SearchBrowseAboutContactDonate
Page Preview
Page 271
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૬ સમયસાર સિદ્ધિ ભાગ-૪ સ્વભાવરૂપકર્મ, શું કહે છે હવે, એ પુણ્ય ને પાપના ભાવ થાય છે, એ પ્રાપ્ય એટલે થયા છે, તે કાળે તે પ્રાપ્ય કહેવાય છે, તેને પુદ્ગલ પ્રાસ ગ્રહણ કરે છે. જે કાળે પુષ્ય ને પાપના ભાવ થયા તે પ્રાપ્ય ધ્રુવ છે, તેને પુગલ ગ્રહે છે આત્મા નહીં. આરે ! આવી વાતું હવે. કહો, જયંતિભાઈ ! કોઈએ સાંભળી ન હોય એવી છે બાપુ, ખબર નથી? દુનિયાની તો ખબર છે ને બાપા, વીતરાગ પરમેશ્વર એવો માર્ગ કયાંય છે નહીં. વીતરાગ સિવાય કયાંય કોઈ પંથમાં આ માર્ગ છે જ નહિ. વેદાંત જે કાંઈ વ્યાપક ને સર્વવ્યાપક એ પણ એકાંત મિથ્યાત્વ છે. આહાહાહા ! આંહી તો પરિણામ પરિણામની વાતું કરે છે. રાગના પરિણામ એ પ્રાપ્ય છે પુદ્ગલનું, રાગના પરિણામ એ પ્રાપ્ય એટલે ધ્રુવ છે પુગલનું, પુગલ તેને ગ્રહે છે, વિકાર્ય પુગલ તેને બદલાવે છે, પુગલપણે ઉપજે છે રાગ, પુદ્ગલ ઉપજે છે. એવું વ્યાપ્ય એટલે કાર્યલક્ષણવાળું પોતાના સ્વભાવરૂપ કર્મ પોતાના સ્વભાવરૂપી કાર્ય કર્તાનું, તેનામાં પુદ્ગલ પોતે અંતર્થાપક થઈને, આકરું કામ. શુભ-અશુભ ભાવમાં પુદ્ગલ અંતર્થાપક થઈને, તે થયાં છે. તે કાળે તેને પુદ્ગલે ગ્રહ્યા છે, પુગલ પરિણમે છે ને પુગલ ઉપજે છે તેમાં. આહાહા ! કેમ કે જીવદ્રવ્ય જે છે પ્રભુ, એનું જેને ભાન થયું, એની વાત છે. જેને ભાન નથી જીવદ્રવ્યની પૂર્ણ શુદ્ધ પવિત્ર સત્તાવાળું આ તત્ત્વ છે એની ખબરું નથી, એ તો રાગના પરિણામને પોતાનું કાર્ય માને અને મિથ્યાત્વ સેવે અને રખડે ચાર ગતિમાં. આહાહાહા ! આજ મકરસંક્રાંત છે, સૂર્ય બદલશે એમ કહે છે ને? એમ ભગવાનનો સૂર્ય રાગમાં એકપણે માનતો હતો અનાદિનો, એ સંક્રમણ કરી નાખ્યું, ફેરવી નાખ્યું. એ રાગ એ પુણ્ય દયા, દાન, જાત્રાના પરિણામ એ હું નહીં, કેમ કે મારું સ્વરૂપ છે એ પવિત્ર છે અને પવિત્રતાના પરિણામ પવિત્ર હોય, પવિત્રતાના દ્રવ્યગુણના પરિણામ પવિત્ર હોય, દ્રવ્ય પવિત્ર, ગુણ પવિત્ર અને એના પરિણામ પવિત્ર, વીતરાગી પરિણામ હોય. લોજીકથી પણ ન્યાયથી પકડવું જોઈએ ને? બાપુ! આ તો ભગવાનનો માર્ગ નિરાળો એમ છે. એવાં રાગના પરિણામને, છે? તેમાં પોતે અંતર્થાપક થઈને પ્રાપ્ય, વિકાર્ય અને નિર્વત્ય એવું વ્યાપ્યલક્ષણવાળું, કાર્યલક્ષણવાળું પોતાના સ્વભાવરૂપ કાર્ય પુદ્ગલ, તેનામાં પુગલદ્રવ્ય પોતે અંતર્થાપક થઈને, રાગના પુણ્યના પરિણામમાં એ પુદ્ગલદ્રવ્ય આદિ મધ્યમાં, આદિમાં પુગલ, મધ્યમાં પુદ્ગલ, અને અંતમાં પુદ્ગલ, એ રાગની આધમાં ભગવાન આત્મા મધ્યમાં કે અંતમાં નહિ, આત્મા એને કહીએ નહિ. આહાહા! સમજાણું કાંઈ? આહાહા! હવે અજાણ્યા ગામમાં જાય ને મુંબઈ જેવામાં, એને દાખલા દલીલ કરીને સમજાવવું પડે. બીજું શું થાય? આહાહા ! તેનામાં પુગલ પોતે અંતર્થાપક થઈને, શેમાં? પોતાના પરિણામ જે રાગદ્વેષ પુણ્યપાપના પરિણામમાં, પુગલદ્રવ્ય પોતે અંતર્થાપક થઈને શરૂઆત, મધ્ય ને અંતમાં એ પુણ્યપાપના ભાવને પુગલ ગ્રહે છે (એ) એનું પ્રાપ્ય છે. ગ્રહે એટલે પ્રાપ્ય તે રૂપે પરિણમે છે તે બદલાવે છે, તે રૂપે ઉપજે છે પુદ્ગલ. આહાહાહા ! અરે ! આવું! અરે ૮૪ ના અવતારમાં દુઃખી દુઃખી, હાથ કપાઈ જાય, પગ કપાઈ જાય, આંખું ફૂટી જાય, એવા અવતાર અનંત થયા છે. એકલો ટળવળે અરે હાય હાય, બાપુ તું કોણ છો પ્રભુ, એ શરીરના કટકા થયા એમાં તારું કાંઈ નથી, તું તો અંદર અખંડ છો. આહાહા !
SR No.008308
Book TitleSamaysara Siddhi 4
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherSimandhar Kundkund Kahan Adhyatmik Trust Rajkot
Publication Year2005
Total Pages501
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, & Spiritual
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy