________________
૪૮૨
સમયસાર સિદ્ધિ ભાગ-૪ એમ નહિ, જાણવામાં આવે છે, છે, છે. આહાહા ! આ હું, રાગ એટલે પુણ્ય-પાપના દયા, દાન, વ્રત, ભક્તિનાં કામ પરિણામને, રાગને હું જાણું જ છું, જાણું ‘જ' છું એમ કીધું છે. એકાંત ? કથંચિત્ જાણું છું અને કથંચિત્ રાગરૂપે થાઉં છું એમ નહિ ? ‘જ’ છે. આહાહાહા !
અધિકાર સારો આવ્યો હીરાલાલજી, બહુ સરસ અધિકાર છે આ આવ્યા છો ને બરાબર, ગાથા બહુ સારી, બહુ મીઠી. અમૃતના સાગર ઉછાળ્યા પ્રભુએ તો, ( શ્રોતાઃ– આ ગાથામાં આપે એકડો ઘૂંટાવી બહુ દીધો છે ) એમાં છે, ભર્યું છે એટલું. આંકડો એક કરોડ છે એમ લખાય, પણ એના, અત્યારે વળી નોટું થઇ, પહેલા રૂપિયા હતા એ કરોડ તો કેટલી કોથળીયું થાય ? પહેલા તો કયાં નોટું હતી ? રોકડ રકમ હતી, આપણે દામોદર શેઠ હતા ને ? દામનગર દામોદર શેઠ, તે દિ’ રોકડ રૂપિયા બહુ ને દસ લાખ રૂપિયા, પછી રૂપીયા આવે બહારથી લાખ બે લાખ કોથળી, હજાર હજારની સો કોથળી, બસે કોથળી, મજુરને અંદર જવા ન દયે. અંદર પટારા હોય ત્યાં ઘરના માણસ ત્યાં દિકરાને બોલાવે અંદર, અંદર લઇ જાય. મજૂર લાવે પણ બહાર મુકી જાય, પછી અંદર લઈ જાય પછી એમનો એક દિકરો હતો, રાયચંદ કરીને, દામોદર શેઠનો પરણ્યો'તો બિચારો રાજકોટમાં. પરણીને છ મહિને ગુજરી ગયો, વૈશાખે ૫૨ણ્યો ને આસો સુદ પૂનમે ગુજરી ગયો. પણ એ ભણતો’ તો પૂના પછી પૂનામાં ભણતો'તો તે દિ' હતો. ઘણાં વર્ષ પહેલાં ભાઈ પૂના રહે છે અત્યારે એ ૭૩–૭૪ ની વાત છે. ઇ પૂનામાં ૭૩ ને પાળીયાદ ચોમાસું હતું એ એને પૈસા આપતા એનો બાપ, ખર્ચના પુસ્તકના બધાના, પણ એણે એક વાર લખ્યું બાપુજી, તમે ખર્ચાના આમ પૈસા આપો છો પણ મહિને મારે બસે ગુંજાના બીજા જોઇશે. ખીસા ખર્ચીના. આહાહાહા ! ત્યારે પાછું એણે લખ્યું બાપુજી, બે ભાઈ હતા બીજા, ત્રણ ભાઈ હતા, તમને જો ન એવું હોય તો ભાઈનું કે કાકાના નામે કે તમારે નામે લખી ને આપો પણ જ્યારે ઓલા રૂપીયા આવે છે, ત્યારે કેઈડું ભાંગે છે ઇ અમારી ભાંગે છે, કહે છે કોથળીયું અમે મુકવા જાઇ છીએ ત્યાં અંદર, સો સો બસે બસે કોથળી આવે ગૃહસ્થ માણસને, હજાર હજા૨ની કોથળી હોય બધી, ઉપાડીને અમારે મુકવું પડે છે. એય ! દુનિયાને આકરું લાગે બસે રૂપિયા ખર્ચના અમે ગરીબને ઘરે નથી આવ્યા, સારા ઘરે આવ્યા છીએ, પૈસા ઠેકાણે, ખર્ચના બર્સ જોઇશે ગુંજાના બીજા મોકલો, આહીં તો કહે છે પ્રભુ તારો ખર્ચ તો આત્માના આનંદનો ખર્ચ છે એને મોકલ. આહા !
ભગવાન આનંદસ્વરૂપ પ્રભુ જ્ઞાનસ્વરૂપ વીતરાગ સ્વરૂપ એનું પરિણમન થવું તે એનો આત્માનો તે ભોગવટો છે, એ આત્માનો ભોગ છે, એ જીવ રાગપણે જરીયે નહિ થતાં, એને જાણું જ છું. દેવ ગુરુ શાસ્ત્રની શ્રદ્ધાનો રાગ આવે, વ્રતનો રાગ આવે, ભક્તિ ભગવાનની ભક્તિનો રાગ આવે પણ ધર્મી કહે છે કે હું તો એનેય જાણું જ છું. એ રાગરૂપે હું થતો નથી, પરિણમતો નથી. આહાહાહાહા ! કહો રસિકભાઈ ! આમાં કલકત્તામાંય નથી ને કયાંય નથી બીજે, કયું ગામ તમારું હૈં. વાંકાનેર ન્યાંયે ન મળે. આહાહાહા ! પ્રભુ તારું સ્વરૂપ અંદર આનંદ ને જ્ઞાન છે પ્રભુ, એ રાગના પરિણામ એ વિકલ્પ છે, એ તારું સ્વરૂપ નથી. આહા !
એથી જેને રાગથી ભિન્ન પડીને, ધર્મની દૃષ્ટિ, સ્વભાવની દૃષ્ટિ થઈ છે, તે દૃષ્ટિવંત એમ કહે છે, કે મારું જ્ઞાન સ્વરૂપ આત્મ સ્વરૂપ તે રાગરૂપે થવાને અશક્ય છે. હું તો મારા જ્ઞાન ને આનંદના પરિણામપણે પરિણમું એ મારી સામર્થાઇ છે, એ મારું બળ છે ને એ મારી શક્તિ છે.