SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૮ સમયસાર સિદ્ધિ ભાગ-૪ થકો, સર્વ વિકલ્પોને જલ્દી વમી નાખ્યા એવો, નિર્વિકલ્પ અભેદ, વિકલ્પ વિનાનો ભગવાન, નિર્વિકલ્પ અચલિત, લ્યો ન્યાંય આવ્યું અચલિત, ઓલામાં નિશ્ચલ હતું ને? ચળે નહિ એવું. આહાહા ! નિર્મળ આત્માને અવલંબતો, નિર્મળ પૂર્ણાનંદનો નાથ પ્રભુ તેને અવલંબતો, એનો આશ્રય કરતો, તેના સન્મુખ થતો, તેને અવલંબતો, વિજ્ઞાનઘન થયો થકો-વિજ્ઞાનઘન થયો થકો, ભલે વિશેષજ્ઞાન ન હો, પણ જે આસવથી નિવૃત્તિને અનુભવમાં આવ્યો એ વિજ્ઞાનઘન થયો છે હવે. આહાહા ! સમજાણું કાંઈ? - વિજ્ઞાનઘન થયો થકો, આ આત્મા આસ્રવોથી નિવર્તે છે, આ વિધિ. શેરો કેમ કરવો? કે પહેલું ઘી માં લોટ શેકવો, પછી ગોળ ને સાકર નાખવું. એમ પહેલો આત્માનો આવો નિર્ણય કરવો, નિર્ણય કરતાં અનુભવ થતાં વિકલ્પ છૂટી જશે. અને વિકલ્પ છૂટતાં વિજ્ઞાનઘન થયો થકો, જ્ઞાનમાં-સ્વરૂપમાં એકાગ્ર થતાં ઘન થયો, પિંડ થયો, જે આમ અસ્થિર થતો તો જે રાગને લઈને, એ અસ્થિરતા છૂટીને વિજ્ઞાનઘન થયો થકો, “આ” આત્મા, આ’ આત્મા એમ પાછો, બીજો આત્મા નહિ, આસ્રવોથી નિવર્તે છે. લ્યો આ આસવને નિવર્તવાની આ વિધિ. અરે ! અરે ! પહેલી તો સાંભળવી કઠણ પડે, બાપુ મારગ તો આ છે ભાઈ “એક હોય ત્રણ કાળમાં પરમાર્થનો પંથ.” આહાહા ! આસવ એટલે દુઃખ ને આસ્રવ એટલે મેલ, એનાથી નિવર્તવાની આ વિધિ ને આ રીત છે. આહાહા ! (શ્રોતા:- પાત્ર શુદ્ધિની વાત તો આવી નહીં) એ થઈ ગઈ, પાત્ર શુદ્ધિ. એટલે આ પહેલો આવો વિકલ્પથી નિર્ણય કરે છે એ પાત્ર થઈ ગયો, હવે છોડે છે એટલે સ્થિર થઈ ગયો. એટલે? આવો જે નિર્ણય કરે છે એને પાંચ ઇન્દ્રિયમાંથી નિરોધ થઈ ગયો છે અંદર, પાંચ ઇન્દ્રિય તરફથી તો અટકી ગયો છે, હવે અંદર નિર્ણય કરે છે ને મન સાથે, સમજાણું કાંઈ? પાંચ ઇન્દ્રિય તરફના વલણવાળું તો અટકી ગયું છે ત્યાં, કારણકે આમ નિર્ણય કરે છે જ્યારે, મનનો વિકલ્પ હજી છે પણ પાંચ ઇન્દ્રિય તરફનું વલણ તો અટકી ગયું છે ત્યારે અંદરથી આવો નિર્ણય કરે છે. આહાહાહા! સમજાણું કાંઈ? આહાહા! પાંચ ઇન્દ્રિય તરફના વલણનો ભાવ તો છૂટી ગયો છે, એક મનના વિકલ્પનો ભાવ રહી ગયો છે, એમાં આ નિર્ણય કર્યો છે, એ વિકલ્પ. બહુ વાત અસલ અસલી ચીજ છે આ. આહાહા! ‘આ’ આત્મા એમ પાછો બીજો આત્મા એમ નહિ એ. “આ” “આ આત્મા, આસ્રવોથી નિવૃત છે. આ વિધિએ દુઃખથી નિવડે છે આસ્રવોથી કહો, દુઃખથી કહો, મેલથી કહો, મળથી કહો, નિવર્તે છે, આ વિધિ છે. (શ્રોતા – આ નિર્ણય સવિકલ્પ નિશ્ચય ખરો) હા, સવિકલ્પ છે એ પણ એ સવિકલ્પ એવો છે કે એને છોડવું જ છે હવે એ, ત્યાં રહેવું છે એમ નહિ. ફક્ત પાંચ ઇન્દ્રિય તરફનું વલણ ઘટાડી અને મનના વિકલ્પમાં આવ્યો છે, પહેલો ત્યાં સુધી એકદમ ખસી શક્યો નથી માટે પણ એ ખસવા માટે એ વિકલ્પમાં આવ્યો છે, છોડવા માટે, આવ્યો છે એ. આહાહાહા ! કહો, પંડિતજી! આવું છે. (શ્રોતાઃ- એ જીવ અંતર્મુહૂતમાં પામી જાય?) અંતર્મુહૂતમાં, એક સમયમાં વિકલ્પમાં અંતર્મુહૂત લાગે, નિર્ણય કરતાં, છૂટવામાં એક સમય. આહાહા ! આવી વાતું છે બાપુ. આહા! વીતરાગ સર્વજ્ઞ પરમાત્માનો આ હુકમ છે આથી બીજી રીતે કરવા જાય તો નહિ છૂટે. આહા !
SR No.008308
Book TitleSamaysara Siddhi 4
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherSimandhar Kundkund Kahan Adhyatmik Trust Rajkot
Publication Year2005
Total Pages501
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, & Spiritual
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy