________________
४७६
સમયસાર સિદ્ધિ ભાગ-૪ રાગદ્વેષ ને સુખદુઃખ જેમાં જ્ઞાનનો અભાવ છે, એવા અજ્ઞાનપણે જ્ઞાન કેમ પરિણમે ? આહાહાહા ! ઝીણી વાત બહુ સમજાણું કાંઇ? જુઓ આવો ધર્મ, આવો ધર્મ કોઇ છે? જે દયા, દાન, વ્રત, ભક્તિનાં પરિણામ થાય, કે ઇષ્ટઅનિષ્ટ લાગી ને કંઇક સુખદુ:ખની કલ્પના થાય, એવી દશામાં આત્મા જ્ઞાનસ્વરૂપ છે, તેના અંશનો એમાં અભાવ છે. આહાહા ! તેથી તે અજ્ઞાનસ્વરૂપ છે. અજ્ઞાન એટલે? મિથ્યાત્વ સ્વરૂપ એમ નહિ.
છે? અજ્ઞાનાત્મા એટલે પુણ્ય ને પાપનો ભાવ અને સુખદુઃખની કલ્પના, એ અજ્ઞાનસ્વરૂપ એટલે કે જ્ઞાનસ્વરૂપ એમાં નથી. આહાહા ! અજ્ઞાનાત્મા એટલે મિથ્યાત્વ આત્મા એમ નહિ, આંહીં અજ્ઞાન એટલે કે જેમાં જ્ઞાન નથી. ભગવાન આત્મા જ્ઞાનસ્વરૂપી પ્રભુ એવું જેને અંતરમાં ભાન થયું, તે ધર્મી જીવ, તે જ્ઞાની જીવ કહો કે ધ કહો, એ જ્ઞાની જીવ રાગ ને દયા, દાનના વિકલ્પ જે અજ્ઞાન સ્વરૂપ છે, એ રૂપે જ્ઞાનને થવું અશક્ય છે. આરે આવી વાતું હવે. આંહીં તો દયા, દાન ને વ્રતના પરિણામ કરે એટલે ધર્મ થઈ ગયો લ્યો અજ્ઞાનીને. (શ્રોતાઃ- સહેલું છે ને) સહેલું શું? અનાદિનું અજ્ઞાન છે. આહાહા!
આહીં તો ચૈતન્ય સ્વરૂપ જે આત્મા, બપોરે તો આવ્યું'તું ને કે, ભગવાનને જેમ કેવળજ્ઞાન ને કેવળદર્શન દશામાં છે, એ જેમ પરથી ભિન્ન છે, એમ આ ભગવાન અંદર કેવળ એકલું જ્ઞાન ને એકલું દર્શન ને એટલે એકલો આનંદ એવો જે ભગવાન આત્મા એ શુભ-અશુભ દયા, દાન, વ્રતના પરિણામ ને કામક્રોધના પરિણામ અને સુખદુઃખના ભાવથી તે ભિન્ન છે. કહો સમજાણું કાંઈ ? આહાહા!
એ અજ્ઞાનાત્મા વડે જરાય નહિ પરિણમતો, આહાહા.... કહો બલુભાઈ, આ શું તમે આ દવાનું છોડ્યું ને એમાં રાગ હતો, એ રાગરૂપે પરિણમે છે એ અજ્ઞાન છે. એમ કહે છે. હું? આપે શું? દાખલો આપું ને, ઘરનો દાખલો. આહાહા! શશીભાઈ ! આહા!
ભગવાન આત્મા એ તો જ્ઞાન સ્વભાવ, આનંદસ્વભાવ, દર્શન સ્વભાવ, પ્રભુત્વ સ્વભાવ, ઈશ્વર સ્વભાવ, સ્વચ્છત્વ સ્વભાવ એવો જે ભગવાન આત્મા, જેને ધર્મ પ્રગટયો છે, એટલે કે દયા, દાન, વ્રત, કામ, ક્રોધનાં પરિણામથી ભિન્ન આત્માને જાણ્યો છે, અને જેને આત્મજ્ઞાન થયું છે, આત્મજ્ઞાન એટલે સમ્યગ્દર્શન, જ્ઞાનની અપેક્ષાએ આત્મજ્ઞાન ને શ્રદ્ધાની અપેક્ષાએ સમ્યગ્દર્શન, એવો જે સમ્યગ્દર્શન ને સમ્યજ્ઞાની જીવ, જેમ ઠંડી ગરમ અવસ્થાપણે થવું તે ચૈતન્યને અશક્ય છે, થઈ શકે નહિ કોઈ દિ. એમ ભગવાન આત્મા જ્ઞાન ને આનંદમૂર્તિ પ્રભુ એવું જેને અંતરમાં સમ્યગ્દર્શન ને ધર્મની દશા પ્રગટી છે, એ ધર્મી જે રાગ ને સુખદુઃખની કલ્પના વત તપનો વિકલ્પ, એ તો અજ્ઞાન છે એમાં જ્ઞાનનો અભાવ છે, એટલે કે આત્માનો એમાં અભાવ છે, એથી તે અજ્ઞાનાત્મા કીધો આંહીં. આહાહાહા ! ભારે આવે આ રવિવાર આવે છે તમારે ત્યારે ભારે આવે છે વાત, ભાવનગર, આવી વાત છે પ્રભુ! આહાહાહા! ત્યાં તો રવિવારના ભારે આવે છે. આ રવિવાર આવે છે તમારે ત્યારે આવે છે ભાવનગરથી લોકો આવે ત્યારે સારું આવે છે. શશીભાઈ ? આહાહા!
પ્રભુ ચૈતન્ય જ્યોત છે અંદર એ જ્ઞાનનો દિવડો પ્રભુ છે, જ્ઞાનનો સૂર્ય, જ્ઞાનનો ચંદ્ર છે, એવું જેને અંતરમાં એ શુભ-અશુભભાવ ને સુખદુ:ખની કલ્પનાથી ભિન્ન પડી અને જ્ઞાન ને