________________
૨૨૬
સમયસાર સિદ્ધિ ભાગ-૪ દ્રવ્યસ્વભાવ છે જેની દૃષ્ટિમાં, આહાહા... આરે ! વાત બહુ આકરી બાપુ. એ દ્રવ્ય સ્વભાવ જે જ્ઞાયક પરમાનંદ પ્રભુ એનું જેને અંતરમાં જ્ઞાન સ્વસમ્મુખ થઈને થયું છે, તેને બધી તરફથી વિમુખતા, પરથી વિમુખતા છે. શરીર, વાણી, મનની, ક્રિયાથી તો વિમુખ છે, પણ અંદરમાં પાપના ને પુણ્યના પરિણામ થાય, તેનાથી પણ એ વિમુખ છે. આવી વાત છે પ્રભુ, આકરી લાગે એવી છે, બાપુ શું થાય?
અરે એણે અનંત અનંત કાળમાં ૮૪ના અવતાર કર્યા અનંત એણે, સ્વર્ગના, નરકના, તિર્યંચના, અનંત અનંત ભવમાં એ દુઃખી થઈને રખડે છે, એ ભલે શેઠીયા અબજોપતિ થાય ને રાજા મોટા થાય કે દેવ થાય પણ એ બધા દુઃખી છે, કેમ કે તેને રાગની એકતાના મિથ્યાત્વભાવમાં તેને મિથ્યાત્વનું દુઃખ છે. આહાહા ! (શ્રોતા:- લૌકિકમાં તો પૈસા મળે એને સુખ કહેવાય ) આંહી પૈસામાં હોય તોય પૈસામાં અને ન હોય તોય પૈસામાં નથી, એને ક્યાં પૈસા હતા આત્મામાં? પ્રેમચંદભાઈ ! આહાહા!
ભગવાન વાતું બાપા! ત્રણલોકનો નાથ જિનેશ્વરદેવ ભગવાન, એમ ફરમાવે છે, કે પૈસાને લાવવું ને મુકવું ને વાપરવું ને એ તો જગત, આત્મામાં છે જ નહીં. (શ્રોતા- કોઈ અપેક્ષાએ નહીં?) કોઈ અપેક્ષાએ નથી. (શ્રોતા- વ્યવહારે તો કહેવાયને) વ્યવહાર બોલે છે એ તો કથનમાત્ર છે. એ બોલે માટે શું? ગામ મારું એમ થઈ ગયું? રાજકોટ કોનું ગામ? કે મારું, એટલે થઈ ગયું એનું? એ તો કથનમાત્ર છે. એમ કહેવામાં આવે કે આના પૈસા ને આણે પૈસા વાપર્યા, એ તો કથનમાત્ર છે, કાંઈ એના છે નહીં. એની વાત અહીં તો છે જ નહીં, કારણકે એ તો જુદી ચીજ, જુદી ચીજ છે. એ એનું ટકવું ને બદલવું તો તેમાં તેને કારણે છે.
હવે આત્મામાં પણ જે રાગાદિ થાય, એને પણ દ્રવ્યદૃષ્ટિની અપેક્ષાથી, જે સ્વભાવનું જ્ઞાન થયું તેથી સ્વભાવની દૃષ્ટિની પ્રધાનતાએ આ કથન છે. એને એ રાગાદિ થાય તે બાહ્યસ્થિત છે, જ્ઞાનની દૃષ્ટિએ જુએ તો તેની પર્યાયમાં છે એમ જ્ઞાન જાણે, પણ સમ્યગ્દર્શન છે, એ નિર્વિકલ્પ છે. અને તેથી તેનો વિષય નિર્વિકલ્પ વસ્તુ છે, એમાં ભેદનો વિષય એમાં આવે નહીં, પર્યાયનો ભેદનો વિષય ન આવે તો રાગ તો એમાં આવે ક્યાંથી ? આવું છે. અરે શું થાય? અનંત કાળથી રઝળે છે, “અનંત કાળથી આથયો વિના ભાન ભગવાન સેવ્યા નહીં ગુરુ સંતને મુકયાં નહીં અભિમાન,” આહાહાહા ! શું સંત કહે છે, પરમાત્માની વાણીમાં, એણે સાંભળ્યું નહીં, બેઠું નહીં, રુચ્યું નહીં, ગોયું નહીં. આહાહા!
આંહી કહે છે અજ્ઞાની રાગ થાય છે એનો કર્તા થાય છે, કેમ કે તેને સ્વભાવની દૃષ્ટિનું સ્વામીપણું નથી, અજ્ઞાની મિથ્યાષ્ટિ તેને સ્વભાવ જે અખંડ આનંદ પ્રભુ, તેનું તેને સ્વામીપણું નથી, ઘણીપણું નથી તેને જાણ્યો નથી, તેથી તે અજ્ઞાની તો રાગ, દયા, દાન આદિના રાગનો કર્તા થઈને હું કરું છું તેમ મિથ્યાત્વને સેવે છે. આહાહાહા!
અહીંયા ધર્મી જીવ, પોતે બાહ્યસ્થિત એવા પરદ્રવ્યના પરિણામમાં અંતર્થાપક થઈને એ પરદ્રવ્યના પરિણામ કીધાં. આહાહા! ભગવાન આત્માના પરિણામ તો જાણવું, દેખવું, આનંદ એ એના પરિણામ. રાગાદિ પરિણામ છે એ પરદ્રવ્યનાં, અહીંયા દૃષ્ટિના ધ્યેયની નિર્વિકલ્પ દૃષ્ટિનો વિષય નિર્વિકલ્પ છે તેની અપેક્ષાએ કથન છે. સમજાણું કાંઈ ? આહાહાહા... ઝીણું પડે ભાઈ ! આ