________________
४७४
સમયસાર સિદ્ધિ ભાગ-૪ આ પકડાય એવું છે ને. પંકજભાઈ ? એમાં અત્યારે એને રસ છે ને થોડોક, આવું પકડવું પડે બાપુ. સંસાર હોય છે ભલે, પણ આ ભેગું. એનું જ્ઞાન સાચું કરવું પડશે પ્રભુ, આ જનમ મરણ ચાલ્યા જાય છે. આહાહાહા !
ત્રણલોકના નાથ તીર્થંકરદેવની આ વાણી છે, સંતો આડતિયા થઈને જગત પાસે જાહેર કરે છે. આહાહા! અરેરે, સાંભળવા મળે નહિ કયાંય અને સત્ હોય એને વળી એકાંતની એ, એ એય એકાંત નિશ્ચય-નિશ્ચયની વાતો કરે છે. પણ નિશ્ચય. હે! (શ્રોતા:- આહીં સાંભળવાય આવતા નથી ને ત્યાં વાતો કરે છે.) વાતું કરે શું થાય? આવ્યા તે દિ' વાત કરતા'તા અત્યાર સુધી તમે સમયસારના ઓલામાં, હવે હું વ્યવહારની વાતો કરું છું. ઓલો એમ બોલ્યો'તો વિધાનંદજી અને આય એમ આ બોલ્યા'તા શું થાય પ્રભુ!
એ રાગ થાય છે અને આત્માનું જ્ઞાન રાગથી ભિન્ન પડીને થયું તે નિશ્ચય જ્ઞાન છે, અને રાગને જાણવું એ વ્યવહાર છે. આંહી રાગને પુદ્ગલના પરિણામ કહ્યા એ તો જ્ઞાનનો વિષય પર છે એમ ગણીને, પણ છે તો આત્માના પરિણામ, પણ એ વિકારી પરિણામ છે તેની અવિકારી સ્વભાવનું પરિણામ નહિ, એમ ગણીને વિકારના પરિણામ પુગલના ગણીને તેનું આંહીં જ્ઞાન થાય તે આત્માનું છે અને રાગનું જ્ઞાન થાય એ પણ વ્યવહાર છે, જ્ઞાન તો પોતાનું સ્વપરપ્રકાશકને લઈને થયેલું છે. આહાહાહા! આવો બધો ફેર કયાં કરવો? ( શ્રોતાઃઆપ એકલા જ્ઞાનની વાત કરો છો શુષ્ક લાગે, ભેગી ક્રિયાની વાત કરો) કાંઈ પણ ક્રિયા, આ રાગની ક્રિયા નથી? આ ભેગી એ જ્ઞાનની એકાગ્રતા એ ક્રિયા નથી? દ્રવ્ય છે વસ્તુ છે, અક્રિય છે, અને તેનું જ્ઞાન, શ્રદ્ધા, ચારિત્ર થવું તે સક્રિય પર્યાય છે. નિશ્ચયથી તો એ શુદ્ધ પરિણામ થયા એય વ્યવહાર છે, સદભૂત વ્યવહાર છે. આકરી વાતું બહુ બાપુ! બહું ખોલવા જોઈએ તો-આહાહા !
રાગ છે એ તો અસભૂત વ્યવહાર છે, અને તેને અસભૂત કહીને સન્માંથી નથી આવ્યા, એ પુગલના પરિણામ ગણીને તેનું અહીં જ્ઞાન થયું, એ તો જ્ઞાન છે તો પોતાનું, પોતાનું જ્ઞાન ને પરનું જ્ઞાન છે સ્વપરપ્રકાશક પોતાનું, પણ આહીં નિમિત્તને સિદ્ધ કરવું છે. કે ત્યાં એક ચીજ છે એનું આહીં જ્ઞાન થયું, એ જ્ઞાન છે એ આત્માનું, પણ રાગ એ આત્માનો નહિ. આહાહા!
“પરસ્પર વિશેષ જાણતો હોય ત્યારે” છે ને? જ્યારે જ્ઞાનને લીધે, આત્માનું જ્ઞાન થયું રાગથી ભિન્ન પડીને એને લીધે આત્મા તે રાગદ્વેષઆદિનો અને તેના અનુભવનો પરસ્પર વિશેષ જાણતો હોય ત્યારે, તેઓ એક નથી પણ ભિન્ન છે. આહાહા ! એ રાગદ્વેષ ને સુખદુઃખના પરિણામ અને તેને જાણવાના પરિણામ બેય એક નથી પણ ભિન્ન છે. આહાહા ! એક નથી પણ ભિન્ન.“એવા વિવેકને લીધે” એવી ભિન્નતાને લીધે શીત-ઉષ્ણની માફક જેમ શીતને ઉષ્ણપણે પરિણમવું અશકય છે. આત્મા-આત્મા છે તે શીત ઉષ્ણનું જ્ઞાન કરે, તે જ્ઞાનરૂપે પરિણમે, પણ આત્માને શીત ઉષ્ણપણે થવું અશકય છે, એમ આત્મા રાગદ્વેષ સુખદુઃખનું જ્ઞાન કરે, પણ આત્માને રાગદ્વેષ સુખદુ:ખરૂપે પરિણમવું અશકય, એનો વિસ્તાર વિશેષ છે.
(શ્રોતા- પ્રમાણ વચન ગુરુદેવ)