SearchBrowseAboutContactDonate
Page Preview
Page 479
Loading...
Download File
Download File
Page Text
________________ ४६४ સમયસાર સિદ્ધિ ભાગ-૪ પુદ્ગલપરિણામની અવસ્થા પુદ્ગલથી અભિન્નપણાને લીધે આત્માથી સદાય અત્યંત ભિન્ન છે અને તેના નિમિત્તે થતો તે પ્રકારનો અનુભવ આત્માથી અભિન્નપણાને લીધે પુદ્ગલથી સદાય અત્યંત ભિન્ન છે. જ્યારે જ્ઞાનને લીધે આત્મા તે રાગદ્વેષસુખદુઃખાદિનો અને તેના અનુભવનો પરસ્પર વિશેષ જાણતો હોય ત્યારે, તેઓ એક નથી પણ ભિન્ન છે એવા વિવેકને લીધે, શીત-ઉષ્ણની માફક (અર્થાત્ જેમ શીત-ઉષ્ણરૂપે આત્મા વડે પરિણમવું અશક્ય છે તેમ), જેમના રૂપે આત્મા વડે પરિણમવું અશક્ય છે એવાં રાગદ્વેષસુખદુ:ખાદિરૂપે અજ્ઞાનાત્મા વડે જરાય નહિ પરિણમતો થકો, જ્ઞાનનું જ્ઞાનત્વ પ્રગટ કરતો, પોતે જ્ઞાનમય થયો થકો, “આ હું (રાગને) જાણું જ છું, રાગી તો પુગલ છે (અર્થાત્ રાગ તો પુગલ કરે છે)' ઇત્યાદિ વિધિથી, જ્ઞાનથી વિરુદ્ધ એવા સમસ્ત રાગાદિ કર્મનો અકર્તા પ્રતિભાસે છે. ભાવાર્થ- જ્યારે આત્મા રાગદ્વેષસુખદુઃખાદિ અવસ્થાને જ્ઞાનથી ભિન્ન જાણે અર્થાત્ “જેમ શીત-ઉષ્ણપણું પુગલની અવસ્થા છે તેમ રાગદ્વેષાદિ પણ પુગલની અવસ્થા છે' એવું ભેદજ્ઞાન થાય, ત્યારે પોતાને જ્ઞાતા જાણે અને રાગાદિરૂપ પુદ્ગલને જાણે. એમ થતાં, રાગાદિનો કર્તા આત્મા થતો નથી, શાતા જ રહે છે. પ્રવચન નં. ૧૮૫ ગાથા-૯૩ તા.૦૨/૦૨/૭૯ શુક્રવાર મહા સુદ ૬ શ્રી સમયસાર-૯૩-ગાથા:- ગાથા ઉપરની એક પંક્તિ. જ્ઞાનથી કર્મ ઉત્પન્ન થતું નથી એમ કહે છે. શું કહ્યું છે ? કે જેને ધર્મદેષ્ટિ પ્રગટે છે, પુણ્ય ને પાપના ભાવ જે દયા, દાન, વ્રત, આદિના, રાગ એ રાગથી આત્મા ભિન્ન છે, એવું જેને આત્મજ્ઞાન થાય છે, એટલે કે સમ્યગ્દર્શન થાય છે તે જ્ઞાનીને જ્ઞાનથી રાગની ઉત્પત્તિ થતી નથી. આહાહા ! ધર્મી જીવ જેને કહીએ, એ દયા, દાન, વ્રત, ભક્તિનાં પરિણામથી પણ મારું સ્વરૂપ ભિન્ન છે તેમ એને અનુભવ હોય છે. ઝીણી વાત છે. આહાહા ! એવું જેને રાગના વિકલ્પથી સ્વરૂપ ભગવાન આત્મા ભિન્ન છે. એવું જેને અંતર ભેદજ્ઞાન થયું એટલે કે પરથી ભિન્ન અને પોતાના સ્વભાવથી અભિન્ન એવું અંતરમાં સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન થયું, તે જ્ઞાનથી રાગની ઉત્પત્તિ થતી નથી. આહાહા! આવી વાત છે. રાગ એને થાય છે પણ તે રાગને પોતાનો માનીને, રાગને ઉત્પન્ન કર્તા નથી. એ વાત કરે છે. ૯૩ परमप्पाणमकुव्वं अप्पाणं पि य परं अकुव्वंतो। सो णाणमओ जीवो कम्माणमकारगो होदि।।९३।। પરને ન કરતો નિજરૂપ, નિજ આત્મને પર નવ કરે, એ જ્ઞાનમય આત્મા અકારક કર્મનો એમ જ બને. ૯૩. આંહીં તો પ્રથમ ધર્મદષ્ટિ જેને થઈ, એની વાત છે. અનાદિ અજ્ઞાનથી રાગ ઉત્પન્ન કરે છે. એ વાત ૯૨ માં ગઈ. એ દયા, દાન, વ્રત, તપનો વિકલ્પ જે રાગ એ મારો છે અને મને
SR No.008308
Book TitleSamaysara Siddhi 4
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherSimandhar Kundkund Kahan Adhyatmik Trust Rajkot
Publication Year2005
Total Pages501
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, & Spiritual
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy