________________
ગાથા-૯૩
૪૭૫
પ્રવચન નં. ૧૮૬ ગાથા-૯૩
શ્રી સમયસાર–૯૩ ગાથા છે.
પાછળનું થોડું બાકી છે ને ? આંઢિથી લેવું ાઓ ! શીતઉષ્ણની માફક વચમાં છે. જેમ પુદ્ગલની અવસ્થા ઠંડી અને ગ૨મ છે તે પણે આત્માપણે તે રૂપે પરિણમવું તે અશક્ય છે. ઠંડા ને ગ૨મની અવસ્થા એ જડની છે, એ આત્મા એ ઠંડા ને ગરમપણે પરિણમે એ અશક્ય છે. કા૨ણકે ઇ જડ છે અને આ ચૈતન્ય છે. એ ચૈતન્ય જડની પર્યાયપણે થાય એ અશક્ય છે, એ તો દૃષ્ટાંત છે. આહાહા ! હવે અર્થાત જેમ શીતને ઉષ્ણરૂપે આત્મા વડે પરિણમવું અશકય છે, છેને કૌંસમાં, કૌંસમાં છે. ઝીણી વાત છે આજ.
“જેમના રૂપે આત્મા વડે પરિણમવું અશક્ય છે એવા રાગદ્વેષસુખદુઃખાદિ અજ્ઞાનાત્મા વડે જરાય નહિ પરિણમતો” આહાહાહા ! જેમ ઠંડી અને ગ૨મ અવસ્થા પુદ્ગલની છે, એ આત્મા તે રૂપે થવું તે અશક્ય નામ બની શકે નહિ ત્રણકાળમાં, એમ આ જ્ઞાનસ્વરૂપ ભગવાન આત્મા, અંતર જેને રાગથી ભિન્ન પડીને ભાન થયું છે, એવા ધર્મી જીવને રાગ ને દ્વેષ ને સુખદુઃખની કલ્પના જે પુદ્ગલની છે, એ રૂપે જ્ઞાનમાં થવું તે અશક્ય છે. આહાહા ! ઝીણી વાત બહુ. કયાં ટાઢી ઉની અવસ્થા એ પુદ્ગલની છે, ભગવાન આત્મા અરૂપી એ રૂપીપણે કેમ પરિણમે ? એમ, આત્મા રાગ ને દયા, દાન ને સુખદુઃખની કલ્પના એનાથી ભિન્ન પડીને જેને આત્મજ્ઞાન થયું, ધર્મ થયો જેને ધર્મ, આહાહા ! ધર્મ એટલે આત્મજ્ઞાન, ધર્મ એટલે આત્મા શુદ્ધ ચૈતન્ય છે એનો અનુભવમાં પ્રતીતિ, એવો જેને ધર્મ થયો, તે ધર્મીને રાગદ્વેષસુખદુઃખાદિરૂપે, એ અજ્ઞાન આત્મા અજ્ઞાન સ્વરૂપ છે. આહાહાહા ! ઝીણી વાત છે.
તા.૦૪/૦૨/૭૯ રવિવાર મહા સુદ-૮
રાગ–દયા, દાન, વ્રત, ભક્તિનાં પરિણામ અને સુખદુઃખની કલ્પના એ અજ્ઞાન સ્વરૂપ છે. એ જડસ્વરૂપ છે, તે રૂપે જ્ઞાન સ્વરૂપ ધર્મી જીવ, જેને સમ્યગ્દર્શનજ્ઞાન ને ધર્મદશા પ્રગટી છે, એ ધર્મી એ રાગદ્વેષ ને સુખદુ:ખ અજ્ઞાનપણે પરિણમવું તેને અશક્ય છે. આહાહા ! આવી વાત છે. ટાઢી ઉની અવસ્થા એ જડ, એ પણે પ્રભુ આત્મા ન થઈ શકે, એમ જેને રાગ ને દયા, દાન ને સુખદુઃખની દશાથી ભિન્ન પ્રભુ છે. આહા... આહાહા ! એ તો કેવળજ્ઞાન ને કેવળદર્શનની મૂર્તિ ૫૨થી ભિન્ન છે, બપોરે આવ્યું'તું. કેવળ એટલે એકલું જ્ઞાન ને દર્શન ને આનંદ એવો જે આત્મા એ દયા, દાન, વ્રત, ભક્તિ અને સુખદુઃખની કલ્પના, એનાથી તે ભિન્ન છે. એ ભિન્નનું જ્યાં ભાન છે, તેને અબે રાગદ્વેષ ને સુખદુઃખની અજ્ઞાનઅવસ્થા જેમાં જ્ઞાન નથી, પુણ્યપાપનો ભાવ અને સુખદુઃખની કલ્પના એમાં આ જ્ઞાનસ્વરૂપી ભગવાન એનું જ્ઞાન એમાં નથી. હિરાલાલજી. આહાહાહા!
જેમ ઠંડી અને ગ૨મ અવસ્થામાં આત્માનું જ્ઞાન નથી જ્ઞાનનો એમાં અભાવ તેથી તે રીતે થવું આત્મામાં અશક્ય છે, એમ જેને રાગદ્વેષ પુણ્ય-પાપના ભાવ, એનાથી ભગવાન ભિન્ન છે, એવું જેને સમ્યગ્દર્શન જ્ઞાન ને ધર્મ થયો, આહાહાહા ! આકરી વાતું છે. એ ધર્મી જીવ જ્ઞાનસ્વરૂપ ને આનંદસ્વરૂપે હોવાથી, તેની પર્યાયમાં પરિણમન તો જ્ઞાન ને આનંદનું છે એને