________________
૪૮૦
સમયસાર સિદ્ધિ ભાગ-૪ જેમના વડે એટલે કે આત્મા વડે, જેમના રૂપે આત્મા વડે આનંદરૂપે આનંદજ્ઞાન વડે, જેમના રૂપે એટલે રાગદ્વેષ સુખદુઃખાદિરૂપે, અજ્ઞાનપણા વડે જરાય નહિ પરિણમતો, છે કે નહીં સામે લીટી ? આહા !
અરે ૮૪ના અવતા૨ કરી કરીને દુઃખી થઇને હેરાન થઇ ગયો છે. એ બધા કરોડોપતિ ને અબજોપતિ બિચારા ભિખારા, ભગવાન એને ભિખારા કહે છે. કેમ ? માગણ, માગણ છે માળા પૈસા આપો, બાઈડી મળે, આબરૂ દો, આબરૂ લાવો મોટો કહો, માગણ છે મોટો ભિખારી માળો. (શ્રોતાઃ– ભાવનગર દરબારને કહ્યું'તું ને ) કીધું'તું ને દરબારને પોતાને કહ્યું'તું ને ભાવનગર દરબાર, ભાવનગર દરબાર આવ્યા'તા કરોડ રૂપિયાની પેદાશ કૃષ્ણકુમાર આવ્યા’તા ને વ્યાખ્યાનમાં બે વાર આવ્યા'તા. લાખ માગે નાનો માગણ કરોડ માગે મોટો માગણ છે કીધું, અંદર ભગવાન આત્મામાં અનંતજ્ઞાન, અનંતશાંતિ, અનંતસ્વચ્છતા, અનંતપ્રભુતા, અનંતસુખ પડયું છે મહાલક્ષ્મી. એની તો માગણી નથી ને આ માગણી ધૂળની. બે પાંચ કરોડ રૂપિયા થયા જાણે કે હું મોટો વધી ગયો, ભિખારો છો મોટો, માળા, રાંકા, એય આહીં તો આવું છે. શાસ્ત્રમાં એને વાકા કહ્યા છે, ભગવાને વ૨ાકા એટલે ભિખારી, માગણ માગણ માગણ પૈસા લાવો, બાઈડી સારી લાવો, છોકરા સારા લાવો, આબરું મોટી લાવો, માગણ માગણ માગણ તે મોટો માગણ માળો...
ધર્મી છે એ માગણ મટી જઇને આત્મામાં અંદ૨ માગે છે, આત્મામાંથી લાવો શાંતિ, કહો રસિકભાઈ આવું છે. આ એક લીટીમાં ઘણું છે.
“નહિ પરિણમતો થકો, જ્ઞાનનું જ્ઞાનત્વ પ્રગટ કરતો” શું કહે છે હવે. જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્મા, એ રાગાદિ દયા, દાન સુખદુઃખની કલ્પનાના અજ્ઞાન સ્વરૂપે નહિં થતો, જ્ઞાન સ્વરૂપને પ્રગટ કરતો, જ્ઞાનનું જ્ઞાનત્વ, આત્માનું આત્મપણું, આત્માનું આત્મપણું, આત્માજ્ઞાન તેનું જ્ઞાનપણું, પર્યાયમાં. આહા ! છે ને સામે શ્લોક, આ સોનગઢનો નથી હોં આ. એ અમારે બલુભાઈ કહેતા કે આ પુસ્તક તો સોનગઢનું છપાયેલું છે ને ? બીજાને કહેવા સારું સમજાવવા. આ તો બાળક ને બધાને સમજાય એવી વાત છે પ્રભુ. શરીર, શ૨ી૨નું કામ કરે, જડ જડનું કામ કરે, પ્રભુ તારે અને એને શો સંબંધ છે ? અરે અહીંયા રાગ થાય તોય કહે છે કે તારે ને એને શો સંબંધ છે પ્રભુ! આહા ! એ વ્રતનો ને તપનો ને અપવાસનો ને આ વર્ષીતપનો ને જે વિકલ્પ ઉઠે એ રાગ છે, તપસ્યા બપસ્યા ત્યાં નથી એ તો લાંધણ છે બધી. અત્યારે લક્ષ બલુભાઈનું નહોતું હોં, અત્યારે સમુચ્ચય હતું. સમજાણું કાંઇ ? આહા !
એ વિકલ્પ છે. વૃત્તિ ઉઠે છે એ રાગ છે. ભાઈ એને તું ધર્મ અને તપ માને છો, મિથ્યાત્વભાવ, અજ્ઞાનભાવ, સંસારભાવ, રખડવાનો ભાવ છે. અજ્ઞાન સ્વરૂપ છે એ. આહા ! ભારે આકરું કામ અરે કેટલા દુઃખો સહન કર્યા છે એણે સંસારમાં એના દુઃખો દેખી જોનારાને આખ્યુંમાં આંસુ હાલ્યા છે, બાપુ તને ખબર નથી. ભૂલી ગયો તું પ્રભુ. કચ્ચરઘાણ માથે ફરી વળે. આહાહા ! રેલ ફરી વળે, કચરા, ભુકકો. અમારે પાલેજમાં થયું હતું. એક ફેરી હું ઊભો તો જરી એમાં રેલ માથે ફરી ગઈ ભુકકો, જોવા ગયા'તા બધા પછી અમને જોવા ન દિયે માળા. એવું તો અનંતવા૨ થયું છે. ( શ્રોતાઃ- શરીરને થયું છે) શરીરની સ્થિતિ એવી અનંતવાર થઇ