________________
४७८
સમયસાર સિદ્ધિ ભાગ-૪ અશુચિ છે એમ ૭૨ ગાથામાં છે. અશુચિ છે પ્રભુ તને ખબર નથી એ મેલ છે, એ દયા, દાન, વ્રત, ભક્તિનાં પરિણામ અશુચિ મેલ ને દુઃખ છે અને વચમાં એને જડ કીધો છે, એ આહીં લીધું છે. ત્રણ બોલ લીધા છે ૭૨ ગાથામાં, આવી ગયું આપણે. અરેરે દુનિયાને મળે નહિ સાચું સાંભળવાનું બિચારા કયાં જાય. માણસપણું મળ્યું આખો દિ' પાપમાં ધંધામાં રોકાય, નવરો થાય તો વળી બાઈડી છોકરાવને રાજી કરવામાં જાય. અ૨૨૨ ! એમાં સાંભળવા જાય કલાક, ત્યાં એને એમ કહે તને વ્રત કર ને અપવાસ ક૨ને તને ધર્મ થશે. કુગુરુ એનો કલાક લુંટી લ્યે. આવી વાત છે બાપુ. આહા !
જિનેશ્વરદેવ તીર્થંકર વીતરાગ મૂર્તિ પ્રભુ. એ વીતરાગનો ધર્મ વીતરાગભાવે થાય, વીતરાગનો ધર્મ રાગ ભાવે ન થાય. એ વીતરાગી સ્વરૂપ જિન, એનો આશ્રય લઈને એટલે કે સમ્યગ્દર્શનની પર્યાય સ્વતંત્ર કર્તાપણે થઇ અને તેનું લક્ષ કરે છે દ્રવ્ય ઉ૫૨, ત્યારે તેને વીતરાગી સમ્યગ્દર્શન પ્રગટ થાય છે, ચોથે ગુણસ્થાને. આહા ! ઇ વીતરાગ સ્વરૂપની પ્રતીતિનું જ્ઞાન થતાં વીતરાગ પર્યાયરૂપે દર્શન થાય છે. સમ્યગ્દર્શન, એ વીતરાગપણે પરિણમનારો ધર્મી, એ દયા, દાન, વ્રત ને તપનાં વિકલ્પના રાગપણે અજ્ઞાનપણે કેમ પરિણમે ? આહાહા ! એ મૂળચંદભાઈ આવું છે જરી બાપુ ! આહા...... દુનિયામાં આકરું પડે લોકોને. અત્યારના સાધુઓ ને સાંભળનારા બધાયે આ કરો આ કરો, વ્રત કરો અપવાસ કરો, ભક્તિ કરો, પૂજા કરો, એ તો રાગની ક્રિયા છે. ( શ્રોતાઃ- એને સાચુ બીજું ખબર હોય તો બતાવે ને ? ) એ તો હવે બધો ફેરફાર થઇ ગયો છે બહુ ઘણો. આહાહાહા !
વીતરાગ મૂર્તિ પ્રભુ આત્મા,જિનસ્વરૂપી એનું સ્વરૂપ જ જિનસ્વરૂપ છે, અકષાય સ્વરૂપ વીતરાગસ્વરૂપ પ્રભુ છે, એનો જેણે આશ્રય લઈને, અવલંબન લઈને, જેને આત્મજ્ઞાન એટલે કે નિર્વિકલ્પ વીતરાગી જ્ઞાન પ્રગટયું, સમ્યગ્દર્શન એટલે કે વીતરાગી પર્યાય પ્રગટી અને સ્વરૂપમાં રમણતા એવું વીતરાગી ચારિત્ર પ્રગટયું એ ત્રણેય આંહીં ભેગું લીધું. ભલે ચોથે વીતરાગી વિશેષ ચારિત્ર ન હોય, પણ સ્વરૂપ આચરણ વીતરાગી હોય છે. સમજાણું કાંઈ આમાં ? આહાહા ! શ્રાવક થવા પહેલાંની વાત છે. શ્રાવક જે પાંચમાં ગુણસ્થાનની છે દશા, એ આ શ્રાવક છે એ બધા શ્રાવક નથી કોઇ. આહાહાહા !
શ્રાવક તો એને કહીએ કે ‘શ્ર’ વર્ણ ‘ક’ શ્રાવક છે ને ? જેણે વીતરાગી સ્વરૂપ શ્રવણ કર્યું, છે ? અને જેણે વીતરાગી સ્વરૂપ ‘વ’ નામ વિવેકે ૫૨થી ભિન્ન પાડીને પ્રગટ કર્યું છે. શ્રાવક છે ને ? અને જેણે વીતરાગી પર્યાય કરી છે, એને શ્રાવક અથવા સમકિતી કહીએ પહેલો. આહા ! આવો મારગ હવે.
k
એ આંહીં કહે છે. જેમના રૂપે આત્મા વડે થવું પરિણમવું એટલે થવું “આત્મા વડે જેમનારૂપે થવું અશક્ય છે” એવા રાગદ્વેષ સુખદુઃખાદિરૂપે અજ્ઞાનસ્વરૂપ એ રાગ ને સુખદુઃખના ભાવમાં, દયા, દાનના ભાવમાં તો અજ્ઞાન છે. આહાહાહા ! આંહીં તો “દયા તે સુખની વેલડી ને દયા તે સુખની ખાણ ” આવે છે ને ? એ દયા નહિં ભાઈ. એ પરની દયાનો ભાવ તો રાગ છે. એ રાગ છે તે અજ્ઞાન સ્વરૂપ છે, એમાં જ્ઞાનસ્વરૂપ, ચૈતન્યસ્વરૂપ, આત્મસ્વરૂપ એ રાગમાં નથી. આહાહા !
7)