________________
૨૮
સમયસાર સિદ્ધિ ભાગ-૪ શકે નહિ, દાઢ દાંતને ( ખોતરી ) આમ કરી શકે નહિ. કહો છોટાભાઈ ? આવું ઝીણું છે બાપા. આહાહા ! આ જૈનદર્શન ! આ દિગમ્બરદર્શન. આહાહાહા ! અરેરે ! સાંભળવા મળે નહીં, સાંભળવાનો વખત લ્યે નહિ એને કેદિ' સમજાય ભાઈ !જિંદગી ચાલી જાય છે. આહાહા ! જુઓને ચંદુભાઈ ચાલ્યા ગયા ને બિચારા, આંહીં બેસતા આંહીં લાવોને આંહીં આવો ને એમ કહેતા ત્યારે ત્યાં પેશાબ ( સાટુ દૂર બેસતા ) દેહની સ્થિતિ પૂરી થાય ત્યાં શું થાય ? અમદાવાદમાં વાંચનારો બહુ મુખ્ય માણસ જબ્બર માણસ, એ હાલ્યા ગયા. ( શ્રોતાઃ- સંસ્કાર લઈને ગયા છે) સંસ્કાર લઈને ગયા–સંસ્કાર લઈને ગયા છે, અને મારા હિસાબમાં તો એ સ્વર્ગ સિવાય બીજે જાય નહિ, એવો એ માણસ હતો. શ૨ી૨ની નબળાઈ થઈ ગયેલી પણ .....
આહાહા!
શું કીધું ? કર્તા ને કર્મ સિદ્ધ કરવું છે, કર્તા સિદ્ધ કર્યું કે અજ્ઞાની જ્ઞાનભવનમાત્રના પરિણામને નહિ ઉત્પન્ન કરતો, તેને છોડી અને રાગનો કર્તા છું, રાગમાં હું કરું છું એવો અજ્ઞાનીને કર્તા પ્રતિભાસે છે. ત્યારે કર્મ ? જ્ઞાનભવનવ્યાપારરૂપ પ્રવર્તનથી જુદાં એટલે એ પ્રવર્તન છે નહિ ત્યાં. આત્મભવનવ્યાપારરૂપ, જ્ઞાન શબ્દે આત્મા, આત્માના થવારૂપ વ્યાપારરૂપ પ્રવર્તનથી જુદાં, કેમ કે આત્માના ભવનરૂપ વ્યાપાર તો વીતરાગ ભાવ છે, એ વીતરાગી ભાવ તેનું કર્મ છે. આહાહાહા ! આત્મભવન વ્યાપારરૂપ પ્રવર્તનથી જુદાં ક્રિયમાણપણે અંતરંગમાં ઉત્પન્ન થતાં, કરાતું હોય જાણે મારાથી એમ અંતરંગમાં ઉત્પન્ન થતાં રાગને પોતે કર્મ તરીકે ભાસે છે. રાગ મારું કાર્ય છે તેમ અજ્ઞાનીને ભાસે છે. પણ આ રાગ એનું કાર્ય એમ પ્રતિભાસે છે, આ ૫૨ના મેં કામ કર્યા એ તો વાત જ જુદી છે. સુમનભાઈ ! આહાહાહા..... આ સિદ્ધાંત ! કરાતું હોય જાણે મારાથી એમ ક્રિયમાણ એટલે, એ રાગ કરાતું હોય મારાથી એમ એને કર્મ ભાસે છે. આહાહા ! ( શ્રોતાઃ- એ મારું કર્તવ્ય છે એમ ભાસે છે. ) એવી વાત છે. કેટલું સમાડી દીધું કર્તાકર્મ બેમાં. આહાહા !
એવા ક્રોધાદિ તે કર્તાના કાર્ય છે. અજ્ઞાનીનું કર્તા અજ્ઞાની, અને તેના પુણ્ય-પાપના ભાવ સ્વભાવથી વિરુદ્ધભાવ, એવા ક્રોધાદિનું કાર્ય તેને થાય છે એમ ભાસે છે. હું તો ક્રોધ કરું છું. આ કરું છું એ નહિ, હું તો ક્રોધ કરું છું, માન કરું છું, રાગ કરું છું એમ ભાસે છે. આવી વાત છે ક્યાં ? દિગંબર સંતો સિવાય, માળે ગજબ કામ કર્યું છે. હૈં ! ( શ્રોતાઃ- અહીં તો અમે આપની પાસેથી સાંભળીએ છીએ, ) આ ત્રણ ચાર લીટીમાં કેટલું ભર્યું છે ! આહાહા ! આહાહા ! તારી ગંભીરતાનો પાર નથી પ્રભુ ! તું તને ભુલ્યો એની ગંભીરતાનો પાર નથી, ઓલામાં આવ્યું છે અનુભવપ્રકાશમાં તારી શુદ્ધતા તો બડી, પણ તારી અશુદ્ધતાય બડી છે. કે તીર્થંકર જેવાના સમવસરણમાં ગયો પણ તેં અશુદ્ધતા છોડી નહિ. અનુભવ પ્રકાશમાં આવે છે, દિપચંદજી. આહાહા !
પર્યાયમાં દ્રવ્યને ધ્યેય તરીકે લઈને જ્ઞાતાદેષ્ટાની અવસ્થા થવી જોઈએ તે તેનું કર્મ ને કાર્ય છે, એને છોડી દઈને, જ્ઞાનભવનમાત્રવેપારના પ્રવર્તનથી જુદાં, એટલે ? કે વસ્તુ અને વસ્તુનો સ્વભાવ, અવિકારી વીતરાગમૂર્તિ તેનું કાર્ય તો વીતરાગ-પ્રવર્તન જોઈએ. એ વીતરાગ પ્રવર્તનના કાર્યથી દાં, આવી વાતું છે. અરે ત્યાં શું ? ફાડ પાડી નાખે અંદરથી આર-પાર !ભગવાન અંદર ભિન્ન ત્રિલોકનાથ છે ને આ શું તને થયું છે ? આહાહા !