________________
ગાથા-૭૯
૨૫૫ શશીભાઈ ને પાછા પહેલવહેલા છે ને? આહાહા! ભગવાન ! પાગલ જેવી વાતું લાગે એવી છે હોં. આહાહા ! કેમકે દુનિયાની રીત આખી પલટી નાખી લોકોએ. આહાહા! એ દયા, દાન, વ્રત, ભક્તિ, જાત્રાના શુભભાવને લોકોએ ધર્મ મનાવ્યો છે, અને ધર્મનું કારણ મનાવ્યું છે, એ આંહી ના પાડે છે. (શ્રોતા:- પંચમકાળમાં એવું હોય) પંચમકાળ ! અરે પ્રભુ શું કરે? પંચમકાળ આત્માને કયાં લાગુ પડે છે? આત્માને પંચમકાળ કેવો પ્રભુ? આત્માને મુદત કેવી? કે ભાઈ આ શરીરને ૮૯-૯૦ થયા તે આત્માને ૮૯-૯૦ એમ છે? આ તો ધૂળની દશાને થયા ૮૯. પ્રભુ તો અનાદિ અનંત નિત્ય છે, પ્રભુ અંદર તો.
કીધું નહીં એક ફેરી જામનગરમાં એક છોકરો જુવાન હતો. અહીં ૨૫-૩૦ લાખ રૂપિયાની દુકાન નવી કરવી હશે, સૌને કેટલાકને એમ કે મહારાજના દર્શન કરી આવીએ પછી એમ માને. લોકો કે ઠીક હાલે મેં એટલું પૂછ્યું ભાઈ, કીધું આ પચીસ પચાસ વરસ ને સાંઈઠ વરસ કહેવાય છે એ શરીરના કે આત્માના ? તો ઈ કહે હું કાંઈ જાણતો નથી. અરરરર! આ ઉમરું જેને કહેવાય છે, કે ભાઈ સાંઈઠ થયા ને સીત્તેર થયા એ શરીરને કે આત્માને ? બાપુ એ તો જડની સ્થિતિની વાત છે, આત્મા તો અનાદિ અનંત છે. આત્માને મુદત કેવી? અરેરે! વાતું ફેરફાર કરીને માર્ગ વિકૃત કરી નાખ્યો છે, એને ભગવાન પ્રસિદ્ધ કરીને જાહેર કરે છે. આહાહા! ભાઈ આવો એ રાગનો ભાવ એને પુદ્ગલના પરિણામ ગણ્યા, જીવ શુદ્ધ છે તેના એ પરિણામ કેમ હોય? એમ કહે છે. શુદ્ધ દ્રવ્ય શુદ્ધ ગુણ એના મલિન પરિણામ કેમ હોય? આહાહા!
તેથી તે પરિણામને પુગલના ગણી અને એ પરિણામ આત્માનાં સમ્યગ્દર્શનના પરિણામને ગ્રહતું ઉપજતું ને બદલાવતું નથી અને આત્મામાં પણ એવો અકાર્યકારણ નામનો ગુણ છે કે જેથી સમ્યગ્દર્શનશાનનાં પરિણામ થયાં તે રાગ કારણ અને આ કાર્ય એવું એમાં નથી. તેમ મોક્ષનો માર્ગ જે પ્રગટયો અંદર દર્શન, જ્ઞાન, ચારિત્ર તે કારણ અને રાગ કાર્ય એમ નથી. પરમાણુંમાં પણ એમ છે, ચીમનભાઈ ! પરમાણુમાં પણ અકાર્યકારણ નામનો ગુણ છે. આ સવારમાં વિચાર કરતો'તો ખરેખર તો એ પુદ્ગલનાં પરિણામ છે, એ પણ ધર્મનું કારણ થાય એમ નથી, તેમ ધર્મ પરિણામનું એ રાગ કાર્ય છે એમ નથી. આહાહા!
બેસાય એટલું બેસાડો પ્રભુ શું કરે? આહા! અનંત અનંત અનંત અનંતનો પાર નથી એટલા ગુણો, પવિત્રથી ભરેલો પ્રભુ તું છો, એ પવિત્ર પવિત્ર પવિત્ર નિર્મળ ગુણનો ઘણી નાથ એના પરિણામ મલિન કેમ હોય, કહે છે તો દ્રવ્યને એણે જાણ્યું નથી. સમજાય છે કાંઈ
જેને મલિન પરિણામ મારાં છે, એમ માન્યું છે, એણે અનંત પવિત્ર ગુણનો ઘણી હું છું એવું એણે જાણ્યું નથી. અનંત પવિત્ર ગુણનો ઘણી જેણે જાણ્યો એના પરિણામ તો પવિત્ર વીતરાગી શાંત નિર્દોષ પરિણામ હોય. એ નિર્દોષ પરિણામને, રાગ સદોષ પુદ્ગલ પરિણામ તેને કરતું નથી. આહાહાહાહા.. આવી વાતું છે. એમાં ૭૫-૭૬-૭૭–૭૮-૭૯ ઈ ગાથા પાંચ. તાકડે અમારે પ્રેમચંદભાઈ બરાબર આવ્યા છે મોકે, માખણ છે વીતરાગનું, જૈન પરમેશ્વર ત્રિલોકનાથ જિનેશ્વરદેવનું આ ફરમાન છે ભાઈ ! સંપ્રદાયમાં ન હાલે એ માટે કાંઈ વાત ખોટી થઈ જાય સત્ય ઈ? સમજાણું કાંઈ?
આવો હોવા છતાં, પરંતુ પ્રાપ્ય, વિકાર્ય અને નિર્વત્ય એવું જે વ્યાપ્યલક્ષણવાળું પોતાના