________________
સમયસાર સિદ્ધિ ભાગ-૪
પુદ્ગલ તે એ નિમિત્ત છે. આંહી નિમિત્ત એ એકબીજાને નિમિત્ત છે, પરિણમે છે તો પોતે સ્વતંત્ર પોતાના ઉપાદાનથી, નિમિત્ત કહ્યું છે, નિમિત્ત છે એમ. નિમિત્ત કરીને એટલે નિમિત્ત છે. ને અહીંયા કર્મના પુદ્ગલ પોતાને તે કાળે તે કર્મની પર્યાયપણે પરિણમવાની પોતાની ઉત્પન્ન ક્ષણ હતી તેથી તે કર્મ તે પણે પરિણમ્યા છે. આ રાગના ને આ દ્વેષના મિથ્યાત્વના પરિણામનું નિમિત્ત થયું, માટે તેણે કર્મરૂપે પરિણમવું પડયું એમ નથી. અરેરે ! આવી વાતું છે.
હવે આ તો અજ્ઞાનની વાતો હજી, પહેલી તો શાનની ગઈ, એ આ પ્રશ્ન લાવ્યા છે, બોલો જુઓ નિમિત્તથી થાય, નિમિત્તથી થાય છે એ ક્યાં કહ્યું, આ તો નિમિત્ત કરીને એટલે નિમિત્ત છે અહીંયા અને તે કાળે કર્મના પરિણામરૂપે પરિણમવાની પુદ્ગલમાં યોગ્યતાથી કર્મ પોતે પરિણમે છે. આહીં પરિણમ્યો છે માટે ત્યાં એ પરિણમે છે એમ નથી. સમજાણું કાંઈ ?
જીવ પરિણામને નિમિત્ત કરીને પુદ્ગલો કર્મપણે પરિણમે એટલે ઉપાદાનપણે પોતાથી પરિણમે છે, અને પુદ્ગલકર્મને નિમિત્ત કરીને કર્મનો ઉદય છે જડ, તેનું નિમિત્ત કરીને જીવ પણ પરિણમે છે, એ જીવ પોતાના ભાવે રાગદ્વેષ ને મિથ્યાત્વપણે પરિણમે છે. આહા ! કર્મનો ઉદય તો નિમિત્તમાત્ર છે. તે કાળે જીવ પોતાના પરિણામની ઉત્પત્તિનો ક્ષણ છે, તેથી તે મિથ્યાત્વ અથવા રાગદ્વેષના પરિણામપણે કર્તાપણે પરિણમે છે. આ નિમિત્ત ઉપાદાનનો મોટો ઝઘડો. આહા!
૨૭૬
એમ જીવના પરિણામને, એટલે વિકારી પરિણામને અને પુદ્ગલનાં પરિણામ એટલે કર્મના ઉદયના પરિણામને, અન્યોન્ય હેતુપણાનો ઉલ્લેખ હોવા છતાં, અન્યોઅન્ય એકબીજાને, જીવના પરિણામમાં કર્મનું નિમિત્ત ને કર્મના પરિણમનમાં ઈ ક્યું નિમિત્ત ? જીવના વિકારી પરિણામમાં પૂર્વના કર્મનો ઉદય નિમિત્ત, સમજાણું ? અને પુદ્ગલના નવા પરિણમનમાં જીવના રાગદ્વેષના પરિણામ નિમિત્ત, શું કહ્યું ઈ ? જીવના પરિણામ જે રાગદ્વેષ થાય તે કાળે જે કર્મ પરિણમે, તે કર્મ પરિણમનમાં આ રાગદ્વેષ નિમિત્ત, અને કર્મનો ઉદય છે તે ઉદય છે તે કાળે તે કાળે ઉદય છે પણ તે કાળે રાગદ્વેષ થાય છે એ પોતાને કા૨ણે પરિણમે છે. સમજાણું કાંઈ ?
સમય એક પણ વસ્તુ સ્વતંત્ર પોતપોતાથી પરિણમે છે. આહાહા ! આવો અન્યોન્યનો નિમિત્તપણાનો ઉલ્લેખ હોવા છતાં, હેતુ એટલે નિમિત્ત, પણ જીવ ને પુદ્ગલને પરસ્પર વ્યાવ્યવ્યાપકભાવના અભાવને લીધે” આહાહાહા ! પરિણામી કર્મ અને પરિણામી રાગદ્વેષ એનો અભાવ, પરિણામી આત્મા અને પરિણામ કર્મનું થવું એનો અભાવ, વ્યાપ્યવ્યાપક, કર્તા કર્મ પરિણામી પરિણામપણું, એટલે પરિણામી આત્મા અને વિકાર પરિણામનું કાર્ય કર્મનું એમ નથી, તેમ વિકારી આત્મા પરિણામ,વિકારી પરિણામ કર્તા અને કર્મના પરિણામ તેનું કાર્ય એમ નથી, તેમ કર્મના ઉદય કર્તા અને રાગદ્વેષના પરિણામ તેનું કાર્ય એમ નથી. આહાહા !
જીવને પુદ્ગલ પરિણામો સાથે અને પુદ્ગલકર્મ જીવ પરિણામો ને સાથે ( અન્યોન્ય પુદ્ગલ કર્મના પરિણામો સાથે ) કર્તાકર્મપણાની અસિદ્ધિ હોઈને, છે? વ્યાપ્યવ્યાપકભાવના અભાવને લીધે એટલે કે કર્મનો ઉદય વ્યાપક થઈને જીવના વિકા૨ ક૨ે એનો અભાવ, એમ જીવ વ્યાપક વિકા૨ી થઈને કર્મના પરિણામ વ્યાપને કરે એનો અભાવ, આવું વે.
“એવા જીવને પુદ્ગલ પરિણામો સાથે અને આની સાથે કર્તાકર્મપણાની અસિદ્ધિ હોઈને ”