________________
સમયસાર સિદ્ધિ ભાગ-૪
૫૮
ગયું, એ શી રીતે ? એમ પૂછે છે. સમજાણું કાંઈ ?
બંધનો નિરોધ કઈ રીતે છે? આ શું કહે છે? જેને અંદ૨માં જિજ્ઞાસા એવી થઈ આ સાંભળ્યા પછી, એને એમ જિજ્ઞાસા થઈ કે પ્રભુ આત્મા સચ્ચિદાનંદ સિદ્ધ સ્વરૂપી પ્રભુ, સચ્ચિદાનંદ એટલે અન્યમતિ સચ્ચિદાનંદ કહે એ નહિ હોં, આ તો સત્ શાશ્વત, જ્ઞાન અને આનંદનો સાગર પ્રભુ અંદર છે ભાઈ. આહાહા ! એવો જે ભગવાન ૫૨મેશ્વ૨ જિનેશ્વરે કહ્યો, એવો જે ભગવાન આત્મા, એનું જેને રાગથી ભિન્ન પડીને જ્ઞાન થયું, અને તેને કર્મબંધન અટકી ગયું એવું શિષ્યે સાંભળ્યું, ત્યારે એને પ્રશ્ન ઉઠયો આવા જીવને, આમ સાધારણ સાંભળવા આવે છે ને એના માટે આ નથી. આહાહાહા !
જેને અંત૨થી એમ પ્રશ્ન ઉઠયો, કે પ્રભુ આપે તો રાગની ક્રિયા જે છે બંધની, આસ્રવની એનાથી ભિન્ન આત્માનું જ્ઞાન ભેદજ્ઞાન થયું, તેટલા જ્ઞાનમાત્રથી તે અજ્ઞાન ટળીને કર્મબંધન અટકી ગયું, એ શી રીતે પ્રભુ ? એમ એને અંતરમાંથી જિજ્ઞાસા આવી છે. છે? પૂછે છે કે જ્ઞાનમાત્રથી જ બંધનો, જોયું માત્રથી જ, આહાહા..... બંધનું અટકી જવું નિરોધ કઈ રીતે છે ? તેનો ઉત્તર કહે છે, આવી જેને જિજ્ઞાસા પ્રશ્નમાં ઉઠી છે એને આ ઉત્ત૨ દેવામાં આવે છે.
આહાહાહા.....
णादूण आसवाणं असुचित्तं च विवरीयभावं च । दुक्खस्स कारणं ति य तदो णियत्तिं कुणदि जीवो ।। ७२ ।। અશુચિપણું, વિપરીતતા એ આસ્રવોનાં જાણીને,
વળી જાણીને દુઃખકા૨ણો, એથી નિવર્તન જીવ કરે. ૭૨.
ટીકાઃ- જળમાં શેવાળ છે આ પાણી પાણી શેવાળ, લીલ, ફૂગ, જળમાં જેમ શેવાળ છે, મેલ-મળ છે, એ મેલ છે, જળમાં જે શેવાળ છે એ મળ છે, એ મેલ છે, તે શેવાળની માફક આસવો, આહાહાહાહા... એ દયા, દાન, વ્રત, ભક્તિના ભાવ, અને અશુભભાવ, એ બેયને આસ્રવ અહીં કીધા. આસ્રવ, જેનાથી નવા આવ૨ણો આવે, વહાણમાં છિદ્ર હોય ને જેમ પાણી ગરે, એમ જેના પરિણામમાં આવા પુણ્ય ને પાપના ભાવરૂપી છિદ્ર છે, તેને નવા આવ૨ણ આવે છે. માટે તે પરિણામને આસ્રવ કહેવામાં આવે છે. આહાહાહા ! આવી વાતું વે.
શુભ ને અશુભભાવ એ શેવાળની માફક મેલ છે આત્મામાં. આહાહાહા ! કહે છે કે અંદરમાં દયાનો, દાનનો, વ્રતનો, તપનો, અપવાસનો જે ભાવ ઊઠે છે એ રાગ છે. અ૨૨૨! એને ધર્મ માનનારાને એમ કહેવું, અને એ રાગ એ આસ્રવ છે, અને એ આસ્રવ છે એ મેલ છે એ આસ્રવ છે, એ મળ છે, મેલ છે. ભાષા તો સાદી છે પ્રભુ, મારગડા કોઈ જાદા છે. આહાહાહા ! શિષ્યને પ્રશ્ન ઉઠયો એનો આ ઉત્તર છે, અને તે ઉત્તર બરાબર સાંભળે છે, ભગવાન ! આત્માને ભગવાન તરીકે બોલાવશે હમણાં. જળમાં જેમ શેવાળ છે એ મળ છે, મેલ છે. શેવાળની માફક પુણ્ય ને પાપના ભાવ એ શેવાળની માફક મળ છે, જેમ જળમાં શેવાળ, મળ ને મેલ છે, એમ ભગવાન આત્મામાં એ શુભ-અશુભભાવ એ મળ છે, મેલ છે અને મેલપણે અનુભવાતા હોવાથી, ભાષા તો જુઓ. ઓહોહોહો..... જેમ પાણીમાં શેવાળ મળ છે ને મેલ છે એમ આ ભગવાન આત્મા આનંદનો નાથ પ્રભુ, જ્ઞાનનો સાગર આત્મા, એમાં એ પુણ્ય ને