________________
ગાથા-૯૩
४७३ આ આત્માનું જ્ઞાન ને આનંદ થાય એ પરિણતિ એ સરસ્વતી છે, અરે પણ શું થાય ભાઈ, વ્યવહારમાં હોય તો વીતરાગની વાણી તે સરસ્વતી છે, પણ એને માનવું એ પણ એક શુભ ભાવ છે, ધર્મ નહિ. આકરી વાતું ભાઈ ! આહાહાહા ! એ શુભ રાગને જાણનારું જ્ઞાન તે આત્માનું છે, એ રાગ આત્માનો નહિ. આહાહાહા !
આ ભક્તિવાળાને આકરું પડે, ભગવાનની ને ગુરુની ભક્તિ કરીએ તો કલ્યાણ થઈ જાય. આ ભગવાન કહે છે કે મારી ભક્તિ કર તો રાગ છે, હું પરદ્રવ્ય છું, તારું સ્વદ્રવ્ય છોડીને અમારા ઉપર આવીશ તો રાગ છે, અને આ રાગથી કલ્યાણ માનીશ તો મિથ્યાત્વ છે. ભારે આકરું કામ બાપા. જનમ મરણથી રહિત થવાનો પ્રભુનો મારગ અલૌકિક છે. આહા...
શું કીધું? એ પુદ્ગલની પરિણામની અવસ્થા પુદ્ગલથી અભિનપણાને લીધે આત્માથી સદાય ભિન્ન છે, અને તે રાગદ્વેષ સુખદુઃખના પરિણામ પુદ્ગલના ગણીને એનું જે આહીં જ્ઞાન થાય, છે? એ જ્ઞાન આત્માથી અભિન્ન છે અને પુદ્ગલથી રાગથી અત્યંત ભિન્ન છે. એ રાગ જે થયો છે એ પુગલની દશા, તેના નિમિત્તથી અહીં જે જ્ઞાન થયું છે, એ જ્ઞાનથી પુગલની દશા તન્ન ભિન્ન છે, અને રાગની દશાથી આત્માનું જ્ઞાન થયું જે રાગનું એ જ્ઞાનથી, પર્યાય રાગની તન્ન ભિન્ન છે, અને રાગથી આ જ્ઞાનની પર્યાય તન્ન ભિન્ન છે.
આ તો હજારો વર્ષથી ટીકા થઈ ગયેલી છે. મુનિ સંત દિગંબર સંતોએ કરેલી છે. બે હજાર વર્ષ પહેલાં કુંદકુંદાચાર્ય એમની ગાથા છે. એ ભગવાન પાસે ગયા હતા સંવત ૪૯. આહાહા ! અરેરે સત્ય છે એ સાંભળવા મળે નહિ. સાંભળવામાં પણ શુભરાગ છે, અને આત્મા તો રાગથી ભિન્ન છે. સમજાણું કાંઈ ? એ રાગનું અહીં જ્ઞાન થાય તે જ્ઞાનથી રાગ ભિન્ન છે, અને તે જ્ઞાનથી આત્મા અભિન્ન છે. આહાહાહા ! આવી વાતું છે. છે કે નહિ એમાં ? (શ્રોતાઃ- એકલું રાગનું જ્ઞાન કે ભેગું આત્માનું પણ જ્ઞાન?) એ આત્માનું જ જ્ઞાન છે ને ? રાગનું જ્ઞાન એ કોનું જ્ઞાન? એ તો રાગનું જ્ઞાન કહીને, જ્ઞાન તો પોતાનું છે, (શ્રોતા- સ્વપરપ્રકાશક છે) પણ આહીં રાગ રૂપરપ્રકાશક અપેક્ષાથી છે. એ રાગ થયો તે વખતે પણ પોતે આત્માનું જ્ઞાન છે અને એ જ્ઞાનમાં રાગનું જ્ઞાન તો નિમિત્તથી કહ્યું છે. બાકી જ્ઞાન તો પોતાનું છે એ, રાગ સંબંધીનું જ્ઞાન એ પોતાનું છે. એ રાગ છે એ તો પરશેય છે. અને એ રાગનું અહીં જ્ઞાન થયું છે એ શેય છે.
આરે હવે આવી વાતું. હવે આમાં મોં માથું કયાંય હાથ આવે નહિ. મારગ એવો છે બાપુ. વીતરાગ ત્રણલોકના નાથ જિનેશ્વરદેવ એની પાસે ઇન્દ્રો, એકાવતારી આવતા એ ગલુડીયાની જેમ બેસે સાંભળવા. એ બાપુ વાણી કેવી હોય ભાઈ. અરરર એના ભાવ કેવા હોય ? આહાહા ! અલૌકિક છે.
એ રાગદ્વેષ ને સુખદુઃખના પરિણામનું આંહીં જ્ઞાન થાય આત્મામાં એ આત્માનું જ્ઞાન છે, એનું જ્ઞાન કહેવું એ તો નિમિત્તથી સમજાવે છે,
એ આત્માથી અભિનપણાને લીધે પુદ્ગલથી સદાય અત્યંત ભિન્ન છે. એ રાગદ્વેષના પરિણામથી રાગદ્વેષનું જે જ્ઞાન એ જ્ઞાનથી રાગદ્વેષના ભાવ તદ્ન ભિન્ન છે. અને રાગદ્વેષથી એ રાગદ્વેષનું જ્ઞાન થયું એ રાગદ્વેષથી તદ્ન ભિન્ન છે. આરે આરે આવું ધ્યાન રાખે તો માંડ