________________
૪૮૪
સમયસાર સિદ્ધિ ભાગ-૪ પણ આ અપેક્ષાએ હોં. હું એક શુદ્ધ છું, ત્રિકાળ છું, એનું ભાન થયું છે, તેથી શુદ્ધમાંથી રાગપણે પરિણમવું એવો કોઈ ગુણ નથી.
અનંતા અનંતા અનંતા ગુણનો રાશી પ્રભુ છે, પણ કોઈ ગુણ એવો નથી કે રાગપણે પરિણમે, એ અપેક્ષાએ એ ત્રિકાળી આનંદના નાથને જેણે જાગ્યો ને જાણ્યો, એવા ધર્મીને એમ કહે છે કે પ્રભુ તું તો રાગથી ભિન્ન છો ને નાથ ! તો રાગ એ તારી ચીજ નથી એ રાગ તો પુદ્ગલ કરે છે, આત્મા નહિ, આત્મા શી રીતે કરે ? આત્મા તો પવિત્ર આનંદનો નાથ છે. આહા ! ભાષા તો સમજાય એવી છે પ્રભુ, ભાષા તો સાદી છે આમાં તો કાંઇ બહુ પણ મારગ બાપા અત્યારે ચાલતા પ્રવાહથી જાત તદ્દન જુદી છે. આહા !
“ ઇત્યાદિ વિધિથી ” ઇત્યાદિ એટલે દ્વેષ, રાગ, સુખ, દુઃખ આદિના અસંખ્ય પ્રકારના રાગ, અસંખ્ય પ્રકારનાં દ્વેષ વિગેરે. ઇત્યાદિ “વિધિથી જ્ઞાનથી વિરુદ્ધ એવાં” ઓહોહોહો ! શું ટીકા ? આત્માથી વિરુદ્ધ “એવા સમસ્ત રાગાદિ કર્મનો અકર્તા પ્રતિભાસે છે” આહા ! ઓલાએ લખ્યું છે ને ભાઈએ ક્રમબદ્ધમાં વીતરાગ મારગ અકર્તાપણાને સિદ્ધ કરે છે. ૫૨નો તો કર્તા નહિ પણ, રાગનોય કર્તા નહિં. એ તો નહિ પણ આગળ નહિ જતા નથી ગયા, નહીંતર તો ખરેખર તો દ્રવ્ય પર્યાયનો કર્તા નહિ. આવો પ્રભુનો મારગ છે. આહા ! ઈશ્વર કર્તા તો નહિ, તેમ ૫૨દ્રવ્યનો આત્મા કર્તા નહિ, તેમ રાગનો આત્મા કર્તા નહિ, આત્મદ્રવ્ય છે સ્વભાવ વિશુદ્ધ એ રાગ કેમ કરે ? પણ ખરેખર તો સમ્યગ્દર્શન ને જ્ઞાન જે ષટકારકરૂપે પરિણમે છે ધર્મ. આહાહા ! એ સમ્યગ્દર્શન જ્ઞાન ચારિત્ર જે રાગથી ભિન્ન ને રાગથી એની અજ્ઞાનદશાથી જ્ઞાન ભિન્ન, એવી જે સમ્યગ્દર્શનજ્ઞાન એ ષટકા૨કરૂપે પરિણમે છે, કર્તાકર્મ આદિ એ એનું કાર્ય દ્રવ્યનું પણ નહિ, એ દ્રવ્ય અકર્તા. આહા ! આવો અકર્તાનો પ્રભુનો મારગ કયાંય છે નહિ. સમજાણું કાંઇ ? આહા ! જ્ઞાનથી વિરુદ્ધ એવા સમસ્ત દયા, દાન, વ્રત, રાગ ને સુખદુઃખની કર્મ, કર્મ એટલે પરિણામ એનો અકર્તા પ્રતિભાસે છે. “ધર્મીને રાગનો અકર્તા આત્મા ભાસે છે.” આહા ! વિશેષ કહેશે. ( શ્રોતાઃ– પ્રમાણ વચન ગુરુદેવ )
પ્રવચન નં.૧૮૭ ગાથા-૯૩
તા.૦૫/૦૨/૭૯ સોમવા૨ મહા સુદ-૯
શ્રી સમયસાર:- ૯૩-ગાથાનો ભાવાર્થ:
'
“જ્યારે આ આત્મા રાગદ્વેષસુખદુઃખાદિ અવસ્થાને ” આહા ! શુભ-અશુભ રાગ અને સુખદુઃખની દશા એ “અવસ્થાને જ્ઞાનથી ભિન્ન જાણે” છે? જેમ શીત ઉષ્ણપણું પુદ્ગલની અવસ્થા છે, ટાઢી અને ઉની અવસ્થા પર્યાય દશા એ જડની છે તેમ રાગદ્વેષઆદિ પણ પુદ્ગલની અવસ્થા છે. આહાહા ! દયા, દાન, પૂજા, ભક્તિ, વ્રત, તપ, એ બધો રાગ જે છે, એ તો પુદ્ગલની અવસ્થા છે. કેમ કે આત્મા.....૯૩ ગાથા એનો ભાવાર્થ, આહા !
આત્મા શુદ્ધ ચૈતન્ય અતીન્દ્રિય આનંદસ્વરૂપ એનો ભાવ તો અતીન્દ્રિય આનંદ ને વીતરાગી પર્યાય એનો ભાવ, એ અપેક્ષાએ અહીં વાત લીધી છે, અને જેટલો રાગાદિ દયા, દાન, વ્રત, તપ, ભક્તિ, પૂજા, કે કામ, ક્રોધ એનો જે વિકલ્પ રાગ ઊઠે એ બધી પુદ્ગલની અવસ્થા