાગ-૪ આહાહા! તે રૂપે પરિણમતો નથી, ગ્રહતો નથી, ઉપજતો નથી, કોને? એ હરખશોકના પરિણામને ધર્મી જીવ ગ્રહતો નથી, એ એનું પ્રાપ્ય નથી, એ પુદ્ગલનું પ્રાપ્ય ધ્રુવ છે. એનું પ્રાપ્ય તો એ વખતે તે હરખશોકના પરિણામને જાણવું, એ જાણવાના પરિણામ તે તે વખતના ધ્રુવ પ્રાપ્ય છે. આહાહાહાહા !
આમાં કયાં લંડન બંડનમાં મળે એવું છે આવું કાંઈ, આફ્રિકામાં. આફ્રિકામાં તો હવે પચીસ ત્રીસ વરસથી આ અભ્યાસ છે, નૈરોબી, નૈરોબી પંદર લાખનું મંદિર કરે છે. જેઠ સુદ અગીયારસે મુરત કર્યું ત્યાં નૈરોબીમાં, બે હજાર વર્ષમાં કોઈ દિ મંદિર નથી ત્યાં જૈન દિગંબર (મંદિર) બે હજાર વર્ષે કરે છે અત્યારે, શરૂ કરી દીધું છે. હું! શ્વેતાંબર ઘણાં છે ત્યાં પચાસ લાખનું (મંદિર) કરે છે. મહાજન શ્વેતાંબર બહુ છે, એ પચાસ લાખનું (મંદિર) કરે છે, અને આ મુમુક્ષુ છે એ પંદર લાખનું (મંદિર) કરે છે, પણ છતાંય આગળ થાશે એ.
પણ ઈ થવા કાળે તે પરમાણુંની પર્યાય થાય, આત્મા કરે એ વાતમાં કાંઈ માલ નથી. આત્મા રાગને કરે અજ્ઞાનભાવે, પણ એ મંદિરને બનાવે એ વાતમાં કાંઈ વાત, એકેય દોકડો સાચો નથી. અહીં તો અજ્ઞાનભાવે કીધું કે, અજ્ઞાનભાવે કરે તો એ રાગને કરે પણ પરને તો એ અજ્ઞાનભાવેય નહીં કરે, અને જ્ઞાનભાવે આત્મધર્મ ભાવે તો એ રાગનોય કર્તા આત્મા નહીં. રાગનું જ્ઞાન થાય તે તેનું વ્યાપ્ય ને પ્રાપ્ય છે. વ્યાપ્ય એટલે કાર્યને તે તેનું પ્રાપ્ય એટલે તે કાળે થવાનું હતું. પુંજાભાઈ ! મુંબઈ રહો છો તમે હમણાં મુંબઈ, નૈરોબી? આફ્રિકા-આફ્રિકામાં રહે છે નૈરોબી. આહાહાહા !
માટે જો કે જ્ઞાની સુખદુઃખાદિકરૂપ પુદ્ગલકર્મનાં ફળને જાણે છે. આહાહાહા!“સ્વપરપ્રકાશક શક્તિ હમારી તાતે વચન ભેદ ભ્રમ ભારી, શેય શક્તિ દ્વિવિધા પ્રકાશી, નિજ રૂપા પરરૂપા ભાસી.” પરને જાણે, અને જાણે એવો જ્ઞાનનો જ્ઞાનીનો સ્વભાવ છે. ધર્મીનો આ સ્વભાવ છે. અધર્મી ગમે તે રીતે માને, રાગનો કર્તા થાય એ તો અજ્ઞાનપણે ગમે તે કરે, માને છતાં એ માન્યતા તેની સાચી નથી. આવી જાતની વાતું. હવે ક્યાંય સાંભળવા બહારમાં તો મળે નહીં, હિન્દુસ્તાનમાં મળતી નથી. હવે એવી વાતું, બાપુ તારી વાતું, આહાહા !
(શ્રોતા – ઉધી માન્યતા કાઢવા માટે તો અહીં આવ્યા છીએ) એ વાત સાચી છે. આહાહા ! જ્ઞાની સુખદુઃખઆદિ પુદ્ગલકર્મનું ફળ, ભાષા, એ સુખદુઃખની કલ્પનાનો ભાવ એ કર્મનું ફળ, જીવનું નહિ, જ્ઞાનીની વાત છે ને? અહીંયા વસ્તુ દ્રવ્ય સ્વભાવ ચૈતન્ય સ્વભાવનું જ્ઞાન થયું છે, તો એ તો જ્ઞાની છે. વસ્તુ જ્ઞાયકસ્વભાવનું જ્ઞાન થયું છે, જ્ઞાયક સ્વભાવ ત્રિકાળી જ્ઞાયકભાવ પરમાત્મા પોતે ભગવત્ સ્વરૂપ જિનસ્વરૂપ પ્રભુ આત્મા છે અંદર. આહાહા! “ઘટ ઘટ અંતર જિન વસે ને ઘટ ઘટ અંતર જૈન, મતમદિરા કે પાન સો મતવાલા સમજે ન” આહાહાહા ! આકરી વાતું બહુ ભાઈ !
ઈ આંહીં કહે છે. જો કે જ્ઞાની સુખદુઃખાદિ રતિ અરતિ દિલગીરી શોક વગેરે એ પુદ્ગલકર્મના ફળને જાણે છે. ધર્મી જાણવામાં સ્વપરપ્રકાશક સ્વભાવ હોવાથી જાણે ખરો, સમજાય છે કાંઈ? તો પણ, જાણે છે તો પણ, જાણવાનું કાર્ય કરે છે તો પણ, પ્રાપ્ય વિકાર્ય ને નિર્વત્ય એવું જે વ્યાપ્યલક્ષણવાળું પારદ્રવ્ય પરિણામ સ્વરૂપ કર્મ, એ સુખદુઃખના પરિણામ તે પુગલનું પ્રાપ્ય