________________
ગાથા-૯૩
४७७ આનંદનું જ્યાં ભાન થયું છે, એટલે કે આત્મજ્ઞાન અને આત્મદર્શન થયું છે, તે જીવ, એ રાગ અને દ્વેષ ને સુખદુઃખની કલ્પના, જે અજ્ઞાનાત્મા છે. એમાં જ્ઞાનસ્વરૂપ નથી અજ્ઞાનસ્વરૂપ છે. આત્મા એટલે અજ્ઞાનસ્વરૂપ એમ, છે? બહુ ટૂંકી ભાષા, માલ ભર્યો છે એકલો. આહાહા!
અજ્ઞાનસ્વરૂપ વડે, ચૈતન્યજ્ઞાન ને આનંદસ્વરૂપ પ્રભુ, એવું જેને અંતરમાં ભાન થયું, ધર્મી જીવને એનું ભાન હોય છે ત્યારે એને ધર્મી કહેવાય છે. એવા ધર્મીને એટલે કે જ્ઞાનસ્વરૂપ એવો ભગવાન આત્મા, આનંદસ્વરૂપ એવો ભગવાન આત્મા એનું જ્યાં અંતર રાગથી ભિન્ન પડીને ભાન થયું એ ભાનવાળો જીવ એ દયા, દાન ને કામક્રોધનાં પરિણામ ને સુખદુઃખની અવસ્થા એ અજ્ઞાન સ્વરૂપ છે, એ જ્ઞાન સ્વરૂપ નથી. આહાહા ! સમજાણું કાંઈ?
શું કીધું ઈ ? એ દયા, દાન, વ્રત, ભક્તિના પરિણામ એ અજ્ઞાનસ્વરૂપ છે, કેમ કે ભગવાન આત્મા જ્ઞાનસ્વરૂપ છે, એ જ્ઞાનનો એકેય અંશ એ દયા, દાન, વ્રત, ભક્તિનાં પરિણામમાં એ અંશ આવ્યો નથી. આહાહાહા ! કહો ચીમનભાઈ આવું તત્વ છે. આહાહા ! હવે સાંભળવા મળે નહિ, પ્રભુ તું કોણ છો? શ્રીમમાં આવ્યું નહિ, ત્યાં તો સોળ વરસે શ્રીમદ્ સોળ વરસે, “હું કોણ છું ક્યાંથી થયો શું સ્વરૂપ છે મારું ખરું, કોના સંબંધે વળગણા છે રાખું કે પરહરું, એના વિચાર વિવેક પૂર્વક” રાગથી ભિન્ન પડીને આત્માનું વિવેક નામ ભેદજ્ઞાન થયું “એના વિચાર વિવેક પૂર્વક શાંત ભાવે જો કર્યા, તો સર્વ આત્મિક જ્ઞાનના સિદ્ધાંત તત્ત્વ અનુભવ્યા.” આહાહાહા! જેને અહીં દુનિયા અત્યારે દયાનો ભાવ, વ્રતનો ભાવ, તપસ્યા, અપવાસ કરું એવો જે વિકલ્પનો ભાવ એને દુનિયા ધરમ માને છે, એને અહીંયા પરમાત્મા ત્રિલોકનાથ, વીતરાગ જિનેશ્વરદેવ, વીતરાગભાવે ધર્મ થાય અને રાગભાવે ન થાય એમ બતાવે છે. આહા.
વીતરાગ ભાવે એટલે? આત્મા જ્ઞાન ને આનંદસ્વરૂપ છે, એવી જે દૃષ્ટિ અને પ્રતીતિ ને રમણતા થઈ એ વીતરાગ ભાવ છે, અને વસ્તુ પોતે જિનસ્વરૂપ છે. વસ્તુ ભગવાન આત્મા જિન વીતરાગ સ્વરૂપ છે એ વીતરાગ સ્વરૂપ, વીતરાગ પર્યાયપણે પરિણમે, એ તો એનો ધર્મ છે. આહાહાહાહા ! પણ એ વીતરાગ સ્વરૂપ જેને જ્ઞાનમાં ભાન આવ્યું છે. એ દયા, દાન, વ્રત, ભક્તિનાં પરિણામ જે તપનાં અપવાસના એવો જે રાગ અને સુખદુઃખની કલ્પના એ અજ્ઞાનસ્વરૂપે જ્ઞાનસ્વરૂપ(નું) પરિણમવું અશક્ય છે. આત્મા જ્ઞાનસ્વરૂપ છે, તે અજ્ઞાનસ્વરૂપે થવું તે અશક્ય છે. આહાહા !
સાંભળવું આકરું પડે, વાડા બાંધીને બેઠા, વ્રત કરો ને અપવાસ કરો ને સામયિક કરો ને પોહા કરો એ ધર્મ, ધૂળેય નથી. એ તો રાગની ક્રિયા છે, બાપા તને ખબર નથી ભાઈ ! અને એ રાગ તે અજ્ઞાનસ્વરૂપ છે. એટલે? એમાં જ્ઞાન ચૈતન્ય જ્યોતિ પ્રભુ એનો કિરણ એ રાગમાં આવ્યો નથી, રાગ તો અંધારું છે. આહાહાહાહા ! કહો હિરાલાલજી!ઈ ગયું પણ આ સાંભળવાનું રહી ગયું, એટલે બાપુ ભાગ્યશાળી કહોને, બાકી એ તો થવાનું હોય એ થાય બાપુ, એમાં કાંઈ છે નહીં. ભાગ્યશાળી હિંમત બહુ રાખી છે એણે બહુ. ઓહોહો ! કાંઇ જાણે થયું જ નથી. આહાહાહા !
આહીં તો કહે છે પ્રભુ (શ્રોતા- આપના બોધનો પ્રતાપ છે) નરમ માણસ બહુ નરમ માણસ છે. ભગવાન, તને તો ભગવાન તરીકે તો પ્રભુ બોલાવે છે પ્રભુ. ૭૨ ગાથા સમયસારની ભગવાન આત્મા! પુણ્ય ને પાપનાં દયા, દાન, વ્રત, ભક્તિના પરિણામ એ