________________
ગાથા-૯૩
४८३ આહા ! રાગરૂપે થવું એ મને અશક્ય છે. હા, રાગ આવશે, વીતરાગ જ્યાં સુધી નથી હું થયો, ત્યાં સુધી રાગ આવશે, પણ તેને જાણું જ છું. આહા ! સમજાણું કાંઈ?
થોડા શબ્દો પણ પ્રભુ અલૌકિક વાતું છે. આહા! લ્યો પ્રકાશ આવ્યો એના ઉપર, ઉપરનો આવ્યો પ્રકાશ, આ હું રાગને જાણું જ છું. આહા ! મારો ચૈતન્ય પ્રકાશ એવો ભગવાન હું, રાગ આવે તેને મારા તરીકે ન માનતા તેને પર તરીકે જાણું છું. આવો ધર્મ પંથ, હેં? વર્ષીતપ કર્યા ત્યાર પહેલા સાંભળ્યું'તું આવું? (શ્રોતા – પહેલા તો કહેતાને ધર્મ માનતો) વાત સાચી પહેલાં તો એમ કહેતા'તા ને વાત સાચી છે. વાત સાચી છે. સંપ્રદાયના પહેલામાં તો એ બધા કહેતા'તા સૌ, વાત સાચી છે. આહા! બહુ સારી વાત આવી છે હીરાલાલજી, ભાગ્યશાળી બરાબર બહાર આવ્યા છે ને એવી સારી ગાથા આવી છે. આહા!
પ્રભુ તું આનંદનો સાગર છો ને નાથ, અતીન્દ્રિય આનંદના સાગરને તેં જાણ્યો હોય, તો તારું પરિણમનમાં આનંદનું પરિણમન થાય, અને રાગાદિનું પરિણમન તો દુઃખરૂપ છે. પ્રભુ એ આનંદરૂપી ભગવાન દુઃખરૂપે કેમ થાય? આહાહાહા ! એને રાગ આવે, એ દુઃખરૂપે દેખાય, પણ તેને હું જાણું છું. આહાહાહા! ચેતન આવ્યો છે? (શ્રોતા:- હાઠીક, આ ચેતનની વાત હાલે છે આ, સમજાણું કાંઇ? ભારે પણ ગાથા ભાઈ, આહા! હું રાગને જાણું જ છું, ત્યારે કહે “રાગ તો પુદ્ગલ છે” છે? એ દયા, દાન, વ્રત, ભક્તિનો આવે ભાવ વ્રતનો એ તો કહે છે કે પુગલ છે, પ્રભુ એ તો રાગ છે હું નહિ, મારી જાત નહિ એટલે એ પુદ્ગલ છે. મારી જાત તો જ્ઞાન ને આનંદની છે. આહાહાહાહા ! જેને દુનિયા અત્યારે ધર્મ માની બેઠી છે વાડામાં. સાધુ નામ ધરાવનારા એ પ્રરૂપણા કરે, માનનારા એ માનીને હાલી નીકળે. બાપુ મારગડા વીતરાગના પ્રભુ જુદા છે ભાઈ.
જિનેશ્વર ત્રિલોકનાથ પરમાત્મા અરિહંતદેવનું આ કથન છે એ સંતો આડતિયા થઇને, ભગવાનના માલને આપે છે. ભગવાન આમ કહે છે પ્રભુ. આહાહાહા ! સમજાણું કાંઇ? આ તો “રાગી તો પુદ્ગલ છે” ગજબ થઈ ગયો. આમાંથી ઓલા એમ કાઢે કે કર્મને લઈને રાગ થાય છે ને મારો પુરુષાર્થ એ અહીં અત્યારે એ નથી કહેવું. પાછો એમાંથી આ કાઢે કે પહેલે દિ' કહ્યું'તું થોડું રાગ તો કરે છે પોતે જ પુરુષાર્થની ઊંધાઈથી પણ એનો સ્વભાવ નથી માટે રાગને પુદ્ગલમાં નાખી દીધું, અહીં આત્મસ્વભાવમાં એ ચીજ નથી એનાથી વિરુદ્ધ છે એટલે પુગલમાં નાખ્યું, એ તો જાણનારે ધર્મીએ ધર્મ જાણ્યું એને, પણ પહેલેથી એમ માને કે એ કર્મને લઇને રાગ થાય, કર્મને લઇને રાગ થાય, મારે શું છે? એમ નહિં. આહાહા !
રાગ તો તારી પર્યાયમાં અશુદ્ધ ઉપાદાને તારાથી થાય છે પણ આંહી શુદ્ધ ઉપાદાનનું જ્યાં ભાન થયું છે. આહાહાહા ! શુદ્ધ ચૈતન્ય ભગવાન પૂર્ણાનંદનો નાથ જ્યાં જાણવામાં આવ્યો, એને અશુદ્ધ પરિણમન છે એની પર્યાયમાં છતાં તેને પુગલ કરીને કાઢી નાખ્યા છે. આહાહા ! હવે આટલી બધી અપેક્ષાઓ ને કોને યાદ રાખવી?
અરે જીવન હાલ્યા જાય છે બાપા, મૃત્યુને સમીપ જાય છે. એમાં આ જો ન કર્યું ને જાણ્યું, એ વંટોળીયાના તણખલા કયાં જાઈને પડશે? એમ મિથ્યા શ્રદ્ધાવાળો જીવ ક્યાં જઈને રખડશે? આહા! એથી એને સાચી શ્રદ્ધા કરાવે છે કે રાગ તો પુદ્ગલ કરે છે, તે કૌંસમાં છે ને?