________________
૨૬
સમયસાર સિદ્ધિ ભાગ-૪
તેનો વ્યાપાર જોઈએ, એને ઠેકાણે, વેપાર શબ્દ પડયો છે ? આ તમારો વેપાર આવ્યો આ બધો, છતાંય એ વ્યાપાર આ, એ કારખાનામાં કામ કરે એ વ્યાપાર ઈ એનો નહિ. કા૨ખાનાની જે અવસ્થા થાય છે, એનો વ્યાપાર આત્મા કરે એ તો અજ્ઞાનમાંય નહીં. એની જે અવસ્થા કારખાનાની થાય છે તે અવસ્થાના કર્તા એ ૫૨માણું પુદ્ગલ પણ નહિ, એ પર્યાય તેની કર્તા, પર્યાય પર્યાયની કર્તા. આહાહાહા !
ત્યાં ગયા ’તા ને એક ફેરી ઉજ્જૈન-ઉજ્જૈન, લાલચંદભાઈનું છે ને ઓલું મીલ મીલ, ત્રણ કરોડનું, ત્યાં ગુજરી ગયા, પણ ભ્રમણામાં બધા એવું બધું હાલતું હોય ને બ્રાહ્મણ પાસે જપાવે એમ કાંઈક એમ લાભ થાય. ન્યાં લઈ ગયા’ તા એક ફેરી પગલાં કરવા. તે આખો સંચો એકલો માણસ એક જ ઊભો હોય બસ !( ઓટોમેટિક ) એ એની મેળાયે હાલે. રૂ નાખે ત્યાં આમ કપડું થઈને બહાર નીકળે એવો સંચો ત્રણ કરોડનો, પણ એ પર્યાય જે થાય છે એ જોડે માણસ ઊભો હોય એણે કરી તો નથી પણ એ પર્યાય જે આમ-આમ થાય છે, એનો કર્તા એ ૫૨માણું જે પુદ્ગલ છે ઈ એનો એ કર્તા નહિ, એનો આત્મા તો એનો કર્તા નહિ, એને રાગ થાય એ પણ એનો કર્તા નહિ, રાગ એનો કર્તા નહિ, અને એ પર્યાય થાય એનો એનાં ૫૨માણું છે એય કર્તા નહિ, અરેરે ! આંહીં સુધી જાવું, વીતરાગ માર્ગની ઊંડપ ઘણી બાપા. આહાહા ! એની પર્યાયનો કર્તા એ પર્યાય છે.
આંહી કહે છે કે આ પર્યાયનો કર્તા કોણ ? આ રાગની અજ્ઞાની સ્વભાવના અજ્ઞાનને લઈને જે રાગાદિમાં પ્રવર્તે છે એ પર્યાયનું કાર્ય કોનું ? એ અજ્ઞાનીનું, ખરેખર તો એ પર્યાયનું કાર્ય છે અજ્ઞાન પર્યાય. આહાહા ! દ્રવ્યગુણ નહીં. આહાહા !
એ સહજ ઉદાસીન, જ્ઞાતાદેષ્ટા માત્ર, જ્ઞાતાદેષ્ટા માત્ર! રાગેય નહિ એમાં જોઈએ, વ્યવહા૨૨ત્નત્રયનો જે વિકલ્પ રાગ એ પણ એની અવસ્થા નહિ. એ તો જ્ઞાતાદેષ્ટાની વીતરાગ અવસ્થામાત્ર. તેનો ત્યાગ કરીને, એટલે કે તેને ઉત્પન્ન નહિ કરતો. આવો સહજ માર્ગ ઊંડો, વાણિયાને હાથ આવ્યો પણ વાણિયા-નવરાશ ન મળે, એય ચીમનભાઈ ? ( શ્રોતાઃ- એ વાત સાચી પણ કરી શકે તો એ વાણિયા જ ક૨શે ) એ વાત સાચી છતાંય ક૨શે તો એ જ ક૨શે. હૈં ? આહાહા ! આવો મારગ !
તીર્થંકર સર્વ અનંત તીર્થંકરો, અનંત કેવળીઓએ આ કહ્યું, ભગવાન (તીર્થંકરદેવ ) બિરાજે છે મહાવિદેહક્ષેત્રમાં, એ ( સીમંધર ) ભગવાને કહ્યું એ પોતે ઝીલ્યું, જાણ્યું અને આંહી આવીને રચના થઈ આ શાસ્ત્રની. અરેરે ! એ શાસ્ત્રની ટીકાની રચના થઈ એનો કર્તા કહે છે કે એ આત્મા નહિ. અરેરે ! એ પર્યાયોનો કર્તા એના ૫૨માણું નહિ. અ૨૨૨ ! આવી વાતું. પર્યાય જે ૫૨માણુંની જે આ ટીકા થઈ એ પર્યાય પર્યાયનો કર્તા. અહીંયા આત્મામાં પર્યાય તો વીતરાગી થવી જોઈએ કારણકે પોતે વીતરાગમૂર્તિ પ્રભુ છે. પણ તેના સ્વભાવના જ્ઞાનના અભાવને લઈને, હું આવો આત્મા પૂર્ણાનંદ ને અનંતગુણનો પિંડ છું, તેના સ્વભાવના ભાનના અભાવને લીધે, તેની દશાનો ત્યાગ કરી અને રાગના વ્યાપારમાં પ્રવર્તતો એને સ્વભાવથી વિરુદ્ધ જે ક્રોધ, એ ક્રોધમાં પ્રવર્તે છે. ક્રોધ કેમ કહ્યો ? કે રાગનો જેને પ્રેમ છે એને સ્વભાવ પ્રત્યે ક્રોધ છે. અરેરે ! આવી વાતું હવે. કહો કાંતિભાઈ ? આવું સ્વરૂપ છે. આહાહા !