________________
ગાથા-૮૯
૩૮૯ પરમાણું આદિ જે વસ્તુઓ એ નિજરસથી આત્માનો જ્ઞાન ને આનંદ સ્વભાવ, એવું પરિણમન થવું એનું, એ તાકાત-સામર્થ્ય (તેમનામાં) છે. રાગરૂપે-દયા, દાન, વ્રતાદિના પરિણામ જે રાગ, એરૂપે થવું એ એનું સામર્થ્ય નથી. આહાહા!નિજરસથી જ એટલે કે પોતાના સ્વભાવથી જ, સર્વ વસ્તુઓ પ્રત્યેક આત્મા ભિન્ન ભિન્ન અને દરેક રજકણ (જુદા-જુદા) પોતાના સ્વભાવભૂત (એટલે કે, પોતાનો જે સ્વભાવ છે–આત્માનો જ્ઞાન-દર્શન-આનંદ એ ત્રિકાળી સ્વભાવ છે, તો એ સ્વભાવભૂત સ્વરૂપ-પરિણમનમાં સામર્થ્ય છે. આહાહા !
ભગવાન આત્મામાં, જ્ઞાન-દર્શન-આનંદ-શાંતિ એ સ્વભાવ અને એ સ્વભાવરૂપે થવું એ એની તાકાત છે. સમજાણું કાંઈ...? એવું હોવા છતાં પણ અજ્ઞાન કેમ થયું? મિથ્યાશ્રદ્ધા કેમ થઈ ? આત્મા તો પોતાનો ચૈતન્યપ્રકાશ, જેનો અનંત અનંત ક્રોડા-દોડી સૂર્ય (પ્રકાશ) હોય તોપણ જેના (આત્માના) જ્ઞાનપ્રકાશનો પાર નથી (અપારજ્ઞાનપ્રકાશ) તેવું જ્ઞાન અનંત છેદર્શન અનંત છે, સ્વભાવ અનંત અનંત છે-પ્રભુતા અનંત છે, એવી અનંત શક્તિઓનો નિજસ્વભાવ (છે), એ સ્વભાવપણે પરિણમન થવું એ એનું સામર્થ્ય છે. સમજાય છે કાંઈ..? છતાં શું થયું (છે) અનાદિથી? આહાહા !
તોપણ (આત્માને) અનાદિથી અન્ય-વસ્તુભૂત મોહ સાથે” મોહ એક કર્મ છે. મોહ જડ-મોહકર્મની સાથે સંયુક્તપણું-સંયોગ થવાથી ( હોવાથી) ” –સ્વાભાવિક વસ્તુ ભગવાન આત્મા, જ્ઞાન ને આનંદ આદિ સ્વભાવથી તો ભર્યો છે અને પોતાની નિર્મળ-વીતરાગી પરિણતિ કરવાનું સામર્થ્ય છે, છતાં અનાદિ મોહકર્મના સંબંધથી મોહકર્મથી નહીં (પરંતુ) મોહ કર્મના સંબંધથી, જેમકે સ્વભાવ-સંબંધ કરવો જોઈએ, એમ ન કરતાં, મોહ કર્મનો સંબંધ કર્યો અનાદિથી (આત્માએ). આહાહા !
“અનાદિથી અન્યવહુ (ભૂત) મોહ કર્મ અન્ય વસ્તુ છે જડ, (એવા) મોહની સાથે સંયોગ હોવાથી, ભગવાન આત્માનો સ્વભાવનું સામર્થ્ય (સ્વભાવપણે પરિણમવાનું) હોવા છતાં પણ મોહકર્મના સંયોગથી સંબંધથી, આત્માનો ઉપયોગ-આત્માના ઉપયોગનું જે જાણવાદેખવાનો જે ઉપયોગ છે, એ ઉપયોગમાં મિથ્યાદર્શન અનાદિથી મિથ્યાદર્શન આત્મામાં મોહકર્મના નિમિત્તથી થયું છે. આહાહા ! જે દયા, દાન, વ્રત, આદિના જે (શુભ) ભાવ છે એ રાગ છે છતાં એ ધર્મ છે એવી મિથ્યાશ્રદ્ધા અનાદિથી લાગી છે. આહાહા !
આત્મા પોતાના સિવાય બીજી કોઈ ચીજનું કાંઈ કિંચિત્ કરી શકતો નથી. છતાં મિથ્યાશ્રદ્ધાને કારણે, (નિજ) સ્વભાવને છોડીને, કર્મના સંગમાં-સંબંધમાં મિથ્યાશ્રદ્ધાને કારણે હું પરની દયા પાળી શકું છું પરને સુખી કરી શકું છું પરને જીવાડું છું, પરને મારી શકું છું, પરને સગવડતા આપી શકું છું, પરને અગવડતા-દુઃખી કરી શકું છું એવી મિથ્યાશ્રદ્ધા (અનાદિની થઈ છે. ) આહાહાહા ! આકરું કામ છે, કહો, બલુભાઈ ? આ કારખાનાં હલાવી શકે છે ને? દવાખાનાને... એ જડ, પર પદાર્થમાં હું કાંઈ (કાર્યો કરી શકું છું. આહાહાહા ! અરે, શરીરનું પણ કંઈ કરી શકતો નથી એ તો માટી-ધૂળ છે (છતાં પણ) અનાદિથી મોહ કર્મના સંબંધથી (માને છે કે, હું શરીરનું પણ કંઈક કરી શકું છું, એવી મિથ્યાશ્રદ્ધા-
મિથ્યાદર્શન! આહાહાહા ! શાંતિભાઈ, તમારે તો મોટી ઉપાધિ છે ઘણી ! કેટલીય... એમ કાલ બલુભાઈ કહેતાં'તા, કહો, સમજાણું કાંઈ? આહાહાહા!