________________
શ્લોક-૪૬ છે. વિકારના પરિણામને અડ્યા વિના, સ્પર્ધ્યા વિના અને એની હૈયાતી છે માટે જાણવાના પરિણામ અહીંયા થયા એમેય નહિ, મારાં જાણવાના પરિણામ એ મારાથી, સ્વ અને પરને જાણવાના પરિણામ એ મારું કાર્ય છે અને હું એનો કર્તા છું. આવી વાતું છે. આહાહા! સમયસાર !
તેને “અભિતઃ” ચારે બાજુથી શમાવતી, કોઈ પડખે પણ જ્ઞાતા રાગનો કર્તા એમ વ્યવહારથી નહીં અને નિશ્ચયથી નહીં એમ. નિશ્ચયથી નહિ પણ વ્યવહારથી તો ખરો કે નહીં કહે? કહે ના, બધી રીતે પરથી છૂટો પડી ગયો છે. બધી તરફથી શમાવતી જ્ઞાનજ્યોતિ, ચૈતન્યજ્યોતિ ઝળહળ પ્રભુ. એવા ચૈતન્યજ્યોતિના અસ્તિત્વને દૃષ્ટિમાં લેતાં, એ દૃષ્ટિ રાગના કર્તાકર્મપણે હતી, એ દૃષ્ટિને ત્રિકાળી જ્ઞાયક ઉપર સ્થાપતાં, એ જ્ઞાનજ્યોતિ સ્કુરાયમાન થાય છે. કર્તા કર્મમાં વિકાર સ્કુરાયમાન હતો. અજ્ઞાનીને કર્તાકર્મમાં વિકાર પ્રગટ સ્કુરાયમાન એ છે મારું કાર્ય. એ જ્ઞાનજ્યોતિ થતાં, ચૈતન્યજ્યોતિની અંતરદૃષ્ટિ થતાં એ જ્ઞાનજ્યોતિ સ્કુરાયમાન થાય છે, તે તેનું કાર્ય છે, એમ કહે છે. સમજાણું? આહાહા! આવું ઝીણું છે. આહાહા ! પ્રભુનો મારગ છે શૂરાનો એ કાયરના ત્યાં કામ નથી. આહા!
શું કહ્યું એ ? એમ કહેતો કે હું એક વિકારનો એકલો કર્તા છું, એ અજ્ઞાન હતું. એ અજ્ઞાનને ચારેકોરથી શમાવતાં એ નિશ્ચયથીયે નહીં ને વ્યવહારથીયે નહીં. હું તો જ્ઞાનજ્યોતિ સ્કુરાયમાન તે રાગને જાણતું જ્ઞાન, પોતાને જાણતું ને રાગને જાણતું એ વ્યવહારથી, એવું જ્ઞાન સ્કુરાયમાન થાય છે. એ જ્ઞાનના પરિણામ તે મારું કાર્ય અને હું કર્તા, આવી વાત છે. અરેરે! એણે સંસારના ઉદ્ધારનો મારગ આ છે. આહા !
સ્કુરાયમાન થાય છે. એટલે શું કહે છે? શક્તિરૂપે તો હતું, ઓલાયે એમ લખ્યું છે કે પારિણામિક શક્તિ તો હતી, કેવળજ્ઞાન થાય ત્યારે એ વ્યક્તરૂપે થાય છે એમ લખ્યું છે ઓલા સાગરે, જ્ઞાનસાગરે અરે ભાઈ ! અહીંયા તો જ્ઞાન સ્વભાવ, સ્વભાવ એનું સત્ત્વ ત્રિકાળી શું હતું એને એના ઉપર ભેદજ્ઞાનથી દૃષ્ટિ પડતાં એ જ્ઞાનના પારિણામિક ભાવ છે એની પર્યાયમાં વ્યક્તતા પ્રગટ થાય છે. એ પારિણામિક ભાવ જે શક્તિરૂપ હતો જ્ઞાનરૂપ, વસ્તુરૂપ એને રાગથી ભિન્ન પાડતાં એ જ્ઞાનજ્યોતિ શક્તિમાંથી વ્યક્તતાની સ્કૂરાયમાન થઈ, આંહીં સ્કુરાયમાન કહ્યું ને? આહાહાહા ! ઓહોહો!
સંતો તારી વાત ક્યાંય મળે એવી નથી પ્રભુ અને મીઠી મધુરી સીધી વાત. આહાહા ! એમ કે વ્યવહાર રત્નત્રયનો વ્યવહારે તો કર્તા છું ને? નિશ્ચયથી નહિ, એમ નહિં, બધી રીતે કહે છે. આમ જ્ઞાનજ્યોતિ ચૈતન્યસ્વરૂપ વસ્તુ જે ત્રિકાળ તેને રાગથી ભિન્ન પાડતાં જ્યાં ભાન થયું ત્યાં જ્ઞાન શક્તિરૂપે જે સ્વભાવ હતો તેની વ્યક્તિરૂપે પર્યાય પ્રગટ થઈ, એ મારું કાર્ય ને હું એનો કર્તા એ તો એક ભેદથી એ સમજાવવું છે. આહાહાહા ! સમજાણું કાંઈ ? આહાહાહા !
આવી ચીજ અમૃત ભર્યા છે, અમૃતચંદ્રાચાર્યે પંચમઆરામાં, પંચમઆરાના સાધુ છે. આહાહા ! આત્માને ક્યાં આરો છે? આહાહા ! એનો ક્યાં છેડો છે આરો છે એટલે? આહાહાહા !
પરમસ્વભાવભાવ ભગવાન આત્મા, રાગાદિને શમાવતી એ મારું કાર્ય નહીં. અને મારું કાર્ય તો સ્કુરાયમાન ચૈતન્યની શક્તિમાંથી પ્રગટ અવસ્થા, જે રાગને જાણનારી ને પોતાને જાણે