________________
૩૮૪
સમયસાર સિદ્ધિ ભાગ-૪
ગાથા - ૮૯
मिथ्यादर्शनादिश्चैतन्यपरिणामस्य विकारः कुत इति चेत्
उवओगस्स अणाई परिणामा तिण्णि मोहजुत्तस्स। मिच्छत्तं अण्णाणं अविरदिभावो य णादव्यो।।८९ ।।
उपयोगस्यानादयः परिणामास्त्रयो मोहयुक्तस्य।
मिथ्यात्वमज्ञानमविरतिभावश्च ज्ञातव्यः।। ८९ ।। उपयोगस्य हि स्वरसत एव समस्तवस्तुस्वभावभूतस्वरूपपरिणामसमर्थत्वे सत्यनादिवस्त्वन्तरभूतमोहयुक्तत्वान्मिथ्यादर्शनमज्ञानमविरतिरिति त्रिविधिः परिणामविकारः। स तु तस्य स्फटिकस्वच्छताया इव परतोऽपि प्रभवन् दृष्टः। यथा हि स्फटिकस्वच्छताया: स्वरूपपरिणामसमर्थत्वे सति कदाचिन्नीलहरितपीततमालकदलीकाञ्चनपात्रोपाश्रययुक्तत्वान्नीलो हरित: पीत इति त्रिविधः परिणामविकारो दृष्ट:, तथोपयोगस्यानादिमिथ्यादर्शनाज्ञानाविरतिस्वभाववस्त्वन्तरभूतमोहयुक्तत्वान्मिथ्यादर्शनमज्ञानमविरतिरिति त्रिविधः परिणामविकारो दृष्टव्यः।।
હવે ફરી પૂછે છે કે મિથ્યાદર્શનાદિ ચૈતન્યપરિણામનો વિકાર ક્યાંથી થયો? તેનો ઉત્તર કહે છે:
છે મોહયુત ઉપયોગના પરિણામ ત્રણ અનાદિના,
-મિથ્યાત્વ ને અજ્ઞાન, અવિરતભાવ એ ત્રણ જાણવા. ૮૯. ગાથાર્થઃ- [ મોદવુચ] અનાદિથી મોહયુક્ત હોવાથી [૩પયોગ૨] ઉપયોગના [૩નાય:] અનાદિથી માંડીને [ત્રય: પરિણાના:] ત્રણ પરિણામ છે; તે [મિથ્યાત્વન] મિથ્યાત્વ,[અજ્ઞાન] અજ્ઞાન [ર વિરતિભાવ:] અને અવિરતિભાવ (એ ત્રણ) [જ્ઞાતવ્ય] જાણવા.
ટીકાઃ- જોકે નિશ્ચયથી પોતાના નિજરસથી જ સર્વ વસ્તુઓનું પોતાના સ્વભાવભૂત એવા સ્વરૂપ-પરિણમનમાં સમર્થપણું છે, તોપણ (આત્માને) અનાદિથી અન્ય-વસ્તુભૂત મોહ સાથે સંયુક્તપણું હોવાથી, આત્માના ઉપયોગનો, મિથ્યાદર્શન, અજ્ઞાન અને અવિરતિ એમ ત્રણ પ્રકારનો પરિણામવિકાર છે. ઉપયોગનો તે પરિણામ-વિકાર, સ્ફટિકની સ્વચ્છતાના પરિણામવિકારની જેમ, પરને લીધે (-પરની ઉપાધિને લીધે) ઉત્પન્ન થતો દેખાય છે. તે સ્પષ્ટપણે સમજાવવામાં આવે છે -જેમ સ્ફટિકની સ્વચ્છતાનું સ્વરૂપપરિણમનમાં (અર્થાત્ પોતાના ઉજ્વળતારૂપ સ્વરૂપે પરિણમવામાં) સમર્થપણું હોવા છતાં, કદાચિત્ (સ્ફટિકને) કાળા, લીલા અને પીળા એવા તમાલ, કેળ અને કાંચનના પાત્રરૂપી આધારનો સંયોગ હોવાથી, સ્ફટિકની સ્વચ્છતાનો, કાળો, લીલો અને પીળો