SearchBrowseAboutContactDonate
Page Preview
Page 349
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૪ સમયસાર સિદ્ધિ ભાગ-૪ આવ્યો'તો ને આંહી. એનો છોકરો પરણ્યો'તો ને આવ્યો'તો આંહી. નાનો રમણિકથી નાનો. આ બધા સ્વતંત્રે સ્વતંત્ર કોઈ કોઈના દિકરા નથી ને કોઈ કોઈનો બાપેય નથી. આહાહા.....! આવું છે ભાઈ ! કીધું શું ? કે પોતાથી અભિન્ન પરિણામ અજ્ઞાની રાગદ્વેષને કરે શુભ-અશુભ ભાવને કરે એ પરિણતિની ક્રિયાથી કરવામાં આવે છે, એથી તેને કરતો પ્રતિભાસો, પરંતુ પુદ્ગલના પરિણામને એટલે કે કર્મબંધનની અવસ્થાના પરિણામના કરવાના અહંકા૨થી ભરેલો હોવા છતાં મેં કર્મ બાંધ્યા, મેં કર્મ બાંધ્યા, એવો જે “અહંકારી જીવ હોવા છતાં પણ તે પોતાના પરિણામને અનુરૂપ એવાં પુદ્ગલનાં પરિણામને” રાગદ્વેષને અનુકૂળ છે એ તે પ્રકારે ત્યાં ૫૨માણું બંધાય એને કારણે, પુદ્ગલને કા૨ણે, એવા પુદ્ગલના પરિણામને “કે જે પુદ્ગલથી અભિન્ન છે અને પુદ્ગલથી અભિન્ન પરિણતિમાત્ર ક્રિયાથી કરવામાં આવે છે.” ઝીણી વાત છે. એ ૫૨માણું જે હતા પહેલાં કર્મરૂપે નહિ થયેલા એ પરિણતિ બદલીને કર્મરૂપ અવસ્થા કર્મમાં થઈ તે ક્રિયા ૫૨માણુની છે, આત્માની નહિ. આકરી ગાથાઓ આવી છે. આહાહા ! કે જે પુદ્ગલથી અભિન્ન છે અને પુદ્ગલથી અભિન્ન પરિણતિ માત્ર ક્રિયાથી કરવામાં આવે છે, “તેને ક૨તો ન પ્રતિભાસો,” એટલે શું કીધું ઈ ? કે જે કર્મ બંધાય છે ને આઠ કર્મ છે. જ્ઞાનાવરણી, દર્શનાવ૨ણી, મોહનીય, અંતરાય, વેદનીય, શાતા-અશાતા, આયુષ્ય નામ ને ગોત્ર કર્મ બંધાય છે એ ૫૨માણું હતા. એ પહેલી કર્મની અવસ્થા એમાં નહોતી, બીજી અકર્મરૂપ હતી એ પછી બદલીને કર્મરૂપ અવસ્થા થઈ, એ ક્રિયા તે પરમાણુથી કરેલી છે. એ ૫૨માણુથી કરેલી છે, આત્માથી નહિ. જેવા ભાવ કરે એવું આયુષ્ય બંધાય એમ કહેવાય છે, લ્યો ભાઈ, આ ઢોરનું આયુષ્ય બંધાઈ ગયું. આને એવા પરિણામ આકરા કરેલા આડાઈના, આડાઈના, આડાઈના સમજાય છે ? આ તિર્યંચ છે ને તિર્યંચ ગાય ભેંસ આડા છે આમ, ગાય, ભેંસ, ઘોડા, ખિસકોલી, નોળ, ને કોળ આમ આડા છે, માણસ આમ ઊભા છે. ૫૨માત્મા એમ કહે છે કે એ આડા કેમ શરી૨ થયા એનાં, કે પૂર્વે એણે આડોડાઈ રાગદ્વેષની કષાયની ઘણી કરેલી, એમાંથી આંહી કર્મબંધન થયું એ કર્મબંધનના કારણે આ પરિણામ થયા ને આ પરિણામને લઈને કર્મબંધન થયું એમ નહિ, અને એ કર્મબંધનનો જ્યાં ઉદય આવ્યો ત્યારે એને તિળું શરીર મળ્યું, ગાય, ભેંસ, ઘોડા, ખિસકોલી, નોળ, કોળ એ કર્મનું તો નિમિત્ત માત્ર છે, અને તે વખતે તે જ ૫૨માણું ઘોડાપણે અને ગાયપણે પરિણમવાના પર્યાયથી થયા છે. આમાં કયાં કેટલું યાદ રાખવું ? સમજાણું કાંઈ ? મોટા કરોડોપતિ અબજોપતિ શેઠિયા હોય ધર્મ કર્યો ન હોય, તેમ સત્ સમાગમ સાચો બે ચા૨ કલાક સેવવો અને બે ચાર કલાક વાંચન કરવું તો પુણ્ય હોં એ પુણ્યય કર્યું ન હોય અને મરીને જાય, ઢો૨માં જાય, એ પૂર્વે એણે પરિણામ એવા કર્યાં એનું બંધન થયું એ બંધનના કર્તા એ જીવ નહિ, અને બંધનના પરિણામનો ઉદય આવ્યો માટે ત્યાં શરી૨ આમ આડું થયું, એ આડા પરિણામ એ પૂર્વના બંધનના પરિણામ થયા તેનો કર્તા નહિ. આહાહાહા ! બહુ વાતે ફેર, વાતે વાતે ફેર. ઓલાં નથી કહેતા આપણે, “આનંદ કહે ૫૨માણંદા, માણસે માણસે ફેર, એક લાખે તો ન મળે, અને એક ત્રાંબિયાના તેર” એમ ભગવાન કહે છે કે મારે
SR No.008308
Book TitleSamaysara Siddhi 4
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherSimandhar Kundkund Kahan Adhyatmik Trust Rajkot
Publication Year2005
Total Pages501
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, & Spiritual
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy