________________
૩૦૪
સમયસાર સિદ્ધિ ભાગ-૪ પ્રદેશ પ્રમાણે પડયા છે એ એનાં પરિણામી પરિણામ એનું છે. એને લઈને આંહી પરિણામ આવા થાય છે એમ નથી. આહાહા ! સમજાય છે કાંઈ ?
કહો, નિગોદના જીવ હજી કેટલાક ત્રસ થયા નથી, કેટલાકને કર્મનું જોર છે એમ કોઈ કહે, એમ નથી, એના પરિણામની પરિણતિની સ્થિતિ જ એવી છે. એ પોતાને કા૨ણે તેમાં કર્મ તો નિમિત્તમાત્ર છે. નિમિત્તમાત્ર દેખીને આની હીણી અવસ્થાને બહાર નીકળવા નથી દેતા કર્મ એમ કહેવું એ તદ્ન જૂઠું છે. આહાહા ! થયું ? અંદરમાં વ્યાવ્યવ્યાપકભાવથી પુદ્ગલદ્રવ્ય કર્મ જ્ઞાનાવ૨ણી, દર્શનાવ૨ણી આદિ પોતાની પર્યાયરૂપી કાર્યને પરિણામને તે પુદ્ગલદ્રવ્ય પરિણામી તે કરે છે અને ભાવ્યભાવક ભાવથી એ પુદ્ગલદ્રવ્યની પર્યાય જે ભાવ્ય તેનો ભાવક જે પુદ્ગલ ભાવ, પુદ્ગલ એના ભાવથી પુદ્ગલદ્રવ્યને કર્મને ભોગવે છે. પુદ્ગલદ્રવ્ય જ પોતાની પર્યાયને ભોગવે છે. આહાહાહા !
જેમ અહીં ઘડાનો દાખલો આપ્યો'તો ઘડાની પર્યાયને માટી કરે છે અને માટી તે પર્યાયને તે કરે છે અને ભોગવે છે. એમ અહીં કર્મ જ પોતાની પર્યાયને કરે છે, વ્યાપ્યવ્યાપક થઈને અને પોતાની જ પર્યાયને ભાવ્યભાવક થઈને ભોગવે છે. ભાવ્ય નામ તેની અવસ્થા ભાવક નામ ૫૨માણું તેનો જે ભાવ તેને તે ભોગવે છે. આહાહા ! આવું હવે મળ્યું નથી. બાપુ વસ્તુ સ્થિતિ જ એવી છે કે આ જાદા તત્ત્વ છે ને ? બેય તત્ત્વો જુદા છે તેને જુદા ન માનતા એક માનવું એ તો મિથ્યાત્વ છે.
બીજું તત્ત્વ, બીજા તત્ત્વને કાંઈ હીણું કરી શકે કે ધક્કો મારી શકે કે વિપરીતતા કરી શકે એ તદ્ન મિથ્યાત્વ છે. મિથ્યા નામ જૂઠી બુદ્ધિ છે ને તે મિથ્યાભાવ છે. આહાહાહા ! અહીંયા તો કહે છે કે પુદ્ગલકર્મમાં જે પર્યાય એની થાય જ્ઞાનાવરણીની, દર્શનાવરણીની, અંતરાય ને મોહનીયની એ જે પર્યાય થાય એ પરિણામ છે તે વ્યાપ્ય છે, તે કર્મ છે તે કાર્ય છે તેનો કર્તા પુદ્ગલ પરિણામી છે દ્રવ્ય છે. એને પલટાવવામાં કા૨ણ છે, માટે તે વ્યાપક છે, પુદ્ગલ પોતે વ્યાપક છે ને એની જ્ઞાનાવરણી, દર્શનાવરણી આઠ કર્મની પર્યાય તેનું વ્યાપ્ય છે. આહાહા! આત્મા એમાં નિમિત્ત છે અને અહીંયા જીવે રાગદ્વેષ કર્યો એવા નિમિત્ત છે એ પ્રમાણે મોહનીય કર્મ ત્યાં થયું પણ તે મોહનીય કર્મ થયું તે રાગદ્વેષને કા૨ણે નથી થયું. આહાહા ! સમજાણું કાંઈ ? એ મોહનીય કર્મ અહીં રાગદ્વેષ કર્યો, એવું નિમિત્ત છે તો કર્મ પરિણમ્યું, એમ નથી. આહા ! એ પ્રશ્ન મોટો થયો’તો પહેલો રાજકોટમાં મુળશંકરભાઈ હારે જીઓ કે અહીંયા રાગદ્વેષ થાય છે તો ત્યાં કર્મ પરિણમે છે કે નહિ ? રાગદ્વેષ ન થાય તો પરિણમે ? પણ અહીં પ્રશ્ન જ એ નથી કીધું અહીં. અહીં તો રાગદ્વેષને કાળે રાગદ્વેષનો કર્તા ભોક્તા જીવ તે કાળે કર્મ છે તે પોતાને કા૨ણે કર્મની પર્યાયપણે વ્યાપ્યવ્યાપકપણે ભાવ્યભાવકપણે થયું છે. આહા ! અહીં રાગદ્વેષ થયા માટે ત્યાં જ્ઞાનાવ૨ણીને દર્શનમોહને થવું પડયું એમ નથી. ( શ્રોતાઃ- રાગદ્વેષ થયા તે કાળે જ થાય છે ને !) તે કાળ ભલે એક હોય, એથી સમકાળ દેખીને અજ્ઞાનીઓ માને છે આ એમ તે કહે છે. એક કાળ દેખીને એ તો કહેશે
ઘડાને થવામાં કુંભારનું નિમિત્તપણું એક કાળે હોવાથી અજ્ઞાનીઓ કુંભાર ઘડાને કરે છે એમ કહે છે, એમ આત્મામાં હીણી દશા ને વિપરીત દશાના પરિણામનું નિમિત્ત અને