________________
ગાથા૯૩
૪૮૫ છે. એ જ્ઞાનથી, આત્માથી ભિન્ન જાણે, એને આત્માથી ભિન્ન, જુદી જાણે.
જેમ ટાઢી ઉની અવસ્થા પુદ્ગલની છે, તેમ રાગદ્વેષ-સુખદુઃખાદિ પુદ્ગલની અવસ્થા છે, એવું ભેદજ્ઞાન થાય, એવું રાગનું ને આત્માના સ્વભાવનું ભેદજ્ઞાન થાય, ત્યારે પોતાને જ્ઞાતા જાણે, ત્યારે આત્માને તો જાણનાર દેખનાર જાણે. એ રાગ અને પુણ્ય-પાપના ભાવ એ મારા છે, એમ એ ન જાણે. ધર્મી જીવ સમ્યગ્દષ્ટિ જીવ પોતાના આત્માના સ્વભાવને રાગના ભાવથી ભિન્ન જાણતાંતે જ્ઞાન, જ્ઞાની રાગથી ભિન્ન પોતાના સ્વભાવને જાણે છે. અને પોતાનાં સ્વભાવથી રાગને ભિન્ન જાણે. અરે આવી વાત છે.
અત્યારે તો કહે દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજા એ તો ધર્મ છે એમ લોકો અત્યારે માને. ધર્મ તો આત્માનો સ્વભાવ શુદ્ધ ત્રિકાળી આનંદ છે, એની દૃષ્ટિ થઈને જ્યારે આનંદ ને શાંતિના પરિણામ અવિકારી થાય એ આત્માની દશા ને આત્માના પરિણામ છે. એ રાગથી ભિન્ન પડી અને પોતાના આત્માનો સ્વભાવ જ્ઞાતાદેષ્ટા છે, એવા જ્ઞાતાદેખાનાં પરિણામ થાય, એનું નામ રાગથી ભેદજ્ઞાન ને સમકિતી છે ઈ એ ધર્મી છે. આહા! આવું છે.
“રાગદ્વેષઆદિ પણ પુદ્ગલની જ અવસ્થા છે. એવું ભેદજ્ઞાન થાય, ત્યારે પોતાને જ્ઞાતા જાણે,” આહા! હું તો એક જાણનાર દેખનાર ભગવાન, સચ્ચિદાનંદ, સત્ નામ શાશ્વત, જ્ઞાન અને આનંદનો સાગર પ્રભુ, તો મારી દશા તો આનંદની, શાંતિની, વીતરાગની અવસ્થા એ મારી અવસ્થા છે. એનો હું કર્તા ને એ મારું કાર્ય છે, ધર્મીને એમ હોય છે. આહા! આવું ઝીણું હવે. અને રાગાદિરૂપ પુદ્ગલને જાણે, જોયું? હું એક આત્મા તો જ્ઞાન દર્શન આનંદ એનો ભંડાર એની પરિણતિની દશા રાગથી ભિન્ન જ્ઞાતાદેખાની દશા એ મારી દશા છે. એમ ધર્મી જાણે. અને રાગાદિના પરિણામ એ મારા જ્ઞાનનું પરણેય પુદ્ગલની અવસ્થા છે, આવું છે બહુ કામ આકરું છે.
રાગદ્વેષ પુણ્ય-પાપ, શુભ-અશુભ ભાવ પુદ્ગલના જાણે, “એમ થતાં રાગાદિનો કર્તા આત્મા થતો નથી,” આવી રીતે પુણ્ય-પાપના ભાવથી ભગવાન આત્મા ભિન્ન છે, એમ જેને જ્ઞાન ને દર્શન જ્ઞાતાદેષ્ટા થયો, તે પોતાના પરિણામ શુદ્ધને કર્તા થાય, પણ એ રાગાદિનો કર્તા થતો નથી. આરે આવી વાતું હવે, ગળે ઉતરવી. હેં? કહો દયાનો ભાવ એ રાગ, વ્રતનો ભાવ એ રાગ, વિકલ્પ વૃત્તિ ઉઠે છે ને, વસ્તુ તો જ્ઞાન સ્વરૂપ આનંદ છે એમાંય વૃત્તિ ઉઠે છે. ઉઠે છે એ રાગ છે. દાનનો ભાવ પાંચ પચીસ હજાર લાખ બે લાખ આપ્યા, રાગની મંદતા પણ એ રાગ છે એ તો, એ નિશ્ચયથી તો પુદ્ગલ જડની અવસ્થા છે. આહાહા....
આત્મા તો એનો જાણનાર દેખનાર જ્ઞાતાદૃષ્ટા છે. આવું જ્યારે ભેદજ્ઞાન યથાર્થ જ્ઞાન વાસ્તવિક જ્ઞાન રાગથી ભિન્ન પડે, ત્યારે તે જ્ઞાતાદેષ્ટા થાય, છે? એ રાગાદિનો કર્તા આત્મા થતો નથી, “જ્ઞાતા જ રહે છે.” આહા ! આવું કામ, જગતથી ઉલટ પલટ છે. હું? (શ્રોતા:- સાચું છે) મારગ આ છે બાપુ વીતરાગ પરમાત્મા એનો મારગ તો વીતરાગી પર્યાય છે, વીતરાગી પર્યાય કયારે થાય?કે રાગથી ભિન્ન પડી અને પોતે ચૈતન્ય સ્વરૂપ છું, આનંદકંદ છું, જ્ઞાન ને આનંદનો સાગર છું, એવું અંતરમાં રાગથી ભિન્ન પડે ત્યારે તેને જ્ઞાતાદેખાનાં પરિણામ થાય, ત્યારે તેને ધર્મ થાય એમ કહેવાય. અરે અરે આવી વાતું. એ ૯૩ મી ગાથા પૂરી થઈ.