________________
४४७
ગાથા-૯૨. બધાય આંહી આવનારા ને ! એટલે પછી એ બોલ્યો કે અમારા વેવાઈ સુખી છે, એટલે મેં કીધું, સુખીની વ્યાખ્યા શું? (ભાઈ) ચુડગર નહોતા ઓલા વકીલ હતા ને! શું કહેવાય એ? બારિસ્ટર, પોપટલાલ બેરિસ્ટર ચુડગર, હતા ને! એ અહીં આવ્યા'તા ને! અહીં આવ્યા'તા બધા આવી તો ગયા હોય, ચુડગર મોટા બારિસ્ટર હતા, તેના કુટુંબી ચુડગર હતા, તેના સગામાં નાનાલાલ કાળીદાસભાઈ. મુંબઈ અમારા વેવાઈ સુખી છે. મેં કીધું, સુખીની વ્યાખ્યા શું? સુખીનું સ્વરૂપ શું? આ પૈસા બૈસા મળ્યા એ સુખી છે?
(અરે, ભાઈ !) ઇ તો દુઃખના નિમિત્ત છે, એ પૈસા એ કાંઇ સુખ કે દુઃખના કારણ નથી, પૈસા એ ખરેખર તો દુઃખ કરે છે એમાં નિમિત્ત છે, અને (પૈસામાં) સુખની કલ્પના કરે છે, એ તો (સાચું) સુખ નહિ, એ તો દુઃખ છે એમાં પણ લક્ષ્મી નિમિત્ત છે. અરે, આવી વાતું છે બાપુ! આહાહા!
આંહી તો પરમેશ્વર જિનેશ્વર ત્રિલોકનાથ (તીર્થંકરદેવની) વાણીમાં એમ આવ્યું, કે પ્રભુ જેવી રીતે ઠંડી-ગરમ અવસ્થા પુદ્ગલથી અભિન્ન છે, એનું જ્ઞાન તને થાય કેમ કે તારો જ્ઞાનમાં-સ્વપર પ્રકાશક સ્વભાવ હોવાથી, તારામાં તો એનું જ્ઞાન થાય, એ જ્ઞાન તારી ચીજ (આત્મા) છે, પણ એ શીત અને ઉષ્ણ (અવસ્થા) તારી ચીજ નથી. તેવી રીતે અંદરમાં દયાદાન-વ્રતભક્તિ-કામ-ક્રોધ-કમાવું આદિ રળવા-કમાવાનો ભાવ આવ્યો, એ ભાવ (બધા) ખરેખર તો પુદ્ગલની જ દશા છે. એનું તું જ્ઞાન કર, એ તારી પર્યાય છે. આહાહાહા ! બહુ ફેર આમાં મધુભાઈ ?
આ બધા લાખો રૂપિયા અહીંયા પેદા કરે, તો એ બધા ધૂળ છે-ધૂળ છે એ તો બધી. અને ધૂળમાં રાગ કરે છે એ રાગેય જડ છે. (શ્રોતા- દીક્ષા લેવાવાળો ને દેવાવાળો જીવ છે કે પુદ્ગલ છે) દીક્ષાનો વિકલ્પ જે ઊઠે છે એ પુદગલ છે અને વ્રતનો વિકલ્પ છે એ-પણ પુદ્ગલ છે. ઝીણી વાત ભાઈ ! (આહા!) શુદ્ધ જે આત્મા અંદર આનંદ સ્વરૂપ ભગવાન ! એ વિકલ્પ, રાગથી ભિન્ન ભગવાન, અતીન્દ્રિય આનંદનો કંદ પ્રભુ! એની દૃષ્ટિ કરીને જે આનંદની પર્યાય અતીન્દ્રિયની ઉત્પન્ન થાય એ આત્મા છે. અરે, ભગવાન બહુ ફેર બાપુ! ચીમનભાઈ? આહાહાહા ! આવું તો હિંમતભાઈએ સાંભળ્યું નહોતું, શ્રીમદ્ભા ભગત હતા. જોયું છે ને ત્યાં વહોરવા ઘરે આવ્યા'તાને અંદર ડેલે, તે દિ' હિંમતભાઈ હતા ડેલાની અંદર આ વાત બહુ ફેર!
એ લોકોમાં ભક્તિ કરે ને ભગવાનની ગુરુની ! (શ્રોતા – એ ઓલું નહિ?) એ ભક્તિ કરે તો એનાથી કલ્યાણ થાય (એવી માન્યતા) પણ ભક્તિ ગુરુની તો પરની, રાગ છે, એ તો આવે છે ને શ્રીમમાં આવે છે ને? (આત્મસિદ્ધિ શાસ્ત્ર ગાથા-૯૦) “વીત્યો કાળ અનંત તે, કર્મ શુભાશુભ ભાવ; તેહ શુભાશુભ છેદતાં, ઊપજે મોક્ષ સ્વભાવ.” –આ આત્મસિદ્ધિમાં આવે છે, કોણ વિચારે? લ્યો, કહો? તમારા બાપેય વિચારતા નહિ! એ વિચારતા'તા હોં? આહાહા !
આંહી કહે છે કે જેમ ઠંડી અને ગરમ અવસ્થા પુદગલમાં (પુદ્ગલથી) અભિન્ન છે, અને ઠંડી-ગરમીની અવસ્થાનું પોતાનામાં (આત્મામાં) જ્ઞાન કરવાની તાકાત હોવાથી, સ્વપરપ્રકાશકરૂપે જ્ઞાન થયું એ જ્ઞાન છે પોતાથી એકલું અભિન્ન છે. પણ એ શીત-ઉષ્ણને જ્ઞાનનું ભેદજ્ઞાન નહિ હોવાથી, એ અજ્ઞાની પોતામાં હું ઠંડો થઈ ગયો, હું ગરમ થઇ ગયો,