________________
ગાથા-૯૩.
૪૭૯ “એ સુખદુઃખાદિપણે અજ્ઞાનસ્વરૂપ વડે જરાય નહિ પરિણમતો” ભાષા તો જુઓ, જુઓ આ સંતોની વાણી, વીતરાગ પરમાત્મા જિનેશ્વરદેવ, ત્રિલોકનાથ સીમંધર ભગવાન બિરાજે છે, એની આ વાણી આવી છે. મહાવિદેહમાં પ્રભુ બિરાજે છે, જિનેશ્વરદેવ નમો અરિહંતાણે છે, મહાવીર પરમાત્મા આદિ તો નમો સિદ્ધાણંમાં થઇ ગયા એ તો સિદ્ધ. અહીં હતા ત્યાં સુધી અરિહંત હતા, સિદ્ધ થઇ ગયા. આ અરિહંતપણે બિરાજે છે, અરિહંતને વાણી હોય છે જડની, સિદ્ધને વાણી અને શરીર હોતા નથી. આહાહા ! એ વાણી દ્વારા આ આવ્યું એ સંત કુંદકુંદાચાર્ય ત્યાં ગયા હતા ને દિગંબર મુનિ, એ સંદેશ પ્રભુનો, આ લાવ્યા કે પ્રભુ તો આમ કહે છે. એમને તો હતું જ તે.
સર્વજ્ઞદેવ જિનેશ્વરદેવનો આ હુકમ છે, કે જેને દયા, દાન ને વ્રતના વિકલ્પથી ભિન્ન પડીને આત્માનું જ્ઞાન ને ધર્મ થયો, એ ધર્મી જીવ રાગરૂપે પુણ્ય-પાપરૂપે વ્રતનાં વિકલ્પરૂપે એ અજ્ઞાનસ્વરૂપ છે તે જ્ઞાનરૂપી પ્રભુ, અજ્ઞાન સ્વરૂપે કેમ પરિણમે? જરાય નહિ પરિણમે. આહાહાહા ! આવી વાત સાંભળવા મળવી મુશ્કેલ બાપુ! આહાહા! આટલી લીટીમાં તો કેટલું ભર્યું છે? છે ને?
વાણીયા વ્યાજ નથી કાઢતા ચક્રવૃદ્ધિ, આઠ આનાની તરીકે હતું ને પહેલું, હવે વળી આ દોઢ થઈ ગયો, પહેલાં આઠ આના અને બેંકમાં ત્રણ આના હતા. બેંકમાં ત્રણ આના સાંઈઠ વરસ પહેલાં ને અત્યારે તો દોઢ રૂપિયો થઈ ગયો. તમારે ત્યાં બેન્કમાં ક્યાંક બારઆના કે એમ થઇ ગયું. એમ કહે લોકો કહે તે સાંભળ્યું હોય આપણે કયાં જ્યાં એના વ્યાજ કાઢવા હોય તો કાઢે કે, “સો' નું દોઢ રૂપિયાનું વ્યાજ, પાંચ લાખનું એક દિવસનું કેટલું વ્યાજ આવે, એ ચઢાવે, એ ચઢાવીને બીજે દિવસે એના સહિતનું દોઢ ટકાનું વ્યાજ ચઢાવે એવું બાર મહિનાનું ચઢાવે એનું નામ ચક્રવૃદ્ધિ વ્યાજ કહેવાય.
આહીં પરમાત્મા ત્રિલોકનાથ આત્માનું વ્યાજ ચડાવે છે, બાપુ આત્મા તો આનંદ ને જ્ઞાન સ્વરૂપ છે ને પ્રભુ. એ તો જ્ઞાન ને આનંદરૂપે થાય ને? આહાહાહાહા ! સમજાણું કાંઇ? એ તો જાણવું દેખવું ને આનંદરૂપે થાય ને? આહા! એ રાગ ને પુણ્ય ને દયા, દાન ને સુખદુઃખની કલ્પના તો અજ્ઞાનસ્વરૂપ છે ને? એમાં જ્ઞાનસ્વરૂપ નથી. અજ્ઞાન એટલે? એ જ્ઞાનસ્વરૂપી ભગવાન, એ રાગ અજ્ઞાન સ્વરૂપે કેમ પરિણમે છે? એ અજ્ઞાનાત્મા વડે જરાય નહિ પરિણમતો” ભાષા આકરી છે ને? એટલું જ. ધર્મી જીવ તો જ્ઞાન ને આનંદરૂપે પરિણમતા જે રાગાદિ થયો તેને પરશેય તરીકે જાણે. આહાહાહા! સમજાણું કાંઇ?
આવી વાત હવે કહે છે. આ તો ચોથા આરાની વાતો હશે? પાંચમાં આરાના સાધુ તો પાંચમાં આરાના શ્રોતાને તો સંભળાવે છે. (શ્રોતા – મુનિ માટે નથી) આ તો હજી ચોથા ગુણસ્થાનની વાત કરે છે, એ પહેલાં આવી ગયું છે, અપ્રતિબુદ્ધને સમજાવે છે. આહા! જે કાંઇ અનાદિનો અજ્ઞાની છે તેને સમજાવે છે અને સમજ્યો ત્યારે એની કેવી દશા હોય એનું આ વર્ણન છે. આહાહાહા ! સમજાય છે કાંઇ? ભાષા તો સાદી છે, ભાવ બીજો. આહા! આટલી એક લીટીમાં તો કેટલું ભર્યું છે. આહાહાહા !
“જેમના રૂપે આત્મા વડે પરિણમવું” જેમના રૂપે એટલે? કે “રાગદ્વેષ સુખદુઃખાદિરૂપે”