________________
ગાથા-૭૧
૪૭
ચૈતન્યઘન એની રુચિમાં-પોષાણમાં આવ્યો નહીં. આહાહા ! આવી વાત દિગંબર સંતો સિવાય કયાંય છે નહીં! એનાં સંપ્રદાયવાળાનેય ખબર ન મળે, ત્યાં બીજે તો કયાં હતી? કહો, સુરેન્દ્રજી ? ( કહે છે ) ક્રોધ એટલે કે વિકાર ભાવની રુચિ એ ક્રોધ-વિકારભાવની રુચિ તે ક્રોધતે માન-તે માયા ને તે લોભ ! આહા ! શું ટીકા !
“આ રીતે આત્માને અને ક્રોધાદિકને નિશ્ચયથી એકવસ્તુપણું નથી.”–બે એક વસ્તુ નથી. શુભ-અશુભ રાગની રુચિ એ ક્રોધ એ બીજી ચીજ છે અને ભગવાન આત્મા આનંદને જ્ઞાનસ્વરૂપનું પરિણમન એ બીજી ચીજ છે. ચીજ બેય ભિન્ન છે. નિશ્ચયથી આત્મા( નો ભાવ ) અને ક્રોધાદિક( ના ભાવ ) એક વસ્તુ નથી. જેમ ઝેર અને સાકર એક વસ્તુ નથી એમ પુણ્ય-પાપના પરિણામની રુચિનો ભાવ, એ અન્ય વસ્તુ છે, અને ભગવાનની (નિજાત્માની ) રુચિનું પરિણમન અન્ય ચીજ છે. આવી વાતું છે. જિંગિયું જગતની ચાલી જાય છે આમ બફમમાં ને બમમાં ! કાંઈ તત્ત્વની વસ્તુની ખબર વિના, આવી ચીજ ભગવાનની-૫૨મેશ્વ૨ની વાણીમાં આવી છે.
'
“આ પ્રમાણે આત્મા અને આસ્રવોનો વિશેષ (તફાવત ) દેખવાથી” દેખો ! શું કીધું ? આત્મા એ તો આનંદ ને જ્ઞાનસ્વરૂપી પ્રભુ ! અને એનાથી વિરુદ્ધ પુણ્ય-પાપના પરિણામભાવ આસ્રવ, પુણ્ય પરિણામના ભાવ (પણ ) એ આસ્રવ (છે) એ ધર્મ નથી, એ તો નવા કર્મ આવવાનું કારણ એવો આસ્રવ અને આત્મા ! છે ? આહાહા ! આત્મા અને આસ્રવોનો અંતર (–તફાવત ) દેખવાથી, વિશેષની વ્યાખ્યા કરી હવે અંતરની ( તફાવત ) ની પછી ક૨શે. આમ ભગવાન આત્મા જ્ઞાન ને આનંદસ્વરૂપ વસ્તુ અને રાગની રુચિનો ભાવ (એ) ક્રોધ, એ અન્યવસ્તુ એ આસ્રવ અન્યવસ્તુ ! જ્યારે આત્મા એનો ભેદ દેખે છે. એ અંત૨ થયું. વિશેષ ને અંતર ( બે ) શબ્દ પડયા છે ને ! મૂળ શબ્દમાં વિશેષ, અંતર બેની વિશેષ નામ જુદાઈને અને એનો ભેદ. આહાહાહા !
આત્મા અને આસ્રવોના-આસ્રવ શબ્દ જે ઓલા સ્વભાવની રુચિ છોડીને, પુણ્ય-પાપની રુચિનો ભાવ એ મિથ્યાત્વ ને રાગદ્વેષ એ આસ્રવ, સમજાણું કાંઈ...? અને આંહી ભગવાન આત્મા એનાથી ભિન્ન, એ બેયને ભિન્ન(ભિન્ન ) ન દેખવાથી, ને જ્યારે આ આત્મા ને એની ભિન્નતા જાણે છે વિશેષ અંતર દેખે છે. આહા ! જોયું ? ઓલા અંતર નહીં દેખવાથી એ અજ્ઞાન, બેયનું અંત૨ દેખવાથી ( એ જ્ઞાન ) આઠા ! આ આત્મા જ્યારે એ ભેદ જાણે છે કે પુણ્ય-પાપના ભાવ એ આસ્રવ છે વિકાર છે-રુચિ ૫૨ છે અને ભગવાન આત્મા આનંદસ્વરૂપ એનું પરિણમન ભિન્ન છે.
('
“ત્યારે આ આત્માને અનાદિ હોવા છતાં પણ અજ્ઞાનથી ઉત્પન્ન થયેલી એવી (૫૨માં ) કર્તાકર્મની પ્રવૃત્તિ નિવૃત્ત થાય છે.”–શું કીધું એ ? એ પુણ્ય-પાપના જે ભાવ એ આસ્રવ છે, એ ધર્મનથી–સંવ૨ નથી–આત્મા નથી. આઠાઠા ! એ પુણ્ય ને પાપના ભાવ આસ્રવ છે, અને મારી ચીજ( આત્મા ) ભિન્ન છે, એમ અંતર-ભેદ કરીને, પોતાના સ્વરૂપનું જ્ઞાન કરે છે. “ત્યારે અજ્ઞાનથી ઉત્પન્ન થયેલી એવી ૫૨માં”–અનાદિથી રાગ મારું કાર્ય ને હું તેનો કર્તા, એવી જે અજ્ઞાનની પ્રવૃત્તિ અનાદિની હતી, આહાહા ! સમજાણું કાંઈ... ? એ શુભભાવ છે રાગ, એ મારું