________________
સમયસાર સિદ્ધિ ભાગ-૪
પુદ્ગલ દ્રવ્ય પોતાની એટલે ? કર્મ, કર્મનો ગુણ અને એના અંદર જે અનુભાગ શક્તિ આદિ અને એનું પરિણામ આ રાગાદિ, કર્મ પુદ્ગલ એનો અનુભાગ આદિ એનો ગુણ, અને એની પર્યાય જે રાગાદિ તે એની પર્યાય, એવા પોતાનાં દ્રવ્યગુણ પર્યાયને પુદ્ગલ નહીં જાણતું અને એ પુદ્ગલ જીવનાં દ્રવ્યગુણ પર્યાયને નહીં જાણતું, (પ્રવર્તે છે). આહાહાહા ! ઓહોહો ! કુંદકુંદાચાર્ય, અમૃતચંદ્રાચાર્ય ( એ ) કેવળીના કેડાયતો, ઓહોહો ! વસ્તુને સ્પષ્ટ કરીને જગત પાસે જાહેર કરી છે. સમજવું હોય તો સમજો બાપુ, માર્ગ આ છે. આહાહા ! ‘પુદ્ગલ અપિ અજાન' પુદ્ગલ શબ્દે રાગ દયા, દાન એ બધા પુદ્ગલ છે, એ પુદ્ગલ પરિણામીનું પરિણામ માટે તેને પુદ્ગલ કીધાં, એ પુદ્ગલ દ્રવ્ય પોતાની એટલે દ્રવ્યગુણ પર્યાયની અથવા ઉત્પાદ વ્યય ધ્રુવની, અને ૫૨ની પરિણતિને એટલે ૫૨ના દ્રવ્યગુણ પર્યાયને નિર્મળ, અને એના ઉત્પાદ વ્યય ધ્રુવને નહીં જાણતું પ્રવર્તે છે. આહાહાહા !
છે ને સામે, છે કે નહીં પુસ્તક ? હૈં ( શ્રોતાઃ- એમાં લખ્યું હોય તો ને ) આમાં લખ્યું છે ને ? પરિણામીનું પરિણામ, આંહી પરિણામીનું પરિણામ, આંહી પરિણામીનું પરિણામ, ધીરાના કામ છે ભાઈ. વીતરાગ માર્ગ સમ્યગ્દર્શન એ કોઈ અલૌકિક ચીજ છે. ચારિત્રની તો વાતું ક્યાં કરવી બાપુ, એ તો ક્યાં છે અત્યારે ? આ તો સમ્યગ્દર્શનના પરિણામ, એ દ્રવ્ય પરિણામીના એ પરિણામ છે. તે પરિણામને જ્ઞાની જાણતો દ્રવ્યગુણ પર્યાયને અને રાગના પરિણામને અને પુદ્ગલને શાની જાણતો, શેય-જ્ઞાયક સંબંધ છે એટલી વાત કરી, રાગ જ્ઞેય છે અને આત્મા જ્ઞાયક છે, પરિણામમાં એટલો વ્યવહા૨ સંબંધ. પણ તે શેયના પરિણામને આત્મા કરે ને જ્ઞાનના પરિણામને જડ કરે, એમ નથી. આહા ! એ પુદ્ગલ પરિણામ પોતાની અને ૫૨ની પરિણતિને નહીં જાણતો, ત્યાં પરિણતિમાં દ્રવ્યગુણ પર્યાય, ઉત્પાદ વ્યય ધ્રુવ ત્રણેય લેવા.
66
‘નિત્યમ અત્યન્ત ભેદાત્' આહાહાહા ! આમ તેમનામાં ‘નિત્યમ્’ નામ સદા તેમનામાં એટલે બે માં, ભગવાન આત્માના દ્રવ્યગુણ પર્યાય ને જડના દ્રવ્યગુણ પરિણામ પર્યાય, “બે માં સદા અત્યંત ભેદ હોવાથી”, સદા અત્યંત જુદા બેયની ચીજ જુદી છે. હવે અહીંયા તો શુભરાગ દયા, દાન ને વ્રતનો થાય એ ધર્મ છે, એમ કહે છે. અરે ભગવાન ! આસ્રવ છે, બંધ છે, વિકાર છે એ સ્વભાવનું ફળ રાગ ક્યાં છે ? સ્વભાવ ફાટે તો તો નિર્મળ થાય એ તો, વિકાર થાય ? આહાહાહા!
૨૬૬
એ સદા અત્યંત આમ, આમ કીધું ને, આ કીધું એ પ્રમાણે, તેમનામાં સદા અત્યંત ભેદ હોવાથી, બંને ભિન્ન દ્રવ્યો હોવાથી, આહાહાહા ! દયા, દાનના પરિણામ એ પુદ્ગલદ્રવ્યમાં જાય છે, અને તેને જાણવાના સમ્યગ્દર્શન જ્ઞાનના પરિણામ એ જીવમાં આવે છે. પુંજાભાઈ ! આવી વાતું છે. આહાહાહા ! પ્રેમચંદભાઈ ગયા બિચારા આજે, પણ બહુ પ્રેમ લઈ ગયા લંડન, ફરીને હવે આવીશ કહે ઝટ. લંડનમાં રહે છે ને ? વાંચે છે ત્યાં, જેને હજી વાંચનનું શ્રવણેય મળતું નથી. અરેરે, એ સ્વપરિણામ નિર્મળ છે અને તે દ્રવ્યથી થાય છે પરિણામીથી તે ધર્મની પર્યાય થાય છે, રાગથી અને નિમિત્તથી નહીં. આહાહાહા !
હવે આંઠી તો કહે છે કે પૂજા, ને વ્રત એ રાગ નથી, બંધનનું કારણ નથી એમ કરે છે લોકો, અરેરે ! વાંચ્યું છે ને આજ, આહાહાહા ! કોણ એય હિંમતભાઈ, કાંતિલાલ તમારો મુંબઈનો